________________
એક શ્લોક છે. હેમચન્દ્રે ‘કાવ્યાનુશાસન’માં તે ટાંક્યો છે એટલી ખબર છે. મારી પાસે રસિકલાલ પરીખે અંગ્રેજીમાં ‘કાવ્યાનુશાસન' પર લખેલું પુસ્તક છે. તેમણે શ્લોકનો ઉલ્લેખ કર્યો છે, શ્લોક નથી આપ્યો. શ્લોક કાંઈક આમ છે : શિવ પાર્વતીને નિર્વસન જુએ છે એટલે પાર્વતી બંને હથેળી વડે શિવનાં બે લોચન બંધ કરે છે અને ત્રીજા લોચનને ચુંબન વડે ઢાંકી દે છે. આ શ્લોક મળી શકે ? તમને શ્રમ ન પડે ને તમારો કોઈ હાથવાટકો એ શોધી આપે તો મને વધુ સુખ થશે. ભગવાન ‘નીલલોહિત' શિવ સહાય કરે એવી પ્રાર્થના કરું છું : ‘કંઠે— આત્મભાગે નીલઃ ઇતરાર્ધે દેવીભાગે લોહિતઃ’– આવા નીલકંઠને વરતી શક્તિની કથા મનમાં ગુંજે છે. ‘શાકુંતલ’ના ભરતવાક્યમાં મહાકવિએ કરેલી પ્રાર્થના હોઠ પર આવી જાય છે.
છૂટકારો.
૮૪
“મમાપિ ચ ક્ષપયતુ નીલલોહિતઃ
પુનર્ભવં પરિગતશક્તિઃ આત્મભૂઃ ।
મારા પુનર્ભવનો ક્ષય એટલે આ કથાઓની જનમપારાયણમાંથી
કુશળ હશો.
‘પૃચ્છક’નું મોટેથી વાંચન કર્યું. અર્થ ને લયની સમૃદ્ધિ માણી.
Jain Education International
મકરન્દ
(ઈશા) કુન્દનિકાનાં વંદન
For Private & Personal Use Only
સેતુબંધ
www.jainelibrary.org