________________
સેતુબંધ
(૧૫૩)
મકરન્દ્રભાઈ
કોઈ કોઈ વાર થોડીક ગેસની તકલીફ. લોહીના દબાણની થોડીક વધઘટ- ૧૦૦ થી ૧૯૦ વચ્ચે આવ જા. રાત્રે ૧૧ પછી કટકે કટકે ઊંઘ. આથી નિરાંતવે જીવે તમારી સાથે ગપસપ કરવાની મજા ન રહે. અમદાવાદ જઈને ચેક-અપ કરાવી લઈશ. સ્ફૂર્તિ વધી છે. ખાવાની રુચિ વધી છે. સુધારો થતો રહે છે. અહીં પણ થોડુંક દળણું દળવાનું લેતો આવ્યો હતો. પણ એ કામ દળણા કરતાં, વધુ તો મનને વીટામિન-પ્રજીવક પૂરું પાડવાનું કામ કરે છે. સપરિવાર ઉત્પલ યુરોપ-લંડન ડોકિયું કરવા ૨૦મી એપ્રિલ પછીથી જઈને પંદર દિવસમાં પાછો ફરે, તે પછી અમારો ફરી અહીં આવવા વિચાર છે. ત્યાર સુધીમાં સારી રીતે સ્વસ્થ થઈ જવાની અને પાછા વળતાં નંદિગ્રામના મહેમાન થવાની આશા રાખું છું. માણસનું મન કનકને પાંજરે બેસી આશાના બિસતંતુ લટકાવતું રહે છે. ‘અશ્વમેધ’ અને ‘સાવિત્રીવિદ્યા’ની જેમ બીજું કશું સહેજે વહી આવે તો આવવા દેજો - માનસિક બોજ ન નડે એ રીતે. આ વરસમાં મેં દાદીમાની રહેણી કરણીની ઓથે - કે એને ઓઠે – પરંપરાથી આપણે ત્યાં ચાલતા રહેલા મધ્યમ વર્ગના બૈરાના ‘કર્મયજ્ઞ'ની વિગતે વાત કરવા વિચાર્યું છે.
લિ. હ. ભાયાણી
Jain Education International
મુંબઈ
૨૬-૨-૯૯
For Private & Personal Use Only
૨૨૭
www.jainelibrary.org