________________
(૨૦)
નદિગ્રામ
તા. ૧૫-૧-૮૯ આત્મીય ભાઈ,
તમારી વિગતવાર પત્ર મળ્યો. ભજન કેન્દ્રનું કાર્ય વ્યવસ્થિત રીતે થાય એ માટે તમારાં સૂચનો ઘણા ઉપયોગી થશે. આપણને ગામડાગામમાં છેક ઊંડાણે જઈને ભજનસામગ્રી એકઠી કરનાર મિત્રો મળ્યા છે કે જેમની પાસે બહારનાં આક્રમણોથી આબાદ બચી ગયેલાં ભજનો છે એવા ભજનિકોની પણ ભાળ મળી છે. અમરદાસ ખારાવાળા કે કરસન પઢિયાર કે કરસન જાદવ જેવા મિત્રો અહીં આવી ભજનો ધ્વનિમુદ્રણ કરાવશે તે સાથે આપણા સંગ્રાહકને ધૂળિયા સંતોના વારસદારો પાસે પહોંચી જવું પડશે. આ વિષે નટુભાઈ વાત કરશે. એક બીજા મિત્ર અશ્વિન રાવળને આદિવાસી પરંપરાનો ગાઢ પરિચય છે. તમને મળવા માટે મેં કહ્યું છે ને તમારા પર એક પત્ર પણ લખી આપ્યો છે.
હવે મુખ્ય પ્રશ્ન આ સંરક્ષણ અને સંશોધનના કાર્ય માટે અહીંની જરૂરિયાતોનો છે. અમુભાઈ દોશી આવ્યા છે. તેમની સાથે બેસીને એનું કાચું ડોળિયું લખી મોકલું છું. ભજન–કેન્દ્રની યોજના તેમ જ એ અંગેની અપીલ છપાવીને રસ ધરાવનારી વ્યક્તિને મોકલવાનું નક્કી કર્યું છે. તેની નકલ પણ આ સાથે મોકલું છું. ભંડોળ માટે સવિચાર પરિવારના હરિભાઈ પંચાલે સધિયારો આપ્યો હતો તેમને પણ પત્ર લખું છું. નટુભાઈ આ કાર્યને વરેલા છે એટલે તેમને જરૂરી માર્ગદર્શન આપશો.
મારી તબિયત સારી છે. એક સાચો ને સારો પાયો નાખી શકીએ તો ભયો ભયો. કુશળતા ચાહું છું. કુન્દનિકા વંદન પાઠવે છે.
મકરન્દના વંદન
સેતુબંધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org