________________
(૧૧૪)
૩૧ જૂલાઈ ૧૯૯૭
નંદિગ્રામ આત્મીય ભાઈ,
તમારો પત્ર મુંબઈથી આવી વાંચ્યો. ઈશા યુરોપના પ્રવાસે. એને મુંબઈ સુધી સથવારો આપવા ગયો હતો. પરદેશની મુસાફરી આ પંડને હવે ફાવે એવી નથી. સુ.દ. સાથે ફોન પર વાત થઈ. ઈમેજ પ્રકાશન માટે એને કાંઈક તાત્કાલિક જોઈએ. મારી પાસે તૈયાર કાંઈ ન મળે ને ખલતા ખંખોળી કાઢે તો જૂનવાણી જણસ સાંપડે ને વળી કાંઈક રંધો-રોગાન કરવાં પડે.
એક વિચાર ઝબકી ગયો. આપણા પત્રોમાં ઘણે ભાગે બિનંગત સામગ્રી છે. ક્યાંક સંગીતની જુગલબંદી જેવું જામે છે. એને પ્રકાશિત કરી શકાય? સમય પાક્યો છે કે નહીં, અથવા જુગતું—અજુગતું કહેવાય એની સૂઝ નથી. આવું છપાય કે છપાશે એની યે ખેવના નથી. સુ.દ. ને કહ્યું કે ભાયાણી સાહેબના પત્રો મેં સાચવી રાખ્યા છે, એમની અનુમતિ મળે તો પ્રગટ કરી શકાય. એ તૈયાર થયા છે. હવે સવાલ એને તમારી મંજૂરી ને મારે વ્યવસ્થિત ગોઠવી આપવાનો. ઈશા આવે ત્યારે એકત્રિત પત્રોને તારીખવાર ગોઠવી આપે. બીજી બાજુ મારા તરફથી જે તાક–ધીન થયું હોય એની યે તમારા સૂર સાથે સંગત, જોડ પણ મેળવીએ; જો એ જળવાયું હોય તો. આ નક્કી કરીયે તો હિમાંશીને સંપાદન સોંપી શકાય. હિમાંશી અને વિનોદ, મેઘાણીના આત્મકથનનો સંગ્રહ કરવામાં પડ્યાં છે. ગળાડૂબ છે. પણ હિમાંશી મારી પુત્રી સમાન. બાપનો બોજો વેઢારવાનું તો સારાં સંતાનો લલાટે લખાવીને જ આવ્યાં હોય છે. આમેય ભવિષ્યમાં તોળાતું રહે એનો–આજે જ નિકાલ આવી જતો હોય તો ગંગા નાહ્યા જેવું થાય.
‘ગોરખવાણી'ની ઝેરોક્સ આ સાથે રજી. બૂક–પોસ્ટથી મોકલું છું. વલસાડી ઝેરોક્સ છે એટલે મુંબઈના જેવું સફાઈદાર કામ નથી પણ વાચનમાં વાંધો નહીં આવે. “અમનચોગ, જરૂર હોય તો અહીંના પુસ્તકિયા ડુંગરમાંથી શોધી કઢાવી મોકલું. ‘ઢક પરદા' ક્યાંયે વાંચ્યું નથી. સાધુની ઉક્તિ સાંભળી છે. મારે ઘણા ગંજેરી–ભંગેરીને મળવાનું બન્યું છે. વચ્ચે તો આવી શંભુ-જમાતને
સેતુબંધ
૧૭૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org