________________
(પ૯)
૧૬–૭–૯૪
નંદિગ્રામ આત્મીય ભાઈ,
દંતવ્યથામાંથી લગભગ મુક્ત થઈ ગયો છું પણ દંતકથાએ બરાબર ભરડો લીધો છે. આ સાથે બીજી આંતર–કથામાંથી ઊગ્યું તે મોકલું છું; ત્રીજી કથા મનમાં ઘોળાય છે. એના જેવી જ સૂફી કથાની ઝેરોક્ષ નકલ આ સાથે. સુહરાવર્દી શાખાના સૂફીઓની મુખ્ય સાધના આવી કથાનું શ્રવણ-મનન તથા જિક અને રિયાઝનો રોજિદો અભ્યાસ. આ કથામાંથી જ સાધનાનું બીજ અંદર રોપવું ને જિક્રથી સીંચી સીંચી બે પાંદડે કરવાનું. કોઈ વાર આની આજે પણ જીવતી પરંપરા વિષે લખવું છે, પણ દાદીમાનાં વચન આંખે—માથે ચડાવી, દઈ રાખીને ધરમ' કરીશ.
તમે કથાનું મથાળું બદલાવ્યું તે કથાના માયના મુજબ ફીટ થઈ જાય છે, વળી ફોરું છે. આમ સૂચવતા રહેશો. એકાદ પતાકડું વચ્ચે ઉડાડો ત્યારે દાદીમાએ કહેલી કહેવત પણ સૂઝે તે સાથે ભાતું બાંધશો. કાનબાઈની કહેવત મારાં મા આમ કહેતા : “કાની કાંતે એમાં ફોદો ના હોય પછી આ કહેવતનો ઉત્તરાર્ધ હસીને ઉમેરતાં : “હા, જાય તો આખી પૂણી જાય. – કાનીબાઈની ચકલી ફૂલેકે ન ચડે એટલે જ આ ટોણો માર્યો હશે.
આ સાથે “સિંહાસન બત્રીસી'ની જૂની પ્રત રવાના કરું છું. ભાઈ હર્ષદ પોતે જ આપવા આવે છે એટલે આ ઘરેણું બરાબર પહોંચશે ને મારું મન નિશ્ચિત થશે. હા, પેલો “કાવ્યાનુશાસન' વાળો શ્લોક ન મળ્યો હોય તો હવે મહેનત ન લેશો. આ લેખમાં એનો ઉપયોગ નથી કર્યો. આવી કેટલીક વસ્તુઓ વ્યાપ વધી જાય અને મૂળને જ કેન્દ્રમાં રાખી કહેવા જેટલી ને કહેવા જેવી વસ્તુ પરની Pointedness (એકલતા ?) ઘટી જાય એ ભયે ઠીકઠીક “બાદબાકી કરી લાખી.”
અનુસંધાનના બે અંકો મળી ગયા છે. અહીં તો મેઘનું સામ્રાજય જામ્યું છે અને હનુમાનજીના ઓટલા આસપાસ વાવેલા કદંબવૃક્ષો ફૂલોથી લચી પડ્યા છે. તમને છાબડી ભરીને ફૂલો મોકલવાનું મન થઈ જાય છે પણ એની કોમળ કેસર-રજ વચ્ચે જ ખરી પડે તેથી મન વાળી લઉં છું. દહેગામના વૈષ્ણવ
સેતુબંધ
૮૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org