________________
તમે આ રીતની નવી દિશાનો ઉઘાડ કરો તેમાં કેટલાક પરિશ્રમ અનિવાર્ય બને – ભરતભાઈ જેવાની સહાય લો તો પણ અમારાં દાદીમા કહેતાં એમ “ભાઈ, દેય(હ)- રખતો ધરમ કરવો; પણ હવે બસ–આગળ મેં કદાચ કહ્યું હશે તેમ, ઘણું લખ્યું ઓછું કરી વાંચજો !તમારી કાવ્યરચનાઓનો, લેખોનો પ્રવાહ તો વહે જ છે, તેમાં આ ખણખોદનો ભાર ન વધે એટલું સંભાળશો. હું ઉતાવળે લખું છું ત્યારે મારા અક્ષરો પાછળ, હસ્તપ્રતો વાંચવાના લાંબા મહાવરાથી, કાંઈક અણઘડ લહિયો ડોકાતો હોય છે. નભાવી લેશો. કુંદનિકાબહેન મજામાં હશે. નંદિગ્રામની ઇતર પ્રવૃત્તિઓ યથાવત્ ચાલતી હશે. ભાઈ લાભશંકર ઠાકરે “રંગતરંગ'ના ૧ ફેબ્રુઆરીના અંકમાં ભગવાનદાસ પટેલના ભીલી સાહિત્યસંસ્કૃતિને લગતા પ્રકાશનોનો ઉમંગ સાથે પરિચય કરાવ્યો છે, તેમાં તમારી પ્રસ્તાવનાને પણ યથોચિત ઉપયોગમાં લીધી છે.
વિશેષ : અહીં એલ.ડી. ઇન્સ્ટિટ્યૂટ (લા.દ.ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર)ના કાર્યવાહક પ્રા. ઉજમશી કાપડિયા સાથે થોડા દિવસ પહેલાં વાત થતાં તેમણે જણાવ્યું કે સગત કસ્તુરભાઈની જન્મશતાબ્દી નિમિત્તે આ વર્ષ દરમિયાન જે પાંચ વ્યાખ્યાન રાખવા માગે છે તે સંદર્ભે એક વ્યાખ્યાન માટે તમને નિમંત્રવા વિચાર્યું છે. જો સ્વાથ્ય હા પાડે તો અનુકૂળતાએ આ જ વિષય- ઉપરથી સાંસારિક–સાહિત્યિક અર્થ ધરાવતી કથાઓ-કાવ્યોમાં ગૂઢાર્થ પણ સાધાર જોઈ શકાય છે – ન રાખો ?
હ. ભાયાણીના નમસ્કાર
સેતુબંધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org