________________
તાલીમ અને ૨ કલાકની સાધના કે રિયાઝ હશે.
આ અભ્યાસ માટે એક વૃન્દ(ગ્રુપ)માં ૨૫ વિદ્યાર્થીઓ લેવામાં આવશે. જેમણે સંગીતની પ્રાથમિક તાલીમ લીધી હોય કે લોકગીતો અથવા સુગમ સંગીતથી જેઓ પરિચિત હોય તેમને પ્રથમ પસંદગી આપવામાં આવશે.
પ્રથમ વર્ષના બે મહિનામાં નીચે પ્રમાણે શિક્ષણ અપાશે. સૈદ્ધાંતિક :
(૧) ભજન અને લોકગીતના વિવિધ પ્રકારોની સમજણ.
(૨) ગુજરાતના આદિવાસી તેમજ લોકજીવનમાં ભજનો તથા લોકગીતોનું સ્થાન. (૩) અભ્યાસક્રમ માટે નક્કી કરેલાં ગીતો તથા ભજનોની સમજણ.
ક્રિયાત્મક :
(૧) હારમોનિયમના સાથ વગર સ્વરોને આરોહ-અવરોહમાં ગાવાનું શિક્ષણ. (૨) મંત્રગાન ૩ સ્વરોમાં અને ૪ સ્વરોમાં રજૂ કરવાની પદ્ધતિ.
(૩) કેરવા, દાદરા, દીપચંદીનું તાલ જ્ઞાન
(૪) ૧૦ ભજનો સારી રીતે, સમજપૂર્વક ગાવાની કળા.
(૫) આદિવાસી ૫ ગીતો
(૬) અન્ય ૫ લોકગીતો, જેમકે રાસ, ગરબા, ગરબી, દૂહા, લગ્નગીત. (૭) સરળ પ છંદોનો પરિચય.
દ્વિતીય વર્ષના બે મહિનામાં અભ્યાસક્રમ આ પ્રમાણે રહેશે.
સૈદ્ધાંતિક :
(૧) ભારતીય લોકસંસ્કૃતિના વિવિધ પ્રવાહોની જાણકારી
(૨) આદિવાસી સંસ્કૃતિના પાયામાં રહેલા સંગીત-નૃત્ય, દેવ-મંત્રોની જાણકારી.
ક્રિયાત્મક :
(૧) શુદ્ધ અને વિકૃત સ્વરોનો પરિચય
(૨) નવા તાલો, જેમકે હીંચ, રૂપક, ઝપતાલ
(૩) ૧૫ ભજનો, જેમાં ૫ ઉત્તર ભારતીય
૨૪૦
Jain Education International
For Private & Personal Use Only
સેતુબંધ
www.jainelibrary.org