________________
(૫).
નદિગ્રામ
૧ જૂન ૧૯૮૮ પ્રિય ભાયાણીસાહેબ,
તમારા પત્રનો જવાબ લખવા બેસું ત્યાં પાંચ પુસ્તકો-પાંચ દીવા ચેતાવી ગયા. થયું કે સંશોધન તો તમારું ગૌણ કાર્ય છે, મૂળમાં સત્ત્વ ને સૌન્દર્યની શોધ છે. “ઋચામાધુરી', “કાલિદાસ–વંદના', “કૃષ્ણ—કાવ્ય”, “ભારતીય સંસ્કારપરંપરા અને આપણે', તથા “ભાષાસાહિત્યનું પ્રાણસંકટ' આ બધાં પુસ્તકોમાં ચેતનની ઉપાસના અને જ્યાં જ્યાં ચેતન હણાય છે ત્યાં ઉપજતી ચિંતા જોઈ શકું છું. ભાઈ, તમે એક નવી કેડી કંડારી આપી છે. હવે તેના પર યાત્રીઓ પગલાં માંડતા થાય એ જોવા હું ઝંખું છું. ભૂતકાળને ગૌરવમાં આપણે ખેંચી જવા નથી માગતા પણ પથિકૃત્, દ્રષ્ટાઓ પાસેથી ભાતું બાંધી વધુ ઊજળા ભવિષ્યનું નિર્માણ કરવા મથીએ છીએ. ‘નંદિગ્રામ' પાછળ આવો જ એક નાનકડો પથદીપ પ્રગટાવવાની ઇચ્છા છે.
- તમારાં ઘણાબધાં મહત્ત્વનાં રોકાણોમાંથી સમય ફાળવી અહીં થોડા દિવસ આવો એમ કહેવાનું મન થઈ જાય છે. મારી પાસે અભ્યાસનું ઝાઝું ભંડોળ નથી પણ મહાઅજ્ઞાતના અણચિંતવ્યા ધક્કાથી જાણે સમુદ્રમાં ફેંકાઈ ગયો હતો ત્યારે કેટલીક અનુભૂતિના ઝબકારા થઈ ગયા. વ્યક્તિગત અનુભવોને જયાં સુધી વૈશ્વિક– સર્વદેશીય, સર્વકાલીન– મર્સીજનોનો ટેકો ન મળે ત્યાં સુધી એને સ્વીકારવાનું મારું મન ના પાડે છે. અને આપણા વ્યક્તિપૂજક દેશ માટે તો સવિશેષ. સિદ્ધોની વાણીમાં, સંતોનાં ભજનોમાં અને પૂર્વ તેમ જ પશ્ચિમના સ્વસ્થ ચિંતકોની સમતોલ જીવનદૃષ્ટિમાં મને અણસારા મળતા ગયા. કાર્લ જંગે, તેની આત્મકથા “Memories, Dreams, Reflections' માં “Confrontation with the Unconscious' એ પ્રકરણમાં જે વૈજ્ઞાનિક દ્રષ્ટિ ને આત્મશોધકને ભાગે આવતી “સીમોલંઘન' પછીની સૃષ્ટિ આલેખી છે તે મારે મન અર્જુનના મત્સ્યવેધ સમી છે. આ બંને પલ્લાં સમાન નથી રાખી શકતા તેને ભાગે કોઈ ' ને કોઈ રૂપે વિકલાંગ થવાનું ને નિશાન ચૂકી જવાનું આવે છે.
આપણે માટે સંશોધનને પગલે પગલે બોધન જાગતું આવે તો જ એમાં પ્રાણનો પ્રવેશ કે જીવનનો સંચાર. તમે તો આવી ઉપાસના કરો જ છો એટલે
સેતુબંધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org