________________
શોભા, સુષુમ્મા કાલભક્ષિણી, સુષુમ્યા નાદરૂપિણી'. સુષુમ્હા પરમ સૌંદર્યની ઝાંખી કરાવે છે, કાલપાશનું છેદન કરે છે, અને સમસ્ત બ્રહ્માંડમાં વ્યાપ્ત તત્ત્વનો ઝંકાર સંભળાવે છે. એ છે સૌંદર્યમયી, કાલજયી, નાદમયી. કબીરે આ ધ્વનિને ‘તત્ત્વઝંકાર બ્રહ્માંડમાંહી' કહી એની અનંતતા દર્શાવી છે, તો ‘ચીંટી કે પાંવ મેં નેવર બાજે’ કહી એની અત્યંત સૂક્ષ્મતા ને સુંદરતાનોયે પરિચય કરાવ્યો છે.
સુષુમ્લામાં પણ અત્યંત સૂક્ષ્મ ત્રણ નાડીઓ છે. વજ્રા, ચિત્રા અને વિરજા. વજા અને ચિત્રા ભૂમધ્ય પાસે અટકી જાય છે. વજ્રા તરફ વળેલો સાધક વિરક્ત, ઉદાસી, એકાંતસેવી બની જાય છે. ચિત્રા તરફ ઝૂકે છે તે સિદ્ધિઓ અને માયાભાસના ચક્કરમાં ઘૂમે છે. વજ્રામાં અચલાનું નિરુદ્ઘ આસન છે, ચિત્રામાં ચંચલાની અવિરત ગતિ છે, પણ ભ્રમૂલ્યને ભેદી મૂર્છા ભણી લઈ જતી વિરજાને વરે છે, તેને ‘વિરજ નિશ્ચલ બ્રહ્મ'નો અનુભવ થાય છે. વિરજામાં વહેતી ચેતનાને ‘બિસતત્તુતનીયસી' કહી છે. તે કમળમાં રહેતા અતિ સૂક્ષ્મ તંતુ સમી છે અને છેક કમળની કર્ણિકા સુધી જાય છે. કાલિદાસે ‘મેઘદૂત’માં તેનું સુંદર વર્ણન કર્યું છે. મનુષ્યના અંતરાકાશમાં પરમ આનંદ ભણી-કૈલાસ ભણી ઊડતા પ્રાણહંસનું એમાં નિરૂપણ છે :
૨૭૬
આકૈલાસાદ્ બિસકિસલયચ્છેદપાથેયવન્તઃ
સંપત્સ્યન્તે નભસિ ભવતો રાજહંસાઃ સહાયાઃ
ત્રિભુવન વ્યાસે એનો ઝૂલણા છંદમાં અનુવાદ કર્યો છે :
કમલના તંતુનાં, ચંચુમાં ટીમણ લઈ ઠેઠ કૈલાસ પર્યંત તારા
માર્ગસંગાથી એ ગગનપથમાં થશે ઊડતા રાજહંસો રૂપાળા.
મહાકવિના સૂરમાં સૂર પુરાવતો હોય એમ એક બાઉલ ગાઈ ઊઠે છે ઃ
:
(મેઘદૂત. પૂર્વમેઘ, ૧૧)
આમરા પાખિર જાત
આમરા હાઈટ્યા ચલાર ભાઓ જાનિ ના
આમાદેર ઊડ્યા ચલાર ધાત.
Jain Education International
For Private & Personal Use Only
સેતુબંધ
www.jainelibrary.org