________________
આત્મીય ભાઈ,
આ પત્તું જરા ઉતાવળે ઉડાડું છું. તમારું કવર તથા પત્તું મળી ગયાં. તમે તારકપાદનું ચર્યાગીત મોકલ્યું તેણે મને ઊંડા જળમાં બેચાર સેલા૨ા મારવા ધક્કો માર્યો છે. તમને અનુકૂળ હોય ત્યારે મને નીચેની પંક્તિઓના ભાષાકીય તેમજ પરંપરાગત કે રૂઢ અર્થ લખી મોકલો તો સીધાં ‘કલકલિયો' જ મારી
શકાય.
વળી.
(૧૦૬)
(૧) મહામુદ્રાયાઃ ત્રુટિતા કાંક્ષા
(૨) બડ઼ાન રુણ્ડાન્ સંતા૨ક : જાનાતિ
મહામુદ્રા— (યોગિની શક્તિ) The Great Seal– દેશી ભાષામાં ‘મોછાપ’– મહોરની છાપ ધરાવતું બાદશાહી હુકમનામું જરા ખુલ્લું કરવું છે. મૂળ ચર્યાગીત સંસ્કૃત છાયા તથા ટીકા વાંચી ગયો છું. ‘સોધરી’ નથી
૧૫ માર્ચ ૯૭ નંદિગ્રામ
તબિયત સારી હશે. આવતીકાલે ચામડીનાં દરદીઓ માટે મેડીકલ કેમ્પ. આજથી મહેમાનોથી ‘હાઉસ ફુલ્લ' આપણા રામ પ્રફુલ્લ.
-મકરન્દ
મૂળ ચર્યાપદમાં નામાચરણ ‘તાડક' છે. સંસ્કૃત છાયા તેમજ ટીકામાં પણ તાડક નામ છે. ત્યારે ‘ભતિ તારકઃ' બરાબર લાગે છે ?
૧. આ પત્ર ઉપલબ્ધ થયો નથી:
સેતુબંધ
આ નામ વિષે, કોઈ કહે છે કે તે છદ્મનામ છે. કોઈ ‘તાડક’ તાટંકનું અપભ્રંશ બતાવે છે. રાહુલ સાંકૃત્યાયન તો ‘તાડક’ ને બદલે ‘નાડક’ કહે છે ને નારોપા સાથે સામ્ય દર્શાવે છે. તિબ્બતી અનુવાદમાં TA-DA-KA છે. આમાં મારા જેવા તો તાડકને કહે કે ‘બાપા, હમ તો તાડન કે અધિકારી' છૈયેજી. ફોડ પાડવાનું કામ તમારું. મૌજ.
Jain Education International
For Private & Personal Use Only
૧૬૧
www.jainelibrary.org