________________
(૭૨)
મુંબઈ
તા. ૮–૧૧–૯૪ મકરન્દભાઈ,
તમે સૌ સંકટમાંથી બચી ગયા તે “સમકાલીન' (૮–૧૧) દ્વારા જાણી રાજી થયા. સત્તાલાલસા અને ધનલાલસાનાં અંધ પરિબળો કેટલું ગ્રસી જશે, કેટલું બચવા દેશે? મતિ મૂંઝવી નાખે તેવું છે. જે પરમમાં શ્રદ્ધાળુ છે તે તો આ બધા પાછળ કશો ગૂઢ સંકેત જોઈ શકતું હશે. દૈવી સાત્ત્વિક બળોની હારજીત વિશ્વવ્યવસ્થાનો ક્રમ છે, અને હારજીત માનનારી દષ્ટિ જ કલુષિત છે એમ પણ તે કહી શકે. પણ મારા જેવા અને આખર વયે શું કરી શકે ?– એવી લાગણી અવારનવાર થઈ આવે છે.
સમકાલીન'નો અહેવાલ પરિસ્થિતિનું સાચું ચિત્ર આંકે છે. અમે ૧૬મીએ અમદાવાદ પાછા ફરીશું. કુંદનિકાબહેન કુશળ હશે.
હ. ભાયાણીના નમસ્કાર
૧૦૪
સેતુબંધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org