________________
એની અસર આજે પણ છવાઈ ગઈ છે, અને બંગાળી ‘મનેર માનુષ’ વિશે આપણા ભજનમાં કીધું છે
‘એ જી જેને લાગ્યાં શબદુંના બાણ
બાણ તો લાગ્યાં જેનાં અંગડાં વીંધાણા એનાં
નેણામાં ઘૂરે રે નિશાણ...'
એની આંખોમાં નિશાણ ઘૂરે છે- આ એક રીતે; બીજું - વધુ કહીએ આપણી ગામઠી વાણીમાં તો ‘વાગ્યા શબદુંના બાણ, કલેજાં વીંધાણા એના, મનડાં વીંધાણાં એનાં...'
જે મનથી વીંધાયા હોય, હૃદયથી વીંધાયા હોય એનામાં જ વાણી પ્રગટ થાય, સત્યપૂત વાણી. પાતાળના પાણી જેમ ફૂટે ને ! એમ વાણી ફૂટે છે, ભાઈ ! જેમ પાણીની સરવાણી છે એમ જ વાણીની પણ સરવાણી છે. જ્યારે માણસ હૃદયને ભેદે છે ને ! ત્યારે હૃદયના ભેદમાંથી વાણી નીકળે છે; એ છે આદિકવિની જ વાણી.
કવિવર ટાગોરે બહુ સુંદર શબ્દ વાપર્યો છે વાણી માટે : ક્રૌંચ પક્ષી વીંધાયું; વાલ્મીકિનું હૃદય ચીસ પાડી ઊઠ્યું : ‘છંદોબાણ વિદ્ધ વાલ્મીકિ’. વાલ્મીકિ છંદના બાણથી વિદ્ધ છે તો રામાયણ મળ્યું આપણને, રામની કથા મળી આપણને. જ્યારે માણસ વીંધાય છે ત્યારે એનો એક ઝરો પ્રગટ થાય છે વાણીનો. એ વાણી અસ્ખલિત વહેતી જાય, એ અટકતી નથી. આપણો એક દુહો કહે છે ને
‘જેની સરવાણી સાચી હોય ઇ દુકાળે ય ફૂંકે નહીં
(પણ) જેનાં પેટ જ પાપી હોય, એની ભખ ન દૂઝે-ભેરિયા.’
ઘણીવાર મને થાય છે કે વાણી-સદાય વહેતી રહે, સદાય નવી-નવેલી રહે, એનો વિશાળ પ્રવાહ વહેતો થાય. પણ એમ કેમ નથી બનતું ? મારી એક વેદનાય વ્યક્ત કરું આપણા ગુજરાતના સમર્થ સાહિત્યકાર મિત્રો સામે, બે કથા થઈ, પાંચ થઈ, પછી આવર્તનો ચાલ્યા કરે, પુનરાવર્તનો ચાલ્યા કરે, નવું ન મળે, નવો પ્રાણ ન મળે. જેની એક ધારી બંધાઈ ગઈ, શિખરે પહોંચી ગયા એણે શિખરને જ જોયું... એ શિખરને જ જોયા કરે, પોતાને જ જોયા કરે. એક આપણી મોટામાં મોટી જો ઉણપ હોય તો તે સેલ્ફ ઇન્ડલ્સન્સ (આત્મ મૌગ્ય)...
સેતુબંધ
Jain Education International
For Private & Personal Use Only
૨૬૭
www.jainelibrary.org