________________
બારી યે નથી. ભાઈ, જૂનાં કાવ્યો પર નજર નાખવાનું મન થતું નથી. તો પણ દશ કે બાર પોથીઓ આ દિવસોમાં જોઈ વળ્યો. કાવ્યો પર પસંદગીની ટીક મારી. એમ લાગે છે કે હવે એ ગાડું આગળ ચાલશે. આવતા બુધવારે મુંબઈ જવાનું છે. ઇશા યુરોપના પ્રવાસે જાય છે, હું મુંબઈ સુધી વળાવવા. અઠવાડિયું તો ત્યાં થઈ જશે. મારી તબિયત સારી છે. તમે તથા ચન્દ્રકળાબહેન હવે માંદગીની છાયામાંથી મુક્ત થઈ ગયાં હશો. અવકાશે લખશો.
કુશળતા ચાહું છું.
૧૭૦
Jain Education International
For Private & Personal Use Only
-મકરન્દ
સેતુબંધ
www.jainelibrary.org