________________
(૩૫)
મુંબઈ
તા. ૧૪–૭–૯૨ મકરન્દભાઈ,
જન્મભૂમિ-પ્રવાસી'માં તમે અમારા પર જે પ્રેમવર્ષા કરી તે માણી. ચિ. ઋચાને પણ તમારી નોંધ વાંચી સંભળાવી (એ અંગ્રેજી માધ્યમવાળી અને ગુજરાતી તો એની ગૌણ ભાષા !– શાળામાં) ભજનોનું ધ્વનિમુદ્રણ અનુકૂળતા પ્રમાણે અને સ્વાથ્ય જાળવીને ગોઠવશો. કુન્દનિકાબહેનના પાપડ ખાતાં યાદ કરીએ છીએ. ભગવાનદાસ પટેલ દ્વારા ડુંગરી ભીલોના ધાર્મિક લોક–મહાકાવ્યોનાં કેટલાક અંશોનો પ્રયોગ મુંબઈના પ્રેક્ષકો પાસે રજૂ કરવાનું (નવેંબરમાં) આઈએનટી. ગોઠવવા વિચારી રહી છે. ભગવાનદાસે વાત કરી હશે. આ રીતે આદિવાસી પરંપરાની જાળવણી અને કદર થોડી થોડી પણ થતી રહે છે એ સુચિહ્ન ગણવાનું છે. હરિતભાઈને મેં આભારનો પત્ર લખી નાખ્યો છે. અમે ૨૮મી તારીખે અમદાવાદ જવા નીકળીશું.
તમારાં અગ્રંથસ્થ કાવ્યોના એકબે સંગ્રહનું ગોઠવવા વિચારશો. ભાઈ સુરેશ દલાલ સાથે વાત કરી જોઉં ? બંને જણ કુશળ હશો.
હ.ભાયાણીના નમસ્કાર
સેતુબંધ
૫૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org