________________
સેતુબંધ
(૫૫)
મકરન્દભાઈ,
ગઈ કાલે રાતે, અઠવાડિયું રહી વડોદરાથી અમે પાછાં આવ્યાં– ત્યાં શિરીષ પંચાલ વ. મિત્રોનો અને ભાઈ સુરેશ દલાલનો ઘણા વખતથી આવવાનો આગ્રહ હતો પણ મેળ ખાતો ન હતો– ત્યારે તમારો ૨૯મીનો પત્ર અને ધૂપો. બંને જોયાં. આ તો માત્ર પહોંચનો પત્ર છે. ‘અબોલા’ વાંચીને બેચાર દિવસમાં ફરી લખીશ અને રમણલાલ જોશી સાથે પછી વાત કરીશ. ‘નિહિત ગુહાયાં’ સાંઈની કસોટીમાંથી પસાર થયું તે માટે માટે ભયો ભયો ! કુંદનિકાબહેન જેવા ભાવક પણ તરત લાધ્યા એ અત્યારની અવદશામાં કઈ જેવું તેવું સદ્ભાગ્ય ન ગણાય. ભાઈ સુરેશ દલાલની પાસે વાંચ્યું, એટલે તેમણે ‘કવિતા' માટે રાખી લીધું છે. સુરેશે મને જણાવ્યું કે ‘સ્વામી એ સાંઈ'થી તેઓ એવા તૃપ્ત થઈ ગયેલા કે તેમણે તેની ૨૦૦ નકલ ધનજીભાઈ પાસેથી મગાવીને તેમના સાહિત્યરસિક સ્વજનમંડળમાં સૌને ભેટ મોકલી આપી, ભરતભાઈ સાથે પણ હમણાં સરસ ગોષ્ઠી થઈ. ‘કાવ્યાનુશાસન'માં ઉદાહૃત થયેલ પદ્ય મેં પણ બેત્રણ સંગ્રહોમાં— અલંકાર– ગ્રંથોમાં વાંચેલું છે. પણ તેના સગડ મેળવવા થોડુંક જોવું પડશે. આવું તમારે નચિંતભાવે પુછાવવું. એ બહાને મારું પણ કેટલુંક તાજું થાય અને નવું પણ નજર ચડે. કુશળતા ચાહતો
Jain Education International
અમદાવાદ
તા. ૪-૭-૯૪
For Private & Personal Use Only
હ. ભાયાણી
૮૫
www.jainelibrary.org