________________
વાળો ખેલ જામી જાય !
વિભિન્ન ક્ષેત્રે અમુલખ કામ અને યોગદાન કરનારા બે સુજ્ઞ સારસ્વતો વચ્ચે રચાયેલા આવા જ એક મનભાવન ખેલનું ફરજંદ તે આ પત્ર-ગ્રંથ : સેતુબંધ. શુદ્ધ ઔપચારિકતા સાથે આરંભાયેલો, ખરેખર તો એક-બે પત્રો પૂરતો જ અલપઝલપ રહેવા સર્જાયેલો આ પત્રવ્યવહાર, બધા જ ઉપચારોના સીમાડા અતિક્રમીને જે રીતે પારસ્પરિક સઘન અને અવિચ્છિન્ન આત્મીયતાનો જનક બની ગયો, તે જોતાં આ આદાન-પ્રદાનને “પત્રસંચય' જેવા લૂખા નામને બદલે “સેતુબંધ' જેવું સલૂણું નામ મળે, તેમાં જ એની ગરિમા છે, અને એમાં જ પેલી સઘન આત્મીયતાનો મલાજો પણ જળવાય છે.
આ બે શબ્દસ્વામીઓનો થોડોક સંસર્ગ માણવાનો મોકો મળ્યાની વાત, પૃષ્ઠભૂ-રૂપે, અહીં જ નોંધ્યું :
હરિવલ્લભ ભાયાણી એટલે સૌના આદરપાત્ર ભાયાણી સાહેબ. એમનો જો કે હમેશાં આગ્રહ કે “મને ભાયાણીભાઈ કહો, સાહેબ નહિ'. “મુક્તક મકરંદ'માં એમના વિશે લખવાનું થયું ત્યારે તેમણે જાતે જ તે લખાણમાંથી “સાહેબ” શબ્દ કાઢી નાખીને “ભાઈ' શબ્દ મૂકી દીધેલો. પરંતુ ખરી વાત એ છે કે જેમની પાસે આપણે ભણ્યા હોઈએ તેમને માટે, તેમની ગમે તેટલી અનિચ્છા હોય તો પણ, આપણા મુખમાંથી અનાયાસે જ “સાહેબ” શબ્દ નીકળી જાય, એમાં આપણો શો વાંક? બાકી તો વિદ્વાનોના પૂરા વિશ્વમાં અને અભ્યાસીઓના સમગ્ર મંડળમાં તેમનું ભાયાણી સાહેબ” એવું Pet name સ્થપાઈ-છપાઈ ચૂક્યું જ હતું, આદરપૂર્ણ આત્મીયતાના ભાવપૂર્વક જ તો. - હાં, તો તેમની પાસે “અપભ્રંશ'ના શીખવાનો મને પૂરા ચાર મહિના મોકો મળેલો. થાકેલી ઉંમર, પ્રતિકૂળ સ્વાચ્ય, અમદાવાદનો તડકો અને રિક્ષાની હાડમારી- આ ચારે વાનને અવગણીને તેઓ શીખવવા આવતા. “અર્ધો-પોણો કલાક જ હું આપીશ,” એવી એમની જ પૂર્વશરત; અને આવ્યા પછી અઢી-ત્રણ કલાક કશી જ ચિંતા, ફરિયાદ કે ભાગદોડ કર્યા (ને કરાવ્યા) વિના બેસતા. અપભ્રંશ તો ઓઠું જ, બાકી તો જગતભરની જ્ઞાનની, શોધની, તત્ત્વની ચર્ચાઓ તેમની પ્રસન્ન અને મુખર વૈરકથામાં થયા કરતી. અલબત્ત, તેમનો સંપર્ક તો તે પહેલાંનો : ઘણા ભાગે હેમચન્દ્રાચાર્યની નવમી શતાબ્દી (સં. ૨૦૪પ)ના વર્ષ વખતનો. તેમનો પરિચય હું આ રીતે આપી શકું : “રમણીય વ્યક્તિત્વ. પંડિતરાજ જગન્નાથે રમણીયતાનું અર્થઘટન આપતાં લખ્યું કે “ક્ષણે ક્ષણે યર્સવતામુતિ, તહેવ રૂપે રમીયતાયા:', “રમણીયતાની આ વ્યાખ્યા, વિવિધ અર્થ-છટાઓમાં, જો વધુમાં વધુ કોઈ વ્યક્તિને બંધબેસતી આવતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org