________________
(૧૪૦)
૨૫-જૂન-૯૮
નન્ટિગ્રામ આત્મીય ભાઈ,
તમને “નિરંજના' ગમી તેથી આનંદ. કોઈવાર થાય : આનો શુદ્ધ કવિતા તરીકે જ આસ્વાદ લીધો હોય તો ખોટું શું? ત્યાં જ ગોરખની પંક્તિઓ યાદ આવે :
'અંજનમાંહી નિરંજન દેખ્યા, તિલ મુખ ભેટ્યા તેલ,
મૂરતિ માંહી અમૂરતિ પરસ્યા, ભયા નિરંતરિ ખેલ. . આ અંજના-નિરંજના અને લખ-અલખ પુરુષ પછી પિંડે તેમજ બ્રહ્માંડે રમતો થઈ જાય, ચેતવિસ્તાર ને આનંદમાત્રા બે-હદ વધી જાય, તો ઊંડી ડૂબકી મારવામાં ખોટ નથી. ખોટ એ જ ખોટુંને? મર્યમાં જ અમર્ય. તમે કૃષ્ણપાદ સંગાથે વિહરો છો, જાણી અતિ-આનંદ. રાહુલ સાંકૃત્યાયને તેના મૂળ પદો ને હિન્દી છાયા આપી છે તે જોઈ? બાગચી ને શાહિદુલ્લા સાથે તે જોઈ જવા જેવી છે. તમારી પાસે ન હોય તો ઝેરોક્સ મોકલું.
મુનિજી મળી ગયા.
કૃષ્ણપાદ વિષે મેં એક ગીત લખ્યું છે. ત્યાં શિરીષ પંડિત ગાય છે. એને લખું છું. ફોન કરી, તમારી અનુકૂળતાએ સંભળાવવા આવશે.
મકરન્દ્ર
સેતુબંધ
૨૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org