________________
(૧૫૪)
માર્ચ '૯૯
અમદાવાદ મકરન્દભાઈ,
મોજમાં છો ? મારું ગાડું પણ અટક્યું હતું, હવે રગશિયું ચાલવા માંડ્યું છે – થોડીક અનિદ્રાની, થોડીક કફની તકલીફ રહે છે, પણ હરિકૃપાથી અને મનોબળથી એમાંથી છૂટવા કરીશ.
ભાઈ વિજય પંડ્યા એક સેમિનાર નિમિત્તે નંદિગ્રામ આવવાના છે. સંસ્કૃત, ગુજરાતી વગેરે સાહિત્યમાં જીવંત રસ ધરાવે છે. તમારા ઘણા પ્રશંસક છે. દસેક મિનિટ પણ એમને લખવા માટે તમે આપો એવી મારી ભલામણ છે. કુંદનિકાબહેન મજામાં હશે. ભાઈ વિજયે સંસ્કૃત સાહિત્યની કૃતિઓનો વ્યાપક વર્ગનો પરિચય મળે એ મુખ્ય હેતુથી એક સામયિક સૈમાસિક “અન્વય” સંપાદિત કરવાનું માથે લીધું છે- તમે સંસ્કૃત-પ્રાકૃતની એકાદ કૃતિનું તમારું આગવું અર્થઘટન તે માટે આપો એવી મારી સાગ્રહ વિનંતી છે.
હ. ભાયાણીના નમસ્કાર
૨ ૨૮
સેતુબંધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org