________________
(૧૪)
આત્મીય ભાઈ,
ભજન-મિલન પછી બેચાર દિવસે જ મારી તબિયત બગડી. હૃદયના ધબકારા અનિયમિત થઈ ગયા. પછી તો દવા, સંપૂર્ણ આરામ ને લખવાવાંચવાનું બંધ—આવી નોબત વાગી ને તમને, તમે આવ્યા તેનો આનંદ વ્યક્ત કરવાનું યે મારાથી બની ન શક્યું. હવે ગાડી રાગે ચડવા માંડી છે એટલે આટલા દિવસો પછી તમને અને હસુભાઈને આ લખી શકું છું. તમે બંનેએ મારી નાની ક્ષિતિજોને વિસ્તરતી કરી તેમાં મારા મનનું પંખી પાંખો ફેલાવે છે ને ગાન ગાતું જાય છે.
આવા એકાદ મિલનની ફળશ્રુતિ તો શું ગણાય ? પણ સરવાણી વહેતી થઈ છે. આ મિલન—પ્રસંગે આવેલા નટુભાઈ જોષી થોડી કેસેટ ઊતારી આપી ગયા. જે પચાસ ભજનો—જુદી જુદી પરંપરાનાં મેં ચૂંટી કાઢેલા તેને કેસેટમાં ઊતારી લેવા માટે તે પ્રયત્નશીલ. અમરેલી પાસેના ગામના એક સાધુ ભીખાદાસ પાસે જૂની વાણીનો ભંડાર છે તેની થોડી પ્રસાદી નટુભાઈ લાવેલા. બીજું કાનજી ભુટા બારોટ લોકકથાકાર છે પણ સાથે ભજનો મૂળ ઢાળમાં સારાં ગાય છે. તેમને કંઠે બસો ભજનો રમે છે. તેમણે એક કેસેટમાં જ થોડાં ભજનો ને સંદેશો પાઠવ્યાં. એક તો સાચા મોતી જેવું ભજન આપ્યું. ઇસરદાનનો ‘હિરરસ’ જાણીતો છે ને તેમની રણછોડરાયની ભક્તિ પણ જાણીતી છે. આ ચારણ કવિ માર્ગી— સંપ્રદાયની આરતી રચે તે નવી વસ્તુ. કાનજીભાઈએ આ આરતી કેસેટમાં ગાઈ સંભળાવી, આપણને ભળાવી. એક નવું પગેરું નીકળ્યું. આવી ‘આરતી’ઓનો જ ખાસ જુદો સંગ્રહ કરવો જોઈએ. તેમાં ઉપાસનાના વિવિધ પ્રકારો જાણવા મળશે ને આદાનપ્રદાનના કેડા પારખી શકાશે.
૨૦
નંદિગ્રામ
તા. ૨૩–૯–૮૮
મારી પાસે જૂનાં નાણાંનો ખે૨ીચો પડ્યો છે. પાંચ–છ અભ્યાસનિષ્ઠ જુવાનો મળે તો પાયાનું કામ થાય. નિરુ, ગોહિલ ને મૅનોજને થોડું સોંપ્યું છે. કેટલુંક ઊગી નીકળે તો જોવાનું રહ્યું. પણ અહીં ઝાઝો સમય કોઈ રહી શકે એવું મળે તો કાંઈક નીપજે એમ લાગે છે. સ્થાનિક ભજનિકો મળવા આવે છે. નાતો બંધાયો. તમને અને હસુભાઈને આ યાત્રામાં સાથે અનુભવું છું. કુશળતા ચાહું છું. અવકાશે લખશો.
Jain Education International
For Private & Personal Use Only
મકરન્દનાં વંદન
સેતુબંધ
www.jainelibrary.org