________________
કરાવવાં, આ મકરંદભાઈની અનન્યસાધારણ લાક્ષણિકતા કે પછી સાધના છે.
આ થયું, મારા હૃદયમાં પડેલી, આ બે સુજ્ઞ જનોની છબીઓના આધારે, એક લસરકે નીપજી આવેલું રેખાંકન.
એક વર્ષ અગાઉ અમે સૂરત હતા. “અવધૂ આનંદઘનની શબ્દચેતના” વિષયક સંગોષ્ઠીના સંદર્ભમાં કવિવર સાથે “વાચિકની આપલે ત્યાંથી થયા કરતી. એ અરસામાં જ એક દહાડો નંદિગ્રામથી કવિવરની દરખાસ્ત મળી : તમે ભાયાણી સાહેબના ગાઢ પરિચયવાળા છો. તેમના અને મારા પત્રો છે. મારું સ્વાચ્ય પ્રતિકૂળ છે. પત્રો છપાવવા છે. તમે માથે લ્યો.
આપણા રામ તો રાજીના રેડ. એક તો મન કોળે તેવું કામ. ઉપરાંત એક સ્વાર્થવૃત્તિ કે આ બે વિદ્વજ્જનોના પત્રવ્યવહારમાં સંશોધન અને સાધના વિશે કાંઈ ને કાંઈ નવતર તો અથવા તો થોડાંક પણ સંકેત-છાંટણાં હશે જ; એ માણવાનો અવસર સામે ચાલીને આવે છે તો વધાવી લેવો જ ઘટે. મેં એ દરખાસ્તને કાચી ક્ષણમાં સ્વીકારી લીધી : વિષય અને કામનો પ્રકાર સાવ નવા હતા, ઝાઝી ગતાગમ પણ નહિ, છતાં “પડશે તેવા દેવાશે”ની બુદ્ધિથી જ તો.
હવે કરીએ આ પત્રવ્યવહારની પૂર્વભૂમિકાની વાત :
મળે તો આ બન્ને શબ્દસ્વામીઓ છે. બન્નેની એકમાત્ર નિસબત શબ્દની સાથે છે. એકે જીવનભર શબ્દને સેવ્યો છે, તો એક પળે પળે ને પદે પદે શબ્દ જીવ્યો છે.
આપણે ભાગે શબ્દ જીવવાના આવે છે ને તે જેટલા જીવી શકીએ એટલા આપણા શબ્દો જીવતા થાય છે (પત્ર ૭૩)”, આ મકરંદભાઈના શબ્દો, ઉપરના વિધાનના સમર્થનમાં, ટાંકી શકાય. ભાયાણી સાહેબ માટે શબ્દ એ “જ્ઞાન”નું કામદુ સાધન છે; એમના શબ્દસેવનનો આધાર, ‘: શબ્દ: સભ્ય જ્ઞાત: Bયુ: સ્વ તો ૩ વધુ મવતિ' એ સિદ્ધાંત હશે એમ કહી શકાય. તો મકરંદભાઈ માટે શબ્દ એ બ્રહ્મ છે, પરમ બ્રહ્મની નિર્કાન્ત સંપ્રાપ્તિ કરાવી દેનારું. એમના માટે શબ્દસાધનાનો પાયો “શત્રે બ્રહ્મા નિષ્ણાત: પરં બ્રહ્માધિચ્છતિ’ એ “શબદ' હોવાનું માની શકાય.
ભાયાણી સાહેબ ભાષાશાસ્ત્રના માણસ. ભાષાનું બંધારણ, શબ્દની વ્યુત્પત્તિ અને પ્રયોગ, તેમ જ પાઠની શુદ્ધિ એ એમના મુખ્ય વિષય. ગુજરાતી ભાષાનું ઐતિહાસિક વ્યાકરણ, વ્યુત્પત્તિવિચાર, શબ્દકથા તથા “પઉમચરિઉ' જેવાં અનેક સંપાદનો તથા સંશોધનો અવલોકીએ ત્યારે એમના વિષયનો તથા તેના વ્યાપનો અડસટ્ટો બાંધી શકાય. પોતાના વિષય પર પૂરી વૈજ્ઞાનિકતાથી કામ કરવું એ એમની નિષ્ઠા; એમાં ક્યાંય બાંધછોડ નહિ કે કાંઈ ઢીલું ઢાલું ચલાવી લેવાની વૃત્તિ નહિ. આ નિષ્ઠાએ જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org