________________
(૧૫)
અમદાવાદ
તા. ૧૩–૧૧–૯૭ મકરન્દભાઈ,
કુંદનિકાબહેને સમાચાર આપ્યા હતા કે વચ્ચે તમારું સ્વાથ્ય નરમ થઈ ગયું હતું, પણ હવે ઠીક છે. સંમાન પ્રસંગેનું તમારું વક્તવ્ય સમુચિત જ હોવાનું– મારે એમાં શું જોવાનું હોય? સમયસર તૈયાર થઈ ગયું એ ઠીક થયું.
સાચા કવિ જીવનું, ભજનના જીવનું, અલરના આરાધકનું, સાધકનું, પ્રેમનો પ્યાલો પીનાર ને પાનારનું સંમાન થઈ રહ્યું છે એનો અનેરો આનંદ છે. આ બધી ધમાલ વચ્ચે સ્વાચ્ય ન બગડે એની ઘટતી સંભાળ રાખશો.
. હ. ભાયાણીના નમસ્કાર
૧. ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ૧૯૯૭નો “સાહિત્ય ગૌરવ પુરસ્કાર મકરંદ
દવેને અર્પણ થયેલો, તે પ્રસંગનો નિર્દેશ છે. વક્તવ્ય માટે જુઓ પરિશિષ્ટ. સેતુબંધ
૧૯૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org