________________
(૧૪૩)
આત્મીય ભાઈ,
તમે મુનિશ્રી પર લખેલો પત્ર એક ભાઈ વંચાવી ગયા. તમારી તબીઅત સારી છે, ને વધુ સારી થતી જાય છે એ જાણી આનંદ. તમે હમણાં પત્ર લખવાની ઉતાવળ ન કરશો. પૂરેપૂરો આરામ કરજો.
‘અનુસંધાન’નો ૧૨મો અંક મળ્યો. સરહના કક્કા વાંચી ગયો. એમાં સહજ્યાની પરિભાષા છે. પણ આ કક્કા પાછળ એની કોઈ સંયોજના, કોઈ અનુસંધાન કે સાધનાક્રમ છે કે માત્ર વર્ણ પ્રમાણે આવ્યું તે લખ્યું છે ? આ વસ્તુ સરહના દોહા અને પદોના જ અભ્યાસમાંથી તારવી હોય તો એનો કક્કો ખરો પડે. અહીં કલ્પનાના ઘોડા કામ ન આપે. મારું મન આ દિશામાં જાય છે. પણ આ શરીરનો ઘોડો અડિયલ છે. જોઈએ, ‘હરિ-ઇચ્છા’
૨૧૬
૭-૧૦-૯૮
નંદિગ્રામ
મુનિશ્રી તો ‘સૂરિ’ પદ પછીની સાધના માટે એકાંત મૌનમાં ઊતરી ગયા છે. આપણી ‘બાંસૂરી’ સાધના ચાલ્યા કરે છે. ચાલો, ચ.બહેનને વંદન. તબિયત જાળવજો.
Jain Education International
For Private & Personal Use Only
મકરન્દ
સેતુબંધ
www.jainelibrary.org