________________
મારી જ વાણીમાં જોયા કરું, મને જ વાંચ્યા કરું, આગળ જોવાનું ભૂલી જાઉં.... મેઘાણીમાં જોઉં છું કે તે આગળ વધતો જ ગયો.
‘અત્તરિયો રે વીરા ! એકલપંથી બેસે ન હાટ બજારજી...' ક્યાંય બેઠો નથી- છેવટ સુધી ક્યાંય થંભ્યો નથી અને અત્તર વહેંચતો
રહ્યો છે.
ક્યાંક સિદ્ધિ મળી ગઈ, ક્યાંક પ્રતિષ્ઠા મળી ગઈ, ક્યાંક માન-સન્માન મળી ગયું ત્યાં આપણે માન્યું કે ઓહોહો... કાંઈક મળી ગયું. અરે ! આ તો કાંઈ નથી ભાઈ ! આ તો આગળ જવા માટે પ્રેરવાનું સાધન છે... ચાલ્યો જા મુસાફર ! તને ભાતું બંધાવ્યું છે આગળ જવા માટે, બેસી રહેવા માટે નહીં.
જે કંઈ પ્રેમ છે, આદર છે એ મને પ્રોત્સાહન આપે છે. મિત્રો ગયા છે તો મારે પણ જવું જોઈએ હો. અને તે કહે છે તે મારે થવું જોઈએ હો. મારા મિત્રોનો જે પ્રેમ છે તે હું સાર્થક કરું; અને હૃદયથી કરવો જ જોઈએ. તે નથી થતો ત્યારે અંતરમાં પીડા થાય છે. આ મેઘાણીમાં વારંવાર જોયું છે. જ્યારે મેઘાણીની વાત કરું ત્યારે ટાગોરની એક પંક્તિ યાદ આવે છે. એણે ‘શાજાહાં’ કાવ્યમાં લખ્યું છે કે માણસ પોતાના સર્જનથી મોટો હોવો જોઈએ, સર્જનથી માણસ વધવો જોઈએ, ડૂબવો- સર્જનમાં બૂડી જવો જોઈએ નહીં. વાટ ઉપર રહે તો જ દીપ પ્રગટે, જો વાટ તેલમાં ડૂબી જાય તો પ્રકાશ ચાલ્યો જાય.
‘સાજાહાં'માં ટાગોર કહે છે :
‘તોમાર કીર્તિર ચેયે તુમ જે મહત્ તાઈ તવ જીવનેર રથ
તુમ્હીજ જીવનરથ પશ્ચાતે ફેલી જાય કીર્તિ રે તોમાર વારંવાર’
[તને જે કીર્તિ મળી એનાથી તો તું ઘણો મહાન છે, તારા જીવનનો રથ તો કીર્તિને પાછળ ઠેલતો જાય છે. અને કીર્તિ તો એ રથ પાછળ ઉડતી ધૂળરજકણ છે, એ તો તારાં પદચિહ્નો છે. પ્રવાસી તો ક્યાંય આગળ નીકળી ગયો
છે.]
Jain Education International
આવું કેમ થાય ? એમાં આનંદ કેમ ન વધે ? તો એની એક વાત આવે છે, એક પાતાળ સરવાણી ફૂટે છે. દેવતાનું વરદાન મળે- અને ભાઈ ! આ બહુ
૨૬૮
સેતુબંધ
For Private & Personal Use Only
www.jainelibrary.org