________________
(૫૦)
અમદાવાદ
તા. ૨૯-૫-૯૪ મકરન્દભાઈ,
ગઈ કાલે સાંજે એક લગ્નસમારંભમાં ભોળાભાઈ પટેલ સાથે જવાનું ગોઠવેલું, એટલે અમે_હું અને ચંદ્રકળા– એમને ત્યાં ગયાં. જન્મ પ્રવાડમાં “સંત સ્વામી) અને સાંઈ” વિશે નોંધ આગલે દિવસે વાંચી હતી, તેનો વાતવાતમાં મેં ઉલ્લેખ કર્યો. ભોળાભાઈએ કહ્યું કે મને હિમાંશી શેલત તરફથી નકલ મળી છે અને “સંદેશ'માં એ વિશે મેં નોંધ લખી છે (હું ગુજરાતી છાપાં મગાવતો નથી). એટલે મેં પુસ્તક તેમની પાસેથી વાંચવા માગી લીધું. લગ્નમાં ભોજન લઈ (જે કાંઈ થોડુંક મારે માટે ખાદ્ય હતું તે), ઘરે આવી, થોડુંક ગરમ પીવાની ઇચ્છા હતી એટલે ચંદ્રકળાને કોફી કરી આપવા કહી, રાતે નવ વાગે પુસ્તક હાથમાં લીધું. એક વાગે પૂરું કરીને સૂતો. હમણાં કેટલાય વખતથી સાંજે–રાતે વાંચવાનું નથી રાખ્યું, અને રાતે દસે પથારીભેળાં થઈ જઈએ છીએ– ઊંઘ તો જયારે આવે ત્યારે. વળી ઘણા વખતથી કશું જ સર્જનાત્મક કાવ્ય, વાર્તા, નવલ, નાટક ગુજરાતી કે અંગ્રેજી–હિંદી વાંચવા પરથી મન ઊઠી ગયું છે. એટલે જોઈ શકશો કે કેવી મિજબાનીથી હું તૃપ્ત-તર થઈ ગયો. અને તેમાં વેરાયેલી ગુજ, હિંદી, ઊર્દૂ, અંગ્રેજી વ.ની – કાવ્યસંપતુ તો સોનામાં સુગંધ સમી, અથવા તો સુગંધકણો સાથે સુવર્ણકણોના મિશ્રણ સમી. ચાલો, બે ઉન્નત ચેતનાઓ સાથે અને તેમની દ્વારા બીજી ઘણી ઉન્નત ચેતનાઓ સાથે થોડોક સમય મારી ચેતનાએ અક્ષરોના માધ્યમ દ્વારા અનુસંધાન સાધ્યું. એ અણધાર્યા સુયોગ માટે લગ્નસમારંભને ધન્યવાદ ! મારી અંદરની મૂડીમાં, ખરીદેલા શેરના ભાવોમાં મોટા ઉછાળો આવે, કે ક્યાંક મોટું ફાંફળ પાડ્યું હોય તેમ, ભારે વધારો થઈ ગયો. કુશળ હશો.
હ.ભાયાણીના નમસ્કાર
૧. “સ્વામી અને સાંઈ', સં. હિમાંશી શેલત, નવભારત, ઈ. ૧૯૯૩
સેતુબંધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org