________________
(૭૯)
તા. ૨૮ માર્ચ ૧૯૯૫
નંદિગ્રામ આત્મીય ભાઈ,
ઘણા વખતથી લખું લખું કરતાં લખી શક્યો નથી. લખવાની અને વાતું વાગોળવાની સામગરી ઢગલો એક. મહિને એક—બે વારે ય કેમ છો ? કેમનું ચાલે છે?' નો ટૌકો નથી થતો તો ક્યાંક ખૂટતું લાગે છે. પણ સમય રેતીની જેમ સરી જાય છે. તમારું ૧૭–૧નું કવર સામે છે. એમાંથી જ ફણગાં ફૂટે એવી વાતું મનોમન કરતો રહ્યો છું. પણ કલમી છોડ આજે ઊગે છે.
પહેલાં તો મારી તબિયત સારી ને આસપાસ બધું શાંત. મુંબઈ જઈ આવ્યાને પણ મહિનો ઉપરાંત થયું. ત્યાં મિડ-ડે–ગુજરાતી દૈનિક શરૂ થયું તેમાં રોજ નાની વાનગી આપવાનું વચન દઈ આવ્યો. દોઢ મહિનો- કે બે લગોલગ થવામાં. આજ સુધી તો હતા બરાબર ભર્યા છે. વિચાર-કંડિકાઓ, પ્રસંગો, કલ્પનાકથાઓ– આવું ચીતરું છું મજા આવે છે. મન પર કશો ભાર નથી.
ઓઘડપંથ' માં માત્ર મગજ ન ચાલે. હાથ-પગ ચાલવા જોઈએ. અને એ પણ અણઘડ માર્ગે. મેં જેમને આ કાર્ય ભળાવ્યું એમનાં પગલાં હજી એ પથે પડતાં નથી. ત્યાં તો ઘણું વહી ગયું હશે. થોડી ચોંપ ને ચીવટ વધારવા માટે ચેતવણી આપું, ચીમકી આપું પણ કોઈને પરાણે તો ખેંચી–ઢસડી શકાતા નથી. ફેબ્રુ.માં ભજનિકો લાવવાના હતા એ ભાઈ જ વાત વીસરી ગયા. આપણા મેળાપની ઇચ્છા મનમાં રહી.
- “અબોલા રાણી'ની મૂળ કથા અંદર અકબંધ છે. કાગળ પર ઊતારી શક્યો નથી. ત્યાં “અનુસંધાનમાં “ભદ્રા ભામિની’ વિષે તમે લખ્યું એ વાંચીને સિંહાસનબત્રીસી' પર નજર ફેરવી. કસ્તુરચંદે પાઠવેલી સમસ્યા અને ભદ્રાના જવાબમાંથી મને તો યોગસંકેતો સૂઝયા. હવે આ દોહરા પ્રાકૃત કે અપભ્રંશમાં મળે છે ? સમય મળે અને તકલીફ ન પડે તો જડે ત્યારે મોકલશો. આ વાર્તાના ઘણા અંશોમાં નવું અજવાળું થાય એવું છે. કોઈ પ્રાચીન કથાઓના જાણકાર હોય તો જ મારી ખેપ આગળ વધે. મેં પ્રદ્યુમ્નવિજયજીને લખ્યું છે કે તે અહીં ચાતુર્માસ ગાળી શકે ? માત્ર વિદ્યાભ્યાસ કરતાં કાંઈક વધુ માગી લે એવું કામ ૧. પાછળથી “નવભારત દ્વારા “આભલાં' નામે પુસ્તકરૂપે પ્રકાશિત (૧૯૯૬). સેતુબંધ
૧૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org