________________
(૫૪)
૨૯ જૂન-'૯૪
નંદિગ્રામ આત્મીય બંધુ,
પત્ર મળ્યો. મારો રહ્યો સહ્યો યે સંકોચ તમે એક ઝપાટે હટાવી દીધો. ચલબોલા વિષે અધિકૃત ઓફિસમાંથી મંજૂરી મળી એટલે દુબેજી ચોબેજી બની ગયા. સાથે “પૃચ્છક'નું “નિહિત ગુહાયામ્' કાવ્ય મળ્યું ને દરપણની નગરીમાં સહેલ કરી. બહુ હળવી રીતે ને હેતપ્રીતે તમે લૈલાને પોતાની અંદર ઊંડે ઊતરીને જોવાનું ભાન કરાવ્યું છે. એડગર એલન પોની વાર્તાનું પાત્ર, હું ભૂલી ગયો હતો પણ ઇશાએ કાવ્ય વાંચતાં તાજું કરાવ્યું. કટાવની ચાલ પણ આ કાવ્યને બોલચાલની નજીક લાવે છે ને વળી એથી યે નજીક આવી કાનમાં રૂપમાં છૂપેલું પ્રતિરૂપ બતાવી જાય છે. અમે અમથા તમને આત્મીય નહીં કહેતા હોઈએ હા–આ.
બાપુ, આ સાથે “અબોલા પાણીની અંતર કથા' મોકલું છું. એ કેવીક બોલતી થાય છે તે રામ જાણે. છેવટે માનવની વાણી તો બોબડી રહેવાની. પણ દેવવાણીનો આછો-પાતળો પડઘો ઝીલી શકાયો હોય તો યે લેખે. તમે લેખ વાંચીને કેવુંક ગાડું ચાલ્યું તે લખશો. નરસીની વેલડી હોય તો “વેલ-કમ– ગમે તેટલી કમતી હોય તોયે.
આ લેખ પ્રગટ કરવા જેવો લાગે તો કોને આપીશું? “ઉદ્દેશ'ની સાથે જોતરાયા છીએ એટલે પહેલું એનું જ નામ આવે. પણ લાંબો નહીં પડે ? ઉદ્દેશ'ના પાનાંનો પનો ટૂંકો ને વળી આ તો મારી પાશેરામાં પહેલી પૂણી. હજી ત્રણ વાર્તા બાકી છે ને ઝીણા વેલ બુટ્ટા ભરવાના વધારામાં. રમણભાઈને પૂછી લીધા પછી બીજો વિચાર કરી શકાય. તમારા પર છોડું છું.
હવે પેલી મંજૂરીના જોર પર વધુ પડપૂછે. બીજી વાર્તામાં શિવપૂજન, કમળપૂજા આવે છે. કમળપૂજામાં મસ્તક કાપી આપવામાં મસ્તકનો મહિમા ગણી કુંવરી મસ્તકની અદલા–બદલીમાં રાજકુમારના મસ્તકવાળાને જ કુંવરી પરણે એવું કહે છે. આમાં શિવના નીલ-લોહિત સ્વરૂપનું દર્શન મને દેખાય છે. શિવના મુખ પર સ્નેહથી રુદ્રનેત્રને ઢાંકી તેને સ્નેહ–સ્નિગ્ધ બનાવતી ગૌરી વિષે
સેતુબંધ
૮૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org