________________
(૧૨૧)
૨૧ ઑગસ્ટ-૯૭
નંદિગ્રામ આત્મીય ભાઈ,
ભરતભાઈ આવ્યા ને તેમની સાથે પત્રોના બે થોકડા ઝેરોક્સ માટે મોકલી આપ્યા. તેમનું જ સૂચન. એ પછી હિમાંશીને સંપાદન માટે “સેતુબંધ' આપી દઈશ. ભાભાઈ અહીં હતા ત્યારે જ તમારું પતું મળ્યું. ગોરખવાણી મળી ગઈ એ ટાંકેલી પંક્તિમાંથી જાણી લીધું. “લડબડા' શબ્દ નીચે તમે ‘લડફડા' લખ્યું છે તે આ પંક્તિ માટે બરાબર લાગે છે ? મારા મનમાં શંકા છે “ઇન્દ્રી કા લડબડા–એ લડબડવું, ઢીલું થવું એવા શિથિલાચાર માટે ન હોઈ શકે ? ઊંટનો હોઠ ‘લબડે ને શિયાળ ટાંપીને બેસે એ લડબડવામાંથી જ આવ્યું હશે. એ પરથી લબાડ. મને ખબર નથી. અને વળી આ તમારો પ્રદેશ એટલે એમાં મારી ચાંચ ન ચાલે. ‘કાછ કા જતી, મુખ કા સતી'—એ તો ‘વાચકાછ મન નિશ્ચલ રાખે’ એ નરસિંહ-ઉક્તિ સાથે સુ-યુક્ત.
આમ ભાષામાં ભૂસકો મારતા વળી એક બીજો તુક્કો સૂઝે છે. અનુસંધાન' (૯)માં ‘ભદ્રમ્ તે અને ભદત' વિષે વાંચ્યું. વળી અનધિકારચેષ્ટા જેવું પણ “પ્રમાદેન, પ્રણયન–હાથ થંભી ગયો. કવિજીવના પ્રાસ-મોહને લીધે કલમ-ચૂક થઈ લાગે છે. ગીતામાં જોયું : પ્રમાદાત્ પ્રણયેન વાપિ” સમજશો.
મારા મનમાં એ છે કે વિશ્વામિત્ર રામને દિવ્ય-આયુધો આપતાં આ કથન વારંવાર કરે છે. વાક્યની વચ્ચે વચ્ચે ‘ભદ્ર તે' એવું એ બોલી ઉઠે છે. તમે ટાંકેલા શ્લોકો ઉપરાંત દિવ્ય અસ્ત્ર આપતાં જ એ કહે છે : ‘તાનિ દિવ્યાનિ ભદ્ર તે દદામ્યસ્ત્રાણિ સર્વશઃ' – એ પછી અસ્ત્ર-શસ્ત્રની લાંબી યાદી આપે છે. મને થાય છે કે મુનિ તાટકા રાક્ષસી વ.ના ત્રાસથી ગળે આવી ગયા છે. તેમને રામલક્ષ્મણ મળતાં એટલો તો આનંદ થતો લાગે છે કે “ભદ્ર તે’ - “તારું ભલું થાય', ‘તારું સારું થાય,’ કહેતાં થાકતા નથી. એ શબ્દો પણ કોઈ વડીલ પોતાના વત્સને કહે તેવા છે. ત્યારે ભદંત તો આચાર્ય કે ગુરુજનને સંબોધન છે. ‘ભદ્ર તે’ જેવું વચન તેમને માટે વપરાય ? આચાર્યના વિશેષણ માટે પણ તે વપરાય છે. ખાસ કરીને બૌદ્ધ વિદ્વાનો માટે એ આજેય વાપરવામાં આવે છે. ભદત કૌસલ્યાયન, સાંકૃત્યાયન વ. ૧૮૪
સેતુબંધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org