________________
(૨૧)
મકરંદભાઈ,
“તમારા પત્ર સાથે અશ્વિન રાવળ મળવા આવ્યા હતા. નટુભાઈ મળવા આવી નથી શક્યા. તેમણે તમારો પત્ર તથા ભજન કેન્દ્રની યોજનાનો મુસદ્દો ચલાલાથી મને ટપાલ દ્વારા મોકલી આપ્યો છે. યોજનાના વ્યવહારિક સ્વરૂપ અને વ્યવસ્થા વિશે તમે જે નક્કી કર્યું છે તે બરાબર છે. કાર્યવશાત્ હસુ યાજ્ઞિક બે દિવસ પહેલા મળ્યા હતા. તેમને પણ તમારી યોજના અને અપિલનો મુસદ્દો બતાવ્યો. તેમને પણ તે બધી દૃષ્ટિએ યોગ્ય લાગ્યો. કેન્દ્ર વ્યવસ્થિત શરૂ થાય ત્યારે ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી વિશિષ્ટ હેતુઓ અને સંશોધનની કે સંગ્રહ-સંચયની પરિયોજનાઓ માટે ઘટતી સહાયનું ગોઠવી શકાશે. અહીં તો સૂચીકરણ કે સંગ્રહનું કામ હું ઘરે બેઠાં બેઠાં, આંગળી ચીંધીને, અહીં તહીં થોડોક ધક્કો મારીને જે કાંઈ થોડુંક કરું તેટલું જ થાય- અને હું બીજાં અનેક કામનો બોજો વહોરીને બેઠો છું, અને મારું ક્ષેત્ર પણ જુદું. પણ આપણી ભજનપદ-પરંપરાના જતન માટે પ્રત્યક્ષ-પરોક્ષ જો કાંઈક થોડુંક પણ મારાથી થાય તો તેનો ઘણો આનંદ અનુભવાય.
અમદાવાદ
૧૧-૨-૮૯
ભજન કેન્દ્રનો મુખ્ય પ્રશ્ન ભંડોળનો નથી. તમારી જીવલગ લગન અને જીવનકાર્યને કારણે થોડાક પ્રયત્ને તે માટે આવશ્યક પ્રબંધ જરૂર થઈ જાય. પ્રશ્ન ભાવનાવાળા, જાણકાર અને કાર્યનિષ્ઠ માણસો મેળવવાનો છે. શરૂઆત ગ્રંથપાલ અને ગાયક-અધ્યાપકની નિમણૂકથી કરવી. અભ્યાસક્રમ શરૂમાં બહુ વિગતી અને ચોકઠાબદ્ધ ન રાખવો, જેથી અનુભવે તેમાં ઘટતો ફે૨ફા૨ ક૨વાનો અવકાશ રહે. તમે, અધ્યાપક અને કુંદનિકાબહેનની પસંદગી સમિતિને જે વિદ્યાર્થી આ માટેના વલણવાળો અને ભાવનાશીલ જણાય તેને આપેલી તાલીમ ઊગી સરશે. શહેર કરતાં ગામડામાંથી અને જૂની પરંપરા જાળવનાર કુટુંબમાંથી મળતા વિદ્યાર્થીઓ પરંપરા પચાવવાનું અને બીજે ચેતવવાનું કામ કરશે.
Jain Education International
જેમ જલદી ભજનકેન્દ્રનું કામ ચાલુ થઈ જાય તેમ વધુ સારું- પણ તમે સાવચેતી અને સાવધાનીથી, કામનો થાક નડે નહીં તે રીતે જ શ્રમ લેશો.
સેતુબંધ
For Private & Personal Use Only
૩૧
www.jainelibrary.org