________________
(૪)
નંદિગ્રામ
૩૧ મે, ૮૮ પ્રિય ભાયાણી સાહેબ,
તમારું કવર મળી ગયું ને આજે પો. કા. મળ્યું. તમે તો મને સ્નેહથી ભીંજવી દીધો. “ચૂંદડી'ની વ્યુત્પત્તિ વિષેનું તમારું મંતવ્ય મેઘાણીના પત્રોની પ્રસ્તાવનામાં લઉં ને ? જવાબી ઈન્ફન્ડ માટે કાન પકડું છું. અને હવે વધુ તકલીફ આપવા માટે ક્યાંક પરવાનો મળી ગયો હોય એમ માનું છું.
“રામસભામાં..’ વિવેચન ભજનરસ’ નામના સંગ્રહમાં પ્રગટ થયું છે, ‘નવભારત પ્રકાશન તરફથી છપાયું છે. મારી પાસે અહીં નકલ નથી, નહીં તો મોકલી આપત.
દાદીમા જે ધોળ, ભજન, પદ ગાતાં તે તમે સ્વરાંકન સાથે પ્રગટ કરો છો જાણી ઘણો આનંદ. અહીં “નંદિગ્રામમાં ધામા નાખી આ હણાઈ–તણાઈ જતી દોલતને સંઘરી રાખી સવાઈ જીવતી કરવાના મનોરથ છે એ અંગે વિગતે પછી.
મકરન્દના વંદન
સેતુબંધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org