________________
(૫૩)
અમદાવાદ
તા. ૨૪-૬-૯૪ મકરન્દભાઈ,
ભરતભાઈ, રૂબરૂ મળીને જ ખુલાસો પૂછી ગયા. એ બહાને “સત્સંગ થયો. “ચલ/ચો' ના મૂળ વિશે, ઇતિહાસ વિશે થોડીક માહિતી મેં આની પાછળ આપી છે – ખાલી જાણ માટે. જે ચાર વાર બોલાવે તેને વરે માટે “ચઉબોલા'. કોઈ પુરુષ સાથે ન બોલવાના પણને લીધે “અબોલા”.
મેં ગયા બેએક વરસમાં બેત્રણ ચાળા કરેલા. તેમાંથી એક આ સાથે બીડું છું. આમ તો ગદ્યને બદલે પદ્ય યોજયું છે. નભશે કે નહીં– લાખના બાર હજાર કર્યા જેવું નથી ને ?– કહેશો. પ્રકાશિત નહોતું કર્યું, પણ હવે થોડાક મુક્તક–અનુવાદો, થોડાંક કટાક્ષાત્મક જોડકણાં એની સાથે આ બેત્રણ “રચના' મૂકી દીધી છે– શંભુમેળો કર્યો છે. (સંગ્રહ છપાઈ રહ્યો છે). એકવાર લાજ ખોવા-બચાવવાનો ડર મૂક્યો પછી તો આપણી કહેવતની જેમ “જેણે મૂકી લાજ, એને નાનું સરખું રાજ ! જે કોઈ સંદર્ભની જરૂર લાગે, પૂછગાછ કરવા જેવું લાગે, તે અધિકારથી, ખચકાટ વિના તમે જણાવશો. મારાં પાંચસાત કામો મનમોજે સાથે ચાલતાં હોય છે, પણ હું તેમાંથી ગમે તે આઘુંપાછું વહેલું મોડું કરતો હોઉં છું. કોઈ એક જ કામ લઈ તેને આગળથી નિયત કરેલા સમયમાં પૂરું કરવાની મને ટેવ જ નથી. કામનો સમય અને કલાકો પણ રોજ બરોજના મિજાજ અને શરીરની મરજી પ્રમાણે બદલાતા રહે છે. એટલે પણ તમારી પૂછપરછથી કશી “અસુવિધાનો તો પ્રશ્ન જ નથી, એ નિમિત્તે તમારી સથે આદાનપ્રદાનનો લ્હાવો પણ લેવાતો રહે.
હ. ભાયાણીના નમસ્કાર
ચીચો સંસ્કૃત “ચતુર્ > પ્રાકૃત “ચઉ > જૂ-ગુજ. “ચલ’, ‘ચિહુ', “ચહુ. (સંસ્કૃત “ખલુ' > પ્રાકૃત “હુ) અનિયમિત) – ભારવાચક.
પ્રાકૃત બિનહુ = બંને ત્રિ-હુ= ત્રણેય, તેને પ્રભાવે “ચિહુ', પછી અહુ). સેતુબંધ
૮૧
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org