________________
સંબંધોની અભિન્ન સુહૃદતા મહાકવિઓએ ઝીણી સૂઝથી નિરૂપી છે. અમૃતનો આનંદ અને હલાહલની વિષજવાલા દર્શાવતા આ સમુદ્રમંથનમાંથી આપણા અન્ય મહાકવિઓએ પોતાનાં પાત્રો ભર્યાં છે.
વૈદિક અને પૌરાણિક કથાઓનાં પાત્રો પ્રાગ્ ઐતિહાસિક ભલે રહ્યાં, પણ તેનું નિરૂપણ તો પરાઐતિહાસિક રીતે કરવામાં આવ્યું છે. ભાષાનું પડ ભેદી જોઈએ તો આ પાત્રો આપણાં જ અંતર-મનમાં આજે રમતાં દેખાશે. પૌરાણિક કથાઓ દ્વારા જે સત્ય વાઘા પહેરાવીને કહેવામાં આવ્યું છે. તે વૈદિક મંત્રોમાં શુદ્ધ કવિતારૂપે વ્યક્ત થયું છે. એટલા માટે વેદને અપૌરુષેય અને ત્રિકાલાબાધિત ગણવામાં આવે છે. એ મંત્રોનો વ્યક્તિગત કર્તા વિશ્વચેતનાનો દ્રષ્ટા બની રહ્યો છે. આ દર્શન અમુક કાળે માનવની વાણીમાં ઊતરી આવ્યું છે, પણ એના પર કાલાતીત મુદ્રા અંકિત થઈ ગઈ છે. આજે પણ આપણા અંતરતમ ઊંડાણમાં ‘નાસદીય’નું ‘ગહન તિમિરજળ’ છે. સાથે સાથે ‘વિકિરણ સમુળ’ પ્રભાત છે એ આપણને ‘હિરણ્યગર્ભ સૂક્ત'માં ઊગતું દેખાય છે. ‘નાસદીય’ પૂર્વાલાપ છે તો ‘હિરણ્યગર્ભ’ ઉત્તરાલાપ છે. રામાયણે તથા મહાભારતે કાજળના પહાડ સમા રાવણ અને ધૃતરાષ્ટ્ર વચ્ચે હિરણ્યમય પુરુષોત્તમનાં દર્શન કરાવ્યાં છે. મહાભારતે અર્જુનને અને કૃષ્ણને, નરને અને નારાયણને, મર્ત્યને અને અમર્ત્યને એક જ રથમાં બેસાડી બંનેનું સનાતન સાયુજ્ય દર્શાવી આપ્યું છે.
‘નાસદીય’ અને ‘હિરણ્યગર્ભ’ને આપણી પોતાની વાણીમાં એકીસાથે જોવાં છે ? તો સર્જન પહેલાંના તિમિરજળને જમનાને કિનારે વહેવડાવવાં પડશે. આપણી નજરે શું ચડે છે ? જમનાનાં કાળાં નીર ઊછળે છે, તેમાં કાળો નાગ બેઠો છે, તેના પર વળી કાળો કિશોર નૃત્ય કરે છે. આ ગહન તિમિર એથીયે ગહનતમ તિમિરથી ઢંકાયેલું છે. પણ ચિંતા નહીં.પેલા શ્યામ કિશોરના અતિશ્યામ વાંકડિયા વાળ પર પીંછ ઝૂલે છે. એ પીંછાના નીલબિંદુમાંથી સુવર્ણના તંતુઓ ઝલમલ થાય છે. ‘મોરપિચ્છ’ એ બીજું કશું નહીં, પણ નિર્મલ ચિત્તની મૂર્ધન્ય સ્થિતિ છે. એના કિરણે કિરણે શ્યામ પરખાઈ આવે છે. એ સુવર્ણ રંગના તંતુઓ જ પ્રભાત કિરણો બની ક્ષિતિજને ઝળાંહળાં કરી આપે છે. નરસિંહના એક પદમાં આ ચિત્ર અંકિત થયું છે :
નીરખ ને ગગનમાં કોણ ઘૂમી રહ્યો તે જ હું તે જ હું શબ્દ બોલે :
૨૮૨
Jain Education International
For Private & Personal Use Only
સેતુબંધ
www.jainelibrary.org