Page #1
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રવચન રત્નાકર
[ભાગ - ૧૦]
પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજીસ્વામીનાં શ્રી સમયસાર પરમાગમ ઉપર અઢારમી વખત થયેલાં પ્રવચનો
: પ્રકાશક:
શ્રી કુંદકુંદ-કાન પરમાગમ પ્રવચન ટ્રસ્ટ ૧૭૩-૧૭૫ મુંબાદેવી રોડ, મુંબઈ ૪૦૦ ૦૦૨
: પ્રરક : શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #2
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રાપ્તિસ્થાનઃ શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ,
સોનગઢ-૩૬૪ ૨૫૦
શ્રી દિગંબર જૈન મુમુક્ષુ મંડળ, ૧૭૩/૧૭૫, મુંબાદેવી રોડ, મુંબઈ-૪૦૦ ૦૦૨
વિ. સં. ૨૦૪૨
વીર સં. ૨૫૧ર પ્રથમ આવૃત્તિઃ પ્રત-પOOO
મુદ્રક:
અજિત મુદ્રણાલય, એલ ૮૦૨, જી. આઈ. ડી. સી., ચિત્રા,
ભાવનગર - ૩૬૪૦૦૪
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #3
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
Thanks & Our Request
This shastra has been kindly donated by Hevika Foundation (haste Kamal, Vijen, Hemal Bhimji Shah and Family), London, UK who have paid for it to be "electronised" and made available on the internet.
Our request to you:
1) We have taken great care to ensure this electronic version of Pravachan Ratnakar Part - 10 is a faithful copy of the paper version. However if you find any errors please inform us on Rajesh@ AtmaDharma.com so that we can make this beautiful work even more accurate.
2) Keep checking the version number of the on-line shastra so that if corrections have been made you can replace your copy with the corrected one.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #4
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
Version History
Date
Version
Number 001
30 Nov 2002
Changes
First electronic version.
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
Page #5
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
* પ્રકાશકીય નિવેદન * मंगलं भगवान वीरो मंगलं गौतमोगणी।
मंगलं कुन्दकुन्दार्यो जैन धर्मोस्तु मंगलम्।। પ્રારંભિકઃ
પરમ દેવાધિદેવ જિનેશ્વરદેવ શ્રી વદ્ધમાનસ્વામી, ગણધરદેવ શ્રી ગૌતમસ્વામી તથા આચાર્ય ભગવાન શ્રી કુંદકુંદદેવાદિને અત્યંત ભક્તિ સહિત નમસ્કાર.
ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવ
વિષે ઉલ્લેખો
वन्द्यो विभुर्भुवि न कैरहि कौण्डकुन्दः
ન્દ્ર-પ્રમ-કવિ-કીર્તિ-વિભૂષિતા: / यश्चारु-चारण-कराम्बुजचञ्चरीकश्चक्रे श्रुतस्य भरते प्रयतः प्रतिष्ठाम् ।।
[ ચંદ્રગિરિ પર્વત પરનો શિલાલેખ ] અર્થ:- કુન્દપુષ્પની પ્રભા ધરનારી જેમની કીર્તિ વડે દિશાઓ વિભૂષિત થઈ છે, જેઓ ચારણોના-ચારણઋદ્ધિધારી મહામુનિઓનાં-સુંદર હુસ્તકમળોના ભ્રમર હતા અને જે પવિત્રાત્માએ ભરતક્ષેત્રમાં શ્રતની પ્રતિષ્ઠા કરી છે, તે વિભુ કુંદકુંદ આ પૃથ્વી પર કોનાથી વંધ નથી ?
વોuહન્દ્રો યતીન્દ્રઃ || रजोभिरस्पृष्टतमत्वमन्तबर्बाह्येपि संव्यञ्जयितुं यतीशः । रजःपदं भूमितलं विहाय चचार मन्ये चतुरंगुलं सः ।।
[વિંધ્યગિરિ-શિલાલેખ ]
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #6
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૪]
અર્થ:- યતીશ્વર (શ્રી કુંદકુંદસ્વામી) રજ:સ્થાન-ભૂમિળને-છોડીને ચાર આંગળ ઊંચે આકાશમાં ચાલતા હતા તે દ્વારા હું એમ સમજું છું કે, તેઓશ્રી અંદરમાં તેમ જ બહારમાં રજથી (પોતાનું) અત્યંત અસ્પષ્ટપણે વ્યક્ત કરતા હતા (–અંદરમાં તેઓ રાગાદિક મળથી અસ્પષ્ટ હતા અને બહારમાં ધૂળથી અસ્પષ્ટ હતા ).
जइ पउमणंदिणाहो सीमन्धरसामिदिव्वणाणेण। ण विबोहइ तो समणा कहं सुमग्गं पयाणंति।।
[
IR ]
અર્થ:- (મહાવિદેહક્ષેત્રના વર્તમાન તીર્થંકરદેવ) શ્રી સીમંધરસ્વામી પાસેથી મળેલા દિવ્ય જ્ઞાન વડે શ્રી પદ્મનંદિનાથે (શ્રી કુંદકુંદાચાર્યદવે ) બોધ ન આપ્યો હોત તો મુનિજનો સાચા માર્ગને કેમ જાણત ?
હું કુંદકુંદાદિ આચાર્યો! તમારા વચનો પણ સ્વરૂપાનુસંધાનને વિષે આ પામરને પરમ ઉપકારભૂત થયાં છે. તે માટે હું તમને અતિશય ભક્તિથી નમસ્કાર કરું છું.
[ શ્રીમદ્ રાજચંદ્ર ]
જેમ સમયસાર શાસ્ત્રનાં મૂળકર્તા અલૌકિક પુરુષ છે તેમ તેનાં ટીકાકાર પણ મહાસમર્થ આચાર્ય છે. આત્મખ્યાતિ જેવી ટીકા હુજા સુધી બીજા કોઇ જૈન ગ્રંથની લખાયેલી નથી. અતિ સંક્ષેપમાં ગંભીર રહસ્યોને ગોઠવી દેવાની શ્રી અમૃતચંદ્રાચાર્યદેવની અજબ શક્તિ વિદ્વાનોને આશ્ચર્યચકિત કરે છે. શાસનમાન્ય ભગવાન કુંદકુંદાચાર્યદવે આ કળિ કાળમાં જગદ્ગુરુ તીર્થંકરદેવ જેવું કામ કર્યું છે અને શ્રી અમૃતચંદ્રાચાર્યદવે જાણે કે તેઓ કુંદકુંદ ભગવાનનાં હૃદયમાં પેસી ગયા હોય તે રીતે તેમનાં ગંભીર આશયોને યથાર્થપણે વ્યક્ત કરીને તેમના ગણધર જેવું કામ કર્યું છે. -
એ તો સુવિદિત છે કે અંતિમ તીર્થંકર ભગવાન શ્રી વદ્ધમાનસ્વામીની દિવ્યધ્વનિનો સાર આચાર્ય શ્રી કુંદકુંદદેવ પ્રણીત સમયસાર, પ્રવચનસાર, નિયમસાર, પંચાસ્તિકાય આદિ પરમાગમોમાં ઠાંસીઠાંસીને ભરેલો છે. ભવ્યજીવોનાં સદ્ભાગ્યે આજે પણ આ પરમાગમો શ્રી અમૃતચંદ્રાચાર્ય આદિ મહાન દિગ્ગજ આચાર્યોની ટીકા સહિત ઉપલબ્ધ છે. સાંપ્રતકાળમાં આ પરમાગમોનાં ગૂઢ રહસ્યો સમજવાની જીવોની યોગ્યતા મંદતર થતી જાય છે, મોક્ષમાર્ગ પ્રાયે લુપ્ત થયો હતો તેવા કાળમાં મહાભાગ્યે જૈનશાસનના નભોમંડળમાં એક મહાપ્રતાપી યુગપુરુષ, આત્મજ્ઞસંત પરમપૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામીનો ઉદય થયો. ૪૬ વર્ષો સુધી ઉપરોકત પરમાગમો તથા અન્ય
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #7
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમોમાં પ્રતિપાદિત જૈનધર્મના મૂળભૂત સિદ્ધાંતોને અતિસ્પષ્ટરૂપે, અવિરુદ્ધતાપૂર્વક, ભવ્ય જીવોને ભવતાપવિનાશક પરમશાંતિપ્રદાયક પ્રવચનગંગા દ્વારા, તેઓશ્રી રેલાવતા રહ્યાં. સુષુપ્ત જૈનશાસનમાં એક મહાન ક્રાંતિ ઉદય પામી. પરમાગમોને સમજવાનો જીવોને યથાર્થ દૃષ્ટિકોણ સાંપડયો. આ પ્રવચનગંગામાં અવગાહન પામીને અનેક ભવ્ય આત્માઓને જૈનધર્મની પ્રાપ્તિ થઈ છે, તેમ જ અનેક જીવો જૈનધર્મના ગંભીર રહસ્યોને સમજતા થયા અને માર્ગાનુસારી બન્યા. આ રીતે પૂજ્ય ગુરુદેવશ્રીનો જૈન સમાજ ઉપર અનુપમ, અલૌકિક, અનંત ઉપકાર છે. તેઓશ્રીના ઉપકારનો અહોભાવ નીચેની પંક્તિઓ દ્વારા પ્રત્યેક મુમુક્ષુઓ વ્યક્ત કરે છે.
અહો ! ઉપકાર જિનવરનો કુંદનો ધ્વનિ દિવ્યનો,
જિન-કુંદધ્વનિ આપ્યા અહો ! તે ગુરુ કહાનનો. આ પ્રવચન રત્નાકર ગ્રંથમાળાનાં ત્રણ ભાગ પૂજ્યશ્રીની ક્યાતી દરમિયાન બહાર પડી ચૂકયા હતા. તેઓશ્રીની શીતળ છાયામાં આ ગ્રંથમાળામાં તેઓશ્રીનાં સઘળા પરમાગમો ઉપરનાં પ્રવચનોનો સાર પ્રકાશિત કરવાની અમારી ભાવના અધૂરી રહી. સંવત ૨૦૩૭ ના કારતક વદી ૭ શુક્રવાર તા. ૨૮-૧૧-૮૦ ના રોજ સમાધિભાવપૂર્વક તેઓશ્રીનો સ્વર્ગવાસ થયો. અમારા પર વજાત થયો. શાશ્વત શાંતિનો માર્ગ બતાવનાર અમને-દરેક જીવમાત્રને “ભગવાન” કહી બોલાવનાર વિરોધીઓને પણ “ભગવાન” કહી તેમની ભૂલ પ્રત્યે ક્ષમાદષ્ટિ રાખી, તેઓ પણ દશાએ ભગવાન થાવ એવી કરુણા વરસાવનાર એક મેરૂપર્વત જેવો અચલ, અડગ, ક્રાંતિકારી, એકલવીર, મોક્ષમાર્ગને અતિસૂક્ષ્મ છણાવટ સહિત પ્રકાશીને નિજ આત્મસાધનાના માર્ગે ચાલી નીકળ્યો. આટલા પ્રચારપૂર્વક અને આવી સૂક્ષ્મતા સહિત દ્રવ્ય-ગુણ-પર્યાયની છણાવટ જૈનશાસનમાં છેલ્લી કેટલીયે શતાબ્દિઓમાં કયારેય થઇ નથી એમ કહેવામાં આવે તો એમાં જરાય અતિશયોક્તિ નથી.
પૂજ્યશ્રીની પ્રવચનશૈલીમાં પણ ભાવિ તીર્થંકરનાં લક્ષણો ઝળકતાં હતાં, સર્વ જીવો મોક્ષમાર્ગને પામો એવી તેમની અદમ્ય ભાવના વારંવાર ઉછળતી હતી. માર્ગ પ્રકાશવામાં તેઓ અનેક વિરોધીઓની વચ્ચે પણ એકલા અડગ રહેતા, વૈષબુદ્ધિ સેવ્યા વગર વિરોધીઓના વિરોધનું તાત્ત્વિક રીતે ખંડન કરી યથાર્થ માર્ગનું સ્થાપન કરતા અને તેથી મધ્યસ્થ વિરોધીઓ વિરોધ ત્યજી સનાતન જૈનધર્મ અંગીકાર કરતા. તદુપરાંત તેમની પવિત્ર છાયા હેઠળ અનેક સ્થળોએ શ્રી જિનમંદિરોનું નિર્માણ થયું અને તેમાં વીતરાગી જિનબિંબોની મહા પાવનકારી પ્રતિષ્ઠા થઇ. પરમાગમોનાં ગ્રંથોનું લાખોની સંખ્યામાં પ્રકાશન થયું. શ્રી વીતરાગદેવ, નિગ્રંથગુરુ અને વીતરાગી શાસ્ત્રોનું સત્યસ્વરૂપ સમજાવી તેમનો મહિમા યથાર્થપણે બતાવ્યો. પૂ. ગુરુદેવશ્રી વારંવાર ફરમાવતા કે શ્રી વીતરાગ જિનબિંબોની પ્રતિષ્ઠા અને જીર્ણોદ્ધાર તો વર્ષોથી લોકો કરતા
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #8
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આવ્યા છે પણ તેનો મહિમા જ યથાર્થ રીતે કરવો હોય તો તેમને ઓળખાવનાર પરમાગમોનો પ્રચાર પણ એટલો જ આવશ્યક છે. પરમાગમો અને તેનું રહસ્ય પ્રત્યેક વ્યક્તિ આબાળગોપાળ સૌના હૃદયમાં સ્થાન પામે તેવી તેમની ભાવના રહેલી અને પરમાગમોના પ્રકાશન માટે વારંવાર પ્રેરણા આપતા. અને એ ધ્યેયની સિદ્ધિ અર્થે તેઓશ્રી પરમાગમો ઉપર પ્રવચન આપતા રહ્યાં અને નિત્ય સ્વાધ્યાયની પ્રવૃત્તિ તેમણે સજીવન કરી, મુમુક્ષુઓના નિત્યક્રમમાં સ્વાધ્યાયની પ્રવૃત્તિ વણી લીધી. જેના પ્રતાપે અનેક ગામોમાં સામૂહિક સ્વાધ્યાયની પ્રવૃત્તિનો બહોળો ફેલાવો થયો. શિક્ષણ-શિબિરોનું આયોજન થયું. જયપુરમાં જૈન વિદ્યાપીઠની સ્થાપના થઈ. આદિ અનેક પ્રકારે તત્ત્વનો પ્રચાર થયો અને થાય છે. આત્મભાવનાની લોકોને એવી ધૂન લગાડી કે ખાધા વગર ચાલે પણ આત્માને વિચાર્યા વગર ન ચાલે. તેઓશ્રી ફરમાવતા કે ધર્મ તે અર્ધા કલાકકલાક કે પર્વ-પૂરતી મર્યાદિત સાધનાની ચીજ નથી પણ ધર્મ એ જીવન છે. એટલે કે સર્વકાલિક અને સર્વક્ષેત્ર સાધનાની ચીજ છે. આમ અનેકવિધ રીતે તેઓશ્રી દ્વારા આવા અનેક પ્રસંગો દ્વારા ધર્મપ્રચાર ઘણો થયો. લાખો લોકો ધર્મભાવના ભાવતા થયા. આથી અધ્યસ્થ જીવો પણ તેમના પ્રત્યે બહુમાનની દષ્ટિએ જોતા. દિગંબર સમાજના પંડિતો, વિદ્વાનો અને ત્યાગીગણ પણ એ સત્યનો સ્વીકાર કરતા કે અમો એક પણ નવો જૈન બનાવી શકતા નથી ત્યારે આ મહાપુરુષે લાખો લોકોને જૈનધર્મમાં શ્રદ્ધાની બનાવ્યા. આપણા મહાભાગ્યે આવા વિલક્ષણ પુરુષનો પંચમ કાળમાં યોગ થયો. પાત્ર જીવોને માટે એક અપૂર્વ મહાન તક આવી. ધર્મામૃતની વર્ષો સુધી એકધારી વર્ષા થઈ. પૂ. ગુરુદેવશ્રી સંતોની વાણી ઉપર વારી જઈ જેમ ગાતા તેમ “અમૃત વરસ્યા રે પંચમ કાળમાં... અંતે ક્રમાનુસાર સાંયોગિક ભાવનો કાળ પૂરો થયો. એ મહાપુરુષનો આપણા ઉપર અતિ અતિ ઉપકાર છે. જેનું વર્ણન શબ્દો દ્વારા અશક્ય છે. જેણે શાશ્વત સુખનો માર્ગ આપ્યો તેનું ઋણ ફેડવાનો કોઈ માર્ગ જ નથી. એથી વિનમ્રપણે તે પાવન પરમામૃત દ્વારા વીતરાગ સર્વજ્ઞપ્રણીત શ્રી ગણધરાદિ મહાન આચાર્યો રચિત પરમાગમોનો ઉકલ કરી નિજ સાધનાની પરિપૂર્ણતાને પામીએ અને સર્વ જીવો પામો એ જ અભ્યર્થના. પુણ્યપ્રસંગનું સૌભાગ્ય:
સંવત ૨૦૩૪ની દીપાવલિ પ્રસંગે મુંબઈ મુમુક્ષુ મંડળના સભ્યો પૂજ્ય ગુરુદેવશ્રી પાસે ૯૦ મી જન્મજયંતી મુંબઈમાં ઉજવાય તે માટે અનુમતિ પ્રાપ્ત કરવા વિનંતી કરવા માટે સોનગઢ આવેલા ત્યારે કેટલાક સભ્યોને પોતાના સ્વાધ્યાયના હેતુથી પૂજ્ય ગુરુદેવશ્રીના શ્રી સમયસાર પરમાગમ ઉપર અઢારમી વાર થયેલ સાતિશય પ્રવચનો (સને ૧૯૭૫, ૧૯૭૬, ૧૯૭૭ માં) પ્રસિદ્ધ કરવાનો મંગળ વિચાર આવ્યો. આ વિચાર મંડળના સૌ સભ્યોએ પ્રેમથી આવકાર્યો અને પ્રસિદ્ધ અધ્યાત્મપ્રવક્તા, ધર્માનુરાગી મુરબ્બી શ્રી લાલચંદભાઈની પણ આ સુંદર કાર્ય માટે મંડળને પ્રોત્સાહિત
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #9
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૭] કરતી શુભપ્રેરણા મળી. આ રીતે મુંબઈના મુમુક્ષુમંડળને પૂજ્ય ગુરુદેવશ્રીના અઢારમી વારના પરમાગમ શ્રી સમયસાર ઉપર થયેલા અનુભવરસમંડિત, પરમકલ્યાણકારી, આત્મહિતસાધક પ્રવચનો પ્રકાશિત કરવાના આ પુનિત પ્રસંગનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે તે અત્યંત હર્ષ અને ઉલ્લાસનું કારણ છે.
શ્રી કુંદકુંદાચાર્યે સમયસાર શાસ્ત્રમાં કર્તાકર્મ અધિકારનું નિરૂપણ કર્યું છે જે તેમનાં અન્ય શાસ્ત્રોમાં કે અન્ય આચાર્યોની રચનાઓમાં અલગ અધિકારરૂપે ક્યાંય જોવામાં આવતું નથી. જે આ અધિકારની વિશિષ્ટતા છે. કર્તાકર્મ અધિકાર દ્વારા જીવનું અકર્તાસ્વરૂપ ઘણા પ્રકારે સ્પષ્ટ કર્યું છે. જે જીવોની અનેક પ્રકારની ભ્રમણાઓને દૂર થવાનું કારણ છે. જેના ઉપરના પૂ. ગુરુદેવશ્રીના પ્રવચનો પણ અલૌકિક છે. જિજ્ઞાસુ જીવોને અવશ્ય એ પ્રેરણાદાયક નિવડશે. જે સર્વ જીવોએ સ્વાધ્યાય કરવા યોગ્ય છે. પ્રકાશનનો હેતુ
આ પ્રવચનોના પ્રકાશનનો મૂળ હેતુ તો નિજસ્વાધ્યાયનો લાભ થાય તે જ છે. તફ્લપરાંત સૌ જિજ્ઞાસુ ભાઈ–બહેનોને પૂજ્ય ગુરુદેવશ્રીનાં શ્રી સમયસાર ઉપરનાં સળંગ સર્વ પ્રવચનો સાક્ષાત્ સાંભળવાનો લાભ પ્રાપ્ત ન થઈ શક્યો હોય તે સંભવિત છે, તેથી આ ગ્રંથમાળામાં ક્રમશ: આદિથી અંત સુધીનાં પૂરાં પ્રવચનોને સમજવાનો કાયમી અને સર્વકાલિક લાભ મળી રહે તે હેતુથી પૂજ્ય ગુરુદેવશ્રીની અધ્યાત્મરસઝરતી અમૃતમયી વાણીના સ્વાધ્યાય દ્વારા નિરંતર મુમુક્ષુ જીવોને આત્મહિતની પ્રેરણા મળતી રહે, તેવો આશય પણ આ પ્રકાશનનું પ્રરકબળ છે.
વળી આ પંચમકાળના પ્રવાહમાં ક્રમશઃ જીવોને ક્ષયોપશમ મંદતર થતો જાય છે તેથી પરમાગમમાં રહેલાં સૂક્ષ્મ અને ગંભીર રહસ્યો સ્વયં સમજવાં ઘણા જ કઠિન છે. આ પરિસ્થિતિમાં પૂજ્ય ગુરુદેવશ્રીએ સાદી અને સરળ ભાષામાં સ્પષ્ટ કરેલા પ્રવચનો લેખબદ્ધ કરી પુસ્તકારૂઢ કરવામાં આવે તો ભાવી પેઢીને પણ શ્રી સમયસાર પરમાગમનાં અતિગૂઢ રહસ્યો સમજવામાં સરળતાપૂર્વક સહાયરૂપ બની રહેશે અને તે રીતે જિનોક્ત તત્ત્વજ્ઞાન અને તેની સ્વાધ્યાયપરંપરા તેના યથાર્થ સ્વરૂપમાં જળવાઈ રહેશે તેમ જ તે દ્વારા અનેક ભવ્યજીવોને પોતાનું આત્મકલ્યાણ સાધવામાં મહાન પ્રેરણા પ્રાપ્ત થાય. તેવા વિચારના બળે પૂજ્ય ગુરુદેવશ્રીના શ્રી સમયસાર ઉપરાંત બીજા પણ અનેક પરમાગમો ઉપર થયેલ પ્રવચનો પ્રકાશિત કરવાની ભાવના છે અને તે ભાવનાવશ આ ટ્રસ્ટની રચના થઈ છે. તેથી પૂજ્ય ગુરુદેવશ્રીનાં હજારો પ્રવચનો પ્રસિદ્ધ કરવાનો મુખ્ય ઉદ્દેશ આ ટ્રસ્ટમાં રાખવામાં આવેલ છે.
આ પ્રસંગે સ્વ. શ્રી સોગાનીજીનું એક વચન સાકાર થવાનું હોય તેવું ભાસે છે. તેમણે કહ્યું છે કે પૂજ્ય ગુરુદેવશ્રીથી ધર્મનો જે આ પાયો નંખાયો છે તે પંચમકાળના
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #10
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૮] અંત સુધી રહેશે. તદુપરાંત પૂજ્ય બહેનશ્રીનાં વચનામૃત નં. ર૭ માં ઉલ્લેખ છે કે “ તેમનો (પૂજ્ય ગુરુદેવશ્રીનો) મહિમા આજે તો ગવાય છે પરંતુ હજારો વર્ષ સુધી ગવાશે.” ખરેખર જ્ઞાનીઓના નિર્મળ શ્રુતજ્ઞાનમાં ભાવિપ્રસંગો કેવળજ્ઞાનવત્ પ્રતિભાસે છે, કારણ કે આ ટ્રસ્ટની યોજનામાં પૂજ્ય ગુરુદેવશ્રીના પાંચ પરમાગમો ઉપર થયેલા પ્રવચનો ઉપરાંત બીજા પણ અનેક શાસ્ત્રો ઉપર થયેલા પ્રવચનો ક્રમશઃ પ્રસિદ્ધ કરવાની ભાવના સમાહિત છે. એ રીતે હજારો પ્રવચનોનું સંકલન પ્રથમ સંસ્કરણમાં જ અનેક ગ્રંથરૂપે પુસ્તકારૂઢ થશે અને તેવા પ્રત્યેક પુસ્તકોનું સંસ્કરણ (આવૃત્તિ) હજારોની સંખ્યામાં રહેશે. એ રીતે હિન્દી અને ગુજરાતી ભાષામાં તાત્કાલિક પ્રકાશન થતાં પુસ્તકોની સંખ્યા લાખોમાં થવા જાય છે અને તેની પરંપરા ચાલે તો ઉપરોક્ત જ્ઞાનીઓનાં વચનો સિદ્ધ થવાનું પ્રત્યક્ષ જણાઈ આવે છે. કાર્યવાહી:
શ્રી સમયસાર પરમાગમ ઉપરનાં પૂજ્ય ગુરુદેવશ્રીના અઢારમી વખતના થયેલ મંગળ પ્રવચનો તે સમયે ટેપરેકોર્ડર ઉપર અંકિત કરી લેવામાં આવ્યાં હતાં. આ ધ્વનિમુદ્રિત પ્રવચનો ટેપ ઉપરથી સાંભળીને ક્રમશ: લેખબદ્ધ કરવામાં આવ્યાં છે. એક જ ટેપને વારંવાર સાંભળીને લેખન કરવામાં આવેલ છે. તેમ છતાં તેમાં કાંઈ ત્રુટિ રહી જવા ન પામે તે હેતુથી લખનાર સિવાય તપાસનારે ફરીથી સઘળાં પ્રવચનોની ચકાસણી કરેલ છે. આ પ્રમાણે તૈયાર થયેલાં પ્રવચનોના યથાયોગ્ય સુસંગત ફકરા પાડી તેને ફરીથી ભાઈશ્રી રમણલાલ માણેકલાલ શાહે લિપિબદ્ધ કરી આપેલ છે. તથા લિપિબદ્ધ થયેલાં પ્રવચનોની પણ છેલ્લે ભાઈ શ્રી હીરાભાઈ દહેગામવાળા દ્વારા પૂરતી ચકાસણી કરવામાં આવે છે. આ રીતે પૂજ્ય ગુરુદેવશ્રીનાં પ્રવચનોમાં વ્યક્ત થયેલ ભાવો સારી રીતે યથાસ્થિત જળવાઈ રહે તેની પૂરેપૂરી કાળજી લેવામાં આવી છે. આભારઃ
ઉપર્યુક્ત કાર્યવાહીમાં અનેક મુમુક્ષુઓ તરફથી આ ટ્રસ્ટને અત્યંત નિસ્પૃહભાવે સહયોગ મળેલો છે તેની સાભાર નોંધ લેવામાં આવે છે. જે જે મુમુક્ષુઓએ પ્રવચનો ઉતાર્યા છે તેમ જ ઉતારેલાં પ્રવચનોને તપાસી આપેલ છે અને આ કાર્ય ખૂબ જ સાવધાનીથી, ઉત્સાહથી અને કાળજીથી જે રીતે કરી આપ્યું છે અને જેમના નિસ્પૃહ સહકારથી આવું સુંદર કાર્ય થઈ શક્યું છે તેઓ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કર્યા વિના રહી શકીએ તેમ નથી. ભાઈશ્રી રમણભાઈએ નિસ્પૃહપણે ઘણો પરિશ્રમ લઈને લખાણ તૈયાર કરી આપેલ છે. તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આ કાર્યમાં અતિ સક્રિય રીતે ભાઈશ્રી હીરાલાલ ભીખાલાલ શાહ દહેગામવાળા સંકલનલેખન તથા વ્યવસ્થા આદિ અનેક પ્રકારે ઉત્સાહપૂર્વક તન, મન અને ધનથી મહત્વપૂર્ણ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #11
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૯] ફાળો આ ગ્રંથમાળાના પ્રકાશનમાં એકમેક થઈને આપી રહ્યા છે તે બદલ તેમનો આભાર માનીએ છીએ.
વિશેષમાં અમારા ટ્રસ્ટને શ્રી વીતરાગ સત્ સાહિત્ય પ્રસારક ટ્રસ્ટ-ભાવનગર તરફથી ઘણો જ સહ્યોગ પ્રાપ્ત થયો છે. આ યોજના તેમણે વિચારેલી અને સાકાર કરવાના પ્રયત્નો રૂપે પૂજ્ય ગુરુદેવશ્રીનાં ધ્વનિમુદ્રિત થયેલાં પ્રવચનો (અક્ષરશઃ) લખાવી તૈયાર કરેલા, જે અગાઉથી અમોને લેખબદ્ધ કરવા માટે તૈયાર મળી ગયા જેથી આ કાર્ય શરૂ કરવામાં જરાપણ વિલંબ ન થયો, તે બદલ તેમનો આ સ્થળે આભાર માનીએ છીએ.
આ પ્રવચનોનું પ્રકાશન કરવા માટે મુંબઈના ચારેય મુમુક્ષુમંડળોએ તથા અન્ય મુમુક્ષુઓએ ઉદારતાથી આર્થિક સહ્યોગ આપેલ છે, જેમની નામાવલિ પુસ્તકમાં પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. તે બદલ સમસ્ત દાતા ભાઈ-બહેનોનો આભાર માનવામાં આવે છે.
આ પ્રકાશનનું મુદ્રણકાર્ય બહુ સુંદર, ત્વરિત અને કાળજી ભર્યું કરી આપવા બદલ અજિત મુદ્રણાલય પ્રેસના સંચાલકોનો આભાર માનીએ છીએ. આવકાર્ય :
આ પ્રકાશન અમારો દસમો પ્રયાસ છે. અત્યંત કાળજી અને સંભાળ રાખવા છતાં પ્રકાશનમાં કોઈ ત્રુટિઓ રહી જવા પામી હોય તે સંભવિત છે. સુજ્ઞ પાઠકગણ તરફથી આ સંબંધી જે કાંઈ સૂચનો મોકલવામાં આવશે તેને અત્રે આવકારીએ છીએ અને હવે પછીના પ્રકાશનમાં તે સંબંધી ઘટતું કરવામાં આવશે. સૂચના :
(૧) આ શાસ્ત્રનું અધ્યયન કરનાર દરેક ભાઈ-બહેનોને નમ્ર વિનંતી છે કે આ જિનવાણી છે માટે તેની આસાતના ન થાય તેનું ખાસ ધ્યાન રાખશો.
(૨) આ શાસ્ત્રમાં સમયસારજીની મૂળ ગાથા, ટીકા, ભાવાર્થ, કળશ અને ત્યારબાદ પૂ. ગુરુદેવશ્રીનું પ્રવચન એ રીતે ક્રમ આપવામાં આવેલ છે. વીર સં. ૨૫૧૧
લિ. શ્રી કુંદકુંદ-કહાન પરમાગમ પ્રવચન ટ્રસ્ટનાં ટ્રસ્ટીઓ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #12
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પૃષ્ઠોક
om fawr on
૯૬
અનુક્રમણિકા
સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર ક્રમ ગાથા/કળશ
પ્રવચન નંબર ૧ ગાથા-૩૭ર
૪૬ર-૪૬૮ ૨ કળશ ૨૨૦-૨૨૧ ગાથા ૩૭૩ થી ૩૮૨
૪૬૯-૪૭૪ કળશ-૨૨૨ કળશ ૨૨૩ ગાથા ૩૮૩ થી ૩૮૬
૪૭૫-૪૭૭ કળશ-૨૨૪ ગાથા ૩૮૭ થી ૩૮૯
૪૭૭-૪૮૮ કળશ-૨૨૫
કળશ-૨૨૬ ૧૧ કળશ-૨૨૭
કળશ-૨૨૮ ૧૩ કળશ-૨૨૯-૨૩O ૧૪ કળશ-૧૩૧ ૧૫ કળશ-૨૩ર-૨૩૩
કળશ-૨૩૪ ગાથા ૩૯૦ થી ૪/૪
૪૮૮-૪૯૫ કળશ-૨૩પ
કળશ ૨૩૬-૨૩૭ ૨૦ ગાથા ૪૦૫ થી ૪૦૦
૪૯૬-૪૯૭ કળશ-૨૩૮ ગાથા ૪૮-૪૦૯
૪૯૭–૪૯૮ ૨૩ ગાથા-૪૧૦
૪૯૮-૪૯૯ ૨૪ ગાથા-૪૧૧
૪૯૯ ૨૫ કળશ-૨૩૯ ૨૬ ગાથા-૪૧૨
૫૦૦ થી પ૦૪ ૨૭ કળશ ૨૪૦-૨૪૧ ૨૮ ગાથા-૪૧૩
૫૦૪ થી ૫૦૦
૧
૯૯ ૧૦૬ ૧૦૭ ૧૦૮ ૧૭ર ૧૭૯ ૧૮O ૨૧૭ ૨૧૮ ૨૨૮ ૨૩૩
૨૪૦
૨૪૧ ૨૪૭ ૨૪૮ ૨૬૯
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #13
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રવચન નંબર ૫૦૪ થી ૫૦૭ ૫૦૮ થી ૫૧૧
ક્રમ ગાથા/કળશ ૨૯ કળશ ૨૪૨-૨૪૩ ૩૦ ગાથા-૪૧૪ ૩૧ કળશ ૨૪૪-૨૪૫
ગાથા-૪૧૫ ૩૩ કળશ-૨૪૬
પૃષ્ઠક ૨૭) ૨૮૫ ૨૮૪ ૨૯૯ ૩OO
પ૧૨ થી ૧૧૪
પરિશિષ્ટ
૩૪ કળશ-૨૪૭ ૩૫ કળશ-૨૪૮-૨૪૯ ૩૬ કળશ-૨૫૦ ૩૭ કળશ-૨૫૧ ૩૮ કળશ-૨૫૨-૨૫૩ ૩૯ કળશ-૨૫૪ ૪૦ કળશ-૨૫૫ ૪૧ કળશ ૨૫૬-૨૫૭ ૪૨ કળશ-૨૫૮ ૪૩ કળશ ૨૫૯-૨૬O ૪૪ કળશ-૨૬૧ ૪૫ કળશ ૨૬૨-૨૬૩
૩૨૭ ૩૩૧ ૩૩૨ ૩૩૩ ૩૩૪ ૩૩૫ ૩૩૬ 339 ૩૩૮ ૩૩૯ ૩૪) ૩૪૧
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #14
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી સમયસારજી-સ્તુતિ
( હરિગીત) સંસારી જીવનાં ભાવમરણો ટાળવા કરુણા કરી, સરિતા વહાવી સુધા તણી પ્રભુ વીર! તે સંજીવની; શોષાતી દેખી સરિતને કરુણાભીના હૃદયે કરી, મુનિકુંદ સંજીવની સમયપ્રાકૃત તણે ભાજન ભરી.
(અનુષ્ટ્રપ). કુંદકુંદ રચ્યું શાસ્ત્ર, સાથિયા અમૃતે ગ્રંથાધિરાજ ! તારામાં ભાવો બ્રહ્માંડના
પૂર્યા, ભર્યા.
(શિખરિણી). અહો! વાણી તારી પ્રશમરસ–ભાવે નીતરતી, મુમુક્ષુને પાતી અમૃતરસ અંજલિ ભરી ભરી; અનાદિની મૂર્છા વિષ તણી ત્વરાથી ઊતરતી, વિભાવથી થંભી સ્વરૂપ ભણી દોડ પરિણતિ.
| (શાર્દૂલવિક્રિડિત ) તું છે નિશ્ચયગ્રંથ ભંગ સઘળા વ્યવહારના ભેદવા, તું પ્રજ્ઞાછીણી જ્ઞાન ને ઉદયની સંધિ સહુ છેદવા; સાથી સાધકનો, તું ભાન જગનો, સંદેશ મહાવીરનો, વિસામો ભવકલાંતના હૃદયનો, તું પંથ મુક્તિ તણો.
(વસંતતિલકા) સુણે તને રસનિબંધ શિથિલ થાય, જાણે તને હૃદય જ્ઞાની તણાં જણાય; તું રુચતાં જગતની રુચિ આળસે સૌ, તું રીઝતાં સકલજ્ઞાયકદેવ રીઝે.
(અનુષ્ટ્રપ) બનાવું પત્ર કુંદનનાં, રત્નોના અક્ષરો લખી; તથાપિ કુંદસૂત્રોનાં અંકાયે મૂલ્ય ના કદી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #15
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી સદગુરુદેવ-સ્તુતિ
(હરિગીત) સંસારસાગર તારવા જિનવાણી છે નૌકા ભલી, જ્ઞાની સુકાની મળ્યા વિના એ નાવ પણ તારે નહીં; આ કાળમાં શુદ્ધાત્મજ્ઞાની સુકાની બહુ બહુ દોહ્યલો, મુજ પુણ્યરાશિ ફળ્યો અહો ! ગુરુ ફાન તું નાવિક મળ્યો.
(અનુષ્ટ્રપ) અહો ! ભક્ત ચિદાત્માના, સીમંધર-વીર-કુંદના ! બાહ્યાંતર વિભવો તારા, તારે નાવ મુમુક્ષુનાં.
(શિખરિણી) સદા દષ્ટિ તારી વિમળ નિજ ચૈતન્ય નીરખે, અને જ્ઞપ્તિમાંહી દરવ-ગુણ-પર્યાય વિલસે; નિજાલંબીભાવે પરિણતિ સ્વરૂપે જઈ ભળે, નિમિત્તો વહેવારો ચિદઘન વિષે કાંઈ ન મળે.
(શાર્દૂલવિક્રીડિત) હૈયું “સત સત, જ્ઞાન જ્ઞાન” ધબક ને વવાણી છૂટે, જે વજે સુમુમુક્ષુ સર્વ ઝળકે; પરદ્રવ્ય નાતો તૂટે; -રાગદ્વેષ રુચે ન, જંપ ન વળે ભાવંદ્રિમાં-અંશમાં, ટંકોત્કીર્ણ અકંપ જ્ઞાન મહિમા હૃદયે રહે સર્વદા.
(વસંતતિલકા) નિત્યે સુધાઝરણ ચંદ્ર! તને નમું હું, કરુણા અકારણ સમુદ્ર! તને નમું હું હે જ્ઞાનપોષક સુમેઘ ! તને નમું હું, આ દાસના જીવનશિલ્પી ! તને નમું હું.
( સ્રગ્ધરા ). ઊંડી ઊંડી, ઊંડથી સુખનિધિ સતના વાયુ નિત્યે વહેતી, વાણી ચિમૂર્તિ! તારી ઉર-અનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી; ભાવો ઊંડા વિચારી, અભિનવ મહિમા ચિત્તમાં લાવી લાવી, ખોયેલું રત્ન પામું, -મનરથ મનનો; પૂરજો શક્તિશાળી !
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #16
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમ પૂજ્ય આત્મજ્ઞસંત શ્રી કાનજીસ્વામી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #17
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
परमात्मने नमः।
શ્રીમદભગવકુંદકુંદાચાર્યદવપ્રણીત
શ્રી.
સમયસાર
ઉપર પરમ પૂજ્ય સદ્ગુરુદેવ શ્રી કાનજીસ્વામીનાં પ્રવચનો
श्रीमदमृतचन्द्रसूरिकृता आत्मख्यातिः।
સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર अण्णदविएण अण्णदवियस्स णो कीरए गुणुप्पाओ। तम्हा दु सव्वदव्वा उप्पज्जते सहावेण ।। ३७२।।
अन्यद्रव्येणान्यद्रव्यस्य न क्रियते गुणोत्पादः।
तस्मात्तु सर्वद्रव्याण्युत्पद्यन्ते स्वभावेन।। ३७२।। હવે આ અર્થને ગાથામાં કહે છે:
કો દ્રવ્ય બીજા દ્રવ્યને ઉત્પાદ નહિ ગુણનો કરે,
તેથી બધાંયે દ્રવ્ય નિજ સ્વભાવથી ઊપજ ખરે. ૩૭૨. ગાથાર્થઃ- [કદ્રવ્યન] અન્ય દ્રવ્યથી [બન્યદ્રવ્ય] અન્ય દ્રવ્યને [ Tોત્પાદ] ગુણની ઉત્પત્તિ [ ન યિતે] કરી શકાતી નથી; [તસ્માત 1] તેથી (એ સિદ્ધાંત છે કે) [સર્વદ્રવ્યાળિ] સર્વ દ્રવ્યો [ સ્વમાન] પોતપોતાના સ્વભાવથી [ઉત્પાજો] ઊપજે છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #18
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨ : પ્રવચન રત્નાકર ભાગ-૧)
ટીકા- વળી જીવને પદ્રવ્ય રાગાદિક ઉપજાવે છે એમ શંકા ન કરવી; કારણ કે અન્ય દ્રવ્ય વડે અન્ય દ્રવ્યના ગુણનો ઉત્પાદ કરાવાની અયોગ્યતા છે; કેમ કે સર્વ દ્રવ્યોનો સ્વભાવથી જ ઉત્પાદ થાય છે. આ વાત દષ્ટાંતથી સમજાવવામાં આવે છે
માટી કુંભભાવે (ઘડા–ભાવે) ઊપજતી થકી શું કુંભારના સ્વભાવથી ઊપજે છે કે માટીના સ્વભાવથી ઊપજે છે? જો કુંભારના સ્વભાવથી ઊપજતી હોય તો જેમાં ઘડો કરવાના અહંકારથી ભરેલો પુરુષ રહેલો છે અને જેનો હાથ (ઘડો કરવાનો) વ્યાપાર કરે છે એવું જે પુરુષનું શરીર તેના આકારે ઘડો થવો જોઈએ. પરંતુ એમ તો થતું નથી, કારણ કે અન્યદ્રવ્યના સ્વભાવે કોઈ દ્રવ્યના પરિણામનો ઉત્પાદ જોવામાં આવતો નથી. જે આમ છે તો પછી માટી કુંભારના સ્વભાવથી ઊપજતી નથી, પરંતુ માટીના સ્વભાવથી જ ઊપજે છે કારણ કે (દ્રવ્યના) પોતાના સ્વભાવે દ્રવ્યના પરિણામનો ઉત્પાદ જોવામાં આવે છે. આમ હોવાથી, માટી પોતાના સ્વભાવને નહિ ઉલ્લંઘતી હોવાને લીધે, કુંભાર ઘડાનો ઉત્પાદક છે જ નહિ; માટી જ કુંભારના સ્વભાવને નહિ સ્પર્શતી થકી, પોતાના સ્વભાવથી કુંભભાવે ઊપજે છે.
એવી રીતે-બધાંય દ્રવ્યો સ્વપરિણામપર્યાયે (અર્થાત્ પોતાના પરિણામભાવરૂપે) ઊપજતાં થકાં, નિમિત્તભૂત અન્યદ્રવ્યોના સ્વભાવથી ઊપજે છે કે પોતાના સ્વભાવથી ઊપજે છે? જો નિમિત્તભૂત અન્યદ્રવ્યોના સ્વભાવથી ઊપજતાં હોય તો નિમિત્તભૂત અન્યદ્રવ્યોના આકારે તેમના પરિણામ થવા જોઈએ. પરંતુ એમ તો થતું નથી, કારણ કે અન્યદ્રવ્યના સ્વભાવે કોઈ દ્રવ્યના પરિણામનો ઉત્પાદ જોવામાં આવતો નથી. જો આમ છે તો સર્વ દ્રવ્યો નિમિત્તભૂત અન્યદ્રવ્યોના સ્વભાવથી ઊપજતાં નથી, પરંતુ પોતાના સ્વભાવથી જ ઊપજે છે કારણ કે (દ્રવ્યના) પોતાના સ્વભાવે દ્રવ્યના પરિણામનો ઉત્પાદ જોવામાં આવે છે. આમ હોવાથી, સર્વ દ્રવ્યો પોતાના સ્વભાવને નહિ ઉલ્લંઘતાં હોવાને લીધે, નિમિત્તભૂત અન્યદ્રવ્યો પોતાના (અર્થાત્ સર્વ દ્રવ્યોના) પરિણામના ઉત્પાદક છે જ નહિ; સર્વ દ્રવ્યો જ, નિમિત્તભૂત અન્યદ્રવ્યોના સ્વભાવને નહિ સ્પર્શતાં થકાં, પોતાના સ્વભાવથી પોતાના પરિણામભાવે ઊપજે છે.
માટે (આચાર્યદવ કહે છે કે, જીવને રાગાદિનું ઉત્પાદક અને પરદ્રવ્યને દેખતા (-માનતા, સમજતા) નથી કે જેના પર કોપ કરીએ.
ભાવાર્થ- આત્માને રાગાદિક ઊપજે છે તે પોતાના જ અશુદ્ધ પરિણામ છે. નિશ્ચયનયથી વિચારવામાં આવે તો અન્યદ્રવ્ય રાગાદિકનું ઉપજાવનાર નથી, અન્યદ્રવ્ય તેમનું નિમિત્તમાત્ર છે; કારણ કે અન્યદ્રવ્યને અન્યદ્રવ્ય ગુણપર્યાય ઉપજાવતું નથી એ નિયમ છે. જેઓ એમ માને છે–એવો એકાંત કરે છે કે “પદ્રવ્ય જ મને રાગાદિક ઉપજાવે છે” , તેઓ નવિભાગને સમજ્યા નથી, મિથ્યાષ્ટિ છે. એ રાગાદિક
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #19
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૩૭ર : ૩ (માલિની) यदिह भवति रागद्वेषदोषप्रसूति: कतरदपि परेषां दूषणं नास्ति तत्र । स्वयमयमपराधी तत्र सर्पत्यबोधो भवतु विदितमस्तं यात्वबोधोऽस्मि बोधः ।। २२० ।।
(રથોદ્ધતા) रागजन्मनि निमित्ततां परद्रव्यमेव कलयन्ति ये तु ते। उत्तरन्ति न हि मोहवाहिनी
શુદ્ધવો વિધુરાદ્ધય: || ૨૨૨ જીવના સત્ત્વમાં ઊપજે છે, પરદ્રવ્ય તો નિમિત્ત માત્ર છે એમ માનવું તે સમ્યજ્ઞાન છે. માટે આચાર્ય મહારાજ કહે છે કે અમે રાગદ્વેષની ઉત્પત્તિમાં અન્ય દ્રવ્ય પર શા માટે કોપ કરીએ? રાગદ્વેષનું ઊપજવું તે પોતાનો જ અપરાધ છે.
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે –
શ્લોકાર્થ- [ રૂદ] આ આત્મામાં [વત્ રા–ષ–વો–પ્રસૂતિ: મવતિ] જે રાગદ્વેષરૂપ દોષોની ઉત્પત્તિ થાય છે [ તત્ર પરેષાં તરત મu ફૂષણ નાસ્તિ] ત્યાં પરદ્રવ્યનો કાંઈ પણ દોષ નથી, [ તત્ર સ્વયમ્ મારાથી યમ્ કવો. સર્પતિ] ત્યાં તો
સ્વયં અપરાધી એવું આ અજ્ઞાન જ ફેલાય છે;- [ વિવિતમ્ મવત] એ પ્રમાણે વિદિત થાઓ અને [ નવોધ: રસ્તે યાતુ] અજ્ઞાન અસ્ત થઈ જાઓ; [વરોધ: રિમ] હું તો જ્ઞાન છું.
ભાવાર્થ- અજ્ઞાની જીવ રાગદ્વેષની ઉત્પત્તિ પરદ્રવ્યથી થતી માનીને પરદ્રવ્ય ઉપર કોપ કરે છે કે “આ પરદ્રવ્ય મને રાગદ્વેષ ઉપજાવે છે, તેને દૂર કરું” . એવા અજ્ઞાની જીવને સમજાવવાને આચાર્યદેવ ઉપદેશ કરે છે કે-રાગદ્વેષની ઉત્પત્તિ અજ્ઞાનથી આત્મામાં જ થાય છે અને તે આત્માના જ અશુદ્ધ પરિણામ છે. માટે એ અજ્ઞાનને નાશ કરો, સમ્યજ્ઞાન પ્રગટ કરો, આત્મા જ્ઞાનસ્વરૂપ છે એમ અનુભવ કરો પરદ્રવ્યને રાગદ્વેષનું ઉપજાવનારું માનીને તેના પર કોપ ન કરો. ૨૨૦
હવે આ જ અર્થ દઢ કરવાને અને આગળના કથનની સૂચના કરવાને કાવ્ય કહે છે:
શ્લોકાર્થ- [ રે તુ રા–નિ પરદ્રવ્ય જીવ નિમિત્તતાં નિયન્તિ] જેઓ રાગની ઉત્પત્તિમાં પારદ્રવ્યનું જ નિમિત્તપણું (કારણપણું) માને છે, (પોતાનું કાંઈ કારણ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #20
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
૪ : પ્રવચન રત્નાકર ભાગ-૧૦
પણું માનતા નથી, ) [ તે શુદ્ધ-વોધ-વિધુર-અન્ય વ્રુદ્ધય: ] તેઓ–જેમની બુદ્ધિ શુદ્ધજ્ઞાનરહિત અંધ છે એવા ( અર્થાત્ જેમની બુદ્ધિ શુદ્ઘનયના વિષયભૂત શુદ્ધ આત્મસ્વરૂપના જ્ઞાનથી રહિત અંધ છે એવા ) - [મોહ-વાહિની નહિઁ ઉત્તરન્તિ] મોહનદીને ઊતરી શક્તા નથી.
ભાવાર્થ:- શુદ્ઘનયનો વિષય આત્મા અનંત શક્તિવાળો, ચૈતન્યચમત્કારમાત્ર, નિત્ય, અભેદ, એક છે. તે પોતાના જ અપરાધથી રાગદ્વેષરૂપે પરિણમે છે. એવું નથી કે જેમ નિમિત્તભૂત પદ્રવ્ય પરિણમાવે તેમ આત્મા પરિણમે છે અને તેમાં આત્માનો કાંઈ પુરુષાર્થ જ નથી. આવું આત્માના સ્વરૂપનું જ્ઞાન જેમને નથી તેઓ એમ માને છે કે પદ્રવ્ય આત્માને જેમ પરિણમાવે તેમ આત્મા પરિણમે છે. આવું માનનારા મોહરૂપી નદીને ઊતરી શકતા નથી (અથવા મોહની સેનાને હરાવી શક્તા નથી ), તેમને રાગદ્વેષ મટતા નથી; કારણ તે રાગદ્વેષ કરવામાં જો પોતાને પુરુષાર્થ હોય તો જ તેમને મટાડવામાં પણ હોય, પરંતુ જો પરના કરાવ્યા જ રાગદ્વેષ થતા હોય તો ૫૨ તો રાગદ્વેષ કરાવ્યા જ કરે, ત્યાં આત્મા તેમને ક્યાંથી મટાડી શકે? માટે, રાગદ્વેષ પોતાના કર્યા થાય છે અને પોતાના મટાડયા મટે છે–એમ કથંચિત્ માનવું તે સમ્યજ્ઞાન છે. ૨૨૧.
સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દાદિરૂપે પરિણમતાં પુદ્ગલો આત્માને કાંઈ કહેતાં નથી કે ‘તુ અમને જાણ', અને આત્મા પણ પોતાના સ્થાનથી છૂટીને તેમને જાણવા જતો નથી. બન્ને તદ્દન સ્વતંત્રપણે પોતપોતાના સ્વભાવથી જ પરિણમે છે. આમ આત્મા ૫૨ પ્રત્યે ઉદાસીન ( –સંબંધ વિનાનો, તટસ્થ ) છે, તોપણ અજ્ઞાની જીવ સ્પર્શાદિકને સાચું-નરસાં માનીને રાગીદ્વેષી થાય છે તે તેનું અજ્ઞાન છે. –આવા અર્થની ગાથાઓ હવે કહે છેઃ
*
*
સમયસાર ગાથા ૩૭૨ : મથાળું
*
હવે આ અર્થને ગાથામાં કહે છેઃ
અન્ય દ્રવ્ય અન્ય દ્રવ્યને ગુણ ઉપજાવી શકતું નથી, અર્થાત્ અન્ય દ્રવ્ય જીવને રાગાદિક ઉપજાવી શકતું નથી એમ ગાથામાં કહે છે.
* ગાથા ૩૭૨ : ટીકા ઉ૫૨નું પ્રવચન *
અન્ય
‘વળી જીવને પરદ્રવ્ય રાગાદિક ઉપજાવે છે એમ શંકા ન કરવી; કારણ દ્રવ્ય વડે અન્ય દ્રવ્યના ગુણનો ઉત્પાદ કરાવાની અયોગ્યતા છે; કેમકે સર્વ દ્રવ્યોનો સ્વભાવથી જ ઉત્પાદ થાય છે.’
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
Page #21
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૩૭ર : ૫ “વળી જીવને પરદ્રવ્ય રાગાદિક ઉપજાવે છે એમ શંકા ન કરવી; અહાહા...! આ શું કહે છે? અત્યારે તો આ મોટી ચર્ચા (વિવાદ) ચાલે છે એમ કે “કર્મથી વિકાર થાય છે, જીવને કર્મ વિકાર ઉપજાવે છે; પણ અહીં તો આચાર્યદવ કહે છે –જીવને પરદ્રવ્ય રાગાદિક ઉપજાવે છે એમ શંકા ન કરવી. ભાઈ ! જીવન પરથીકર્મથી વિકાર થાય છે એવી તારી માન્યતા મિથ્યા છે. વિકારને ટાળવો એ તો હજુ પછી વાત, વિકાર કેમ થાય છે-વિકાર પોતાથી થાય છે, કોઈ પરદ્રવ્યથી નહિ-એમ નક્કી તો કર. (એમ કે વિકાર કેમ થાય છે એ નક્કી કર્યા વિના નિર્વિકાર કેમ થઈશ?).
અહાહા....! કહે છે-જીવને પર્યાયમાં રાગદ્વેષ, પુણ્ય-પાપના ભાવ ને કામ, ક્રોધ, વિષયવાસના આદિના જ પરિણામ થાય છે તે પરદ્રવ્યથી-કર્મથી થાય છે એમ શંકા ન કરવી, અનુકૂળ સંયોગથી રાગ ઉત્પન્ન થાય, ને પ્રતિકૂળ સંયોગથી દ્વષ ઉત્પન્ન થાય-એવી માન્યતા મિથ્યાત્વ છે. ભાઈ ! પરદ્રવ્યથી પરદ્રવ્યના પરિણામ નીપજે એ માન્યતા મિથ્યાત્વ છે. આ બધાં કારખાનાં હાલે છે ને? ભાઈ! એને હુલાવું છું એમ માને એ મિથ્યાત્વ છે. સમજાય છે કાંઈ....?
અહાહા...! ભગવાન! તું કોણ છો? તને ખબર નથી પ્રભુ! પણ પરદ્રવ્યનું કાંઈ કરી શકે એવી તાકાત-યોગ્યતા તારામાં નથી, અને તારામાં કાંઈ કરી શકે એવી તાકાતયોગ્યતા પરદ્રવ્યમાં નથી. અહીં આ સ્પષ્ટ કહે છે કે –અન્ય દ્રવ્ય વડ અન્ય દ્રવ્યના ગુણનો-ગુણ એટલે પર્યાયનો-ઉત્પાદ કરાવાની અયોગ્યતા છે. માટે કોઈ પણ પરદ્રવ્યનું કાર્ય હું કરી શકું, અને પરદ્રવ્ય મારું કામ કરે-એમ તું માને એ મિથ્યા ભ્રમરૂપ અજ્ઞાન છે, પાખંડ છે. સમજાય છે કાંઈ.....?
અહા ! આ જીવને, પરનાં કામ હું કર ને પર મારાં કામ કરે એવી ઊંધી માન્યતાનું શલ્ય-મિથ્યાશ્રદ્ધાન અનાદિથી જ છે. કોઈ વળી તે મિથ્યાશ્રદ્ધાન દર્શનમોહનીય કર્મના કારણે થયું છે એમ માને છે; પણ ભાઈ ! એ તારી માન્યતા જૂઠી છે. મોહકર્મનું એમાં નિમિત્ત હો, પણ નિમિત્ત-પરદ્રવ્ય એને શું કરે ? કાંઈ ન કરે. નિમિત્ત-કર્મ જીવને રાગદ્વેષમોહ ઉપજાવે છે એ વાત બિલકુલ જૂઠી છે, ત્રણકાળમાં એ વાત સત્ય નથી.
સંપ્રદાયમાં આ વાતની ચર્ચા ચાલેલી. અમારા ગુરુ હતા તે બધું કર્મથી થાય એમ માનતા. ત્યારે સભામાં કહ્યું હતું કે-જીવમાં ભ્રમણા અને મિથ્યાત્વાદિ ભાવ થાય છે તે પોતાથી થાય છે, પરદ્રવ્યથી-કર્મથી વિકાર થાય એ વાત જૂઠી છે. –વાત સાંભળી લોકોમાં ખળભળાટ થઈ ગયેલો. સંપ્રદાયમાં કર્મનું લાકડું ગરી ગયેલું ખરું ને! તેથી ખળભળાટ થઈ ગયો; પણ કીધું કે આ સત્ય છે. જુઓ, એ સત્ય આચાર્યદવ કહે છે કે- જીવને પરદ્રવ્ય રાગાદિક ઉપજાવે છે એમ શંકા ન કરવી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #22
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૬ : પ્રવચન રત્નાકર ભાગ-૧)
અહાહા...! ભગવાન આત્મા અનંત જ્ઞાનાનંદની લક્ષ્મીથી ભરેલો સચ્ચિદાનંદ પ્રભુ છે. અહા! તેની રુચિ ને ભાવના કરવી છોડીને ભગવાન! તું બહારની જડ લક્ષ્મીની રુચિ કરે છે? મને આ મળે ને તે મળે એમ પરદ્રવ્યની તને ભાવના છે તો તું મોટો ભિખારી છે, માગણ છે. બહારની લક્ષ્મી એ તારી ચીજ નથી અને તેનો સંયોગ થવો એ તારું – તારા ડહાપણનું (પુરુષાર્થનું) કાર્ય નથી, પુણ્યનો ઉદય હોય તો તે મળે છે; તેને હું પુરુષાર્થ કરીને મળવું એમ તું એની પાછળ રચ્યો રહે પણ એ તારી મિથ્યા પ્રવૃત્તિ છે ભાઈ ! કેમકે અન્ય દ્રવ્ય વડે અન્ય દ્રવ્યનો ગુણ કરાવાની અયોગ્યતા છે. આવી વાત! સમજાય છે કાંઈ.....?
અહાહા.ત્રણકાળની સર્વદ્રવ્યની સર્વ પર્યાયોને આત્મા જાણે એવું એનું સામર્થ્ય-યોગ્યતા છે, પણ પરની ક્રિયા થાય તેને જીવ કરી શકતો નથી; પરની ક્રિયા કરવાની તેની અયોગ્યતા છે. આ શરીરને ચલાવવાની, હાથ-પગ હલાવવાની ને બહારની ધનાદિ સામગ્રી મેળવવાની કહે છે, જીવની અયોગ્યતા છે. તથાપિ હું શરીરને ચલાવી શકું, હાથ-પગ હલાવી શકું, ધનાદિ કમાઈ શકું ને કુટુંબનાં કામ કરી શકું ઈત્યાદિ કોઈ માને તો તે મૂઢ મિથ્યાદષ્ટિ જીવ છે. અહા! પરમાણુ જડ છે, ને તે જડનાં કાર્ય જડથી થાય છે, આત્માથી નહિ; અને રાગદ્વેષાદિ જીવના પરિણામ છે અને તે પોતાથી થાય છે. પરદ્રવ્યથી નહિ.
પદ્રવ્ય-કર્મ, શરીર, સ્ત્રી-કુટુંબ પરિવાર ને ધનાદિ સામગ્રી, દેવ-ગુરુ આદિ –એ બધા જીવને પુણ્ય-પાપ આદિ ભાવ ઉપજાવે છે એમ શંકા ન કરવી. શું કીધું? આ જિનબિંબના દર્શન થતાં એને શુભભાવ થયો ત્યાં એ શુભભાવ જિનબિંબના કારણે થયો છે એમ શંકા ન કરવી. વળી કોઈએ ગાળ દીધી ત્યાં ગાળ સાંભળતા રોષ થયો, તે રોષ પરને કારણે થયો છે એમ કહે છે, શંકા ન કરવી. કારણ? કારણ કે અન્ય દ્રવ્ય વડે અન્ય દ્રવ્યના ગુણનો ઉત્પાદ કરાવાની અયોગ્યતા છે; સર્વ દ્રવ્યોનો સ્વભાવથી જ ઉત્પાદ થાય છે. ભાઈ ! તારી રાગદ્વેષાદિની પર્યાય સ્વભાવની યોગ્યતાથી જ તે તે કાળે ઉત્પન્ન થાય છે, તેમાં પરદ્રવ્ય બિલકુલ કારણ નથી. આવી વાત ! ભાઈ ! તારી ઊંધી માન્યતાનું આખું ચક્ર ફેરવી નાખ. ( જો તને ધર્મની ભાવના છે તો).
આ આંખની પાંપણ ઊંચી-નીચી થાય છે ને? અહા! તે ક્રિયા આત્માએ કરી છે. એમ શંકા ન કરવી; કેમકે પાંપણ અન્ય દ્રવ્ય છે અને આત્મા અન્ય દ્રવ્ય છે. ભાઈ! એક તણખલાના બે ટુકડા આત્મા કરી શકે નહિ–આ વસ્તુસ્વરૂપ છે. અહા! ભગવાન સર્વજ્ઞદવે અનંતા દ્રવ્યો-અનંત જીવ, અનંતાનંત પુદ્ગલો, ધર્મ, અધર્મ, આકાશ ને અસંખ્યાત કાલાણુઓ એમ અનંતા દ્રવ્યો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #23
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૩૭ર : ૭ જોયાં છે અને તેમાં કોઈ એક દ્રવ્ય કોઈ બીજા દ્રવ્યનું કંઈ કરી શકે નહિ, કેમકે અન્ય દ્રવ્ય વડ અન્ય દ્રવ્યના ગુણનો ઉત્પાદ કરાવાની અયોગ્યતા છે એમ દિવ્યધ્વનિ દ્વારા ભગવાને દ્રવ્યોની સ્વતંત્રતાનો ઢંઢેરો બહાર પાડ્યો છે. અહીં તે સંતો આડતિયા થઈને જગતને જાહેર કરે છે. કહે છે–પરદ્રવ્ય વડે આત્માના ગુણની પર્યાય કરાવવાની અયોગ્યતા છે. અત્યારે તો આ વિષયમાં મોટી ગડબડ ચાલે છે. પરંતુ ભાઈ ! કર્મથી જીવને વિકાર થાય છે એવી માન્યતા જૂઠ છે. અરે ! પોતાની ચીજને ભૂલીને અજ્ઞાન વડે પોતે જ વિકાર કરે છે એની કબૂલાત કરતો નથી તે નિર્વિકાર ધર્મ કેમ પામી શકે?
કર્મને લઈને વિકાર થાય ને શુભભાવથી ધર્મ થાય –એમ બે મહા શલ્ય એને અંદર રહ્યાં છે. પરંતુ પરથી વિકાર નહિ, ને શુભરાગથી ધર્મ નહિ. –એમ નિર્ણય કરીને પરથી ને રાગથી ખસી શુદ્ધ ચૈતન્ય ચિદાનંદઘન પ્રભુની દષ્ટિ કરે ત્યારે સમ્યગ્દર્શન થાય છે અને તે પ્રથમ ધર્મ છે. અરે! લોકોને ધર્મ શું ચીજ છે ને કેમ થાય એની ખબર નથી. બિચારા સંસારની મજૂરીમાં પડ્યા છે. મજૂર તો આઠ કલાક કામ કરે, પણ આ તો અહોનિશ ચોવીસે કલાક સંસારમાં રચ્યોપચ્યો રહે છે. મોટો મજૂર છે. અરેરે! એનું શું થાય? આવું સત્ય તત્ત્વ સમજવાના ટાણાં આવ્યાં ને એને વખત નથી! જમવા બેઠો હોય ને ઘંટડી આવે તો ઝટ ઊભો થઈને ફોન ઝીલે. અરે ! આવા લોલુપી જીવોનું શું થાય ? મરીને ક્યાં જાય? સંસારમાં ક્યાંય નરક-નિગોદાદિમાં ચાલ્યા જાય. શું થાય ?
અહીં કહે છે-અન્ય દ્રવ્ય વડે અન્ય દ્રવ્યનો પર્યાય કરાવાની અયોગ્યતા છે. અંદર ગુણ” શબ્દ છે ને? અહીં ગુણ એટલે પર્યાય સમજવું. અહા ! એક દ્રવ્યમાં અનંત ગુણો છે ને તેની અનંતી પર્યાયો થાય છે. તે સર્વ પર્યાયોની અન્ય દ્રવ્ય વડ ઉત્પત્તિ કરાવાની અયોગ્યતા છે. ભાઈ ! પરના કારણે તને વિકાર થાય એવી યોગ્યતા તારા આત્મામાં છે જ નહિ, ને પરમાં પણ તને વિકાર કરાવે એવી યોગ્યતા છે જ નહિ. પરથી-કર્મથી વિકાર થાય એ તો ભગવાન! તને ભ્રમ થઈ ગયો છે; એ તો મૂળમાં ભૂલ છે ભાઈ! અહો! આચાર્યદવે આ સંક્ષેપમાં મહા સિદ્ધાંત ગોઠવી દીધો છે કે પરદ્રવ્ય માટે પ્રત્યેક અન્ય દ્રવ્ય પાંગળું છે. આ આત્મા પર જીવોની દયા પાળવા માટે પાંગળો છે, પરને ધર્મ પમાડવા પણ પાંગળો છે; પરનું કંઈ કરે એવી એનામાં યોગ્યતા જ નથી.
કોઈ વળી કહે છે- આ તો નિશ્ચયની વાત છે.
હા, નિશ્ચયની વાત છે; નિશ્ચયની વાત છે એટલે સત્ય વાત છે. ત્રણકાળ ત્રણલોકના પદાર્થોની સત્યાર્થ સ્થિતિની આ વાત છે. સમજાય છે કાંઈ...?
હું કરું, હું કરું' –એમ અજ્ઞાની મિથ્યા અભિમાન કરે છે. એ તો “શકટનો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #24
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૮ : પ્રવચન રત્નાકર ભાગ-૧) ભાર જેમ શ્વાન તાણે ”—એના જેવી વાત છે. અહીં ભગવાન ફરમાવે છે કે પરદ્રવ્ય-કર્મ જીવને વિકાર કરાવે છે અને પરદ્રવ્યની પર્યાયને જીવ ઉપજાવે છે-એમ શંકા ન કર; કેમકે સર્વ દ્રવ્યોનો સ્વભાવથી જ ઉત્પાદ થાય છે. વિકાર થાય એ પણ પર્યાયનો સ્વભાવ છે. પ્રત્યેક દ્રવ્યમાં પ્રતિસમય પોતાની પર્યાયની યોગ્યતાના સ્વભાવથી જ ઉત્પાદ થાય છે. ભગવાનની પ્રતિમાનાં દર્શનના ભાવ થાય તે પોતાથી થાય છે, અશુભથી બચવા એવો ભાવ આવે છે પણ એ કાંઈ પ્રતિમાના કારણે થાય છે એમ નથી; તથા મંદિર ને પ્રતિમા આદિ જે વ્યવસ્થા છે તે કાંઈ જીવના કારણે થઈ છે એમ નથી. ભાઈ ! જડ ને ચેતન દ્રવ્યોમાં પ્રતિસમય જે જે અવસ્થા થાય તેની વ્યવસ્થા તે તે જડ-ચેતન દ્રવ્યોની છે, અન્ય દ્રવ્ય તેમાં કાંઈ કરતું નથી, કરી શકતું નથી. માટે અમે દાન દીધાં, ને અમે મંદિર બનાવ્યાં, ને ભગવાનની પ્રતિષ્ઠા કરાવી ને ધર્મશાળા બંધાવી ઈત્યાદિ પરદ્રવ્યની ક્રિયા કરવાનાં અભિમાન તું કરે એ પાખંડ સિવાય બીજું કાંઈ નથી. નિમિત્તથી કાર્ય થાય એવી શ્રદ્ધા અત્યારે કોઈ પંડિતોમાં વર્તે છે એય મિથ્યા શ્રદ્ધા અને પાખંડ જ છે.
અહાહા...દેવાધિદેવ સર્વજ્ઞ પરમાત્મા ગણધરો, ઇન્દ્રો ને મુનિવરોની સભામાં જે ફરમાવતા હતા તે વાત અહીં આ આવી છે. બહુ સૂક્ષ્મ ને ગંભીર! સમજાય તેટલી સમજ બાપુ ! કહે છે-અન્ય દ્રવ્ય વડે અન્ય દ્રવ્યનો ગુણ કરાવાની અયોગ્યતા છે, કેમકે સર્વ દ્રવ્યોનો સ્વભાવથી જ ઉત્પાદ થાય છે. અહાહા...! અનંત આત્માઓ, અનંતાનંત રજકણોએ પ્રત્યેક દ્રવ્યમાં પ્રતિસમય થતી પર્યાય-વિકારી કે નિર્વિકારી પોતાથી ઉત્પન્ન થાય છે. વિકાર ઉત્પન્ન થાય તે પણ તે તે પર્યાયનો સ્વભાવ છે, કર્મ તેમાં નિમિત્ત હો, પણ કર્મનું એમાં કાંઈ કર્તવ્ય નથી.
અમારી સાથે એકવાર એક શ્વેતાંબર સાધુ લીમડીમાં ચર્ચા કરવા આવેલા. તે બડાશથી કહે-તમે સિંહ છો તો અમે સિંહના બચ્ચા છીએ; અમારી સાથે ચર્ચા કરો. ત્યારે કહ્યું-અમે સિંહેય નથી ને અમે કોઈની સાથે નાહકની ચર્ચામાં ઉતરતાય નથી. તો થોડી વાર પછી એ બોલ્યા-શું ચશ્મા વિના જોઈ શકાય? અમે કહ્યું-ભાઈ! આ તો ચર્ચા (પૂરી) થઈ ગઈ. (એમ કે ઊંધી દષ્ટિનો જ આગ્રહ છે ત્યાં કોની સાથે ચર્ચા કરવી?)
ખરેખર જોવા-જાણવાની ક્રિયા થાય છે એ તો જીવમાં પોતાની પોતાથી થાય છે; એમાં ચશ્માંનું શું કામ છે? ચશ્માં તો બાહ્ય નિમિત્તમાત્ર છે બસ. વાસ્તવમાં ચશ્માં વિના જ અંદર જાણવાનું કામ થઈ રહ્યું છે, કારણ કે પ્રત્યેક દ્રવ્યનો સ્વભાવથી જ ઉત્પાદ થાય છે. આ મહા સિદ્ધાંત છે. હવે કહે છે આ વાત દષ્ટાંતથી સમજાવવામાં આવે છે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #25
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૩૭૨ : ૯
માટી કુંભારભાવે (ઘડાભાવે) ઉપજતી થકી શું કુંભારના સ્વભાવથી ઉપજે છે કે માટીના સ્વભાવથી ઉપજે છે? જો કુંભારના સ્વભાવથી ઉપજતી હોય તો જેમાં ઘડો કરવાના અહંકારથી ભરેલો પુરુષ રહેલો છે અને જેનો હાથ (ઘડો કરવાનો) વ્યાપાર કરે છે એવું જે પુરુષનું શરીર તેના આકારે ઘડો થવો જોઈએ. પણ એમ તો થતું નથી, કારણ કે અન્ય દ્રવ્યના સ્વભાવે કોઈ દ્રવ્યના પરિણામનો ઉત્પાદ જોવામાં આવતો નથી.
જાઓ, અહીં કુંભાર ઘડાને ઉત્પન્ન કરે છે એ વાત ખોટી છે એમ સિદ્ધ કરે છે. કહે છે-માટી ઘડારૂપે ઉપજે છે તે કુંભારના સ્વભાવથી ઉપજે છે કે માટીના સ્વભાવથી ઉપજે છે? માટીના સ્વભાવથી ઉપજે છે, કુંભારના સ્વભાવથી નહિ. જો કુંભારના સ્વભાવથી માટી ઘડારૂપે થતી હોય તો કુંભારનો સ્વભાવ ને કુંભારના શરીરનો આકાર ઘડામાં આવવો જોઈએ. પણ એમ તો છે નહિ. ઘડામાં તો માટીનો સ્વભાવ જ આવ્યો છે, કુંભારનો નહિ. ઘડો બનવાના કાળે કુંભાર, “હું ઘડો કરું છું” –એવો અહંકાર કરો તો કરો, પણ કુંભારનો સ્વભાવ ને આકાર ઘડામાં કદીય આવતો નથી. આ વસ્તુસ્થિતિ છે ભાઈ !
જ્ઞાનીને પરલક્ષ રાગ આવે છે, પણ પરનો તે કર્તા નથી ને રાગનોય કર્તા નથી. તેને રાગથી ભેદજ્ઞાન છે ને? તેથી જ્ઞાનમાં રાગને પરયપણે જાણે જ છે બસ. તે રાગનો કર્તા નથી. અહીં એ વાત નથી. અહીં તો પરદ્રવ્યની પર્યાય, બીજું પરદ્રવ્ય કરી શકે નહિ એટલે સિદ્ધ કરવું છે. કુંભાર જ્ઞાની હો કે અજ્ઞાની, તે માટીની કુંભભાવે થતી અવસ્થાને કરી શકે નહિ એમ અહીં સિદ્ધ કરે છે. સમજાય છે કાંઈ.....?
અહાહા...! કહે છે-ઘડાનો કર્તા જો કુંભાર હોય તો ઘડો કરવાનો જેને રાગ થયો છે અને જેનો હાથ વ્યાપાર કરે છે એવા કુંભારના શરીરના આકારે ઘડો થવો જોઈએ; પરંતુ એમ તો થતું નથી. કેમ? કારણ કે અન્યદ્રવ્યના સ્વભાવે કોઈ દ્રવ્યના પરિણામનો ઉત્પાદ જોવામાં આવતો નથી. અહાહા.....! કોઈ દ્રવ્યની પર્યાય કોઈ અન્ય દ્રવ્યના સ્વભાવે ત્રણકાળમાં થતી નથી. પરદ્રવ્ય નિમિત્ત હો, પણ પરદ્રવ્યથી કોઈ દ્રવ્યની પર્યાય થાય એમ કદીય બનતું નથી. માટીનો ઘડો થાય એમાં કુંભાર નિમિત્ત હો, નિમિત્તની કોણ ના પાડે છે? પણ કુંભારથી–નિમિત્તથી માટીનો ઘડો થાય છે એ વાત ત્રણકાળમાં સત્ય નથી.
આ પાણી ઉનું થાય છે ને? તે અગ્નિથી ઉભું થાય છે એમ, દેખવામાં આવતું નથી. અહાહા...! (પાણીના રજકણોના) સ્પર્શગુણની પર્યાય પહેલાં ઠંડી હતી તે બદલીને ઉષ્ણ થઈ છે તે અગ્નિથી થઈ છે એમ અમને દેખવામાં આવતું નથી–એમ સંતો-કેવળીના કેડાયતીઓ કહે છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #26
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧) : પ્રવચન રત્નાકર ભાગ-૧)
પણ પાણી અથિી ઉનું થતું દેખાય છે ને?
અહાહા......! આચાર્ય કહે છે–અમને પાણી અગ્નિથી ઉનું થતું દેખવામાં આવતું નથી. જો કોઈને એમ દેખાય છે તો તે (અજ્ઞાનથી) અંધ છે. તેને અજ્ઞાનથી જે દેખાય તે યથાર્થ વસ્તુસ્વરૂપ નથી. પાણીની શીત અવસ્થા બદલીને ઉષ્ણ થઈ તે કાળે અગ્નિ નિમિત્ત હો, પણ અગ્નિએ એમાં કાંઈ કર્યું નથી. અગ્નિ તો પાણીના રજકણોને અડીય નથી.
આ ભાષા બોલાય છે ને? અહીં કહે છે-આત્માથી ભાષા બોલાય એમ અમને દેખવામાં આવતું નથી. ભાષાની પર્યાય તો ભાષાના વચનવર્ગણાના પરમાણુથી ઉત્પન્ન થઈ છે. આત્મા ભાષા કરી શકે એ સંભવિત જ નથી, કેમકે અન્ય દ્રવ્યના સ્વભાવે કોઈ દ્રવ્યના પરિણામનો ઉત્પાદ જોવામાં આવતો નથી. પરની દયા પાળવી ને દાન કરવું ઈત્યાદિને લોકો ધર્મ માને છે, પણ તે યથાર્થ નથી, કેમકે પરદ્રવ્યનાં પરિણામ આત્મા કરી શકતો નથી. આવી વાત છે. હવે કહે છે--
જો આમ છે તો પછી માટી કુંભારના સ્વભાવથી ઉપજતી નથી, પરંતુ માટીના સ્વભાવથી જ ઉપજે છે કારણ કે (દ્રવ્યના) પોતાના સ્વભાવે દ્રવ્યના પરિણામનો ઉત્પાદ જોવામાં આવે છે. આમ હોવાથી, માટી પોતાના સ્વભાવને નહિ ઉલ્લંઘતી હોવાને લીધે, કુંભાર ઘડાનો ઉત્પાદક છે જ નહિ; માટી જ, કુંભારના સ્વભાવને નહિ સ્પર્શતી થકી, પોતાના સ્વભાવથી ઉપજે છે.”
જોયું? કહે છે- માટી કુંભારના સ્વભાવથી ઉપજતી નથી, પરંતુ પોતાના સ્વભાવથી જ ઉપજે છે કારણ કે પોતાના સ્વભાવે દ્રવ્યના પરિણામનો ઉત્પાદ જોવામાં આવે છે. અહાહા...! પહેલાં કહ્યું કે અન્યદ્રવ્યના સ્વભાવે કોઈ દ્રવ્યના પરિણામનો ઉત્પાદ જોવામાં આવતો નથી; હુવે કહે છે–પોતાના સ્વભાવે દ્રવ્યના પરિણામનો ઉત્પાદ જોવામાં આવે છે. આવી જ વસ્તુસ્થિતિ છે ભાઈ ! માટે કુંભાર ઘડાનો ઉત્પાદક છે જ નહિ. માટી જ, કુંભારના સ્વભાવને સ્પર્યા વિના, પોતાના સ્વભાવથી કુંભભાવે ઉપજે છે. અહાહા...! માટી જ પોતાના સ્વભાવથી ઘડારૂપે પરિણમે છે. અહાહા...! આ પ્રમાણે માટી જ ઘડાનો કર્તા છે, કુંભાર કદીય નહિ. કુંભાર તો નિમિત્ત હો, પણ તે ઘડાની પર્યાયનો ઉત્પાદક કદીય નથી.
તો કુંભારે ઘડો કર્યો એમ કહેવાય છે ને?
હા, કુંભારે ઘડો કર્યો, બાઈએ ભરત ભર્યું ઈત્યાદિ કહેવું એ બધાં નિમિત્ત પ્રધાન કથન છે, વસ્તુસ્વરૂપ એમ નથી. આ મહાસિદ્ધાંત છે ભાઈ ! ઘડો થવાની યોગ્યતાના કાળે માટી જ ઘડારૂપે ઉપજી ઘડો ઉત્પન્ન કરે છે. કુંભાર તે વખતે બાહ્ય નિમિત્ત હો, પણ કુંભારથી ઘડો ઉત્પન્ન થાય એમ ત્રણકાળમાં નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #27
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૩૭ર : ૧૧ અહાહા...! પ્રત્યેક દ્રવ્ય પોતાના સ્વભાવથી જ તે તે કાળે તે તે પર્યાયરૂપે પરિણમી જાય છે. એવી જ દ્રવ્યની યોગ્યતા છે, એમાં પરદ્રવ્યનું કાંઈ કર્તવ્ય નથી; તે તે પર્યાય પરદ્રવ્યથી ઉપજે એમ ત્રણકાળમાં બનતું નથી. જો પરથી તે તે પર્યાય થાય તો તે દ્રવ્ય પોતે શું કર્યું? દ્રવ્ય છે તેની તે તે કાળે પર્યાય તો હોવી જોઈએ ને? પર્યાય વિનાનું શું દ્રવ્ય હોય છે? નથી હોતું. તો પછી પર્યાયનું કર્તા તે દ્રવ્ય પોતે જ છે, અન્યદ્રવ્ય તો બાહ્ય નિમિત્ત માત્ર છે. અન્યદ્રવ્યથી કાર્ય થયું એમ કહેવું એ તો નિમિત્તનું કથન છે બસ. સમજાણું કાંઈ....?
અરે! દુનિયા તો અજ્ઞાનમાં પડી છે. તેને આગમની ખબર નથી. આગમનું પ્રયોજન તો આ છે કે-પરથી પોતાનું કાર્ય થાય એમ કદીય બનતું સંભવિત નથી. અહાહા....! પોતે એક જ્ઞાયકભાવમાત્ર જ્ઞાનાનંદ પ્રભુ છે, તે એકના આશ્રયથી જ સમ્યગ્દર્શન પ્રગટ થાય છે આ આગમ છે. સમ્યગ્દર્શન પ્રગટ થવામાં રાગનીવ્યવહારરત્નત્રયની કે કર્મના ઉપશમાદિની કોઈ અપેક્ષા નથી. સમ્યગ્દર્શન પ્રગટ થવાના કાળે કર્મના ઉપશમાદિ હો, પણ એ તો બાહ્ય નિમિત્તમાત્ર છે. એનાથી સમ્યગ્દર્શન થાય એમ કોઈ માને તો એ તો મૂઢ, મિથ્યાષ્ટિ છે.
દરેક દ્રવ્યની દરેક પર્યાય પોતાથી ઉત્પન્ન થાય છે, તેનો ઉત્પાદક કોઈ બીજો નથી. જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી જ્ઞાનની પર્યાય અહીં ઉઘાડરૂપે થઈ છે એમ નથી; કેમકે જ્ઞાનાવરણીય કર્મ તો જડ છે, અને જે ઉઘાડરૂપ ક્ષયોપશમ છે એ તો જ્ઞાનની પર્યાય છે. કર્મથી જ્ઞાનની પર્યાય પ્રગટતી નથી, કેમકે જડ અને ચેતન તત્ત્વ એ બન્નેનો તો પ્રગટ સ્વભાવ જ ભિન્ન ભિન્ન છે. અરે! ધર્મ કરવો છે પણ લોકોને વીતરાગે કહેલા તત્ત્વની ખબર નથી. જ્યાં ત્યાં તેઓ પરને પોતાનો (સમકિત વગેરેનો) ને પોતાને પરનો કર્તા માને છે પણ એ તો એમની મિથ્યા શ્રદ્ધા છે, શલ્ય છે.
અહીં કહે છે-માટી જે પોતાના સ્વભાવથી ઘડારૂપે પરિણમે છે તે કુંભારના સ્વભાવને સ્પર્શતી સુદ્ધાં નથી. શું કીધું? આ માટીની ઘડાની પર્યાય થાય તે કુંભારના હાથને અડતી નથી અને કુંભારનો હાથ ઘડાની પર્યાય થાય તેને અડતો નથી. તેઓ બન્ને ભિન્ન ભિન્ન દ્રવ્યો છે તેથી તેઓ એક બીજાને સ્પર્શ એમ ત્રણકાળમાં બનતું નથી. એકબીજા વચ્ચે અત્યંત અભાવ છે, માટે માટી પોતે જ કુંભભાવે ઉપજે છે–આ સિદ્ધાંત છે. હવે આવું સત્યાર્થ જ્ઞાન કર્યા વિના ભાઈ ! તું ક્રિયાકાંડમાં રચ્યોપચ્યો રહે પણ એ તો બધાં થોથાં છે, સંસાર સિવાય એનું ફળ બીજું કાંઈ નથી. સમજાણું કાંઈ....? હવે કહે છે
એવી રીતે બધાય દ્રવ્યો સ્વપરિણામપર્યાયે (અર્થાત્ પોતાના પરિણામભાવરૂપે)
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #28
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૨ : પ્રવચન રત્નાકર ભાગ-૧) ઉપજતાં થકા, નિમિત્તભૂત અન્યદ્રવ્યોના સ્વભાવથી ઉપજે છે કે પોતાના સ્વભાવથી ઉપજે છે? જો નિમિત્તભૂત અન્યદ્રવ્યોના સ્વભાવથી ઉપજતાં હોય તો નિમિત્તભૂત અન્યદ્રવ્યોના આકારે તેમના પરિણામ થવા જોઈએ. પરંતુ એમ તો થતું નથી, કારણ કે અન્યદ્રવ્યના સ્વભાવે કોઈ દ્રવ્યના પરિણામનો ઉત્પાદ જોવામાં આવતો નથી.'
એવી રીતે-બધાંય દ્રવ્યો.' અહાહા.....! જોયું? અનંતા જીવ, અનંતાનંત પુદ્ગલો આદિ બધાંય દ્રવ્યોમાં આ સિદ્ધાંત કહે છે. ઘડાનું તો દષ્ટાંત કહ્યું, હવે પૂછે છે કેપોતાના પરિણામભાવરૂપે ઉપજે છે તે પ્રત્યેક દ્રવ્ય (બધાય દ્રવ્ય) શું નિમિત્તભૂત બીજા દ્રવ્યના સ્વભાવથી ઉપજે છે કે પોતાના સ્વભાવથી ઉપજે છે? અહાહા....! શું કીધું? કે ભગવાનના જિનબિંબના દર્શન કરવાના ભાવ થયા તે શુભભાવની પર્યાય નિમિત્તભૂત જિનબિંબના સ્વભાવે થઈ છે કે પોતાના સ્વભાવથી થઈ છે? ગજબ વાત છે ભાઈ ! તે શુભભાવની પર્યાય પોતાથી (પોતાના સ્વભાવથી) થઈ છે. પ્રત્યેક દ્રવ્ય પોતાના સ્વભાવથી ઉપજે છે, નિમિત્તભૂત અન્યદ્રવ્યના સ્વભાવથી નહિ. જીવમાં જે રાગદ્વેષના પરિણામ થાય તે પોતાથી થાય છે, નિમિત્તભૂત અન્યદ્રવ્યથી (કર્મથી) નહિ. જો નિમિત્તભૂત અન્યદ્રવ્યોના સ્વભાવથી વસ્તુ ઉપજતી હોય તો તે નિમિત્તભૂત અન્યદ્રવ્યોના આકારે થવી જોઈએ. પણ, કહે છે, એમ તો થતું નથી. કેમ? કેમકે અન્યદ્રવ્યના સ્વભાવે કોઈ દ્રવ્યના પરિણામનો ઉત્પાદ જોવામાં આવતો નથી.
આ મારો દીકરો, આ મારી સ્ત્રી, આ મારું શરીર અને હું એ બધાંનાં કામ કરું એ વાત રહેવા દે ભાઈ ! કેમકે તારી પર્યાય એ સર્વથી ભિન્ન છે, અહાહા...! દરેક દ્રવ્યની વિકારી કે અવિકારી પર્યાય પોતાથી ઉત્પન્ન થાય છે, નિમિત્તભૂત અન્ય દ્રવ્યથી નહિ. આ તો મૂળ સિદ્ધાંત છે બાપુ! જો નિમિત્તભૂત અન્યદ્રવ્યથી થાય તો તે અન્યદ્રવ્યના આકારે થઈ જાય. પણ એમ થતું જ નથી. કર્મથી જ જીવને વિકારના પરિણામ થાય તો ચેતનમાં-જીવમાં થતો વિકાર કર્મના આકારરૂપે થવો જોઈએ. પણ એમ થતું જ નથી. સંપ્રદાયમાં એવું માને છે કે “કર્મને લઈને વિકાર થાય” પણ એ માન્યતા યથાર્થ નથી. જીવને જ્ઞાનની હીણી દશા થાય છે તે પોતાથી થાય છે, કર્મથી નહિ; જ્ઞાનાવરણીય કર્મનો ઉદય આવ્યો માટે જ્ઞાનની પર્યાય હીણી થઈ એમ નથી. બીજું દ્રવ્ય નિમિત્ત હો, પણ નિમિત્તભૂત દ્રવ્ય આનું કાંઈ કરતું નથી. જ્ઞાનની હીણી અવસ્થા છે તેને જ્ઞાનાવરણીય કર્મ તો અડતુંય નથી.
આ આંખની પાંપણ હલે છે ને? તે પોતાથી હલે છે. આત્માની હુલાવી હુલે છે એમ છે નહિ. જે આત્માની હુલાવી હલે તો પાંપણ આત્મારૂપ થઈ જાય, આત્માનો સ્વભાવ તેમાં આવી જાય; પણ એમ કદી બનતું જ નથી કેમકે અન્યદ્રવ્યના સ્વભાવે કોઈનો ઉત્પાદ જોવામાં આવતો નથી. અહો ! દિગંબર સંતોએ જાણે કેવળીના પેટમાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #29
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૩૭ર : ૧૩ પેસી ગયા હોય તેમ સ્વાનુભવથી વાત કરી છે. પ્રવચનસારની ગાથા ૧૦રમાં આવે છે કે દરેક દ્રવ્યની સમયે સમયે જે જે પર્યાય પ્રગટ થાય છે તે તેનો જન્મકાળ છે, જન્મક્ષણ છે; અર્થાત્ તે તે સમયે સહજ જ પોતાથી થાય છે, કોઈ અન્ય નિમિત્તથી નહિ. (જો નિમિત્તથી થાય તો જન્મક્ષણ સિદ્ધ ન થાય).
જુઓ, વીંછીએ ડંખ માર્યો હોય તો ત્યાં એ ડંખના રજકણો શરીરને અડ્યા જ નથી. શરીરની (વેદના યુક્ત) પર્યાય શરીરથી થાય છે, ને ડંખ ડખમાં રહે છે. બન્ને સ્વતંત્ર છે બાપુ ! આ કાર્પણ અને તેજસ શરીર છે તેને આત્મા અડયો નથી, ને આત્માને તે શરીરો અડ્યાં નથી. શરીર ભિન્ન ને આત્મા ભિન્ન છે. ભગવાન આત્મા ભિન્ન ને કર્મ ભિન્ન છે. નિશ્ચયથી જ્ઞાયકપ્રભુ આત્મા અને રાગ ભિન્ન છે, કોઈ કોઈને અડયાં જ નથી. આવી વાત છે. અહો ! આ તો એકલું અમૃત છે. સમજાણું કાંઈ....?
ભાઈ ! આવું યથાર્થ શ્રદ્ધાન કર્યા વિના મિથ્યાશ્રદ્ધા વશ જીવ ચાર ગતિમાં રખડે છે. ખરેખર તો મિથ્યાશ્રદ્ધાના કારણે એને નિગોદની ગતિ જ છે. જેવી વસ્તુ છે તેવી ન માને, અન્યથા માને તે સત્યાર્થ વસ્તુને આળ આપે છે. કર્મથી વિકાર થાય એમ માનનારે કર્મને આળ આપ્યું અને શુભરાગથી ધર્મ થાય એમ માનનારે ભગવાન ચૈતન્યસ્વભાવ એક આત્માને આળ આપ્યું. એ આળ અર્થાત મિથ્યા શલ્યના કારણે જીવ નિગોદમાં ચાલ્યો જાય છે; અહા ! બીજા જીવો તેને “જીવ' તરીકે માનવા તૈયાર ન થાય એવી દુર્ગતિ-નિગોદગતિમાં તે ચાલ્યો જાય છે. અહા ! પોતાને આળ આપે છે તે જીવ લસણડુંગળીમાં જન્મ લે છે. પોતાનું સ્વરૂપ જેણે માન્યું નહિ તેને કોઈ “જીવ ” ન માને એવા સ્થાનમાં જન્મ લે છે. ભાઈ ! આ અવસર જાય છે હોં.
લસણની એક કટકીમાં અસંખ્ય ઔદારિક શરીર છે, અને તે એક શરીરમાં સિદ્ધોની સંખ્યાથી અનંતગુણા નિગોદિયા જીવ છે. તે એક જીવનો શ્વાસ તે અનંત જીવોનો શ્વાસ છે. અહા! તેના તેજસ, કાર્મણ શરીરમાં અનંતા રજકણો છે. અહીં કહે છે- તે એક રજકણ બીજા રજકણને અડતું નથી, અને તે રજકણો આત્માને અડતા નથી.
જુઓ, એક પરમાણુમાં બેગુણ ચીકાશ છે, બીજા પરમાણુમાં ચારગુણ ચીકાશ છે. તે ચારગુણ ચીકાશવાળા પરમાણુ સાથે બેગુણ ચીકાશવાળો પરમાણુ ભેગો થાય તો તે ચારગુણ ચીકાશવાળો પરિણમી જાય છે. ત્યાં એ કોઈ ઓલા ચારગુણ ચીકાશવાળા પરમાણુને લઈને ચારગુણ ચીકાશવાળો પરિણમી જાય છે એમ નથી, કેમકે બેગુણ ચીકાશવાળો પરમાણુ વાસ્તવમાં તો ચારગુણ ચીકાશવાળા પરમાણુને અડયાય નથી. વીતરાગનું તત્ત્વ બહુ ઝીણું છે ભાઈ !
એક પરમાણુ છૂટો હોય તેની પર્યાય શુદ્ધ છે, અને તે સૂક્ષ્મ છે. હવે તે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #30
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪ : પ્રવચન રત્નાકર ભાગ-૧)
સ્કંધમાં ભળે ત્યારે તેની પર્યાય વિભાવરૂપ અશુદ્ધ અને સ્થૂળરૂપે થઈ જાય તે પોતાથી થાય છે, સ્કંધને કારણે થાય છે એમ નથી. બીજી ચીજ નિમિત્ત હો, પણ તે બીજામાં કાંઈ કરતી નથી.
નિગોદના જીવમાં અક્ષરના અનંતમા ભાગે જ્ઞાનની પર્યાયનો વિકાસ છે; તો તે જ્ઞાનાવરણીય કર્મના ઉદયના કારણે હીણી દશા છે કે નહિ?
જુઓ, અહીં ના પાડે છે કે- જ્ઞાનાવરણીય કર્મના ઉદયના કારણે જ્ઞાનની હીણી દશા થઈ છે એમ નથી, પરંતુ પોતાના કારણે જ્ઞાનની હીણી પર્યાય થઈ છે, કર્મ નિમિત્ત છે, પણ જ્ઞાનમાં એ કાંઈ કરતું નથી. બન્નેના પરિણામ સ્વતંત્ર છે, કોઈ કોઈને અડતાં નથી. જ્ઞાનની હીનાધિક દશા છે, તે તે સમયની તેની યોગ્યતા છે. ભાઈ ! આ તો ટૂંકા શબ્દોમાં આચાર્યદવે સારભૂત ગજબનો સિદ્ધાંત કહ્યો છે.
કવીનાઈનની ગોળી લે એટલે તાવ ઉતરી જાય છે ને? અહીં કહે છે-કવીનાઈનની ગોળીથી તાવ ઉતર્યો નથી, કવીનાઈનની ગોળી નિમિત્ત હો, પણ એનાથી તાવ ઉતર્યો છે. એમ માને એ ખોટી વાત છે; કેમકે કવીનાઈનના રજકણો ભિન્ન છે ને શરીરના રજકણો ભિન્ન છે, કોઈ કોઈને અડતા નથી. અને શરીરની તાવની પર્યાય આત્માને અડી નથી. બધું જ ભિન્ન ભિન્ન છે.
અરે! લોકોને તત્ત્વના વાસ્તવિક સ્વરૂપની ખબર નથી. તેઓ મિથ્યાશ્રદ્ધા ને અજ્ઞાનથી ઉન્મત્ત-પાગલ થઈ ગયા છે. તેઓને મિથ્યાશ્રદ્ધાનો પાવર-મદ ચઢી ગયો છે. બીજાનાં કામ હું કરી શકું છું, દાન દઈ શકું છું, બીજા જીવોને બચાવી શકું છું, શરીરનાં કામ કરી શકું છું ઈત્યાદિ અજ્ઞાનવશ તેઓ માને છે. પણ બાપુ! પર જીવની અવસ્થા એનાથી થાય કે તારા રાગથી થાય? આચાર્યદેવ તો આ ફરમાવે છે કે- એક દ્રવ્યની પર્યાય બીજા દ્રવ્યથી ઉત્પન્ન થાય એમ અમે દેખતા નથી. અહાહા....! કહે છે
દરજી કપડાં સીવે છે-એમ અમે દેખતા નથી, કુંભાર ઘડો કરે છે-એમ અમે દેખતા નથી, ચિત્રકાર ચિત્ર આલેખે છે –એમ અમે દેખતા નથી, સોની દાગીના ઘડે છે-એમ અમે દેખતા નથી, બાઈ રસોઈ બનાવે છે-એમ અમે દેખતા નથી,
મુનિરાજ છકાયની રક્ષા કરે છે એમ અમે દેખતા નથી, તો શું છે? ભગવાન કેવળીએ કેવળજ્ઞાનમાં જગતના સર્વ-અનંતા તત્ત્વો સ્વતંત્ર
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #31
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૩૭ર : ૧૫ સ્વસહાય જોયાં છે, પ્રત્યેક દ્રવ્ય પોતાની પર્યાયથી પોતે સ્વતંત્ર જ પરિણમે છે. અહા ! દ્રવ્યનાં દ્રવ્ય-ગુણ તો ત્રિકાળ નિત્ય સ્વસહાય છે, તેની એક સમયની પર્યાય પણ સ્વસહાય છે, સ્વતંત્ર દ્રવ્યના સ્વભાવથી જ ઉત્પન્ન થાય છે, બીજા દ્રવ્યથી નહિ, ભાઈ ! આ મહાસિદ્ધાંત આચાર્યદવે આમાં સિદ્ધ કર્યો છે, અહો ! આ સરસ અલૌકિક ગાથા છે; પૂર્વનાં ભાગ્ય હોય તો કાને પડે એવી આ વાત છે. અને આને સમજવા તો મહાપુરુષાર્થ જોઈએ. અહા! પરનો-રાગનો હું અકર્તા છું એમ જ્યાં માન્યતા થઈ ત્યાં હું શુદ્ધ એક જ્ઞાયક માત્ર છું એમ દષ્ટિ થાય છે અને એનું નામ સમ્યગ્દર્શન છે, અને એ આ ગાથાનું તાત્પર્ય છે.
સવંત ૧૯૭૧ ની સાલમાં લાઠીમાં સૌ પ્રથમ આ વાત મૂકી હતી કે-જડકર્મથી વિકાર થાય એ વાત ત્રણકાળમાં સત્ય નથી; વિકાર થાય છે તે પોતાની પર્યાયમાં પોતાથી થતો પોતાનો જ અપરાધ છે, પરનું-કર્મનું તેમાં કાંઈ ( કારણ ) નથી.
ત્યારે એક શેઠ દલીલ બન્યા – મહારાજ! વિકાર થાય તેમાં ૫૧ ટકા જીવના અને ૪૯ ટકા કર્મના રાખો. કર્મનું સંપ્રદાયમાં સાંભળેલું બહુ ને!
તેમને કહ્યું કે – એમ બિલકુલ નહિ; દરેક દ્રવ્યની સમયે સમયે થતી પર્યાયમાં સોએ સો ટકા પોતાનું જ કારણ છે, એક દોકડો પણ એમાં પરનો-નિમિત્તનો કારણપણે નથી. દ્રવ્યની પ્રત્યેક પર્યાયનો સ્વકાળ છે, અને સ્વકાળે તે સ્વયં પોતાથી ઉત્પન્ન થાય છે. પર્યાયની જન્મક્ષણની વાત પ્રવચનસાર ગાથા-૧૦૨ માં આવી છે.
માટીમાં ઘડાની પર્યાય ઉત્પન્ન થવાની જે જન્મક્ષણ છે તે કાળે માટીના સ્વભાવથી ઘડો ઉત્પન્ન થાય છે, કુંભાર ઘડાનો ઉત્પાદક નથી, કુંભારથી ઘડો થતો નથી. આ મકાનનો ઉત્પાદક કડિયો નથી. પદાર્થ-પદાર્થ ભિન્ન છે ભાઈ ! દરેક રજકણ અને દરેક આત્મા પોતાના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી ભિન્ન છે.
દ્રવ્ય એટલે ત્રિકાળી વસ્તુ અનંત ગુણ-સ્વભાવનો પિંડ; ક્ષેત્ર એટલે એનો પ્રદેશ-પહોળાઈ; કાળ એટલે વર્તમાન અવસ્થા; ભાવ એટલે ત્રિકાળી શક્તિ.
આ પ્રમાણે દરેક દ્રવ્ય પોતાના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવમાં છે, અને પરના દ્રવ્યક્ષેત્ર-કાળ-ભાવમાં નથી. આવું વસ્તુ સ્વરૂપ હોવાથી એક દ્રવ્યનું કાર્ય બીજા દ્રવ્યથી થાય એમ બનતું નથી. જે નિમિત્તભૂત અન્ય દ્રવ્યના સ્વભાવથી કાર્ય ઉપજતું હોય તો નિમિત્તભૂત અન્યદ્રવ્યના આકારે તેના પરિણામ થવા જોઈએ; પરંતુ એમ થતું નથી. આ સિદ્ધાંત છે ભાઈ ! પ્રત્યેક પદાર્થ પોતાનું કાર્ય કરવા સમર્થ છે, અને પરના કાર્ય માટે તદ્દન પાંગળો છે, અકિંચિકર છે. સમજાણું કાંઈ...?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #32
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬ : પ્રવચન રત્નાકર ભાગ-૧)
આ મોટર ચાલે છે ને? તે ચાલકથી (ડ્રાઈવરથી), પેટ્રોલથી કે મશીનથી ચાલતી નથી. ભાઈ ! દુનિયા સાથે મેળ ન ખાય એવી વાત છે, પણ આ સત્ય વાત છે. ચાલકનો આત્મા જુદો, એના શરીરના રજકણ જુદા, પેટ્રોલના રજકણ જુદા, મશીનના રજકણ જુદા અને મોટરના પરમાણુ જુદા છે. બધું જ જુદું જુદું છે. મોટર ચાલે છે એ તો એના પરમાણુની ક્રિયાવતી શક્તિની તત્કાલીન યોગ્યતાથી ચાલે છે. બીજી ચીજ (ચાલક વગેરે) નિમિત્ત હો, પણ એનાથી મોટર ચાલતી નથી. આવું વસ્તુસ્વરૂપ છે છતાં પરનો પોતાને કર્તા માને વા પર પોતાનો કર્તા માને એ મૂઢતા છે.
અહા! આત્મા જ્ઞાનાનંદની લક્ષ્મીથી ભરેલો ભગવાન છે. તેનો આશ્રય કરવાથી એક સમયમાં અનંત ગુણોની અત્યંત પૂર્ણ પર્યાયો પ્રગટ થાય છે. તે પર્યાયો પોતાથી પ્રગટ થાય છે ને એમ ને એમ સાદિ-અનંત કાળ થયા કરશે. તેમાં કેવળજ્ઞાનની પર્યાય પ્રગટ થાય તે પોતાથી થાય છે, તેમાં સંઘયણ અને મનુષ્યપણું નિમિત્ત હો, પણ એનાથી કેવળજ્ઞાન થતું નથી. અહા! કેવળજ્ઞાનની પર્યાયો અનંતકાળ સુધી પ્રગટયા કરે છતાં દ્રવ્ય તો ત્રિકાળ એવું ને એવું અંદર અનંતગુણરસથી ભરેલું રહે છે. નિગોદની પર્યાયના કાળમાં પણ દ્રવ્ય તો અંદર એવું ને એવું જ ભર્યું પડયું છે. અહા ! આવા નિજરસથીચૈતન્યરસથી ભરેલા ભગવાન આત્માને ઓળખી તેનો અનુભવ કરવો એનું નામ ધર્મ છે અને તે કરવા જેવું છે; બાકી બધું તો ધૂળધાણી ને વા-પાણી છે.
ભાઈ ! આવો ધર્મ પ્રગટ કરવો નથી તો ક્યાં જઈશ બાપુ! ચોરાસીના અવતારમાં રખડતાં રખડતાં માંડ આ અવસર આવ્યો છે. હવે એમાં આ ભગવાનનું કહેલું તત્ત્વ (નિજ અંત:તત્ત્વ) નહિ, ઓળખે તો કોણ જાણે મરીને ક્યાંય ચાલ્યો જઈશ. બધું જ ફરી જશે, સંયોગ ફરી જશે, ક્ષેત્ર ફરી જશે, ભાવ ફરી જશે, ક્યાંય નરક-નિગોદમાં ચાલ્યો જઈશ. પરના કર્તાપણાના અહંકારનું આવું ફળ છે બાપુ !
આ બોલવારૂપ ભાષાની પર્યાય થાય તે જડની પર્યાય છે, જીવ તેનો કર્તા નથી. જુઓ, ઘણાને પક્ષઘાત થાય ત્યારે બોલવા જાય પણ બોલી શકાતું નથી. કોણ બોલે ? એ તો જડની ક્રિયા થવા કાળે એનાથી થાય, તારાથી (-જીવથી) ન થાય. પાસે દસ-વીસ લાખની મૂડી થઈ હોય એટલે હું પૈસા કમાયો એમ અભિમાન કરે છે ને આખી જિંદગી મમતામાં કાઢે, પણ બાપુ! એ તો જિંદગી હારી જવાની વાત છે. ઓચિંતો મરણકાળે પક્ષઘાત થઈ આવે ને છોકરાને કહેવા જાય કે મારી પાછળ બેપાંચ લાખ શુભમાં વાપરજો- માંડ લવો વળે ત્યાં છોકરો કહે – “ બાપા, અત્યારે પૈસા ન સંભળાય, ધર્મમાં લક્ષ કરો.” ત્યાં તો દેહ છૂટી જાય ને ક્ષણમાં જીવ ક્યાંય દુર્ગતિમાં ચાલ્યો જાય. જુઓ આ સંસાર!
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #33
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૩૭ર : ૧૭
કોણ બાપ ને કોણ દીકરો ? આ તો બધા સ્વાર્થના સંબંધી ભાઈ! નિયમસારમાં આવે છે કે –આ સગાંવહાલાં કોઈ તારા નથી, એ તો બધી ધૂતારાની ટોળી છે. બાપ ગુજરી જાય પછી બૈરાં-છોકરાં રડે છે ને? એ તો પોતાના સ્વાર્થને રડ છે, તારા સારું કોઈ રડતાં નથી હોં; તું દુકાને મજૂરી કરીને રળીને લાવતો તે બધાને ઠીક પડતું, પણ હવે તે સગવડતા ચાલી ગઈ તેથી પોતાના સ્વાર્થ ખાતર રહે છે. બાકી બાપ મરીને ક્યાં ગયો એની કોને પડી છે? (કોઈને કોઈની પડી નથી). (અને કોઈ કોઈનું કરે પણ શું? )
પ્રત્યેક દ્રવ્યની પર્યાય પોતાથી થાય છે, તેમાં બીજી ચીજ નિમિત્ત હો, પણ નિમિત્તથી એનું કાંઈ (કાર્ય) થતું નથી, કેમકે અન્યદ્રવ્યના સ્વભાવથી અન્યદ્રવ્યનો ઉત્પાદ જોવામાં આવતો નથી. ભાઈ ! જેને આ વાત અંતરમાં બેસી જાય તેને પરાધીનપણું નાશ પામી જાય છે. નિમિત્ત આવે તો મારું કાર્ય થાય એવી નિમિત્તાધીન દષ્ટિ ઉડી જાય છે અને તેને સ્વાધીનતાનો પુરુષાર્થ પ્રગટ થાય છે અને આ જ કર્તવ્ય છે. સમજાણું કાંઈ....? હવે કહે છે
“જો આમ છે તો સર્વ દ્રવ્યો નિમિત્તભૂત અન્યદ્રવ્યોના સ્વભાવથી ઉપજતાં નથી, પરંતુ પોતાના સ્વભાવથી જ ઉપજે છે કારણ કે (દ્રવ્યના) પોતાના સ્વભાવે દ્રવ્યના પરિણામનો ઉત્પાદ જોવામાં આવે છે. આમ હોવાથી, સર્વ દ્રવ્યો પોતાના સ્વભાવને નહિ ઉલ્લંઘતા હોવાને લીધે, નિમિત્તભૂત અન્યદ્રવ્યો પોતાના ( અર્થાત્ સર્વ દ્રવ્યોના) પરિણામના ઉત્પાદક છે જ નહિ; સર્વ દ્રવ્યો જ, નિમિત્તભૂત અન્યદ્રવ્યોના સ્વભાવને નહિ સ્પર્શતાં થકાં, પોતાના સ્વભાવથી પોતાના પરિણામભાવે ઉપજે છે.”
જોયું? પહેલાં કહ્યું કે અન્યદ્રવ્યના સ્વભાવે કોઈ દ્રવ્યના પરિણામનો ઉત્પાદ જોવામાં આવતો નથી; હવે કહે છે પોતાના સ્વભાવે દ્રવ્યના પરિણામનો ઉત્પાદ જોવામાં આવે છે. આ સિંહનો ફોટો પાડે છે ને? ત્યાં સિંહના જેવો કેમેરાથી ફિલ્મમાં ફોટો પડી જાય છે –તે કાંઈ સિંહને લઈને નથી. ગજબ વાત છે ભાઈ ! એ ફોટામાં કાંઈ સિંધુ નથી અને ફોટો સિંહને લઈને નથી; કારણ કે દ્રવ્યના પોતાના પરિણામસ્વભાવથી પરિણામનો ઉત્પાદ જવામાં આવે છે. અહા! દરેક આત્મા દરેક પરમાણુની વર્તમાન પર્યાય પોતાના સ્વભાવથી જ થતી જોવામાં આવે છે. વીતરાગનો મારગ બહુ ઝીણો ભાઈ !
આમ હોવાથી, કહે છે, સર્વ દ્રવ્યો પોતાના સ્વભાવને નહિ ઉલ્લંઘતા હોવાને લીધે, નિમિત્તભૂત અન્યદ્રવ્યો સર્વ દ્રવ્યોના પરિણામના ઉત્પાદક છે જ નહિ. આ રાગદ્વેષના પરિણામ થાય તે પોતાના સ્વભાવથી જ થાય છે, જડ કર્મો તેના ઉત્પાદક છે જ નહિ. જીવના રાગાદિ દોષોનું ઉત્પાદક પદ્રવ્ય છે એમ છે જ નહિ. “અપનેકો આપ ભૂલ કે હેરાન હો ગયા' અહા ! પોતે પોતાને ભૂલીને હેરાન થયો છે, દુઃખી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #34
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮ : પ્રવચન રત્નાકર ભાગ-૧૦
થયો છે, કર્મોએ તેને દુ:ખી કર્યો છે એમ વાસ્તવમાં છે જ નહિ. જ્ઞાનીને પણ અસ્થિરતાવશ જે રાગાદિ દોષો થાય છે, અને તેનું વેદન પણ તેને હોય છે તે કર્મના કા૨ણે છે એમ છે જ નહિ. આચાર્ય કહે છે-નિમિત્તભૂત અન્યદ્રવ્ય અન્યદ્રવ્યના પરિણામનું ઉત્પાદક છે જ નહિ. આવી વાત છે.
માટે આ નિશ્ચય છે કે સર્વ દ્રવ્યો જ, નિમિત્તભૂત અન્યદ્રવ્યોના સ્વભાવને નહિ સ્પર્શતાં થકાં, પોતાના સ્વભાવથી પોતાના પરિણામભાવે ઉપજે છે. લ્યો, પરિણમનશીલ એવું પ્રત્યેક દ્રવ્ય નિમિત્તભૂત અન્ય દ્રવ્યના સ્વભાવને સ્પર્યા વિના જ પોતાના સ્વભાવથી પોતાના પરિણામભાવ ઉપજે છે. અહા! જીવને રાગાદિ થાય તે કર્મના ઉદયને અડયા વિના જ પોતાના (પર્યાયના) સ્વભાવથી થાય છે. પ્રત્યેક દ્રવ્ય પોતાના પરિણામ ભાવે ઉપજે એવો એનો સ્વભાવ જ છે, એને બીજા કોઈની ગરજ-અપેક્ષા નથી.
.
· માટે ( આચાર્યદેવ કહે છે કે) જીવને રાગાદિનું ઉત્પાદક અમે ૫૨દ્રવ્યને દેખતા (-માનતા, સમજતા) નથી કે જેના ૫૨ કોપ કરીએ.' અહાહા......! આણે અમને રાગ કરાવ્યો એમ અમે દેખતા-માનતા નથી તો અમે કોના પર કોપ કરીએ? આચાર્ય કહે છેઅમે તો શાંતભાવને-સમતાભાવને જ ભજીએ છીએ. સમજાણું કાંઈ ? ૫૨દ્રવ્ય અમને કાંઈ કરતું જ નથી તો પરદ્રવ્યનું લક્ષ કેમ કરીએ ? લ્યો, આવી વાત !
* ગાથા ૩૭૨ : ભાવાર્થ ઉ૫૨નું પ્રવચન *
‘ આત્માને રાગાદિક ઉપજે છે તે પોતાના જ અશુદ્ધ પરિણામ છે.'
અહાહા....! જોયું ? આત્માને એટલે આત્માની પર્યાયમાં જે રાગ, દ્વેષ, કામ, ક્રોધ, માન, માયા, લોભ, વિષયવાસના ઈત્યાદિ શુભાશુભ ભાવ ઉપજે છે તે એના પોતાના જ અશુદ્ધ પરિણામ છે-એમ કહે છે. વસ્તુમાં વિકાર નથી, પણ પર્યાયમાં અનાદિથી વિકાર ચાલ્યો આવે છે. છેક ચૌદમા ગુણસ્થાન સુધી પર્યાયમાં અશુદ્ધતા છે. ચૌદમા ગુણસ્થાન સુધી અસિદ્ધત્વ ભાવ છે. તે ઉદયભાવનું અસ્તિત્વ પોતામાં પોતાના કા૨ણે છે, કર્મના કારણે નથી. અનાદિ સંસારથી માંડીને છેક ચૌદમા ગુણસ્થાન સુધી વિકૃતભાવ-વિભાવભાવ પર્યાયમાં છે તે બધો પોતાનો જ અપરાધ છે, કર્મને લઈને તે વિકૃતિ છે એમ નથી.
વસ્તુની દૃષ્ટિથી જુઓ તો વસ્તુ તો સહજ ચેતનાસ્વરૂપ, સહજાનંદસ્વરૂપ સચ્ચિદાનંદસ્વરૂપ ત્રિકાળી ધ્રુવ છે, તે કદીય રાગમય થઈ નથી. અહાહા...! યોગનું કંપન છે તે-રૂપે વસ્તુ કદીય થઈ નથી. પરંતુ તેની વર્તમાન પર્યાયમાં રાગાદિક અશુદ્ધતા છે. જેટલો રાગ છે અને યોગનું કંપન છે તે બધોય પોતાની પર્યાયનો અપરાધ છે, જડ કર્મનું તેમાં કાંઈ નથી. જડકર્મ-૫૨ દ્રવ્ય તેને શું કરે ?
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
Page #35
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૩૭ર : ૧૯ કેવળજ્ઞાન થતાં ચાર ઘાતિ કર્મનો ક્ષય થયો અને ચાર અઘાતિ કર્મ બાકી રહ્યાં. તો અઘાતિ કર્મના ઉદયના કારણે ભગવાન કેવળી ત્યાં રહ્યા છે એમ નથી. તેઓ તો પોતાની કંપનની દશાની યોગ્યતાના કારણે રહ્યા છે; એટલી (કંપનની) વિરુદ્ધતા છે ને? માટે રહ્યા છે, કર્મને કારણે નહિ. કેવળી ભગવાનને અસિદ્ધત્વ ભાવ છે, સિદ્ધત્વ નથી તે પોતાની પર્યાયની યોગ્યતાથી જ છે, કર્મનું એમાં કાંઈ કારણ નથી. આવી વાત! સમજાણું કાંઈ....? જીવને શુભાશુભ ભાવ થાય તે જીવના પોતાના જ પરિણામ છે.
નિશ્ચયનયથી વિચારવામાં આવે તો અન્યદ્રવ્ય રાગાદિકનું ઉપજાવનાર નથી, અન્યદ્રવ્ય તેમનું નિમિત્તમાત્ર છે; કારણ કે અન્યદ્રવ્યને અન્યદ્રવ્ય ગુણ-પર્યાય ઉપજાવતું નથી એ નિયમ છે.'
નિશ્ચયનયથી વિચારવામાં આવે તો...'—આ નિશ્ચયનય એટલે વર્તમાન પર્યાય જીવની છે અને અહીં નિશ્ચયનય કહ્યો છે. શુદ્ધનિશ્ચયનયની અહીં વાત નથી. શુદ્ધનિશ્ચયનયથી તો દ્રવ્યમાં રાગાદિક ઉદયભાવ છે જ નહિ, સંસાર છે જ નહિ. અહીં તો દ્રવ્યની પર્યાય તે નિશ્ચય અને કર્મ છે તે વ્યવહાર. પર્યાયની યોગ્યતા તે નિશ્ચય અને કર્મનું નિમિત્ત છે તે વ્યવહાર એમ વાત છે. દ્રવ્ય તે નિશ્ચય ને પર્યાય તે વ્યવહાર એ વાત અત્યારે અહીં નથી.
પર્યાયની ઉત્પત્તિ તે એના (દ્રવ્યના) સત્ત્વમાં છે એમ વાત છે. જીવની પર્યાયમાં વર્તમાન રાગાદિકનું અસ્તિત્વ છે એ રીતે વિચારવામાં આવે તો અન્યદ્રવ્ય રાગાદિકનું ઉપજાવનાર નથી એમ કહે છે. કર્મનો ઉદય જીવને પુણ્ય-પાપ આદિ ભાવ કરાવે છે એમ ત્રણકાળમાં નથી. ભાઈ ! જેને હા પર્યાયની સ્વતંત્રતાની વાત બેસતી નથી તેને દ્રવ્યની સ્વતંત્રતાની દૃષ્ટિ થઈ શકે નહિ. અહાહા...વિકારના પરિણામ જે વર્તમાનમાં છે તે મારાથી, મારામાં, મારા માટે, મારા આધારે છે એમ પર્યાયના પક્કરકની સ્વતંત્રતાનું જેને ભાન નથી તેને અંદર વસ્તુ સ્વસહાય સ્વતંત્ર છે એમ બેસી શકે નહિ, અર્થાત્ તેને વસ્તુનો સ્વનો આશ્રય થઈ શકે નહિ.
ભાઈ ! કર્તા, કર્મ આદિ પકારક વિકારના વિકારી પર્યાયમાં છે. વસ્તુમાં જો વિકાર હોય તો તે કદી છૂટે નહિ, અને પર્યાયમાં જે વિકાર ન હોય તો આનંદ હોવો જોઈએ. શું કીધું? આત્મા સચ્ચિદાનંદ પ્રભુ છે-તેની પર્યાયમાં જે વિકાર ન હોય તો તેના સ્થાનમાં આનંદનો સ્વાદ આવવો જોઈએ; પરંતુ આનંદના સ્વાદનો અભાવ છે, માટે ત્યાં પર્યાયમાં વિકારી ભાવનો સદ્દભાવ છે એમ સિદ્ધ થાય છે. સમકિતીને પણ પૂર્ણ આનંદનો અનુભવ નથી, જેટલી અધુરપ (અધૂરાશ ) છે તેટલો રાગ છે ને તેટલું દુઃખનું વેદન પણ છે.
આત્મા શુદ્ધ ચિદાનંદ પ્રભુ અનાદિથી છે. તેમ તેની પર્યાયમાં અશુદ્ધતા પણ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #36
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦ : પ્રવચન રત્નાકર ભાગ-૧) અનાદિની છે, પહેલાં અશુદ્ધતા ન હતી અને વર્તમાનમાં નવી થઈ એમ નથી. એ અશુદ્ધતા પર્યાયમાં આવી ક્યાંથી ? તો કહે છે-કર્મ એનું કારણ નથી પણ “અપનેકો આપ ભૂલ કે હેરાન હો ગયા' એ ન્યાયે પોતે પોતાને ભૂલીને પર્યાયમાં વિકાર પોતે સ્વતંત્ર કર્તા થઈને કરે છે. અન્યદ્રવ્ય તો એનું નિમિત્ત માત્ર છે. નિમિત્તમાત્ર એટલે શું? નિમિત્તમાત્ર એટલે જીવના પરિણમન કાળે પરિણમનને અનુકૂળ બીજી ચીજ છે બસ, પણ એ બીજી ચીજથી-નિમિત્તથી ત્યાં જીવને વિકાર થયો છે એમ નથી. પોતાને ભૂલીને પોતાની પર્યાયમાં પોતે વિકાર કરે છે ત્યાં અન્યદ્રવ્ય તો નિમિત્તમાત્ર છે; કારણ કે અન્યદ્રવ્યને અન્યદ્રવ્ય ગુણપર્યાય ઉપજાવી શકતું નથી. અહાહા...! અનેરું દ્રવ્યકર્મ આદિ જીવને વિકારી પર્યાય ઉપજાવતું નથી. આ સિદ્ધાંત છે ભાઈ ! અહા! બહુ ટૂંકા શબ્દોમાં આચાર્યદવે સિદ્ધાંતની ગજબ વાત કરી છે.
એક દ્રવ્યને બીજું દ્રવ્ય ગુણપર્યાય ઉપજાવતું નથી એ નિયમ છે. માટે કહે છેજેઓ એમ માને છે –એવો એકાંત કરે છે-કે “પદ્રવ્ય જ મને રાગાદિક ઉપજાવે છે,” તેઓ ન વિભાગને સમજ્યા નથી, મિથ્યાષ્ટિ છે.
અહા! જેઓ પરદ્રવ્ય જ મને વિકાર કરાવે છે એવો એકાન્ત કરે છે તેઓ, કહે છે, મિથ્યાદષ્ટિ છે, કેમકે તેઓ ન વિભાગને સમજ્યા નથી. પર્યાયમાં વિકાર પોતાથી થાય છે તે નિશ્ચય અને કર્મના નિમિત્તથી થાય છે એમ કહીએ તે વ્યવહાર-એમ ન વિભાગને સમજ્યા નથી તેથી તેઓ મિથ્યાષ્ટિ છે. સમજાણું કાંઈ..? હવે કહે છે
એ રાગાદિક જીવના સત્ત્વમાં ઉપજે છે, પરદ્રવ્ય તો નિમિત્તમાત્ર છે એમ માનવું તે સમ્યજ્ઞાન છે.”
અહા! ગૃહસ્થપણે રહીને પંડિત શ્રી જયચંદજીએ કેવી સ્પષ્ટતા કરી છે? કહે છેરાગાદિક ભાવ જીવની પર્યાયના સત્ત્વમાં ઉપજે છે, પરમાં ઉપજે છે એમ નહિ. આત્માના દ્રવ્ય-ગુણમાં વિકાર નથી, પણ પર્યાયમાં વિકાર છે. આકાશના ફૂલની જેમ વિકાર પર્યાયમાં છે જ નહિ એમ વાત નથી તથા તે પરમાં થાય છે એમ પણ નથી. વેદાંતી માને છે કે “જગત મિથ્યા' –એવી આ વાત નથી. મલિનતા પર્યાયમાં છે, એ કાંઈ ભ્રમ નથી. પર્યાયમાં વિકાર પોતાથી ઉપજે છે, ને પરદ્રવ્ય તો નિમિત્તમાત્ર છે-એમ માનવું તે સમ્યજ્ઞાન છે. ભાઈ ! નિમિત્ત વિકાર કરાવતું નથી, પણ નિમિત્તના લક્ષે પર્યાયમાં વિકાર ઉપજે છે. સમજાણું કાંઈ ?
દ્રવ્ય-ગુણ જેમ ત્રિકાળી સત્ છે તેમ પર્યાય દ્રવ્યનું વર્તમાન સત છે. તે પર્યાયના સત્ત્વમાં રાગાદિક ઉપજે છે, અને કર્મ–બીજી ચીજ તો નિમિત્ત માત્ર છે. નિમિત્તમાત્ર એટલે માત્ર હાજરીરૂપ, એનાથી (વિકાર) થાય એમ નહિ. હવે આવો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #37
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૩૭ર : ૨૧ નિર્ણય કરવાની આ વાણીઆઓને ક્યાં ફુરસદ છે? પણ બાપુ! જીવન જાય છે હોં. (એમ કે આનો નિર્ણય ન કર્યો તો જીવન એળે જશે). અહા ! જેને સત્યાર્થ નિર્ણય થયો છે એવો જ્ઞાની એમ જાણે છે કે આ રાગ છે તે મારી પર્યાયનું સત્ત્વ છે, અન્યદ્રવ્ય તો નિમિત્તમાત્ર છે. લ્યો, આવી વાત !
ભગવાન કેવળીને પૂર્ણ સુખ છે, મિથ્યાષ્ટિને પૂર્ણ દુઃખ છે, એકલું દુ:ખ છે, ને સાધકને કાંઈક સુખ ને કાંઈક દુ:ખ છે. જેટલી સ્વરૂપના આશ્રયે શુદ્ધતા-નિર્મળતા પ્રગટી તેટલું તેને આનંદનું વેદન છે અને જેટલો પર્યાયમાં રાગ છે તેટલું દુઃખનું વેદન છે. લ્યો, આમ યથાર્થ માનવું તે સમ્યજ્ઞાન છે.
“માટે આચાર્ય મહારાજ કહે છે કે અમે રાગદ્વેષની ઉત્પત્તિમાં અન્ય દ્રવ્ય પર શા માટે કોપ કરીએ? રાગદ્વેષનું ઉપજવું તે પોતાનો જ અપરાધ છે.”
જુઓ, જ્યારે દષ્ટિ સાથેના જ્ઞાનની વાત ચાલતી હોય ત્યારે રાગ અને દુ:ખનો સ્વામી આત્મા નથી, એ તો એનો જાણનાર-દેખનાર છે એમ કહેવાય. શ્રદ્ધાની અપેક્ષાએ રાગને હેય કહેવાય, ને ચારિત્રની અપેક્ષા રાગનું વેદન છે તે દુઃખનું વેદન છે અને તે પર્યાયનું સત્ત્વ છે. આમ સમ્યજ્ઞાની બરાબર જાણે છે. માટે આચાર્યદવ કહે છે કે-અમે રાગદ્વેષની ઉત્પત્તિમાં અન્યદ્રવ્ય પર શા માટે કોપ કરીએ? રાગદ્વેષ ઉપજે છે તે પોતાનો જ અપરાધ છે. અન્યદ્રવ્ય તો રાગદ્વેષ ઉપજાવતું નથી તો પછી અન્યદ્રવ્ય પર કોપ કરવાનું શું પ્રયોજન છે?
.
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે:
* કળશ ૨૨૦ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * દ' આ આત્મામાં “યત રા––ોષ-પ્રસૂતિ: જે રાગદ્વેષરૂપ દોષોની ઉત્પત્તિ થાય છે “તત્ર પરેષાં તરતુ ટૂષનું નાસ્તિ' ત્યાં પારદ્રવ્યનો કાંઈ પણ દોષ નથી, ‘તત્ર સ્વયમ્ મારાથી ય વાંધ: સતિ' ત્યાં તો સ્વયં અપરાધી એવું આ અજ્ઞાન જ ફેલાય છે; – ‘વિવિતા ભવતુ' એ પ્રમાણે વિદિત થાઓ, અને કવોલ: સસ્તા ચાતુ' અજ્ઞાન અસ્ત થઈ જાઓ ‘વો : રિમ' હું તો જ્ઞાન છું.
અહીં પર્યાયની વાત છે. આત્માની પર્યાયમાં રાગદ્વેષરૂપ દોષની પ્રસૂતિ થાય છે તે, કહે છે, પર્યાયનો પોતાનો અપરાધ છે; તેમાં પરદ્રવ્યનો જરાય અપરાધ નથી.
તો સમકિતી જ્ઞાનીને રાગ થાય છે તે કર્મની બળજોરી છે એમ શાસ્ત્રમાં આવે છે ને?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #38
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૨ : પ્રવચન રત્નાકર ભાગ-૧)
હા, આવે છે; પણ એ તો નિમિત્તનું (નિમિત્તની મુખ્યતાથી) કથન છે. જ્ઞાનીને રાગની રુચિ નથી તેથી તેને રાગ થાય છે તે કર્મની બળજરીથી છે એમ નિમિત્તની મુખ્યતાથી કહીએ છીએ; પરંતુ થાય છે તો પોતાના અપરાધથી જ, કર્મ કાંઈ રાગાદિ કરાવી દેતું નથી. કર્મ શું કરે? કર્મ-નિમિત્ત તો પર છે, એ તો વિકારને અડતાંય નથી. ત્રીજી ગાથામાં (ટીકામાં) આવ્યું છે કે સર્વ પદાર્થો પોતાના દ્રવ્યમાં અંતર્મગ્ન રહેલા પોતાના અનંત ધર્મોના ચક્રને ચુંબે છે, તોપણ તેઓ પરસ્પર એકબીજાને ચુંબતા- સ્પર્શતા નથી. ભાઈ ! ભગવાનની વાણીમાં આવેલી આ વાત છે. સમજાણું કાંઈ...!
આત્માની પર્યાયમાં પુણ્ય ને પાપના ભાવ થાય તે બધા દોષો છે. તે દોષોની ઉત્પત્તિ થાય તેમાં પરદ્રવ્યનો કાંઈ પણ અપરાધ નથી. જૈનમાં અત્યારે લાકડું ગરી ગયું છે ને? કર્મને લઈને જીવને વિકાર થાય છે. -એમ જૈનમાં માનવા લાગ્યા છે. અન્યમતવાળા ઈશ્વરને કર્તા માને અને આ જૈનો જડ કર્મને રાગદ્વેષનો કર્તા માને-બેમાં શું ફેર ? કાંઈ જ નહિ; બન્ને મિથ્યાષ્ટિ છે. કર્મથી વિકાર થાય એમ માને એ તો એનું મિથ્યા શલ્ય છે. અહીં તો આ સ્પષ્ટ કહે છે કે તત્ર-ત્યાં “પરેષાં તરત પિ ટૂષણ નાસ્તિ' પરદ્રવ્યનો કોઈપણ દોષ નથી; ત્યાં તો સ્વયે અપરાધી એવું આ અજ્ઞાન જ ફેલાય છે.
આચાર્ય કહે છે- આ અજ્ઞાન અસ્ત થઈ જાઓ, હું તો જ્ઞાન છે. આચાર્યદવે ત્રીજા કળશમાં પણ કહ્યું છે કે-મારી પરિણતિ રાગાદિ દોષોથી કલ્માષિત –મેલી છે તે મલિનતાનો નાશ થાઓ; હું તો દ્રવ્યરૂપથી શુદ્ધ ચૈતન્યમૂર્તિ છું. અહીં પણ કહે છે– અજ્ઞાન અસ્ત થઈ જાઓ, હું તો જ્ઞાન છું. અહાહા....! ચૈતન્યપ્રકાશનો પૂંજ હું પ્રભુ છું એના આશ્રયે પર્યાયમાંથી વિકારનો નાશ થાઓ, ને નિરાકુલ આનંદ પ્રગટ થાઓ. આવી વાત છે. હું તો જ્ઞાન છું એમ કહીને દ્રવ્યદષ્ટિ વડ અજ્ઞાનનો નાશ થાઓ એમ આચાર્યદેવની પ્રેરણા છે.
* કળશ ૨૨૦: ભાવાર્થ ઉપરનું પ્રવચન * અજ્ઞાની જીવ રાગદ્વેષની ઉત્પત્તિ પરદ્રવ્યથી થતી માનીને પરદ્રવ્ય ઉપર કોપ કરે છે કે- “આ પરદ્રવ્ય મને રાગદ્વેષ ઉપજાવે છે, તેને દૂર કરું.” એવા અજ્ઞાની જીવને સમજાવવાને આચાર્યદેવ ઉપદેશ કરે છે કે –રાગદ્વેષની ઉત્પત્તિ અજ્ઞાનથી આત્મામાં જ થાય છે અને તે આત્માના જ અશુદ્ધ પરિણામ છે. માટે એ અજ્ઞાનનો નાશ કરો, સમ્યજ્ઞાન પ્રગટ કરો, આત્મા જ્ઞાનસ્વરૂપ છે એમ અનુભવ કરો; પરદ્રવ્યને રાગદ્વેષનું ઉપજાવનારું માનીને તેના પર કોપ ન કરો.”
અહા! જીવને જેટલા રાગદ્વેષના ભાવ ઉત્પન્ન થાય છે તે અજ્ઞાન છે. એટલે શું? એટલે કે તે રાગદ્વેષાદિ ભાવોમાં ભગવાન જ્ઞાનસ્વરૂપનો શુદ્ધ ચૈતન્યનો અંશ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #39
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૩૭૨ : ૨૩
નથી. રાગદ્વેષાદિ ભાવોને અજ્ઞાન કહ્યા, જડ કહ્યા, અજીવ કહ્યા કેમકે તે ભાવોમાં જ્ઞાનસ્વરૂપનો અભાવ છે, તેમાં ચેતનનો કોઈ અંશ નથી. તે રાગદ્વેષની ઉત્પત્તિ, કહે છે, અજ્ઞાનથી થાય છે. અજ્ઞાનથી થતા તે જીવના જ પરિણામ છે. માટે તે અજ્ઞાનનો નાશ કરો, સભ્યજ્ઞાન પ્રગટ કરો. અહાહા...! આનંદનો નાથ પ્રભુ હું શુદ્ધ એક જ્ઞાનસ્વરૂપ છું એમ અનુભવ કરો. પરદ્રવ્યને રાગાદિ દોષો ઉપજાવનારા માનીને તેના ૫૨ કોપ ન કરો. લ્યો, આવો ઉપદેશ છે.
19:
*
*
*
હવે આ જ અર્થ દઢ કરવાને અને આગળના કથનની સૂચના કરવાને કાવ્ય કહે
* કળશ ૨૨૧ : શ્લોકાર્થ ઉ૫૨નું પ્રવચન *
તુ રાણ-ખન્નત્તિ પરદ્રવ્યમ્ વ નિમિત્તતાં હાયન્તિ' જેઓ રાગની ઉત્પત્તિમાં પદ્રવ્યનું જ નિમિત્તપણું (કારણપણું) માને છે, (પોતાનું કાંઈ કારણપણું માનતા નથી,) ‘તે શુદ્ધ-વોધ-વિધુર-ગન્ધ-બુદ્ધય:' તેઓ જેમની બુદ્ધિ શુદ્ધ જ્ઞાનરહિત અંધ છે એવા (અર્થાત્ જેમની બુદ્ધિ શુદ્ધનયના વિષયભૂત શુદ્ધ આત્મસ્વરૂપના જ્ઞાનથી રહિત અંધ છે એવા ) – ‘મોહવાહિની નહિ પુત્તન્તિ' મોહનદીને ઊતરી શકતા નથી.
અહા ! પર્યાયમાં જે અસંખ્યાત પ્રકારે રાગ થાય તેમાં જેઓ ૫૨દ્રવ્યનું જ કારણપણું માને છે તેમની બુદ્ધિ શુદ્ધજ્ઞાનથી રહિત અંધ છે, અને તેઓ મોહનદીને પાર ઉતરી શકતા નથી. અહીં રાગ શબ્દ રાગ અને દ્વેષ બન્ને લેવા. રાગ અર્થાત્ માયા અને લોભ અને દ્વેષ અર્થાત્ ક્રોધ અને માન –એમ રાગ-દ્વેષ, પુણ્ય-પાપ, ક્રોધ, માન, માયા, લોભ ઈત્યાદિ ભાવની પર્યાયમાં ઉત્પત્તિ થાય એમાં પદ્રવ્યનું જ જેઓ નિમિત્તપણુંકારણપણું માને છે તેઓ અજ્ઞાની છે, દીર્ઘસંસારી છે. રાગ આત્માનો સ્વભાવ નથી માટે પ૨ના કારણે જીવને રાગ થાય છે એમ માને તે શુદ્ધજ્ઞાનથી રહિત અંધ છે અને તે સંસાર પાર કરી શકતો નથી. રાગ ૫૨૫દાર્થના લક્ષે થાય છે એ ખરું, પણ ૫૨ પદાર્થ કાંઈ રાગનું સત્યાર્થ કારણ નથી. એ તો પર્યાય પદ્રવ્યનું લક્ષ કરે છે તેથી ત્યાં રાગદ્વેષ ઉત્પન્ન થાય છે. સમજાણું કાંઈ !
આત્મજ્ઞાની સંત-મુનિવરને ત્રણ કષાયનો અભાવ છે, એક સંજ્વલન કષાય બાકી છે. અહા! તે રાગ કર્મથી થાય છે એમ કોઈ માને તો તે અજ્ઞાની છે. ભાઈ! અસંખ્ય પ્રકારે જે શુભાશુભ ભાવ થાય તેને કર્મ કરે છે એમ માને તે અજ્ઞાની છે અને તે મોહનદીને પાર કરી શકતો નથી અર્થાત્ સંસારમાં જ ચિરકાળ રખડી મરે છે. દર્શનમોહનીય કર્મના નિમિત્તથી મિથ્યાત્વ થાય, ચારિત્રમોહનીયના ઉદય નિમિત્તે જીવને
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
Page #40
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
૨૪ : પ્રવચન રત્નાકર ભાગ-૧૦
રાગદ્વેષાદિ થાય ઈત્યાદિ કથન ગોમ્મટસારમાં આવે છે, એવાં કથન શાસ્ત્રોમાં છે ખરાં, પણ ભાઈ ! એ તો વ્યવહારનયથી નિમિત્તની મુખ્યતાથી કથન છે. કર્મ વિકારનું વાસ્તવિક કારણ છે એમ તેનો આશય નથી, પણ જીવ સ્વયં વિકારને પર્યાયમાં ઉત્પન્ન કરે છે ત્યારે કોના લક્ષ પરિણમ્યો છે એમ નિમિત્તનું ત્યાં જ્ઞાન કરાવ્યું છે બસ.
બીજી વાતઃ સમકિતી ધર્મી પુરુષ એમ જાણે છે કે-ઢું તો શુદ્ધ ચેતનામાત્ર વસ્તુ છું, વિકાર મારું સ્વરૂપ નહિ, વિકાર મારું કર્તવ્ય નહિ ને વિકાર મારું વ્યાપ્ય નહિ.
તો ધર્મી પુરુષને જે વિકાર થાય તેમાં જડ કર્મ વ્યાપક અને વિકાર એનું વ્યાપ્ય એમ કર્તા-કર્મ અધિકારમાં આવ્યું છે ને?
હા, આવ્યું છે. પણ એ તો ત્યાં સ્વભાવદષ્ટિની અપેક્ષાએ વાત છે. વિકાર કર્મથી થાય છે એમ એનો અર્થ નથી. રાગદ્વેષાદિ વિકાર કર્મથી-૫દ્રવ્યથી થાય એમ માને એને તો મૂઢ અજ્ઞાની અહીં કહ્યો છે. ત્યાં તો એમ કહેવું છે કે જેને શુદ્ધ ચૈતન્યસ્વરૂપનો અનુભવ થયો તે ધર્મી પુરુષની નિર્મળ દશામાં ચૈતન્યસ્વભાવ વ્યાપક અને તે નિર્મળ દશા એનું વ્યાપ્ય છે. તેથી તે સ્વભાવદષ્ટિવંત પુરુષને પર્યાયમાં રાગ થાય તે અપરાધને બાહ્ય ગણીને કર્મ વ્યાપક અને રાગ એનું વ્યાપ્ય–એમ ત્યાં કહ્યું છે. એ તો રાગ સ્વભાવની ચીજ નથી અને તે કાઢી નાખવાની ચીજ છે એ અપેક્ષાએ સમયસાર ગાથા ૭૫, ૭૬, ૭૭, ૭૮ માં એમ કહ્યું છે. બાકી રાગ થાય છે તે અજ્ઞાનથી થતો પોતાનો જ અપરાધ છે, કર્મ કાંઈ તેનું કારણ નથી; કર્મ તો નિમિત્તમાત્ર છે. માટે રાગ જડ કર્મથી થાય છે એમ ત્યાં અર્થ નથી-એમ યથાર્થ સમજવું.
સમયસાર ગાથા ૪૦૪ ની ટીકામાં કહ્યું છે: “ આ પ્રમાણે (જ્ઞાન જીવથી અભિન્ન ) હોવાથી, જ્ઞાન જ સમ્યગ્દષ્ટિ છે, જ્ઞાન જ સંયમ છે, જ્ઞાન જ અંગપૂર્વરૂપ સૂત્ર છે, જ્ઞાન જ ધર્મ-અધર્મ (અર્થાત્ પુણ્ય-પાપ) છે, જ્ઞાન જ પ્રવજ્યા (દીક્ષા, નિશ્ચય ચારિત્ર ) છે-એમ જ્ઞાનનો જીવપર્યાયોની સાથે પણ અવ્યતિરેક નિશ્ચય-સાધિત દેખવો (અર્થાત્ નિશ્ચય વડે સિદ્ધ થયેલો સમજવો-અનુભવવો ).
,,
જુઓ, અહીં કહ્યું કે જ્ઞાન જ અર્થાત્ આત્મા જ પુણ્ય-પાપ છે. જ્ઞાનીને જ્ઞાનમય ભાવ થાય એ વાત અત્યારે નથી. અહીં તો જ્ઞાની અર્થાત્ આત્મા તેની પર્યાયમાં જે પુણ્ય-પાપના ભાવ થાય છે તે આત્મા જ છે, તે ભાવ આત્માના જ છે, નિમિત્તના જડ કર્મના નથી એમ કહેવું છે. આત્મામાં રાગદ્વેષાદિ વિકાર થાય છે તે આત્માના જ પરિણામ છે એમ અહીં સિદ્ધ કરવું છે.
જ્ઞાનીને જે વ્યવહા૨-આચરણરૂપ શુભભાવ થાય તે રાગ છે, દુ:ખ છે; તે ભાવ આત્માથી પોતાથી થાય છે, ૫૨થી નહિ, નિમિત્તથી-કર્મથી નહિ. ચોથા પાંચમા ગુણ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #41
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૩૭ર : ૨૫ સ્થાનમાં આર્ત-રૌદ્રધ્યાનના પરિણામ પણ થાય છે. રુચિ નથી, છતાં થાય છે. એ ભાવ પાપ છે, પણ તે થાય છે અને આત્માની પર્યાયમાં જ થાય છે. તે થાય છે પોતાના કારણે, કર્મના કારણે નહિ, કર્મથી નહિ. સમજાણું કાંઈ....?
તો સમ્યગ્દષ્ટિન-ધર્મીને જ્ઞાનમય જ ભાવ હોય છે, વિકારભાવ હોતો નથી એમ કહ્યું છે ને?
હા, કહ્યું છે; પણ એ તો ભાઈ ! સ્વભાવની દષ્ટિમાં વિકારને ગૌણ કરીને વાત કરી છે.
એમ તો સમયસાર ગાથા ૧૧ માં ન આવ્યું કે વ્યવહાર અભૂતાર્થ છે, અર્થાત્ પર્યાયમાત્ર અભૂતાર્થ છે, એક શુદ્ધ આત્મા ચેતન્યઘન પ્રભુ ભૂતાર્થ છે. ત્યાં તો પ્રમત્તઅપ્રમત્ત, મોક્ષમાર્ગ અને કેવળજ્ઞાન સહિતની સર્વ પર્યાયોને અભૂતાર્થ કહી, અસત્યાર્થ કહી. પણ કઈ અપેક્ષાએ? ગૌણ કરીને તેને અભૂતાર્થ, અવિદ્યમાન અને અસત્ય-જૂઠી કહી છે. દ્રવ્ય ત્રિકાળી છે તેને મુખ્ય કરીને, તેને નિશ્ચય કહીને તેનો જ આશ્રય કરાવવાના પ્રયોજનથી પર્યાયમાત્રને ગૌણ કરી, વ્યવહાર કહીને અભૂતાર્થ કહી છે.
રાગષ છોડાવવા માટે તેઓ સ્વભાવમાં નથી એમ કહ્યું, પણ તેઓ પર્યાયમાં નથી એમ ક્યાં વાત છે? ધર્માત્મા પણ જેટલો આત્માનો આશ્રય લે તેટલો તેને રાગ અને દુઃખ નથી, પરંતુ સર્વથા દુઃખનો અભાવ અને ક્યાં થયો છે? સર્વથા દુ:ખનો અભાવ તો તેરમા ગુણસ્થાને થાય છે. દસમા ગુણસ્થાનમાં પણ હજુ અબુદ્ધિપૂર્વકનો સૂક્ષ્મ રાગ છે અને એટલું દુઃખ છે. ચોથ, પાંચમે, છઠે ગુણસ્થાને રાગ છે, અને રાગ છે તો દુઃખ છે. બારમાં ગુણસ્થાનમાં બિલકુલ રાગ નથી, રાગ નથી એટલે દુ:ખ નથી, એકલું સુખ છે. તેરમા ગુણસ્થાને અનંત સુખ છે. આવી વાત! અહીં તો એમ વાત છે કે જ્ઞાનીને પણ પર્યાયમાં રાગ હોય છે, અને તે પોતાથી જ હોય છે, કર્મના કારણે નહિ, અહીં કહ્યું ને કે
રાગદ્વેષની ઉત્પત્તિમાં પરદ્રવ્યનું જ કારણપણું માને છે, પોતાનું કાંઈ કારણ માનતા નથી તેઓ “શુદ્ધ-ઘોધ–વિધુર–સન્ધ–વૃદ્ધય:' શુદ્ધજ્ઞાનથી રહિત અબ્ધ છે બુદ્ધિ જેમની એવા મોહનદીને ઉતરી શકતા નથી. અહાહા....! જેમ સ્ત્રીને પતિ મરી જાય તો તે વિધવા કહેવાય, ને પુરુષને પત્ની મરી જાય તો વિધુર કહેવાય છે. તેમ વિકાર કર્મથી જ થાય એમ જે માને છે તે, કહે છે, વિધુર છે, બોધ-વિધુર છે. અહા! વિકારની દશા પરદ્રવ્યથી જ થવી માને તે વિધુર થઈ ગયો છે, તે સમ્યગ્દર્શનની પર્યાયથી રંડાઈ ગયો છે; અર્થાત્ તે શુદ્ધજ્ઞાનથી રહિત આંધળો છે તે સંસારને પાર કરી શકતો નથી.
કળશટીકામાં એમ લીધું છે કે “એવો મિથ્યાષ્ટિ જીવરાશિ મોહ-રાગ-દ્વેષ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #42
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ર૬ : પ્રવચન રત્નાકર ભાગ-૧) રૂપ અશુદ્ધ પરિણતિ એવી છે શત્રુની સેના તેને મટાડી શકતો નથી. કેવા છે તે મિથ્યાષ્ટિ જીવો? ‘શુદ્ધવવિધુર જેવુદ્ધય:' સકળ ઉપાધિથી રહિત જીવવસ્તુના પ્રત્યક્ષ અનુભવથી રહિત હોવાથી સમ્યક્તથી શૂન્ય છે જ્ઞાનસર્વસ્વ જેમનું, એવા છે.
તેમનો અપરાધ શો?
ઉત્તર- અપરાધ આવો છે; તે જ કહે છે. જે કોઈ મિથ્યાદષ્ટિ જીવ એવા છે – રાગ-દ્વેષ-મોહ અશુદ્ધ પરિણતિરૂપ પરિણમતા જીવદ્રવ્યના વિષયમાં આઠ કર્મ, શરીર આદિ નોકર્મ તથા બાહ્ય ભોગસામગ્રીરૂપ પુદ્ગલ દ્રવ્યનું નિમિત્ત પામીને જીવ રાગાદિ અશુદ્ધરૂપ પરિણમે છે' –એવી શ્રદ્ધા કરે છે જે કોઈ જીવરાશિ તે મિથ્યાદષ્ટિ છે, અનંત સંસારી છે, જેથી એવો વિચાર છે કે સંસારી જીવને રાગાદિ અશુદ્ધ પરિણમનશક્તિ નથી, પુદ્ગલકર્મ બલાત્કારે જ પરિણમાવે છે. જો એમ છે તો પુદ્ગલકર્મ તો સર્વકાળ વિદ્યમાન જ છે, જીવને શુદ્ધ પરિણમનનો અવસર ક્યો? અર્થાત્ કોઈ અવસર નહિ.”
અહા ! શુદ્ધનયનો વિષય પોતે નિર્મળાનંદનો નાથ શુદ્ધ સચ્ચિદાનંદસ્વરૂપ પ્રભુ છે એનું જેને ભાન નથી તે અજ્ઞાની જીવ પર્યાયમાં દુઃખ છે તે કર્મને લઈને જ છે એમ માને છે; પોતાના જ અપરાધથી રાગ-દ્વેષાદિ પર્યાયમાં થાય છે એમ તે માનતો નથી. અહા ! આવો શુદ્ધ જ્ઞાનથી રહિત અંધબુદ્ધિ જીવ મોહનદીને પાર કરી શકતો નથી, અર્થાત્ સંસાર-સમુદ્રમાં અનંતકાળ ગોથા ખાયા કરે છે.
* કળશ ૨૨૧ : ભાવાર્થ ઉપરનું પ્રવચન * શુદ્ધનયનો વિષય આત્મા અનંત શક્તિવાળો, ચૈતન્યચમત્કારમાત્ર, નિત્ય, અભેદ, એક છે. તે પોતાના જ અપરાધથી રાગદ્વેષરૂપે પરિણમે છે. એવું નથી કે જેમ નિમિત્તભૂત પદ્રવ્ય પરિણમાવે તેમ આત્મા પરિણમે છે અને તેમાં આત્માનો કાંઈ પુરુષાર્થ જ નથી.'
અહાહા....! અબદ્ધસ્કૃષ્ટ ચિદાનંદઘન પ્રભુ અંદર છે તે સમ્યગ્દર્શનનો વિષય છે અને તે શુદ્ધનયનો વિષય છે. નિયમસારમાં સંત-મુનિવર પદ્મપ્રભમલધારિદેવ કહે છેપૂર્ણાનંદનો નાથ ચૈતન્યબિંબ પ્રભુ-તેને અનુભવવો તે અમારો વિષય છે. જ્ઞાન છે તે દ્રવ્ય-ગુણ-પર્યાય-બધાને જાણે, પણ દષ્ટિનો વિષય તો શુદ્ધ, એક, ધ્રુવ નિર્વિકલ્પ વસ્તુ છે, જેમાં પર્યાયનો પણ અભાવ છે. શું કીધું? જે પર્યાય ધ્રુવને વિષય કરે છે તે પર્યાયનો ધ્રુવમાં-ત્રિકાળી પ્રભુમાં અભાવ છે. બહુ ઝીણી વાત પ્રભુ! નિયમસારના કળશ ૨૦૦ માં મુનિવર કહે છે“કોઈ એવી -પરમ) સમાધિ વડે ઉત્તમ આત્માઓના હૃદયમાં સ્કુરતી,
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #43
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૩૭ર : ૨૭ સમતાની અનુયાયિની સહજ આત્મસંપદાને જ્યાં સુધી અમે અનુભવતા નથી, ત્યાં સુધી અમારા જેવાઓનો જે વિષય છે તેને અમે અનુભવતા નથી.”
જુઓ, સહજ શુદ્ધ આત્મસંપદા એ મુનિવરોનો વિષય છે. જ્યારે અજ્ઞાનીઓનો વિષય રાગ-દ્વેષ ને પુણ્ય-પાપ આદિ વિકારી ભાવ છે.
શુદ્ધનયનો વિષય કહો કે સમ્યગ્દર્શનનો વિષય કહો-તે ચૈતન્યચમત્કાર પ્રભુ, નિત્ય, અભેદ, એક જેને સમયસાર ગાથા ૧૧ માં ભૂતાર્થ કહી તે શુદ્ધ આત્મવસ્તુ છે. અહા! દષ્ટિનો વિષય જેમાં રાગ નહિ, ભેદ નહિ, નિમિત્ત નહિ, અપૂર્ણતા નહિ અને એક સમયની પર્યાય પણ નહિ એવી ધ્રુવ નિત્યાનંદ ચિદાનંદમય વસ્તુ છે. અહાહા....! નિર્મળાનંદનો નાથ સચ્ચિદાનંદ પ્રભુ એ એક જ સમ્યગ્દર્શનનું ધ્યેય અને વિષય છે. સમ્યગ્દર્શનનો વિષય સમ્યગ્દર્શન નથી, પર્યાય નથી; ત્રિકાળી ધ્રુવ એકરૂપ ચૈતન્યવહુ એ સમ્યગ્દર્શનનો વિષય છે. અહા ! જેમાં ધ્રુવની પ્રતીતિ થઈ તે સમ્યગ્દર્શન ધ્રુવમાં નથી અને ધ્રુવ એમાં ગયું નથી. બહુ ઝીણી વાત! ધ્રુવ તો જેમ છે તેમ સદા એકરૂપ જ છે.
ભલે પર્યાયમાં મિથ્યાત્વ અને રાગ-દ્વેષ તીવ્ર હોય, છતાં ધ્રુવ દ્રવ્ય જે છે તે તો એવું ને એવું એકરૂપ શુદ્ધ છે. તથા આત્માનું જ્ઞાન-દર્શન અને રમણતા થતાં પણ ધ્રુવ દ્રવ્ય તો એવું ને એવું જ છે. કેવળજ્ઞાન પ્રગટે અને સિદ્ધપદ પ્રગટે ત્યાં પણ અંદર દ્રવ્ય તો શુદ્ધ ચૈતન્યરૂપ એવું ને એવું છે. અહા ! આવું ચૈતન્ય-ચમત્કારી દ્રવ્ય અંદર છે તે શુદ્ધનયનો વિષય છે.
કેવળજ્ઞાન પ્રગટતાં એ પર્યાય એક સમયમાં ત્રણકાળ-ત્રણલોકને-દ્રવ્ય-ગુણપર્યાયને ભિન્ન ભિન્ન જાણે છે, અને તે જ સમયમાં કેવળદર્શનની પર્યાય કોઈપણ પ્રકારનો ભેદ પાડયા વિના ત્રણકાળ-ત્રણલોકને સામાન્યપણે દેખે છે. અહા ! આવો મહા અદ્દભુત જેની એક સમયની પર્યાયનો ચમત્કાર છે એવી પરમ અભુત ચૈતન્ય-ચમત્કાર વસ્તુ આત્મા છે. ભાઈ ! આ વાત તર્કથી ઉપર-ઉપરથી બેસે નહિ, પણ અંતર-અનુભવથી બેસે તેવી છે. અહાહા..! જેના આશ્રયથી અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત શાંતિ, અનંત પ્રભુતા પર્યાયમાં પ્રગટે છતાં વસ્તુ તો અંદર એવી ને એવી એકરૂપ રહે એના ચમત્કારનું શું કહીએ? અહા ! આવી ચૈતન્ય-ચમત્કાર વસ્તુ પ્રભુ આત્મા શુદ્ધનયનો વિષય છે અને તેને લક્ષમાં લઈ અનુભવતાં સમ્યગ્દર્શન થાય છે. સમજાણું કાંઈ....?
અહાહા....! ત્રિકાળી દ્રવ્ય ચમત્કારી ને તેની એકેક પર્યાય પણ ચમત્કારી છે. કેવળજ્ઞાનની એક સમયની એક પર્યાય એકેક દ્રવ્યને, તેના એકેક ગુણને, તેની એકેક પર્યાયને, તેના અનંત અવિભાગ પ્રતિચ્છેદોને, નિમિત્તને, રાગ-દરેકને એક સમયમાં ભિન્ન-ભિન્નપણે જાણે છે. અહા ! આવો જેની પર્યાયનો ચમત્કાર છે એવો અનંત શક્તિ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #44
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮ : પ્રવચન રત્નાકર ભાગ-૧) સંપન્ન ચૈતન્ય ચમત્કાર પ્રભુ આત્મા છે. આમાં ચૈતન્યની મુખ્યતા લીધી છે, પણ ચૈતન્ય સાથે જ્ઞાન, દર્શન, સુખ, આનંદ, વીર્ય, પ્રભુતા, સ્વચ્છતા, પ્રકાશ, કર્તા, કર્મ, કરણ ઈત્યાદિ અનંત શક્તિઓનો સાગર પ્રભુ આત્મા છે. અહાહા....! અનંત શક્તિઓનું અભેદ એક દળ એવું આત્મદ્રવ્ય તે દષ્ટિનો વિષય છે.
આત્મામાં સંખ્યાએ અનંત શક્તિઓ છે. તે એકેક શક્તિમાં બીજી અનંત શક્તિઓનું રૂપ છે. જેમકે જ્ઞાનગુણ છે તેમાં અસ્તિત્વ ગુણનું રૂપ છે. શું કીધું? જ્ઞાનગુણમાં અસ્તિત્વગુણ છે એમ નહિ, પણ અસ્તિત્વ ગુણનું રૂપ તેમાં હોય છે. જેમકે – જ્ઞાન ગુણ છે. ત્યાં “છે” એવું હોવાપણું-અસ્તિપણું જ્ઞાન ગુણમાં છે. આ રીતે એકેક ગુણમાં બીજા અનંત ગુણનું રૂપ છે. અહા ! આવા અનંત સામર્થ્યથી ભરેલું પોતાનું આત્મદ્રવ્ય પરમ આશ્ચર્યકારી તત્ત્વ છે.
આ જગતમાં અનંત આત્માઓ છે; તેનાથી અનંતગુણા પુદ્ગલ-પરમાણુ છે, તેનાથી અનંતગુણા ત્રણકાળના સમયો છે, તેનાથી અનંતગુણા આકાશના પ્રદેશો છે, તેનાથી અનંતગુણા એક જીવદ્રવ્યના ગુણો છે, આવો અનંતશક્તિવાળો ભગવાન આત્મા ચૈતન્યચમત્કાર વસ્તુ છે. અહાહા.....! જેમાં રાગ નહિ, ભંગ-ભેદ નહિ. અલ્પજ્ઞતા નહિ
| ચૈતન્ય ચમત્કાર, આનંદ-ચમત્કાર. શાંતિચમત્કાર. પ્રભુતા ચમત્કાર, વીર્ય ચમત્કાર -એમ અનંત અનંત શક્તિઓના ચમત્કારસ્વરૂપ ભગવાન આત્મા છે. તે નિત્ય છે, જેને આદિ નથી. અંત નથી એવી અનાદિઅનંત શુદ્ધ શાશ્વત વસ્તુ છે. શક્તિ અનંત છે છતાં વસ્તુ અંદર અભેદ એકરૂપ છે. અહા ! આવી અનંતગુણમંડિત, અભેદ, એક શુદ્ધ ચૈતન્યચમત્કાર વસ્તુ આત્મા દષ્ટિનો વિષય છે તેના આશ્રયથી ધર્મનું પ્રથમ સોપાન એવું સમ્યગ્દર્શન પ્રગટ થાય છે.
હવે કહે છે તે પોતાના જ અપરાધથી રાગદ્વેષરૂપે પરિણમે છે. અહા ! પોતે ત્રિકાળ એકરૂપ જ્ઞાનસ્વરૂપ હોવા છતાં વર્તમાન પર્યાયમાં અનાદિકાળથી મોહ-રાગ-દ્વેષરૂપે પરિણમે છે–તે પોતાના અપરાધથી જ પરિણમે છે. જો અશુદ્ધરૂપે-વિકારરૂપે પર્યાયમાં પરિણમતો ન હોય તો આત્મા પોતે તો ચિદાનંદઘન પ્રભુ છે તેથી પર્યાયમાં અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવવો જોઈએ. પણ અરે! અતીન્દ્રિય આનંદનું વદન તો તેને વર્તમાનમાં નથી. માટે પર્યાયમાં રાગાદિ વિકાર છે અને તે પોતાના જ અપરાધથી છે.
અહા ! તારા સ્વરૂપના મહિમાની શું વાત કરવી પ્રભુ! સર્વશની વાણીમાં પણ જેના પૂર્ણ સ્વરૂપની વાત આવી શકે નહિ એવો તું ચૈતન્ય ચમત્કાર પ્રભુ છો. વાણી તો જડ માટી-ધૂળ છે. તેમાં ચૈતન્યના મહિમાનું કેટલું કથન આવી શકે? તેમાં તો ઈશારા આવે. અહા ! તેમાં કહે છે–આવો આત્મા પોતાના જ અપરાધથી રાગદ્વેષરૂપે પરિણમે છે. એવું નથી કે જેમ નિમિત્તભૂત પદ્રવ્ય પરિમાવે તેમ આત્મા પરિણમે અને તેમાં
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #45
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૩૭ર : ૨૯
આત્માનો કાંઈ પુષાર્થ જ નથી. અહા! કર્મનો ઉદય પરિણમાવે એમ આત્મા પરિણમે એમ નથી. જેવો કર્મનો ઉદય આવે એમ આત્માને પરિણમવું પડે એમ નથી. વાસ્તવમાં આત્માના ઊંધા પુરુષાર્થથી જ પોતે રાગદ્વેષરૂપ પરિણમે છે, કર્મના નિમિત્તથી નહિ. વેદાંતવાળા તો વર્તમાન અપરાધ છે એ માનતા નથી; પર્યાય જ માનતા નથી ને? પણ અહીં એવી વાત નથી. વસ્તુ અંદર ધ્રુવ ત્રિકાળ છે, અને તેની વર્તમાન વર્તમાન વર્તતી પર્યાય છે. વળી પર્યાયમાં અનાદિથી ભૂલ છે, વિકાર છે. તે ભૂલ, કહે છે, પોતાના જ અપરાધથી છે, કર્મ કરાવી છે એમ નથી. હવે કહે છે
આવું આત્માના સ્વરૂપનું જ્ઞાન જેમને નથી તેઓ એમ માને છે કે પરદ્રવ્ય આત્માને જેમ પરિણમાવે તેમ આત્મા પરિણમે છે. આવું માનનારા મોહરૂપી નદીને ઉતરી શકતા નથી (અથવા મોહની સેનાને હરાવી શકતા નથી ), તેમને રાગદ્વેષ મટતા નથી.”
પહેલાં કહ્યું કે શુદ્ધનયથી આત્મા અભેદ એકાકાર નિત્ય શુદ્ધ ચિતૂપસ્વરૂપ છે. પરંતુ તેની એક સમયની પર્યાયમાં-અવસ્થામાં રાગાદિ વિકાર છે તે પોતાના જ અપરાધથી છે. પ્રમાણજ્ઞાનથી જોતાં પર્યાયમાં નિર્મળતા અને સુખ છે, સાથે મલિનતા અને દુઃખ પણ છે અને તેને પોતે ભોગવે છે એમ જ્ઞાની જાણે છે.
હવે એક બાજુ કહે કે જેને સમ્યગ્દર્શન થયું છે એવો જ્ઞાની ધર્મી પુરુષ વિકારનો સ્વામી નથી, વિકારનો સ્વામી પુદ્ગલ છે. સમયસાર ગાથા ૭૩ માં આવી ગયું કે “ પુદ્ગલદ્રવ્ય જેનું સ્વામી છે એવું જે ક્રોધાદિ ભાવોનું વિશ્વરૂપપણું (અનેકરૂપપણું) તેના
સ્વામીપણે સદાય નહિ પરિણમતો હોવાથી મમતા-રહિત છું” જ્યારે બીજી બાજુ પ્રવચનસારમાં એમ કહે છે કે પર્યાયમાં જે સુખદુ:ખના પરિણામ થાય તેનો આત્મા સ્વામી છે. ત્યાં પરિશિષ્ટમાં છે કે “પ્રથમ તો આત્મા ખરેખર ચૈતન્ય સામાન્ય વડે વ્યાસ અનંત ધર્મોનું અધિષ્ઠાતા (સ્વામી) એક દ્રવ્ય છે.” અહાહા.....! ગુણ છે, જે સમ્યગ્દર્શન આદિ નિર્મળ પર્યાય છે અને એની સાથે જે રાગ અને દુઃખ છે એનો અધિષ્ઠાતા-સ્વામી આત્મા છે. પુણ્ય-પાપના ભાવ જે થાય તેનો સ્વામી આત્મા છે. આ તે કેવી વાત!
ભાઈ ! વિકારનો સ્વામી પુદ્ગલ છે, આત્મા નહિ –એમ કહ્યું ત્યાં તો દષ્ટિપ્રધાન વાત છે, દષ્ટિના વિષયની અપેક્ષાએ વાત છે. રાગ અને દુઃખ છે તેને ગૌણ કરીને ત્યાં વાત છે, તેનો અભાવ કરીને નહિ. જ્યારે સુખદુઃખના પરિણામનો સ્વામી આત્મા જ છે, કર્મ નહિ –એમ કહ્યું ત્યાં જ્ઞાનપ્રધાન વાત છે.
જુઓ, નય છે તે એક અંશને વિષય કરે છે, પ્રમાણ છે તે દ્રવ્ય-પર્યાય બન્નેને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #46
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૩૦ : પ્રવચન રત્નાકર ભાગ-૧) એકસાથે જાણે છે. શુદ્ધનયનો વિષય શુદ્ધ એક ત્રિકાળી દ્રવ્ય છે, અને તેને જાણતાંઅનુભવતાં સાથે પ્રમાણના વિષયનું પણ જ્ઞાન થાય છે. પ્રમાણના વિષયમાં દ્રવ્યત્રિકાળી અને પર્યાય-વિકારી ને નિર્વિકારી-એમ બન્ને આવે છે. ધર્મી જીવન પર્યાયમાં નિર્મળતા છે ને સાથે રાગ અને દ્વેષ પણ છે; તે એક સમયમાં સુખ અને દુઃખ બને ભાવને વેદે છે-એમ પોતે જાણે છે તે પ્રમાણજ્ઞાનની અપેક્ષાએ વાત છે; આવી વાત છે. સમજાણું કાંઈ...?
ભગવાન આત્મા ત્રિકાળ એકરૂપ દ્રવ્ય છે. તેમાં એક સમયની પર્યાય છે તે ઉપર ઉપર છે. અસંખ્ય પ્રદેશમાં દરેક પ્રદેશની ઉપર ઉપર પર્યાય છે. ઉપર ઉપર એટલે શું? કે તે પર્યાય દ્રવ્યમાં પ્રવેશતી નથી (અર્થાત્ ત્રિકાળી દ્રવ્યરૂપ થઈ જતી નથી). ચેન–સાંકળી હોય તેમાં હજાર કડી–અંકોડા હોય છે. તેમ આત્મામાં અસંખ્ય પ્રદેશો છે. તેમાં અંદરનું જે દળ (દ્રવ્યમાન) છે તે ધ્રુવ છે અને જ્યાં ધ્રુવ છે ત્યાં ઉપર ઉપર પર્યાય થાય છે. અહાહા..શુદ્ધનયનો વિષય ધ્રુવ દ્રવ્ય ક્યાં છે ત્યાં ઉપર ઉપર પર્યાય છે અને જ્યાં પર્યાય ઉપર છે ત્યાં ધ્રુવ સમીપ છે. એમ પર્યાયનું ક્ષેત્ર ખરેખર તો ભિન્ન છે; પર્યાયનું ક્ષેત્ર ભિન્ન અને અંદર ધ્રુવનું ક્ષેત્ર ભિન્ન છે. એક ક્ષેત્રના બે અંશ છે. અસંખ્ય પ્રદેશના ક્ષેત્રમાં પર્યાય ઉપર ઉપર ભિન્ન છે તે પર્યાયને અંતરમાં વાળવાની છે. બધા ક્ષેત્રે પર્યાયને અંતરમાં વાળવાની છે.
પ્રમાણનો વિષય દ્રવ્ય-પર્યાય બને છે. શુદ્ધનયનો વિષય એકલું ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય છે. ધ્રુવ ઉપર જે વર્તમાન પર્યાય છે તે અંદર પ્રવેશતી નથી, ઉપર ઉપર રહે છે. જેમ પાણીના દળમાં તેલનું ટીપું પ્રવેશતું નથી તેમ ભગવાન આત્મા અસંખ્ય પ્રદેશી ધ્રુવ દળ છે તેમાં બદલવું કે પલટવું નથી. એવા ધ્રુવની ઉપર ઉપર પલટતી અવસ્થા રહે છે, તે ધ્રુવધામમાં પ્રવેશતી નથી. આવું વીતરાગનું તત્ત્વ ખૂબ ઝીણું ભાઈ ! આ તમારા રૂપિયા જેમ (પુણ્ય હોય તો) મળી જાય ને? તેમ આ નથી. આ તો ઉપયોગ ઝીણો કરે તો સમજાય એમ છે. બાકી અગિયાર અંગનાં ભણતર ભણી ગયો પણ વસ્તુ અને એની પર્યાયને યથાર્થ જાણ્યાં નહિ તો તેથી શું? અહા ! ૧૧ અંગના કરોડો શ્લોક કંઠસ્થ કર્યા પણ તેથી શું?
સમયસાર ગાથા ૧૪૩માં આવે છે કે આત્મા અબદ્ધસ્પષ્ટ છે, પવિત્ર છે, સામાન્ય છે, એકરૂપ છે–એવો જે વિકલ્પ ઉઠ છે તે તો રાગ છે; તેથી શું? એવા વિકલ્પથી શું લાભ છે? તે વિકલ્પને છોડીને વર્તમાન પર્યાયને ધ્રુવ તરફ વાળી તેનો અનુભવ કરવો એનું નામ સમ્યગ્દર્શન છે, અને એનું નામ ધર્મ અને મોક્ષમાર્ગ છે. ભાઈ ! તારું તત્ત્વ આવું ખૂબ ગંભીર છે. સમજાણું કાંઈ?
અહા ! શુદ્ધનયનો વિષય અનંત શક્તિવાળો, ચૈતન્યચમત્કારમાત્ર, નિત્ય, અભેદ,
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #47
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૩૭ર : ૩૧ એક છે. તેમાં પર્યાય ગૌણ છે. પણ પર્યાયથી જોતાં પર્યાયમાં રાગાદિ છે તે પોતાના જ અપરાધથી છે એમ કહે છે. ધ્રુવ તો શુદ્ધ છે, પણ પોતાના જ અપરાધથી તે રાગદ્વેષરૂપ પરિણમે છે; એવું નથી કે કર્મનો ઉદય તેને રાગદ્વેષરૂપ પરિણમાવે છે. ભાઈ તારા ઊંધા પુરુષાર્થથી જ તને રાગાદિ વિકાર થાય છે. કર્મના માથે દોષ ન નાખ. મને કર્મ વિકાર કરાવે છે એમ પદ્રવ્યનો વાંક ન કાઢ, પરદ્રવ્ય પર કોપ ન કર. વિકાર થવામાં જેઓ પદ્રવ્યનો-કર્મનો જ વાંક કાઢે છે તેઓ અજ્ઞાનીઓ છે ને તેઓ મોહનદીને પાર ઉતરી શકતા નથી, તેઓ મોહની સેનાને જીતી શકતા નથી, પોતે હારી જાય છે. તેમને રાગદ્વેષ મટતા નથી, કેમ મટતા નથી ? તો કહે છે
“કારણ કે રાગદ્વેષ કરવામાં જો પોતાનો પુરુષાર્થ હોય તો જ તેમને મટાડવામાં પણ હોય, પરંતુ જે પરના કરાવ્યા જ રાગદ્વેષ થતા હોય તો પર તો રાગદ્વેષ કરાવ્યા કરે, ત્યાં આત્મા તેમને ક્યાંથી મટાડી શકે? માટે રાગદ્વેષ પોતાના કર્યા થાય છે અને પોતાના મટાડયા મટે છે–એમ કથંચિત્ માનવું તે સમ્યજ્ઞાન છે.'
અહાહા...! પુણ્ય-પાપ આદિ વિકારી ભાવ કરવામાં જો પોતાનો પુરુષાર્થ હોય તો જ પોતે તેને (સમ્યક પુરુષાર્થ વડે) ટાળી શકે, પણ જે કર્મને લઈને વિકારી ભાવ થતા હોય તો પોતે તેને કેવી રીતે ટાળી શકે? પરના-કર્મના કરાવ્યા તે થતા હોય તો પર તો રાગદ્વેષ કરાવ્યા જ કરે, તેમાં આત્માના હાથની વાત તો કાંઈ રહી નહિ. પણ એમ છે નહિ. માટે રાગદ્વેષ પોતાના કર્યા થાય છે અને પોતાના મટાડ્યા મટે છે–એમ કથંચિત્ માનવું તે સમ્યજ્ઞાન છે. ધર્મીને પણ રાગદ્વેષ પોતાની અસ્થિરતાના અપરાધથી થાય છે. કર્મથી નહિ –એમ યથાર્થ માનવું; સર્વથા કર્મ જ રાગદ્વેષ કરાવે છે એમ ન માનવું. અહાહા..! આ રાગદ્વેષ થાય છે તે મારો જ અપરાધ છે, કર્મ તો તેમાં બાહ્ય નિમિત્તમાત્ર (ઉપસ્થિતિમાત્ર) છે એમ માનવું તે સમ્યજ્ઞાન છે. અહાહા...! (રાગનો) કરનારો હું અને મટાડનારો પણ હું છું. જે જોડ તે તોડે. શું કીધું? કર્મના નિમિત્તથી સંબંધ પોતે જ જોડે છે અને પોતે જ તેને તોડે છે એમ કથંચિત્ માનવું તે સમ્યજ્ઞાન છે. આવી વાત છે.
[ પ્રવચન નં. ૪૬૨ થી ૪૬૮ * દિનાંક ૧૫-૧૦-૭૭ થી ૨૧-૧૦-૭૭]
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #48
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા ૩૭૩ થી ૩૮૨
जिंदिदसंथुदवयणाणि पोग्गला परिणमंति बहुगाणि । ताणि सुणिदूण रूसदि तूसदि य पुणो अहं भणिदो।।३७३ ।। पोग्गलदव्वं सद्दत्तपरिणदं तस्स जदि गुणो अण्णो । तम्हा ण तुमं भणिदो किंचि वि किं रूससि अबुद्धो।। ३७४।। असुहो सुहो व सद्दो ण तं भणदि सुणसु मं ति सो चेव । ण य एदि विणिग्गहिदुं सोदविसयमागदं स ।। ३७५ ।। असुहं सुहं व रूवं ण तं भणदि पेच्छ म ति सो चेव । ण य एदि विणिग्गहिदुं चक्खुविसयमागदं रूवं ।। ३७६ ।।
સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દાદિરૂપે પરિણમતાં પુદ્ગલો આત્માને કાંઈ કહેતાં નથી કે “તુ અમને જાણ ” , અને આત્મા પણ પોતાના સ્થાનથી છૂટીને તેમને જાણવા જતો નથી. બન્ને તદ્દન સ્વતંત્રપણે પોતપોતાના સ્વભાવથી જ પરિણમે છે. આમ આત્મા પર પ્રત્યે ઉદાસીન (-સંબંધ વિનાનો, તટસ્થ ) છે, તોપણ અજ્ઞાની જીવ સ્પર્ધાદિકને સારાં-નરસાં માનીને રાગીણી થાય છે તે તેનું અજ્ઞાન છે. –આવા અર્થની ગાથાઓ હવે કહે છે:
રે! પુદ્ગલો બહુવિધ નિંદા-સ્તુતિવચનરૂપ પરિણમે, તેને સુણી, “મુજને કહ્યું' ગણી, રોષ તોષ જીવો કરે. ૩૭૩. પુદગલદરવ શબ્દ–પરિણત, તેહનો ગુણ અન્ય છે, તો નવ કહ્યું કંઈ પણ તને, હે અબુધ ! રોષ તું કયમ કરે ? ૩૭૪. શુભ કે અશુભ જે શબ્દ તે “તું સુણ મને ' ન તને કહે, ને જીવ પણ ગ્રહવા ન જાયે કર્ણગોચર શબ્દને; ૩૭૫. શુભ કે અશુભ જે રૂપ તે “તું જો મને ન તને કહે, ને જીવ પણ ગ્રહવા ન જાયે ચક્ષુગોચર રૂપને; ૩૭૬.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #49
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસારગાથા ૩૭૩ થી ૩૮ર : ૩૩ असुहो सुहो व गंधो ण तं भणदि जिग्ध मं ति सो चेव । ण य एदि विणिग्गहिदूं घाणविसयमागदं गंधं ।। ३७७।। असुहो सुहो व रसो ण तं भणदि रसय मं ति सो चेव । ण य एदि विणिग्गहिदुं रसणविसयमागदं तु रस।। ३७८।। असुहो सुहो व फासो ण तं भणदि फुससु मं ति सो चेव । ण य एदि विणिग्गहिदुं कायविसयमागदं फासं।। ३७९ ।। असुहो सुहो व गुणो ण तं भणदि बुज्झ मं ति सो चेव । ण य एदि विणिग्गहिदुं बुद्धिविसयमागदं तु गुणं ।। ३८०।। असुहं सुहं व दव्वं ण तं भणदि बुज्झ मं ति सो चेव । ण य एदि विणिग्गहिदुं बुद्धिविसयमागदं दव्वं ।। ३८१ ।। एयं तु जाणिऊणं उवसमं व गच्छदे मूढो। णिग्गहमणा परस्स य सयं च बुद्धिं सिवमपत्तो।।३८२।।
શુભ કે અશુભ જે ગંધ તે “તું સૂંઘ મુજને” નવ કહે, ને જીવ પણ ગ્રહવા ન જાયે ઘાણગોચર ગધને; ૩૭૭. શુભ કે અશુભ રસ જે તે “તું ચાખ મુજને ' નવ કહે, ને જીવ પણ ગ્રહવા ન જાયે રસનગોચર રસ અરે! ૩૭૮. શુભ કે અશુભ જે સ્પર્શ તે “તું સ્પર્શ મુજને” નવ કહે, ને જીવ પણ ગ્રહવા ન જાયે કાયગોચર સ્પર્શને; ૩૭૯. શુભ કે અશુભ જે ગુણ તે “તું જાણ મુજનેનવ કહે, ને જીવ પણ ગ્રહવા ન જાયે બુદ્ધિગોચર ગુણને; ૩૮૦. શુભ કે અશુભ જે દ્રવ્ય તે “તું જાણ મુજને નવ કહે, ને જીવ પણ ગ્રહવા ન જાયે બુદ્ધિગોચર દ્રવ્યને. ૩૮૧. -આ જાણીને પણ મૂઢ જીવ પામે નહીં ઉપશમ અરે ! શિવ બુદ્ધિને પામેલ નહિ એ પર ગ્રહણ કરવા ચહે. ૩૮૨.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #50
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
उ४ : ५वयन २त्ना३२. (भाग-१०
निन्दितसंस्तुतवचनानि पुद्गला: परिणमन्ति बहुकानि। तानि श्रुत्वा रुष्यति तुष्यति च पुनरहं भणितः।। ३७३ ।। पुद्गलद्रव्यं शब्दत्वपरिणतं तस्य यदि गुणोऽन्यः । तस्मान्न त्वं भणितः किञ्चिदपि किं रुष्यस्यबुद्धः ।। ३७४ ।। अशुभः शुभो वा शब्दो न त्वां भणति शृणु मामिति स एव। न चैति विनिर्ग्रहीतुं श्रोत्रविषयमागतं शब्दम्।।३७५ ।। अशुभं शुभं वा रूपं न त्वां भणति पश्य मामिति स एव। न चैति विनिर्ग्रहीतुं चक्षुर्विषयमागतं रूपम्।। ३७६ ।। अशुभः शुभो वा गन्धो न त्वां भणति जिघ्र मामिति स एव। न चैति विनिर्ग्रहीतुं घ्राणविषयमागतं गन्धम्।। ३७७।।
यथार्थ:- [बहुकानि] पडु ५२ [ निन्दितसंस्तुतवचनानि] निंन भने स्तुतिन वयनो३५ [ पुद्गलाः ] पुसो [ परिणमन्ति ] ५२मे छ; [ तानि श्रुत्वा पुनः] तेमाने समाजाने अनी ७५ [ अहं भणितः ] ' भने ' सेम मानीने [ रुष्यति तुष्यति च] २५ तथा तो५ ४२ छ (अर्थात गुस्से थाय छे तथा पुशी थाय छ).
[पुद्गलद्रव्यं] पुसद्रव्य [शब्दत्वपरिणतं] २०६५९ ५२९भ्युं छ; [ तस्य गुणः ] तेनो गु [ यदि अन्यः ] ओ (तथी) अन्य छ, [तस्मात् ] तो है मशानी ७५ ! [त्वं न किञ्चित् अपि भणितः] तने sis ५९ ऽयुं नथी; [अबुद्धः] तुं मानी थयो थो [ किं रुष्यसि ] रोष २॥ माटे ४२. छ ?
[अशुभः वा शुभः शब्द: ] अशुभ अथवा शुम श६ [ त्वां न भणति] तने सेम नथी तो है [ माम् शुणु इति] 'तुं भने साम'; [ सः एव च ] भने साम॥ ५९॥ (पोताना स्थानथी छूटीने), [श्रोत्रविषयम् आगतं शब्दम् ] श्रोत्रेन्द्रियन। विषयमा माये। शने [ विनिर्ग्रहीतुं न एति] अ६५( 14 ) तो नथी.
[अशुभं वा शुभं रूपं ] अशुम अथवा शुम ३५ [ त्वां न भणति ] तने सेम नथी हेतुं 3 [ माम् पश्य इति ] 'तुं भने '; [ सः एव च ] सने आत्मा ५९(पोताना स्थानथी छूटीने), [चक्षुर्विषयम् आगतं] यक्षु-छद्रियन। विषयमा आवा (अर्थात् यक्षु॥य२. थयेसा) [ रूपम् ] ३५ने [विनिर्ग्रहीतुं न एति] अ५॥ ४तो नथी.
[अशुभः वा शुभः गन्धः ] अशुम अथवा शुम ५ [त्वां न भणति] तने सेम नथी देती [ माम् जिघ्र इति] 'तुं भने सूच'; [ सः एव च ] भने मात्मा ५९॥
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #51
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસારગાથા ૩૭૩ થી ૩૮૨ : ૩પ अशुभः शुभो वा रसो न त्वां भणति रसय मामिति स एव । न चैति विनिर्ग्रहीतुं रसनविषयमागतं तु रसम्।।३७८ ।। अशुभ: शुभो वा स्पर्शो न त्वां भणति स्पृश मामिति स एव । न चैति विनिर्ग्रहीतुं कायविषयमागतं स्पर्शम्।। ३७९ ।। अशुभ: शुभो वा गुणो न त्वां भणति बुध्यस्व मामिति स एव । न चैति विनिर्ग्रहीतुं बुद्धिविषयमागत तु गुणम्।। ३८०।। अशुभं शुभं वा द्रव्यं न त्वां भणति बुध्यस्व मामिति स एव । न चैति विनिर्ग्रहीतुं बुद्धिविषयमागतं द्रव्यम्।।३८१।। एतत्तु ज्ञात्वा उपशमं नैव गच्छति मूढः ।
विनिर्ग्रहमनाः परस्य च स्वयं च बुद्धिं शिवामप्राप्तः।। ३८२।। [घ्राणविषयम् आगतं गन्धम् ] प्रद्रियन। विषयमा माली धने [विनिर्ग्रहीतुं न एति ] ( पोताना स्थानथी व्युत थने ) या तो नथी.
[अशुभः वा शुभः रसः ] शुभ अथवा शुम २स. [ त्वां न भणति] तने सेम नथी तो [ माम् रसय इति] 'तुं भने या५'; [ सः एव च] भने मात्मा ५९॥ [ रसनविषयम् आगतं तु रसम् ] २सना-द्रियना विषयमा मायेला २सने [ विनिर्ग्रहीतुं न एति ] ( पोताना स्थानथी छूटीने ) अहया ४तो नथ..
[अशुभः वा शुभः स्पर्शः ] शुभ अथवा शुम स्पर्श [ त्वां न भणति] तने सेम नथी तो है [ माम् स्पृश इति] 'तुं भने स्पर्श'; [ सः एव च] भने आत्म॥ ५९॥ (पोताना स्थानथी छूटीने), [ कायविषयम् आगतं स्पर्शम् ] यान। (-स्पर्शन्द्रियना) विषयमा मासा स्पर्शन [ विनिर्ग्रहीतुं न एति] अ॥ ४तो नथी.
[अशुभः वा शुभः गुणः ] अशुम अथवा शुम गु९ [ त्वां न भणति ] तने सेम नथी तो 3 [माम् बुध्यस्व इति] 'तुं भने ।'; [ सः एव च ] सने आत्मा ५९॥ ( पोताना स्थानथी छूटीने ), [ बुद्धिविषयम् आगतं तु गुणम् ] मुद्धिना विषयमा माये। गुराने [ विनिर्ग्रहीतुं न एति ] अqा ४तो नथी.
[अशुभं वा शुभं द्रव्यं ] अशुम २१११। शुभ द्रव्य [ त्वां न भणति ] तने म नथी हेतु [ माम् बुध्यस्व इति] 'तुं भने '; [ सः एव च ] सने आत्मा ५९॥ (पोतन। स्थानथी छूटीने ), [ बुद्धिविषयम् आगतं द्रव्यम् ] बुद्धिन। विषयमा आवेता द्रव्यने [ विनिर्ग्रहीतुं न एति] अ६५ ४तो नथी..
[ एतत् तु ज्ञात्वा ] ा ने ५९ [ मूढः ] भूट ७५ [ उपशमं न एव
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #52
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૬ : પ્રવચન રત્નાકર ભાગ-૧)
ઋતિ] ઉપશમને પામતો નથી; [૨] અને [ શિવામ્ પુદ્ધિ પ્રાપ્ત: ૨ સ્વયં] શિવ બુદ્ધિને (કલ્યાણકારી બુદ્ધિને, સમ્યજ્ઞાનને) નહિ પામેલો પોતે [પરચ વિનિર્ચદમના. ] પરને ગ્રહવાનું મન કરે છે.
ટીકા:- પ્રથમ દષ્ટાંત કહે છે : આ જગતમાં બાહ્યપદાર્થઘટપટાદિ-, જેમ દેવદત્ત નામનો પુરુષ યજ્ઞદત્ત નામના પુરુષને હાથ પકડીને કોઈ કાર્યમાં જોડે તેમ, દીવાને સ્વપ્રકાશનમાં ( અર્થાત્ બાહ્યપદાર્થને પ્રકાશવાના કાર્યમાં) જોડતો નથી કે “તું મને પ્રકાશ', અને દીવો પણ લોહચુંબક-પાષાણથી ખેંચાયેલી લોખંડની સોયની જેમ પોતાના સ્થાનથી વ્યુત થઈને તેને (બાહ્યપદાર્થને ) પ્રકાશવા જતો નથી; પરંતુ, વસ્તુસ્વભાવ પર વડે ઉત્પન્ન કરી શકાતો નહિ હોવાથી તેમ જ વસ્તુસ્વભાવ પરને ઉત્પન્ન કરી શક્તો નહિ હોવાથી, દીવો જેમ બાહ્યપદાર્થની અસમીપતામાં (પોતાના સ્વરૂપથી જ પ્રકાશે છે) તેમ બાહ્યપદાર્થની સમીપતામાં પણ પોતાના સ્વરૂપથી જ પ્રકાશે છે. (એમ) પોતાના સ્વરૂપથી જ પ્રકાશતા એવા તેને (દીવાને), વસ્તુસ્વભાવથી જ વિચિત્ર પરિણતિને પામતો એવો મનોહર કે અમનોહર ઘટપટાદિ બાહ્યપદાર્થ જરાય વિક્રિયા ઉત્પન્ન કરતો નથી.
એવી રીતે હવે દાષ્ટત છે : બાહ્યપદાર્થો-શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શ તથા ગુણ ને દ્રવ્ય-, જેમ દેવદત્ત યજ્ઞદત્તને હાથ પકડીને કોઈ કાર્યમાં જોડે તેમ, આત્માને સ્વજ્ઞાનમાં (બાહ્યપદાર્થોને જાણવાના કાર્યમાં) જોડતા નથી કે “તું મને સાંભળ, તું મને જો, તું મને સૂધ, તું મને ચાખ, તું મને સ્પર્શ, તું મને જાણ” , અને આત્મા પણ લોહચુંબક-પાષાણથી ખેંચાયેલી લોખંડની સોયની જેમ પોતાના સ્થાનથી વ્યુત થઈને તેમને (બાહ્યપદાર્થોને) જાણવા જતો નથી, પરંતુ, વસ્તુસ્વભાવ પર વડ ઉત્પન્ન કરી શકાતો નહિ હોવાથી તેમ જ વસ્તુસ્વભાવ પરને ઉત્પન્ન કરી શક્તો નહિ હોવાથી, આત્મા જેમ બાહ્યપદાર્થોની અસમીપતામાં (પોતાના સ્વરૂપથી જ જાણે છે) તેમ બાહ્યપદાર્થોની સમીપતામાં પણ પોતાના સ્વરૂપથી જ જાણે છે. (એમ) પોતાના સ્વરૂપથી જ જાણતા એવા તેને (આત્માને), વસ્તુસ્વભાવથી જ વિચિત્ર પરિણતિને પામતા એવા મનોહર કે અમનોહર શબ્દાદિ બાહ્યપદાર્થો જરાય વિક્રિયા ઉત્પન્ન કરતા નથી.
આ રીતે આત્મા દીવાની જેમ પર પ્રત્યે સદાય ઉદાસીન છે (અર્થાત્ સંબંધ વગરનો, તટસ્થ છે) –એવી વસ્તુસ્થિતિ છે, તોપણ જે રાગદ્વેષ થાય છે તે અજ્ઞાન છે.
ભાવાર્થ:- શબ્દાદિક જડ પુદ્ગલ દ્રવ્યના ગુણો છે. તેઓ આત્માને કાંઈ કહેતાં નથી, કે “તું અમને ગ્રહણ કર (અર્થાત્ તું અમને જાણ )'; અને આત્મા પણ પોતાના સ્થાનથી વ્યુત થઈને તેમને ગ્રહવા (-જાણવા) તેમના પ્રત્યે જતો નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #53
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસારગાથા ૩૭૩ થી ૩૮ર : ૩૭ (શાર્દૂલવિક્રીડિત) पूर्णकाच्युतशुद्धबोधमहिमा बोधो न बोध्यादयं यायात्कामपि विक्रियां तत इतो दीपः प्रकाश्यादिव । तद्वस्तुस्थितिबोधवन्ध्यधिषणा एते किमज्ञानिनो
रागद्वेषमयीभवन्ति सहजां मुञ्चन्त्युदासीनताम्।। २२२।। જેમ શબ્દાદિક સમીપ ન હોય ત્યારે આત્મા પોતાના સ્વરૂપથી જ જાણે છે, તેમ શબ્દાદિક સમીપ હોય ત્યારે પણ આત્મા પોતાના સ્વરૂપથી જ જાણે છે. આમ પોતાના સ્વરૂપથી જ જાણતા એવા આત્માને પોતપોતાના સ્વભાવથી જ પરિણમતાં શબ્દાદિક કિંચિત્માત્ર પણ વિકાર કરતાં નથી, જેમ પોતાના સ્વરૂપથી જ પ્રકાશતા એવા દીવાને ઘટપટાદિ પદાર્થો વિકાર કરતા નથી તેમ, આવો વસ્તુસ્વભાવ છે, તોપણ જીવ શબ્દને સાંભળી, રૂપને દેખી, ગંધને સુંધી, રસને આસ્વાદી, સ્પર્શને સ્પર્શી, ગુણ-દ્રવ્યને જાણી, તેમને સારાં-નરસાં માની રાગદ્વેષ કરે છે, તે અજ્ઞાન જ છે.
હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે:
શ્લોકાર્થ- [પૂર્ણ–– વ્યુત–શુદ્ધ-વો–મહિમા ગયે વોલ્ફી] પૂર્ણ, એક, અય્યત અને શુદ્ધ (-વિકાર રહિત ) એવું જ્ઞાન જેનો મહિમા છે એવો આ જ્ઞાયક આત્મા [ વીધ્યાત્] શય પદાર્થોથી [ 1 સપિ વિયિાં ન યાયાત્] જરા પણ વિક્રિયા પામતો નથી, [વીપ: પ્રશ્યન્ રૂવ] જેમ દીવો પ્રકાશ્ય પદાર્થોથી (-પ્રકાશાવાયોગ્ય ઘટપટાદિ પદાર્થોથી) વિક્રિયા પામતો નથી તેમ. [તતી ત:] તો પછી [તવસ્તુરિથતિ–વોઈ–વધ્ય-ષિUT: ક્વે જ્ઞાનિનઃ] એવી વસ્તુસ્થિતિના જ્ઞાનથી રહિત જેમની બુદ્ધિ છે એવા આ અજ્ઞાની જીવો [વિમ્ સદનીમ્ ૩૬ સીનતામ્ મુન્તિ, રા+1ષમયમવન્તિ] પોતાની સહજ ઉદાસીનતાને કેમ છોડ છે અને રાગદ્વેષમય કેમ થાય છે? (એમ આચાર્યદવે શોચ કર્યો છે.)
ભાવાર્થ- જ્ઞાનનો સ્વભાવ શેયને જાણવાનો જ છે, જેમ દીપકનો સ્વભાવ ઘટપટાદિને પ્રકાશવાનો છે. એવો વસ્તુસ્વભાવ છે. શેયને જાણવા માત્રથી જ્ઞાનમાં વિકાર થતો નથી. યોને જાણી, તેમને સારાં-નરસાં માની, આત્મા રાગીઢષી-વિકારી થાય છે તે અજ્ઞાન છે. માટે આચાર્યદવે શોચ કર્યો છે કે- “વસ્તુનો સ્વભાવ તો આવો છે, છતાં આ આત્મા અજ્ઞાની થઈને રાગદ્વેષરૂપે કેમ પરિણમે છે? પોતાની સ્વાભાવિક ઉદાસીનઅવસ્થારૂપ કેમ રહેતો નથી?' આ પ્રમાણે આચાર્યદેવે જે શોચ ર્યો છે તે યુક્ત છે, કારણ કે જ્યાં સુધી શુભ રાગ છે ત્યાં સુધી પ્રાણીઓને અજ્ઞાનથી દુઃખી દેખી કરુણા ઊપજે છે અને તેથી શોચ થાય છે. ૨૨૨.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #54
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૮ : પ્રવચન રત્નાકર ભાગ-૧)
(શાર્દૂનવિવ્રીહિત) रागद्वेषविभावमुक्तमहसो नित्यं स्वभावस्पृशः पूर्वागामिसमस्तकर्मविकला भिन्नास्तदात्वोदयात् । दूरारूढचरित्रवैभवबलाच्चञ्चच्चिदर्चिर्मयों
विन्दन्ति स्वरसाभिषिक्तभुवनां ज्ञानस्य सञ्चेतनाम्।। २२३।। હવે આગળના કથનની સૂચનારૂપ કાવ્ય કહે છે:
શ્લોકાર્થ- [૨–ષ—વિમાવ–મુp–મદ:] જેમનું તેજ રાગદ્વેષરૂપ વિભાવથી રહિત છે, [નિત્ય સ્વભાવ–પૃશ:] જેઓ સદા (પોતાના ચૈતન્યચમત્કારમાત્ર) સ્વભાવને સ્પર્શનારા છે, [ પૂર્વ–ના નિ–સમસ્ત––વિના:] જેઓ ભૂત કાળનાં તેમ જ ભવિષ્ય કાળનાં સમસ્ત કર્મથી રહિત છે અને [ તવા––૩યા–નિન્ના:] જેઓ વર્તમાન કાળના કર્મોદયથી ભિન્ન છે, [ટૂર–કાઢ-વરિત્ર-વૈમવ—ઉત્સાત્ જ્ઞાનરચ સંગ્રેસના વિન્દન્તિ] તેઓ (–એવા જ્ઞાનીઓ) અતિ પ્રબળ ચારિત્રના વૈભવના બળથી જ્ઞાનની સંચેતનાને અનુભવે છે– [ વર્સ–રિ–ર્વિય] કે જે જ્ઞાન-ચેતના ચમક્તી ચૈતન્યજ્યોતિમય છે અને [ સ્વ–૨–મિષિp–મુવનામ] જેણે નિજ રસથી (પોતાના જ્ઞાનરૂપ રસથી) સમસ્ત લોકને સિંચ્યો છે.
ભાવાર્થ- જેમને રાગદ્વેષ ગયા, પોતાના ચૈતન્યસ્વભાવનો અંગીકાર થયો અને અતીત, અનાગત તથા વર્તમાન કર્મનું મમત્વ ગયું એવા જ્ઞાનીઓ સર્વ પદ્રવ્યથી જુદા થઈને ચારિત્ર અંગીકાર કરે છે. તે ચારિત્રના બળથી, કર્મચેતના અને કર્મફળચેતનાથી જુદી જે પોતાની ચૈતન્યના પરિણમનસ્વરૂપ જ્ઞાનચેતના તેનું અનુભવન કરે છે.
અહીં તાત્પર્ય આમ જાણવું - જીવ પહેલાં તો કર્મચેતના અને કર્મફળચેતનાથી ભિન્ન પોતાની જ્ઞાનચેતનાનું સ્વરૂપ આગમ–પ્રમાણ, અનુમાન-પ્રમાણ અને
સ્વસંવેદનપ્રમાણથી જાણે છે અને તેનું શ્રદ્ધાન (પ્રતીતિ) દઢ કરે છે; એ તો અવિરત, દેશવિરત અને પ્રમત્ત અવસ્થામાં પણ થાય છે. અને જ્યારે અપ્રમત્ત અવસ્થા થાય છે ત્યારે જીવ પોતાના સ્વરૂપનું જ ધ્યાન કરે છે, તે વખતે, જે જ્ઞાનચેતનાનું તેણે પ્રથમ શ્રદ્ધાન કર્યું હતું તેમાં તે લીન થાય છે અને શ્રેણિ ચડી, કેવળજ્ઞાન ઉપજાવી, સાક્ષાત્ * જ્ઞાનચેતનારૂપ થાય છે. ર૨૩.
* કેવળજ્ઞાની જીવને સાક્ષાત્ જ્ઞાનચેતના હોય છે. કેવળજ્ઞાન થયા પહેલાં પણ નિર્વિકલ્પ અનુભવ વખતે જીવને ઉપયોગાત્મક જ્ઞાનચેતના હોય છે. જ્ઞાનચેતનાના ઉપયોગાત્મકપણાને મુખ્ય ન કરીએ તો, સમ્યગ્દષ્ટિને જ્ઞાનચેતના નિરંતર હોય છે, કર્મચેતના અને કર્મફળચેતના નથી હોતી; કારણ કે તેને નિરંતર જ્ઞાનના સ્વામિત્વભાવે પરિણમન હોય છે. કર્મના અને કર્મફળના સ્વામિત્વભાવે પરિણમન નથી હોતું.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #55
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસારગાથા ૩૭૩ થી ૩૮ર : ૩૯
સમયસાર ગાથા ૩૭૩ થી ૩૮૨ : મથાળું સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દાદિરૂપે પરિણમતાં પુદ્ગલો આત્માને કાંઈ કહેતાં નથી કે “તું અમને જાણ” , અને આત્મા પણ પોતાના સ્થાનથી છૂટીને તેમને જાણવા જતો નથી. બને તદ્દન સ્વતંત્રપણે પોતપોતાના સ્વભાવથી જ પરિણમે છે. આમ આત્મા પર પ્રત્યે ઉદાસીન (–સંબંધ વિનાનો, તટસ્થ) છે, તોપણ અજ્ઞાની જીવ સ્પર્શાદિકને સારાં-નરસાં માનીને રાગી-દ્વષી થાય છે તે તેનું અજ્ઞાન છે. –આવા અર્થની ગાથાઓ હવે કહે છે:
* ગાથા ૩૭૩ થી ૩૮૨ : ટીકા ઉપરનું પ્રવચન * પ્રથમ દષ્ટાંત કહે છે : “આ જગતમાં બાહ્ય પદાર્થ-ઘટપટાદિ, જેમ દેવદત્ત નામનો પુરુષ યજ્ઞદત્ત નામના પુરુષને હાથ પકડીને કોઈ કાર્યમાં જોડ તેમ, દીવાને સ્વપ્રકાશનમાં (અર્થાત બાહ્ય પદાર્થને પ્રકાશવાના કાર્યમાં) જોડતો નથી કે “તું મને પ્રકાશ,” અને દીવો પણ લોહચુંબક-પાષાણથી ખેંચાયેલી લોખંડની સોયની જેમ પોતાના સ્થાનથી ટ્યુત થઈને તેને (બાહ્ય પદાર્થને ) પ્રકાશવા જતો નથી.”
જુઓ, શું કહે છે? આ બહારના પદાર્થો-ઘડો, વસ્ત્ર, પુસ્તક, આ લાકડી વગેરે દિવાને એમ કહેતા નથી કે તું મને પ્રકાશ. અહાહા...! પ્રકાશવું એ તો દીવાનો સ્વભાવ
છે. ઘટ-પટ વગેરે છે માટે દીવો પ્રકાશે છે શું એમ છે? શું ઘટ-પટાદિ પદાર્થો એમ કહે છે કે- “મને પ્રકાશો” ના, એમ છે નહિ. વળી દીવો ઘટ-પટાદિને પ્રકાશે છે તોપણ, લોહચુંબક-પાષાણથી ખેંચાયેલી લોખંડની સોયની જેમ, પોતાના સ્થાનથી ખસીને પરપદાર્થોને પ્રકાશવા જતો નથી. દીવો દીવામાં જ રહે છે ને પરપદાર્થ પરપદાર્થમાં દીવો પોતાનું સ્થાન છોડીને પરપદાર્થને પ્રકાશવા જતો નથી. આવી વાત! હવે કહે છે
“પરંતુ વસ્તુસ્વભાવ પર વડ ઉત્પન્ન કરી શકાતો નહિ હોવાથી તેમ જ વસ્તુસ્વભાવ પરને ઉત્પન્ન કરી શકતો નહિ હોવાથી, દીવો જેમ બાહ્ય પદાર્થની અસમીપતામાં (પોતાના સ્વરૂપથી જ પ્રકાશે છે) તેમ બાહ્ય પદાર્થની સમીપતામાં પણ પોતાના સ્વરૂપથી જ પ્રકાશે છે.
લ્યો, વસ્તુ-સ્વભાવ પર વડ ઉત્પન્ન કરી શકાતો નથી. શું કીધું? દીવાનો પ્રકાશવાનો સ્વભાવ ઘટપટાદિ પર પદાર્થો વડે ઉત્પન્ન કરી શકાતો નથી. વળી દીવાનો પ્રકાશસ્વભાવ ઘટ-પટાદિ પર પદાર્થોને ઉત્પન્ન કરી દે એમ પણ નથી કેમકે વસ્તુ-સ્વભાવ પરને ઉત્પન્ન કરી શકતો નથી. સૂક્ષ્મ વાત છે ભાઈ ! ઘટપટાદિના કારણે દીવાનો પ્રકાશસ્વભાવ છે એમ નહિ અને દીવાના પ્રકાશસ્વભાવના કારણે પરપદાર્થો છે એમ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #56
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૪) : પ્રવચન રત્નાકર ભાગ-૧) પણ નહિ. દીવો તો બાહ્ય પદાર્થોની અસમીપતામાં તેમ સમીપતામાં પોતે પોતાના સ્વરૂપથી જ પ્રકાશે છે.
(એમ) પોતાના સ્વરૂપથી જ પ્રકાશતા એવા તેને (દીવાને), વસ્તુસ્વભાવથી જ વિચિત્ર પરિણતિને પામતો એવો મનોહર કે અમનોહર ઘટપટાદિ બાહ્યપદાર્થ જરાય વિક્રિયા ઉત્પન્ન કરતો નથી.'
જુઓ, આ મહત્ત્વનો સિદ્ધાંત કહ્યો. શું? કે-ઘટપટાદિ બાહ્ય પદાર્થ પોતાના સ્વભાવથી જ વિચિત્ર પરિણતિને પામે છે એક વાત. અને તે બાહ્ય પદાર્થ પોતાના સ્વરૂપથી જ પ્રકાશતા દીવાને જરાય વિક્રિયા ઉત્પન્ન કરતા નથી. આ દષ્ટાંત કહ્યું હવે સિદ્ધાંત કહે છે
એવી રીતે હવે દાષ્ટત છે : “બાહ્ય પદાર્થો-શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શ તથા ગુણ ને દ્રવ્ય-' જેમ દેવદત્ત યજ્ઞદત્તને હાથ પકડીને કોઈ કાર્યમાં જોડ તેમ, આત્માને સ્વજ્ઞાનમાં (બાહ્ય પદાર્થોને જાણવાના કાર્યમાં) જોડતા નથી કે “તું મને સાંભળ, તું મને જો, તું મને સૂંઘ, તું મને ચાખ, તું મને સ્પર્શ, તું મને જાણ,” અને આત્મા પણ લોહચુંબક-પાષાણથી ખેંચાયેલી લોખંડની સોયની જેમ પોતાના સ્થાનથી વ્યુત થઈને તેમને (બાહ્ય પદાર્થોને) જાણવા જતો નથી.'
આ દેહ તો જડ માટી-ધૂળ અજીવ તત્ત્વ છે; ને કર્મ છે એ પણ જડ માટી-ધૂળ છે. ભાઈ ! જેના નિમિત્તે આ પૈસા આવે ને જાય એ પુણ્ય-પાપરૂપ કર્મ જડ છે. તથા પર્યાયમાં દયા, દાન આદિ તથા કામ-ક્રોધ આદિના જે શુભાશુભ ભાવ થાય તે વિકાર છે. અહાહા...! આ સર્વથી ભિન્ન અંદર ભગવાન આત્મા જ્ઞાનસ્વરૂપી પ્રભુ ચૈતન્યના પ્રકાશનું પૂર છે. અહા ! સચ્ચિદાનંદ પ્રભુ આત્મા, અહીં કહે છે, સ્પર્ધાદિ પર પદાર્થોને જાણવા માટે પોતાનું ક્ષેત્ર છોડીને ત્યાં જતો નથી, તેમ તે બહારના સ્પર્શાદિ પદાર્થો તેને કહેતા નથી કે તું અમને જાણ.
અહાહા...! જેની સત્તામાં જાણવું-જાણવું થાય છે એ પદાર્થ કોણ? આ શરીરાદિ છે એ તો જડ ધૂળ છે, એ કાંઈ જાણતા નથી. અમે દેહાદિ છીએ એમ એ કાંઈ જાણતા નથી; અને રાગ-વિકાર છે એય અચેતન જડ છે, એય કાંઈ જાણતો નથી. અહાહા..! એનાથી ભિન્ન અંદર ચૈતન્યપ્રકાશનો પૂંજ પ્રભુ આત્મા છે તે જાણે છે કે આ દેહ છે, કર્મ છે, રાગ છે, ઇત્યાદિ. અહીં કહે છે–પણ એ શરીરાદિ પદાર્થો આને (આત્માને) કાંઈ કહેતા નથી કે તું અમને પ્રકાશ-જાણ; તેમ આ આત્મા છે તે પોતાનું સ્થાન છોડી શરીરાદિને પ્રકાશવા તેમની પાસે જતો નથી. ન્યાય સમજાય છે? વસ્તુના સ્વરૂપને જાણવા પ્રતિ ‘ન-નયૂ’ -જ્ઞાનને દોરી જવું તેનું નામ ન્યાય છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #57
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htîp://www.A+maDharma.com for updates
સમયસારગાથા ૩૭૩ થી ૩૮૨ : ૪૧
સૂક્ષ્મ વાત છે પ્રભુ! ભગવાન! તારી ચીજ અંદર કેવી છે તેને જાણવા પ્રતિ અંદર લક્ષ કર્યું નથી! અરે સ્વ-સ્વરૂપને સમજ્યા વિના ચોરાસીના અવતારમાં જન્મ-મરણ કરી કરીને તારા સૌથા નીકળી ગયા છે ભાઈ! નરક, ઢોર-તિર્યંચ વગેરેમાં રખડી રખડીને તું દુ:ખી દુ:ખી થયો છે ભાઈ ! તારા દુઃખની વાત શું કરીએ? એ તો અકથ્ય-અકથ્ય છે.
આ શેઠીઆ બધા આનંદકંદ પ્રભુ આત્માને જાણ્યા વિના હમણાં પણ દુ:ખી જ છે. દુઃખી ન હોય તો આનંદનું વેદન હોવું જોઈએ ને ? ભાઈ ! ચાહે પાંચ-પચાસ કરોડની ધૂળ (સંપત્તિ) મળી હોય, શરીર સુંદર-રૂપાળું હોય, પણ તેને પોતાનાં માને એ માન્યતા જ દુઃખરૂપ છે. પૈસા ક્યાં આત્માની ચીજ છે? તેને આત્મા લઈ પણ ના શકે, દઈ પણ ના શકે; તથાપિ હું કમાઉં ને હું દાન કરું એવી માન્યતા કરે એ દુઃખરૂપ છે ભાઈ ! અહીં અત્યારે આ વાત નથી. અહીં તો આ કહે છે કે-જેમ દીવો ઘટ-પટને પ્રકાશવા પોતાનું સ્થાન છોડી ત્યાં જતો નથી, તથા “મને પ્રકાશો” એમ ઘટપટાદિ પદાર્થો દીવાને કહેતા નથી તેમ જ્ઞાનપ્રકાશનો પૂંજ પ્રભુ આત્મા દેહાદિ પદાર્થોને જાણતાં પોતાનું સ્થાન છોડી ત્યાં જતો નથી, તથા “ મને જાણો”–એમ તે દેહાદિ પદાર્થો આત્માને કહેતા નથી. બહુ ઝીણી વાત ભાઈ !
વાત !
અરે ભગવાન! તું જાણનારસ્વરૂપ છો. જાણનાર એવો તું તને જાણે નહિ એ કેવી આ દેદેવળમાં પોતે સચ્ચિદાનંદ, જ્ઞાનાનંદ, સહજાનંદસ્વરૂપ પૂર્ણ પ્રભુ બિરાજે છે. અહા ! પૂર્ણ જ્ઞાન અને પૂર્ણ આનંદથી અંદર ઠસાઠસ ભરેલો છે, છતાં અરે તું પરમાં સુખ માને છે! મૂઢ છો કે શું? ઇન્દ્રિયના વિષયમાં સુખ છે. સુંદર સ્ત્રીના શરીરમાં સુખ છે, પૈસામાં સુખ છે–એમ માની અરે તું કેમ ભિખારીવેડા કરે છે?
પ૨વસ્તુ તો તેના કારણે આવે છે અને તેના કારણે જાય છે. તું તો પ્રભુ! તેનો જાણનારમાત્ર છો. લોકોમાં કહે છે ને કે-“દાણે દાણે ખાના૨નું નામ.” એનો અર્થ શું? એ જ કે જે ૫૨માણુ આવે છે તે તેના કારણે આવે છે, અને જે નથી આવ્યા તે પણ તેના કા૨ણે જ નથી આવ્યા. ભાઈ ! તારાથી તે આવે કે દૂર થાય એમ ત્રણકાળમાં બનવાજોગ નથી. તેથી પોતાનો આનંદ પોતામાં પૂર્ણ ભરેલો હોવાં છતાં પોતાને ભૂલીને કસ્તૂરીમૃગની જેમ તું બહાર ઝાવાં નાખે છે, બહાર સ્ત્રીના શરીરમાં, પૈસામાં વિષયમાં સુખ ગોતે છે એ તારી મૂર્ખતા-પાગલપણું છે.
અહીં કહે છે-દેદેવળમાં રહેલો, દેહથી ભિન્ન ચૈતન્યદેવ દેહને પ્રકાશતાં પોતાનું સ્વસ્થાન છોડી ત્યાં દેહમાં જતો નથી (દેહરૂપ થતો નથી), જ્ઞાનસ્વરૂપ જ રહે છે. તથા આ દેહ કહેતો નથી કે ‘તું મને પ્રકાશ ’; પ્રકાશવું એ તો
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
Page #58
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪ર : પ્રવચન રત્નાકર ભાગ-૧) ચૈતન્યનો સ્વભાવ જ છે. અરે ! અનંતકાળમાં એણે જડ રત્નોની કિંમત કરી પણ અંદર પૂર્ણ આનંદનું દેવાવાળું ચૈતન્યરત્ન છે તેની કિંમત કરી નહિ, આનંદ ધામ પ્રભુ પોતે છે તેનો મહિમા કર્યો નહિ! અને તેથી તેનું સંસાર પરિભ્રમણ મટયું નહિ.
જેમ દેવદત્ત કોઈ પુરુષ હોય તે યજ્ઞદત્ત નામના બીજા પુરુષને હાથ પકડીને કોઈ કાર્યમાં જોડે તેમ, અહીં કહે છે, બહારના શબ્દાદિ પદાર્થો આત્માને તે બાહ્ય પદાર્થોને જાણવાના કામમાં જોડતા નથી કે-“તું મને સાંભળ, તું મને જો, તું મને સૂધ, તું મને ચાખ, તું મને સ્પર્શ, તું મને જાણ.”
આ વાણી જડ ધ્વનિ થાય છે ને! ઓહો! તમે બહુ સારા-એમ પ્રશંસાના કે તમે બહુ ખરાબ-એમ નિંદાના જે શબ્દો થાય છે, અહીં કહે છે, એમ કહેતા નથી કે “તું મને સાંભળ.” અહા ! એ શબ્દો તો જડ માટી–ધૂળ છે. તે તને (–આત્માને) ક્યાં ઓળખેજાણે છે કે કહે? તેવી રીતે આ સ્ત્રીના શરીરનું રૂપ તને કહેતું નથી કે તું મને જો. અહીં ! શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શ વગેરે બાહ્ય પદાર્થો પરાણે ઉપયોગને જાણવાના કામમાં જોડતા નથી કે તું અમને જાણ. પણ અરે અનંતકાળમાં એણે અંદર નજર નાખી જ નહિ! ઉપયોગને બહાર શબ્દાદિમાં જ જોડી ભમાવ્યા કરે એમાં તને ભારે નુકશાન છે ભાઈ ! માટે બહારથી લક્ષ હઠાવી ઉપયોગને અંતર સ્વરૂપમાં વાળ. તેથી તને સમ્યજ્ઞાન થશે, અતીન્દ્રિય આનંદ થશે. હવે અત્યારે તો આ વાત ગુમ થઈ ગઈ છે અને કોરા ક્રિયાકાંડ રહી ગયા છે. પરંતુ અંતરદષ્ટિ વડે આત્માને જાણ્યા વિના તારી બધી ક્રિયાઓ નિરર્થક છે. બાપુ ! કહ્યું છે ને કે
જ્યાં લગી આતમાં તત્ત્વ ચીન્યો નહિ ત્યાં લગી સાધના સર્વ જૂઠી.” ઉપયોગને અંદર લઈ જવો છે બસ; બીજું કાંઈ કરવું નથી. સમજાણું કાંઈ....!
પરવસ્તુ ઉપર લક્ષ જાય તો રાગ થાય અને રાગ દુઃખ જ છે ભાઈ ! ત્રિલોકનાથ તીર્થંકરદેવ તરફ લક્ષ જાય તે પણ રાગ-શુભરાગ જ છે અને તે દુઃખરૂપ જ છે. એક ચિદાનંદકંદ પ્રભુ આત્મામાં લક્ષ જાય તો નિરાકુળ આનંદની ઉત્પત્તિ થાય છે અને એવા અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે તે જ ધર્મ છે, કર્તવ્ય છે. સમજાણું કાંઈ....!
આત્મા અંદર ચૈતન્યલક્ષ્મીનો ભંડાર-અહાહા....! અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ, અનંત શાન્તિ, અનંત વીર્ય, અનંત પ્રકાશ, અનંત સ્વચ્છતા, અનંત પ્રભુતા-એમ અનંત ગુણ-સ્વભાવોથી ભરેલું ગોદામ છે. અહા ! છતાં એ પરમાં શક્તિ શોધવા જાય, પરમાં મારું સુખ છે એમ જાણી શબ્દાદિને જાણવામાં રોકાય તે એની મૂઢતા છે, અજ્ઞાન છે અને તેનું ફળ ચાર ગતિની જેલ છે. અહીં કહે છે-એ શબ્દાદિ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #59
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસારગાથા ૩૭૩ થી ૩૮૨ : ૪૩ પદાર્થો કહેતા નથી કે તું અમને જાણ, અને તેને જાણતાં તે શબ્દાદિરૂપ થઈ જતો નથી. બહુ ઝીણી વાત ભાઈ !
હવે કહે છે- “વસુસ્વભાવ પર વડે ઉત્પન્ન કરી શકાતો નહિ હોવાથી તેમ જ વસ્તુસ્વભાવ પરને ઉત્પન્ન કરી શકતો નહિ હોવાથી, આત્મા જેમ બાહ્ય પદાર્થોની અસમીપતામાં (પોતાના સ્વરૂપથી જ જાણે છે) તેમ બાહ્ય પદાર્થોની સમીપતામાં પણ પોતાના સ્વરૂપથી જ જાણે છે.
જુઓ, આ સિદ્ધાંત કહ્યો-કે વસ્તુ સ્વભાવ પર વડ ઉત્પન્ન કરી શકાતો નથી. ભાઈ ! આત્માની જ્ઞાનની દશા શબ્દાદિ બાહ્ય પદાર્થો વડે ઉત્પન્ન કરી શકાતી નથી; કેમકે જ્ઞાનનું સ્વનું ભવન-પરિણમન પોતાના ગુણથી ઉત્પન્ન થાય છે, પરથી નહિ. આ શાસ્ત્રથી જ્ઞાન થાય, ભગવાનની વાણીથી જ્ઞાન થાય કે ગુરુના ઉપદેશથી જ્ઞાન થાય એમ વસ્તુસ્વરૂપ નથી. પરદ્રવ્યથી પોતાનું જ્ઞાન ત્રણકાળમાં થાય નહિ. જ્ઞાનાનંદસ્વરૂપ પોતાનો આત્મા છે તેમાં નજર કરવાથી પોતાનાં જ્ઞાન અને આનંદ ઉત્પન્ન થાય છે. આ જ ઉપાય છે, બીજો કોઈ ઉપાય નથી, પોતે પોતાથી સમજે તો ગુરુને નિમિત્ત કહીએ. વાસ્તવમાં તો પોતે પોતાનો ગુરુ છે. પોતે પોતાથી સમજે કે હું કર્મ નહિ, વિકાર નહિ, પુણ્ય નહિ, પાપ નહિ, હું તો અખંડ એક આનંદકંદ સચ્ચિદાનંદ પ્રભુ છુંએમ અનુભવ કરે ત્યારે પોતે પોતાનો ગુરુ છે અને ત્યારે પર ગુરુને નિમિત્ત કહેવામાં આવે છે. પર ગુરુ નિમિત્ત છે. બસ.
અહાહા....! વસ્તુ અંદર પોતે જ્ઞાનાનંદસ્વરૂપ પ્રજ્ઞાબ્રહ્મસ્વરૂપ છે, પણ તેના પર શબ્દાદિ પદાર્થોની એકતાબુદ્ધિનું અનંતકાળથી તાળું માર્યું છે. ભાઈ ! એક વાર તું ભેદજ્ઞાનની કુંચી લગાવી દે અને તાળું ખોલી નાખ. હું તો જ્ઞાન છું, શબ્દાદિ નહિ, વિકલ્પ નહિ-એમ કુંચી લગાવી દે. અહાહા..! તારાં અનંત ચૈતન્યના નિધાન પ્રગટખુલ્લાં થશે, તને સ્વાનુભવની અતીન્દ્રિય મોજ પ્રગટ થશે. આવો મારગ છે ભાઈ ! સંસારથી સાવ જુદો.
અહાહા....! કહે છે-જગતના પર પદાર્થો કહેતા નથી કે મને જાણવામાં તું ઝુકી પડ, અને પોતે પણ પોતાના સ્વરૂપથી ખસીને પર પદાર્થોને જાણવા જતો નથી. અહીં ! આવી વસ્તુસ્થિતિ છે તોપણ પોતે પોતાને ભૂલીને પરની દયા પાળવામાં તત્પર રહે છે! અરે! જ્યાં વસ્તુ પડી છે ત્યાં દેખતો નથી અને જ્યાં પોતાની ચીજ નથી ત્યાં રોકાઈ ગયો છે; જાણે પરમાંથી પોતાનું જ્ઞાન આવશે, સુખ આવશે-પણ ભાઈ ! એ શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ આદિ પદાર્થો વડે જ્ઞાનની પર્યાય ઉત્પન્ન થઈ શકતી નથી કેમકે વસ્તુસ્વભાવ પર વડે ઉત્પન્ન કરી શકાતો નથી.
વળી વસ્તુસ્વભાવ પરને ઉત્પન્ન કરી શકતો નથી. શું કીધું? પોતાનું જ્ઞાન પરને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #60
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
૪૪ : પ્રવચન રત્નાકર ભાગ-૧૦
ઉત્પન્ન કરી શકતું નથી. આ વેપાર-ધંધા અને પૈસા કમાવા ઇત્યાદિ બધી જડની ક્રિયા આત્મા કરી શકતો નથી. બહુ આકરી વાત ભાઈ! ભિન્ન પદાર્થ ભિન્ન પદાર્થની ક્રિયાને કરે એ જૈનમત જ નથી. આંહી તો પરથી ખસીને પોતાના શુદ્ધ ચૈતન્યસ્વભાવની દષ્ટિ કરે અને તેમાં જ ૨મે ત્યારે આનંદનો સ્વાદ આવે છે અને તે ધર્મ છે એમ કહે છે. આ જ જન્મ-મરણ મટાડવાનો ઉપાય છે, આ સિવાય કોઈ રીતે જન્મ-મરણના ફેરા મટે એમ નથી. સમજાણું કાંઈ... !
આત્મા શુદ્ધ એક ચૈતન્યસ્વરૂપ વસ્તુ છે. અહાહા...! તેની જેને અંતરષ્ટિ થઈ તેને સ્વનું જ્ઞાન થાય છે, તેમ બાહ્ય પદાર્થોનું પણ જ્ઞાન તેને અડયા વિના જ થાય છે. જ્ઞાનનો આવો જ સ્વપ૨પ્રકાશક સ્વભાવ છે જે વડે તે પોતે પોતાને અને ૫૨ને સ્વરૂપથી જ જાણે છે. ૫૨૫દાર્થ દૂર હોય કે સમીપ હોય, તેને જાણવા માટે તે પદાર્થની સમીપ જવું પડતું નથી, વા તે પદાર્થ સમીપ આવે તો જ આત્મા તેને જાણે, જાણી શકે-એમ નથી. અહા ! આવી વાત! આમાં ન્યાય સમજાય છે?
દુનિયાથી મોટો ફે૨ એટલે લોકો રાડુ પાડે કે-વ્યવહારને નિશ્ચયનું કારણ માનતા નથી.
અરે બાપુ! તને વ્યવહાર કોને કહીએ તેની ખબર નથી. જ્યારે રાગની રુચિ છોડી ત્રિકાળી એક શુદ્ધ જ્ઞાયકસ્વભાવી નિજ વસ્તુનો અનુભવ કરે ત્યારે જે રાગાંશ બાકી રહે તેને વ્યવહાર કહેવામાં આવે છે. ત્યાં વ્યવહારના શુભરાગથી ધર્મ થાય એવી તારી માન્યતા મિથ્યાત્વ છે, કેમકે ધર્મ તો એક વીતરાગભાવ છે. અહાહા...! જેને નિજ ચૈતન્યનું અંદરમાં ભાન થયું તેને હવે સર્વથા રાગ છે જ નહિ એમ માને તે પણ મિથ્યાત્વ છે અને એ રાગથી-વ્યવહારથી નિશ્ચય થાય એમ માને એય મિથ્યાત્વ છે. ધર્મીને વ્યવહા૨ છે ખરો, પણ તેને તે ઉપાદેય-આશ્રય કરવાયોગ્ય છે એમ નથી. ઉપાદેય તો એક શુદ્ધ ચૈતન્યસ્વભાવી અંતઃતત્ત્વ જ છે. અહા! પોતાની પર્યાયમાં કમજોરી વશ જે રાગ છે તેને તે દુ:ખ છે, ઉપાધિ છે એમ જ્ઞાની જાણે છે.
ભાઈ! વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય થાય એ માન્યતા મિથ્યાદષ્ટિની છે. જો તો
ખરો, છઢાલામાં પં. શ્રી દોલતરામજી શું કહે છે
“મુનિવ્રત ધા૨ે અનંત વાર, ગ્રીવક ઉપજાયો;
û નિજ આતમજ્ઞાન બિના, સુખ લેશ ન પાયો.”
એણે અનંતવા૨ મુનિવ્રત ધારણ કર્યાં, પંચ મહાવ્રત પાળ્યાં, પણ લેશમાત્ર સુખ ન થયું, અર્થાત્ દુ:ખ જ થયું. એનો અર્થ શું? એ જ કે પંચમહાવ્રત અને પંચ સમિતિના પાલનનો શુભરાગ દુઃખસ્વરૂપ જ છે. એને આત્માના આનંદનો સ્વાદ આવ્યો નહિ તેથી તે વ્રતાદિના રાગથી દુઃખ જ પામ્યો. આ મુનિવ્રત તે વસ્ત્રસહિત
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
Page #61
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસારગાથા ૩૭૩ થી ૩૮૨ : ૪૫ નહિ, વસ્ત્રસહિત તો મુનિપણું જ હોઈ શકે નહિ. વસ્ત્રસહિત ચોથું, પાંચમું ગુણસ્થાન હોઈ શકે, મુનિપણું નહિ. મુનિદશા તો નગ્ન દિગંબર દશા હોય છે, અંદરમાં ત્રણ કષાયના અભાવરૂપ રાગથી નગ્ન અને બહારમાં વસ્ત્રથી નગ્ન. અહો! મુનિદશા કોઈ અચિજ્ય અલૌકિક ચીજ છે. તથાપિ મુનિદશામાં જે શુભરાગ આવે છે તે દુઃખરૂપ છે, જાણે આગની ભટ્ટી. ત્યાં જ (છહુઢાલામાં જ ) કહ્યું છે કે
“રાગ આગ દહૈ સદા, તાત સમામૃત સઈએ.” રાગ અશુભ હો કે શુભ, તે દુ:ખરૂપ છે, અગ્નિની ભટ્ટી છે; તે આત્માની શાન્તિને બાળી મૂકે છે. માટે શુભરાગથી ધર્મ થાય એ અસંભવ છે. શુભરાગથી ધર્મ થાય એમ માને તો મિથ્યાદષ્ટિ અને ધર્મી-જ્ઞાની પુરુષને સાધકદશામાં રાગ હોતો જ નથી એમ માને તોય મિથ્યાષ્ટિ છે, કેમકે તેણે વ્યવહારનયને માન્યો નથી. ધર્મી જીવને આગમ અનુસાર યથાસંભવ રાગ-વ્યવહાર અવશ્ય હોય છે.
અહા! મુનિદશા કોને કહીએ બાપુ! અત્યારે તો સાધુ માટે ચોકા બનાવે, ગૃહસ્થો રસોડાં લઈને સાથે ફરે અને સાધુ માટે રસોઈ બનાવે, પણ એ માર્ગ નથી ભાઈ ! વીતરાગના માર્ગમાં દોષયુક્ત (ઊંશિક ) આહાર કહ્યો નથી. દોષયુક્ત આહાર લેનાર અને દેનાર બન્ને મિથ્યાદષ્ટિ છે. ભાઈ ! સંતોએ તો બે નય દ્વારા ધર્મનું સ્વરૂપ બહુ સ્પષ્ટ સમજાવ્યું છે. અહાહા..! અંતરંગમાં જ્ઞાનાનંદ નિત્યાનંદ પ્રભુ આત્માના આશ્રયથી સમ્યગ્દર્શનાદિ નિર્મળ પરિણતિ પ્રગટ થાય તે ધર્મ તે નિશ્ચય, અને એવા ધર્મી પુરુષને પૂર્ણ દશા ન થાય ત્યાં સુધી બહારમાં જે વ્યવહારના-રાગના વિકલ્પ આવે તેને તે જાણે તે વ્યવહાર. ભાઈ ! જ્ઞાનીને બહારમાં રાગ-વ્યવહાર છે ખરો, પણ તે જાણવાલાયક છે, આદરવાલાયક નથી, ધર્મી તેને હેયપણે જાણે જ છે.
અહાહા...! હું જ્ઞાયક છું એવો જેને અંતરમાં અનુભવ થયો છે એવો જ્ઞાની દૂરના પદાર્થને, પોતાના સ્વપરપ્રકાશક જ્ઞાનના સ્વભાવથી, તે પદાર્થને અડ્યા વિના જાણે જ છે. અહાહા..! તે પોતાના સ્વરૂપમાં રહીને સ્વને જાણે છે તેમ દૂરના કે નજીકના પર પદાર્થને પણ જાણે છે એવો જ્ઞાનનો સ્વપર-પ્રકાશક સ્વભાવ છે.
બીજી રીતે કહીએ તો ગાથા ૧૭-૧૮માં કુંદકુંદાચાર્ય તો એમ કહે છે કે ભલે અજ્ઞાનીની જ્ઞાન પર્યાય હો એમાં આત્મા જણાય છે. અજ્ઞાનીની પર્યાયનો સ્વભાવ પણ સ્વ-પરપ્રકાશક હોવાથી પર્યાયમાં સ્વજ્ઞાયક ચિદાનંદ ભગવાન પૂરણ જણાય છે. જ્ઞાનનો સ્વભાવ સ્વ-પરપ્રકાશક છે તો એ પર્યાયમાં એકલું પરને જાણે એવું હોઈ શકે નહિ. એ પર્યાય અને જાણે અને પરને જાણે એવો જ એનો સ્વભાવ છે, છતાં અજ્ઞાનીની દષ્ટિ એક ઉપર (જ્ઞાયકભાવ ઉપર) જતી નથી. હું એકને (જ્ઞાયકને) જાણું છું એમ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #62
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૪૬ : પ્રવચન રત્નાકર ભાગ-૧) (દષ્ટિ ) ત્યાં જતી નથી. હું રાગને ને પર્યાયને જાણું છું એમ દષ્ટિ ત્યાં મિથ્યાત્વમાં રહે છે.
સમયસાર ગાથા ૧૭-૧૮ની ટીકાનો ત્રીજો પેરેગ્રાફ
“પરંતુ જ્યારે આવો અનુભૂતિસ્વરૂપ ભગવાન આત્મા આબાળગોપાળ સૌને સદાકાળ પોતે જ અનુભવમાં આવતો હોવા છતાં પણ અનાદિ બંધના વિશે પર (દ્રવ્યો) સાથે એકપણાના નિશ્ચયથી મૂઢ જે અજ્ઞાની તેને “આ અનુભૂતિ છે તે જ હું છું એવું આત્મજ્ઞાન ઉદય થતું નથી.”
ઝીણી વાત છે પ્રભુ! બાળકથી માંડી વૃદ્ધ સૌને એની જ્ઞાનની પર્યાયમાં સદાકાળ પોતે જ અનુભવમાં આવતો હોવા છતાં અર્થાત્ જ્ઞાનની પર્યાયનો સ્વભાવ જ એવો છે કે તે પર્યાયમાં સદાકાળ-એક સમયના વિરહુ વિના ત્રિકાળી આનંદનો નાથ જ જણાય છે. છતાં આ પર્યાયમાં આત્મા જણાય છે એમ દષ્ટિ ત્યાં જતી નથી.
ત્રિકાળી જ્ઞાનગુણ એનો જેમ સ્વ-પરપ્રકાશક સ્વભાવ છે તેમ તેની જ્ઞાનની વર્તમાન પ્રગટ પર્યાયનો પણ સ્વ-પરપ્રકાશક સ્વભાવ છે. તેથી તે પર્યાયમાં સર્વ જીવોને સદાકાળ જ્ઞાયક જણાતો હોવા છતાં રાગને વશ થએલો પ્રાણી તેને જોઈ શકતો નથી એની નજરૂ (નજર) પર્યાય ઉપર ને રાગ ઉપર છે એટલે આ જ્ઞાયકને જાણું છું તે ખોઈ બેસે છે. અનાદિ બંધને-રાગને વશ પડયો રાગને જોવે છે પણ મને જ્ઞાનની પર્યાયમાં આ જ્ઞાયક દેખાય છે એમ જતો નથી. ભલેને તું ના પાડ હું (મને-શાયકને) નથી જાણતો છતાં પ્રભુ! તારી પર્યાયમાં તું અત્યારે જણાય છે હો. ગજબ વાત કરી છે ને?
આત્મામાં અનંતગુણો ભલે હો પરંતુ જાણવું એ એનો મુખ્ય ગુણ છે. અમે છીએ એમ અનંતગુણો જાણતા નથી; જ્ઞાન છે તે પોતાને ને પરતે જાણે છે.
એવી રીતે જ્ઞાન પર્યાય સિવાય આનંદ છે, સમ્યગ્દર્શન છે, સમ્યક ચારિત્ર છે તે પોતાને જાણતા નથી કારણ કે એમાં જ્ઞાનસ્વભાવ નથી.
જ્ઞાનની પર્યાય પોતાને જાણે અને પરને જાણે એવો જ એનો સ્વ-પરપ્રકાશક સ્વભાવ પ્રગટ છે તેથી તે જ્ઞાન પર્યાયમાં સદા સૌને ભગવાન આત્મદેવ પ્રકાશે છે. પરંતુ એની દષ્ટિ-બુદ્ધિ એક સમયની પર્યાય અને રાગ ઉપર હોવાથી ભગવાન (જ્ઞાયક આત્મા) જણાય છે એમ માનતો નથી.
સ્વ-પરપ્રકાશક શક્તિ હમારી, તાતેં વચનભેદ ભ્રમ ભારી.
mયશક્તિ દુવિધા પ્રકાશી, નિજરૂપા પરરૂપા ભાસી.” તો કહે છે કે જ્ઞાનની વર્તમાન પર્યાયમાં સ્વ-પર શેયને જાણવાની તાકાત છે અને તેથી તે પર્યાય અને–આખા દ્રવ્યને જાણે છે. વર્તમાન પર્યાયમાં દ્રવ્ય આવતું નથી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #63
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસારગાથા ૩૭૩ થી ૩૮૨ : ૪૭ પણ દ્રવ્યનું જ્ઞાન પર્યાયમાં થયું છે છતાં દષ્ટિમાં રાગને પૂજ્ય દેખીને ત્યાં અટકી ગયો છે. આ જાણવામાં આવે છે એને જાણતો નથી અને પરને જાણું છું એવી મિથ્યાબુદ્ધિ થઈ ગઈ છે. (અર્થાત ) એકલો પરપ્રકાશક છું એવી બુદ્ધિ થઈ ગઈ છે જે મિથ્યા છે.
અહીં સમીપ અને અસમીપ પદાર્થોમાં એકલા પરને જ જાણે છે એમ નથી તેથી આ વાત સાથે લીધી છે.
સ્વ-પરપ્રકાશક સ્વભાવના સામર્થ્યવાળો ભગવાન આત્મા ચૈતન્યબિંબ તે જેની એક સમયની પર્યાયમાં જણાણો છે તેની જ્ઞાનની પર્યાયમાં જેમ આત્મા જણાય છે તેમ દૂર રહેલા પદાર્થો પણ તેને અડ્યા વિના જણાય છે. સમજાણું કાંઈ....?
અહા ! એકવાર તો એમ (અંદરમાં) આવ્યું હતું કે (જાણે) જ્ઞાનની પર્યાય જે છે એક જ વસ્તુ છે. બીજી ચીજ જ નથી. એક (જ્ઞાનની) પર્યાયનું અસ્તિત્વ એ સારા લોકાલોકનું અસ્તિત્વ છે.) એક સમયની જાણવા દેખવાની સ્વ-પરપ્રકાશક પર્યાય એમાં આત્મદ્રવ્ય એના (અનંતા) ગુણો એની ત્રણેકાળની પર્યાયો તથા છ દ્રવ્યોના દ્રવ્ય-ગુણપર્યાય બધું એક સમયમાં જણાય છે. આખુ જગત એક સમયમાં જણાય છે છતાં એક સમયની પર્યાયમાં પોતાના દ્રવ્ય ગુણ કે છ દ્રવ્યો આવતા નથી.
અરે પ્રભુ! તું કોણ છો અને તારું સામર્થ્ય શું છે એની તને ખબર નથી.
અહા! કેવળજ્ઞાનની એક સમયની પર્યાય પૂરા લોકાલોકને જાણે એવી બહાર પ્રગટ થાય. માટે દ્રવ્ય-ગુણમાં કાંઈ ઓછપ થઈ જાય, ઘટાડો થઈ જાય એમ નથી. દ્રવ્ય તો એવું ને એવું જ રહે છે. દ્રવ્યમાં કાંઈ ઓછું થતું નથી. અહા ! આવો અલૌકિક ચૈતન્યચમત્કારમય ભગવાન આત્મા છે. લોકો બહારમાં ચમત્કાર માને પણ એમાં તો ધૂળેય ચમત્કાર નથી. પૂર્ણ પર્યાય પ્રગટ થઈ એ દ્રવ્યમાંથી પ્રગટ થઈ એમ વ્યવહારથી કહેવાય; નિશ્ચયથી દેખો તો પર્યાય, પર્યાયથી થઈ છે, દ્રવ્યથી નહિ. પૂરણ અનંતજ્ઞાનની પર્યાય પ્રગટી તે સર્વ લોકાલોકને જાણતી થકી પ્રગટી છે છતાં દ્રવ્ય-ગુણ તો એવાં ને એવા ત્રિકાળ એકરૂપ પડ્યાં છે; તેમાં કોઈ ઉણપ કે અધિકતા થઈ નથી. આમ સર્વ પડખેથી વસ્તુસ્વરૂપ યથાર્થ જાણવું જોઈએ.
નિગોદમાં અક્ષરના અનંતમા ભાગે જ્ઞાનની પર્યાય હતી, તેનો વિકાસ થઈ ને બાર અંગ અને ચૌદ પૂર્વનું જ્ઞાન થાય તે જ્ઞાનનો અનંતગુણો વિકાસ છે; અને કેવળજ્ઞાનની પર્યાય થાય એ તો એથીય અનંતગુણો વિકાસ છે. અહા! આવી જેમાં આખું જગતસ્વપરનાં દ્રવ્ય-ગુણ અને અનાદિઅનંત પર્યાયો જણાય એવી પૂર્ણ જ્ઞાનની પર્યાય પ્રગટવા છતાં ત્રિકાળી દ્રવ્ય-ગુણમાં કાંઈ ઓછપ કે ઉણપ કે વિશેષતા થતી નથી. અહા ! આવો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #64
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૮ : પ્રવચન રત્નાકર ભાગ-૧) અખંડાનંદ પ્રભુ અંદર નિત્ય બિરાજમાન છે, અને તેને દષ્ટિમાં લેતાં સમ્યગ્દર્શન આદિ ધર્મ પ્રગટ થાય છે. સમજાણું કાંઈ....!
પ્રભુ! સાંભળ તો ખરો કે આ શું કહેવાય છે! કેવળજ્ઞાનની પર્યાય શક્તિમાંથી પ્રગટી તો શક્તિમાં કાંઈ ઓછપ થઈ હશે એમ કોઈને તર્ક ઉઠે તો કહે છે-ના, શક્તિ તો એવી ને એવી પરિપૂર્ણ ત્રિકાળ અંદર ભરી પડી છે. અહા ! આવી અલૌકિક વાતો છે. “આત્મા પોતાના સ્વરૂપથી જ જાણે છે' –એમ જે કહ્યું છે એમાંથી આ બધી વાત નીકળી છે.
આત્મા જેમ બાહ્ય પદાર્થોની અસમીપતામાં પોતાના સ્વરૂપથી જ જાણે છે તેમ બાહ્ય પદાર્થોની સમીપતામાં પણ પોતાના સ્વરૂપથી જ જાણે છે.”
આકાશનો અનંત અનંત જોજનમાં વિસ્તાર છે, તેના પ્રદેશોનો ક્યાંય અંત નથી. અહા! આવા અસમીપ પદાર્થને પણ જ્ઞાન પોતાના સ્વરૂપથી જ જાણે છે. જ્ઞાનનો સ્વરૂપથી જ સ્વ-પરપ્રકાશક સ્વભાવ છે, અને પોતાના સ્વ-પરપ્રકાશક સ્વભાવના સામર્થ્યથી તે સ્વને પ્રકાશે છે તે જ કાળે દૂરદૂરના પદાર્થને પણ તેને અડયા વિના જ જાણે છે; વળી તેમ કાળભેદ કર્યા વિના એક સમયમાં ત્રણકાળને તે જાણે છે. આવું અલૌકિક તેનું સામર્થ્ય છે. ભાઈ આ તો અંદર જાગીને જુએ તો સમજાય એવું છે.
જાગીને જોઉં તો જગત દીસે નહિ-એમ આવે છે ને!
ભાઈ ! જગત છે જ નહિ એમ કેટલાક કહે છે એમ આ વાત નથી. જગત નથી એમ વાત નથી; જગત છે, છ દ્રવ્યમય લોક છે, પણ તેને જાણનારી પોતાની પર્યાયને જોતાં એમાં જગત નથી એમ વાત છે. છ દ્રવ્ય સંબંધીનું જ્ઞાન પોતામાં છે. પણ છ દ્રવ્ય પોતામાં નથી એમ વાત છે. ભાઈ ! આ તો કેવળીના પેટની વાતો સંતો પૂરી કહી શકે નહિ, કેવળી પૂરી જાણે.
જુઓ, એકલું અસમીપને જાણે એમ લેવું નથી, પોતાને જાણતાં પરને અસમીપને તેમજ સમીપન-જાણે છે એમ વાત લેવી છે. જ્ઞાનની પર્યાય એકલા પરને જ જાણે એ તો મિથ્યાજ્ઞાન છે. આત્માનો સ્વભાવ તો સ્વ-પરપ્રકાશક છે, તેથી એકલા પરને જાણે અને સ્વને ભૂલી જાય એ તો મિથ્યાજ્ઞાન છે.
અહા ! વીતરાગી સંતોની શી બલિહારી છે! કેવળીના કડાયતીઓએ કેવળજ્ઞાનને ખડું કરી દીધું છે. ભાઈ ! આત્મા એકલા પરને જ જાણે એમ વાત નથી, પણ અને જાણતાં, પર દૂર હોવા છતાં પરને જાણે એવો એનો સ્વભાવ છે. દૂર અને નજીક એવો કોઈ ભેદ નથી. દૂરને જાણતાં વાર લાગે, અને સમીપનો તત્કાલ જાણે એમ ભેદ નથી. એક સમયમાં અનંત અનંત દૂરવર્તી (ક્ષેત્રથી કે કાળથી) પદાર્થને, અને જાણતાં જાણી લે છે. અહાહા...! આવી વાત! ભાઈ ! અંદરથી પોતાનો મહિમા ભાસ્યા વિના
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #65
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસારગાથા ૩૭૩ થી ૩૮૨ : ૪૯ બહારનો મહિમા છૂટે નહિ. ભાઈ ! બહારની ચીજ છે, પણ તે વ્યવહારે જાણવાલાયક છે, તે આદરણીય નથી, ઉપાદેય નથી, ઉપાદેય ને આદરણીય તો એક ત્રિકાળી ભગવાન આત્મા જ છે.
સ્વને જાણતાં બહારના દૂરના કે નિકટના પદાર્થોને કેવળજ્ઞાન એક સમયમાં જ એકસાથે જાણે છે. સ્વને પહેલાં ને પરને પછી જાણે એમ જાણવામાં કાળભેદ નથી. તે ભલે શ્રુતજ્ઞાનની પર્યાય હો, તે પર્યાય અનંતા સિદ્ધો દૂર છે એને પણ જાણે અને સમીપમાં સમોસરણમાં વિરાજમાન સર્વજ્ઞદવને પણ જાણે. સ્વને જાણતાં પરને જાણે એવું જ તેનું સ્વરૂપ છે. અહીં “બાહ્ય પદાર્થોની અસમીપતામાં...' એમ અસમીપ પદાર્થોની પહેલાં વાત કેમ કરી? કેમકે લોકોને એમ છે કે આકાશાદિ અસમીપને જાણતાં જ્ઞાનને વાર લાગતી હશે; તો તેનું નિરસન કરતાં કહે છે કે પદાર્થ દૂર હો કે સમીપ હો, જ્ઞાનને જાણવામાં કાંઈ ભેદ નથી. જ્ઞાન તો સર્વને એક સાથે પહોંચી વળે છે. અહા ! સ્વપરપ્રકાશક જ્ઞાનની નિર્મળ પર્યાય પ્રગટી તેના સ્વભાવના સામર્થ્યની શી વાત! એને કોઈ હૃદ નથી. સમજાણું કાંઈ....!
અહો ! સર્વજ્ઞ પરમાત્માએ કહેલી વાત દિગંબર સંતો અહીં કહે છે. કહે છેજ્ઞાનાનંદસ્વરૂપી ભગવાન આત્મા અસમીપ કે સમીપ બાહ્યપદાર્થોને પોતાના સ્વરૂપથી જ જાણે છે, તે તે પદાર્થોથી જાણે છે એમ નહિ. ભાઈ ! આ તો વીતરાગનો મારગ બાપા! જરા શાંતિથી ને ધીરજથી સમજવા જેવો છે. આત્મા અહીં છે ને આકાશ અનંત અનંત દૂર વિસ્તર્યું છે, તો તે આકાશને જાણે છે તે પોતાના સ્વરૂપથી જ જાણે છે. પોતાના સ્વરૂપમાં રહીને, પરમાં પેઠા વિના, પરને અડયા વિના જ, જ્ઞાન પોતાથી જ આકાશાદિને જાણે છે. પદાર્થ નજીક છે માટે જાણે છે કે દૂર છે માટે જાણે છે એમ છે જ નહિ. એને સ્વરૂપથી જ જાણપણું છે, પદાર્થથી નહિ. લોકાલોક છે માટે કેવળજ્ઞાન અને જાણે છે એમ છે નહિ. જ્ઞાનથી પર્યાય શબ્દાદિ પદાર્થોને તે શબ્દાદિ પદાર્થ સામે છે માટે જાણે છે એમ નથી, એ તો સ્વરૂપથી જ જગતના જ્ઞયોને જાણે છે. આવી વાત છે.
હવે કહે છે – “(એમ) પોતાના સ્વરૂપથી જ જાણતા એવા તેને (આત્માને), વસ્તુસ્વભાવથી જ વિચિત્ર પરિણતિને પામતા એવા મનોહર કે અમનોહર શબ્દાદિ બાહ્ય પદાર્થો જરાય વિક્રિયા ઉત્પન્ન કરતા નથી.'
શું કીધું? “મનોહર કે અમનોહર શબ્દાદિ પદાર્થો –અર્થાત્ નિંદાના શબ્દ હો કે પ્રશંસાના, કુરૂપ હો કે સુંદર રૂપ હો, દુર્ગધ હો કે સુગંધ હો, કડવો રસ હો કે મધુર, કર્કશ સ્પર્શ હો કે સુંવાળો-તે બધા વસ્તુસ્વભાવથી જ વિચિત્ર પરિણતિને પામતા બાહ્ય પદાર્થો જીવને જરાય વિક્રિયા ઉત્પન્ન કરતા નથી.' સ્ત્રીના શરીરના સુંદર
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #66
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫) : પ્રવચન રત્નાકર ભાગ-૧) રૂપથી આ રાગ થાય કે શરીરના કુબડાપણાથી આને દ્વેષ થાય એમ છે નહિ એમ કહે છે. બહારના શબ્દાદિ પદાર્થો વડે જીવને વિકાર થાય એવો, જીવનો સ્વભાવ નથી, અને તે બાહ્ય પદાર્થો આત્માને વિકાર ઉત્પન્ન કરે એવો તે પદાર્થોનો સ્વભાવ નથી.
અહાહા...! આત્મા સચ્ચિદાનંદસ્વરૂપ પ્રભુ છે તે પરને જાણતાં પરને લઈને તેને જાણપણું-જ્ઞાન થયું છે એમ તો નહિ, પણ પરને લઈને તેને રાગાદિ વિકાર થાય છે એમ પણ નથી. અહા ! શબ્દાદિ પર પદાર્થો નિંદા-પ્રશંસા આદિરૂપે સ્વભાવથી જ વિચિત્રપણે પરિણમે છે, તે શબ્દાદિને આત્મા કરે છે એમ નહિ તથા તે શબ્દાદિ પદાર્થોને કારણે આત્માને રાગાદિ વિક્રિયા થાય છે એમ પણ નહિ. શબ્દાદિ પદાર્થો તો સહજ જ પોતાના ભાવથી પરિણમે છે. તેમાં આત્માને શું છે? કાંઈ નથી, ન તો આત્મા શબ્દાદિને કરે છે, ન તો શબ્દાદિ આત્માને કાંઈ રાગાદિ વિકાર કરે છે. ભગવાન કેવળીના ગુણ જ્ઞાનમાં જણાય, પણ તે કાંઈ જીવને રાગ ઉત્પન્ન કરે છે એમ નથી. આ કેવળી છે એમ આને જ્ઞાન થાય તે પણ કેવળીને લઈને છે એમ નહિ, અને આને કેવળી પ્રતિ રાગ થાય તે પણ કેવળીને લઈને છે એમ નહિ. ભાઈ ! આ તો પ્રત્યેક વસ્તુના સ્વતંત્ર પરિણમનનો ઢંઢેરો છે. કોઈનું પરિણમન કોઈ પરથી છે એમ કવળીના મારગમાં છે જ નહિ. પરથી વિકાર પણ નહિ અને પરથી ગુણની દશા પણ નહિ.
કોઈએ ગાળ દીધી અને આને દ્વેષ થયો તો તે ગાળને લઈને થયો એમ છે નહિ. ગાળમાં (શબ્દમાં) એવી તાકાત નથી કે તને એ દૈષ ઉત્પન્ન કરે, અને એ ગાળથી તને દ્વેષ થાય એવું તારું સ્વરૂપ પણ નથી. તેમ કોઈ પ્રશંસા-અભિનંદન કરે તો તે પ્રશંસાના શબ્દથી તને રાગ ઉપજે એમ પણ નથી. કોઈ એમ માને એ તો એની જૂઠી માન્યતા છે. ભાઈ ! પરમાણુ વિચિત્ર પરિણામરૂપે સ્વભાવથી જ પરિણમે એમાં તારે શું? રાગદ્વેષાદિ ભાવો પર વડ ઉત્પન્ન કરી શકાતા નથી અને પર જીવને રાગદ્વેષ કરતા નથી. અહો ! પરમ ભેદજ્ઞાનનું કારણ એવું જ વસ્તુનું સ્વરૂપ છે. સમજાણું કાંઈ...! ભાઈ....! આ મૂળ વાત છે.
સમ્યગ્દષ્ટિ રાગને પોતાનો માનતો નથી. તેને રાગાદિ તો થાય છે અને તે તેને કર્મનું કાર્ય સમજે છે તે કેવી રીતે છે?
સમાધાન - ભાઈ ! એમાં અપેક્ષા બીજી છે. જ્ઞાનીને-સમ્યગ્દષ્ટિને રાગની રુચિ નથી. રાગ પોતાનું કર્તવ્ય છે એમ તેને નથી. છતાં કર્મના (ચારિત્રમોહના) ઉદયવશ તેને કમજોરીને લીધે રાગાદિ થાય છે તો તે સ્વભાવજનિત કાર્ય નહિ હોવાથી તેને કર્મનું કાર્ય કહેવામાં આવે છે. કર્મ કરે છે એમ નહિ, પણ કર્મના પ્રસંગમાં રાગ થાય છે તેથી તેને વિવક્ષાથી કર્મનું કાર્ય કર્યું છે. ભાઈ ! માત્ર શબ્દને પકડ અને ભાવ સમજે નહિ તો આ સમજાય એવું નથી. ભાઈ ! જે વિવક્ષાથી વાત હોય તે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #67
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htîp://www.A+maDharma.com for updates
સમયસારગાથા ૩૭૩ થી ૩૮૨ : ૫૧ વિવક્ષા યથાર્થ સમજવી જોઈએ. બાકી કર્મની તાકાત નથી કે તે જીવને રાગાદિ ઉત્પન્ન કરે. જુઓ, આ શું કહે છે? સ્વભાવથી જ વિચિત્ર પરિણતિરૂપે પરિણમતા બાહ્ય પદાર્થો જીવને જરાય વિક્રિયા ઉત્પન્ન કરી શક્તા નથી. અહો! આચાર્યદેવે થોડા શબ્દોમાં ઘણું બધું ભરી દીધું છે. વર્તમાન જ્ઞાનની હીન (અલ્પજ્ઞ ) દશા છે તે કાંઈ જ્ઞાનાવરણીય કર્મને લઈને છે એમ નથી.
ભાઈ! ૫૨ વડે પરની દશા થાય એ માન્યતા જ જૂઠી છે, ભ્રમ છે. ભગવાનનું બિંબ જોયું માટે મને શુભાગ થયો એમ કોઈ માને તે ખોટું છે. તેમ કોઈ પાપીને જોતાં દ્વેષ થાય તે પાપીને કારણે થયો છે એમ માને તે પણ ખોટું છે. વિચિત્ર પરિણતિરૂપે સામેનો પદાર્થ પરિણમ્યો તે તેની દશા છે, એમાં આત્માને શું છે? કાંઈ નથી. હવે કહે છે
‘આ રીતે આત્મા દીવાની જેમ પ૨ પ્રત્યે સદાય ઉદાસીન છે ( અર્થાત્ સંબંધ વગરનો, તટસ્થ છે) –એવી વસ્તુસ્થિતિ છે, તોપણ જે રાગ-દ્વેષ થાય છે તે અજ્ઞાન છે.’
ભાઈ! પરદ્રવ્યમાં તાકાત નથી કે તે તને રાગ ઉત્પન્ન કરાવે અને તારું પણ એવું સ્વરૂપ નથી કે ૫૨ વડે તારામાં રાગ ઉત્પન્ન થાય. આત્મા પર્યાયે પર્યાય સ્વતંત્ર-સ્વાધીન છે; વિકા૨ ૫૨ને લઈને નહિ, ૫૨ વડે નહિ; અને ગુણની દશા પણ ૫૨ વડે નહિ.
તો વજ્રવૃષભનારાચ સંહનન હોય તેને કેવળજ્ઞાન થાય છે એમ કહ્યું છે એ કેવી રીતે છે!
ભાઈ ! એ તો નિમિત્તનું જ્ઞાન કરાવવા માટેનું કથન છે. વજ્રવૃષભનારાચ સંહનન કેવળજ્ઞાન પ્રગટ થવામાં બાહ્ય નિમિત્ત છે, કાંઈ એનાથી કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે એમ નથી. સંઘયણ તો જડની અવસ્થા છે; તે જીવને શું કરે? જેમ નિર્મળ રત્નત્રયરૂપ ચારિત્રની દશા મનુષ્યપણામાં પ્રગટ થાય છે, નરક-દેવ-તિર્યંચમાં નહિ; પણ તેથી કાંઈ મનુષ્યદશા છે તેનાથી કાંઈ ચારિત્ર પ્રગટ થાય છે એમ નથી. વાસ્તવમાં આત્માને ચારિત્ર પ્રગટ થવામાં પરની અપેક્ષા જ નથી. ભાઈ! પર તારામાં ચારિત્ર ઉત્પન્ન કરે એવી ૫૨માં શક્તિ જ નથી. ભગવાને જીવાદિ નવ તત્ત્વ કહ્યાં છે, ત્યાં કાંઈ એક તત્ત્વ કોઈ બીજા તત્ત્વનું કાંઈ કરે એવું વસ્તુસ્વરૂપ નથી. સમજાણું કાંઈ...!
આ રીતે આત્મા દીવાની જેમ પર પ્રત્યે ઉદાસીન છે, સંબંધ વગરનો છે. દીવો હોય ને દીવો, તે ઘટપટને, ઘટપટ માટે પ્રકાશે છે એમ નથી; અને ઘટપટ દીવાને પ્રકાશરૂપ કરે છે એમ પણ નથી. દીવાનો સ્વભાવ જ સ્વપરને પ્રકાશવાનો છે અને તેથી સહજ જ તે પ્રકાશે છે.
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
Page #68
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
૫૨ : પ્રવચન રત્નાકર ભાગ-૧૦
હવે આવો મારગ! બિચારાને સમજવાની ફુરસદ ન મળે! આવો મનુષ્ય-ભવ માંડ મળ્યો, એમાં રળવા-કમાવામાં ને બાયડી-છોકરાં પાછળ ને વિષયમાં બધો વખત ચાલ્યો જાય. પરંતુ ભાઈ ! અવસર ચાલ્યો જાય છે. આવો મનુષ્યભવ અનંત કાળે મળે, આ તો ભવનો અભાવ કરવાનો કાળ છે. આમાં કાંઈ ન કર્યું ને કર્મ કરે તે ખરું એમ બેસી રહ્યો તો તારા હાલ ભુંડા છે ભાઈ! ક્યાંય ભવસમુદ્રમાં ખોવાઈ જઈશ.
જીવ પોતાના ઊંધા પુરુષાર્થથી સમજતો નથી; ને સુલટા પુરુષાર્થથી પોતાનું સ્વરૂપ તેને સમજાય તેવું છે. કર્મ તને કાંઈ કરે એવી કર્મની શક્તિ નથી, ને કર્મથી તારામાં ભૂલ થાય એવું તારું સ્વરૂપ નથી. કહ્યું ને કે આત્મા દીવાની જેમ ૫૨ પ્રત્યે ઉદાસીન છે. જુઓ, આ વસ્તુસ્થિતિ છે. જેમ દીવો તટસ્થ છે તેમ આત્મા ૫૨ પ્રત્યે તટસ્થ છે. જેમ નદીમાં પાણીનો પ્રવાહ ચાલ્યો જાય ત્યાં બન્ને કાંઠા તટસ્થ છે, કાંઠાને લઈને પ્રવાહ ચાલે છે એમ નથી, તેમ આત્મા ૫૨ને જાણે છે તે તટસ્થ-સંબંધરહિત રહીને જાણે છે. આવો મારગ છે ભાઈ !
અહા! અનંતકાળમાં અનંતવાર એણે અગિયાર અંગ ‘પઢ ડાલા', પરંતુ અરે એણે સ્વરૂપમાં અંતરષ્ટિ કરી નહિ! ભગવાન આત્મા જ્ઞાનસ્વરૂપ જ્ઞાનનો સાગર પ્રભુ છે તેને સ્પર્શીને જ્ઞાન પ્રગટ થાય છે, પરથી જ્ઞાન થતું નથી. આવી વસ્તુસ્થિતિ છે તોપણ તેને રાગદ્વેષ થાય છે તે અજ્ઞાન છે.
* કળશ ૩૭૩ થી ૩૮૨ : ભાવાર્થ ઉ૫૨નું પ્રવચન *
‘શબ્દાદિક જડ પુદ્દગલદ્રવ્યના ગુણો છે. તેઓ આત્માને કાંઈ કહેતા નથી કે “તું અમને ગ્રહણ કર ( અર્થાત્ તું અમને જાણ ); ” અને આત્મા પણ પોતાના સ્થાનથી ચ્યુત થઈને તેમને ગ્રહવા ( –જાણવા ) તેમના પ્રત્યે જતો નથી.'
જુઓ, શબ્દાદિક જડ પુદ્દગલદ્રવ્યના પરિણામરૂપ હોવાથી જડ છે. તેઓ કાંઈ આત્માને કહેતા નથી કે તું અમને જાણ. તેઓ તો પોતપોતાના ભાવથી પિરણમી રહ્યા છે બસ. વળી આત્મા પણ પોતાનું સ્થાન છોડી તેમને ગ્રહવા તેમના પ્રત્યે જતો નથી. અર્થાત્ આત્મા શબ્દાદિરૂપ થઈ તેમને ગ્રહતો- જાણતો નથી. સ્વપ૨ને જાણવું એ તો આત્માનો સહજ સ્વભાવ છે. ભાઈ ! પ્રત્યેક પદાર્થનું દ્રવ્ય, એના ગુણ અર્થાત્ શક્તિ અને એની પર્યાય–સર્વ સ્વતંત્ર છે; તેમાં ૫૨નો બિલકુલ અધિકાર નથી. સમ્યગ્દર્શન થયા પછી વિકાર થાય છે તે પરને લઈને થાય છે એમ કોઈ કહે તો એ બરાબર નથી.
જેમ કોઈ મુસાફર એક ગામ છોડી બીજે ગામ જાય ત્યાં તે ગામ તેને કહેતું
.
નથી કે ‘અહીં તું રોકાઈ જા'; તેમ આત્મા શબ્દ, સ્પર્શ, રસ, ગંધ, વર્ણ ઇત્યાદિને જાણે
છે તો તે શબ્દાદિ તેને કહેતા નથી કે ‘તું અમને જાણવા રોકાઈ જા' . વળી
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
Page #69
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસારગાથા ૩૭૩ થી ૩૮૨ : ૫૩ આત્મા પણ પોતાના સ્થાનથી ખસીને તેમને જાણવા તેમના પ્રત્યે જતો નથી અર્થાત્ શબ્દાદિમાં તન્મય થતો નથી. લ્યો, આવી વસ્તુસ્થિતિ છે. પણ અરે! અંદર પોતે ભગવતસ્વરૂપ ચિદાનંદ પ્રભુ વિરાજે છે તેની સન્મુખ તે થતો નથી અને બહાર શબ્દાદિ પદાર્થોના લક્ષમાં ભરમાઈ ગયો છે!
હવે કહે છે– જેમ શબ્દાદિક સમીપ ન હોય ત્યારે આત્મા પોતાના સ્વરૂપથી જ જાણે છે, તેમ શબ્દાદિક સમીપ હોય ત્યારે પણ આત્મા પોતાના સ્વરૂપથી જ જાણે છે.'
શબ્દાદિ પદાર્થો દુર હો કે સમીપ હો, આત્મા તેમને પોતાના સ્વરૂપથી જ જાણે છે. ‘સ્વરૂપથી જ જાણે છે' –એમ કહેવાનો આશય એમ છે કે-જેને નિજ ચૈતન્યસ્વરૂપ જ્ઞાતાદષ્ટા પ્રભુનું અંતરમાં ભાન થયું છે તે ૫૨ પદાર્થોને જાણવામાં રોકાતો નથી, પોતાને જાણતાં સહજ જ તેનો સ્વપર પ્રકાશક સ્વભાવ પ્રગટ થાય છે. હવે કહે છે
આમ પોતાના સ્વરૂપથી જ જાણતા એવા આત્માને પોતપોતાના સ્વભાવથી જ પરિણમતાં શબ્દાદિક કિંચિત્માત્ર વિકાર કરતાં નથી, જેમ પોતાના સ્વરૂપથી જ પ્રકાશતા એવા દીવાને ઘટપટાદિ પદાર્થો વિકાર કરતા નથી તેમ,....'
શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ એ જડના ગુણો છે. તેઓ પોતાના સ્વભાવથી જ અનેક સ્વરૂપે પરિણમે છે. પોતાના સ્વભાવથી જ પરિણમતા તેઓ જીવને જરાય વિકાર કરતા નથી. શું કીધું? પ્રશંસા કે નિંદાપણે પોતે જ પરિણમતા શબ્દો જીવને કિંચિત્ વિકાર-રાગદ્વેષ ઉત્પન્ન કરતા નથી. કોઈ પ્રશંસાના શબ્દો કહે તેથી રાગ થઈ આવે એમ જરાય નથી. કોની જેમ ? તો કહે છે-સ્વરૂપથી જ પ્રકાશતા દીવાને ઘટપટાદિ પદાર્થો વિકાર કરતા નથી તેમ.
દીવો પોતાના સ્વરૂપથી જ પ્રકાશે છે. તેને ઘટપટાદિ પદાર્થો વિકાર કરતા નથી. દીવાના પ્રકાશમાં કોલસા હોય તો તે શું દીવાને કાળો કરે છે? જરાય નહિ. દીવાના પ્રકાશમાં વીંછી હોય તો તે શું? દીવાના પ્રકાશને ઝેરમય કરે છે? જરાય નહિ. દીવાને ઘટપટાદિ પદાર્થો વિકાર કરતા નથી, તેમ જીવને ૫૨ પદાર્થો કિંચિત્માત્ર વિકાર કરતા નથી. દ્રવ્યનો સ્વભાવ પરિપૂર્ણ પ૨માત્મસ્વરૂપ એવું સાંભળીને તેને હરખ અને રાગ થાય તો તે કાંઈ એ શબ્દોને લઈને નથી. ૫૨૫દાર્થ જીવને વિકાર કરાવતો નથી; અને ૫૨ વડે જીવમાં વિકાર થાય એવું જીવનું સ્વરૂપ નથી.
આવો ઉપદેશ ! અજાણ્યાને એમ લાગે કે જીવની દયા પાળવી, ને દાન કરવુંભૂખ્યાંને અનાજ દેવું, તરસ્યાને પાણી પાવું, નાગાંને કપડાં દેવાં અને રોગીને ઔષધ દેવું-એ તો કાંઈ કહેતા નથી ને આવો ઉપદેશ !
હા ભાઈ, આવો ઉપદેશ ! સાંભળતો ખરો પ્રભુ! પરની કોણ દયા પાળે અને
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
Page #70
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૪ : પ્રવચન રત્નાકર ભાગ-૧) પરને કોણ દાન દઈ શકે? અહીં તો કહે છે-એ અનાજ, કપડાં, ઔષધ, આદિ પદાર્થો એમ કહેતા નથી કે “તું અમને જાણ,” અર્થાત્ તેઓ તને જાણવાનો રાગ પ્રેરતા નથી, અને તને જે મંદરાગ છે તેના કારણે કાંઈ તે ઔષધાદિ પદાર્થોનું વિચિત્ર-અનેકરૂપ પરિણમન થયું છે એમ નથી. ગજબ વાત છે ભાઈ ! મારગ બહુ ઝીણો! પણ વસ્તુનું સત્યાર્થ સ્વરૂપ સમજ્યા વિના અવતાર ઢોર જેવો છે ભાઈ !
અહીં કહે છે પોતાના સ્વરૂપથી જ જાણતા એવા આત્માને પોતપોતાના સ્વભાવથી જ પરિણમતાં શબ્દાદિક કિંચિત્માત્ર વિકાર કરતાં નથી. અહા! “આવો વસ્તુસ્વભાવ છે તોપણ જીવ શબ્દને સાંભળી, રૂપને દેખી, ગંધને સૂધી, રસને આસ્વાદી, સ્પર્શને સ્પર્શી, ગુણ-દ્રવ્યને જાણી, તેમને સારાં-નરસાં માની રાગદ્વેષ કરે છે, તે અજ્ઞાન જ છે.” અહા ! પરમાં રોકાઈ રહીને રાગદ્વેષ કરે તે પોતાનો જ અપરાધ છે, એમાં પરનો કાંઈ દોષ નથી.
હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે:
* કળશ ૨૨૨ : શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * ‘qf––બુત–શુદ્ધ-વોઈ–મહિમા કર્થ વોલ્ફ' પૂર્ણ, એક, અય્યત અને શુદ્ધ (-વિકાર રહિત) એવું જ્ઞાન જેનો મહિમા છે એવો આ જ્ઞાયક આત્મા ‘વોધ્યા' ય પદાર્થોથી ‘વાન્ પિ વિઝિયાં યાયા' જરા પણ વિક્રિયા પામતો નથી, ‘વીપ: પ્રવેશ્યાત્ રૂવ' જેમ દીવો પ્રકાશ્ય પદાર્થોથી (-પ્રકાશાવાયોગ્ય ઘટપટાદિ પદાર્થોથી વિક્રિયા પામતો નથી તેમ.
જુઓ, શું કહે છે? કે ભગવાન આત્મા પૂર્ણ-જ્ઞાનાનંદ સ્વભાવથી પરિપૂર્ણ એવી વસ્તુ છે. વળી તે અનંત ગુણસ્વભાવમય અભેદ એક છે; તથા અય્યત છે. એટલે શું? કે પોતાનો જે પૂર્ણ ધ્રુવ એક ચૈતન્યભાવ તેમાંથી ચુત થતો નથી. અહાહા...! સમ્યગ્દષ્ટિ પુરુષ પોતાની પર્યાયમાં આ નિર્ણય કરે છે કે હું પૂર્ણ, એક, અચળ, શુદ્ધ, નિર્વિકાર જ્ઞાનસ્વરૂપ વસ્તુ છું. અહાહા...! આવો એક જ્ઞાનસ્વભાવ જેનો મહિમા છે એવો જ્ઞાયક પ્રભુ, કહે છે, શયપદાર્થોથી જરાપણ વિક્રિયા પામતો નથી. અહાહા....! એનું સ્વરૂપ જ જાણવું-દેખવું છે. પર્યાયમાં જે વિક્રિયા પામે છે તે પોતાનો અપરાધ છે, કોઈ જ્ઞયને કારણે વિક્રિયા પામે છે એમ નથી.
અહાહા...જ્ઞાન એક જેનો સ્વભાવ છે તે જ્ઞાયક પ્રભુ આત્મા જ્ઞય પદાર્થો તે દેવ-ગુરુ-શાસ્ત્ર હો કે સ્ત્રી-પુત્ર-પરિવાર હો કે અન્ય હોતે મને જાણવા માત્રથી વિઝિયા-રાગ થાય છે એમ નથી, કેમકે જાણવું એ તો એનું સ્વરૂપ છે. ભગવાન કેવળી સમસ્ત જ્ઞયોને-ત્રણકાળ ત્રણલોકને-કેવળજ્ઞાનમાં એક સાથે જાણે છે, છતાં તેમને રાગ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #71
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
સમયસારગાથા ૩૭૩ થી ૩૮૨ : ૫૫ થતો નથી. પરશેયોને જાણતાં જીવને વિકાર થાય છે એમ નથી, પરંતુ અજ્ઞાની પ્રાણી બાહ્ય ચીજોને ઇષ્ટ-અનિષ્ટ અનુકૂળ-પ્રતિકૂળ માને છે તેથી તેને રાગદ્વેષ થાય છે, બાહ્ય પદાર્થો તેને રાગદ્વેષ કરે છે એમ નથી. આ ઠીક છે ને આ અઠીક છે એમ પરસૈયોમાં ઠીક–અઠીકની જૂઠી કલ્પના અજ્ઞાની કરે છે તેથી તેને રાગ-દ્વેષ થાય છે, તે પરશેયો તેને વિક્રિયા ઉપજાવતા નથી, વા તે જ્ઞેયોને જાણવાથી રાગાદિ થાય છે એમ નથી.
આ શરીર સુંદર મનોહર છે અને આ ઘરેણાં-ઝવેરાત એની મહાન શોભા છેઆમ શરીર અને ઘરેણાંમાં ઇષ્ટપણાની કલ્પના-ભ્રાન્તિથી જીવને તત્સંબંધી રાગ થાય છે, પણ તે શરીરાદિ બાહ્ય ચીજ કાંઈ અને રાગ કરાવે છે એમ નથી. વળી બાહ્ય જ્ઞેયોને જાણતાં રાગ થાય એવો જ્ઞાનનો પણ સ્વભાવ નથી. જુઓ, છે ને અંદર કે જ્ઞાયક આત્મા શેયપદાર્થોથી ‘ગમ્ ગપિ વિયિાં ન યાયાત્' જરાપણ વિક્રિયા પામતો નથી. ભાઈ! ૫૨વસ્તુને જાણતાં વિક્રિયા પામે તો કેવળી પણ વિક્રિયા પામે, કેમકે વળી ત્રણકાળ ત્રણલોકને જાણે છે. (પરંતુ એમ છે નહિ.)
રાગનો પણ આત્મા જાણનાર છે, પણ રાગને જાણતાં એને રાગ થઈ જાય એવો એનો સ્વભાવ નથી. એ તો સાતમી ગાથામાં (ભાવાર્થમાં) આવી ગયું કે ૫૨ વસ્તુથી કાંઈ રાગ થતો નથી, પણ પર્યાયમાં ૫૨ તરફ બુદ્ધિ જતાં જે રાગી છે તેને રાગ થાય છે. શું કીધું? દર્શન, જ્ઞાન, ચારિત્ર છે એ તો આત્માની પર્યાય છે, તે પર્યાયને જાણતાં રાગ થાય એમ નહિ, પરંતુ રાગી છે તેને પર્યાયને-ભેદને જાણતાં રાગ થાય છે.
આત્મા વસ્તુ પૂર્ણ, અભેદ, એકરૂપ છે. તેમાં ભેદ પાડવો-આ જ્ઞાન છે, દર્શન છે,
ચારિત્ર છે એમ ભેદ પાડવો-એ રાગ છે. કેવળી ભગવાન ભેદને જાણે પણ તેમને રાગ થતો નથી; અહીં તો પ૨ને ને ભેદને જાણતાં રાગી જીવને રાગ થાય છે, કેમકે તેને પરમાં ને ભેદમાં ઠીક–અઠીકપણાની ભ્રાન્તિ છે, કલ્પના છે. ૫૨ને કે ભેદને જાણતાં રાગ થાય એમ નહિ, પણ પ૨ને જાણતાં રાગી પ્રાણીને રાગ થાય છે એમ વાત છે. સમજાણું કાંઈ....? બાપુ ! આ તો ન્યાયનો માર્ગ છે.
સાતમી ગાથાના ભાવાર્થમાં છેલ્લે કહ્યું છે-“ અહીં કોઈ કહે કે પર્યાય પણ દ્રવ્યના જ ભેદ છે, અવસ્તુ તો નથી; તો તેને વ્યવહાર કેમ કહી શકાય ?
સમાધાનઃ- એ તો ખરું છે પણ અહીં દ્રવ્યદષ્ટિથી અભેદને પ્રધાન કરી ઉપદેશ છે. અભેદષ્ટિમાં ભેદને ગૌણ કહેવાથી જ અભેદ સારી રીતે માલુમ પડી શકે છે. તેથી ભેદને ગૌણ કરીને તેને વ્યવહાર કહ્યો છે. અહીં એવો અભિપ્રાય છે કે ભેદષ્ટિમાં નિર્વિકલ્પ દશા નથી થતી અને સરાગીને વિકલ્પ રહ્યા કરે છે; માટે જ્યાં સુધી રાગાદિક મટે નહિ ત્યાં સુધી ભેદને ગૌણ કરી અભેદરૂપ નિર્વિકલ્પ અનુભવ કરાવવામાં
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
Page #72
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ૬ : પ્રવચન રત્નાકર ભાગ-૧) આવ્યો છે. વીતરાગ થયા બાદ ભેદભેદરૂપ વસ્તુનો જ્ઞાતા થઈ જાય છે ત્યાં નયનું આલંબન જ રહેતું નથી.”
જાઓ, આમાં બહુ સરસ વાત કરી છે. પર્યાય છે તો પોતાની અવસ્થા, પણ પર્યાય અને ભેદ ઉપર લક્ષ જશે તો સરાગીને વિકલ્પ-રાગ થશે, નિર્વિકલ્પતા નહિ થાય, તેથી અભેદની દષ્ટિ કરાવવા પર્યાય અને ભેદને ગૌણ કરી તેને વ્યવહાર કહી ત્રિકાળી અભેદ વસ્તુનો આશ્રય કરાવવા તેને નિશ્ચય કહ્યો છે. આવો મારગ ! ભાઈ ! એક ન્યાય ફરે તો આખી વસ્તુ પલટી જાય. વીતરાગ થયા પછી કેવળી ભેદ અને અભેદ સઘળું જાણે છે, પણ વીતરાગ થયા બાદ ભેદને જાણતાં રાગ થાય એમ છે નહિ. સમજાણું કાંઈ....?
અહીં કહે છે-આ એક શુદ્ધ જ્ઞાયક આત્મા યપદાર્થોથી જરા પણ વિક્રિયા પામતો નથી. જેમ દીવો પ્રકાશવાયોગ્ય પદાર્થોને પ્રકાશવા છતાં વિક્રિયા પામતો નથી. દીવો દીવો જ છે, તેમ ભગવાન આત્મા ચૈતન્ય દીવો છે તે પરવસ્તુને જાણતાં કાંઈ વિક્રિયા પામતો નથી. જ્ઞાન જ્ઞયોને જાણે તેથી રાગદ્વેષ ઉત્પન્ન થઈ જતા નથી, પણ રાગી જીવો તેમાં ઠીક-અઠીકપણું કરે તેથી રાગ દ્વેષ ઉત્પન્ન થાય છે. હવે કહે છે
“તત: ફત:' તો પછી “ત–વસ્તુરિથતિ–વો–વચ્ચ–fષTT: અજ્ઞાનિન:” એવી વસ્તુસ્થિતિના જ્ઞાનથી રહિત જેમની બુદ્ધિ છે એવા આ અજ્ઞાની જીવો ‘વિરુનું સદની હવાસીનતા મુખ્યન્તિ, રાકેષમય–ભવન્તિ' પોતાની સહજ ઉદાસીનતાને કેમ છોડ છે અને રાગદ્વેષમય કેમ થાય છે? (એમ આચાર્યદવે શોચ કર્યો છે.)
ભાઈ ! તારો સ્વભાવ તો જ્ઞાન છે, છતાં તું “વોથવષ્ય' જ્ઞાનથી વિધુર-ખાલી કેમ થઈ ગયો? તારા સ્વભાવને તું કેમ ભૂલી ગયો? જાણવું-દેખવું બસ એવો સહજ ઉદાસીનતાનો ભાવ તેને છોડીને અરેરે ! તું રાગદ્વેષમય કેમ થયો? અજ્ઞાનીઓ પ્રતિ આચાર્યદવ આમ ખેદ વ્યક્ત કરે છે. આચાર્યદેવને ખેદ થયો છે તે કરુણાનો રાગ છે. પોતે મુનિ છે ને? કેવળી નથી; કિંચિત્ રાગ હજી વિદ્યમાન છે એટલે આવી કરુણા થઈ આવી છે.
સર્વજ્ઞ પરમેશ્વર પણ તારા જ્ઞાનનું જ્ઞય છે. એમને ઠીક છે એમ માનતાં રાગ થાય છે. આચાર્ય કહે છે–અરે તને આ રાગ કેમ થાય છે? જાણવારૂપ સહજ ઉદાસીનતાને છોડીને તું રાગી કેમ થાય છે? પરને જાણતાં રાગ થાય એવો કાંઈ જ્ઞાનનો સ્વભાવ નથી, અને પરજ્ઞયો તને રાગ કરાવે એવો યોનો સ્વભાવ નથી. છતાં તું પરને ઇષ્ટઅનિષ્ટ માની રાગદ્વેષમય કેમ થાય છે?
જુઓ, જ્ઞાનીને રાગ થાય છે તે પોતાની અસ્થિરતાને લઈને કમજોરીથી થાય છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #73
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસારગાથા ૩૭૩ થી ૩૮૨ : ૫૭ પરયોને જાણતાં અજ્ઞાનપણાનો રાગ એને થતો નથી. રાગ થાય છે તે બે પ્રકારથી થાય છે-કાં તો અજ્ઞાનથી થાય છે અથવા તો કમજોરીથી થાય છે; પરને લઈને રાગ થાય છે એમ બિલકુલ નથી. જ્ઞાનીને પોતાની કમજોરીવશ રાગ થાય છે, પરમાં ઇષ્ટ-અનિષ્ટની કલ્પનાજનિત રાગ તેને થતો નથી.
પંચાધ્યાયીમાં આવે છે કે-હે જ્ઞાની, તારો તો જ્ઞાન સ્વભાવ છે; બધું જાણ! જાણવામાં ક્યાં રાગદ્વેષ છે. પરમાં ઠીક-અઠીકની કલ્પના કરતાં રાગદ્વેષ ઉત્પન્ન થાય છે. પંચપરમેષ્ઠી ઠીક છે એવી કલ્પના કરીશ તો તને રાગ થશે, પંચપરમેષ્ઠીને પરજ્ઞયપણે માત્ર જાણીશ તો રાગ નહિ થાય. લ્યો, આવી વાત છે. હવે બીજા સાથે આમાં ક્યાં મેળ ખાય ?
* કળશ ૨૨૨ : ભાવાર્થ ઉપરનું પ્રવચન * જ્ઞાનનો સ્વભાવ શેયને જાણવાનો જ છે, જેમ દીપકનો સ્વભાવ ઘટપટાદિને પ્રકાશવાનો છે. એવી વસ્તુસ્વભાવ છે. શયને જાણવા માત્રથી જ્ઞાનમાં વિકાર થતો નથી. શેયોને જાણી, તેમને સારાં-નરસાં માની, આત્મા રાગ-દ્વેષી-વિકારી થાય છે તે અજ્ઞાન છે”
અહાહા...આત્મા સદા એક જ્ઞાયકસ્વભાવી પ્રભુ છે. તેનો સ્વભાવ શયને માત્ર જાણવાનો જ છે. શેયને જાણવામાત્રથી કાંઈ વિકાર થતો નથી. પરંતુ શયોને જાણી તેમાં ભલા–બુરાની કલ્પના-ભ્રાન્તિ કરવાથી વિકાર-રાગદ્વેષ ઉત્પન્ન થાય છે, અને તે અજ્ઞાન છે. પરમાં ઠીક-અઠીકપણું માનતાં રાગદ્વેષ ઉત્પન્ન થાય તે અજ્ઞાન છે. જ્ઞાનીને અસ્થિરતાનો રાગ થાય તેની વાત નથી. આ તો પરજ્ઞયોમાં ઇષ્ટ-અનિષ્ટપણાની કલ્પના કરી જીવ રાગી-ખી થાય છે તે અજ્ઞાન છે એમ વાત છે. હવે કહે છે
“માટે આચાર્યદવે શોચ કર્યો છે કે “વસ્તુનો સ્વભાવ તો આવો છે, છતાં આત્મા અજ્ઞાની થઈને રાગદ્વેષરૂપે કેમ પરિણમે છે? પોતાની સ્વાભાવિક ઉદાસીન–અવસ્થારૂપ કેમ રહેતો નથી?” આ પ્રમાણે આચાર્યદવે જે શોચ કર્યા છે તે યુક્ત છે, કારણ કે જ્યાં સુધી શુભ રાગ છે ત્યાં સુધી પ્રાણીઓને અજ્ઞાનથી દુ:ખી દેખી કરુણા ઉપજે છે અને તેથી શોચ થાય છે.'
અહા ! મુનિરાજને ત્રણ કષાયનો અભાવ થયો છે છતાં આવો કરુણાનો શુભરાગ આવે છે. અહા ! સાધુ એટલે પરમેષ્ઠી પદ! ણમો લોએ સવ્વ ત્રિકાલવર્તી સાહૂણં” એમ ધવલમાં પાઠ છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #74
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates ૫૮ : પ્રવચન રત્નાકર ભાગ-૧૦
ણમો લોએ સવ્વ ત્રિકાલવર્તી અરિહંતાણં, ણમો લોએ સવ્વ ત્રિકાલવર્તી સિદ્ધાણં, ણમો લોએ સવ્વ ત્રિકાલવર્તી આઇરિયાણં, ણમો લોએ સવ્વ ત્રિકાલવર્તી ઉવજ્ઝાયાણં, ણમો લોએ સવ્વ ત્રિકાલવર્તી સાહૂણં.
મૂળ પાઠ આમ છે; પછી ટૂંકુ કરી નાખ્યું છે. બધા જ બોલમાં‘ત્રિકાલવર્તી’ શબ્દ પડયો છે. આમ ભૂત-વર્તમાન-ભાવિ તીર્થંકરોને નમસ્કાર હો એવો શુભભાવ મુનિને પણ આવે છે. પણ તે અજ્ઞાનનિત નથી, ચારિત્રદોષ છે. ૫૨થી મને રાગ થાય એમ માનવું તે અજ્ઞાન છે; મુનિરાજને. એવું અજ્ઞાન નથી. સ્વરૂપસ્થિરતા સંપૂર્ણ થઈ નથી તેથી અશુભથી બચવા એવો શુભભાવ આવે છે તે ચારિત્રનો દોષ છે. ૫૨ને લઈને મને રાગ થાય એમ માને તે મિથ્યાત્વનો દોષ છે. મુનિરાજને તો મિથ્યાત્વ સહિત ત્રણ કષાયનો અભાવ છે. અહો! મુનિરાજ તો જાણે ત્રણ કષાયના અભાવરૂપ વીતરાગી શાન્તિનો સમુદ્ર!
આચાર્યદેવને કરુણાનો ભાવ થયો છે તે રાગ છે, ચારિત્રનો દોષ છે; શ્રદ્ધામાં કાંઈ દોષ નથી, શ્રદ્ધા તો અચલ છે, અવિચલ છે. ગાથા ૩૮ની ટીકામાં આચાર્યદેવ સ્વયં કહે છે કે-અમને જે શ્રદ્ધાન પ્રગટ થયું છે તે અપ્રતિત છે, મોહને અમે ફરીથી અંકુર ન ઉપજે તેમ મૂળમાંથી જ ઉખાડી દીધો છે, તેથી હવે અમે પડવાના નથી. અમારું સમક્તિ અપ્રતિહત છે. અસ્થિરતાવશ કિંચિત્ રાગ આવ્યો છે, પણ શ્રદ્ધામાં ભૂલ નથી.
મુનિરાજને શોચ થયો છે તે રાગ છે, એટલું દુઃખ પણ છે, આનંદની દશામાં એટલી કચાશ છે. પણ જ્યાં સુધી અસ્થિરતાની દશા છે ત્યાં સુધી પ્રાણીઓને દુ:ખી દેખી આવી કરુણા થઈ આવે છે. મુનિરાજને જેટલો વીતરાગ-ભાવ પ્રગટયો છે તે મોક્ષમાર્ગ છે, અને જે પંચમહાવ્રતાદિનો રાગ આવે છે તે પરમાર્થે દોષ છે, જગપંથ છે, એટલો હજુ સંસાર છે.
અજ્ઞાનીને દુ:ખી દેખીને કરુણા ઉપજી છે એમ નહિ, પણ પોતાની ભૂમિકા અસ્થિરતાની છે, સરાગ છે એટલે પ૨ તરફ લક્ષ જતાં પોતાને કરુણાનો રાગ થઈ આવ્યો છે. આવી વાત છે.
*
હવે આગળના ક્શનની સૂચનારૂપ કાવ્ય કહે છેઃ
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
*
Page #75
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસારગાથા ૩૭૩ થી ૩૮ર : ૫૯
* કળશ ૨૨૩: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * T-–વિમાવ–મુ–મદ: જેમનું તેજ રાગદ્વેષરૂપ વિભાવથી રહિત છે “નિત્ય સ્વભાવ–પૃશ:' જેઓ સદા (પોતાના ચૈતન્ય ચમત્કારમાત્ર) સ્વભાવને સ્પર્શનારા છે ‘પૂર્વ–સા' નિ–સમસ્ત– –વિના:' જેઓ ભૂતકાળનાં તેમ જ ભવિષ્યકાળનાં સમસ્ત કર્મથી રહિત છે અને “તવા––૩યા–મિના:' જેઓ વર્તમાન કાળના કર્મોદયથી ભિન્ન છે, “તૂર–મોઢ-વરિત્ર-વૈમવતી જ્ઞાની સંખ્વતની વિન્દન્તિ' તેઓ (-એવા જ્ઞાનીઓ) અતિ પ્રબળ ચારિત્રના વૈભવના બળથી જ્ઞાનની સંચેતનાને અનુભવે છે...
જુઓ, સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન પછી ચારિત્રની વાત કરે છે. જેને સમ્યગ્દર્શન-જ્ઞાન થતાં તે જ્ઞાની થયો, તેને જ્ઞાનચેતના છે. તેને કર્મચેતના અને કર્મફળચેતનાનું સ્વામીપણું નથી છતાં એનું વેદન તેને ગૌણપણે હોય છે. અહીં ચારિત્રમાં તે કર્મચેતના અને કર્મફળચેતનાનો અભાવ કરે છે. કહે છે-જેમનું તેજ રાગ-દ્વેષરૂપ વિભાવથી રહિત છે. અહાહા...! સ્વરૂપની ઉગ્ર રમણતા થઈ તેને ચૈતન્યતેજમાં રાગદ્વેષનો અભાવ છે.
આત્મા અનંતગુણથી શોભાયમાન શુદ્ધ ચેતનામાત્ર વસ્તુ છે. તેનું જ્ઞાન-શ્રદ્ધાન પ્રગટ થાય તેમાં અનંત ગુણની વ્યક્તતાનો અંશ અનંતમા ભાગે પ્રગટ થાય છે. સમ્યગ્દર્શન થતાં ભેગો અતીન્દ્રિય આનંદનો સ્વાદ પણ અંશે આવે છે. હવે આવી વાત સંપ્રદાયમાં છે જ ક્યાં? ભાઈ ! આત્મામાં જેટલા ગુણો છે તે બધાનો એક અંશ વ્યક્ત થાય તેનું નામ સમ્યગ્દર્શન છે. “સર્વ ગુણાંશ તે સમકિત’ –આમ વ્યાખ્યા છે. ચારિત્રમાં તો ગુણોની ઘણી વ્યક્તતા થાય છે, અને કેવળજ્ઞાન થતાં પૂર્ણ વ્યક્તતા થાય છે. સમકિતમાં સર્વ ગુણોનો એક અંશ પ્રગટ વેદનમાં આવે છે, જ્યારે ચારિત્રમાં ઉગ્ર સ્વસંવેદન હોય છે.
જાઓ, ચોથા ગુણસ્થાને ત્રણ કષાય બાકી છે, અંશે ચારિત્ર છે, સ્વરૂપાચરણ ચારિત્ર છે. સંયમ નામ પામે એવી સ્થિતિ ત્યાં નથી. ચોથા કરતાં પાંચમાં ગુણસ્થાને વ્યક્તતા વિશેષ અંશે છે, અને મુનિરાજને તો વ્યક્તતાનો અંશ ઘણો જ વધી ગયો હોય છે. મુનિરાજને પ્રચુર સ્વસંવેદન હોય છે, તેને તો અંદર અતીન્દ્રિય આનંદના ઉભરા આવે છે. વીતરાગ આનંદ અને શાંતિ જેમાં અતિ ઉગ્રપણે અનુભવમાં આવે તેનું નામ ચારિત્ર છે. ચારિત્રમાં તો ઘણી વ્યક્તતાનો અંશ બહાર પર્યાયમાં પ્રગટ થાય છે; છતાં તે પૂર્ણ નથી; પૂર્ણ તો કેવળીને થાય છે.
ભાઈ ! દેવ-ગુરુ-શાસ્ત્રની બાહ્ય શ્રદ્ધા એ પરમાર્થે સમક્તિ નથી અને બહારના વ્રત, તપ, ભક્તિ એ કાંઈ ચારિત્ર નથી. વ્રત, ભક્તિના પરિણામ તો રાગ છે, આસ્રવ છે. અહીં કહે છે-જેમનું તેજ રાગદ્વેષ રહિત થઈ ગયું છે-જુઓ આ ચારિત્રની
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #76
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૦ : પ્રવચન રત્નાકર ભાગ-૧) વ્યાખ્યા છે-ચોથામાં સ્વાનુભવ થવા છતાં રાગદ્વેષ હતા, સંયમ ન હતો, અહીં તો ચૈતન્યતેજ રાગદ્વેષ રહિત થઈ ગયું છે એવા ચારિત્રની વાત છે. અહાહા... ! શ્લોકમાં કેટલી ગંભીરતા છે! ભાઈ ! સાતમે ગુણસ્થાને ચૈતન્યનું તેજ ઘણું વધી ગયું છે તેને મુનિ કહીએ. મુનિપણું કોને કહેવું ભગવાન! અહાહા...! ધન્ય એ મુનિદશા ! ધન્ય એ અવતાર! સમયસાર ગાથા પમાં શ્રી કુંદકુંદ આચાર્ય સ્વયં કહે છે-આત્માની શક્તિનું પ્રચુર સ્વસંવેદન તે અમારો નિજવૈભવ છે. અહાહા...! સમુદ્રમાં જેમ ભરતી આવે તેમ મુનિરાજને અંદર અતીન્દ્રિય આનંદની ભરતી આવે છે. પ્રચુર સ્વસંવેદન એ મુનિનું ભાવલિંગ છે. હવે આવી વાત બીજે ક્યાં છે? સંપ્રદાયના આગ્રહવાળાને કઠણ પડે પણ મારગ તો આવો જ છે ભાઈ !
અહાહા...! અંદર અનંત ગુણથી ભરેલો નિર્મળાનંદ ચૈતન્યબિંબ પ્રભુ ભગવાન આત્મા છે. આવા આત્માનું ભાન થઈને ચારિત્ર પ્રગટ થાય તેની દશા રાગદ્વેષથી રહિત હોય છે. બહારમાં દેહની દશા વસ્ત્રરહિત હોય છે અને અંદરમાં ચૈતન્યનું તેજ રાગદ્વેષરૂપ વિભાવથી રહિત હોય છે. પુનમે દરિયામાં ભરતી આવે ત્યારે દરિયો પૂરણ ઉછળે તેમ કેવળજ્ઞાનમાં પૂરણ આનંદની ભરતીથી આત્મા ઉછળે છે. અહીં હજુ ચારિત્રની વાત છે. તો કહે છે-ચૈતન્યનું તેજ રાગદ્વેષ રહિત થઈને ઘણું જ ખીલી ગયું છે અને જેમાં પ્રચુર આનંદનું વદન થાય છે તેનું નામ ચારિત્ર છે. લ્યો, આવી વાત છે. વળી વિશેષ કહે છે
જેઓ સદા પોતાના ચૈતન્યચમત્કારમાત્ર સ્વભાવને સ્પર્શ છે” –મુનિરાજને છેકે ગુણસ્થાને જરીક વિકલ્પ આવે પણ તરત જ સાતમે ચઢી અંદર આનંદને સ્પર્શે છે. અહાહા....! મુનિરાજ સદા પોતાના ચૂત ચમત્કાર માત્ર સ્વભાવને સ્પર્શનારા એટલે અનુભવનારા છે, વેદનારા છે. ચોથે અને પાંચમે અંદર ઉપયોગ કોઈ કોઈવાર જામે, બે દિવસે, પંદર દિવસે મહિને, બે મહિને જામે, પણ દિગંબર ભાવલિંગી સંત મુનિવરને તો વારંવાર શુદ્ધ-ઉપયોગ આવી જાય છે. છટ્ટ ગુણસ્થાને પંચમહાવ્રતનો વિકલ્પ આવે એ તો એને બોજો લાગે છે. અહાહા...! નિર્મળાનંદનો નાથ સચ્ચિદાનંદ પ્રભુ છે તેને વ્રતનો વિકલ્પ ઉઠ તે બોજો છે. મુનિરાજ તત્કાલ તે બોજાને છોડી પોતાના સ્વભાવને સ્પર્શે છે, અનુભવે છે. છટ્ટથી સાતમે વારંવાર મુનિરાજ સ્પર્શે છે તેથી અહીં “નિત્ય સ્વભાવસ્પૃશઃ” એમ કહ્યું છે.
અહાહા..! આ સમયસાર તો કેવળજ્ઞાનનો વિરહ ભુલાવે એવી અદ્ભુત અલૌકિક ચીજ છે. કહે છે- “જુઓ ભૂતકાળનાં તેમ જ ભવિષ્યકાળનાં સમસ્ત કર્મથી રહિત છે” – જુઓ આ ચારિત્રદશા! ભૂતકાળના રાગથી રહિત તે પ્રતિક્રમણ છે અને ભવિષ્યકાળના રાગથી રહિત તે પ્રત્યાખ્યાન છે. અને વર્તમાન રાગથી રહિત તે આલોચના છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #77
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસારગાથા ૩૭૩ થી ૩૮૨ : ૬૧ ત્રણેય વાત કળશમાં કરી છે. ભાઈ ! સમસ્ત કર્મથી રહિત એવી દશાનું નામ ચારિત્ર છે બાપા ! ચોથે ગૃહસ્થને અને પાંચમે શ્રાવકને તો આર્ત-રૌદ્રધ્યાન પણ હોય છે. પરને કારણે નહિ, પણ એવી અસ્થિરતા તે દશામાં હોય છે.
જુઓ, અષ્ટાપદ પર્વત પરથી ભગવાન શ્રી ઋષભદેવ મોક્ષ પધાર્યા તેની ખબર પડતાં ભરતની આંખમાં આંસુ છલકાયાં. અહા! ભરત સમકિતી છે, જ્ઞાની છે, છતાં ભગવાનના વિરહમાં તે રડે છે. એમ કે-અરે! ભરતક્ષેત્રનો ચૈતન્યસૂર્ય અસ્ત થઈ ગયો, ભગવાનના વિરવું પડયા' –એમ ભરતજી રડે છે. ત્યારે ઇન્દ્ર તેમને સમજાવે છે કે-અરે ! ભરતજી, આ શું? તમે તો આ ભવે મોક્ષ જશો, તેમને આ રુદન ન સુહાય. ભરત કહું છે–ખબર છે, પણ અસ્થિરતાવશ રાગ આવી ગયો છે, અમે તો એના જ્ઞાતા છીએ, કર્તા નથી. જુઓ, જ્ઞાનીને પણ કમજોર ભૂમિકામાં રાગ થઈ જતો હોય છે. અહીં મુનિરાજને તો રાગરહિત ચૈતન્યતેજ પ્રગટયું છે, વારંવાર આત્મસ્પર્શ કરે છે અને સમસ્ત કર્મથી રહિત થયા છે એની વાત છે.
જેઓ ‘તત્વ–૩૬ધાતુ fમન્ના:' વર્તમાન કાળના કર્મોદયથી ભિન્ન છે. જુઓ, બારમી ગાથામાં ‘તાત્વે' શબ્દ આવ્યો છે. પરિજ્ઞાયમાન: તાત્વે પ્રયોનનવાન' (વ્યવહારનય ) તે કાળે જાણેલો પ્રયોજનવાન છે એમ ત્યાં કહ્યું છે. મતલબ કે સમ્યગ્દષ્ટિને જ્ઞાન-દર્શન નિર્મળ થયાં છે પણ હુજા પર્યાયમાં (ચારિત્રની) અશુદ્ધતા છે તે તે કાળે જાણેલી પ્રયોજનવાન છે. તેને સમયે સમયે શુદ્ધતા વધે છે, અશુદ્ધતા ઘટે છેતે તે કાળે જાણેલ પ્રયોજનવાન છે એમ ત્યાં વાત છે. અહીં ‘તીત્વ' એટલે વર્તમાન જે ઉદય આવે છે તેનાથી એ ભિન્ન થયો છે એમ વાત છે. ભાઈ ! આ તો અધ્યાત્મનું શાસ્ત્ર! બહુ ગંભીર.
અહાહા...! મુનિરાજને આનંદના પ્રચુર સ્વસંવેદનજનિત પ્રચુર નિજવૈભવ પ્રગટ થયો છે. ભૂતકાળના કર્મથી તે પાછા વળી ગયા છે તે પ્રતિક્રમણ છે, ભવિષ્યના કર્મથી પાછો વળ્યો છે તે પ્રત્યાખ્યાન છે અને વર્તમાન કર્મોદયથી ભિન્ન થયા છે તે સંવર અને આલોચના છે. અહાહા..! વર્તમાન કર્મ ઉદયમાં આવે તેનાથી એ ભિન્ન પડી ગયો છે. પ્રભુ! તારી મોટપનું શું કહેવું? એનો કાંઈ પાર નથી; અને હીણપ તો માત્ર જાણેલી પ્રયોજનવાન છે. આદરેલી નહિ. એમ કે હીણપ જાણે તો હીણપને છોડી આગળ વધે છે. સમજાણું કાંઈ...?
આમ સમસ્ત કર્મથી ભિન્ન છે એવા તેઓ (-જ્ઞાનીઓ) અતિ પ્રબળ ચારિત્રના વૈભવના બળથી જ્ઞાનની સંચેતનાને અનુભવે છે- “–રિ–ર્વિથી' કે જે જ્ઞાનચેતના ચમકતી ચૈતન્યજ્યોતિમય છે અને સ્વર–મિષિજી–મુવનામૂ' જેણે નિજરસથી (પોતાના જ્ઞાનરૂપ રસથી) સમસ્ત લોકને સીંચ્યો છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #78
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬ર : પ્રવચન રત્નાકર ભાગ-૧)
અહા ! મુનિરાજ પોતાના સ્વરૂપમાં અતિ દઢ ગાઢ-પ્રગાઢ રમણતા કરે તે ચારિત્ર છે, અને તે મુનિરાજનો નિજભવ છે. જુઓ આ નિજભવ ! હજારો શિષ્ય હોય ને બહુ શાસ્ત્રજ્ઞાન હોય, લાખો માણસો એને પ્રવચનમાં સાંભળતા હોય તે નિજવૈભવ નહિ. એ તો બધી બહારની ચીજ પ્રભુ! આ તો અંતરંગ સ્વસ્વરૂપમાં અતિ ગાઢ લીનતા-રમણતા કરે તે ચારિત્ર અને તે નિજવૈભવ-એમ વાત છે. અહાહા...! આવા ચારિત્રના વૈભવના બળથી જ્ઞાની જ્ઞાનની સંચેતનાને અનુભવે છે. અહાહા..! ચારિત્રમાં અંદર એકાગ્રતા એવી દઢ વર્તે છે કે એકલો જ્ઞાનચેતનાના સંવેદનમાં તે પડ્યો છે. અહો ! આવી અલૌકિક મુનિદશા છે ભાઈ! અત્યારે તો બધો ફેરફાર થઈ ગયો, બહારમાં દ્રવ્યલિંગનાંય ઠેકાણાં ન મળે. ભાઈ ! આ તને માઠું લગાડવાની વાત નથી. આ તો તારા હિતની વાત છે પ્રભુ! અંદર આનંદનો નાથ સચ્ચિદાનંદનો નાથ પ્રભુ છે એને ઢંઢોળીને એમાં જ લીન-પ્રલીન થઈ પ્રચુર અતીન્દ્રિય આનંદને વદે છે એનું નામ ચારિત્ર છે. સમજાણું કાંઈ...!
અહાહા...! જ્ઞાની જ્ઞાનની સંચેતનાને વેદે છે. કેવી છે તે જ્ઞાન-સંચેતના? તો કહે છે-ચમકતી ચૈતન્યજ્યોતિમય છે. અહાહા..! જેની જ્ઞાન-પર્યાયમાં ચૈતન્યનો ચમકતો પ્રકાશ પ્રગટી ગયો છે. ચોથા ગુણસ્થાને ચૈતન્યનો અલ્પ પ્રકાશ છે, પણ ચારિત્રમાં ગાઢ અંતર્લીનતા થતાં ચૈતન્યના તેજની ભારે ચમક અંદર પ્રગટ થાય છે. અહાહા..! આ તો અંતરદશાને જડ ભાષામાં કેમ કહેવી? ભાષા ઓછી પડે છે ભાઈ ! “ચમકતી ચૈતન્યજ્યોતિમય છે' –એમ કહ્યું એમાં સમજાય એટલું સમજો બાપુ!
વળી કેવી છે તે જ્ઞાનચેતના ? તો કહે છે-જેણે નિજરસથી સમસ્ત લોકને સિંચ્યો છે. એટલે શું? કે એવી જ્ઞાનની દશા પ્રગટી કે તેમાં લોકાલોકનું જ્ઞાન થઈ જાય છે. નિજરસથી-જ્ઞાનરસથી સમસ્ત લોકને સિંચ્યો છે એટલે જ્ઞાનમાં છ દ્રવ્યમય લોક આખો જાણી લીધો છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર ત્રણે થઈને મોક્ષ છે; એકલા સમ્યગ્દર્શનથી મુક્તિ નથી એમ અહીં કહેવું છે. જ્ઞાનસંચેતનાનું અતિ ઉગ્ર વેદના થતાં જ્ઞાનની પૂરણ દશા પ્રગટ થઈ જાય છે, અને એ પૂરણ જ્ઞાન પ્રગટતાં તેમાં લોકાલોક જણાઈ જાય છે. આવી વાત છે.
* કળશ ૨૨૩: ભાવાર્થ ઉપરનું પ્રવચન * જેમને રાગદ્વેષ ગયા, પોતાના ચૈતન્યસ્વભાવનો અંગીકાર થયો અને અતીત, અનાગત તથા વર્તમાન કર્મનું મમત્વ ગયું એવા જ્ઞાનીઓ સર્વ પરદ્રવ્યથી જુદા થઈને ચારિત્ર અંગીકાર કરે છે.' સમકિતીને ત્રણ કપાય વિદ્યમાન છે. તેને હજી રાગ-દ્વેષ છે. પાંચમા ગુણસ્થાનવર્તી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #79
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસારગાથા ૩૭૩ થી ૩૮૨ : ૬૩ શ્રાવકનેય હુજા રાગદ્વેષ છે, આસ્રવ-બંધ છે. દુઃખ છે. અહીં કહે છે-જેને રાગદ્વેષ ગયા અને પોતાના ચૈતન્યસ્વભાવનો અંગીકાર થયો એવા જ્ઞાનીઓ સર્વ પદ્રવ્યથી જુદા થઈને ચારિત્ર અંગીકાર કરે છે. અહાહા...! ચૈતન્યમૂર્તિ–વીતરાગમૂર્તિ પ્રભુ આત્માનું જેને ગાઢ સ્પર્શન-વેદન થયું છે અને જેને અતીત, અનાગત અને વર્તમાન એમ ત્રણેકાળના કર્મનું મમત્વ ગયું છે તે સ્વરૂપમાં ઠરવારૂપ ચારિત્ર અંગીકાર કરે છે. અહા ! આવું ચારિત્ર કોઈ અલૌકિક ચીજ છે ભાઈ ! પંચ પરમેષ્ઠીપદમાં જેનું સ્થાન છે, જેમાં પ્રચુર આનંદની દશા અનુભવાય છે અને જેમાં સ્વરૂપરમણતાનું અતિશય તેજ પ્રગટે છે એવું ચારિત્ર લોકમાં ઉત્તમ પદાર્થ છે.
તે ચારિત્રના બળથી, કર્મચેતના અને કર્મફળચેતનાથી જુદી જે પોતાની ચૈતન્યના પરિણમનસ્વરૂપ જ્ઞાનચેતના તેનું અનુભવન કરે છે.
જુઓ, ચોથા ને પાંચમા ગુણસ્થાને હજુ કર્મચેતના ને કર્મફળચેતના હોય છે, સ્વામીપણે નહિ, પણ વેદનપણે હોય છે. મુનિને કર્મચેતના ને કર્મફળચેતના નથી, તેને જ્ઞાનચેતના છે. શું કીધું? પુણ્ય-પાપના ભાવનું કરવું તે કર્મચેતના અને હરખ-શોકને વેદવું તે કર્મફળચેતના-એ મુનિને નથી. એનાથી જુદી નિજ જ્ઞાનાનંદ સ્વરૂપના પરિણમનરૂપ જ્ઞાનચેતનાનું અનુભવન તેને હોય છે. રાગનું કરવું ને રાગનું વેદવું મુનિને છૂટી ગયું છે, એને તો એકલું આનંદનું વેદન છે. અહાહા...! આવા ચારિત્રવત મુનિ મોક્ષની તદ્દન નજીક હોય છે.
પણ લોકો કહે છે–તમે (-કાનજીસ્વામી) મુનિને માનતા નથી ને!
મુનિને કોણ ન માને ભાઈ ! એ તો પરમેશ્વર પદ છે. બાપુ! પણ યથાર્થ મુનિ પણું હોવું જોઈએ ને! કહ્યું ને કે-તે ચારિત્રના બળથી, કર્મચેતના અને કર્મફળચેતનાથી જુદી જે પોતાની ચૈતન્યના પરિણમનસ્વરૂપ જ્ઞાનચેતના તેનું અનુભવ કરે છે. અહાહા..! આવી અલૌકિક મુનિદશા હોય છે.
અહીં તાત્પર્ય આમ જાણવું – જીવ પહેલાં તો કર્મચેતના અને કર્મફળચેતનાથી ભિન્ન પોતાની જ્ઞાનચેતનાનું સ્વરૂપ આગમ પ્રમાણ, અનુમાન-પ્રમાણ અને સ્વસંવેદન પ્રમાણથી જાણે છે અને તેનું શ્રદ્ધાન (પ્રતીતિ) દઢ કરે છે; એ તો અવિરત, દેશવિરત અને પ્રમત્ત અવસ્થામાં પણ થાય છે.'
તાત્પર્ય એટલે સાર એમ જાણવો કે જીવ પહેલાં તો કર્મચેતના અને કર્મફળચેતનાથી જુદી પોતાની જ્ઞાનચેતનાનું સ્વરૂપ આગમપ્રમાણથી જાણે અને એનું દઢ શ્રદ્ધાન કરે છે. ત્યાં એને પુણ્ય-પાપના જે ભાવ થાય તે કર્મચેતના છે. શું કીધું? શુભભાવ હો કે અશુભભાવ હો-બન્નેય રાગ છે, વિપરીત ભાવ છે અને તે કર્મચેતના છે. કર્મ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #80
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૬૪ : પ્રવચન રત્નાકર ભાગ-૧) ચેતના એટલે જડકર્મની આ વાત નથી. કર્મ એટલે રાગરૂપી કાર્ય, રાગનું-વિકારનું કરવાપણું–તે કર્મચેતના છે; તે આત્માની જ્ઞાનચેતના નથી. ભાઈ ! દયા, દાન, પૂજા, ભક્તિના શુભભાવ ને હિંસા, જૂઠ, ચોરી આદિ અશુભભાવ તે બન્ને કર્મચેતના છે.
રાગમાં હરખ થવો અને દ્વેષમાં કંટાળો થવો, અણગમો થવો-તે હરખ-શોકનું જે વેદવું થાય તે કર્મફળચેતના છે. કર્મચેતનારૂપ રાગનું જે કાર્ય થાય તેનું ફળ સુખ, દુઃખ, હુરખ, શોકનું વેદવું જે થાય કર્મફળચેતના છે. કર્મફળ એટલે જડકર્મનું ફળ એમ વાત અહીં નથી.
આત્માનો જે શુદ્ધ એક ચૈતન્યસ્વભાવ તેનાથી વિરુદ્ધ જે પુણ્ય-પાપરૂપ શુભાશુભભાવ છે તેને અહીં વિકારી કાર્યરૂપ કર્મચેતના કહેલ છે, અને તેના ફળ તરીકે હરખશોકનું વદન થવું તે કર્મફળચેતના છે. જડકર્મ અને જડકર્મનું ફળ-એમ આ વાત નથી. શુભાશુભ રાગ થાય તેમાં આ ઠીક છે એવું જે હરખનું-સુખનું વદન થાય તે કર્મફળચેતના છે, અને તેમાં આ અઠીક છે એવું જે દુઃખનું-શોકનું વદન થાય તેય કર્મફળચેતના છે.
આ કર્મચેતના ને કર્મફળચેતના-બન્ને આસ્રવ છે. બંધનું કારણ છે, દુઃખરૂપ છે, દુઃખનું કારણ છે. આત્માના નિરાકુલ આનંદસ્વભાવથી બંને વિરુદ્ધ ભાવ છે. પુણ્ય અને પાપ અને તેનું ફળ જે હરખ અને શોક તેમાં એકાગ્ર થવું તે બધું દુઃખનું વેદન છે ભાઈ ! બને ચેતના એક સાથે જ હોય છે. રાગ વખતે જ રાગનું વેદન છે. જુઓ સમયસાર ગાથા ૧૦૨માં આવ્યું છે
जं भावं सुहमसुहं करेदि आदा स तस्स खलु कत्ता ।
तं तस्स होदि कम्मं सो तस्स दु वेदगो अप्पा।। १०२ ।। જે શુભ કે અશુભ પોતાના ભાવને કરે છે તે ભાવનો આત્મા ખરેખર કર્યા છે, તે ભાવ તેનું કર્મ થાય છે, અને આત્મા તે ભાવરૂપ કર્મનો ભોક્તા થાય છે. છે? પ્રભુ! એકવાર તું સાંભળ. આત્મા, અહાહા...! ચૈતન્યસ્વભાવથી ભરેલો ભગવાન એકલા અનાકુળ આનંદના રસનું દળ છે. તેમાં જેટલા પુણ્ય-પાપના ભાવ તેની પર્યાયમાં થાય તે બધા આત્માની શાંતિ અને આનંદથી વિરુદ્ધ છે. અહીં શુભ-અશુભ ભાવને કર્મ કહ્યું. કર્મ એટલે કાર્ય-તે કર્મચેતના છે. અને તે કાળે તેનું વેદના થવું તે કર્મફળચેતના છે. જડ (પુદ્ગલ) કર્મ અને કર્મફળની વાત નથી. ભાઈ ! જે શુભાશુભ ભાવ થાય તે ધર્મ નથી, કર્મ છે, કર્મચેતના છે. સીધી ભાષામાં કહીએ તો એ બધાય ભાવ અધર્મ છે.
અહીં કહે છે તે કર્મચેતના અને કર્મફળચેતના તે બન્ને વિપરીત, વિકારી ભાવ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #81
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસારગાથા ૩૭૩ થી ૩૮૨ : ૬૫ છે, તેનાથી પહેલો શુદ્ધ ચેતનામાત્ર ભગવાન આત્માને ભિન્ન જાણવો. નવ તત્ત્વ કહ્યાં છે ને? તેમાં પુણ્ય, પાપ બે તત્ત્વો છે અને એનાથી જ્ઞાયકતત્ત્વ ભિન્ન કહ્યું છે. શુભ-અશુભ ભાવ થાય અને તેનું વદન હરખ-શોક થાય તે કાંઈ પરમાર્થ આત્મા નથી, ચૈતન્યતત્ત્વ નથી.
ભાઈ ! આત્માનું હિત કરવું હોય તો સૌ પ્રથમ કર્મચેતના અને કર્મ ફળચેતનાથી જ્ઞાયકને ભિન્ન જાણવો. અહાહા...! પોતાની સહજ જ્ઞાનચેતના જ્ઞાનસ્વરૂપ છે તેમાં એકાગ્ર થવું તે જ્ઞાનચેતના છે. પુણ્ય-પાપ અને તેના ફળમાં એકાગ્ર થવાનું છોડીને શુદ્ધ જ્ઞાનસ્વરૂપમાં એકાગ્ર થવું તેનું નામ જ્ઞાનચેતના છે. શુભ-અશુભનું વેદન છે તે તો ધ્રુવસ્વભાવ જે એક જ્ઞાયકભાવ તેની ઉપર ઉપર છે, અંદર તે પ્રવેશ કરતું નથી. અહાહા...! આત્મા જે એક જ્ઞાનસ્વરૂપ છે તેમાં એકાગ્ર થવું તે જ્ઞાનચેતના છે. આત્મા કહો કે જ્ઞાનસ્વરૂપ કહો એક જ છે, કેમકે આત્મા જ્ઞાનસ્વરૂપ છે.
અહીં કહે છે-કર્મચેતના અને કર્મફળચેતનાથી ભિન્ન પોતાની જ્ઞાનચેતનાનું સ્વરૂપ પ્રથમ આગમપ્રમાણથી જાણવું. તીર્થંકરદેવની દિવ્યધ્વનિ છૂટી તેમાંથી સંતોએ શાસ્ત્ર રચ્યાં છે તે આગમ છે.
મુખ કારધુનિ સુનિ અર્થ ગણધર વિચાર,
રચિ આગમ ઉપદેશ, ભવિક સંશય નિવારે” અહા! ભગવાનની ધ્વનિ સાંભળીને ગણધરદેવોએ આચાર્યોએ આગમની રચના કરી છે. ભગવાનની વાણીમાં જે આવ્યું તેનું આગમમાં કથન છે. તે આગમ-પ્રમાણથી, અહીં કહે છે, પુણ્ય-પાપ અને તેના ફળથી આત્મરૂપ જ્ઞાનચેતના ભિન્ન છે એમ પ્રથમ નક્કી કરવું. પંચમહાવ્રતના જે પરિણામ છે તે રાગ છે, આસ્રવ છે, આત્માના ચૈતન્યસ્વભાવથી વિરુદ્ધ છે એમ શાસ્ત્રમાં કહ્યું છે, અને એનાથી પોતાની નિર્મળ જ્ઞાનચેતના પરિણતિ ભિન્ન છે એમ નક્કી કરવું એમ કહે છે. સમજાણું કાંઈ....? હવે આમાં ઓલા વ્યવહારના પક્ષવાળા રાડો પાડે, પણ ભાઈ ! મહાવ્રતના પરિણામ છે તે ઉદયભાવ છે, જગપંથ છે, ચૈતન્યથી વિરુદ્ધ જાતિના છે. લ્યો, આમ આગમ-પ્રમાણથી જાણીને પ્રથમ નિર્ણય કરવો એમ કહે છે.
અહાહા.! ભગવાન આત્મા અંદર પૂર્ણાનંદનો નાથ ચિદાનંદઘન પ્રભુ છે. અનાકુળ આનંદના રસથી આપૂર્ણ અર્થાત્ છલોછલ ભરેલું તત્ત્વ છે. તેમાં એકાગ્ર થઈ પરિણમવું તે જ્ઞાનચેતના છે, તે અનાકુળ આનંદરૂપ છે. અહીં કહે છે-કર્મચેતના અને કર્મફળચેતનાથી ભિન્ન પોતાની જ્ઞાનચેતનાનું સ્વરૂપ આગમ-પ્રમાણથી જાણીને પહેલાં નક્કી કરવું અને તેનું દઢ શ્રદ્ધાન કરવું. આવી વાત ! સમજાણું કાંઈ...?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #82
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૬ : પ્રવચન રત્નાકર ભાગ-૧)
વળી કહે છે-રાગથી ભિન્ન પોતાની જ્ઞાનચેતનાનું સ્વરૂપ અનુમાન-પ્રમાણથી જાણીને નક્કી કરવું. એટલે શું? કે જ્યાં જ્યાં જ્ઞાન ત્યાં આત્મા, અને જ્યાં જ્ઞાન નહિ ત્યાં આત્મા નહિ. મતલબ કે દયા, દાન, આદિનો રાગ થાય તે આત્મા નહિ, એ તો અનાત્મા છે. આ પ્રમાણે અનુમાન-પ્રમાણથી જાણીને રાગથી ભિન્ન જ્ઞાનચેતનાનું સ્વરૂપ નક્કી કરવું.
જુઓ, આ સમ્યગ્દર્શન-જ્ઞાન પ્રગટ કરવાની વિધિ છે. અહા ! પ્રજ્ઞાબ્રહ્મસ્વરૂપ પોતે છે એમાં ઉપયોગની એકાગ્રતા થવી તે જ્ઞાનચેતના છે. આવી જ્ઞાનચેતનાનું સ્વરૂપ કર્મચેતના અને કર્મફળચેતનાથી ભિન્ન છે એમ, કહે છે, પહેલાં આગમથી અને અનુમાનથી નક્કી કરવું.
હવે ત્રીજી વાતઃ આગમ-પ્રમાણ અને અનુમાન-પ્રમાણથી જાણીને-નક્કી કરીને; હવે કહે છે, સ્વસંવેદનપ્રમાણથી જાણે છે. જ્ઞાન અને આનંદના વેદનથી આત્માને જાણે તે સ્વસંવેદનપ્રમાણ છે. ચેતના ત્રણ પ્રકારે કહી-કર્મચેતના, કર્મફળચેતના અને જ્ઞાનચેતના. તેમાં કર્મચેતના ને કર્મફળચેતના વિભાવ દશા છે, વિકારી દશા છે, અને જ્ઞાનચેતના નિર્વિકાર નિર્મળ દશા છે. એ ત્રણેયને આગમ, અનુમાન અને સ્વસંવેદન પ્રત્યક્ષથી જાણીને શ્રદ્ધાન કરવું.
હવે લોકોને બિચારાઓને આવો નિર્ણય કરવાની ક્યાં ફુરસદ છે? આખો દિ' બાયડી-છોકરાં અને ધંધા-પાણીમાં-પ્રપંચમાં-પાપના ભાવમાં ચાલ્યો જાય. તેને સત્યાર્થ વસ્તુ સાંભળવાનોય જોગ ન હોય તે ક્યારે નિર્ણય કરે? પણ ભાઈ! એમાં તને મોટું નુકશાન છે બાપા! જીવતર ધૂળધાણી થઈ જશે અને તું ક્યાંય વહ્યો જઈશ ભાઈ ! માટે કહે છે કે આત્માનું હિત કરવું હોય તો રાગથી ભિન્ન તારી જ્ઞાનચેતનાનું સ્વરૂપ પ્રથમ આગમપ્રમાણથી અને અનુમાનપ્રમાણથી નક્કી કરે અને પછી સ્વસંવેદન પ્રત્યક્ષથી સ્વસ્વરૂપના પ્રત્યક્ષ વેદનથી યથાર્થ નિર્ણય કરી તેનું શ્રદ્ધાન કર.
આ સંવેદન પ્રમાણમાં આત્માના આનંદનું પ્રત્યક્ષ વેદન છે. સ્વસંવેદન અર્થાત પોતાનું “સ” નામ પ્રત્યક્ષ વેદન તે સ્વસંવેદન છે અને તે વડે આત્માને જાણીને તેનું શ્રદ્ધાન દઢ કરવું. કે “આ આત્મા’ –એમ પ્રત્યક્ષ વેદનમાં લઈને તેનું શ્રદ્ધાન કરવું સ્વસંવેદનમાં જાણીને તેનું ( આત્માનું ) દઢ શ્રદ્ધાન કરવું એમ કહે છે. (સ્વસંવેદનમાં જાણે તો શ્રદ્ધાન કરે એમ વાત છે).
અરે ભાઈ ! ક્ષણે ક્ષણે તું મૃત્યુની સમીપ જઈ રહ્યો છે. દેહ છૂટવાની ક્ષણ તો નિયત છે, તેમાં શું ફરે એમ છે? પોતાની જ્ઞાનચેતનાનું સ્વરૂપ સ્વસંવેદનપ્રમાણથી જાણી તેનું શ્રદ્ધાન કરવું એ આ મનુષ્યભવમાં કરવાયોગ્ય કાર્ય છે. ભાઈ ! તું હમણાં નહિ કરે તો ક્યારે કરીશ? (એમ કે પછી અવસર નહિ મળે.)
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #83
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસારગાથા ૩૭૩ થી ૩૮૨ : ૬૭ જુઓ, અહીં કહે છે- “જીવ પહેલાં તો કર્મચેતના અને કર્મફળચેતનાથી ભિન્ન પોતાની જ્ઞાનચેતનાનું સ્વરૂપ આગમપ્રમાણ, અનુમાનપ્રમાણ અને સ્વસંવેદનપ્રમાણથી જાણે છે અને તેનું શ્રદ્ધાન દેઢ કરે છે; એ તો અવિરત, દેશવિરત અને પ્રમત્ત અવસ્થામાં પણ થાય છે.'
ચોથા ગુણસ્થાને અવિરત દશામાં આવું સ્વસંવેદન અને શ્રદ્ધાન હોય છે. આ ગુણસ્થાને હજુ પુણ્ય-પાપના ભાવ, વિષયવાસનાના ભાવ હોય છે. પણ પ્રતીતિમાં આવી ગયું છે કે હું આગ્નવથી ભિન્ન એક જ્ઞાયક તત્ત્વ છું, પૂર્ણાનંદનો નાથ પ્રભુ છું અને રાગથી એકતા તૂટી ગઈ છે, રાગનું એને સ્વામિત્વ નથી, તથાપિ પુણ્ય-પાપના પરિણામથી સર્વથા નિવૃત્તિ નથી.
વળી અંદર શાંતિ અને શુદ્ધિની વિશેષતા થઈ છે, વૃદ્ધિ થઈ છે તે પાંચમું દેશવિરત ગુણસ્થાન છે. તેને પણ આવું સંવેદનજ્ઞાન અને શ્રદ્ધાન દઢ હોય છે. ત્યાં પણ સર્વવિરતિ નથી. મુનિને છઠ્ઠા ગુણસ્થાનની પ્રથ7 દશામાં પણ આવું સ્વસંવેદનજ્ઞાન અને શ્રદ્ધાન હોય છે. ત્યાં મુનિને પણ સંજ્વલનનો કિંચિત્ રાગ હોય છે; સર્વથા નિરાગ્નવ નથી. પંચમહાવ્રત સમિતિ, ગતિ, નિજસ્તુતિ, ભક્તિ, વંદના ઇત્યાદિનો કિંચિત્ રાગ આવે છે એટલે હજુ આસ્રવ છે. જો કે આ દશામાં શુદ્ધિની વૃદ્ધિ સવિશેષ છે, તથાપિ સર્વ રાગનો અભાવ નથી. આ પ્રમાણે સ્વસંવેદનસ્વરૂપ જ્ઞાનચેતનાનું આગમ, અનુમાન અને સ્વાનુભવથી વેદન આ ત્રણે અવસ્થામાં-ચોથ, પાંચમ અને છઠ્ઠ ગુણસ્થાને હોય છે.
હવે કહે છે અને જ્યારે અપ્રમત્ત અવસ્થા થાય છે ત્યારે જીવ પોતાના સ્વરૂપનું જ ધ્યાન કરે છે, તે વખતે, જે જ્ઞાનચેતનાનું તેણે પ્રથમ શ્રદ્ધાન કર્યું હતું તેમાં તે લીન થાય છે અને શ્રેણી ચડી, કેવળજ્ઞાન ઉપજાવી, સાક્ષાત્ જ્ઞાનચેતનારૂપ થાય છે.'
જુઓ, છઠ્ઠા ગુણસ્થાનમાં ત્રણ કષાયનો અભાવ છે, પણ હજુ વ્રતાદિનો વિકલ્પ છે તેથી તે તદ્દન નિરાસવ નથી. છઠ્ઠા ગુણસ્થાનવાળાને સાગ્નવસમકિતી કહ્યો છે; કેમકે હજા પ્રમાદ દશા છે, વ્રત, તપ, દયા આદિના વિકલ્પ છે. તેથી ત્યાં પણ જ્ઞાનચેતનાથી દઢ શ્રદ્ધા અને જ્ઞાન છે. પરંતુ જ્યારે અપ્રમત્ત દશા થાય છે ત્યારે તે પોતાના સ્વરૂપનું જ ધ્યાન કરે છે. જો કે ત્યાં અબુદ્ધિપૂર્વકનો રાગ હોય છે પણ તેની અહીં ગણત્રી નથી. અંદર ધ્યાનમાં એવો જામી જાય છે કે જ્ઞાન, જ્ઞાતા, શય અને ધ્યાન, ધ્યાતા, ધ્યેયનો કોઈ ભેદ જ રહેતો નથી. ભાઈ ! આ ચારિત્રના અંતર-વૈભવની અપૂર્વ વાતો છે. અહો ! આ અલૌકિક ગાથાઓ છે.
અહા ! પ્રમત્ત અવસ્થાનો ત્યાગ થતાં સાતમા અપ્રમત્ત ગુણસ્થાને પોતાના સ્વરૂપનું
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #84
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૮ : પ્રવચન રત્નાકર ભાગ-૧) જ ધ્યાન હોય છે. પરમાત્મપ્રકાશમાં આવે છે કે-જ્યાં સુધી પોતાના સ્વરૂપનું ધ્યાન કરવાનો વિકલ્પ ઉઠ છે ત્યાં સુધી તે સાસવ છે, નિરાસવ નથી. ત્યાં તો વિશેષ એમ પણ વાત કરી છે કે મહાવ્રતનો જે શુભરાગ છે તેને જે ઉપાદેય માને તેને આત્મા હોય છે, અને જેને આત્મા ઉપાદેય છે તેને સર્વ રાગ હેય છે. અહા! મુનિરાજ સાતમે ગુણસ્થાને સર્વ વિકલ્પ તોડીને એક સ્વરૂપનું જ ધ્યાન કરે છે. આવી અપ્રમત દશા નિરાસવ છે. વળી જ્યારે તે પોતાના સ્વરૂપનું જ ધ્યાન કરે છે તે કાળે, જે જ્ઞાનચેતનાનું તેણે પ્રથમ શ્રદ્ધાન કર્યું હતું તેમાં તે લીન થાય છે અને શ્રેણી ચઢી કેવળજ્ઞાન ઉપજાવી સાક્ષાત્ જ્ઞાનચેતનારૂપ થાય છે.
સમ્યગ્દર્શનમાં શ્રદ્ધાન કર્યું હતું કે હું તો શુદ્ધ એક જ્ઞાનસ્વરૂપ છું, પણ હજુ આગ્નવરહિત થયો ન હોતો, છઠ્ઠ કાંઈક અસ્થિરતા હતી. હવે તે અસ્થિરતા ટાળી પોતાના સ્વરૂપમાં લીન-સ્થિર થાય છે. આ સાતમા ગુણસ્થાનની વાત છે. પછી શ્રેણી ચઢી, કેવળજ્ઞાન ઉપજાવી સાક્ષાત્ જ્ઞાનચેતનારૂપ થાય છે.
મુનિરાજને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર થયું છે, પણ જ્યાં સુધી હું શુદ્ધ છું, પૂર્ણ એક જ્ઞાનસ્વરૂપ છું એવી વૃત્તિનું ઉત્થાન છે ત્યાં સુધી, જો કે ત્યાં મહાવ્રતનો વિકલ્પ નથી છતાં સાસ્રવ દશા છે. તેને સવિકલ્પ નિશ્ચિય મોક્ષમાર્ગ કહે છે. અને જ્યારે તે અંતર્બાહ્ય જલ્પથી રહિત, સર્વ વિકલ્પરહિત થઈને સ્વસ્વરૂપમાં જ ઠરી જાય છે, લીન થઈ જાય છે ત્યારે સમાધિની દશા પ્રગટ થાય છે. ત્યાં સ્વરૂપસ્થિરતાની જમાવટ વધતાં વધતાં પૂરણ આનંદ અને પૂરણ કેવળજ્ઞાનની દશા પ્રગટ થાય છે અને ત્યારે તે સાક્ષાત્ જ્ઞાનચેતનારૂપ થાય છે.
જુઓ, ઓલી વૃત્તિ (વિકલ્પો ઉઠ તેથી કેવળજ્ઞાન થાય છે એમ નહિ. એ વૃત્તિવિકલ્પ તો કૃત્રિમ ઉપાધિ છે. અને આ બહારનું શરીર છે એ હાડકાની ચમક છે. આ તો અંદર આનંદનો નાથ સહજાનંદ નિર્મળાનંદ ચૈતન્યમૂર્તિ પ્રભુ છે તેમાં ઉપયોગ જામી-ઠરી જાય તે જીવ શ્રેણી ચઢીને કેવળજ્ઞાન ઉપજાવે છે અને સાક્ષાત્ જ્ઞાનચેતનારૂપ થાય છે.
જાઓ, કેવળજ્ઞાની જીવને સાક્ષાત જ્ઞાનચેતના હોય છે. કેવળજ્ઞાન થયા પહેલાં પણ, નિર્વિકલ્પ અનુભવ વખતે જીવને ઉપયોગાત્મક જ્ઞાનચેતના હોય છે. જ્ઞાનચેતનાના ઉપયોગાત્મકપણાનો મુખ્ય ના કરીએ તો, સમ્યગ્દષ્ટિને જ્ઞાનચેતના નિરંતર હોય છે, કર્મચેતના અને કર્મફળચેતના નથી હોતી, કારણ કે તેને નિરંતર જ્ઞાનના સ્વામિત્વભાવે પરિણમન હોય છે, કર્મના અને કર્મફળના સ્વામિત્વભાવે પરિણમન નથી હોતું.
શું કીધું? કે જીવને સર્વજ્ઞપદ પ્રગટ થયા પહેલાં નિર્વિકલ્પ અનુભવના કાળે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #85
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસારગાથા ૩૭૩ થી ૩૮૨ : ૬૯ ઉપયોગાત્મક જ્ઞાનચેતના હોય છે. આત્મા પૂર્ણાનંદઘન ચૈતન્યઘન પ્રભુ છે. તેની સન્મુખ થતાં જે સ્વાનુભવ થયો અને તેને સ્પર્શીને જે જ્ઞાન (સ્વ-સંવેદનશાન) થયું તેને અહીં જ્ઞાનચેતના કહે છે. ધર્મની પહેલી દશા થતાં નિર્વિકલ્પ અનુભવના કાળમાં જ્ઞાનચેતના હોય છે.
અજ્ઞાની જીવ અનંતકાળથી આજ સુધી કોઈ દિ' સમ્યગ્દર્શન પામ્યો નથી; એનો ઉપયોગ શુદ્ધ ચૈતન્યમાં જોડાણો નથી. એનો વર્તમાન ઉપયોગ પુણ્ય-પાપ અને તેના ફળમાં જોડાયેલો હોય છે. તેથી અજ્ઞાનીને અનાદિથી કર્મચેતના અને કર્મફળચેતના વર્ત છે. હવે જ્યારે જે જીવ સમ્યગ્દર્શન પામે ત્યારે જ્ઞાન અને આનંદનું દળ એવા આત્માનો એને સ્પર્શ થાય છે. તે અંદર જાગ્રત થઈને નિજ જ્ઞાનસ્વભાવને ચેતે છે. તે કાળે તેનો ઉપયોગ શુદ્ધ નિર્વિકલ્પ હોય છે. તેના ઉપયોગમાં ધ્યાન ત્રિકાળી દ્રવ્યનું હોય છે. તે કાળે તેને ઉપયોગાત્મક જ્ઞાનચેતનારૂપ પરિણમન હોય છે. બુદ્ધિપૂર્વકનો રાગ તેને છૂટી જાય છે. અંદર ચૈતન્યસ્વરૂપ ભગવાન પોતે છે તેની વેદનમાં ઉપયોગ અંતર્લીન થયો હોય છે અને ત્યારે અતીન્દ્રિય આનંદનું વેદના થાય છે. આ નિર્વિકલ્પ ઉપયોગ છે અને આ નિર્વિકલ્પ ઉપયોગના કાળમાં નિજ પ્રતીતિરૂપ સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. આ નિર્વિકલ્પ ઉપયોગ વખતે જીવને ઉપયોગાત્મક જ્ઞાનચેતના હોય છે. હવે કહે છે
જ્ઞાનચેતનાના ઉપયોગાત્મકપણાને મુખ્ય ન કરીએ તો, સમ્યગ્દષ્ટિને જ્ઞાનચેતના નિરંતર હોય છે. એટલે શું? કે સમ્યગ્દષ્ટિને લબ્ધરૂપ જ્ઞાનચેતના સદાય રહે છે. જ્ઞાનનો ઉપયોગ સ્વસ્વરૂપથી ખસી જતાં સમકિતીને વિકલ્પ આવે છે છતાં તે જીવને સમ્યગ્દર્શનજ્ઞાન થયું છે, જ્ઞાનચેતના પ્રગટી છે તે તેને કાયમ રહે છે. ચાહે તો વેપાર ધંધામાં ઉભો હોય કે અન્ય વિકલ્પમાં હોય, હું જ્ઞાનાનંદસ્વરૂપ આત્મા છું એવું ભાન એને નિરંતર રહે જ છે; તે કદીય વિકલ્પ સાથે તદ્રુપ થતો નથી. અહો ! ભગવાન કેવળી અને તેમના કેડાયતી સંતો આવો અદ્દભુત વારસો મૂકી ગયા છે, પણ ભાઈ તું નજર કરે તો ને!
સમકિતીને કર્મચેતના અને કર્મફળચેતના હોતી નથી. એટલે શું? તેને પુણ્ય-પાપના વિકલ્પ અને હરખ-શોકનું વદન હોતું જ નથી એમ નહિ, પણ તેને કર્મના અને કર્મફળના સ્વામિત્વપણે પરિણમન નથી. તેને પુણ્ય-પાપના વિકલ્પો અને હરખશોકના વેદનનું સ્વામિત્વ નથી, નિરંતર જ્ઞાનના સ્વામિત્વભાવે જ તે પરિણમતો હોય છે. તે તો પુણ્ય-પાપ આદિ ભાવોનો માત્ર જ્ઞાતા જ રહે છે. પુણ્ય-પાપ આદિ ભાવોનું પરિણમન છે, પણ તેને એનું સ્વામિત્વ નથી. તેથી દષ્ટિની પ્રધાનતામાં જ્ઞાનચેતનાની મુખ્યતા કરી, કર્મચેતના અને કર્મફળચેતનાને ગૌણ ગણી તે એનામાં નથી એમ કહ્યું છે. સમજાણું કાંઈ ?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #86
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭) : પ્રવચન રત્નાકર ભાગ-૧)
અહાહા..! હું તો શુદ્ધ ચૈતન્યસ્વરૂપ ભગવાન છું એમ નિજ ચૈતન્યસત્તાનો જે અંદર સ્વામી થયો તે ભલે બહાર રાજપાટમાં પડ્યો હોય, છતાં જ્ઞાનચેતનાનો તેને નિરંતર સભાવ છે. પૂર્ણ વીતરાગ ન થાય ત્યાં સુધી તેને દયા, દાન, પૂજા આદિના ને રાજકાજના ભાવ આવે તે કર્મચેતના છે. છતાં જ્ઞાનચેતનાને મુખ્ય ગણી, કર્મચેતનાને ગૌણ કરી તે નથી એમ કહેવામાં આવ્યું છે. સમકિતીને (પુણ્ય-પાપનું) પરિણમન છે, પણ એનું સ્વામિત્વ નથી. બહારમાં ક્યાંય કર્તા-ભોક્તાપણાની બુદ્ધિ કરતો નથી. આવી વાત!
અરે ભાઈ ! ચારગતિ ને ચોરાસીના અવતારમાં રઝળી–રઝળીને તે પારાવાર દુઃખ ભોગવ્યાં છે. તારા દુઃખની શું વાત કરીએ? એ દુઃખના જોનારાઓને આંખમાં આંસુ આવી જાય એવા નરક-નિગોદનાં અકથ્ય દુઃખ તું મિથ્યા-શ્રદ્ધાનના ફળમાં ભોગવ્યાં છે. એ મિથ્યાશ્રદ્ધાન છૂટીને સમ્યક શ્રદ્ધાન થાય એ મહા અલૌકિક ચીજ છે. અને પાંચમ, છઠ્ઠ ગુણસ્થાને તો ઓર કોઈ આનંદની અલૌકિક દશા પ્રગટ થાય છે. જ્ઞાતા-દષ્ટાપણાની સહજ અદ્દભુત ઉદાસીન અવસ્થા તેને પ્રગટ થઈ હોય છે. અહો ! એ કવી અંતરદશા !
હવે કહે છે- “અતીત કર્મ પ્રત્યે મમત્વ છોડ તે આત્મા પ્રતિક્રમણ છે, અનાગત કર્મ ન કરવાની પ્રતિજ્ઞા કરે (અર્થાત્ જે ભાવોથી આગામી કર્મ બંધાય તે ભાવોનું મમત્વ છોડ) તે આત્મા પ્રત્યાખ્યાન છે અને ઉદયમાં આવેલા વર્તમાન કર્મનું મમત્વ છોડ તે આત્મા આલોચના છે; સદાય આવાં પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન અને આલોચનાપૂર્વક વર્તતો આત્મા ચારિત્ર છે.
-આવું ચારિત્રનું વિધાન હવેની ગાથાઓમાં કહે છે:
જુઓ, ભૂતકાળના પુણ્ય-પાપના ભાવનું મમત્વ છોડ તે આત્મા પ્રતિક્રમણ છે. શું કીધું? દયા, દાન આદિ જે શુભ કે અશુભ વિકલ્પ છે તેનાથી પાછો ફરીને અંદર સ્વરૂપમાં ઠરી જાય તે આત્મા પ્રતિક્રમણ છે. હું તો એક જ્ઞાતા-દષ્ટા આતમરામ-એમ અંતર એકાગ્ર થઈ સ્વરૂપમાં લીન થઈ રમણતા કરે તેને પ્રતિક્રમણ કહીએ અહો ! આવું એક સમયનું પ્રતિક્રમણ જન્મ-મરણનો અંત કરનારું છે. અનંત અનંત ભૂતકાળ વીતી ગયો તેમાં જે પુણ્ય-પાપના ભાવ થયા તેના પ્રત્યેનું મમત્વ છોડ કે–તે ભાવ હું નહિ, હું તો જ્ઞાનાનંદ સહજાનંદસ્વરૂપ પ્રભુ છું-એમ જાણી તેમાં જ અંતર્લીન રમે તેને ભગવાન જિનેન્દ્રદેવે પ્રતિક્રમણ કહ્યું છે.
ભવિષ્યનાં કર્મ ન કરવાની પ્રતિજ્ઞા કરવી એનું નામ પ્રત્યાખ્યાન એટલે પચખાણ છે. દયા, દાન, વ્રત, ભક્તિ આદિ શુભભાવ તથા હિંસા, જૂઠ, ચોરી ઇત્યાદિ અશુભભાવ કરવા નહિ એવી પ્રતિજ્ઞા કરીને પોતાના સ્વરૂપમાં રમવું તેનું નામ પ્રત્યાખ્યાન છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #87
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસારગાથા ૩૭૩ થી ૩૮ર : ૭૧ ભવિષ્યનાં શુભાશુભ કર્મ મને ન જોઈએ, મારે તો એક સ્વરૂપમાં જ કરવું છે-એમ પ્રતિજ્ઞા કરીને પોતાના સ્વરૂપમાં લીનતા-રમણતા કરે તેને પ્રત્યાખ્યાન કહે છે.
- વર્તમાનમાં ઉદયમાં આવેલું જે કર્મ તેનું જે મમત્વ છોડ છે તે આત્મા આલોચના છે. નિજ જ્ઞાનાનંદ-પરમાનંદમય સ્વરૂપને જાણીને તેમાં જ લીન થઈ જાય તે સંવર છે, આલોચના છે. હવે આમાં લોકોને લાગે કે આ તો બધી નિશ્ચયની વાતો છે. હા. નિશ્ચયની વાતો છે; પણ નિશ્ચય એટલે સત્યાર્થ છે. આવું નિશ્ચય ચારિત્ર હોય ત્યાં પ્રતિક્રમણાદિનો જે શુભભાવ આવે છે તેને વ્યવહાર પ્રતિક્રમણાદિ કહીએ, પણ એ છે તો પુણ્યબંધનનું જ કારણ, એ કાંઈ મોક્ષમાર્ગ નથી, અને આ જે નિશ્ચય પ્રતિક્રમણાદિ છે તે સંવર છે, નિર્જરાનું કારણ છે અને તે મોક્ષનો મારગ છે.
આ સમ્યગ્દર્શન ઉપરાંત ચારિત્રની વાત છે. સ્વસ્વરૂપમાં ઠરી જાય ત્યારે તેને પુણ્ય-પાપના ભાવ છૂટી જાય તેને ચારિત્ર કહીએ. ભૂતકાળના પુણ્ય-પાપથી છૂટવું,
ભવિષ્યના પુણ્ય-પાપથી છૂટવું અને વર્તમાન કાળના પુણ્ય-પાપના ભાવથી છૂટવું અને નિજાનંદ સ્વરૂપમાં લીન સ્થિર થવું તેને ભગવાન ચારિત્ર કહે છે.
સદાય આવાં પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન અને આલોચનાપૂર્વક વર્તતો આત્મા ચારિત્ર છે. આવા ચારિત્રનું વિધાન હવેની ગાથાઓમાં કહે છે. આવું ચારિત્ર મુનિરાજોને નિરંતર હોય છે. પંચમહાવ્રતના પરિણામ તે ચારિત્ર-એમ નહિ; સ્વરૂપની રમણતા તે ચારિત્ર, અને તે મુનિરાજને નિરંતર હોય છે. આવી વાત! સમજાણું કાંઈ?
[ પ્રવચન નં. ૪૬૯ થી ૪૭૪ * દિનાંક ૨૨-૧૦-૭૭ થી ૨૭–૧૦-૭૭]
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #88
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા ૩૮૩ થી ૩૮૬
कम्मं जं पुव्वकयं सुहासुहमणेयवित्थरविसेसं । तत्तो णियत्तदे अप्पयं तु जो सो पडिक्कमणं ।। ३८३।। कम्मं जं सुहमसुहं जम्हि य भावम्हि बज्झदि भविस्सं । तत्तो णियत्तदे जो सो पच्चक्खाणं हवदि चेदा।।३८४ ।। जं सुहमसुहमुदिण्णं संपडि य अणेयवित्थरविसेसं । तं दोसं जो चेददि सो खलु आलोयणं चेदा।।३८५।। णिचं पच्चक्खाणं कुव्वदि णिचं पडिक्कमदि जो य । णिचं आलोचेयदि सो हु चरित्तं हवदि चेदा।।३८६ ।।
અતીત કર્મ પ્રત્યે મમત્વ છોડ તે આત્મા પ્રતિક્રમણ છે, અનાગત કર્મ ન કરવાની પ્રતિજ્ઞા કરે (અર્થાત્ જે ભાવોથી આગામી કર્મ બંધાય તે ભાવોનું મમત્વ છોડ) તે આત્મા પ્રત્યાખ્યાન છે અને ઉદયમાં આવેલા વર્તમાન કર્મનું મમત્વ છોડ તે આત્મા આલોચના છે; સદાય આવાં પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન અને આલોચનાપૂર્વક વર્તતો આત્મા ચારિત્ર છે. –આવું ચારિત્રનું વિધાન હવેની ગાથાઓમાં કહે છે:
શુભ ને અશુભ અનેકવિધ પૂર્વે કરેલું કર્મ જે, તેથી નિવ આત્મને, તે આતમા પ્રતિક્રમણ છે; ૩૮૩. શુભ ને અશુભ ભાવી કરમ જે ભાવમાં બંધાય છે, તેથી નિવર્તન જે કરે, તે આતમા પચખાણ છે; ૩૮૪. શુભ ને અશુભ અનેકવિધ છે વર્તમાને ઉદિત જે, તે દોષને જે ચેતતો, તે જીવ આલોચન ખરે. ૩૮૫. પચખાણ નિત્ય કરે અને પ્રતિક્રમણ જે નિત્ય કરે, નિત્ય કરે આલોચના, તે આતમા ચારિત્ર છે. ૩૮૬.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #89
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
સમયસારગાથા ૩૭૩ થી ૩૮૨ : ૭૩
यत्पूर्वकृतं शुभाशुभमनेकविस्तरविशेषम् । तस्मान्निवर्तयत्यात्मानं तु यः स प्रतिक्रमणम् ।। ३८३ ।। कर्म यच्छुभमशुभं यस्मिंश्च भावे बध्यते तस्मान्निवर्तते यः प्रत्याख्यानं भवति चेतयिता ।। ३८४ ।।
भविष्यत् ।
कर्म
चानेकविस्तरविशेषम् ।
यच्छुभमशुभमुदीर्ण सम्प्रति तं दोषं यः चेतयते स खल्वालोचनं चेतयिता ।। ३८५ ।। नित्यं प्रत्याख्यानं करोति नित्यं प्रतिक्रामति यश्च । नित्यमालोचयति स खलु चरित्रं भवति चेतयिता ।। ३८६ ।।
गाथार्थ:- [ पूर्वकृतं ] पूर्वे ऽरेसुं [ यत् ] ४ [ अनेकविस्तरविशेषम् ] अने प्रारना विस्तारवाणुं [ शुभाशुभम् कर्म ] ( ज्ञानावरणीयाहि ) शुभाशुभ र्भ [ तस्मात् ] तेनाथी [ यः ] ४ खात्मा [ आत्मानं तु ] पोताने [ निवर्तयति ] *निवर्तावे छे, [ सः ] ते आत्मा [ प्रतिक्रमणम् ] प्रति भए। छे.
[ भविष्यत् ] भविष्य अजनुं [ यत् ] ४ [ शुभम् अशुभम् कर्म] शुभ-अशुभ दुर्भ [ यस्मिन् भावे च ] ते भावमां [ बध्यते ] अंधाय छे [ तस्मात् ] ते भावथी [ यः ] ४ आत्मा [निवर्तते ] निवर्ते छे, [ सः चेतयिता ] ते आत्मा [ प्रत्याख्यानं भवति ] પ્રત્યાખ્યાન છે.
[
[ सम्प्रति च] वर्तमान अणे [ उदीर्ण ] उध्यमां आवे [ यत् ] ४ अनेकविस्तरविशेषम् ] अनेड प्रहारना विस्तारवाणुं [ शुभम् अशुभम् ] शुभ-अशुभ दुर्भ [ तं दोषं ] ते घोषने [ यः ] आत्मा [ चेतयते ] येते छे- अनुभवे छे -ज्ञाताभावे भशी से छे (अर्थात् तेनुं स्वामित्व - उर्तायां छोडे छे ), [ स : चेतयिता ] ते आत्मा [ खलु ] २५२ [ आलोचनम् ] आलोयना छे.
* निवर्ताव
[यः] ४ [ नित्यं ] a [ प्रत्याख्यानं करोति ] प्रत्याख्यान हरे छे, [ नित्यं प्रतिक्रामति च ] सद्वा प्रतिभा उरे छे भने [ नित्यम् आलोचयति ] सहा आलोयना ऽरे छे, [ सः चेतयिता ] ते खात्मा [ खलु ] भरेपर [ चरित्रं भवति ] यारित्र छे.
ટીકા:- જે આત્મા પુદ્દગલકર્મના વિપાકથી ( ઉદયથી ) થતા ભાવોથી પોતાને નિવર્તાવે છે, તે આત્મા તે ભાવોના કારણભૂત પૂર્વકર્મને (ભૂતકાળના કર્મને પ્રતિક્રમતો થકો પોતે જ પ્રતિક્ર્મણ છે; તે જ આત્મા, તે ભાવોના કાર્યભૂત ઉત્તરકર્મને ( भविष्यझणना दुर्मने) पयजतो थडो, प्रत्याख्यान छे; ते ४ खात्मा, वर्तमान કર્મવિપાકને
પાછા વાળવું; અટકાવવું; દૂર રાખવું.
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
=
Page #90
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates ૭૪ : પ્રવચન રત્નાકર ભાગ-૧૦
(૩૫નાતિ)
ज्ञानस्य
सञ्चेतनयैव प्रकाशते ज्ञानमतीव
नित्यं
શુદ્ઘના
अज्ञानसञ्चेतनया तु धावन् बोधस्य शुद्धिं निरुणद्धि વન્ય:।।૨૪।|
પોતાથી ( આત્માથી ) અત્યંત ભેદપૂર્વક અનુભવતો થકો; આલોચના છે. એ રીતે તે આત્મા સદા પ્રતિક્રમતો ( અર્થાત્ પ્રતિક્રમણ કરતો ) થકો, સદા પચખતો ( અર્થાત્ પ્રત્યાખ્યાન કરતો ) થકો અને સદા આલોચતો ( અર્થાત્ આલોચના કરતો ) થકો, પૂર્વકર્મના કાર્યરૂપ અને ઉત્ત૨કર્મના કારણરૂપ ભાવોથી અત્યંત નિવૃત્ત થયો થકો, વર્તમાન કર્મવિપાકને પોતાથી ( આત્માથી ) અત્યંત ભેદપૂર્વક અનુભવતો થકો, પોતામાં જજ્ઞાનસ્વભાવમાં જ-નિરંતર ચરતો (વિચરતો, આચરણ કરતો ) હોવાથી ચારિત્ર છે (અર્થાત્ પોતે જ ચારિત્રસ્વરૂપ છે). અને ચારિત્રસ્વરૂપ વર્તતો થકો પોતાને-જ્ઞાનમાત્રનેચેતતો ( અનુભવતો હોવાથી (તે આત્મા) પોતે જ જ્ઞાનચેતના છે, એવો ભાવ (આશય ) છે.
ભાવાર્થ:- ચારિત્રમાં પ્રતિક્ર્મણ, પ્રત્યાખ્યાન અને આલોચનાનું વિધાન છે. તેમાં, પૂર્વે લાગેલા દોષથી આત્માને નિવર્તાવવો તે પ્રતિક્રમણ છે, ભવિષ્યમાં દોષ લગાડવાનો ત્યાગ કરવો તે પ્રત્યાખ્યાન છે અને વર્તમાન દોષથી આત્માને જુદો કરવો તે આલોચના છે. અહીં તો નિશ્ચયચારિત્રને પ્રધાન કરીને કથન છે; માટે નિશ્ચયથી વિચારતાં તો, જે આત્મા ત્રણે કાળનાં કર્મોથી પોતાને ભિન્ન જાણે છે, શ્રદ્ધે છે અને અનુભવે છે, તે આત્મા પોતે જ પ્રતિક્રમણ છે, પોતે જ પ્રત્યાખ્યાન છે અને પોતે જ આલોચના છે. એમ પ્રતિક્રમણસ્વરૂપ, પ્રત્યાખ્યાનસ્વરૂપ અને આલોચનાસ્વરૂપ આત્માનું નિરંતર અનુભવન તે જ નિશ્ચયચારિત્ર છે. જે આ નિશ્ચયચારિત્ર, તે જ જ્ઞાનચેતના ( અર્થાત્ જ્ઞાનનું અનુભવન છે. તે જ જ્ઞાનચેતનાથી (અર્થાત્ જ્ઞાનના અનુભવનથી ) સાક્ષાત્ જ્ઞાનચેતનાસ્વરૂપ કેવળજ્ઞાનમય આત્મા પ્રગટ થાય છે.
હવે આગળની ગાથાઓની સૂચનારૂપ કાવ્ય કહે છે, જેમાં જ્ઞાનચેતનાનું ફળ અને અજ્ઞાનચેતનાનું ( અર્થાત્ કર્મચેતનાનું અને કર્મફળચેતનાનું) ફળ પ્રગટ કરે છેઃ
શ્લોકાર્થ:- [ નિત્ય જ્ઞાનસ્ય સશ્વેતનયા વ જ્ઞાનમ્ અતીવ શુદ્ધમ્ પ્રાશતે] નિરંતર જ્ઞાનની સંચેતનાથી જ જ્ઞાન અત્યંત શુદ્ધ પ્રકાશે છે; [તુ] અને [ અજ્ઞાનસશ્વેતનયા] અજ્ઞાનની સંચેતનાથી [વન્ધ: ધાવન્] બંધ દોડતો થકો [વોધચ શુદ્ધિ નિરુળદ્ધિ ] જ્ઞાનની શુદ્ધતાને રોકે છે–જ્ઞાનની શુદ્ધતા થવા દેતો નથી.
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
Page #91
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસારગાથા ૩૮૩ થી ૩૮૬ : ૭૫ ભાવાર્થ- કોઈ (વસ્તુ) પ્રત્યે એકાગ્ર થઈને તેનો જ અનુભવરૂપ સ્વાદ લીધા કરવો તે તેનું સંચેતન કહેવાય. જ્ઞાન પ્રત્યે જ એકાગ્ર ઉપયુક્ત થઈને તેના તરફ જ ચેત રાખવી તે જ્ઞાનનું સંચેતન અર્થાત્ જ્ઞાનચેતના છે. તેનાથી જ્ઞાન અત્યંત શુદ્ધ થઈને પ્રકાશે છે અર્થાત કેવળજ્ઞાન ઊપજે છે. કેવળજ્ઞાન ઊપજતાં સંપૂર્ણ જ્ઞાનચેતના કહેવાય છે.
અજ્ઞાનરૂપ (અર્થાત્ કર્મરૂપ અને કર્મફળરૂપ) ઉપયોગને કરવો, તેના તરફ જ (કર્મ અને કર્મફળ તરફ જ-) એકાગ્ર થઈ તેનો જ અનુભવ કરવો, તે અજ્ઞાનચેતના છે. તેનાથી કર્મનો બંધ થાય છે, કે જે બંધ જ્ઞાનની શુદ્ધતાને રોકે છે. ર૨૪.
સમયસાર ગાથા : ૩૮૩ થી ૩૮૬ મથાળુ -આવું ચારિત્રનું વિધાન હવેની ગાથાઓમાં કહે છે:
* ગાથા ૩૮૩ થી ૩૮૬ : ટીકા ઉપરનું પ્રવચન * જે આત્મા પુદ્ગલકર્મના વિપાકથી (ઉદયથી) થતા ભાવોથી પોતાને નિવર્તાવે છે, તે આત્મા તે ભાવોના કારણભૂત પૂર્વ કર્મને (ભૂતકાળના કર્મને) પ્રતિક્રમો થકો પોતે જ પ્રતિક્રમણ છે.'
જુઓ, અહીં એમ સિદ્ધ કરવું છે કે વર્તમાન દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિ જે પરિણામ થાય તે દોષ છે, તે આત્માની દશા નથી. બહુ આકરી વાત બાપા! પણ આ સત્યાર્થ છે. શું? કે છ કાયાના જીવોની રક્ષાના પરિણામ ને પાંચ મહાવ્રત પાળવાના પરિણામ થાય તે દોષ છે, ગુણ નથી. એ દોષથી ખસીને નિજ અંતરસ્વરૂપમાં જ્ઞાનાનંદસ્વરૂપમાં રમે તેને ચારિત્ર કહીએ. હવે આવો વીતરાગનો અનાદિનો સનાતન ધર્મ છે.
અહાહા..! ભગવાન આત્મા અનંત દર્શન, જ્ઞાન, સુખ, વીર્ય, સ્વચ્છતા, પ્રકાશ ને વીતરાગના સ્વભાવથી અંદર પૂરણ ભરેલો પ્રભુ છે. અંદર પૂરણ સ્વભાવ ન ભર્યો હોય તો અરિહંત અને સિદ્ધદશા પ્રગટે કયાંથી? પણ એને આ બેસવું કઠણ પડે છે. અંદર વિશ્વાસ આવવો એ દુર્લભ ચીજ છે; અશક્ય નથી પણ સમ્યગ્દર્શન થવું એ દુર્લભ તો અવશ્ય છે; કેમકે હું કોણ છું? –એનો એણે કોઈ દિ' વિચાર જ કર્યો નથી.
અહીં કહે છે–પુદગલકર્મના વિપાકથી થતા ભાવોથી જે પોતાને નિવર્તાવે છે. તે આત્મા પૂર્વકર્મને પ્રતિક્રમણતો થકો પોતે જે પ્રતિક્રમણ છે. આઠ કર્મ છે તે જડ માટી ધૂળ છે, રજ છે. લોગસ્સમાં આવે છે ને કે- “વિહુયરયમલા' અર્થાત્ ભગવાન
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #92
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૬ : પ્રવચન રત્નાકર ભાગ-૧) “રજ' નામ આઠ જડકર્મથી ને “માલ” નામ વિકારી ભાવ અર્થાત્ ભાવકર્મથી રહિત છે. આવા પરમાત્માની હું સ્તુતિ કરું છું. લ્યો, પાઠ આવો છે, પણ બિચારા કાંઈ સમજે કરે નહિ ને બોલી જાય. પણ ભાઈ ! એમ ધર્મ કેમ થાય? અને ભાઈ ! જૈનમાં જન્મ્યો અને જૈન પરમેશ્વર શું કહે છે તે સમજવાની દરકાર સુદ્ધાં ન કરે તો આ બંધન કેમ છૂટે?
અહીં કહે છે-પૂર્વનું બંધાયેલું કર્મ પડ્યું છે એનો ઉદય આવતાં થતા પુણ્ય-પાપના જે ભાવ તેનાથી પોતાને નિવર્તાવે છે તે આત્મા તે ભાવોના કારણભૂત પૂર્વકર્મને પ્રતિક્રમણતો થકો પોતે જ પ્રતિક્રમણ છે. અહા ! જૈન પરમેશ્વરની દિવ્ય દશનામાં આવેલું તત્ત્વ જે અહીં દિગંબર સંતો આડતિયા થઈને જાહેર કરે છે કે તે આ છે ભાઈ ! રુચે એવું છે, તને રુચે તો લે. કહે છે–પૂર્વ બાંધેલાં કર્મ છે તેના ઉદયના નિમિત્તે થતા જે શુભઅશુભભાવ તેનાથી પોતાને નિવર્તાવે છે અર્થાત તે શુભાશુભ ભાવને જે છોડ છે અને અંદર નિજસ્વભાવમાં પ્રવૃત્તિ કરે છે તે આત્મા તે ભાવોના કારણભૂત પૂર્વકર્મને પ્રતિક્રમતો થકો પોતે જે પ્રતિક્રમણ છે.
દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા ઇત્યાદિના ભાવ શુભ છે, ને હિંસા, જૂઠ, ચોરી, કુશીલ ઇત્યાદિના ભાવ અશભ છે. તે ભાવો બધા પૂર્વકર્મના ઉદયના નિમિત્તે થયેલા ભાવો છે. સ્વસ્વરૂપમાં રમણતા દ્વારા તે વિકારી ભાવોથી જે આત્મા પાછો ફરે છે તે, તે ભાવના કારણભૂત પૂર્વકર્મથી પાછો ફરે છે. આનું નામ પ્રતિક્રમણ છે. અહાહા...! સ્વસ્વરૂપમાં પ્રવૃત્તિ દ્વારા જે પુણ્ય-પાપના ભાવોથી નિવર્ત છે તે તે ભાવોના કારણભૂત પૂર્વકર્મથી નિવર્ત છે અને એને ભૂતકાળના કર્મથી પ્રતિક્રમ્યો-પાછો ફર્યો એમ કહેવામાં આવે છે. સમજાણું કાંઈ....! અહાહા...! એકેક શબ્દ કેટલું ભર્યું છે!
ભાઈ ! જિંદગી ચાલી જાય છે હોં. અત્યારે (આ અવસરમાં) આ સમજવાનું કરવાનું છે. બાકી આ દેહના ભરોસે રહેવા જેવું નથી. જોતજોતામાં આ છાતીનાં પાટિયાં ભીંસાઈ જશે અને ક્ષણમાં હાર્ટફલ થઈ જશે. આ દેહ ક્ષણમાં જ ફૂ થઈને ઉડી જશે. માટે જાગ ભાઈ જાગ! દેહ છૂટી જાય તે પહેલાં સમજણ કરી લે. સ્વસ્વરૂપની સમજણ કરી હશે તો કલ્યાણ થશે, નહિ તો મરીને ક્યાં જઈશ ભાઈ ! ક્યાંય નરક-નિગોદમાં ચાલ્યો જઈશ, ભવસમુદ્રમાં ખોવાઈ જઈશ.
અહાહા..! આત્મા શુભાશુભ ભાવથી ખસીને અતીન્દ્રિય ઉગ્ર આનંદની દશામાં આવ્યો તે પોતે જ પ્રતિક્રમણ છે. પુણ્ય અને પાપના બન્ને ભાવ દુઃખ અને આકુળતા છે. તેનાથી છૂટીને અનાકુળ આનંદસ્વરૂપમાં નિજાનંદરસમાં પ્રવૃત્ત થઈ લીન થયો તે પૂર્વના કર્મથી નિવર્તતો થકો પોતે જ પ્રતિક્રમણમય છે. પ્રતિક્રમણની વિધિ તો આ છે બાપુ! તું બીજી રીતે માન પણ એથી તને સંસાર સિવાય કાંઈ લાભ નથી. સમજાણું કાંઈ..! આ એક વાત થઈ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #93
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસારગાથા ૩૮૩ થી ૩૮૬ : ૭૭ હવે બીજી વાત - “તે જ આત્મા, તે ભાવોના કાર્યભૂત ઉત્તરકર્મને (ભવિષ્યકાળના કર્મને ) પચખતો થકો, પ્રત્યાખ્યાન છે... ,
આ પુણ્ય-પાપના જે ભાવ તેના કાર્યભૂત ભવિષ્યકાળનાં કર્મ છે. તેને સ્વરૂપની સ્થિરતા દ્વારા પચખતો થકો તે આત્મા જ પ્રત્યાખ્યાન છે. પુણ્ય-પાપન આકુળતારૂપ હતા. તેનાથી ખસી નિરાકુળ આનંદની દશામાં સ્થિર થયો તેને વીતરાગતા પ્રગટી તે હવે પુણ્ય-પાપના કાર્યભૂત ભવિષ્યના કર્મથી ખસી ગયો છે અને તેને પ્રત્યાખ્યાન કહે છે. ભાઈ ! પ્રત્યાખ્યાન કાંઈ આત્માથી બીજી ચીજ નથી.
એક જ સમયમાં ત્રણ વાત: જે સમયે આત્મા પુણ્ય-પાપના ભાવથી નિવર્યો તે જ સમયે તે ભાવોનાં કારણભૂત જે પૂર્વકર્મ તેનાથી નિવર્તે છે માટે પોતે જ પ્રતિક્રમણ છે, વળી તે જ સમયે તે ભાવોનાં કાર્યભૂત જે ભવિષ્યનાં કર્મ તેનાથી નિવર્તે છે માટે પોતે જ પ્રત્યાખ્યાન છે અને તે જ સમયે વર્તમાન કર્મના ઉદયથી નિવર્તે છે માટે પોતે જ આલોચના છે. આનું નામ ચારિત્ર છે. ભાઈ ! જે શુભાશુભ ભાવ છે તે અચારિત્ર છે, અપ્રતિક્રમણ છે, અપ્રત્યાખ્યાન છે, આગ્નવભાવ છે. તેનાથી ખસીને સ્વરૂપમાં એકાગ્ર થઈ પ્રવર્ત-રમે તે ભાવસંવર છે, ચારિત્ર છે, પ્રતિક્રમણ છે, પ્રત્યાખ્યાન છે, આલોચના છે. આવી વાત છે.
હવે ત્રીજી વાતઃ “તે જ આત્મા, વર્તમાન કર્મવિપાકને પોતાથી (આત્માથી) અત્યંત ભેદપૂર્વક અનુભવતો થકો, આલોચના છે.'
અહાહા..! જોયું? તે જ આત્મા, વર્તમાન કર્મવિપાકથી ભિન્ન પોતાને અનુભવતો થકો પોતે જ આલોચના છે. આ તો સિદ્ધાંત બાપા! પોતાનું સ્વરૂપ તો એકલો આનંદ અને શાન્તિ છે. અહાહા..! વર્તમાન કર્મવિપાકથી ખસી, પુણ્ય-પાપથી ખસી, અંદર સ્વરૂપમાં ઠરી જવું તે આલોચના છે, સંવર છે. આ એક સમયની સ્વરૂપ સ્થિતિની દશા છે; તેને પૂર્વકર્મથી નિવર્તવાની અપેક્ષા પ્રતિક્રમણ કર્યું છે. ભવિષ્યના કર્મથી નિવર્તવાની અપેક્ષા પ્રત્યાખ્યાન કર્યું છે, અને વર્તમાન કર્મવિપાકથી નિવર્તવાની અપેક્ષા આલોચના કહું છે; અને તે ચારિત્ર છે.
આ ચારિત્રનો અધિકાર છે. ચારિત્ર કોને હોય? કે જેને પ્રથમ આત્મદર્શન થયું છે તેને ચારિત્ર હોય છે. આત્મા શુદ્ધ ચૈતન્યવસ્તુ પરમસ્વભાવભાવ છે તેની સન્મુખ થઈને જે જ્ઞાન (સ્વસંવેદન) થાય તે સમ્યજ્ઞાન છે, અને તેનું જે શ્રદ્ધાન થાય તે સમ્યગ્દર્શન છે. આવા જ્ઞાન-શ્રદ્ધાન પૂર્વક જ ચારિત્ર હોય છે. તેની વિધિ શું છે તેની આ વાત છે. વિના સમ્યગ્દર્શન ચારિત્ર સંભવિત નથી. કોઈ સમ્યગ્દર્શન રહિત ગમે તેવાં વ્રત, તપ આદિ આચરે પણ તે ચારિત્ર નથી.
પ્રશ્ન:- પણ એ સંયમ તો છે ને?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #94
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૮ : પ્રવચન રત્નાકર ભાગ-૧)
ઉત્તર- સંયમ ? સંયમ નથી; એ અસંયમ જ છે. અરે ભાઈ ! સંયમ કોને કહેવાય એની તને ખબર જ નથી. “સંયમ' શબ્દમાં તો “સમ્+ યમ્' શબ્દો છે. -સમ્ નામ સમ્યક્ પ્રકારે યમ અર્થાત્ સમ્યગ્દર્શન પૂર્વક યમ તેને સંયમ કહે છે. આત્મા પૂરણ પરમસ્વભાવભાવ વસ્તુ છે તેની અંતરમાં પ્રતીતિ થવી તે સમ્યગ્દર્શન છે અને તે સિદ્ધ થતાં નિજ સ્વભાવભાવમાં જ વિશેષ-વિશેષ લીન-સ્થિર થવું તે સંયમ છે, ચારિત્ર છે, અને તે મોક્ષમાર્ગ છે. આવી વાત છે. ભાઈ! તને રાગની ક્રિયામાં સંયમ ભાસે છે તે મિથ્યાભાવ છે.
સ્વરૂપમાં લીનતા-રમણતા થાય તે ચારિત્ર છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એમ શુદ્ધ રત્નત્રય તે મોક્ષમાર્ગ છે. નિયમસારમાં બીજી ગાથામાં કહ્યું છે કે માર્ગ અને માર્ગફળ-એમ બે પ્રકારે જિનશાસનમાં કથન કરવામાં આવ્યું છે; માર્ગ મોક્ષોપાય છે અને તેનું ફળ નિર્વાણ છે. માર્ગ શુદ્ધ રત્નત્રય છે અને તેને વ્યવહારની કોઈ અપેક્ષા નથી એવો તે નિરપેક્ષ છે. અંદર ચૈતન્યસ્વરૂપ પરમાનંદ પ્રભુ છે તેનાં દષ્ટિ-જ્ઞાન ને રમણતા થાય તે નિરપેક્ષ નિશ્ચય રત્નત્રય છે અને તે મોક્ષમાર્ગ છે.
જેને સમ્યગ્દર્શન-શાન થયું છે તેને હજુ અસ્થિરતાના ભાવ છે. આ અસ્થિરતાથી ખસીને-નિવર્તીને સ્વભાવમાં પ્રવર્તવું-રમવું-લીન થવું તે આલોચના છે અને તે જ ભૂત અને ભાવિ કર્મથી નિવર્તવાની અપેક્ષા પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન છે. આ ચારિત્રની વિધિ છે. ભાઈ ! વ્રત, ભક્તિ, દયા ઇત્યાદિ પાળવારૂપ જે ભાવ થાય છે તે અસ્થિરતા છે. તેનાથી તો ખસવાની-નિવર્તવાની વાત છે. તેને જ તું સંયમ ને ચારિત્ર માનવા લાગે એ તો મહા વિપરીતતા છે. મુનિરાજને નિશ્ચય ચારિત્ર સાથે તે વ્યવહાર સહચરપણે ભલે હો, પણ તે ચારિત્ર નથી, તે ચારિત્રનું કારણ પણ વાસ્તવમાં નથી. ખરેખર તો તે અસ્થિરતાથી ખસી સ્વરૂપસ્થિરતા જે થાય તે જ ચારિત્ર છે
લોકોને એમ લાગે કે આ તો “નિશ્ચય, નિશ્ચય, નિશ્ચય 'ની જ વાત છે. પણ ભાઈ ! નિશ્ચય એટલે જ સત્ય, વ્યવહાર તો ઉપચારમાત્ર છે. નિશ્ચય સાથે વ્યવહાર હો ભલે, પણ એ બંધનું જ કારણ છે, એ કાંઈ મુક્તિમાર્ગ કે મુક્તિમાર્ગનું કારણ નથી. વ્યવહારથી-રાગથી નિશ્ચય-વીતરાગતા થાય એમ માને એ તો વિપરીતતા છે ભાઈ ! અહીં તો ભગવાન આત્મા પરમાનંદસ્વરૂપ સત્ય સાહ્યબો પૂર્ણાનંદનો નાથ પ્રભુ અંદર જે વિરામ્યો છે તેનું ભાન થયા પછી જે અસ્થિરતાના પુણ્ય-પાપના ભાવ છે તેનાથી નિવર્તી અંદર સ્વરૂપમાં લીનતા-જમાવટ કરે છે તે આત્મા પોતે ચારિત્રરૂપ થાય છે એમ વાત છે. ધીમે ધીમે સમજવું ભાઈ ! અરે ! અનંતકાળમાં એ સત્ય સમજ્યો નથી! શું થાય? સમજવાનાં ટાણાં આવ્યાં તો શુભમાં રોકાઈ પડયો ! પ્રતિક્રમણ કરું, પ્રત્યાખ્યાન કરું, આલોચના કરું એવા જે વિકલ્પ છે એ તો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #95
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસારગાથા ૩૮૩ થી ૩૮૬ : ૭૯ રાગ છે, એ ચારિત્ર નથી, આત્માનું એ શુદ્ધ સ્વરૂપેય નથી. અહા ! પોતાના શુદ્ધસ્વરૂપનાચૈતન્યસ્વરૂપના આશ્રયે રાગની એકતા તોડીને હવે જે અસ્થિરતાના રાગથીય નિવર્તે છે અને સ્વભાવમાં લીન થઈ પ્રવર્તે છે તે આત્મા પ્રતિક્રમણ છે, પ્રત્યાખ્યાન છે, સંવર છે. આનું નામ ચારિત્ર છે.
પુણ્ય-પાપ ભલા છે, મારા છે એમ જે માને છે તેને “મિચ્છામિ દુક્કડમ્' હોઈ શહે નહિ. પુણ્ય-પાપના ભાવ જે વર્તમાન થાય છે તેનાથી અત્યંત ભેદ કરી, જુદો પડી સ્વસ્વરૂપમાં લીન થઈ જાય તેને સંવર છે અને તેનું નામ આલોચના છે. તેનાં દુષ્કૃત મિથ્યા થાય છે. અહો! આવી વાત! પણ એને કયાં ફુરસદ છે? ભાઈ ! આનું વાંચન, વિચાર ને ખૂબ મંથન રોજ રોજ હોવું જોઈએ. આના સંસ્કાર આ અવસરે પડી ગયા તો તે કલ્યાણનું કારણ થશે. બાકી તો સમજવા જેવું છે. એકલા પાપના સેવનમાં રહેનારા તો મરીને કયાંય નરક ને ઢોરની ગતિમાં ખોવાઈ જશે. સમજાણું કાંઈ....!
- હવે કહે છે- “એ રીતે તે આત્મા સદા પ્રતિક્રમતો (અર્થાત્ પ્રતિક્રમણ કરતો ) થકો, સદા પચખતો (અર્થાત્ પ્રત્યાખ્યાન કરતો) થકો અને સદા આલોચતો (અર્થાત્ આલોચના કરતો) થકો, પૂર્વકર્મના કાર્યરૂપ અને ઉત્તરકર્મના કારણરૂપ ભાવોથી અત્યંત નિવૃત્ત થયો થકો, વર્તમાન કર્મવિપાકને પોતાથી (આત્માથી) અત્યંત ભેદપૂર્વક અનુભવતો થકો, પોતામાં જ-જ્ઞાનસ્વભાવમાં જ-નિરંતર ચરતો (વિચરતો, આચરણ કરતો) હોવાથી ચારિત્ર છે (અર્થાત્ પોતે જ ચારિત્રસ્વરૂપ છે).
અહાહા...! રાગથી–પુણ્ય-પાપના ભાવોથી પાછો ફરીને પોતાના સ્વરૂપમાં કર્યો છે તે ધર્માત્મા પુરુષ સદાય પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન અને આલોચના કરે છે. તેને સદાય ચારિત્રદશા વર્તે છે. આ દહની ક્રિયા થાય તે પ્રતિક્રમણ અને ચારિત્ર એમ નહિ. દેહ તો માટીનો ઘડો ભગવાન! એ તો ઘડીકમાં ફૂટી જશે; તે ક્યાં તારી ચીજ છે? અહીં તો પૂર્વકર્મનું કાર્ય અને ઉત્તરકર્મનું કારણ એવા જે પુણ્ય-પાપ આદિ ભાવ ધર્માત્માને પોતાની દશામાં થાય છે તેનાથી પાછા ફરી સ્વભાવ એવા જ્ઞાનસ્વભાવમાં વર્તવું-રમવું-ઠરવુંચરવું એને ચારિત્ર કહ્યું છે. અહાહા...! પરભાવોથી નિવૃત્ત થયો થકો એક જ્ઞાનસ્વભાવમાં જ નિરંતર ચરતી-વિચરતો થકો પોતે જ ચારિત્રસ્વરૂપ છે. અહો ! દિગંબર સંતોની વાણી સચોટ રામબાણ છે. ભાઈ ! તું નિર્ણય તો કર કે મારગ આ જ છે.
અહાહા...! કહે છે- “જ્ઞાનસ્વભાવમાં જ નિરંતર ચરતો , અહા! જ્ઞાનસ્વભાવ તો જાણવારૂપ છે પ્રભુ! જેની સત્તામાં એ જાણવું થાય છે તે ચેતન છે. ખરેખર તે ચેતનની સત્તાને જ જાણે છે. અહા ! જેની સત્તામાં પદાર્થોનું હોવાપણું જણાય છે તે ચેતનસત્તા છે. અહાહા...! જાણનારો છે તે ચેતન છે, અને જે જણાય છે તે પણ ચેતન
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #96
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮) : પ્રવચન રત્નાકર ભાગ-૧) છે (કેમકે ચેતનની પર્યાયમાં જ જાણવું થાય છે). આમ જાણનારો જાણનારને જ જાણે છે અને જાણતો થકો તેમાં જ ચરે છે, ઠરે છે એનું નામ ચારિત્ર છે. સમજાણું કાંઈ....? સમયસાર નાટકમાં આવે છે કે
સમતા, રમતા, ઉરધતા, જ્ઞાયકતા સુખભાસ;
વેદતા ચૈતન્યતા, એ સબ જીવ વિલાસ. જાઓ, આ જીવનું વાસ્તવિક પરિણમન-વિલાસ બતાવ્યું છે.
અહાહા...! ભૂત, વર્તમાન, ભાવિ કર્મથી ખસી એક જ્ઞાનસ્વભાવમાં એકાકાર થઈ ઉપયોગ તેમાં જ સ્થિર થાય છે તે ચારિત્ર છે. તે ચારિત્રસ્વરૂપ સદાય પોતે પરિણમી રહ્યો છે. તેને વ્યવહાર પ્રતિક્રમણાદિનો કદીક વિકલ્પ ઉઠ છે, પણ તે દોષ છે. હવે આવી વાત ભગવાન સર્વજ્ઞદેવના શ્રીમુખેથી દિવ્યધ્વનિમાં આવી છે. પણ એને બેસે તો ને! ભાઈ ! તું તો ચેતનારો-જાણનારો છો ને પ્રભુ! કોને? પોતાને અહા! પોતાને જાણીને પછી તું પોતામાં જ ઠરે-રમે તે ચારિત્ર છે, તે મોક્ષમાર્ગ છે. આવો અલૌકિક મારગ છે.
પ્રશ્ન- તો મુખ્યપણે ચારિત્ર એ જ મોક્ષમાર્ગ છે ને? સમ્યગ્દર્શન-શાન તો મોક્ષમાર્ગનું કારણ છે.
ઉત્તર:- ભાઈ ! સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્ર-એમ ત્રણ ભેદ તો સમજાવવા માટે છે, પણ છે તો ત્રણે સાથે એક સમયમાં. ત્રણે મળીને જ મોક્ષમાર્ગ છે એમ યર્થાથ સમજવું.
અહીં ચારિત્રની વ્યાખ્યા કરે છે. તો કહે છે-જ્ઞાનસ્વભાવ છે એ તો અબંધસ્વભાવ છે, ને પુણ્ય-પાપના ભાવ છે તે બંધસ્વભાવ છે, કર્મસ્વભાવ છે; કેમકે તેઓ પૂર્વ કર્મના નિમિત્તે થાય છે, ને પોતે નવાં કર્મનું નિમિત્ત છે. તેથી પુણ્ય-પાપથી નિવર્તી, ત્રણે કાળના કર્મથી પાછા ફરી એક જ્ઞાનસ્વભાવમાં ચરવું-વિચરવું તે ચારિત્ર છે અને તે મોક્ષમાર્ગ છે. હવે આવી વાત દિગંબર ધર્મ સિવાય બીજે ક્યાં છે? સંપ્રદાયમાં કેટલાક કહે છે કે તમારે-અમારે કાંઈ ફેર નથી; પણ મોટો ફેર છે ભાઈ ! અહાહા....! આ દિગંબર સંતોની વાણી તો જાઓ! એક એક ગાથામાં કેટલું ભર્યું છે !
૧. વર્તમાન પુણ્ય-પાપના ભાવથી પાછો ફરતાં પૂર્વના કર્મથી પાછો ફર્યો તે પ્રતિક્રમણ છે.
૨. પુણ્ય-પાપના ભાવથી પાછો ફરતાં તેનું કાર્ય જે કર્મ તેનાથી પાછો ફર્યો તે પ્રત્યાખ્યાન છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #97
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
સમયસારગાથા ૩૮૩ થી ૩૮૬ : ૮૧ ૩. વર્તમાનમાં પુણ્ય-પાપનું કારણ જે કર્મનો વિપાક તેનાથી પાછો ફર્યો તે આલોચના છે.
આ રીતે તે આત્મા સદા પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, આલોચના કરતો થકો, પોતાના જ્ઞાનસ્વભાવમાં જ ચરતો હોવાથી ચારિત્ર છે, અર્થાત્ પોતે જ ચારિત્રસ્વરૂપ છે.
નિયમસારના આરંભના એક શ્લોકમાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ કહે છે-હૈ ૫૨માત્મા! તું હોતાં હું ઓલા મોહમુગ્ધ અને સંસારીઓ જેવા કામી બુદ્ધ અને બ્રહ્મા-વિષ્ણુ-મહેશને કેમ પૂજું? ને જ પૂ. હું તો જેણે ભવોને જીત્યા છે, જન્મમરણનો નાશ કર્યો છે એવા તને વંદું છું. જીઓ આ મુનિરાજ! કે જેમને ભવ જીતવાની ભાવના છે.
વળી આગળ જતાં તેઓ કહે છે-હમણાં અમારું મન પરમાગમના સારની પુષ્ટ ચિની ફરી ફરીને અત્યંત પ્રેરીત થયું છે એ રુચિથી પ્રેરિત થવાને લીધે ‘તાત્પર્ય વૃત્તિ’ નામની આ ટીકા રચાય છે. જુઓ એકલી નદશા ને બારમાં મહાવ્રતનું પાલન કરે એ કાંઈ દિગંબર નથી, પણ અંતરમાં નિર્મળાનંદનો નાથ જ્ઞાનસ્વભાવી પ્રભુ પોતે છે તેને ઓળખી તેનાં શ્રદ્ધા-જ્ઞાન-રમણતા કરે તે દિગંબર છે. અહાહા...! નાગા બાદશાહથી આઘા. તેને સમાજની કાંઈ પડી નથી. દુનિયાને આ ગમશે કે નહિ એની એને કાંઈ પડી નથી. દુનિયાનું દુનિયા જાણે; અમે તો મોક્ષમાર્ગી છીએ. અમે તો અંદર આત્માની રુચિ અને જ્ઞાન-ધ્યાનમાં છીએ અને કહીએ તો એ જ (મારગ) કહીએ છીએ.
અહાહા...! મુનિરાજ તો નિર્મળાનંદ પ્રભુ આત્મામાં રમણ કરનારા ને તેમાં ચરનારા-વિચરનારા છે. તેઓ નિત્ય અતીન્દ્રિય આનંદનું ધરાઈને ભોજન કરનારા છે. અહાહા...! જેમને આકુળતાની ગંધેય નથી એવા અનાકુળ સુખના ઢગલા છે એવા ચારિત્રવંત મુનિને અંદર નિત્ય અતીન્દ્રિય આનંદની ભરતી ઉછળે છે. કોઈને થાય કે મુનિને વનમાં અનેક પરિષહ સહન કરવાના થતાં કેવાં દુ:ખ વેઠવાં પડે? તેને કહીએ કે ભાઈ ! મુનિરાજને દુઃખ વેઠવું પડે એ તારી વાત ખોટી છે, કેમકે મુનિરાજને અકષાયી શાંતિ પ્રગટી હોવાથી તેઓ નિરંતર અતીન્દ્રિય આનંદની મોજમાં મસ્ત હોય છે. તેને અહીં ચારિત્ર કહ્યું છે અને તે મોક્ષમાર્ગ છે.
કોઈને લાગે કે વ્યવહા૨ની તો વાત જ કરતા નથી. તેને કહીએ છીએ કે-ભાઈ ! વ્યવહાર હોય છે. જ્યાંસુધી પૂર્ણ વીતરાગ દશા ન થાય ત્યાંસુધી દયા, દાન, વ્રત, તપ, ભક્તિ ઇત્યાદિનો વ્યવહાર મુનિરાજને હોય છે, પણ એ બધો રાગ છે, દુ:ખ છે, બંધનનું કારણ છે, મુનિરાજને એ કર્તવ્ય છે એમ નથી. તેમાં કાંઈ આત્માની શાન્તિ
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
Page #98
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૨ : પ્રવચન રત્નાકર ભાગ-૧) નથી. જેમાં શાંતિ, શાંતિ, શાંતિ. એવા અકષાયભાવરૂપ શાંતરસની રેલમછેલ થઈ જાય છે તે શાંતરસની દશાનું નામ ચારિત્ર છે.
પ્રશ્ન:- હા, પણ તેને વ્યવહાર કરવો તો પડે છે ને? નિશ્ચયનું એ સાધન તો છે ને?
ઉત્તરઃ- વ્યવહાર આવે છે ભાઈ ! એ કરે છે એમ ક્યાં છે? એ તો માત્ર એને જાણે છે બસ, કે આ રાગ છે, બીજી ચીજ છે. તું એને નિશ્ચયનું સાધન માન, પણ ધૂળેય સાધન નથી સાંભળને, કેમકે વ્યવહાર-રાગ છે એ તો કર્મસ્વભાવ છે, બંધસ્વભાવ છે અને નિશ્ચય અબંધસ્વભાવ છે, વીતરાગસ્વભાવ છે. (એને સાધન કહેવું એ તો ઉપચારમાત્ર છે).
અહો ! શું એ વીતરાગી ચારિત્ર દશા! મહાવંદનીક દશા છે એ; એ તો પરમેષ્ઠીપદ છે ભાઈ ! મુનિરાજ નિત્ય આવી ચારિત્રદશાએ વર્તે છે,
હવે કહે છે- “અને ચારિત્રસ્વરૂપ વર્તતો થકો પોતાને-જ્ઞાનમાત્રને-ચેતતો (અનુભવતો ) હોવાથી તે આત્મા) પોતે જ જ્ઞાનચેતના છે, એવો ભાવ (આશય) છે.”
જુઓ, આ સરવાળો કીધો. એમ કે પુણ્ય-પાપનું-ઝેરનું વદન ત્યાગીને, ચારિત્રસ્વરૂપ થયો થકો એક જ્ઞાનમાત્ર વસ્તુ આત્માને જ વેદતો હોવાથી પોતે જ જ્ઞાનચેતના છે. તેને કર્મચેતના ને કર્મફળચેતના નથી એમ વાત છે.
* ગાથા ૩૮૩ થી ૩૮૬: ભાવાર્થ ઉપરનું પ્રવચન * “ચારિત્રમાં પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન અને આલોચનાનું વિધાન છે. તેમાં, પૂર્વે લાગેલા દોષથી આત્માને નિવર્તાવવો તે પ્રતિક્રમણ છે, ભવિષ્યમાં દોષ લગાડવાનો ત્યાગ કરવો તે પ્રત્યાખ્યાન છે અને વર્તમાન દોષથી આત્માને જાદો કરવો તે આલોચના છે.”
જુઓ, આ વ્યવહારની વાત કરી છે. આમાં અશુભને ટાળી દોષથી નિવર્તાવવાનો શુભ વિકલ્પ હા છે. પૂર્વે લાગેલા દોષોથી આત્માને હું નિવર્તાવું એવો જે વિકલ્પ છે તે વ્યવહાર પ્રતિક્રમણ છે. વ્યવહાર પ્રતિક્રમણ તે શુભભાવ છે. તેવી રીતે ભવિષ્યમાં દોષ લગાડવાનો ત્યાગ કરું-એવો જે વિકલ્પ છે તે વ્યવહાર પ્રત્યાખ્યાન છે, તેય શુભભાવ છે, તથા વર્તમાન દોષથી આત્માને જુદો કરું એવો જે વિકલ્પ છે તે વ્યવહાર આલોચના છે. આ વ્યવહાર પ્રતિક્રમણાદિમાં અશુભથી છૂટી શુભમાં આવે છે તે વ્યવહાર છે, પણ તે આત્મરૂપ નથી. હવે એ જ કહે છે
“અહીં તો નિશ્ચયચારિત્રને પ્રધાન કરીને કથન છે; માટે નિશ્ચયથી વિચારતાં તો,
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #99
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસારગાથા ૩૮૩ થી ૩૮૬ : ૮૩ જે આત્મા ત્રણે કાળનાં કર્મોથી પોતાને ભિન્ન જાણે છે, શ્રદ્ધા છે અને અનુભવે છે, તે આત્મા પોતે જ પ્રતિક્રમણ છે, પોતે જ પ્રત્યાખ્યાન છે અને પોતે જ આલોચના છે.'
જુઓ, અહીં નિશ્ચયચારિત્ર –વીતરાગી ચારિત્રની પ્રધાનતા છે, અર્થાત્ વ્યવહારની ક્રિયા અહીં ગૌણ છે. અહીં તો શુભાશુભ બન્નેય દોષોથી નિવૃત્ત થઈ આત્મા રૂપ થઈ જવું, ઉપયોગને સ્વરૂપલીન કરવો તે નિશ્ચય પ્રતિક્રમણ, નિશ્ચય પ્રત્યાખ્યાન અને નિશ્ચય આલોચના છે. પૂર્ણ વીતરાગદશા ન થાય ત્યાં સુધી સ્વરૂપની દષ્ટિ અને ચારિત્રની ભૂમિકામાં વ્યવહાર પ્રતિક્રમણના વિકલ્પ હોય છે ખરા, પણ તેમાં અશુભથી નિવર્ત બસ; આ મર્યાદા છે. જ્યારે નિશ્ચયથી વિચારતાં જે આત્મા ત્રણે કાળના કર્મોથી પોતાને ભિન્ન જાણે છે, શ્રદ્ધા છે, અનુભવે છે તે પોતે જ પ્રતિક્રમણ છે, પોતે જ પ્રત્યાખ્યાન છે, પોતે જ આલોચના છે.
વ્યવહાર પ્રતિક્રમણાદિમાં પાપથી નિવર્તીને શુભભાવમાં-પુણ્યભાવમાં આવ્યો એટલી વાત છે, પણ એ શુભભાવ કાંઈ આત્મપરિણામ નથી. એય દોષ જ છે. તેથી શુભાશુભ સર્વ દોષથી પોતાને ભિન્ન જાણી ઉપયોગને સ્વરૂપમાં રમાવવો, સ્થિર કરવો એ વાસ્તવિક પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન અને આલોચના છે, અને તે આત્મરૂપ છે. કહ્યું ને કેપુણ્ય-પાપના ભાવથી ખસી સ્વસ્વરૂપમાં લીનતા-રમણતા કરે તે આત્મા પોતે જ પ્રતિક્રમણ છે, પોતે જ પ્રત્યાખ્યાન છે, પોતે જ આલોચના છે. અહીં તો આત્માથી ભિન્ન કોઈ પ્રતિક્રમણાદિ છે એમ વાત જ નથી. જ્ઞાન તે પ્રત્યાખ્યાન છે એમ આવ્યું ને ગાથામાં (૩૪ ગાથામાં). મતલબ કે-રાગનો નાશ કર્યો એમ કહેવું એ તો કથનમાત્ર છે. પોતે જ્ઞાનસ્વરૂપથી છૂટી કદી રાગસ્વરૂપ થયો જ નથી, સદાય જ્ઞાનસ્વરૂપમાં જ રહ્યો છે એમ જાણી એવા જ્ઞાનસ્વરૂપમાં જ લીન-સ્થિર થવું, તેમાં જ જામી જવું તે નિશ્ચય પચખાણ છે. આવી વાત છે.
એમ પ્રતિક્રમણસ્વરૂપ પ્રત્યાખ્યાનસ્વરૂપ અને આલોચનાસ્વરૂપ આત્માનું નિરંતર અનુભવન તે જ નિશ્ચયચારિત્ર છે. જે આ નિશ્ચયચારિત્ર, તે જ જ્ઞાનચેતના (અર્થાત્ જ્ઞાનનું અનુભવન) છે. તે જ જ્ઞાનચેતનાથી (અર્થાત્ જ્ઞાનના અનુભવનથી ) સાક્ષાત્ જ્ઞાનચેતનાસ્વરૂપ કેવળજ્ઞાનગમ્ય આત્મા પ્રગટ થાય છે.'
લ્યો આ નિશ્ચય ચારિત્ર તે જ જ્ઞાનચેતના, અને તે જ જ્ઞાનચેતનાથી સાક્ષાત્ જ્ઞાનચેતનાસ્વરૂપ કેવળજ્ઞાન પ્રગટ થાય છે. અહો ! આ તો અલૌકિક વાત છે ભાઈ !
હવે આગળની ગાથાઓની સૂચનારૂપ કાવ્ય કહે છે, જેમાં જ્ઞાનચેતનાનું ફળ અને અજ્ઞાનચેતનાનું ( અર્થાત્ કર્મચેતના અને કર્મફળચેતનાનું) ફળ પ્રગટ કરે છે:
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #100
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૮૪ : પ્રવચન રત્નાકર ભાગ-૧)
* કળશ ૨૨૪: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * ‘નિત્ય જ્ઞાનસ્થ સંગ્વતનયા વ જ્ઞાન ગતીવ શુદ્ધમ્ પ્રારાતે' નિરંતર જ્ઞાનની સંચેતનાથી જ જ્ઞાન અત્યંત શુદ્ધ પ્રકાશે છે; “તુ' અને “જ્ઞાન–સંગ્વતનયાં' અજ્ઞાનની સંચેતનાથી “વન્ય: ધોવન' બંધ દોડતો થકો “વોઇસ્ય શુદ્ધિ નિરુણદ્ધિ' જ્ઞાનની શુદ્ધતાને રોકે છે-જ્ઞાનની શુદ્ધતા થવા દેતો નથી.
જુઓ, અહીં જ્ઞાન અને અજ્ઞાનની સંચેતનાનું એમ બન્નેનું ફળ કહ્યું છે, શું કહે છે? કે ભગવાન આત્મા સર્વજ્ઞસ્વભાવી, વીતરાગસ્વભાવી શુદ્ધ એક ચૈતન્યમાત્ર વસ્તુ છે. અહાહા...! આવા નિજસ્વરૂપમાં એકાગ્ર થઈ તેને જ જે વેદે છે, અનુભવે છે તેની પર્યાયમાં જ્ઞાન અત્યંત શુદ્ધ પ્રકાશે છે અર્થાત્ તેને પવિત્રતાની શુદ્ધતાની વિશેષ દશા પ્રગટ થાય છે. શું કહ્યું? જેમાં આ બધું જણાય છે તે જાણનારો જ્ઞાનસ્વભાવી પ્રભુ આત્મા છે. અહા ! તે જાણનારને જાણી, તેમાં જ એકાગ્રતા કરી રમવાથી –ઠરવાથી અંતરંગમાં શુદ્ધિની વૃદ્ધિ પ્રગટ થાય છે. લ્યો, આ સંવર અને નિર્જરા છે. બન્ને સાથે છે હીં. વર્તમાન શુદ્ધિ જે પ્રગટ થાય તે સંવર અને વિશેષ રમણતાથી શુદ્ધિમાં વૃદ્ધિ જે થાય તે નિર્જરા. અહીં આ ચારિત્રની વિશેષ દશાની વાત છે. અહો! આચાર્યદવે બહુ ટૂંકામાં મોક્ષમાર્ગ દર્શાવ્યો છે.
કહે છે-શુદ્ધ ચૈતન્યઘનસ્વભાવી આનંદકંદ પ્રભુ આત્મા છે, તેમાં સમ્યક પ્રકારે એકાગ્ર થઈ રમણતા કરવાથી જ આત્માની અત્યંત શુદ્ધ દશા પ્રકાશે છે. જુઓ, “જ્ઞાનની સંચેતનાથી જ' – ‘સંખ્યતનયા વ’ એમ શબ્દો છે. મતલબ કે કોઈ વ્રત, તપ, દયા, દાન, ભક્તિ આદિના શુભ વિકલ્પથી શુદ્ધિની ઉત્પત્તિ અને વૃદ્ધિ થાય છે એમ નહિ, પણ અનાકુળ અતીન્દ્રિય જ્ઞાન અને આનંદનો રસકંદ પ્રભુ આત્મા છે તેની સન્મુખ થઈ તેમાં જ રમણતા કરવાથી ધર્મની ઉત્પત્તિ અને વૃદ્ધિ થાય છે. જુઓ, આ સમકિતીને ચારિત્ર થવાની વિધિ બતાવી છે.
વળી કહે છે- અજ્ઞાનની સંચેતનાથી બંધ દોડતો થકો જ્ઞાનની શુદ્ધતાને રોકે છે – જ્ઞાનની શુદ્ધતા થવા દેતો નથી.
જુઓ, શું કહે છે? કે “અજ્ઞાનની સંચેતનાથી...' અહાહા..! આ પુણ્ય-પાપના શુભાશુભ ભાવ જે અજ્ઞાનીને થાય તે અજ્ઞાનચેતના છે, કેમકે તે ભાવમાં ચૈતન્યના
સ્વભાવનો અભાવ છે. શું કીધું? દયા, દાન, વ્રત, ભક્તિ આદિ ને હિંસા, જૂઠ, વિષયવાસના આદિના ભાવ અજ્ઞાનચેતના છે, અને તેમાં એકાગ્ર થઈ તેમાં જે રમે તેને બંધ દોડતો થકો જ્ઞાનની શુદ્ધતાને રોકે છે, અર્થાત્ તેને શુદ્ધતા પ્રગટ થતી જ નથી; અશુદ્ધતા થાય છે, બધ જ થાય છે. પુણ્ય-પાપના ભાવ થાય તે કર્મચેતના છે અને તેનું ફળ જે સુખ-દુઃખ તે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #101
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૮૩ થી ૩૮૬ : ૮૫ કર્મફળચેતના છે. બન્ને અજ્ઞાનચેતના છે. અહા ! તેમાં જે એકાગ્ર થાય તેને, કહે છે, બંધ દોડતો આવે છે. દોડતો આવે છે એટલે શું? કે તેને તત્કાલ બંધ થાય છે. અહા ! તેને તત્કાલ જ દર્શનમોહનીય કર્મ બંધાય છે. સમજાણું કાંઈ....?
ભાઈ ! કોઈ દસ-વીસ લાખ રૂપિયાનું દાન કરે, જિનમંદિર બંધાવે અને તેમાં ભગવાનની પ્રતિષ્ઠા કરાવે અને તેમાં એકાગ્ર થઈ પ્રવર્તે તો, અહીં કહે છે, તેને બંધ દોડતો આવે છે, તેને તત્કાલ દર્શનમોહનીયનો બંધ થાય છે.
તો શું તેને પુણ્યબંધ પણ નથી થતો?
ભાઈ ! દાનમાં કદાચિત્ મંદરાગ કર્યો હોય તો પુણ્યબંધ અવશ્ય થાય પણ સાથે જ રાગમાં એકાગ્રતા-એકત્વ વર્તતું હોવાથી દર્શનમોહનો બંધ તત્કાલ જ થાય છે અને એ દીર્ઘ સંસારનું મૂળ છે. બાપુ! સંપ્રદાયમાં ચાલતી વાત અને આ વીતરાગની વાણીમાં આવેલી વાતમાં બહુ ફરે છે, ઉગમણા-આથમણા ફરે છે. શુભરાગમાં એકાગ્ર થતા ધર્મ થાય એ વાત તો દૂર રહો, એનાથી મિથ્યાત્વનો બંધ થાય છે.
ત્યારે કોઈ વળી કહે છે-દયા, દાન, વ્રતાદિના વિકલ્પ તે ધર્મનું સાધન છે.
અરે ભાઈ ! એ વાતની અહીં ના પાડે છે. તું જો તો ખરો શું કહે છે? કે જ્ઞાનની સંચેતનાથી જ જ્ઞાન અત્યંત શુદ્ધ પ્રકાશે છે, અને અજ્ઞાન સંચેતનાથી બંધ દોડતો થકો જ્ઞાનની શુદ્ધતાને રોકે છે. ભાઈ ! આ જૈન પરમેશ્વરની વાણીમાંથી આવેલી વાત છે. અંદર ભાગવતસ્વરૂપ ભગવાન પોતે બિરાજે છે તેમાં એકાગ્ર થઈ પ્રવર્તતાં તત્કાલ જ્ઞાન નિર્મળ પ્રકાશે છે, ધર્મ પ્રગટ થાય છે અને અજ્ઞાન નામ રાગાદિમાં-દયા, દાન, વ્રતાદિમાં-એકાગ્ર થઈ પ્રવર્તતાં તત્કાલ મિથ્યાત્વનો બંધ થાય છે. હવે આવી વાત છે છતાં વ્રતાદિ પરિણામથી ધર્મ થાય એમ તું માને એ તારી મોહજનિત હઠ સિવાય બીજું કાંઈ નથી. ભાઈ ! જે કોઈ પરિણામમાં સ્વભાવનો અનાદર થાય તે પરિણામથી બંધ જ દોડતો આવે છે. તેનાથી ધર્મ થતો જ નથી.
અરે ભાઈ ! અંદર તું પવિત્રતાનો પિંડ જ્ઞાનાનંદનો દરિયો છો ને પ્રભુ! અહાહા...! તેમાં જ એકાગ્ર થઈ ત્યાં જ તું રમે એમાં તારું હિત છે. અહા ! રાગનો સંબંધ તોડી તું પરમ એકત્વ-વિભક્ત સ્વભાવમાં એકત્વ સ્થાપી તેમાં જ લીન થાય એમાં તને સુખ થશે, શુદ્ધતા પ્રગટશે અને એ જ રીતે તને પરમાનંદસ્વરૂપ પરમપદ પ્રાપ્ત થશે. અહા ! પણ આવા નિજસ્વભાવનો ત્યાગ કરીને તું શુભરાગમાં એકાગ્ર થાય અને ત્યાં જ રમે તો, આચાર્ય ફરમાવે છે, તને બંધ દોડતો આવશે, અર્થાત્ તરત જ તને મિથ્યાત્વનું બંધન થશે. અહો ! બહું ટૂંકા શબ્દોમાં દિગંબર સંતોએ બહુ ચોખ્ખી વાત કરી છે. સ્વરૂપમાં રમે તો શુદ્ધતા ને સિદ્ધપદ અને રાગમાં રમે તો સંસાર. અરેરે ! સ્વરૂપની સમજણ વિના જીવ અનંતકાળથી સંસારમાં રખડે છે. અરે !
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #102
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૬ : પ્રવચન રત્નાકર ભાગ-૧) રાગમાં રમતું માંડીને એ ચોરાસીના અવતાર ધરી ધરીને પરિભ્રમે છે અને પારાવાર દુ:ખ સહે છે. ભાઈ ! તારા દુઃખને શું કહીએ? એ અકથ્ય અને અપાર છે. હવે તો સમજ. બાપુ! તું જ્યાં રમે છે તે રજકણ કે રાગનો કણ તારી ચીજ નથી. જો તો ખરો ધર્મી પુરુષો કેવી ભાવના ભાવે છે –
રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની,
સર્વે માન્યા પુદ્ગલ એક સ્વભાવ . –અપૂર્વ અહા! તારો આત્મા રાગ અને રજકણથી ભિન્ન અંદર બિરાજી રહ્યો છે. પ્રભુ! તેમાં તું જાને! તેમાં એકાગ્ર થઈને ત્યાં જ રમને પ્રભુ! તને શુદ્ધિ ઉત્પન્ન થઈને શુદ્ધિની વૃદ્ધિ થશે. ભગવાને એને ચારિત્ર કહ્યું છે. ભાઈ ! આ તારાં અનંત અનંત દુઃખ નિવારવાનો ઉપાય છે. બાકી તું ત્યાગી થાય, સાધુ થાય અને બહારમાં નગ્ન દિગંબર દશાને ધારે પણ વ્રતાદિના રાગમાં એકત્વ કરે તો, કહે છે, બંધ દોડતો થકો શુદ્ધિને રોકી દે છે. ભાઈ ! બહારમાં પંચમહાવ્રત પાળે માટે ચારિત્ર પ્રગટ થાય એમ માર્ગ નથી. લોકોને વાત બહુ આકરી લાગે પણ માર્ગ જ ક્યાં આવો છે ત્યાં શું કરીએ? માટે રાગનીવ્રતાદિના રાગની ભાવના છોડીને શુદ્ધોપયોગની ભાવના કર. અંદર ત્રણ લોકનો નાથ સચ્ચિદાનંદ ભગવાન પૂરણ પ્રગટ બિરાજી રહ્યો છે તેની ભાવના કર, તેમાં એકાગ્ર થા, અને તેમાં જ રમણતા કર. આ મારગ છે ભાઈ ! ભગવાન ત્રિલોકનાથ જિનેન્દ્રદેવનો ઇન્દ્રો અને ગણધરોની સભામાં આ પોકાર છે. અહાહા...!
રિદ્ધિ સિદ્ધિ વૃદ્ધિ દીસે ઘટમેં પ્રગટ સદા , અંતરકી લચ્છી સૌ અજાચી લચ્છપતિ હૈ , દાસ ભગવંત કે ઉદાસ રહૈ જગતસૌ ,
સુખિયા સદૈવ ઐસે જીવ સમકિતી હૈ . અહા ! તારી સર્વ રિદ્ધિ, સિદ્ધિ અને વૃદ્ધિનું સ્થાન અંદર ભગવાન આત્મા પ્રગટ છે પ્રભુ! અહાહા....! સમકિતી ધર્મી જીવ એ જ્ઞાનાનંદસ્વરૂપ લક્ષ્મીના લક્ષ વડે સહજ જ લક્ષપતિ છે, તેમને કોઈની અપેક્ષા નથી. બીજે માગ્યા વિના જ લક્ષ-પતિ છે. અહાહા...! ભગવાનના દાસ તેઓ જગતથી ઉદાસ એવા સદાય સુખી છે. સુખનો આ મારગ છે ભાઈ ! સ્વરૂપનું લક્ષ કરવું ને તેમાં ઠરી જવું.
અરે ભાઈ! રાગનો એક કણિયો પણ તને કામ આવે એમ નથી, તારા હિતરૂપ નથી. અહાહા....! જ્ઞાનાદિ અનંત ગુણનો સમુદ્ર પ્રભુ અંદર આત્મા છે તેને જેણે રાગથી ભિન્ન પડી સંભાળ્યો અને તેમાં જ જે એકાગ્ર થયો, લીન થયો, નિમગ્ન થયો તેને ધર્મ થયો, મોક્ષનો મારગ થયો અને ચારિત્ર થયું. પરંતુ નિજ જ્ઞાનાનંદસ્વરૂપને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #103
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૮૩ થી ૩૮૬ : ૮૭ છોડીને ભલે કોઈ રાજ્ય છોડ, રણવાસ છોડ, ભોગ છોડે, પરંતુ જો શુભરાગની વાસના છે તો તેને મોહકર્મ દોડતું આવીને બાંધે છે, તેને સંસાર જ ફળે છે.
અહાહા...રાગની એકતાને તોડી જે અંદર આનંદની ખાણને ખોલે છે તે સમકિતી છે અને તેમાં જ વિશેષ લીન થાય છે તે ચારિત્રવંત છે. આવો મારગ છે.
* કળશ ૨૨૪: ભાવાર્થ ઉપરનું પ્રવચન * કોઈ (વસ્તુ) પ્રત્યે એકાગ્ર થઈને તેનો જ અનુભવરૂપ સ્વાદ લીધા કરવો તે તેનું નામ સંચેતન કહેવાય. જ્ઞાન પ્રત્યે જ એકાગ્ર ઉપયુક્ત થઈને તેના તરફ જ ચેત રાખવી તે જ્ઞાનનું સંચેતન અર્થાત્ જ્ઞાનચેતના છે. તેનાથી જ્ઞાન અત્યંત શુદ્ધ થઈને પ્રકાશે છે, અર્થાત્ કેવળજ્ઞાન ઉપજે છે. કેવળજ્ઞાન ઉપજતાં સંપૂર્ણ જ્ઞાનચેતના કહેવાય છે.'
કળશમાં “સંચેતન” શબ્દ પડ્યો છે ને? તેનો ભાવ શું? તો કહે છે-વસ્તુ પ્રત્યે એકાગ્ર થઈને તેનો જ અનુભવ કરવો-સ્વાદ લેવો તેનું નામ સંચેતન છે. જ્ઞાન અર્થાત્ ભગવાન આત્મા પ્રત્યે જ એકાગ્ર ઉપયુક્ત થઈને અર્થાત ઉપયોગને તેમાં જ જોડીને તેના પ્રતિ જ ચેત રાખવી વા તેમાં જ જાગ્રત રહેવું, તેના જ સ્વાદમાં લીન રહેવું તે જ્ઞાનનું સંચેતન નામ જ્ઞાનચેતના છે. સમ્યગ્દર્શનપૂર્વક ઉપયોગની અંતર-એકાગ્રતા થાય તેને અહીં જ્ઞાનની સંચેતના કહી છે. તેનાથી, કહે છે, જ્ઞાન અત્યંત શુદ્ધ પ્રકાશે છે.
હવે આવું સ્વરૂપ સમજ્યા વગર વ્રત, તપ ને ઉપવાસ કરવા મંડી પડે પણ એથી શું? એ કાંઈ નથી, એ તો એકલો રાગ છે બાપા! અને એનીય પાછી પ્રસિદ્ધિ કરે, છાપામાં આવે કે આને આટલા ઉપવાસ કર્યા, પણ ભાઈ ! એ ઉપવાસ નહિ પણ અપવાસ નામ માઠા વાસ છે, પ્રભુ! અને એની પ્રસિદ્ધિ એ તારી પાગલપણાની પ્રસિદ્ધિ છે. સમજાણું કાંઈ...? રાગમાં રોકાઈને પોતાની નિર્મળ ચૈતન્યની દશાને રુંધી રાખી છે એવા પાગલપણાની પ્રસિદ્ધિ છે.
ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ જ્ઞાન અને આનંદસ્વરૂપ છે, તેમાં એકાગ્ર થઈને તેમાં જ લીન થવું તે જ્ઞાનચેતના છે. તેનાથી જ્ઞાન અત્યંત શુદ્ધ થઈને પ્રકાશે છે. અહાહા....જેમ મોર ગેલમાં આવી કળા કરે ત્યારે એનાં પીંછાં ખીલે છે, તેમ ભગવાન આત્મા નિજ સ્વભાવમાં એકાગ્ર થઈને રમે-પ્રવર્તે ત્યારે પર્યાયમાં જ્ઞાન અને આનંદની કળા ખીલી નીકળે છે, જ્ઞાનચેતના ખીલી નીકળે છે, અને તે વૃદ્ધિગત થઈ જેમ પૂનમનો ચંદ્ર સર્વ કળાએ ખીલી નીકળે તેમ જ્ઞાનચેતના કેવળજ્ઞાનપણે ખીલી ઊઠે છે. આવી વાત! સ્વસ્વરૂપમાં લીન થઈને ત્યાં જ રમે તેને કેવળજ્ઞાન ખીલી ઊઠે છે; અને ત્યારે સંપૂર્ણ જ્ઞાનચેતના કહેવાય છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #104
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૮૮ : પ્રવચન રત્નાકર ભાગ-૧)
હવે કહે છે- “અજ્ઞાનરૂપ (અર્થાત્ કર્મરૂપ અને કર્મફળરૂપ) ઉપયોગ કરવો, તેના તરફ જ (-કર્મ અને કર્મફળ તરફ જ ) એકાગ્ર થઈ તેનો જ અનુભવ કરવો, તે અજ્ઞાનચેતના છે. તેનાથી કર્મનો બંધ થાય છે, કે જે બંધ જ્ઞાનની શુદ્ધતાને રોકે છે.'
જુઓ શું કહે છે આ? કે પુણ્ય-પાપ આદિ કર્મરૂપ અને કર્મફળરૂપ ભાવોમાં એકાગ્ર થઈ તેમાં જ ઉપયોગને રોકી રાખે તે અજ્ઞાન ચેતના છે; અને તેથી કર્મનો બંધ થાય છે જે બંધ જ્ઞાનની શુદ્ધતાને રોકી રાખે છે. હવે આવી ચોખ્ખી વાત છે. ભાઈ ! શાંતિ અને ધીરજ રાખીને માર્ગ સમજવો જોઈએ, આમાં કાંઈ વાદવિવાદ પાર પડે એવું નથી. ભગવાન જિનચંદ્ર ચૈતન્યપ્રકાશનો પૂંજ પોતે છે તેને ભૂલીને વ્રતાદિના રાગમાં એકાગ્ર થઈ વર્તે તે મિથ્યાત્વના અંધકારમાં જ આથડ છે, તેનું સંસાર-પરિભ્રમણ મટતું નથી. સમજાણું કાંઈ...!
[ પ્રવચન નં. ૪૭૫ થી ૪૭૭ * દિનાંક ૨૮-૧૦-૭૭ અને ૨૯-૧૦-૭૭]
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #105
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા ૩૮૭ થી ૩૮૯
वेदंतो कम्मफलं अप्पाणं कुणदि जो दु कम्मफलं । सो तं पुणो वि बंधदि बीयं दुक्खस्स अट्ठविहं।। ३८७।। वेदंतो कम्मफलं मए कदं मुणदि जो दु कम्मफलं । सो तं पुणो वि बंधदि बीयं दुक्खस्स अट्ठविहं।। ३८८।। वेदंतो कम्मफलं सुहिदो दुहिदो य हवदि जो चेदा । सो तं पुणो वि बंधदि बीयं दुक्खस्स अट्ठविहं।। ३८९ ।।
वेदयमानः कर्मफलमात्मानं करोति यस्तु कर्मफलम् । स तत्पुनरपि बध्नाति बीजं दु:खस्याष्टविधम्।।३८७।। वेदयमानः कर्मफलं मया कृतं जानाति यस्तु कर्मफलम् ।
स तत्पुनरपि बध्नाति बीजं दुःखस्याष्टविधम्।। ३८८ ।। હવે આ કથનને ગાથા દ્વારા કહે છે -
જે કર્મફળને વેદતો નિજરૂપ કરમફળને કરે, તે ફરીય બાંધે અષ્ટવિધિના કર્મને-દુખબીજને; ૩૮૭. જે કર્મફળને વેદતો જાણે “કરમફળ મેં કર્યું , તે ફરીય બાંધે અષ્ટવિધિના કર્મને-દુખબીજને; ૩૮૮. જે કર્મફળને વેદતો આત્મા સુખી-દુખી થાય છે,
તે ફરીય બાંધે અષ્ટવિધિના કર્મને-દુખબીજને. ૩૮૯.
uथार्थ:- [ कर्मफलम् वेदयमानः ] भन। ने वेतो थो [ यः तु] ४ मात्मा [ कर्मफलम् ] भइणने [आत्मानं करोति] पोत॥३५ ४३. छ (-भाने छ), [ सः] ते [ पुनः अपि] इरीने ५९॥ [अष्टविधम् तत् ] 16 प्रा२। भने- [ दुःखस्य बीजं] हुमाना जीने- [ बध्नाति ] Gi) छे.
[कर्मफलं वेदयमानः ] भन। णने वेतो थी [ यः तु] ४ आत्मा [ कर्मफलम्
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #106
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૦ : પ્રવચન રત્નાકર ભાગ-૧૦
वेदयमानः कर्मफलं सुखितो दुःखितश्च भवति यश्चेतयिता । तत्पुनरपि बध्नाति बीजं દુ:હસ્યાદવિધમ્।। રૂ૮૬।। तत्र तावत्सकलकर्मसंन्यासभावनां नाटयति
स
( આર્યા )
कृतकारितानुमननैस्त्रिकालविषयं मनोवचनकायैः । परिहृत्य कर्म सर्व परमं नैष्कर्म्यमवलम्बे ।। २२५ ।
મયા ધૃત નાનાતિ] ‘ કર્મફળ મેં કર્યું’ એમ જાણે છે, [સ: ] [ પુન: અપિ ] ફરીને પણ [અવિધમ્ તત્] આઠ પ્રકારના કર્મને- [દુ:સ્વપ્ત્ય વીનં] દુ:ખના બીજને- [વઘ્નાતિ] બાંધે છે.
[ ર્માં વેવયમાન: ] કર્મના ફળને વેદતો થકો [ય: શ્વેતયિતા] જે આત્મા [ સુવિત: વુ:ષિત: ૬] સુખી અને દુઃખી [મવતિ] થાય છે, [સ: ] તે [ પુન: અવિ ] ફરીને પણ [અવિધમ્ તત્] આઠ પ્રકારના કર્મને- [૬:સ્વસ્ય વીનં] દુ:ખના બીજને[ વઘ્નાતિ] બાંધે છે.
હું
ટીકા:- જ્ઞાનથી અન્યમાં ( -જ્ઞાન સિવાય અન્ય ભાવોમાં ) એમ ચેતવું (અનુભવવું) કે ‘આ હું છું', તે અજ્ઞાનચેતના છે. તે બે પ્રકારે છે-કર્મચેતના અને કર્મફળચેતના. તેમાં, જ્ઞાનથી અન્યમાં (અર્થાત્ જ્ઞાન સિવાય અન્ય ભાવોમાં) એમ ચેતવું કે ‘આને હું કરું છું', તે કર્મચેતના છે; અને જ્ઞાનથી અન્યમાં એમ ચેતવું કે ‘આને ભોગવું છું', તે કર્મફળચેતના છે. (એમ બે પ્રકારે અજ્ઞાનચેતના છે.) તે સમસ્ત અજ્ઞાનચેતના સંસારનું બીજ છે; કારણ કે સંસારનું બીજ જે આઠ પ્રકારનું (જ્ઞાનાવરણાદિ) કર્મ, તેનું તે અજ્ઞાનચેતના બીજ છે (અર્થાત્ તેનાથી કર્મ બંધાય છે). માટે મોક્ષાર્થી પુરુષે અજ્ઞાનચેતનાનો પ્રલય કરવા માટે સકળ કર્મના સંન્યાસની (ત્યાગની ) ભાવનાને તથા સકળ કર્મફળના સંન્યાસની ભાવનાને નચાવીને, સ્વભાવભૂત એવી ભગવતી જ્ઞાનચેતનાને જ એકને સદાય નચાવવી.
તેમાં પ્રથમ, સકળ કર્મના સંન્યાસની ભાવનાને નચાવે છેઃ
(ત્યાં પ્રથમ, કાવ્ય કહે છે:- )
શ્લોકાર્થ:- [ત્રિાતવિષય] ત્રણે કાળના (અર્થાત્ અતીત, વર્તમાન અને અનાગત કાળ સંબંધી ) [ સર્વ ર્મ] સમસ્ત કર્મને [ભૃત-રિત–અનુમનનૈ: ] કૃતકારિત-અનુમોદનાથી અને [મન:- વચન−ાયૈ: ] મન-વચન-કાયાથી [ પરિહત્ય ] ત્યાગીને [પરમં નૈર્યમ્ અવલબ્વે] હું ૫૨મ નૈષ્કર્મીને (-ઉત્કૃષ્ટ નિષ્કર્મ અવસ્થાને ) અવલંબું છું.
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
Page #107
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૮૭ થી ૩૮૯ : ૯૧ (એ પ્રમાણે, સર્વ કર્મનો ત્યાગ કરનાર જ્ઞાની પ્રતિજ્ઞા કરે છે.) ૨૨૫.
(હવે ટીકામાં પ્રથમ, પ્રતિક્રમણ-કલ્પ અર્થાત્ પ્રતિક્રમણનો વિધિ કહે છે:-) (પ્રતિક્રમણ કરનાર કહે છે કે:).
જે મેં (પૂર્વે કર્મ) કર્યું, કરાવ્યું અને અન્ય કરતો હોય તેનું અનુમોદન કર્યું, મનથી, વચનથી તથા કાયાથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. (કર્મ કરવું, કરાવવું અને અન્ય કરનારને અનુમોદવું તે સંસારનું બીજ એમ જાણીને તે દુષ્કૃત પ્રત્યે બુદ્ધિ આવી ત્યારે જીવે તેના પ્રત્યેનું મમત્વ છોડયું, તે જ તેનું મિથ્યા કરવું છે). ૧.
જે મેં (પૂર્વ કર્મ) કર્યું, કરાવ્યું અને અન્ય કરતો હોય તેનું અનુમોદન કર્યું, મનથી તથા વચનથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૨. જે મેં (પૂર્વે) કર્યું, કરાવ્યું અને અન્ય કરતો હોય તેનું અનુમોદન કર્યું, મનથી તથા કાયાથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૩. જે મેં (પૂર્વે) કર્યું, કરાવ્યું અને અન્ય કરતો હોય તેનું અનુમોદન કર્યું, વચનથી તથા કાયાથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૪.
જે મેં (પૂર્વે) કર્યું, કરાવ્યું અને અન્ય કરતો હોય તેનું અનુમોદન કર્યું, મનથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૫. જે મેં (પૂર્વ) કર્યું, કરાવ્યું અને અન્ય કરતો હોય તેનું અનુમોદન કર્યું, વચનથી, તે મારું દુષ્કત મિથ્યા હો. ૬. જે મેં (પૂર્વે) કર્યું, કરાવ્યું અને અન્ય કરતો હોય તેનું અનુમોદન કર્યું, કાયાથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૭.
જે (પૂર્વ) કર્યું અને કરાવ્યું મનથી, વચનથી તથા કાયાથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૮. જે મેં (પૂર્વ) કર્યું અને અન્ય કરતો હોય તેનું અનુમોદન કર્યું નથી, વચનથી તથા કાયાથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૯. જે મેં (પૂર્વે) કરાવ્યું અને અન્ય કરતો હોય તેનું અનુમોદન કર્યું મનથી, વચનથી તથા કાયાથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૧૦.
જે મેં (પૂર્વે) કર્યું અને કરાવ્યું મનથી તથા વચનથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૧૧. જે મેં (પૂર્વે) કર્યું અને અન્ય કરતો હોય તેનું અનુમોદન કર્યું મનથી તથા વચનથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૧૨. જે મેં (પૂર્વ) કરાવ્યું અને અન્ય કરતો હોય તેનું અનુમોદન કર્યું મનથી તથા વચનથી, તે મારું દુષ્કત મિથ્યા હો. ૧૩. જે મેં (પૂર્વે) કર્યું અને કરાવ્યું મનથી તથા કાયાથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૧૪. જે મેં (પૂર્વે) કર્યું અને અન્ય કરતો હોય તેનું અનુમોદન કર્યું મનથી તથા કાયથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૧૫. જે મેં (પૂર્વે) કરાવ્યું અને અન્ય કરતો હોય તેનું અનુમોદન કર્યું મનથી તથા કાયાથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૧૬.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #108
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૨ : પ્રવચન રત્નાકર ભાગ-૧) જે મેં (પૂર્વ) કર્યું અને કરાવ્યું વચનથી તથા કાયાથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૧૭. જે મેં (પૂર્વે) કર્યું અને અન્ય કરતો હોય તેનું અનુમોદન કર્યું વચનથી તથા કાયાથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૧૮. જે મેં (પૂર્વે) કરાવ્યું અને અન્ય કરતો હોય તેનું અનુમોદન કર્યું વચનથી તથા કાયાથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૧૯,
જે મેં (પૂર્વ) કર્યું અને કરાવ્યું મનથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૨૦. જે મેં (પૂર્વે ) કર્યું અને અન્ય કરતો હોય તેનું અનુમોદન કર્યું મનથી, તે મારું દુત મિથ્યા હો. ૨૧. જે મેં (પૂર્વ) કરાવ્યું અને અન્ય કરતો હોય તેનું અનુમોદન કર્યું નથી, તે મારું દુષ્કત મિથ્યા હો. ર૨. જે મેં (પૂર્વ) કર્યું અને કરાવ્યું વચનથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૨૩. જે મેં (પૂર્વે) કર્યું અને અન્ય કરતો હોય તેનું અનુમોદન કર્યું વચનથી, તે મારું દુષ્કત મિથ્યા હો. ૨૪. જે મેં (પૂર્વ) કરાવ્યું અને અન્ય કરતો હોય તેનું અનુમોદન કર્યું વચનથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૨૫. જે મેં (પૂર્વ) કર્યું અને કરાવ્યું કાયાથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ર૬. જે મેં (પૂર્વે) કર્યું અને અન્ય કરતો હોય તેનું અનુમોદન કર્યું કાયાથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૨૭. જે મેં (પૂર્વે) કરાવ્યું અને અન્ય કરતો હોય તેનું અનુમોદન કર્યું કાયાથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૨૮.
જે મેં (પૂર્વ) કર્યું નથી, વચનથી તથા કાયાથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૨૯. જે મેં (પૂર્વે) કરાવ્યું નથી, વચનથી તથા કાયાથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૩૦. જે મેં અન્ય કરતો હોય તેનું અનુમોદન કર્યું મનથી, વચનથી તથા કાયાથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૩૧.
જે મેં (પૂર્વે) કર્યું મનથી તથા વચનથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૩ર. જે મેં (પૂર્વ) કરાવ્યું મનથી તથા વચનથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૩૩. જે મેં (પૂર્વે) અન્ય કરતો હોય તેનું અનુમોદન કર્યું મનથી તથા વચનથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૩૪. જે મેં (પૂર્વ) કર્યું મનથી તથા કાયાથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૩૫. જે મેં (પૂર્વે) કરાવ્યું મનથી તથા કાયાથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૩૬, જે મેં (પૂર્વ) અન્ય કરતો હોય તેનું અનુમોદન કર્યું મનથી તથા કાયાથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૩૭. જે મેં (પૂર્વે) કર્યું વચનથી તથા કાયાથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૩૮. જે મેં (પૂર્વે) કરાવ્યું વચનથી તથા કાયાથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૩૯. જે મેં (પૂર્વે) અન્ય કરતો હોય તેનું અનુમોદન કર્યું વચનથી તથા કાયાથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૪).
જે મેં (પૂર્વે) કર્યું નથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૪૧. જે મેં (પૂર્વ) કરાવ્યું મનથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૪૨. જે મેં (પૂર્વે) અન્ય કરતો હોય
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #109
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૮૭ થી ૩૮૯ : ૯૩ તેનું અનુમોદન કર્યું નથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૪૩. જે મેં (પૂર્વે) કર્યું વચનથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૪૪. જે મેં (પૂર્વે) કરાવ્યું વચનથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૪૫. જે મેં (પૂર્વ) અન્ય કરતો હોય તેનું અનુમોદન કર્યું વચનથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૪૬. જે મેં (પૂર્વે) કર્યું કાયાથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૪૭. જે મેં (પૂર્વે) કરાવ્યું કાયાથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૪૮. જે મેં (પૂર્વે) અન્ય કરતો હોય તેનું અનુમોદન કર્યું કાયાથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૪૯.
(આ ૪૯ ભંગોની અંદર, પહેલા ભંગમાં કૃત, કારિત, અનુમોદના-એ ત્રણે લીધાં અને તેના પર મન, વચન, કાયા-એ ત્રણે લગાવ્યાં. એ રીતે બનેલા આ એક ભંગને * ૩૩' ની સમસ્યાથી–સંજ્ઞાથી ઓળખી શકાય. ૨ થી ૪ સુધીના ભંગોમાં કૃત, કારિત, અનુમોદના ત્રણે લઈને તેના પર મન, વચન, કાયામાંથી બલ્બ લગાવ્યાં. એ રીતે બનેલા આ ત્રણ ભંગોને, “ડર” ની સંજ્ઞાથી ઓળખી શકાય. ૫ થી ૭ સુધીના ભંગોમાં કૃત, કારિત, અનુમોદના ત્રણે લઈને તેના પર મન, વચન, કાયામાંથી એકેક લગાવ્યું. આ ત્રણ ભંગોને “૩૧” ની સંજ્ઞાથી ઓળખી શકાય. ૮ થી ૧૦ સુધીના ભંગોમાં કૃત, કારિત, અનુમોદનામાંથી બન્ને લઈને તેમના પર મન, વચન, કાયા ત્રણે લગાવ્યાં. આ ત્રણ ભંગોને “૨૩” ની સંજ્ઞાવાળા ભંગો તરીકે ઓળખી શકાય. ૧૧ થી ૧૯ સુધીના ભંગોમાં કૃત, કારિત, અનુમોદનામાંથી બન્ને લઈને તેમના પર મન, વચન, કાયામાંથી બબ્બે લગાવ્યાં. આ નવ ભંગોને “ર” ની સંજ્ઞાથી ઓળખી શકાય. ૨૦ થી ૨૮ સુધીના ભંગોમાં કૃત, કારિત, અનુમોદનામાંથી બબ્બે લઈને તેમના પર મન, વચન, કાયામાંથી એકેક લગાવ્યું. આ નવ ભંગોને “૨૧” ની સંજ્ઞાવાળા ભંગો તરીકે ઓળખી શકાય. ૨૯ થી ૩૧ સુધીના ભંગોમાં કૃત, કારિત, અનુમોદનામાંથી એકેક લઈને તેમના પર મન, વચન, કાયા ત્રણે લગાવ્યાં. આ ત્રણ ભંગોને ‘૧૩' ની સંજ્ઞાથી ઓળખી શકાય. ૩ર થી ૪૦ સુધીના ભંગોમાં કૃત, કારિત, અનુમોદનામાંથી એકેક લઈને તેમના પર મન, વચન, કાયામાંથી બન્ને લગાવ્યાં. આ નવ ભંગોને “૧૨” ની સંજ્ઞાથી ઓળખી શકાય. ૪૧ થી ૪૯ સુધીના ભંગોમાં કૃત, કારિત, અનુમોદનામાંથી એકેક લઈને તેમના પર મન, વચન, કાયામાંથી એકેક લગાવ્યું. આ નવ ભંગોને “૧૧” ની સંજ્ઞાથી ઓળખી શકાય. બધા મળીને ૪૯ ભંગ થયા.)
* કુત, કારિત, અનુમોદના-એ ત્રણે લીધાં તે બતાવવા પ્રથમ “૩' નો આંકડો મુકવો. અને પછી
મન, વચન, કાયા-એ ત્રણે લીધાં તે બતાવવા તેની પાસે બીજો “૩' નો આંકડો મૂકવો. આ રીતે
‘૩૩ ની સમસ્યા થઈ. * કૃત, કારિત, અનુમોદના ત્રણે લીધાં તે બતાવવા પ્રથમ “સ” નો આંકડો મૂકવો; અને પછી મન,
વચન, કાયામાંથી બે લીધાં તે બતાવવા ૩' ની પાસે “૨' નો આંકડો મૂકવો. એ રીતે “ફર' ની સંજ્ઞા થઈ.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #110
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૪ : પ્રવચન રત્નાકર ભાગ-૧)
(કાર્યા) मोहाद्यदहमकार्षं समस्तमपि कर्म तत्प्रतिक्रम्य ।
आत्मनि चैतन्यात्मनि निष्कर्मणि नित्यमात्मना वर्ते।। २२६ ।। હવે આ કથનના કળશરૂપે કાવ્ય કહે છે:
શ્લોકાર્થઃ- [ યર્ અદમ્ મોદી માર્જન] જે મેં મોહથી અર્થાત્ અજ્ઞાનથી (ભૂત કાળમાં) કર્મ કર્યા, [તત સમસ્તમ્ પિ ફર્ન પ્રતિબ્ધ] તે સમસ્ત કર્મને પ્રતિક્રમીને [ નિર્મળ ચૈતન્ય-ત્મિનિ બાત્મનિ ત્મિના નિત્યમ વર્તે] હું નિષ્કર્મ (અર્થાત્ સર્વ કર્મોથી રહિત) ચૈતન્યસ્વરૂપ આત્મામાં આત્માથી જ (-પોતાથી જ-) નિરંતર વર્તુ છું (એમ જ્ઞાની અનુભવ કરે છે ).
ભાવાર્થ- ભૂતકાળમાં કરેલા કર્મને ૪૯ ભંગપૂર્વક મિથ્યા કરનારું પ્રતિક્રમણ કરીને જ્ઞાની જ્ઞાનસ્વરૂપ આત્મામાં લીન થઈને નિરંતર ચૈતન્યસ્વરૂપ આત્માનો અનુભવ કરે, તેનું આ વિધાન (વિધિ) છે. “મિથ્યા' કહેવાનું પ્રયોજન આ પ્રમાણે છે:- જેવી રીતે, કોઈએ પહેલાં ધન કમાઈને ઘરમાં રાખ્યું હતું; પછી તેના પ્રત્યે મમત્વ છોડ્યું ત્યારે તેને ભોગવવાનો અભિપ્રાય ન રહ્યો; તે વખતે, ભૂત કાળમાં જે ધન કમાયો હતો તે નહિ કમાયા સમાન જ છે; તેવી રીતે, જીવે પહેલાં કર્મ બાંધ્યું હતું; પછી જ્યારે તેને અહિતરૂપ જાણીને તેના પ્રત્યે મમત્વ છોડયું અને તેના ફળમાં લીન ન થયો, ત્યારે ભૂત કાળમાં જે કર્મ બાંધ્યું હતું તે નહિ બાંધ્યા સમાન મિથ્યા જ છે. ર૨૬.
આ રીતે પ્રતિક્રમણ-કલ્પ (અર્થાત્ પ્રતિક્રમણનો વિધિ) સમાપ્ત થયો. (હવે ટીકામાં આલોચનાકલ્પ કહે છે:-).
હું (વર્તમાનમાં કર્મ) કરતો નથી. કરાવતો નથી, અન્ય કરતો હોય તેને અનુમોદતો નથી, મનથી, વચનથી તથા કાયાથી. ૧.
હું (વર્તમાનમાં કર્મ) કરતો નથી, કરાવતો નથી, અન્ય કરતો હોય તેને અનુમોદતો નથી, મનથી તથા વચનથી. ૨. હું (વર્તમાનમાં) કરતો નથી, કરાવતો નથી, અન્ય કરતો હોય તેને અનુમોદતો નથી, મનથી તથા કાયાથી. ૩. હું કરતો નથી, કરાવતો નથી, અન્ય કરતો હોય તેને અનુમોદતો નથી, વચનથી તથા કાયાથી ૪.
હું કરતો નથી, કરાવતો નથી, અન્ય કરતો હોય તેને અનુમોદતો નથી, મનથી. ૫. હું કરતો નથી, કરાવતો નથી, અન્ય કરતો હોય તેને અનુમોદતો નથી,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #111
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૮૭ થી ૩૮૯ : ૯૫ વચનથી. ૬. હું કરતો નથી, કરાવતો નથી, અન્ય કરતો હોય તેને અનુમોદતો નથી, કાયાથી. ૭.
હું કરતો નથી, કરાવતો નથી, મનથી, વચનથી તથા કાયાથી. ૮. હું કરતો નથી, અન્ય કરતો હોય તેને અનુમોદતો નથી, મનથી, વચનથી તથા કાયાથી. ૯. હું કરાવતો નથી, અન્ય કરતો હોય તેને અનુમોદતો નથી, મનથી, વચનથી તથા કાયાથી. ૧૦.
હું કરતો નથી, કરાવતો નથી, મનથી તથા વચનથી. ૧૧. હું કરતો નથી, અન્ય કરતો હોય તેને અનુમોદતો નથી, મનથી તથા વચનથી. ૧૨. હું કરાવતો નથી, અન્ય કરતો હોય તેને અનુમોદતો નથી, મનથી તથા વચનથી. ૧૩. હું કરતો નથી, કરાવતો નથી, મનથી તથા કાયાથી. ૧૪. હું કરતો નથી, અન્ય કરતો હોય તેને અનુમોદતો નથી, મનથી તથા કાયાથી. ૧૫. હું કરાવતો નથી, અન્ય કરતો હોય તેને અનુમોદતો નથી, મનથી તથા કાયાથી. ૧૬. હું કરતો નથી, કરાવતો નથી, વચનથી તથા કાયાથી. ૧૭. હું કરતો નથી, અન્ય કરતો હોય તેને અનુમોદતો નથી, વચનથી તથા કાયાથી. ૧૮. હું કરાવતો નથી, અન્ય કરતો હોય તેને અનુમોદતો નથી, વચનથી તથા કાયાથી. ૧૯.
હું કરતો નથી, કરાવતો નથી, મનથી. ૨૦. હું કરતો નથી, અન્ય કરતો હોય તેને અનુમોદતો નથી, મનથી. ૨૧. હું કરાવતો નથી, અન્ય કરતો હોય તેને અનુમોદતો નથી, મનથી. ૨૨. હું કરતો નથી, કરાવતો નથી, વચનથી. ૨૩. હું કરતો નથી, અન્ય કરતો હતો તેને અનુમોદતો નથી, વચનથી. ૨૪. હું કરાવતો નથી, અન્ય કરતો હોય તેને અનુમોદતો નથી, વચનથી. ૨૫. હું કરતો નથી, કરાવતો નથી, કાયાથી. ર૬. હું કરતો નથી, અન્ય કરતો હોય તેને અનુમોદતો નથી, કાયાથી. ૨૭. હું કરાવતો નથી, અન્ય કરતો હોય તેને અનુમોદતો નથી, કાયાથી. ૨૮.
હું કરતો નથી મનથી, વચનથી તથા કાયાથી. ૨૯. ડું કરાવતો નથી મનથી, વચનથી તથા કાયાથી. ૩૦. હું અન્ય કરતો હોય તેને અનુમોદતો નથી મનથી, વચનથી તથા કાયાથી. ૩૧.
હું કરતો નથી મનથી તથા વચનથી. ૩ર. હું કરાવતો નથી મનથી તથા વચનથી. ૩૩. હું અન્ય કરતો હોય તેને અનુમોદતો નથી મનથી તથા વચનથી. ૩૪. હું કરતો નથી મનથી તથા કાયાથી. ૩૫. હું કરાવતો નથી મનથી તથા કાયાથી. ૩૬. હું અન્ય કરતો હોય તેને અનુમોદતો નથી મનથી તથા કાયાથી. ૩૭. હું કરતો નથી વચનથી તથા કાયાથી. ૩૮. હું કરાવતો નથી વચનથી તથા કાયાથી. ૩૯. હું અન્ય કરતો હોય તેને અનુમોદતો નથી વચનથી તથા કાયાથી. ૪૦. હું કરતો નથી મનથી. ૪૧. હું કરાવતો નથી મનથી. ૪૨. હું અન્ય કરતો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #112
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૯૬ : પ્રવચન રત્નાકર ભાગ-૧)
(કાર્યા) मोहविलासविजृम्भितमिदमुदयत्कर्म सकलमालोच्य ।
आत्मनि चैतन्यात्मनि निष्कर्मणि नित्यमात्मना वर्ते।। २२७ ।। इत्यालोचनाकल्पः समाप्तः। હોય તેને અનુમોદતો નથી મનથી. ૪૩. હું કરતો નથી વચનથી. ૪૪. હું કરાવતો નથી વચનથી. ૪૫. હું અન્ય કરતો હોય તેને અનુમોદતો નથી વચનથી. ૪૬. હું કરતો નથી કાયાથી. ૪૭. હું કરાવતો નથી કાયાથી. ૪૮. હું અન્ય કરતો હોય તેને અનુમોદતો નથી કાયાથી. ૪૯. (આ રીતે, પ્રતિક્રમણના જેવા જ આલોચનામાં પણ ૪૯ ભંગ કહ્યા.)
હવે આ કથનના કળશરૂપે કાવ્ય કહે છે:
શ્લોકાર્થ- (નિશ્ચયચારિત્રને અંગીકાર કરનાર કહે છે કે-) [ મોદવિનાવિકૃમિતરૂમ ૩યત મૈ] મોહના વિલાસથી ફેલાયેલું છે આ ઉદયમાન (ઉદયમાં આવતું) કર્મ [ સનમ માનોવ્ય] તે સમસ્તને આલોચીને (–તે સર્વ કર્મની આલોચના કરીને-) [ નિષ્ણા ચૈતન્ય-ક્ષત્મિનિ ત્મિનિ ત્મિના નિત્ય વર્ત] હું નિષ્કર્મ (અર્થાત્ સર્વ કર્મોથી રહિત) ચૈતન્યસ્વરૂપ આત્મામાં આત્માથી જ (-પોતાથી જ-) નિરંતર વર્તુ છું.
ભાવાર્થ- વર્તમાન કાળમાં કર્મનો ઉદય આવે તેના વિષે જ્ઞાની એમ વિચારે છે કે-પૂર્વ જે કર્મ બાંધ્યું હતું તેનું આ કાર્ય છે, મારું તો આ કાર્ય નથી. હું આનો કર્તા નથી, હું તો શુદ્ધચૈતન્યમાત્ર આત્મા છું. તેની દર્શનજ્ઞાનરૂપ પ્રવૃત્તિ છે. તે દર્શનજ્ઞાનરૂપ પ્રવૃતિ વડ હું આ ઉદયમાં આવેલા કર્મનો દેખનાર-જાણનાર છું. મારા સ્વરૂપમાં જ હું વર્તુ છું. આવું અનુભવન કરવું તે જ નિશ્ચયચારિત્ર છે. ર૨૭.
આ રીતે આલોચનાકલ્પ સમાપ્ત થયો. (હવે ટીકામાં પ્રત્યાખ્યાનકલ્પ અર્થાત્ પ્રત્યાખ્યાનનો વિધિ કહે છે:(પ્રત્યાખ્યાન કરનાર કહે છે કે:-)
હું (ભવિષ્યમાં કર્મ) કરીશ નહિ, કરાવીશ નહિ, અન્ય કરતો હોય તેને અનુમોદીશ નહિ, મનથી, વચનથી તથા કાયાથી. ૧.
હું (ભવિષ્યમાં કર્મ) કરીશ નહિ, કરાવીશ નહિ, અન્ય કરતો હોય તેને અનુમોદીશ નહિ, મનથી તથા વચનથી. ૨. હું કરીશ નહિ, કરાવીશ, નહિ, અન્ય કરતો હોય તેને અનુમોદીશ નહિ, મનથી તથા કાયાથી. ૩. હું કરીશ નહિ, કરાવીશ નહિ, અન્ય કરતો હોય તેને અનુમોદીશ નહિ, વચનથી તથા કાયાથી. ૪.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #113
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૮૭ થી ૩૮૯ : ૯૭ હું કરીશ નહિ, કરાવીશ નહિ, અન્ય કરતો હોય તેને અનુમોદીશ નહિ, મનથી. ૫. હું કરીશ નહિ, કરાવીશ નહિ, અન્ય કરતો હોય તેને અનુમોદીશ નહિ, વચનથી. ૬. હું કરીશ નહિ, કરાવીશ નહિ, અન્ય કરતો હોય તેને અનુમોદીશ નહિ, કાયાથી. ૭.
હું કરીશ નહિ, કરાવીશ નહિ, મનથી, વચનથી તથા કાયાથી. ૮. હું કરીશ નહિ, અન્ય કરતો હોય તેને અનુમોદીશ નહિ, મનથી, વચનથી તથા કાયાથી ૯. હું કરાવીશ નહિ, અન્ય કરતો હોય તેને અનુમોદીશ નહિ, મનથી, વચનથી તથા કાયાથી. ૧૦.
હું કરીશ નહિ, કરાવીશ નહિ, મનથી તથા વચનથી. ૧૧. હું કરીશ નહિ, અન્ય કરતો હોય તેને અનુમોદીશ નહિ, મનથી તથા વચનથી. ૧૨. હું કરાવીશ નહિ, અન્ય કરતો હોય તેને અનુમોદીશ નહિ, મનથી તથા વચનથી. ૧૩. હું કરીશ નહિ, કરાવીશ નહિ, મનથી તથા કાયાથી. ૧૪. હું કરીશ નહિ, અન્ય કરતો હોય તેને અનુમોદીશ નહિ, મનથી તથા કાયાથી. ૧૫. ડું કરાવીશ નહિ, અન્ય કરતો હોય તેને અનુમોદીશ નહિ, મનથી તથા કાયાથી. ૧૬. હું કરીશ નહિ, કરાવીશ નહિ, વચનથી તથા કાયાથી. ૧૭. હું કરીશ નહિ, અન્ય કરતો હોય તેને અનુમોદીશ નહિ, વચનથી તથા કાયાથી. ૧૮. હું કરાવીશ નહિ, અન્ય કરતો હોય તેને અનુમોદીશ નહિ, વચનથી તથા કાયાથી. ૧૯.
- હું કરીશ નહિ, કરાવીશ નહિ, મનથી. ૨૦. હું કરીશ નહિ, અન્ય કરતો હોય તેને અનુમોદીશ નહિ, મનથી. ૨૧. હું કરાવીશ નહિ, અન્ય કરતો હોય તેને અનુમોદીશ નહિ, મનથી. ૨૨. હું કરીશ નહિ, કરાવીશ નહિ, વચનથી. ર૩. હું કરીશ નહિ, અન્ય કરતો હોય તેને અનુમોદીશ નહિ, વચનથી ૨૪. હું કરાવીશ નહિ, અન્ય કરતો હોય તેને અનુમોદીશ નહિ, વચનથી. ૨૫. હું કરીશ નહિ, કરાવીશ નહિ, કાયાથી. ર૬. હું કરીશ નહિ, અન્ય કરતા હોય તેને અનુમોદીશ નહિ, કાયાથી. ૨૭. હું કરાવીશ નહિ, અન્ય કરતો હોય તેને અનુમોદીશ નહિ, કાયાથી. ૨૮.
હું કરીશ નહિ મનથી, વચનથી તથા કાયાથી. ૨૯. હું કરાવીશ નહિ મનથી, વચનથી તથા કાયાથી. ૩૦. હું અન્ય કરતો હોય તેને અનુમોદીશ નહિ મનથી, વચનથી તથા કાયાથી. ૩૧.
હું કરીશ નહિ મનથી તથા વચનથી. ૩ર. હું કરાવીશ નહિ મનથી તથા વચનથી. ૩૩. હું અન્ય કરતો હોય તેને અનુમોદીશ નહિ મનથી તથા વચનથી. ૩૪ હું કરીશ નહિ મનથી તથા કાયાથી. ૩૫. હું કરાવીશ નહિ મનથી તથા કાયાથી. ૩૬. હું અન્ય કરતો હોય તેને અનુમોદીશ નહિ મનથી તથા કાયાથી. ૩૭. હું કરીશ નહિ વચનથી તથા કાયાથી. ૩૮. હું કરાવીશ નહિ વચનથી તથા કાયાથી ૩૯. હું અન્ય કરતો હોય તેને અનુમોદીશ નહિ વચનથી તથા કાયાથી. ૪૦.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #114
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૮ : પ્રવચન રત્નાકર ભાગ-૧૦
( આર્યા )
प्रत्याख्याय भविष्यत्कर्म समस्तं निरस्तसम्मोहः ।
आत्मनि चैतन्यात्मनि निष्कर्मणि नित्यमात्मना वर्ते ।। २२८ ॥
इति प्रत्याख्यानकल्पः समाप्तः।
હું કરીશ નહિ મનથી. ૪૧. હું કરાવીશ નહિ મનથી. ૪૨. હું અન્ય કરતો હોય તેને અનુમોદીશ નહિ મનથી. ૪૩. હું કરીશ નહિ વચનથી. ૪૪. હું કરાવીશ નહિ વચનથી. ૪૫. હું અન્ય કરતો હોય તેને અનુમોદીશ નહિ વચનથી. ૪૬. હું કરીશ નહિ કાયાથી. ૪૭. હું કરાવીશ નહિ કાયાથી. ૪૮. હું અન્ય કરતો હોય તેને અનુમોદીશ નહિ કાયાથી. ૪૯. (આ રીતે, પ્રતિક્રમણના જેવા જ પ્રત્યાખ્યાનમાં પણ ૪૯ ભંગ કહ્યા.)
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ
શ્લોકાર્થ:- (પ્રત્યાખ્યાન કરનાર જ્ઞાની કહે છે કે-) [મવિત્ સમાં જર્મ પ્રત્યાઘ્યાય] ભવિષ્યના સમસ્ત કર્મને પચખીને ( –ત્યાગીને ), [ નિરસ્ત-સમ્મોહ: નિર્મળિ ચૈતન્ય-આત્મનિ આત્મનિ આત્મના નિત્યમ્ વર્તે] જેનો મોહ નષ્ટ થયો છે એવો હું નિષ્કર્મ (અર્થાત્ સર્વ કર્મોથી રહિત) ચૈતન્યસ્વરૂપ આત્મામાં આત્માથી જ (-પોતાથી જ-) નિરંતર વર્તે છું.
ભાવાર્થ:- નિશ્ચયચારિત્રમાં પ્રત્યાખ્યાનનું વિધાન એવું છે કે–સમસ્ત આગામી કર્મોથી રહિત, ચૈતન્યની પ્રવૃત્તિરૂપ ( પોતાના ) શુદ્ધોપયોગમાં વર્તવું તે પ્રત્યાખ્યાન. તેથી ( જ્ઞાન આગામી સમસ્ત કર્મોનું પ્રત્યાખ્યાન કરીને પોતાના ચૈતન્યસ્વરૂપમાં વર્તે છે.
અહીં તાત્પર્ય આ પ્રમાણે જાણવું:- વ્યવહારચારિત્રમાં તો પ્રતિજ્ઞામાં જે દોષ લાગે તેનું પ્રતિક્રમણ, આલોચના તથા પ્રત્યાખ્યાન હોય છે. અહીં નિશ્ચયચારિત્રનું પ્રધાનપણે થન હોવાથી શુદ્ધોપયોગથી વિપરીત સર્વ કર્મો આત્માના દોષસ્વરૂપ છે. તે સર્વ કર્મચેતનાસ્વરૂપ પરિણામોનું-ત્રણે કાળનાં કર્મોનું-પ્રતિક્રમણ, આલોચના તથા પ્રત્યાખ્યાન કરીને જ્ઞાની સર્વ કર્મચેતનાથી જુદા પોતાના શુદ્ધોપયોગરૂપ આત્માનાં જ્ઞાનશ્રદ્ધાન વડે અને તેમાં સ્થિર થવાના વિધાન વડે નિષ્પ્રમાદ દશાને પ્રાપ્ત થઈ, શ્રેણી ચડી, કેવળજ્ઞાન ઉપજાવવાની સન્મુખ થાય છે. આ, જ્ઞાનીનું કાર્ય છે. ૨૨૮.
આ રીતે પ્રત્યાખ્યાનકલ્પ સમાપ્ત થયો.
હવે સકળ કર્મના સંન્યાસની ભાવનાને નચાવવા વિષેનું કથન પૂર્ણ કરતાં, કળશરૂપ કાવ્ય કહે:
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
Page #115
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૮૭ થી ૩૮૯ : ૯૯ (૩૫નાતિ) समस्तमित्येवमपास्य कर्म त्रैकालिकं शुद्धनयावलम्बी। विलीनमोहो रहितं विकारै
श्चिन्मात्रमात्मानमथावलम्बे ॥२२९ ।। अथ सकलकर्मफलसंन्यासभावनां नाटयति
विगलन्तु कर्मविषतरुफलानि मम भुक्तिमन्तरेणैव ।
सञ्चेतयेऽहमचलं चैतन्यात्मानमात्मानम्।। २३०।। શ્લોકાર્થ - (શુદ્ધનયનું આલંબન કરનાર કહે છે કે- ) [ તિ વર્] પૂર્વોક્ત રીતે [āનિવરું સમસ્ત ર્મ ] ત્રણે કાળનાં સમસ્ત કર્મોને [ સપI] દૂર કરીને-છોડીને, [ શુદ્ધન-સવનસ્વી] શુદ્ધનયાવલંબી (અર્થાત્ શુદ્ધનયને અવલંબનાર) અને [ વિનીનમોદ:] વિલીનમોહ (અર્થાત્ જેનું મિથ્યાત્વ નષ્ટ થયું છે) એવો હું [ નથ] હવે [વિવારે: રહિત વિન્માત્રમ્ ગાત્માનન્] (સર્વ) વિકારોથી રહિત ચૈતન્યમાત્ર આત્માને [ગવર્નન્વે] અવલંબું છું. ૨૨૯.
હવે સકળ કર્મફળના સંન્યાસની ભાવનાને નચાવે છે:(ત્યાં પ્રથમ, તે કથનના સમુચ્ચય-અર્થનું કાવ્ય કહે છે:-)
શ્લોકાર્થ- (સમસ્ત કર્મફળની સંન્યાસભાવના કરનાર કહે છે કે-) [ –વિષત–સાનિ] કર્મરૂપી વિષવૃક્ષનાં ફળ [મમ મુનિ મન્તરે વ] મારા ભોગવ્યા વિના જ [ વિડુિ ] ખરી જાઓ: [મદમ્ ચૈતન્ય–આત્માનમ્ માત્માનમ્ સન્વેત] હું (મારા) ચૈતન્યસ્વરૂપ આત્માને નિશ્ચળપણે સંચેતું છું-અનુભવું છું.
ભાવાર્થ- જ્ઞાની કહે છે કે-જે કર્મ ઉદયમાં આવે છે તેના ફળને હું જ્ઞાતા-દ્રષ્ટાપણે જાણું-દેખું છું, તેનો ભોક્તા થતો નથી, માટે મારા ભોગવ્યા વિના જ તે કર્મ ખરી જાઓ; હું મારા ચૈતન્યસ્વરૂપ આત્મામાં લીન થયો થકો તેનો દેખનાર-જાણનાર જ હોઉં.
અહીં એટલું વિશેષ જાણવું કે-અવિરત, દેશવિરત તથા પ્રમત્તસંયત દશામાં તો આવું જ્ઞાન-શ્રદ્ધાન જ પ્રધાન છે, અને જ્યારે જીવ અપ્રમત્ત દશાને પામીને શ્રેણી ચડે છે ત્યારે આ અનુભવ સાક્ષાત્ હોય છે. ૨૩).
(હવે ટીકામાં સકળ કર્મફળના સંન્યાસની ભાવનાને નચાવે છે:-).
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #116
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧OO : પ્રવચન રત્નાકર ભાગ-૧)
હું (જ્ઞાની હોવાથી) મતિજ્ઞાનાવરણીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંતું છું અર્થાત એકાગ્રપણે અનુભવું છું. (અહીં “ચેતવું' એટલે અનુભવવું, વેદવું, ભોગવવું. “સ” ઉપસર્ગ લાગવાથી, “સંચેતવું' એટલે “એકાગ્રપણે અનુભવવું' એવો અર્થ અહીં બધા પાઠોમાં સમજવો.) ૧. હું શ્રુત-જ્ઞાનાવરણીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું-અનુભવું છું. ૨. હું અવધિજ્ઞાનાવરણીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંતું છું. ૩. હું મન:પર્યયજ્ઞાનાવરણીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૪. હું કેવળજ્ઞાનાવરણીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચતું છું. ૫.
હું ચક્ષુદર્શનાવરણીયકર્મના ફળને નથી ભોગવતો, ચેતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૬. હું અચક્ષુદર્શનાવરણીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૭. હું અવધિદર્શનાવરણીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંતું છું. ૮. હું કેવળદર્શનાવરણીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંતું છું. ૯. હું નિદ્રાદર્શનાવરણીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંતું છું. ૧૦. હું નિદ્રાનિદ્રાદર્શનાવરણીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૧૧. હું પ્રચલાદર્શનાવરણીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સચેતું છું. ૧ર હું પ્રચલાપ્રચલાદર્શનાવરણીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંતું છું. ૧૩. હું સ્યાનગૃદ્ધિદર્શનાવરણીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચતું . ૧૪.
હું શાતાવેદનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સચેતું છું. ૧૫. હું અશાતાવેદનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચતું છું. ૧૬.
હું સમ્યકત્વમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંતું છું. ૧૭. હું મિથ્યાત્વમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૧૮. હું સમ્યત્વમિથ્યાત્વમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૧૯. હું અનંતાનુબંધિક્રોધકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૨૦. હું અપ્રત્યાખ્યાનાવરણીય ક્રોધકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંતું છું. ૨૧. હું પ્રત્યાખ્યાનાવરણીય ક્રોધકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંતું છું. ૨૨. હું સંવલનક્રોધકષાયવેદનીય
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #117
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૮૭ થી ૩૮૯ : ૧/૧ મોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંતું છું. ર૩. હું અનંતાનુબંધિમાનકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંતું છું. ૨૪. હું અપ્રત્યાખ્યાનાવરણીયમાનકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્ય સ્વરૂપ આત્માને જ સંતું છું. ૨૫. હું પ્રત્યાખ્યાનાવરણીયમાનકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ર૬. હું સંજ્વલનમાનકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૨૭. હું અનંતાનુબંધિમાયાકષાયવેદનીયમોનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંતું છું. ૨૮. હું અપ્રત્યાખ્યાનાવરણીયમાયાકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છે. ૨૯. હું પ્રત્યાખ્યાનાવરણીય માયાકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૩૦ હું સંજ્વલનમાયાકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચતું છું. ૩૧. હું અનંતાનુબંધિલોભકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છે. ૩ર. હું અપ્રત્યાખ્યાનાવરણીયલોભકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૩૩. હું પ્રત્યાખ્યાનાવરણીયલોભકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંતું છું. ૩૪. હું સંજ્વલનલોભકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંતું છું. ૩પ. હું હાસ્યનોકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૩૬. હું રતિનોકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૩૭. હું અરતિનોકપાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૩૮. હું શોકનોકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંતું છું. ૩૯. હું ભયનોકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૪૦. હું જુગુપ્સાનોકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૪૧. હું સ્ત્રીવેદનોકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંતું છું. ૪૨. હું પુરુષવેદનોકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંતું છું. ૪૩. હું નપુંસકવેદનોકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચતું છું. ૪૪.
હું નરક-આયુકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંતું છું. ૪૫. હું તિર્યંચ-આયુકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૪૬. હું મનુષ્ય-આયુકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #118
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦૨ : પ્રવચન રત્નાકર ભાગ-૧) જ સંચે છું ૪૭. હું દેવ-આયુકર્મના ફળને નથી ભોગવતો ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૪૮.
હું નરકગતિનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંતું છું. ૪૯. હું તિર્યંચગતિનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંતું છે. ૫૦. હું મનુષ્યગતિનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૫૧. હું દેવગતિનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. પર. હું એકેન્દ્રિયજાતિનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંતું છું. પ૩. હું લીંદ્રિયજાતિનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંતું છું. ૫૪. હું ત્રીન્દ્રિયજાતિનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચતું છું. પ૫. હું ચતુરિન્દ્રિયજાતિનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંતું છું. પ૬. હું પંચેન્દ્રિયજાતિનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંતું છું. પ૭. હું ઔદારિકશરીરનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંતું છે. ૫૮. હું વૈક્રિયિકશરીરનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૫૯. હું આહારકશરીરનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંતું છું. ૬૦. હું તૈજસશરીરનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૬૧. હું કાશ્મણશરીરનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંતું છું ૬૨. હું ઔદારિકશરીરઅંગોપાંગનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંતું છું. ૬૩. હું વૈકિયિકશરીર-અંગોપાંગનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચતું છું. ૬૪. હું આહારકશરીરસંગોપાંગનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંતું છું. ૬૫. હું ઔદારિકશરીરબંધનનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંતું છું. ૬૬. હું વૈકિયિકશરીરબંધનનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૬૭. હું આહારકશરીરબંધનનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંતું છું. ૬૮. હું તૈજસશરીરબંધનનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૬૯. હું કાશ્મણશરીરબંધનનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૭૦. હું ઔદારિકશરીરસંઘાતનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંતું છું. ૭૧. હું વૈક્રિયિકશરીરસંઘાતનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંતું છું. કર. હું આહારકશરીરસંઘાતનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૭૩. હું તૈજસશરીરસંઘાતનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૭૪. હું કાશ્મણશરીર
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #119
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૮૭ થી ૩૮૯ : ૧૦૩ સંઘાતનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંતું છું. ૭૫. હું સમચતુરગ્નસંસ્થાનનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંતું છું. ૭૬. હું ગ્રોધ પરિમંડલસંસ્થાનનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૭૭. હું સાતિકસંસ્થાનનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંતું છું. ૭૮. હું કુમ્ભકસંસ્થાનનાકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંતું છું. ૭૯. હું વામન સ્થાનનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૮૦. હું હુંડકસંસ્થાનનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંતું છું. ૮૧. હું વર્ષભનારાચસંહનનનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંતું છું. ૮૨. હું વજનારાચસંહનાનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંતું છું. ૮૩. હું નારાચસહુનનનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંતું છું. ૪. હું અર્ધનારાચસંહનાનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંતું છું. ૮૫. હું કલિકાસંનનનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છે. ૮૬. હું અસંપ્રાસાસૃપાટિકા સહુનનનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંતું છું. ૮૭. હું સ્નિગ્ધસ્પર્શનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંતું છું. ૮૮. હું રૂક્ષસ્પર્શનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંતું છું. ૮૯, હું શીતસ્પર્શનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંતું છું. ૯૦. હું ઉષ્ણસ્પર્શનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંતું છું. ૯૧. હું ગુસ્પર્શનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું ૯૨. હું લઘુસ્પર્શનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૯૩. હું મૃદુસ્પર્શનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૯૪. હું કર્કશસ્પર્શનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૯૫. હું મધુરરસનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંતું છું. ૯૬. હું આસ્લરસનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંતું છું. ૯૭. હું તિક્તરસનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંતું છું. ૯૮. હું કટુકરસનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૯૯. હું કષાયરસનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૧00. હું સુરભિગંધનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છે. ૧૦૧. હું અસુરભિગંધનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંતું છું. ૧૦૨. હું શુક્લવર્ણનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #120
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧/૪ : પ્રવચન રત્નાકર ભાગ-૧) જ સંતું છું. ૧૦૩. હું રક્તવર્ણનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૧૦૪. હું પીતવર્ણનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૧૦૫. હું હરિતવર્ણનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૧૦૬. હું કૃષ્ણવર્ણનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચે છું. ૧૦૭. હું નરકગત્યાનુપૂર્વીનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંતું છું. ૧૦૮. હું તિર્યંચગત્યાનુપૂર્વીનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું ૧૦૯, હું મનુષ્યગત્યાનુપૂર્વીનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૧૧૦. હું દેવગત્યાનુપૂર્વીનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંતું છું. ૧૧૧. હું નિર્માણનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સચેતું છું. ૧૧ર. હું અગુરુલઘુનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંતું છું. ૧૧૩. હું ઉપઘાતનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૧૧૪. હું પરઘાતનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૧૧૫. હું આપનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંતું છું. ૧૧૬. હું ઉદ્યોતનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંતું છું. ૧૧૭. હું ઉચ્છવાસનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંતું છું. ૧૧૮. હું પ્રશસ્તવિહાયોગતિનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંતું છું. ૧૧૯. હું અપ્રશસ્તવિહાયોગતિનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેલું છે. ૧૨૦. હું સાધારણશરીરનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૧૨૧. હું પ્રત્યેક શરીરનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સચેતું છું. ૧૨૨. હું સ્થાવરનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંતું છું. ૧૨૩. હું ત્રસનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છે. ૧૨૪. હું સુભગનામકર્મના ફળને નથી ભોગવતો. ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૧૨૫. હું દુર્ભગનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૧૨૬. હું સુસ્વરનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંતું છું. ૧૨૭. હું દુઃસ્વરનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૧૨૮. હું શુભનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૧૨૯. હું અશુભનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંતું છું. ૧૩૦. હું સૂક્ષ્મ શરીરનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંતું છું. ૧૩૧. હું બાદરશરીરનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૧૩ર. હું પર્યાપ્ત નામકર્મના ફળને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #121
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૮૭ થી ૩૮૯ : ૧૦૫ નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંતું છું. ૧૩૩. હું અપર્યાપ્તનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંતું છું. ૧૩૪. હું સ્થિરનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છે. ૧૩૫. હું અસ્થિરનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૧૩૬. હું આદયનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૧૩૭. હું અનાદયનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૧૩૮. હું યશ-કીર્તિનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંતું છું. ૧૩૯. હું અયશકીર્તિનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સચેતું છું. ૧૪૦. હું તીર્થંકરનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૧૪૧.
હું ઉચ્ચગોત્રકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૧૪૨. હું નીચગોત્રકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૧૪૩.
હું દાનાંતરાયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંતું છું. ૧૪૪. હું લાભાંતરાયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૧૪૫. હું ભોગાંતરાયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૧૪૬. હું ઉપભોગાંતરાયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૧૪૭. હું વીર્યંતરાયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંતું છું. ૧૪૮. ( આ પ્રમાણે જ્ઞાની સકળ કર્મોના ફળના સંન્યાસની ભાવના કરે છે ).
(અહીં ભાવના એટલે વારંવાર ચિંતવન કરીને ઉપયોગનો અભ્યાસ કરવો તે. જ્યારે જીવ સમ્યગ્દષ્ટિ-જ્ઞાની થાય છે ત્યારે તેને જ્ઞાન-શ્રદ્ધાન તો થયું જ કે “હું શુદ્ધનયે સમસ્ત કર્મથી અને કર્મના ફળથી રહિત છું' . પરંતુ પૂર્વે બાંધેલા કર્મ ઉદયમાં આવે તેમનાથી થતા ભાવોનું કર્તાપણું છોડીને, ત્રણે કાળ સંબંધી ઓગણપચાસ ઓગણપચાસ ભંગો વડે કર્મચેતનાના ત્યાગની ભાવના કરીને તથા સર્વ કર્મનું ફળ ભોગવવાના ત્યાગની ભાવના કરીને, એક ચૈતન્યસ્વરૂપ આત્માને જ ભોગવવાનું બાકી રહ્યું. અવિરત, દેશવિરત અને પ્રમત્ત અવસ્થાવાળા જીવને જ્ઞાનશ્રદ્ધાનમાં નિરંતર એ ભાવના તો છે જ; અને જ્યારે જીવ અપ્રમત્ત દશા પ્રાપ્ત કરીને એકાગ્ર ચિત્તથી ધ્યાન કરે, કેવળ ચૈતન્યમાત્ર આત્મામાં ઉપયોગ લગાવે અને શુદ્ધોપયોગરૂપ થાય, ત્યારે નિશ્ચયચારિત્રરૂપ શુદ્ધોપયોગભાવથી શ્રેણી ચડીને કેવળજ્ઞાન ઉપજાવે છે. તે વખતે એ ભાવનાનું ફળ જે કર્મચેતનાથી અને કર્મફળચેતનાથી રહિત સાક્ષાત્ જ્ઞાનચેતનારૂપ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #122
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates ૧૦૬ : પ્રવચન રત્નાકર ભાગ-૧)
(વરસન્નતિના ) निःशेषकर्मफलसंन्यसनान्ममैवं सर्वक्रियान्तरविहारनिवृत्तवृत्तेः । चैतन्यलक्ष्म भजतो भृशमात्मतत्त्वं
कालावलीयमचलस्य वहत्वनन्ता।। २३१ ।। પરિણમન તે થાય છે. પછી આત્મા અનંત કાળ સુધી જ્ઞાનચેતનારૂપ જ રહેતો થકો પરમાનંદમાં મગ્ન રહે છે.) - હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે:
શ્લોકાર્થ:- (સકળ કર્મોના ફળનો ત્યાગ કરીને જ્ઞાનચેતનાની ભાવના કરનાર જ્ઞાની કહે છે કે:) [gd] પૂર્વોક્ત રીતે [ નિ:શેષ– –નં–સંન્યરસનાત] સમસ્ત કર્મના ફળનો સંન્યાસ કરવાથી [ચૈતન્ય-સૂક્ષ્મ માત્મતત્ત્વ મૃશ મન: સર્વ–ક્રિયાન્તરવિહીર–નિવૃત્ત–વૃત્તેિ:] ચૈતન્ય જેનું લક્ષણ છે એવા આત્મતત્ત્વને અતિશયપણે ભોગવું છું અને તે સિવાયની અન્ય સર્વ ક્રિયામાં વિહારથી મારી વૃત્તિ નિવૃત્ત છે (અર્થાત્ આત્મતત્ત્વના ભોગવટા સિવાયની અન્ય જે ઉપયોગની ક્રિયા-વિભાવરૂપ ક્રિયા-તેમાં મારી પરિણતિ વિહાર કરતી નથી–પ્રવર્તતી નથી); [ નિર્ચ મમ] એમ આત્મતત્વના ભોગવટામાં અચળ એવા મને, [ય છIR—ગાવતી] આ કાળની આવલી કે જે [અનંતા] પ્રવાહરૂપે અનંત છે તે, [વહg] આત્મતત્વના ભોગવટામાં જ વહો-જાઓ. (ઉપયોગની પ્રવૃત્તિ અન્યમાં કદી પણ ન જાઓ.)
ભાવાર્થ:- આવી ભાવના કરનાર જ્ઞાની એવો તૃપ્ત થયો છે કે જાણે ભાવના કરતાં સાક્ષાત્ કેવળી જ થયો હોય; તેથી તે અનંત કાળ સુધી એવો જ રહેવાનું ચાહે છે. અને તે યોગ્ય જ છે; કારણ કે આ જ ભાવનાથી કેવળી થવાય છે. કેવળજ્ઞાન ઊપજવાનો પરમાર્થ ઉપાય આ જ છે. બાહ્ય વ્યવહારચારિત્ર છે તે આના જ સાધનરૂપ છે; અને આના વિના વ્યવહારચારિત્ર શુભકર્મને બાંધે છે, મોક્ષનો ઉપાય નથી. ૨૩૧.
ફરી કાવ્ય કહે છે :
શ્લોકાર્થઃ- [પૂર્વ–માવ–કૃત–ર્મ–વિષદ્રુમાણ સાનિ ય: ન મું] પૂર્વે અજ્ઞાનભાવથી કરેલાં જે કર્મ તે કર્મરૂપી વિષવૃક્ષોનાં ફળને જે પુરુષ (તેનો સ્વામી થઈને) ભોગવતો નથી અને [વનું સ્વત: Wવ તૃH:] ખરેખર પોતાથી જ (– આત્મસ્વરૂપથી જ) તૃત છે, [ સ: સાપતિ–517રમણીયમ્ ૩ –૨નિષ્કર્મશર્મમય શાન્તરમ્ તિ] તે પુરુષ, જે વર્તમાન કાળે રમણીય છે અને ભવિષ્યમાં પણ જેનું ફળ રમણીય છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #123
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૮૭ થી ૩૮૯ : ૧૦૭ (વન્તતિના)
पूर्वभावकृतकर्मविषद्रुमाणां भुंक्ते फलानि न खलु स्वत एव तृप्तः । आपातकालरमणीयमुदर्करम्यं । નિણર્મશર્મમયનેતિ શાન્તર : ર૩રા
(થરા) - अत्यन्तं भावयित्वा विरतिमविरतं कर्मणस्तत्फलाच प्रस्पष्टं नाटयित्वा प्रलयनमखिलाज्ञानसञ्चेतनायाः । पूर्ण कृत्वा स्वभावं स्वरसपरिगतं ज्ञानसञ्चेतनां स्वां
सानन्दं नाटयन्तः प्रशमरसमितः सर्वकालं पिबन्तु।। २३३।। એવી નિષ્કર્મ-સુખમય દશાંતરને પામે છે (અર્થાત જે પૂર્વે સંસાર-અવસ્થામાં કદી થઈ નહોતી એવી જુદા પ્રકારની કમરહિત સ્વાધીન સુખમય દશાને પામે છે).
ભાવાર્થ- જ્ઞાનચેતનાની ભાવનાનું આ ફળ છે. તે ભાવનાથી જીવ અત્યંત નૃત રહે છે-અન્ય તૃષ્ણા રહેતી નથી, અને ભવિષ્યમાં કેવળજ્ઞાન ઉપજાવી સર્વ કર્મથી રહિત મોક્ષ-અવસ્થાને પામે છે. ૨૩ર.
પૂર્વોક્ત રીતે કર્મચેતના અને કર્મફળચેતનાના ત્યાગની ભાવના કરીને અજ્ઞાનચેતનાના પ્રલયને પ્રગટ રીતે નચાવીને, પોતાના સ્વભાવને પૂર્ણ કરીને, જ્ઞાનચેતનાને નચાવતા થકા જ્ઞાની જનો સદાકાળ આનંદરૂપ રહો ” –એવા ઉપદેશનું કાવ્ય હવે કહે છે:
શ્લોકાર્થઃ- [વિરત વર્મળ: તનોતુ ૨ વિરતિમ્ સત્યન્ત ભાવયિત્વા] જ્ઞાની જનો, અવિરતપણે કર્મથી અને કર્મના ફળથી વિરતિને અત્યંત ભાવીને (અર્થાત્ કર્મ અને કર્મફળ પ્રત્યે અત્યંત વિરક્તભાવને નિરંતર ભાવીને), [ વિન–અજ્ઞાન–સંગ્વતનીયા: પ્રનયનનું પ્રસ્પષ્ટ નાયિત્વા] (એ રીતે) સમસ્ત અજ્ઞાનચેતનાના નાશને સ્પષ્ટપણે નચાવીને, [સ્વ–૨–પરિવાત સ્વભાવે પૂર્ણ કૃત્વા ] નિજરસથી પ્રાપ્ત પોતાના સ્વભાવને પૂર્ણ કરીને, [સ્વાં જ્ઞાનસંગ્વતનાં સાનન્દ નાટયન્ત: રૂત: સર્વ—નિં પ્રશમ—રસમ્ પિવડુ] પોતાની જ્ઞાનચેતનાને આનંદપૂર્વક નચાવતા થકા હવેથી સદાકાળ પ્રશમરસને પીઓ (અર્થાત્ કર્મના અભાવરૂપ આત્મિક રસને-અમૃતરસને-અત્યારથી માંડીને અનંત કાળ પર્યત પીઓ. આમ જ્ઞાનીજનોને પ્રેરણા છે ).
ભાવાર્થ- પહેલાં તો ત્રણે કાળ સંબંધી કર્મના કર્તાપણારૂપ કર્મચેતનાના
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #124
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦૮ : પ્રવચન રત્નાકર ભાગ-૧)
(વંશસ્થ) इतः पदार्थप्रथनावगुण्ठनाद्विना कृतेरेकमनाकुलं ज्वलत् । समस्तवस्तुव्यतिरेकनिश्चयाद्
विवेचितं ज्ञानमिहावतिष्ठते।। २३४।। ત્યાગની ભાવના (૪૯ ભંગપૂર્વક) કરાવી. પછી ૧૪૮ કર્મપ્રકૃતિના ઉદયરૂપ કર્મફળના ત્યાગની ભાવના કરાવી. એ રીતે અજ્ઞાનચેતનાનો પ્રલય કરાવીને જ્ઞાનચેતનામાં પ્રવર્તવાનો ઉપદેશ કર્યો છે. એ જ્ઞાનચેતના સદા આનંદરૂપ-પોતાના સ્વભાવના અનુભવરૂપ-છે. તેને જ્ઞાનીજનો સદી ભોગવો-એમ શ્રી ગુરુઓનો ઉપદેશ છે. ૨૩૩.
આ સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર છે, તેથી જ્ઞાનને કર્તાભોક્તાપણાથી ભિન્ન બતાવ્યું; હવેની ગાથાઓમાં અન્ય દ્રવ્યો અને અન્ય દ્રવ્યોના ભાવોથી જ્ઞાનને ભિન્ન બતાવશે. તે ગાથાઓની સૂચનારૂપ કાવ્ય પ્રથમ કહે છે:
શ્લોકાર્થ- [ રૂત: રૂ] અહીંથી હવે (આ સર્વવિશુદ્ધજ્ઞાન અધિકારમાં હવેની ગાથાઓમાં એમ કહે છે કે- ) [ સમસ્ત–વસ્તુ-વ્યતિરે–નિશ્ચયાત્ વિવાવિત જ્ઞાનમ્ ] સમસ્ત વસ્તુઓથી ભિન્નપણાના નિશ્ચય વડ જાદુ કરવામાં આવેલું જ્ઞાન, [પાર્થપ્રથ–મવાડનાત્ કૃતેઃ વિના] પદાર્થના વિસ્તાર સાથે ગૂંથાવાથી (અનેક પદાર્થો સાથે, જ્ઞયજ્ઞાનસંબંધને લીધે, એક જેવું દેખાવાથી) ઉત્પન્ન થતી (અનેક પ્રકારની) ક્રિયા તેનાથી રહિત [vમ્ કનાન્ન જ્વ77] એક જ્ઞાનક્રિયામાત્ર, અનાકુળ (–સર્વ આકુળતાથી રહિત) અને દેદીપ્યમાન વર્તતું થયું, [ ગવતિwતે] નિશ્ચળ રહે છે.
ભાવાર્થ- હવેની ગાથાઓમાં જ્ઞાનને સ્પષ્ટ રીતે સર્વ વસ્તુઓથી ભિન્ન બતાવે છે.
૨૩૪.
સમયસાર ગાથા ૩૮૭ થી ૩૮૯: મથાળુ હવે આ કથનને ગાથા દ્વારા કહે છે.
* ગાથા ૩૮૭ થી ૩૮૯: ટીકા ઉપરનું પ્રવચન * “જ્ઞાનથી અન્યમાં (-જ્ઞાન સિવાય અન્ય ભાવોમાં) એમ ચેતવું ( અનુભવવું) કે “આ હું છું,” તે અજ્ઞાનચેતના છે. તે બે પ્રકારે છે-કર્મચેતના અને કર્મફળચેતના.”
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #125
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૮૭ થી ૩૮૯ : ૧૦૯ અહાહા..! શું ટીકા છે! આત્મા જ્ઞાનસ્વરૂપી શીતળ શીતળ શાંતસ્વભાવથી ભરેલો ચૈતન્યચંદ્ર જિનચંદ્ર પ્રભુ છે. અહીં કહે છે- એનાથી અર્થાત્ જ્ઞાનસ્વભાવથી અન્ય ભાવોમાં એમ અનુભવવું કે “આ હું છું' એ અજ્ઞાનચેતના છે. આવી ચોખ્ખી વાત છે બાપા! “અન્ય ભાવો” એટલે શું? કે આ પર્યાયમાં થતા પુણ્ય-પાપના શુભાશુભ ભાવ અને એનું ફળ બંધ અને સંયોગ એ બધા અન્ય ભાવો છે; અને એમાં “આ હું છું” એમ ચેતવું તે અજ્ઞાનચેતના છે એમ કહે છે. ભાઈ ! દયા, દાન, વ્રતાદિના પરિણામ તે શુભભાવ પુણ્યતત્ત્વ છે, ને તેમાં “આ હું છું” એમ ચેતવું તે અજ્ઞાન-ચેતના છે. અહીં જ્ઞાનથી અન્ય’ કહ્યું ત્યાં “જ્ઞાન” શબ્દ આત્મા સમજવો.
ભાઈ ! શુભ ને અશુભ ભાવ બધા ભગવાન આત્માથી અન્ય છે, જુદા છે. તેમાં “આ હું છું” એમ અનુભવવું તે અજ્ઞાનચેતના છે. અજ્ઞાનચેતના એટલે શું? કે અજ્ઞાનને ચેતનારી –અજ્ઞાનમાં જાગ્રત થયેલી ચેતના, અર્થાત્ સ્વરૂપને ચેતવા પ્રતિ આંધળી એવી ચેતના. અરે ભાઈ ! ચાહે તું હજારો રાણીઓ છોડીને વનવાસી નગ્ન દિગંબર સાધુ થયો હો, પણ એ વ્રતાદિના રાગને “આ હું છું, આ મને ઠીક છે, ભલા છે” એમ જો તું અનુભવે છે તો બાપુ એ અજ્ઞાનચેતના છે, મિથ્યાદર્શન છે. સમજાણું કાંઈ.....? બહુ થોડા શબ્દોમાં ખૂબ ગંભીર વાત કરી છે!
આત્મા સચ્ચિદાનંદ પ્રભુ શાશ્વત જ્ઞાન અને આનંદની મૂર્તિ છે. તેને “હું છું” એમ નહિ અનુભવતાં એનાથી અન્ય વિરુદ્ધ જે શુભાશુભ ભાવ તેમાં “આ હું છું” એમ અનુભવવું તે અજ્ઞાનચેતના છે અને તે બે પ્રકારે છે- કર્મચેતના અને કર્મફળચેતના. હવે કહે છે- “તેમાં, જ્ઞાનથી અન્યમાં (અર્થાત્ જ્ઞાન સિવાય અન્ય ભાવોમાં) એમ ચેતવું કે
આને હું કરું છું, તે કર્મચેતના છે; અને જ્ઞાનથી અન્યમાં એમ ચેતવું કે “આને હું ભોગવું છું,” તે કર્મફળચેતના છે. (એમ બે પ્રકારે અજ્ઞાન ચેતના છે.)
જુઓ, શું કહ્યું? ભગવાન આત્મા સિવાય અન્ય જે પુણ્ય-પાપના વિકારી ભાવ તેને હું કરું છું એમ જે માને-અનુભવે છે તે કર્મચેતના છે. અહીં કર્મ શબ્દ જડ પુદ્ગલકર્મની વાત નથી. અહીં તો ભાવકર્મ જે શુભાશુભ ભાવ તે મારું કાર્ય નામ કર્મ છે, હું એને કરું છું –એમ જે માને છે તે કર્મચેતના છે એમ વાત છે. કર્મચેતના કહો કે કાર્યચેતના કહો –એક વાત છે. રાગરૂપી કાર્યમાં ચેતાઈ ગયો છે ને? પરના કાર્યની અહીં વાત નથી, કેમકે પરનાં કાર્ય તે કરી શકતો નથી; પરને તો તે સ્પર્શ સુદ્ધાં કરી શકતો નથી.
વળી જ્ઞાનથી–આત્માથી અન્ય જે શુભાશુભ ભાવ-વિકારી ભાવ તેને હું ભોગવું છું એમ માન-અનુભવે તે કર્મફળચેતના છે. વિકારમાં હરખ-શોકનું વેદન કરે તે કર્મફળચેતના છે. એમ બે પ્રકારે અજ્ઞાનચેતના છે. હવે કહે છે –
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #126
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧) : પ્રવચન રત્નાકર ભાગ-૧)
“તે સમસ્ત અજ્ઞાનચેતના સંસારનું બીજ છે; કારણ કે સંસારનું બીજ જે આઠ પ્રકારનું (જ્ઞાનાવરણાદિ) કર્મ, તેનું તે અજ્ઞાનચેતના બીજ છે (અર્થાત્ તેનાથી કર્મ બંધાય છે).”
જુઓ, સમસ્ત અજ્ઞાનચેતના અર્થાત્ શુભાશુભ ભાવને કરવારૂપ ને ભોગવવારૂપ પરિણામ, કહે છે, સંસારનું બીજ છે, દુઃખનું બીજ છે. ભાઈ ! તું દયા, દાન, વ્રતાદિના શુભભાવને કર્તવ્ય માને છે, ભલા માને છે, પણ આચાર્યદેવ અહીં તેને સંસારદુઃખનું બીજ કહે છે. સમસ્ત કર્મચેતના ને કર્મફળચેતના સંસારનું બીજ છે, ચોરાસીના અવતારમાં રખડવાનું બીજ છે, કેમ ? કેમકે સંસારનું કારણ જે આઠ પ્રકારનું કર્મ, તેનું અજ્ઞાનચેતના બીજ છે; અર્થાત્ એનાથી-શુભાશુભભાવ કરવાના ને ભોગવવાના ભાવથી-કર્મ બંધાય છે. લ્યો, હવે સમજાયું કાંઈ....?
હવે કહે છે- “માટે મોક્ષાર્થી પુરુષે અજ્ઞાનચેતનાનો પ્રલય કરવા માટે સકળ કર્મના સંન્યાસની (ત્યાગની) ભાવનાને તથા સકળ કર્મફળના સંન્યાસની ભાવનાને નચાવીને, સ્વભાવભૂત એવી ભગવતી જ્ઞાનચેતનાને જ એકને સદાય નચાવવી.”
અહાહા.......! પોતે સ્વરૂપથી શુદ્ધ ચિદાનંદઘન પ્રભુ છે. અહા! તેમાં સ્વપણું એકાગ્ર ન થતાં રાગમાં એકાગ્ર થઈને રાગથી પોતાને લાભ માને, રાગને પોતાનું કર્તવ્ય માને તે અજ્ઞાનચેતના છે અને તે અજ્ઞાનચેતના અને સંસારમાં રખડવાનું બીજ છે; કેમકે સંસારનું બીજ જે આઠ પ્રકારનું કર્મ તેનું અજ્ઞાનચેતના બીજ છે. અરે ! અનંતકાળમાં અનંતા જન્મ-મરણ કરીને એના ચોથા નીકળી ગયાં છે. પણ અરે ! રાગથી ભિન્ન અંદર હું ચિદાનંદસ્વરૂપ ભગવાન છું એમ કદીય એણે સ્વીકાર્યું નહિ, રાગની આડમાં પોતાના સ્વસ્વરૂપનો એણે કદીય સત્કાર કર્યો નહિ.
તો ધર્માત્માને-સમ્યગ્દષ્ટિને પણ રાગ તો આવે છે?
હા, સમ્યગ્દષ્ટિને-જ્ઞાની જીવને પોતાના શુદ્ધ નિર્મળાનંદ પ્રભુ આત્માનો અનુભવ થયો હોવા છતાં સ્વરૂપસ્થિરતા સંપૂર્ણ થઈ નથી એટલે રાગ આવે છે, પણ એ રાગ તેનું કર્તાપણું કર્તવ્ય નથી, એની તેને હોંશ નથી. રાગ તેને ઝેર જેવો જ ભાસે છે. એ અસ્થિરતાનો રાગ પણ દુઃખરૂપ જ છે, બંધનું જ કારણ છે એમ તે માને છે.
અહા ! રાગથી ભિન્ન પડી, ભેદજ્ઞાનના અભ્યાસ દ્વારા હું તો શુદ્ધ એક જ્ઞાનાનંદસ્વરૂપ પ્રભુ છું” -એમ અંતરમાં પ્રતીતિ અને અનુભવ કરવો એનું નામ જ્ઞાનચેતના છે અને તે ધર્મ છે. આત્મા શુદ્ધ એક ચૈતન્યસત્તાપણે અંદર નિત્ય વિરાજમાન છે. અહા ! આવા પોતાના નિજસ્વરૂપમાં સન્મુખતા કરી તેનો અનુભવ કરવો તે ભગવતી જ્ઞાનચેતના છે અને તે જ ભવના છેદનો ઉપાય છે, મુક્તિનો ઉપાય છે. અહો! દિગંબર
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #127
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૮૭ થી ૩૮૯ : ૧૧૧ સંતોએ પોકારીને પરમ સત્યને પ્રસિદ્ધ કર્યું છે. રાગમાં એકાગ્ર થઈ પ્રવર્તે તે અજ્ઞાન ચેતના છે અને તે ભવબીજ છે, એનાથી સંસાર ફ્ળશે અને ફાલશે; અને નિજ ચૈતન્યસ્વરૂપમાં એકાગ્ર થઈ પ્રવર્તે તે જ્ઞાનચેતના છે અને તે મોક્ષબીજ છે, એનાથી મોક્ષમાર્ગ અને મોક્ષ પ્રગટશે! આવી સ્પષ્ટ વાત છે ભાઈ !
પોતાના શુદ્ધ એક ચૈતન્યસ્વરૂપને ભૂલીને રાગનો પોતાને કર્તા માને તે કર્મચેતના સંસારનું બીજ છે, અને રાગનો પોતાને ભોક્તા માને એ કર્મફળચેતનાય સંસારનું બીજ છે. અનાદિકાળથી એને આ વાત બેસતી નથી. ભાઈ! ધર્માત્મા પુરુષને જે શુભ-અશુભ ભાવ (મુખ્યપણે શુભભાવ) આવે છે તેનો તે કર્તા-ભોક્તા નથી, એ તો તેનો જ્ઞાતાદષ્ટા જ છે. એ તો સ્વરૂપમાં રહીને આ રાગ પૃથક્ ચીજ છે એમ એનો જાણનારો જ છે.
હવે આવી વાત છે છતાં કોઈ વળી કહે છે-શુભાશુભ ભાવ કરવાલાયક નથી, તેમ છોડવાલાયક પણ નથી. (આમ માનવા પ્રતિ એનો આ તર્ક છે કે શુભાશુભ ભાવ કરવા તે સંસાર બીજ છે. તથાપિ તે સમ્યગ્દષ્ટિને હોય છે.)
અરે ભાઈ! સર્વ શુભાશુભ ભાવ છોડવાલાયક જ છે. કળશટીકા, કળશ ૧૦૮ માં આનો ખુલાસો આ પ્રમાણે છે—“ અહીં કોઈ જાણશે કે શુભ-અશુભ ક્રિયારૂપ જે આચરણરૂપ ચારિત્ર છે તે કરવાયોગ્ય નથી તેમ વર્જવાયોગ્ય પણ નથી. ઉત્તર આમ છે કે–વર્જવાયોગ્ય છે, કારણ કે વ્યવહારચારિત્ર હોતું થકું દુષ્ટ છે, અનિષ્ટ છે, ઘાતક છે; તેથી વિષય-કષાયની માફક ક્રિયારૂપ ચારિત્ર નિષિદ્ધ છે. ભાઈ! જેમ વિષય-કષાયના પરિણામ છોડવાલાયક છે તેમ શુભાચરણરૂપ ચારિત્ર પણ સમ્યગ્દષ્ટિ છોડવા યોગ્ય હેય જ માને છે, સમ્યગ્દષ્ટિને તેનો કિંચિત્ આદર હોતો નથી. સ્વરૂપનું શ્રદ્ધાન ઉદય થતાની સાથે જ તેણે સમસ્ત રાગને ય જ માન્યો છે. રાગ આવે છે એ તો એની કમજોરી છે, રાગની એને ભાવના નથી.
',
દાનમાં દસ-વીસ લાખ આપે તો તેમાં કદાચ રાગની મંદતા હોય તો તે શુભરાગ છે, પુણ્ય છે; પણ દૃષ્ટિમાં તો જ્ઞાનીને તેનો નિષેધ જ છે. અહો! સર્વજ્ઞ પરમાત્માએ કહેલો માર્ગ સંતોએ ખુલ્લો કરી જાહેર કર્યો છે. તું એકવાર સાંભળ તો ખરો પ્રભુ! શુભાશુભ ભાવથી રહિત અંદર શાંત શાંત જ્ઞાનાનંદસ્વરૂપ ચૈતન્ય સરોવર છે. તેમાં નિમગ્ન થઈ તેનો અનુભવ કરવો તે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર છે, તે ભગવતી જ્ઞાનચેતના છે અને તે મોક્ષ-ઉપાય છે. આ સિવાય શુભાશુભનું આચરણ અને તેનો અનુભવ એ તો અજ્ઞાનચેતના છે, સંસારનું બીજ છે. અરે! જેમને પ્રચુર આનંદનું વેદન છે એવા આત્મજ્ઞાની સંત મુનિવરને જે મહાવ્રતનો વિકલ્પ આવે છે તે પ્રમાદ છે અને તે જગપંથ છે-જ્યાં એમ વાત છે ત્યાં આ એકલી અજ્ઞાનચેતનાની શું વાત! એ તો અનંત અનંત જન્મ-મ૨ણનું બીજ છે ભાઈ !
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
Page #128
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htîp://www.A+maDharma.com for updates ૧૧૨ : પ્રવચન રત્નાકર ભાગ-૧૦
રાગનો વિકલ્પ આવે, પણ હું એનાથી ભિન્ન છું-એમ નિરંતર ભેદજ્ઞાનનો અભ્યાસ કરવો જોઈએ. ભેદજ્ઞાનનો ઉગ્ર અભ્યાસ કરી, અંદર સ્વરૂપ-સન્મુખતા કરવાથી સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન પ્રગટ થાય છે. પણ એમ નહિ કરતાં રાગથી અભેદ કરી તેનો કર્તા-ભોક્તા થઈ પ્રવર્તે એ મિથ્યાભાવ છે, અને તે અનંત સંસારનું બીજ છે. અહા ! આવી વાત એક દિગંબર સિવાય બીજે કયાંય છે જ નહિ. ભાઈ ! તને રુચે કે ન રુચે, ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવે જાહેર કરેલો સત્યાર્થ માર્ગ આ છે. આ ભગવાનનો સંદેશ છે.
અહા ! ભગવાન ! તારી પ્રભુતાનો પાર નથી. ઓહોહોહો.....! અંદર જ્ઞાનાનંદથી ભરેલો પૂરણ પ્રભુતાથી ભરેલો પ્રભુ છો ને નાથ! તારામાં પ્રભુતા શક્તિ નામ સ્વભાવ ભર્યો પડયો છે. અહા! પરમેશ્વર થવાની અંદર શક્તિ પડી છે ને પ્રભુ! તું પામ૨૫ણે રહે એવો તારો સ્વભાવ જ નથી. અહાહા..! અંદર એકલો શુદ્ધ ચૈતન્યઘન, જ્ઞાનાનંદલક્ષ્મીથી ભરેલો ભગવાન પ્રભુ તું છો. આ પુણ્ય-પાપના ભાવ એ તો બહારની ચીજો-બધો પુદ્દગલનો વિસ્તાર છે, એ તારો ચૈતન્યનો વિસ્તાર નહિ. અહા ! અંદર સ્વસ્વરૂપના આશ્રયે પ્રગટ થના૨ી જ્ઞાન-દર્શન-આનંદની દશા એ ચૈતન્યનો વિસ્તાર છે, એ જ્ઞાનચેતના છે, એ મુક્તિનો ઉપાય છે. માટે હે ભવ્ય! સકળ કર્મના અને સકળ કર્મફળની ભાવનાનો ત્યાગ કરીને, સ્વભાવભૂત એવી ભગવતી જ્ઞાનચેતનાને જ એકને સદાય નચાવ.
અહા ! જેને સિદ્ધપદની અંતરમાં ભાવના થઈ છે એવા મોક્ષાર્થીને આચાર્ય કહે છેહૈ મોક્ષાર્થી પુરુષ ! સકળ કર્મના સંન્યાસની ભાવનાને તથા સકળ કર્મફળના સંન્યાસની ભાવનાને નચાવી, તારે સ્વભાવભૂત એવી ભગવતી જ્ઞાનચેતનાને જ એકને સદાય નચાવવી. નચાવવી એટલે શું? કે જ્ઞાનચેતનારૂપ થઈને જ સતત પરિણમ્યા કરવું. અહાહા....! ભગવાન આત્માનું સ્વસંવેદન કરી જ્ઞાન અને આનંદના વેદનમાં ઠરવું–રહેવું તે સ્વભાવભૂત ભગવતી જ્ઞાનચેતના છે અને તે સહજ જ રાગના ત્યાગરૂપ છે. તે જ્ઞાનચેતના જ મોક્ષનું કારણ છે; માટે જ્ઞાનચેતનારૂપ જ નિરંતર પરિણમવું.
અહાહા.....! કહે છે- ‘ભગવતી જ્ઞાનચેતનાંને જ એકને સદાય નચાવવી.' ભાષા તો ટૂંકી ને સાદી છે પ્રભુ! પણ ભાવ ગંભીર છે. સમજાય એટલું સમજવું બાપુ ! અહીં તો પંચમ આરાના મુનિવર પંચમ આરાના પ્રાણીઓને સાર સાર વાત કહે છે. શું? કે ભાઈ ! શુભાશુભ ભાવ કરવા-ભોગવવા-એવા અભિપ્રાયનો ત્યાગ કરીને પોતાની સહજ શુદ્ધ એક ચૈતન્યમાત્રવસ્તુમાં એકાગ્ર થઈને, તેમાં જ રમણતા કરવી તે જ્ઞાનચેતના –તે ભગવતી જ્ઞાનચેતનાને જ એકને સદાય નચાવવી; કેમકે તે એક જ મોક્ષનો ઉપાય છે. ભગવતી જ્ઞાનચેતના કહો કે ભગવતી પ્રજ્ઞા કહો-એક જ વાત છે. એ તો આવી ગયું પહેલાં કે રાગ અને જ્ઞાન વચ્ચે સાંધ છે ત્યાં ભગવતી પ્રજ્ઞા છીણી
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
Page #129
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૮૭ થી ૩૮૯ : ૧૧૩ પટકવી, પટકતાં જ રાગ અને જ્ઞાન જુદા થઈ જાય છે અને તત્કાલ જ પ્રજ્ઞા રાગને ત્યાગી દઈ, જ્ઞાન નામ આત્માને ગ્રહણ કરે છે. લ્યો, આનું નામ જ્ઞાનચેતના છે, અને તે એક જ મોક્ષનો ઉપાય છે.
તેમાં પ્રથમ, સકળ કર્મના સંન્યાસની ભાવનાને નચાવે છે:( ત્યાં પ્રથમ કાવ્ય કહે છે:-)
* કળશ ૨૨૫ : શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * ‘ત્રિવાન વિષચં' ત્રણે કાળના (અર્થાત અતીત, વર્તમાન અને અનાગત કાળ સંબંધી) ‘સર્વ ર્મ' સમસ્ત કર્મને ‘ત–ારિત–અનુમનનૈ.' કુત-કારિત-અનુમોદનાથી અને “મનવચન-કાયે: ' મન-વચન-કાયાથી “પરિહૃત્ય' ત્યાગીને “પરમં નૈરૂં' હું પરમ વૈષ્ફર્મ્સને (–ઉત્કૃષ્ટ નિષ્કર્મ અવસ્થાને) અવલંબું છું. (એ પ્રમાણે, સર્વ કર્મનો ત્યાગ કરનાર જ્ઞાની પ્રતિજ્ઞા કરે છે.)
અહાહા.....! ધર્મી ચારિત્રવત પુરુષ શું કહે છે? કે ત્રણે કાળનાં સમસ્ત કર્મનો હું ત્યાગ કરું છું-મનથી, વચનથી, કાયાથી અને કૃત-કારિત-અનુમોદનાથી. અહાહા....! ભૂતકાળમાં જે પુણ્ય-પાપરૂપ વિકારી કાર્ય થયાં છે અને વર્તમાન તથા ભવિષ્ય સંબંધીના સર્વ કર્મનો ત્યાગ કરું છું. અહાહા....! હું એ કર્મોનો કર્તા નહિ, કારયિતા નહિ અને થાય તેનો અનુમોદન કરનારો પણ નહિ-એમ સર્વ કર્મનો હું ત્યાગ કરું છું. અહા ! પરમાં કાર્ય થાય એની તો અહીં વાત જ નથી, ઘડો થાય એને કુંભાર (-જીવ) કરે એ તો વાત જ નથી.
અરે ! હજુ કેટલાય જૈનમાં રહેલા પણ કુંભાર (–જીવ) ઘડો કરે છે એમ માને છે. પણ બાપુ! એ તારી માન્યતા મિથ્યા છે. એ તો આવી ગયું ભાઈ ! ગાથા ૩૭ર માં કે ઘડો કુંભારથી થાય એમ અમે દેખતા નથી; માટી જ, કુંભારના સ્વભાવને નહિ સ્પર્શતી થકી, પોતાના સ્વભાવથી ઘડારૂપે ઊપજે છે. જો કુંભારથી ઘડો થાય તો ઘડો કુંભારના આકારે થવો જોઈએ, પણ એમ કદાપિ બનતું નથી. માટી જ ખરેખર ઘડાની ઉત્પાદક છે. અહીં આ વાત નથી.
અહીં તો કહે છે – ત્રિકાળનું સમસ્ત કર્મ નામ શુભાશુભ ભાવ તેને કરતો નથી, કરાવતો નથી, કરતાને અનુમોદતો નથીમનથી, વચનથી, કાયાથી, હું તો જ્ઞાનસ્વરૂપ શુદ્ધ એક ચિદાનંદ ભગવાન છું ને તેમાં જ સ્થિર થાઉં છું. લ્યો, આનું નામ ચારિત્ર છે. મહાવ્રતના પરિણામ તે ચારિત્ર નહિ. મહાવ્રતના રાગનો-કર્મનો તો અહીં સર્વ પ્રકારે ત્યાગ કરે છે. ભાઈ ! જુઓ, શું કહે છે? ત્રણે કાળના સમસ્ત કર્મને એટલે પંચ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #130
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૪ : પ્રવચન રત્નાકર ભાગ-૧) મહાવ્રત આદિના રાગને હું કરતો નથી, કરાવતો નથી અને કરતાને અનુમોદતો નથીમનથી, વચનથીકાયાથી. પૂર્વે કોઈ અહિંસાદિ વ્રતના શુભ અને હિંસાદિ અવ્રતના અશુભ વિકલ્પ કર્યા હોય તે, વર્તમાન હોય છે અને ભવિષ્ય સંબંધી સમસ્ત કર્મને, કહે છે, હું મનથી, વચનથી, કાયાથી અને કૃત-કારિત-અનુમોદનાથી ત્યાગ કરું છું. અહા ! સકલ કર્મના સંન્યાસપૂર્વક સમ્યગ્દષ્ટિને જે સ્વસ્વરૂપમાં-અંત:તત્ત્વમાં સ્થિરતા-રમણતા થાય તેનું નામ ચારિત્ર છે, અને તે મોક્ષનું કારણ છે. સમજાણું કાંઈ...?
અહાહા...! કહે છે-સમસ્ત કર્મત્યાગીને હું પરમ વૈષ્ફર્મ્સને –પરમ નિષ્કર્મ દશાનેઅવલંબું છું. અહા! આત્મા વસ્તુ તો અંદર પરમ નિષ્કર્મ છે; અને તેના આશ્રયે પરિણમતાં પરમ નિષ્કર્મ અવસ્થા પ્રગટ થાય છે. અહા ! આવી નિષ્કર્મ-વીતરાગદશાને પ્રાપ્ત થાઉં છું એમ કહે છે. સમ્યગ્દર્શનમાં રાગથી ભિન્ન પોતાની જ્ઞાનમાત્ર ચીજનું જ્ઞાન અને અનુભવ તો થયાં છે, પણ કાંઈક અસ્થિરતા હુજુ છે, તે અસ્થિરતાનો, કહે છે, ત્યાગ કરીને-સ્વસ્વરૂપમાં સ્થિરતારૂપ પરમ નિષ્કર્મ અવસ્થાને અવલંબું છું. લ્યો, આ ચારિત્ર છે; ધર્માત્મા પુરુષો આવી નિષ્કર્મ દશાને પ્રાપ્ત થાય એને ચારિત્ર કહે છે ભાઈ !
હવે લોકોને દર્શન શું? જ્ઞાન શું? ચારિત્ર શું? –કાંઈ ખબર ન મળે એટલે દેવગુરુ-શાસ્ત્રને માને તે સમકિત, શાસ્ત્રનું જ્ઞાન તે જ્ઞાન અને બહારમાં મહાવ્રત પાળે તે ચારિત્ર –એમ માને પણ ભાઈ ! એ માન્યતા યથાર્થ નથી, સત્યાર્થ નથી. અહીં તો કહે છે-ભગવાન આત્મા ચૈતન્યમૂર્તિ પ્રભુ સદાય નિષ્કર્મ શક્તિના સ્વભાવરૂપ છે. તેની સન્મુખ થઈ પરિણમતાં જે સ્વસવેદન જ્ઞાન થયું તે જ્ઞાન, “હું આ જ છું' એવી જ પ્રતીતિ થઈ તે સમ્યગ્દર્શન અને તેનો ઉગ્ર આશ્રય કરતાં જે વિશેષ નિષ્કર્મ-વીતરાગદશા થઈ તે ચારિત્ર. અહા ! દયા, દાન, વ્રત આદિ સકળ કર્મના ત્યાગરૂપ નિષ્કર્મ અવસ્થા છે અને તે ચારિત્ર છે. સમજાણું કાંઈ....? ધર્માત્મા કહે છે-સમસ્ત કર્મ ત્યાગીને હું પરમ નિષ્કર્મ એવી વીતરાગદશાને અવલંબું છું. આવો મારગ જગતથી સાવ જુદો છે ભાઈ !
આ પ્રમાણે સર્વકર્મનો ત્યાગ કરવાની જ્ઞાની પ્રતિજ્ઞા કરે છે. આ પ્રતિજ્ઞા ! આમ બહારથી પ્રતિજ્ઞા કરે એમ નહિ, આ તો ત્રિકાળી એક જ્ઞાયકભાવના ઉગ્ર આલંબન દ્વારા નિષ્કર્મ દશા-વીતરાગ દશાને પ્રાપ્ત થાય અને પ્રતિજ્ઞા કરે છે એમ કહ્યું. સમજાણું કાંઈ...?
હવે ટીકામાં પ્રથમ, પ્રતિક્રમણ-કલ્પ અર્થાત્ પ્રતિક્રમણનો વિધિ કહે છે:પ્રતિક્રમણ કરનાર કહે છે કે -
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #131
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૮૭ થી ૩૮૯ : ૧૧૫ “જે મેં (પૂર્વે કર્મ) કર્યું, કરાવ્યું અને અન્ય કરતો હોય તેનું અનુમોદન કર્યું, મનથી, વચનથી તથા કાયાથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો.'
પૂર્વે શુભ ભાવ કર્યા હોય તે મારું કાર્ય નથી, તે દુષ્કૃત છે. તે દુષ્કૃત મિથ્યા હો. એટલે શું? કે કર્મ કરવું, કરાવવું અને અન્ય કરનારને અનુમોદવું તે સંસારનું બીજ છે એમ જાણીને તે દુષ્કૃત પ્રત્યે હેયબુદ્ધિ આવી ત્યારે જીવે તેના પ્રત્યેનું મમત્વ છોડયું; તે જ તેનું મિથ્યા કરવું છે.
આ પ્રમાણે સર્વ ૪૯ ભંગ લગાવવા અને સમજવા.
હવે આ કથનના કળશરૂપે કાવ્ય કહે છે -
* કળશ ૨૨૬ : શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * યત્ મોદી માર્ષક' જે મોથી અર્થાત અજ્ઞાનથી (ભૂતકાળમાં) કર્મ કર્યા, ‘ત સમસ્તમ uિ ફર્મ પ્રતિક્રખ્ય' તે સમસ્ત કર્મને પ્રતિક્રમીને ‘નિર્માણ ચૈતન્ય–આત્મનિ બાત્મનિ માત્મના નિત્યમ્ વર્તે' હું નિષ્કર્મ (અર્થાત્ સર્વ કર્મોથી રહિત) ચૈતન્યસ્વરૂપ આત્મામાં આત્માથી જ (-પોતાથી જ) નિરંતર વર્તુ છું. (એમ જ્ઞાની અનુભવ કરે છે).
જુઓ, આ ચારિત્રનો અધિકાર છે. ચારિત્ર સમ્યગ્દર્શન વિના કદી હોતું નથી. સમકિતીને પણ જ્યાં સુધી પુણ્ય-પાપનું પરિણમન છે ત્યાં સુધી ચારિત્ર નથી. સમ્યગ્દર્શન થતાં જ રાગના કર્તા-ભોક્તાપણાની બુદ્ધિ તો છૂટી ગઈ છે, પણ અસ્થિરતા હુજુ છે. અહીં કહે છે –એ અસ્થિરતાના રાગને હું છોડી દઉં છું અને હું નિજાનંદસ્વરૂપમાં પોતાથી જ લીન થાઉં છું. આનું નામ તે પ્રતિક્રમણ છે.
પૂર્વે અજ્ઞાનવશ પરમાં રોકાઈને જે શુભાશુભ ભાવ કર્યા તે સર્વને પ્રતિક્રમીને હું નિષ્કર્મ ચૈતન્યસ્વરૂપ આત્મામાં આત્માથી જ નિરંતર વર્તુ છું. ભાઈ ! શુભભાવ છે તે પણ દોષ છે, દુકૃત છે. તેથી જ્ઞાની તેનું પ્રતિક્રમણ કરે છે. આ બધા ઉપાશ્રયમાં બેસીને પ્રતિક્રમણ કરતા હતા ને? એ પ્રતિક્રમણ નહિ બાપા! એ તો રાગની ક્રિયા ભગવાન! જુઓ, હિંસાદિના અશુભ ભાવનો ત્યાગ કરીને દયા આદિના શુભભાવમાં ધર્માત્મા વર્તે તે વ્યવહાર પ્રતિક્રમણ છે. પણ તે વ્યવહાર પ્રતિક્રમણ દોષ છે, દુષ્કૃત છે. અહીં કહે છે -તે સર્વ દોષને છોડીને હું ચૈતન્યસ્વરૂપ આત્મામાં પોતાથી જ વર્તે છે. ભૂતકાળમાં કરેલાં સર્વ કર્મોનું આ પ્રમાણે પ્રતિક્રમણ કરું છું. ભાઈ ! વિકારના સર્વ ભાવોથી હુઠી સ્વસ્વરૂપમાં–શુદ્ધ ચૈતન્યસ્વરૂપમાં લીન થવું તે સત્યાર્થ પ્રતિક્રમણ છે.
અહા! શુભાશુભ ભાવ જીવની એક સમયની અવસ્થામાં થતા જીવના પરિણામ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #132
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
૧૧૬ : પ્રવચન રત્નાકર ભાગ-૧૦
છે. પરંતુ ચૈતન્યના સ્વભાવનો તેમાં અભાવ છે. તેથી તેઓ વિભાવ પરિણામ છે. તેઓ સ્વરૂપમાં તદ્રુપ નથી. તેથી તે સર્વ વિભાવને છોડીને, કહે છે, નિષ્કર્મ શુદ્ધ ચૈતન્યસ્વરૂપમાં વર્તી છું; અર્થાત્ રાગરહિત નિષ્કર્મ નિર્વિકલ્પ દશાને હું પ્રાત થાઉં છું. જુઓ, આ નિર્મળ ચારિત્રની દશા છે. આત્માના ભાન સહિત તેમાં જ વિશેષ લીનતા-રમણતા કરતાં જે શુદ્ધિની વૃદ્ધિ થાય તે ચારિત્ર છે અને તે ધર્મ છે.
જુઓ, દરેક પદાર્થ પોતાના પર્યાયરૂપ કાર્યને કરે છે, પણ બીજાના પરિણામનો તે કર્તા નથી. આ ભાષા બોલાય છે ને? તે શબ્દવર્ગણાનું કાર્ય છે. શબ્દવર્ગણાના ૫૨માણુઓ ભાષારૂપે ઉત્પન્ન થઈ રહ્યા છે, આત્મા તેનો કર્તા નથી. લોકોને આવો ભેદ–અભ્યાસ નહિ એટલે આ વાત ગળે ઊતરવી કઠણ લાગે છે, પણ ભાઈ! આ તો ૫રમાર્થ સત્ય છે, અને એકલું અમૃત છે. અરે બાપુ! એક ૫૨માણુની અવસ્થાને બીજો પરમાણુ ન કરી શકે, તો તેના કાર્યને આત્મા કરે એ કેમ બની શકે? કદીય ન બની શકે.
અહા ! આવો ભેદાભ્યાસ જેને વર્તે છે તે ધર્માત્મા પુરુષ કહે છે હું તો શુદ્ધ એક ચૈતન્યસ્વરૂપ જ્ઞાતાદષ્ટા પ્રભુ આત્મા છું; અને આ જે દયા, દાન, વ્રત આદિ વિકલ્પ ઉઠે છે તે અનાત્મા છે. તેઓ મારા સ્વરૂપભૂત નથી, અને તેઓ મને પોસાતા નથી, કેમકે તેઓ દુઃખરૂપ છે, દુઃખકારી છે. માટે હું તે સમસ્ત કર્મનો ત્યાગ કરીને નિજ આત્મસ્વરૂપમાં આત્માથી જ નિરંતર વર્તુ છું. અહાહા....! ‘આત્માથી જ વર્તી છું' એટલે શું? કે પરથી કે રાગથી આત્મસ્વરૂપમાં લીન થાય છે એમ નહિ, પણ પોતે સ્વરૂપસન્મુખ થયેલા પોતાના ઉપયોગથી જ સ્વરૂપમાં વર્તે છે. અલિંગગ્રહણ (ગાથા ૧૭૨, પ્રવચનસાર ) ના છઠ્ઠા બોલમાં આવે છે કે –“લિંગ દ્વારા નહિ પણ સ્વભાવ વડે જેને ગ્રહણ થાય છે તે અલિંગગ્રહણ છે; આ રીતે આત્મા પ્રત્યક્ષ જ્ઞાતા છે એવા અર્થની પ્રાપ્તિ થાય છે.” જોયું? આત્મા સ્વભાવ વડે જ જેનું ગ્રહણ –અનુભવન થાય તેવો પ્રત્યક્ષ જ્ઞાતા છે. અહાહા..... ! અહીં કહે છે–હું મારા સ્વભાવના પુરુષાર્થથી જ અંદર આત્મામાં સ્થિર વહુઁ છું. લ્યો, આ ચારિત્રદશા, મુનિદશા ! અહાહા....! આ પ્રમાણે મુનિરાજ પોતાના અતીન્દ્રિય જ્ઞાનસ્વભાવના અનુભવમાં સ્થિર રહે છે, અને રાગનો અનુભવ છોડી દે છે. આને ચારિત્ર અને મોક્ષમાર્ગ કહે છે. સમજાણું કાંઈ...
* કળશ ૨૨૬ : ભાવાર્થ ઉ૫૨નું પ્રવચન *
.
‘ભૂતકાળમાં કરેલા કર્મને ૪૯ ભંગપૂર્વક મિથ્યા કરનારું પ્રતિક્રમણ કરીને જ્ઞાની જ્ઞાનસ્વરૂપ આત્મામાં લીન થઈને નિરંતર ચૈતન્યસ્વરૂપ આત્માનો અનુભવ કરે, તેનું આ વિધાન (વિધિ ) છે.’
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
Page #133
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check hřfp://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૮૭ થી ૩૮૯ : ૧૧૭
લ્યો, આ પ્રતિમણની વિધિ ભૂતકાળમાં જે કાંઈ શુભાશુભ કર્મ કર્યાં હતાં તેનો ૪૯ ભંગપૂર્વક ત્યાગ કરીને, તેનું મમત્વ છોડીને નિજ જ્ઞાનાનંદસ્વરૂપ આત્મામાં લીન થઈ તેમાં જ રમે તેને ભગવાને પ્રતિક્રમણ કહ્યું છે. અહા! નિરંતર નિજ ચૈતન્યસ્વરૂપ આત્માનો અનુભવ કરે તે પ્રતિક્રમણ છે. આ વિધિ છે. હવે કહે છે
‘મિથ્યા કહેવાનું પ્રયોજન આ પ્રમાણે છેઃ
જેવી રીતે કોઈએ પહેલાં ધન કમાઈને ઘરમાં રાખ્યું હતું: પછી તેના પ્રત્યે મમત્વ છોડયું ત્યારે તેને ભોગવવાનો અભિપ્રાય ન રહ્યો; તે વખતે, ભૂતકાળમાં જે ધન માયો હતો તે નહિ કમાયા સમાન જ છે;.....' જુઓ, આ દષ્ટાંત કહ્યું. હવે કહે છે–
‘તેવી રીતે, જીવે પહેલાં કર્મ બાંધ્યું હતું; પછી જ્યારે તેને અહિતરૂપ જાણીને તેના પ્રત્યે મમત્વ છોડયું અને તેના ફળમાં લીન ન થયો, ત્યારે ભૂતકાળમાં જે કર્મ બાંધ્યું હતું તે નહિ બાંધ્યા સમાન મિથ્યા જ છે.' અર્થ સ્પષ્ટ છે. એમ કે પૂર્વે કર્મ બાંધ્યું હતું તે હું નહિ, અને તેનું ફળ આવ્યું તે પણ હું નહિ–એમ જાણી તેનું મમત્વ છોડી દીધું અને સ્વસ્વરૂપમાં લીન રહ્યો તો જે કર્મ બાંધ્યું હતું તે નહિ બાંધ્યા સમાન મિથ્યા જ થયું. લ્યો, આવી પ્રતિક્રમણની વિધિ છે.
‘આ રીતે પ્રતિક્રમણ-૫ (અર્થાત્ પ્રતિક્રમણનો વિધિ ) સમાસ થયો.'
હવે ટીકામાં આલોચના-કલ્પ કહે છેઃ
‘હું (વર્તમાનમાં કર્મ) કરતો નથી, કરાવતો નથી, અન્ય કરતો હોય તેને અનુમોદતો નથી, મનથી, વચનથી અને કાયાથી ૧.’
આ પ્રમાણે સર્વ ૪૯ ભંગ સમજવા. (મૂળ પાઠમાંથી સમજવા)
(આ રીતે પ્રતિક્રમણના જેવા જ આલોચનામાં પણ ૪૯ ભંગ કહ્યા )
*
*
*
હવે આ કથનના કળશરૂપે કાવ્ય કહે છે:
* કળશ ૨૨૭ : શ્લોકાર્થ ઉ૫૨નું પ્રવચન *
(નિશ્ચય ચારિત્રને અંગીકાર કરનાર કહે છે કે) ‘મોહવિલાસવિતૃસ્મૃિતમ્ વગ્ હવત્ ર્ન' મોહના વિલાસથી ફેલાયેલું જે ઉદયમાન (ઉદયમાં આવતું) કર્મ ‘સતર્ આલોવ્ય' તે સમસ્તને આલોચીને (−તે સર્વ કર્મની આલોચના કરીને-) ‘નિર્મનિ ચૈતન્ય-આત્મનિ આત્મનિ આત્મના નિત્યમ્ વર્તે' હું નિષ્કર્મ (અર્થાત્ સર્વ કર્મોથી રહિત ) ચૈતન્યસ્વરૂપ આત્મામાં આત્માથી જ (-પોતાથી જ) નિરંતર વર્તુ છું.
જુઓ, સમ્યગ્દષ્ટિ જ્ઞાની પુરુષ, તેને જે દયા, દાન, ભક્તિ આદિ વિકલ્પ આવે
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
Page #134
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૮ : પ્રવચન રત્નાકર ભાગ-૧) છે તેનો કર્તા નથી, જ્ઞાતા-દષ્ટા છે. અહા! પોતાને રાગનો કર્તા માને એ તો મિથ્યાદષ્ટિ છે ભાઈ ! ધર્માત્મા તો રાગને મોહનો વિલાસ જાણે છે. શુભાશુભ ભાવ એ મોહનો વિલાસ છે ભાઈ ! એ પુદ્ગલનો વિલાસ છે, એ કાંઈ જીવવિલાસ નથી. ધર્મી જીવ અને કાંઈ ચૈતન્યનો વિલાસ જાણતા નથી, પોતાની ચીજ જાણતા નથી. આ ભક્તિકાળે તેને જે ભગવાન પ્રતિ રાગ થાય છે તેને તે ય જાણે છે. જેમ અંદર જ્ઞાયકસ્વરૂપનો તેને આદર છે તેમ રાગનો તેને આદર નથી. શુભરાગ આવે ખરો, પણ તેને તે હેય જ જાણે છે, અહીં તો એથીય વિશેષ ચારિત્રવત પુરુષને રાગનો અભાવ વર્તે છે, રાગ થતો જ નથી એની વાત કરે છે.
જુઓ, ચોથા ગુણસ્થાનમાં સમ્યગ્દષ્ટિને અતીન્દ્રિય આનંદના સ્વાદની માત્ર ઝલક આવે છે. જ્યારે ચારિત્રવત મુનિરાજને તો વિશેષ સ્વરૂપ-રમણતા થવાથી અતીન્દ્રિય આનંદની ભરતી આવે છે, તેને પ્રચુર આનંદ હોય છે. અહાહા....! મુનિરાજ જાણે અકષાયી શાન્તિનો પિંડ! ' અરેઅનંતકાળથી અજ્ઞાની જીવે રાગનું આચરણ કરી-કરીને પોતાને ધર્મ થાય છે એમ માન્યું છે. પણ તે છેતરાઈ રહ્યો છે ભાઈ ! મારગ એવો નથી બાપા! રાગથી લાભ થવાનું માનીને તે તારા ચૈતન્યને હણી નાખ્યું છે, ઘાયલ કર્યું છે ભાઈ! પાછો વળ બાપુ! જો, અહીં ધર્મી પુરુષ શું કહે છે કે-મોહુના વિલાસથી ફેલાયેલું જે ઉદયમાં આવતું કર્મ તે સમસ્તની આલોચના કરીને નિષ્કર્મ ચૈતન્યસ્વરૂપ આત્મામાં આત્માથી જ નિરંતર વર્તુ છું. સમસ્ત કર્મને આલોચું છું. એટલે શું? કે તેનાથી ભિન્ન પડીને અંદર સ્વસ્વરૂપમાં લીન થાઉં છું. અહા! તે ઉદયમાન કર્મ મારી ચીજ નથી એમ જાણી નિષ્કર્મ એવા સ્વસ્વરૂપમાં જ નિરંતર વર્તુ છું. લ્યો, આવી વાત! હવે લોકોને બિચારાઓને સત્ય સાંભળવા મળ્યું ન હોય એટલે વિરોધ કરે, પણ ભાઈ ! જૈન પરમેશ્વરે વીતરાગભાવને જ ધર્મ કહ્યો છે. રાગને ધર્મ માને એ તો આત્મઘાતી મહાપાપી છે.
પ્રશ્ન- તો શાસ્ત્રોમાં ભગવાનની ભક્તિ, સ્તુતિ, દર્શન, પૂજા કરવાં ને વ્રત, તપ આચરવાં વગેરેનું વિધાન છે ને?
સમાધાનઃ- હા, છે; પણ એ બધાં વ્યવહારનાં કથન છે બાપુ! ધર્મી પુરુષોને તે તે ભાવો યથાસંભવ આવે છે તેનું ત્યાં શાસ્ત્રોમાં વિધાન છે. ધર્મ-પરિણતિની સાથે બિહારમાં સહુચરપણે નિમિત્ત કેવું હોય છે તેનું જ્ઞાન કરાવવા ત્યાં નિમિત્તની મુખ્યતાથી કથન કરેલું હોય છે, પણ એ (-શુભરાગ ) કાંઈ એના સમ્યગ્દર્શનનું કે ધર્મનું વાસ્તવિક કારણ નથી. ભાઈ ! તે યથાર્થમાં ધર્માચરણ નથી, ધર્મનું કારણ પણ નથી. બાહ્ય લક્ષથી જો સમ્યગ્દર્શન થાય તો સમોસરણમાં તો એ અનંતવાર ગયો છે, છતાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #135
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૮૭ થી ૩૮૯ : ૧૧૯ કેવળી આગળ રહી ગયો કોરો-એવી જ એની દશા છે; કેમકે ત્યાં જઈને પણ તેણે રાગની ક્રિયાને ધર્મ માની મિથ્યાત્વનું જ સેવન કર્યું રાખ્યું છે. વાસ્તવમાં રાગથી ભિન્ન પડીને પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપમાં રમે, ઠરે તે સમ્યગ્દર્શન અને ધર્મ છે, અને તે આલોચના છે. આવી વાત છે.
અત્યારે તો કોઈ પાંચ-દસ કરોડનો આસામી હોય અને પાંચ-દસ લાખનું દાન આપે એટલે લોકો તેને “ધર્મ ધુરંધર' નું બિરૂદ આપે, એને “દાનવીર' કહે. અરે ભાઈ ! દાન આપવાની ક્રિયા વખતે કદાચિત્ જો તેને રાગની મંદતા કરી હોય તો તે શુભ ભાવથી તેને પુણ્ય બંધાય બસ એટલું. બાકી એ શુભભાવ છે એ તો વિકાર છે, ઝેર છે એમ જાણી ધર્મી જીવ તો તે રાગથી પાછો હુઠી જાય છે, અર્થાત્ નિવૃત્ત થઈ પોતાના ચૈતન્યસ્વરૂપમાં પોતાથી જ લીન થઈ જાય છે. “પોતાથી જ' એટલે શું? કે જે વ્યવહારરત્નત્રયનો વિકલ્પ છે એનાથી નહિ, પણ એનાથી ભિન્ન પડી અંતરસન્મુખ ઉપયોગ વડે લીન થાય છે એમ વાત છે. મારગ તો આ એક જ છે ભાઈ ! શ્રીમદે કહ્યું છે ને કે
એક હોય ત્રણ કાળમાં પરમારથનો પંથ;
પ્રેરે તે પરમાર્થને, તે વ્યવહાર સમંત. અરે ભાઈ ! તારું જ્ઞાયકતત્ત્વ અંદર જુદું છે, ને પુણ્ય-પાપના ભાવ અર્થાત્ આસવ તત્ત્વ ભિન્ન છે. એ આસ્રવ તત્વ કાંઈ ધર્મ તત્ત્વ અથવા સંવર-નિર્જરા તત્ત્વ નથી. અહીં ! તે આસ્રવ તત્ત્વ ભગવાન જ્ઞાયક સાથે એકમેક નથી, તદ્રુપ નથી. અહા! આમ જાણી પ્રચુર આનંદના સ્વામી ચારિત્રવંત ભાવલિંગી મુનિવર એમ અનુભવે છે કે-“હું તો ચૈતન્યસ્વરૂપ આત્મામાં આત્માથી જ નિરંતર વર્તુ છું, રાગ થાય એ તો બધો મોહનો વિલાસ છે, મારે એનાથી કાંઈ (સંબંધ) નથી.” લ્યો, આ આલોચના છે.
* કળશ ૨૨૭: ભાવાર્થ ઉપરનું પ્રવચન * વર્તમાન કાળમાં કર્મનો ઉદય આવે તેના વિષે જ્ઞાની એમ વિચારે છે કે- પૂર્વે જે કર્મ બાંધ્યું હતું તેનું આ કાર્ય છે, મારું તો આ કાર્ય નથી. હું આનો કર્તા નથી, હું તો શુદ્ધ ચૈતન્યમાત્ર આત્મા છું. તેની દર્શનજ્ઞાનરૂપ પ્રવૃત્તિ છે. તે દર્શનજ્ઞાનરૂપ પ્રવૃત્તિ વડે હું આ ઉદયમાં આવેલા કર્મનો દેખનાર-જાણનાર છું. મારા સ્વરૂપમાં જ હું વર્તુ છું. આવું અનુભવન કરવું તે જ નિશ્ચયચારિત્ર છે.'
દયા, દાન આદિ જે પરિણામ થાય, તે પૂર્વે જે કર્મ બાંધ્યું હતું તેનું કાર્ય છે-એમ ધર્મી માને છે. રાગનું જરી પરિણમન છે પણ તે પોતાનું કાર્ય નથી એમ ધર્મી વિચારે છે. આ દષ્ટિની પ્રધાનતાથી વાત છે. જ્ઞાનની અપેક્ષાએ જુઓ તો રાગનું
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #136
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૦ : પ્રવચન રત્નાકર ભાગ-૧) પરિણમન છે તેનો પોતે કર્તા છે એમ જાણે; કરવા લાયક છે એમ નહિ, રાગની એને રુચિ છે એમ નહિ, પણ પરિણમન છે તે અપેક્ષાએ તે કર્તા છે. અરે, રાગની રુચિ છે એ જીવ તો મિથ્યાદષ્ટિ છે, તે વીતરાગ પરમેશ્વરની આજ્ઞા જાણતો નથી. ' અરે! અજ્ઞાની શુભભાવ કરે ત્યાં રાજીરાજી થઈ જાય અને ફુલાઈ જાય કે મેં ધર્મ કર્યો, અરે ભાઈ ! એ ધર્મ નથી, પણ ધર્મના નામે બધી ધમાધમ છે. ધર્મ વસ્તુ તો અંદરની ચીજ છે અને લોકો રોકાઈ ગયા છે બહારની ધામધૂમમાં, -એમ કે દાન કરો ને ભક્તિ કરો ને વ્રત કરો ને તપ કરો, પણ ભાઈ ! એ બધી ક્રિયાઓ રાગની છે, બંધનનો મારગ છે. તેને જે કર્તવ્ય માને, ભલી માને તેને જૈન પરમેશ્વર જૈન કહેતા નથી. જુઓ, આ શું કહે છે? કે ધર્મી જીવ એમ જાણે છે કે શુભાશુભ કર્મ મારું કાર્ય નથી, હું તેનો કર્તા નથી કેમકે હું તો શુદ્ધ ચૈતન્યમાત્ર વસ્તુ છું, જ્ઞાતા-દ્રષ્ટા છું.
ભાઈ ! શરીરની ક્રિયા થાય એ તો જડની જડરૂપ છે. પણ દયા, દાન, વ્રત, ભક્તિ આદિની જે ક્રિયા થાય તે પણ મારી–ચૈતન્યની ક્રિયા નહિ. અહા ! હું તો શુદ્ધ ચૈતન્યમાત્ર વસ્તુ છું, એમાં રાગનું કરવાપણું ક્યાં છે? ધર્મી પુરુષ કહે છે-રાગથી માંડીને બીજી બધી ચીજો મારા જ્ઞાનમાં પરયપણે જાણવા લાયક છે. અહા! તે ચીજો મારી છે એમ હું કેમ માનું? ન જ માનું.
ભાઈ ! શુભરાગ પણ મારો છે એમ માને તે જૈન નથી, તે અન્યમતી છે, અજ્ઞાની છે. હવે આવી વાત બહુ આકરી લાગે પણ શું થાય? ભગવાન કેવળીની દિવ્યધ્વનિ – ઉૐધ્વનિ છૂટી તેમાં આ વાત આવી છે. તે વાણી સુણી સંતોએ આ શાસ્ત્ર રચ્યાં છે. તેમાં કહે છે કે-શુભાશુભ કર્મ તે મારું કાર્ય નથી. હું તો જ્ઞાતા દષ્ટા માત્ર છે. દર્શનજ્ઞાનરૂપ પ્રવૃત્તિ મારી છે, પરંતુ રાગ થાય તે મારી પ્રવૃત્તિ નથી.
અહા ! દ્રવ્ય શુદ્ધ, ગુણ શુદ્ધ અને જાણવા-દેખવારૂપ પર્યાય પણ શુદ્ધ. વચ્ચે વિકલ્પ ઉઠ તે, ધર્મી કહે છે, મારું કાર્ય નથી. હું તો દર્શનશાનરૂપ પ્રવૃત્તિ વડે આ ઉદયમાં આવેલાં કર્મોનો માત્ર દેખનાર-જાણનાર છું. હું તો નિજ સ્વરૂપમાં જ વર્તુ છું. લ્યો, આવું અનુભવન કરવું એનું નામ નિશ્ચયચારિત્ર છે. ચારિત્ર કોને કહેવાય? ભાઈ ! તને ખબર નથી; જેમાં પુણ્ય-પાપના ભાવ ઉત્પન્ન જ ન થાય અને ઉપયોગ સ્વરૂપમાં જામી જાય તેને વીતરાગદેવે ચારિત્ર કહ્યું છે. અહાહા...! જેમાં અતીન્દ્રિય આનંદની ભરતી (બાઢ) આવે તેને ચારિત્ર કહે છે.
ભાઈ ! જ્યાં તું નથી ત્યાંથી ખસી જા, ને જ્યાં તું છો ત્યાં જા અને ત્યાં જ ઠરી જા-બસ આ જ મારગ છે. અરે! અજ્ઞાની જીવો કસ્તુરી મૃગની જેમ, પોતાના જ્ઞાનાનંદસ્વરૂપને ભૂલીને સુખ કાજે બહારના વિષયો ભણી આંધળી દોટ લગાવ્યા કરે છે,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #137
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૮૭ થી ૩૮૯ : ૧૨૧ પણ ભાઈ ! એ તો બધી દુઃખભરી જ દોટ છે. અરે ! આ કાળમાં વિષયોની બહુલતા છે, અધિકતા છે. પરમાત્મ પ્રકાશમાં (ગાથા ૧૩૯માં) આવે છે કે- આ પંચમકાળમાં દેવોનું આવાગમન થતું નથી, કોઈ અતિશય જોવામાં આવતો નથી, કેવળજ્ઞાન થતું નથી અને હલધર, ચક્રધર આદિનો અભાવ છે. આવા દૂષમકાળમાં કોઈ ભવ્ય જીવો વિષયોથી હુઠી, રાગથી હુઠી યતિ, શ્રાવકના ધર્મને ધારણ કરે છે તે આશ્ચર્ય છે, અર્થાત્ તેવા પુરુષોને ધન્ય છે, અહા ! દુર્લભ છતાં મારગ તો સ્વસ્વરૂપના અનુભવરૂપ આ જ છે ભાઈ !
આ રીતે આલોચના-કલ્પ સમાપ્ત થયો. હવે ટીકામાં પ્રત્યાખ્યાન-કલ્પ અર્થાત્ પ્રત્યાખ્યાનનો વિધિ કહે છે:(પ્રત્યાખ્યાન કરનાર કહે છે કે:-).
હું (ભવિષ્યમાં કર્મ) કરીશ નહિ, કરાવીશ નહિ, અન્ય કરતો હોય તેને અનુમોદીશ નહિ, મનથી, વચનથી તથા કાયાથી. ૧.”
જુઓ, ધર્માત્મા કહે છે કે હું ભવિષ્યમાં શુભભાવ કરીશ નહિ. અહા! હું તો શુદ્ધ ચૈતન્યમૂર્તિ જ્ઞાનદર્શનસ્વરૂપ પ્રભુ આત્મા છું, તેમાં લીન થઈ હું આ જ્ઞાનદર્શનની પરિણતિસ્વરૂપ વર્તુ છું. લ્યો, આ પ્રત્યાખ્યાન છે, ચારિત્ર છે. ભાઈ ! આ તો વાતે વાતે ફેર છે બાપા! આવે છે ને કે
આનંદ કહે પરમાનંદા, માણસ માણસે ફર;
એક લાખે ના મળે, એક ત્રાંબિયાના તેર. એમ વીતરાગ કહે છે –તારે ને મારે વાતે વાતે ફેર છે. અહા ! તું ક્યાંય શુભાશુભ રાગમાં Sચાઈ પડ્યો છો ને મારગ ક્યાંય બાજુ પર રહી ગયો છે. ભાઈ ! અહીં તારા હિતની આ વાત છે તે જરા ધ્યાન દઈ સાંભળ.
અહા! ધર્મી જીવ કહે છે-હું ભવિષ્યમાં શુભાશુભ કર્મ કરીશ નહિ, કરાવીશ નહિ અને અન્ય કરતો હોય તેને અનુમોદીશ નહિ, મનથી, વચનથી ને કાયાથી. આમ નવકોટિની વાત આ પહેલા બોલમાં લીધી છે.
પ્રશ્ન- કોઈ બ્રહ્મચર્ય અંગીકાર કરે તેની અનુમોદના કરીએ તે શું છે?
ઉત્તર:- એ શુભભાવ છે. પાપથી બચવા પુરતો તે ભાવ આવે, પણ તે કાંઈ ધર્મ નથી. અહીં તો ભાઈ! પહેલેથી જ કહેતા આવ્યા છીએ કે શુદ્ધોપયોગ સિવાયનો કોઈ (શુભ કે અશુભ) પરિણામ ધર્મ નથી. જુઓ, બેંગલોરમાં બે ભાઈઓએ મળીને રૂપિયા બાર લાખના ખર્ચે જિનમંદિરનું નિર્માણ કર્યું છે. તેમને પણ કહ્યું હતું કે આ શુભભાવ છે,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #138
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૨ : પ્રવચન રત્નાકર ભાગ-૧) એનાથી પુણ્ય બંધાશે, ધર્મ નહિ થાય. અશુભભાવથી બચવા ધર્મી જીવને પણ યથાસંભવ શુભભાવ આવે ખરો, પણ તે ધર્મસ્વરૂપ નથી. શુભાશુભથી રહિત થઈને અંદર સ્વરૂપમાં રમવું-ઠરવું એનું નામ ધર્મ છે.
શુદ્ધ આત્માસ્વરૂપનું ભાન થયા પછી, ધર્માત્માને અશુભથી નિવર્તવારૂપ શુભભાવ આવે છે, તેને વ્યવહારથી ઠીક પણ કહીએ છીએ, પણ નિશ્ચયે તો તે અઠીક જ છે, હેયછોડવાલાયક જ છે. આવી માન્યતા સમ્યગ્દર્શનની ભૂમિકામાં સાધકને દઢપણે થયેલી જ હોય છે. હવે અહીં તો એનાથી આગળ વાત છે.
એક સમયની પર્યાયમાં જે શુભાશુભરૂપ વિકૃતભાવ છે, તેનું લક્ષ છોડીને અંદર જુઓ તો અહા! અંદર અનંતગુણના રસથી ભરેલું શુદ્ધ ચૈતન્યદળ મહા પવિત્ર પડેલું છે. તેની દષ્ટિપૂર્વક તેમાં સ્થિર થઈ રમતાં શુદ્ધોપયોગનું આચરણ થાય છે અને અશુદ્ધોપયોગ છૂટી જાય છે. આનું નામ પ્રત્યાખ્યાન છે. અહા! આવી રીતે જ શુદ્ધોપયોગમાં રમતાં રમતાં ઉગ્ર-અતિ ઉગ્ર આશ્રય થયે કેવળજ્ઞાન પ્રગટ થાય છે. ભાઈ ! આ બહુ ધીરજ અને શાન્તિનું કામ છે.
અહીં આ પ્રમાણે બધા ૪૯ ભંગ પાઠમાં બતાવ્યા પ્રમાણે સમજવા.
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે:
* કળશ ૨૨૮: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * (પ્રત્યાખ્યાન કરનાર જ્ઞાની કહે છે કે-) “ભવિષ્યત સમસ્ત ” પ્રત્યારથાય' ભવિષ્યના સમસ્ત કર્મને પચખીને (-ત્યાગીને) “ નિરસ્ત–સમ્મો: નિષ્પર્મણિ ચૈતન્યમાત્મનિ માત્મનિ માત્મના નિત્યમ વર્તે' જેનો મોહ નષ્ટ થયો છે એવો હું નિષ્કર્મ (અર્થાત્ સર્વ કર્મોથી રહિત) ચૈતન્યસ્વરૂપ આત્મામાં આત્માથી જ (-પોતાથી જ નિરંતર વર્તુ છું )
આત્માનાં શ્રદ્ધાન-જ્ઞાન થયા પછી પચખાણ કરવામાં અંદરનો ઘણો પુરુષાર્થ જોઈએ. શુદ્ધ-ઉપયોગમાં ઉગ્રપણે અંદર રમે એનું નામ પ્રત્યાખ્યાન છે. દયા, દાન-વ્રત, ભક્તિ ઈત્યાદિના વિકલ્પ ઉઠ એ તો ખરેખર અપ્રત્યાખ્યાન છે, અશુદ્ધતા છે. તેનાથી ભિન્ન પડી અંદર ઉપયોગ શુદ્ધ ચૈતન્યમાત્ર ભાવમાં રમે તે પ્રત્યાખ્યાન છે.
૪૭ શક્તિઓમાં એક અભાવ નામની આત્માની શક્તિ છે. રાગ અને કર્મના અભાવસ્વભાવસ્વરૂપ એક અભાવ નામની આત્મામાં શક્તિ છે. અશુદ્ધતા અર્થાત્ કર્મપણે ન થાય એવી આત્મામાં અભાવ નામની શક્તિ છે. છતાં નિમિત્ત વશ થતાં અવસ્થા વિકૃત થાય છે. સમ્યગ્દષ્ટિ જ્ઞાતા રહીને તેને પરયપણે માત્ર જાણે છે, વિકૃત દશા
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #139
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૮૭ થી ૩૮૯ : ૧૨૩ મારી છે એમ તે માનતો નથી. અહીં એથી વિશેષ વાત છે કે ભવિષ્યમાં હું સમસ્ત કર્મ કરીશ નહિ, કરાવીશ નહિ, અનુમોદીશ નહિ-મનથી, વચનથી ને કાયાથી –એમ ધર્માત્મા સર્વ કર્મથી છૂટો પડી સ્વસમ્મુખતા દ્વારા શુદ્ધોપયોગરૂપ પરિણમનમાં સ્થિર થાય છે, સ્વસ્વરૂપમાં જ ઉપયોગને રમાવે છે. આનું નામ પચખાણ છે, ચારિત્ર છે, સ્વસ્વરૂપમાં ચરવું, રમવું, ઠરવું એનું નામ ચારિત્ર છે.
' અરે! અનાદિથી એ અવળે રસ્તે ચઢી ગયો છે. તે પંચમહાવ્રતના ને શરીરની નગ્નદશાના પરિણામને ચારિત્ર માની શુભ રાગના સેવનમાં-આચરણમાં ચઢી ગયો છે. પરંતુ ભાઈ ! જેમ અશુભ રાગ અશુચિ છે તેમ શુભરાગ પણ અશુચિ જ છે, જેમ અશુભ ભાવ દુઃખરૂપ છે તેમ શુભભાવ પણ આકુળતારૂપ જ છે. એક શુદ્ધોપયોગરૂપ પરિણામ જ પવિત્ર અને નિરાકુળ છે. અહાહા...! આત્મા અંદર અતીન્દ્રિય આનંદનો સાગર પવિત્રતાનો પિંડ પ્રભુ છે. ઉપયોગને ત્યાં જ સ્થિર કરી તેમાં જ રમવું-ચરવું તેનું નામ પચખાણ અને ચારિત્ર છે.
જેને રાગની રુચિ છે તેને તો સમ્યગ્દર્શન જ નથી, પછી પચખાણ તો ક્યાંથી હોય? ન હોય. અહીં તો રાગથી ખસીને સ્વરૂપની રમણતામાં જોડાયેલ છે એવો જ્ઞાની પુરુષ કહે છે-ભવિષ્યના સમસ્ત શુભાશુભ કર્મને ત્યાગીને જેનો મોહ નષ્ટ થયો છે એવો હું નિષ્કર્મ ચૈતન્યસ્વરૂપમાં પોતાથી જ નિરંતર વર્તુ છું. અહીં ! ભગવાન આત્મા સ્વરૂપથી જ નિષ્કર્મ-નિરાગ-નિર્દોષ સ્વરૂપ છે. અહીં કર્યું છે–એવા આત્મામાં આત્માથી જપોતાથી જ હું લીન રહી નિરંતર વર્તુ છું. એટલે શું? કે આવી નિર્મળ શુદ્ધોપયોગરૂપ દશા વર્તે તેમાં વ્યવહારની –દયા, દાન, વ્રત આદિની કોઈ અપેક્ષા છે એમ નથી.
તો શું દયા, દાન, વ્રતાદિના પરિણામ કાંઈ જ ઉપયોગી નથી?
ઉત્તર- ના, કાંઈ જ ઉપયોગી નથી; શુદ્ધોપયોગરૂપ નિર્મળ પરિણતિ થવામાં તેઓ કાંઈ ઉપયોગી નથી, બલ્ક તેમ થવામાં તેમનો અભાવ જ થવો ઈષ્ટ છે. ધર્માત્માને વ્રતાદિના પરિણામ હોતા નથી એમ વાત નથી, પણ તેનો (વ્રતાદિના રાગનો) અભાવ કરીને જ તે ઉપર ઉપરની ભૂમિકાએ ચઢે છે. આવી વાત છે. સમજાણું કાંઈ....?
એ તો આવી ગયું (ગાથા ૧૭-૧૮માં) કે અજ્ઞાનીને (આબાળ-ગોપાળ સૌને) તેની જ્ઞાનની દશામાં ભગવાન આત્મા જણાય છે તો પણ તેની દષ્ટિ-રુચિ જ ત્યાં હોતી નથી, તેની દષ્ટિ-રુચિ દયા, દાન, વ્રત આદિના રાગમાં પડેલી હોય છે અને તેથી રાગને જ નિજ સ્વરૂપ માની અજ્ઞાની થયો થકો રાગના આચરણમાં સંતુષ્ટ રહે છે, પણ જ્ઞાનીને તે રાગની કાંઈ જ કિંમત નથી.
અરે, જુઓ તો ખરા! આઠ આઠ વરસની બાળાઓ કાંઈ પણ તત્ત્વને સમજ્યા
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #140
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
૧૨૪ : પ્રવચન રત્નાકર ભાગ-૧૦
વિના બહા૨માં સામાયિક, પ્રતિક્રમણ આદિ કરે છે, અને કોઈ શેઠિયા પ્રભાવના-લ્હાણી આપે તે લઈ, મને ધર્મ થયો છે એમ માની રાજી થાય છે. ઓલા શેઠિયા પણ પોતાને ધર્મ થયો માને હોં. પણ ભાઈ ! ધર્મનું આવું સ્વરૂપ નથી. સામાયિક કોને કહીએ બાપુ! જેમાં સમતા અને વીતરાગતાનો લાભ થાય એનું નામ સામાયિક છે.
ભાઈ! ધર્મનો પંથ તદ્દન જુદો છે બાપુ! આવા બહારના ક્રિયાકાંડ તો એણે અનંતવાર કીધા છે, પણ એથી શું લાભ ? આ તો સર્વ ક્રિયાકાંડના રાગને છોડી શુદ્ધ એક ચૈતન્યસ્વરૂપમાં ઠરે તેને પચખાણ કહે છે અને તે ચારિત્ર છે. ભાઈ! એક સમયનું પચખાણ અનંત અનંત ભવને છેદી નાખે એવી એ અલૌકિક ચીજ છે. અહા! એની શી વાત ! સ્વરૂપમાં ઠરી જાય એની શી વાત! એ તો અદ્દભુત આનંદકારી અલૌકિક દશા છે. * કળશ ૨૨૮ : ભાવાર્થ ઉ૫૨નું પ્રવચન *
‘નિશ્ચય ચારિત્રમાં પ્રત્યાખ્યાનનું વિધાન એવું છે કે- સમસ્ત આગામી કર્મોથી રહિત, ચૈતન્યની પ્રવૃત્તિરૂપ (પોતાના ) શુદ્ધોપયોગમાં વર્તવું તે પ્રત્યાખ્યાન. તેથી જ્ઞાની આગામી સમસ્ત કર્મોનું પ્રત્યાખ્યાન કરીને પોતાના ચૈતન્યસ્વરૂપમાં વર્તે છે.’
અહાહા....! જોયું ? ધર્મી કહે છે- હું સદાય શુદ્ધ-ઉપયોગમાં વર્તુ છું બેનના વચનામૃતમાં આવે છે ને કે-જેમ કંચનને કાટ ન હોય, અગ્નિમાં ઉધઈ ન હોય તેમ આત્મામાં અશુદ્ધિ, ઊણપ કે આવરણ નથી. અહા! આવો પૂર્ણાનંદનો નાથ શુદ્ધ ચૈતન્યપૂર્ણ પ્રભુ આત્મા છે અહાહા..? તેમાં એકાકાર લીન થઈ શુદ્ધોપયોગમાં વર્તવું રમવું તે પચખાણ છે. જ્ઞાની ધર્માત્મા પુરુષ આગામી સમસ્ત કર્મોને પચખીને ત્યાગીને પોતાના શુદ્ધ એક ચૈતન્યસ્વરૂપમાં વર્તે છે, એક શુદ્ધોપયોગ પણે રહે છે હવે કહે છે
‘અહીં તાત્પર્ય આ પ્રમાણે જાણવું:- વ્યવહાર ચારિત્રમાં તો પ્રતિજ્ઞામાં જે દોષ લાગે તેનું પ્રતિક્રમણ, આલોચના તથા પ્રત્યાખ્યાન હોય છે. અહીં નિશ્ચયચારિત્રનું પ્રધાનપણે કથન હોવાથી શુદ્ધોપયોગથી વિપરીત સર્વ કર્મો આત્માના દોષસ્વરૂપ છે. તે સર્વ કર્મચેતનાસ્વરૂપ પરિણામોનું– ત્રણેકાળનાં કર્મોનું -પ્રતિક્રમણ, આલોચના તથા પ્રત્યાખ્યાન કરીને જ્ઞાની સર્વ કર્મચેતનાથી જુદા પોતાના શુદ્ધોપયોગરૂપ આત્માનાં જ્ઞાનશ્રદ્ધાન વડે અને તેમાં સ્થિર થવાના વિધાન વડે નિષ્પ્રમાદ દશાને પ્રાપ્ત થઈ, શ્રેણી ચડી, કેવળજ્ઞાન ઉપજાવવાની સન્મુખ થાય છે, આ જ્ઞાનીનું કાર્ય છે.'
જુઓ, શું કહે છે ? કે વ્યવહાર ચારિત્રમાં તો પ્રતિજ્ઞામાં જે દોષ લાગે તેનું પ્રતિક્રમણ વગેરે હોય છે. અહા! આ શુભભાવરૂપ હોય છે અને તે પુણ્યબંધનું કારણ છે પણ અહીં, કહે છે, નિશ્ચયચારિત્રની પ્રધાનતાથી વાત છે. તેથી શુદ્ધોપયોગથી વિપરીત
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
Page #141
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૮૭ થી ૩૮૯ : ૧૨૫ સર્વકર્મો આત્માના દોષસ્વરૂપ છે એમ કહે છે. જોયું? સર્વ કર્મો અર્થાત્ સર્વ ક્રિયાકાંડ શુદ્ધોપયોગથી વિપરીત છે અને તે આત્માના દોષસ્વરૂપ છે. ભાઈ ! આ વ્યવહાર પ્રતિક્રમણ વગેરે દોષસ્વરૂપ છે, લોકો અને ધર્મ માને છે ને ? અહીં કર્યું છે તે દોષસ્વરૂપ છે, કર્મચેતના સ્વરૂપ છે. લોકોને બેસે કે ન બેસે, આ વસ્તુસ્વરૂપ છે ભાઈ ! અંદર વસ્તુમાં સર્વશક્તિ ભરી છે તેમાંથી સર્વજ્ઞપદ પ્રગટ થાય છે, કાંઈ બહારથી (રાગમાંથી) તે પ્રગટ થતું નથી. એ તો પ્રાપ્તની પ્રાપ્તિ છે. પોતાના શુદ્ધસ્વરૂપમાં લીનતા-રમણતા કરે તે શુદ્ધોપયોગ છે, તે સાચું ચારિત્ર છે અને પુણ્ય-પાપના સર્વ ભાવો દોષસ્વરૂપ છે, કર્મચેતના સ્વરૂપ છે, દયા, દાન, વ્રત, ભક્તિ આદિના ભાવ સર્વ શુદ્ધોપયોગથી વિપરીત હોવાથી દોષસ્વરૂપ છે, કર્મચેતના સ્વરૂપ છે. બાપુ! કોઈ દિ' સાંભળ્યું ન હોય એટલે આ કઠણ લાગે પણ સત્ય આ જ છે. સમજાણું કાંઈ....?
એ સર્વ કર્મચેતનાથી જુદા પોતાના શુદ્ધોપયોગરૂપ આત્માનાં જ્ઞાનશ્રદ્ધાન વડે અને તેમાં સ્થિર થવાના વિધાન વડે નિષ્પમાદ દશાને પ્રાપ્ત થઈ, શ્રેણી ચડી, કેવળજ્ઞાન ઉપજાવવાની સન્મુખ થાય છે તે જ્ઞાનીનું કાર્ય છે. જુઓ, આ જ્ઞાનીનું કાર્ય! અહાહા...! બરફની પાટની જેમ આત્મા શાન્તિ... શાન્તિ... શાન્તિ બસ શાન્તિરૂપ શીતળતાના સ્વભાવથી ભરેલી પાટ છે. તેમાં તન્મય થઈ ઠરી જાય, જામી જાય તે શુદ્ધોપયોગ છે. અહા! આવા જામેલા શુદ્ધોપયોગ વડે આત્મામાં સ્થિર થઈ, નિષ્પમાદ દશાને પ્રાપ્ત થઈ, શ્રેણી ચડી, કેવળજ્ઞાન ઉપજાવવાને સન્મુખ થવું તે ધર્મી-જ્ઞાનીનું કાર્ય છે.
આ રીતે પ્રત્યાખ્યાનકલ્પ સમાપ્ત થયો.
હવે સકળ કર્મના સંન્યાસની ભાવનાને નચાવવા વિષેનું કથન પૂર્ણ કરતાં, કળશરૂપ કાવ્ય કહે છે.
* કળશ ૨૨૯: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * (શુદ્ધનયનું આલંબન કરનાર કહે છે કે-) “રુતિ ઈવ' પૂર્વોક્ત રીતે નૈવાતિવમ્ સમસ્તે ' ત્રણે કાળનાં સમસ્ત કર્મોને ‘પા' દૂર કરીને –છોડીને, શુદ્ધનય-ગવર્નન્વી' શુદ્ધનયાવલંબી (અર્થાત્ શુદ્ધનયને અવલંબનાર) અને ‘વિત્રીન–મો:' (અર્થાત્ જેનું મિથ્યાત્વ નષ્ટ થયું છે) એવો હું ‘નથ’ હવે ‘વિઝારે: રહિત વિન્માત્રમ્ ગાત્માનમ્ (સર્વ) વિકારોથી રહિત ચૈતન્યમાત્ર આત્માને ‘ગવર્નન્વે’ અવલંબું છું.
અહાહા..! સમ્યગ્દર્શનપૂર્વક ચારિત્ર પ્રગટ કરવાની, સ્વસ્વરૂપમાં રમણતાની જેને ભાવના છે તે એમ જાણે-અનુભવે છે કેગયા કાળના પુણ્ય-પાપના ભાવ તે મારું સ્વરૂપ નથી, તેનાથી હું પાછો હુ છું; આ વર્તમાન કાળના પુણ્ય-પાપના ભાવ તે મારું સ્વરૂપ નથી, તેનાથી હું પાછો હુઠું છું તેમ જ ભવિષ્યકાળના જે પુણ્ય-પાપના
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #142
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧ર૬ : પ્રવચન રત્નાકર ભાગ-૧) ભાવ તે મારું સ્વરૂપ નથી, તેનાથી હું પાછો હઠું છું. આમ ત્રણે કાળના સમસ્ત શુભાશુભ દોષોને દૂર કરીને શુદ્ધનયાવલંબી અને વિલીનમોહ એવો હું સર્વ વિકારોથી રહિત શુદ્ધ ચૈતન્યમાત્ર આત્માને અવલંબું છું. મારો શુદ્ધ એક સચ્ચિદાનંદમય આત્મા છે તેને હું પ્રાપ્ત કરું છું. આવી વાત!
આ શરીર, મન, વાણી, ઈન્દ્રિય એ તો બધા જડ પદાર્થ પર છે. એને તો હું કોઈ દિ' અડયાય નથી. એ તો પ્રવચનસારમાં આવ્યું” તું સવારે કે, હું શરીર, મન, વાણી, ઈન્દ્રિયનો કર્તા નહિ, કારયિતા નહિ અને કર્તાનો અનુમંતા પણ નહિ. લ્યો, આવી વાત! અહીં કહે છે- ત્રણે કાળના જે પુણ્ય-પાપના ભાવ તે મારું કાર્ય નહિ, હું તેનાથી નિવતું છું. નિવત્ છું એ તો નાસ્તિથી ભાષા છે. અસ્તિમાં શું? તો કહે છે-હું મને-શુદ્ધ ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્માને અવલંબુ છું, પ્રાપ્ત થાઉં છું.
આ બધા કાર્યકર્તા નથી પાકતા દેશમાં? ધૂળેય કાર્યકર્તા નથી સાંભળને! એ પરનાં-જડનાં કાર્ય કોણ કરે? શું આત્મા કરે? એ તો પરને અડય નહિ તે પરમાં શું કરે? અહીં તો ધર્મી પુરુષ કહે છે–ત્રણે કાળનાં જે શુભાશુભ કર્મ-કર્મચેતનારૂપ પરિણામ -તે મારાં કાર્ય નહિ. હું તો શુદ્ધ ચૈતન્યમૂર્તિ પ્રભુ આત્મા છે તેને અવલંબું છું, તેને હું પ્રાપ્ત થાઉં છું. અહાહા.....! ત્રિકાળી અકષાયી શાંત-શાંત-શાંત એવા વીતરાગરસથીચૈતન્યરસથી ભરેલો અંદર હું ભગવાન છું તેને અવલંબુ છું. લ્યો, આ ધર્મી પુરુષનું કાર્ય ! અહા! જેમાં વ્યવહારનું આલંબન નથી એવી સ્વરૂપ રમણતાની આ વાત છે, કાર્ય પરમાત્મા થવાની આ વાત છે. સમજાણું કાંઈ...?
અહાહા..! ભગવાન! તું કોણ છો ? કેવડો છો ? અહાહા...! જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય, પ્રભુતા, સ્વચ્છતા આદિ અનંત શક્તિઓનો ભંડાર એવો શુદ્ધ ચૈતન્યનું દળ છો ને પ્રભુ! અહાહા...! એની મહિમાની શી વાત! ભગવાન સર્વશની વાણીમાં પણ પૂરી ન આવે એવો મહા મહિમાવંત પદાર્થ પ્રભુ તું છો. ધર્મી પુરુષ કહે છે- ત્રણે કાળના શુભાશુભ કર્મથી હુઠીને હું અંદર આવા અનંત મહિમાવંત નિજ સ્વરૂપને અવલંબુ છું. હવે હું એમાં જ એકાકાર થઈ વર્તુ છું. લ્યો, આનું નામ પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન અને આલોચના છે, અને આ ચારિત્ર છે.
અરે! આ પંચ મહાવ્રત તો અભવ્ય જીવ પણ પાળે છે. એ તો વિકલ્પ છે, આસ્રવ છે બાપા! તત્ત્વાર્થસૂત્રમાં એને આસ્રવ કહેલ છે. એ કાંઈ ચારિત્ર નથી. અહીં તેને આસ્રવ કહી બંધનું કારણ કહેલ છે. અહીં તો ત્રણે કાળના રાગનું આલંબન છોડી, આત્મા અંદરમાં ચૈતન્ય ચમત્કાર ચીજ પોતાની પડી છે તેને, કહે છે, હું અવલંબુ છું. અહાહા...! કેવી છે ચૈતન્ય ચમત્કાર ચીજ ? અહાહા..! ત્રણકાળ ત્રણ લોકને એક સમયમાં પૂર્ણપણે પ્રત્યક્ષ જાણે એવી કેવળજ્ઞાનની એક પર્યાય-એવી અનંતી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #143
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૮૭ થી ૩૮૯ : ૧૨૭ પર્યાયો અનંતકાળ સુધી થયા જ કરે છતાં તે એવી ને એવી રહે, એમાં કાંઈ ઘટ-વધ થાય નહિ એવી આશ્ચર્યકારી ચીજ એ છે. અહીં કહે છે-આવી મારી શુદ્ધ ચૈતન્ય ચમત્કાર ચીજને હું અવલંબું છું. અહા ! જેમાંથી કેવળજ્ઞાન પાકે એવી મારી ચીજને હું અવલંબું છું.
પ્રથમ શુદ્ધનયન આલંબન વડે ત્રિકાળી ધ્રુવ સ્વભાવને ગ્રહણ કર્યો છે; પણ હજી વ્યવહારના વિકલ્પ આવે છે. તેને છોડી દઈ, હવે કહે છે, શુદ્ધનયથી પૃથક કરેલા નિર્વિકાર શુદ્ધ ચૈતન્યને હું અવલંબું છું. હું શુદ્ધનયાવલંબી વિલીનમોહ એવો સર્વ વિકારોથી રહિત ચૈતન્યમાત્ર આત્માને અવલખું છું, એમ કે રાગ મારો છે એવો જે મિથ્યાત્વનો ભાવ તે મને નષ્ટ થઈ ગયો છે; દયા, દાન, વ્રતાદિના ભાવથી ધર્મ થાય એવો જે મિથ્યાત્વનો ભાવ તેનો નાશ થઈ ગયો છે, અને હવે મને શુદ્ધનયનું આલંબન છે, નિર્વિકાર શુદ્ધ ચૈતન્યનું જ આલંબન છે. આવી વાત! હવે એક કળશમાં કેટલું ભર્યું છે? ભાઈ ! ભાષા તો સાદી છે, ભાવ તો જે છે તે અતિ ગંભીર છે. અહો ! સર્વજ્ઞના કેડાયતી દિગંબર સંતોએ ગજબનાં કામ કર્યા છે. સર્વજ્ઞસ્વભાવ અલ્પકાળમાં પૂર્ણ પ્રગટ કરવાના છે ને? તેને અનુસરીને અહીં વાત કરી છે.
અહીં ત્રણ વાત કહી છે: ૧. ત્રણે કાળના સમસ્ત શુભાશુભ કર્મોથી હું હઠું છું. ૨. અંદર શુદ્ધ ચિદાનંદકંદ પ્રભુ હું છું તેને શુદ્ધનય વડે પ્રાપ્ત કરીને અવલંબું છું.
૩. મારો ચિન્માત્ર આત્મા જ, ચિસ્વભાવી આત્મા જ મારું આલંબન છે, રાગ મારું આલંબન નથી; કેમકે રાગ મારું સ્વરૂપ નથી, સ્વભાવ નથી.
પ્રથમ વિકારથી જુદો પાડીને ચિત્માત્ર ભગવાન આત્માને ગ્રહણ કર્યો હતો, પ્રાપ્ત કર્યો હતો; હવે સર્વ વિકારને છોડી સ્થિરતા દ્વારા આત્માને પ્રાપ્ત કરે છે. જેમાં એક ચિન્માત્ર આત્માનું જ આલંબન છે. આ ચારિત્ર છે.
અરે! શુક્લ લેશ્યાના પરિણામ વડે એ નવમી રૈવેયકમાં ઉપજ્યો, પણ મંદકષાયની ક્રિયાથી લાભ છે એવી દષ્ટિ (મિથ્યા) એને છૂટી નહિ ને એનું સંસાર પરિભ્રમણ મયું નહિ, એના કલેશનો અંત આવ્યો નહિ. છત્ઢાલામાં આવ્યું છે ને કે
મુનિવ્રતધાર અનંત વાર ગ્રીવક ઉપજાયો,
પૈ નિજ આતમજ્ઞાન વિના સુખ લેશ ન પાયો. ભાઈ ! આ વિપરીત માન્યતાને હવે છોડી દે. (એમ કે આ અવસર છે). હવે આવું સાંભળવાય ન મળે તે તત્ત્વને ક્યારે પામે? આવી વાત આ કાળમાં પ્રીતિથી જે સાંભળે છે તેમને ધન્ય છે. પદ્મનંદી પંચવિંશતિમાં આવે છે કે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #144
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૨૮ : પ્રવચન રત્નાકર ભાગ-૧)
तत्प्रति प्रीति चितेन येन वार्ताऽपि हि श्रुता।
निश्चितं स भवेद्भव्यो भावि निर्वाण भाजनम्।। ભાઈ ! સમ્યગ્દર્શન વિના ચારિત્ર નામ મુનિદશા હોતી નથી, એવો માર્ગ છે. અહીં તો સર્વ વિકારને છોડી ચૈતન્યમાત્ર આત્માને જ અવલંબે એનું નામ ચારિત્ર છે. એ જ કહ્યું અહીં કે- સર્વ વિકારોથી રહિત શુદ્ધ ચિત્માત્ર આત્માને અવલંબું છું; તેમાં જ લીન રહું છું. આવી વાત છે.
પંચેન્દ્રિયના વિષયો પ્રતિ જેને રાગ છે એ તો ઝેરના પ્યાલા જ પીએ છે, પણ દયા, દાન, વ્રતાદિના વિકલ્પો પ્રતિ જેને રાગ છે એય ઝેરના જ પ્યાલા પીએ છે, તેને અમૃતનો સ્વાદ નથી. અહાહા..! અમૃતનો સાગર તો અંદર આનંદનો નાથ પ્રભુ એકલા અમૃતથી પૂર્ણ ભરેલો પ્રભુ છે. અહા ! તને અવલંબી તેમાં જ લીન-સ્થિર થવું એ ભરપુર આનંદનો-અમૃતનો સ્વાદ છે અને તેને જ ભગવાન કેવળી ચારિત્ર કહે છે. આ સિવાય કોઈ ઘર છોડ ને દુકાન છોડ ને બાયડી-છોકરાં છોડ ને વસ્ત્ર છોડી નગ્ન થઈ વ્રત ધારણ કરે, પણ એ કાંઈ ચારિત્ર નથી. સમજાણું કાંઈ....?
હવે સકળ કર્મફળના સંન્યાસની ભાવનાને નચાવે છે:( ત્યાં પ્રથમ, તે કથનના સમુચ્ચય અર્થનું કાવ્ય કહે છે:-)
* કળશ ૨૩૦ : શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * (સમસ્ત કર્મફળની સંન્યાસ ભાવના કરનાર કહે છે કે-) “ર્મ–વિષ- ત$– નાનિ' કર્મરૂપી વિષવૃક્ષનાં ફળ “મમ મુ િમન્તરે પવ' મારા ભોગવ્યા વિના જ ‘વિયાતખ્ત' ખરી જાઓ: ‘ગદમ્ ચૈતન્ય—માત્માનમ્ ગાત્માનમ્ કવનં સન્વેતકે' હું (મારાં ) ચૈતન્ય સ્વરૂપ આત્માને નિશ્ચળપણે સંચેતું છું-અનુભવું છું.
જુઓ, જ્ઞાનાવરણાદિ આઠ કર્મ છે, તેના વિશેષ ભેદ ૧૪૮ છે. તે સમસ્ત કર્મફળના ત્યાગની ભાવના કરનાર ધર્માત્મા કહે છે કે-કર્મરૂપી વિષવૃક્ષનાં ફળ મારા ભોગવ્યા વિના જ ખરી જાઓ, જુઓ, શું કહે છે? સમસ્ત કર્મના ફળ વિષવૃક્ષનાં ફળ છે. આ તીર્થંકર પ્રકૃતિનું ફળ તે વિષવૃક્ષનું ફળ છે. આકરી વાત છે પ્રભુ! ધીરજ રાખીને વાત સાંભળવી. જ્ઞાનીને શુભભાવને લઈને તીર્થંકર ગોત્રકર્મ બંધાય છે. તે શુભભાવ ઝેર છે, જ્ઞાની તેનાથી પાછો હુઠી ગયો છે. હવે, પૂર્વે જે કર્મ બાંધ્યું હતું તેનું ફળ આવે તે પણ વિષતનું ફળ છે, તે ભોગવ્યા વિના જ ખરી જાઓ એમ જ્ઞાની કહે છે. કોઈને આ નવું લાગે પણ બાપુ ! આ તો અનાદિસિદ્ધ વીતરાગનો મારગ જ આ છે. અહાહા....! આનંદકંદ અમૃતનો સાગર પ્રભુ આત્મા પૂરણ આનંદ-અમૃતથી સર્વાગ ભરેલો છે. તેનું ફળ તો અતીન્દ્રિય આનંદનું વેદન છે. અહા ! આવા આનંદનો ભોક્તા જ્ઞાની કહે છે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #145
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૮૭ થી ૩૮૯ : ૧૨૯ કર્મરૂપી વિષવૃક્ષનાં ફળ મારા ભોગવ્યા વિના જ ખરી જાઓ, એ કર્મના ફળ સૌ વિષવૃક્ષનાં ફળ છે. આવી વાત!
વિદેહ ક્ષેત્રમાં સીમંધર સ્વામી તીર્થંકર પદમાં બિરાજે છે. એક કોડ પૂર્વનું આયુષ્ય છે, ને પાંચસો ધનુષ્યનું દેહમાન છે. હુજુ અબજો વર્ષનું આયુષ્ય બાકી છે, પછી મોક્ષપદ પામશે. ત્યાં ઇન્દ્રો ને ગણધરોની સભામાં ચાલી તે વાત અહીં આવી છે. તેમાં કહે છે-પૂર્વે શુભાશુભ ભાવથી જે કર્મ બંધાણાં તે વિષવૃક્ષનાં ફળ છે. પુણ્યના ફળમાં પાંચ-પચાસ લાખ મળે અને લોકો તેમાં સુખ માને તેમને કહે છે-એ બધાં વિષવૃક્ષનાં ફળ છે બાપા! તેમાં ધૂળેય સુખ નથી ભાઈ ! એના લક્ષ તને રાગ અને દુઃખ જ થશે. તને શું થયું છે. ભાઈ ! કે તેમાં તને સુખ ભાસે છે ?
સર્પ કરડયો હોય તેને ઝેર ચડે છે. જો લીમડાનાં કડવા પાન ચાવવાથી તે મીઠાં લાગે તો સમજવું કે તેને ઝેર ચઢી ગયું છે. તેમ પુણ્યના ફળમાં મોટી શેઠાઈ કે ઠકુરાઈનું પદ આવે તેમાં મીઠાશ લાગે ને મદ ચઢી જાય તો સમજવું કે તેને મિથ્યાત્વરૂપી સર્પ હસ્યો છે તેનું ઝેર ચઢી ગયું છે. ભાઈ ! કર્મના ફળ સર્વ વિષવૃક્ષનાં જ ફળ છે, તેમાં હોંશ કેવી ? તેમાં મીઠાશ કવી? અહીં ધર્મી જીવ કહે છે-કર્મરૂપી વિષવૃક્ષનાં ફળ મારા ભોગવ્યા વિના જ ખરી જાઓ. અહા! કર્મફળને ભોગવવાની તેને ભાવના નથી. એ તો કહે છે-હું તો શુદ્ધ ચૈતન્યમૂર્તિ આનંદકંદ નિજ આત્માને સંતું છું-અનુભવું છું.
શાતાવેદનીય કર્મ બંધાણું હોય તેના ફળમાં સામગ્રીના ઢગલા મળે; પાણી માગે ત્યાં શેરડીના રસ પીવા મળે. પણ એ વિષવૃક્ષનાં ફળ બાપુ ! એના લક્ષે દુઃખ જ થાય. તેથી અંદર અતીન્દ્રિય આનંદની છોળો ઉછળે છે એવા જ્ઞાની સંત મુનિવરો કહે છે-- એ કર્મરૂપી વિષવૃક્ષનાં ફળ અમારા ભોગવ્યા વિના જ ખરી જાઓ. અજ્ઞાની પુણ્યના ફળમાં સુખ માની ફસાઈ જાય છે, ત્યાંથી જ્ઞાની સહજ જ હુઠી જાય છે. આ પ્રમાણે પહેલાં કર્મચેતનનો ત્યાગની ભાવના નચાવી અને હવે કર્મફળચેતનાના ત્યાગની ભાવના નચાવે છે.
રાગ-દ્વેષ અને હરખ-શોકને ભોગવવાના ભાવ તે કર્મફળચેતના છે. તેનાથી ખસી, જ્ઞાની કહે છે, હું મારા ચૈતન્યસ્વરૂપ આત્માને નિશ્ચળપણે સંચેતું છું--અનુભવું છું.
* કળશ ૨૩૦: ભાવાર્થ ઉપરનું પ્રવચન * જ્ઞાની કહે છે કે-જે કર્મ ઉદયમાં આવે છે તેના ફળને હું જ્ઞાતા-દષ્ટપણે જાણુંદેખું છું, તેનો ભોક્તા થતો નથી, માટે મારા ભોગવ્યા વિના જ તે કર્મ ખરી જાઓ; હું મારા ચૈતન્યસ્વરૂપમાં લીન થયો થકો તેનો દેખનાર--જાણનાર જ હોઉં.'
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #146
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩) : પ્રવચન રત્નાકર ભાગ-૧)
અહાહા...! જ્ઞાની કોને કહીએ? કે અંદર પૂરણ જ્ઞાન અને પૂરણ આનંદના સ્વભાવથી ભરેલો ભગવાન આત્મા છતી વિદ્યમાન વસ્તુ છે તેનો આશ્રય કરી, નિમિત્ત, રાગ અને વર્તમાન પર્યાયનો આશ્રય છોડે છે તેને અંદર નિરાકુળ આનંદના સ્વાદયુક્ત જ્ઞાનદશા-ધર્મદશા પ્રગટ થાય છે અને તે જ્ઞાની જાણે છે કે પૂર્વે બાંધેલું જે કર્મ સત્તામાં પડયું હતું તે ઉદયમાં આવીને પ્રગટ થયું છે, તેના ફળને હું જ્ઞાતા-દષ્ટા રહીને જાણુ-દેખું છું. જે વિકારના પરિણામ થયા તેને હું માત્ર જાણું–દેખું છું. તે પુણ્ય-પાપના ફળને હું મારામાં ભેળવતો નથી, તેઓ મારા છે એમ હું અનુભવતો નથી.
' અરે ! અજ્ઞાની જીવ અનાદિ કાળથી બહારની જંજાળને ચોંટી પડ્યો છે. તે દયા, દાન, વ્રત આદિના રાગની રુચિમાં એવો તો ફસાઈ પડ્યો છે કે પોતાનું નિરુપાધિ અકૃત્રિમ ચૈતન્યમય અસ્તિત્વ તેને નજરમાં આવતું નથી. અહા ! પોતે ત્રિકાળ છે, છે ને છે એમ એને વિશ્વાસ બેસતો નથી. આ શુભાશુભ વિકારના પરિણામ થાય તે ક્ષણિક, કૃત્રિમ ઉપાધિ છે અને તે પુદગલની છાયા છે. અને તેનું ફળ જે હરખ-શોક આવે તેય બધો પુદ્ગલનો જ પરિવાર છે. તથાપિ પોતાના સચ્ચિદાનંદ સ્વરૂપને ભૂલીને એમાં જ પોતાપણું માનીને અનાદિકાળથી તે ત્યાં જ અટકી ગયો છે. આ મહા શલ્ય છે. આ મહાશલ્યને જેણે નિજ સ્વરૂપની દષ્ટિ કરીને મટાડયું છે, નિવાર્યું છે તે જ્ઞાની છે. આ જ્ઞાની કહે છે કે-જે કર્મ ઉદયમાં આવે છે તેના ફળને હું માત્ર ઉદાસીનપણે જાણે-દેખું જ છું, હું તેનો ભોક્તા થતો નથી.
અહાહા...! અંદર આનંદનો નાથ પ્રભુ પોતે ત્રિકાળ ધૂવ-ધૂવ-પ્રૂવ એવા ચૈતન્યના પ્રવાહસ્વરૂપ વિદ્યમાન વસ્તુ છે, તેમાં વિકાર નથી, અપૂર્ણતા નથી. અહા! આવી પોતાની વસ્તુની જેને અતિશય લય લાગી છે તે સ્વના આશ્રયે પરિણમી જાય છે અને ત્યારે તેને સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. સમ્યગ્દર્શન થતાં સાથે આનંદ સહિત અનંતગુણની અંશે વ્યક્તતા થાય છે. આવી જેને સ્વાનુભવની દશા પ્રગટી છે તે જ્ઞાની છે. તે જ્ઞાની એમ માને છે કે જે કર્મનું ફળ ઉદયમાં આવે તેને હું ભોગવતો નથી, હું તો તેને માત્ર જ્ઞાતાદષ્ટ પણે જાણું–દેખું જ છું. આવું શ્રદ્ધાન ચોથે ગુણસ્થાનેથી હોય છે. અહીં એથી વિશેષ ચારિત્રની વાત છે. તો કહે છે કે હું (–જ્ઞાની) તેનો કર્તા-ભોક્તા નથી, માટે તે કર્મ મારા ભોગવ્યા વિના જ ખરી જાઓ અર્થાત્ હું મારા ચૈતન્યસ્વરૂપમાં જ લીન રહું છું અને સ્વરૂપમાં લીન થયો થકો તેનો જ્ઞાતા-દરા જ છું. આવી વાત!
હવે કહે છે- “અહીં એટલું વિશેષ જાણવું કે- અવિરત, દેશવિરત તથા પ્રમત્ત સંયત દશામાં તો આવું જ્ઞાન-શ્રદ્ધાન જ પ્રધાન છે, અને જ્યારે જીવ અપ્રમત્ત દશાને પામીને શ્રેણી ચડે છે ત્યારે આ અનુભવ સાક્ષાત્ હોય છે.' જુઓ, ચોથા, પાંચમા ગુણસ્થાનોમાં રાગની એક્તા તૂટી છે, પણ હજુ અસ્થિરતા
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #147
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૮૭ થી ૩૮૯ : ૧૩૧ છૂટી નથી. પાંચમા ગુણસ્થાને દેશવિરત શ્રાવકને આનંદની વૃદ્ધિ જરૂર થઈ છે, તથાપિ તેને અસ્થિરતાના ભાવ હોય છે. છઠ્ઠા ગુણસ્થાને ભાવલિંગી મુનિરાજને ત્રણ કષાયનો અભાવ થયો છે, પ્રચુર આનંદનું સંવેદન વર્તે છે, પણ હજુ પ્રમત્ત દશા છે, પ્રમાદ–જનિત રાગ છે. તેથી આ ત્રણેય દશામાં આવું જ્ઞાન-શ્રદ્ધાન જ મુખ્ય છે, અને જ્યારે જીવ અપ્રમત્તદશાને પામીને શ્રેણી ચડે છે ત્યારે આ અનુભવ સાક્ષાત્ હોય છે.
ચોથા, પાંચમા ને છઠ્ઠી ગુણસ્થાનમાં આવું જ્ઞાન-શ્રદ્ધાન મુખ્ય છે. સાતમાં ગુણસ્થાનમાં જ્યારે મુનિ જાય ત્યારે અસ્થિરતા છૂટી જાય છે. ભાવલિંગી મુનિરાજને ક્ષણમાં છઠું અને ક્ષણમાં સાતમું ગુણસ્થાન આવે છે. અહો ! મુનિવરની આ કોઈ અલૌકિક દશા છે. અહા! અતીન્દ્રિય આનંદના ઝૂલે ઝુલતા હોય તેને જૈન-સંતમુનિવર કહીએ. બીજે તો આ વાત છે જ નહિ. સાતમથી છઠે આવે ત્યાં જ્ઞાન-શ્રદ્ધાનની મુખ્યતા છે, કેમકે ત્યાં અસ્થિરતા હુજુ છે. રાગ આવે તેનો જ્ઞાની જાણનાર-દેખનાર માત્ર છે એ અપેક્ષાએ એને રાગ નથી એમ કહીએ, પણ જેટલી અસ્થિરતા છે એટલે એને દુઃખ છે. જ્ઞાનનીને સાધકદશામાં દુ:ખ છે જ નહિ એવો એકાંત નથી. તેને મહાવ્રતનો જે વિકલ્પ ઉઠે છે તે આસ્રવ છે, અને એટલે તેને દુઃખ છે, કેમકે આનંદની પૂર્ણ દશાનો ત્યાં અભાવ છે. મુનિદશામાં છઠ્ઠ ગુણસ્થાને પંચ મહાવ્રત, સમિતિ, ગુતિ, દેવ-ગુરુ-શાસ્ત્રની ભક્તિ વગેરેનો જે શુભરાગ હોય છે તેટલું તેને દુ:ખ છે. શુભરાગ આવે છે તે જ્ઞાનીને ભઠ્ઠી જેવો ભાસે છે. બહુઢાલામાં છે ને કે
“રાગ આગ દહૈ સદા, તાતેં સમામૃત સેઈએ;” અરે ભાઈ ! જે ભાવથી તીર્થંકર ગોત્રની પ્રકૃતિ બંધાય તે ભાવ રાગ છે, તે આગ છે. સાતમે અપ્રમત્ત દશામાં જતાં અસ્થિરતાનો રાગ છૂટી જાય છે. અહો ! આવી અલૌકિક દશા ! ધન્ય એ મુનિદશા ! શ્રીમદ્ એવી ભાવના ભાવે છે ને કે
એકાકી વિચરતો વળી સ્મશાનમાં, વળી પર્વતમાં વાઘ-સિંહુ સંયોગ જો; અડોલ આસન ને મનમાં નહિ ક્ષોભતા, પરમ મિત્રનો જાણે પામ્યા યોગ જો.” –અપૂર્વ અવસર એવો
ક્યારે આવશે? અહા! આ શરીર મારું નથી, મારે ખપનું નથી. જંગલમાં વાઘ-સિંહ આવી ચઢે અને શરીર લઈ જાય તો ભલે લઈ જાય. મને જોઈતું નથી ને લઈ જાય છે એ તો મિત્રનું કામ કરે છે. અમે તો અંદર સ્વરૂપનું નિશ્ચલપણે ધ્યાન ધરી મોક્ષ સાધશું. અહા ! આવી વીતરાગી સમતા મુનિવરને ઘુંટાય ત્યારે તે અંદર સ્થિર થઈ શ્રેણી ચડે છે અને ત્યારે આ (-જ્ઞાતાદાનો) સાક્ષાત્ અનુભવ હોય છે, તેને એકલા (નિર્ભળ).
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #148
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩ર : પ્રવચન રત્નાકર ભાગ-૧) અતીન્દ્રિય આનંદનું વદન હોય છે. ત્યાં અબુદ્ધિપૂર્વકનો સૂક્ષ્મ રાગ હોય છે તેને અહીં ગણ્યો નથી. અહાહા...શાંત-શાંત-શાંત આનંદના ધામમાં રમતાં રમતાં તે મોક્ષપદને સાધી લે છે. આવી અલૌકિક વાત છે!
(હવે ટીકામાં સકળ કર્મફળના સંન્યાસની ભાવનાને નચાવે છે :-)
* ટીકા ઉપરનું પ્રવચન * હું (જ્ઞાની હોવાથી) મતિજ્ઞાનાવરણીય કર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંતું છું. અર્થાત્ એકાગ્રપણે અનુભવું છું.' (અહીં “ચેતવું” એટલે અનુભવવું, વેદવું, ભોગવવું. “સ” ઉપસર્ગ લાગવાથી “સંચેતવું” એટલે “ એકાગ્રપણે અનુભવવું” એવો અર્થ અહીં બધા પાઠોમાં સમજવો.)
જુઓ, અહીં સમજવા જેવી વાત છે. ભગવાન આત્મા અંદર જ્ઞાન અને આનંદનો સાગર છે. તેને જેણે સ્વસમ્મુખ થઈને જાણ્યો-અનુભવ્યો તેને જ્ઞાની કહેવામાં આવે છે. તે જ્ઞાની કહે છે કે હું મતિજ્ઞાનાવરણીય કર્મના ફળને ભોગવતો નથી. જુઓ, મતિજ્ઞાનાવરણીય કર્મ હજુ છે, તેના નિમિત્તે જ્ઞાનની હીણી દશા પણ છે. પણ એ બધા વ્યવહારને છોડીને તેનાથી અધિક-ભિન્ન હું મારા શુદ્ધ ચૈતન્યને અનુભવું છું. એમ વાત છે.
કર્મ પ્રકૃતિના આઠ ભેદ છે. ૧. જ્ઞાનાવરણીય, ૨. દર્શનાવરણીય, ૩. મોહનીય, ૪. વેદનીય, ૫. આયુ, ૬. નામ, ૭. ગોત્ર અને ૮. અંતરાય. તેમાં જ્ઞાનાવરણીય કર્મની પાંચ પ્રકૃતિઓ છે. ૧. મતિજ્ઞાનાવરણીય, ૨. શ્રુતજ્ઞાનાવરણીય, ૩. અવધિજ્ઞાનાવરણીય, ૪. મન:પર્યયજ્ઞાનાવરણીય અને ૫. કેવળજ્ઞાનાવરણીય. મુનિને પણ આ પ્રકૃતિઓ હોય છે. અહીં જ્ઞાની કહે છે કે-મતિજ્ઞાનાવરણીય કર્મનું ફળ જે મારા જ્ઞાનની હીણી દશા છે તેના ઉપર મારું લક્ષ નથી. મારું લક્ષ ત્રિકાળ જ્ઞાનાનંદસ્વભાવી ભગવાન આત્મા ઉપર છે. તેથી હું મતિજ્ઞાનાવરણીય કર્મના ફળને ભોગવતો નથી, હું તેનાથી અધિક જે મારું જ્ઞાન ( જ્ઞાનસ્વભાવ) તેને સંચતું છેઅર્થાત્ તેને એકાગ્રપણે અનુભવું-વેદું છું.
મતિજ્ઞાનાવરણીય કર્મ નિમિત્ત, અને જ્ઞાનની વર્તમાન હીણી દશા તે નૈમિત્તિક. આવો વ્યવહાર છે તે હેય છે. તેથી, જ્ઞાની કહે છે, તેને હું ભોગવતો નથી. ઝીણી વાત છે પ્રભુ ! મતિજ્ઞાનાવરણીય કર્મની પ્રકૃતિ પડી છે, તેનો ઉદય પણ છે, અને તેના નિમિત્તે જ્ઞાનની હીણી દશા પણ છે- તે હીણી દશા કર્મનું ફળ છે, તેને હું કેમ ભોગવું? હું તો ભિન્ન સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન છું તેને સંચેતું છું. હવે શરીર, વાણી, બૈરાંછોકરાં, મહેલ-મકાન ને આબરૂ-આ બધા સંજોગો તો બહારની ચીજ છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #149
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૮૭ થી ૩૮૯ : ૧૩૩ તેને આત્મા ભોગવે (ભોગવી શકે) એ તો ક્યાંય ગયું, અહીં તો જ્ઞાની કહે છે- જ્ઞાનની વર્તમાન જે હીણી દશા તે કર્મનું ફળ છે, તેને હું ભોગવતો નથી, આવી વાત !
હવે અત્યારે તો જ્યાં હોય ત્યાં કર્મને લઈને વિકાર થાય એમ વાત હાલે છે. પણ ભાઈ ! કર્મને લઈને વિકાર થાય એ વાત બરાબર નથી. કર્મ તો નિમિત્તમાત્ર છે. વિકાર પોતે કરે તો પોતાના કારણે થાય છે. વિકાર થવામાં હીણી દશાનું પરિણમન મારામાં મારાથી છે. અહીં જ્ઞાની કહે છે- તે હીણી દશા હું નથી, હું તેને ભોગવતો નથી. મારું લક્ષ હવે સ્વભાવથી જોડાયું છે, સ્વભાવ સન્મુખ થયું છે. રાગ અને હીણી-દશાના પડખાને છોડીને હવે હું સ્વભાવના પડખે ગયો છું. ભાઈ ! જન્મ-મરણથી છૂટવાની આ એક જ રીત અને એક જ મારગ છે, ચૈતન્યસ્વરૂપ નિજ આત્મતત્ત્વની-જ્ઞાયકતત્ત્વની દૃષ્ટિ કરવી એ એક જ માર્ગ છે. પર્યાયની આમાં વાત જ નથી લીધી. જો કે ચૈતન્યસ્વરૂપ આત્માનો અનુભવ તે પર્યાય છે, પણ તેને પર્યાયનો આશ્રય નથી, ત્રિકાળી દ્રવ્યનો જ આશ્રય છે. આવી વાત! સમજાણું કાંઈ...?
અહા! ભગવાનને સર્વશપદ પ્રગટયું તે ક્યાંથી પ્રગટયું? શું કર્મ ખસ્યાં ત્યાંથી એ પ્રગટયું? ના, બિલકુલ નહિ; તો શું અપૂર્ણદશા ગઈ ત્યાંથી પ્રગટયું? ના, બિલકુલ નહિ. અંદર સર્વજ્ઞપદ પડયું છે ત્યાંથી તે પ્રગટયું છે. ઝીણી વાત છે ભાઈ ! પણ જ્ઞાનમાં પહેલાં આ નક્કી કરવું પડશે. વર્તમાન પર્યાયમાં ભલે પૂર્ણતા ન હોય, પણ પૂરણ આનંદથી ભરેલો સચ્ચિદાનંદ પ્રભુ પોતે છે તેને, જ્ઞાની કહે છે, હું સંતું છું, એકાગ્રપણે અનુભવું છું. હવે આમાં જે અનુભવે છે તે પર્યાય છે, પણ તેને પર્યાયનો આશ્રય નથી, તેને આશ્રય તો ત્રિકાળી ધ્રુવ દ્રવ્યનો જ છે. હવે આવી વાત! બિચારા રાંકને અંદર પરમઋદ્ધિ પડી છે તેની ખબર ન મળે, પણ ધર્માત્મા કહે છે-હું કર્મફળને ભોગવતો નથી, હું તો ત્રિકાળી પરમ ઋદ્ધિસ્વરૂપ નિજ ચૈતન્યને જ અનુભવું છું. આવી વાત છે-૧.
હવે કહે છે- “હું શ્રુતજ્ઞાનાવરણીય કર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચતું છું-અનુભવું છું.'
જુઓ, શ્રુતજ્ઞાનાવરણીય કર્મ છે; તેના નિમિત્તે જ્ઞાનની હીણી દશા પણ છે. આમ તે બેનો વ્યવહાર સબંધ છે, પણ ધર્મી કહે છે, અને તેનું લક્ષ નથી. અહાહા...! મારુ ધ્યેય તો ધ્રુવધામ પ્રભુ આત્મા છે, તેનું મને આલંબન છે. હું તો શુદ્ધ ચૈતન્યસ્વરૂપને સંચતું છું-અનુભવું છું. હવે આવી વાત કોઈ દિ' કાનેય ન પડી હોય એટલે નવી લાગે, પણ આ તો એક સમયમાં ત્રણકાળ-ત્રણલોકને જેણે જાણ્યા તે કેવળીની વાણી છે ભાઈ ! અહાહા..! શું એના ભાવ! -૨.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #150
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૧૩૪ : પ્રવચન રત્નાકર ભાગ-૧)
વળી કહે છે- “હું અવધિજ્ઞાનાવરણીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈિતન્યસ્વરૂપ આત્માને જ સંતું છું.”
અવધિજ્ઞાનાવરણીય કર્મની એક જડ પ્રકૃતિ છે, તેના નિમિત્તે અવધિજ્ઞાનના અભાવમય જ્ઞાનની હીણી દશા છે. શું કીધું? અવધિજ્ઞાનાવરણીય કર્મ તે નિમિત્ત, અને અવધિજ્ઞાન રહિત જ્ઞાનની હીણી દશા તે નૈમિત્તિક. અહીં કહે છે-તે નૈમિત્તિક દશાને હું ભોગવતો નથી, તેના પર મારું લક્ષ નથી. હું તો શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું-અનુભવું છું. આ ત્રીજો બોલ થયો. –૩. હવે ચોથો બોલ.
“હું મન:પર્યયજ્ઞાનાવરણીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચતું છું.'
મન:પર્યયજ્ઞાન નથી, તેનો અભાવ છે. તેને નથી ભોગવતો એટલે શું? સાંભળ ભાઈ ! અહીં તો કર્મફળનું ધણીપણું જ નથી એમ વાત છે. અહાહા....! જ્ઞાનીને પર્યાય તરફનું જોર જ નથી, એક નિજાનંદસ્વરૂપ પ્રભુ આત્માનું જ જોર છે.
વળી કોઈ કહે છે- અવિને મન:પર્યય અને કેવળજ્ઞાન થતું નથી, માટે તેને પાંચેય પ્રતિઓનું આવરણ ન હોય; મન:પર્યયજ્ઞાનાવરણીય અને કત પ્રકૃતિઓનું આવરણ ન હોય. આની ચર્ચા સંપ્રદાયમાં ઘણા વરસ પહેલાં થઈ હતી. તે કહ્યું હતું કે અભવિને જ્ઞાનાવરણીય કર્મની પાંચેય પ્રકૃતિઓનું આવરણ હોય છે. અવિને પણ અંદર મન:પર્યયજ્ઞાન થવાની ને કેવળજ્ઞાન થવાની શક્તિ પડેલી હોય છે, પણ તેની તેને વ્યક્તતા કદી થતી નથી, અભવિ છે ને? માટે તેને પાંચેય પ્રકૃતિઓનું આવરણ હોય છે, અહીં ધર્મી પુરુષ કહે છે- મન:પર્યયજ્ઞાનાવરણીય કર્મના ઉદય નિમિત્તે મને મન:પર્યયજ્ઞાનનો અભાવ છે, પણ તેના તરફ મારું લક્ષ નથી, તેને હું ભોગવતો નથી. કોઈ મહા મુનિવરને મન:પર્યયજ્ઞાન હોય પણ છે. છતાં ધર્મી કહે છે- હું તો મારી ધ્રુવ ચૈતન્ય સત્તાને જ અનુભવું છું. અનુભવ છે તે તો પર્યાય છે, પણ એનું જોર દ્રવ્ય તરફનું છે. આવી વાત ! -૪.
હવે પાંચમો બોલઃ- “હું કેવળજ્ઞાનાવરણીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.”
કેવળજ્ઞાનાવરણીય નામની જડકર્મની પ્રકૃતિ છે. તેના નિમિત્તે કેવળજ્ઞાનનો સ્વતઃ અભાવ છે. ધર્મી જીવ કહે છે- કર્મનું નિમિત્ત અને નૈમિત્તિક એવા કેવળજ્ઞાનનાં અભાવરૂપ દશા-એના ઉપર મારી દષ્ટિ નથી; હું તો મારા શુદ્ધ એક ચિત્માત્રસ્વરૂપને જ સમ્યક્ પ્રકારે અનુભવું છું.
જુઓ, કર્મની ૧૪૮ કર્મપ્રકૃતિ છે. તેમાં જ્ઞાનાવરણીયની પાંચ છે. બધાને ૧૪૮
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #151
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૮૭ થી ૩૮૯ : ૧૩૫ પ્રકૃતિની સત્તા હોય એવું નથી. પણ સામાન્ય વર્ણન કરે ત્યાં બધી પ્રકૃતિઓની વાત કરે. ક્ષાયિક સમકિતીને મિથ્યાત્વની ૩ પ્રકૃતિઓની સત્તા હોતી નથી; મિથ્યાત્વ, મિશ્ર અને સમ્યક્રમોહનીય-આ ત્રણ પ્રકૃતિ ક્ષાયિક સમકિતીને નથી, પણ બધા સમ્યગ્દષ્ટિઓને હોતી નથી એમ નહિ. સમ્યગ્દષ્ટિ હોવા છતાં આ ત્રણ પ્રકૃતિ સત્તામાં પડી હોય તો તેના તરફ સમ્યગ્દષ્ટિનું લક્ષ-વલણ નથી. તેથી તે કહે છે- હું તેને ભોગવતો નથી, હું તો શુદ્ધ આત્મસ્વરૂપને જ સંચતું છું.
આહારક નામકર્મની પ્રકૃતિનાં ચાર ભેદ આવે છે- આહારક શરીર નામકર્મ, આહારક અંગ-ઉપાંગ નામકર્મ, આહારક બંધ નામકર્મ આહારક સંઘાત નામકર્મ. આ પ્રકૃતિ બધાને ન હોય. આ પ્રકૃતિ મુનિને હોય છે. તેના ઉદયના ફળને જ્ઞાની ભોગવતા નથી.
એક તીર્થકર નામકર્મની પ્રકૃતિ છે તે પણ બધાને ન હોય. મિથ્યાદષ્ટિની તો અહીં વાત જ નથી. અહીં તો ક્ષણિક રાગાદિ ભાવથી ભિન્ન પડી ત્રિકાળી ચૈતન્યસ્વભાવનો આશ્રય લીધો છે તેની વાત છે. અહીં કહે છે- પ્રકૃતિના ઉદયના ફળને હું ભોગવતો નથી. ઉદયતો તેરમા ગુણસ્થાનમાં આવે છે, પણ પ્રકૃતિ સત્તામાં પડી છે તેના ફળ તરફ એનું લક્ષ નથી એમ વાત છે; ભવિષ્યમાં હું તિર્થંકર થવાનો છું એમ એનું લક્ષ નથી. શ્રેણીક રાજાનો જીવ તીર્થકર થવાનો છે. ભગવાને કહ્યું છે એની ખબર છે. છતાં હું આવતી ચોવીશીમાં પહેલો તીર્થંકર થવાનો છું એમ એનું લક્ષ નથી. તે તો તીર્થંકર પ્રકૃતિના ફળને પણ વિષ-વૃક્ષનું ફળ જાણે છે. અહાહા...!
“દર્શનવિશુદ્ધ ભાવના ભાય, સોલહું તીર્થંકર પદ પાય” અહાહા...! સમ્યગ્દષ્ટિને તીર્થંકર પ્રકૃતિ બંધાણી હોય તે કહે છે- હું કર્મની પ્રકૃતિના ફળને ભોગવતો નથી. મારું લક્ષ તો અંદર ભગવાન જ્ઞાનાનંદસ્વરૂપમાં જોડાઈ ગયું છે; હું કર્મ પ્રકૃતિના ફળને ભોગવવાનો કામી નથી. અહો ! સમ્યગ્દર્શન અને એનો વિષય શુદ્ધ ચિન્મય પ્રભુ મહા અલૌકિક ચીજ છે ભાઈ !
હવે કેટલાક લોકો દેવ-ગુરુ-શાસ્ત્રના વિનય-ભક્તિ તે શ્રદ્ધાન-સમ્યગ્દર્શન અને વ્રત, તપ આચરો તે ચારિત્ર-એમ માની બેઠા છે, પણ એ મારગ નથી ભાઈ ! એ તો ભ્રમણા છે બાપુ! સમ્યગ્દર્શન-જ્ઞાન અને ચારિત્ર તો આત્મસ્વરૂપ, આત્માની નિર્મળ પરિણતિસ્વરૂપ છે ભાઈ ! આ સનાતન જૈનદર્શન છે બાપુ ! અહીં ધર્મ સમ્યગ્દષ્ટિ પુરુષ કહે છે- હું જ્ઞાનાવરણીય કર્મના ફળને ભોગવતો નથી, હું તો જેમાં વિકાર નથી, અપૂર્ણતા નથી, પામરતા નથી એવો ત્રણ લોકનો નાથ પૂરણ જ્ઞાનાનંદસ્વરૂપી ભગવાન આત્મા છું; હું તેને સંચેતું છું.” અનુભવું છું. વર્તમાન જ્ઞાનની અધુરી દશા પર મારું લક્ષ નથી, હું પૂર્ણ વસ્તુને સંચેતું છું. આવી વાત! સમજાણું કાંઈ...! આ જ્ઞાનાવરણીયની પાંચ પ્રકૃતિઓની વાત થઈ–૫.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #152
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૬ : પ્રવચન રત્નાકર ભાગ-૧)
હવે દર્શનાવરણીય નામનું જે એક કર્મ છે તેની પ્રકૃતિના નવ ભેદ છે તેની વાત કરે છેઃ
હું ચક્ષુદર્શનાવરણીય કર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચતું .”
ચક્ષુદર્શનાવરણીય કર્મ અને તેના નિમિત્તે ચક્ષુદર્શનની પર્યાયની હીણી દશા–તેને હું ભોગવતો નથી. હું તો આનંદધામ-સુખધામ એવા ભગવાન આત્માને જ અનુભવું છું, ભગવાન આત્મામાં જ લીન છું. -૬.
“હું અચક્ષુદર્શનાવરણીય કર્મના ફળને નથી ભોગવતો, હું ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.'
આંખ સિવાયની બાકીની ચાર ઇન્દ્રિયોના નિમિત્તે અચક્ષુદર્શન ઉપયોગ થાય છે.
હીણી દશા અને અચક્ષુદર્શનાવરણીય કર્મનો ઉદય-તે તરફ, જ્ઞાની કહે છે, મારું લક્ષ નથી; તેને હું ભોગવતો નથી. હું તો ચૈતન્યમૂર્તિ નિજસ્વરૂપને જ વેદું છું. - ૭.
“હું અવધિદર્શનાવરણીય કર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.'
ધર્મી જીવ કહે છે કે મને અવધિજ્ઞાન નથી, અવધિદર્શન નથી. તો પણ અવધિદર્શનાવરણીય કર્મના ફળ તરફ મારું વલણ નથી, મારી દષ્ટિ તો શુદ્ધ એક ચિદાનંદકંદ પ્રભુ આત્મા પર જ છે. અહા! આવા મારા નિજસ્વરૂપમાં અવધિદર્શન શું? અહાહા...! જેમાં બેહદ-બેહદ જ્ઞાન અને આનંદ ભર્યો છે એવું મારું સ્વરૂપ છે. અવધિદર્શનાવરણીય કર્મ અને તેના નિમિત્તે હીણી દશા ભલે છે, પણ તે મને કાંઈ નથી, તેના પર મારું લક્ષ નથી.
અહાહા...! જેમાંથી કેવળદર્શન અને કેવળજ્ઞાનની પૂર્ણ દશા નીકળ્યા જ કરે એવો ચૈતન્યચમત્કારી પ્રભુ હું આત્મા છું. હું તેને જ અનુભવું છું. - ૮.
હું કેવળદર્શનાવરણીયકર્મના ફળને નથી ભોગવતો, હું તો ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચતું છું.”
પ્રકૃતિ પડી છે તેના નિમિત્તે હીણી દશા છે, પણ તેના વેદન પ્રત્યે મારું વલણ નથી. હું તો પૂર્ણાનંદનો નાથ સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન છે. તેના તરફનું મારે જોર છે ને તેને જ હું વંદું છું-૯.
હું નિદ્રાદર્શનાવરણીય કર્મના ફળને નથી ભોગવતો, હું તો ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.'
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #153
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૮૭ થી ૩૮૯ : ૧૩૭ સમ્યગ્દષ્ટિને નિદ્રા આવે છે, તે પ્રકૃતિનો ઉદય છે. જ્ઞાની કહે છે-હું એને ભોગવતો નથી, અર્થાત્ એના વદન પ્રતિ મને લક્ષ નથી. હું તો એનાથી અધિક-ભિન્ન મારું ચૈતન્યસ્વરૂપ ત્રિકાળ છે તેને જ વેદું છું. મારા સ્વરૂપમાં નિદ્રા ક્યાં છે? હું તો એનાથી ભિન્ન સ્વરૂપ નિજ ચૈતન્યમાં જ વર્તુ છું. –૧૦.
હું નિદ્રાનિદ્રાદર્શનાવરણીયકર્મના ફળને નથી ભોગવતો, હું તો ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.”
વિશેષ નિદ્રા આવી જાય તેને હું ભોગવતો નથી, હું તો નિજ જ્ઞાનાનંદસ્વરૂપને જ વેદું છું. –૧૧.
“હું પ્રચલાદર્શનાવરણીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ
સંતું .'
બેઠાં બેઠાં જરી ઝોકું આવી જાય તે દશાને હું ભોગવતો નથી એમ કહે છે. તે દશાના કાળમાં પણ મારી ચીજ અંદર ભિન્ન પડી છે તેને જ હું અનુભવું છું. -૧૨.
હું પ્રચલાપ્રચલાદર્શનાવરણીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું .'
ઘોડા ઉપર બેઠા બેઠા જરી નિદ્રા આવી જાય એવી દશાના વદન તરફ મારું લક્ષ નથી. સચ્ચિદાનંદ પ્રભુ અંતરમાં બિરાજે છે તેના ઉપર જ મારી દષ્ટિ છે. હું તેના જ વેદનમાં સાવધાન છે. તેથી હું પ્રચલાપ્રચલાદર્શનાવરણીય કર્મના ફળને ભોગવતો નથી. હું તો શુદ્ધ ચૈતન્યના જ વેદનમાં લીન છું. હવે આમ છે ત્યાં દાળ, ભાત, લાડુ ને સ્ત્રીને ભોગવવાની વાત જ ક્યાં રહી? એ તો બધા પર જડપદાર્થો છે, તેને કદીય આત્મા ભોગવતો નથી. સમજાણું કાંઈ? –૧૩.
હું સ્યાનગૃદ્ધિદર્શનાવરણીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.'
આ એક નિદ્રાનો પ્રકાર છે જેમાં ઊંઘમાં ઊભો થઈ જાય, ઘરનું કામ કરે, પાછો સૂઈ જાય. નિદ્રામાં ઢોર-ગાય, ભેંસ વગેરે પાઈને આવી જાય એવી નિદ્રા હોય છે. ધર્મી કહે છે- મારું ત્યાં લક્ષ નથી. હું તો ચૈતન્યસ્વરૂપને જ અનુભવું છું. – ૧૪.
હું શાતાવેદનીય કર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું
વેદનીય કર્મની બે પ્રકૃતિ છે. તેમાં શતાવેદનીય પ્રકૃતિના નિમિત્તે બહારમાં સામગ્રી-ધન, કુટુંબ, પરિવાર, શરીરની નીરોગતા ઇત્યાદિ સામગ્રી મળે તે પ્રત્યે, કહે છે, મારું લક્ષ નથી. અહાહા...! શાતાના ઉદયનું ફળ આવે તે મારું સ્વરૂપ નથી,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #154
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૧૩૮ : પ્રવચન રત્નાકર ભાગ-૧) તેને હું ભોગવતો નથી. આ શરીર હૃષ્ટપુષ્ટ લાલ-ત્રાંબા જેવું મળે તે જડની દશા બાપુ! તેને ધર્મી પુરુષ ભોગવતો નથી. અહાહા...! નિજ ચૈતન્યમૂર્તિ ચિદ્રુપ પ્રભુ આત્માનો મહિમા અંતરમાં આવ્યો છે તે ધર્માત્મા સ્વરૂપને જ સંચેતે છે, તેને બીજે ક્યાંય સંયોગોમાં રુચિ જાગતી નથી. –૧૫.
અશાતાવેદનીય કર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.'
અહીં ચારિત્રની મુખ્યતાથી વાત છે. ભગવાન આત્મા ચૈતન્યસ્વરૂપ અંદર બિરાજે છે. તેનું વેદના અને સાક્ષાત્કાર થઈને તે ઉપરાંત સ્વરૂપની રમણતા થઈ છે તે ધર્મી પુરુષ કહે છે- હું અશાતા કર્મના ઉદયને ભોગવતો નથી. જુઓ, સનતકુમાર ચક્રવર્તી થઈ ગયાચક્રવર્તીના વૈભવનું શું કહેવું? દેહ પણ ખૂબ રૂપાળો-સુંદર, ૬૪ હજાર દેવતાઓ તેની સેવા કરે. તેમણે દીક્ષા લીધી ને કોણ જાણે પુણ્ય ક્યાં ગયું? અશાતાનો ઉદય આવતા શરીરમાં ગળત કોઢનો રોગ થયો. વીસ આંગળા ગળવા માંડયાં. પણ અહીં કહે છે – એ અશાતા વેદનીયના ફળને તે ભોગવતા નહોતા. જ્ઞાની કહે છે- અશાતાના ઉદયને હું ભોગવતો નથી, હું તો મારો સચ્ચિદાનંદ પ્રભુ અંદર બિરાજ્યો છે તેને જ વેદું છું. અનુભવું છું. ભાઈ ! આવા તારા સ્વરૂપનો એક વાર તો મહિમા કર!
કોઈ સમ્યગ્દષ્ટિ સાતમી નરક હોય તો ત્યાં એને અશાતા વેદનીયનું વેદન પરમાર્થે અંતરમાં નથી; રાગ આવે તેનું કિંચિત્ વેદન છે પણ તે ગૌણ છે. મુખ્ય પણે તે ભગવાન ચૈતન્યસ્વરૂપ આત્માના આનંદને વેદે છે- અહીં ચારિત્રની વાત લેવી છે. અંદર આનંદના નાથના અનુભવની જમાવટ જામી છે, જેમ કોઈ બહુ તૃષાવંત પુરુષ શેરડીના રસને ઘુંટડા ભરી ભરીને પી જાય તેમ આનંદરસનું રસપાન જે કરે છે તે ધર્મી જીવ કહે છે- હું અશાતાના ફળને વેદતો નથી, હું દુઃખી નથી; હું તો આનંદના નાથમાં લીન છું. આવી વાત ! સમજાણું કાંઈ....? –૧૬.
હવે મોહનીય કર્મની ૨૮ પ્રકૃતિઓની વાત કરે છે:
હું સમ્યકત્વમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.”
જુઓ, આ પ્રકૃતિ બધા સમ્યગ્દષ્ટિઓને હોય છે એમ નહિ. એ તો સમ્યગ્દર્શનમાં દર્શનમોહનીય કર્મની પ્રકૃતિના ત્રણ ભાગ પડી જાય છે. હજુ આ પ્રકૃતિ હોય એની વાત છે. તે જ્ઞાની કહે છે- સમ્યકત્વ મોહનીય કર્મના ફળને હું ભોગવતો નથી. કર્મ પ્રકૃતિ નિમિત્ત છે, વિકૃત અવસ્થા તે નૈમિત્તિક છે. તે બન્નેનો સંબંધ છે તેને જાણવો તે વ્યવહાર છે. કર્મથી વિકાર થાય છે એમ નહીં, પણ કર્મને આધીન થતા તેની દશામાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #155
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૮૭ થી ૩૮૯ : ૧૩૯ વિકાર થાય છે, કર્મ તેમાં નિમિત્તમાત્ર છે બસ. ક્ષાયિક સમકિતીને આ પ્રકૃતિ હોતી નથી. જેને તે પ્રકૃતિનો ઉદય છે તે જ્ઞાની તેના ફળને ભોગવતો નથી. સમ્યકત્વ મોહનીય પ્રકૃતિના ઉદયે જરી દોષ તો લાગે છે, પણ અહીં કહે છે- તેને ભોગવતો નથી, હું તો સ્વરૂપને જ સંચેતું છું. - ૧૭.
- “હું મિથ્યાત્વ મોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચતું છું.'
સમકિત થયું છે, પણ મિથ્યાત્વ કર્મ સત્તામાં પડ્યું છે. તેના ઉદયના ફળ પ્રતિ મારું લક્ષ નથી; મારું લક્ષ તો ભગવાન ચિદાનંદ આનંદના નાથ તરફ જ છે એમ કહે છે. મારા ધ્યાનનાં ધ્યેયમાં આત્મા જ છે- એમ વાત છે. – ૧૮.
હું સમ્યકત્વમિથ્યાત્વમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચતું છું.'
આ પ્રકૃતિને મિશ્ર મોહનીય પ્રકૃતિ કહે છે. તેનો ઉદય ત્રીજા ગુણસ્થાને હોય છે. આ પ્રકૃતિ સત્તામાં પડી હોય તો જ્ઞાની કહે છે- મને તેનું ફળ નથી, અર્થાત્ હું તેને ભોગવતો નથી, તેને ભોગવવા પ્રતિ મારું લક્ષ નથી, હું તો શુદ્ધ ચૈતન્યસ્વરૂપને જ અનુભવું છું. હવે આવી વાત કદી સાંભળવા મળી ન હોય એટલે એને ઉડાવી દે અને કહે કે – વ્રત, તપ આદિ કરવાનું તો કહેતા નથી. પણ અરે ભાઈ ! વ્રત કોને કહીએ? તપ કોને કહીએ? પોતે અતીન્દ્રિય આનંદકંદ ભગવાન છે તેમાં વિંટળાઈ રહેવું તેનું નામ વ્રત છે, અને ઈચ્છાનો નિરોધ થાય તેનું નામ તપ છે. અહાહા...! સ્વરૂપમાં લીનપણે રહેવું તે વ્રત અને તપ છે. આ સિવાય બીજું (વ્રત, તપ ) કાંઈ નથી, સમજાણું કાંઈ...? – ૧૯.
“હું અનંતાનુબંધી ક્રોધકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.'
જુઓ, અહીં “અનંતાનુબંધી ક્રોધકપાયવેદનીયમોહનીયકર્મ' એવો શબ્દ પડ્યો છે. મતલબ કે અનંતસંસારનું કારણ એવો જે ક્રોધ એનું જે વેદન તેને અનંતાનુબંધી ક્રોધકષાયવેદનીયમોહનીયકર્મ કહ્યું છે. મિથ્યાત્વની સાથે અનંતાનુબંધીનો ક્રોધ હોય છે તે અનંત સંસારનું કારણ છે. સમકિતીને તેનો ઉદય હોતો નથી. સત્તામાં કોઈ કર્મ પડ્યું હોય, ક્ષય થયો ન હોય તો, જ્ઞાની કહે છે, હું તેને ભોગવતો નથી, હું તો શુદ્ધ એક ચૈતન્યસ્વરૂપને જ સંચતું છું. આવી વાત છે. – ૨૦.
હું અપ્રત્યાખ્યાનાવરણીય ક્રોધકષાયવેદનીયમોહનીય કર્મના ફળને નથી ભોગવતો, હું તો ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંતું છું.”
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #156
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
૧૪૦ : પ્રવચન રત્નાકર ભાગ-૧૦
જુઓ, અહીં પાંચમા ગુણસ્થાને કાંઈક ચારિત્રદશા છે, દેશ ચારિત્ર પ્રગટ થયું છે. ત્યાં કર્મના ઉદયમાં અગિયારમી પિંડમા સુધીના વિકલ્પ છે તે રાગ છે. જ્ઞાની કહે છે, હું તે રાગને ભોગવતો નથી, મારી દષ્ટિ એ પ્રતિમાના વિકલ્પ ૫૨ નથી, હું તો ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. -૨૧.
‘હું પ્રત્યાખ્યાનાવરણીયક્રોધકષાયવેદનીયમોહનીયકર્મના ફ્ળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.'
અહીં ચારિત્રની વિશેષ વિશેષ નિર્મળતાની વાત છે. અહાહા...! આત્મા નિજાનંદસ્વરૂપમાં મસ્ત રમે છે તેનું નામ ચારિત્ર છે. અહા! આવા આત્માના આનંદના સ્વાદિયા ધર્મી પુરુષને ઇન્દ્રના ઇન્દ્રાસનના ભોગ સડેલા તણખલા જેવા તુચ્છ ભાસે છે. સ્વર્ગના દેવોને કંઠમાંથી અમૃત ઝરે ને ભૂખ મટી જાય. અહા! એવા ભોગ સમિતીને આત્માના આનંદની પાસે, ઝેરના પ્યાલા જેવા લાગે છે. ધર્મી જીવ કહે છે–હું પ્રત્યાખ્યાનાવરણીય ક્રોધ કષાય વેદનીય મોહનીય કર્મના ફળને ભોગવતો નથી, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. -૨૨.
‘હું સંજ્વલનોધકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’
આ ચોથી સંજ્વલન ચોકડીની વાત છે. સમ્યક્ પ્રકારે જ્વલન એટલે કાંઈક શાંતિ બળે છે એવું ક્રોધકષાયવેદનીયમોહનીયપ્રકૃતિનું ફળ હું ભોગવતો નથી, હું ચૈતન્યસ્વરૂપ આત્માને જ ભોગવું છું-૨૩.
આ પ્રમાણે ક્રોધની ચોકડીની વાત કરી, હવે માન આદિ પ્રકૃતિઓના ભેદ કહે છે.
હું અનંતાનુબંધીમાનકષાયવેદનીયમોહનીયર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.' –૨૪.
‘હું અપ્રત્યાખ્યાનાવરણીયમાનકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.' –૨૫.
‘હું પ્રત્યાખ્યાનાવરણીયમાનકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.' –૨૬.
‘હું સંજ્વલનમાનકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.' -૨૭.
હવે માયા પ્રકૃતિની ચોકડીની વાત કરે છેઃ
‘હું અનંતાનુબંધીમાયાકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.' –૨૮.
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
Page #157
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૮૭ થી ૩૮૯ : ૧૪૧ “હું અપ્રત્યાખ્યાનાવરણીય માયાકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.' - ૨૯.
હું પ્રત્યાખ્યાનાવરણીય માયાકપાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.” – ૩૦.
હું સંજ્વલનમાયાકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.” –૩૧.
હવે લોભકષાયની ચોકડીનાં ભેદ કહે છે:
હું અનંતાનુબંધીલોભકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.' –૩ર.
હું અપ્રત્યાખ્યાનાવરણીયલોભકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંતું છું.' - ૩૩.
- “હું પ્રત્યાખ્યાનાવરણીય લોભકપાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.” – ૩૪.
“હું સંજ્વલનલોભકપાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.' –૩૫.
હવે નોકષાય મોહનીય કર્મની પ્રકૃતિના નવ ભેદ કહે છે:
હું હાસ્યનોકપાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.” –૩૬.
હાસ્ય, કૂતુહલ, વિસ્મય ઇત્યાદિ ભાવને હું નથી ભોગવતો, હું તો શુદ્ધ આત્મસ્વરૂપને જ ભોગવું છું.
હું રતિનોકપાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માન જ સંચતું છું.’ -૩૭.
રાજી થવું, ખુશ થવું–તે રતિનોકષાયકર્મનું ફળ છે, તે તરફ મારું વલણ નથી, હું તેને ભોગવતો નથી, હું તો મારા ચૈતન્યસ્વરૂપને જ એકને વેદું છું. અહા ! હું તો અંદર આનંદના અનુભવના રાજીપામાં છું. જુઓ, આ ચારિત્રવંત ધર્મી પુરુષની અંતરદશા!
હું અરતિનોકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચતું છું.” -૩૮.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #158
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૨ : પ્રવચન રત્નાકર ભાગ-૧)
અહા ! ઘેર છ મહિનાના પરણેતરવાળો જુવાનજોધ દીકરો ગુજરી જાય, સોળ વર્ષની બાઈને વિધવા મૂકીને ચાલ્યો જાય તે વખતે જે અરતિના-નારાજગીના પરિણામ થાય તે મોહનીય કર્મનું ફળ છે. ધર્મી કહે છે હું તે અરતિને ભોગવતો નથી. હું તો આનંદના નાથ એવા આત્માને જ વેદું છું. અહા ! મારે વળી અરતિ કેવી ? જેમ બરફની પાટ શીતળ-શીતળ હોય છે તેમ ભગવાન આત્મા અંદર અતીન્દ્રિય શાંતિની શિલા છે. તેના વેદનમાં જ્ઞાની અતીન્દ્રિય શાંતિ-આનંદને વેદે છે. સમકિતીને કિંચિત્ અરતિ ભાવ હોય છે, તેને તે દષ્ટિની મુખ્યતામાં ગૌણ છે; જ્યારે અહીં તો મહા ચારિત્રવંત ધર્માત્માની વાત છે. અહા ! આવા ધર્મી પુરુષ જે નિજસ્વભાવમાં લીનપણે વર્તે છે તેમને તો અરતિનો ભાવ જ નથી. હવે આવી વાત બિચારો બહારની ધમાલમાં-વ્રત, તપના વિકલ્પ-રાગમાં પડયો હોય તેને ગોઠ નહિ, પણ બાપુ! એ વ્રત, તપ આદિનો રાગ એ કાંઈ તારું ચૈતન્યપદ નથી, એનાથી (-રાગથી) કાંઈ તારું રક્ષણ નહિ થાય. ધર્મી પુરુષ, અહીં કહે છે, અરતિને ભોગવતો નથી, આત્મલીન જ છે, અને ત્યાં જ એની સુરક્ષા છે. સમજાણું કાંઈ....?
શોકનોકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.” –૩૯.
અહા ! ઘેર કોઈ જુવાનજોધ દીકરાનું મરણ થાય તો એકદમ ઉદાસ-ઉદાસ એવું ગમગીન વાતાવરણ થઈ જાય. અરે ભાઈ ! કોણ મરે ને કોણ જીવે? વસ્તુ ભગવાન આત્મા તો શાશ્વત, ધ્રુવ, અનાદિઅનંત છે. અહાહા...! ભગવાન આત્મા તો નિત્ય જાગતો ઊભો છે. બેનમાં (વચનામૃતમાં) આવે છે ને કે- “જાગતો જીવ ઊભો છે, તે ક્યાં જાય? જરૂર પ્રાપ્ત થાય.” અહાહા...! શાશ્વત ધ્રુવ પ્રભુ આત્મા અંદર બિરાજે છે તેના સામું તો જો; તને જરૂર તે પ્રાપ્ત થશે જ. અરે ! એને પરની લત-લગની લાગી છે, પણ પોતાની સામું કદી જોતો જ નથી ! અહીં જે નિરંતર સ્વસમ્મુખતા વડે શાંતિને ભોગવે છે તે કહે છે-હું શોકને ભોગવતો નથી, હું તો એક આત્મસ્વરૂપને જ વેદું છું. આવી વાત છે.
“હું ભયનોકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સચેતું છું.' -૪૦.
જુઓ, ભય નામની એક પ્રકૃતિ છે. તેના નિમિત્તે નૈમિત્તિક ભયની દશા થાય તેને, કહે છે, હું ભોગવતો નથી. હું નિર્ભયતાનો સમુદ્ર એવા ભગવાન આત્માને જ સંતું છું. અહાહા...! ધર્મી પુરુષ તો સદાય નિઃશંક અર્થાત્ નિર્ભય હોય છે. નિઃશંકતા – નિર્ભયતા એ તો સમકિતીનું અંગ છે; તેને કોઈ ભય હોતો નથી.
હું જુગુપ્સાનોકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચતું છું.' –૪૧.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #159
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check hîřp://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૮૭ થી ૩૮૯ : ૧૪૩
જુગુપ્સા-દુર્ગંછા નામની એક પ્રકૃતિ છે. તેને, ધર્મી કહે છે, હું ભોગવતો નથી. અહા! અંદર ભગવાન આત્મા સૌંદર્યધામ પ્રભુ છે, તેનો અનુભવ થયો ત્યાં દુર્ગંછા કેવી ? અહા ! શરી૨ કુષ્ઠરોગથી સડે ત્યાં પણ ધર્માત્મા પુરુષ દુર્ગંછા પામતા નથી; તે તો જાણના૨-દેખનાર એવા નિજ જ્ઞાયકસ્વરૂપને સંચેતે છે. આવી વાત!
‘હું સ્ત્રીવેદનોકષાયવેદનીયમોહનીયર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.' -૪૨.
‘હું પુરુષવેદનોકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.' -૪૩.
‘હું નપુંસકવેદનોકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.' -૪૪.
જુઓ, અહીં સમકિતી ચારિત્રવંત પુરુષની વાત છે. કોઈ પ્રકૃતિ સત્તામાં પડી હોય તો તેના તરફ મારું વલણ નથી. વિષયવાસનાના ભાવને હું ભોગવતો નથી, અર્થાત્ હું તો પ્રચુર આનંદના ભોગવટામાં છું, તેમાં વેદ પ્રકૃતિનો ઉદય સમાતો નથી. કોઈ પ્રકૃતિ પડી હોય તેને વેઠવા પ્રતિ મારું લક્ષ જ નથી; હું તો અંદર ભગવાન ચિદાનંદઘન પ્રભુ અંદર વિરાજે છે તેમાં જ લીન છું. મારા ધ્યાનનું ધ્યેય તો મારો ભગવાન આત્મા જ છે. હવે આવી વાત બહાર આવી એટલે કોઈ તો ખળભળી ઉઠયા. કોઈ વળી કહેવા લાગ્યા
ઠીક, આ સોનગઢવાળાઓને તો આત્મા-આત્મા કીધા કરવું, ખાવું, પીવું ને લહેર કરવી- એટલે થઈ ગયો ધર્મ. અરે બાપુ! અહીં તું કહે છે એવા ભોગ ભોગવવાની વાત જ ક્યાં છે? અહીં તો અતીન્દ્રિય આનંદનો નાથ પ્રભુ પોતે છે તેનો સ્વાનુભવ કરી સમ્યગ્દર્શન અને ધર્મ પ્રગટ કરવાની વાત છે. બાકી ઇન્દ્રના ભોગ પણ સમકિતીને તો કાળા નાગ જેવા લાગે છે. આવે છે ને કે
ચક્રવર્તીની સંપદા, ઇન્દ્ર સરિખા ભોગ; કાગ વિ સમ ગિનત હૈ સમ્યગ્દષ્ટિ લોગ.
અહીં તો બાપુ ! ઇન્દ્રિયોના વિષયો ભોગવવાની સ્વચ્છંદતાની વાત તો છે જ નહિ. નરક-આયુકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું
છું.' -૪૫.
‘હું તિર્યંચ-આયુકર્મના ફ્ળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું
છું.' -૪૬.
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
Page #160
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૧૪૪ : પ્રવચન રત્નાકર ભાગ-૧)
“હું મનુષ્ય-આયુકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૪૭.
“હું દેવ-આયુકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંતું છું. –૪૮.
આ પ્રમાણે આયુકર્મની પ્રકૃતિના ચાર ભેદ છે. તેના પ્રતિ ધર્મી પુરુષનું લક્ષ નથી. હવે નામકર્મની પ્રકૃતિના ૯૩ ભેદ છે તેનું કથન કરે છે:
“હું નરકગતિનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચતું છું.’ -૪૯
“હું તિર્યંચગતિ-નામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.” –૫૦.
“હું મનુષ્યગતિનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચતું છું.”
-૫૧.
“હું દેવગતિનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંતું છું.” -પર.
“હું એકેન્દ્રિયજાતિનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.” -પ૩.
“હું હીન્દ્રિયજાતિનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.” –૫૪.
“હું ત્રીન્દ્રિયજાતિનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું .” –૫૫.
“હું ચતુરિન્દ્રિયજાતિનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.” -પ૬.
હું પંચેન્દ્રિય જાતિનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચતું .” –૫૭.
“હું દારિકશરીરનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.” –૫૮.
“હું વૈદિયિકશરીરનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચતું છું.'-૫૯.
“હું આહારકશરીરનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.” –૬૦.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #161
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૮૭ થી ૩૮૯ : ૧૪૫ જુઓ, કોઈ કોઈ મુનિરાજને આહારક પ્રકૃતિ હોય છે, મુનિને બધાને હોય એવું નહિ. પ્રકૃતિ બંધાઈ ગઈ હોય તો, મુનિરાજ કહે છે, તેના ફળને હું ભોગવતો નથી. મુનિને કોઈ શંકા ઉઠ, તો આહારક શરીર બનાવે અને જ્યાં કેવળી ભગવાન બિરાજતા હોય ત્યાં જઈને શંકાનું સમાધાન કરે. તો મુનિરાજ કહે છે એ આહારક પ્રકૃતિના ફળને હું ભોગવતો નથી; એનું મને લક્ષ નથી, હું તો એક ભગવાન આત્માને જ સંતું છું. મુનિરાજને આહારક શરીરની પ્રકૃતિનું વલણ હોતું નથી, આવી વાત ! સમજાણું કાંઈ....?
“હું તૈજસશરીરનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.' –૬૧.
“હું કાશ્મણશરીરનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંતું છું.” –૬ર.
હું દારિકશરીરસંગોપાંગનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંતું છું.” –૬૩.
હું વૈઝિયિકશરીરસંગોપાંગનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંતું છું.” –૬૪.
હું આહારકશરીરસંગોપાંગનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.” –૬૫.
હું દારિકશરીરબંધનનામકર્મના ફળને નથી ભોગવતો, ચેતન્યસ્વરૂપ આત્માને જ સંચતું છું.” –૬૬.
હું વૈક્રિયકશરીરબંધનનામકર્મના ફળને નથી ભોગવતો, ચેતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.” –૬૭.
હું આહારકશરીરબંધનનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચે છું.” –૬૮.
“હું તૈજસશરીર-બંધનનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.' –૬૯,
“હું કાશ્મણશરીરબંધનનામકર્મના ફળને નથી ભોગવતો, ચેતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.' -૭).
“હું ઔદારિકશરીર-સંઘાતનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચતું છું.” –૭૧.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #162
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૬ : પ્રવચન રત્નાકર ભાગ-૧)
હું વૈકિયિકશરીર-સંઘાતનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈિતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.” –૭ર.
“હું આહારકશરીર-સંઘાતનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.' –૭૩.
“હું તૈજસશરીર-સંઘાતનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.” –૭૪.
હું કામણશરીરસંઘાતનામકર્મના ફળને નથી ભોગવતો, ચેતન્યસ્વરૂપ આત્માને જ સંચતું .” –૭૫.
શરીરની આકૃતિના છ પ્રકાર છે. તેના છ ભેદનું વર્ણન કરે છે:
હું સમચતુરગ્નસંસ્થાનનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.' -૭૬.
હું ન્યગ્રોધ પરિમંડલસંસ્થાનનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંતું છું.' -૭૭.
“હું સાતિકસંસ્થાનનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચતું છું.” –૭૮.
“હું કુન્નુકસંસ્થાનનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.” –૭૯.
હું વામન સંસ્થાનનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૮).
“હું હુડકસંસ્થાનનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.” –૮૧.
અહા ! છ પ્રકારના આ જે સંસ્થાન નામકર્મની પ્રકૃતિ છે તેનો ઉદય આવે છે, પણ તે તરફ મારું લક્ષ નથી, સંસ્થાન પ્રતિ મારું જોર નથી. મને તો અંદર ભગવાન આત્મા પ્રતિ વલણ થયું છે. તેના પડખે હું ચઢયો છું તેને જ હું અનુભવું છું.
હવે હાડકાંની મજબુતાઈના છ પ્રકારના હનનનું કથન કરે છે:
હું વર્ષભનારાચસંહનાનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.” –૮૨.
“હું વજનારાચસંહનનનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.” –૮૩.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #163
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૮૭ થી ૩૯ : ૧૪૭ હું નારાચસંહનાનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.” –૮૪.
“હું અર્ધનારાચસંહનનનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.” –૮૫.
“હું કલિકાસંહનનનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું .” –૮૬.
હું અસંપ્રાપ્તાસૃપાટિકાસંહનનનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંતું છું.' –૮૭.
અહીં ધર્મી ચારિત્રવંત પુરુષની વાત છે. તેને આ બધી પ્રકૃતિ હોય એમ નહિ, પણ જેને જે પ્રકૃતિ હોય તેને, કહે છે, હું ભોગવતો નથી, અર્થાત્ જડે પ્રકૃતિના ફળ પ્રતિ મારું લક્ષ નથી, હું તો એક શુદ્ધ આનંદસ્વરૂપ આત્માને જ અનુભવું છું.
હવે સ્પર્શનામકર્મની પ્રકૃતિના આઠ ભેદ કહે છે:
‘હું સ્નિગ્ધસ્પર્શનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૮૮.
“હું રૂક્ષસ્પર્શનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંતું છું.” –૮૯. - “હું શીતસ્પર્શનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચતું છું.” –૯૦.
“હું ઉષ્ણસ્પર્શનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંતું
છું.” –૯૧.
“હું ગુરુસ્પર્શનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.” –૯૨.
- “હું લઘુસ્પર્શનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચતું છું.” –૯૩.
હું મૂદુસ્પર્શનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.” –૯૪. - “હું કર્કશસ્પર્શનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંતું છું.” –૯૫.
સ્પર્શનામકર્મની જડ પ્રકૃતિ જે સત્તામાં પડી હોય તે ઉદયમાં આવે છે. અહીં ધર્મી પુરુષ કહે છે – હું તેના ફળને ભોગવતો નથી, અનાકુળ આનંદનો દરિયો અંદર
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #164
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૮ : પ્રવચન રત્નાકર ભાગ-૧) ભગવાન આત્મા છે તે એકને જ હું વેદું છું. સમકિતીને જ્યાં સુધી સ્થિરતા ન હોય ત્યાં સુધી નિમિત્તના સંબંધે કોઈ ભાવ થાય તો પણ તે એનો દેખનાર-જાણનાર જ રહે છે. અહીં તો વિશેષ સ્થિરતા જામી છે તેની વાત છે. તો કર્મનું ફળ તેને આવતું જ નથી. ભાઈ ! આનો અભ્યાસ કરવો જોઈએ. અન્યથા અનેક શલ્ય ઉંધા ઘર કરી ગયા હોય છે. અટકવાના અનેક બહાનાં છે, છૂટવાનો તો એક જ માર્ગ છે, તે આ-કે અંતરમાં જવું, આત્મદષ્ટિ અને આત્મલીનતા કરવી.
હવે રસનામકર્મની પાંચ પ્રકૃતિની વાત કરે છે:
હું મધુરરસનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.” –૯૬.
“હું આસ્ફરસનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંતું છું.” –૯૭.
“હું તિક્તરસનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંતું છું.” –૯૮.
હું કટુકરસનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.” –૯૯
“હું કપાયરસનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.” –૧OO.
અહાહા..! ભગવાન આત્મા મહાન્ બાદશાહ છે. તે અનંતગુણોનો ધણી પ્રભુ છે. તેના પ્રત્યેક ગુણમાં અનંત ગુણનું રૂપ છે. અહા ! અનંત ધર્મત નામની આત્મામાં એક શક્તિ છે. બીજા અનંતગુણ છે તેમાં દરેકમાં બીજા અનંતગુણનું રૂપ છે. જ્ઞાનમાં, દર્શનમાં, આનંદમાં, વીર્યમાં, અસ્તિત્વમાં, વસ્તુત્વમાં એમ પ્રત્યેકમાં બીજા અનંત ગુણનું રૂપ છે. જેમકે જ્ઞાન ગુણમાં અસ્તિત્વનું રૂપ છે. જ્ઞાનગુણ તે અસ્તિત્વ એમ નહિ, પણ જ્ઞાન અસ્તિ છે એમ જ્ઞાનમાં અસ્તિત્વનું રૂપ છે. સૂક્ષ્મ વાત ભાઈ ! અહાહા..! આવો અનંતગુણનો સમુદ્ર પ્રભુ હું આત્મા છું, તે એકને જ, ધર્મી પુરુષ કહે છે, હું અનુભવું છું, કર્મપ્રકૃતિના ફળને હું ભોગવતો-અનુભવતો નથી. આવી વાત!
હવે ગંધનામકર્મની પ્રકૃતિના બે ભેદ કહે છે:
હું સુરભિગંધનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંતું છું.' -૧૦૧.
“અસુરભિગંધનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચતું છું.' -૧૦૨.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #165
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૮૭ થી ૩૮૯ : ૧૪૯ હવે વર્ણનામકર્મની પ્રકૃતિના પાંચ ભેદનું વર્ણન કરે છે:
“હું શુક્લવર્ણનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સચેતું છું.” –૧૦૩.
હું રક્તવર્ણનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું. છું.” –૧૦૪.
હું પીતવર્ણનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંતું છું.” –૧૦૫.
હું હરિતવર્ણનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંતું છું.” –૧૭૬.
“હું કૃષ્ણવર્ણનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંતું છું.” –૧૦૭.
ધોળો, લાલ, પીળો, લીલો, કાળો વર્ણ તે જડકર્મપ્રકૃતિનું ફળ છે, તેને હું ભોગવતો નથી, હું તો આત્મામાં જ લીન છું.
હવે આનુપૂર્વીનામકર્મના ચાર ભેદ છે તે કહે છે:
હું નરકગત્યાનુપૂર્વીનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.” -૧૦૮.
“હું તિર્યંચગત્યાનુપૂર્વીનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.” –૧૦૯.
“હું મનુષ્યગત્યાનુપૂર્વીનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.” –૧૧.
હું દેવગત્યાનુપૂર્વીનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.” –૧૧૧.
જે કર્મના ઉદયથી મરણ પછી અને જન્મ પહેલાં વિગ્રહગતિમાં રસ્તામાં આત્માના પ્રદેશ મરણ પહેલાંના શરીરના આકારે રહે છે તે આનુપૂર્વી કર્મ છે. ધર્મી પુરુષ કહે છે-હું તેના ફળને ભોગવતો નથી, હું એક શુદ્ધ આત્માને જ સંચેતું-અનુભવું છું. જુઓ, શ્રેણીક રાજા ક્ષાયિક સમકિતી હતા. નરકગતિને સન્મુખ થયેલો તેમનો જીવ નરકગત્યાનુપૂર્વીકર્મના ફળને ભોગવતો નથી. ગત્યાનુપૂર્વીકર્મના ઉદયે જે પ્રદેશોના આકારની યોગ્યતા થઈ તેનું ધર્મી પુરુષને લક્ષ નથી, તે તે શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતે છે. હવે કહે છે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #166
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫૦ : પ્રવચન રત્નાકર ભાગ-૧)
હું નિર્માણનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સચેતું છું.” –૧૧૨.
જે કર્મના ઉદયથી અંગોપાંગની ઠીક ઠીક રચના થાય તેને નિર્માણનામકર્મ કહે છે. તે પ્રકૃતિના ફળને, ધર્મીપુરુષ કહે છે, હું ભોગવતો નથી, અર્થાત્ કર્મપ્રકૃતિના ઉદય તરફ મારું વલણ નથી. ચોથ, પાંચમ અને છઠ્ઠ ગુણસ્થાને ધર્મી પુષને કંઈક અસ્થિરતા છે, તે કર્મપ્રકૃતિના ફળને માત્ર દેખે ને જાણે; સાતમાં ગુણસ્થાને સ્થિરતા થતાં ત્યાં અસ્થિરતાનો ભાવ જ નથી. અહીં સાતમાની મુખ્યતાથી વાત છે.
હું અગુરુલઘુનામકર્મનાફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંતું છું.’ –૧૧૩.
જે કર્મના ઉદયથી શરીર, લોઢાના ગોળાના જેવું ભારે અને આકડાના રૂના જેવું હલકું ન હોય તેને અગુરુલઘુનામકર્મ કહે છે. તેને, ધર્માત્મા કહે છે, હું ભોગવતો નથી, હું આત્માના આનંદને જ વેઠું .
“હું ઉપઘાતનામકર્મનાફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.' –૧૧૪.
જે કર્મના ઉદયથી પોતાનો ઘાત કરનારાં અંગ હોય તેને ઉપઘાત નામકર્મ કહે છે, તેના ફળને હું ભોગવતો નથી.
હું પરઘાતનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંતું છું.” –૧૧૫.
જે કર્મના ઉદયથી બીજાનો ઘાત કરવાવાળાં અંગ-ઉપાંગ હોય તેને પરવાત નામકર્મ કહે છે, તેના ફળને ધર્મી પુરુષ ભોગવતો નથી.
“હું આતપનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.' –૧૧૬.
જે કર્મના ઉદયથી પરને આતાપરૂપ શરીર હોય, જેમકે સૂર્યનું બિંબ, જ્ઞાની કહે છે, હું તેને ભોગવતો નથી, સ્વસ્વરૂપને જ સંચેતું છું.
“હું ઉદ્યોતનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.'–૧૧૭.
જે કર્મના ઉદયથી ઉધોતરૂપ શરીર થાય તેને ઉદ્યોત નામકર્મ કહે છે. તેના ફળને ધર્માત્મા ભોગવતો નથી.
“ઉચ્છવાસનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.' -૧૧૮.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #167
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૮૭ થી ૩૮૯ : ૧૫૧ જે કર્મના ઉદયથી શ્વાસોચ્છવાસ હોય તેને ઉચ્છવાસ નામકર્મ કહે છે, તેના ફળને ધર્મી પુરુષ ભોગવતો નથી.
હવે વિહાયોગતિ નામકર્મના બે ભેદ કહે છે:
‘હું પ્રશસ્તવિહાયોગતિનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચતું છું.' –૧૧૯.
‘હું અપ્રશસ્તવિહાયોગતિનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ –૧૨૦.
જે કર્મના ઉદયથી આકાશમાં ગમન થાય તેને વિહાયોગતિ નામકર્મ કહે છે. તેના ફળને ધર્મી ભોગવતો નથી.
‘હું સાધારણશરીરનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ –૧૨૧.
જે કર્મના ઉદયથી એક શરીરના અનેક જીવ સ્વામી હોય તેને સાધારણશરીર નામકર્મ કહે છે. સમકિતી કે મુનિને આવી પ્રકૃતિ પડી હોય, પણ તેનો એને ભોગવટો નથી.
‘હું પ્રત્યેકશ૨ી૨નામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૧૨૨.
જે કર્મના ઉદયથી એક શરીરનો એક જ સ્વામી હોય તેને પ્રત્યેકશરીર નામકર્મ કહે છે. તેના ફળને ધર્મી જીવ ભોગવતો નથી, આત્માને જ સંચેતે છે.
‘હું સ્થાવરનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.' -૧૨૩.
જે કર્મના ઉદયથી જીવ એકેન્દ્રિય જાતિમાં-પૃથ્વી, અપ, તેજ, વાયુ અને વનસ્પતિકાયમાં ઉપજે-જન્મે તેને સ્થાવર નામકર્મ કહે છે. તેના ફળને ધર્મ પુરુષ ભોગવતો નથી.
‘હું ત્રસનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૧૨૪.
જે કર્મના ઉદયથી જીવ દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય, પંચેન્દ્રિયોમાં ઉપજે-જન્મે તેને ત્રસનામકર્મ કહે છે, તેના ફળને, કહે છે, હું ભોગવતો નથી.
‘હું સુભગનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૧૨૫.
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
Page #168
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫ર : પ્રવચન રત્નાકર ભાગ-૧)
જે કર્મના ઉદયથી બીજા જીવો પોતાના ઉપર પ્રીતિ કરે એવું શરીર હોય તેને સુભગનામકર્મ કહે છે. તેના ફળને ધર્મી ભોગવતો નથી.
હું દુર્ભગનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.” –૧૨૬.
જે કર્મના ઉદયથી બીજા જીવો પોતાના ઉપર અપ્રીતિ કરે, દ્વેષ કરે એવું શરીર હોય તેને દુર્ભગનામકર્મ કહે છે. તેના ફળને ધર્મી-જ્ઞાની પુરુષ ભોગવતો નથી.
“હું સુસ્વરનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.” –૧૨૭.
જે કર્મના ઉદયથી મધુર-મીઠો સ્વર હોય તેને સુરનામકર્મ કહે છે. તેના ફળને ધર્મી ભોગવતો નથી.
“હું દુઃસ્વરનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચતું છું.' –૧૨૮.
જે કર્મના ઉદયથી મધુર સ્વર ન હોય, જેમ કાગડા, કુતરા, ગધેડા વગેરેને હોય છે તેવો કર્કશ હોય, તેને દુઃસ્વરનામકર્મ કહે છે. તેના ફળને ધર્મી ભોગવતો નથી.
હું શુભનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સચેતું
છું.” –૧૨૯.
જે કર્મના ઉદયથી શરીરના અવયવ સુંદર હોય તેને શુભનામકર્મ કહે છે. તેના ફળને હું ભોગવતો નથી. અહાહા...! ધર્મી શું કહે છે? કે રાગને પર્યાયબુદ્ધિમાં હતી એનાથી મારી દિશા ફરી ગઈ છે, દશા પણ ફરી ગઈ છે. મારી દશા સમ્યકત્વરૂપ થઈ છે, અને દિશા શુદ્ધ ચૈતન્ય તરફ છે. કર્મ પ્રકૃતિના ફળ ઉપર હવે મારું લક્ષ નથી. લ્યો, આવી વાત !
“હું અશુભનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંતું છું.” –૧૩).
જે કર્મના ઉદયથી શરીરના અવયવ સુંદર ન હોય, તેને અશુભનામકર્મ કહે છે. તેના ફળને, ધર્મી કહે છે, હું ભોગવતો નથી, હું સ્વસ્વરૂપને જ અનુભવું છું.
“હું સૂક્ષ્મનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સચેતું છું.” –૧૩૧.
“હું બાદરનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.' –૧૩ર.
જે કર્મના ઉદયથી શરીર, એવું સૂક્ષ્મ હોય કે તે બીજાને (પૃથ્વી આદિને)
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #169
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૮૭ થી ૩૮૯ : ૧૫૩ રોકે નહિ, ને બીજાથી રોકાય નહિ તેને સૂક્ષ્મનામકર્મ કહે છે; અને જેના ઉદયથી શરીર એવું સ્થૂળ હોય કે તે બીજાને રોકે ને બીજાથી રોકાઈ જાય તેને બાદરનામકર્મ કહે છે. ધર્મી પુરુષ કહે છે-હું કર્મ પ્રકૃતિને ભોગવતો નથી, હું તો ચૈતન્યસ્વરૂપને જ સંચેતું છું.
હું પર્યાતનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.' -૧૩૩.
જે કર્મના ઉદયથી પોતપોતાને યોગ્ય પર્યાતિ પૂર્ણ થાય તેને પર્યામિ નામકર્મ કહે છે. તેના ફળને ધર્મી જીવ ભોગવતો નથી.
હું અપર્યાપ્ત નામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૧૩૪.
જે કર્મના ઉદયથી જીવની લધ્યપર્યાપ્તક અવસ્થા હોય તેને અપર્યાપ્ત નામકર્મ કહે છે. જેની એકપણ પર્યાપ્તિ પૂર્ણ ન હોય તથા શ્વાસના અઢારમા ભાગમાં જ મરણ થવાવાળું હોય તેને લધ્યપર્યાપ્તક કહે છે. ધર્મી ચારિત્રવંત કહે છે- તે પ્રકૃતિના ફળને હું ભોગવતો, નથી, આત્માને જ સંતું છું.
“હું સ્થિરનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતે છું.' -૧૩પ.
જે કર્મના ઉદયથી શરીરની ધાતુ અને ઉપધાતુ પોતપોતાના સ્થાને રહે તેને સ્થિર નામકર્મ કહે છે. હું તેના ફળને ભોગવતો નથી.
હું અસ્થિરનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.” –૧૩૬.
જે કર્મના ઉદયથી શરીરની ધાતુ અને ઉપધાતુ પોતપોતાના ઠેકાણે ન રહે તેને અસ્થિરનામકર્મ કહે છે. તેના ફળને ધર્મી ભોગવતો નથી.
“હું આદેયનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.” –૧૩૭.
જે કર્મના ઉદયથી કાન્તિસહિત શરીર ઉપજે તેને આદેયનામકર્મ કહે છે. ધર્માત્મા કહે છે- તેના ફળને હું ભોગવતો નથી.
હું અનાદયનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.” –૧૩૮.
જે કર્મના ઉદયથી કાન્તિસહિત શરીર ન ઉપજે તેને અનાદેય નામકર્મ કહે છે. ધર્મી પુરુષ તેના ફળને ભોગવતો નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #170
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૪ : પ્રવચન રત્નાકર ભાગ-૧)
હું યશ-કીર્તિનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું' –૧૩૯.
જે કર્મના ઉદયથી લોકમાં જીવની પ્રશંસા થાય, નામના થાય તેને યશકીર્તિનામકર્મ કર્યું છે. તેના ફળને ધર્મી ભોગવતો નથી. ધર્મી કહે છે–બહારમાં યશ મળે તે હું નહિ, અંદર આત્માના ગુણો પ્રગટે તે વાસ્તવિક યશ છે. જેમાં નિરાકુળ આનંદનું વદન થાય તે હું છું, તેમાં મારો યશ છે. હું જશ પ્રકૃતિને વેદતો નથી. બહારમાં લોકો પ્રશંસા કરે એ તો પ્રકૃતિનું ફળ છે, તેને હું ભોગવતો નથી, હું તો અતીન્દ્રિય આનંદના સ્વરૂપને જ વેદું છું. આવું! સમજાણું કાંઈ...?
“હું અયશકીર્તિનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.” –૧૪).
જે કર્મના ઉદયથી જીવની લોકમાં પ્રશંસા ન થાય તેને અયશ-કીર્તિનામકર્મ કહે છે. તેના ફળને ધર્મી પુરુષ ભોગવતો નથી. - “હું તીર્થંકરનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૧૪૧.
અહંતપદના કારણભૂત કર્મને તીર્થકર નામકર્મ કહે છે. તેના ફળને, ધર્મી કહે છે, હું ભોગવતો નથી. અજ્ઞાની તીર્થંકર પ્રકૃતિનું નામ સાંભળી રાજી રાજી થઈ જાય, જ્યારે જ્ઞાની કહે છે-તીર્થકર પ્રકૃતિના ફળને હું ભોગવતો નથી. અહાહા –જુઓ તો ખરા ! કેટલો બધો ફેર! બાપુ! જે ભાવે તીર્થંકર પ્રકૃતિ બંધાય તે ભાવ અબંધ નથી, ધર્મ નથી, અને તેનાથી જે પ્રકૃતિ બંધાય તેને અહીં વિષવૃક્ષનું ફળ કહ્યું છે.
શાસ્ત્રમાં આવે કે તીર્થંકર પ્રકૃતિ પરંપરા મોક્ષનું કારણ છે; પરંતુ એ તો નિમિત્તનું કથન છે ભાઈ ! પ્રકૃતિ બંધાણી એ તો જડ રજકણ છે. તેને તો વિષવૃક્ષનું ફળ કહ્યું. વળી તેનો ઉદય ક્યારે આવે? કે કેવળજ્ઞાન થાય ત્યારે. હવે ત્યાં પ્રકૃતિના ફળમાં સંયોગ આવે તેમાં મારે શું? હું તો કેવળજ્ઞાની છું, સર્વ લોકાલોકનો જાણનારો છું. ભાઈ ! ધર્મી જીવ તો પહેલેથી જ કહે છે કે-તીર્થંકર પ્રકૃતિના ફળને હું નથી ભોગવતો. તીર્થંકર પ્રકૃતિ બધાને ના હોય; જેને હોય તેની વાત સમજવી. અહીં તો સામાન્યપણે બધી ૧૪૮ પ્રકૃતિઓની વાત કરી છે.
હવે ગોત્રકર્મની પ્રકૃતિના બે ભેદ છે તેની વાત કરે છે:
હું ઉચ્ચગોત્રકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચતું છું.” –૧૪૨.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #171
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૮૭ થી ૩૮૯ : ૧૫૫ જે કર્મના ઉદયથી ઉચ્ચ કુળમાં જન્મ થાય તેને ઉચ્ચ ગોત્રકર્મ કહે છે. તેના ફળને ધર્મી ભોગવતો નથી, ઉચ્ચગોત્રકર્મના ઉદયથી રાજા થાય, મોટો શેઠ થાય તેને ધર્મી પુરુષ ભોગવતો નથી.
“હું નીચગોત્રકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.' -૧૪૩.
જે કર્મના ઉદયથી ચંડાલ આદિ નીચકુળમાં જન્મ થાય તેને નીચગોત્રકર્મ કહે છે. તેના ફળને જ્ઞાની ભોગવતો નથી.
હવે અંતરાય કર્મની પાંચ પ્રકૃતિઓ કહે છે:
હું દાનાંતરાયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.” -૧૪૪.
હું લાભાંતરાયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંતું છું.” –૧૪૫.
“હું ભોગાંતરાયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંતું છું.” –૧૪૬.
“હું ઉપભોગતરાયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચતું છું.” –૧૪૭.
“હું વીર્યંતરાયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૧૪૮.
અહા ! જે કર્મ દાનાદિકમાં વિષ્ણ-અંતરાય કરે છે તે અંતરાય કર્મ છે, અને તેને, ધર્મી કહે છે, હું ભોગવતો નથી. પ્રકૃતિના ફળ પ્રતિ મને લક્ષ નથી, હું તો નિત્યાનંદસ્વરૂપ એક આત્માને જ સંતું છું.
આ પ્રમાણે જ્ઞાની સકળ કર્મોના ફળના સંન્યાસની ભાવના કરે છે. જેમ સકળ પુણ્ય-પાપના ભાવના સંન્યાસની અર્થાત્ કર્મચેતનાના ત્યાગની ભાવના કરી તેમ સકળ કર્મોના ફળના સંન્યાસની ભાવના કરી.
અહીં ભાવના એટલે વારંવાર ચિંતવન કરીને ઉપયોગનો અભ્યાસ કરવો તે. જ્યારે જીવ સમ્યગ્દષ્ટિ-જ્ઞાની થાય છે ત્યારે તેને જ્ઞાન-શ્રદ્ધાન તો થયું જ કે-“હું શુદ્ધનયે સમસ્ત કર્મથી અને કર્મના ફળથી રહિત છું.” પરંતુ પૂર્વે બાંધેલા કર્મ ઉદયમાં આવે તેમનાથી થતા ભાવોનું કર્તાપણું છોડીને, ત્રણે કાળ સંબંધી ઓગણપચાસ ઓગણપચાસ ભંગો વડે કર્મચેતનાના ત્યાગની ભાવના કરીને તથા સર્વ કર્મનું ફળ ભોગવવાના ત્યાગની ભાવના કરીને, એક ચૈતન્યસ્વરૂપ આત્માને જ ભોગવવાનું બાકી રહ્યું .'
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #172
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫૬ : પ્રવચન રત્નાકર ભાગ-૧૦
એક બાજુ એમ કહે કે- મુનિને, ગણધર ભગવાનને પણ રાગનું પરિણમન હોય છે ને વળી બીજી બાજુ એમ કહે કે-સમ્યગ્દષ્ટિ રાગનો કર્તા નથી, આ કેવી રીતે છે?
સમાધાન - સમ્યગ્દષ્ટિ, મુનિ, ગણધર કે છદ્મસ્થદશાસ્થિત તીર્થકરને પણ ભૂમિકા અનુસાર વ્રતાદિના વિકલ્પ થતા હોય છે. જેટલું ત્યાં રાગનું પરિણમન છે તેટલા અંશે તે કર્તા છે. આ વાત પ્રવચનસારમાં ૪૭ નયના અધિકારમાં આવે છે. સાધકને જેટલા અંશે રાગનું પરિણમન છે તેટલા અંશે તે તે પરિણમનનો કર્તા છે, ભોક્તા પણ છે; પરંતુ સમ્યગ્દષ્ટિને, ધર્માત્માને રાગની રુચિ નથી, રાગ મારું કર્તવ્ય છે એવી બુદ્ધિ નથી, રાગમાં
સ્વામિત્વ નથી તેથી તે અકર્તા છે. રાગ કરવાલાયક છે, ભોગવવાલાયક છે એવી માન્યતા જ્ઞાનીને ચોથે ગુણસ્થાનેથી જ હોતી નથી તેથી તે અકર્તા છે, અભોક્તા છે. આવી વાત છે. જ્યાં જે અપેક્ષાથી વાત હોય તેને તે રીતે યથાર્થ સમજવી જોઈએ.
જુઓ, પરવસ્તુ-દાળ, ભાત, લાડુ, શાક, સ્ત્રીનું શરીર ઈત્યાદિને આત્મા ભોગવી શકતો નથી; અજ્ઞાની પણ તેને ભોગવતો નથી. તેના લક્ષ જે રાગાદિ ઉપજે છે તેને અજ્ઞાની ભોગવે છે અને માને છે કે હું પરને ભોગવું છું; આ અજ્ઞાની જીવનો મિથ્યા ભ્રમ છે. અહીં એમ કહે છે કે રાગ અને દ્રષના ભાવ હોવા છતાં જ્ઞાની તેને ભોગવતો નથી, તે તો માત્ર તેનો જાણનાર-દેખનાર જ રહે છે; કર્તા-ભોક્તા થતો નથી.
“અવિરત, દેશવિરત અને પ્રમત્ત અવસ્થાવાળા જીવને જ્ઞાન શ્રદ્ધાનમાં નિરંતર એ ભાવના તો છે જ; અને જ્યારે જીવ અપ્રમત્ત દશા પ્રાપ્ત કરીને એકાગ્ર ચિત્તથી ધ્યાન કરે, કેવળ ચૈતન્યમાત્ર આત્મામાં ઊપયોગ લગાવે અને શુદ્ધોપયોગરૂપ થાય, ત્યારે નિશ્ચયચારિત્રરૂપ શુદ્ધોપયોગભાવથી શ્રેણી ચઢીને કેવળજ્ઞાન ઉપજાવે છે. તે વખતે એ ભાવનાનું ફળ જે કર્મચેતનાથી અને કર્મફળચેતનાથી રહિત સાક્ષાત્ જ્ઞાનચેતનારૂપ પરિણમન તે થાય છે, પછી આત્મા અનંત કાળ સુધી જ્ઞાનચેતનારૂપ જ રહેતો થકો પરમાનંદમાં મગ્ન રહે છે.'
જુઓ, ચોથે, પાંચમે, છ ગુણસ્થાને વ્યવહારનયનો વિષય-કિંચિત્ રાગ હોય છે, પરંતુ જ્ઞાનીને તેના ત્યાગની ભાવના અર્થાત્ જ્ઞાતાદ્રવ્યની ભાવના સદાય હોય છે. તે વારંવાર ત્રિકાળી ચૈતન્યમાત્ર આત્મામાં ઉપયોગને જોડે છે અને એ રીતે શુદ્ધોપયોગ જામે છે, દઢ થાય છે.
સમ્યગ્દર્શન થવાના કાળે પણ શુદ્ધોપયોગ તો હોય છે. ચોથે ગુણસ્થાને સમ્યગ્દર્શન થાય છે તે શુદ્ધોપયોગના કાળે થાય છે. પછી પણ કોઈ કોઈ વાર ધ્યાતા-ધ્યાન-ધ્યયના વિકલ્પોથી છૂટી તે શુદ્ધોપયોગમાં આવી જાય છે. ચોથે-પાંચમે ગુણસ્થાને શુદ્ધોપયોગ અલ્પકાળ રહે છે તેથી તેને ન ગણતાં સાતમાં ગુણસ્થાને શુદ્ધોપયોગ જામી જાય છે તેને અહીં શુદ્ધોપયોગ કહ્યો છે. ચારિત્રદશાની ઊત્કૃષ્ટતા બતાવવી છે ને! તેથી ત્યાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #173
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૮૭ થી ૩૮૯ : ૧૫૭ સાતમે ગુણસ્થાને શુદ્ધોપયોગરૂપ થાય છે એમ કહ્યું છે, કેમકે ત્યાં ઉપયોગની સ્થિરતા થઈ છે. અહા ! આવો શુદ્ધોપયોગ થાય ત્યારે નિશ્ચયચારિત્રરૂપ શુદ્ધોપયોગ ભાવથી શ્રેણી ચડીને કેવળજ્ઞાન ઉપજાવે છે. અને તે વખતે એ ભાવનાનું ફળ જે સાક્ષાત જ્ઞાનચેતનારૂપ પરિણમન તે થાય છે. પછી તે અનંતકાળ જ્ઞાનચેતનારૂપ રહ્યો થકો પરમાનંદમાં મગ્ન રહે છે.
સમ્યગ્દષ્ટિને પણ જ્ઞાનચેતના તો હોય છે, પણ સાથે પર્યાયમાં તેને કર્મચેતના અને કર્મચેતના પણ હોય છે, તેને તે જાણે-દેખે જ છે એ બીજી વાત છે. પણ તેને કિંચિત રાગનું વેદન અવશ્ય હોય છે. કોઈ એમ કહે કે સમ્યગ્દષ્ટિને સર્વથા રાગ નથી, દુઃખ નથી તો તે એની એકાંત મિથ્યા માન્યતા છે. સમ્યગ્દર્શન થતાં, દ્રવ્યદૃષ્ટિની મુખ્યતામાં, તેને જે રાગ છે તેને ગૌણ કરીને નથી એમ કહીએ છીએ એ બીજી વાત છે, બાકી છઠ્ઠ, સાતમ અને દસમા પર્યત કિંચિત્ આસ્રવ છે. ‘દ્રવ્યદૃષ્ટિ પ્રકાશ” માં સોગાનીજીએ શુભરાગને ભઠ્ઠી કહેલ છે. છઠ્ઠ મુનિરાજને જે વ્રતાદિના વિકલ્પ આવે છે તે તેને ભઠ્ઠી સમાન લાગે છે. સમકિતીને એકલી શુદ્ધ પરિણતિ જ હોય છે એ વાત બરાબર નથી.
સમયસારની અગિયારમી ગાથામાં સર્વ પર્યાયોને અભૂતાર્થ કહી છે; મોક્ષમાર્ગની અને કેવળજ્ઞાનની પર્યાયને પણ ત્યાં અભૂતાર્થ કહી છે. તેનો આશય શું છે? ભાઈ ! એ તો પર્યાયને ગૌણ કરીને, વ્યવહાર કહીને તેને અભૂતાર્થ-અસત્યાર્થ કહી છે, અને ત્રિકાળી દ્રવ્યને મુખ્ય કરી, નિશ્ચય કહી ભૂતાર્થ કહેલ છે. ત્યાં તો બાપુ! ત્રિકાળી દ્રવ્યનો જ આશ્રય કરાવવાનું પ્રયોજન છે એમ યથાર્થ સમજવું. જ્યાં એ અપેક્ષાથી વાત હોય તેને બરાબર મેળવીને યથાર્થ સમજવું જોઈએ. એમાં જરાય ફરક પડે તો બધું જ ફરી જાય. સમજાણું કાંઈ....?
નિશ્ચયની મુખ્યતાથી કહ્યું હોય કે સમકિતીને આસ્રવ-બંધ નથી, ત્યાં એકાંત પકડી લે કે ચોથા ગુણસ્થાનવાળાને રાગ છે જ નહિ તો તેમ વસ્તુનું સ્વરૂપ નથી. દસમે ગુણસ્થાને પણ સુક્ષ્મ રાગ હોય છે. જ્યાં (રાગ) નથી એમ કહ્યું હોય ત્યાં ગૌણ કરીને દષ્ટિની પ્રધાનતામાં નથી એમ કહ્યું છે એમ યથાર્થ સમજવું. બાકી જ્યાં સુધી પૂર્ણ વીતરાગતા ને પૂર્ણ આનંદ પ્રગટયો નથી ત્યાં સુધી દુ:ખનું વેદન અવશ્ય છે જ.
જુઓ, મિથ્યાષ્ટિને બિલકુલ આનંદ નથી, એકલું દુ:ખ જ છે; કેવળીને બિલકુલ દુઃખ નથી, એટલું સુખ જ છે. સાધકને આનંદ અને દુઃખ બન્ને યથાસંભવ સાથે છે; અને તેથી તો તે સાધક કહેવાય છે. પર્યાયમાં તેને અંશે બાધકભાવ પડયો છે. ત્યાં જેટલી અસ્થિરતા છે તેટલો આસ્રવ-બંધ છે. જ્યાં સુધી યથાખ્યાત ચારિત્રની પૂરણ રમણતા ન થાય ત્યાં સુધી જ્ઞાનીને આસવ-બંધ છે, દુઃખ છે.
પ્રશ્ન:- તો સમકિતીને આસ્રવ-બંધ નથી રે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #174
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૮ : પ્રવચન રત્નાકર ભાગ-૧)
ઉત્તર- હા, કહ્યું છે; પણ કઈ અપેક્ષાએ? એ તો મિથ્યાત્વ અને અનંતાનુબુધીનો અભાવ તેને થયો છે એ અપેક્ષાએ ત્યાં વાત કરી છે. મિથ્યાત્વ અને અનંતાનુબંધીને જ મુખ્યપણે આસ્રવ-બંધ ગણેલ છે એ અપેક્ષાએ વાત છે. અહીં કર્યું છે- જ્યારે જીવ અપ્રમત્ત દશાને પ્રાપ્ત કરીને કેવળ ચૈતન્યમાત્ર આત્મામાં ઉપયોગને જોડી દે, જડી દે અને શુદ્ધોપયોગરૂપ થાય ત્યારે શ્રેણી ચડીને કેવળજ્ઞાન ઉપજાવે છે અને તે વખતે જે કર્મચેતનાથી અને કર્મફળચેતનાથી રહિત સાક્ષાત્ જ્ઞાનચેતનારૂપ પરિણમન તે થાય છે; પછી આત્મા અનંતકાળ સુધી જ્ઞાનચેતનારૂપ રહેતો થકો પરમાનંદમાં મગ્ન રહે છે.
સાદિ અનંત અનંત સમાધિ સુખમાં” એમ તો જ્ઞાનચેતના અંશે ચોથા ગુણસ્થાને પ્રગટ થાય છે. પંચાસ્તિકાયમાં (ગાથા ૩૯ માં) જે એમ કહ્યું છે કે જ્ઞાનચેતના કેવળીને જ હોય છે એ તો ત્યાં પૂર્ણતાની અપેક્ષાએ વાત છે; બાકી જ્ઞાનચેતનારૂપ અનુભવ ચોથે ગુણસ્થાનેથી શરૂ થાય છે. રાગથી ખસીને જ્ઞાનસ્વરૂપ ભગવાન આત્મામાં એકાગ્ર થવું તે જ્ઞાનચેતના છે, અને તે ચોથેથી શરૂ થાય છે. સમ્યગ્દષ્ટિને જ્ઞાનચેતના હોય છે, પણ પૂર્ણ નથી, સાથે કર્મચેતના અને કર્મફળચેતના પણ હોય છે.
અહાહા...! અહીં કહે છે- સાક્ષાત્ જ્ઞાનચેતનારૂપ પરિણમન થાય પછી આત્મા અનંતકાળ સુધી જ્ઞાનચેતનારૂપ રહેતો થકો પરમાનંદમાં મગ્ન રહે છે. જુઓ, ત્રિકાળી શુદ્ધ એક જ્ઞાયકભાવના આશ્રયે જે નિર્મળ રત્નત્રયરૂપ મોક્ષમાર્ગ પ્રગટયો તેનો કાળ અસંખ્ય સમય છે; અને તેનું ફળ જે કેવળજ્ઞાન અને મોક્ષદશા પ્રગટી તેનો કાળ અનંત છે. સાધકપણાનો કાળ અસંખ્ય સમય છે, અનંત નહિ અને સિદ્ધદશા પ્રગટે તેનો કાળ અનંત છે. અહાહા..! આત્મા દ્રવ્ય છે તેનો કાળ અનાદિ-અનંત છે. તેમાં મિથ્યાષ્ટિ ભવ્ય જીવનો સંસાર અનાદિ–સાંત છે, સાધકપણાનો કાળ સાદિ–સાંત અસંખ્ય સમય છે, અને તેનું ફળ જે સિદ્ધદશા તેનો કાળ સાદિ-અનંત અનંત છે. અહાહા..! પરમ સુખમય સિદ્ધદશા પ્રગટી તે હવે અનંત અનંતકાળ રહેશે. કહ્યું કે અહીં કે-અનંતકાળ સુધી જ્ઞાનચેતનારૂપ જ રહેતો થકો પરમાનંદમાં મગ્ન રહે છે. અહાહા...! સિદ્ધ પરમાત્મા અનંતકાળ સુધી પરમાનંદમાં મગ્ન રહે છે.
પ્રવચનસાર ગાથા ૧૯૮ ના ભાવાર્થમાં કહ્યું છે કે “સર્વજ્ઞ ભગવાનને કોઈ પદાર્થ પ્રત્યે અભિલાષા, જિજ્ઞાસા કે સંદેહ નથી તો પછી તેઓ કયા પદાર્થને ધ્યાવે છે? આ ગાથામાં તેનો ઉત્તર આ પ્રમાણે આપવામાં આવ્યો છે.
એક અગ્રનું વિષયનું સંવેદન તે ધ્યાન છે. સર્વ આત્મપ્રદેશે પરિપૂર્ણ આનંદ અને જ્ઞાનથી ભરેલા સર્વજ્ઞ ભગવાન પરમાનંદથી અભિન્ન એવા નિજાત્મારૂપી એક વિષયનું સંવેદન કરતા હોવાથી તેમને પરમાનંદનું ધ્યાન છે; અર્થાત્ તેઓ પરમ સૌને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #175
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૮૭ થી ૩૮૯ : ૧૫૯ ધ્યાવે છે.” અહાહા....! શુદ્ધોપયોગના ફળમાં જે પરમાનંદમય દશા પ્રગટી તેમાં સાદિ અનંતકાળ તેઓ મગ્ન રહે છે. આવી વાત! સમજાણું કાંઈ...?
હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે:
* કળશ ૨૩૧ : શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * (સકળ કર્મોના ફળનો ત્યાગ કરી જ્ઞાનચેતનાની ભાવના કરનાર જ્ઞાની કહે છે કે.) “ઇવે' પૂર્વોક્ત રીતે “નિ:શેષ-ર્મ-છત્ત-સંન્યસનાત' સમસ્ત કર્મના ફળનો સંન્યાસ કરવાથી “ચૈતન્ય-નક્સ આત્મિતત્ત્વ ભૂમિ' ભગત: સર્વ-મિયાન્તર-વિહાર-નિવૃત્ત-વૃત્ત:' હું ચૈતન્ય જેનું લક્ષણ છે એવા આત્મતત્વને અતિશયપણે ભોગવું છું અને તે સિવાયની અન્ય સર્વ ક્રિયામાં વિહારથી મારી વૃત્તિ નિવૃત્ત છે (અર્થાત્ આત્મતત્ત્વના ભોગવટા સિવાયની અન્ય જે ઉપયોગની ક્રિયા-વિભાવરૂપ ક્રિયા-તેમાં મારી પરિણતિ વિહાર કરતી નથી–પ્રવર્તતી નથી );
અહાહા.......! જ્ઞાની કહે છે કે... , જ્ઞાની એટલે? નિજ ચૈતન્યસ્વભાવના આશ્રયે જેણે અંદર જ્ઞાનચેતના પ્રગટ કરી છે તે જ્ઞાની છે.
ભાઈ ! આ શરીર તો જડ માટી–ધૂળ છે. ભગવાન આત્મા એનાથી ભિન્ન ચીજ છે. મરી જાય ત્યારે દેહથી ભિન્ન એમ નહિ, અત્યારે પણ દેહથી આત્મા ભિન્ન વસ્તુ છે. અરે, મરે કોણ? જડ કે ચેતન? કોઈ જ મરતું નથી; ફક્ત દેહની (પરમાણુની) અવસ્થા બદલી જાય છે. હાડ-માંસનું પોટલું છે તે બદલીને મસાણની રાખ થાય છે; બસ. તે કાંઈ આત્મા નથી. વળી પર્યાયમાં થતા વિકારી ભાવોથી પણ અંદર શુદ્ધ ચૈતન્ય તત્ત્વ ભિન્ન છે. બાપુ! વિકારવાળો અજ્ઞાનીએ પોતાને માન્યો છે. એ તો એની મિથ્યા કલ્પના છે, ભ્રમ છે, વસ્તુ ક્યાં એવી છે? ભગવાન સર્વજ્ઞદેવ ફરમાવે છે કે તારું ચૈતન્યતત્ત્વ અંદર કર્મચેતના અને કર્મફળચેતનાથી ભિન્ન છે. વિકારી ભાવમાં એકાગ્ર થઈ ને ચેતવું તે કર્મચતના છે, ને તેમાં હરખ-શોક થાય તે કર્મફળચેતના છે; બન્ને દુઃખદાયક છે. અહાહા...એ બન્નેથી ભિન્ન પડી અંદર ચિત્માત્ર નિજ સ્વરૂપના આશ્રયે જ્ઞાનચેતના પ્રગટ કરી છે તેને જ્ઞાની કહીએ.
આત્મા વસ્તુ ત્રિકાળ છે, તેનો જ્ઞાનાનંદસ્વભાવ પણ ત્રિકાળ છે. અહા ! આવા નિજ સ્વભાવનું ભાન કરી અંતર-એકાગ્રતાથી આનંદની રમતમાં જોડાવું તેનું નામ જ્ઞાનચેતના છે. જુઓ, ઈન્દ્રિયના વિષયોને આત્મા ભોગવતો નથી, કેમકે તેઓ જડ માટી-ધૂળ છે. પણ ભોગ-વિષય મારા છે, અને તેમાં ઠીક છે એવો જે ભાવ-અભિપ્રાય છે તે મહાપાપ છે. તે વિકારી ભાવનું વદન તે પાપનું વેદન છે, દુઃખનું વેદન છે. અહા ! તેના તરફનું
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #176
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૧૬O : પ્રવચન રત્નાકર ભાગ-૧) લક્ષ છોડી દઈને જ્ઞાનાનંદસ્વરૂપ નિજ ત્રિકાળી આત્મવસ્તુની દષ્ટિ કરી તેમાં એકાગ્ર થતાં જે દશા પ્રગટે તે જ્ઞાનચેતના છે, અને આ જ્ઞાનચેતના ભવનો અંત લાવનારી છે.
અમેરિકામાં કોઈ જાય અને ત્યાં માસિક દસ-વીસ હજાર ડોલર મળે એટલે માની લે કે અમે સુખી; પણ બાપુ! એ ધૂળમાં (-ડોલરમાં. ધનમાં) ક્યાં સુખ છે? અજ્ઞાની પાગલ લોકો તેમાં સુખ માનો તો માનો, વાસ્તવમાં તો તેના લક્ષ જીવ દુઃખી જ છે, અહાહા..! સુખનો ભંડાર તો અંદર સુખધામ પ્રભુ નિજ જ્ઞાનાનંદસ્વભાવી આત્મા છે. આવા નિજ સ્વરૂપની સન્મુખ થઈ તેના શરણમાં જતાં, તેમાં જ એકાગ્ર થતાં જ્ઞાનચેતના પ્રગટ થાય છે, અને તે ભવનો અંત કરનારી અને પરમ સુખની દેનારી છે; અને ધર્મ કહેવામાં આવે છે. બાકી પરના લક્ષે થનારા પુણ્ય-પાપના ભાવ તો ચારગતિમાં પરિભ્રમણ કરાવનારા દુઃખના ભાવ છે. શુભભાવ આવે એય દુ:ખરૂપ જ ભાવ છે. સમજાણું કાંઈ?
કોઈ પાંચ-પચીસ લાખ દાનમાં આપે અને ત્યાં રાગની મંદતા હોય તો તેને પુણ્યબંધ થાય, ધર્મ નહિ. વળી દાન આપતી વેળા મેં પૈસા આપ્યા એવું જે અંદર શલ્ય હોય તો તો એકલું પાપ જ બાંધે. બહુ આકરી વાત બાપા! પણ શું થાય? વસ્તુસ્થિતિ આવી છે. કદાચિત્ રાગની મંદતા કરી હોય તો તે વડ પુણ્યબંધ થાય; પણ બંધ જ થાય, ધર્મ નહિ; કેમકે તે શુભભાવ પણ આત્માના સ્વભાવથી વિરુદ્ધ ભાવ છે; અંદર સચ્ચિદાનંદ પ્રભુ વિરાજે છે તેને ઘાયલ કરનારો તે વિરુદ્ધ ભાવ છે. આવી વાત છે. સમજાણું કાંઈ.?
અહીં જેને જ્ઞાનચેતના પ્રગટ થઈ છે તે જ્ઞાની કહે છે- રાગરૂપી કર્મ અને તેનું ફળ-એ મારી ચીજ નહિ હું તો જ્ઞાનસ્વરૂપ છું. સમસ્ત કર્મના ફળનો સંન્યાસ કરવાથી ચૈતન્ય જેનું લક્ષણ છે એવા શુદ્ધ આત્મતત્ત્વને હું અતિશયપણે ભોગવું છું. અહાહા..! કહે છે–શુભાશુભ ભાવ અને તેનાથી થતા હરખશોકના ભાવ-તેનો ત્યાગ કરીને હું ચૈતન્યલક્ષણ એક નિજતત્ત્વને અતિશયપણે અનુભવું છું. અહાહા..! જાણવું-દેખવું એક જેનું લક્ષણ છે એવા આનંદના નાથ પરમાનંદસ્વરૂપ પ્રભુ નિજ આત્મસ્વરૂપને હું સંચેતુંવેદું છું, ભોગવું છું. આવી વાત !
' અરે! ૮૪ લાખ યોનિમાં અવતાર ધરીધરીને અનંતકાળ એ રઝળી મર્યા છે! મોટો અબજોપતિ પણ અનંતવાર થયો અને ભટકતો ભિખારી પણ અનંતવાર થયો. ઢોરમાં અને નરકમાં પણ અનંતવાર જમ્યો. ભાઈ ! તારા જન્મ-મરણના દુ:ખની શું કથની કહીએ ? ક્યાંય પણ તને આત્માની સુખ-શાન્તિ ન મળ્યાં; કેમકે સુખનો ભંડાર તો પોતે છે તેની નજર કરી નહિ. અરે ભાઈ, તું વિચાર તો ખરો કે તું કોણ છો ? અહીં કહે છે-હું તો ચૈતન્ય
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #177
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૮૭ થી ૩૮૯ : ૧૬૧ જેનું લક્ષણ છે એવું આત્મતત્ત્વ છે. શું કીધું? આ રળવા-કમાવાના ભાવ જે તને થાય છે તે પાપતત્ત્વ છે, ને દયા, દાનના ભાવ પુણ્યતત્ત્વ છે. અને એનાથી ભિન્ન અંદર ચૈતન્યના ઉપયોગસ્વરૂપ આત્મતત્ત્વ છે. ભાઈ ! ભગવાન કેવળી દેવાધિદેવ અરિહંત પરમાત્માએ ઈન્દ્રો ને ગણધરોની ઉપસ્થિતિમાં ધર્મસભામાં ફરમાવેલી આ વાત છે. જુઓ, જ્ઞાની પુરુષ કહે છે-હું ચૈતન્યલક્ષણ એક આત્મતત્ત્વને અતિશયપણે ભોગવું છું. જુઓ, આ ધર્મની રીત !
અરે, અજ્ઞાની જનો રાતદિવસ (પુણ્ય-પાપના વિકલ્પોની) મજુરી કર્યા કરે છે, પણ પોતાની જરાય દરકાર કરતા નથી. તેથી ઘણા જીવો તો બિચારા મરીને ઢોરમાં ચાલ્યા જાય છે. પુણ્ય-પાપના ભાવ મારા–એમ સ્વભાવ વિરુદ્ધ આડોડાઈ કરીને! એ આડોડાઈના ફળમાં શરીર પણ આડાં ઢોરનાં મળે છે. અને માંસ ખાનારા, મદિરાનું સેવન કરનારા ને શિકાર ખેલનારા બધા હિંસક જીવો નરકમાં જાય છે. ત્યાં તેઓ અતિ તીવ્ર અસહ્ય દુઃખો ભોગવે છે. આવા હિંસક લોકોની નરકમાં પાર્લામેન્ટ મળે છે, ત્યાં તેઓ પરસ્પર વેર વસુલ કરે છે ને તીવ્ર દુઃખ સહે છે. વળી કોઈ જીવો દયા, દાન, વ્રત, ભક્તિ આદિ વિશેષ શુભભાવ વડ મરીને સ્વર્ગે જાય છે. ત્યાં પણ મિથ્યાદર્શન વડે તેઓ દુઃખી જ છે. કાંઈક સરળતા હોયને પુણ્ય ઉપજાવે તો જીવ મરીને મનુષ્યપણું પામે છે. આ ચારેય ગતિમાં જીવ ભમ્યાં જ કરે છે ને દુઃખી થયા કરે છે જ્યારે ધર્મી પુરુષ કહે છેઅમે તો પુણ્ય-પાપથી રહિત થઈને એક આત્માના આનંદને ભોગવીએ છીએ, અમે અતિશયપણે સુખી છીએ. આવે છે ને કે--
સુખિયા જગતમાં સંત, દુરિજન દુઃખિયા રે. અહા! ચૈતન્યલક્ષણે લક્ષિત નિજ શુદ્ધાત્માને ધર્મી પુરુષ અનુભવે છે; તે મહા સુખી છે. અહા! આત્મતત્ત્વના ભોગવટા સિવાયની અન્ય જે ક્રિયા-વિભાવક્રિયા તેમાં ધર્મી પુરુષની પરિણતિ વિહાર કરતી નથી, પ્રવર્તતી નથી. અહા ! ધર્મી કહે છે- જેટલા પુણ્ય-પાપનો ભાવ છે તે વિકારી ભાવ મારી ભોગવવાની ક્રિયાથી અનેરા છે, જુદા છે; તે દુઃખના ભાવમાં મારી વૃત્તિ વિહાર કરતી નથી; અતીન્દ્રિય આનંદને ભોગવવા સિવાયની અન્ય હરકોઈ ક્રિયામાં મારી વૃત્તિ વિહાર કરતી નથી.
જુઓ ક્રિયાના ત્રણ પ્રકાર છે: ૧. શરીર, મન, વાણીની ક્રિયા તે જડની ક્રિયા છે; તેને આત્મા કરતો નથી.
૨. પુણ્ય-પાપના ભાવ થાય તે વિભાવ ક્રિયા છે, તે દુઃખરૂપ છે; જ્ઞાનીની વૃત્તિ તે ક્રિયાથી નિવૃત્ત છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #178
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htîp://www.A+maDharma.com for updates ૧૬૨ : પ્રવચન રત્નાકર ભાગ-૧૦
૩. વિભાવથી ભિન્ન પડી અંદર ચૈતન્યસ્વભાવમાં એકાગ્રતાનો અભ્યાસ કરવો તે સ્વભાવ ક્રિયા છે, ધર્મની ક્રિયા છે. આનું નામ ચારિત્ર છે.
૫૨ જીવોની દયા પાળવી તે ચારિત્ર એમ નહિ; બાપુ! પરની દયા તો કોણ કરી શકે છે? ૫૨ને કોણ બચાવી શકે છે? સામા જીવનું આયુષ્ય હોય તો બચે છે, બાકી કોણ બચાવે ? ભાઈ ! તું (–આત્મા ) જેવડો અને જેટલો છું તેવડો ને તેટલો માની ને તેમાં ઠરે તે સાચી દયા છે, સ્વદયા છે. સ્વદયા તે સાચી દયા, બાકી તો વ્યવહાર છે. મુનિરાજને પણ ૫૨ દયાનો ભાવ આવે, પણ તે પુણ્ય છે, ધર્મ નહિ, વાસ્તવિક દયા નહિ. અહીં ચારિત્રવંત ધર્મી પુરુષ કહે છે- શુભાશુભભાવની ક્રિયામાં વિહાર કરવાથી મારી વૃત્તિ નિવૃત્ત છે. અહા ! સ્વદેશમાં-નિજ ચૈતન્યધામમાં-વિહાર કરવાનું છોડી પુણ્ય-પાપરૂપ પરદેશમાં હવે અમે કેમ ભટકીએ ?
બેનશ્રીના વચનામૃતમાં આવે છે કે- વિભાવ તે અમારો દેશ નહિ, એ તો પરદેશ છે. અહીં ધર્મી પુરુષ કહે છે- નિજાનંદમય સ્વદેશને છોડી વિભાવરૂપ પરદેશમાં વિહાર કરવાથી અમારી વૃત્તિ નિવૃત્ત છે. હવે આવી વાત સાંભળવાય મળે નહિ તે બિચારા શું કરે ? સ્વરૂપ સંપદાની ખબર વિના તેઓ બિચારા રાંકા દુઃખી છે. આ અબજોપતિ બધા રાંકા દુ:ખી છે હો. બહુ આકરી વાત બાપા !
આ તો ચારિત્રની વ્યાખ્યા છે. સ્વરૂપમાં અંદર રમવું તેનું નામ ચારિત્ર છે. આત્મા ( –પરિણતિ ) આત્મારામમાં ચરે ૨મે તેને ચારિત્ર કહીએ. ધર્મી પુરુષ કહે છે- ‘અવતસ્ય મમ' એમ આત્મતત્ત્વના ભોગવટામાં અચળ એવા મને, ‘યમ્ વ્હાલ-વલી' આ કાળની આવલી કે જે ‘અનન્તા' પ્રવાહરૂપે અનંત છે તે, ‘વસ્તુ' આત્મતત્ત્વના ભોગવટામાં જ વહો –જાઓ. ( ઉપયોગની વૃત્તિ અન્યમાં ક્દી પણ ન જાઓ ).
જુઓ, આ ધર્માત્માની ભાવના! તે અનંતકાળ પર્યંત સ્વસ્વરૂપમાં જ રહેવાની
ભાવના કરે છે.
* કળશ ૨૩૧ : ભાવાર્થ ઉપરનું પ્રવચન *
"
આવી ભાવના કરનાર જ્ઞાની એવો તૃપ્ત થયો છે કે જાણે ભાવના કરતાં સાક્ષાત્ કેવળી જ થયો હોય; તેથી તે અનંતકાળ સુધી એવો જ રહેવાનું ચાઢે છે. અને તે યોગ્ય જ છે; કારણ કે આ જ ભાવનાથી કેવળી થવાય છે. કેવળજ્ઞાન ઉપજવાનો પરમાર્થ ઉપાય આ જ છે.’
જુઓ, આ અંત૨–૨મણતાની ચારિત્રની વાત છે. સમ્યગ્દર્શન પછી અંદર જેને સ્વરૂપ-રમણતાની જમાવટ થઈ છે તે એવો તૃપ્ત-તૃપ્ત થયો છે કે ભાવના કરતાં કરતાં જાણે સાક્ષાત્ કેવળી જ થયો હોય. હવે તેને સ્વસ્વરૂપમાંથી બહાર નીકળવું જ ગમતું નથી; અનંત કાળ સ્વરૂપમાં જ રહેવા ચાહે છે. પં. જયચંદજી કહે છે- તે યોગ્ય જ
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
Page #179
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૮૭ થી ૩૮૯ : ૧૬૩ છે, કેમકે આ જ ભાવનાથી કેવળી થવાય છે. વ્રત, તપ, આદિ ક્રિયાકાંડના વિકલ્પથી કાંઈ કેવળજ્ઞાન પ્રગટતું નથી. સ્વરૂપનો અનુભવ, તેનો અભ્યાસ અને સ્વરૂપમણતાની જમાવટ-બસ આજ એક ઉપાય છે. હવે કહે છે. --
બાહ્ય વ્યવહારચારિત્ર છે તે આના જ સાધનરૂપ છે અને આના વિના વ્યવહાર ચારિત્ર શુભકર્મને બાંધે છે, મોક્ષનો ઉપાય નથી.'
બાહ્ય વ્યવહારચારિત્ર છે તે આના જ સાધનરૂપ છે–એટલે શું ? કે જેને અંતરંગમાં સ્વરૂપની રમણતારૂપ સાધન પ્રગટયું છે તેને સહુચરપણે રાગાંશ વિદ્યમાન હોય છે તેને વ્યવહારથી સાધન કહીએ છીએ. આ (વ્યવહાર) સાધનથી સાધ્ય પ્રગટે છે એમ અર્થ નથી. સાધ્ય નામ મોક્ષનું સાધન તો સ્વરૂપ રમણતા જ છે. પણ રાગાંશને તેનો સહુચર વા નિમિત્ત જાણી તેને વ્યવહારથી સાધન કહેવામાં આવે છે; તે કાંઈ વાસ્તવિક સાધન નથી. સમજાણું કાંઈ...?
વાસ્તવિક સાધન વિના વ્યવહારચારિત્ર કાંઈ જ નથી, અર્થાત્ તે શુભકર્મને જ બાંધે છે. અહાહા...! અંતરંગમાં શુદ્ધ સ્વરૂપના આશ્રય સ્વાનુભવ અને સ્વરૂપલીનતા થયા વિના વ્રત, તપ આદિ જે રાગના પરિણામ છે તે પુણ્યબંધનું જ કારણ થાય છે, તે ભવબંધનું જ કારણ થાય છે, તે કાંઈ મોક્ષનો ઉપાય નથી.
અહા ! પોતાના સ્વરૂપના ભાન વિના કોઈ રાજ્ય છોડ, રાણીઓ છોડે, પંચમહાવ્રતનું પાલન કરે, પણ એ બધી ક્રિયા બંધનું-સંસારનું જ કારણ થાય છે. અંદર આત્મા પોતે વીતરાગસ્વભાવી છે તેમાં લીનતા-સ્થિરતા થતાં ચારિત્ર પ્રગટે છે. તેને સહુચરપણે મંદરાગ હોય છે તેને વ્યવહાર સાધન કહેવામાં આવે છે. પરંતુ સમકિત થયા વિના એકલા ક્રિયાકાડ-વ્રત, તપ, ભક્તિ આદિ સંસારનું જ કારણ બને છે, તે મોક્ષનું કારણ નથી.
આત્મા અતીન્દ્રિય આનંદનું દળ છે. તેનો અનુભવ કરવો અને તેની લીનતા કરવી તે મોક્ષમાર્ગ છે. તે વિનાના કોરા ક્રિયાકાંડ તે મોક્ષનો ઉપાય નથી, બંધનનો માર્ગ છે. આવી ચોકખી વાત છે. ભાઈ! વ્રતાદિના રાગને કોઈ મોક્ષનું કારણ માને તો તે અજ્ઞાની છે. અહીં આ સ્પષ્ટ કહે છે કે આત્માના અનુભવ વિના વ્યવહારચારિત્ર શુભકર્મને બાંધે, પુણ્યને બાંધે; તેનાથી ભવ મળશે, મોક્ષ નહિ. આવી વાત છે.
ફરી કાવ્ય કહે છે:
* કળશ ૨૩ર : શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * પૂર્વ-ભાવ-ત-કર્મ-વિષક્માનાં સાનિ : મુંજે' પૂર્વે અજ્ઞાનભાવથી કરેલાં જે કર્મ તે કર્મરૂપી વિષવૃક્ષોનાં ફળને જે પુરુષ (તેનો સ્વામી થઈને) ભોગવતો નથી અને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #180
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬૪ : પ્રવચન રત્નાકર ભાગ-૧)
વનુ સ્વત:વ તૃપ્તઃ' ખરેખર પોતાથી જ (આત્મસ્વરૂપથી જ) તૃપ્ત છે, “સ:બાપાતવનરમીયમ્ ૩ ચમ્ નિષ્કર્મ-શર્મમયમ વત્તરમ્ તિ' તે પુરુષ જે વર્તમાન કાળે રમણીય છે અને ભવિષ્યમાં પણ જેનું ફળ રમણીય છે એવી નિષ્કર્મ-સુખમય દશાન્તરને પામે છે (અર્થાત્ જે પૂર્વે સંસાર-અવસ્થામાં કદી થઈ નહોતી એવી જુદા પ્રકારની કર્મરહિતસ્વાધીન સુખમય દશાને પામે છે).
જોયું? કહે છે- પૂર્વે અજ્ઞાનદશામાં જે કર્મ બાંધ્યું હતું તેનું ફળ ચૈતન્યના પ્રાણોનો ઘાત કરનાર વિષવૃક્ષનું ફળ છે. ભગવાન આત્મા અમૃતનું ઝાડ છે, અને કર્મનું ફળ તો વિષવૃક્ષનો પાક છે. બે ભિન્ન વસ્તુ છે ભાઈ ! અહાહા..! ભગવાન આત્મા અમૃતસ્વરૂપ છે. તેને અવલંબીને પરિણમતાં સમ્યગ્દર્શન જ્ઞાન-ચારિત્રરૂપ અમૃતનાં ફળ પાક્યાં છે. પણ પૂર્વે અજ્ઞાનદશા હતી. અહા! તે અજ્ઞાનદશામાં અજ્ઞાનથી જે કર્મ બંધાયાં તેનું ફળ વિષવૃક્ષનું ફળ છે. તે કર્મના ફળરૂપે શાતાનો ઉદય આવે કે અશાતાનો ઉદય આવે-તે બધુંય વિષવૃક્ષનું ફળ છે. અહીં ધર્મી પુરુષ કહે છે- અંતરંગમાં નિશ્ચળ ચારિત્રભાવને પ્રાપ્ત એવો હું તે કર્મના ફળને ભોગવતો નથી. તીર્થંકરનામકર્મની પ્રકૃતિનો ઉદય આવે તે પણ વિષવૃક્ષનું ફળ છે. એ તો જ્યારે કેવળજ્ઞાન થાય ત્યારે તીર્થંકર પ્રકૃતિનો ઉદય આવે છે, અને ભગવાન કેવળી તેના ફળને ભોગવતા નથી. આવી વાત છે.
સમયસારમાં ૪૭ શક્તિઓમાં સૌ પ્રથમ જીવત્વ શક્તિ કહી છે. બીજી ગાથામાં નીવો વરિત્ત-વંસT-TIMડિવો' એમ કહ્યું છે ને? ત્યાં “નીવો' શબ્દ પડ્યો છે એમાંથી જીવત્વશક્તિ કાઢી છે. નિર્મળ દર્શન-જ્ઞાન-ચારિત્રમાં સ્થિત થયો તેનું જીવન જીવન છે અને તેને જીવ કહ્યો છે. બાકી રાગ-દ્વેષ-મોહુના ભાવમાં રમે તેને જીવ કેમ કહીએ? તે તો અનાત્મા છે, તેને વ્યવહાર આત્મા કહીંએ એનો અર્થ જ એ છે કે નિશ્ચયથી તે અનાત્મા છે.
અહીં કહે છે- કર્મરૂપી વિષવૃક્ષનાં જે ફળ છે તેને જ્ઞાની ભોગવતો નથી, કેમકે જ્ઞાની તેનો સ્વામી થતો નથી. ૭૩મી ગાથામાં (સમયસારમાં) કહ્યું છે કે પુણ્યપાપના ભાવોનું સ્વામી પુદ્ગલ દ્રવ્ય છે, આત્મા નહિ. ભાઈ ! દષ્ટિ અને દષ્ટિના વિષયમાં વિકારની વૃત્તિ નથી, માટે તે વિકારી ભાવનો સ્વામી જડ પુદ્ગલકર્મ છે. સમજાણું કાંઈ....?
તો પ્રવચનસારમાં છેલ્લે એમ આવે છે કે-મારા વિકારી અને અધિકારી જેટલા ધર્મો છે તેનો હું અધિષ્ઠાતા છું; મારા અનંતધર્મોનો હું સ્વામી છું?
સમાધાન: ભાઈ ! જ્યાં જે અપેક્ષાથી વાત હોય ત્યાં તે અપેક્ષાથી તે યથાર્થ સમજવી જોઈએ. એ તો પર્યાયમાં જે વિકાર થાય છે તે પરદ્રવ્યના કારણે નહિ, પણ તે પોતાની પર્યાયની યોગ્યતાથી જ થાય છે એમ ત્યાં કહેવું છે. સર્વવિશુદ્ધજ્ઞાન
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #181
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૮૭ થી ૩૮૯ : ૧૬૫ અધિકારમાં પણ કહ્યું છે કે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પ્રગટ થાય તે આત્મા છે, અને પુણ્ય-પાપના વિકલ્પ થાય તે પણ આત્મા છે. ત્યાં પણ જે પુણ્ય-પાપના ભાવ પર્યાયમાં થાય તે પરમાં થતા નથી અને પારદ્રવ્ય તેનું કર્તા નથી-એમ પારદ્રવ્યથી પોતાને ભિન્ન સિદ્ધ કર્યો છે. ભાઈ ! દ્રવ્ય-પર્યાય, ભેદ-અભેદ ઈત્યાદિ બધાં પડખાનું (સ્યાદ્વાદથી ) યથાર્થ જ્ઞાન કરવું જોઈએ ' અરે! વસ્તુનું અનેકાન્ત સ્વરૂપ એણે જવું છે તેવું જાણ્યું નથી! અનેકાન્તનું ફળ તો બાપુ! અમૃત છે. દષ્ટિ અને દષ્ટિના વિષયની વાત ચાલતી હોય ત્યારે એમ કહે કે સમ્યગ્દષ્ટિને આસવ-બંધ નથી. પણ એનો અર્થ શું? તેનો અર્થ એમ છે કે સમ્યગ્દષ્ટિને મિથ્યાત્વ અને અનંતાનુબંધી સંબંધી આસ્રવ-બંધ નથી. સમ્યગ્દષ્ટિને આસવ (–મંદરાગ પણ) કર્તવ્ય છે એમ અભિપ્રાય નથી, પણ તેને પર્યાયમાં સર્વથા આસવ-બંધ છે જ નહિ એમ અર્થ નથી. યથાખ્યાત ચારિત્ર પ્રગટ ન થાય ત્યાં સુધી યથાસંભવ જ્ઞાનીને કિંચિત્ આસ્રવ-બંધ છે.
અહાહા..જ્ઞાની કહે છે-હું તો ત્રિકાળ શુદ્ધ એક ચૈતન્યમાત્ર પ્રભુ આત્મા છું. જ્ઞાનાનંદ-સ્વભાવ તે મારું સ્વરૂપ છે, રાગ કાંઈ મારું સ્વરૂપ નથી. તેથી રાગનો હું સ્વામી નથી. શું કીધું? રાગ છે, પણ જ્ઞાની સ્વામી નથી. સ્વામીપણે જ્ઞાની રાગને ભોગવતો નથી. જ્ઞાની તો નિજ જ્ઞાનાનંદસ્વરૂપમાં લીન છે અને નિજ સ્વરૂપથી જ ખરેખર તે તૃપ્ત છે, પરિતૃપ્ત છે.
ચરિત્ત રથનું ઇમ્પો' એમ કહ્યું છે ને? અહાહા...! મોક્ષનું કારણ એવા એ ચારિત્ર નામ ધર્મની અહીં વ્યાખ્યા છે. કહે છે- જે કર્મફળને ભોગવતો નથી એવો જ્ઞાની ખરેખર પોતાના સ્વરૂપથી જ તૃપ્ત છે. કવો તૃપ્ત છે? કે તે પુરુષ જે વર્તમાન કાળે રમણીય છે અને ભવિષ્યમાં પણ જેનું ફળ રમણીય છે એવી નિષ્કર્મ સુખમય દશાંતરને તે પામે છે.
- હવે આમાં વ્રત, તપ, ભક્તિ , જાત્રા-તે ચારિત્ર એમ ક્યાં વાત છે? અહાહા...! અતીન્દ્રિય આનંદનો સાગર બેહદ જ્ઞાનાનંદસ્વભાવી પ્રભુ આત્મા છે તેને સાક્ષાત્ અનુભવમાં લઈ તેમાં જ ઠરી જવું તે ચારિત્ર છે. અહાહા...! જેનું ફળ પૂરણ શુદ્ધતાવીતરાગતા છે તેનું નામ ચારિત્ર છે. ચારિત્રમાં રાગનું સ્વામીપણું ને રાગનું કર્તાપણું છે જ નહિ-અહાહા..! રાગ અને રાગના ફળને ચારિત્રવંત પુરુષ કરતો ય નથી ને ભોગવતોય નથી.
રાગનું ફળ જ્ઞાનીને ખરેખર આવતું જ નથી. કિંચિત્ રાગ આવે તેને તે કેવળ જાણે-દખે છે, તેનો તે સ્વામી થતો નથી. બહુ ઝીણી વાત પ્રભુ! નિર્જરા અધિકારમાં ગાથા ૧૯૪માં કહ્યું છે– “ઉત્પન્ન થયેલા તે સુખ-દુ:ખને વેદે છે-અનુભવે છે, પછી તે સુખદુ:ખ ભાવ નિર્જરી જાય છે.” અશુદ્ધતા ઉત્પન્ન થઈને જ્ઞાનીને ખરી જાય છે. અશુદ્ધતાના કાળે જ્ઞાનીને કિંચિત્ સુખ-દુઃખ તો થાય છે પણ તત્કાળ તે ખરી જાય
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #182
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૬ : પ્રવચન રત્નાકર ભાગ-૧) છે, એને નવું બંધન થતું નથી. આ સમયસાર તો મોટો દરિયો છે બાપા ! જ્ઞાનીને કિંચિત્ અશુદ્ધતા થાય છે, પણ તત્કાલ તે ખરી-નિર્જરી જાય છે, તેને નવીન બંધ થતો નથી. આવી ઝીણી વાત છે.
આત્મામાં અનંતા ગુણ અને પર્યાયનાં અનંતાં પાસાં છે. વિકારી-અવિકારી પર્યાયોનો સમુદાય તે દ્રવ્ય-એમ મોક્ષમાર્ગપ્રકાશકમાં સાતમા અને નવમાં અધિકારમાં કહ્યું છે. અહા! શુદ્ધ-અશુદ્ધ પર્યાયોનો પિંડ તે દ્રવ્ય છે. અશુદ્ધ પર્યાય પણ અંદર દ્રવ્યમાં છે, તે દ્રવ્યની વસ્તુ છે. પૂર્વે અશુદ્ધતા હતી, ને વર્તમાન અશુદ્ધતા છે એમ જે ન માને તેને (–તે નિશ્ચયાભાસીને) આ કહ્યું છે કે શુદ્ધ પર્યાયો અને અશુદ્ધ પર્યાયોનો પિંડ તે દ્રવ્ય છે. અહો ! મોક્ષમાર્ગપ્રકાશકમાં સ્યાદ્વાદ શૈલીથી તત્ત્વનું સ્વરૂપ-દ્રવ્ય-પર્યાયની શુદ્ધતા-અશુદ્ધતા જેમ જે રીતે છે તેમ અત્યંત સ્પષ્ટ કરવામાં આવેલ છે. અહો! સમકિતી જીવનું જ્ઞાનશ્રદ્ધાન યથાતથ્ય હોય છે. ત્યાં રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં કહ્યું છે કે-તીર્યચના જીવનું સમકિત અને સિદ્ધનું સમકિત સમાન છે; બેના સમકિતમાં ફરક નથી. સ્થિરતામાં ફેર છે.
અહીં કહે છે- ચારિત્રવત ધર્મી પુરુષ “સ્વત: વ તૃપ્ત:' પોતાના સ્વરૂપથી જ તૃત છે, અર્થાત્ અતીન્દ્રિય આનંદનો મહાસાગર તેને પર્યાયમાં ઉછળે છે. કિંચિત્ રાગ થાય તેને તે માત્ર જાણે જ છે. અહા ! નિજ નિર્મળ જ્ઞાનાનંદ-સ્વભાવનો અનુભવી જ્ઞાની પૂર્વકર્મના ફળમાં જોડાતો નથી. સ્થિરતાભર્યા આચરણમાં રમતા મુનિવરને વર્તમાનમાં રમણીય સુખનો અનુભવ વર્તે છે, અને ભવિષ્યમાં તેનું ફળ આવે તે પણ રમણીય નિષ્કર્મ પૂરણ સુખમય દશા છે. હવે ચારિત્રની આવી વાત છે, ત્યારે લોકો ચારિત્રને દુઃખદાયક માને છે. એમ કે ચારિત્ર ધારવું તે લોઢાના ચણા ચાવવા જેવું કષ્ટદાયક છે. અરે ભાઈ ! તને ચારિત્રના વાસ્તવિક સ્વરૂપની ખબર નથી, જો તો ખરો, મુનિપદ અંગીકાર કરનારો દીક્ષાર્થી માતા પાસે આજ્ઞા માગવા જાય ત્યારે એમ કહે છે કે જનતા! હું આનંદને સાધવા વનવાસ જાઉં છું; માતા ! મને રજા દે. માતા ! હું કોલકરાર કરીને કહ્યું છું કે સ્વરૂપની રમણતામાં સ્થિર થઈને હું પરમ સુખની સિદ્ધિને પામીશ; માતા! હવે બીજી માતા નહિ કરું, બીજી માતાની કૂખે હવે હું નહિ અવતરું. ભાઈ ! ચારિત્ર તો આવા પરમ સુખનું દેનારું છે.
ચારિત્ર કોઈ અલૌકિક ચીજ છે બાપુ! અતીન્દ્રિય આનંદના સ્વરૂપમાં રમવું તે ચારિત્ર છે. સ્વરૂપની રમણતાની ઉગ્રતા તે તપ છે. આ બારના ઉપવાસ કરે તે તપ એમ નહિ. સ્વરૂપની રમણતાનો ઉગ્ર પુરુષાર્થ કરે ત્યાં ઈચ્છાનો સહેજે અભાવ વર્તે તેનું નામ તપ છે. જેમાં અતિ પ્રચુર આનંદનું વેદન છે એવી સ્વરૂપલીનતા તે ચારિત્ર છે અને તે આનંદની ધારા વદ્ધમાન થતી થકી મુક્તિ-પૂર્ણાનંદની દશા થઈ જાય છે. કહ્યું ને અહીં કે- વર્તમાન કાળમાં ચારિત્ર રમણીય સુખમય અને ભવિષ્યકાળમાં તેનું ફળ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #183
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૮૭ થી ૩૮૯ : ૧૬૭ જે આવે તે પણ રમણીય નિષ્કર્મ સુખમય દશાંતર છે. અહો ! ચારિત્રવંત પુરુષ અંતરલીનતાના અતિ ઉગ્ર પુરુષાર્થ વડે પૂર્વે સંસાર દશામાં કદીય થઈ ન હોતી એવી વિશિષ્ઠ પ્રકારની સર્વકર્મરહિત સ્વાધીન સુખમય પૂર્ણાનંદની દશાને પામે છે. અહા ! એક શ્લોકમાં કેટલું ભર્યું છે! ભગવાનની દિવ્યધ્વનિનો સાર ભર્યો છે.
* કળશ ૨૩ર : ભાવાર્થ ઉપરનું પ્રવચન * જ્ઞાનચેતનાની ભાવનાનું આ ફળ છે. તે ભાવનાથી જીવ અત્યંત તૃપ્ત રહે છેઅન્ય તૃષ્ણા રહેતી નથી, અને ભવિષ્યમાં કેવળજ્ઞાન ઉપજાવી સર્વ કર્મથી રહિત મોક્ષઅવસ્થાને પામે છે.”
જુઓ, રાગમાં એકાગ્ર થવું તે કર્મચેતના છે અને હરખ-શોકમાં એકાગ્ર થવું તે કર્મફળચેતના છે. તેનાથી ભિન્ન અંદર ભગવાન આત્મા જ્ઞાનાનંદસ્વભાવી ચિત્માત્ર વસ્તુ છે તેમાં એકાગ્ર થવું તે જ્ઞાનચેતના છે. તે જ્ઞાનચેતનાની ભાવનાનું, કહે છે, આ ફળ છે કે તે ભાવનાથી જીવ અત્યંત તૃપ્ત રહે છે; અહા! તેના અંતરંગમાં સ્વરૂપ રમણતા વડ અતીન્દ્રિય આનંદનાં એવાં ઝરણાં ઝરે છે કે તેને અન્ય તૃષ્ણા રહેતી નથી. આ ચારિત્ર દશાની વાત છે.
ભાઈ ! છઠ્ઠી ગુણસ્થાને મહાવ્રતનો વિકલ્પ આવે તે પ્રમાદ છે, તે જગપંથ છે. કોઈને એમ થાય કે ચોથે ગુણસ્થાને સમ્યગ્દષ્ટિને આસ્રવ બંધ નથી એમ કહો છો ને વળી છઠ્ઠ ગુણસ્થાને વ્રતાદિના વિકલ્પ જગપંથ ! આ કેવું?
' અરે ભાઈ ! ચોથે ગુણસ્થાને આસવ-બંધ નથી એમ કહ્યું એ તો મિથ્યાત્વ અને અનંતાનુબંધીના અભાવની અપેક્ષાએ કહ્યું છે. અને છટ્ટ ગુણસ્થાને મહાવ્રતના વિકલ્પ આવે તે પ્રમાદ છે તે અપેક્ષા તેને જગપંથ કહ્યો. મુનિરાજને જેટલી અંતરંગમાં નિર્મળતા પ્રગટી છે તે તો મોક્ષમાર્ગ જ છે, અને જેટલો પ્રમાદ-રાગાંશ વિધમાન છે તેને જગપંથી કહ્યો. રાગ છે તે જગપંથ છે. ભાઈ ! આ સમજવાનો આ અવસર છે.
આત્માના સ્વરૂપમાં એકાગ્ર થાય તે જ્ઞાનચેતના સુખમય છે, આનંદમય છે. અતીન્દ્રિય આનંદના સ્વાદવાળી તે જ્ઞાનચેતના વડે જીવ એવો તૃપ્ત છે કે તેને બીજી કોઈ તૃષ્ણા રહેતી નથી. જુઓ, આ પંચમ આરાના મુનિરાજ આ કહે છે. તેઓ કહે છે કે આ દેહ છૂટીને અમે સ્વર્ગમાં જાશું, પણ અમને તેની તૃષ્ણા નથી. અમે અમારા સ્વરૂપમાં અતિ તૃપ્ત છીએ, અમને ભવસુખની તૃષ્ણા નથી. અહો ! આવા મુનિવરો સ્વરૂપમાં ઉગ્રપણે તલ્લીન પ્રવર્તીને કેવળજ્ઞાન ઉપજાવી કર્મરહિત સ્વાધીન સુખમય એવી પરમ ઉત્કૃષ્ટ મોક્ષદશાને પામે છે. મુનિવરો મહાવ્રતની ક્રિયાને કરતાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #184
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check hîřp://www.A+maDharma.com for updates
૧૬૮ : પ્રવચન રત્નાકર ભાગ-૧૦
કરતાં મોક્ષ પામે છે એમ નહિ, પણ તેને ઓળંગી જઈને સ્વરૂપમાં તૃપ્ત થયા થકા સ્વરૂપમાં જ ઠરી જઈને પરમાનંદદશાને પામે છે. આ વસ્તુસ્થિતિ છે.
*
*
*
‘પૂર્વોક્ત રીતે કર્મચેતના અને કર્મફળચેતનાના ત્યાગની ભાવના કરીને અજ્ઞાનચેતનાના પ્રલયને પ્રગટ રીતે નચાવીને, પોતાના સ્વભાવને પૂર્ણ કરીને, જ્ઞાનચેતનાને નચાવતા થકા જ્ઞાનીજનો સદાકાળ આનંદરૂપ રહો' એવા ઉપદેશનું કાવ્ય હવે કહે છે:
* કળશ ૨૩૩ : શ્લોકાર્થ ઉ૫૨નું પ્રવચન *
‘અવિરત ર્મન: તન્નાર્ = વિરતિમ્ અત્યન્ત ભાવયિત્વા' જ્ઞાની જનો, અવિરત પણે કર્મથી અને કર્મના ફળથી વિરતિને અત્યંત ભાવીને ( અર્થાત્ કર્મ અને કર્મફળ પ્રત્યે અત્યંત વિરક્તભાવને નિરંતર ભાવીને), ‘અશ્વિન-અજ્ઞાન-સમ્પેતનાયા: પ્રણયનમ્ પ્રસ્પદ નાયિત્વા ' ( એ રીતે ) સમસ્ત અજ્ઞાનચેતનાના નાશને સ્પષ્ટપણે નચાવીને, ‘ સ્વ-રસ-પરિાતં સ્વમાવું પૂર્ણ નૃત્વા ' નિજ રસથી પ્રાસ પોતાના સ્વભાવને પૂર્ણ કરીને, ‘સ્વાં જ્ઞાનસમ્મેતનાન્ સાનન્દ્ર નાયન્ત: ત: સર્વાનું પ્રશમ્-સમ્ પિવન્તુ' પોતાની જ્ઞાનચેતનાને આનંદપૂર્વક નચાવતા થકા હવેથી સદાકાળ પ્રશમરસને પીઓ. અર્થાત્ કર્મના અભાવરૂપ આત્મિક રસને-અમૃતરસને-અત્યારથી માંડીને અનંતકાળ પર્યંત પીઓ. આમ જ્ઞાનીજનોને પ્રેરણા છે.)
પુણ્ય-પાપના ભાવનું કરવું તે કર્મચેતના અને તેનું ફળ જે હરખ-શોક તેને ભોગવવું તે કર્મફળચેતના-તે બન્નેની નિવૃત્તિને નિરંતર ભાવીને, એ રીતે સમસ્ત અજ્ઞાનચેતનાના નાશને સ્પષ્ટ નચાવીને, નિજરસથી પ્રાપ્ત પોતાના સ્વભાવને પૂર્ણ કરીને, પોતાની જ્ઞાનચેતનાને આનંદપૂર્વક નચાવતા થકા હવેથી સદાકાળ પ્રશમરસને પીઓ, વીતરાગભાવના રસને પીઓ. જુઓ, આ પૂર્ણાનંદની પ્રાપ્તિની વિધિ. અહા! વિકલ્પના ૨સ તો ઝેરના પ્યાલા છે; સંસારમાં રખડતાં તે અનંતકાળ પીધા. હવે, કહે છે. અજ્ઞાનચેતનાનો નાશ કરી, સહજ નિજ સ્વભાવ-જ્ઞાનાનંદ સ્વભાવના પૂર્ણ આલંબન વડે પોતાની જ્ઞાનચેતનાને આનંદપૂર્વક નચાવતા થકા સદાકાળ ચૈતન્યરસને-અમૃતરસને અનંતકાળ સુધી પીઓ. આચાર્ય મહોદયની જ્ઞાનીજનોને આ પ્રેરણા છે.
* કળશ ૨૩૩ : ભાવાર્થ ઉ૫૨નું પ્રવચન *
6
પહેલાં તો ત્રણે કાળ સંબંધી કર્મના કર્તાપણારૂપ કર્મચેતનાના ત્યાગની ભાવના (૪૯ ભંગપૂર્વક) કરાવી. પછી ૧૪૮ કર્મ પ્રકૃતિના ઉદયરૂપ કર્મફળના ત્યાગની ભાવના કરાવી. એ રીતે અજ્ઞાનચેતનાનો પ્રલય કરાવીને જ્ઞાનચેતનામાં પ્રવર્તવાનો ઉપદેશ કર્યો.
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
Page #185
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૮૭ થી ૩૮૯ : ૧૬૯ છે. એ જ્ઞાનચેતના સદા આનંદરૂપ-પોતાના સ્વભાવના અનુભવરૂપ-છે. તેને જ્ઞાનીજનો સદા ભોગવો-એમ શ્રી ગુરુઓનો ઉપદેશ છે.'
કહે છે? કે પૂર્વે જે પુણ્ય-પાપના ભાવ થયા હતા, વર્તમાન થાય છે ને ભવિષ્યમાં થશે- તે કર્મચેતના છે. તેનો મન-વચન-કાયાથી, ત-કારિત-૨ ઈત્યાદિ વડે ૪૯ ભંગપૂર્વક ત્યાગ કરાવ્યો. કર્મ એટલે અહીં જડકર્મની વાત નથી. પુણ્યપાપના ભાવ થાય તે કર્મ નામ કાર્ય, –તેની ચેતના અર્થાત્ તેનું કર્તાપણું તે મિથ્યાત્વભાવ છે. વળી તેનું ફળ જે હરખ-શોક તેનું વેદન-ભોગવવું તે ઝેરનું વેદન છે. તેનો ત્યાગ કરાવ્યો છે. કર્મચેતના અને કર્મફળચેતના તે શયનદશા છે, દુઃખની દશા છે; અને જ્ઞાનચેતના તે જાગૃત દશા છે, આનંદરૂપ દશા છે. ભગવાન આત્મા જ્ઞાનસ્વરૂપ છે. તેના આશ્રયે પ્રગટ થયેલી જ્ઞાનચેતના જાગ્રત દશા છે; તે જ્ઞાનચેતના પ્રગટતાં અજ્ઞાનચેતનાનો વિલય થાય છે, અભાવ થાય છે. અહીં કહે છે- આ રીતે અજ્ઞાનચેતનાનો પ્રલય કરાવીને જ્ઞાનચેતનારૂપ સદા પ્રવર્તે. આવી વાત છે.
મૂળ તો શુભ-અશુભ ભાવ તે આત્માનું કોઈ નિજ સ્વરૂપ નથી; એ તો વિભાવ અર્થાત્ વિરુદ્ધ ભાવ છે, અને વિભ્રમ તેનું મૂળ છે. શું કીધું? આ પુણ્ય-પાપના ભાવ થાય તેનું વિભ્રમ મૂળ છે. હવેની ગાથામાં આ વાત આવે છે. પુણ્ય-પાપના ભાવ થાય છે આત્માની પર્યાયમાં, માટે તે આત્મા છે એમ કહીએ. મતલબ કે શુભ-અશુભભાવ થાય તેને પરદ્રવ્ય સાથે સંબંધ નથી, પરદ્રવ્ય એનું કર્તા નથી. ભ્રમણા જ વિકારી ભાવ ઉત્પન્ન થવાનું મૂળ છે, તેનાથી પુણ્ય-પાપના ભાવની ઉત્પત્તિ છે. ભ્રમણા ગયા પછી વિકારી ભાવ ઉત્પન્ન થતા નથી. પછી તો તે જ્ઞાનનું જ્ઞય છે. પર્યાયદષ્ટિ-ભ્રમણા છોડી, દ્રવ્ય ઉપર દષ્ટિ મૂકતાં પુણ્ય-પાપના ભાવ દૂર થઈ જાય છે, પછી વિશેષ વિશેષ સ્થિર થતાં ચારિત્ર થાય છે- એમ અહીં સિદ્ધ કરવું છે.
જુઓ, ભગવાન આત્મા અનંતગુણમણિ-ખાણ ચૈતન્યરત્નાકર પ્રભુ છે. તેમાં અનંત ગુણ-શક્તિઓ છે, પણ વિકારને ઉત્પન્ન કરે એવી કોઈ શક્તિ નથી. અહાહા....! વસ્તુના સ્વભાવમાં શુભાશુભ ઉત્પન્ન થાય એવી કોઈ શક્તિ નથી.
તો પછી રાગદ્વેષ ઉત્પન્ન થાય છે તેનું શું?
પર્યાયબુદ્ધિથી-ભ્રમણાથી રાગદ્વેષ ઉત્પન્ન થાય છે. પોતાના ત્રિકાળી શુદ્ધ એક ચૈતન્ય-સ્વરૂપનું અને જ્ઞાન-શ્રદ્ધાન નથી એ ભ્રમણા છે. વર્તમાન પર્યાયમાત્ર હું છું એ એની ભ્રમણા છે. એ ભ્રમણા જ રાગદ્વેષની-વિકારની ઉત્પત્તિનું કારણ છે.
અહાહા...! ભગવાન આત્મા ચૈતન્યમૂર્તિ પ્રભુ ત્રણલોકનો નાથ છે. એની એક સમયની પર્યાયમાં ત્રણકાળ ત્રણલોકને જાણવાનું સામર્થ્ય છે. અહાહા..! એની એક સમયની પર્યાય સ્વ-પર સહિત અનંતા દ્રવ્ય-ગુણ-પર્યાયને-પૂરા લોકાલોકને જાણે એવા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #186
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭) : પ્રવચન રત્નાકર ભાગ-૧) સામર્થ્યવાળી છે. હવે આવા સામર્થ્યવાળી પોતાની પર્યાયની જેને ખબર નથી તે પર્યાયવાન નિજદ્રવ્યના અનંતા સામર્થ્યને શું જાણે? અહા ! એક સમયની વર્તમાન પર્યાય પાછળ અંદર બેહદસ્વભાવભરેલું ત્રિકાળી સત્ત્વ પડ્યું છે, તે ત્રિકાળી સતને જેણે અંતર્દષ્ટિ કરી જાણ્યું તેને દ્રવ્યદૃષ્ટિ થઈ છે. તેને મિથ્યાત્વ-ભ્રમણા નથી, તે સમ્યગ્દષ્ટિ છે. તેને પુણ્ય-પાપના ભાવ ઉત્પન્ન થતા નથી; અર્થાત્ તેને હવે કર્મચેતનાનો ને કર્મફળચેતનાનો દષ્ટિમાં ત્યાગ થયો છે; અને તેના ત્યાગની ભાવના કરીને જ્ઞાનચેતનામાં પ્રવર્તવાનો અહીં ઉપદેશ છે.
અહા! કેવી છે જ્ઞાનચેતના? સદા આનંદરૂપ-પોતાના સ્વભાવના અનુભવરૂપ છે. જ્ઞાનચેતના નિજ સ્વભાવના અનુભવરૂપ સદા આનંદરૂપ છે એ અસ્તિથી વાત કરી, નાસ્તિથી કહીએ તો તે શુભાશુભને કરવા-ભોગવવાના ભાવના અભાવરૂપ છે. અહાહા..! આત્મા ચૈતન્યરત્નાકર પ્રભુ છે. તે પુણ્ય-પાપરૂપ વિભાવને કેમ કરે? જ્ઞાનાનંદના અનુભવરૂપ જ્ઞાનચેતનાને છોડી તે વિભાવને-શુભાશુભને કેમ કરે? આચાર્ય કહે છેજ્ઞાનીજનો જ્ઞાનચેતનાને સદા ભોગવો; આનંદરસને સદા પીઓ.
બેનશ્રીના વચનામૃતમાં આવે છે ને કે- “જ્ઞાનીનું પરિણમન વિભાવથી પાછું વળી સ્વરૂપ તરફ ઢળી રહ્યું છે. જ્ઞાની નિજ સ્વરૂપમાં પરિપૂર્ણપણે ઠરી જવા તલસે છે.” તે વિચારે છે
આ વિભાવભાવ અમારો દેશ નથી. આ પરદેશમાં અમે ક્યાં આવી ચડયા? અમને અહીં ગોઠતું નથી. અહીં અમારું કોઈ નથી, જ્યાં જ્ઞાન, શ્રદ્ધા, ચારિત્ર, આનંદ, વીર્ય આદિ અનંતગુણરૂપ અમારો પરિવાર વસે છે તે અમારો સ્વદેશ છે. અમે હવે તે
ઈ રહ્યા છીએ. અમારે ત્વરાથી અમારા મૂળ વતનમાં જઈને નિરાંતે વસવું છે જ્યાં બધાં અમારાં છે.”
લ્યો, હવે બાયડી-છોકરાં ને ધન-સંપત્તિ વગેરે તો ક્યાંય રહી ગયાં ને પુણપાપના ભાવ પણ ક્યાંય વિલીન થઈ ગયા. ખરેખર ભગવાન આત્માની એ કાંઈ ચીજ જ નથી. એ તો પર્યાયબુદ્ધિના ભ્રમથી ઉત્પન્ન થતા હતા તે સ્વાત્મબુદ્ધિ-દ્રવ્યદષ્ટિ પ્રગટ થતાં ક્યાય દૂર થઈ ગયાં. સમજાણું કાંઈ....?
સંવર અધિકારમાં તો એમ આવ્યું છે કે વિકારની ઉત્પત્તિનું અને ત્રિકાળી ધ્રુવનુંબન્નેનું ક્ષેત્ર ભિન્ન છે, બન્નેના કાળ ભિન્ન છે, બન્નેના સ્વભાવ ભિન્ન છે. અરે ભાઈ ! તારી મોટપની શી વાત કરીએ? ભગવાન સર્વજ્ઞદેવ પણ તારી મોટપની વાત વાણીમાં પૂરી કહી શક્યા નહિ. આવે છે ને કે
જે સ્વરૂપ દીઠું સર્વજ્ઞ જ્ઞાનમાં, કહી શક્યા નહિ તે પણ શ્રી ભગવાન જો;
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #187
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૮૭ થી ૩૮૯ : ૧૭૧ આ તો અંતરનો મારગ બાપા! સ્વાનુભવથી પ્રાપ્ત થાય, પણ કાંઈ વાદવિવાદ પાર પડે નહિ. અહા ! જગતમાં જીવો અનેક પ્રકારના છે, લબ્ધિના અનેક પ્રકાર છે, ઊંધાઈના અનેક પ્રકાર છે; હવે ત્યાં કોની સાથે ચર્ચાવાદ કરીએ?
અહીં કહે છે-જ્ઞાનચેતના સદા આનંદરૂપ છે, સ્વના અનુભવનરૂપ છે. ચોથા ગુણસ્થાનથી જ્ઞાનચેતના ઉત્પન્ન થાય છે. તેને જ્ઞાનીજનો સદા ભોગવો-એમ શ્રી ગુરુઓનો ઉપદેશ છે. આવી વાત છે.
આ સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર છે, તેથી જ્ઞાનને કર્તાભોક્તાપણાથી ભિન્ન બતાવ્યું હવેની ગાથાઓમાં અન્ય દ્રવ્યો અને અન્ય દ્રવ્યોના ભાવોથી જ્ઞાનને ભિન્ન બતાવશે. તે ગાથાઓની સૂચનારૂપ કાવ્ય પ્રથમ કહે છે:
* કળશ ૨૩૪ : શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * ફત: ફદ' અહીંથી હવે (આ સર્વવિશુદ્ધજ્ઞાન અધિકારમાં હવેની ગાથાઓમાં એમ કહે છે કે-) સમસ્ત-વસ્તુ-વ્યતિરેક-નિશ્ચયાત્ વિવેરિત જ્ઞાનમ્' સમસ્ત વસ્તુઓથી ભિન્નપણાના નિશ્ચય વડે જુદું કરવામાં આવેલું જ્ઞાન, “પાર્થ-કથન-વનાત તે: વિના' પદાર્થના વિસ્તાર સાથે ગૂંથાવાથી (અનેક પદાર્થો સાથે, જ્ઞયજ્ઞાન સંબંધને લીધે એક જેવું દેખાવાથી) ઉત્પન્ન થતી (અનેક પ્રકારની) ક્રિયા તેનાથી રહિત “વિક્રમ નામ ન્યૂનત' એક જ્ઞાનક્રિયામાત્ર, અનાકુળ (-સર્વ આકુળતાથી રહિત) અને દેદીપ્યમાન વર્તતું થયું, ‘ગવતિeતે' નિશ્ચળ રહે છે.
અહાહા...! જોયું? પદાર્થોથી ભિન્ન પડેલું જ્ઞાન અનેક પ્રકારની વિભાવની ક્રિયાથી રહિત છે અને જ્ઞાનક્રિયાથી સહિત છે. હવે લોકો રાડુ પાડે છે કે ક્રિયાનો લોપ ર્યો, લોપ કર્યો. પણ કઈ ક્રિયા બાપુ? વિભાવ-ક્રિયાનો લોપ છે. સ્વભાવક્રિયા-જ્ઞાનક્રિયા તો છે, પુણ્યપાપરૂપ વિભાવક્રિયાનો નિષેધ-ત્યાગ છે. અહાહા...! સ્વરૂપમાં એકાગ્ર થતાં ઉત્પન્ન થયેલી જ્ઞાનક્રિયા આકુળતાથી રહિત અનાકુળ દેદીપ્યમાન વર્તે છે. આ સાધક દશા છે.
રાગનું કરવું ને રાગનું ભોગવવું એ દુઃખરૂપ છે. માટે પર્યાયબુદ્ધિ છોડી અનંતગુણરત્નાકર પ્રભુ અંદર અવિચલ બિરાજે છે ત્યાં જા. એ તારો દેશ છે.
ભાવાર્થ હવેની ગાથાઓમાં જ્ઞાનને સ્પષ્ટ રીતે સર્વ વસ્તુઓથી ભિન્ન બતાવે છે. [ પ્રવચન નં. ૪૭૭ થી ૪૮૮ * દિનાંક ૩૦-૧૦-૭૭ થી ૧૦-૧૧-૭૭]
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #188
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા ૩૯૦ થી ૪૦૪
सत्थं णाणं ण हवदि जम्हा सत्थं ण याणदे किंचि । तम्हा अण्णं णाणं अण्णं सत्थं जिणा बेंति।। ३९०।। सद्दो णाणं ण हवदि जम्हा सद्दो ण याणदे किंचि । तम्हा अण्णं णाणं अण्णं सदं जिणा बेंति।। ३९१ ।। रूवं णाणं ण हवदि जम्हा रूवं ण याणदे किंचि । तम्हा अण्णं णाणं अण्णं रूवं जिणा बेंति।। ३९२।। वण्णो णाणं ण हवदि जम्हा वण्णो ण याणदे किंचि । तम्हा अण्णं णाणं अण्णं वण्णं जिणा बेंति।।३९३।। गंधो णाणं ण हवदि जम्हा गंधो ण याणदे किंचि । तम्हा अण्णं णाणं अण्णं गंधं जिणा बेंति।। ३९४ ।। એ જ અર્થની ગાથાઓ હવે કહે છે:
રે! શાસ્ત્ર તે નથી જ્ઞાન, જેથી શાસ્ત્ર કંઈ જાણે નહીં, તે કારણે છે જ્ઞાન જુદું, શાસ્ત્ર જુદુજિન કહે; ૩૯૦. રે! શબ્દ તે નથી જ્ઞાન, જેથી શબ્દ કંઈ જાણે નહીં, તે કારણે છે જ્ઞાન જુદું, શબ્દ જુદી-જિન કહે; ૩૯૧. રે! રૂપ તે નથી જ્ઞાન, જેથી રૂપ કંઈ જાણે નહીં, તે કારણે છે જ્ઞાન જુદું, રૂપ જુદું-જિન કહે; ૩૯૨. રે! વર્ણ તે નથી જ્ઞાન, જેથી વર્ણ કંઈ જાણે નહીં, તે કારણે છે જ્ઞાન જુદું, વર્ણ જુદો-જિન કહે; ૩૯૩. રે! ગંધ તે નથી જ્ઞાન, જેથી ગંધ કંઈ જાણે નહીં, તે કારણે છે જ્ઞાન જુદું, ગંધ જુદી-જિન કહે; ૩૯૪.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #189
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૮૭ થી ૩૮૯ : ૧૭૩ णरसो दु हवदि णाणं जम्हा दु रसो ण याणदे किंचि। तम्हा अण्णं णाणं रसं च अण्णं जिणा बेंति।।३९५।। फासो ण हवदि णाणं जम्हा फासो ण याणदे किंचि। तम्हा अण्णं णाणं अण्णं फासं जिणा बैंति।।३९६ ।। कम्मं णाणं ण हवदि जम्हा कम्मं ण याणदे किंचि। तम्हा अण्णं णाणं अण्णं कम्मं जिणा बेति।। ३९७।। धम्मो णाणं ण हवदि जम्हा धम्मो ण याणदे किंचि। तम्हा अण्णं णाणं अण्णं धम्मं जिणा बेंति।।३९८ ।। णाणमधम्मो ण हवदि जम्हाधम्मो ण याणदे किंचि। तम्हा अण्णं णाणं अण्णमधम्मं जिणा बैंति।। ३९९ ।। कालो णाणं ण हवदि जम्हा कालो ण याणदे किंचि। तम्हा अण्णं णाणं अण्णं कालं जिणा बेति।।४०० ।।
રે! રસ નથી કંઈ જ્ઞાન, જેથી રસ કંઈ જાણે નહીં, તે કારણે છે જ્ઞાન જુદું, રસ જુદો-જિનવર કહે; ૩૯૫. રે! સ્પર્શ તે નથી જ્ઞાન, જેથી સ્પર્શ કંઈ જાણે નહીં, તે કારણે છે જ્ઞાન જુદું, સ્પર્શ જુદી-જિન કહે; ૩૯૬. રે! કર્મ તે નથી જ્ઞાન, જેથી કર્મ કંઈ જાણે નહીં, તે કારણે છે જ્ઞાન જુદું, કર્મ જુદું-જિન કહે; ૩૯૭. રે! ધર્મ તે નથી જ્ઞાન, જેથી ધર્મ કંઈ જાણે નહીં, તે કારણે છે જ્ઞાન જુદું, ધર્મ જુદો-જિન કહે; ૩૯૮. અધર્મ તે નથી જ્ઞાન, જેથી અધર્મ કંઈ જાણે નહીં, તે કારણે છે જ્ઞાન જુદું, અધર્મ જુદો-જિન કહે; ૩૯૯. રે! કાળ તે નથી જ્ઞાન, જેથી કાળ કંઈ જાણે નહીં, ते २४ो छ शान शुटुं, 5 हो- डे; ४००.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #190
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૪ : પ્રવચન રત્નાકર ભાગ-૧)
आयासं पि ण णाणं जम्हायासं ण याणदे किंचि। तम्हायासं अण्णं अण्णं णाणं जिणा बेति।। ४०१ ।। णज्झवसाणं णाणं अज्झवसाणं अचेदणं जम्हा। तम्हा अण्णं णाणं अज्झवसाणं तहा अण्णं ।। ४०२।। जम्हा जाणदि णिचं तम्हा जीवो दु जाणगो णाणी। णाणं च जाणयादो अव्वदिरित्तं मुणेयव्वं ।। ४०३।। णाणं सम्मादिहिँ दु संजमं सुत्तमंगपुव्वगयं। धम्माधम्मं च तहा पव्वज्जं अब्भुवंति बुहा।। ४०४।।
शास्त्रं ज्ञानं न भवति यस्माच्छालं न जानाति किञ्चित्। तस्मादन्यज्ज्ञानमन्यच्छास्त्रं जिना ब्रुवन्ति ।। ३९० ।। शब्दो ज्ञानं न भवति यस्माच्छब्दो न जानाति किञ्चित्।
तस्मादन्यज्ज्ञानमन्यं शब्दं जिना ब्रुवन्ति ।। ३९१ ।।
थार्थ:- [शास्त्रं ] २॥२त्र [ज्ञानं न भवति] न नथी [ यस्मात् ] १२९ [शास्त्रं किञ्चित् न जानाति] २॥ sisterतुं नथी (-४७ छ,) [तस्मात् ] भाटे [ ज्ञानम् अन्यत् ] शान अन्य छ, [शास्त्रम् अन्यत् ] ॥२त्री अन्य छ- [ जिनाः ब्रुवन्ति ] सेम नियो छठे छे. [शब्द: ज्ञानं न भवति] २०६ - नथी [ यस्मात् ] १२५ ३ [शब्दः किञ्चित् न जानाति ] श६ sis तो नथी, [ तस्मात् ] माटे [ ज्ञानम् अन्यत् ]
આકાશ તે નથી જ્ઞાન, એ આકાશ કંઈ જાણે નહીં, તે કારણે આકાશ જુદું, જ્ઞાન જુદુજિન કહે; ૪૦૧. નહિ જ્ઞાન અધ્યવસાન છે, જેથી અચેતન તેહ છે, તે કારણે છે જ્ઞાન જુદું, જુદું અધ્યવસાન છે. ૪૦૨. રે! સર્વદા જાણે જ તેથી જીવ જ્ઞાયક જ્ઞાની છે, ને જ્ઞાન છે જ્ઞાયકથી અવ્યતિરિક્ત ઇમ જ્ઞાતવ્ય છે. ૪૦૩. સમ્યકત્વ, ને સંયમ, તથા પૂર્વાગગત સૂત્રો, અને धर्भाधरम, Elan qणी, बुध पुरुष भाने शानने. ४०४
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #191
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૮૭ થી ૩૮૯ : ૧૭૫ रूपं ज्ञानं न भवति यस्माद्रूपं न जानाति किञ्चित्। तस्मादन्यज्ज्ञानमन्यद्रूपं जिना ब्रुवन्ति ।। ३९२।। वर्णो ज्ञान न भवति यस्माद्वर्णो न जानाति किञ्चित्। तस्मादन्यज्ज्ञानमन्यं वर्ण जिना ब्रुवन्ति।। ३९३।। गन्धो ज्ञान न भवति यस्माद्गन्धो न जानाति किञ्चित्। तस्मादन्यज्ज्ञानमन्यं गन्धं जिना ब्रुवन्ति ।। ३९४ ।। न रसस्तु भवति ज्ञानं यस्मात्तु रसो न जानाति किञ्चित्। तस्मादन्यज्ज्ञानं रसं चान्यं जिना ब्रुवन्ति।। ३९५।। स्पर्शो न भवति ज्ञानं यस्मात्स्पर्शो न जानाति किञ्चित्। तस्मादन्यज्ज्ञानमन्यं स्पर्श जिना ब्रुवन्ति ।। ३९६ ।। कर्म ज्ञानं न भवति यस्मात्कर्म न जानाति किञ्चित्।
तस्मादन्यज्ज्ञानमन्यत्कर्म जिना ब्रुवन्ति।। ३९७।। न अन्य छ, [शब्दं अन्यं ] ५०६ अन्य छ– [जिनाः ब्रुवन्ति ] अम नियो छे छे. [रूपं ज्ञानं न भवति] ३५ ॥न नथी [ यस्मात् ] ॥२९॥ ॐ [ रूपं किञ्चित् न जानाति] ३५ sis तुं नथी, [ तस्मात् ] भाटे [ज्ञानम् अन्यत् ] शान अन्य छ, [रूपम् अन्यत् ] ३५ अन्य छ- [जिनाः ब्रुवन्ति ] मेम. नियो छहे छ, [ वर्ण: ज्ञानं न भवति] व शान नथी [ यस्मात् ] २९ [वर्ण: किञ्चित् न जानाति] [si तो नथी, [ तस्मात् ] भाटे [ ज्ञानम् अन्यत् ] शान अन्य छ, [ वर्णम् अन्यम् ] [ अन्य छ[जिनाः ब्रुवन्ति ] सेम ४िनहेयो मुहे छ. [ गन्धः ज्ञानं न भवति] धन नथी [ यस्मात् ] ॥२९॥ ॐ [गन्धः किञ्चित् न जानाति ] ji sis राती नथी, [ तस्मात् ] भाटे [ज्ञानम् अन्यत् ] न अन्य छ, [गन्धम् अन्यम् ] ५ अन्य छ- [जिनाः ब्रुवन्ति ] सेम नहेयो हे छ. [ रसः तु ज्ञानं न भवति ] २. शान नथी [यस्मात् तु] ॥२९॥ ॐ [ रसः किञ्चित् न जानाति] २४. sis तो नथी, [ तस्मात् ] भाटे [ ज्ञानम् अन्यत् ] शान अन्य छ [ रसं च अन्यं] भने २स. अन्य छ- [जिना: ब्रुवन्ति ] सेम नियो उठे छ. [ स्पर्श: ज्ञानं न भवति ] स्पर्श ान नथी [ यस्मात् ] ॥२९॥ ॐ [ स्पर्श: किञ्चित् न जानाति ] स्पर्श sis तो नथी, [ तस्मात् ] माटे [ ज्ञानम् अन्यत् ] न अन्य छ, [ स्पर्श अन्यं] स्पर्श अन्य छ- [ जिनाः ब्रुवन्ति ] अम. नियो छठे छ. [ कर्म ज्ञानं न भवति] धर्भ - नथी [ यस्मात् ] ॥२४॥ [कर्म किञ्चित् न जानाति] र्भ sis तुं नथी, [ तस्मात् ] भाटे [ ज्ञानम् अन्यत् ] न अन्य छ, [कर्म अन्यत् ] धर्भ अन्य छ- [जिनाः ब्रुवन्ति ] म नियो ?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #192
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૭૬ : પ્રવચન રત્નાકર ભાગ-૧)
धर्मो ज्ञानं न भवति यस्माद्धर्मो न जानाति किञ्चित्। तस्मादन्यज्ज्ञानमन्यं धर्म जिना ब्रुवन्ति ।। ३९८ ।। ज्ञानमधर्मो न भवति यस्मादधर्मो न जानाति किञ्चित्। तस्मादन्यज्ज्ञानमन्यमधर्म जिना ब्रुवन्ति ।। ३९९ ।। कालो ज्ञानं न भवति यस्मात्कालो न जानाति किञ्चित्। तस्मादन्यज्ज्ञानमन्यं कालं जिना ब्रुवन्ति ।। ४०० ।। आकाशमपि न ज्ञानं यस्मादाकाशं न जानाति किञ्चित्। तस्मादाकाशमन्यदन्यज्ज्ञानं जिना ब्रुवन्ति ।। ४०१ ।। नाध्यवसानं ज्ञानमध्यवसानमचेतनं यस्मात्। तस्मादन्यज्ज्ञानमध्यवसानं
तथान्यत्।। ४०२॥ यस्माज्जानाति नित्यं तस्माज्जीवस्तु ज्ञायको ज्ञानी।
ज्ञानं च ज्ञायकादव्यतिरिक्तं ज्ञानव्यम्।। ४०३।। छ. [धर्म: ज्ञानं न भवति ] धर्म (अर्थात मास्तिय) शान नथी [ यस्मात् ] ॥२९॥ है [धर्म: किञ्चित् न जानाति ] धर्म si तो नथी, [ तस्मात् ] भाटे [ज्ञानम् अन्यत् ]
न अन्य छ, [धर्म अन्यं] धर्म अन्य छ- [जिनाः ब्रुवन्ति ] म निको हुई छे. [धर्म: ज्ञानं न भवति] धर्म (अर्थात धर्मास्तिय) - नथी [ यस्मात् ] ॥२९॥ है [धर्म: किञ्चित् न जानाति] धर्म sis तो नथी, [ तस्मात् ] माटे [ज्ञानम् अन्यत् ] शान अन्य छ, [धर्म अन्यं] धर्म अन्य छ- [जिनाः ब्रुवन्ति ] अम नियो मुटु छे. [अधर्मः ज्ञानं न भवति] अधर्म (अर्थात अघास्तिय) न नथी [ यस्मात् ] ॥२४॥ है [अधर्म: किञ्चित् न जानाति] अधर्म sir तो नथी, [तस्मात् ] भाटे [ज्ञानम् अन्यत् ] शान अन्य छ, [अधर्म अन्यम् ] अधर्म अन्य छ- [जिनाः ब्रुवन्ति ] सेम नियो छे छे. [ कालः ज्ञानं न भवति] शान नथी [ यस्मात् ] ॥२९॥ ॐ [काल: किञ्चित् न जानाति] tom is autो नथी, [ तस्मात् ] भाटे [ ज्ञानम् अन्यत् ] ॥ अन्य छ, [ कालं अन्यं] 51 अन्य छ- [जिनाः ब्रुवन्ति ] आम नियो मुछे . [आकाशम् अपि ज्ञानं न] मा ५९॥ न नथी [ यस्मात् ] ॥२४॥ ॐ [आकाशं किञ्चित् न जानाति] A sisतुं नथी, [ तस्मात् ] भाटे [ज्ञानं अन्यत् ] न अन्य छ, [आकाशम् अन्यत् ] अन्य छ- [ जिनाः ब्रुवन्ति ] अम निदेयो हे छ. [ अध्यवसानं ज्ञानम् न ] अध्यवसान शान नथी [ यस्मात् ] १२९॥ [ अध्यवसानम् अचेतनं] मध्यवसान अयेतन छ, [ तस्मात् ] भाटे [ज्ञानम् अन्यत् ] ॥न अन्य छ [तथा अध्यवसानं अन्यत् ] तथा अध्यवसान अन्य छ ( -अम. नियो ४९ छ).
[ यस्मात् ] ॥२४॥ ॐ [ नित्यं जानाति ] (94) निरंत२. छ [ तस्मात् ] भाटे [ ज्ञायकः जीवः तु] ॥य सेयो ७५ [ ज्ञानी ] रानी (-नाणो, नस्प३५) छे,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #193
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૮૭ થી ૩૮૯ : ૧૭૭ ज्ञानं सम्यग्दृष्टिं तु संयमं सूत्रमङ्गपूर्वगतम्।
धर्माधर्म च तथा प्रव्रज्यामभ्युपयान्ति बुधाः।। ४०४।। [જ્ઞાન ૨] અને જ્ઞાન [ જ્ઞાતિ વ્યતિરિ$] જ્ઞાયકથી અતિરિક્ત છે (-અભિન્ન છે, જુદું નથી) [ જ્ઞાતવ્યમ્ ] એમ જાણવું.
[ qધા: ] બુધ પુરુષો (અર્થાત્ જ્ઞાની જનો) [ જ્ઞાન] જ્ઞાનને જ [ સમ્યગ્દSિ ] સમ્યગ્દષ્ટિ [ સંય] (જ્ઞાનને જ) સંયમ, [ સંપૂર્વતમ્ સૂત્રમ્] અંગપૂર્વગત સૂત્ર, [ ધર્માઘર્ષ ] ધર્મ-અધર્મ (પુણ્ય-પા૫) [ તથા પ્રવ્રથમ ] તથા દીક્ષા [ ગમ્યુપયાત્તિ ] માને છે.
ટીકા:- શ્રુત (અર્થાત્ વચનાત્મક દ્રવ્યકૃત) જ્ઞાન નથી, કારણ કે શ્રુત અચેતન છે; માટે જ્ઞાનને અને શ્રુતને વ્યતિરેક (અર્થાત્ ભિન્નતા) છે. શબ્દ જ્ઞાન નથી, કારણ કે શબ્દ (પુદ્ગલદ્રવ્યનો પર્યાય છે, ) અચેતન છે; માટે જ્ઞાનને અને શબ્દને વ્યતિરેક (અર્થાત્ ભેદ) છે. રૂપ જ્ઞાન નથી, કારણ કે રૂપ (પુદ્ગલદ્રવ્યનો ગુણ છે, ) અચેતન છે; માટે જ્ઞાનને અને રૂપને વ્યતિરેક છે (અર્થાત્ બન્ને જુદાં છે). વર્ણ જ્ઞાન નથી, કારણ કે વર્ણ (પુદ્ગલદ્રવ્યનો ગુણ છે, ) અચેતન છે, માટે જ્ઞાનને અને વર્ણન વ્યતિરેક છે (અર્થાત્ જ્ઞાન અન્ય છે, વર્ણ અન્ય છે ). ગંધ જ્ઞાન નથી, કારણ કે ગંધ (પુદ્ગલદ્રવ્યનો ગુણ છે, ) અચેતન છે; માટે જ્ઞાનને અને ગંધને વ્યતિરેક (-ભેદ, ભિન્નતા) છે. રસ જ્ઞાન નથી, કારણ કે રસ (પુદ્ગલદ્રવ્યનો ગુણ છે, ) અચેતન છે, માટે જ્ઞાનને અને રસને વ્યતિરેક છે. સ્પર્શ જ્ઞાન નથી, કારણ કે સ્પર્શ (પુદ્ગલ દ્રવ્યનો ગુણ છે, ) અચેતન છે; માટે જ્ઞાનને અને સ્પર્શને વ્યતિરેક છે. કર્મ જ્ઞાન નથી, કારણ કે કર્મ અચેતન છે; માટે જ્ઞાનને અને કર્મને વ્યતિરેક છે. ધર્મ (-ધર્મદ્રવ્ય) જ્ઞાન નથી, કારણ કે ધર્મ અચેતન છે; માટે જ્ઞાનને અને ધર્મને વ્યતિરેક છે. અધર્મ (-અધર્મદ્રવ્ય ) જ્ઞાન નથી, કારણ કે અધર્મ અચેતન છે; માટે જ્ઞાનને અને અધર્મને વ્યતિરેક છે. કાળ (-કાળદ્રવ્ય) જ્ઞાન નથી, કારણ કે કાળ અચેતન છે; માટે જ્ઞાનને અને કાળને વ્યતિરેક છે. આકાશ (આકાશદ્રવ્ય) જ્ઞાન નથી, કારણ કે આકાશ અચેતન છે; માટે જ્ઞાનને અને આકાશને વ્યતિરેક છે. અધ્યવસાન જ્ઞાન નથી, કારણ કે અધ્યવસાન અચેતન છે; માટે જ્ઞાનને અને (કર્મના ઉદયની પ્રવૃત્તિરૂપ ) અધ્યવસાનને વ્યતિરેક છે. આમ આ રીતે જ્ઞાનનો સમસ્ત પરદ્રવ્યો સાથે વ્યતિરેક નિશ્ચયસાધિત દેખવો (અર્થાત્ નિશ્ચય વડે સિદ્ધ થયેલો સમજવો-અનુભવવો).
હવે, જીવ જ એક જ્ઞાન છે, કારણ કે જીવ ચેતન છે; માટે જ્ઞાનને અને જીવને જ અતિરેક (–અભિન્નતા) છે. વળી જ્ઞાનનો જીવની સાથે વ્યતિરેક જરા પણ શંકનીય નથી (અર્થાત્ જ્ઞાનની જીવથી ભિન્નતા હશે એમ જરાય શંકા કરવાયોગ્ય નથી),
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #194
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૮ : પ્રવચન રત્નાકર ભાગ-૧) કારણ કે જીવ પોતે જ જ્ઞાન છે. આ પ્રમાણે (જ્ઞાન જીવથી અભિન્ન) હોવાથી, જ્ઞાન જ સમ્યગ્દષ્ટિ છે, જ્ઞાન જ સંયમ છે, જ્ઞાન જ અંગપૂર્વરૂપ સૂત્ર છે, જ્ઞાન જ ધર્મ-અધર્મ (અર્થાત્ પુણ્ય-પાપ) છે, જ્ઞાન જ પ્રવ્રજ્યા (દીક્ષા, નિશ્ચયચારિત્ર) છે–એમ જ્ઞાનનો જીવપર્યાયોની સાથે પણ અવ્યતિરેક નિશ્ચયસાધિત દેખવો (અર્થાત્ નિશ્ચય વડે સિદ્ધ થયેલો સમજવો-અનુભવવો).
હવે, એ પ્રમાણે સર્વ પરદ્રવ્યો સાથે વ્યતિરેક વડે અને સર્વ દર્શનાદિ જીવસ્વભાવો સાથે અવ્યતિરેક વડ અતિવ્યાતિને અને અવ્યાતિને દૂર કરતું થયું, અનાદિ વિભ્રમ જેનું મૂળ છે એવા ધર્મ-અધર્મરૂપ (પુણ્ય-પાપરૂપ, શુભ-અશુભરૂ૫) પરસમયને દૂર કરીને, પોતે જ પ્રવ્રજ્યારૂપને પામીને (અર્થાત પોતે જ નિશ્ચયચારિત્રરૂપ દીક્ષાપણાને પામીને), દર્શન-જ્ઞાન-ચારિત્રમાં સ્થિતિરૂપ સ્વસમયને પ્રાપ્ત કરીને, મોક્ષમાર્ગને પોતામાં જ પરિણત કરીને, જેણે સંપૂર્ણ વિજ્ઞાનઘનસ્વભાવને પ્રાપ્ત કર્યો છે એવું, ત્યાગ-ગ્રહણથી રહિત, સાક્ષાત્ સમયસારભૂત, પરમાર્થરૂપ શુદ્ધ-જ્ઞાન એક અવસ્થિત (-નિશ્ચળ રહેલું) દેખવું (અર્થાત્ પ્રત્યક્ષ સ્વસંવેદનથી અનુભવવું).
ભાવાર્થ- અહીં જ્ઞાનને સર્વ પરદ્રવ્યોથી ભિન્ન અને પોતાના પર્યાયોથી અભિન્ન બતાવ્યું, તેથી અતિવ્યાતિ અને અવ્યામિ નામના જે લક્ષણના દોષો તે દૂર થયા. આત્માનું લક્ષણ ઉપયોગ છે, અને ઉપયોગમાં જ્ઞાન પ્રધાન છે; તે (જ્ઞાન) અન્ય અચેતન દ્રવ્યોમાં નથી તેથી તે અતિવ્યાતિવાળું નથી, અને પોતાની સર્વ અવસ્થાઓમાં છે તેથી અવ્યાતિવાળું નથી. આ રીતે જ્ઞાનલક્ષણ કહેવાથી અતિવ્યાતિ અને અવ્યાતિ દોષો આવતા નથી.
અહીં જ્ઞાનને જ પ્રધાન કરીને આત્માનો અધિકાર છે, કારણ કે જ્ઞાનલક્ષણથી જ આત્મા સર્વ પદ્રવ્યોથી ભિન્ન અનુભવગોચર થાય છે. જોકે આત્મામાં અનંત ધર્મો છે, તોપણ તેમાંના કેટલાક તો છદ્મસ્થને અનુભવગોચર જ નથી; તે ધર્મોને કહેવાથી છદ્મસ્થ જ્ઞાની આત્માને કઈ રીતે ઓળખે? વળી કેટલાક ધર્મો અનુભવગોચર છે, પરંતુ તેમાંના કેટલાક તો-અસ્તિત્વ, વસ્તુત્વ, પ્રમેયત્વ આદિ તો-અન્ય દ્રવ્યો સાથે સાધારણ અર્થાત્ સમાન છે માટે તેમને કહેવાથી જુદો આત્મા જાણી શકાય નહિ, અને કેટલાક (ધર્મો) પરદ્રવ્યોના નિમિત્તથી થયેલા છે તેમને કહેવાથી પરમાર્થભૂત આત્માનું શુદ્ધ સ્વરૂપ કેવી રીતે જણાય? માટે જ્ઞાનને કહેવાથી જ છદ્મસ્થ જ્ઞાની આત્માને ઓળખી શકે છે.
અહીં જ્ઞાનને આત્માનું લક્ષણ કહ્યું છે એટલું જ નહિ, પણ જ્ઞાનને જ આત્મા જ કહ્યો છે. કારણ કે અભેદવિવક્ષામાં ગુણગુણીનો અભેદ હોવાથી, જ્ઞાન છે તે જ આત્મા છે. અભેદવિવક્ષામાં જ્ઞાન કહો કે આત્મા કહો-કાંઈ વિરોધ નથી; માટે અહીં જ્ઞાન કહેવાથી આત્મા જ સમજવો.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #195
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૮૭ થી ૩૮૯ : ૧૭૯ (શાર્દૂનવિવ્રીહિત ) अन्येभ्यो व्यतिरिक्तमात्मनियतं बिभ्रत्पृथग्वस्तुतामादानोज्झनशून्यमेतदमलं ज्ञानं तथावस्थितम्। मध्याद्यन्तविभागमुक्तसहजस्फारप्रभाभासुरः ।
शुद्धज्ञानघनो यथाऽस्य महिमा नित्योदितस्तिष्ठति।। २३५।। ટીકામાં છેવટે એમ કહેવામાં આવ્યું કે જે, પોતામાં અનાદિ અજ્ઞાનથી થતી શુભાશુભ ઉપયોગરૂપ પરસમયની પ્રવૃત્તિને દૂર કરીને, સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રમાં પ્રવૃત્તિરૂપ સ્વસમયને પ્રાપ્ત કરીને, એવા સ્વસમયરૂપ પરિણમનસ્વરૂપ મોક્ષમાર્ગમાં પોતાને પરિણમાવીને, સંપૂર્ણવિજ્ઞાનઘનસ્વભાવને પામ્યું છે, અને જેમાં કાંઈ ત્યાગ-ગ્રહણ નથી, એવા સાક્ષાત્ સમયસારસ્વરૂપ, પરમાર્થભૂત, નિશ્ચળ રહેલા, શુદ્ધ, પૂર્ણ જ્ઞાનને (પૂર્ણ આત્મદ્રવ્યને) દેખવું. ત્યાં “દેખવું' ત્રણ પ્રકારે સમજવું. શુદ્ધનયનું જ્ઞાન કરીને પૂર્ણ જ્ઞાનનું શ્રદ્ધાન કરવું તે પહેલા પ્રકારનું દેખવું છે. તે અવિરત આદિ અવસ્થામાં પણ હોય છે. જ્ઞાન-શ્રદ્ધાન થયા પછી બાહ્ય સર્વ પરિગ્રહનો ત્યાગ કરી તેનો (-પૂર્ણ જ્ઞાનનો ) અભ્યાસ કરવો, ઉપયોગને જ્ઞાનમાં જ થંભાવવો, જેવું શુદ્ધનયથી પોતાના સ્વરૂપને સિદ્ધ સમાન જાણ્ય-શ્રદ્ધયું હતું તેવું જ ધ્યાનમાં લઈને ચિત્તને એકાગ્ર-સ્થિર કરવું, ફરી ફરી તેનો જ અભ્યાસ કરવો, તે બીજા પ્રકારનું દેખવું છે. આ દેખવું અપ્રમત્ત દશામાં હોય છે. જ્યાં સુધી એવા અભ્યાસથી કેવળજ્ઞાન ન ઊપજે ત્યાં સુધી તે અભ્યાસ નિરંતર રહે. આ, દેખવાનો બીજો પ્રકાર થયો. અહીં સુધી તો પૂર્ણ જ્ઞાનનું શુદ્ધનયના આશ્રયે પરોક્ષ દેખવું છે. કેવળજ્ઞાન ઊપજે ત્યારે સાક્ષાત્ દેખવું થાય છે તે ત્રીજા પ્રકારનું દેખવું છે તે સ્થિતિમાં જ્ઞાન સર્વ વિભાવોથી રહિત થયું થયું સર્વનું દેખનાર-જાણનાર છે, તેથી આ ત્રીજા પ્રકારનું દેખવું તે પૂર્ણ જ્ઞાનનું પ્રત્યક્ષ દેખવું છે.
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે:
શ્લોકાર્થ- [ સવૅગ્સ: તિરિરુ૧] અન્ય દ્રવ્યોથી ભિન્ન, [ માત્મ–નિયત ] પોતામાં જ નિયત, [પૃથવી–વસ્તુતામ્ વિખ્રત્] પૃથક વસ્તુપણાને ધારતું (-વસ્તુનું સ્વરૂપ સામાન્યવિશેષાત્મક હોવાથી પોતે પણ સામાન્યવિશેષાત્મકપણાને ધારણ કરતું), [ ગાવાન–૩ –શૂન્યમ્ ] ગ્રહણ-ત્યાગ રહિત, [9ત સમ« જ્ઞાન] આ અમલ (–રાગાદિક મળથી રહિત) જ્ઞાન [ તથા–વરિશતમ્ યથા] એવી રીતે અવસ્થિત (-નિશ્ચળ રહેલું) અનુભવાય છે કે જેવી રીતે [મથ્ય-સર્વિ-સન્ત–વિમા –મુp– સદન–ાર–પ્રમ–માસુર: કચ શુદ્ધ-જ્ઞાન–વન: મહિમા ] આદિ-મધ્ય-અંતરૂપ વિભાગોથી રહિત એવી સહજ ફ્લાયેલી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #196
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates ૧૮૦ : પ્રવચન રત્નાકર ભાગ-૧૦
(૩પનાતિ)
उन्मुक्तमुन्मोच्यमशेषतस्तत् तथात्तमादेयमशेषतस्तत् । यदात्मनः संहृतसर्वशक्तेः
पूर्णस्य सन्धारणमात्मनीह ।। २३६ ।।
( અનુદુમ્ )
व्यतिरिक्तं
परद्रव्यादेवं ज्ञानमवस्थितम्।
कथमाहारकं तत्स्याद्येन देहोऽस्य शङ्क्यते।। २३७।।
પ્રભા વડે દેદીપ્યમાન એવો એનો શુદ્ધજ્ઞાનથનરૂપ મહિમા [નિત્ય-રવિત: તિવ્રુતિ ] નિત્ય-ઉદિત રહે (-શુદ્ધ જ્ઞાનના પુંજરૂપ મહિમા સદા ઉદયમાન રહે).
ભાવાર્થ:- જ્ઞાનનું પૂર્ણ રૂપ સર્વને જાણવું તે છે. તે જ્યારે પ્રગટ થાય છે ત્યારે સર્વ વિશેષણો સહિત પ્રગટ થાય છે; તેથી તેના મહિમાને કોઈ બગાડી શક્યું નથી. સદા ઉદયમાન રહે છે. ૨૩૫.
‘આવા જ્ઞાનસ્વરૂપ આત્માનું આત્મામા ધારણ કરવું તે જ ગ્રહવાયોગ્ય સર્વ ગ્રહ્યું અને ત્યાગવાયોગ્ય સર્વ ત્યાગ્યું’–એવા અર્થનું કાવ્ય હવે કહે છેઃ
શ્લોકાર્થ:- [ સંસ્કૃત-સર્વ-શહે: પૂર્ણસ્ય આત્મન: ] જેણે સર્વ શક્તિઓ સમેટી (–પોતામાં લીન કરી છે) એવા પૂર્ણ આત્માનું [આત્મનિ ૬] આત્મામાં [યત્ સન્ધારણમ્] ધારણ કરવું [તત્ ઉન્નોવ્યમ્ અશેષત: ઉન્મુમ્] તે જ છોડવાયોગ્ય બધું છોડયું [ તથા ] અને [ આવેયક્ તત્ અશેષત: આત્તમ્] ગ્રહવાયોગ્ય બધું ગ્રહ્યું.
ભાવાર્થ:- પૂર્ણજ્ઞાનસ્વરૂપ, સર્વ શક્તિઓના સમૂહરૂપ જે આત્મા તેને આત્મામાં ધારણ કરી રાખવો તે જ, ત્યાગવાયોગ્ય જે કાંઈ હતું તે બધુંય ત્યાગ્યું અને ગ્રહણ કરવાયોગ્ય જે કાંઈ હતું તે બધુંય ગ્રહણ કર્યું. એ જ કૃતકૃત્યપણું છે. ૨૩૬.
.
‘આવા જ્ઞાનને દેહ જ નથી ’–એવા અર્થનો, આગળની ગાથાની સૂચનારૂપ શ્લોક હવે કહે છેઃ
શ્લોકાર્થ:- [વં જ્ઞાનમ્ પદ્રવ્યાત્ વ્યતિરિò અવસ્થિતત્] આમ (પૂર્વોક્ત રીતે ) જ્ઞાન પરદ્રવ્યથી જુદું અવસ્થિત (-નિશ્ચળ રહેલું) છે; [તત્ આહારતું થમ્ ચાત્ યેન અન્ય વેઠ: શત] તે (જ્ઞાન) આહારક (અર્થાત્ કર્મ-નોકર્મરૂપ આહાર કરનારું) કેમ હોય કે જેથી તેને દેહની શંકા કરાય ? (જ્ઞાનને દેહ હોઈ શકે જ નહિ, કારણ કે તેને કર્મનોકર્મરૂપ આહાર જ નથી.) ૨૩૭.
*
*
*
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
Page #197
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૯૦ થી ૪૦૪ : ૧૮૧ સમયસાર ગાથા ૩૯૦ થી ૪૦૪: મથાળુ એ જ અર્થની ગાથાઓ હવે કહે છે:
* ગાથા ૩૯૦ થી ૪૦૪: ટીકા ઉપરનું પ્રવચન * શ્રુત (અર્થાત વચનાત્મક દ્રવ્યહૃત) જ્ઞાન નથી. કારણ કે શ્રુત અચેતન છે; માટે જ્ઞાનને અને શ્રતને વ્યતિરેક (અર્થાત્ ભિન્નતા ) છે.'
શું કીધું આ? કે દ્રવ્યશ્રુત એટલે શાસ્ત્રના શબ્દો એ જ્ઞાન નથી, જુઓ ભગવાનની દિવ્યધ્વનિ તે દ્રવ્યશ્રુત, કહે છે, જ્ઞાન નથી, આત્મા નથી. કેમ? કારણ કે તે અચેતન છે, જડ છે; અને જ્ઞાન નામ આત્મા ચેતન છે.
તો ભગવાનની વાણીમાં ભાવૠતથી ઉપદેશ કર્યો છે એમ ધવલમાં આવે છે ને?
હા, વાણી તો જડ છે, પણ વાણીના સાંભળનારાઓ વાણી સાંભળીને, અંતર્મુખ થઈને ભાવકૃતપણે પરિણમે છે. તેથી ભગવાનની વાણીમાં ભાવકૃતથી ઉપદેશ છે એમ કહ્યું છે વાણી કાંઈ ભાવશ્રુત નથી, વાણીમાં કેવળજ્ઞાનેય નથી; વાણી તો દ્રવ્યશ્રુત અચેતન જ છે. સમજાણું કાંઈ...?
અહાહા...! કહે છે-દ્રવ્યશ્રુત તે જ્ઞાન નથી, કેમકે દ્રવ્યશ્રુત અચેતન છે; માટે જ્ઞાન અને શ્રુતને ભિન્નતા છે, જુદાઈ છે. એટલે શું? કે દ્રવ્યશ્રુતથી અહીં (–આત્મામાં) જ્ઞાન થાય છે એમ નથી. તો કેવી રીતે છે? સાંભળનાર-શ્રોતાને પોતાના ઉપાદાનની યોગ્યતાથી જ્ઞાન થાય છે, અને દ્રવ્યશ્રુત તો ત્યારે નિમિત્તમાત્ર છે. વળી દ્રવ્યશ્રુતનું જ્ઞાન તે પરલક્ષી જ્ઞાન છે, સ્વલક્ષી નથી, માટે દ્રવ્યશ્રુતનું જ્ઞાન પણ ખરેખર અચેતન છે.
પરમાર્થવનિકામાં આવે છે કે જે જેટલું પરસત્તાવલંબી જ્ઞાન છે તે જ્ઞાનને વાસ્તવમાં મોક્ષમાર્ગ કહેતા નથી. દ્રવ્યશ્રુત-વાણી જે છે તે જડ છે, તે આત્મા નથી અને તેને સાંભળવાથી આત્મા (-જ્ઞાન) પ્રગટે છે એમ પણ નથી. પણ જે શ્રુતવિકલ્પ છે તેનું લક્ષ મટાડી અંદર જ્ઞાનનો દરિયો પ્રભુ આત્મા છે તેને સ્પર્શીને જે જ્ઞાન પ્રગટ થાય તે વાસ્તવિક જ્ઞાન છે. આ સિવાય અગિયાર અંગ અને નવ પૂર્વ ભણી જાય તોય તે જ્ઞાન નથી.
અહાહા....! દ્રવ્યશ્રુત તે જ્ઞાન નથી, આત્મા નથી; એનાથી આત્મા ભિન્ન છે. વળી દ્રવ્યશ્રુતનું જે જ્ઞાન થાય એનાથી પણ આત્મા ભિન્ન છે. પ્રવચનસારમાં આવે છે કે દ્રવ્યશ્રતને બાદ કરીએ તો એકલું જ્ઞાન રહી જાય છે. અહીં ! સમયસાર, પ્રવચનસાર આદિ શાસ્ત્રોમાં ગજબની રામબાણ વાતો છે. બાપુ! શબ્દોનું જ્ઞાન તે વાસ્તવિક જ્ઞાન નથી- (આત્મજ્ઞાન નથી).
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #198
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮૨ : પ્રવચન રત્નાકર ભાગ-૧)
જુઓ, આચારાંગમાં ૧૮૦૦૦ પદ , ને એકેક પદમાં એકાવન ક્રોડ જેટલા ઝાઝેરા શ્લોક છે. તેનું જે જ્ઞાન થાય તે શબ્દજ્ઞાન છે. અહા ! જે જ્ઞાન અતીન્દ્રિય નથી, જેમાં અતીન્દ્રિય આનંદ નથી તે જ્ઞાન જ્ઞાન નથી. પાચ-પચાસ હજાર બ્લોક કઠસ્થ થઈ જાય તેથી શું ? અંદર ભગવાન જ્ઞાનસ્વભાવનો સાગર છે તેને સ્પર્શીને જે ન થાય તેને જ્ઞાન કહેતા નથી.
આચારાંગ આદિનું જ્ઞાન તે જ્ઞાન, નવ પદાર્થોનું શ્રદ્ધાન તે સમકિત અને ઇ જીવા નિકાયના રક્ષાના ભાવ તે ચારિત્ર-એમ વ્યવહાર નય છે (જુઓ ગાથા ૨૭૬ ), પરંતુ જેમાં આત્માનો આશ્રય ન હોય તે જ્ઞાન-શ્રદ્ધાન-ચારિત્રને નિશ્ચય જ્ઞાન-શ્રદ્ધાન–ચારિત્ર કહેતા નથી. આત્માના આશ્રયે પ્રગટ થાય તે જ પરમાર્થ જ્ઞાન-શ્રદ્ધાન–ચારિત્ર છે અને તે જ મોક્ષમાર્ગ છે. સમજાણું કાંઈ..?
આજે ભગવાન શ્રી મહાવીરના નિર્વાણનો દિવસ છે. આ કથન નૈગમનથી સમજવું. ભગવાનનો જન્મ થતાં તેમના પિતાજીના ભંડારમાં લક્ષ્મીની એકદમ વૃદ્ધિ થઈ ગઈ, તેથી તેમનું નામ વર્લ્ડમાનકુમાર પડયું. તેમને આ છેલ્લો દેહ છે. પોતે તીર્થંકરનું દ્રવ્ય છે અને તે જ ભવમાં મોક્ષ જનાર છે.
માતાની કુખમાં હતા ત્યારે ત્રણ જ્ઞાન અને ત્રણ દર્શન સહિત હતા. મતિ-શ્રુતઅવધિ એ ત્રણ જ્ઞાન અને ચક્ષુ-અચક્ષુ-અવધિ એ ત્રણ દર્શન સહિત હતા. મતલબ કે તેઓ આત્મજ્ઞાન-અતીન્દ્રિય જ્ઞાન અને અતીન્દ્રિય દર્શન સાથે જ લઈને ગર્ભમાં આવ્યા હતા.
તેમનો જન્મ થયા પછી, તેઓ બાળક-અવસ્થામાં હતા ત્યારે એક સંતમુનિવરને કોઈ શંકા પડવાથી સમજવા માટે ભગવાન (બાળકો પાસે ગયા. પોતે મુનિવર છે એટલે વંદન તો ન કરે, પણ આમ ભગવાનને જોયા કે તરત જ શંકાનું સમાધાન થઈ ગયું. જઓ. આ નિમિત્ત-નૈમિત્તિક મેળ! મુનિ તો છઠ્ઠ ગુણસ્થાને છે, ને ભગવાન (–બાળક ) ને ચોથું ગુણસ્થાન છે, પણ આમ નજર કરતાં જ સમાધાન થઈ ગયું તેથી તેમને સન્મતિનાથ નામ આપવામાં આવ્યું.
જક્ષ સાથે યુદ્ધ થતાં જક્ષને જીતી લીધો તેથી વીર નામ આપવામાં આવ્યું. મુનિદશામાં ઘોર ઉપસર્ગ પણ જીતી લીધા તેથી તેઓ “મહાવીર' કહેવાયા. આ રીતે તેઓ પાંચ નામથી ઓળખાય છે. વર્લ્ડમાન, સન્મતિનાથ, વીર, અતિવીર ને મહાવીર. તેમણે સાડા બાર વર્ષ તપ કર્યું. થોડા દિવસ આહાર લીધો. ઘણા દિવસ તો ઈચ્છાઓનો નિરોધ કરી તપ કર્યું બહારમાં આહાર સહજ છૂટી ગયો, અંદર અતીન્દ્રિય આનંદનું-અમૃતનું ભોજન કરવા લાગ્યા. જુઓ, આ તપ !
પછી ભગવાનને વૈશાખ સુદી દશમના દિને કેવળજ્ઞાન થયું; પણ તત્કાલ દિવ્યધ્વનિ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #199
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check hîřp://www.A+maDharma.com for updates
સમયસાર ગાથા ૩૯૦ થી ૪૦૪ : ૧૮૩ છૂટી નહિ. ભગવાનની દિવ્યધ્વનિ છૂટે ને ધર્મ પામનારા ન હોય એમ કદી બને નહિ. પૂર્વે વિક્લ્પ ઉઠયો હતો કે અહો! જગતના જીવો ધર્મને પામો; એમાં તીર્થંકર પ્રકૃતિ બંધાઈ ગઈ. છાસઠ દિવસ વાણી ન છૂટી. વાણી છૂટવાનો કાળ આવ્યો ત્યાં વેદાંતના પારગામી ગૌતમસ્વામી સભામાં પધાર્યા. માનસ્તંભ જોયો ત્યાં જ માન ગળી ગયું. સમવસરણમાં આવતાં જ સ્વયં સ્વતઃજ સમ્યગ્દર્શન પામ્યા. તરત જ મુનિદશા અંગીકાર કરી. અશાડ વદી ૧ ના દિને ભગવાનની ધ્વનિ છૂટી. તે વાણી સાંભળી ગૌતમસ્વામીએ બાર અંગની રચના કરી. અહા! તે વાણીની પરંપરામાં આ તત્ત્વ આવ્યું છે. આ સમયસાર આદિ શાસ્ત્ર એ ભગવાનની વાણીની પરંપરામાં રચાયેલું શાસ્ત્ર છે.
ભગવાન કેવળજ્ઞાન પામ્યા પછી ૩૦ વર્ષ સુધી અરિહંતપદમાં રહી આજે આસો વદી ચૌદસની પાછલી રાત્રે એકદમ ચૌદમા ગુણસ્થાનની અકંપ દશાને પામ્યા. તેરમા ગુણસ્થાને એક સમય પરમાણુ આવીને ખરી જતા, ઈર્યાપથ આસવ હતો. ચૌદમે ગુણસ્થાને અકંપ દશા રહી, થોડો કાળ અસિદ્ધ દશા રહી. પછી ચૌદસની રાત્રિના પાછલા પહોરમાં દેહથી છૂટી ચૈતન્ય ગોળો સમશ્રેણીએ લોકાગ્રે બિરાજમાન થઈ સિદ્ધદશાને પામ્યો. હાલ જે ક્ષેત્રે દેહ છૂટયો ત્યાંથી સમશ્રેણીએ ભગવાન ઉપર લોકાગ્રે સિદ્ધાલયમાં બિરાજે છે. પાવાપુરી જલમંદિર ઉ૫૨ સમશ્રેણીએ ભગવાન લોકાગ્રે બિરાજે છે. તે ક્ષેત્રે જતાં તેમનું સ્મરણ થવા માટે જાત્રા છે.
ઇન્દ્રોએ દિવાની રોશની કરી ભગવાનનો નિર્વાણ મહોત્સવ ઉજવ્યો, તેથી આ દિન દિવાળી-દીપાવલી કહેવામાં આવે છે.
આ દિવસે ભગવાનના સ્મરણનો વિચાર આવે તે છે તો વિકલ્પ; એમ કે ‘ આવા સિદ્ધ' –એમ સ્મરણ માટે આ દિવસે મહોત્સવ ઉજવવામાં આવે છે. બાકી અંદર પોતાના સ્વરૂપમાં ઠરે તેને ૫૨ સંબંધી વિકલ્પથી શું છે? કોઈ પ્રયોજન નથી, કોઈ અપેક્ષા નથી.
ભગવાનને સિદ્ધદશા થઈ તે થઈ. “સાદિ અનંત અનંત સમાધિ સુખમાં”– ભગવાન અનંતકાળ પર્યંત અનંત સુખના ભોગવટામાં સિદ્ધપદમાં બિરાજે છે. ભાઈ! બાહ્યઅત્યંતર નિગ્રંથ દશા થયા વગર કેવળજ્ઞાન અને સિદ્ધદશા થાય નહિ. આ પ્રમાણે કેવળજ્ઞાનનું કારણ ચારિત્ર, અને ચારિત્રનું મૂળ સમ્યગ્દર્શન છે. એ સમ્યગ્દર્શનનો વિષય શું-એની અહીં વાત ચાલે છે.
અહીં કહે છે-શબ્દ જ્ઞાન નથી, કેમકે શબ્દ પુદ્દગલ દ્રવ્યનો પર્યાય છે. માટે જ્ઞાનને અને શબ્દને વ્યતિરેક એટલે ભિન્નતા છે. ભાઈ! ભગવાનની ધ્વનિ નીકળે તે જ્ઞાન નથી, અચેતન પુદ્દગલની પર્યાય છે. ધવલમાં પાઠ છે કે–ભગવાન ભાવશ્રુતથી
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
Page #200
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૪ : પ્રવચન રત્નાકર ભાગ-૧) પ્રરૂપણા કરે છે, કેવલજ્ઞાનથી નહિ, એ તો શ્રોતા પોતે અંદર સ્વરૂપમાં લક્ષ કરે છે ત્યારે તેને ભાવશ્રુતજ્ઞાન પ્રગટ થાય છે, અને તેમાં પાણી નિમિત્ત છે બસ; માટે તેને ભાવશ્રુતથી પ્રરૂપણા કહી છે. ભગવાનને તો કેવળજ્ઞાન છે, પણ વાણીમાં ભાવશ્રુતનો ભાવ શ્રોતાને આવે છે તેથી ભાવસૃતથી પ્રરૂપણા કરે છે એમ કહેવાય છે. ત્યાં શબ્દ છે તે કાંઈ ભાવશ્રુત નથી; શબ્દ તો જડ અચેતન જ છે, ને શબ્દનું જ્ઞાન થાય તે પણ જડ અચેતન છે. જે જ્ઞાન અંદર ઝળહળ ચૈતન્યજ્યોતિસ્વરૂપ ભગવાન આત્મા છે તેના લક્ષ પ્રગટ થાય તે જ્ઞાન જ જ્ઞાન છે, તે આત્મજ્ઞાન છે. ભલે શબ્દ શ્રુતજ્ઞાન ન હોય, પણ ચૈતન્યના સ્વભાવઝરામાંથી પ્રગટ થાય તે સમ્યજ્ઞાન છે. બાકી શબ્દના આશ્રયેનિમિત્તે થયેલું જ્ઞાન અચેતન છે. પરલક્ષી જ્ઞાન તે વાસ્તવિક જ્ઞાન નથી. આવી વાત છે. હવે કહે છે
રૂપ જ્ઞાન નથી, કારણ કે રૂપ (પુદ્ગલ દ્રવ્યનો ગુણ છે) અચેતન છે; માટે જ્ઞાનને અને રૂપને વ્યતિરેક છે (અર્થાત બને જુદાં છે.) .”
વર્ણ, રસ, ગંધ અને સ્પર્શ તે ચારનું એકરૂપ તેને અહીં રૂપ કહ્યું છે. અહીં રૂપ એટલે રંગની વાત નથી; રંગની જુદી વાત કરશે. કહે છે–રૂપ તે જ્ઞાન નથી, કેમકે રૂપ પુદ્ગલની પર્યાય છે, અચેતન છે. માટે જ્ઞાન અને રૂપને વ્યતિરેક છે, ભિન્નતા છે. શાસ્ત્રમાં એમ આવે છે કે ભગવાનના શરીરનું પ્રભામંડળ એવું હોય છે કે તેને દેખનારને સાત ભવનું જ્ઞાન થાય છે. આ એક પુણ્ય પ્રકૃતિનો પ્રકાર છે. તે ભગવાનના ભામંડળના તેજથી કાંઈ જ્ઞાન થયું નથી, અને તેને જોતાં જે જ્ઞાન થયું તે જ્ઞાન નથી. ભવ વિનાનો આત્મા ભાળે તે જ્ઞાન છે). વસ્તુસ્થિતિ આવી છે. રૂપ અને જ્ઞાન જુદાં છે હવે રૂપના ચાર ભેદ પાડી કથન કરે છે:
વર્ણ જ્ઞાન નથી, કારણ કે વર્ણ (પુદ્ગલદ્રવ્યનો ગુણ છે) અચેતન છે. માટે જ્ઞાનને અને વર્ણન વ્યતિરેક છે (અર્થાત્ જ્ઞાન અન્ય છે, વર્ણ અન્ય છે).
ભગવાનના શરીરના રંગની વાત શાસ્ત્રમાં આવે છે. તે શરીરના રંગથી અહીં જ્ઞાન થાય છે એમ નથી; રંગ તો નિમિત્તમાત્ર છે. રંગ તે જ્ઞાન નથી, અને રંગના નિમિત્તે જે જ્ઞાન થાય તે ય વાસ્તવમાં જ્ઞાન નથી. સુંદર સ્વરૂપવાન ચિદ્રપ અંદર ભગવાન આત્મા છે, તેના આશ્રયે જ્ઞાન થાય તે પરમાર્થ જ્ઞાન છે.
દર્શન, જ્ઞાન, ને ચારિત્ર-એ ત્રણ મળીને મોક્ષનો માર્ગ છે. તેમાં સમ્યજ્ઞાનઆત્મજ્ઞાન તે મોક્ષમાર્ગનો એક અવયવ છે. જ્ઞાન સાથે અતીન્દ્રિય આનંદનો અનુભવ અવિનાભાવી છે. તે જ્ઞાન સ્વના લક્ષ થાય છે. પરના-રંગના લક્ષે જ્ઞાન થાય તે જ્ઞાન (આત્મજ્ઞાન) નથી, તે તો અચેતન છે. માટે રંગ જાદો અને જ્ઞાન જુદું છે. આવી વાત! સમજાણું કાંઈ...? હવે કહે છે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #201
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૯૦ થી ૪૦૪ : ૧૮૫ ગંધ જ્ઞાન નથી, કારણ કે ગંધ (પુદ્ગલદ્રવ્યનો ગુણ છે) અચેતન છે; માટે જ્ઞાનને અને ગંધને વ્યતિરેક (-ભેદ, ભિન્નતા ) છે.”
આ કેટલાકને થાસ ગંધાતો નથી હોતો? ભગવાનને શ્વાસ સુગંધિત હોય છે. શરીરના પરમાણુઓમાં સુગંધ-સુગંધ હોય છે. અહા ! તેના નિમિત્તે જે ગંધનું જ્ઞાન થાય તે, અહીં કહે છે, જ્ઞાન નથી; ગંધને અને જ્ઞાનને ભિન્નતા છે. ગંધ તે જ્ઞાન નહિ, ને ગંધનું જ્ઞાન થાય તેય જ્ઞાન નહિ. આત્મજ્ઞાન જ એક જ્ઞાન છે. હવે કહે છે
રસ જ્ઞાન નથી, કારણકે રસ (પુદ્ગલ દ્રવ્યનો ગુણ છે) અચેતન છે; માટે જ્ઞાનને અને રસને વ્યતિરેક છે.'
જુઓ, ખાટો, મીઠો ઈત્યાદિ ભેદપણે જે રસ છે તે જ્ઞાન નથી, અને તે રસનું જ્ઞાન થાય તેય જ્ઞાન નથી. રસ તો બાપુ ! જડ છે, ને જડનું જ્ઞાન થાય તેય જડ છે. ભગવાન આત્મા ચૈતન્યજ્યોતિ સ્વરૂપ પ્રભુ છે તેનું જ્ઞાન થાય તે જ્ઞાન છે; અહાહા...! સ્વસવેદન જ્ઞાન તે જ્ઞાન છે, તે સમ્યજ્ઞાન છે અને તેને મોક્ષમાર્ગમાં ગયું છે. સમજાય છે કાંઈ...? હવે કહે છે
સ્પર્શ જ્ઞાન નથી, કારણ કે સ્પર્શ (પુદ્ગલ દ્રવ્યનો ગુણ છે) અચેતન છે; માટે જ્ઞાનને અને સ્પર્શને વ્યતિરેક છે.”
શરીરના સ્પર્શનું જ્ઞાન થાય તે જ્ઞાન નથી; તેનાથી જે જ્ઞાન થાય તે તો જડનું જ્ઞાન છે, એ ક્યાં આત્માનું જ્ઞાન છે? ભાઈ ! જેના પાતાળના ઉંડા તળમાં ચૈતન્યપ્રભુ પરમાત્મા બિરાજે છે તે ધ્રુવના આશ્રયે જ્ઞાન થાય. તે વાસ્તવિક જ્ઞાન છે. અહાહા...! અસંખ્ય પ્રદેશમાં અનંત ગુણનો પિંડ પ્રભુ આત્મા છે. તેની પર્યાય અંદર ઉંડ ધ્રુવ તરફ જઈને પ્રગટ થાય તે જ્ઞાન છે, તે ધર્મ છે. આવી વાત !
પ્રશ્ન- હા, પણ કેટલે ઊંડ એ (ધ્રુવ) છે?
ઉત્તર- અહાહા...! અનંત અનંત ઉંડાણમય જેનું સ્વરૂપ છે તેની મર્યાદા શું? દ્રવ્ય તો બેહુદ અગાધ સ્વભાવવાન છે, તેના સ્વભાવની મર્યાદા શું? અહાહા...આવું અપરિમિત ધ્રુવ-દળ અંદરમાં છે ત્યાં પર્યાયને લઈ જવી (કેન્દ્રિત કરવી) તેનું નામ સમ્યજ્ઞાન છે. ઈન્દ્રિયોથી પ્રવર્તતું જ્ઞાન કાંઈ જ્ઞાન નથી. હવે કહે છે
કર્મ જ્ઞાન નથી, કારણ કે કર્મ અચેતન છે માટે જ્ઞાનને અને કર્મને વ્યતિરેક છે.'
જુઓ, શું કીધું? કે આઠ કર્મ જે છે તે જ્ઞાન નથી, કેમકે કર્મ અચેતન છે. કર્મ તરફનું જ્ઞાન થાય તેય જ્ઞાન નથી, કર્મનો બંધ, સત્તા, ઉદય, ઉદીરણા ઈત્યાદિ કર્મ સંબંધી જે જ્ઞાન થાય તે જ્ઞાન નથી. કર્મ સંબંધી જ્ઞાન થાય પોતામાં પોતાથી, કર્મ તો તેમાં નિમિત્તમાત્ર છે; પણ તે જ્ઞાન આત્માનું જ્ઞાન નથી. અહાહા..! ભગવાન
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #202
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૬ : પ્રવચન રત્નાકર ભાગ-૧) આત્મા અંદર અબદ્ધસ્પષ્ટ છે; સ્વરૂપથી આત્મા અકર્મ-અસ્પર્શ છે. અહા ! આવા અકર્મસ્વરૂપ પ્રભુનો અંતઃસ્પર્શ કરી પ્રવર્તે તે જ્ઞાનને જ્ઞાન કહીએ.
હવે બીજે તો આનાથી વિરુદ્ધ સાંભળવા મળે આવી ચૈતન્યની અવિરુદ્ધ વાત સાંભળવાય ન મળે એ બિચારા ધર્મ કે દિ' પામે? અહા! જેને ચોવીસ કલાકમાં કલાકબે કલાક સત્ શ્રવણ દ્વારા પુણ્યનો પ્રસંગ પણ નથી તેને અંદર ઊંડા તળમાં ભગવાન બિરાજમાન છે તેનો અંતઃસ્પર્શ કેમ થાય? અરે! કેટલાકને તો નિરંતર પાપની પ્રવૃત્તિ આડે આવી સત્ય વાત સાંભળવાનીય ફુરસદ ન મળે! અહીં તો સત્સમાગમ સુશ્રવણ આદિ જે પુણ્યનો ભાવ એનાથી અંદર પોતાનો ભગવાન ભિન્ન છે તેનું જ્ઞાન (સ્વસંવેદન જ્ઞાન) કરવું તે જ્ઞાન છે એમ વાત છે. હવે આવો વીતરાગનો મારગ છે, એમાં લોકો કાંઈ ને કાંઈ માની બેઠા છે.
કર્મની ૧૪૮ પ્રકૃતિ જડ છે. મિથ્યાષ્ટિને બધી ૧૪૮ પ્રકૃતિ ન હોય. આ વાત પહેલાં આવી ગઈ છે. તીર્થકર નામકર્મ, આહારક શરીર, આહારક અંગોપાંગ આદિ, સમ્યકમોનીય, મિશ્રમોહનીય એ પ્રકૃતિ કાંઈ બધાને ન હોય. આહારક પ્રકૃતિ કોઈ મુનિને હોય છે, તો તીર્થંકર પ્રકૃતિ પણ કોઈ સમ્યગ્દષ્ટિને દર્શનવિશુદ્ધિ આદિ સહિત હોય તેને બંધાઈ જાય છે. આ તીર્થંકર પ્રકૃતિ પણ ઝેરનું ઝાડ છે. ભગવાન આત્મા અમૃતનું કલ્પવૃક્ષ છે. પુણ્ય અને પુણ્યના ભાવથી જડ પ્રકૃતિ બંધાય તે આત્માથી વિરુદ્ધ ઝેરનું ઝાડ છે. ધર્મી જીવ તો કહે છે કે ઝેરનું ઝાડ એવા કર્મના ફળને અમે ભોગવતા નથી, કર્મના ફળ પ્રત્યે અમારું વલણ નથી; અમે તો અંદર આનંદનો નાથ પ્રભુ અમારો છે તેને અનુભવીએ છીએ. અંદર પૂરણ પ્રભુતા ભરી પડી છે તે તરફ અમારું વલણ અને ઢલણ છે.
હા, પણ કર્મ હેરાન તો કરે છે ને?
ભાઈ ! તારી એ માન્યતા ખોટી છે. તું વિકારના પરિણામ સેવીને હેરાન થાય છે; બાકી કર્મ શું કરે? કર્મ તો વિકારી પર્યાયને અડતાંય નથી. આવે છે ને કે
કર્મ બિચારે કૌન ભૂલ મેરી અધિકાઈ ' ભાઈ ! કર્મ છે એવું શાસ્ત્ર કહે, અને એવો તને ખ્યાલ (જ્ઞાનમાં) આવે તો પણ તે કર્મ સંબંધીનું જ્ઞાન તે આત્માનું જ્ઞાન નથી. કર્મ અચેતન છે; માટે જ્ઞાન જુદું અને કર્મ જુદાં છે. આત્મા પોતાની સત્તાએ બિરાજમાન છે, કર્મ કર્મની સત્તાએ ત્યાં પડ્યું છે; બન્નેને વ્યતિરેક નામ ભિન્નતા છે. આવી વાત! સમજાણું કાંઈ...? હવે કહે છે
ધર્મ (ધર્મદ્રવ્ય) જ્ઞાન નથી, કારણ કે ધર્મ અચેતન છે; માટે જ્ઞાનને અને ધર્મને વ્યતિરેક છે.”
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #203
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૯૦ થી ૪૦૪ : ૧૮૭ ધર્માસ્તિકાય નામનું એક લોકવ્યાપી દ્રવ્ય છે. દેવાધિદેવ સર્વજ્ઞ ભગવાને જોયું છે. અન્યમતમાં તો આ વાત છે જ નહિ. જેના મતમાં સર્વજ્ઞ નથી તેના મનમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય આદિની વાત હોઈ શકે નહિ. શ્રી કવળી ભગવાને છ દ્રવ્ય અસ્તિપણે જોયાં છે. તેમાં એક ધર્માસ્તિકાય છે. તે સ્વયં ગમન કરતા જીવ-પુગલોને નિમિત્ત છે. તે ગમન કરાવે એમ નહિ, માત્ર નિમિત્ત છે બસ. અહીં કહે છે- આ ધર્માસ્તિકાય જ્ઞાન નથી. વળી ધર્માસ્તિકામાં છે એવો ખ્યાલ ( જ્ઞાનમાં) આવ્યો તો તે જ્ઞાન પણ જ્ઞાન નથી. ધર્માસ્તિકાયમાં જ્ઞાનસ્વભાવ ભર્યો નથી; ભગવાન આત્મા અંદર જ્ઞાનસ્વભાવથી ભરપૂર ભર્યો છે. અહા ! તેનાં આશ્રયે જે જ્ઞાન પ્રગટ થાય તે સમ્યજ્ઞાન છે અને તે જ્ઞાન મોક્ષનો માર્ગ છે. આગળ કહે છે
“અધર્મ (-અધર્મ દ્રવ્ય) જ્ઞાન નથી, કારણ કે અધર્મ અચેતન છે; માટે જ્ઞાનને અને અધર્મને વ્યતિરેક છે.'
જુઓ, જીવ-પુદ્ગલો ગતિપૂર્વક સ્વયં સ્થિતિ કરે તેમાં અધર્માસ્તિકાય દ્રવ્ય નિમિત્ત છે. આ અધર્માસ્તિકાય પણ એક લોકવ્યાપી અચેતન દ્રવ્ય છે. તે ગતિ કરતા જીવ-પુગલોને સ્થિતિ કરાવે એમ નહિ, એ તો માત્ર નિમિત્ત છે બસ; બાકી ગતિ કરવી અને સ્થિતિ થવી એ તો જીવ-પુદગલોની પોતાની તત્કાલીન યોગ્યતા છે. અહીં કહે છેઆ અધર્માસ્તિકાય જ્ઞાન નથી. વળી અધર્માસ્તિકાય છે એવો ખ્યાલ જે ( જ્ઞાનમાં ) આવ્યો તે જ્ઞાન પણ જ્ઞાન નથી; અહા! આત્મા જ્ઞાનાનંદસ્વભાવી પ્રભુ છે તેના આશ્રમમાં જતાં જ સ્વસંવેદનજ્ઞાન પ્રગટ થયું તે જ્ઞાન છે અને તે જ મોક્ષમાર્ગ છે. સમજાણું કાંઈ...? હવે કહે છે
કાળ (-કાળ દ્રવ્ય) જ્ઞાન નથી, કારણ કે કાળ અચેતન છે; માટે જ્ઞાનને અને કાળને વ્યતિરેક છે.”
લોકમાં રત્નોની રાશિની જેમ એક પર એક ગોઠવાયેલાં કાળદ્રવ્યો અસંખ્ય છે. તેમાં પ્રત્યેકમાં ઉત્પાદ-વ્યય થાય છે. આ કાળદ્રવ્ય જ્ઞાન નથી, કેમકે તે અચેતન-જડ છે. વળી તેના લક્ષે કાળદ્રવ્યનું જ્ઞાન થયું તેય પરમાર્થ જ્ઞાન નથી. માટે જ્ઞાન અને કાળદ્રવ્ય બન્ને જુદજુદા છે. આવી વાત ! વળી
આકાશ (આકાશ દ્રવ્ય) જ્ઞાન નથી, કારણ કે આકાશ અચેતન છે; માટે જ્ઞાનને અને આકાશને વ્યતિરેક છે.”
ઓહો! આકાશ નામનો એક અનંત પ્રદેશી અચેતન મહાપદાર્થ છે. આ આકાશ દ્રવ્ય તે, કહે છે, જ્ઞાન નથી. વળી તેનું લક્ષ થતાં “આ આકાશ છે” એવું જે જ્ઞાન થાય તે પરલક્ષી જ્ઞાન પણ પરમાર્થે જ્ઞાન નથી. અહીં તો સ્વસંવેદનશાનને જ પરમાર્થે જ્ઞાન કહ્યું છે. પરલક્ષી જ્ઞાન થાય તેય પરની જેમ અચેતન છે. માટે જ્ઞાન અને આકાશ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #204
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૮ : પ્રવચન રત્નાકર ભાગ-૧) બન્ને જુદાં છે; અર્થાત જ્ઞાનનું (–આત્માનું) આકાશ નથી. આકાશથી પાતાળ સુધી અમારું છે એમ કહે છે ને? અરે! ધૂળેય નથી સાંભળને. બે ચીજ જ જુદી છે ત્યાં તારું શું હોય? હવે કહે છે
અધ્યવસાન જ્ઞાન નથી, કારણકે અધ્યવસાન અચેતન છે માટે જ્ઞાનને અને (કર્મના ઉદયની પ્રવૃત્તિરૂપ) અધ્યવસાનને વ્યતિરેક છે.”
રાગમાં એકતાબુદ્ધિ તે અધ્યવસાન છે. રાગ અને આત્મા એક છે એવો ભ્રમ તે અધ્યવસાન છે. આ અધ્યવસાન, કહે છે, જ્ઞાન નથી, કેમકે અધ્યવસાન અચેતન છે. માટે કર્મના ઉદયની પ્રવૃત્તિરૂપ અધ્યવસાન અને જ્ઞાન જુદાં છે.
જુઓ, અહીં અધ્યવસાન આત્મા નથી એમ કહ્યું છે ને! હવે પછી નીચે જ્ઞાન જ પુણ્ય-પાપ છે એમ કહેશે. આવી અટપટી વાત! એકકોર પુણ્ય-પાપને અનાત્મા કહે અને વળી પાછા તને આત્મા કહ–આ કવી વાત !
એ તો ભાઈ ! પુણ્યપાપ એની પર્યાયમાં થાય છે માટે તેને ત્યાં (નીચે) આત્મા કહેલ છે. પોતાની પર્યાય છે તો તેને આત્મા કહ્યો. પ્રવચનસારમાં ૪૭ નયના અધિકારમાં પુણ્ય-પાપનો અધિષ્ઠાતા આત્મા છે એમ કહ્યું છે. જ્યારે સમયસારની ૭૩મી ગાથામાં પુણ્ય-પાપના ભાવોનો સ્વામી પુદ્ગલ દ્રવ્ય છે એમ કહ્યું છે ભાઈ ! આ તો અનેકાન્ત માર્ગ છે. દ્રવ્યથી વાત આવે તેય અને પર્યાયથી વાત આવે તેય યથાસ્થિત જાણવી જોઈએ. એકલા દ્રવ્યને માન અને પર્યાયને જાણેય નહિ તો એ તો મિથ્યા એકાન્ત થઈ જાય.
પુણ્ય-પાપના ભાવ જીવની પર્યાયમાં થાય છે તેથી તેને જીવ કહ્યા, પણ તે જીવનો સ્વભાવ નથી (વિભાવ છે) અને પર્યાયમાંથી નીકળી જાય છે માટે તેને પુગલના પરિણામ કહીને પુદ્ગલ દ્રવ્ય કહ્યું છે. એ તો ત્યાં પર્યાયની-પુણ્ય-પાપની રુચિ છોડાવી દ્રવ્યસ્વભાવની દષ્ટિ કરાવવાના પ્રયોજનથી વાત છે. પણ તેથી કોઈ પુણ્ય-પાપના ભાવ પુદ્ગલમાં થાય છે એમ માને તો તે બરાબર નથી, તથા કોઈ તેને પોતાનો સ્વભાવ જ માને તો તે પણ વિપરીત જ છે. આવી ઝીણી વાત છે.
આમ આ રીતે જ્ઞાનનો સમસ્ત પરદ્રવ્યો સાથે વ્યતિરેક નિશ્ચયસાધિત દેખવો.”
શું કીધું? કે આત્મા નિશ્ચયથી સર્વ પદ્રવ્યોથી ભિન્ન છે એમ દેખવું-અનુભવવું. આ આત્માની પરદ્રવ્યથી નાસ્તિ કહી, હવે અસ્તિથી વાત કરે છે–
“હવે, જીવ જ એક જ્ઞાન છે; કારણ કે જીવ ચેતન છે; માટે જ્ઞાનને અને જીવને જ અવ્યતિરેક (–અભિન્નતા) છે. વળી જ્ઞાનનો જીવની સાથે વ્યતિરેક જરાપણ શંકાનીયા નથી (અર્થાત્ જ્ઞાનની જીવથી ભિન્નતા હશે એમ જરાય શંકા કરવાયોગ્ય નથી), કારણ કે જીવ પોતે જ જ્ઞાન છે.'
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #205
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૯૦ થી ૪૦૪ : ૧૮૯
જુઓ, શું કહે છે? કે જીવ જ એક જ્ઞાન છે, કારણ કે જીવ ચેતન છે. અહીં જ્ઞાન અને જીવની અભિન્નતા-એકતા બતાવવી છે. જ્ઞાન અને જીવ-એમ બે શબ્દનો ધ્વનિ ઉઠે છે માટે જ્ઞાન અને જીવ બ જુદા હશે એમ, કહ્યું છે, શંકા ન કરવી. ભગવાન આત્મા ભાવવાની અને જ્ઞાન ભાવ-એમ ભાવ અને ભાવવાન ભિન્ન છે એમ જરાય શંકા ના કરવી, કેમકે બન્ને વસ્તુપણે એક જ છે. બેનાં નામ જુદાં છે, પણ બે વસ્તુ જુદી નથી. ગુણ અને ગુણી બે પૃથક વસ્તુ નથી, બન્ને તાદાભ્યપણે એક જ છે.
સમયસાર ગાથા ૬૯-૭૦ માં આવી ગયું કે “જેમને તાદાભ્યાસિદ્ધ સંબંધ છે એવાં આત્મા અને જ્ઞાનમાં વિશેષ (તફાવત, જુદાં લક્ષણો) નહિ હોવાથી તેમનો ભેદ (જુદાપણું ) નહિ દેખતો થકો, નિઃશંક રીતે જ્ઞાનમાં પોતાપણે વર્તે છે અને ત્યાં (જ્ઞાનમાં પોતાપણે) વર્તતો તે, જ્ઞાનક્રિયા સ્વભાવભૂત હોવાને લીધે નિષેધવામાં આવી નથી માટે, જાણે છે, જાણવારૂપ પરિણમે છે.” જુઓ, આમાં નિઃશંક રીતે જ્ઞાનમાં પોતાપણે વર્તે છે એમ કહ્યું એનો અર્થ જ એ છે કે જ્ઞાન અને પોતે-આત્મા એક જ છે, અર્થાત્ આત્મામાં જ પોતે વર્તે છે, અને તે જ સ્વભાવભૂત જ્ઞાનક્રિયા નામ સમ્યજ્ઞાનની ક્રિયા છે. અહીં પણ કહે છે- “જીવ જ એક જ્ઞાન છે” અર્થાત્ જીવ પોતે જ જ્ઞાન છે. અહાહા...! અભેદથી કહેતાં પોતે જ્ઞાનસ્વરૂપ જ છે; નામ, લક્ષણથી ભેદ હો, પણ વસ્તુસ્વરૂપથી બને નિઃશંક એક જ છે. હવે કહે છે
આ પ્રમાણે (જ્ઞાન જીવથી અભિન) હોવાથી, જ્ઞાન જ સમ્યગ્દષ્ટિ છે, જ્ઞાન જ સંયમ છે, જ્ઞાન જ અંગપૂર્વરૂપ સૂત્ર છે, જ્ઞાન જ ધર્મ-અધર્મ (અર્થાત્ પુણ્ય-પાપ) છે, જ્ઞાન જ પ્રવ્રજ્યા (દીક્ષા, નિશ્ચયચારિત્ર) છે- એમ જ્ઞાનનો જીવપર્યાયોની સાથે પણ અવ્યતિરેક નિશ્ચયસાધિત દેખવો (અર્થાત નિશ્ચય વડે સિદ્ધ થયેલો સમજવોઅનુભવવો).”
અહા! કહે છે- જ્ઞાન જ સમ્યગ્દષ્ટિ છે. સમ્યગ્દષ્ટિ છે તે આત્મા છે કે નહિ? છે ને? તો કહે છે-જ્ઞાન નામ આત્મા જ સમ્યગ્દષ્ટિ છે, કેમકે આત્માથી જુદું કાંઈ સમ્યગ્દર્શન તો છે નહિ. અહાહા...! આત્મા પૂર્ણ જ્ઞાનાનંદસ્વભાવી પ્રભુ છે. તે જ્ઞાનમાં શય થતાં તેની જે પ્રતીતિ થઈ કે- “આ હું' – તે સમ્યગ્દર્શન છે. આ સમ્યગ્દર્શન આત્મસ્વરૂપ છે. કાંઈ સમ્યગ્દર્શન જુદું ને આત્મા જુદો છે એમ નથી. માટે કહે છે- જ્ઞાન જ સમ્યગ્દષ્ટિ છે. અહીં જ્ઞાન શબ્દ અભેદપણે આત્મા કહેવો છે. સમજાણું કાંઈ....!
વળી “જ્ઞાન જ સંયમ છે.” શું કીધું? જ્ઞાન નામ આત્મા જ સંયમ છે. પાંચ ઈન્દ્રિયના વિષય અને મનથી પાછા ફરવું તે સંયમ-એ તો નાસ્તિથી વાત છે, અસ્તિથી કહીએ તો જ્ઞાન નામ આત્મા આત્મામાં જ રમે તે સંયમ, અને તે આત્મા જ છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #206
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૧૯૦ : પ્રવચન રત્નાકર ભાગ-૧) સંયમની વીતરાગી પર્યાયરૂપે પોતે આત્મા પરિણમે છે ને! માટે આત્મા જ સંયમ છે એમ વાત છે.
બહારના ક્રિયાકાંડ-છકાયના જીવોની દયા પાળે, પાંચ મહાવ્રત પાળે, બ્રહ્મચર્ય પાળે-તે કાંઈ સંયમ નથી એ તો બધો રાગ છે બાપુ! જેમ જીવાદિ નવતત્ત્વની ને દેવગુરુ-શાસ્ત્રની ભેદરૂપ શ્રદ્ધા સમકિત નથી (રાગ છે) તેમ છ કાયની દયા વગેરે પાળવાના વિકલ્પ પણ સંયમ નથી. અંદર જ્ઞાનાનંદસ્વરૂપી નિત્યાનંદ પ્રભુ પોતે ભગવાન છે, ઉપયોગ ત્યાં જ રમે અને ત્યાં જ જામે એનું નામ સંયમ છે, એનું નામ ચારિત્ર છે. અહાહા....! ઉપયોગ સ્વરૂપમાં રમે ત્યાં પ્રચુર અતીન્દ્રિય આનંદનું પરિણમન થાય તેનું નામ સંયમ છે. જ્ઞાનનું જ્ઞાનમાં રમમાણ થવું તે સંયમ છે.
ગાથા ૧૫૫ની ટીકામાં આવે છે કે “સમ્યગ્દર્શન તો જીવાદિ પદાર્થોના શ્રદ્ધાનસ્વભાવે જ્ઞાનનું થવું- પરિણમવું તે છે; જીવાદિ પદાર્થોના જ્ઞાનસ્વભાવે જ્ઞાનનું થવુંપરિણમવું તે જ્ઞાન છે; રાગાદિના ત્યાગસ્વભાવે જ્ઞાનનું થવું-પરિણમવું તે ચારિત્ર છે. તેથી એ રીતે એમ ફલિત થયું કે સમ્યગ્દર્શન -જ્ઞાન-ચારિત્ર એ ત્રણે એકલું જ્ઞાનનું ભવન ( પરિણમન) જ છે.” આ પ્રમાણે સંયમ જ્ઞાનનું ભવન જ છે તેથી જ્ઞાન જ સંયમ છે એમ વાત છે; કમક જ્ઞાન નામ આત્માથી સંયમ કોઈ જુદી ચીજ નથી.
હા, પણ એનું સાધન તો હોય ને?
સાધન? એ તો જેને અંદરમાં સ્વસ્વરૂપનું ભાન થયું છે તેને વ્રત, તપ, દયા ઈત્યાદિના રાગની મંદતાના વિકલ્પ આવે છે અને તેને વ્યવહારથી સાધન કહે છે પણ તેનાથી કાંઈ સાધ્યની સિદ્ધિ થતી નથી. સહકારી નિમિત્તે જાણી આરોપ કરીને તેને વ્યવહારથી સાધન કહ્યું છે. તે કાંઈ વાસ્તવિક સાધન નથી. આવી વાત છે! સમજાણું કાંઈ..! (વાસ્તવિક તો પોતે જ પોતાનું સાધન છે).
જુઓ, અહીં સમ્યગ્દર્શન, સંયમ વગેરે પર્યાય છે તેને આત્મા કહેલ છે, જ્યારે ગાથા ૧૧માં તેને વ્યવહાર કહી અભૂતાર્થ કહેલ છે. નિયમસારની ૩૮ વગેરે ગાથામાં પુણ્ય-પાપ, આસવ, બંધ, સંવર, નિર્જરા, મોક્ષ સુદ્ધાં જેટલી પર્યાયો છે તે સર્વને પરદ્રવ્ય કહી હુંય કહી છે.
પ્રશ્ન:- તો બન્નેમાં સાચું શું?
સમાધાન- બન્નેય વાત અપેક્ષાથી સાચી છે. ભાઈ ! અનેકાન્તથી બધું સિદ્ધ થાય છે. અનાદિથી આ જીવ પર્યાયદષ્ટિ રહી ચોરાસીના અવતારમાં રઝળે છે. તેને નાશવંત પર્યાયનો આશ્રય છોડાવી ત્રિકાળી ધ્રુવ એક શુદ્ધભાવનો આશ્રય કરાવવાના પ્રયોજનથી ત્યાં નિયમસારમાં સર્વ પર્યાયોને પારદ્રવ્ય કહી હેય કહી અને એક
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #207
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૯૦ થી ૪૦૪ : ૧૯૧ ત્રિકાળી ધ્રુવ શુદ્ધભાવ ઉપાદેય કહ્યો. સમયસારની ૧૧મી ગાથામાં પણ પર્યાયને અસત્યાર્થ કહી તેનો આશય એવો છે કે પર્યાયને ગૌણ કરી, પેટામાં રાખી, વ્યવહાર કહીને નથી એમ કહ્યું છે અને સમ્યગ્દર્શનનો વિષય જે ધ્રુવ એક ચિદાનંદઘન પ્રભુ તેને મુખ્ય કરી, નિશ્ચય કહી તેને ભૂતાર્થ-સત્યાર્થ કહેલ છે. આમાં પ્રયોજન એક ધ્રુવનો આશ્રય કરાવવાનું છે. અહીં બીજી વાત છે. અહીં પરદ્રવ્યથી ભિન્નતા સિદ્ધ કરવી છે. તો સમ્યગ્દર્શન અને સંયમ આદિ (પુણ્ય-પાપ-સહીત) પોતાની જે પર્યાય છે તે પોતે આત્મા જ છે એમ શૈલીથી વાત છે. પોતાની પર્યાય તે પોતે જ છે, પર નથી એ શૈલીથી અહીં વાત છે. ભાઈ ! ક્યાં જે અપેક્ષાથી વાત હોય તેને ત્યાં યથાર્થ સમજવી જોઈએ.
સમયસાર ગાથા ૧૧ માં ધ્રુવ એક ત્રિકાળી દ્રવ્ય તે નિશ્ચય અને પર્યાય તે વ્યવહાર એમ કહ્યું છે. અહીં જેની જે પર્યાય તે નિશ્ચય તેની છે, પરની નથી એમ લેવું છે; તેથી કહ્યું કે-જ્ઞાન જ સમ્યગ્દષ્ટિ છે, જ્ઞાન જ સંયમ છે' ઈત્યાદિ. સમયસારની ૭૧મી ગાથામાં-“નિશ્ચયથી જ્ઞાનનું થવું-પરિણમવું તે આત્મા છે”—એમ કહ્યું છે. અહીં તો પુણ્યપાપના ભાવ થાય તેને પણ આત્મા કહેલ છે. આ તો ત્રિલોકનાથ સર્વજ્ઞ પરમાત્માનો અનેકાન્ત માર્ગ છે બાપા! સ્યાદ્વાદ વડે તેને બરાબર સમજવો જોઈએ.
આત્મા પોતે પોતામાં સ્થિર થાય, જામી જાય તે સંયમ છે. કહ્યું ને કે રાગનાં ત્યાગસ્વભાવે જ્ઞાનનું થવું-પરિણમવું તે ચારિત્ર છે; સંયમ છે તે આત્મા જ છે. પરંતુ લોકો વ્યવહારને સાધન માની આ વાતને (ઠેકડીમાં) ઉડાવે છે. પણ શું થાય? તેઓ વસ્તુસ્વરૂપને સમજતા નથી. એટલે વિરોધ કરે છે. પણ એવું તો અનાદિથી ચાલ્યું જ આવે છે. અહીં તો ભવભ્રમણના દુઃખનો થાક લાગ્યો છે તેને કહીએ છીએ કે તારા દુઃખનો અંત લાવવાનો આ માર્ગ છે. ભાઈ ! અજ્ઞાનીને અનાદિથી મિથ્યાત્વરૂપી ક્ષયરોગ લાગુ પડ્યો છે. રોગ મહાભયંકર છે, ને પીડાનો પાર નથી. હુમણાં બહારમાં ભલે લાલપીળો થઈને ફરે, પણ અંદર પોતાનું ભાન નથી તેની માઠી દશા છે. તેને પર્યાયમાં મોટો ઘા વાગે છે. મિથ્યાત્વના ઘાથી તે મૂર્શિત-અચેત જેવો થઈ ગયો છે. અરેરે ! ત્રણ લોકનો સ્વામી આનંદનો નાથ પ્રભુ મૂચ્છમાં પડ્યો છે! એને ખબર નથી પણ એ ક્યાંય નિગોદમાં જઈ પડશે!
ભાઈ ! અહીં તારા અનંતા દુ:ખનો અંત લાવવાની આ વાત છે. કહે છે-જ્ઞાન જ સંયમ છે. આ દેહની ક્રિયા અને દયા, દાન, વ્રત, તપ આદિ ક્રિયાકાંડના વિકલ્પ તે સંયમ નથી. બહુ આકરી વાત બાપા! પણ આ સત્ય વાત છે. અહાહા..! અતીન્દ્રિય આનંદનો નાથ નિર્મળાનંદ પ્રભુ પોતે છે તે પર્યાયમાં અતીન્દ્રિય આનંદની રમતમાં જામી જાય તે સંયમ છે અને સંયમ છે તે પોતે-આત્મા જ છે. આવી વાત !
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #208
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates ૧૯૨ : પ્રવચન રત્નાકર ભાગ-૧૦
ત્યારે કોઈ કહે છે– તમે વ્યવહાર સાધન ઉડાવી દેશો તો શ્રાવકપણું ને મુનિપણું રહેશે નહિ.
અરે ભાઈ ! જો તને વ્યવહાર સાધનની-રાગની રુચિ... પ્રેમ છે તો તને શ્રાવકપણું ને મુનિપણું છે જ ક્યાં? તને તો તારો એકલો રાગ છે. મારગ તો વીતરાગસ્વરૂપ છે ભાઈ! શ્રાવકપણું ને મુનિપણું એ પણ (યથા સંભવ) વીતરાગદશા જ છે. વ્રતાદિનું હોવું એ તો તે તે દશાનો બાહ્ય વ્યવહાર છે. તેને ઉપચારથી સાધન કહેલ છે, ધર્મી પુરુષો તેને પરમાર્થ સાધન માનતા નથી.
હવે પછી અહીં પુણ્ય-પાપના ભાવ એની પર્યાયમાં છે માટે એને આત્મા કહેશે, પણ એ તો વિભ્રમને લઈને ઉત્પન્ન થનારા પરિણામ છે. પુણ્ય-પાપ આત્મા જ છે- એમ કહીને તે પોતાની પર્યાયમાં ઉત્પન્ન થયા છે (બીજે નહિ) એમ જ્ઞાન કરાવવું છે. સમજાણું કાંઈ..? હવે કહે છે
‘જ્ઞાન જ અંગપૂર્વરૂપ સૂત્ર છે.' જોયું? બાર અંગનું જ્ઞાન તે ખાલી શબ્દો નથી. સ્વના આશ્રયે જે સમ્યજ્ઞાન પ્રગટ થાય તે ભાવશ્રુતજ્ઞાન અંગપૂર્વરૂપ સૂત્ર છે. ભાઈ! આ તો ભગવતસ્વરૂપ ભગવાન આત્માની ભાગવત કથા છે. નિયમસારમાં છેલ્લે કહ્યું છે કે- આ તો ભાગવત શાસ્ત્ર છે. ભગવાન ચૈતન્યરત્નાકર પ્રભુ તેની સ્થિરતાની રમતું માંડી પોતાના આનંદના બગીચામાં રમત ૨મે તેને સંયમ અને અંગપૂર્વ સૂત્ર કહ્યું છે. બાકી શબ્દો તે જ્ઞાન નહિ; અને શબ્દોની પરલક્ષી ધારણા થાય તે પણ જ્ઞાન નહિ; આત્મા નહિ.
હવે કહે છે– ‘જ્ઞાન જ ધર્મ-અધર્મ (અર્થાત્ પુણ્ય-પાપ) છે.' જુઓ પુણ્ય-પાપ એની પર્યાયમાં થાય છે માટે એને આત્મા કહ્યો છે. પણ તે ઉત્પન્ન કેમ થાય છે? તો આગળ કહેશે કે વિભ્રમ તેની ઉત્પત્તિનું મૂળ છે. તે ભલે જીવની પર્યાયમાં ઉત્પન્ન થાય પણ તે પરસત્તાવલંબી ભાવ બંધરૂપ છે, બંધના કારણ છે.
તો પછી જ્ઞાન જ ધર્મ-અધર્મ છે એમ કેમ કહ્યું છે?
ભાઈ ! અહીં તો સ્વનાં દ્રવ્ય-ગુણ-પર્યાય સ્વકીય છે, પ૨થી ભિન્ન છે, ૫૨ નથી– એમ સિદ્ધ કરવું છે. તેથી એની પર્યાયમાં જે શુભાશુભ ભાવ થાય છે તેને અહીં આત્મા કહ્યો છે. પોતાની પર્યાય તે પોતે-એવી શૈલીથી અહીં વાત છે. તેથી સમ્યગ્દર્શન, સંયમ, અંગપૂર્વ સૂત્રની નિર્મળ પર્યાય ને ધર્મ-અધર્મની વિભાવરૂપ મલિન પર્યાય તેને અહીં આત્મા કહ્યો છે.
અહા! જ્ઞાન જ ધર્મ-અધર્મ છે. પુણ્ય-પાપના ભાવ તે અશુદ્ધ પર્યાયો જીવની છે. મોક્ષમાર્ગ પ્રકાશકમાં શુદ્ધ-અશુદ્ધ પર્યાયોનો પિંડ તે આત્મા-એમ કહ્યું છે.
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
Page #209
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૯૦ થી ૪૦૪ : ૧૯૩ અશુદ્ધતા અંદર ગરી થઈ નથી, ત્યાં તો અશુદ્ધતા પરિણામિકભાવે થઈ ગઈ છે. ક્ષયોપશમભાવની પર્યાય પણ એક સમયની. બીજે સમયે વ્યય થાય ત્યાં અંદર પારિણામિક ભાવે થઈ જાય છે. હવે અશુદ્ધ પર્યાયને સર્વથા કાઢી નાખો તો આત્મા ત્રિકાળી વસ્તુ છે તે સિદ્ધ જ નહિ થાય. સાધકને પણ અસંખ્ય સમય સુધી-સાત આઠ ભવ કરે ત્યાં સુધી પર્યાયમાં અશુદ્ધતા રહે છે. આ અશુદ્ધતાને અહીં આત્મા કહ્યો છે.
અનાદિ-સાત અશુદ્ધ પર્યાય અને સાદિ-અનંત શુદ્ધ પર્યાય-તે બધી શુદ્ધ-અશુદ્ધ પર્યાયોનો સમૂહ તે આત્મા છે. આ તો સામાન્યપણે આત્માનું સ્વરૂપ જ આવું છે. તેમાં અશુદ્ધતા સર્વથા કાઢી નાખો તો શુદ્ધ-અશુદ્ધ પર્યાયોનો સમૂહ તે ગુણ, અને ગુણોનો સમૂહું તે આત્મા–એ કશું સિદ્ધ નહિ થાય. ભાઈ ! આ તો ન્યાયથી સમજાય એવું છે બાપુ! માત્ર રસ-રુચિ જોઈએ. જ્યાં રસ હોય ત્યાં રુચિ જાગે જ છે. જીવ અનાદિથી શુભાશુભ ભાવ કરતો આવ્યો છે. તે શુભાશુભ ભાવ અનાદિસાત છે. આટલો બધો કાળ અશુદ્ધતા થઈ તેને માનો જ નહિ તો ગુણ જ સિદ્ધ નહિ થાય, ને દ્રવ્ય પણ સિદ્ધ નહિ થાય. ગુણનું અશુદ્ધ પરિણમન થાય તે પણ તેની તત્કાલીન યોગ્યતા છે. હવે તે તે અશુદ્ધતા થઈ તેને ન માનો તો ત્રિકાળી ગુણ જ સિદ્ધ નહિ થાય; અને તો અનંત ગુણનો સમૂહ તે આત્મા-એ સિદ્ધ નહિ થાય. આવી વાત !
અહો! પ્રત્યેક આત્મા અનંતા સામાન્ય અને અનંતા વિશેષ-એમ અનંતા ગુણોનો દરિયો છે. અસ્તિત્વાદિ છ ગુણ કહ્યા છે એ તો ટુંકામાં સમજાવવા માટે છે, કેમકે વાણીમાં બધા ગુણો આવતા નથી. અહાહા....! વસ્તુમાં સામાન્ય અને વિશેષ એમ અનંતા ગુણો છે. તેમાં એક ગુણમાં બીજા અનંત ગુણનું રૂપ છે. જેમકે-એક જ્ઞાનગુણ છે, બીજો અસ્તિત્વગુણ; તો જ્ઞાનગુણમાં–તે છે... છે... છે-એમ અસ્તિત્વગુણનું રૂપ છે. જ્ઞાનગુણમાં અસ્તિત્વ ગુણ છે એમ નહિ, તથા જ્ઞાનગુણનું છેપણું (હયાતી) કાંઈ અસ્તિત્વગુણના કારણે છે એમ નહિ પણ જ્ઞાનગુણ છે... છે... છે-એમ અસ્તિત્વ ગુણનું એમાં રૂપ છે. આ પ્રમાણે એક ગુણમાં બીજો ગુણ નથી, પણ એક ગુણમાં બીજા અનંતગુણનું રૂપ હોય છે. એક ગુણમાં બીજો ગુણ છે એમ ન સમજવું. એ તો તત્ત્વાર્થસૂત્રમાં સિદ્ધાંત કહ્યો છે કેટ્રવ્યાશ્રયા નિના ગુણ:'- દ્રવ્યના આશ્રય ગુણો છે, એક ગુણમાં બીજો ગુણ નથી.
આ રીતે જ્ઞાનગુણ સહિત અનંતા ગુણ અનાદિ-અનંત જીવ દ્રવ્યને આશ્રિત છે, જ્ઞાનમાં બીજા કોઈ ગુણો નથી. એક ગુણમાં બીજા કોઈ ગુણો નથી. જો જ્ઞાન ગુણમાં, બીજા ગુણ રહે તો તે (-જ્ઞાન) ગુણોના સમુદાયરૂપ ગુણી-દ્રવ્ય થઈ જાય, અથવા બીજા ગુણોનો અભાવ થતાં દ્રવ્યનો જ અભાવ થઈ જાય. પણ એમ છે નહિ. જ્ઞાનનું
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #210
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૧૯૪ : પ્રવચન રત્નાકર ભાગ-૧) “અતિરૂપ” એ જ્ઞાનનો પોતાનો સ્વભાવ છે. એમ પ્રત્યેક ગુણ માટે સમજવું. ભાઈ ! આ તો સર્વજ્ઞના પેટની વાત, બાપુ! ધીરે ધીરે સમજવી.
અહીં કહે છે-આત્માના (સંસારીના) કોઈ ગુણ (શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર, વીર્ય, સુખ આદિ) અનાદિથી અશુદ્ધ પરિણમી રહ્યા છે. અશુદ્ધતા તે, તે તે સમયની એની યોગ્યતા છે. આ અશુદ્ધતા અનાદિ-સાંત છે. હવે આ કાળની જીવમાં થયેલ જે અશુદ્ધતા તે માનો જ નહિ તો, કહે છે, અનાદિ-અનંત ગુણની જ સિદ્ધિ નહિ થાય, અને તો દ્રવ્ય નામ આત્મા પણ સિદ્ધ નહિ થાય. માટે અહીં કહે છે-જ્ઞાન જ ધર્મ-અધર્મ છે. સમજાણું કાંઈ...? ખૂબ ગંભીર વાત ભાઈ !
કેવળજ્ઞાનની પર્યાય દ્રવ્યને અડતી નથી, લ્યો, અવ્યક્તના બોલમાં આ આવે છે. વળી પ્રવચનસારમાં અલિંગગ્રહણના છેલ્લા બોલોમાં આવે છે કે-દ્રવ્ય છે તે ગુણવિશેષને આલિંગન કરતું નથી; અભેદ વસ્તુ છે તે ભેદને આલિંગન કરતી નથી; દ્રવ્ય છે તે પર્યાયવિશેષને આલિંગન કરતું નથી; ઈત્યાદિ. ભાઈ ! ત્યાં તો પ્રયોજનવશ પર્યાયનું અસ્તિત્વ અને દ્રવ્યનું અસ્તિત્વ ભિન્ન સિદ્ધ કરવું છે. દ્રવ્ય-પર્યાયમાં અંદર અંદર ભાગ પાડીને વાત કરે ત્યારે એમ કહે કે – દ્રવ્ય-સામાન્ય વિશેષમાં આવતું નથી, ને વિશેષ દ્રવ્ય-સામાન્યમાં આવતું નથી. પરંતુ પરની અપેક્ષાથી વાત કરે ત્યારે બેયનું (-દ્રવ્યપર્યાયનું) એક જ અસ્તિત્વ કહે. લ્યો, આવી વીતરાગમાર્ગની ખૂબ ગંભીર શૈલી છે.
સમયસારની ૭૩ મી ગાથામાં કહ્યું કે- વિકારનો સ્વામી પુદગલ છે, વળી ત્યાં ૭૫-૭૬ ગાથામાં કહ્યું કે- અંતરંગમાં જે રાગદ્વેષના ભાવ થાય છે તે પુદગલ છે. કર્મનોકર્મ જે બહિરંગ છે તે તો પુદ્ગલ છે જ, પણ અંદરમાં નિમિત્તના અવલંબને જે દયા, દાન આદિના ભાવ થાય તેય પુદ્ગલ છે. લ્યો, આવી વાત ! એ તો રાગાદિ ભાવમાં ચૈતન્યસ્વભાવનો અભાવ છે તો તેમને જડ કહ્યા, અને જડનો સ્વામી જડ જ હોય માટે તેને પુદ્ગલ કહ્યા. સમજાણું કાંઈ...?
જ્યારે પ્રવચનસાર, નય-અધિકારમાં એમ વાત છે કે-શુદ્ધ અને અશુદ્ધ પરિણામનો અધિષ્ઠાતા આત્મા છે. વળી અહીં પણ એ જ કહ્યું કે- જ્ઞાન જ સમ્યગ્દષ્ટિ છે, જ્ઞાન જ સંયમ છે, જ્ઞાન જ ધર્મ-અધર્મ છે. અહીં તો વર્તમાન વર્તતી પર્યાય કહેવી છે ને! ભાઈ ! કયાં કઈ અપેક્ષાએ વાત છે તે બરાબર સમજવું જોઈએ. દ્રવ્યસ્વભાવની અપેક્ષાએ પુણ્ય-પાપ આદિ વિકારનો સ્વામી પુદ્ગલ છે, જ્યારે પર્યાયથી જુએ તો પુણ્ય-પાપ આદિ વિકારનો તેની પર્યાયમાં સદ્દભાવ છે, તેથી પર્યાય અપેક્ષા આત્મા જ પુણ્ય-પાપ છે. જો વિકારી પર્યાયને કાઢી નાખો તો અનંતી વિકારી પર્યાયોનો અભાવ થતાં આખો ત્રિકાળ ગુણ સિદ્ધ નહિ થાય, અને તો શુદ્ધ-અશુદ્ધ પર્યાયોનો પિંડ એવો આત્મા જ સિદ્ધ નહિ થાય. જે અશુદ્ધ પર્યાયો ગઈ તે ડૂબકી મારીને અંદર
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #211
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૯૦ થી ૪૦૪ : ૧૯૫ પારિણામિક ભાવે યોગ્યતારૂપે વિલીન થઈ છે, જે ભવિષ્યમાં શુદ્ધ-અશુદ્ધ પર્યાયો થવાની છે તે અંદર યોગ્યતાપણે રહેલી છે. આવી જેમ છે તેમ વસ્તુ યથાર્થ સમજવી પડશે ભાઈ !
અહાહા....! ભગવાન! આ તારી લીલા તો જો ભાઈ ! કોઈ લોકો ઈશ્વરની લીલા કહે છે તે નહિ, આ તો તારી લીલા પ્રભુ ! અનાદિ વિકારમાં રહ્યો તેય તું, અને નિર્વિકારમાં આવ્યો તેય તું! અદભુત ચમત્કારી વસ્તુ બાપુ! એની કેવળદર્શનની એક સમયની પર્યાય આખા લોકાલોકના પદાર્થોને આ જીવ કે અજીવ એમ ભેદ પાડ્યા વિના સામાન્ય અવલોકે, જ્યારે તે જ સમયે પ્રગટ કેવળજ્ઞાનની પર્યાય લોકાલોકના પ્રત્યેક પદાર્થને ભિન્ન-ભિન્ન-ભિન્ન કરીને જાણે. વળી પ્રત્યેક સમય કેવળજ્ઞાનની પર્યાય અનંતકાળ પર્યત થયા કરે તોય દ્રવ્ય તો એવું ને એવું રહે, કાંઈ વધઘટ વિનાનું. અહો ! દ્રવ્યનો ચૈતન્ય-ચમત્કારી સ્વભાવ કોઈ પરમ અદ્દભુત છે.
અહો ! આવો જ જ્ઞાનસ્વભાવ છે સ્વભાવમાં તર્ક શું? સર્વજ્ઞ પરમાત્માનું જ્ઞાન અદ્ભુત અલૌકિક છે. તેનો પાર સમ્યજ્ઞાન જ પામી શકે. કેવળજ્ઞાનની પર્યાયમાં અનંતા અવિભાગ પ્રતિચ્છેદ છે. અનંતા કેવળીને તે એક સમયમાં જાણે છે. શ્રુતજ્ઞાનની પર્યાય પણ એવડી જ છે, પ્રત્યક્ષ-પરોક્ષનો ફેર છે. અહાહા..! જે પર્યાયમાં અનંત દ્રવ્ય-ગુણપર્યાય પ્રત્યક્ષ જણાય તે પર્યાયનું સ્વરૂપ જેટલું છે તેટલું જ બીજ સમયે, ત્રીજે સમયેએમ અનંતકાળ પર્યત રહે છે. અહો ! આવો કોઈ ચૈતન્યવસ્તુનો અદ્ભુત-અદ્ભુત સ્વભાવ છે. સમયસાર, કળશ ૨૭૩ માં આવે છે કે- આત્માનો સહજ અદભુત વૈભવ છે. પગુણહાનિવૃદ્ધિ કેવળજ્ઞાનમાં પ્રત્યક્ષ જણાય છે. જે સમયે અનંત-ગુણવૃદ્ધિ તે જ સમયે અનંતગુણહાનિ થાય છે, કેવળજ્ઞાનમાં બધું પ્રત્યક્ષ જણાય છે.
બેનશ્રીના વચનામૃતમાં આવ્યું છે કે- આત્માના સ્વભાવમાં ઉણપ, અશુદ્ધિ કે આવરણ નથી. આ તો ત્રિકાળી સ્વભાવની વાત છે. પણ પર્યાય અપેક્ષાથી જોતાં પર્યાયમાં (સંસારીને) ભાવ આવરણ છે. પ્રવચનસારની ૧૬ મી ગાથામાં દ્રવ્ય-ભાવ ઘાતિકર્મની વાત છે. જડ કર્મ તે દ્રવ્ય વાતિકર્મ છે અને પોતાની પર્યાયમાં વિકાર થવાની યોગ્યતા તે ભાવ ઘાતકર્મ છે.
અહીં સિદ્ધ કરવું છે કે- જ્ઞાન નામ આત્મા જ પુણ્ય-પાપ છે; કેમકે ત્રિકાળી જે અંશી તેના અંશમાં આ ભાવો ઉત્પન્ન થાય છે. ત્રિકાળી દ્રવ્ય તે એનું સામાન્ય સ્વરૂપ છે, અને નિર્મળ અને મલિન પર્યાયો તે એનું વિશેષ સ્વરૂપ છે. સામાન્ય અને વિશેષ બન્ન થઈને આખી વસ્તુ છે. તેનો એક અંશ (-પર્યાય) કાઢી નાખો તો વસ્તુ જ આખી સિદ્ધ ન થાય. અહીં દ્રવ્ય-પર્યાય બને જીવનું સ્વરૂપ છે એમ સિદ્ધ કરવું છે. તેથી કહ્યું કે – આત્મા જ સંયમ છે, આત્મા જ પુણ્ય-પાપ છે. આવી વાત! સમજાણું કાંઈ...? હવે કહે છે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #212
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૬ : પ્રવચન રત્નાકર ભાગ-૧)
જ્ઞાન જ પ્રવજ્યા (દીક્ષા, નિશ્ચય ચારિત્ર) છે– એમ જ્ઞાનનો જીવપર્યાયોની સાથે પણ અવ્યતિરેક નિશ્ચયસાધિત દેખવો (અર્થાત્ નિશ્ચય વડે સિદ્ધ થયેલો સમજવોઅનુભવવો).'
અહાહા...કહે છે-જ્ઞાન જ પ્રવજ્યા-દીક્ષા છે. લ્યો, આ લુગડાં કાઢી નાખ્યાં ને પાંચ મહાવ્રત બહારમાં પાળ્યાં એટલે દીક્ષા થઈ ગઈ એમ નહિ. બહુ આકરી વાત બાપા! આ સંસારી પ્રાણીઓ વિષય-કષાયની પ્રવૃત્તિમાં રોકાયેલા રહે એ તો એકલું પાપ છે. ઘણો કાળ તો એનો એમાં જ જતો રહે છે. અહીં વિશેષ વાત એમ છે કે-કોઈ દિગંબર દશા ધારે અને દયા, દાન, વ્રતાદિ પાળે એટલે એને દીક્ષા–ચારિત્ર થઈ ગયાં એમ નહિ. દયા, દાન આદિ રાગના પરિણામ તો પરસમય છે ભાઈ ! તેનું લક્ષ છોડી અંદર સ્વસમયમાં આવ ભાઈ ! એમ અહીં કહેવું છે. અહાહા....! આત્મા જ પ્રવજ્યા છે; અર્થાત્ આત્માને છોડી કોઈ પ્રવજ્યાનું-ચારિત્રનું સ્વરૂપ જ નથી. દયા, દાન, વ્રતાદિનો રાગ એ પ્રવજ્યાનું સ્વરૂપ જ નથી. આવી વાત!
વાદિરાજ મહા મુનિવર હતા. બહાર શરીરમાં કોઢનો રોગ થયેલો; પણ અંદર ત્રણ કષાયના અભાવવાળી વીતરાગ દશામાં ઝુલતા હતા. સમ્યગ્દર્શન ઉપરાંત સ્વરૂપના આનંદની રમઝટ અંદર ચાલતી હતી. તેઓ સ્તુતિમાં કહે છે- હે પ્રભો ! હું ભૂતકાળના દુઃખોને યાદ કરું છું તો આયુધના ઘા પડે એમ અંદર ઘા વાગે છે. જુઓ, આ મુનિરાજને અદર વિકલ્પ ઉઠયો છે તે આયુધના ઘા જેવો આતાપકારી છે. અહીં ! મિથ્યાદીષ્ટના સંકલેશ ભાવથી થતા દુઃખની તો શું વાત કહેવી ? એ તો પારાવાર અકથ્ય છે. અહીં તો ધર્માત્મા ચારિત્રવત મુનિવરને આ શુભ વિકલ્પ ઉઠયો છે એય, કહે છે, શસ્ત્રના ઘા જેવો ભારે પીડાકારી છે. ભાઈ ! રાગનું સ્વરૂપ જ દુ:ખ છે. પંચ પરમેષ્ઠીમાં ભળેલા સંતમુનિવરનો આ પોકાર છે.
અહીં કહે છે- આત્મા જ પ્રવજ્યા નામ ચારિત્ર છે. પંચમહાવ્રતનું પાલન તે ચારિત્ર એમ નહિ. ભાઈ ! આ કોઈના અનાદર માટે વાત નથી. આત્મા અંદર આનંદસ્વરૂપ પ્રભુ છે તેનો અનાદર કોણ કરે? આ તો માર્ગ આવો છે ભાઈ ! પંચમહાવ્રતના પરિણામને જ ચારિત્ર માની એમાં તું સંતુષ્ટ થાય એમાં ભારે નુકશાન છે ભાઈ ! કેમકે નિર્મળાનંદ પ્રભુ આત્મા પોતે જ ચારિત્ર છે. આત્મા ચેતન્યઘન પ્રભુ પોતે જ પ્રવજ્યા છે. સ્વસ્વરૂપમાં અંતર્લીન થયેલી દશા ચારિત્ર છે, અને તે પોતે જ છે. તેમાં રાગનું આલંબન કયા છે?
આમ જ્ઞાનનો જીવપર્યાયોની સાથે, કહે છે, અવ્યતિરેક નિશ્ચયસાધિત દેખવો. અહીં જ્ઞાન શબ્દ આત્મા સમજવું. મલિન અને નિર્મળ પર્યાયો સાથે આત્માને જુદાઈ નથી, અભિન્નતા છે એમ નિશ્ચયથી સિદ્ધ થયેલું જાણવું. પર્યાયમાં જે શુદ્ધતા-અશુદ્ધતા છે તે આત્મા જ છે એમ નિશ્ચય જાણવું. હવે કહે છે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #213
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૯૦ થી ૪૦૪ : ૧૯૭ હવે, એ પ્રમાણે સર્વ પરદ્રવ્યો સાથે વ્યતિરેક વડ અને સર્વ દર્શનાદિ જીવસ્વભાવો સાથે આવ્યતિરેક વડે અતિવ્યાતિને અને અવ્યાતિને દૂર કરતું થયું, અનાદિ વિભ્રમ જેનું મૂળ છે એવા ધર્મ-અધર્મરૂપ (પુણ્ય-પાપરૂપ, શુભ-અશુભરૂપ) પરસમયને દૂર કરીને, પોતે જ પ્રવજ્યારૂપ પામીને (અર્થાત્ પોતે જ નિશ્ચયચારિત્રરૂપ દીક્ષાપણાને પામીને), દર્શન-જ્ઞાન-ચારિત્રમાં સ્થિતિરૂપ સ્વસમયને પ્રાપ્ત કરીને, મોક્ષમાર્ગને પોતામાં જ પરિણત કરીને, જેણે સંપૂર્ણ વિજ્ઞાનઘનસ્વભાવને પ્રાપ્ત કર્યો છે એવું, ત્યાગ-ગ્રહણથી રહિત, સાક્ષાત્ સમયસારભૂત, પરમાર્થરૂપ શુદ્ધજ્ઞાન એક અવસ્થિત (નિશ્ચળ રહેલું) દેખવું (અર્થાત્ પ્રત્યક્ષ સ્વસંવેદનથી અનુભવવું છે.'
અહાહા...! શું કહ્યું? કે સર્વ પદ્રવ્યો સાથે જ્ઞાનને વ્યતિરેક અર્થાત્ જુદાઈ છે. આ શરીર, મન, વાણી, ઈન્દ્રિય, આઠ કર્મ અને દેવ, ગુરુ, શાસ્ત્ર ઈત્યાદિ પર પદાર્થોથી જ્ઞાનને જુદાઈ છે, પૃથકતા છે; તથા દર્શન, જ્ઞાન, ચારિત્ર આદિ જીવસ્વભાવોનિજસ્વભાવો સાથે અવ્યતિરેક નામ અભિન્નતા છે, એકપણું છે. આ રીતે અતિવ્યાતિ અને અવ્યાતિને દૂર કરતું શુદ્ધ એક પરમાર્થરૂપ જ્ઞાન, કહે છે, નિશ્ચળ રહેલું દેખવું, અર્થાત્ પ્રત્યક્ષ સ્વસંવેદનથી અનુભવવું. શું કરીને? તો કહે છે
“અનાદિ વિભ્રમ જેનું મૂળ છે એવા ધર્મ-અધર્મરૂપ-પુણ્ય-પાપરૂપ પરસમયને દૂર કરીને, પોતે જ પ્રવજ્યારૂપ પામીને...'
અહાહા...! પુણ્ય-પાપના ભાવ પોતાની–જીવની પર્યાયમાં થાય છે તેથી તેને આત્મા કહ્યો છે, પણ તે ભાવ સ્વસ્વરૂપના ભાન વિના પરમાં હું પણાના અનાદિ વિભ્રમથી ઉત્પન્ન થયા છે. જેમ શરીર, મન, વાણી, મકાન, પૈસા અત્યંત પૃથક છે તેમ પુણ્ય-પાપના ભાવ પૃથક છે એમ નહિ, તેઓ પોતાની પર્યાયમાં ઉત્પન્ન થાય છે, તથાપિ તેની ઉત્પત્તિનું મૂળ આત્મા નથી પણ અનાદિ વિભ્રમ છે અને તેથી તેઓ પરસમય છે. સમજાણું કાંઈ...? ઝીણી વાત બાપા!
ભગવાન આત્મા શુદ્ધ એક જ્ઞાનસ્વભાવથી ભરેલો દરિયો-સાગર છે. તેમાં એકાગ્ર થઈ પરિણમવાથી મોક્ષમાર્ગ પ્રગટ થાય છે. કારણાંતરથી અર્થાત્ દયા, દાન આદિના શુભ વિકલ્પથી મોક્ષમાર્ગ પ્રાપ્ત થાય એમ વસ્તુનું સ્વરૂપ નથી. અહીં કારણોતરનો નિષેધ કરીને પ્રવજ્યા સિદ્ધ કરવી છે. આ શુભ કે અશુભ ભાવ થાય તે પ્રવજ્યા નથી. ભલે શુભાશુભ ભાવ પોતાની પર્યાયમાં થાય છે, પણ તેનું મૂળ શુદ્ધ ચૈતન્યમય આત્મા નથી, તેનું મૂળ અનાદિ વિભ્રમ છે.
સ્વસ્વરૂપમાં રમણતારૂપ વીતરાગી દશા થાય તે પ્રવજ્યા નામ નિશ્ચય ચારિત્ર છે, અને તે ધર્મ છે; અને ધર્મનું મૂળ સમ્યગ્દર્શન છે. તેમ, અહીં કહે છે, પુણ્ય-પાપરૂપ ભાવનું મૂળ વિભ્રમ નામ પરમાં હુંપણાની મિથ્યા ભ્રમણા છે. અહાહા...! “વંસ મૂનો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #214
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૮ : પ્રવચન રત્નાકર ભાગ-૧) ઘમ્પો' -જેમ ધર્મનું મૂળ સમ્યગ્દર્શન છે તેમ પુણ્ય-પાપરૂપ વિકારી ભાવોનું મૂળ અનાદિ વિભ્રમ છે, મિથ્યાદર્શન છે. અરે ભાઈ! અનંત ગુણનો પિંડ પ્રભુ આત્મા છે, પણ વિકાર ઉત્પન્ન કરે, પુણ્ય-પાપને ઉત્પન્ન કરે એવો કોઈ ગુણ એમાં નથી પુણ્ય-પાપની ઉત્પત્તિનું મૂળ અનાદિ વિભ્રમ છે. તેથી પુણ્ય-પાપના ભાવ પોતાની પર્યાયમાં ઉત્પન્ન થવા છતાં પરસમય છે. આવી બહુ ઝીણી વાત છે ભાઈ !
તો સમ્યગ્દષ્ટિ-ધર્મીને શુભાશુભ ભાવ થતા જોઈએ છીએ ને?
સમ્યગ્દર્શન થયા પછી જે શુભાશુભ ભાવ થાય તે વિભ્રમજનિત નથી, અસ્થિરતા જન્ય છે, અને તે તો ધર્મીને જ્ઞાનના શેય પણે છે, તેમાં તેને સ્વામિત્વ નથી. ધર્માત્માને એક શુદ્ધોપયોગની જ ભાવના છે, તેને શુભાશુભમાં રસ નથી. બેનશ્રીના વચનામૃતમાં આવે છે ને કે- અરે ! આ શુભભાવ તે અમારો દેશ નહિ, આ પરદેશમાં અને કયાં આવી ચડયા? શુભાશુભ ભાવ તે અમારો પરિવાર નહિ ઈત્યાદિ.
ભગવાન આત્મા નિત્ય જ્ઞાનાનંદ પ્રભુ સદા ધ્રુવ-ધ્રુવ-ધ્રુવ સ્વભાવે અંતરંગમાં વિરાજે છે. તેની દષ્ટિ વિના અનાદિથી એને પરમાં પોતાપણાનો વિભ્રમ છે અને તે વડે તેને નિરંતર સંસાર-પરિભ્રમણનું કારણ એવા પુણ્ય-પાપના ભાવ ઉત્પન્ન થયા જ કરે છે, તેથી કહે છે- ભાઈ ! આ પુણ્ય-પાપના ભાવ અનાત્મા છે, પરસમય છે. અહો ! આચાર્યદવની ગજબ શૈલી છે.
આત્મા જેવો અને જેવડો છે તેવો અને તેવડો પર્યાયમાં પ્રાપ્ત થાય તેનું નામ મોક્ષ છે, અને મોક્ષનું કારણ વીતરાગીદશારૂપ નિર્મળ ચારિત્ર છે. આ ચારિત્ર કેમ પ્રગટે? તો કહે છે – અનાદિ વિભ્રમ જેનું મૂળ છે તેવા પુણ્ય-પાપભાવરૂપ પરસમયને દુર કરીને પોતે જ પ્રવજ્યારૂપ નિશ્ચયચારિત્રને પ્રાપ્ત થાય છે. અહાહા..! જોયું? શુભ ભાવ પણ કારણ નહિ, ને કોઈ નિમિત્ત (દવાદિ) પણ કારણ નહિ; કહે છે- પોતે જ પ્રવજ્યારૂપ નિશ્ચયચારિત્રને પ્રાપ્ત થાય છે, અહાહા..! નિજ જ્ઞાતા-દષ્ટા સ્વરૂપમાં રમણતા-લીનતા વડે પોતે જ પુણ્ય-પાપને દુર કરીને નિર્મળ ચારિત્રભાવને પામે છે.
હવે આવી વાત બાપના (ભગવાન અરિહંતના) ચોપડા તપાસે તો ખબર પડે ને! દુકાનના ચોપડા રોજ તપાસે. એમ કે “પાનું ફરે ને સોનું ઝરે.” પણ ભાઈ ! ત્યાં તો પૈસાની મમતામાં એકલું પાપ જ ઝરે (-મળે) છે. જ્યારે અહીં તો એકલું અમૃતપરમામૃત ઝરે છે. અહાહા....! ભગવાન સર્વજ્ઞદેવની વાણીમાંથી ઝરેલું જન્મ-મરણના રોગને મટાડનારું આ પરમામૃત છે. આવે છે ને કે
વચનામૃત વીતરાગનાં પરમ શાંતરસ મૂળ, ઔષધ જે ભવરોગનાં કાયરને પ્રતિકૂળ.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #215
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૯૦ થી ૪૦૪ : ૧૯૯ અહીં કહે છે- તને પુણ્ય-પાપના ભાવ થાય તેનું મૂળ અનાદિ વિભ્રમ છે, મિથ્યા ભ્રમણા છે. તેનાથી રહિત થઈને તું સ્વસ્વરૂપમાં રમણતા-લીનતા કરીને પરિણમે તે પ્રવજ્યા છે, તે ચારિત્ર છે, ધર્મ છે.
જરીક ફરીથી
શરીર, મન, વાણી, આઠ કરમ ઈત્યાદિ પરદ્રવ્યથી આત્માને વ્યતિરેક એટલે ભિન્નતા છે, અને દર્શન આદિ જીવસ્વભાવોથી અવ્યતિરેક અર્થાત અભિન્નતા છે. અહીં દયા, દાન વગેરે પુણ્ય-પાપના ભાવને જીવસ્વભાવ કહ્યા છે કેમકે તે જીવની પર્યાયનો સ્વભાવ છે. તેની સાથે જીવને અવ્યતિરેક એટલે અભિન્નપણું છે. તે ભાવો જે પરમાં પણ હોય તો અતિવ્યાપ્તિ દોષ આવે, અને તે ભાવો જ પોતામાં (–અવસ્થામાં) ન હોય તો અવ્યાપ્તિ દોષ આવે. પણ તેઓ પરદ્રવ્યમાં નથી તેથી અતિવ્યાપ્તિ નથી અને પોતાની અવસ્થામાં છે માટે અવ્યાપ્તિ નથી આ પ્રમાણે શુભાશુભ ભાવ આત્માની પર્યાયમાં છે માટે આત્મા છે એમ પહેલાં સિદ્ધ કર્યું.
દ્રવ્યદૃષ્ટિના વિષયની અપેક્ષાએ વાત હોય ત્યારે પુણ્ય-પાપના પરિણામ પુદ્ગલના પરિણામ છે એમ કહે, પણ તેથી કોઈ એકાન્ત એમ માની લે કે તેઓ જીવની પર્યાયમાં થયા નથી તો તે બરાબર નથી. દ્રવ્યદૃષ્ટિની અપેક્ષાએ તેઓ જડ-અજીવ છે એમ કહીને પુદ્ગલ તેમનું સ્વામી છે એમ કહ્યું તો પર્યાયની અપેક્ષા તે જીવની પર્યાયમાં વ્યાપેલા છે માટે જીવ છે એમ કહ્યું-આમ અનેકાન્ત છે. પણ અપેક્ષા સમજ્યા વિના જ એકાન્ત કોઈ તેને પુદ્ગલના માને તો તે જીવ મિથ્યા દષ્ટિ છે.
હવે કહે છે- તે પુણ્ય-પાપના ભાવનું મૂળ શુદ્ધ ચૈતન્યમય આત્મા નથી પણ અનાદિ વિભ્રમ છે, મિથ્યાત્વ છે. મિથ્યાત્વ એટલે શું? કે પરમાં હુંપણાની જૂઠી કલ્પનામાન્યતા, જૂઠો ભાવ. શરીર હું છું, રાગ હું છું એવી જૂઠી માન્યતા તે મિથ્યાત્વ છે અને તે પુણ્ય-પાપના ભાવનું મૂળ છે. પુણ્ય-પાપના ભાવનું મૂળ મિથ્યાત્વ છે અને તેનું ફળ ચતુર્ગતિ-પરિભ્રમણરૂપ સંસાર છે. તેથી કહ્યું કે તે ભાવો પરસમય છે. લ્યો, આવી વાત! સમજાણું કાંઈ....?
પૂર્ણાનંદનો નાથ જ્ઞાનાનંદસ્વરૂપ પોતે છે તેની સન્મુખ થઈ તેની પ્રતીતિ કરવી, અનુભવ કરવો તે સમ્યગ્દર્શન છે. તેમાં અતીન્દ્રિય આનંદનો સ્વાદ ભેગો હોય જ છે. સમ્યગ્દર્શનની સાથે આનંદનો અંશ, શાન્તિનો અંશ, ચારિત્રનો અંશ-એમ અનંત ગુણનો અંશ પ્રગટ હોય જ છે. સર્વ ગુણાંશ તે સમકિત. અહા ! આવું સમ્યગ્દર્શન તે ધર્મનું પહેલું પગથિયું છે, ધર્મનું મૂળ છે. આ (-સમ્યગ્દર્શન) સિવાય પંચપરમેષ્ઠીની ભક્તિ, શાસ્ત્રનું અધ્યયન કે પંચમહાવ્રતનું પાલન-એ બધું
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #216
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨OO : પ્રવચન રત્નાકર ભાગ-૧) કાંઈ (કાર્યકારી) નથી; એ તો બધો રાગ છે, આકુળતાનું-દુ:ખનું કારણ છે. છ૭ઢાલામાં આવે છે ને કે
| મુનિવ્રત ધાર અનંતવાર ગ્રીવક ઉપજાયો;
પૈ નિજ આતમજ્ઞાન વિના સુખ લેશ ન પાયો, આ તો મારગડા જુદા છે બાપા! હુજારો રાણી અને રાજપાટ છોડીને પંચમહાવ્રતના પરિણામમાં જોડાય તોય વિભ્રમવશ તે દુઃખને જ વેદે છે. ઓહો! અનંતગુણધામ નિત્યાનંદ પ્રભુ પોતે છે તેનો અંતર-અનુભવ કરવાનું છોડી જે શુભાશુભને જ ઉત્પન્ન કરે છે તે દુઃખને જ વદે છે. સમજાણું કાંઈ...?
ચારિત્ર તો બાપુ! પુણ્ય-પાપરૂપ પરસમયને દૂર કરીને પ્રગટ થાય છે. (પુણ્યપાપને) દૂર કરવામાં બે પ્રકાર સમજવા
૧. શુભાશુભ ભાવની ઉત્પત્તિનું મૂળ જે મિથ્યાત્વ તેને દૂર કરે છે, અને ૨. શુભાશુભ ભાવને પણ યથા સંભવ દૂર કરે છે.
લ્યો, આમ શુભાશુભ ભાવને દૂર કરે છે ત્યારે ચારિત્ર પ્રગટ થાય છે. હવે આમ છે ત્યાં શુભ કરતાં કરતાં ચારિત્ર થાય એ વાત ક્યાં રહી? ભાઈ ! આ તો મારગ જ વીતરાગનો જુદો છે બાપુ !
અરે ! આ જગતની મોહજાળ એને મારી નાખે છે. તેમાંથી કદાચ નીકળી જાય તો શુભભાવની મોહજાળમાં ફસાઈ જાય છે. અહીં કહે છે- શુભાશુભની મોહજાળને દૂર કરીને પોતે જ પ્રવજ્યારૂપ પામીને, દર્શન-જ્ઞાન-ચારિત્રમાં સ્થિતિરૂપ સમયને પ્રાપ્ત કરીને, મોક્ષમાર્ગને પોતામાં જ પરિણત કરીને, જેણે સંપૂર્ણ વિજ્ઞાનઘનસ્વભાવને પ્રાપ્ત કર્યો છે એવું, ત્યાગ-ગ્રહણથી રહિત, સાક્ષાત્ સમયસારભૂત, પરમાર્થરૂપ શુદ્ધ જ્ઞાન એક અવસ્થિત દેખવું.
પહેલાં કહ્યું કે – પુણ્ય-પાપના ભાવ થાય તે પર્યાય આત્માની છે માટે તે આત્મા છે. પણ તેનું મૂળ વિભ્રમ છે ને તેનું ફળ સંસાર છે. તેથી હવે કહે છે- તેને દૂર કરીને સ્વસ્વરૂપમાં રમણતા થાય તે ધર્મ છે, ચારિત્ર છે. છ જરી વિકલ્પ છે તે ગૌણ છે, અહીં મુખ્ય તો સાતમાની વાત છે. દર્શન-જ્ઞાન-ચારિત્રમાં સ્થિતિરૂપ સ્વસમયને પ્રાપ્ત કરે તેનું નામ નિશ્ચયચારિત્રરૂપ દીક્ષા છે. જોયું? સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રમાં સ્થિતિ થવી તે સ્વસમય ને શુભાશુભ ભાવ થાય તે પરસમય.
પ્રશ્ન:- દર્શન-જ્ઞાન-ચારિત્રમય તો બધાય જીવો છે? ઉત્તરઃ- અહીં એ વાત નથી; અહીં તો પર્યાયની વાત છે. દ્રવ્યસ્વભાવે તો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #217
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૯૦ થી ૪૦૪ : ૨૦૧
બધાય જીવો વીતરાગસ્વરૂપ ભગવાન છે. અભવિ જીવ પણ સ્વભાવથી તો જિનસ્વરૂપ છે. પણ તેથી શું? અહીં તો દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ સ્વભાવમાં સ્થિતિ કરીને (પર્યાયપણે) સ્વસમય થાય એની વાત છે. દ્રવ્યરૂપ સ્વસમય છે તે પર્યાયરૂપ સ્વસમય થાય એની વાત છે. જેવું સ્વરૂપ છે તેવું દ્રવે-પ્રવહે છે. સ્વસ્વરૂપની સન્મુખ થઈ જ્ઞાનની પ્રતીતિ, જ્ઞાનનું જ્ઞાન અને જ્ઞાનની રમણતાપૂર્વક દર્શન-જ્ઞાન-ચારિત્રમાં સ્થિતિરૂપ સ્વસમયને પ્રાપ્ત કરે છે એમ વાત છે. આવો અલૌકિક મારગ છે ભાઈ !
ભાઈ ! આ સમજવાનો અવસર છે હોં. જુઓને, આ પચીસ વર્ષનો ફુટડો જુવાન હોય ને ઘડીકમાં ફૂ થઈ જાય છે. ખબર ન મળે બધા સંજોગ ક્યાં ગયા? દેહ તો છૂટવાના કાળે છૂટી જ જાય; તેને કોણ રોક? તો પહેલેથી જ તેની મમતા છોડી દે ને; દેહબુદ્ધિ છોડી દે ને. દેહબુદ્ધિ છૂટતાં પુણ્ય-પાપના ભાવ મટી જશે.
અહીં કહે છે- પુણ્ય-પાપરૂપ પરસમયને દૂર કરીને દર્શન-જ્ઞાન-ચારિત્રમાં સ્થિતિ કરવી તે મોક્ષમાર્ગ છે. મુનિરાજને જે વ્યવહારનો વિકલ્પ ઉઠે તે મોક્ષમાર્ગ નથી. એ તો એને રાગ-બોજો છે. એને છોડીને સ્વરૂપમાં રમણતા કરે તે મોક્ષમાર્ગ છે. મુનિરાજ નિર્મળ રત્નત્રયની પરિણતિરૂપ મોક્ષમાર્ગને પોતામાં જ પરિણાવીને સંપૂર્ણ વિજ્ઞાનઘનસ્વભાવને પ્રાપ્ત કરી લે છે. જુઓ, આ મોક્ષમાર્ગનું ફળ! સંપૂર્ણ વિજ્ઞાનવસ્વભાવની પ્રાપ્તિ અર્થાત્ કેવળજ્ઞાન તે મોક્ષમાર્ગનું ફળ છે. હવે તે ત્યાગગ્રહણથી રહિત થયો છે. સ્વસ્વરૂપનું ગ્રહણ અને રાગનો ત્યાગ એ પણ હવે ત્યાં રહ્યું નથી. તે સાક્ષાત્ સમયસારભૂત છે. વસ્તુ દ્રવ્ય છે તે તો સમયસાર છે અને હવે તે પર્યાયમાં સાક્ષાત્ પ્રગટ સમયસાર છે. સમયસાર નાટકમાં આવે છે ને કે
જ્ઞાનકલા ઘટઘટ બર્સ, જોગ જાગતિ કે પાર;
નિજ નિજ કલા ઉદીત કરિ, મુક્ત હોઈ સંસાર. દ્રવ્યસ્વભાવ તો અંતરંગમાં જિનસ્વરૂપ છે; રાગની એકતા તોડીને સ્વરૂપમાં રમણતા કરતાં તે પ્રગટ થાય છે. આ જ મારગ છે ભાઈ ! કોઈ ક્રિયાકાંડનો આડંબર કે લેબાસ મારગ નથી.
પ્રશ્ન:- હા, પણ દર્શન શુદ્ધિ તો સાવ સહેલી છે; ભગવાનનાં દર્શન, પૂજા કરીએ એટલે દર્શનશુદ્ધિ થઈ જાય.
ઉત્તર:- દર્શનશુદ્ધિ શું ચીજ છે બાપુ ! તને ખબર નથી. જેમાં આત્માના અંતરંગ સ્વરૂપની ઓળખાણ-પહેચાન થતાં અનંતગુણોની અંશે વ્યક્તતા થઈ નિરાકુળ અતીન્દ્રિય આનંદનો સ્વાદ પ્રત્યક્ષ આવે તેનું નામ દર્શનશુદ્ધિ છે. શુદ્ધિવંત-દષ્ટિવંત પુરુષો ભગવાનનાં દર્શન આદિ રોજ નિયમથી કરે એ જુદી વાત છે. પણ એ કાંઈ દર્શનશુદ્ધિ નથી. જેમાં મોક્ષસુખનો નમુનો અંશ અનુભવાય અને હું પૂરણ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #218
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૨૦૨ : પ્રવચન રત્નાકર ભાગ-૧) વિજ્ઞાનઘનસ્વભાવમય આત્મા છું એવી પ્રતીતિ જાગ્રત થાય એ દર્શનશુદ્ધિ કોઈ અલૌકિક ચીજ છે ભાઈ !
અહીં કહે છે- નિર્મળ રત્નત્રયરૂપ મોક્ષમાર્ગને પોતામાં જ પરિણત કરીને, જેણે સંપૂર્ણ વિજ્ઞાનઘનસ્વભાવ પ્રાપ્ત કર્યો છે એવું, ત્યાગ-ગ્રહણથી રહિત, સાક્ષાત્ સમયસારભૂત, પરમાર્થરૂપ શુદ્ધજ્ઞાન એક અવસ્થિત-નિશ્ચલ રહેલું દેખવું. દેખવું નામ પ્રત્ય ક્ષ અનુભવવું. પૂર્ણ વિજ્ઞાનધનદશા પ્રાપ્ત થઈ તેને પ્રત્યક્ષ અનુભવવું તેનું નામ મોક્ષ. દેખવું એટલે જાણવું અને અનુભવવું. ત્રણકાળ ત્રણલોકને જાણે માટે કેવળજ્ઞાન એમ નહિ, પણ પૂરણ દશાને સંપૂર્ણ પ્રત્યક્ષ વેદ-અનુભવે એનું નામ કવળજ્ઞાન છે.
* ગાથા ૩૯૦ થી ૪૦૪: ભાવાર્થ ઉપરનું પ્રવચન *
અહીં જ્ઞાનને સર્વ પદ્રવ્યોથી ભિન્ન અને પોતાના પર્યાયોથી અભિન્ન બતાવ્યું, તેથી અતિવ્યાપ્તિ અને અવ્યાપ્તિ નામના જે લક્ષણના દોષો તે દૂર થયા.'
અહીં જ્ઞાન એટલે આત્મા સર્વ પદ્રવ્યોથી ભિન્ન અને પોતાની પર્યાયોથી અભિન્ન છે. મતલબ કે પુણ્ય-પાપના ભાવ પોતાની પર્યાય છે એમ પહેલાં સિદ્ધ કરવું છે. જુઓ, પોતામાં વ્યાપે અને બીજામાં પણ વ્યાપે તો અતિવ્યાતિ દોષ કહેવાય. જેમકેઅરૂપીપણું જીવનું લક્ષણ કહીએ તો તેમાં અતિવ્યામિ દોષ આવે, કેમકે અરૂપીપણું જેમ જીવમાં છે તેમ ધર્મ-અધર્મ આદિ બીજા દ્રવ્યોમાં પણ છે. માટે અરૂપીપણું એ જીવનું વાસ્તવિક લક્ષણ નથી. વળી કેવળજ્ઞાન જીવનું લક્ષણ કહીએ તો તેમાં અવ્યાતિ દોષ આવે, કેમકે કેવળજ્ઞાન જીવની સર્વ અવસ્થાઓમાં વ્યાપતું નથી. જે લક્ષણ લક્ષ્યના એક ભાગમાં વ્યાપે તેને અવ્યાપ્તિ દોષ કહે છે. કેવળજ્ઞાન જીવની સર્વ અવસ્થાઓમાં વ્યાપતું નથી, માટે કેવળજ્ઞાન જીવનું લક્ષણ ઘટતું નથી. અહીં જ્ઞાનને સર્વ પદ્રવ્યોથી ભિન્ન બતાવ્યું એટલે અતિવ્યાપ્તિ દોષ દૂર થયો અને જ્ઞાનને પોતાની પર્યાયોથી અભિન્ન બતાવ્યું તેથી અવ્યાપ્તિ દોષ દૂર થયો. એજ કહે છે
આત્માનું લક્ષણ ઉપયોગ છે, અને ઉપયોગમાં જ્ઞાન પ્રધાન છે; તે (જ્ઞાન) અન્ય અચેતન દ્રવ્યોમાં નથી તેથી તે અતિવ્યાતિવાળું નથી. અને પોતાની સર્વ અવસ્થાઓમાં છે તેથી અવ્યાપ્તિવાળું નથી. આ રીતે જ્ઞાનલક્ષણ કહેવાથી અતિવ્યાતિ અને અવ્યાપ્તિ દોષો આવતા નથી.'
આત્માનું લક્ષણ ઉપયોગ છે. તે લક્ષણથી લક્ષ્ય આત્મા જાણી શકાય છે. જુઓ, વ્યવહાર રત્નત્રયના રાગથી જાણી શકાય એવો ભગવાન આત્મા નથી; એ તો જ્ઞાનલક્ષણ વડે જ જણાય છે. અહીં ઉપયોગમાં જ્ઞાનની મુખ્યતા લીધી છે. દર્શનની અહીં વાત કરી નથી. કહે છે-જ્ઞાન અન્ય અચેતન દ્રવ્યમાં નથી. શરીર, મન, વાણી આદિમાં
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #219
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૯૦ થી ૪૦૪ : ૨૦૩ જ્ઞાન નથી. તેમ દેવ-ગુરુ આદિમાં પણ આ (પોતાનું) જ્ઞાન નથી. તેથી તેમાં (જ્ઞાનલક્ષણમાં) અતિવ્યામિ દોષ આવતો નથી. વળી જ્ઞાન જીવની સર્વ અવસ્થાઓમાં વ્યાપેલું છે. જીવની કોઈ અવસ્થા જ્ઞાન-ઉપયોગ વિના હોતી નથી. તેથી તેમાં અવ્યાતિ દોષ પણ આવતો નથી. આ પ્રમાણે અતિવ્યાપ્તિ અને અવ્યામિ દોષોથી રહિત જીવનું જ્ઞાનલક્ષણ યથાર્થ છે.
લોકો બિચારા વેપાર-ધંધામાં ગરી ગયા હોય ત્યાં ધંધાની ધમાલ આડે તેમને આ અતિવ્યાપ્તિ અને અવ્યાપ્તિ ને એ બધું સમજવાની ફુરસદ-નવરાશ કયાંથી મળે? પણ ભાઈ ! આ તો ખાસ નવરાશ લઈને સમજવાની ચીજ છે હોં.
પણ આપ કહો તો વ્રત-પચખાણ લઈ લઈએ. પણ એ તો કાંઈ આપ કહેતા નથી?
વ્રત? કોને કહીએ વ્રત? અહાહા....! સચ્ચિદાનંદસ્વરૂપ જ્ઞાનાનંદસ્વરૂપ ત્રિકાળ પોતે છે તેનું ભાન થઈ તેમાં જ રમણતા કરે, નિજાનંદસ્વરૂપમાં જ વિંટાઈને લીન થઈ જાય તેનું નામ વ્રત-નિશ્ચયવ્રત છે. વ્રત કહો કે પચખાણ કહો, બધું આત્મા જ છે ભાઈ ! આ સિવાય વ્યવહારના વિકલ્પ બધો રાગ છે, દુઃખ છે, નિશ્ચયે વ્રત નથી. આવી વાત ! સમજાણું કાંઈ....? હવે કહે છે
અહીં જ્ઞાનને જ પ્રધાન કરીને આત્માનો અધિકાર છે, કારણ કે જ્ઞાનલક્ષણથી જ આત્મા સર્વ પદ્રવ્યોથી ભિન્ન અનુભવગોચર થાય છે. જો કે આત્મામાં અનંત ધર્મો છે, તોપણ તેમાંના કેટલાક તો છાસ્થને અનુભવગોચર જ નથી; તે ધર્મોને કહેવાથી છદ્મસ્થ જ્ઞાની આત્માને કઈ રીતે ઓળખે? વળી કેટલાક ધર્મો અનુભવગોચર છે, પરંતુ તેમાંના કેટલાક તો- અસ્તિત્વ, વસ્તુત્વ, પ્રમેયત્વ આદિ તો-અન્ય દ્રવ્યો સાથે સાધારણ અર્થાત્ સમાન છે માટે તેમને કહેવાથી જુદો આત્મા જાણી શકાય નહિ, અને કેટલાક (ધર્મો) પદ્રવ્યોના નિમિત્તથી થયેલા છે તેમને કહેવાથી પરમાર્થભૂત આત્માનું શુદ્ધ સ્વરૂપ કેવી રીતે જણાય? માટે જ્ઞાનને કહેવાથી જ છદ્મસ્થ જ્ઞાની આત્માને ઓળખી શકે છે.”
જુઓ, એમ તો આત્મામાં અનંત ધર્મો છે, પણ જ્ઞાનલક્ષણે જ આત્મા અનુભવગોચર થાય છે. અહીં પં. શ્રી જયચંદજીએ ત્રણ વાત કીધી છે.
૧. આત્મામાં કેટલાક ધર્મો તો છદ્મસ્થને અનુભવગોચર જ નથી. હવે જે અનુભવમાં-સમજમાં જ આવતા નથી તેને લક્ષણ કહીએ તો તે વડે આત્મા કઈ રીતે ઓળખી શકાય? તે વડે છદ્મસ્થ અલ્પજ્ઞાની આત્માને-પોતાને કેવી રીતે ઓળખે? ન જ ઓળખે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #220
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦૪ : પ્રવચન રત્નાકર ભાગ-૧)
૨. વળી કેટલાક ધર્મો અનુભવગોચર છે, પણ સર્વસામાન્ય છે. શું કીધું? અસ્તિત્વ, વસ્તુત્વ આદિ અનેક ધર્મો અન્યદ્રવ્યો સાથે સાધારણ અર્થાત્ સમાન છે. હવે આ ધર્મો વડે અન્યદ્રવ્યોથી ભિન્ન એવો આત્મા કેમ જાણી શકાય? ન જાણી શકાય.
૩. કેટલાક ધર્મો પરદ્રવ્યના નિમિત્તથી થયેલા છે. પુણ્ય-પાપ આદિ વિભાવો પરદ્રવ્યના નિમિત્તથી ઉત્પન્ન થાય છે. ખરેખર એ તો ઔપાધિક ભાવો છે. હવે તેમને કહેવાથી અંતરંગ શુદ્ધ આત્મસ્વરૂપ કેવી રીતે જણાય? ન જણાય.
માટે આ નિશ્ચિત થયું કે જ્ઞાન કહેવાથી જ છદ્મસ્થ જ્ઞાની આત્માને ઓળખી શકે છે, કેમકે જ્ઞાન આત્માનો અસાધારણ ગુણ હોવાથી નિર્દોષ, નિબંધ લક્ષણ છે. માટે આત્માના અધિકારમાં જ્ઞાન જ પ્રધાન છે.
અહીં જ્ઞાનને આત્માનું લક્ષણ કહ્યું છે એટલું જ નહિ, પણ જ્ઞાનને જ આત્મા કહ્યો છે; કારણ કે અભેદવિવક્ષામાં ગુણગુણી અભેદ હોવાથી, જ્ઞાન છે તે જ આત્મા છે. અભેદવિવક્ષામાં જ્ઞાન કહો કે આત્મા કહો-કાંઈ વિરોધ નથી; માટે અહીં જ્ઞાન કહેવાથી આત્મા જ સમજવો'
આત્મા વસ્તુ છે તે દેહથી ભિન્ન, કર્મથી ભિન્ન અને અંદર થતા પુણ્ય-પાપ આદિ વિભાવોથી ભિન્ન છે. હિંસાના ભાવ કે દયાના ભાવ- એ બન્નેથી વસ્તુ-આત્મા ભિન્ન છે. હવે જેનાથી ભિન્ન છે તે દેહાદિથી કે રાગથી આત્મા કેમ જણાય ? અહાહા...! જાણન... જાણન... જાણનસ્વભાવ એવી જે ચેતના તે લક્ષણથી જ આત્મા જણાય છે, અનુભવાય છે. અહાહા..! જ્ઞાનની દશાને અંતરમાં ઝુકાવવાથી તે ક્ષણે જ સમ્યગ્દર્શન-જ્ઞાન પ્રગટ થાય છે. ભાઈ ! આ જ રીત છે, બીજો કોઈ ઉપાય નથી. વચ્ચે ક્રિયાકાંડ આવે ખરા, પણ એ તો રાગ છે. એ કાંઈ ઉપાય નથી; એનાથી સમ્યગ્દર્શન-જ્ઞાન પ્રગટ થતાં નથી. આવી વાત ! સમજાણું કાંઈ....?
અહાહા..જ્ઞાનની દશા જ્યાં અંતર્મુખ વળી તે જ ક્ષણે આ જાણનસ્વભાવી પ્રભુ છે તે જ હું છું એવી પ્રતીતિ અને અનુભવ પ્રગટ થાય છે અને તે જ સમ્યગ્દર્શન-જ્ઞાન છે અને તેની સાથે અતીન્દ્રિય આનંદનો સ્વાદ ભેગો જ હોય છે. આ રીત છે. બાકી બીજું બધું તો અનંતવાર કર્યું, પણ તેથી શું? આત્મજ્ઞાન વિના પંચમહાવ્રતના પરિણામ પણ કલેશ-દુઃખરૂપ જ નીવડયા. અરે ! એણે કોઈ દિવસ પોતાના સ્વરૂપને યથાર્થપણે જાણવાની દરકાર જ કરી નથી!
ભગવાન જ્ઞાનાનંદસ્વરૂપ પ્રભુ પોતે અંતર્મુખાકાર જ્ઞાન વડે જ જણાય છે, અનુભવાય છે. તેથી જ્ઞાનને જ આત્મા કહ્યો છે. અભેદવિવક્ષામાં જ્ઞાન ગુણ અને આત્મા ગુણી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #221
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૯૦ થી ૪૦૪ : ૨૦૫ એવો ગુણ-ગુણીનો ભેદ નથી. તેથી અભદવિવક્ષામાં જ્ઞાન કહો કે આત્મા કહો-કાંઈ વિરોધ નથી, અવિરોધ છે. જ્ઞાન તે જ આત્મા એમ કહીને જ્ઞાનસ્વભાવમાં એકાગ્ર થાય તે આત્મામાં જ એકાગ્ર થયો છે એમ કહેવું છે. વીતરાગનો મારગ બહુ ઝીણો છે ભાઈ ! તે અંતર્મુખાકાર જ્ઞાન વડે જ પ્રગટ થાય છે. અહીં જ્ઞાન તે જ આત્મા-એમ કહીને ગુણગુણીનું અભેદપણું સિદ્ધ કર્યું છે. સમજાણું કાંઈ...? હવે કહે છે
ટીકામાં છેવટે એમ કહેવામાં આવ્યું કે-જે, પોતામાં અનાદિ અજ્ઞાનથી થતી શુભાશુભ ઉપયોગરૂપ પરસમયની પ્રવૃત્તિને દૂર કરીને, સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રમાં પ્રવૃત્તિરૂપ સ્વસમયને પ્રાપ્ત કરીને, એવા સ્વસમયરૂપ પરિણમનસ્વરૂપ મોક્ષમાર્ગમાં પોતાને પરિણમાવીને, સંપૂર્ણ વિજ્ઞાનઘનસ્વભાવને પામ્યું છે, અને જેમાં કાંઈ ત્યાગ-ગ્રહણ નથી, એવા સાક્ષાત્ સમયસારસ્વરૂપ, પરમાર્થભૂત, નિશ્ચળ રહેલા, શુદ્ધ, પૂર્ણ જ્ઞાનને (પૂર્ણ આત્મદ્રવ્યને) દેખવું.”
જુઓ, હજાર વર્ષ પહેલાં આનંદકંદ નિજ જ્ઞાયકસ્વરૂપમાં રમનારા, પોતાના આનંદસ્વરૂપમાં ઘૂસી-લીન થઈને પ્રચુર આનંદના સંવેદનની રમતુ કરનારા મહા મુનિવર આચાર્ય અમૃતચંદ્રદવની આ ટીકા છે. મૂળ ગાથા ભગવાન કુંદકુંદાચાર્યની છે. તેના પર આ ટીકા છે. કહે છે-શુભાશુભઉપયોગરૂપ પ્રવૃત્તિ અનાદિ અજ્ઞાનના કારણે છે. સ્વસ્વરૂપની દષ્ટિ વિના અજ્ઞાનથી પુણ્ય-પાપરૂપ વિભાવોની ઉત્પત્તિ થાય છે. પુણ્યપાપના ભાવ તે ચૈતન્યના સ્વભાવરૂપ ભાવ નથી, વિભાવ છે અને તેથી અનાત્મા છે, પરસમય છે. સમજાણું કાંઈ...? બહું ઝીણી વાત!
અને આનંદકંદ પ્રભુ આત્મામાં મોજ માણવી, કલિ કરવી તે ચારિત્ર છે. “ચારિત્ત ખલુ ધમ્મો' કહ્યું છે ને? એ આ અંદર સ્વરૂપમાં લીન થઈ અતીન્દ્રિય આનંદનું ભોજન કરવું તે ચારિત્ર છે, તે ધર્મ છે અને મોક્ષનું કારણ છે. આ ચારિત્રનું મૂળ સમ્યગ્દર્શન છે, અર્થાત્ વિના સમ્યગ્દર્શન ચારિત્ર હોઈ શકે નહિ. આ દયા, દાન, વ્રત આદિ રાગના પરિણામ એ કાંઈ ચારિત્ર છે એમ નહિ. બાપુ! આ તો મિથ્યાત્વ અને અસ્થિરતાથી રહિત અંતરંગ નિર્મળ દશાનું નામ ચારિત્ર છે. આ પૈસાવાળા ક્રોડપતિઓ છે ને બધા? એમને કહીએ છીએ કે દયા, દાનમાં પૈસા ખરચવાથી ચારિત્ર પ્રગટ થાય એવું એનું સ્વરૂપ નથી. ઝીણી વાત ભાઈ !
હા, પણ એ પૈસાને શેય (પરશેય) કરી નાખે તો?
એ પૈસાને જ્ઞય (પરજ્ઞય) કરે કયાંથી? અંદર નિજ સ્વરૂપને જ્ઞાનમાં ય કર્યા વિના, નિજ જ્ઞાનાનંદસ્વરૂપનો અનુભવ કર્યા વિના પરપદાર્થને જ્ઞય (પરજ્ઞય) કેવી રીતે કરે ? કરી શકે નહિ. સમયસાર નાટકમાં આવે છે ને કે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #222
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૨૦૬ : પ્રવચન રત્નાકર ભાગ-૧)
સ્વપરપ્રકાશક શક્તિ હમારી, તાતેં વચન ભેદ ભ્રમ ભારી;
શયદશા દુવિધા પરકાસી, નિજરૂપા પરરૂપ ભાસી. બાપુ ! સ્વસ્વરૂપનું ભાન થયા વિના પરપદાર્થ પરશયપણે ભાસતો નથી. સમજાય છે કાંઈ...?
અહાહા..! અનાદિ વિભ્રમ જેનું મૂળ છે એવી પુણ્ય-પાપરૂપ પરસમયરૂપ પ્રવૃત્તિને દૂર કરીને, નિજ ચૈતન્યસ્વભાવના આશ્રયે સ્વાનુભવ પ્રગટ કરી નિજસ્વરૂપમાં વિશેષ રમણતા કરવી તે સમયપ્રવૃત્તિ છે અને તેનું નામ ચારિત્ર છે. અહાહા..! નિર્મળ રત્નત્રય જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર તે રૂપ પરિણમવું તે સ્વસમયપ્રવૃત્તિ છે અને તે ધર્મ છે, મોક્ષમાર્ગ છે. આ તો સર્વજ્ઞદવે પ્રગટ કરેલા વીતરાગ માર્ગની અપૂર્વ વાતો છે ભાઈ ! આવી વાત બીજે કયાંય છે નહિ.
વીતરાગી પરિણમનસ્વરૂપ આખોય મોક્ષમાર્ગ છે. ત્યાં દ્રવ્ય-ગુણ તો ત્રિકાળ છે, પરિણમન થાય તે પર્યાય છે. સમ્યગ્દર્શન તે પર્યાય છે, સમ્યક્રચારિત્ર તે પર્યાય છે, કેવળ જ્ઞાન પર્યાય છે, ને સિદ્ધદશા પણ પર્યાય છે. પહેલાં અજ્ઞાનવશ પુણ્ય-પાપના ભાવો ઉત્પન્ન થતા હતા, તે પરસમયપ્રવૃત્તિ હતી. તે પરસમયરૂપ પ્રવૃત્તિ દૂર કરીને... જોયું? પુણ્ય-પાપરૂપ પરસમયપ્રવૃત્તિને રાખીને એમ નહિ, દૂર કરીને, નિજ જ્ઞાનાનંદસ્વરૂપમાં એકાગ્ર થઈ રમણતા કરે તે સમ્યગ્દર્શન- જ્ઞાન-ચારિત્રરૂપ
સ્વસમયપ્રવૃત્તિ છે. આ સમયપ્રવૃત્તિરૂપ પરિણમન તે મોક્ષમાર્ગ છે. હવે દ્રવ્ય શું? ગુણ શું? અને એનું પરિણમન શું? –એની કાંઈ ખબર ન મળે એ શું કરે? ચાર ગતિમાં રઝળી મરે બીજું થાય ?
નિજસ્વરૂપમાં રમણતા કરવારૂપ દર્શન-જ્ઞાન-ચારિત્રનું પરિણમન થાય તે મોક્ષમાર્ગ છે. ભાઈ ! આ ભગવાનની 3ૐધ્વનિ નીકળી તેમાં આવેલી વાત છે. આવે છે ને કે
મુખ કાર ધુનિ સુનિ, અર્થ ગણધર વિચાર,
રચી આગમ ઉપદેશ, ભવિક જીવ સંશય નિવારે. ભગવાનની ૐધ્વનિ સાંભળી ભગવાન ગણધરદેવ આગમની રચના કરે છે. તે આગમનું સેવન કરી ભવિ જીવો સંશય નિવારે છે, અર્થાત્ સમ્યગ્દષ્ટિ થાય છે. અહા ! તે આગમમાં આ આવ્યું છે કે-નિર્મળ પવિત્ર જ્ઞાનાનંદસ્વરૂપ પ્રભુ પોતે છે તેની પ્રતીતિ, તેનું જ્ઞાન અને તેમાં રમણતા–બસ આ પરિણમનસ્વરૂપ મોક્ષનો માર્ગ છે. સાથે સહુચર જે રાગ છે તે મોક્ષમાર્ગ નથી, ઉપચારથી તેને મોક્ષમાર્ગ કહીએ છીએ. એ રાગ છે તે વાસ્તવમાં તો પરસમય છે; ધર્માત્મા તેને પરસમય જ જાણે છે. અહા! આમ સ્વસ્વરૂપની દષ્ટિ-જ્ઞાનપૂર્વક તેમાં જ રમણતા કરતાં કરતાં સંપૂર્ણ સ્થિરતા કરી તે કેવળજ્ઞાનને પ્રાપ્ત
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #223
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૩૯૦ થી ૪૦૪ : ૨૦૭
થાય છે. આ જ મારગ છે; ક્રિયાકાંડ મારગ નથી. કહ્યું છે ને કે
એક હોય ત્રણકાળમાં પરમારથનો પંથ; પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સમંત.
મૃગની નાભિમાં કસ્તુરી હોય છે, પણ મૃગ તે જોતો નથી, બહાર ઢુંઢે છે. તેમ પોતે અંદર ત્રણ લોકનો નાથ આનંદકંદ પ્રભુ જ્ઞાનાનંદથી ભરેલો ભગવાન છે, પણ અજ્ઞાની તેને જોતો નથી. અરે! પુણ્ય-પાપના ભાવ અને તેના ફળમાં આ બહારની જે ધૂળ (-ધન-સંપત્તિ આદિ) મળે તેમાં ભરમાઈ ગયો છે.
છે
અહીં કહે છે તે અનાદિ ભ્રમણા મટાડીને અંદર ચિદાનંદસ્વરૂપ ભગવાન પોતે તેના આશ્રયે સ્વસમયપ્રવૃત્તિ વડ મોક્ષમાર્ગરૂપે પરિણમન કરીને સંપૂર્ણવિજ્ઞાનવનસ્વભાવને જે પામે છે તેને સંપૂર્ણ કેવળજ્ઞાન પ્રગટે છે. અહાહા...! કેવું છે કેવળજ્ઞાન ? એક સમયમાં યુગપત્ ત્રણકાળ ત્રણલોકના સર્વ પદાર્થોને જે જાણી લે છે. અહા ! તે પૂર્ણ સ્વરૂપ જે પ્રગટ થયું તેમાં કાંઈ ગ્રહણ-ત્યાગ નથી. સ્વરૂપનું ગ્રહણ અને રાગનો ત્યાગ-એવું કાંઈ હવે રહ્યું નથી. અહા! આવા સાક્ષાત્ સમયસારસ્વરૂપ, ૫૨માર્થભૂત, નિશ્ચળ, શુદ્ધ આત્માને દેખવું-અનુભવવું છે.
સાક્ષાત્ સમયસારસ્વરૂપ એટલે શું? કે અંદર ત્રિકાળી આત્મા તો ત્રિકાળ જિનસ્વરૂપ-સમયસારસ્વરૂપ જ છે, પણ જેવું ત્રિકાળ શક્તિરૂપ છે તેવું વર્તમાન પર્યાયપણે પ્રગટ થયું, કેવળજ્ઞાન-કેવળદર્શનરૂપ પરિણમ્યું, અનંતચતુષ્ટયરૂપ થયું તે સાક્ષાત્ સમયસારસ્વરૂપ છે. જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય આદિ અનંતગુણની પૂર્ણ નિર્મળ પર્યાય પ્રગટી તેને સાક્ષાત્ સમયસારસ્વરૂપ કહીએ. અંદર શક્તિરૂપે છે તે વર્તમાન વ્યક્ત થઈ તેને સાક્ષાત્ સમયસારસ્વરૂપ થયો કહીએ. સમયસાર નાટકમાં આવે છે ને કે
ઘટ ઘટ અંત૨ જિન બસે, ઘટ ઘટ અંતર જૈન; મતમદિરા કે પાન સૌં, મતવાલા સમુÎ ન.
અંદર શક્તિએ તો ભગવાન જિનસ્વરૂપ જ પોતે છે. ન હોય તો પ્રગટે ક્યાંથી? શું બહારથી પ્રગટે? બાપુ! એ તો શક્તિપણે છે તે પ્રગટે છે. એ પ્રગટે છે તે આ બહારના લેબાસમાંથી કે ક્રિયાકાંડમાંથી નહિ હો; એ તો નિર્મળાનંદનો નાથ ત્રિકાળ પ્રભુ પોતે અંદર છે તેની એકાગ્રતા અને રમણતા કરતાં કરતાં પૂર્ણ સ્થિરતા પામી પૂર્ણ પ્રગટે છે અરે! પણ મિથ્યામતરૂપી મદિરાના સેવનથી જગતના પાગલ લોકો આ
સમજતા નથી ?
અહાહા...! લીંડીપીપરના દાણામાં અંદર ચોસઠ પહોરી તીખાસ ભરી છે તે ઘૂંટવાથી બહાર પ્રગટ થાય છે. અંદર શક્તિ પડી છે તેની વ્યક્તિ થાય છે. તેમ ભગવાન
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
Page #224
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૨૦૮ : પ્રવચન રત્નાકર ભાગ-૧) આત્મામાં અનંત ચતુષ્ટયસ્વરૂપ શક્તિ અંદર સહજ પડી છે, તેને અંતર-એકાગ્રતાના એને અંતર-રમણતાના અભ્યાસ વડે ઘૂંટવાથી કેવળજ્ઞાન આદિ અનંત ચતુષ્ટયરૂપે પ્રગટ થાય છે. આ પરમાર્થ છે. પરની સેવા કરવી ને દયા કરવી તે પરમાર્થ નહિ. અંદર પરમાર્થ ભૂત નિજસ્વરૂપ છે તેને અંતર અવલંબને પ્રગટ કરવું તેનું નામ પરમાર્થ છે. બાકી પદ્રવ્યનું તો હું શું કરી શકે ? કોઈ દ્રવ્યનો કોઈ અન્ય દ્રવ્યમાં તો પ્રવેશ જ નથી. આવી ઝીણી વાત છે!
... એવા સાક્ષાત સમયસારસ્વરૂપ, પરમાર્થ ભૂત, નિશ્ચળ રહેલા, શુદ્ધ પૂર્ણ જ્ઞાનને (પૂર્ણ આત્મદ્રવ્યને) દેખવું-એમ કહ્યું ને! હવે કહે છે
ત્યાં “ દેખવું” ત્રણ પ્રકારે સમજવું. શુદ્ધનયનું જ્ઞાન કરીને પૂર્ણ જ્ઞાનનું શ્રદ્ધાન કરવું તે પહેલા પ્રકારનું દેખવું છે. તે અવિરત આદિ અવસ્થામાં પણ હોય છે.”
જુઓ, ભગવાન આત્માને દેખવાના ત્રણ પ્રકાર પૈકી આ પહેલો પ્રકાર કહ્યો. શુદ્ધનયનો વિષય પૂર્ણાનંદસ્વરૂપ પ્રભુ ત્રિકાળી આત્મા છે. તેને અભેદવિવક્ષામાં શુદ્ધનય કહે છે. શું કીધું? ત્રિકાળી શુદ્ધ એક ચિટૂપસ્વરૂપ આત્માને અભેદથી શુદ્ધનય કહે છે. સમયસાર ગાથા ૧૧ માં આચાર્ય કુંદકુંદદવે ત્રિકાળ સત્યાર્થ ભૂતાર્થ શુદ્ધ જ્ઞાનાનંદસ્વરૂપ આત્માને શુદ્ધનય કહ્યો છે. ‘મૂલ્યો સિવો ટુ શુદ્ધનમો’ એમ ત્યાં ગાથા છે. અહીં કહું છે- શુદ્ધનયનું અર્થાત્ ત્રિકાળ શુદ્ધ જ્ઞાનાનંદ નિર્મળાનંદ પ્રભુ આત્માનું જ્ઞાન કરીને, પૂર્ણ જ્ઞાનાનંદસ્વરૂપનું શ્રદ્ધાન કરવું તે સમ્યગ્દર્શન-તે પહેલા પ્રકારનું દેખવું છે. પ્રથમ શુદ્ધનય જ ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય તને જાણવું કેમકે જાણ્યા વિના શ્રદ્ધાન કોનું કરે ? માટે પ્રથમ ત્રિકાળી શુદ્ધ ચિદાનંદ ચૈતન્યસ્વરૂપ આત્માને જાણીને તેની પ્રતીતિ કરવી કે પૂર્ણ ચિદાનંદઘન અનંત શક્તિઓનો પિંડ પ્રભુ હું આ આત્મા છું એનું નામ સમ્યગ્દર્શન છે અને તે પહેલા પ્રકારનું દેખવું છે.
આ “દેખવું” ચોથા-પાંચમા ગુણસ્થાનમાં હોય છે. શ્રેણીક રાજા ક્ષાયિક સમકિતી અવિરત દશામાં હતા તેમને વ્રત, ચારિત્ર ન હતું. ચોથા ગુણસ્થાનમાં હતા. તીર્થકરગોત્ર બાંધ્યું છે. હમણાં પ્રથમ નરકમાં છે, ત્યાંથી નીકળી આવતી ચોવીસીના પ્રથમ તીર્થકર થશે. ભાઈ ! આવો સમ્યગ્દર્શનનો કોઈ અચિજ્ય મહિમા છે. ત્રિકાળી ભૂતાર્થ સ્વભાવનાં જ્ઞાન-શ્રદ્ધાન-અનુભવ ચોથે, પાંચમે અને છઠું હોય છે. આચાર્ય શ્રી અમૃતચંદ્રસ્વામીની ટીકાનો પંડિત જયચંદજીએ આ અર્થ કર્યો છે. ચોથા ગુણસ્થાને પણ શુદ્ધનય નામ શુદ્ધ વિજ્ઞાનઘનસ્વભાવ આત્માનો અનુભવ થઈને પ્રતીતિ થાય છે અને આત્મસ્વરૂપની વિશેષ લીનતા થઈ સ્વરૂપની શાંતિની વૃદ્ધિ થાય તે શ્રાવકનું પાંચમું ગુણસ્થાન છે. ત્યાં હજુ અપ્રમત્ત દશા નથી. હવે બીજા પ્રકારે “દેખવું કહે છે:
જ્ઞાન-શ્રદ્ધાન થયા પછી બાહ્ય સર્વ પરિગ્રહનો ત્યાગ કરી તેનો (-પૂર્ણ જ્ઞાનનો)
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #225
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૯૦ થી ૪૦૪ : ૨૦૯ અભ્યાસ કરવો, ઉપયોગને જ્ઞાનમાં જ થંભાવવો, જેવું શુદ્ધનયથી પોતાના સ્વરૂપને સિદ્ધ સમાન જાણવું-શ્રદ્ધવું હતું તેવું જ ધ્યાનમાં લઈને ચિત્તને એકાગ્ર-સ્થિર કરવું, ફરી ફરી તેનો જ અભ્યાસ કરવો, તે બીજા પ્રકારનું દેખવું છે. આ દેખવું અપ્રમત્ત દશામાં હોય છે.
જ્યાં સુધી એવા અભ્યાસથી કેવળજ્ઞાન ન ઉપજે ત્યાં સુધી તે અભ્યાસ નિરંતર રહે. આ, દેખવાનો બીજો પ્રકાર થયો”
જ્ઞાન-શ્રદ્ધાન થયા પછી, અંદરમાં વિકલ્પનો ત્યાગ અને બહારમાં વસ્ત્રના ટુકડાનો પણ ત્યાગ કરીને પૂર્ણ જ્ઞાનસ્વરૂપનો અભ્યાસ કરે છે, ઉપયોગને સ્વરૂપમાં જ થંભાવે છે. અહાહા...! તે નિજ આત્મ-બાગમાં અતીન્દ્રિય આનંદની રમત માંડે છે. તેને સર્વ બાહ્ય પરિગ્રહુ છુટી જાય છે. નિરાકુલ આનંદમાં ઝુલનારા વીતરાગી સંત મુનિવરને બહારમાં વસ્ત્ર પણ નહિ અને અંતરંગમાં વિકલ્પ પણ નહિ. બાપુ! બીજી ચીજ તો શું-વસ્ત્રના ધાગાનો પણ પરિગ્રહ મુનિને હોઈ શકે નહિ. આવું જ મુનિદશાનું સહજ સ્વરૂપ છે. એથી વિપરીત માને તે મૂઢ મિથ્યાષ્ટિ છે.
હા, પણ વસ્ત્ર છોડવાં તો પડે ને?
છોડવાં શું પડે? નિજ જ્ઞાનાનંદસ્વરૂપમાં લીન થઈ તેમાં જ રમણતા કરતાં વસ્ત્રાદિ સર્વ પરિગ્રહ સહજ છૂટી જાય છે. રાગરહિત આનંદની છઠ્ઠી ભૂમિકાની દશા જ એવી સહજ હોય છે કે વસ્ત્રાદિ તેના જ કારણે સહજ છૂટી જાય છે. પરવસ્તુને ગ્રેવીછોડવી એ ખરેખર આત્મામાં ક્યાં છે? આત્મામાં પરવસ્તુનું તો ત્યાગ-ઉપાદાન શૂન્યત્વ છે. આત્મા પરના ત્યાગ-ગ્રહણથી શૂન્ય છે. અહાહા...! આવો અલૌકિક મારગ વીતરાગ સર્વજ્ઞદેવનો ! સમજે એવું તો કહેવું? એ તો ન્યાલ થઈ જાય.
' અરે! લોકોએ કાંઈનું કાંઈ માન્યું-મનાવ્યું છે! શું થાય? પ્રભુના વિરહ પડ્યા! કેવળજ્ઞાનની ઉત્પત્તિ અહીં રહી નહિ, અવધિજ્ઞાન અને મન:પર્યાયજ્ઞાન પણ આ કાળે લુપ્ત થઈ ગયાં, અને લોકોએ ઝઘડા ઊભા કર્યા! સંતો-દિગંબર મુનિવરો-કેવળીના કડાયતીઓ કહે છે- પૂર્ણ જ્ઞાનાનંદ પ્રભુ આત્માની અંતરષ્ટિ અને અનુભવ વિના સમ્યગ્દર્શન હોય નહિ અને સમ્યગ્દર્શનપૂર્વક સ્વરૂપમાં વિશેષ-વિશેષ લીનતા થવી તે ચારિત્ર છે. તે વિશેષ તો સાતમી ભૂમિકાથી હોય છે. અપ્રમત્ત દશામાં ચારિત્રની ઉગ્રતા હોય છે. પૂર્ણ સ્થિરતા ચૌદમાં ગુણસ્થાને હોય છે એ વાત અત્યારે અહીં નથી. અહીં તો ચારિત્રની ઉગ્રતા અપ્રમત્ત દશામાં હોય છે એમ વાત છે. મુનિ છઠ્ઠી ગુણસ્થાનમાં હોય ત્યારે પંચમહાવ્રત આદિનો વિકલ્પ ઉઠે છે તે પ્રમાદદશા છે. ત્યાં સુધી અપ્રમત્ત દશા ગણવામાં આવી નથી. ચોથ, પાંચમ, છઠે જ્ઞાન-શ્રદ્ધાન અને યથા સંભવ સ્થિરતા હોય છે. પછી બાહ્ય પરિગ્રહનો ત્યાગ કરી ઉપયોગને જ્ઞાનમાં સ્થિર કરે છે તે બીજા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #226
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧) : પ્રવચન રત્નાકર ભાગ-૧) પ્રકારનું દેખવું છે. અહાહા...! આવો મારગ ! અત્યારે તો જોવા મળવો મુશ્કેલ થઈ ગયો છે. અરે! લોકોએ મારગને ચૂંથી નાખ્યો છે!
અહીં કહે છે-આત્માને ત્રણ પ્રકારે દેખવો. દેખવો એટલે કે અંતર્મુખ થઈ અનુભવવો જેથી આત્મપ્રાપ્તિ થાય. અહાહા...! આત્મા નિત્યાનંદ પ્રભુ ત્રિકાળી શુદ્ધ જ્ઞાનાનંદસ્વભાવી છે. તેને છોડીને અન્ય પરિગ્રહમાં સાવધાનપણે પ્રવર્તવું તે સંસારપરિભ્રમણનું કારણ છે. શુદ્ધ ચૈતન્યમય નિજ પરમાત્મસ્વરૂપમાં સાવધાન ન થતાં વ્રત, તપ, ભક્તિ આદિના રાગના પરિણામમાં સાવધાનપણે પ્રવર્તવું તે અન્ય પરિગ્રહ છે. આ શરીર, મન, વાણી, ધન, સંપત્તિ ઈત્યાદિ તો ક્યાંય દૂરની ચીજ થઈ ગઈ. અહીં તો એની પર્યાયમાં જે વ્રત, ભક્તિ આદિના વિકલ્પ ઉઠે તે અન્ય વસ્તુ છે, અન્ય પરિગ્રહ છે. રાગમાં સાવધાનપણે પ્રવર્તવું અને તેના આચરણમાં-પાલનમાં રોકાઈ રહેવું તે મિથ્યાભાવ છે ભાઈ! અરે! પણ એણે રાગની મમતા આડ અંદર જ્ઞાયકસ્વભાવથી ભરેલો આનંદસાગર પ્રભુ પોતે છે તેને ખોઈ દીધો છે! અહીં કહે છે- શુદ્ધનયસ્વરૂપ અંદર ત્રિકાળી ભૂતાર્થ ભગવાન જિનસ્વરૂપ વિરાજે છે તેને સ્વસંવેદનમાં જાણવો–વેદવોઅનુભવવો તે પ્રથમ નંબરનું દેખવું છે. તે ચોથ, પાંચમે, છઠે ગુણસ્થાને હોય છે.
અહાહા...! અંદર જાણનાર-દેખનાર ભિન્ન સ્વરૂપે છે તેને જાણ અને દેખ-એમ ભગવાનની આજ્ઞા છે. આ દેહ તો ક્ષણમાં ફૂ થઈ ઉડી જશે. એ તો સંયોગ છે; એ ક્યાં તારી ચીજ છે? તારી ચીજ તો અંદર ભિન્ન એક જ્ઞાયકભાવપણે ત્રિકાળ છે તેને જાણ અને દેખ. અને પછી સર્વ પરિગ્રહું છોડી એક જ્ઞાયકભાવમાં જ સ્થિર થવાનો અભ્યાસ કર; તેમાં જ ઉગ્રપણે લીન થઈ રમણતા કર. “નિજપદ રમે સો રામ કહીએ.” અહાહા..! અંતરસ્થિરતાનો અભ્યાસ કરી સ્વરૂપમાં રમે તે રામ નામ આત્મા કહીએ, તે સ્વસમય છે. નાટક-સમયસાર નાટકમાં આવે છે ને કે
“ચેતનરૂપ અનૂપ અમૂરત, સિદ્ધ સમાન પદ મેરી ” અહાહા....! પ્રથમ શુદ્ધનય વડ નિજ સ્વરૂપને સિદ્ધ સમાન જાણ્ય-શ્રદ્ધયું હતું તેવું જ ધ્યાનમાં લઈને ચિત્તને-ઉપયોગને ત્યાં જ થંભાવી દે, મઢી દે. આ બીજા પ્રકારનું દેખવું છે. આ દેખવું ઉપરની ભૂમિકામાં અપ્રમત્ત દશામાં હોય છે. જ્યાં સુધી એવા અભ્યાસથી કેવળજ્ઞાન ન ઉપજે ત્યાં સુધી તે અભ્યાસ નિરંતર રહે છે. લ્યો, અંદર અભ્યાસ કરીને આ કરવા જેવું છે. બાકી અશુભ ટાળી શુભમાં તું રોકાઈ રહે એ તો કાંઈ નથી, એ તો થોથાં છે બધા.
ભાઈ ! તારા સ્વરૂપની અનંતી સમૃદ્ધિની તને ખબર નથી બાપુ! તેની મહિમાની શી વાત ! એકવાર તેને જ્ઞાન-શ્રદ્ધાનમાં લે તો ન્યાલ થઈ જાય એવી ચીજ છે. અને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #227
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૯૦ થી ૪૦૪ : ૨૧૧ પછી અંતર-એકાગ્રતાના અભ્યાસ વડે ઉપયોગને અંદર થંભાવી દે એવું તો શું કહેવું? એ તો કેવળજ્ઞાનને લાવી દે એવો અપાર અચિજ્ય એનો મહિમા છે. આનું નામ ચારિત્ર અને આનું નામ દિગંબર મુનિદશા છે. અહાહા...! જ્યાં પંચમહાવ્રતનો વિકલ્પ પણ છૂટી જાય એવી નિર્વિકલ્પ અપ્રમત્તરૂપ મુનિદશા થાય તે બીજા નંબરનું દેખવું છે. આ વિના વ્રત-તપ-ભક્તિ ઈત્યાદિ બધું ધૂળધાણી ને વાપાણી જેવું છે. સમજાણું કાંઈ...? વ્રતભક્તિનો અભ્યાસ કરવો એમ નહિ, પણ જ્યાં સુધી કેવળજ્ઞાન ન થાય ત્યાં સુધી આ અભ્યાસ કરવો અર્થાત્ ઉપયોગને શુદ્ધ નિરંજન પૂર્ણ જ્ઞાનમાં થંભાવી દેવાનો અભ્યાસ કરવો એમ કહે છે. આ દેખવાનો બીજો પ્રકાર કહ્યો. હવે કહે છે
“અહીં સુધી તો પૂર્ણ જ્ઞાનનું શુદ્ધનયના આશ્રયે પરોક્ષ દેખવું છે. કેવળજ્ઞાન ઉપજે ત્યારે સાક્ષાત્ દેખવું થાય છે તે ત્રીજા પ્રકારનું દેખવું છે. તે સ્થિતિમાં જ્ઞાન સર્વ વિભાવોથી રહિત થયું થયું સર્વનું દેખનાર-જાણનાર છે, તેથી આ ત્રીજા પ્રકારનું દેખવું તે પૂર્ણ જ્ઞાનનું પ્રત્યક્ષ દેખવું છે.'
શુદ્ધનયના આશ્રયે પરોક્ષ દેખવું હોય છે, કેમકે શ્રુતજ્ઞાન અમૂર્તિક આત્માને પ્રત્યક્ષ જાણતું નથી. આનંદનું વદન પ્રત્યક્ષ થયું છે, પણ અમૂર્તિક પ્રદેશોને શ્રુતજ્ઞાન પ્રત્યક્ષ કરતું નથી. અંધ પુરુષ જેમ સાકર ખાય ત્યારે સ્વાદનું પ્રત્યક્ષ વેદન આવે, પણ સાકરનો ગાંગડો પ્રત્યક્ષ ન દેખાય, તેમ શબ્દનયના આશ્રયે પરોક્ષ દેખવું હોય છે. જ્યારે કેવળજ્ઞાન થાય ત્યારે સાક્ષાત્ દેખવું થાય છે. આ ત્રીજા પ્રકારનું દેખવું છે. આ સ્થિતિમાં જ્ઞાન શુદ્ધ નિર્મળ નિરંજન ઉપયોગરૂપ થયું થયું સર્વનું પ્રત્યક્ષ દેખનાર જાણનાર છે; તેથી આ ત્રીજા પ્રકારનું દેખવું તે જ્ઞાનનું પ્રત્યક્ષ દેખવું છે. અહીં ચૈતન્ય જ્યોતિ સર્વને સંપૂર્ણ પ્રત્યક્ષ કરતી ઝળહળ-ઝળહળ પ્રગટ થઈ જાય છે. આ મોક્ષદશા છે. આમ પૂર્ણ જ્ઞાનનું પ્રત્યક્ષ દેખવું તે ત્રીજા પ્રકારનું દેખવું છે. આત્માનો સર્વજ્ઞસ્વભાવ છે, તે સર્વજ્ઞપણું અંતરએકાગ્રતાનો દઢ-ઉગ્ર અભ્યાસ કરીને પ્રગટ કરવું એમ ઉપદેશ છે.
*.
હવે આ અર્થનું કાશરૂપ કાવ્ય કહે છે:
* કળશ ૨૩૫ : શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * ‘: વ્યતિરિજીમ્' અન્યદ્રવ્યોથી ભિન્ન, “ગાત્મ-નિયત' પોતામાં જ નિયત, પૃથવ વસ્તુતાં વિશ્વત’ પૃથક વસ્તુપણાને ધારતું (-વસ્તુનું સ્વરૂપ સામાન્ય વિશેષાત્મક હોવાથી પોતે પણ સામાન્ય વિશેષાત્મકપણાને ધારણ કરતું ), ‘માવાન-
ઉન-શૂન્યમ્' ગ્રહણ ત્યાગ રહિત, તત સમ જ્ઞાન' આ અમલ (-રાગાદિક મળથી રહિત) જ્ઞાન તથા વસ્થિતમ યથા’ એવી રીતે અવસ્થિત (નિશ્ચળ રહેલું) અનુભવાય છે કેશરીર, મન, વાણી, કર્મ ઈત્યાદિ પરદ્રવ્યોથી ભિન્ન પોતામાં જ નિયત પૃથક
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #228
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૨ : પ્રવચન રત્નાકર ભાગ-૧) વસ્તુપણાને ધારતું જ્ઞાન નિશ્ચળ રહેલું અનુભવાય છે. અહાહા....! વસ્તુ પોતે પરપદાર્થથી ભિન્ન ચીજ છે. ચૈતન્યસત્તાથી ભરેલો ભગવાન પોતે અન્ય વસ્તુથી જુદો છે. સ્વસ્વરૂપમાં નિયત પોતે પરદ્રવ્યથી જુદો છે. વસ્તુનું સ્વરૂપ જેમ સામાન્ય વિશેષાત્મક છે તેમ સામાન્ય વિશેષાત્મકપણાને ધારણ કરતો પોતે ગ્રહણ-ત્યાગ રહિત પદાર્થ છે. પરનું ગ્રહવું ને છોડવું તેનામાં નથી. વળી તે રાગાદિ મળથી રહિત છે.
જુઓ, પહેલાં પરથી ભિન્ન કહ્યું કે હવે જ્ઞાન રાગથી રહિત ભિન્ન છે એમ કહ્યું. ‘અમલ” એમ કહ્યું ને? ભાઈ ! આ તો પરથી અને રાગથી વિમુખ થઈ સ્વભાવસમ્મુખ થવું ને ભેદજ્ઞાન પ્રગટ કરવું એમ વાત છે. અનાદિથી પરવસ્તુ સાથે એકપણું માન્યું છે તે ભ્રમણા છે, જૂઠી કલ્પના છે. તેનાથી ભિન્ન પડી પોતે અંદર જેવો ને જેવડો છે તેવો ને તેવડો સ્વીકારવો-જાણવો ને માનવો તે ભેદજ્ઞાન છે, અને તે કર્તવ્ય છે, ધર્મ છે.
કહે છે-રાગના મળથી રહિત જ્ઞાન એવી રીતે નિશ્ચળ રહેલું અનુભવાય છે કે.. જેવી રીતે “મધ્ય-શ્રાન્તિ -વિમા -મુp-સદન--મ-માસુર: કચ શુદ્ધ-જ્ઞાનઘન: મહિમા' આદિ-મધ્ય-અન્તરૂપ વિભાગોથી રહિત એવી સહજ ફેલાયેલી પ્રભા વડ દેદીપ્યમાન એવો એનો શુદ્ધજ્ઞાનઘનરૂપ મહિમા “નિત્ય-કવિત: તિતિ' નિત્ય-ઉદિત રહે. (શુદ્ધ જ્ઞાનના પુનરૂપ મહિમા સદા ઉદયમાન રહ)
અહાહા....! ભગવાન આત્મા સહજાનંદ-નિત્યાનંદ ત્રિકાળ જ્ઞાનસ્વરૂપ પ્રભુ છે. હવે તે છે, છે ને છે; તેની આદિ શું? મધ્ય શું? અંત શું? અહાહા..! આવી અનાદિઅનંત સહજ ફેલાયેલી ચૈતન્યપ્રભા વડ દેદીપ્યમાન એવો એનો શુદ્ધજ્ઞાનઘનરૂપ મહિમા નિત્ય ઉદિત રહે. અહાહા ! જેમ સર્વ પાંખડીએ ગુલાબ ખીલી જાય તેમ અનંત શક્તિએ આત્મા પૂર્ણ ખીલી ગયો, શક્તિ સહજ હતી તે પૂર્ણ વિસ્તરી ગઈ હવે એનો શુદ્ધજ્ઞાનઘનરૂપ મહિમા સદા ઉદયમાન રહેશે-એમ કહ્યું છે. સમજાણું કાંઈ...? શુદ્ધ દશા પૂર્ણકળાએ પ્રગટ થઈ તે થઈ, હવે તે દશા સાદિ-અનંત અવિચળ-કાયમ રહેશે. કેવળજ્ઞાન ને મોક્ષની દશા થઈ તે હવે ફરશે નહિ, હવે તે અવતાર લેશે નહિ. લ્યો, ભક્તોને ભીડ પડે ને ભગવાન અવતાર લે એમ બનવા જોગ નથી; એવું કેવળજ્ઞાન ને મોક્ષનું સ્વરૂપ નથી; મોક્ષદશા તો નિત્ય ઉદયમાન છે.
* કળશ ૨૩૫ : ભાવાર્થ ઉપરનું પ્રવચન * જ્ઞાનનું પૂર્ણરૂપ સર્વને જાણવું તે છે. તે જ્યારે પ્રગટ થાય છે ત્યારે સર્વ વિશેષણો સહિત પ્રગટ થાય છે, તેથી તેના મહિમાને કોઈ બગાડી શકતું નથી, સદા ઉદય માન રહે છે.”
જુઓ, કહે છે-જ્ઞાનનું પૂર્ણ રૂપ સર્વને જાણવું તે છે. અહાહા...! અનંત
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #229
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૯૦ થી ૪૦૪ : ૨૧૩ અનંત ગુણરિદ્ધિ-સમૃદ્ધિથી ભરેલો ભગવાન આત્મા સર્વસ્વભાવી પ્રભુ છે. અહાહા...! ત્રણકાળ-ત્રણલોકને યુગપતું એક સમયમાં જાણે એવું એનું સામર્થ્ય છે. આ સામર્થ્ય
જ્યારે પ્રગટ થાય છે ત્યારે, કહે છે, સર્વ વિશેષણો સહિત પ્રગટ થાય છે. અહાહા..! કેવળજ્ઞાન જ્યારે પ્રગટ થાય છે ત્યારે સર્વરૂપ પૂર્ણ પ્રગટ થાય છે. કેવળજ્ઞાન પ્રગટતાં જ સાથે પૂર્ણ આનંદ, પૂર્ણ વીર્ય, પૂર્ણ શાન્તિ, પૂર્ણ પ્રભુતા, પૂર્ણ સ્વચ્છતા ઈત્યાદિ શક્તિઓની પૂર્ણ વ્યક્તદશા પ્રગટ થાય છે. આનું નામ કેવળજ્ઞાન અને પૂર્ણદશા છે. તેથી કહે છે, તેના મહિમાને કોઈ આંચ આવતી નથી, તેના મહિમાને કોઈ બગાડી શકતું નથી. પૂર્ણ વીતરાગતા થઈને કેવળજ્ઞાન થયું ત્યાં અનંતવીર્ય પણ પ્રગટ થયું. તેથી હવે તેનો મહિમા અબાધિતપણે સદા ઉદયમાન રહે છે. હવે તેને અવતાર લેવો પડે એમ કદીય છે નહિ.
ભગવાન આત્મા અંદર પ્રજ્ઞાબ્રહ્મસ્વરૂપ વસ્તુ પ્રભુ છે. તેનાં અંશે જ્ઞાન-શ્રદ્ધાનઆનંદ પ્રગટ થાય તે ઉપાય છે. અને પૂરણ જ્ઞાન-શ્રદ્ધાન-આનંદની દશા પ્રગટ થાય તે ઉપય નામ ઉપાયનું ફળ છે. આ દયા, દાન, વ્રત આદિ વ્યવહાર રત્નત્રય તે ઉપાય અને સિદ્ધપદ ઉપય એમ નથી હોં, વ્યવહાર રત્નત્રયને ઉપાય કહીએ એ તો નિમિત્તનું વ્યવહારનું કથન છે; તે વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે; પણ ભાઈ ! તે વ્યવહાર આદરેલો પ્રયોજનવાન નથી, તે આદરવા લાયક નથી. ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ એક જ આશ્રય કરવા યોગ્ય છે, અને તેના આશ્રયે અંશે જ્ઞાન-શ્રદ્ધાન-ચારિત્ર પ્રગટ થાય તે વાસ્તવિક ઉપાય છે અને તેની પૂર્ણતા તે ઉપય નામ મોક્ષ છે. આ દિવ્યધ્વનિનો સાર છે. અહીં કહે છે-ઉપાય દ્વારા ઉપય નામ પૂર્ણ કેવળજ્ઞાન દશા ને મોક્ષની દશા પ્રગટ થાય તે નિરાબાધ સદાય સાદિ-અનંતકાળ ઉદયમાન રહે છેતેમાં કદીય કોઈ આંચ-ઉણપ આવતી નથી. મુક્ત જીવને ભક્તોની ભીડ ભાંગવાનો બોજો રહે અને તે અવતાર ધારણ કરે એ માન્યતા મિથ્યા છે, કેમકે પરમ વીતરાગ પરમેશ્વર માટે એ ત્રિકાળ સંભવિત નથી. આવી વાત છે. સમજાણું કાંઈ....?
હવે, “આવા જ્ઞાનસ્વરૂપ આત્માનું આત્મામાં ધારણ કરવું તે જ ગ્રહવાયોગ્ય સર્વ રહ્યું અને ત્યાગવાયોગ્ય સર્વ ત્યાગું” – એવા અર્થનું કાવ્ય હવે કહે છે:
જેમ શ્રીફળ અંદર રાતડ રહિત સફેદ મીઠો ગોળો છે, તેમ ભગવાન આત્મા અંદર પુણ્ય-પાપની રાતડ રહિત ચૈતન્યનો અમૃતમય ગોળો છે, અહા ! આવા નિજસ્વરૂપનો અંતર-અનુભવ કરીને તેમાં જ લીન-સ્થિર થયો તેણે ગ્રહણ કરવા યોગ્ય સર્વ ગ્રહણ કર્યું, અને ત્યાગવા યોગ્ય જે (મહાવ્રતાદિનો) વિકલ્પ હતો તેને સહજ ત્યાગી દીધો. આ અર્થનો હવે આચાર્યદેવ કળશ કહે છે:
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #230
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૧૪ : પ્રવચન રત્નાકર ભાગ-૧)
* કળશ ૨૩૬: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * સંત-સર્વ-શૉ: પૂર્ચ માત્મ:' જેણે સર્વ શક્તિઓ સમેટી છે (-પોતામાં લીન કરી છે) એવા પૂર્ણ આત્માનું માત્મનિ રૂદ’ આત્મામાં ‘યત સંધારણમ્’ ધારણ કરવું ‘ત ૩નોમ શેષત: હનુમ’ તે જ છોડવાયોગ્ય બધું છોડ્યું ‘તથા' અને ‘માયમ તત્ શેષત: માત્તમ’ ગ્રહવાયોગ્ય બધું ગ્રહ્યું.
અહાહા...! શું કહે છે? કે પહેલાં જ્ઞાનાદિ શક્તિઓ રાગમાં રોકાઈને ખંડ–ખંડપણે ખંડિત થતી હતી, તે હવે ત્યાંથી સમેટીને-સંકેલીને જ્યાં સ્વસ્વરૂપમાં ચૈતન્યસ્વરૂપમાં લીન કરી ત્યાં, કહે છે, ગ્રહવાયોગ્ય બધું ગ્રહ્યું. આ સમ્યગ્દર્શન સહિત સાતમા ગુણસ્થાનની વાત છે. છઠ્ઠ હજી વિકલ્પ છે, ત્યાં જ્યાં અંતર સ્વરૂપમાં લીન-તલ્લીન થયો કે તત્કાલ જ ગ્રહવાયોગ્ય સર્વ ગ્રહણ થયું અને ત્યાગવાયોગ્ય જ વિકલ્પ તેનો સહુજ જ ત્યાગ થઈ ગયો. ભાઈ ! પુણ્યના ભાવ પણ ત્યાગવાયોગ્ય છે, દુઃખરૂપ છે. ભાઈ ! સમ્યગ્દર્શન વિના એણે અનંતવાર મુનિપણું ધારણ કર્યું ને અનંતવાર તે સ્વર્ગ ગયો. પણ તેથી શું? સ્વસ્વરૂપના શ્રદ્ધાન-જ્ઞાન અને તેમાં રમણતા-લીનતા થાય એ જ મુખ્ય છે, એ જ બધું છે. બાકી પુણ્ય-પાપમાં લીન થઈ પ્રવર્તવું એ તો સ્વસ્વરૂપનો ઘાત છે, આત્મઘાત છે. સમજાણું કાંઈ...? છઠ્ઠાલામાં આવે છે કે
મુનિવ્રત ધાર અનંતવાર, ગ્રીવક ઉપજાય;
પૈ નિજ આતમજ્ઞાન વિના, સુખ લેશ ન પાયો. એ મહાવ્રત, ને સમિતિ ને ગુપ્તિ-એ બધો શુભરાગ દુઃખ છે બાપા! હા, પણ એ વડ બહારમાં પ્રભાવના તો થાય ને?
પ્રભાવના? શું પ્રભાવના? પ્રભાવના તો અંદર આત્મામાં હોય કે બહારમાં હોય? અંદર નિરાકુલ આનંદની વ્યક્તિ થાય તેને પ્રભાવના કહીએ. બહારમાં પ્રભાવના કોણ કરી શકે ? અરે ! તત્સંબંધી શુભરાગ આવે છે એય સ્વરૂપની હિંસા છે. રાગની ઉત્પત્તિ થવી તે હિંસા છે એમ પુરુષાર્થસિદ્ધયુપાયમાં કહ્યું છે.
અહાહા...આત્મા આનંદકંદ પ્રભુ છે. તેમાં જ રમણ કરવું તે ચારિત્ર-દશા છે. અહો ! ધન્ય તે દશા ! જેમાં ભેદનો વિકલ્પ પણ છૂટી ગયો એવી અત્યંત નિર્વિકલ્પ દશા પ્રગટ થઈ ત્યાં ગ્રહવાયોગ્ય સર્વ ગ્રહ્યું અને છોડવાયોગ્ય સર્વ છોડયું. અહાહા..! પોતે અંદર જિનસ્વરૂપ છે, તેમાં અંતર-એકાગ્ર થઈ લીન થતાં જિનદશા પ્રગટ થાય છે. આ તો પ્રાપ્તની પ્રાપ્તિ છે ભાઈ ! અને તેની આ જ રીત છે બાપુ! જિનદશા કાંઈ બહારથી નથી આવતી. સમયસાર નાટકમાં બનારસીદાસે કહ્યું છે ને કે
ઘટઘટ અંતર જિન બર્સ, ઘટઘટ અંતર જૈન, મત મદિરાકે પાનસૌં, મતવાલા સમુઝે ન.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #231
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check hîřp://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૯૦ થી ૪૦૪ : ૨૧૫ અહા ! અંદર જિનસ્વરૂપ જ પોતે છે, પણ અંતર-એકાગ્ર થઈ પોતાના સ્વરૂપને જ સ્વીકારતા નથી તે પાગલોને તેની પ્રાપ્તિ થતી નથી. શું થાય?
એમ તો આબાળગોપાળ સૌને પૂર્ણાનંદ પ્રભુ આત્મા પોતાના જ્ઞાનમાં જણાઈ રહ્યો છે. આ વાત આચાર્યદેવે ગાથા ૧૭-૧૮ માં ખુલ્લી કરી છે. પણ શું થાય? અજ્ઞાનીની દૃષ્ટિ ત્યાં નથી, તેની નજર ૫૨ અને પર્યાય ઉપર છે. અહા! એવા પાગલને નિજસ્વરૂપ જે જિનસ્વરૂપ તેની પ્રાપ્તિ થતી નથી.
અહીં કહે છે– પોતાના ત્રિકાળી ધ્રુવ ચૈતન્યરાજાને જાણી તેનો અનુભવ કર્યો અને તેમાં જ લીન થયો તેણે ગ્રહવાયોગ્ય સર્વ ગ્રહ્યું ને છોડવાયોગ્ય સર્વ છોડયું. અહો! ધન્ય તે મુનિદશા ને ધન્ય તે અવતાર! પ્રચુર સ્વસંવેદનમાં લીન થયા તે મહામુનિરાજ તો બાદશાહોના બાદશાહ છે, પોતાની ચૈતન્યલક્ષ્મીથી સર્વ શોભાયમાન છે. આવી વાત! બાકી બહારની સંપત્તિમાં લીન છે એ તો રાંકા છે, ભિખારા છે. શાસ્ત્રમાં ‘વાકાઃ ' તેમને કહ્યા છે.
* કળશ ૨૩૬ : ભાવાર્થ ઉ૫૨નું પ્રવચન *
‘પૂર્ણજ્ઞાનસ્વરૂપ, સર્વ શક્તિઓના સમૂહરૂપ જે આત્મા તેને આત્મામાં ધારણ કરી રાખવો તે જ, ત્યાગવાયોગ્ય જે કાંઈ હતું તે બધુંય ત્યાગ્યું અને ગ્રહણ કરવાયોગ્ય જે કાંઈ હતું તે બધુંય ગ્રહણ કર્યું. એ જ કૃતકૃત્યપણું છે.’
આત્મા પૂર્ણજ્ઞાનવન પ્રભુ અનંત શક્તિઓનું ધ્રુવધામ છે. તેને અંતરમાં ધારણ કરી ત્યાં જ રમવું–ઠરવું તે જ ગ્રહણ કરવાયોગ્ય સર્વ ગ્રહણ થઈ ગયું અને ત્યાગવાયોગ્ય સર્વ ત્યાગી દીધું, મતલબ તે જ કૃતકૃત્યતા છે. સ્વસ્વરૂપના આશ્રય વડે જેને સ્વરૂપનાં શ્રદ્ધાન-જ્ઞાન અને રમણતા-લીનતા-સ્થિરતા પરિપૂર્ણ થયાં તેને હવે કાંઈ કરવાનું રહ્યું નહિ, તે હવે કૃતકૃત્ય થયો. દ્રવ્ય-ગુણ તો ત્રિકાળ પરિપૂર્ણ છે; આવી વસ્તુ તો પૂર્ણજ્ઞાનયનસ્વભાવ જ છે; તેની પર્યાયમાં જ્યાં પૂર્ણ વ્યક્તિ થઈ ગઈ ત્યાં કૃતકૃત્યપણું થયું. તેને હવે કાંઈ ગ્રહણ-ત્યાગ રહ્યાં નહિ. સર્વ કાર્ય સિદ્ધ થઈ ગયું ત્યાં હવે શું કરવાનું રહ્યું ? કાંઈ જ નહિ. એ જ કૃતકૃત્યપણું છે. લ્યો, સમજાણું કાંઈ...?
*
*
*
આવા જ્ઞાનને દેહ જ નથી' એવા અર્થનો, આગળની ગાથાની સૂચનારૂપ શ્લોક કહે છે :
"
* કળશ ૨૩૭ : શ્લોકાર્થ ઉ૫૨નું પ્રવચન *
‘પુર્વ જ્ઞાનમ્ વરદ્રવ્યાત્ વ્યતિરિń અવસ્થિતમ્' આમ (પૂર્વાક્ત રીતે ) જ્ઞાન પરદ્રવ્યથી જુદું અવસ્થિત (નિશ્ચળ રહેલું) છે; તત્ આહાર થમ્ ચાત્ યેન અચ વેદ: શ યતે' તે (જ્ઞાન ) આહા૨ક (અર્થાત્ ) કર્મ-નોકર્મરૂપ આહાર કરનારું,
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
Page #232
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૧૬ : પ્રવચન રત્નાકર ભાગ-૧) કેમ હોય કે જેથી તેને દેહની શંકા કરાય? ( જ્ઞાનને દેહ હોઈ શકે જ નહિ, કારણ કે તેને કર્મ-નોકર્મરૂપ આહાર જ નથી).
ભગવાન આત્મા જ્ઞાન તત્ત્વ છે, ને દેહ અજીવ જડ તત્ત્વ છે. આમ બન્ને અત્યંત ભિન્ન છે. હવે પર્યાયમાં જે શુભાશુભભાવ ઉત્પન્ન થાય એય જ્ઞાયકસ્વરૂપથી ભિન્ન છે તો પ્રત્યક્ષ પૃથક એવું શરીર તેનું ક્યાંથી થાય? ન થાય. તેથી જ્ઞાન નામ આત્માને દેહુ હોઈ શકે જ નહિ. આત્માને દેહ છે એમ શંકા ન કરવી, કેમકે તેને કર્મ-નોકર્મરૂપ આહાર જ નથી. ઝીણી વાત પ્રભુ! અહા ! જેને અંદર હું જ્ઞાયક તત્ત્વ છું એમ ભાન થયું તેને હું દેહ છું એમ ક્યાં રહ્યું? હું આહારક છું એમ ક્યાં રહ્યું? એમ છે જ નહિ. આ તો વસ્તુનું સ્વરૂપ છે બાપુ! જ્ઞાનને દેહ છે એમ માનવું એ તો નર્યું અજ્ઞાન છે; અને જ્ઞાનને દેહ હોઈ શકે જ નહિ એ યથાર્થ છે. લ્યો, આ વાત હવે ગાથામાં કહેશેઃ
[ પ્રવચન નં. ૪૮૮ થી ૪૯૫ * દિનાંક: ૧૦-૧૧-૭૭ થી ૧૭-૧૧-૭૭ ]
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #233
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા ૪૦૫ થી ૪૦૭
अत्ता जस्सामुत्तो ण हु सो आहारगो हवदि एवं । आहारो खलु मुत्तो जम्हा सो पोग्गलमओ दु । । ४०५ ।। ण वि सक्कदि घेत्तुं जं ण विमोत्तुं जं च जं परद्दव्वं । सो को विय तस्स गुणो पाउगिओ विस्ससो वा वि ।। ४०६ ।। तम्हा दु जो विसुद्धो चेदा सो णेव गेण्हदे किंचि । णेव विमुंचदि किंचि वि जीवाजीवाण दव्वाणं ।। ४०७ ।। હવે અર્થને ગાથામાં કહે છેઃ
એમ આતમા જેનો અમૂર્તિક તે નથી આ‘૨૬ ખરે, પુદ્ગલમયી છે . આ‘૨ તેથી આ‘૨ તો મૂર્તિક ખરે. ૪૦૫.
જે દ્રવ્ય છે ૫૨ તેહને ન ગ્રહી, ન છોડી શકાય છે, એવો જ તેનો ગુણ કો પ્રાયોગી ને વૈસિક છે. ૪૦૬. તેથી ખરે જે શુદ્ધ આત્મા તે નહીં કંઈ પણ ગ્રહે, છોડે નહીં વળી કાંઈ પણ જીવ ને અજીવ દ્રવ્યો વિષે. ૪૦૭. आत्मा यस्यामूर्ती न खलु स आहारको भवत्येवम् । आहार: खलु मूर्तो यस्मात्स पुद्गलमयस्तु ।। ४०५ ।। नापि शक्यते ग्रहीतुं यत् न विमोक्तुं यच्च यत्परद्रव्यम् । स कोऽपि च तस्य गुणः प्रायोगिको वस्रसो वाऽपि ।। ४०६ ।।
गाथार्थ:- [ एवम् ] À रीते [ यस्य आत्मा ] नो आत्मा [ अमूर्तः ] अमूर्तिऽ छे [सः खलु] ते जरेजर [ आहारक: न भवति ] आहार नथी; [ आहारः खलु ] भार तो [ मूर्तः ] भूर्तिऽ छे [ यस्मात् ] St२ } [ सः तु पुद्गलमयः ] ते पुछ्गलमय छे.
[यत परद्रव्यम् ] ४ ५२द्रव्य छे [ न अपि शक्यते ग्रहीतुं यत् ] ते ग्रही शातुं नथ [न विमोक्तुं यत् च ] तथा छोडी शडातुं नथी, [ सः कः अपि च ] खेवो ४ श्रेध [ तस्य ] तेनो (-आत्मानो ) [ प्रायोगिकः वा अपि वैस्रसः गुण] प्रायोगिङ तेम ४ વૈસિક ગુણ છે.
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
Page #234
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૧૮: પ્રવચન રત્નાકર ભાગ-૧)
तस्मात्तु यो विशुद्धश्चेतयिता स नैव गृह्णाति किञ्चित्। नव विमुञ्चति किञ्चिदपि जीवाजीवयोर्द्रव्ययोः।। ४०७।।
(અનુકુમ) एवं ज्ञानस्य शुद्धस्य देह एव न विद्यते।
ततो देहमयं ज्ञातुर्न लिङ्गं मोक्षकारणम्।। २३८।। [તરમg g] માટે [ . વિશુદ્ધ ચેતતા ] જે વિશુદ્ધ આત્મા છે [૪] તે [નીવાળીવયો: દ્રવ્યયો.] જીવ અને અજીવ દ્રવ્યોમાં (-પરદ્રવ્યોમાં) [ વિચિત ન રવ ગૃતિ ] કંઈ પણ ગ્રહતો નથી [ વિચિત્ કપિ ન થવ વિમુચતિ ] તથા કંઈ પણ છોડતો નથી.
ટીકા- જ્ઞાન પરદ્રવ્યને કાંઈ પણ (જરા પણ) Jહતું નથી તથા છોડતું નથી, કારણ કે પ્રાયોગિક ( અર્થાત્ પર નિમિત્તથી થયેલા) ગુણના સામર્થ્યથી તેમ જ વૈગ્નસિક (અર્થાત્ સ્વાભાવિક) ગુણના સામર્થ્યથી જ્ઞાન વડ પરદ્રવ્યનું ગ્રહવું તથા છોડવું અશક્ય છે. વળી, (કર્મ-નોકમંદિરૂપ ) પરદ્રવ્ય જ્ઞાનનો અમર્તિક આત્મદ્રવ્યનો આહાર નથી. કારણ કે તે મૂર્તિક પુદ્ગલદ્રવ્ય છે; (અમૂર્તિકને મૂર્તિક આહાર હોય નહિ). તેથી જ્ઞાન આહારક નથી. માટે જ્ઞાનને દેહની શંકા ન કરવી.
(અહીં “જ્ઞાન” કહેવાથી “આત્મા' સમજવો; કારણ કે, અભેદ વિવક્ષાથી લક્ષણમાં જ લક્ષ્યનો વ્યવહાર કરાય છે. આ ન્યાયે ટીકાકાર આચાર્યદવ આત્માને જ્ઞાન જ કહેતા આવ્યા છે. )
ભાવાર્થ- જ્ઞાનસ્વરૂપ આત્મા અમૂર્તિક છે અને આહાર તો કર્મ-નોકર્મરૂપ પુદ્ગલમય મૂર્તિક છે; તેથી પરમાર્થ આત્માને પુદ્ગલમય આહાર નથી. વળી આત્માનો એવો જ સ્વભાવ છે કે તે પરદ્રવ્યને તો ગ્રહતો જ નથી;-સ્વભાવરૂપ પરિણમી કે વિભાવરૂપ પરિણમો, પોતાના જ પરિણામનાં ગ્રહણત્યાગ છે. પરદ્રવ્યનાં ગ્રહણત્યાગ તો જરા પણ નથી.
આ રીતે આત્માને આહાર નહિ હોવાથી તેને દેહ જ નથી.
આત્માને દેહુ જ નહિ હોવાથી, પુદગલમય દેહસ્વરૂપ લિંગ (ન્વેષ, ભેખ, બાહ્ય ચિહ્ન) મોક્ષનું કારણ નથી-એવા અર્થનું, આગળની ગાથાઓની સૂચનારૂપ કાવ્ય હવે કહે છે:
શ્લોકાર્થઃ- [વં શુદ્ધસ્ય જ્ઞાનસ્ય : wવ ન વિદ્યતે] આમ શુદ્ધ જ્ઞાનને દેહુ જ નથી; [તત: જ્ઞાતુ: વેદમયં તિ# મોક્ષવારમ્ ન] તેથી જ્ઞાતાને દેહુમય લિંગ મોક્ષનું કારણ નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #235
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૪૦પ થી ૪૦૭ : ૨૧૯ સમયસાર ગાથા ૪૦૫ થી ૪૦૭ : મથાળું હવે આ અર્થને ગાથામાં કહે છે:
* ગાથા ૪૦૫ થી ૪૦૭ : ટીકા ઉપરનું પ્રવચન * જ્ઞાન પરદ્રવ્યને કાંઈ પણ (જરાપણ ) ગ્રહતું નથી તથા છોડતું નથી, કારણ કે પ્રાયોગિક (અર્થાત્ પર નિમિત્તથી થયેલા) ગુણના સામર્થ્યથી તેમ જ વૈઋસિક (અર્થાત્ સ્વાભાવિક) ગુણના સામર્થ્યથી જ્ઞાન વડે પારદ્રવ્યનું ગ્રહવું તથા છોડવું અશક્ય છે.'
શું કહે છે? કે જ્ઞાન નામ આત્મા પરદ્રવ્યને ગ્રહતો કે છોડતો નથી. આ આહારને ગ્રહે કે છોડ એવું આત્માનું સ્વરૂપ નથી. એવો રાગ આવે, પણ પરદ્રવ્યને ગ્રહી કે છોડી શકાતું નથી. આહારનાં રજકણ, વાણીનાં રજકણ કે કર્મ-નોકર્મનાં રજકણને આત્મા ગ્રહી કે છોડી શકતો નથી. આત્મામાં આવી ત્યાગ-ઉપાદાન-શૂન્યત્વ શક્તિ છે; પરદ્રવ્યના ગ્રહણ-ત્યાગથી શૂન્ય એવો ભગવાન આત્મા છે.
અહાહા...! ભગવાન આત્મા પરદ્રવ્યને, એક રજકણને પણ, ગ્રહી કે છોડી શકતો નથી એવું જ એનું સ્વરૂપ છે, કારણ કે પ્રાયોગિક અર્થાત્ પરના નિમિત્તથી થયેલા ગુણના સામર્થ્યથી તેમજ વૈઋસિક ગુણના સામર્થ્યથી આત્મા વડે પારદ્રવ્યનું ગ્રહવું-છોડવું અશક્ય છે. લ્યો, પરદ્રવ્યના નિમિત્તથી થતા રાગ વડે આત્માને પરદ્રવ્યનું ગ્રહવું કે છોડવું અશક્ય છે એમ કહે છે. પરદ્રવ્યના નિમિત્તથી રાગ થાય છે એટલે શું? કે રાગ થાય છે તો પોતાથી પોતામાં, તેમાં પરદ્રવ્ય માત્ર નિમિત્ત છે બસ. વિકારી પર્યાયનો આશ્રય તો દ્રવ્ય પોતે જ છે અર્થાત્ વિકાર જીવની પર્યાયમાં એટલે જીવમાં જ થાય છે; કર્મના નિમિત્તથી થાય છે એમ કહીએ એ તો વ્યવહારનું કથન છે. ખરેખર તો વિકારી અવસ્થા આત્માની પર્યાયમાં આત્માના આશ્રયે થાય છે. પ્રવચનસાર અને પંચાસ્તિકાયની–બન્નેની ગાથા ૧૦માં આ વાત આવેલી છે કે વિકારી પર્યાય પોતાના આશ્રયે થાય છે, પરના કારણે નહિ. હવે આમ છે ત્યાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની નિર્મળ વીતરાગી પર્યાય આત્માના આશ્રયે થાય એ તો સહજ સિદ્ધ છે, કર્મના અભાવથી નિર્મળ પર્યાય થઈ એમ કહીએ એ તો વ્યવહારનું કથન છે; વાસ્તવમાં કર્મના અભાવની અને અપેક્ષા નથી.
વળી કોઈ કહે કે આકાશાદિનો ઈશ્વર કર્તા છે. તેને પૂછીએ કે આ સર્વવ્યાપી અનંત અનંત આકાશ છે તે નહોતું કે ઈશ્વરે કર્યું તો ઈશ્વરે ક્યાં ઊભા રહીને કર્યું? જો ઈશ્વર ક્યાંક હતો તો જગાનો-આકાશનો તે કર્તા સિદ્ધ થતો નથી. અરે ભાઈ ! સર્વવ્યાપક અનંત આકાશનું સ્વયંસિદ્ધ અસ્તિત્વ છે, તેને કરે કોણ? કોઈ જ નહિ.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #236
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૨૦ : પ્રવચન રત્નાકર ભાગ-૧) આમ ઈશ્વરનું કર્તાપણું ઉડી જાય છે. કોઈ પણ દ્રવ્યનો કર્તા ઈશ્વર નથી. અહાહા..! જેમ અનંત અનંત વિસ્તરેલા આકાશનું અસ્તિત્વ સહજ જ છે તેમ તેને જાણનાર-જાણનાર ભગવાન આત્મા સહજ જ સ્વયંસિદ્ધ છે. અહાહા...! તેના અચિજ્ય સ્વભાવની શું વાત કરવી? અહાહા..! અનંત આકાશને અવલંખ્યા (અડ્યા) વિના જ તેને પોતાની જ્ઞાનપર્યાયમાં એક સમયમાં જાણી લે એવો તેનો પરમ અદ્ભુત અચિન્ય સ્વભાવ છે.
જુઓ, પરમાણુનું ક્ષેત્ર એક પ્રદેશ છે. પરમાણુ એક પ્રદેશ છે. આવા પરમાણુ દ્રવ્યો સંખ્યાએ અનંતાનંત છે; જીવદ્રવ્યો તેના અનંતમા ભાગે અનંત છે. અનંતાનંત પરમાણુથી અનંતગુણા ત્રણકાળના સમય છે અને તેનાથી આકાશના પ્રદેશોની સંખ્યા અનંતગુણી અનંત છે. તેનાથી અનંતગુણી એક જીવદ્રવ્યમાં ગુણોની સંખ્યા છે. અહો ! આવું અલૌકિક જીવદ્રવ્યનું સહજ સ્વરૂપ છે. આવું સહજ સિદ્ધ વસ્તુનું સ્વરૂપ છે, તેને કરે કોણ? દ્રવ્ય-પર્યાયસ્વરૂપ વસ્તુ સહજ છે ત્યાં (ઈશ્વરનું) કર્તાપણું સિદ્ધ થતું નથી.
અહો ! વીતરાગ સર્વજ્ઞદેવે કહેલાં તત્ત્વો બહુ ઉંડા ને ગંભીર છે ભાઈ ! અહાહા...! જ્ઞાનની એક સમયની પર્યાય લોકના અનંતા દ્રવ્ય-ગુણ-પર્યાયોને જાણી લે તે પર્યાયના સામર્થ્યની શી વાત! અહો! આત્મા અલૌકિક અદ્ભુત ચમત્કારી વસ્તુ છે. ઓહો ! અનંતગુણમય બેહદ સ્વભાવથી ભરેલો ભગવાન આત્મા–તેની પ્રતીતિ કરવા માટે વિકલ્પ કામ ન આવે, કેમકે વિકલ્પ હુદવાળી મર્યાદિત ચીજ છે; તેની પ્રતીતિ કરનારી પર્યાય બેહદ ચીજ છે. શું કીધું? અચિન્ય બેહદ જેનો સ્વભાવ છે એવા ભગવાન આત્માની પ્રતીતિ કરનારી પર્યાય કે જેને સમ્યગ્દર્શન કહીએ તે અચિન્ય બેહદ શક્તિવંત છે. અહાહા...! વસ્તુ ત્રિકાળી ધ્રુવદ્રવ્ય એક સમયની પર્યાયમાં આવી જાય (-પર્યાયરૂપ થઈ જાય) એમ નહિ, પણ એની પ્રતીતિ પર્યાયમાં આવી જાય છે. અહો! તે પર્યાય (સમ્યગ્દર્શન) બેહદ ચીજ છે.
અષ્ટપાહુડમાં ચારિત્રને અક્ષય-અમેય કહેલ છે. અહાહા..! અંદરમાં બેહદ સ્વભાવી ચીજ-તેની પ્રતીતિ કરવા જાય તે પ્રતીતિમય પર્યાયની કાંઈ હદ છે? બાપુ! ત્યાં વિકલ્પ કામ ન કરે. અહાહા..! અનંત અનંત સ્વભાવથી ભરેલો ચૈતન્ય-ચમત્કાર સ્વરૂપ ભગવાન આત્મા છે. તેની નિર્વિકલ્પ પ્રતીતિ કરવા જાય ત્યાં અનંત સ્વભાવનું પરિણમન થઈને જીવને સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. અહો ! તે નિર્વિકલ્પ પ્રતીતિની બેહદ શક્તિ છે. તેવી એક સમયની જ્ઞાનપર્યાય, રમણતાની પર્યાય, આનંદની પર્યાય-એમ પ્રત્યેક ગુણની પર્યાયની બેહુદ તાકાત છે.
શું કહીએ? વાણીમાં પૂરું આવી ન શકે; કંઈક ઈશારા આવે. આવું જ વસ્તુ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #237
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૪૦૫ થી ૪૦૭ : ૨૨૧ સ્વરૂપ છે. વિકલ્પથી વસ્તુ સિદ્ધ થાય (પ્રાપ્ત થાય) એવી વસ્તુ આત્મા નથી, સાધારણ અનુમાન-પ્રમાણથી પણ જાણી શકાય નહિ એવી વસ્તુ ભગવાન આત્મા છે. અલિંગ ગ્રહણના બોલમાં આ વાત આવી છે કે બીજાઓ દ્વારા અનુમાનથી જાણી શકાય નહિ, પોતે અનુમાનથી જાણી શકે નહિ–એવી અલૌકિક, અમાપ વસ્તુ આત્મા છે. અહાહા..! આવો જે ભગવાન આત્મા તેની નિર્વિકલ્પ પ્રતીતિ અને તેનું જ્ઞાન તે સમ્યગ્દર્શન-જ્ઞાન છે. અહો ! તે શ્રદ્ધા-જ્ઞાનની અચિજ્ય શક્તિ છે. આવો આત્મા, અહીં કર્યું છે, પરદ્રવ્યને ગ્રહતો નથી અને છોડતો નથી. પરદ્રવ્ય જેવું છે એવું એનું જ્ઞાન કરે એવો એનો સ્વભાવ છે, પણ તે પ્રાયોગિક ગુણના સામર્થ્યથી કે વૈઋસિક ગુણના સામર્થ્યથી પરદ્રવ્યને ગ્રહે-છોડે એવો એનો સ્વભાવ નથી.
આત્મામાં ઈચ્છા ઉત્પન્ન થાય તે પોતાના આશ્રયે પોતામાં ઉત્પન્ન થાય છે. ત્યાં ઈચ્છા થઈ માટે પરમાણુને ગ્રહે કે છોડ એવું આત્માનું સ્વરૂપ નથી. ઈચ્છા વડ પરનું કામ આત્મા કરી શકતો નથી. અહો ! દિગંબર સંતોએ કેવળજ્ઞાન ખડું કર્યું છે! ભગવાન કેવળીના પેટની ગજબ વાતો કરી છે! પ્રાયોગિક ગુણ એટલે પરના નિમિત્તથી થયેલી રાગની પર્યાય -શુભ કે અશુભ-તે પર્યાય વડે આત્મા આહારાદિ દ્રવ્યો લઈ શકે કે છોડી શકે એમ કદીય છે નહિ. ઈચ્છા વડ પૈસા લઈ શકે કે દઈ શકે. વાણી બોલી શકે કે છોડી શકે એવું એનું સ્વરૂપ નથી.
અહો ! દિગંબર સંતો-કેવળીના કડાયતીઓએ જગતના પદાર્થોનું સ્વરૂપ જેવું છે તેવું ખુલ્લું કર્યું છે. પ્રાયોગિક ગુણ એટલે પરદ્રવ્યના નિમિત્તથી થયેલી વિકારી દશા. શબ્દ તો “પર નિમિત્તથી” –એમ છે, છતા વિકાર-રાગ સ્વપર્યાયમાં પોતાના કારણે થયો છે એમ તેનો અર્થ છે. ઈચ્છા થઈ છે તે પોતાથી છે, પરથી નહિ. હવે જે ઈચ્છા થઈ તેનાથી, કહે છે, તે પરપદાર્થને ગ્રહણ કરે વા છોડી શકે એમ છે નહિ. ઈચ્છાના પરિણામમાં પરદ્રવ્યને ગ્રહવા-છોડવાની તાકાત નથી. આ શરીરને હુલાવે-ચલાવે કે સ્થિર રાખે, વાણી બોલે કે મૌન રાખે કે આહારાદિ ગ્રહણ કરે કે છોડી દે ઈત્યાદિ પરદ્રવ્યનું ગ્રહણ-ત્યાગ કરે એવી ઈચ્છામાં-રાગના ભાવમાં બિલકુલ તાકાત નથી. હવે આવું એને બરાબર બેસવું જોઈએ, આ રીતે એનું હોવાપણું છે એમ અંદર જ્ઞાનમાં ભાસન થાય તે યથાર્થ જ્ઞાન છે, બાકી તો બધું થોથાં છે અર્થાત્ કાંઈ વસ્તુ નથી.
જ્ઞાન, દર્શન, આનંદ ઈત્યાદિ ગુણ તો ત્રિકાળી સ્વભાવ છે, તે તો પરને ગ્રહે કે છોડ નહિ એ તો ઠીક વાત છે, પણ પ્રાયોગિક ગુણ જે વિભાવભાવ તે વિભાવમાં પરને ગ્રવા-છોડવાની તાકાત છે કે નહિ? લ્યો, આવો પ્રશ્ન! અહીં કહે છે-વિભાવમાં એવી બિલકુલ તાકાત નથી. આ આત્મા પોતાના સિવાય બીજા આત્માઓ અને પરમાણુને વિભાવ-ઈચ્છા વડે ગ્રહે કે છોડ તે શક્ય નથી. મુનિરાજને આહાર લેવાની ઈચ્છા થઈ તો તે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #238
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૨: પ્રવચન રત્નાકર ભાગ-૧) ઈચ્છા વડ આહાર ગ્રહણ કરી શકે છે એમ નથી. ભાઈ ! આવવાની ચીજ સંયોગમાં આવે, ને જવાની જાય-તે તેનાથી થાય છે, જીવની ઈચ્છાથી બિલકુલ નહિ; આવે તે પણ પોતાથી ન જાય તે પણ પોતાથી. આવી વસ્તુસ્થિતિ અલૌકિક છે.
દાણે દાણ ખાનારનું નામ' - એમ કહે છે ને? તેનો અર્થ શું? કે જે રજકણો આવવાના હોય તે તેના કારણે આવે છે, તારી ઈચ્છાને કારણે નહિ. ઈચ્છાની મર્યાદા ઈચ્છામાં રહી, તે ઈચ્છાનું પરમાં કાંઈ ચાલે નહિ; પરનાં ગ્રહણ-ત્યાગ ઈચ્છાના સામર્થ્યમાં નથી. આ તો મૂળ પાઠ છે હોં જુઓ વાંચોઃ
“જે દ્રવ્યો છે પર તેહને ન ગ્રહી, ન છોડી શકાય છે,
એવો જ તેનો ગુણ કો પ્રાયોગી ને વૈગ્નસિક છે”-૪O°. પ્રભુ! એકવાર સાંભળ તું સંતોની વાત. અહાહા...! અંદર જ્ઞાન-શ્રદ્ધાન અને સ્વરૂપની રમણતા પ્રગટયાં હોય તેને કદાચિત્ આહાર લેવાની વૃત્તિ ઉઠ, પણ તે વૃત્તિને લઈને તે આહાર ગ્રહણ કરી શકે એમ નથી; વળી આજે આઠમ, ચૌદશ છે માટે ઈચ્છાને લઈને તે આહાર છોડી શકે એમ નથી; ઈચ્છાને લઈને આહાર આવ્યો ને અટકી ગયો એ વાતમાં કાંઈ તથ્ય નથી. આહારનું આવવું ને અટકી જવું એ તે તે પરમાણુઓની સ્વાધીન ક્રિયા છે. ભાઈ ! તારા અસ્તિત્વમાં તને વૃત્તિ ઉઠે છે, પણ તેથી પરના અસ્તિત્વને ગ્રહે કે છોડ એવું તેનું સ્વરૂપ નથી.
હા, પણ મુનિરાજ વસ્ત્રાદિ તો છોડી શકે કે નહિ ?
ના, ભાઈ ! ના; બાપુ! વૃત્તિ ઉઠ, પણ વસ્ત્રાદિ છોડી ન શકે. વસ્ત્રાદિ છોડયાં એમ કહીએ એ બીજી વાત છે (વ્યવહાર છે), પણ એમ માને એ તો મિથ્યાત્વ છે ભાઈ ! જાણવું.... જાણવું.... જાણવું બસ એ જ્ઞાનનું (આત્માનું) સામર્થ્ય છે; વૃત્તિ ઉઠે એને પણ જાણે એ એનું સામર્થ્ય છે, પણ પરને ગ્રહે-છોડે એ એનું સામર્થ્ય નથી. અહાહા...! પોતે જેમ અસ્તિપણે સત્ છે તેમ બીજા પદાર્થો પણ અસ્તિપણે સત્ છે. છે. તેની પર્યાયનું અસ્તિત્વ તેનાથી હોય કે તારાથી હોય? ભાઈ ! આ તો ન્યાયથી વાત છે.
પ્રશ્ન:- હા, પણ બળવાન હોય તેનું ચાલે ને?
ઉત્તર- પરમાં જરાય ન ચાલે, કોઈનું ન ચાલે, હું બળવાન છું માટે પરનું કામ કરી શકું એમ કોઈ (મિથ્યા) અભિમાન કરે તો કરે, પણ પરનું કાંઈ કરી શકે નહિ; આવી વસ્તુસ્થિતિ છે ભાઈ ! મુનિરાજ તો રાગના પણ કર્તા નથી. શું થાય ? રાગ (યથા સંભવ ) આવે છે, આવ્યા વિના રહેતો નથી, પણ તેથી તે કાંઈ પરનું કરી શકે એમ ત્રણકાળમાં નથી. ભાઈ ! પરદ્રવ્યની પર્યાયનું હોવાપણું પરદ્રવ્યથી-એનાથી છે, બીજાથી તે પર્યાય ત્રણકાળમાં થતી નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #239
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૪૦૫ થી ૪૦૭ : ૨૨૩ ભગવાનની પ્રતિમા પધરાવવાનો ભાવ આવ્યો માટે પ્રતિમા બિરાજમાન થવાની કિયા ત્યાં થઈ એમ નથી. આને શુભરાગ થયો એ એની-જીવની ક્રિયા છે, અને પ્રતિમાં બિરાજમાન થવાની ક્રિયા થઈ એ તે તે પરમાણુઓની ક્રિયા છે; અને સ્વતંત્રપણે છે ભાઈ ! અરે ! અજ્ઞાનીઓને તો બધે “હું કરું, હું કરું” એમ જ ભાસે છે. જેવી દષ્ટિ તેવી સૃષ્ટિ. સમકિતી જ્ઞાનીને વૃત્તિ-રાગ થઈ આવે, પણ તેનો તો તે જાણનારમાત્ર જ રહે છે, જ્યારે અજ્ઞાની બધું હું કરું છું એમ મિથ્યા અભિમાનથી રાચે છે.
અહીં આ ચોકખું તો કહે છે કે પ્રાયોગિક કે વૈગ્નસિક ગુણના સામર્થ્યથી જ્ઞાન વડ પરદ્રવ્યનું ગ્રહવું તથા છોડવું અશક્ય છે. જ્ઞાન-દર્શન-ચારિત્રની નિર્મળ પર્યાય પ્રગટે તેનું નામ વૈગ્નસિક ગુણ છે. તે નિર્મળ પર્યાયના સામર્થ્યથી પણ આત્મા પરને ગ્રહે કે છોડ તે અશક્ય છે. દષ્ટિવંત પુરુષ એમ જ યથાર્થપણે માને છે, પરંતુ અજ્ઞાની
જ્યાં હોય ત્યાં પારદ્રવ્યને ગ્રહ્યા-છોડયાનું મિથ્યા અભિમાન કરે છે. શું થાય? મિથ્યા અભિમાન કરે છે એટલે તો એ અજ્ઞાની છે. અહો! આ તો થોડી લીટીમાં ઘણું બધું ભરી દીધું છે. સમજાણું કાંઈ....?
એક પ્રશ્ન થયો હતો કે નિમિત્તથી કાંઈ થતું નથી તો તમે સમયસાર લઈને કેમ બેઠા છો ? પુરાણ કેમ વાંચતા નથી ? ' અરે ભાઈ ! સમયસારના નિમિત્તપણામાં કાંઈક વિશેષતા છે ને પુરાણમાં નથી–શું એમ છે? અમારે મન તો બન્ને જીનવાણી છે. સમયસાર હોય તો ઠીક એવી વૃત્તિના કારણે અહીં સમયસાર આવ્યું છે એમ નથી. એ તો એના કારણે છે, વૃત્તિના કારણે નહિ. આ સમયસારનું આમ પાનું ફરે ને? એ ક્રિયા પણ બાપુ! વૃત્તિના કારણે નહિ અને આ હાથના કારણે પણ નહિ; એ તો તે તે પરમાણુઓની કાળે સ્વતંત્ર ક્રિયા છે. આત્મા તે રજકણોને ઉંચા-નીચા કરે એવું સામર્થ્ય આત્મામાં નથી. પણ અરેરે! અજ્ઞાની જીવો અનાદિથી ભ્રમણામાં રહીને યથાર્થ સ્વરૂપના ભાન વિના દુઃખી-દુઃખી થઈ રહ્યા છે !
હવે કહે છે- “વળી, (કર્મ-નોકર્માદિરૂપ) પરદ્રવ્ય જ્ઞાનનો–અમૂર્તિક આત્મદ્રવ્યનોઆહાર નથી, કારણકે તે મૂર્તિક પુદ્ગલદ્રવ્ય છે; (અમૂર્તિકને મૂર્તિક આહાર હોય નહિ). તેથી જ્ઞાન આહારક નથી. માટે જ્ઞાનને દેહની શંકા ન કરવી.'
જુઓ, નોકર્મ એટલે આહાર-પાણી વગેરે જડ મૂર્તિક પુદ્ગલ દ્રવ્ય છે, અને આત્મા ચેતન અમૂર્તિક દ્રવ્ય છે. અહીં કહે છે- રોટલા, દાળ, ભાત, શાક ઈત્યાદિ મૂર્તિક દ્રવ્યનો આહાર આત્માને છે જ નહિ, કેમકે આહાર મૂર્તિક દ્રવ્ય છે અને આત્મા અમૂર્તિક દ્રવ્ય છે. અમૂર્તિક ચેતન દ્રવ્યને મૂર્તિક જડનો આહાર કેમ હોય? નથી જ. માટે આત્મા આહારક નથી; આહારને ગ્રહનારો આત્મા નથી. માટે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #240
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
cies
?
૨૨૪ : પ્રવચન રત્નાકર ભાગ-૧) આત્માનો દેહ છે એમ શંકા ન કરવી. દેહુ આત્માની ચીજ નથી એમ નિઃશંક થવું. સમજાણું કાંઈ...?
(અહીં “જ્ઞાન” કહેવાથી “આત્મા” સમજવો; કારણ કે, અભેદ વિવક્ષાથી લક્ષણમાં જ લક્ષ્યનો વ્યવહાર કરાય છે. આ ન્યાયે ટીકાકાર આચાર્યદવ આત્માને જ્ઞાન જ કહેતા આવ્યા છે ).”
જ્ઞાન આત્માનો અસાધારણ ગુણ છે. જ્ઞાન જ્ઞાનને જાણે, અનંતા ગુણને જાણે, આત્માને જાણે અને અનંતા પરપદાર્થોને પણ જાણે એવો આત્માનો અસાધારણ ગુણ છે. તેથી જ્ઞાન લક્ષણ છે, અને આત્મા લક્ષ્ય છે, અભેદ વિવક્ષામાં લક્ષણમાં જ લક્ષ્યનો વ્યવહાર કરાય છે તેથી આચાર્યદેવે આત્માને જ્ઞાન જ કહ્યો છે. અહીં લક્ષ્યનો લક્ષણમાં આરોપ કરીને તે લક્ષણ-જ્ઞાનને જ આત્મા કહ્યો છે, તેથી અહીં “જ્ઞાન” શબ્દ “આત્મા' સમજવો એમ કહ્યું છે. સમજાણું કાંઈ...?
* ગાથા ૪૦૫ થી ૪૦૭: ભાવાર્થ ઉપરનું પ્રવચન *
જ્ઞાનસ્વરૂપ આત્મા અમૂર્તિક છે અને આહાર તો કર્મ-નોકર્મરૂપ પુદગલમય મૂર્તિક છે; તેથી પરમાર્થે આત્માને પુદગલમય આહાર નથી. વળી આત્માનો એવો જ સ્વભાવ છે કે તે પરદ્રવ્યને તો ગ્રહતો જ નથી;-સ્વભાવરૂપ પરિણમો કે વિભાવરૂપ પરિણમો, પોતાના જ પરિણામના ગ્રહણ-ત્યાગ છે, પરદ્રવ્યના ગ્રહણ-ત્યાગ તો જરા પણ નથી.
આ રીતે આત્માને આહાર નહિ હોવાથી તેને દેહ જ નથી.”
અહો ! જ્ઞાન સ્વભાવી પ્રભુ આત્મા સ્પર્શ, રસ, ગંધ, વર્ણ વિનાની અરૂપીઅમૂર્તિક ચીજ છે, ને કર્મ-નોકર્મ તો રૂપી-મૂર્તિક છે. હવે અરૂપી એવો આત્મા રૂપી કર્મનોકર્મને ગ્રહ-છોડે એ સંભવિત નથી, કેમકે ભગવાન આત્મા પરના ગ્રહણ-ત્યાગથી રહિત-શૂન્ય છે. અહાહા....! પરને અડે નહિ તે પરને કેમ રહે-છોડે? માટે પરમાર્થે આત્માને પુગલમય આહાર નથી.
આ બહારના વેપારધંધા બધી પર ચીજ છે, તેને આત્મા પ્રહતો નથી કે છોડતો નથી. એ પરપદાર્થ તો એના જ્ઞાનનું ય-પરાય છે, વ્યવહારે હો નિશ્ચયે તો તત્સંબંધી જે જ્ઞાન પ્રગટ થયું તે તેનું જ્ઞય છે. અહા! નિજ જ્ઞાયકસ્વભાવને જ્ઞય કરનારું જ્ઞાન સમ્યજ્ઞાન છે, બાકી તો બધાં થોથાં છે.
જુઓ, આ બોટાદના એક મુમુક્ષુ ભાઈ મુંબઈમાં લાખોના ધંધા કરતા હતા ત્યાંથી નિવૃત્ત થઈ ગયા. નાની ઉંમરમાં નિવૃત્તિ લઈ સ્વાધ્યાય કરે છે. બહેનનું વચનામૃત પુસ્તક વાંચી તે એમ બોલ્યા- “અનુભવ પ્રગટ થવા માટે આ નિમિત્ત છે.” અરે ભાઈ !
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #241
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૪૦૫ થી ૪૦૭ : ૨૨૫ આ અવસરમાં આ જ (અનુભવ જ) કરવા જેવું છે. બાકી લગ્ન કરવાં-પરણવું એ તો દુર્ઘટના છે. લોકો “પ્રભુતામાં પગલાં માંડયાં' કહે છે ને! પણ બાપુ! એ તો નરી દુર્ઘટના છે. આ એને (બાયડીને) રાજી રાખવી, ને છોકરાને રાજી રાખવાં, ને રળવું-કમાવું ઈત્યાદિ અનેક પાપના આરંભ ત્યાંથી શરૂ થાય છે. શું કહીએ? પોતે પોતાને જ ભૂલી જાય એવડી મોટી એ ભૂલ છે, મણમાં આઠ પાંચશેરીની ભૂલ જેવી ભૂલ!
અહીં કહે છે- પરમાર્થ આત્માને પુદ્ગલનો-કર્મ-નોકર્મનો આહાર નથી. ખરેખર તો વૃત્તિ ઉઠે એય આત્માની ચીજ નથી, કેમકે તે એના સ્વરૂપમાં ક્યાં છે? એ તો વિભાવ છે, ઔપાધિક ભાવ છે. આત્માને કોઈ રાગવાળો માને એ આત્મઘાતી છે. હિંસક છે. હું જ્ઞાનાનંદસ્વભાવી ચૈતન્ય ચમત્કારમય અનંતગુણનો પિંડ પ્રભુ છું એમ અનુભવવાને બદલે હું રાગવાળો છું એમ અનુભવે એ તો આત્મઘાત છે. પોતાની હિંસા છે; કેમકે એમાં પોતાના સ્વરૂપનો અનાદર છે, તિરસ્કાર છે.
અહીં કહે છે- સ્વભાવરૂપ પરિણમે કે વિભાવરૂપ પરિણમે, આત્મા પરને ગ્રહતો નથી. છોડતો નથી. ચારિત્રદશાવંત મુનિને કદાચિત્ આહારની વૃત્તિ થાય તો તેથી કાંઈ આહારને ગ્રહી શકે છે, કર્મને ગ્રહી શકે છે, કે કર્મની નિર્જરા કરી શકે છે એમ નથી. અરે ! મુનિરાજ તો વૃત્તિ ઉઠ તેના કર્તા થતા નથી, માત્ર જ્ઞાતા-દષ્ટા રહે છે. વૃત્તિ થઈ તે અપેક્ષા કર્તા કહીએ, પણ વૃત્તિ કર્તવ્ય છે એમ માનતા નથી એ અપેક્ષાએ અકર્તા નામ જ્ઞાતા જ છે. અહીં આ સિદ્ધ કરવું છે કે-સ્વભાવરૂપ પરિણમો કે વિભાવરૂપ પરિણામો પોતાના જ પરિણામનાં ગ્રહણ-ત્યાગ છે, પરદ્રવ્યનાં ગ્રહણ-ત્યાગ તો જરા પણ નથી.
આ રીતે આત્માને આહાર નહિ હોવાથી તેને દેહ જ નથી.
આત્માને દેહ જ નહિ હોવાથી; પુગલમય દેહસ્વરૂપ લિંગ (વેષ, ભેખ, બાહ્ય ચિન્હ) મોક્ષનું કારણ નથી-એવા અર્થનું આગળની ગાથાઓની સૂચનારૂપ કાવ્ય હવે કહે છે:
* કળશ ૨૩૮ : શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * વં શુદ્ધરચ જ્ઞાનસ્ય વેદ: gવ જ વિયતે' આમ શુદ્ધ જ્ઞાનને દેહુ જ નથી; “તત: જ્ઞાતુ: વેદમયં મોક્ષ વેર ન' તેથી જ્ઞાતાને દેહમય લિંગ મોક્ષનું કારણ નથી.
શુદ્ધ જ્ઞાન અર્થાત્ ભગવાન આત્માને દેહુ જ નથી. દેહ નથી માટે દેહમય લિંગનગ્નદશાનો ભેખ મોક્ષનું કારણ નથી. દેહ છે એ તો બાહ્ય વસ્તુ છે, તે મોક્ષનું
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #242
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૬ : પ્રવચન રત્નાકર ભાગ-૧) કારણ કેમ હોય ? મુનિરાજને બહારમાં દેહની નગ્નદશા ને પંચમહાવ્રતાદિના વિકલ્પ હોય છે, પણ તે મોક્ષનું કારણ નથી.
અહાહા..! આત્મા સચ્ચિદાનંદ પ્રભુ અનંત શક્તિનું સંગ્રહસ્થાન છે. અહાહા...! અનંત શક્તિનો સાગર પ્રભુ આત્મા છે, આ અમાપ... અમાપ... અમાપ એવું અનંત પ્રદેશી આકાશ છે. તેના અનંત પ્રદેશોથી અનંતગુણા આત્માના ગુણ છે. અહાહા....! જેની એક સમયની પૂર્ણ જ્ઞાનની દશા-કેવળજ્ઞાનની દશા વિશ્વનાં છ દ્રવ્ય, તેના અનંતા ગુણ, તેની ત્રણ કાળની અનંતી પર્યાય- તે સર્વને યુગપતુ એક સમયમાં અડ્યા વિના જ જાણી લે એવો બેહદ જ્ઞાનસ્વભાવી પ્રભુ આત્મા છે. આ શાસ્ત્રજ્ઞાન હોય તે જ્ઞાન એમ નહિ. ખરેખર તો દ્રવ્યસ્વભાવને સ્પર્શીને એટલે તેની સન્મુખ થઈને પ્રગટ થાય તે જ્ઞાન જ્ઞાન છે, અહાહા...! આવા અચિજ્ય બેહદ જ્ઞાનાનંદસ્વભાવી પ્રભુ આત્માને, કહે છે, દેહ જ નથી.
હા, પણ આત્માને દેહ જ નથી એ તો એકાન્ત થઈ ગયું?
થઈ ગયું તો થઈ ગયું. એ સમ્યક એકાન્ત છે, કેમકે આત્માને દેહ છે જ નહિ. દેહ આત્માની ચીજ છે જ નહિ.
દેહની સમય સમયની અવસ્થા થાય તે જડની જડમાં થાય છે; તે અવસ્થા આત્માની નહિ, આત્મામાં નહિ, આત્માથી પણ નહિ. દેહની અવસ્થામાં આત્મા નહિ, ને આત્માની અવસ્થામાં દેહની અવસ્થા નહિ, તેથી, કહે છે, જ્ઞાતાને-ભગવાન આત્માને દેહમય લિંગ મોક્ષનું કારણ નથી. અહાહા..! આત્મા અને જાણે અને અનંતા પરદ્રવ્યોને જાણે એવો સ્વપરપ્રકાશક જ્ઞાતા પ્રભુ છે. પરંતુ જેને અંદરમાં સ્વસ્વરૂપનું જ્ઞાન થયું નથી તેને દેહાદિ પરનું યથાર્થજ્ઞાન નથી. જેને નિજસ્વરૂપગ્રાહી જ્ઞાન અંદર પ્રગટ થાય
થાય તેને જ સ્વપરપ્રકાશક યથાર્થ જ્ઞાન હોય છે. તે યથાર્થ જાણે છે કે દેહમય લિંગ મોક્ષનું કારણ નથી.
આત્મા જ્ઞાતા-દષ્ટા પ્રભુ છે. તેનું જેને અંદરમાં ભાન થયું તેને નિજસ્વરૂપગ્રાહીજ્ઞાન પ્રગટ થયું છે. તેને દેહાદિ પર પદાર્થોનું પણ સત્યાર્થ જ્ઞાન થયું છે. અહાહા...! સ્વરૂપની અંતર્દષ્ટિ અને સ્વાનુભવની દશા જેને પ્રગટ થઈ તેને દેહુમય લિંગ મોક્ષનું કારણ નથી એવું સાચું જ્ઞાન થાય છે. ઓહો ! મુનિરાજને બહારમાં દ્રવ્યલિંગ હોતું નથી એમ નહિ હોય છે અવશ્ય; પણ તે મોક્ષનું કારણ નથી એવું સત્યાર્થ જ્ઞાન તેને હોય છે. ભાઈ ! વ્રતાદિના વિકલ્પ એ પણ દેહમય લિંગ જ છે, અને મુનિરાજ ભાવલિંગી સંત તેને મોક્ષનું કારણ જાણતા નથી, માનતા નથી. લોકમાં તો એવું માને કે ભગવાનની ભક્તિ કરતાં કરતાં, ગુરુની ભક્તિ કરતાં
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #243
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૪૦૫ થી૪૦૭ : ર૨૭ કરતાં કલ્યાણ થઈ જાય. બાપુ! એ તો મિથ્યાત્વનું મોટું શલ્ય છે. તેને અહીં તો એમ કહેવું છે કે જીવ પોતાના સ્વરૂપને જાણે ત્યારે તેને દેહાદિ પદાર્થોનું ને રાગનું સાચું જ્ઞાન થાય છે. અહાહા...! જે સત્તામાં જાણવાનું કાર્ય થાય છે તેને જે જાણે તેને જ પરનું યથાર્થ જ્ઞાન થાય છે, અને તેને વ્યવહાર કહેવામાં આવે છે. તે જ્ઞાની પુરુષો દેહમય લિંગનેદ્રવ્યલિંગને મોક્ષનું કારણ જાણતા નથી; બાહ્ય લિંગ વડે પોતાનું કલ્યાણ થશે એમ માનતા નથી. લ્યો આવી વાત!
[પ્રવચન નં. ૪૯૬-૪૯૭ * દિનાંક ૧૮-૧૧-૭૭ થી ૧૯-૧૧-૭૭]
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #244
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
था ४०८-४०८
पासंडीलिंगाणि व गिहिलिंगाणि व बहुप्पयाराणि। घेत्तुं वदंति मूढा लिंगमिणं मोक्खमग्गो त्ति।। ४०८।। ण दु होदि मोक्खमग्गो लिंगं जं देहणिम्ममा अरिहा। लिंगं मुइत्तु दंसणणाणचरित्ताणि सेवंति।।४०९।।
पाषण्डिलिङ्गानि वा गृहिलिङ्गानि वा बहुप्रकाराणि। गृहीत्वा वदन्ति मूढा लिङ्गमिदं मोक्षमार्ग इति।। ४०८।। न तु भवति मोक्षमार्गो लिङ्गं यद्देहनिर्ममा अर्हन्तः।
लिङ्ग मुक्त्वा दर्शनशानचारित्राणि सेवन्ते।। ४०९।। હવે આ અર્થને ગાથામાં કહે છે:
બહુવિધનાં મુનિલિંગને અથવા ગૃહસ્થીલિંગને, ગ્રહીને કહે છે મૂઢજન “આ લિંગ મુક્તિમાર્ગ છે.' ૪૦૮, પણ લિંગ મુક્તિમાર્ગ નહિ, અહંત નિર્મમ દેહમાં,
બસ લિંગ છોડી જ્ઞાન ને ચારિત્ર, દર્શન સેવતા. ૪૦૯. Auथार्थ:- [बहुप्रकाराणि] मडु प्रा२न [पाषण्डिलिङ्गानि वा] मुनिलिंगोने [गृहिलिङ्गानि वा] अथवा हसिंगोने [गृहीत्वा] अहए। रीने [मूढाः] भूट (२मशनी) ४नो [ वदन्ति ] मेम. छे छे [इदं लिङ्गम् ] ॥ (माय) लिंग [ मोक्षमार्गः इति ] मोक्षमार्ग छे'.
[तु] परंतु [ लिङ्गम् ] सिंग [ मोक्षमार्गः न भवति ] मोक्षमार्ग नथी; [ यत् ] 5॥२९॥ ॐ [अर्हन्तः] सईतयो [ देहनिर्ममाः] हे प्रत्ये निर्मम पर्तता था [ लिङ्गम् मुक्त्वा] लिंगने छोरीने [ दर्शनज्ञानचारित्राणि सेवन्ते] शन-शान-यात्रिने ४ सेपे छे.
ટીકા:- કેટલાક લોકો અજ્ઞાનથી દ્રવ્યલિંગને મોક્ષમાર્ગ માનતા થકા મોહથી દ્રવ્યલિંગને જ ગ્રહણ કરે છે, તે (-દ્રવ્યલિંગને મોક્ષમાર્ગ માનીને ગ્રહણ કરવું તે) અનુપપન્ન અર્થાત્ અયુક્ત છે; કારણ કે બધાય ભગવાન અતદેવોને, શુદ્ધજ્ઞાનમયપણું
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #245
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૪૦૮-૪૦૯ : ૨૨૯
હોવાને લીધે દ્રવ્યલિંગને આશ્રયભૂત શરીરના મમકારનો ત્યાગ હોવાથી શરીરાશ્રિત દ્રવ્યલિંગના ત્યાગ વડે દર્શનજ્ઞાનચારિત્રની મોક્ષમાર્ગપણે ઉપાસના જોવામાં આવે છે (અર્થાત્ તેઓ શરીરાશ્રિત દ્રવ્યલિંગનો ત્યાગ કરીને દર્શનજ્ઞાનચારિત્રને મોક્ષમાર્ગ તરીકે સેવતા જોવામાં આવે છે).
ભાવાર્થ:- જો દેહમય દ્રવ્યલિંગ મોક્ષનું કારણ હોત તો અદ્વૈતદેવ વગેરે દેહનું મમત્વ છોડી દર્શનજ્ઞાનચારિત્રને શા માટે સેવત? દ્રવ્યલિંગથી જ મોક્ષને પામત! માટે એ નક્કી થયું કે-દેહમય લિંગ મોક્ષમાર્ગ નથી, ૫૨માર્થે દર્શનજ્ઞાન-ચારિત્રરૂપ આત્મા જ મોક્ષનો માર્ગ છે.
*
*
હવે આ અર્થને ગાથામાં કહે છે:
*
સમયસાર ગાથા ૪૦૮-૪૦૯ : મથાળું
* ગાથા ૪૦૮-૪૦૯ : ટીકા ઉ૫૨નું પ્રવચન *
‘ કેટલાક લોકો અજ્ઞાનથી દ્રવ્યલિંગને મોક્ષમાર્ગ માનતા થકા મોહથી દ્રવ્યલિંગને જ ગ્રહણ કરે છે. તે (–દ્રવ્યલિંગને મોક્ષમાર્ગ માનીને ગ્રહણ કરવું તે) અનુપપન્ન અર્થાત્ અયુક્ત છે; કારણ કે...’
જુઓ, નગ્નદશા અને પંચમહાવ્રતના પરિણામ એ દ્રવ્યલિંગ છે. અજ્ઞાનથી જીવ તેને મોક્ષમાર્ગ માનીને મોહથી દ્રવ્યલિંગને જ ગ્રહણ કરે છે. ગ્રહણ કરે છે એમ કહ્યું ને? તો દ્રવ્યલિંગને ગ્રહણ કરી શકે છે એમ સિદ્ધ નથી કરવું. તો કેમ કહ્યું? નગ્નદશાને જીવ ગ્રહણ કરી શકતો નથી, પણ અજ્ઞાની ગ્રહણ કરવાનું માને છે એ અપેક્ષાએ નામમાત્ર કહ્યું છે. (પરને ) ગ્રહે છે ને છોડે છે એમ કહીએ એ તો વ્યવહારથી વાત છે. સમજાવવું છે ને? તો બીજી શી રીતે કહે? એ તો ગાથા ૩૪ની ટીકામાં ન આવ્યું કે રાગના ત્યાગનું કર્તાપણું આત્માને નામમાત્ર છે? પરમાર્થે રાગનો કર્તા આત્મા નથી, રાગના ત્યાગનો પણ કર્તા આત્મા નથી. રાગનો ત્યાગ કરવો એ વાસ્તવમાં આત્મામાં લાગુ જ પડતું નથી, ભાઈ! જ્યાં જે નયવિવક્ષા હોય તે યથાર્થ સમજવી જોઈએ. અહીં કહે છેદ્રવ્યલિંગને મોક્ષમાર્ગ માનીને તેને ગ્રહણ કરવું તે અયુક્ત છે. કેમ અયુક્ત છે? તો કહે છે
" કારણ કે બધાય ભગવાન અદ્વૈતદેવોને, શુદ્ધ જ્ઞાનમયપણું હોવાને લીધે દ્રવ્યલિંગને આશ્રયભૂત શરીરના મમકારનો ત્યાગ હોવાથી, શરીરાશ્રિત દ્રવ્યલિંગના ત્યાગ વડે દર્શનજ્ઞાનચારિત્રની મોક્ષમાર્ગપણે ઉપાસના જોવામાં આવે છે. ( અર્થાત્ તેઓ
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
Page #246
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૨૩) : પ્રવચન રત્નાકર ભાગ-૧) શરીરાશ્રિત દ્રવ્યલિંગનો ત્યાગ કરીને દર્શનજ્ઞાનચારિત્રને મોક્ષમાર્ગ તરીકે સેવતા જોવામાં આવે છે).'
જોયું? શું કહ્યું? કે બધાય ભગવાન અતદેવોને શુદ્ધજ્ઞાનમયપણું છે. અહાહા...! ભગવાન આત્મા તો સદા શુદ્ધજ્ઞાનમય જ્ઞાતાદ્રષ્ટા પ્રભુ છે. તેના આશ્રયે ઉત્પન્ન આત્માની નિર્મળ દર્શન-જ્ઞાન-ચારિત્રમય પરિણતિ તે મોક્ષમાર્ગ છે. અહીં કહે છે બધાય ભગવાન અતદેવોને દ્રવ્યલિંગને આશ્રયભૂત શરીરના મમકારનો ત્યાગ છે અને તેથી શરીરાશ્રિત દ્રવ્યલિંગના ત્યાગ વડ તેઓને શુદ્ધ દર્શન-જ્ઞાન-ચારિત્રની મોક્ષમાર્ગપણે ઉપાસના જોવામાં આવે છે. જુઓ, શરીરની ક્રિયા અને રાગની ક્રિયાનો ત્યાગ–અભાવ કરી દર્શનશાનચારિત્રની ઉપાસના કરવી તે જિનમાર્ગ છે, મોક્ષમાર્ગ છે. બધાય ભગવાન અહંતદેવોએ આ મોક્ષમાર્ગની ઉપાસના કરી મોક્ષપદ પ્રાપ્ત કર્યું છે. ભાઈ ! દ્રવ્યલિંગ હો, પણ તે મોક્ષમાર્ગરૂપ નથી, આકરી વાત બાપા ! કાયરનાં કાળજાં કંપે એવી વાત છે, પણ આ સત્ય વાત છે. અરે ! લોકોએ બહારની તપસ્યા અને બાહ્ય ત્યાગમાં (દ્રવ્યલિંગમાં) ધર્મ માન્યો છે, પણ ભાઈ ! તે માર્ગ નથી, જિનમાર્ગ નથી. સ્વસ્વરૂપમાં ઉગ્ર રમણતા કરવી તેનું નામ ચારિત્ર ને તે ધર્મ ને તે તપ છે. ભગવાને આવી તપશ્ચર્યા કરી મોક્ષની સાધના કરી છે. સમજાણું કાંઈ...!
અહીં દર્શન-જ્ઞાન-ચારિત્રની ઉપાસના કરવી કહી તે નિર્મળ રત્નત્રયના પરિણામને પ્રાપ્ત કરવાની અપેક્ષાએ વાત છે, બાકી સેવના-ઉપાસના તો ત્રિકાળી શુદ્ધજ્ઞાનમય દ્રવ્યની કરવાની છે. ત્રિકાળી શુદ્ધ નિજ જ્ઞાયકસ્વરૂપની દષ્ટિપૂર્વક તેમાં જ રમણતા કરવાથી નિર્મળ દર્શન-જ્ઞાન-ચારિત્રની વીતરાગી દશા પ્રગટ થાય છે અને તેને રત્નત્રયની સેવના-ઉપાસના કહે છે, કાંઈ પર્યાયની દૃષ્ટિ અને ઉપાસના કરવાં છે એમ અર્થ નથી. પર્યાયને સેવતા જોવામાં આવે છે એમ કેમ કહ્યું? કે નગ્નદશા અને રાગની સેવાનો અભાવ છે તો નિર્મળ રત્નત્રયને સેવે છે એમ કહ્યું; બાકી સેવના તો ત્રિકાળી દ્રવ્યની જ છે; ધ્યાનનું ધ્યેય તો શુદ્ધ જ્ઞાયક જ છે. દર્શન-જ્ઞાન-ચારિત્રની દશા તે ધ્યાનની પર્યાય છે, ને ધ્યાનનું ધ્યેય ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય છે. ધ્યાનની પર્યાયનું દ્રવ્ય જ ધ્યેય હોવાથી, રાગ ધ્યેય નહિ હોવાથી, ધ્યાનની પર્યાયને સેવે છે એમ અહીં કહ્યું છે.
ખરેખર તો નગ્નતા અને રાગના ત્યાગનું કર્તાપણું પણ એને નથી, એને તો સ્વસ્વરૂપનાં દષ્ટિ-રમણતા છે. સ્વસ્વરૂપમાં દષ્ટિ-રમણતા કરતાં શુદ્ધ દર્શન-જ્ઞાનચારિત્રની પર્યાય પ્રગટ થાય છે, તેને તે સેવે છે એમ અહીં કહ્યું છે, અને ત્યારે દ્રવ્યલિંગનો ત્યાગ તો સહજ જ છે. આ વાતને “તેઓ શરીરાશ્રિત દ્રવ્યલિંગનો ત્યાગ કરીને દર્શનજ્ઞાનચારિત્રને મોક્ષમાર્ગ તરીકે સેવતા જોવામાં આવે છે' – આ શબ્દોમાં કહી છે. સમજાણું કાંઈ.....?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #247
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૪૦૮-૪૦૯ : ૨૩૧ * ગાથા ૪૦૮-૪૦૯: ભાવાર્થ ઉપરનું પ્રવચન * જો દેહમય દ્રવ્યલિંગ મોક્ષનું કારણ હોત તો અહંતદેવ વગેરે દેહનું મમત્વ છોડી દર્શનશાનચારિત્રને શા માટે સેવત ? દ્રવ્યલિંગથી જ મોક્ષને પામત! માટે એ નક્કી થયું કે-દેહમય લિંગ મોક્ષમાર્ગ નથી, પરમાર્થ દર્શનશાનચારિત્રરૂપ આત્મા જ મોક્ષનો માર્ગ છે.'
શું કીધું? આ શરીરની નગ્નદશા, પાંચ મહાવ્રત અને અઠાવીસ મૂલગુણને ધારણ કરવું-એવું જે દ્રવ્યલિંગ તે જ મોક્ષનું કારણ હોત તો અહંત ભગવંતો અને મુનિવરો દેહ અને શુભરાગનું મમત્વ છોડી દર્શન-જ્ઞાન-ચારિત્રને શા માટે સેવત ? જો દ્રવ્યલિંગથી મુક્તિ થતી હોત તો તેઓ દર્શન-જ્ઞાન-ચારિત્રને કેમ સેવત? આ અઠ્ઠાવીસ મૂલગુણનો બાહ્ય વ્યવહાર તે વાસ્તવિક મુનિપણું નથી ભાઈ ! એ તો ભાવલિંગી સંત-મુનિવરને સહુચરપણે હોય છે, નિમિત્તપણે હોય છે તેથી તેને દ્રવ્યલિંગ કહ્યું છે. અહાહા..! દ્રવ્યલિંગ નથી એમ પણ નહિ, ને દ્રવ્યલિંગ સત્યાર્થ મોક્ષમાર્ગ છે એમ પણ નહિ. ભાઈ ! મારગ જેમ છે તેમ યથાર્થ જાણવો જોઈએ. બાકી વસ્ત્રાદિ રાખે એ તો ભાવલિંગેય નહિ ને દ્રવ્યલિંગેય નહિ, એ તો કુલિંગ છે. છ૯ઢાલામાં આવે છે ને કે
ધારે કુલિંગ લહી મહતભાવ, તે કુગુરુ જન્મજલ ઉપલનાવ.” આવી વાત છે. પ્રશ્ન- પણ અમે તો બાપદાદા કરતા'તા એમ કરીએ.
ઉત્તર:- એમ ન હોય ભાઈ ! અહીં મોક્ષમાર્ગમાં બાપદાદાનું (કુલપદ્ધતિનું) શું કામ છે? બાપદાદા માને તેમ માનવું ને કરવું તે માર્ગ નથી. જેને અંતરમાં નિર્મળ દર્શનજ્ઞાન-ચારિત્રમય ભાવલિંગ પ્રગટે તેને બહારમાં અઠ્ઠાવીસ મૂલગુણના વિકલ્પરૂપ દ્રવ્યલિંગ હોય છે, પરંતુ એ તો બધો રાગ છે ભાઈ! મુનિરાજ તો એને છેદીને પરમ મુક્તિપદને પામે છે. મારગ બહુ ઝીણો છે ભાઈ !
' અરે! એણે નિજ શુદ્ધ ચૈતન્યની ભાવના ભાવીને કદી સમ્યગ્દર્શન પ્રગટ કર્યું નથી ! ભજનમાં આવે છે ને કે
શુદ્ધ બુદ્ધ સુખકંદ મનોહર, ચેતનભાવ ન ભાય-હુમ તો કબહૂ ન નિજઘર આયે” અરે ! એ કદી નિજઘરમાં-ચૈતન્યઘરમાં પ્રવેશ્યો નથી! શાસ્ત્રનું ભણતર કરે ને કંઈક શાસ્ત્ર-જ્ઞાન થાય ત્યાં માને કે મને જ્ઞાન પ્રગટ થયું છે. પણ એ તો શબ્દજ્ઞાન-શબ્દશ્રુત બાપા ! એ ક્યાં આત્મજ્ઞાન છે. વીતરાગ પરમેશ્વરની વાણી જે જિનવાણી તેના નિમિત્તથી ઉપજેલું જ્ઞાન એ શબ્દકૃત છે. એને શબ્દનો આશ્રય છે ને? શબ્દના આશ્રયે જ્ઞાન થાય તેને શબ્દશ્રુત કહ્યું છે. આ તો વીતરાગની વાણીની વાત હોં; બાકી શ્વેતાંબરાદિનાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #248
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩ર : પ્રવચન રત્નાકર ભાગ-૧) શાસ્ત્ર તો કલ્પિત છે, એ તો કુશ્રુત છે. આ તો ભગવાન જિનેશ્વરદેવનાં કહેલાં શાસ્ત્રોનું જ્ઞાન થાય તે શબ્દદ્ભુત છે; દ્રવ્યશ્રત છે, એ સમ્યજ્ઞાન-આત્મજ્ઞાન નહિ. (જુઓ ગાથા ૨૭૬-૨૭૭) અહાહા..! જિનશાસ્ત્રોનું ભણતર તે જ્ઞાન, નવ તત્ત્વનું ભેદરૂપ શ્રદ્ધાન તે દર્શન અને ઇ જીવનિકાયની દયા પાળવાનો ભાવ તે ચારિત્ર-એ બધો વ્યવહાર દ્રવ્યલિંગ છે અને તે દ્રવ્યલિંગ, અહીં કહે છે, મોક્ષનું કારણ નથી.
અહાહા..કહે છે- દ્રવ્યલિંગ જ મોક્ષનું કારણ હોત તો મુનિવરો તેનો ત્યાગ શા માટે કરત? તેનું મમત્વ છોડી દર્શન-જ્ઞાન-ચારિત્રને શા માટે સેવત? દ્રવ્યલિંગથી જ મોક્ષને પામત! પણ એમ નથી ભાઈ ! માટે એ નક્કી થયું કે દેહમય લિંગ મોક્ષમાર્ગ નથી; પરમાર્થ દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ આત્મા જ મોક્ષનો માર્ગ છે.
અહાહા..! અતીન્દ્રિય આનંદની પ્રાપ્તિ-પૂરણ આનંદની પ્રાપ્તિ થવી તે મોક્ષ છે. નાસ્તિથી કહીએ તો દુઃખનો સર્વથા અભાવ થવો, સર્વથા દુઃખથી મૂકાવું તે મોક્ષ છે. રાગનો અંશ પણ આત્માની શાન્તિને-આનંદને રોકનારો છે. તેથી મુનિવરો દેહ ને રાગનું મમત્વ છોડી એક દર્શન-જ્ઞાન-ચારિત્રને જ સેવે છે. અહીં દર્શન-જ્ઞાન-ચારિત્રને સેવે છે કહ્યું તે પર્યાયથી-વ્યવહારથી વાત છે. નિશ્ચય દર્શન-જ્ઞાન-ચારિત્ર એ ત્રણ પર્યાય-ભેદ છે, પણ નિશ્ચયે એ ત્રણ એક આત્મા જ છે; તેથી એક આત્માનું જ સેવન છે. આ વાત અગાઉ ગાથા ૧૬માં આવી ગઈ છે. ત્યાં કળશ ૧૯ના ભાવાર્થમાં સ્પષ્ટ કર્યું છે કે વ્યવહારી લોકો પર્યાયમાં-ભેદમાં સમજે છે તેથી અહીં જ્ઞાન, દર્શન, ચારિત્રના ભેદથી સમજાવ્યું છે.”
સ્વસ્વરૂપના આશ્રયે ઉત્પન્ન થયેલ નિર્મળ દર્શન-જ્ઞાન-ચારિત્ર એ ત્રણે પર્યાય છે અને તે વ્યવહાર છે. નવતત્ત્વની ભેદરૂપ શ્રદ્ધા, શબ્દશ્રુતનું જ્ઞાન અને પંચમહાવ્રતનું પાલન એ તો અસભૂત વ્યવહાર છે, નિર્મળ રત્નત્રય સદભૂત વ્યવહાર છે અને તેને આશ્રયભૂત ભગવાન આત્મા શુદ્ધ એક ક્ષાયક પ્રભુ તે નિશ્ચય છે. દર્શન-જ્ઞાન-ચારિત્રની સેવના કહીએ તે વ્યવહાર છે; નિશ્ચયે તો એક આત્માની જ સેવના છે. બહુ ઝીણું ભાઈ !
પરમાર્થ દર્શન-જ્ઞાન-ચારિત્રમય આત્મા જ મોક્ષનો માર્ગ છે. અહાહા..ભેદને છોડીને જેનો અપરંપાર મહિમા છે એવા ચૈતન્યચિંતામણિ પ્રભુ આત્માને આશ્રયે પ્રગટ નિર્મળ રત્નત્રય એ જ સત્યાર્થ મોક્ષમાર્ગ છે, બાહ્ય દ્રવ્યલિંગ મોક્ષમાર્ગ નથી.
[ પ્રવચન નં ૪૯૭-૪૯૮ * દિનાંકઃ ૧૯-૧૧-૭૭, ૨૦-૧૧-૭૭]
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #249
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૪૧૦
अथैतदेव साधयतिण वि एस मोक्खमग्गो पासंडीगिहिमयाणि लिंगाणि। दंसणणाणचरित्ताणि मोक्खमग्गं जिणा बेति।।४१०।।
नाप्येष मोक्षमार्ग: पाषण्डिगृहिमयानि लिङ्गानि।
दर्शनज्ञानचारित्राणि मोक्षमार्ग जिना ब्रुवन्ति।। ४१०।। હવે એ જ સિદ્ધ કરે છે ( અર્થાત્ દ્રવ્યલિંગો મોક્ષમાર્ગ નથી, દર્શન-જ્ઞાન-ચારિત્ર જ મોક્ષમાર્ગ છે-એમ સિદ્ધ કરે છે) :
મુનિલિંગ ને ગૃહીલિંગ- એ લિંગો ન મુક્તિમાર્ગ છે; ચારિત્ર-દર્શન-જ્ઞાનને બસ મોક્ષમાર્ગ જિનો કહે. ૪૧૦.
ગાથાર્થઃ- [પાષfoeગૃદિમાન નિઝાનિ] મુનિનાં અને ગૃહસ્થનાં લિંગો [g:] એ [ મોક્ષમા: ન મu] મોક્ષમાર્ગ નથી; [વર્ણનજ્ઞાનવારિત્રાળિ] દર્શન-જ્ઞાન-ચારિત્રને [ નિના:] જિનદેવો [ મોક્ષમા ઘુવન્તિ ] મોક્ષમાર્ગ કહે છે.
ટીકાઃ- દ્રલિંગ ખરેખર મોક્ષમાર્ગ નથી, કારણ કે તે (દ્રવ્યલિંગ) શરીરાશ્રિત હોવાથી પરદ્રવ્ય છે. દર્શન-જ્ઞાન-ચારિત્ર જ મોક્ષમાર્ગ છે, કારણ કે તેઓ આત્માશ્રિત હોવાથી સ્વદ્રવ્ય છે.
ભાવાર્થ- મોક્ષ છે તે સર્વ કર્મના અભાવરૂપ આત્મપરિણામ (–આત્માના પરિણામ ) છે, માટે તેનું કારણ પણ આત્માના પરિણામ જ હોવું જોઈએ. દર્શન-જ્ઞાનચારિત્ર આત્માના પરિણામ છે; માટે નિશ્ચયથી તે જ મોક્ષનો માર્ગ છે.
લિંગ છે તે દેહમય છે; દેહ છે તે પુદ્ગલદ્રવ્યમય છે. માટે આત્માને દેહ મોક્ષનો માર્ગ નથી. પરમાર્થે અન્ય દ્રવ્યને અન્ય દ્રવ્ય કાંઈ કરતું નથી એ નિયમ છે.
(અર્થાત જો દ્રલિંગ મોક્ષમાર્ગ નથી અને દર્શનજ્ઞાનચારિત્ર જ મોક્ષમાર્ગ છે) તો આમ (નીચે પ્રમાણે) કરવું-એમ હવે ઉપદેશ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #250
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૩૪ : પ્રવચન રત્નાકર ભાગ-૧)
* સમયસાર ગાથા ૪૧૦ : મથાળું * હવે એ જ સિદ્ધ કરે છે. અર્થાત દ્રવ્યલિંગો મોક્ષમાર્ગ નથી, દર્શન-જ્ઞાન-ચારિત્ર જ મોક્ષમાર્ગ છે- એમ સિદ્ધ કરે છે –
* ગાથા ૪૧૦ : ટીકા ઉપરનું પ્રવચન * દ્રવ્યલિંગ ખરેખર મોક્ષમાર્ગ નથી, કારણ કે તે (-દ્રવ્યલિંગ) શરીરાશ્રિત હોવાથી પદ્રવ્ય છે. દર્શન-જ્ઞાન-ચારિત્ર જ મોક્ષમાર્ગ છે, કારણ કે તેઓ આત્માશ્રિત હોવાથી સ્વદ્રવ્ય છે.”
જુઓ, શ્રી કુંદકુંદાચાર્યદવ-સંત-મહંત-મહામુનિવર જિન ભગવંતોની સાખ દઈને આ કહે છે કે- દ્રવ્યલિંગ ખરેખર મોક્ષમાર્ગ નથી. કેમ? કેમકે તે શરીરાશ્રિત છે; પરાશ્રિત છે અને તેથી પરદ્રવ્ય છે. અહાહા...! રાગ-મંદકષાય થાય તે પણ શરીરાશ્રિત-કર્મઆશ્રિત ભાવ છે, માટે તે પરદ્રવ્ય છે. ભાઈ! આ શાસ્ત્રનું પરસત્તાવલંબી જ્ઞાન છે તે પદ્રવ્ય છે, બંધનું કારણ છે; તે કાંઈ આત્માશ્રિત પરિણામ નથી.
અહાહા....! ભગવાન આત્મા નિર્મળાનંદ જ્ઞાનાનંદ પ્રભુ અનંતગુણોનો ઢગ-ઢગલો છે. અહાહા..! એકલું જ્ઞાન અને આનંદનું દળ પ્રભુ આત્મા છે. અહીં કહે છે- દ્રવ્યલિંગ છે તે આત્માશ્રિત નથી, શરીરાશ્રિત છે અને તેથી પરદ્રવ્ય છે. આ વ્યવહારનો રાગવૃત્તિ જે ઉઠ છે તે પરાશ્રિત હોવાથી પરદ્રવ્ય છે.
તો અમે આ સાંભળીએ છીએ તે શું છે?
અહા ! શાસ્ત્ર સાંભળવાના જે પરિણામ છે તે પરાશ્રિત પરિણામ છે અને તેથી પદ્રવ્ય છે. વળી સાંભળીને જે શબ્દજ્ઞાન થાય તે છે તો જ્ઞાનની પર્યાય, તે શબ્દજનિત નથી છતાં શબ્દાશ્રિત જ છે તેથી પરદ્રવ્ય છે; તે આત્માનું વાસ્તવિક જ્ઞાન નથી. બહુ ઝીણી વાત! ભાઈ ! પંચમહાવ્રતના પરિણામ એ પરાશ્રિત ભાવ છે અને તેથી પરદ્રવ્ય છે. અહા ! પૂર્ણાનંદનો નાથ પ્રભુ પોતે છે તેનો જેને આશ્રય નથી તે સઘળા જ્ઞાન શ્રદ્ધાન ને આચરણના પરિણામ પરાશ્રિત હોવાથી પરદ્રવ્ય છે. ભાઈ ! આ બધું શબ્દશ્રુત જ્ઞાન, નવતત્ત્વનું ભેદરૂપ શ્રદ્ધાન, અને પંચમહાવ્રતના પરિણામ-એ સર્વ પરાશ્રિત ભાવ છે અને તેથી પરદ્રવ્ય છે. કેમકે તેમાં શુદ્ધ ચૈતન્યનો આશ્રય નથી. સમજાણું કાંઈ...? હવે આવી વાત આકરી પડે, કેમકે કદી સાંભળી નથી ને! પણ શું થાય?
હા, પણ નિયમસારમાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર- જે સ્વદ્રવ્યના આશ્રયે થયેલા નિર્મળ રત્નત્રયના પરિણામ-તેને પણ પરદ્રવ્ય કહ્યું છે. તે કેવી રીતે છે?
હા, ત્યાં સ્વ-આશ્રિત નિર્મળ રત્નત્રયની પર્યાયને પણ પરદ્રવ્ય કહ્યું છે. ત્યાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #251
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૪૧૦ : ર૩પ આશય એમ છે કે જેમ પરદ્રવ્યના આશ્રયે પોતાની નવી નિર્મળ મોક્ષમાર્ગની પર્યાય પ્રગટતી નથી તેમ મોક્ષમાર્ગની નિર્મળ પર્યાયના આશ્રયે પણ પોતાની નવી નિર્મળ મોક્ષમાર્ગની પર્યાય પ્રગટતી નથી. એક શુદ્ધ ચૈતન્યસત્તામય સ્વદ્રવ્યના આશ્રયે જ નવી નિર્મળ-નિર્મળ પર્યાય પ્રગટે છે. તેથી ત્યાં નિર્મળ રત્નત્રયની પર્યાયને પણ પરદ્રવ્ય કહી છે. (ત્યાં તો પર્યાયનો-નિર્મળ પર્યાયનો પણ -આશ્રય છોડાવી સ્વદ્રવ્યનો જ આશ્રય કરાવવાનું પ્રયોજન છે.) સમજાણું કાંઈ..?
અહીં જે શુભરાગનો વિકલ્પ છે તેને પરદ્રવ્ય કહ્યું છે, કેમકે તે પરાશ્રિત ભાવ છે. નવતત્ત્વના ભેદનું શ્રદ્ધાન, ભેદનું જ્ઞાન ને રાગનું આચરણ–વેદન એ બધા પરાશ્રિત ભાવ હોવાથી પરદ્રવ્ય છે, માટે તે ખરેખર મોક્ષમાર્ગ નથી, એક નિર્મળ દર્શન-જ્ઞાન-ચારિત્ર જ મોક્ષમાર્ગ છે, કારણ કે તે સ્વ-આશ્રિત હોવાથી સ્વદ્રવ્ય છે.
અહાહા....! આત્મા પોતે પૂર્ણાનંદનો નાથ પ્રભુ ભગવાન નામ જ્ઞાન-આનંદની લક્ષ્મીનો ભંડાર છે. પર્યાય, રાગ ને નિમિત્તથી હુઠી, તેની સન્મુખ થવાથી શુદ્ધ દર્શનજ્ઞાન-ચારિત્રની પર્યાય પ્રગટ થાય છે, તે મોક્ષમાર્ગ છે. દર્શન-જ્ઞાન-ચારિત્ર જ મોક્ષમાર્ગ છે એમ “જ' કહીને એકાન્ત કર્યું છે. આ સમ્યક એકાન્ત છે અને તે બીજી કોઈ (વ્યવહાર, રાગ) મોક્ષમાર્ગ નથી એમ સિદ્ધ કરે છે. નિશ્ચય મોક્ષમાર્ગ આત્માશ્રિત છે માટે તે સ્વદ્રવ્ય છે. અહાહા...! નિર્વિકલ્પ નિરાકુળ આનંદની દશાનો અનુભવ તે સ્વદ્રવ્યાશ્રિત હોવાથી સ્વદ્રવ્ય છે. અહીં આત્માના આશ્રયે પ્રગટ થયેલો મોક્ષમાર્ગ તે આત્મા-સ્વદ્રવ્ય છે, અને શરીરાશ્રિત-પાશ્રિત જે ભાવ તે પરદ્રવ્ય છે, આત્મા નથી એમ વાત છે. સમજાણું કાંઈ.?
* ગાથા ૪૧૦: ભાવાર્થ ઉપરનું પ્રવચન * મોક્ષ છે તે સર્વ કર્મના અભાવરૂપ આત્મપરિણામ (–આત્માના પરિણામ) છે, માટે તેનું કારણ પણ આત્માના જ પરિણામ હોવું જોઈએ. દર્શન-જ્ઞાન-ચારિત્ર આત્માના પરિણામ છે, માટે નિશ્ચયથી તે જ મોક્ષનો માર્ગ છે.'
જુઓ, આ ભાવાર્થ ૫. શ્રી જયચંદજીએ લખેલો છે. તેઓ શું કહે છે? કે મોક્ષ છે તે સર્વકર્મના અભાવરૂપ આત્મપરિણામ છે. એક તો મોક્ષ છે તે આત્મપરિણામ છે અને તે સર્વકર્મના અભાવરૂપ આત્મ-પરિણામ છે. અહાહા...! મોક્ષ અર્થાત્ સિદ્ધપદ એટલે શું? આત્માની પૂર્ણ પવિત્ર, પૂર્ણ વીતરાગ, પૂર્ણ આનંદમય દશાનું નામ મોક્ષ છે. દુઃખથી મૂકાવું ને પૂર્ણ પવિત્ર વીતરાગ પરિણામનું પ્રગટ થવું એનું નામ મોક્ષ છે. ભાવકર્મ, દ્રવ્યકર્મ અને નોકર્મના અભાવરૂપ પરિણામનું નામ મોક્ષ છે, તે આત્મ-પરિણામ છે. માટે, કહે છે, તેનું કારણ પણ આત્માના પરિણામ જ હોવું જોઈએ. જુઓ, આ ન્યાય કહે છે. એમ કેઆત્માના પૂર્ણ દર્શન, જ્ઞાન, સુખ અને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #252
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
૨૩૬: પ્રવચન રત્નાકર ભાગ-૧૦
વીર્યના પરિણામ જો મોક્ષ છે તો મોક્ષમાર્ગ પણ આત્માના જ પરિણામમય હોવો જોઈએ. મતલબ કે નિશ્ચય મોક્ષમાર્ગ તે આત્માના પરિણામ છે, સ્વદ્રવ્યરૂપ છે.
અહાહા...! આત્મા સ્વરૂપથી મુક્તસ્વરૂપ જ છે. ૧૪-૧૫ મી ગાથામાં અબદ્ધ-સ્પષ્ટ કહ્યો છે ને ? એ નાસ્તિથી વાત છે. અબદ્ધ–પૃષ્ટ નામ રાગથી ને કર્મથી બંધાયેલો ને સ્પર્શાયેલો નથી એવો ભગવાન આત્મા સદા મુક્તસ્વરૂપ જ છે. આવા નિજ મુક્તસ્વરૂપના આશ્રયે જે મુક્તિની-પૂર્ણ પવિત્રતા ને સુખની દશા પ્રગટ થાય તેનું નામ મોક્ષ છે. તે આત્માનો પરિણામ છે, માટે તેનું કારણ પણ આત્માનો પરિણામ હોવો જોઈએ અહાહા.. ! પૂરણ અતીન્દ્રિય જ્ઞાનની દશા, અતીન્દ્રિય આનંદની દશા અતીન્દ્રિય વીર્યની દશા-એવો જે મોક્ષ-સિદ્ધપદ તે જો આત્મપરિણામ છે તો તેનું કારણ જે મોક્ષમાર્ગ તે આત્મપરિણામ જ હોવો જોઈએ. ભાઈ! આ તો લોજીથી-ન્યાયથી સિદ્ધ કરે છે. ભાષા તો સાદી છે, ભાવ તો જે છે તે છે; પાત્રતા કેળવી સમજે તો સમજાય એવો છે. હવે કહે છે
‘દર્શન-જ્ઞાન-ચારિત્ર આત્માના પરિણામ છે; માટે નિશ્ચયથી તે જ મોક્ષનો માર્ગ છે.’ જોયું ? શબ્દશ્રુતનું જ્ઞાન, નવતત્ત્વની ભેદરૂપ શ્રદ્ધાનો વિકલ્પ અને પંચમહાવ્રતાદિના પરિણામ તે મોક્ષમાર્ગ નથી એમ અહીં કહેવું છે; કેમ ! કેમકે તે આત્માના પરિણામ નથી. જ્યારે દર્શન-જ્ઞાન-ચારિત્ર તે આત્માના પરિણામ છે, માટે નિશ્ચયથી તે જ મોક્ષમાર્ગ છે. અહાહા...! પરમપારિણામિક ધ્રુવ સ્વભાવભાવ-તેની નિર્મળ રત્નત્રયરૂપ પરિણતિ તે મોક્ષનું કારણ અને તેની પૂર્ણતા થવી તે મોક્ષ છે. પણ પરાશ્રિત પરિણામ-વિભાવ પરિણામ તે કારણ અને આત્મપરિણામરૂપ મોક્ષ તેનું કાર્ય–એમ નથી, એમ હોઈ શકતું નથી. વ્યવહાર રત્નત્રય તે કારણ ને મોક્ષ તેનું કાર્ય એમ નથી, કારણ કે વ્યવહા૨ રત્નત્રયના પરિણામ આત્મપરિણામ નથી; તે અનાત્મ-પરિણામ છે; અજીવના પરિણામ છે. અજીવના પરિણામથી જીવના પરિણામરૂપ મોક્ષ કેમ થાય ? ન થાય.
આ દેહ છે તે પૃથક્ વસ્તુ છે, તે આત્મા નથી; અને દેહાદિ ૫૨ના આશ્રયે થયેલા શુભાશુભ રાગના પરિણામ તે વિભાવ છે, તે પણ આત્મા નથી. દ્રવ્યલિંગ તે આત્મા નથી. અહાહા...! ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય કારણ પરમાત્મા પ્રભુ પોતે છે, તેનો પૂર્ણ આશ્રય થતાં ૫૨માત્મદશા-મોક્ષદશા નવી પ્રગટે તે આત્મપરિણામ છે, તે સ્વદ્રવ્યના પરિણામ છે. અરે! લોકો મોક્ષ શું તે પણ સમજે નહિ અને માને કે અમે ધર્માત્મા છીએ! બધી ગરબડ થઈ ગઈ છે. શું થાય? અહીં કહે છે- મોક્ષ તે આત્મપરિણામ છે અને તેનું કારણ મોક્ષનો માર્ગ પણ આત્માશ્રિત પરિણામ છે. માટે આત્માશ્રિત શુદ્ધ દર્શન-જ્ઞાન-ચારિત્રના પરિણામ તે જ મોક્ષમાર્ગ છે, પણ વ્યવહાર શ્રદ્ધાન, વ્યવહાર જ્ઞાન ને વ્યવહાર ચારિત્ર તે મોક્ષમાર્ગ નથી, કેમકે તે આત્મપરિણામ નથી. અહો ! બહુ ટૂંકામાં પણ કેટલું સમાડી દીધું છે! અહા ! પૂર્વના પંડિતોએ કેવું સરસ કામ કર્યું છે!
એક પંડીતે પૂછ્યું કે – નવમી ત્રૈવેયકના દેવો છે તેમને ૩૧ સાગરોપમ સુધી
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
Page #253
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૪૧૦: ૨૩૭ સ્ત્રીનો વિષય નથી, તેમને આપણી જેમ આહારપાણી નથી, હજારો વર્ષે આહારની વૃત્તિ ઉઠે ત્યારે કંઠમાંથી અમૃત ઝરી જાય. આમ રસના ઈન્દ્રિયનો વિષય નથી. એકેન્દ્રિય જીવો હણાય એવું પણ ત્યાં નથી. તો પછી તેમને સંયમ કહેવાય કે નહિ? ન કહેવાય. અંદર આત્માનું શ્રદ્ધાન થયા પછી અંતર્લીનતા થતાં આહારાદિનો વિકલ્પ ઉઠતો નથી તેનું નામ સંયમ છે. માત્ર બાહ્ય ત્યાગ તે સંયમ નથી. માવજીવન બાહ્ય ત્યાગ હોવા છતાં ભગવાને તેમને સંયમ કહ્યો નથી, કેમકે સંયમ સ્વસ્વરૂપમાં લીનતા-રમણતાનું નામ છે.
અરે! લોકોને સંયમ શું ચીજ છે એની ખબર નથી. સમ્યગ્દર્શન અને સ્વાનુભૂતિ પ્રગટયા પછી નિજ જ્ઞાનાનંદસ્વરૂપમાં અધિક-અધિક લીનતા-રમણતા થવી, અતીન્દ્રિય આનંદની ભરપુર જમાવટ થવી તેને સંયમ કહે છે. અહીં એ જ કહે છે કે નિશ્ચયથી શુદ્ધ દર્શન-જ્ઞાન-ચારિત્ર જ મોક્ષનો માર્ગ છે. અહાહા....! ભગવાન આત્મા નિર્મળાનંદનો નાથ સચ્ચિદાનંદ પ્રભુ છે તેને સ્પર્શીને, તેમાં એકાગ્રતા-લીનતા-રમણતાપૂર્વક જે સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્રના પરિણામ થાય તે જ મોક્ષનું કારણ છે કેમકે તેની પૂર્ણતા થાય તે મોક્ષ છે. મોક્ષ પણ આત્માના પરિણામ અને તેનું કારણ પણ આત્મપરિણામ છે. આ સિદ્ધાંત છે. વ્યવહારના આશ્રયવાળા પરિણામ કદીય મોક્ષનું કારણ થતા નથી, કેમકે તે અનાત્મપરિણામ છે. સમજાણું કાંઈ....! હવે કહે છે
લિંગ છે તે દેહમય છે; દેહ છે તે પુદ્ગલદ્રવ્યમય છે; માટે આત્માને દેહું મોક્ષનો માર્ગ નથી. પરમાર્થ અન્ય દ્રવ્યને અન્ય દ્રવ્ય કાંઈ કરતું નથી એ નિયમ છે.'
આ દેહની નગ્ન દશા, પંચમહાવ્રતના પરિણામ, અઠ્ઠાવીસ મૂલગુણનું પાલન-એ દેહમય લિંગ છે, માટે તે પુદ્ગલદ્રવ્યમય છે. મુનિરાજને તે હોય છે અવશ્ય, પણ તે મોક્ષમાર્ગ નથી. વ્રતાદિના પરિણામ તે રાગભાવ છે, તે દેહાશ્રિત-પરાશ્રિત ભાવ છે અને પદ્રવ્યમય-પુદ્ગલદ્રવ્યમય છે; તેથી તે મોક્ષમાર્ગ નથી.
આવું સ્પષ્ટ છે છતાં કોઈ લોકો શુભ જોગ છે તે મોક્ષમાર્ગ છે એમ પોકારે છે; શુભરાગને ધર્મ માનતા નથી તે તમારું એકાન્ત છે-એમ કહે છે.
કોઈ ગમે તે કહે; અહીં સ્પષ્ટ વાત છે કે શુભભાવ છે તે રાગ છે, વિભાવ છે, દુ:ખ છે. અહા ! દુઃખના તે પરિણામ શુદ્ધ દર્શન-જ્ઞાન-ચારિત્રનું કારણ કેમ થાય? તે મોક્ષનું કારણ કેમ થાય? કદીય ન થાય.
અરે! પર પ્રત્યેના રાગની રુચિના કારણે તે અનંતકાળથી રઝળ્યો છે, રાગની રુચિ ખસ્યા વિના અંદર ધ્રુવ એક જ્ઞાયકભાવ પોતે છે તેની રુચિ થતી નથી. અહાહા..! અનંત અનંત ગુણોની ખાણ એક જ્ઞાયકસ્વભાવમય પોતે છે; તેની દષ્ટિ અને રુચિ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #254
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૩૮: પ્રવચન રત્નાકર ભાગ-૧)
ક્યારે થાય? રાગનો મહિમા અને રાગની બુદ્ધિ, પર્યાયબુદ્ધિ મટે ત્યારે, પર્યાયબુદ્ધિ એ મિથ્યા એકાન્તબુદ્ધિ છે, અને તે એક જ્ઞાયકભાવનો મહિમાં લાવી તેનો આશ્રય કરવાથી મટે છે, અને ત્યારે ધર્મ પ્રગટ થાય છે. આ ધર્મ તે જ મોક્ષનો માર્ગ છે. આ સમ્યક એકાન્ત છે. સમજાણું કાંઈ...?
આત્માના આશ્રયે પણ ધર્મ થાય અને શુભરાગના-દ્રવ્યલિંગના આશ્રયે પણ ધર્મ થાય તે અનેકાન્ત નથી, તે સ્યાદ્વાદ નથી, એ તો ફુદડીવાદ છે. સ્વસ્વરૂપનો આશ્રય છોડીને શુભરાગથી ધર્મ થવાનું માને એ તો મોટું અજ્ઞાન છે. અહા ! વીતરાગ-સ્વભાવી ભગવાન આત્માને વીતરાગભાવથી વિરુદ્ધ કોઈ ભાવ સાથે સંબંધ નથી.
મોક્ષ છે તે આત્માના આશ્રયે થનારું પરિણામ છે, અને તેનું કારણ પણ આત્માશ્રિત પરિણામ જ છે. રાગ તો વિભાવ છે, તે આત્મપરિણામ નથી, નિશ્ચયથી તેને પુદ્ગલપરિણામ અને પુદ્ગલ કહ્યા છે. અરે! અનંતકાળથી એણે આત્મદષ્ટિ કરી નથી, એણે અંદરમાં નજર નાખી નથી ! આત્મા અંદર શાંતરસ-ચૈતન્યરસ-વીતરાગરસથી પૂર્ણ ભરેલો અખંડાનંદ પ્રભુ છે. તેના આશ્રયે પૂર્ણ પવિત્ર, પૂર્ણ જ્ઞાનને પૂર્ણ આનંદની દશા પ્રગટ થાય તે મોક્ષ છે, અને મોક્ષનો મારગ પણ વીતરાગી દશા જ છે, રાગ નહિ. રાગ તો પુદ્ગલસ્વભાવ છે, તેનાથી મોક્ષ કેમ થાય ? કદીય ન થાય.
અહા! ભગવાન જિનેશ્વરદેવે શું કહ્યું છે તેનો તેને કદીય વિચાર નથી. ભાઈ ! જ તો ખરો બાપુ! સર્વજ્ઞદેવ એમ કહે છે કે- દેહમય લિંગ તે મોક્ષનો માર્ગ નથી. હવે એમાં શુભ છોડીને તું અશુભમાં જા- એમ વાત ક્યાં છે? તને વ્યવહાર છોડીને નીચે જવાની એમાં વાત નથી, પણ વ્યવહારથી ઉપર ઉઠીને સ્વસ્વરૂપમાં રમણતા ને અંતર્લીનતા કરવાની આ વાત છે. સમ્યગ્દર્શન સહિત સમ્યક્રચારિત્ર આત્માના અવલંબનથી પ્રગટ થાય છે, વ્યવહારના રાગથી નહિ; માટે વ્રતાદિના વિકલ્પ જે હોય છે તેને છોડીને સ્વરૂપમાં લીન થવાની આ વાત છે. ભાઈ ! શુભરાગના પરિણામને દેહમય લિંગ કહ્યું છે, અને તે અન્યદ્રવ્યમય હોવાથી મોક્ષમાર્ગરૂપ નથી એમ કહે છે. દ્રવ્યલિંગના પક્ષવાળાને આકરું લાગે પણ આ સત્ય વાત છે.
આ ફંદા હોય છે ને? જંગલમાં બહુ હોય. બેટરીના પ્રકાશમાં દેખાય. તેનું શરીર નાનું અને પડખે બે મોટી પાંખો હોય છે. પ્રકાશમાં ઉડી ઉડીને આવે. અહા ! તે નાનકડા શરીરમાં અંદર ચૈતન્યચમત્કારમય ચૈતન્ય મહાપ્રભુ બિરાજે છે. અરે! નિજ સ્વરૂપના ભાન વિના અજ્ઞાનથી એણે આવા અનંત અનંત અવતાર ધારણ કર્યા છે; હજુ આ અવસરે પણ જે મિથ્યાત્વ રહી જશે, મટશે નહિ તો એવા અનંત ભવ માથે આવી પડશે. ભાઈ ! હુમણાં પણ અંદર ચૈતન્યચમત્કારથી ભરેલો મોટો ભગવાન છે. તેનો ચમત્કાર શું કહીએ? તેના આશ્રમમાં જતાં નિર્મળ નિર્મળ રત્નત્રયના
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #255
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૪૧૦: ૨૩૯ પરિણામ પ્રગટ થાય છે, મોક્ષમાર્ગને મોક્ષ પ્રગટ થાય છે. અરે! પણ પોતે પોતાને જ ભૂલી ગયો છે, ને ભૂલની ભ્રમણાથી ભવભ્રમણ કર્યા કરે છે; કદીક ઉઠે છે તો દેહમય લિંગમાં-દ્રવ્યલિંગમાં મૂચ્છ પામી તેને જ મોક્ષમાર્ગ માને છે! પણ ભાઈ ! લિંગ દેહમય છે, જડ પુદ્ગલદ્રવ્યમય છે, તે મોક્ષનું કારણ નથી. શરીરની ક્રિયા ને રાગની ક્રિયા તે મોક્ષનું કારણ નથી.
ત્યારે કોઈ વળી કહે છે- આ તો નવો સોનગઢનો પંથ છે.
બાપુ! આ કોઈ નવો પંથ નથી, કોઈના ઘરનો પંથ નથી, સોનગઢનો પંથ નથી; આ તો અનાદિકાલીન વીતરાગનો પંથ છે.
બેનશ્રીના વચનામૃતમાં આવે છે કે- કનકને કાટ નથી. અગ્નિને ઉધઈ નથી, તેમ આત્માને આવરણ, ઉણપ કે અશુદ્ધિ નથી. સાદી ભાષામાં આ તો મૂળ રહસ્ય કહ્યું છે. અહાહા..! આત્મા પરિપૂર્ણ પ્રભુ ત્રિકાળ નિરાવરણ શુદ્ધ છે, બેહદ જ્ઞાન અને આનંદનો ભંડાર છે. તેના આશ્રયે નીપજતા પરિણામ મોક્ષનું કારણ બને છે, પણ દેહમય લિંગ મોક્ષનું કારણ નથી, કેમકે પરમાર્થ અન્યદ્રવ્યને અચંદ્રવ્ય કરતું નથી એ નિયમ છે. કરે છે એમ કહીએ એવો વ્યવહાર છે, પણ પરમાર્થ એમ વસ્તુસ્થિતિ નથી; અન્યદ્રવ્યને અન્યદ્રવ્ય કરે એમ વસ્તુસ્થિતિ નથી.
અનંત કાળે આવો અવસર મળ્યો તો આનો નિર્ણય કરજે ભાઈ ! હમણાં નહિ કરે તો ક્યારે કરીશ બાપુ? બહારના પ્રતિકૂળ પ્રસંગમાં પણ આ વસ્તુને પકડજ. કોઈ ઉપસર્ગ આવે તેને પણ ગણીશ મા. અહાહા..! અતીન્દ્રિય આનંદનો સાગર અંદર છલોછલ ભર્યો છે તેમાં ડૂબકી લગાવી તેમાં જ નિમગ્ન થઈ જા. એ જ મોક્ષનો મારગ છે અને એનું જ ફળ મોક્ષ છે; રાગ કાંઈ મારગ નથી, દેહમય લિંગ એ મારગ નથી; કારણ કે અન્ય દ્રવ્યને અન્યદ્રવ્ય કાંઈ કરતું નથી એ નિયમ છે. આવી વાત! સમજાણું કાંઈ...?
[ પ્રવચન નં. ૪૯૮-૪૯૯ * દિનાંક: ૨૦-૧૧-૭૭ થી ૨૧-૧૧-૭૭]
9
0 0
0
0 9 9 0 8 9 D 9
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #256
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૪૧૧
यत एवम्
तम्हा जहित्तु लिंगे सागारणगारए हे वा गहिदे। दसणणाणचरित्ते अप्पाणं झुंज मोक्खपहे।। ४११ ।।
तस्मात् जहित्वा लिङ्गानि सागारैरनगारकैर्वा गृहीतानि।
दर्शनज्ञानचारित्रे आत्मानं युक्ष्व मोक्षपथे।।४११ ।। જો આમ છે (અર્થાત જો દ્રલિંગ મોક્ષમાર્ગ નથી અને દર્શનજ્ઞાનચારિત્ર જ મોક્ષમાર્ગ છે ) તો આમ (નીચે પ્રમાણે ) કરવું-એમ હવે ઉપદેશ કરે છે:
તેથી તજી સાગાર કે અણગાર-ધારિત લિંગને,
ચારિત્ર-દર્શન-જ્ઞાનમાં તું જોડ રે! નિજ આત્મને. ૪૧૧. ગાથાર્થ- [ તાત] માટે [ સા રે.] સાગારો વડે (-ગૃહસ્થો વડે) [ મનપIR: વા] અથવા અણગારો વડે (-મુનિઓ વડ) [ગૃહીતાનિ] ગ્રહાયેલાં [તિનિ] લિંગોને [નહિત્ની ] છોડીને, [વર્ણનજ્ઞાનવારિત્રે] દર્શનશાનચારિત્રમાં- [મોક્ષપથે] કે જે મોક્ષમાર્ગ છે તેમાં- [માત્માને ચુંક્ય ] તું આત્માને જોડ.
ટીકાઃ- કારણ કે દ્રવ્યલિંગ મોક્ષમાર્ગ નથી, તેથી સમસ્ત દ્રવ્યલિંગને છોડીને દર્શનજ્ઞાનચારિત્રમાં જ, તે (દર્શનશાનચારિત્ર) મોક્ષમાર્ગ હોવાથી, આત્માને જોડવાયોગ્ય છે-એમ સૂત્રની અનુમતિ છે.
ભાવાર્થ- અહીં દ્રવ્યલિંગને છોડી આત્માને દર્શનશાનચારિત્રમાં જોડવાનું વચન છે તે સામાન્ય પરમાર્થ વચન છે. કોઈ સમજશે કે મુનિ-શ્રાવકનાં વ્રતો છોડાવવાનો ઉપદેશ છે. પરંતુ એમ નથી. જેઓ કેવળ દ્રવ્યલિંગને જ મોક્ષમાર્ગ જાણી ભેખ ધારણ કરે છે, તેમને દ્રવ્યલિંગનો પક્ષ છોડાવવા ઉપદેશ કર્યો છે કે ભેખમાત્રથી (વશમાત્રથી, બાહ્યવ્રતમાત્રથી) મોક્ષ નથી, પરમાર્થ મોક્ષમાર્ગ તો આત્માના પરિણામ જે દર્શન-જ્ઞાનચારિત્ર તે જ છે. વ્યવહાર આચારસૂત્રમાં કહ્યા અનુસાર જે મુનિ-શ્રાવકનાં બાહ્ય વ્રતો છે, તેઓ વ્યવહારથી નિશ્ચયમોક્ષમાર્ગના સાધક છે; તે વ્રતોને અહીં છોડાવ્યાં નથી, પરંતુ એમ કહ્યું છે કે તે વ્રતોનું પણ મમત્વ છોડી પરમાર્થ મોક્ષમાર્ગમાં જોડાવાથી મોક્ષ થાય છે, કેવળ ભખમાત્રથી-વ્રતમાત્રથી મોક્ષ નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #257
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૪૧૧: ૨૪૧ (અનુદુમ) दर्शनज्ञानचारित्रत्रयात्मा तत्त्वमात्मनः।
एक एव सदा सेव्यो मोक्षमार्गो मुमुक्षुणा।।२३९ ।। હવે આ જ અર્થને દઢ કરતી આગળની ગાથાની સૂચનારૂપે શ્લોક કહે છે:
શ્લોકાર્થઃ- [ કાત્મન: તત્ત્વમ્ વન–જ્ઞાન-વારિત્ર-ત્ર–માત્મા ] આત્માનું તત્ત્વ દર્શનજ્ઞાનચારિત્રત્રયાત્મક છે (અર્થાત આત્માનું યથાર્થ રૂપ દર્શન, જ્ઞાન ને ચારિત્રના ત્રિકસ્વરૂપ છે); [ મુમુક્ષMT મોક્ષમf: 9: 94 સેવા સેવ્ય:] તેથી મોક્ષના ઇચ્છુક પુરુષે (આ દર્શનશાનચારિત્રસ્વરૂપ) મોક્ષમાર્ગ એક જ સદા સેવવાયોગ્ય છે. ૨૩૯.
સમયસાર ગાથા ૪૧૧ : મથાળું જો આમ છે તો આમ (નીચે પ્રમાણે) કરવું- એમ હવે ઉપદેશ કરે છે – એમ કે જો દ્રવ્યલિંગ મોક્ષમાર્ગ નથી અને દર્શન-જ્ઞાન-ચારિત્ર જ મોક્ષમાર્ગ છે તો આમ કરવું એમ ગાથામાં ઉપદેશ કરે છે:
* ગાથા ૪૧૧ : ટીકા ઉપરનું પ્રવચન * “કારણ કે દ્રવ્યલિંગ મોક્ષમાર્ગ નથી, તેથી સમસ્ત દ્રવ્યલિંગને છોડીને દર્શનજ્ઞાનચારિત્રમાં જ, તે (દર્શનશાનચારિત્ર) મોક્ષમાર્ગ હોવાથી, આત્માને જોડવાયોગ્ય છેએમ સૂત્રની અનુમતિ છે.'
અહાહા...! જુઓ, આ વીતરાગી સંત, દિગંબર મુનિવર-આચાર્ય કુંદકુંદ ને આચાર્ય અમૃતચંદ્ર પોતે ખુલાસો કરે છે કે અમને આ જે બહારમાં નગ્નદશા અને પંચમહાવ્રતાદિ અઠ્ઠાવીસ મૂલગુણનો વિકલ્પ છે તે મોક્ષમાર્ગ નથી. આ તો મૂળ ગાથા અને ટીકામાં પોકાર છે ભાઈ ! અરે પ્રભુ! આ તારા હિતની વાત છે બાપુ! દેહની નગ્નતા અને શુભરાગથી તું મોક્ષમાર્ગ માને પણ એ તો મિથ્યા શલ્ય છે બાપુ! એનાથી તારું મોટું અહિત થશે. અહા ! દેહની ને રાગની ક્રિયામાં મોક્ષમાર્ગ માની ત્યાં જ તે રમતું માંડી છે, પણ એથી તને ભારે નુકશાન છે ભાઈ ! કેમકે તે મોક્ષમાર્ગ નથી.
એક સમયની પર્યાય એ તો વ્યવહાર આત્મા છે. એ પર્યાયની પાછળ પૂરણ જ્ઞાન, આનંદ, શક્તિ, પ્રભુતા, સર્વજ્ઞતા, સર્વદર્શિતા ઈત્યાદિ અનંત ગુણ-સ્વભાવથી ભરેલો ભગવાન પોતે છે તે નિશ્ચય છે. અહા ! આવા આત્માને, અહીં કહે છે, નગ્નદશા અને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #258
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૨: પ્રવચન રત્નાકર ભાગ-૧) ક્રિયાકાંડના વિકલ્પ મોક્ષનું કારણ નથી; કેમકે તે પરદ્રવ્ય છે. સ્વદ્રવ્ય શુદ્ધ નિશ્ચય આત્મદ્રવ્યના આશ્રયે પ્રગટ થયેલા દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ આત્મપરિણામ જ મોક્ષમાર્ગ છે. લ્યો, આવી વાત છે.
તેથી, કહે છે, સર્વ દ્રવ્યલિંગના વિકલ્પ છોડીને એક દર્શન-જ્ઞાન-ચારિત્રમાં જ આત્માને જોડવાયોગ્ય છે. બહુ ગંભીર વાત! આમાં વ્રત છોડીને અવ્રતમાં જવું એમ વાત નથી; પણ વ્રતના વિકલ્પથી હઠીને સ્વસ્વરૂપમાં રમવું-ઠરવું-લીન થવું એમ વાત છે. પૂર્ણ દશા ભણી જવાની વાત છે. મુનિરાજને બહારમાં વ્રતનો વિકલ્પ હોય છે, ત્યાંથી ખસીને સ્વરૂપમાં જોડાઈ જવું એમ વાત છે, કેમકે તે મોક્ષનો પંથ વા ભવના અંતનો ઉપાય છે
અનંત ગુણોથી ભરેલો મીઠો મહેરામણ જ્ઞાનસ્વરૂપી પ્રભુ આત્મા છે. તેના આશ્રયે પ્રગટ થયેલા શુદ્ધ દર્શન-જ્ઞાન-ચારિત્રના પરિણામ જ મોક્ષનો માર્ગ છે. માટે, હું ભાઈ ! તેમાં જ આત્માને જોડવાયોગ્ય છે– એમ સૂત્રની અનુમતિ છે. લ્યો, આ આગમની આજ્ઞા ને આ જિનશાસનનો આદેશ! વ્રતાદિના રાગમાં રોકાઈ રહે એ ભગવાનનું ફરમાન નથી. છઠ્ઠ ગુણસ્થાને મુનિરાજને વ્રતાદિનો વિકલ્પ હોય છે, તે દ્રવ્યલિંગ છે. તેને છોડીને, કહે છે, નિજાનંદરસમાં લીન થઈ જા, નિજાનંદધામ-સ્વઘરમાં જઈને નિવાસ કર. અરે! એણે અનંતકાળમાં સ્વઘર-નિજાર ભાળ્યું નથી ! ભજનમાં આવે છે ને!
હમ તો કબહું ન નિજઘર આયેગા પરવર ભ્રમત બહુત દિન બીતે, નામ અનેક ધરાયેTT
હમ તો કબહું ન નિજ ઘર આયેશા અહા ! પુણ્ય અને પાપના ફળમાં અનેક પર્યાયો ધારણ કરી, અનેક નામ ધારણ કર્યા, પણ નિજઘર-જ્યાં આનંદનો નાથ પ્રભુ છે ત્યાં ન ગયો! અહીં કહે છે-દર્શન-જ્ઞાનચારિત્ર તે જ મોક્ષનો માર્ગ છે, માટે આત્માને તેમાં જ જડવાયોગ્ય છે. લ્યો, આ જિનસૂત્રની આજ્ઞા, આ જિનશાસનની આજ્ઞા છે.
વસ્ત્રસહિત લિંગ હોય તો પણ મુનિપણું આવે એમ કોઈ પંડિતો કહે છે, પણ તે બરાબર નથી. સમાધિતંત્ર (ગાથા ૮૭-૮૮-૮૯) ના આધારથી તેઓ કહે છે-મોક્ષમાર્ગમાં લિંગ-જાતિનો આગ્રહ-અભિનિવેશ ન હોવો જોઈએ; અર્થાત્ વસ્ત્રસહિત પણ મુનિલિંગ હોય પણ તેમનો તે મિથ્યા અભિનિવેશ છે. સમાધિતંત્રમાં તો આશય એમ છે કે- દેહની નગ્નદશા અને વ્રતના વિકલ્પ તે દેહાશ્રિત છે તેથી એનાથી મોક્ષ થાય વા તે મોક્ષનું કારણ છે એમ આગ્રહું છોડી દેવો જોઈએ. ભાઈ ! મુનિદશામાં બહાર લિંગ તો નગ્ન જ હોય છે, પણ તે મુક્તિમાર્ગ છે એવો દૂરભિનિવેશ છોડી દેવાની ત્યાં વાત છે. વસ્ત્ર સહિત મુનિપણું હોય એવો માર્ગ ત્રણકાળમાં નથી. મુનિને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #259
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૪૧૧ઃ ૨૪૩ અવશ્યપણે નગ્નદશા જ હોય છે. વસ્ત્ર-પાત્ર વગેરે પરિગ્રહ મુનિને હોઈ શકે જ નહિ; વસ્ત્રસહિત લિંગ તો કુલિંગ જ છે, બીજા લિંગથી મુનિપણું હોય એવો તો માર્ગ જ નથી. સમજાણું કાંઈ.?
હાથીના હોદ્દે મરુદેવી માતા સમોસરણમાં ભગવાનનાં દર્શન કરવા જતાં હતાં ને ત્યાં એકદમ કેવળજ્ઞાન થઈ ગયું, મલ્લિનાથ ભગવાનને સ્ત્રીનો દેહુ હુતો, ઈત્યાદિ આ બધી કલ્પિત ખોટી વાતો છે. તીર્થકરને સ્ત્રીનો દેહ હોય નહિ. સ્ત્રીને મુનિદશા પણ હોઈ શકે નહિ. પાંચમા ગુણસ્થાનથી ઉપરની દશા સ્ત્રીદેહવાળાને હોતી નથી. અનંતા મુનિવરો ને તીર્થકરો મોક્ષ પધાર્યા તે સર્વને બાહ્ય નગ્નદશા જ હતી. તથાપિ અહીં એમ વાત છે કે- બાહ્યલિંગ મોક્ષનું કારણ નથી. તેથી એમ અર્થ નથી કે ગમે તે લિંગ હોય ને મુનિપણું આવે ને મોક્ષ થઈ જાય. ભાઈ ! અનંત જ્ઞાનીઓની પરંપરામાં પરમાગમની આ અનુમતિ-આજ્ઞા છે કે દ્રવ્યલિંગ મોક્ષનું કારણ નથી, અર્થાત્ નગ્નદશા અને પંચમહાવ્રતાદિથી મોક્ષ થાય એમ સૂત્રની અનુમતિ નથી. દર્શન-જ્ઞાન-ચારિત્ર જ મોક્ષમાર્ગ છે, માટે આત્માને ત્યાં જ જોડવો જોઈએ આ સૂત્રની આજ્ઞા છે સમજાણું કાંઈ....!
* ગાથા ૪૧૧ : ભાવાર્થ ઉપરનું પ્રવચન * અહીં દ્રવ્યલિંગને છોડી આત્માને દર્શન-જ્ઞાન-ચારિત્રમાં જોડવાનું વચન છે તે સામાન્ય પરમાર્થ વચન છે. કોઈ સમજશે કે મુનિ-શ્રાવકનાં વ્રતો છોડાવવાનો ઉપદેશ છે; પરંતુ એમ નથી.'
જુઓ, શું કીધું આ? કે મુનિ-શ્રાવકનાં વ્રતો છોડીને અવ્રતમાં જવાનો આ ઉપદેશ નથી. વ્રતરહિત અવ્રતની દશામાં મુનિપણું કે કેવળજ્ઞાન થઈ જાય એમ કદીય નથી; વળી વ્રતના વિકલ્પમાત્રથી પણ મુક્તિ થઈ જાય એમ પણ નથી. તો શું છે? તો કહે છે
જેઓ કેવળ દ્રવ્યલિંગને જ મોક્ષમાર્ગ જાણી ભેખ ધારણ કરે છે, તેમને દ્રવ્યલિંગનો પક્ષ છોડાવવા ઉપદેશ કર્યો છે કે – ભેખમાત્રથી (વેશમાત્રથી, બાહ્ય વ્રતમાત્રથી) મોક્ષ નથી, પરમાર્થ મોક્ષમાર્ગ તો આત્માના પરિણામ જે દર્શન-જ્ઞાન-ચારિત્ર તે
ભાઈ ! ભાવલિંગસહિતનું દ્રવ્યલિંગ તો યથાર્થ એવું (નગ્નદશા આદિ) જ હોય; પણ ત્યાં એક ભાવલિંગ જ મોક્ષનું કારણ છે, દ્રવ્યલિંગ મોક્ષનું કારણ નથી, તથાપિ કોઈ દ્રવ્યલિંગને જ મોક્ષનું કારણ જાણી ભેખ ધારણ કરે તેને દ્રવ્યલિંગનો પક્ષ છોડાવવા માટે આ ઉપદેશ છે. ભાઈ ! દિગંબર ધર્મ કોઈ પક્ષ નથી, એ તો વસ્તુસ્વરૂપ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #260
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
૨૪૪: પ્રવચન રત્નાકર ભાગ-૧૦
છે. ૫૨માર્થ મોક્ષમાર્ગ તો આત્માના જે દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ પરિણામ તે જ છે; માટે આત્માને તેમાં જ જોડવો જોઈએ. એ જ કહે છે
વ્યવહાર આચારસૂત્રમાં કહ્યા અનુસાર જે મુનિ-શ્રાવકનાં બાહ્ય વ્રતો છે, તેઓ વ્યવહારથી નિશ્ચયમોક્ષમાર્ગના સાધક છે; વ્રતોને અહીં છોડાવ્યાં નથી, પરંતુ એમ કહ્યું છે કે તે વ્રતોનું પણ મમત્વ છોડી પરમાર્થ મોક્ષમાર્ગમાં જોડાવાથી મોક્ષ થાય છે, કેવળ ભેખમાત્રથી-વ્રતમાત્રથી મોક્ષ નથી.’
"
જુઓ, મુનિ-શ્રાવકનાં બાહ્ય વ્રતોને વ્યવહારથી નિશ્ચય મોક્ષમાર્ગનાં સાધક કહ્યાં છે. વ્યવહારથી કહ્યાં છે એનો અર્થ શું? કે સાધક તો એક જ છે, પણ તેનું કથન પ્રકારે છે. એ તો મોક્ષમાર્ગપ્રકાશકના સાતમા અધિકારમાં કહ્યું ને? કે મોક્ષમાર્ગ બે નથી, મોક્ષમાર્ગ તો એક જ છે. તેનું કથન બે પ્રકારે છે. ત્રિકાળી દ્રવ્યના આશ્રયે જે દષ્ટિ-જ્ઞાનરમણતા થયા તે નિશ્ચય મોક્ષમાર્ગ સત્યાર્થ મોક્ષમાર્ગ છે, અને તેની સાથે વ્યવહારનો જે વિકલ્પ હોય છે તેને સચર વા બાહ્ય નિમિત્ત જાણી, આોપ દઈ ઉપચારથી મોક્ષમાર્ગ હીએ છીએ; પણ તે કાંઈ સત્યાર્થ મોક્ષમાર્ગ નથી. તેમ મુનિ-શ્રાવકનાં બાહ્ય વ્રતો કાંઈ મોક્ષમાર્ગનાં સત્યાર્થ સાધક છે એમ નથી. સમજાણું કાંઈ...? શ્રીમદ્દજીએ કહ્યું છેઃ
કાયાની વિસારી માયા, સ્વરૂપે સમાયા એવા, નિગ્રંથનો પંથ ભવ-અંતનો ઉપાય છે.
અહાહા...! બાહ્યલિંગનો પક્ષ છોડી જેઓ સ્વરૂપમાં સમાઈ ગયા, સ્વરૂપના આશ્રયમાં ડૂબી ગયા તેઓ નિગ્રંથ (મુનિવરો) છે, ને એવા નિગ્રંથનો પંથ જ મોક્ષપંથ છે, એ જ ભવના અંતનો ઉપાય છે. બાહ્યલિંગ તો એ જ હોય, પણ તે મોક્ષનો પંથ નથી. ત્યારે શ્રીમદ્દનો આધાર દઈ કોઈ વળી કહે છે
જાતિવેશનો ભેદ નહિ, કહ્યો માર્ગ જો હોય; સાધે તે મુક્તિ લહૈ, એમાં ભેદ નહિ કોય.
આનો તેઓ એવો અર્થ કરે છે કે ગમે તે જાતિ અને વેશ હોય છતાં મોક્ષ થઈ જાય, પણ એ બરાબર નથી. વેશ-બાહ્યલિંગ તો નગ્નદશા જ અને પંચમહાવ્રતાદિ હોય, પણ એનો પક્ષ મોક્ષમાર્ગ નથી એમ વાત છે. અન્ય વેશ તો બાહ્ય લિંગ જ નથી. અન્યવેશમાં મુક્તિ થઈ જાય એમ ત્રણકાળમાં નથી; ચંડાળ જાતિ, સ્ત્રીજાતિ, અને વસ્ત્રસહિત વેશ હોય અને મોક્ષ થઈ જાય એમ ીય બનતું નથી. આ ભગવાન કુંદકુંદાચાર્યનો પોકાર છે. વસ્ત્રસહિત મુનિપણું ત્રણકાળમાં હોઈ શકતું નથી. નિર્મળ દર્શનજ્ઞાન-ચારિત્ર એ એક જ મોક્ષમાર્ગ છે, અને બાહ્યલિંગ પણ એક જ છે.
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
Page #261
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૪૧૧ઃ ૨૪૫ વળી છદ્મસ્થ ગુરુનો કેવળજ્ઞાની વિનય કરે એમ કેટલાક કહે છે, પણ એ યથાર્થ નથી. પોતાથી મોટા હોય તેના બહુમાનનો વિકલ્પ આવે, પણ ભગવાન કેવળીથી કોઈ મોટું છે નહિ તો ભગવાન કોનો વિનય કરે? વળી ભગવાન કેવળી તો પરમ વીતરાગ છે, તેમને વિનયનો વિકલ્પ ક્યાં છે? તેથી ભગવાન છદ્મસ્થ ગુરુનો વિનય કરે એમ કહેવું ખોટું છે. એ તો કેવળજ્ઞાનમાં જણાય કે પૂર્વે આ મારા ગુરુ હતા, બસ એટલું જ.
વળી ગુરુની ભક્તિ કરતાં કરતાં મુક્તિ થઈ જાય એમ કેટલાક કહે છે તે પણ ખોટું છે. ગુરુ પ્રત્યેના વિનય-ભક્તિનો શુભરાગ જરૂર આવે, પણ એનાથી મુક્તિ થઈ જાય, રાગ કરતાં કરતાં વીતરાગતા થઈ જાય એ ત્રણકાળમાં સત્યાર્થ નથી.
અંતરંગમાં નિશ્ચય મોક્ષમાર્ગ પ્રગટયો હોય તેને વ્રતાદિ વ્યવહારના વિકલ્પ હોય છે, અને તેને બાહ્ય નિમિત્ત જાણી વ્યવહારથી સાધન કહે છે, પણ જેને અંતરંગમાં નિશ્ચય પ્રગટ જ નથી તેના વ્રતાદિ સાધન કમ હોય? વ્યવહારથી પણ તે સાધન કહેવાતાં નથી. આવી વાત વ્યવહારના પક્ષવાળાને ન બેસે, પણ શું થાય ? આવો જ માર્ગ છે; બેસે કે ન બેસે, આ સત્ય છે. તેથી કાંઈ વ્રતોને છોડાવ્યાં છે એમ આશય નથી, પણ વ્રતોનું મમત્વ, વ્રતાદિ મોક્ષમાર્ગ છે એવો મિથ્યા અભિપ્રાય છોડાવ્યા છે. અહીં આશય એમ છે કે વ્રતોનું પણ મમત્વ છોડી પરમાર્થ મોક્ષમાર્ગમાં જોડાવાથી મોક્ષ થાય છે, કેવળ ભેખમાત્રથી – વ્રતમાત્રથી મોક્ષ નથી. સ્વરૂપનાં શ્રદ્ધાન-જ્ઞાન-રમણતા–સ્થિરતા બસ એક જ મોક્ષમાર્ગ છે, તેમાં જ જડાવાથી મોક્ષ થાય છે. એક હોય ત્રણકાળમાં પરમારથનો પંથ. અહીં તો કેવળ બાહ્ય વેશથી મોક્ષમાર્ગ નથી એમ સિદ્ધ કરવું છે. બાહ્યવેશ ગમે તે હોય એમ નહિ, બાહ્યવંશ તો દિગંબર નગ્નદશા જ હોય, પણ કેવળ એનાથી મોક્ષમાર્ગ અને મોક્ષ થાય એમ છે નહિ; તેને સાધન કહ્યું છે એ તો આરોપથી ઉપચારથી કહ્યું છે.
હવે આ જ અર્થને દઢ કરતી આગળની ગાથાની સૂચનરૂપ શ્લોક કહે છે:
* કળશ ૨૩૯: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * ‘નાત્મન: તત્ત્વનું વર્ણન-જ્ઞાન–વારિત્ર–––માત્મા' આત્માનું તત્ત્વ દર્શનજ્ઞાનચારિત્રત્રયાત્મક છે (અર્થાત્ આત્માનું યથાર્થ રૂપ દર્શન, જ્ઞાન ને ચારિત્રના ત્રિકસ્વરૂપ છે);
જોયું? આત્માનું તત્ત્વ નામ યથાર્થ રૂપ દર્શન-જ્ઞાન-ચારિત્ર એમ ત્રિકસ્વરૂપ છે. આત્મ તત્ત્વ તો ત્રિકાળ છે. અહીં એનું તત્ત્વ એટલે તેના વાસ્તવિક પરિણમનની વાત છે. એમ કે નિર્મળ રત્નત્રયરૂપ પરિણમન થાય તે એનું વાસ્તવિક તત્ત્વ-સ્વરૂપ છે. (વ્યવહાર રત્નત્રય આત્માનું વાસ્તવિક રૂપ નથી) આવી વાત! હવે કહે છે –
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #262
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪૬: પ્રવચન રત્નાકર ભાગ-૧)
‘મુમુક્ષુ મોક્ષમાપ: 4: વ સેવા સેવ્ય:' તેથી મોક્ષના ઈચ્છક પુરુષે (આ દર્શનજ્ઞાનચારિત્રસ્વરૂપ) મોક્ષમાર્ગ એક જ સદા સેવવાયોગ્ય છે.
લ્યો, આત્માની પૂરણ પવિત્ર ને પૂર્ણ આનંદમય દશા જેને પ્રગટ કરવી હોય તે પુરુષે શુદ્ધ દર્શનજ્ઞાનચારિત્રસ્વરૂપ મોક્ષમાર્ગ એ જ સેવવા યોગ્ય છેઃ વચ્ચે વ્રતાદિ હો ભલે, હોય છે, પણ તે સેવવાયોગ્ય નથી, વ્રતાદિ હોય તે માત્ર જાણવાયોગ્ય છે, તે જાણેલાં પ્રયોજનવાન છે, આદરવાં પ્રયોજનવાન નથી. સમજાણું કાંઈ...?
જુઓ, મોક્ષમાર્ગ એક જ છે, બે નથી. વ્યવહાર મોક્ષમાર્ગ ને નિશ્ચય મોક્ષમાર્ગ એમ કથન બે પ્રકારે છે. ત્યાં જેને સુખી થવું હોય, પરમાનંદની પ્રાપ્તિની અભિલાષા હોય તે મુમુક્ષુએ નિશ્ચય મોક્ષમાર્ગ એક જ સેવવાયોગ્ય છે, વ્યવહાર મોક્ષમાર્ગ તો કથનમાત્ર ઉપચાર છે, તેથી વ્યવહારનો પક્ષ છોડી નિશ્ચય મોક્ષમાર્ગ એક જ આદરવાયોગ્ય છે. આવી વાત !
[ પ્રવચન નં. ૪૯૯ * દિનાંકઃ ૨૧-૧૧-૭૭]
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #263
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૪૧૨
मोक्खपहे अप्पाणं ठवेहि तं चेव झाहि तं चेय। तत्थेव विहर णिचं मा विहरसु अण्णदव्वेसु।। ४१२।। मोक्षपथे आत्मानं स्थापय तं चैव ध्यायस्व तं चेतयस्व।
तत्रैव विहर नित्यं मा विहार्षीरन्यद्रव्येषु ।। ४१२।। હવે આ જ ઉપદેશ ગાથા દ્વારા કરે છે -
તું સ્થા૫ નિજને મોક્ષપંથે, ધ્યા, અનુભવ તેહને;
તેમાં જ નિત્ય વિહાર કર, નહિ વિહર પરદ્રવ્યો વિષે. ૪૧૨. ગાથાર્થ - (હે ભવ્ય !) [ મોક્ષપથે] તું મોક્ષમાર્ગમાં [ માત્માનું સ્થાપય] પોતાના આત્માને સ્થાપ, [વ ાવ ધ્યાયq] તેનું જ ધ્યાન કર, તું વેતસ્વ] તેને જ ચેતઅનુભવ અને [ તત્ર વ નિત્ય વિદ૨] તેમાં જ નિરંતર વિહાર કર; [બન્યદ્રવ્યપુ મા વિદાર્થી.] અન્ય દ્રવ્યોમાં વિહાર ન કર.
ટીકાઃ- (હે ભવ્ય !) પોતે અર્થાત્ પોતાનો આત્મા અનાદિ સંસારથી માંડીને પોતાની પ્રજ્ઞાના (-બુદ્ધિના) દોષથી પરદ્રવ્યમાં રાગદ્વેષાદિમાં નિરંતર સ્થિત રહેલો હોવા છતાં, પોતાની પ્રજ્ઞાના ગુણ વડે જ તેમાંથી પાછો વાળીને તેને અતિ નિશ્ચળપણે દર્શનજ્ઞાન-ચારિત્રમાં નિરંતર સ્થાપ; તથા સમસ્ત અન્ય ચિંતાના નિરોધ વડ અત્યંત એકાગ્ર થઈને દર્શન-જ્ઞાન-ચારિત્રને જ ધ્યા; તથા સમસ્ત કર્મચેતના અને કર્મફળચેતનાના ત્યાગ વડે શુદ્ધજ્ઞાનચેતનામય થઈને દર્શન-જ્ઞાન-ચારિત્રને જ ચેત-અનુભવ; તથા દ્રવ્યના સ્વભાવના વશે (પોતાને) જે ક્ષણે ક્ષણે પરિણામો ઊપજે છે તે-પણા વડ (અર્થાત્ પરિણામીપણા વડે) તન્મય પરિણામવાળો (–દર્શનશાનચારિત્રમય પરિણામવાળો) થઈને દર્શન-જ્ઞાન-ચારિત્રમાં જ વિહર; તથા જ્ઞાનરૂપને એકને જ અચળપણે અવલંબતો થકો, જેઓ જ્ઞયરૂપ હોવાથી ઉપાધિસ્વરૂપ છે એવા સર્વ તરફથી ફેલાતાં સમસ્ત પરદ્રવ્યોમાં જરા પણ ન વિહર
ભાવાર્થ- પરમાર્થરૂપ આત્માના પરિણામ દર્શન-જ્ઞાન-ચારિત્ર છે; તે જ મોક્ષમાર્ગ છે. તેમાં જ (-દર્શનજ્ઞાનચારિત્રમાં જ) આત્માને સ્થાપવો, તેનું જ ધ્યાન કરવું, તેનો જ અનુભવ કરવો અને તેમાં જ વિહરવું-પ્રવર્તવું, અન્ય દ્રવ્યોમાં ન પ્રવર્તવું.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #264
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪૮: પ્રવચન રત્નાકર ભાગ-૧)
(શાર્દૂત્રવિદ્રીડિત) एको मोक्षपथो य एष नियतो दृग्ज्ञप्तिवृत्त्यात्मकस्तत्रैव स्थितिमेति यस्तमनिशं ध्यायेच्च तं चेतति । तस्मिन्नेव निरन्तरं विहरति द्रव्यान्तराण्यस्पृशन् सोऽवश्यं समयस्य सारमचिरान्नित्योदयं विन्दति।। २४०।।
(શાર્દૂત્તવિવ્રીડિત) ये त्वेनं परिहृत्य संवृतिपथप्रस्थापितेनात्मना लिङ्गे द्रव्यमये वहन्ति ममतां तत्त्वावबोधच्युताः। नित्योद्योतमखण्डमेकमतुलालोकं स्वभावप्रभा
प्राग्भारं समयस्य सारममलं नाद्यापि पश्यन्ति ते।।२४१।। અહીં પરમાર્થ એ જ ઉપદેશ છે કે-નિશ્ચય મોક્ષમાર્ગનું સેવન કરવું, કેવળ વ્યવહારમાં જ મૂઢ ન રહેવું.
હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે:
શ્લોકાર્થ- [દ-જ્ઞપ્તિ–વૃત્તિ–માત્મ: ૫: : 9q5 નિયત: મોક્ષપથ: ] દર્શનજ્ઞાનચારિત્રસ્વરૂપ જે આ એક નિયત મોક્ષમાર્ગ છે, [ તત્ર પર્વ : સ્થિતિમ પ્રતિ] તેમાં જ જે પુરુષ સ્થિતિ પામે છે અર્થાત્ સ્થિત રહે છે, [ ત” નિશં ધ્યાવેત] તેને જ નિરંતર ધ્યાવે છે, [તતિ] તેને જ ચેતે-અનુભવે છે, [૨ દ્રવ્યાન્તરાળિ શન તરિક્સન વ નિરન્તરે વિહરતિ] અને અન્ય દ્રવ્યોને નહિ સ્પર્શતો થકો તેમાં જ નિરંતર વિહાર કરે છે, [ સ: નિત્ય-૩યે સમયસ્થ સારમ્ વિરતિ અવશ્ય વિજ્વતિ] તે પુરુષ, જેનો ઉદય નિત્ય રહે છે એવા સમયના સારને (અર્થાત્ પરમાત્માના રૂપને) થોડા કાળમાં જ અવશ્ય પામે છે–અનુભવે છે.
ભાવાર્થ:- નિશ્ચયમોક્ષમાર્ગના સેવનથી થોડા જ કાળમાં મોક્ષની પ્રાપ્તિ થાય એ નિયમ છે. ૨૪).
“જેઓ દ્રવ્યલિંગને જ મોક્ષમાર્ગ માની તેમાં મમત્વ રાખે છે, તેમણે સમયસારને અર્થાત્ શુદ્ધ આત્માને જાણ્યો નથી—એમ હવેની ગાથામાં કહેશે તેની સૂચનાનું કાવ્ય પ્રથમ કહે છે:
શ્લોકાર્થ:- [ રે તુ અન્ન પરિત્યે સંવૃતિ–પથ–પ્રસ્થાપિતેન માત્મના દ્રવ્યમયે તિ મમતાં વદત્તિ] જે પુરુષો આ પૂર્વોક્ત પરમાર્થ સ્વરૂપ મોક્ષમાર્ગને છોડીને વ્યવહારમોક્ષમાર્ગમાં સ્થાપેલા પોતાના આત્મા વડે દ્રવ્યમય લિંગમાં મમતા કરે છે (અર્થાત્ એમ માને છે કે આ દ્રવ્યલિંગ જ અમને મોક્ષ પમાડશે), [તે તત્ત્વ–ગવવો–ટુતા:
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #265
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૪૧૨: ૨૪૯
ગદ્ય ગઈ સમયચ સાર” ન પશ્યન્ત] તે પુરુષો તત્ત્વના યથાર્થ જ્ઞાનથી રહિત વર્તતા થકા હજુ સુધી સમયના સારને (અર્થાત્ શુદ્ધ આત્માને) દિખતા-અનુભવતા નથી. કવો છે તે સમયસાર અર્થાત્ શુદ્ધ આત્મા? [ નિત્ય-ઉદ્યોતમ ] નિત્ય પ્રકાશમાન છે (અર્થાત્ કોઈ પ્રતિપક્ષી થઈને જેના ઉદયનો નાશ કરી શક્યું નથી), [અરવલ્ડમ] અખંડ છે ( અર્થાત્ જેમાં અન્ય જ્ઞય આદિના નિમિત્તે ખંડ થતા નથી), [vમ્] એક છે (અર્થાત્ પર્યાયોથી અનેક અવસ્થારૂપ થવા છતાં જે એકરૂપપણાને છોડતો નથી, [તુનમીનો] અતુલ (–ઉપમારહિત) જેનો પ્રકાશ છે (કારણ કે જ્ઞાનપ્રકાશને સૂર્યાદિકના પ્રકાશની ઉપમા આપી શકાતી નથી), [સ્વભાવ-પ્રમ–પ્રારભારં] સ્વભાવપ્રભાનો પુંજ છે (અર્થાત્ ચૈતન્યપ્રકાશના સમૂહરૂપ છે), [ ] અમલ છે (અર્થાત્ રાગાદિ-વિકારરૂપી મળથી રહિત છે).
(આ રીતે, જેઓ દ્રવ્યલિંગમાં મમત્વ કરે છે તેમને નિશ્ચય-કારણસમયસારનો અનુભવ નથી; તો પછી તેમને કાર્યસમયસારની પ્રાપ્તિ ક્યાંથી થાય?) ૨૪૧.
સમયસાર ગાથા ૪૧૨ : મથાળું હવે આ જ ઉપદેશ ગાથા દ્વારા કરે છે -
* ગાથા ૪૧૨ : ટીકા ઉપરનું પ્રવચન * “(હે ભવ્ય !) પોતે અર્થાત્ પોતાનો આત્મા અનાદિ સંસારથી માંડીને પોતાની પ્રજ્ઞાના (-બુદ્ધિના) દોષથી પરદ્રવ્યમાં રાગદ્વેષાદિમાં નિરંતર સ્થિત રહેલો હોવા છતાં, પોતાની પ્રજ્ઞાના ગુણ વડે જ તેમાંથી પાછો વાળીને તેને અતિ નિશ્ચળપણે દર્શન-જ્ઞાનચારિત્રમાં નિરંતર સ્થાપ;..”
આત્મા ચૈતન્યમૂર્તિ પ્રભુ આનંદનો રસકંદ છે; પણ પોતે અનાદિ સંસારથી માંડીને પોતાને ભૂલેલો છે. તે પોતાની પ્રજ્ઞાના દોષથી પોતાને ભૂલેલો છે; કર્મના કારણે ભૂલ્યો છે એમ નહિ, પોતાની પ્રજ્ઞાના અપરાધથી પોતાને ભૂલ્યો છે અને અનાદિથી નિરંતર રાગદ્વષમાં જ સ્થિત રહ્યો છે. પરની ક્રિયા તો કોઈ કરી શકતું જ નથી ભાઈ ! પોતે જ પોતાના સ્વરૂપને ભૂલીને પર્યાયમાં નવા નવા સંકલ્પ-વિકલ્પ કરે છે–તે પોતાનો અપરાધ છે. અહા ! પર્યાયમાં અનાદિથી આવી ભ્રમણા ચાલી આવે છે, અંદર પોતે તો જ્ઞાનાનંદસ્વરૂપ જેવો છે તેવો છે.
અહાહા....! ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ સ્વદ્રવ્ય છે, ને રાગ-દ્વેષના ભાવ, અસંખ્યાત પ્રકારના પુણ્ય-પાપના ભાવ પરદ્રવ્ય છે. પરદ્રવ્યના લક્ષ થતા તે ભાવ પરદ્રવ્ય
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #266
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૫O: પ્રવચન રત્નાકર ભાગ-૧) છે. બહારની મીઠાશની ભ્રમણામાં જીવ પોતાને ભૂલીને પદ્રવ્ય એવા અસંખ્યાત પ્રકારના રાગ-દ્વેષના ને પુણ્ય-પાપના ભાવોમાં સ્થિત રહેલો છે. અહા ! પોતે તો અંદર અમૃતનો સાગર પ્રભુ છે. પણ પોતાની પ્રજ્ઞાના દોષથી-કર્મના દોષથી એમ નહિ હો- પોતાના જ દોષથી પોતાને ભૂલીને પુણ્ય-પાપરૂપ ઝેરના પ્યાલા પી રહ્યો છે. પુણ્ય-પાપના ભાવ ઝેરના પ્યાલા છે હોં, પુણ્યભાવ પણ ઝેર છે ભાઈ! પોતે જ તેમાં મૂછઈને ભ્રમણા ઊભી કરી છે, અને પોતે જ ઝેર પીધા કરે છે.
અમાપ... અમાપ... અમાપ શક્તિથી ભરેલો ભગવાન આત્મા છે તે અજ્ઞાનીના માપમાં (-જ્ઞાનમાં) આવ્યો નહિ ને આ પુણ્ય-પાપના ભાવનાં માપ (-જ્ઞાન ને હોંશ) કરીને એમાં જ અનાદિથી સ્થિત થઈને એણે ઝેર પીધાં છે. આ દેવ શું, મનુષ્ય શું; નારકી શું, તીર્થંચ શું; ધનવાન શું નિર્ધન શું, રાય શું રંક શું કીડી, કબુતર ને કાગડા શું; અરે! સર્વ સંસારી જીવો અનાદિથી પોતાની ચીજને ભૂલીને પુણ્ય-પાપરૂપ વિષમભાવના વિષના સેવનમાં પડેલા છે. ભાઈ ! વ્યવહાર રત્નત્રયનો ભાવ પણ વિષમભાવ છે બાપુ ! નિયમસારમાં કળશમાં કહ્યું છે કે- નામમાત્ર કારણ કહીએ એવા વ્યવહાર રત્નત્રયને ભવસાગરમાં ડૂબેલા જીવે પૂર્વે ભવભવમાં (–અનેક ભવોમાં) આચર્યું છે, અર્થાત્ એ સત્યાર્થ કારણ નથી, સમભાવ નથી, વિષમભાવ છે. સમજાણું કાંઈ..?
હમણાં હમણાં મોટા ભાગના જીવો તો પાપનાં પોટલાનો ભાર ભરવામાં રોકાઈ ગયા છે, ત્યાંથી ખસી કદાચિત્ પુણ્યભાવમાં આવે તોય શું? પુણ્યભાવ પણ રાગ છે, દુઃખ છે, ઝેર છે. અહા ! આમ દુઃખમય ભાવોમાં જ જીવ અનાદિથી સ્થિત છે. તે પોતાની પ્રજ્ઞાનો અપરાધ છે. આ શેઠીયા, રાજા ને દેવતા બધા પુણ્ય-પાપમાં સ્થિત રહ્યા થકા દુઃખમાં જ ગરકાવ છે. ભાઈ ! તું સંયોગમાં સુખી છે એમ માને છે પણ બાપુ! તું દુઃખના સમુદ્રમાં સ્થિત છે, કેમકે પુણ્ય-પાપના ભાવ બધો દુ:ખનો સમુદ્ર છે ભાઈ !
ભગવાન આત્મા સર્વજ્ઞસ્વભાવ છે. સ્વમાં રહીને, પરને અડયા વિના, અનંતા સ્વપર પદાર્થોને પોતાના સ્વપરપ્રકાશક સ્વભાવના સામર્થ્યથી જાણે એવો જ એનો સ્વભાવ છે. અલ્પજ્ઞતા એનું સ્વરૂપ નથી. તથાપિ કોઈ કિંચિત્ ક્ષયોપશમની વિશેષતાનું અભિમાન કરે તો તે દુઃખમાં સ્થિત છે, વિષમભાવમાં સ્થિત છે. ભણતરનાં અભિમાન એ બધો રાગ-દ્વેષ જ છે. બેનશ્રીના વચનામૃતમાં આવે છે ને કે- “ આવડતના માનથી દૂર રહેવું સારું છે. બહાર પડવાના પ્રસંગોથી દૂર ભાગવામાં લાભ છે, તે બધા પ્રસંગો નિઃસાર છે; સારભૂત એક આત્મસ્વભાવ છે.” ભાઈ ! શાસ્ત્રના ભણતરના અભિમાન જો થયા તો મરી જઈશ તું હોં. એમ તો અગિયાર અંગ ને નવપૂર્વ અનંતવાર ભણી ગયો, પણ બધું ફોગટ ગયું, અજ્ઞાન ખાતે ગયું, એનાથી કેવળ બંધન જ થયું.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #267
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૪૧૨ : ૨૫૧ અરે! આમ જીવ અનાદિથી પરદ્રવ્યમાં રાગાદિભાવોમાં-દુ:ખના ભાવોમાં સ્થિત છે; પોતાની પ્રજ્ઞાના દોષથી હોં. કર્મને લઈને રાગદ્વેષમાં સ્થિત છે એમ અહીં નથી કહ્યું. કોઈ શાસ્ત્રમાં તેમ કહ્યું પણ હોય તો તે નિમિત્તનું-વ્યવહારનું કથન છે એમ જાણવું. રાગાદિ થવા કાળે નિમિત્ત ત્યાં કોણ છે એ ત્યાં બતાવ્યું છે. બાકી “અપને કો આપ ભૂલકે હેરાન હો ગયા.” પોતાને પોતે જ ભૂલી પુણ્ય-પાપના ભાવમાં મૂછણો છે, ત્યાં જ નજર ચોંટાડી છે તેથી પ્રાણી દુઃખના ભાવમાં સ્થિત છે. આનું નામ સંસાર છે. આ બાયડી, છોકરાં, ઘરબાર-તે સંસાર એમ નહિ, રાગાદિ પરવ્યમાં સ્થિત થયો છે એ સંસાર છે, દુ:ખ છે. હવે ગુલાંટ ખાવાનું કહે છે
પોતાની પ્રજ્ઞાના દોષથી પરદ્રવ્યમાં-રાગદ્વેષાદિમાં નિરંતર સ્થિત રહ્યો હોવા છતાં કહે છે, પોતાની પ્રજ્ઞાના ગુણ વડે જ તેમાંથી પાછો વળીને તેને અતિ નિશ્ચળપણે દર્શનજ્ઞાન-ચારિત્રમાં નિરંતર સ્થાપ;” અહાહા....! જ્ઞાનની પર્યાયને પોતામાં-શુદ્ધ એક જ્ઞાયકસ્વરૂપમાં વળી નિશળપણે દર્શન-જ્ઞાન-ચારિત્રમાં સ્થાપ-એમ કહે છે. “પોતાની પ્રજ્ઞાના ગુણ વડે” –એમ કહ્યું ને! ત્યાં “ગુણ” એટલે શું? પર્યાય રૂદ્રવ્ય પ્રતિ ઝુકી, એક જ્ઞાયકની સન્મુખ વળી તે પ્રજ્ઞાનો ગુણ છે. પહેલાં પરસમ્મુખ હતી તે દોષ હતો. હવે કહે છે–પરદ્રવ્યથી-રાગદ્વેષથી પાછો વળીને સ્વરૂપસન્મુખ વળી જા. પર્યાય સ્વરૂપ પ્રતિ ઢળે તે પ્રજ્ઞાનો ગુણ છે. તો કહે છે- પોતાની પ્રજ્ઞાના ગુણ વડ જ રાગાદિ-વ્યવહારથી પાછો વળીને પોતાને અતિ નિશ્ચળપણે દર્શન-જ્ઞાન-ચારિત્રમાં નિરંતર સ્થાપ. લ્યો, આવી વાત! કર્મ માર્ગ આપે તો રાગાદિથી પાછો વળે એમ નહિ, પણ પોતાની પ્રજ્ઞાના ગુણ વડે જ પાછો વળીને પોતાને અતિ નિશ્ચળપણે દર્શન-જ્ઞાન-ચારિત્રમાં સ્થાપ-એમ કહેવું છે
અનાદિથી પર્યાયમાં રાગાદિ અશુદ્ધતા ચાલી આવે છે. વર્તમાન પર્યાય પણ અશુદ્ધ છે; પણ સ્વઘરમાં રહેલી વસ્તુ-ભગવાન જ્ઞાયક પૂર્ણાનંદનો નાથ પ્રભુ તો ત્રિકાળ શુદ્ધ જ છે. જ્યાં પ્રજ્ઞાની પર્યાયને સ્વઘર પ્રતિ વાળે કે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પ્રગટ થાય છે. અહીં કહે છે–તેમાં જ તું તને સ્થા૫; બીજે પંથેથી વાળીને પોતાને મોક્ષપંથે સ્થાપ. અહાહા....! શું ભાષા? “મોરપદે ગપ્પાનું વેદિ' સ્થાપ નિજને મોક્ષપથે ” – ભાષ તો સાદી છે, ભાવ જે છે તે અતિ ગંભીર છે ભાઈ !
પણ એને ભાવ સમજવાની ક્યાં પડી છે? અરે! મારું શું થશે? મરીને હું ક્યાં જઈશ? -ઈત્યાદિ વિચારવાની દરકાર જ કરતો નથી! ઈન્દ્રિયના વિષયનું વિષ પીને રાજી થાય છે પણ ભાઈ ! આ દેહ તો ક્યાંય ફૂ થઈને ઉડી જશે. બધું જ (બધા સંયોગો) ફરી જશે, અને ક્યાંય કાગડ-કૂતરે-કંથને ચાલ્યો જઈશ. જતો નથી આ મોટા મોટા અબજોપતિ શેઠ ફૂ થઈને ક્યાંય હેઠ (હેઠે નરક-નિગોદમાં) ચાલ્યા જાય છે?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #268
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨પર : પ્રવચન રત્નાકર ભાગ-૧) શું થાય હું? હમણાં વખત નથી એમ આડોડાઈ કરીને સત્સમાગમ કરે નહિ, સંસ્કાર તો દૂર રહ્યા, ભેદજ્ઞાનની વાત સુદ્ધાં સાંભળે નહિ, ચોવીસ કલાક વેપાર-ધંધામાં ને બાયડી છોકરાં સાચવવામાં ને ઈન્દ્રિયના વિષયમાં-પાપમાં જ ગુમાવે તે મરીને તિર્યંચમાં જ જાય, ક્યાંય ઘેટાં-બકરાં ને ફુદાંમાં જન્મ-અવતાર લે. શું કીધું શેઠ? શેઠ પડે હેઠ. સમજાણું કાંઈ? ભાઈ ! નિજ ચૈતન્ય સામે આડ મારીને આડોડાઈ કરે તેનું ફળ મહાદુઃખદાયક નરક-નિગોદ છે.
અરે ભાઈ ! તને આ સંસારની હોંશુ કેમ આવે છે. “હોંશીડા મત હોંશ કીજીએ.' ભાઈ ! રાગ અને પરમ તને હોંશ-ઉત્સાહ આવે છે તે છોડી દે. તારું વીર્ય પરમા-રાગમાં જોડાઈને ઉલ્લસિત થાય છે ત્યાંથી પાછું વાળ, પ્રજ્ઞાના ગુણ વડે તારા વીર્યને સ્વસ્વરૂપમાં વાળી તું પોતાને મોક્ષપંથમાં સ્થાપ. અરે ભાઈ ! વિચાર તો કર તું કોણ છો? શ્રીમદ મોક્ષમાળામાં કહ્યું છે કે
હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું; કોના સંબંધે વળગણા, છે? રાખું કે એ પરિહરું? એના વિચાર વિવેકપૂર્વક શાંતભાવે જ કર્યા,
તો સર્વ આત્મિક જ્ઞાનનાં સિદ્ધાંત-તત્ત્વ અનુભવ્યાં. અહાહા...! ભગવાન! તું અનાદિઅનંત અમાપ-અમાપ શક્તિનો સાગર પ્રભુ છો. અહાહા...! અંદર જ્ઞાનાનંદનો અમાપ. અમાપ દરિયો પ્રભુ તું છો. માટે શાંત ચિત્તે સ્વપરના વિવેકપૂર્વક પોતાની પ્રજ્ઞાના ગુણ વડ અર્થાત્ અંતર્મુખ પ્રજ્ઞાની પર્યાય વડ અમાપનું માપ (-જ્ઞાન) કરી લે પ્રભુ! અહાહા...! પ્રજ્ઞાના ગુણ વડે તું પોતાને દર્શન-જ્ઞાનચારિત્રમાં એવો સ્થાપ કે ત્યાંથી કદી ચળે નહિ.
અરે! અનંતકાળે આવો મોંઘો મનુષ્યભવ મળ્યો છે ને પ્રભુ! હવે આડોડાઈ ક્યાં સુધી? શુભરાગથી ધર્મ થાય એ આડોડાઈ હવે છોડી દે. પરલક્ષે જે શુભભાવ થાય તે સંસાર છે, તે ચોરાસીના અવતારની ખાણ છે; અને અંદર તું અતીન્દ્રિય આનંદની ખાણ છો ને પ્રભુ! માટે કહે છે– ભાઈ ! પરની હોંશુથી પાછો વળ; પોતાની પ્રજ્ઞાના ગુણ વડ ત્યાંથી પાછો વાળીને નિજાત્માને દર્શનજ્ઞાનચારિત્રરૂપ મોક્ષપંથમાં સ્થાપ. ભાઈ ! હોંશ કરવા લાયક તારી ચીજ અંદર પડી છે તેની હોંશ કર. અહા! આવો ઉપદેશ! ! અહો ! આ સમયસાર તો ભરતક્ષેત્રનો ભગવાન છે. આવી અલૌકિક ચીજ બીજે ક્યાંય છે નહિ.
અહા! કહે છે- “સ્થાપ નિજને મોક્ષ પંથે..” ! ભાઈ ! તને આ મોંઘુ (આકરું) લાગે પણ આ સમયે જ છૂટકો છે. અરે ! જીવો દેહાદિ અનિત્યની મમતા કરી-કરીને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #269
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૪૧ર : ૨૫૩ દેહ છોડી પરલોકમાં ક્યાંયના ક્યાંય ચાલ્યા જશે! એવા સ્થાનમાં જશે જ્યાં ન કોઈ સગું ન કોઈ વહાલું હશે, ન ખાવા દાણા ન પીવા પાણી હશે, ન પહેરવા વસ્ત્ર ન રહેવા મકાન હશે. આ જીવ છે એમ કોઈ ઓળખશે પણ નહિ એવા મહા દુઃખના સ્થાનોમાં ચાલ્યા જશે. માટે હે ભાઈ ! તું અનિત્યનો પ્રેમ છોડી નિજ નિત્યાનંદજ્ઞાનાનંદ પ્રભુ આત્માની રુચિ કર; પોતાની પ્રજ્ઞાના ગુણ વડે આત્માને ત્યાંથી પાછો વાળી દર્શન-જ્ઞાનચારિત્રમાં સ્થાપ.
પ્રજ્ઞાના ગુણ વડ જ' એટલે સ્વ પુરુષાર્થ વડ સ્થાપ એમ અહીં કહેવું છે. “જ' “વ' – એમ શબ્દ પડ્યો છે ટીકામાં, જુઓ. લોકોને એકાંત લાગે. પણ આ સમ્યક એકાંત છે, કેમકે બીજી કોઈ રીત છે જ નહિ. વ્યવહાર કથંચિત્ સાધન છે એમ તું કહે, પણ એ તો કથનમાત્ર આરોપથી સાધન કહ્યું છે, તેનાથી કોઈ સાધ્યની સિદ્ધિ ન થાય. અરે ભાઈ! વ્યવહારને વાસ્તવિક સાધન તું માને એમાં તારું અહિત થાય છે. ભાઈ ! તું વ્યવહારનો પક્ષ જવા દે; આ વાતને ખોટી પાડવાનું રહેવા દે ભાઈ ! આ તો કેવળીના કેડાયતી દિગંબર સંત ભગવાન કુંદકુંદાચાર્ય, જેની અવસ્થામાં પ્રચુર આનંદ ઉછળી રહ્યો હતો તેમનું આ ફરમાન છે બાપુ! ક
તું સ્થાપ નિજને મોક્ષપંથે, ધ્યા અનુભવ તેહને;
તેમાં જ નિત્ય વિહાર કર, નહિ વિહર પરદ્રવ્યો વિશે. ભાઈ ! વ્યવહારના રાગથી પુણ્યબંધ અવશ્ય થશે, પણ એનો તું પક્ષ-રુચિ કરે એ તો મિથ્યાત્વ છે બાપા! તારા વ્યવહારથી લોક રાજી થશે, પણ તારો આત્મા રાજી નહિ થાય. જો આત્માને રાજી (આનંદિત, સુખી) કરવો છે તો કહે છે–પોતાની પ્રજ્ઞાના ગુણ વડ જ ત્યાંથી (વ્યવહારથી પોતાને પાછો વાળીને નિર્મળ જ્ઞાન-દર્શન-ચારિત્રમાં સ્થાપ; એવો સ્થાપ કે કદીય ચળે નહિ, મોક્ષ લઈને જ રહે. બાકી વ્યવહારની ક્રિયાઓ કરતાં કરતાં મોક્ષ થઈ જશે એમ ત્રણકાળમાં છે નહિ, લ્યો, આ એક પદનો અર્થ થયો.
હવે બીજો બોલ: “તથા સમસ્ત અન્ય ચિંતાના નિરોધ વડ અત્યંત એકાગ્ર થઈને દર્શન-જ્ઞાન-ચારિત્રને જ ધ્યા....”
જુઓ, દેવ- શાસ્ત્ર–ગુરુની ભક્તિ કે વિનયનો વિકલ્પ કે ગુણ-ગુણીના ભેદનો વિકલ્પ કે છકાયના જીવની દયાનો વિકલ્પ એ સર્વ અન્ય ચિંતા છે અહીં કહે છે – એ સમસ્ત અન્ય ચિંતાનો નિરોધ કરી અંતરમાં-સ્વસ્વરૂપમાં એકમાં એકાગ્ર થઈને દર્શનજ્ઞાન-ચારિત્રને ધ્યા. એમ કે ભગવાન શુદ્ધ ચૈતન્ય ધ્રુવ અંદર છે તેને દષ્ટિમાં લીધો છે, હવે તે એકને જ અગ્ર કરી શુદ્ધ દર્શન-જ્ઞાન-ચારિત્રનું જ ધ્યાન કર, અહીં પર્યાયથી વાત છે, બાકી ત્રિકાળી શુદ્ધ દ્રવ્યને ધ્યાનવું છે. રાગની ને પરની ચિંતા–ધ્યાન ન કર, પણ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #270
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
૨૫૪ : પ્રવચન રત્નાકર ભાગ-૧૦
નિર્મળ રત્નત્રયને ધ્યા એમ પર્યાયથી વાત કરે છે. ભાઈ! પરની ને રાગની ચિંતા છે તે તો અપધ્યાન છે, આર્ત-રૌદ્રધ્યાન છે. ત્યાંથી હઠી, કહે છે, નિર્મળ રત્નત્રયનું જ
ધ્યાન કર.
તત્ત્વાર્થસૂત્રમાં ધ્યાનનું લક્ષણ કહ્યું છેઃ ‘yાપ્રવિન્તાનિરોધો ધ્યાનમ્' એકાગ્રતાપૂર્વક ચિંતાનો નિરોધ તે ધ્યાન છે. અહીં પણ કહે છે-અન્ય સમસ્ત ચિંતાનો નિરોધ કરીને એક નામ શુદ્ધ ચૈતન્યમાં અગ્ર થઈ તેમાં જ રમણતા કર. અહાહા...! લોકમાં ઉત્તમ, મંગળ ને શરણરૂપ પદાર્થ પોતાનો આત્મા જ છે. માટે ૫૨થી છૂટી પોતાના આત્માને દર્શન-જ્ઞાન-ચારિત્રમાં જ સ્થાપ, ને તેનું જ ધ્યાન કર. ભાઈ ! ધ્યાન કરતાં તો તને આવડે જ છે; અનાદિથી ઊંધું ધ્યાન-સંસારનું ધ્યાન તો તું કર્યા જ કરે છે, પણ તે દુ:ખમય છે; તેથી હવે કહે છે–સવળું ધ્યાન કર, સ્વસ્વરૂપનું ધ્યાન કર, સ્વસ્વરૂપનાં દષ્ટિ-જ્ઞાન-રમણતા તે સવળું ધ્યાન છે અને તે આનંદકારી છે, મંગલકારી છે. સમજાણું કાંઈ... ?
હવે ત્રીજો બોલઃ ‘તથા સમસ્ત કર્મચેતના અને કર્મફળચેતનાના ત્યાગ વડે શુદ્ધજ્ઞાનચેતનામય થઈને દર્શન-જ્ઞાન-ચારિત્રને જ ચૈત-અનુભવ;....
દયા, દાન, વ્રત, ભક્તિનો ભાવ છે તે રાગ છે, તે કર્મચેતના છે. વિકારી ભાવમાં એકાગ્રતા તે કર્મચેતના છે. અને તે રાગાદિ ભાવોમાં હરખ-શોક થવો તે કર્મફળચેતના છે. રાગાદિને ભોગવવાનો ભાવ કર્મફળચેતના છે. અહીં કહે છે-તેના ત્યાગ વડે આ બૈરાંછોકરાં ને ઘરબારના ત્યાગ વડે એમ નહિ, એનો તો સદા ત્યાગ જ છે, એ ક્યાં અંદર સ્વરૂપમાં ગરી ગયાં છે? આ તો એની પર્યાયમાં રાગનું કર્તાપણું અને ભોક્તાપણું ઉભું છે તેના ત્યાગ વડે, કહે છે, જ્ઞાનચેતનામય થઈને દર્શન-જ્ઞાન-ચારિત્રને જ ચેત. તેનો જ અનુભવ કર. આ છેલ્લે ‘તું લેય’ શબ્દ છે ને! તેનો આ અર્થ છે કે અંદર ત્રણલોકનો નાથ જ્ઞાયક પ્રભુ પરમાત્મા પોતે છે તેમાં એકાગ્ર થઈને, તેમાં જ રમણતા કરીને શુદ્ધ દર્શન-જ્ઞાન-ચારિત્રને જ ચેત, તેને જ અનુભવ.
ભાઈ ! શુભાશુભ ભાવ હો કે મહાવ્રતના ભાવ હો, કે ગુણ-ગુણીના ભેદનો વિકલ્પ હો કે નવિકલ્પ હો-એ બધો રાગ કર્મચેતના છે. અને તેમાં હરખ-હોંશ થાય તે કર્મફળચેતના છે. અહીં કહે છે- સમસ્ત કર્મચેતના અને કર્મફળચેતનાનો ત્યાગ કરીને, શુદ્ધજ્ઞાનચેતનામય થઈને અર્થાત્ શુદ્ધજ્ઞાનચેતનામાત્ર વસ્તુ પોતે છે તેમાં એકાગ્ર થઈને, જે દર્શન-જ્ઞાન-ચારિત્ર પ્રગટ થાય તેને જ ચેત. અહાહા...! શુદ્ધ ચૈતન્યસંપદાથી ભરેલો ભગવાન પોતે છે તેમાં એકાગ્ર થઈને, કહે છે, શુદ્ધ દર્શન-જ્ઞાન-ચારિત્રને જ ચેત. અહા ! આ પુણ્ય-પાપના ભાવ તો વિપદા છે, તે અપદ છે, તે તારું રહેવાનું
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
Page #271
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૪૧૨ : ૨૫૫ ને ચેતવાનું સ્થાન નથી. જ્ઞાન ને આનંદથી ભરેલું શુદ્ધ ચૈતન્યતત્ત્વ તે નિજપદ છે. તેનો અનુભવ કર, તે એક જ અનુભવવાયોગ્ય છે. આવી વાત !
હા, પણ અમારે તો આ કરવું કે બૈરાં-છોકરાની જવાબદારીઓ નિભાવવી?
અરે ભાઈ ! તું બૈરા-છોકરાનું કરે છે જ શું? પરનું હું કાંઈ કરું છું, કુટુંબ પરિવારનું હું પાલન કરું છું એ માન્યતા જ મૂઢની છે. તું તો મફતનો રાગ-દ્વેષ કર્યા કરે છે, હરખ-શોક કર્યા કરે છે. તેથી કહે છે... ત્યાંથી વિરક્ત થઈ, નિજ ચૈતન્યપદમાં એકાગ્ર થઈ તેનો જ અનુભવ કર, કેમકે આ જ સુખનો પંથ છે, જન્મ-મરણ નિવારવાનો પંથ છે. સમજાણું કાંઈ...?
હવે ચોથો બોલ–
તથા દ્રવ્યના સ્વભાવના વશે (પોતાને) જે ક્ષણે ક્ષણે પરિણામો ઉપજે છે તેપણા વડ (અર્થાત્ પરિણામીપણા વડે) તન્મય પરિણામવાળો (–દર્શનશાનચારિત્રમય પરિણામવાળો ) થઈને દર્શન-જ્ઞાન-ચારિત્રમાં જ વિહુર:...'
જુઓ, દ્રવ્યના સ્વભાવના આશ્રયે ક્ષણે ક્ષણે દર્શન-જ્ઞાન-ચારિત્રના પરિણામ ઉપજે છે. દ્રવ્યના સ્વભાવના વશે જે પરિણામો ઉપજે છે તે નિર્મળ રત્નત્રયના પરિણામ હોય છે; પુણ્ય-પાપના પરિણામ શુદ્ધ દ્રવ્યના વિશે ન થાય, એ તો પરના-નિમિત્તના વિશે થનારા પરિણામ છે અને તે દુઃખરૂપ છે. અહીં તો દ્રવ્યને દૃષ્ટિમાં લીધું છે તેથી દ્રવ્યનો સ્વભાવ નિર્મળ-નિર્મળ ભાવથી દ્રવે છે. અહાહા..! નિર્મળ રત્નત્રયની પરિણતિરૂપે દ્રવે છે. અહીં કહે છે-તે પણા વડે નિર્મળ-નિર્મળ દ્રવવા વડે તન્મય પરિણામવાળો થઈને દર્શન-જ્ઞાન-ચારિત્રમાં જ વિહર. પુણ્ય-પાપના ભાવમાં-દુઃખના ભાવમાં તો અનંતકાળથી વિહાર કરતો રહ્યો, હવે અર્થાત્ આ અવસર છે ત્યારે તેમાં માં વિહર, અંદર પૂર્ણાનંદનો નાથ નિર્મળાનંદ પ્રભુ આત્મા છે તેના આશ્રયે જે ક્ષણે ક્ષણે નિર્મળ-નિર્મળ દર્શન-જ્ઞાનચારિત્રના પરિણામ થાય તેમાં જ વિહર, ત્યાં જ વિહર. સ્વર્ગ અને નર્ક આદિ ચારે ગતિ દુ:ખરૂપ જ છે, માટે પુણ્ય અને પાપમાં મા વિહુર. એક દર્શન-જ્ઞાન-ચારિત્રમાં જ વિહર. ‘તત્થવ વિદર વુિં ' “તેમાં જ નિત્ય વિહાર કર' છે ને ગાથામાં ? આ એનો અર્થ થયો.
હવે આવું સમજવાની આ વાણિયાઓને બિચારાઓને ફુરસદ ન મળે; જિજ્ઞાસા નહિ, તત્ત્વાભિલાષ નહિ એટલે આડોડાઈ કરે ને કહેઃ હમણાં નહિ, જો 'શું પછી શું જો શું પછી ? આ ભરવાડ નથી હોતા ભરવાડ; એક દિ જોયો હતો બકરાં ચારતો; પચીસ જેટલાં બકરાં ને સાથે પંદર-વીસ નાનાં નાનાં બકરાનાં બચ્ચાં. તો વિચાર આવે છે કે આ વાણિયા બધા મરીને આ બચ્ચાં નહિ થયા હોય? શું થાય ભાઈ? આવી આડોડાઈનુ ફળ આવી તિર્યંચ ગતિ છે બકરીની, ગાયની, ભૂંડણની કૂખે અવતાર
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #272
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫૬ : પ્રવચન રત્નાકર ભાગ-૧) આવે, અરે! એકેન્દ્રિયાદિમાં ચાલ્યો જાય એવું તત્ત્વ પ્રતિ આડોડાઈનું મહા વિષમ ફળ છે. અધિક શું કહીએ? એટલે તો કહે છે-દર્શન-જ્ઞાન-ચારિત્રમાં જ વિહર; બીજે મા વિહર. એ જ હવેના બોલમાં કહે છે:–
તથા જ્ઞાનરૂપને એકને જ અચળપણે અવલંબતો થકો, જેઓ શેયરૂપ હોવાથી ઉપાધિસ્વરૂપ છે એવાં સર્વ તરફથી ફેલાતાં સમસ્ત પરિદ્રવ્યોમાં જરાપણ ન વિહર.'
અહાહા..! કહે છે- પરદ્રવ્યોમાં જરાપણ ન વિહર. આ શુભાશુભ રાગાદિ ભાવમાં મત જા. રાગાદિ ભાવ તો દુ:ખનો પંથ છે બાપુ! ત્યાં જતાં તારું સુખ લુંટાય છે. તું નિર્ધાર તો કર કે અંદર તું એક શુદ્ધ જ્ઞાનસ્વરૂપી પરમેશ્વર છો. હુમણાં પણ અંદર પરમેશ્વર છો હોં, જો ન હોય તો પરમેશ્વર પદ પ્રગટે ક્યાંથી ? તો કહે છે- નિજ જ્ઞાનરૂપને એકને જ અચળપણે અવલંબતો થકો, સમસ્ત પરદ્રવ્યોમાં જરાપણ ન વિહર. અહા! જ્ઞાનરૂપને એકને જ અવલંબતાં પુણ્ય-પાપનું આલંબન છૂટી જાય છે અને સ્વભાવના વશે નિર્મળ-નિર્મળ દર્શન-જ્ઞાન-ચારિત્ર પ્રગટે છે. અહીં કહે છે- તેમાં જ વિહર, બીજે પરદ્રવ્યોમાં જરાપણ ન વિહર. નિર્મળ જ્ઞાન-દર્શન-ચારિત્રમાં વિહરવાનું કહ્યું
ત્યાં જ્ઞાનસ્વરૂપ આત્માનું એકનું જ આલંબન છે, બીજું-વ્યવહારનું પણ આલબન છે એમ નથી. સમજાણું કાંઈ....? પાઠમાં છે કે નહિ! છે ને “જ્ઞાનરૂપને એકને જ અચળપણે અવલંબતો થકો....' આવી વાત છે.
સમોસરણમાં વાઘ, સિંહ વગેરે સંકડો પશુઓ વાણી સાંભળવા આવે. સ્વર્ગના ઇન્દ્રો ને દેવોનાં વૃંદ, ને શ્રાવક-શ્રાવિકાઓ ને મુનિવરો વાણી સાંભળવા આવે. અહા ! ભગવાનના શ્રી મુખેથી નીકળેલી તે વાણી કેવી હશે? ભગવાનની મૂધ્વનિ સાંભળી ભગવાન ગણધરદેવ વિચારે અને આગમની રચના કરે-તે વાણીનો શું મહિમા કહીએ?
મુખ કારધુનિ સુનિ, અર્થ ગણધર વિચારે;
રચિ આગમ ઉપદેશ, ભવિક જીવ સંસય નિવારે. અહો! એ વાણી કેવી દિવ્ય અલૌકિક હશે? અરે! ભરતે હમણાં ભગવાનના વિરહ પડી ગયા; પણ વાણી રહી ગઈ. એમાં કહે છે- પ્રભુ! તારા દ્રવ્યસ્વભાવનો તને કદીય વિરહ્યું નથી, અંદર જ્ઞાન, શાન્તિ અને આનંદનું ધ્રુવ દળ પડ્યું છે. તે એક જ અચળપણે આલંબીને પ્રાપ્ત થતા નિર્મળ દર્શન-જ્ઞાન-ચારિત્રમાં જ તું વિહાર કર, બીજે મત વિહર. નિજસ્વભાવના આલંબન વિના લોકમાં બીજે ક્યાંય ચેન પડે એમ નથી.
ત્યારે કેટલાક કહે છે કે તમે (-કાનજી સ્વામી) વ્યવહારથી લાભ માનતા નથી. અરે ભાઈ ! વ્યવહાર-રાગ તો બંધનું-દુ:ખનું કારણ છે બાપુ! એની રૂચિ છોડી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #273
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૪૧ર : ૨૫૭ સ્વભાવમાં જવું-વિહરવું એ ધર્મ છે. જુઓ, અહીં શું કહે છે? કે અનંતશક્તિનો એકરૂપ પિંડ એવું જે શુદ્ધ આત્મદ્રવ્ય તે એકને જ અચળપણે અવલંબતો થકો, સમસ્ત પરદ્રવ્યમાં જરાપણ ન વિહર. કથંચિત્ દ્રવ્યનું અવલંબન અને કથંચિત્ શુભરાગનું અવલંબન એમ વાત નથી; જ્ઞાનરૂપને એકને જ અવલંબતો –એમ કહ્યું છે. અહો! પદે પદ આચાર્યદેવ વ્યવહારના આલંબનનો નિષેધ કરે છે. વ્યવહાર હોય છે એ જુદી વાત છે ને વ્યવહારનું આલંબન જુદી વાત છે. વ્યવહારનું આલંબન તો મિથ્યાત્વ છે.
અરે ભાઈ ! તારે ક્યાં સુધી આમ ને આમ દુઃખમાં રહેવું છે? ઘરમાં બે એક વર્ષથી માંદગીનો ખાટલો હોય તેને કાંઈક ઠીક થાય ત્યાં તો બીજો માંદો પડી જાય. તેને ઠીક થાય ત્યાં વળી ત્રીજો ખાટલે પડે. આમ ઉપરાઉપરી ઘરમાં માંદગી ચાલે એટલે કંટાળે ને રાડુ પાડ કે-રોગનો ખાટલો ખાલી જ થતો નથી. એમ અજ્ઞાની જીવે અનંતકાળમાં એક સમય પણ દુઃખનો ખાટલો ખાલી કર્યો નથી, અનાદિથી રાગરૂપી રોગના ખાટલે પડ્યો પારાવાર દુઃખ ભોગવે છે. સંતો અહીં કણા લાવી કહ્યું છે- જાગ નાથ! એક વાર જાગ; અંદર ચૈતન્યસ્વરૂપ ભગવાન છે તે એકનું જ આલંબન લે; નિમિત્તના-દેવ-ગુરુશાસ્ત્રના-રાગના આલંબનમાં મત જા, કમક પરના ને રાગના અવલંબને ધર્મ નહિ થાય, પણ એક ધ્રુવ જ્ઞાનસ્વરૂપના અવલંબને જ ધર્મ થશે. અરે ! વિશેષ શું કહીએ ? આ નિર્મળ પર્યાય જે પ્રગટી તે પર્યાયના અવલંબને પણ નવી નિર્મળ પર્યાય નહિ થાય. બસ, એક ધ્રુવને ધ્યાતાં જ ધર્મ થાય છે. સમજાણું કાંઈ....?
અહા! આ ૐધ્વનિનો પોકાર છે. પ્રભુ! તું એકવાર તારા ત્રિકાળી આનંદના નાથનું અવલંબન લે. પૂજા-વ્રત-ભક્તિ આદિ વ્યવહારનું આલંબન તને શરણરૂપ નહિ થાય, કેમકે તે બંધનું કારણ છે. અહા ! જેમ પાતાળમાં સદાય પાણી ભર્યા છે તેમ તારા ધ્રુવના પાતાળમાં અનંત-અનંત જ્ઞાન ને આનંદ ભર્યા છે. તે પાતાળમાં પ્રવેશતાં પર્યાયમાં અતીન્દ્રિય આનંદના ધોધ ઉછળશે. તું ન્યાલ થઈ જઈશ પ્રભુ! અંદર ધ્રુવને ધ્યાનનું ધ્યેય બનાવતાં ધર્મ-જૈનધર્મ પ્રગટશે. એક ધ્રુવના અવલંબને જ ધર્મ થાય છે આવો સમ્યક એકાન્તવાદ છે; એક ધ્રુવના આશ્રયે (ધર્મ) થાય અને વ્યવહારથી ન થાય એનું નામ સમ્યક અનેકાન્ત છે. ભાઈ ! પર્યાયમાં પરમેશ્વરપદ પ્રગટે ક્યાંથી? અંદર પરમેશ્વરપદ પડ્યું છે તેને એકને જ અચળપણે અવલંબતા પર્યાયમાં પરમેશ્વરપદ પ્રગટ થાય છે. આવી સાર-સાર વાત છે.
વળી કહે છે- “જેઓ જ્ઞયરૂપ હોવાથી ઉપાધિસ્વરૂપ છે એવાં સર્વ તરફથી ફેલાતાં સમસ્ત પરદ્રવ્યોમાં જરાપણ ન વિહર.” જુઓ, પુણ્યના પરિણામ થાય તે પરશેયરૂપ ઉપાધિભાવ છે. પુણ્યભાવ ધર્મીને આવે ભલે. પણ તે ઉપાધિભાવ છે, સ્વ-ભાવ નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #274
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫૮ : પ્રવચન રત્નાકર ભાગ-૧) સમાધિ નથી. જેમ શરીર, મન, વાણી, ઈન્દ્રિય પરજ્ઞય છે. તેમ શુભભાવના વિકલ્પ ઉઠ તે પરય છે અને માટે તે ઉપાધિસ્વરૂપ છે. ભાઈ! તું પર તરફ જઈશ તો તને ચોમેરથી વિકલ્પરૂપ ઉપાધિ ઊભી થશે, સમાધિ નહિ થાય. ભગવાન કહે છે તું મારી સામે પણ જઈશ તો રાગ જ થશે, ઉપાધિ થશે, ધર્મ નહિ થાય. જ્ઞાનીને પણ વ્યવહારના શુભભાવ આવે છે, પણ તે છે ઉપાધિ. માટે કહે છે-સર્વ તરફથી ફેલાતા પરદ્રવ્યોમાં જરાપણ ન વિહર, પૂર્ણદશા ભણી જવું છે ને! તેથી કહે છે-શુદ્ધ ચૈતન્યના આલંબનથી પ્રગટ નિર્મળ દર્શન-જ્ઞાન-ચારિત્રમાં જ વિહર, બીજે ન વિહર.
દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો-વિનય ભક્તિનો ભાવ રાગ છે, વ્યવહાર છે; પંચમહાવ્રતના પરિણામ રાગ છે, વ્યવહાર છે; છકાયની રક્ષાના પરિણામ રાગ છે, વ્યવહાર છે: શાસ્ત્ર-ભણતરનો ભાવ રાગ છે. વ્યવહાર છે. આ બધો વ્યવહાર જ્ઞયરૂપ ઉપાધિ છે; સ્વ-ભાવ નથી, પરદ્રવ્ય છે. તેમાં જરાપણ ન વિહર-એમ કહે છે. શુદ્ધ નિશ્ચય એકના જ આલંબને પ્રાપ્ત શુદ્ધ દર્શન-જ્ઞાન-ચારિત્રમાં જ વિહર. લ્યો, આ પ્રભુનો માર્ગ છે આ શૂરવીરનાં કામ છે બાપા!
પ્રભુનો મારગ છે શૂરાનો, નહિ કાયરનાં કામ જો. આ કાયરનું કામ નહિ. કાયરનાં તો કાળજાં કંપી જાય એવું આ કામ છે. અહો ! શું અલૌકિક ગાથા ! ગાથા તો ગાથા છે! બાર અંગનો સાર! ભગવાન ગણધરદેવે આગમ રચ્યાં એનો આ સાર છે. આ સાંભળીને ભવ્ય જીવો સંશય નિવારો.
* ગાથા ૪૧૨ : ભાવાર્થ ઉપરનું પ્રવચન * પરમાર્થરૂપ આત્માના પરિણામ દર્શન-જ્ઞાન-ચારિત્ર છે; તે જ મોક્ષમાર્ગ છે.'
પરમાર્થ એટલે પરની દયા પાળવી તે પરમાર્થ-એમ નહિ, પણ પરમ અર્થ અર્થાત પરમ પદાર્થ ચૈતન્યચિંતામણિ પ્રભુ પોતે આત્મા છે તે પરમાર્થ છે. અહો! બધા આત્મા અંદર પરમાર્થરૂપ ભગવાન છે. આ દહને, રાગને ને પર્યાયને ન જુઓ તો અંદર બધા ભગવાનસ્વરૂપે બિરાજે છે. અહીં કહે છે–આવા પરમાર્થરૂપ આત્માના પરિણામ દર્શનજ્ઞાન-ચારિત્ર છે. પુણ્ય-પાપના પરિણામ તે પરમાર્થે આત્માના પરિણામ નથી. જે ભાવે તીર્થકર ગોત્ર બંધાય તે આત્માના પરિણામ નથી. માટે જ ભગવાન કહે છે- તું મારા સામું ન જો, જોઈશ તો તને રાગ જ થશે, કેમકે અમે પરદ્રવ્ય છીએ, અમે તારું દ્રવ્ય નથી. અમારા લક્ષ તારું કલ્યાણ નહિ થાય. રાગની રુચિ છે તે તો ભવની રુચિ છે. માટે અંદર ચિદાનંદસ્વરૂપ પ્રભુ તું છે તેની રુચિ કર, તેની દષ્ટિ કરી તેમાં જ રમણતા-લીનતા કર. બસ, આ જ ધર્મ છે, આ જ મોક્ષમાર્ગ છે, આ જ આત્માના વાસ્તવિક પરિણામ છે. સમજાણું કાંઈ...? હવે કહે છે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #275
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૪૧૨ : ૨૫૯
· તેમાં જ ( –દર્શનજ્ઞાનચારિત્રમાં જ) આત્માને સ્થાપ. તેનું જ ધ્યાન કરવું, તેનો જ અનુભવ કરવો અને તેમાં જ વિહરવું-પ્રવર્તવું, અન્યદ્રવ્યોમાં ન પ્રવર્તવું. અહીં પરમાર્થે એ જ ઉપદેશ છે કે-નિશ્ચય મોક્ષમાર્ગનું સેવન કરવું, કેવળ વ્યવહારમાં જ મૂઢ ન રહેવું.'
ધર્મીને યથાસંભવ બાહ્ય વ્યવહાર હોય ખરો, પણ એનાથી કલ્યાણ થશે એમ મૂઢપણું તેને હોતું નથી. અહીં કહે છે- કેવળ વ્યવહારમાં જ મૂઢ ન રહેવું. વ્રત-ભક્તિથી મારું કલ્યાણ થશે એમ મૂઢતા ન કરવી; બલ્કે તેની ઉપેક્ષા કરી સ્વસ્વભાવમાં જ પ્રવર્તવું.
*
*
*
હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ
* કળશ ૨૪૦ : શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *
‘ દર્-જ્ઞપ્તિ-વૃત્તિ-ગાત્મ: ય Ve: yh: નિયત: मोक्षपथः' દર્શનજ્ઞાનચારિત્રસ્વરૂપ જે આ એક નિયત મોક્ષમાર્ગ છે. ‘તંત્ર વ ય: સ્થિતિમ્ તિ તેમાં જ જે પુરુષ સ્થિતિ પામે છે અર્થાત્ સ્થિત રહે છે, ‘તં અનિશમ્ ધ્યાયેત્' તેને જ નિરંતર ધ્યાવે છે, ‘તું શ્વેતતિ’ તેને જ ચેતે-અનુભવે છે, ‘7 દ્રવ્યાન્તરાળિ અસ્પૃશન્ તસ્મિન્ વ નિરન્તરમ્ વિહરતિ' અને અન્યદ્રવ્યોને નહિ સ્પર્શતો થકો તેમાં જ નિરંતર વિહાર કરે છે, ‘સ: નિત્ય-જીવયં સમયસ્ય સામ્ અવિાત્ અવશ્ય વિશ્વતિ' તે પુરુષ, જેનો ઉદય નિત્ય રહે છે એવા સમયના સારને (અર્થાત્ પરમાત્માના રૂપને ) થોડા કાળમાં જ અવશ્ય પામે છે– અનુભવે છે.
ઓહો ! ભગવાન આત્મા પૂર્ણાનંદનો નાથ સચ્ચિદાનંદ પ્રભુ અંદર અનંત અતીન્દ્રિય ગુણોનું નિધાન છે અહા! આવું જે નિજસ્વરૂપ તેને પકડી ને તેનાં પ્રતીતિ, જ્ઞાન અને રમણતા કરવાં તે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ નિયત મોક્ષમાર્ગ છે. વ્યવહાર હોય છે ખરો, પણ તે મોક્ષમાર્ગ નથી. ભાઈ! પૂર્ણ વીતરાગ ન થાય ત્યાં સુધી વ્યવહાર હોય છે, પણ તે બંધનું જ કારણ છે, મોક્ષમાર્ગ નથી. મોક્ષમાર્ગ એક જ છે, નથી. તેનું નિરૂપણ બે પ્રકારે છે, માર્ગ બે નથી; માર્ગ તો એક જ છે. એક યથાર્થ અને બીજું આરોપથી–એમ મોક્ષમાર્ગનું નિરૂપણ બે પ્રકારે છે, પણ મોક્ષનો માર્ગ તો એક જ છે. મોક્ષનું સાધન કહો, કારણ કહો, મોક્ષનો ઉપાય કહો, માર્ગ કહો-એ બધું એક જ છે.
આ દેહ તો ક્ષણિક નાશવંત ચીજ છે, તે જોતજોતામાં ક્ષણમાં જ છૂટી જાય; તેનો શું ભરોસો ? પણ અંદર ધ્રુવ... ધ્રુવ... ધ્રુવ ત્રિકાળ નિત્ય ટકી રહેલું તત્ત્વ –જે
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
Page #276
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
ર૬) : પ્રવચન રત્નાકર ભાગ-૧) અનંત અનંત જ્ઞાન, દર્શન, સ્વચ્છતા, પ્રભુતા, આનંદ ઈત્યાદિ અનંતી શક્તિથી ભરેલું તત્ત્વ-તેને, બહિર્મુખ લક્ષ છોડી, અંતર્મુખ થઈને પકડવો ને ત્યાં જ રમવું-ઠરવું તે એક જ મોક્ષમાર્ગ છે, બધું અંદરમાં છે ભાઈ ! બહાર કાંઈ નથી. વસ્તુ જ્યાં અંદર પડી છે ત્યાં દષ્ટિ કરી તેમાં જ ઉપયોગને રમાવવો-સ્થિર કરવો તે નિયત એક જ મોક્ષમાર્ગ છે. ભાઈ ! આ વ્યવહાર રત્નત્રય છે તે મોક્ષમાર્ગ નથી.
પણ તે સાધન તો છે? તેને ઉપચારથી, વ્યવહારથી આરોપ દઈને સાધન કહ્યું છે, તે વાસ્તવિક સાધન
નથી.
આ પુણ્યના પરિણામ મારા છે, મને ભલા છે એવો અજ્ઞાનીને જે મિથ્યા રસ ચઢી ગયો છે તે મિથ્યાત્વ છે. તેનું ફળ નિગોદ છે. અને આ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રનું ફળ મોક્ષ છે. આ પંચમ આરાના મુનિરાજ કહે છે. કહે છે-જે પુરુષ નિર્મળ રત્નત્રયમાં પોતાને સ્થાપીને તેને જ ધ્યાવે છે, તેને જ અનુભવે છે તે અલ્પકાળમાં અવશ્ય મુક્તિ જશે. ‘સમયચે સામ્ વિરતિ અવશ્ય વિજ્વતિ' - છે કે નહિ કળશમાં? અહો ! મુનિરાજને અતીન્દ્રિય આનંદના રસનો કસ ચઢી ગયો છે. કહે છે- આત્મા જ્ઞાનાદિ અનંતગુણ-રસથી ભરેલી કસવાળી ચીજ છે. એ ચીજને જેણે પોતામાં જાણી, માની અને ત્યાં જ જે રમ્યો-ઠર્યો તે ત્રીજા ભવે અવશ્ય મોક્ષ લેશે. અહા ! પંચમ આરાના મુનિ કેવી ખુમારીથી વાત કરે છે. એમ કે ત્રીજે ભવે અમે મોક્ષ લેશું જ લેશું, પરમ અધ્યાત્મ તરંગિણીમાં “અચિરાત્” નો આ અર્થ કર્યો છે.
ભગવાન આત્મા જગતનો સર્વોત્કૃષ્ટ પદાર્થ છે. તેનાથી ઊંચું લોકમાં કાંઈ નથી. ક્ષેત્ર ભલે થોડું હો, પણ અમાપ. અમાપ અનંત શક્તિઓનું એકરૂપ એવો એ ચૈતન્યમહાપ્રભુ અનંત ગુણ-ઋદ્ધિઓનો ભંડાર છે. અરે ! એણે પર્યાય આડે નિજ સ્વભાવના સામર્થ્ય સામું કદી જોયું નથી! એક સમયની પર્યાય પાછળ નજર કરે તો ચૈતન્યચિંતામણિ નિર્મળાનંદનો નાથ પ્રભુ બિરાજે છે. પુણ્ય-પાપ તરફ નજર કરે એ તો મિથ્યાત્વ છે, એનું ફળ નિગોદના અવતાર છે. આ સર્વજ્ઞ પરમાત્માનો પોકાર છે; અંદર ચૈતન્ય ઋદ્ધિથી ભરેલો ચૈતન્યચિંતામણિ પ્રભુ બિરાજે છે તેની અંતર્દષ્ટિ કરી, તેનો જ અનુભવ કરી, તેમાં જ રમણતા કરે તે મોક્ષમાર્ગ છે, તેનું ફળ મોક્ષ છે. ભાઈ ! જો મોક્ષની ઈચ્છા છે તો બહારની અધિકતા ને વિસ્મયતા છોડી દે, વ્રત-ભક્તિ આદિ વ્યવહારની અધિકતા ને વિસ્મયતા છોડી દે, અને અનંતા વિસ્મયોથી ભરેલો ભગવાન આત્મા અંદર વિરાજે છે તેનાં રુચિ-રમણતા કર; તે એક જ મોક્ષમાર્ગ છે.
' અરે! લોકો વ્રત-તપ આદિ ક્રિયાકાંડના વિકલ્પના વમળમાં ભરાઈ પડ્યા છે. પણ વસ્તુ તો નિર્વિકલ્પ છે પ્રભુ! તારા વિકલ્પમાં તે કેમ જણાશે? કેમ અનુભવાશે? માટે ત્યાંથી બહાર નીકળી જા, ને વસ્તુ છે ત્યાં જા; તને પરમ આનંદ થશે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #277
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૪૧૨ : ૨૬૧ પાંચ-પચીસ લાખની મૂડી હોય ને છોકરા મીઠાશથી બોલે- “બાપુજી,” તો અજ્ઞાની ત્યાં ખુશી-ખુશી થઈ જાય છે; બહારની ચીજોમાં કુતૂહલ કરે છે. પણ અરે ભાઈ ! એમાં તારું કાંઈ નથી. એ તો બધાં વેરી-રાગનાં નિમિત્તો છે, પરદ્રવ્યો છે; તારાથી વિરુદ્ધ સ્વભાવવાળાં તત્ત્વો છે. તેમાં તને રાજીપો અને કુતૂહલ થાય અને અનંત ગુણઋદ્ધિથી ભરેલી તારી ચીજને જાણવાનું તને કુતૂહલ નહિ? જરા વિચાર કર. વીતરાગ પરમેશ્વર આત્મા, આત્મા” નો પોકાર કરે છે તો તે શું છે તેનું કુતૂહલ તો કર. અંદર સ્વરૂપમાં જ તો ખરો, અંદર જોતાં જ તને તારાં દર્શન થશે, અતીન્દ્રિય આનંદ થશે. પરમાનંદની પ્રાપ્તિનો આ એક જ માર્ગ છે ભાઈ !
જુઓ, આ પંચમ આરાના મુનિરાજને અંદર દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ પરિણમન છે, પણ તેની પૂર્ણતા થઈ નથી. તેથી એક વાર સ્વંગમાં દેવના વૈભવ-કલેશમાં-દુ:ખમાં અમારે જવું પડશે-એમ કહે છે. શુભનું ફળ પણ દુઃખ છે ને! પ્રવચનસારમાં કહ્યું છે કેશુભ-અશુભ બને ભાવનું ફળ દુઃખ છે. શુભ ઠીક અને અશુભ અઠીક –એમ બેમાં વિશેષતા નથી. શુભના ફળમાં સ્વર્ગાદિ મળે એ પણ કલેશ છે, આકુળતા છે. અંદર શાન્તિનો સાગર પોતે તું આત્મા છો. બાપુ! તારે બહાર બીજે ડોકિયું શા સારું કરવું પડે?
અંદર ડોકિયું કરી ત્યાં જ થંભી જા, ઉપયોગને ત્યાં જ થંભાવી દે. અહાહા....! ચિન્મા–ચિંતામણિ દેવોનો દેવ ભગવાન! તું અંદર મહાદેવ છો. ત્યાં જ દષ્ટિ કરી ત્યાં જ જામી જા; તને રત્નત્રય પ્રગટશે, અનાકુળ શાન્તિના નિધાન પ્રગટશે. આ એક જ માર્ગ છે. બાકી વ્યવહાર સાધન અને નિશ્ચય સાધ્ય –એમ ઉપચાર વચનને નિશ્ચય જાણી અજ્ઞાની વ્યવહારને ચોંટી પડે છે, પણ એનું ફળ સંસાર છે. તો શ્રીમદે તો એમ કહ્યું છે કે
નિશ્ચય રાખી લક્ષમાં, સાધન કરવાં સોય.” એ અંતરંગ નિશ્ચય સાધન બાપુ! એક શુદ્ધ નિશ્ચયનું લક્ષ કરે એ જ સાધન ભાઈ ! બીજું કયું સાધન? ત્યાં વિકલ્પ હોય તેને આરોપથી વ્યવહાર સાધન કહે છે એ તો કહેવામાત્ર છે. ભાઈ ! કેવળ બાહ્ય સાધનથી કલ્યાણ થઈ જાય એવો માર્ગ નથી. સમોસરણમાં સાક્ષાત્ સર્વજ્ઞદેવ સીમંધરનાથ વિરાજે છે, તેમની ભક્તિનો ભાવ આવે ભલે, પણ એ બંધનનો ભાવ છે, મોક્ષમાર્ગ નથી. અરે ! મહાવિદેહક્ષેત્રની કાંકરી-કાંકરીએ અનંત વાર જભ્યો-મર્યો ને અનંતવાર ભગવાનના સમોસરણમાં ગયો, પણ એવો ને એવો પાછો ફર્યો! શું થાય? વ્રત-ભક્તિ આદિ પોતે ગુંથેલી વિકલ્પની જાળમાં ગુંચાઈ ગયો, પણ સ્વસમ્મુખ ન થયો!
અહીં કહે છે કે આ એક નિયત નિશ્ચય મોક્ષમાર્ગ છે તેમાં જ જે પુરુષ સ્થિતિ પામે છે, તેને જ નિરંતર ધ્યાવે છે, તેને જ ચેતે-અનુભવે છે તે પુરુષ સમયના
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #278
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ર૬ર : પ્રવચન રત્નાકર ભાગ-૧) સારને અલ્પકાળમાં જ અવશ્ય પામે છે, અનુભવે છે. અહીં તો પ્રગટેલી દશામાં અપ્રતિહતની જ વાત છે. જો કે અહીંથી સ્વર્ગમાં જતાં ચારિત્ર રહેશે નહિ, પણ દર્શનજ્ઞાન ઊભાં રહેશે જેના બળે અલ્પકાળમાં જ ચારિત્રની પૂર્ણતા કરી મુક્તિને પ્રાપ્ત થશે. પંચમકાળમાં અત્યારે કેવળજ્ઞાન નથી એમ તું મુંઝાઈશ નહિ. ભાઈ ! કેવળજ્ઞાન ભલે અત્યારે નથી, પણ ભગવાન મુક્ત-આનંદસ્વરૂપની દષ્ટિ, જ્ઞાન ને રમણતા તો અત્યારે વર્તે છે, થાય છે. અહા ! જેને મુક્તસ્વરૂપ હું ભગવાન આત્મા છું એમ સ્વસંવેદનમાં જાણું, માન્યું તેને પર્યાયમાં અંશે મુક્તિ થઈ જ ગઈ, અને અલ્પકાળમાં તે ઉગ્ર અંતરના પુરુષાર્થ વડે મુક્તિ પામશે જ.
અહા! પાંચ-દસ કોડની સંપત્તિ હોય, ફાટુ-ફાટુ જુવાની હોય ને રૂડ-રૂપાળું શરીર હોય એટલે બસ થઈ ગયું, કોઈ વાત સાંભળે જ નહિ. પણ ભાઈ! આ શરીર તો મસાણની રાખ થશે બાપુ! એ તારી ચીજ નહિ. અને એ સંપત્તિ ને એ મહેલ-મકાન તારાં નહિ; એ તો સંયોગી પુગલની ચીજ બાપા! આ રાજા રાવણ ના થઈ ગયો? મોટો અર્ધચક્રી રાજા. એના મહેલમાં રતન જડેલી લાદીની ફર્શ, અને સ્ફટિકરતનની દિવાલો,
સ્ફટિક રતનની સીડી ! અહાહા...! સ્ફટિકરતન કોને કહેવાય? અપાર વૈભવમાં એ રહેતો. પણ વિપરીત વ્યભિચારી પરિણામના ફળમાં મરીને નરકના સંજોગમાં ગયો, નરકનો મહેમાન થયો. બધા જ સંજોગ ફરી ગયા. (એ રૂપાળું શરીર ને સંપત્તિ ને મહેલ કાંઈ ના મળે). ભાઈ ! જરા વિચાર કર. આ અવસર છે હોં (સમ્યગ્દર્શનનો આ અવસર છે.)
સૂત્રમાં કહ્યું કે – “મોશ્યપદે શપ્પાનું હવેદિ' – એ વાત અહીં કળશમાં કીધી કે ‘તત્ર વ ય: રિસ્થતિમ તિ' તેમાં જ જે પુરુષ સ્થિતિ પામે છે તે સમયના સારને પામે છે. અહાહા...! આનંદનો સાગર પ્રભુ પોતે છે તેનાં રસરુચિને રમણતા કરતાં અંદર આનંદનાં પૂર આવે, આનંદના લોઢના લોઢ ઉછળે- અહા! તે દશામાં જે સ્થિત રહે છે તે પુરુષ, કહે છે, અલ્પકાળમાં પરમાનંદસ્વરૂપ મોક્ષને પામે છે.
વળી કહે છે– “નિ ધ્યાયે' તેને જ જે પુરુષ નિરંતર ધ્યાવે છે તે અવશ્ય મોક્ષપદને પ્રાપ્ત થાય છે.
હા, પણ બધું ક્રમબદ્ધ છે ને? જે જ્યારે થવાનું હોય ત્યારે થાય છે.
અરે ભાઈ ! બધું ક્રમબદ્ધ છે એ તો યથાર્થ છે, પણ એનો નિર્ણય તે કોની સામે જોઈને કર્યો? એનો નિર્ણય કરનારની દષ્ટિ તો શુદ્ધ એક જ્ઞાયક દ્રવ્ય પર હોવી જોઈએ. આમ એનો યથાર્થ નિર્ણય થાય તેને કર્તાબુદ્ધિ ઉડી જાય છે ને જ્ઞાતાપણાની દષ્ટિ પ્રગટ થાય છે. જ્ઞાયકની દષ્ટિ થાય એ જ પુરુષાર્થ છે. પરંતુ લોકોને પર્યાય ઉપર
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #279
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૪૧ર : ર૬૩ નજર હોય છે, તેથી તેમને ક્રમબદ્ધની યથાર્થ શ્રદ્ધા-માન્યતા હોતી નથી; તેમને સમ્યક પુરુષાર્થ હોતો નથી. તેઓને તો નિયતવાદી મિથ્યાદષ્ટિ કહ્યા છે.
અહીં ચારિત્રની વાત છે. સ્વસ્વરૂપની અંતરદષ્ટિ સહિત તેમાં જ વિશેષ રમણતા લીનતા હોય તેને ચારિત્રવત મુનિ કહીએ. એવા ચારિત્રવંતને, કહે છે, નિરંતર તેનું જ ધ્યાન કર, અર્થાત્ સ્વરૂપલીનતાથી હુઠ મા. ત્યાં જ તૃપ્ત થઈ જા; બહાર વ્યવહારના વિકલ્પ તો દુઃખનું વેદન છે. ગાથામાં આવે છે ને કે
આનાથી બન તું તૃપ્ત તુજને સુખ અહો ! ઉત્તમ થશે” જ્ઞાનમાત્ર નિજ સ્વરૂપમાં લીન થઈ તેમાં જ તૃપ્ત-તૃપ્ત થવું તે પરમ ધ્યાન છે, તે પરમ સુખની પ્રાપ્તિનો ઉપાય છે. અહા ! સ્વસ્વરૂપમાં લીનતા એવું જ ધ્યાન તે ધ્યાનમાં જ જે તૃપ્ત થઈ રહે છે, બહાર ( વિકલ્પમાં) આવતો નથી તે અવશ્ય મોક્ષ સુખને પામે છે. હવે આમ છે ત્યાં વ્યવહારને વાસ્તવિક સાધન માને તે કઈ રીતે યોગ્ય છે?
હવે કહે છે- “તું વેતતિ' તેને જ ચેતે-અનુભવે છે તે પુરુષ પરમાત્માના રૂપને અવશ્ય પામ છે. અહાહા....! અતીન્દ્રિય આનંદનો સાગર પ્રભુ આત્મા છે. તેના આનંદના સ્વાદની મીઠાશમાં જે રમે છે અને અન્ય દ્રવ્યોને નહિ સ્પર્શતો થકો તેમાં જ નિરંતર વિહાર કરે છે તે પુરુષ અચિરાતું અર્થાત્ અલ્પકા
ર્થાિત અલ્પકાળમાં સમયના સારને પામે છે. અહીં ! દેવ-ગુરુ-શાસ્ત્ર તો અન્ય દ્રવ્ય છે અને તેમનાં વિનયભક્તિનો ભાવ પણ અન્યદ્રવ્ય છે. વ્યવહાર રત્નત્રયનો રાગ અન્ય દ્રવ્ય છે. અહા ! તેને અડતો નથી અને પોતાના સ્વરૂપમાં જ જે વિહાર કરે છે તે અલ્પકાળમાં જ મોક્ષપદને પામે છે–ભાઈ ! તું શ્રદ્ધા તો કર કે માર્ગ આ જ છે. તને આ મોંઘા કઠણ લાગે પણ આ અશક્ય નથી. છે તેને પામવું તેમાં અશક્ય શું? દષ્ટિ ફેરવીને ચીજ અંદર છતી-વિદ્યમાન છે ત્યાં દષ્ટિ લગાવી દે.
ભાઈ ! તને વ્યવહાર વ્યવહાર –એમ વ્યવહારનો પક્ષ છે પણ એની તો દિશા જ પર તરફ છે. હુવે પર દિશા ભણી જાય તેને સ્વની પ્રાપ્તિ કેમ થાય ? સીધો આથમણે દોડે તેને ઉગમણો હાથ આવે એમ કમ બને? ન બને. વ્યવહારના-રાગના ભાવ તો પરલક્ષી છે, તે તો આત્માને સ્પર્શતા જ નથી. માટે એનાથી આત્મપ્રાપ્તિ થાય એમ કદીય બનવું સંભવ નથી. માટે કહે છે-પદ્રવ્યને સ્પર્યા વિના જ જે પુરુષ સ્વસ્વરૂપમાં નિરંતર વિહરે છે તે અવશ્ય મોક્ષપદને પામે છે. એ આવ્યું છે ને ભાઈ ! ગાથામાં કે
“વિઠ્ઠનો ભૂતાર્થ તજી વ્યવહારમાં વર્તન કરે, પણ કર્મક્ષયનું વિધાન તો પરમાર્થ-આશ્રિત સંતને.” –૧૫૬,
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #280
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates ૨૬૪ : પ્રવચન રત્નાકર ભાગ-૧૦
ખરેખર તો સમિતિ હોય તેને વિદ્વાન કહ્યો છે. અહીં તો બહુ શાસ્ત્ર ભણીભણીને થયો હોય ને! તેને નામથી વિદ્વાન્ કહ્યો છે, ભણી-ભણીને કાઢયું આ. શું? કે ભૂતાર્થ ૫૨માર્થસ્વરૂપ વસ્તુ સચ્ચિદાનંદ પ્રભુ આત્માને છોડીને વ્યવહાર કાઢયો, વ્યવહાર કરતાં કરતાં ( આત્મપ્રાપ્તિ) થાય એમ કાઢયું. પણ ધૂળેય નહિ થાય સાંભળને. વ્યવહારમાં પ્રવર્તશે તેને સંસાર ફળશે. અહા ! ભૂતાર્થને ભૂલી વ્યવહારનું આચરણ કરે તે તો વિદ્વાન હોય તોય મિથ્યાદષ્ટિ જ છે. ચાવલ (કણ ) છોડીને ફોતરા ખાંડે એના જેવો એ મૂઢ અહીં કહે છે- સ્વરૂપની દષ્ટિ સહિત જેને અતીન્દ્રિય આનંદનું પ્રચુર સ્વસંવેદન થયું છે અને જે નિજ સ્વરૂપમાં જ નિત્ય વિહાર કરે છે તે પુરુષ, થોડા જ કાળમાં જેનો ઉદય નિત્ય રહે છે એવા સમયના સારને અવશ્ય પામે છે.
‘જેનો ઉદય નિત્ય રહે છે–એટલે શું? કે મોક્ષની પર્યાય જે પ્રગટ થઈ તે સાદિઅનંતકાળ સદાય એવી ને એવી ૨હેશે. ભૂતકાળ કરતાં ભવિષ્યકાળ અનંતગુણો છે. તો મોક્ષદશા પ્રગટ થઈ તે હવે પછી અનંત અનંતકાળ સદાય એવી ને એવી રહેશે.
ચોથા આરામાં ઉત્કૃષ્ટ પુરુષાર્થ કરે તો તે જ ભવે કેવળજ્ઞાન અને મોક્ષ થઈ જાય છે. પણ અહીં, પંચમ આરાના મુનિરાજ છે તે પોતાની વાત કરે છે એમ કે અહીંથી સ્વર્ગમાં જશું, ત્યાંથી મનુષ્ય થઈને ત્રીજે ભવે મોક્ષ જશું. પાંચમો આરો છે, અમારો પુરુષાર્થ ધીમો છે, કેવળજ્ઞાન અને મોક્ષ થાય એવો હમણાં પુરુષાર્થ નથી, પણ ત્રીજે ભવે અમે જરૂર મોક્ષપદ પામશું. આ તો સૌને સાગમટે નોતરું છે. એમ કે નિજ સ્વરૂપનાં દષ્ટિ-જ્ઞાન-રમણતા કર, તેમાં જ વિહર; અમે કોલકરાર કરીએ છીએ કે ત્રીજે ભવે તું મોક્ષપદ પામીશ. બેનશ્રીમાં (–વચનામૃતમાં) આવે છે ને કે–“ જાગતો જીવ ઊભો છે તે ક્યાં જાય ? જરૂર પ્રાપ્ત થાય. એમ કે જ્ઞાયકપણે જીવ નિત્ય છે તે અમે દૃષ્ટિમાં લીધો છે, નજરમાં લીધો છે તે હવે ક્યાં જાય? જરૂર પ્રાપ્ત થાય. અહીં કહે છે -અલ્પકાળમાં અવશ્ય પ્રાપ્ત થશે. લ્યો, આવી વાત.
જુઓ, પહેલાં પરણવા આવતા ત્યારે પરણવા આવનારને (વરને ) સુતરનો ગુંચભર્યો ફાળકો ગુંચ ઉકેલવા આપતા. એમ કે ગુંચ ઉકેલવાની એનામાં ધીરજ છે કે નહિ એમ કસોટી કરતા. અહીં કહે છે-ભાઈ! તું અનાદિ વ્યવહારની ગુંચમાં ગુંચાયો છો. જો તારે મોક્ષલક્ષ્મીને વવું છે તો ધીરજથી અને સાહસથી ગુંચને ઉકેલી નાખ. વ્યવહાર સાધન છે એ અભિપ્રાયને છોડી દે તો ગુંચ ઉકલી જશે. અહા ! સ્વરૂપનાં શ્રદ્ધાન-જ્ઞાન અને રમણતા એ એક જ સાધકભાવ છે. તેનો કાળ અસંખ્ય સમયનો છે. તેના ફળમાં મોક્ષદા પ્રગટ થાય. તેનો રહેવાનો કાળ અનંત-અનંત સમયનો છે.
-ભગવાન આત્મા ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય અનાદિ-અનંત છે.
-તેના આશ્રયે પ્રગટ થયેલી સાધકદશા સાદિ-સાંત અસંખ્ય સમય છે.
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
Page #281
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૪૧૨ : ર૬૫ –તેના ફળરૂપે પ્રગટ થયેલી કેવળજ્ઞાન અને મોક્ષની દશા સાદિ-અનંત છે.
સમ્યગ્દર્શન થયા પછી કોઈને તે જ ભવે કેવળજ્ઞાન અને મોક્ષ થાય છે, અને કોઈને બે, પાંચ, કે પંદર ભવ સુધીમાં થાય છે, તોપણ સાધકદશાનો કાળ અસંખ્ય સમય જ છે, તેમાં અનંત સમય ન લાગે.
અહા! આત્મા અનંતગુણનો દરિયો પ્રભુ ચૈતન્યચમત્કારથી ભરિયો છે. તેનાં નિશ્ચય શ્રદ્ધાન-જ્ઞાન-રમણતા જેને થયાં તેના સંસારનો અલ્પકાળમાં જ અંત આવીને તેને સાદિ-અનંતકાળ રહે તેવું સિદ્ધપદ પ્રાપ્ત થાય છે. અહાહા....! તેનો સંસાર અનાદિ–સાંત થઈ જાય છે ને સાદિ-અનંત સિદ્ધપદ પ્રાપ્ત થાય છે.
ભાવાર્થ:- નિશ્ચય મોક્ષમાર્ગના સેવનથી થોડા જ કાળમાં મોક્ષની પ્રાપ્તિ થાય એ નિયમ છે. જુઓ, આ કુદરતનો નિયમ કહ્યો.
“જેઓ દ્રવ્યલિંગને જ મોક્ષમાર્ગ માની તેમાં મમત્વ રાખે છે, તેમણે સમય-સારને અર્થાત્ શુદ્ધ આત્માને જાણ્યો નથી' – એમ હુવેની ગાથામાં કહશે; તેની સૂચનાનું કાવ્ય પ્રથમ કહે છે:
* કળશ ૨૪૧: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * _ 'ये तु एनं परिहृत्य संवृति-पथ-प्रस्थापितेन आत्मना द्रव्यमये लिंङ्गे ममतां વત્તિ' જે પુરુષો આ પૂર્વોક્ત પરમાર્થસ્વરૂપ મોક્ષમાર્ગને છોડીને વ્યવહાર-મોક્ષમાર્ગમાં સ્થાપેલા પોતાના આત્મા વડે દ્રવ્યમય લિંગમાં મમતા કરે છે (અર્થાત્ એમ માને છે કે આ દ્રવ્યલિંગ જ અમને મોક્ષ પમાડશે), ‘તે તત્ત્વ–આવવોઈ–વ્યુતા: ગદ્ય કપિ સમયસ્થ સારમ્ ન પશ્યન્તિ' તે પુરુષો તત્ત્વના યથાર્થ જ્ઞાનથી રહિત વર્તતા થકા હજુ સુધી સમયના સારને (અર્થાત્ શુદ્ધ આત્માને ) દેખતા-અનુભવતા નથી.
અહાહા...! શુદ્ધ ચૈતન્યસ્વરૂપ-જ્ઞાનાનંદસ્વરૂપ પ્રભુ આત્મા છે. તેની સન્મુખ થઈને તેનાં શ્રદ્ધાન-જ્ઞાન-આચરણ પ્રગટ કરે તે પરમાર્થ સ્વરૂપ નિશ્ચય મોક્ષમાર્ગ છે અને તેને સહકારી જે વ્રતાદિનો રાગ છે તેને વ્યવહારથી વ્યવહાર મોક્ષમાર્ગ કહીએ છીએ. અહીં કહે છે–પરમાર્થસ્વરૂપ નિશ્ચય મોક્ષમાર્ગને છોડીને જે પુરુષો વ્યવહાર મોક્ષમાર્ગમાં સ્થાપેલા પોતાના આત્મા વડે દ્રવ્યમય લિંગમાં મમતા કરે છે કે આ દ્રવ્યલિંગ જ અમને મોક્ષમાર્ગ પમાડશે તેઓ યથાર્થ તત્ત્વજ્ઞાનથી રહિત થયા થકા શુદ્ધ આત્મસ્વરૂપને પામતા નથીઅનુભવતા નથી.
ભાઈ ! જેને અંતરમાં નિજસ્વરૂપનાં રુચિ-રમણતારૂપ નિશ્ચય મોક્ષમાર્ગ પ્રગટયો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #282
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ર૬૬ : પ્રવચન રત્નાકર ભાગ-૧) છે તેને બહાર વ્રત, તપ, ભક્તિ, પૂજા ઈત્યાદિ શુભરાગ, પૂર્ણ ન થાય ત્યાં સુધી હોય છે; તે ઉપચારથી વ્યવહાર મોક્ષમાર્ગ છે એમ સ્થાપ્યું છે, પણ તેને જ કોઈ સત્યાર્થ મોક્ષમાર્ગ જાણી તેનું જ આચરણ કરે છે તો તે યથાર્થ તત્ત્વજ્ઞાનથી રહિત મિથ્યાદષ્ટિ છે, તે સમયના સારને-શુદ્ધ આત્મસ્વરૂપને અનુભવતો નથી. અહા! જેમ દારૂ પીને કોઈ પાગલ થાય તેમ અજ્ઞાની આ વ્યવહારનો રાગ છે તે જ સત્યાર્થ મોક્ષમાર્ગ છે એમ મતવાલો થઈને પાગલ થયો છે. સમયસાર નાટકમાં આવે છે કે
ઘટ ઘટ અંતર જિન બર્સ, ઘટ ઘટ અંતર જૈન,
મત મદિરા કે પાન સૌ મતવાલા સમૂૐ ન.” ભગવાન આત્મા પૂર્ણાનંદનો નાથ પ્રભુ અંદર ત્રિકાળ જિનસ્વરૂપ છે. ભાઈ ! જો અંદર જિનસ્વરૂપ ન હોય તો પર્યાયમાં જિનદેવ પ્રગટે ક્યાંથી ? અહા ! જે અંદરમાં છે તેનો આશ્રય કરતાં પર્યાયમાં પ્રગટ થાય છે. તેનો આશ્રય કરી તેમાં જ રમવું-ઠરવું તેનું નામ જૈનધર્મ છે, તે સત્યાર્થ મોક્ષમાર્ગ છે. આ બહારના ક્રિયાકાંડ કાંઈ જૈનધર્મ નથી. શું થાય? અજ્ઞાની ભ્રમથી ક્રિયાકાંડને ચોંટી-વળગી પડ્યો છે. ભાઈ ! એવી ક્રિયાઓ તો અનંતવાર કરી, પણ અરેરે ! લેશ પણ સુખ ન થયું. છ૭ઢાલામાં કહ્યું છે ને કે
મુનિવ્રત ધાર અનંત વાર ગ્રીવક ઉપજાયો;
પૈ નિજ આતમજ્ઞાન વિના સુખ લેશ ન પાયો.” બાપુ! એ મહાવ્રતાદિ જૈનધર્મનાં સહકારી હો, પણ તે જૈનધર્મ નથી; તે બંધનનો જ ભાવ છે.
જેમ સકરકંદમાં ઉપરની લાલ છાલ દૂર કરો તો અંદર એકલી મીઠાશનો પિંડ પડ્યો છે. તેમ ભગવાન આત્મા પુણ્ય-પાપના ભાવની છાલથી રહિત જુઓ તો અંદર એકલા અતીન્દ્રિય આનંદનો પિંડ છે. તેની સન્મુખ થઈને તેનું જ્ઞાન-શ્રદ્ધાન કરવું, તેનો અનુભવ કરવો ને ત્યાં જ રમવું-ઠરવું તે મોક્ષનો માર્ગ છે. તેને છોડીને કોઈ વ્યક્રિયાનેદ્રવ્યલિંગને ભ્રમથી મોક્ષમાર્ગ માની અંગીકાર કરે છે તો તે તત્ત્વજ્ઞાનથી રહિત વ્યવહારમૂઢ મિથ્યાદષ્ટિ છે, તેને શુદ્ધ ચૈતન્યનો અનુભવ થતો નથી તે સંસારમાં જ પરિભ્રમણ કરે છે.
અરે ! મૂઢ જીવ અધ્યાત્મના વ્યવહારને જાણતો નથી; અને આગમનો વ્યવહાર, તે સુગમ છે તેથી, તેને જ વ્યવહાર માને છે. અંદર ત્રિકાળી શુદ્ધ અભેદ એક દ્રવ્ય છે તે નિશ્ચય, અને તેના આશ્રયે જે નિર્મળ નિર્વિકાર શુદ્ધ રત્નત્રયની પરિણતિ પ્રગટ થાય તે વ્યવહાર છે. શુદ્ધ પરિણતિ તે જ શુદ્ધ વ્યવહાર છે. આવા શુદ્ધ નિશ્ચય-વ્યવહારને મૂઢ જીવ જાણતો નથી, બાહ્ય ક્રિયાકાંડને જ વ્યવહાર માને છે, અને તેમાં જ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #283
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૪૧ર : ર૬૭ મગ્ન થઈ ભ્રમથી કલ્યાણ માની આચરણ કરે છે. પણ એ તો અજ્ઞાન અને મિથ્યા આચરણ સિવાય કાંઈ નથી. પરમાર્થ વચનિકામાં આ વાત પં. બનારસીદાસજીએ કરી છે.
અહા ! જેમ આકાશનું ક્ષેત્ર અમાપ... અમાપ અનંત છે. તેમ ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યપ્રભુ અમાપ. અમાપ અનંતગુણરત્નોથી ભરેલો રત્નાકર છે, અહા ! તેનું માપ કેમ નીકળે? વ્યવહારનો રાગ છે એ તો ઉપર-ઉપરની ધૂળ મર્યાદિત ચીજ છે. એનાથી સૂક્ષ્મ ચૈતન્ય મહાપ્રભુનું માપ કેમ નીકળે? ન નીકળે. તેનું માપ (-જ્ઞાન) તો અંતર્દષ્ટિથી પ્રાપ્ત સૂક્ષ્મ સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાનથી જ થાય છે, અને તેની પ્રાપ્તિ શુદ્ધચેતનાપરિણતિરૂપ મોક્ષમાર્ગથી જ થાય છે. ભાઈ ! આ જ રીત છે. મૂઢ જીવો તેને અવગણીને ક્રિયાકાંડમાં જ ગરકાવ-મગ્ન રહે છે, પણ તેથી તેમને કાંઈ સાધ્ય થતું નથી, માત્ર સંસાર જ ફળે છે. લ્યો, આવી વાત! સમજાણું કાંઈ...?
હવે કહે છે-કેવો છે તે સમયસાર અર્થાત્ શુદ્ધાત્મા? તો કહે છે
નિત્ય ઉદ્યોત' નિત્ય પ્રકાશમાન છે (અર્થાત્ કોઈ પ્રતિપક્ષી થઈને જેના ઉદયનો નાશ કરી શકતું નથી )....
અહાહા...! ભગવાન આત્મા ચૈતન્યના પ્રકાશના નૂરનું પૂર પ્રભુ નિત્યપ્રકાશનો ધ્રુવપિંડ છે. નિત્ય ઉદયરૂપ ધ્રુવનો કોણ નાશ કરે? અહાહા ! સદાય વધઘટ વિનાનું એકરૂપ ધ્રુવ તત્ત્વ પ્રભુ આત્મા નિગોદમાં ગયો ત્યારે પણ એવો ને એવો હતો, એના દ્રવ્યસ્વભાવમાં કાંઈ વધઘટ ન થઈ, અને હમણાં પણ એવો ને એવો જ છે. અહા! આવો નિત્ય ધ્રુવ પ્રકાશનો પૂંજ પ્રભુ આત્મા અંદર પ્રકાશમાન વિરાજે છે. પણ અરે! એણે રાગની રમતમાં રોકાઈને નિજ તત્ત્વને ભાળ્યું નહિ!
વળી તે- ‘કરવઠુમ' અખંડ છે (અર્થાત જેમાં અન્ય જ્ઞય આદિના નિમિત્તે ખંડ થતા નથી), અને ‘મ્' એક છે (અર્થાત્ પર્યાયોથી અનેક અવસ્થારૂપ થવા છતાં જે એકરૂપપણાને છોડતો નથી),......
કીધું? ગમે તેટલા શયોને જાણે તોપણ જ્ઞાન ખંડખંડ થતું નથી. અહા ! ભગવાન પૂર્ણજ્ઞાનઘન પ્રભુ અખંડ પદાર્થ છે, એકરૂપ છે. જાણવાની-દેખવાની એમ અનંતગુણની અનંતી પર્યાયોરૂપ પરિણમવા છતાં ત્રિકાળ એકરૂપ જ્ઞાયકરૂપ જ રહે છે. અહાહા...! આવી અખંડ એકરૂપ નિજજ્ઞાયકવસ્તુના દષ્ટિ ને અનુભવ થાય તેનું નામ સમ્યગ્દર્શન છે. અહા! ચક્રવર્તી ના રાજકુમારો આવું સમ્યગ્દર્શન પામે છે અને પછી સ્વરૂપમાં રમણ કરવા જંગલમાં ચાલ્યા જાય છે. દીક્ષા લેવા જતી વેળા માતાની આજ્ઞા માગે છે કે –માતા મને રજા આપ, અંદર આનંદનો નાથ મારા અનુભવમાં આવ્યો છે, પૂર્ણાનંદની પ્રાપ્તિ માટે હવે હું જંગલમાં જઈ સાધના કરવા માગું છું. માતા ! તારે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #284
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૬૮ : પ્રવચન રત્નાકર ભાગ-૧) રોવું હોય તો રોઈ લે, પણ હવે અમે બીજી માતા નહિ કરીએ, હવે અમે પૂર્ણ મોક્ષપદ થોડા જ વખતમાં લેશું.
સમ્યગ્દષ્ટિ ધર્મીને જોડ વ્યવહાર રત્નત્રયનો રાગ આવે છે. તે આવે છે તેથી સહકારી જાણી તેનું સ્થાપન કર્યું છે, પણ તે કાંઈ સત્યાર્થ મોક્ષમાર્ગ નથી. વાસ્તવમાં તે બંધ પદ્ધતિ જ છે. તેને વ્યવહાર મોક્ષમાર્ગ તરીકે વ્યવહારનયથી સ્થાપન કર્યું છે, નિશ્ચયથી તે મોક્ષમાર્ગ નથી. ભાઈ ! આ જિનેન્દ્રદેવનું ફરમાન છે. છતાં કોઈ મોક્ષમાર્ગના ભ્રમમાં રહી વ્યવહાર-દ્રવ્યલિંગની મમતા કરે છે તો કરો, પણ તેને શુદ્ધ આત્માનીસમયસારની પ્રાપ્તિ થતી નથી.
વળી કેવો છે તે સમયસાર? તો કહે છે
‘તુન આનોવ' અતુલ (-ઉપમા રહિત) જેનો પ્રકાશ છે (કારણ કે જ્ઞાનપ્રકાશને સૂર્યાદિકના પ્રકાશની ઉપમા આપી શકાતી નથી.) ,.... સૂર્યનો પ્રકાશ તો જડ છે. સૂર્ય તો જડ પ્રકાશનો પૂંજ છે, જ્યારે ભગવાન આત્મા તો ચૈતન્યપ્રકાશનો પૂંજ છે. તેથી સૂર્યાદિકના પ્રકાશ સાથે તેની ઉપમા આપી ન શકાય તેવો અતુલ પ્રકાશપુંજ પ્રભુ આત્મા છે.
વળી કેવો છે? “સ્વભાવ-પ્રમ–પ્રામા' સ્વભાવ-પ્રભાનો પુંજ છે (અર્થાત ચૈતન્યપ્રકાશના સમૂહુરૂપ છે). જેમાં રાગાદિ વિભાવની ગંધ નથી એવો સ્વભાવપ્રભાનો પુંજ પ્રભુ આત્મા છે. રાગ તો અંધકાર છે. જેને રાગનો રસ છે તેને ભગવાન આત્મા અનુભવમાં આવતો નથી.
વળી કેવો છે? “ગમનં' અમલ છે (અર્થાત્ રાગાદિ-વિકારરૂપી મળથી રહિત છે). પુણ્ય-પાપના ભાવથી અંદર ભગવાન આત્મા ભિન્ન છે, આવો રાગરહિત શુદ્ધ ચૈતન્યમય આત્મા જેની દૃષ્ટિમાં ન આવે તેને ધર્મ ન થાય. રાગ અને વ્યવહારના પ્રેમીઓ અંદર રાગરહિત શુદ્ધ આત્મા છે તેને પામતા નથી.
આ રીતે, જેઓ દ્રવ્યલિંગમાં મમત્વ કરે છે તેમને નિશ્ચય-કારણ સમયસારનો અનુભવ નથી; તો પછી તેમને કાર્ય સમયસારની પ્રાપ્તિ ક્યાંથી થાય? ન થાય.
(પ્રવચન નં. ૫૦૦ થી પ૦૪ * દિનાંક ૨૨-૧૧-૭૭ થી ર૬-૧૧-૭૭)
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #285
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૪૧૩
पासंडीलिंगेसु व गिहिलिंगेसु व बहुप्पयारेसु । कुव्वंति जे ममत्तिं तेहिं ण णादं समयसारं।। ४१३।।
पाषण्डिलिङ्गेषु वा गृहिलिङ्गेषु वा बहुप्रकारेषु ।
कुर्वन्ति ये ममत्वं तैर्न ज्ञात: समयसारः।। ४१३।। હવે આ અર્થની ગાથા કહે છે:
બહુવિધનાં મુનિલિંગમાં અથવા ગૃહીલિંગો વિષે
મમતા કરે, તેણે નથી જાણ્યો “સમયના સાર” ને. ૪૧૩. ગાથાર્થ- [] જેઓ [ વહુવારેy] બહુ પ્રકારનાં [પાષતિષ વી] મુનિલિંગોમાં [ ગૃહિતિ જેવુ વા] અથવા ગૃહસ્થલિંગોમાં [ મમત્વ ર્વત્તિ] મમતા કરે છે (અર્થાત્ આ દ્રલિંગ જ મોક્ષનું દેનાર છે એમ માને છે), [ તૈઃ સમયસાર: ર જ્ઞાત:] તેમણે સમયસારને નથી જાણ્યો.
ટીકાઃ- જેઓ ખરેખર “હું શ્રમણ છું, હું શ્રમણોપાસક (-શ્રાવક) છું” એમ દ્રવ્યલિંગમાં મમકાર વડે મિથ્યા અહંકાર કરે છે, તેઓ અનાદિરૂઢ (અનાદિ કાળથી ચાલ્યા આવેલા) વ્યવહારમાં મૂઢ (મોહી) વર્તતા થકા, પ્રૌઢ વિવેકવાળા નિશ્ચય (-નિશ્ચયનય) પર 'અનારૂઢ વર્તતા થકા, પરમાર્થસત્ય (-જે પરમાર્થ સત્યાર્થ છે એવા) ભગવાન સમયસારને દેખતા-અનુભવતા નથી.
ભાવાર્થ- અનાદિ કાળનો પરદ્રવ્યના સંયોગથી થયેલો જે વ્યવહાર તેમાં જ જે પુરુષો મૂઢ અર્થાત્ મોહિત છે, તેઓ એમ માને છે કે “આ બાહ્ય મહાવ્રતાદિરૂપ ભેખ છે તે જ અમને મોક્ષ પ્રાપ્ત કરાવશે” , પરંતુ જેનાથી ભેદજ્ઞાન થાય છે એવા નિશ્ચયને તેઓ જાણતા નથી. આવા પુરુષો સત્યાર્થ, પરમાત્મરૂપ, શુદ્ધજ્ઞાનમય સમયસારને દેખતા નથી.
હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ
૧. અનારૂઢ = નહિ આરૂઢ; નહિ ચડેલા.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #286
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૭) : પ્રવચન રત્નાકર ભાગ-૧)
(વિયોનિની) व्यवहारविमूढदृष्टयः परमार्थ कलयन्ति नो जनाः । तुषबोधविमुग्धबुद्धयः कलयन्तीह तुषं न तण्डुलम्।। २४२ ।।
(સ્વી તા) द्रव्यलिङ्गममकारमीलितैदृश्यते समयसार एव न । द्रव्यलिङ्गमिह यत्किलान्यतो
ज्ञानमेकमिदमेव हि स्वतः।। २४३।। શ્લોકાર્થઃ- [વ્યવહાર–વિમૂઢ–૫: નાપરમાર્થ નો વનન્તિ] વ્યવહારમાં જ જેમની દષ્ટિ (-બુદ્ધિ) મોહિત છે એવા પુરુષો પરમાર્થને જાણતા નથી, [ રૂઃ તુષ–વોવિમુઈ–વૃદ્ધ: તુષે યત્તિ, ન તડુન] જેમ જગતમાં તુષના જ્ઞાનમાં જ જેમની બુદ્ધિ મોહિત છે (-મોહ પામી છે) એવા પુરુષો તુષને જ જાણે છે, તંડુલને જાણતા નથી.
ભાવાર્થ- જેઓ ફોતરાંમાં મુગ્ધ થઈ રહ્યા છે, ફોતરાંને જ કૂટ્યા કરે છે, તેમણે તંડુલને જાણ્યા જ નથી; તેવી રીતે જેઓ દ્રવ્યલિંગ આદિ વ્યવહારમાં મુગ્ધ થઈ રહ્યા છે (અર્થાત્ શરીરાદિની ક્રિયામાં મમત્વ કર્યા કરે છે), તેમણે શુદ્ધાત્મઅનુભવનરૂપ પરમાર્થને જાણ્યો જ નથી; અર્થાત્ એવા જીવો શરીરાદિ પરદ્રવ્યને જ આત્મા જાણે છે, પરમાર્થ આત્માનું સ્વરૂપ તેઓ જાણતા જ નથી. ૨૪૨.
હવે આગળની ગાથાની સૂચનારૂપે કાવ્ય કહે છે:
શ્લોકાર્થ- [pવ્યતિ–માર–મીનિતૈ: સમયસર: વ ન દશ્યતે] જેઓ દ્રવ્યલિંગમાં મમકાર વડ અંધ-વિવેકરહિત છે, તેઓ સમયસારને જ દેખતા નથી; [યત ડું દ્રવ્યત્તિ વિરુને અન્યત:] કારણ કે આ જગતમાં દ્રવ્યલિંગ તો ખરેખર અન્યદ્રવ્યથી થાય છે, [ રૂમ્ જ્ઞાનમ્ વ દિ શમ્ સ્વત:] આ જ્ઞાન જ એક પોતાથી (આત્મદ્રવ્યથી ) થાય છે.
ભાવાર્થ:- જેઓ દ્રવ્યલિંગમાં મમત્વ વડ અંધ છે તેમને શુદ્ધાત્મદ્રવ્યનો અનુભવ જ નથી, કારણ કે તેઓ વ્યવહારને જ પરમાર્થ માનતા હોવાથી પરદ્રવ્યને જ આત્મદ્રવ્ય માને છે. ૨૪૩.
૧. તુષ = ડાંગરનાં ફોતરાં; અનાજનાં ફોતરાં. ૨. તંડુલ = ફોતરાં વિનાના ચોખા, ફોતરાં વિનાનું અનાજ.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #287
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૪૧૩ : ૨૭૧
સમયસાર ગાથા ૪૧૩: મથાળું હવે આ અર્થની ગાથા કહે છે:
* ગાથા ૪૧૩ઃ ટીકા ઉપરનું પ્રવચન * જેઓ ખરેખર “હું શ્રમણ છું, હું શ્રમણોપાસક (-શ્રાવક) છું” એમ દ્રવ્યલિંગમાં મમકાર વડે મિથ્યા અહંકાર કરે છે, તેઓ અનાદિરૂઢ (અનાદિકાળથી ચાલ્યા આવેલા) વ્યવહારમાં મૂઢ (મોહી) વર્તતા થકા...”
અહા ! કોઈ નગ્ન દિગંબર મુનિલિંગ ધારે, પંચમહાવ્રતાદિ ક્રિયાઓ પાળે અને તે વડે દ્રવ્યલિંગમાં મમત્વ કરી મિથ્યા અહંકાર કરે કે-હું શ્રમણ છું, મુનિ છું તો અહીં કહે છે કે તે મૂઢ મિથ્યાદષ્ટિ છે, બહુ આકરી વાત બાપા! પણ આ હિતની વાત છે પ્રભુ! તને ખબર નથી પણ વીતરાગનો માર્ગ તો ચૈતન્યના વીતરાગી પરિણામથી ઉત્પન્ન થાય છે, રાગથી ઉત્પન્ન થતો નથી. પંચમહાવ્રત આદિ જેવાં ભગવાને કહ્યા છે તેવાં ચોકખાં પાળે તોય એ રાગ જ છે, ધર્મ નહિ. એ રાગ વડે તું માને કે હું સાધુ-મુનિ થઈ ગયો છું પણ એ તારો દુરભિનિવેશ છે, મિથ્યા માન્યતા છે.
તે જ પ્રમાણે કોઈ શ્રાવકનું નામ ધારણ કરી બાર વ્રત પાળે ને દયા, દાન, ભક્તિ-પૂજા ઈત્યાદિમાં પ્રવર્તે અને તે વડે મિથ્યા અહંકાર કરે કે હું શ્રાવક છું તો તેને પણ આત્માની ખબર નથી. તે પણ મૂઢ અજ્ઞાની જ છે. આજ કારતકી પૂનમ છે ને! હજારો માણસો શત્રુંજયની જાત્રાએ જશે. ત્યાં જ રાગની મંદતા થાય તો પુણ્યબંધ થશે, પણ ધર્મ નહિ. તેમાં ધર્મ માને એ તો નરી મૂઢતા છે ભાઈ ! અરે! શ્રાવક કોને કહીએ? જેને સ્વપરનો અંતર-વિવેક જાગ્યો હોય અને જે રાગથી છૂટો પડી સ્વરૂપમાં રમે તેને શ્રાવક કહીએ. અને મુનિદશા તો એથીય અધિક ઊંચી પ્રચુર આનંદની દશા છે.
અહાહા....! ભગવાન આત્મા અનાકુળ આનંદરસનો-ચૈતન્યરસનો કંદ પ્રભુ છે. અંતર્મુખ થઈ તેને જાણતો-અનુભવતો નથી અને વ્યવહાર ક્રિયાકાંડમાં પોતાનું હિત માને છે, તેમાં ધર્મ અને મુનિપણું -શ્રાવકપણું માને છે તે અનાદિરૂઢ વ્યવહારમાં મૂઢ છે. શુભભાવનો આવો વ્યવહાર તો અનાદિથી ચાલ્યો આવે છે, અનંતવાર કર્યો છે. અહા ! નવમી રૈવેયકના સ્વર્ગમાં જાય એવા શુભભાવ અત્યારે તો છે નહિ, પણ એવા શુભભાવ પણ એણે અનંતવાર કર્યા છે. એમાં નવું શું છે? શુભ-અશુભ ભાવ તો નિગોદના જીવ પણ નિરંતર કરે છે. આ લસણ-ડુંગળી નથી આવતાં? તેની રાઈ જેટલી એક કટકીમાં અસંખ્ય ઔદારિક શરીર છે, અને એક શરીરમાં અનંતા નિગોદના જીવ છે. સર્વજ્ઞ પરમેશ્વરે જ્ઞાનમાં આ જોયા છે. અહા ! તે નિગોદના જીવોને પણ ક્ષણમાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #288
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates ર૭ર : પ્રવચન રત્નાકર ભાગ-૧) શુભ ને ક્ષણમાં અશુભ ભાવ નિરંતર થાય છે. અહીં આ કહે છે કે આવો અનાદિરૂઢ વ્યવહાર છે. અરે! અંદર આનંદનો નાથ ચૈતન્યમહાપ્રભુ વિરાજે છે તેના પક્ષમાં ન જતાં રાગના પક્ષમાં રોકાઈને એણે ચૈતન્યના પક્ષનો ઘાત કર્યો છે. તેને પક્ષઘાતનો આકરો રોગ લાગુ પડયો છે.
નિયમસારમાં કળશ (૧૨૧) માં કહ્યું છે કે- જે મોક્ષનું કથનમાત્ર કારણ છે એવા વ્યવહારરત્નત્રયને ભવસાગરમાં ડૂબેલા જીવે પૂર્વે ભવભવમાં સાંભળ્યું છે અને આચર્યું છે; પરંતુ અરેરે ! ખેદ છે કે જે સર્વદા એક જ્ઞાન છે તેને જીવે સાંભળ્યું-આચર્યું નથી. ભાઈ ! સ્વભાવના ભાર વિના વ્યવહારના ક્રિયાકાંડ તો એણે અનંતવાર કર્યા છે. પણ એથી શું? એ બધા ફોગટ જ છે. (એનાથી સ્વરૂપ પ્રાપ્તિ થતી નથી).
એ જ વિશેષ કહે છે
........ તેઓ અનાદિરૂઢ વ્યવહારમાં મૂઢ વર્તતા થકા, પ્રૌઢ વિવેકવાળા નિશ્ચય (નિશ્ચયનય) પર અનારૂઢ વર્તતા થકા, પરમાર્થસત્ય (જે પરમાર્થ સત્યાર્થ છે એવા)
યસારને દેખતા-અનુભવતા નથી.' પાપના પરિણામ તો દુર્ગતિનું કારણ છે, ને પુણ્યના પરિણામથી સ્વર્ગાદિ મળે છે તેય દુર્ગતિ છે, કેમકે એનાથી આત્માનો ધર્મ –મળતો નથી. વળી શુભભાવને હિતરૂપ માને એ તો મિથ્યાત્વ છે, તે અનંત સંસારનું મૂળ છે. ભાઈ ! મિથ્યાત્વનો અંશ પણ બુરો છે. અજ્ઞાની જીવો અનાદિરૂઢ વ્યવહારમાં મૂઢ રહીને પ્રૌઢ વિવેકયુક્ત નિશ્ચય પર અનારૂઢ વર્તે છે, ઓહો! રાગની ક્રિયાથી શુદ્ધ ચૈતન્ય તત્ત્વ અંદર ભિન્ન છે એવા પ્રૌઢ વિવેકવાળા નિશ્ચય પર અજ્ઞાની આરૂઢ થતો નથી. અહા ! રાગના વ્યવહારના ઘોડે ચઢીને અજ્ઞાની ચતુર્ગતિમાં ભમે છે, રખડે છે, તેને પ્રૌઢ વિવેકયુક્ત નિશ્ચય પ્રગટતો નથી. ભાઈ ! આ બધું અત્યારે સમજવું પડશે હોં. બાકી અહીં મોટા કરોડપતિ શેઠિયા હોય તોય મરીને ક્યાંય પશુગતિમાં ચાલ્યા જશે.
શું થાય ? માંસ-દારૂ ઈત્યાદિનો ખોરાક નથી એટલે નરક ન જાય. વળી સ્વાધ્યાય, દાન, ભક્તિ આદિ શુભભાવનાંય ઠેકાણાં નથી એટલે સ્વર્ગ કે મનુષ્યગતિમાં પણ ન જાય. એટલે તીવ્ર લોલુપતાવાળા જીવો અનેક પ્રકારના માયાચાર વડ મરીને તિર્યંચમા-પશુગતિમાં જ જાય. અહર્નિશ રળવા-કમાવામાં ને ઈન્દ્રિયના વિષયમાં વખત વીતાવે તે જીવો મિથ્યાભાવને સેવતા થકા ક્યાંય ચાલ્યા જાય છે. અહીં કર્યું છે-અનાદિરૂઢ વ્યવહારમાં મૂઢ એવા જીવો નિજસ્વભાવમાં અનારૂઢ વર્તતા થકા પરમાર્થ સત્ય ભગવાન સમયસારને દેખતા-અનુભવતા નથી, અર્થાત્ ચાર ગતિમાં જ રખડે જ છે. સમજાણું કાંઈ...?
અરે ભાઈ ! શુક્લલેશ્યા પર્વતના શુભભાવ તો અભવિને પણ થાય છે. પણ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #289
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૪૧૩ : ૨૭૩ એનાથી સહિત તે દુઃખી જ છે. શું થાય? અનાદિથી અજ્ઞાની જીવોને આ હઠ છે કે આ દયા, દાન, વ્રત, ભક્તિ આદિ વ્યવહારના ભાવોથી મુક્તિ થશે. તે વ્યવહારના–રાગના ઘોડ આરૂઢ થયો છે, રાગમાં આરૂઢ થયેલો તે નિજચૈતન્યપદ પર અનારૂઢ છે. અહા ! આવા વ્યવહાર-વિમૂઢ જીવો, અહીં કર્યું છે, પરમાર્થ સત્ય ભગવાન સમયસારને દેખતા નથી. અનુભવતા નથી.
પ્રશ્ન- તો ધર્મી ને -શ્રાવક અને મુનિને–વ્રતાદિનો શુભરાગ તો હોય છે?
સમાધાન- હા, હોય છે; ધર્મીને તે પૂર્ણપણે સ્વભાવ પર આરૂઢ ન થાય ત્યાં સુધી યથાસંભવ વ્રતાદિનો શુભરાગ હોય છે, પણ તેને તે સત્યાર્થ મોક્ષમાર્ગ જાણતા નથી. તે આદરણીય છે એમ તે માનતા નથી. ભાઈ ! જે શુભરાગ આવે છે તેને તું વ્યવહાર તરીકે બસ જાણ, પણ તેનાથી પોતાનું કલ્યાણ થાય એમ માનવું છોડી દે.
વ્યવહાર મોક્ષમાર્ગ છે એમ વ્યવહારથી સ્થાપન કરવામાં આવ્યું છે, પરંતુ તે સાચો મોક્ષમાર્ગ ક્યાં છે? વાસ્તવમાં તો તે રાગ જ હોવાથી બંધનના કારણરૂપ છે. તે શુભભાવ સાધકદશામાં આવે છે તેને જાણવો જોઈએ, પરંતુ એનાથી જીવનું કલ્યાણ થાય એમ માનવાનું છોડી દેવું જોઈએ. અજ્ઞાની તો દયા, દાન, વ્રત આદિનો શુભભાવ જ મારું સર્વસ્વ છે એમ તેમાં મૂઢ થઈ ગયો છે. અહા! પ્રૌઢ વિવેકથી પ્રાપ્ત થવા યોગ્ય શુદ્ધ નિશ્ચય નિજ ચૈતન્યપદ પર તે અનારૂઢ વર્તતો થકો નિજ સમયસારને પ્રાપ્ત થતો નથીઅનુભવતો નથી. આવી વાત! સમજાણું કાંઈ....
વ્યવહાર સમકિતીને હોય છે, અવશ્ય હોય છે, પરંતુ તેમાં તે આરૂઢ નથી, તે તો શુદ્ધ એક નિજ ચૈતન્યપદ પર આરૂઢ છે. વ્યવહાર છે-એમ બસ ધર્મી તેનો જાણનાર અને દેખનાર છે, એનાથી મારું ભલું થશે એમ તે વ્યવહારમાં મોહિત-મૂઢ નથી. ભાઈ ! ધર્માન શુભભાવ આવે છે એટલી મર્યાદા છે, પરંતુ એ કાંઈ એના કલ્યાણનું કારણ નથી.
અહો ! વીતરાગી સંતો-કેવળીના કડાયતીઓ ભગવાનના આડતિયા થઈને આ માલ જગતને જાહેર કરે છે. ભાઈ ! તારું ચૈતન્યપદ જ્ઞાન અને આનંદના સ્વભાવથી પૂરણ ભરેલું છે. તેના પર આરૂઢ થા તો તને નિરાકુળ આનંદની પ્રાપ્તિ થશે. જેઓ નિજ ચૈતન્યપદ પર અનારૂઢ વર્તતા થકા વ્યવહારમાં મૂઢ થઈ પ્રવર્તે છે તેઓ ચાર ગતિના પરિભ્રમણના કારણમાં–માર્ગમાં પડેલા છે. પ્રવચનસારમાં કહ્યું છે ક-શુભ કે અશુભમાંબન્નેમાં કાંઈ તફાવત નથી એમ જેઓ માનતા નથી તેઓ મોહથી મૂછિત થયા થકા અપાર ઘોર સંસારસાગરમાં ડૂબેલા છે. ભાઈ ! શુભ-અશુભ બન્નેય જગપંથ છે.
હા, પણ અમે નિવૃત્તિ લઈ બ્રહ્મચર્યથી રહીએ છીએ ને?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #290
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૨૭૪ : પ્રવચન રત્નાકર ભાગ-૧)
બ્રહ્મચર્ય કોને કહીએ બાપુ? બ્રહ્મ નામ આત્મા શુદ્ધ ચિદાનંદ ચૈતન્યચિંતામણિ પ્રભુને ચર્ય નામ ચરવું; શુદ્ધ ચૈતન્યમાં ચરવું તેનું નામ બ્રહ્મચર્ય છે. શરીરથી બ્રહ્મચર્ય પાળવાનો વિકલ્પ એ તો શુભભાવ છે, એનાથી પુણ્ય બંધાય, ધર્મ ન થાય. એનાથી ધર્મ થવાનું માને એ તો મિથ્યાત્વનું મહાપાપ છે. અરે! આવા મિથ્યાત્વને સેવીને તો ભગવાન તું રઝળી મર્યો છે.
' અરે ! કદીક એ અનેક પ્રકારની સાંસારિક ચિંતાઓથી, કુટુંબ-પરિવાર આદિથી નિવૃત્ત થયો તો શુભભાવ ને શુભભાવના નિમિત્તોને ચોંટી પડ્યો, એનાથી જ મારું કલ્યાણ થશે એમ માનવા લાગ્યો. પણ ભાઈ રે ! મોક્ષપાહુડમાં ભગવાન કુંદકુંદાચાર્ય ફરમાવે છે કે- “ઘર વલ્વીવો ” પરમાનંદમય નિજ ચૈતન્યપ્રભુ છે તેને છોડીને જેટલું પદ્રવ્ય-કુટુંબ-પરિવાર કે દેવ-ગુરુ-શાસ્ત્ર પ્રતિ લક્ષ જાય તે બધોય રાગ દુર્ગતિ છે, તે આત્માની-ચૈતન્યની ગતિ નથી. શુભભાવથી સ્વર્ગગતિ મળે, પણ તે દુર્ગતિ છે. જેનાથી ગતિ મળે તે ભાવ દુર્ગતિ છે ને તે ગતિ દુર્ગતિ છે. અહાહા....! ભગવાન કહે છે- અમે તારા માટે પરદ્રવ્ય છીએ. અમારા લક્ષ તને રાગ થશે. સ્વરૂપમાં રમવું છોડીને તું અમારું લક્ષ કરે તે દુર્ગતિ છે.
આ નદશા, પંચમહાવ્રતનું પાલન, ૨૮ મૂળગુણની ક્રિયા-આવી ક્રિયા બધી શુભભાવ છે. એમાં કોઈ માને કે –આ મારો ધર્મ ને આ મારું મુનિપણે તેને સંતો કહે છે– પ્રભુ! તું એકવાર સાંભળ. બાપુ! તું બીજ અવળે પાટે ચઢી ગયો છે. મોક્ષમાર્ગ આત્માના હિતનો –આ માર્ગ નથી. અહીં ત્રણ બોલ કહ્યા છે. અનાદિરૂઢ, વ્યવહારમૂઢ, ને નિશ્ચય સ્વભાવમાં અનારૂઢ. અહો ! આ તો ગાથામાં એકલું માખણ ભર્યું છે. કોઈ ભાગ્યવંતને પ્રાપ્ત થશે. કહ્યું છે ને કેગગનમંડળમાં ગૌઆ વિહાણી,
વસુધા દૂધ જમાયા; માખણ થા સો તો વીરલાને પાયા,
જગ છાશ ભરમાયા--સંતો. અહા! અંતરીક્ષમાં ભગવાન બિરાજે ત્યાંથી ૐધ્વનિના ધોધ છૂટયા. ભવ્યોના કાન પર વાણી પડી, તે પાણીમાંથી ચૈતન્યતત્ત્વરૂપ માખણ નીકળ્યું. તે કોઈ વિરલ ભાગ્યવંતને પ્રાપ્ત થયું અને જગત તો વ્યવહારની છાશમાં જ ભરમાઈ ગયા, રાજી રાજી..થઈ ગયા. ભાઈ ! મહાવ્રતાદિના પરિણામ એ તો છાશ એટલે કાંઈ નથી. ભાઈ ! તને ખબર નથી પણ એ રાગથી આત્મપ્રાપ્તિ નહિ થાય. આવો મારગ પ્રભુ! એમાં તે શત્રુંજય ને સમ્મદશિખરની જાત્રા કરીને માની લે કે મને ધર્મ થયો, પણ ધૂળેય ધર્મ નહિ થાય સાંભળને. ધર્મ તો કોઈ જુદી અંતરની અલૌકિક ચીજ છે બાપુ !
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #291
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૪૧૩ : ૨૭૫
તો પૂજામાં તો એમ આવે છે કે
એકવાર વંદે જો કોઈ, તાકો નરક-પશુગતિ ના હોઈ. ભાઈ ! એ તો જાત્રામાં વિશેષ ભક્તિના શુભભાવ હોય તો કદાચિત્ સ્વર્ગ જાય, પણ આત્મદર્શન વિના ત્યાંથી નીકળીને ક્યાં જાય? ક્રમે કરીને નરક-તિર્યંચમાં જાય. અહીં તો ભવના અભાવની વાત છે, ને એ શુભભાવમાં ભવનો અભાવ કરવાનું સામર્થ્ય નથી. સ્વસ્વરૂપનો અનુભવ કર્યા વિના શુભાશુભ થયા જ કરશે અને તેને ચોરાશીનું પરિભ્રમણ ફળ્યા જ કરશે. આવી વાત! સમજાણું કાંઈ..?
અહો ! સંતોને અંદરમાં અતીન્દ્રિય આનંદરસના પ્યાલા ફાયા છે. કહે છેઅતીન્દ્રિય રસના વેદન-સંવેદન વિના માત્ર ક્રિયાકાંડ વડ અને બાહ્ય વેશ વડે કોઈ માને હું શ્રમણ-શ્રાવક છું તો તે જૂઠા છે; વ્યવહારવિમૂઢ અને નિશ્ચય-અનારૂઢ તેઓ પરમાર્થ પદને-ચૈતન્યપદને પામતા નથી–અનુભવતા નથી.
અહો! આ સમયસાર શાસ્ત્ર સં. ૧૯૭૮ માં હાથમાં આવ્યું ત્યારથી લાગ્યું કે માર્ગ બીજો છે, આ ક્રિયાકાંડ અને વેશ તે માર્ગ નથી. રાગથી, ભિન્ન નિજ ચૈતન્યસ્વરૂપ આત્માનો અનુભવ કરવો તે જ મોક્ષનો ઉપાય અને તે જ ધર્મ છે; શુભભાવ છોડી પાપમાં પ્રવર્તવું એમ અહીં વાત નથી, પણ શુભભાવ મોક્ષનો ઉપાય નથી એમ જાણી તેનું લક્ષ છોડી અંતર-સ્વભાવમાં દષ્ટિ કરવી અને ત્યાં જ લીન થઈ પ્રવર્તવું બસ એ જ ઉપાય છે.
* ગાથા ૪૧૩: ભાવાર્થ ઉપરનું પ્રવચન * અનાદિ કાળનો પરદ્રવ્યના સંયોગથી થયેલો જે વ્યવહાર તેમાં જ જે પુરુષો મૂઢ અર્થાત્ મોહિત છે, તેઓ એમ માને છે કે- “ આ બાહ્ય મહાવ્રતાદિરૂપ ભેખ છે તે જ અમને મોક્ષ પ્રાપ્ત કરાવશે, પરંતુ જેનાથી ભેદજ્ઞાન થાય છે એવા નિશ્ચયને તેઓ જાણતા નથી. આવા પુરુષો સત્યાર્થ, પરમાર્થરૂપ, શુદ્ધજ્ઞાનમય સમયસારને દેખતા નથી.'
ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ એક જ્ઞાયકસ્વરૂપ છે. આ બાહ્ય વ્રતાદિકના ભેખ તે એનું સ્વરૂપ નથી. એ તો બધા પરદ્રવ્યના સંયોગથી થયેલા ભાવ છે. શું કીધું? આ પંચમહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુમિ, દયા, દાન, ભક્તિ, પૂજા ઈત્યાદિના ભાવ –એ બધા પરદ્રવ્યના સંયોગથી થયેલા સંયોગી ભાવ છે. એ પરદ્રવ્યના સંયોગથી થયેલો જે વ્યવહાર તેમાં જ જે પુરુષો મૂઢ છે, મોહિત છે તેઓ માને છે કે-આ બાહ્ય વ્રતાદિક ભેખ છે તે જ અમને મોક્ષ પ્રાપ્ત કરાવશે, પણ તે યથાર્થ નથી; કેમકે તે ભાવ અબંધ નથી, બંધરૂપ છે, દુ:ખરૂપ છે, વળી તેઓ ચૈતન્યમય નથી, પણ અચેતન છે. વળી જેનાથી ભેદજ્ઞાન થાય એવા નિશ્ચયને તેઓ જાણતા નથી. તેથી વ્યવહાર વિમૂઢ આવા પુરુષો શુદ્ધજ્ઞાનમય ભગવાન સમયસારને દેખતા નથી- અનુભવતા નથી.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #292
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૭૬ : પ્રવચન રત્નાકર ભાગ-૧)
અહો! અંદર વસ્તુ તો પોતે ત્રિકાળી એક જ્ઞાયક ચૈતન્યના આનંદનું પૂર પ્રભુ છે. અહા! આવી નિજ વસ્તુની અંતર્દષ્ટિ વડ તેના આશ્રયે જે પ્રચુર આનંદની દશા પ્રગટ થાય તે મોક્ષમાર્ગ છે, અને પૂર્ણ આનંદની દશા પ્રગટ થાય તે મોક્ષ છે. અરે ! પણ એણે અંદર નજર કરી નથી, પરદ્રવ્યના આશ્રયે પરિણમ્યા કરે છે. ત્યાં અવ્રતના પરિણામ થાય તે પાપ છે, ને વ્રતના પરિણામ થાય તે પુણ્ય છે. ત્યાં પુણ્યભાવમાં મોહિત-મૂછિત થઈને એનાથી મારો મોક્ષ થશે એમ તે માને છે. વળી ભેદાભ્યાસ કરીને જેનાથી ભેદજ્ઞાન થાય એવા નિશ્ચયને તે જાણતો નથી. શુભભાવના મોહપાશથી બંધાયેલા તેને નિશ્ચય વસ્તુને જાણવાની દરકાર નથી. તેથી બહિરાત્મદષ્ટિ એવો તે સત્યાર્થસ્વરૂપ નિજ સમયસારને પામતો નથી–અનુભવતો નથી.
અહા ! રાગની આગ્નવની ક્રિયાઓ તો અનાદિકાળથી જીવ કરતો આવ્યો છે, અવ્રતના પાપભાવ પણ અનાદિથી કર્યા છે, ને વ્રતના પુણ્યભાવ પણ અનાદિથી અનંતવાર કર્યા છે. તેમાં નવું શું છે? તે સઘળા-પુણ્ય અને પાપના-વિકારી સંયોગીભાવ બંધપદ્ધતિ છે, મોક્ષપદ્ધતિ નથી. તેથી તો શુભભાવ અનંતવાર કર્યા છતાં ચતુર્ગતિપરિભ્રમણ ઉભું છે, તેથી તો અનંતકાળથી તું ચોરાસીના અવતારમાં રઝળી મર્યો છે. ભાઈ ! તું આ વ્યવહારના શુભભાવ મને મોક્ષની પ્રાપ્તિ કરાવશે એમ હું માને છે પણ તારી માન્યતા બરાબર નથી. તારી એ માન્યતાએ જ તને રઝળાવી માર્યો છે, પછી તે ઠીક કેમ હોય? માટે જો તને મોક્ષની ઈચ્છા છે તો અંતર્મુખ દૃષ્ટિ કરી ભેદજ્ઞાન કર. અંતર્મુખ દષ્ટિ વડ જ ભદજ્ઞાન થાય છે. ભેદજ્ઞાન વડે જ અંદર શુદ્ધ નિશ્ચય પરમાર્થ વસ્તુ પોતે છે તેનો અનુભવ થાય છે. આનું જ નામ ધર્મ ને આનું જ નામ મોક્ષનો ઉપાય છે. અનાદિકાળનું ભવભ્રમણ મટાડવાનો આ જ એક ઉપાય છે.
આ સિવાય શુભરાગની ક્રિયાઓમાં ધર્મ માનનારા વ્યવહારમાં વિમોહિત પુરુષો, અનેક પ્રકારના ક્રિયાકાંડ આચરવા છતાં શુદ્ધજ્ઞાનમય નિજ સમયસારને દેખતા નથી. અનુભવતા નથી. આવી બહુ ચોખી વાત છે.
હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે:
* કળશ ૨૪ર : શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * ‘વ્યવહાર–વિમૂઢ-દgય: બના: પરમર્થ નો વયન્તિ' વ્યવહારમાં જ જેમની દષ્ટિ (બુદ્ધિ) મોહિત છે એવા પુરુષો પરમાર્થને જાણતા નથી, ‘ફ૬ તુષ–ોધ–વિમુગ્ધ-વૃદ્ધય: તુષે વયન્તિ, ન તડુત્રમ્' જેમ જગતમાં તુષના જ્ઞાનમાં જ જેમની બુદ્ધિ મોહિત છે (-મોહ પામી છે) એવા પુરુષો તુષને જ જાણે છે, તંડુલને જાણતા નથી.
જુઓ, આ સંસારીઓના લૌકિક વ્યવહારની વાત નથી. એ લૌકિક વ્યવહાર તો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #293
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૪૧૩ : ૨૭૭
એકલું પાપ છે. અહીં તો ધર્મી પુરુષોને (સહકારી) બહારમાં જે મહાવ્રતાદિનો વ્યવહાર
રાગ હોય છે એની વાત છે. કહે છે- ધર્મના નામે મહાવ્રતાદિનો જે વ્યવહાર તેમાં જેની બુદ્ધિ મોહિત છે તે પુરુષો પરમાર્થને જાણતા નથી અર્થાત્ ચૈતન્યમૂર્તિ નિજ સ્વરૂપને તેઓ ઓળખતા નથી. બિચારા વ્યવહાર ક્રિયાકાંડના ફંદમાં ફસાઈ ગયા છે તેઓને નિજ સ્વરૂપના અનુભવના રસનો રસાસ્વાદ પ્રાપ્ત થતો નથી. તેવા જીવો એમ ને એમ ૨૦૦૦ કંઈક અધિક સાગરની ત્રસની સ્થિતિ પૂરી કરીને ક્યાંય એકેન્દ્રિયમાં ચાલ્યા જાય છે. ત્રસમાં-આ કાગડા, કુતરા, કીડી, મકોડા ઈત્યાદિ દશામાં-૨હેવાનો ઉત્કૃષ્ટ કાળ ૨૦૦૦ સાગરોપમ કાંઈક અધિક છે. આવો શાસ્ત્રમાં લેખ છે. સમજાણું કાંઈ... ? દાખલો આપે છે. -
જેમ જગતમાં તુષના જ્ઞાનમાં જ જેમની બુદ્ધિ મોહિત છે એવા પુરુષો તુષને જ જાણે છે, તંડુલને જાણતા નથી. આવે છે ને એમાં દોહા પાહુડમાં–
‘પંડિય પંડિય પંડિય કણ છોડિ વિતુસ કંડિયા ’
હૈ પાંડે! હું પાંડે! હે પાંડે! તું કણને છોડી માત્ર તુષ જ ખાંડે છે. તું પરમાર્થ જાણતો નથી માટે મૂઢ જ છે. અહા! જેઓ ૫૨માર્થને જાણતા નથી તેઓ ચાવલ (ચોખા) છોડીને એકલાં ફોતરાં-ભૂસું ખાંડે છે. એક બાઈ ઘેર ડાંગર ખાંડતી હતી. ચાવલ (-કણ ) નીચે અને ઉપર ફોતરાં રહે. તે દેખીને બીજી એક બાઈ ફોતરાં ભેગાં કરીને ખાંડવા મંડી. તેને શું ખબર કે એકલાં ફોતરાં ખાંડવાથી કાંઈ ન મળે? તેથી કાંઈ ચાવલ મળે ? ન મળે.
તેમ ધર્મી પુરુષો-ગણધાદિ મા મુનિવરો અંતર્દષ્ટિના અનુભવમાં પડયા હોય તેમને મહાવ્રતાદિના વિકલ્પો સાથે હોય છે, તે ફોતરાં સમાન છે. તેને દેખીને અજ્ઞાની મહાવ્રતાદિ ધારણ કરી તેને ધર્મ માની તેનું જ આચરણ કર્યા કરે છે. પણ તેથી શું લાભ? ખરેખર તે તંડુલ છોડીને તુષમાં જ રાજી થઈ ગયો છે. પંચમહાવ્રતાદિના પરિણામ તો ફોતરાં છે ભાઈ! ચૈતન્યરસના કસથી ભરેલી ચીજ તો અંદર છે. ને તે સ્વાનુભવમાં પ્રગટ થાય છે. અજ્ઞાની ફોતરાં સમાન મહાવ્રતાદિમાં મોહિત -મુગ્ધ છે. તે ગમે તેટલું બહારનું આચરણ કરવા છતાં સ્વસ્વરૂપને દેખતો-પામતો નથી.
અરે! એણે અનંત વાર દીક્ષા ગ્રહણ કરી ને અનંતવા૨ પંચમહાવ્રત પાળ્યાં. પણ એથી શું? એ ક્યાં મોક્ષમાર્ગ છે? વ્યવહારમાં મોહિતબુદ્ધિવાળા જીવ અંદર ચૈતન્યપ્રકાશનો પુંજ પ્રભુ છે તેને દેખતા-અનુભવતા નથી.
* કળશ ૨૪૨ : ભાવાર્થ ઉ૫૨નું પ્રવચન *
જેઓ ફોતરામાં મુગ્ધ થઈ રહ્યા છે, ફોતરાંને જ કૂટયા કરે છે, તેમણે તંડુલને જાણ્યા જ નથી; તેવી રીતે જેઓ દ્રવ્યલિંગ આદિ વ્યવહારમાં મુગ્ધ થઈ રહ્યા છે
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
Page #294
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૭૮ : પ્રવચન રત્નાકર ભાગ-૧) (અર્થાત્ શરીરાદિની ક્રિયામાં મમત્વ કર્યા કરે છે), તેમણે શુદ્ધાત્મ-અનુભવનરૂપ પરમાર્થને જાણ્યો જ નથી; અર્થાત્ એવા જીવો શરીરાદિ પરદ્રવ્યને જ આત્મા જાણે છે, પરમાર્થ આત્માનું સ્વરૂપ તેઓ જાણતા જ નથી.'
મહાવ્રતના પરિણામને તત્ત્વાર્થ સૂત્રમાં આસ્રવ કહ્યા છે. તે ભાવ દુ:ખ છે. મોક્ષ અધિકારમાં તેને વિષકુંભ કહેલો છે. હિંસા, જૂઠ, ચોરી ઇત્યાદિ પાપના ભાવ તો મહાદુઃખરૂપ છે, એ અતિ આકરા ઝેરનો ઘડો છે, પરંતુ મહાવ્રતાદિ શુભપરિણામ પણ ઝેરનો ઘડો છે તેનાથી ભિન્ન અંદર ચૈતન્યઘનસ્વરૂપ આત્મા છે તે અમૃતકુંભ છે. અતીન્દ્રિય આનંદરસના રસિયા રસિક પુરુષો તેને સ્વાનુભવની ધારાએ પીવે છે, અનુભવે છે.
બેનશ્રીમાં (–વચનામૃતમાં) આવે છે કે –“મુનિરાજ કહે છે- અમારો આત્મા અનંત ગુણરસથી, અનંત અમૃતરસથી ભરેલો અક્ષય ઘડો છે. તે ઘડામાંથી પાતળી ધારે અલ્પ અમૃતપીવાય એવા અસંવેદનથી અમને સંતોષ નથી. અમારે તો પ્રત્યેક સમયે પૂરું અમૃત પીવાય એવી પૂર્ણ દશા જોઈએ છે.” અહો ! કેવું અલૌકિક ચૈતન્ય દ્રવ્ય અને કેવી અલૌકિક એની પૂરણ વ્યક્ત દશા! ! એ પૂરણ દશામાં સાદિ-અનંતકાળ પ્રતિસમય પૂરું અમૃત પીવાય છે અને ઘડાય સદા પૂર્ણ ભરેલો જ રહે છે. અહા ! જુઓ આ મુનિરાજની ભાવના! અંદર પ્રચુર આનંદ અનુભવે છે, પણ ધારાવાહી અતીન્દ્રિય પૂર્ણ આનંદ જોઈએ છે. અહા! આવી અલૌકિક મુનિદશા છે. પણ વ્યવહારમાં મુગ્ધ જીવોને અંતરદશાની ખબર નથી, બહારમાં શરીરની ક્રિયાને દેખી શરીરની ક્રિયામાં જ મમત્વ ધારણ કરે છે. અરે ! તેઓને પરમાર્થ સ્વરૂપ નિજ શુદ્ધ તત્ત્વનો અનુભવ થતો નથી. જેમ ફોતરાને જ કૂટ્યા કરે તેને તંડુલની પ્રાપ્તિ થતી નથી તેમ પરદ્રવ્યને જ આત્મા જાણી આચરણ કરે છે તેમને પરમાર્થસ્વરૂપ ભગવાન આત્માની પ્રાપ્તિ થતી નથી. સમજાણું કાંઈ....?
હવે આગળની ગાથાની સૂચનારૂપે કાવ્ય કહે છે:
* કળશ ૨૪૩: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * ‘દ્રવ્યનિં–મમel૨–માનિતૈ: સમયસાર: Pવ ન દશ્યતે' જેઓ દ્રવ્યલિંગમાં મમકાર વડે અંધ-વિવેકરહિત છે, તેઓ સમયસારને જ દેખતા નથી; ‘યતુ રૂદ દ્રવ્યર્તિા વિઝન અન્યત:' કારણ કે આ જગતમાં દ્રવ્યલિંગ તો ખરેખર અન્ય દ્રવ્યથી થાય છે, રૂદ્રમ્ જ્ઞાનમ્ વ દિ ણ સ્વત:' આ જ્ઞાન જ એક પોતાથી (આત્મદ્રવ્યથી ) થાય છે.
અહા ! એક સમયમાં ત્રણકાળ-ત્રણલોકને જાણ્યા એ ભગવાનની ધ્વનિમાં સિંહનાદ થયો કે–ભગવાન! તું નિશ્ચયે પરમાત્મસ્વરૂપ છો, મારી જાત એ જ તારી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #295
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૪૧૩ : ૨૭૯
જાત છે. હું જેમ સર્વજ્ઞરૂપે થયો છું તેમ સ્વભાવે તારું અંદર એવું જ સર્વજ્ઞને સર્વદર્શી સ્વરૂપ છે. આ દયા, દાન, વ્રત, ભક્તિ ઈત્યાદિ પરિણામ તો રાગ છે, અન્યદ્રવ્ય છે, તારું સ્વરૂપ નથી. આમ છતાં દયા, દાન, વ્રત આદિ પરિણામથી ધર્મ થવાનું માને તે ઓલા બકરાંના ટોળામાં ભળી ગયેલું સિંહનું બચ્ચું પોતાને બકરું માને એના જેવા છે. અહા ! દ્રવ્યલિંગના મમકાર વડે તેઓ વિવેકરહિત-અંધ બની ગયા છે. તેઓ નિજ સમયસારને જ દેખતા નથી, બકરાંના ટોળામાં રહેલું સિંહનું બચ્ચું માને કે હું બકરું છું એની જેમ દ્રવ્યલિંગમાં મમકાર કરે તે મૂઢ છે.
અરે ભાઈ! તું કોણ છો? ભગવાનની ધ્વનિમાં ગર્જના થઈ છે કે-પ્રભુ તું અનંત અનંત બેહુદ જ્ઞાન અને આનંદના સ્વભાવનો સમુદ્ર છો, ને સ્વસંવેધ અર્થાત્ સ્વસંવેદનમાં જણાય એવો છો. ભાઈ! તું અન્યદ્રવ્યમય ક્રિયાકાંડથી આત્મલાભ થવાનું માને એ તારું અંધપણું છે, વિવેકરહિતપણું છે. બાહ્યલિંગમાં મમકાર કરનાર નિજ આત્મસ્વરૂપને જ દેખતો નથી. રાગ ભગવાન આત્માને સ્પર્શતો જ નથી, છતાં રાગની ક્રિયાથી લાભ થશે એમ માનનાર અંધ-વિવેકરહિત જ છે. અંધ કેમ કહ્યો ? કે તે પોતાને જ ભાળતો નથી.
હવે ઘણા બધા લોકો તો અશુભમાં-દુકાન-ધંધા, રળવું-કમાવું ને ઈન્દ્રિયના વિષયની પ્રવૃત્તિમાં પડયા છે. એમાં તો ભારે નુકશાન છે ભાઈ! આવી પ્રવૃત્તિથી ઝટ વિરક્ત થઈ જા બાપુ! જુઓ, આ બોટાદના એક મુમુક્ષુભાઈ ! મુંબઈમાં મોટી દુકાન-ધંધો ચાલે. ભાઈઓને કહ્યું- ભાઈ ! મને મુક્ત કરો; મારે નિવૃત્તિ લઈ સ્વહિત થાય એમ કરવું છે. મોટો ધંધો હોં, લાખોની પેદાશ, નાની ઉંમર બેતાલીસની, પણ કહે–મારે ગુરુચરણમાં રહી મારું હિત કરવું છે, હવે મને ધંધામાં રસ નથી; મારા ભાગે આવતી ૨કમમાંથી મને ચાર આની આપો, પણ મારે નિવૃત્તિ લેવી છે. જુઓ, આ સત્સમાગમ અને સ્વહિતની જાગૃતિ! આ પૈસાવાળાઓએ દાખલો લેવા જેવો છે. ભાઈ! બહા૨ની જંજાળમાં શું છે? અહીં વિશેષ એમ કહે છે કે-અંદર જ્ઞાન અને આનંદનું ધામ પ્રભુ આત્મા છે એનો વિશ્વાસ ન મળે અને દયા, દાન, વ્રત આદિ ક્રિયાથી ધર્મ થશે એમ માનનાર વિવેકરહિત અંધ છે. શાસ્ત્રમાં તેમને ‘વાળા' રાંક-બિચારા કહ્યા છે. અહા ! દ્રવ્યલિંગ તે અન્યદ્રવ્યથી નિપજેલા વિકારી ભાવ છે, તેમાં માને કે ‘આ હું’ ને ‘એનાથી મને લાભ ’ તે અંધ છે. આવી વાત! ભાઈ તને આકરી લાગે પણ આ ધ્વનિમાં આવેલો સત્ય પોકાર છે.
અરે ભાઈ! આ દેહ તો છૂટી જશે ને તું ક્યાં જઈશ? શું તારી તને કાંઈ પડી નથી ? આ વંટોળિયે ચઢેલું તરણું ઉંચે ચડીને ક્યાં જઈ પડશે-નક્કી નહિ તેમ રાગની ક્રિયા મારી છે એવી માન્યતારૂપ મિથ્યાત્વના વંટોળિયે ચઢેલો જીવ ક્યાંય જઈને ચાર
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #296
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
૨૮૦ : પ્રવચન રત્નાકર ભાગ-૧૦
ગતિમાં અવતરશે. અરે ભાઈ! તું બહા૨નું કરી-કરીને મરી જઈશ બાપુ! આ શુભરાગની ક્રિયા તો પરદ્રવ્યના સંયોગથી થતી ઉપાધિ છે. તેમાં જે મમકાર કરે છે તેને પોતાના સ્વરૂપનો ઈન્કાર છે; જે પોતાનું સ્વરૂપ નથી તેને પોતાનું માને છે તે ચોરાસીના અવતારમાં ક્યાંય રઝળશે. અરે! દ્રવ્યલિંગના મમકાર વડે તેનાં નેત્ર બીડાઈ ગયાં છે, તે અંધ થઈ ગયો છે. ભગવાન જ્ઞાનાનંદસ્વરૂપી પ્રભુને જોવાની આંખો તેણે બંધ કરી છે. હવે આવી વાત-આ જૈનમાં જન્મેલાને પણ જૈન ૫૨મેશ્વર શું કહે છે એની ખબર નથી, પોતાની મતિ-કલ્પનાથી દ્રવ્યલિંગથી ધર્મ માને-મનાવે છે. પણ અહીં કહે છે- ‘ સમયસાર વ ન દશ્યતે' તેઓ સમયસારને જ દેખતા નથી.
સમયસાર એટલે શું ? અહાહા....! શરીરથી, કર્મથી, રાગથી રહિત એકલું ચૈતન્યનું ધ્રુવ દળ –એનું નામ સમયસાર છે. હવે રાગને જ દેખનાર રાગના રસિયા રાગ વિનાના ભગવાનને કેમ દેખે ? –દેખતો નથી. થોડા શબ્દે કેટલું ભર્યું છે?
અરે ! આ શેઠિયા બધા બહારની ધૂમધામમાં રોકાઈ ગયા છે. બિચારાઓને આ બધું વિચારવાનો વખત નથી. એમાંય પાંચ-દસ કરોડની પુંજી થઈ જાય એટલે જોઈ લ્યો, જાણે હું પહોળો ને શેરી સાંકડી. અરે, પાગલ થયો છો કે શું? અંદર અનંતી ચૈતન્યલક્ષ્મીનો ભંડાર ભગવાન સમયસાર છે તેને દેખતો નથી અને વિષયના-રાગના રસમાં ચઢી ગયો છે? જાણે બકરાંના ટોળામાં સિંહ ગરી ગયો ને સિંહને થયું કે હું બકરૂં છું! અરે, તું બકરું નથી ભાઈ! તું સિંહ છો, અનંતા વીર્યનો સ્વામી ભગવાન ચૈતન્યસિંહ છો. અંતર્દષ્ટિરૂપ ગર્જના કર ને તને ખાત્રી થશે. ચૈતન્યસ્વભાવની સમીપ જઈ વિશ્વાસ કર, તને ભગવાનના ભેટા થશે અર્થાત્ તું પર્યાયમાં પૂરણ વીર્યનો સ્વામી થઈશ.
હિંસાદિ પાપના પરિણામ તો દૂર રહ્યા, અહીં કહે છે-અહિંસા, સત્ય, અચૌર્ય, અપરિગ્રહ ને બ્રહ્મચર્ય આ પાંચ વ્રત ચૈતન્યસ્વભાવથી વિપરીત ભાવ છે. આ પાંચમાં મમકા૨ કરી પોતાનું અસ્તિત્વ માને તે નિજ-સમયસારને જાણતો નથી, માનતો નથી. ભગવાન સર્વજ્ઞદેવનો આ પોકાર છે. જેમાં આનંદનો અનુભવ થાય તે ‘મમ' (−મારું, ભોજન છે. છોકરાં મા ને કહે- ‘મમ ' આપ. અહીં સંતો કહે છે- તારા નિત્યાનંદસ્વભાવનો અંતર્મુખ થઈ અનુભવ કર, તે તારું ‘મમ' (સ્વ વા ભોજન ) છે. ભાઈ ! એ નિરાકુલ આનંદની અધુરી (−એકદેશ ) દશા તે સાધન અને તેની પૂર્ણ દશા તે સાધ્ય છે. બધી રમત અંદર છે બાપુ! બહાર તારે કાંઈ જ સંબંધ નથી, રાગના ણથીય નહિ ને શરીરના રજકણથીય નહિ; એ બધી રાગની ને શરીરની ક્રિયા તો બહાર જ છે. ભાઈ! તું રાગની ક્રિયામાં અંજાયો છે પણ એ તારા ચૈતન્યને સ્પર્શતી જ નથી પછી એનાથી ચૈતન્યની પ્રાપ્તિ કેમ થશે? રાગની ક્રિયામાં અંજાઈ જાય તેને ‘સમયસાર’ જોતાં આવડતું નથી, તે ભગવાન સમયસારને દેખતો જ નથી.
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
Page #297
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AfmaDharma.com for updates
સમયસાર ગાથા-૪૧૩ : ૨૮૧
ભગવાન! તું રાગ નહિ હોં! તું જ્ઞાન અને આનંદ સ્વરૂપ છો. અંદર તારું ધ્રુવ પરમાત્મસ્વરૂપ છે તેના અસ્તિત્વને માનતો નથી ને તું રાગના છંદે (–કુછંદે ) ચઢી ગયો છો ? અરે પ્રભુ! તું શું કરે છે? આ વ્રત ને તપ ને પૂજા ને ભક્તિ ઈત્યાદિ કરી કરીને તું ધર્મ માને છે પણ બાપુ! એ ધર્મ નહિ, એ સ્વદ્રવ્ય નહિ, એ તો અન્યદ્રવ્ય છે. તારું સ્વદ્રવ્ય તો બહુદ વીતરાગસ્વભાવથી ભરેલો આનંદકંદ અનાકુળ શાંતરસ-ચૈતન્યરસનો પિંડ છે. તેને જ અંતર્મુખ થઈ જાણવો, માનવો-શ્રદ્ધવો ને તેમાં જ લીન થવું તે ધર્મ છે, મોક્ષમાર્ગ છે. અરે, તું કરવાનું કરતો નથી, અને ન કરવાનું કરવામાં રોકાઈ ગયો! તું એકવાર સાંભળ તો ખરો, અહીં આચાર્યદેવ શું કહે છે? કે જગતમાં દ્રવ્યલિંગ ખરેખર અન્યદ્રવ્યથી થાય છે, આ જ્ઞાન જ એક પોતાથી-આત્મદ્રવ્યથી થાય છે. ભાઈ! તારે આત્માની શાંતિ ખોવી હોય, ચારગતિમાં રખડવું હોય તો રાગના વાડે (-ક્ષેત્રમાં) જા. કહેવત છે ને કે- ઘો મરવાની થાય તો વાઘરીવાડે જાય, તેમ જેને જન્મ-મરણ જ કરવાં છે તે રાગના વાડે જાય. આવી વાત !
અહાહા....! ભગવાન આત્મા જ્ઞાનસ્વરૂપ છે. અહા! એ જ્ઞાનનું જ્ઞાનસ્વભાવે થવું એ જ્ઞાન જ એક આત્મદ્રવ્યથી થાય છે. જ્ઞાનનું જ્ઞાન થવું, જ્ઞાનનું શ્રદ્ધાનભાવે થવું ને જ્ઞાનની રમણતા થવી-એ જ્ઞાન જ એક પોતાનું સ્વરૂપ છે. અહા! જ્ઞાનની જ્ઞાન-શ્રદ્વાનઆચરણરૂપે પરિણતિ થવી તે એક જ સાધન છે, તેની પૂર્ણતા તે તેનું ફળ છે. વચ્ચે વ્યવહાર–દ્રવ્યલિંગ છે ખરું, પણ તે સાધન નથી. વ્યવહાર છે એમ એનું સ્થાપન છે, પણ વ્યવહાર તરીકે. વ્યવહાર જે વચ્ચે (–સાધદશામાં) હોય છે તેને જાણે-માને નહિ તો જ્ઞાન મિથ્યા છે, ને વ્યવહારને વાસ્તવિક સાધન જાણે ને માને તો તેનું શ્રદ્ધાન મિથ્યા છે. વ્યવહા૨ વચ્ચે છે ખરો, પણ તે તૈય છે, બંધનનું કારણ છે. મુનિરાજ તેને હૈયપણે જ જાણે છે, અને પુરુષાર્થની ધારા ઉગ્ર કરતા થકા તેને હૈય (–અભાવરૂપ) કરતા જાય છે. હવે જેનો અભાવ કરવો છે તે સાધન કેમ હોય? તે આદરણીય કેમ હોય? ભાઈ ! વ્યવહાર છે-બસ એટલું રાખ. તે હિતકર છે એ વાત છોડી દે, એનાથી ધર્મ થાય એ વાત જવા દે.
અહાહા...! આત્મા જાણગ.... જાણગ.... જાણગ સ્વભાવનો પિંડ છે. તેનાં જ્ઞાનદર્શન-રમણતા તે આત્માની જ્ઞાનક્રિયા છે. તે જ્ઞાન જ એક પોતાથી થાય છે. આ તો ભાષા સાદી છે ભાઈ! ભાવ તો જે છે તે અતિ ગંભીર છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એમ નિર્મળ રત્નત્રયરૂપ પરિણતિ થવી-બસ એ એક જ સ્વદ્રવ્યથી થાય છે. રાગક્રિયાકાંડ છે એ તો પરદ્રવ્યથી થાય છે; એ પદ્રવ્ય જ છે. એ (−રાગ) સ્વદ્રવ્યને તો અડતા સુદ્ધાં નથી. સમજાણું કાંઈ...?
એક ભાઈ આવીને કહે –મહારાજ! આ સમયસાર તો આખું હું પંદર દિ’માં વાંચી ગયો. અરે ભાઈ! તને ખબર છે આ શું ચીજ છે? આ સમયસાર તો પ૨મ અદભુત ચીજ છે- એમાં તો ત્રણલોકના નાથની વાણીનાં રહસ્યો ભર્યાં છે. તેના શબ્દેશબ્દ
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
Page #298
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮૨ : પ્રવચન રત્નાકર ભાગ-૧)
અપાર અગાધ રહસ્યોથી ભર્યા છે. ભાઈ ! આ તો કેવળીની વાણી બાપા! કહે છે-જ્ઞાનદર્શન-આનંદનું જ થવું આત્માથી થાય છે. રાગનું થવું તે આત્મા નહિ. જ્ઞાનનું થયું તે જ જ્ઞાનસ્વરૂપ છે, આત્મા છે; તે જ મોક્ષમાર્ગ છે ને તે જ (પૂર્ણતા થયે) મોક્ષ છે. ખૂબ ગંભીર વાત ભાઈ !
અહાહા....! ભગવાન! તું અંદર પૂરણ શુદ્ધ જ્ઞાનમાત્ર-ચિન્માત્ર વસ્તુ પરમાત્મા છો. અલ્પજ્ઞતા ને વિપરીતતા તારું સ્વરૂપ નથી. પર્યાયમાં તે અજ્ઞાનવશ ઉભું થયું છે તે તું ભૂલી જા (ગૌણ કરી દે); અને નક્કી કર કે જ્ઞાન જ એક સ્વદ્રવ્યથી થાય છે. ઝીણી વાત પ્રભુ! છે ને અંદર- ‘ડ્રમ્ જ્ઞાનમ્ વ દિ મ સ્વત:' અહાહા.....! જ્ઞાનસ્વરૂપે થવું, નિર્મળ રત્નત્રયપણે થવું-બસ એક જ આત્મસ્વરૂપ છે. લ્યો, આ ધર્મ ને આ મોક્ષમાર્ગ, અહાહા....! વસ્તુ અંદર કારણ પરમાત્મપણે છે, અને તેના આશ્રયે તેના પરિણમનનું કાર્ય થયું તે કાર્યપરમાત્મા છે. લ્યો, આનું નામ “એક જ્ઞાન જ આત્માથી છે” આ તો થોડામાં ઘણું ભર્યું છે. અહો! દિગંબર મુનિવરોએ જગતને ન્યાલ કરી દીધું છે!
અહાહા...! આનંદનો નાથ અંદર પૂર્ણસ્વરૂપે પડ્યો છે ને પ્રભુ! પર્યાય જેટલું જ એનું અસ્તિત્વ નથી. મોક્ષની પર્યાય જેટલો પણ એ નથી, એ તો પૂર્ણ ચિદાનંદઘન પરમાત્મા છે. તારા શ્રદ્ધાનને એનો રંગ ચઢાવી દે પ્રભુ! તે શ્રદ્ધાન અને જ્ઞાનનું થવું તે જ જ્ઞાનસ્વરૂપ આત્માનું થયું છે. રાગ તો અન્યદ્રવ્યનું પરિણમન છે, એને જ્ઞાનના થવા સાથે કાંઈ જ સંબંધ નથી. માટે જ મોક્ષની ઈચ્છા છે તો વ્યવહારના ક્રિયાકાંડથી ધર્મ થશે એ વાત જવા દે. આ હિતની વાત છે ભાઈ!
* કળશ ૨૪૩: ભાવાર્થ ઉપરનું પ્રવચન * જેઓ દ્રવ્યલિંગમાં મમત્વ વડે અંધ છે તેમને શુદ્ધાત્મદ્રવ્યનો અનુભવ જ નથી; કારણ કે તેઓ વ્યવહારને જ પરમાર્થ માનતા હોવાથી પરદ્રવ્યને જ આત્મદ્રવ્ય માને છે.”
જુઓ, શું કહે છે? કે દ્રવ્યલિંગમાં જેને મમત્વ છે તે અંધ છે, અર્થાત્ સ્વપરનો વિવેક કરનારાં નેત્ર તેને બીડાઈ ગયાં છે, તેમને શુદ્ધ આત્મદ્રવ્યનો અનુભવ જ થતો નથી. દ્રવ્યલિંગથી–ક્રિયાકાંડથી મારું કલ્યાણ થશે એવી માન્યતા આડે તેને પોતાના પરમાત્મસ્વરૂપનો અનુભવ જ થતો નથી.
સાધકને સ્વપરનો વિવેક છે, તેને નિજ સ્વરૂપનું અંદર ભાન વર્તે છે. સાથે જે દયા, દાન, વ્રત, ભક્તિ આદિનો રાગ આવે છે તેને તે જાણે છે, વ્યવહાર છે બસ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #299
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૪૧૩ : ૨૮૩ એટલું; એનાથી મોક્ષમાર્ગ છે એમ તે જાણતો-માનતો નથી. ભાઈ ! વ્યવહાર છે એને ના જાણે-માને તો એકાન્ત થઈ જાય. વ્યવહાર જાણવા માટે પ્રયોજન-વાન છે, પણ તે આદરવાલાયક નથી.
અજ્ઞાની ક્રિયાકાંડના મમત્વ વડ અંધ છે. તે વ્યવહારને જ પરમાર્થ માનતો હોવાથી પરદ્રવ્યને જ આત્મદ્રવ્ય માને છે. હવે આમ છે તો પછી તેને શુદ્ધ આત્મદ્રવ્યની પ્રાપ્તિ કેવી રીતે થાય ?
( પ્રવચન નં. ૫૦૪ થી ૫૦૭ * દિનાંક ૨૬-૧૧-૭૭ થી ૨૯-૧૧-૭૭)
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #300
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૪૧૪
ववहारिओ पुण णओ दोण्णि वि लिंगाणि भणदि मोक्खपहे। णिच्छयणओ ण इच्छदि मोक्खपहे सव्वलिंगाणि।। ४१४ ।।
व्यावहारिक: पुनर्नयो द्वे अपि लिङ्गे भणति मोक्षपथे।
निश्चयनयो नेच्छति मोक्षपथे सर्वलिङ्गानि।। ४१४।। “વ્યવહારનય જ મુનિલિંગને અને શ્રાવકલિંગને-એ બન્ને લિંગોને મોક્ષમાર્ગ કહે છે, નિશ્ચયનય કોઈ લિંગને મોક્ષમાર્ગ કહેતો નથી” –એમ હવે ગાથામાં કહે છે:
વ્યવહારનય એ ઉભય લિંગો મોક્ષપંથ વિષે કહે,
નિશ્ચય નહીં માને કદી કો લિંગ મુક્તિપથ વિષે. ૪૧૪, ગાથાર્થ:- [ વ્યાવહારિ: નય: પુન:] વ્યવહારનય [ કે તિરે ]િ બન્ને લિંગોને [ મોક્ષપથે મળતિ] મોક્ષમાર્ગમાં કહે છે (અર્થાત્ વ્યવહારનય મુનિલિંગ તેમ જ ગૃહીલિંગને મોક્ષમાર્ગ કહે છે); [નિશ્ચયનય:] નિશ્ચયનય [સર્વત્રિોન] સર્વ લિંગોને (અર્થાત કોઈ પણ લિંગને) [ મોક્ષuથે રૂછત] મોક્ષમાર્ગમાં ગણતો નથી.
ટીકા - શ્રમણ અને શ્રમણોપાસકના ભેદે બે પ્રકારનાં દ્રવ્યલિંગો મોક્ષમાર્ગ છે–એવો જે પ્રરૂપણ પ્રકાર (અર્થાત્ એવા પ્રકારની જે પ્રરૂપણા ) તે કેવળ વ્યવહાર જ છે, પરમાર્થ નથી, કારણ કે તે (પ્રરૂપણા) પોતે અશુદ્ધ દ્રવ્યના અનુભવનસ્વરૂપ હોવાથી તેને પરમાર્થપણાનો અભાવ છે; શ્રમણ અને શ્રમણોપાસકના ભેદોથી અતિક્રાંત, દર્શનશાનમાં પ્રવૃત્ત પરિણતિમાત્ર (–માત્ર દર્શન-જ્ઞાનમાં પ્રવર્તેલી પરિણતિરૂપ) શુદ્ધ જ્ઞાન જ એક છેએવું જે નિખુષ (-નિર્મળ) અનુભવન તે પરમાર્થ છે, કારણ કે તે ( અનુભવન) પોતે શુદ્ધ દ્રવ્યના અનુભવનસ્વરૂપ હોવાથી તેને જ પરમાર્થપણું છે. માટે જેઓ વ્યવહારને જ પરમાર્થબુદ્ધિથી (-પરમાર્થ માનીને) અનુભવે છે, તેઓ સમયસારને જ નથી અનુભવતા; જેઓ પરમાર્થને પરમાર્થબુદ્ધિથી અનુભવે છે, તેઓ જ સમયસારને અનુભવે છે.
ભાવાર્થ- વ્યવહારનયનો વિષય તો ભેદરૂપ અશુદ્ધદ્રવ્ય છે, તેથી તે પરમાર્થ નથી; નિશ્ચયનયનો વિષય અભેદરૂપ શુદ્ધદ્રવ્ય છે, તેથી તે જ પરમાર્થ છે. માટે, જેઓ વ્યવહારને જ નિશ્ચય માનીને પ્રવર્તે છે તેઓ સમયસારને અનુભવતા નથી; જેઓ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #301
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૪૧૩ : ૨૮૫ (માલિની) अलमलमतिजल्पैर्दुर्विकल्पैरनल्पैरयमिह परमार्थश्चेत्यतां नित्यमेकः। स्वरसविसरपूर्णज्ञानविस्फूर्तिमात्रान खलु समयसारादुत्तरं किञ्चिदस्ति।। २४४ ।।
(અનુદુમ) इदमेकं जगचक्षुरक्षयं याति पूर्णताम् ।
विज्ञानघनमानन्दमयमध्यक्षतां नयत्।। २४५।। પરમાર્થને પરમાર્થ માનીને પ્રવર્તે છે તેઓ જ સમયસારને અનુભવે છે (તેથી તેઓ જ મોક્ષને પામે છે).
બહુ કથનથી બસ થાઓ, એક પરમાર્થનો જ અનુભવ કરો” –એવા અર્થનું કાવ્ય કહે છે:
શ્લોકાર્થઃ- [ ગતિનā: નર્વે: તુર્વિધૈ: મનમ] બહુ કહેવાથી અને બહુ દુર્વિકલ્પોથી બસ થાઓ; બસ થાઓ; [૩૬] અહીં એટલું જ કહેવાનું છે કે [મયમ્ પરમાર્થ: પ્રવ: નિત્યમ્ ચૈત્યતાન] આ પરમાર્થને એકને જ નિરંતર અનુભવો; [ સ્વ–૨– વિસર–પૂર્ણ-જ્ઞાન-વિસ્મૃર્તિ–માત્રા સમયસTRાત્ ઉત્તર 7 વિક્રશ્ચિત્ ન સ્તિ] કારણ કે નિજ રસના ફેલાવથી પૂર્ણ જે જ્ઞાન તેના સ્કુરાયમાન થવા માત્ર જે સમયસાર (પરમાત્મા) તેનાથી ઊંચું ખરેખર બીજાં કાંઈ પણ નથી (-સમયસાર સિવાય બીજા કાંઈ પણ સારભૂત નથી).
ભાવાર્થ- પૂર્ણજ્ઞાનસ્વરૂપ આત્માનો અનુભવ કરવો; આ ઉપરાંત ખરેખર બીજાં કાંઈ પણ સારભૂત નથી. ૨૪૪.
હવે છેલ્લી ગાથામાં આ સમયસાર ગ્રંથના અભ્યાસ વગેરેનું ફળ કહીને આચાર્યભગવાન આ ગ્રંથ પૂર્ણ કરશે; તેની સૂચનાનો શ્લોક પ્રથમ કહે છે:
શ્લોકાર્થ-[આનન્દમય વિજ્ઞાનધનમ્ અધ્યક્ષતાં નયત] આનંદમય વિજ્ઞાનઘનને (શુદ્ધ પરમાત્માને, સમયસારને) પ્રત્યક્ષ કરતું [રૂવ ક્રમ્ અક્ષય ન –વક્ષ:] આ એક (-અદ્વિતીય) અક્ષય જગત-ચક્ષુ (-સમયપ્રાકૃત) [ પૂર્ણતામ્ યાતિ] પૂર્ણતાને પામે છે.
ભાવાર્થ- આ સમયપ્રાભૃત ગ્રંથ વચનરૂપે તેમ જ જ્ઞાનરૂપે-બન્ને પ્રકારે જગતને અક્ષય (અર્થાત્ જેનો વિનાશ ન થાય એવું) અદ્વિતીય નેત્ર સમાન છે, કારણ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #302
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૮૬ : પ્રવચન રત્નાકર ભાગ-૧) કે જેમ નેત્ર ઘટપટાદિકને પ્રત્યક્ષ દેખાડે છે તેમ સમયપ્રાભૃત આત્માના શુદ્ધ સ્વરૂપને અનુભવગોચર દેખાડે છે. ૨૪૫.
સમયસાર ગાથા ૪૧૪: મથાળું “વ્યવહારનય જ મુનિલિંગને અને શ્રાવકલિંગને-એ બને લિંગોને મોક્ષમાર્ગ કહે છે, નિશ્ચયનય કોઈલિંગને મોક્ષમાર્ગ કહેતો નથી' –એમ હવે ગાથામાં કહે છે:
* ગાથા ૪૧૪ : ટીકા ઉપરનું પ્રવચન * શ્રમણ અને શ્રમણોપાસકના ભેદે બે પ્રકારનાં દ્રવ્યલિંગો મોક્ષમાર્ગ છે- એવો જે પ્રરૂપણ -પ્રકાર (અર્થાત્ એવા પ્રકારની જે પ્રરૂપણા ) તે કેવળ વ્યવહાર જ છે, પરમાર્થ નથી, કારણ કે તે (પ્રરૂપણા ) પોતે અશુદ્ધ દ્રવ્યના અનુભવનસ્વરૂપ હોવાથી તેને પરમાર્થપણાનો અભાવ છે....'
જુઓ, શું કહે છે આ? કે શ્રમણ અને શ્રમણોપાસકના ભેદે બે પ્રકારનાં દ્રવ્યલિંગો મોક્ષમાર્ગ છે એવી જે પ્રરૂપણા તે કેવળ વ્યવહાર જ છે, પરમાર્થ નથી. મુનિદશામાં જે વ્રત-તપ આદિ વિકલ્પ ને નગ્નદશા છે તે સહચારીપણું કારણ છે, તેને વ્યવહાર કહેવામાં આવે છે. વ્યવહારપણે તે વ્યવહાર છે, પણ નિશ્ચયે તે આશ્રય કરવાલાયક નથી. મોક્ષમાર્ગ પ્રકાશકમાં પં. શ્રી ટોડરમલજીએ સ્પષ્ટતાથી ખુલાસો કર્યો છે કે હવે મોક્ષમાર્ગ તો બે નથી, પણ મોક્ષમાર્ગનું નિરૂપણ બે પ્રકારથી છે. જ્યાં સાચા મોક્ષમાર્ગને મોક્ષમાર્ગ નિરૂપણ કર્યો છે તે નિશ્ચય-મોક્ષમાર્ગ છે તથા જ્યાં મોક્ષમાર્ગ તો નથી પરંતુ મોક્ષમાર્ગનું નિમિત્ત છે વા સહચારી છે તેને ઉપચારથી મોક્ષમાર્ગ કહીએ તે વ્યવહાર મોક્ષમાર્ગ છે. કારણ કે નિશ્ચય-વ્યવહારનું સર્વત્ર એવું જ લક્ષણ છે. અર્થાત્ સાચું નિરૂપણ તે નિશ્ચય તથા ઉપચાર નિરૂપણ તે વ્યવહાર માટે નિરૂપણની અપેક્ષાએ બે પ્રકારે મોક્ષમાર્ગ જાણવો, પણ એક નિશ્ચય મોક્ષમાર્ગ છે તથા એક વ્યવહાર મોક્ષમાર્ગ છે એમ બે મોક્ષમાર્ગ જાણવા મિથ્યા છે.” ભાઈ ! દ્રવ્યલિંગને ઉપચારથી મોક્ષમાર્ગ કહેવાય પણ તેને મોક્ષમાર્ગ જાણવો મિથ્યા છે. દ્રવ્યલિંગને મોક્ષમાર્ગ કહીએ એ તો આરોપિત કથન છે.
ભાવલિંગી સંત-મુનિવરને પંચમહાવ્રતાદિ પરિણામ હોય છે, નિયમથી હોય છે, તે ભાવો સહચારીપણે છે, પણ તે કાંઈ સત્યાર્થ મોક્ષમાર્ગ નથી. તેને મોક્ષમાર્ગ કહીએ તે આરોપિત કથન છે, યથાર્થ નથી. ભાઈ ! તું વ્યવહારને વ્યવહારપણે જાણે તે બરાબર છે, પરંતુ તે ધર્મ વા ધર્મનું કારણ છે એમ નથી. બે નય છે એમ જાણવું તે બરાબર છે, પણ બન્ને નય આશ્રય કરવાલાયક છે એમ નથી. આશ્રય-યોગ્ય તો એક શુદ્ધ નિશ્ચયનય જ છે. સમજાણું કાંઈ...!
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #303
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AfmaDharma.com for updates
સમયસાર ગાથા-૪૧૪ : ૨૮૭
અહાહા....! અંદર પૂર્ણાનંદનો નાથ સચ્ચિદાનંદ પ્રભુ ત્રિકાળ વિરાજે છે. તેનાં દૃષ્ટિ, જ્ઞાન ને રમણતા કરતાં જે નિરાકુળ નિર્વિકલ્પ આનંદની ધારા અંતરમાં ઉમટે તે એક જ મોક્ષમાર્ગ છે અને તે જ ધર્મ છે. સહચ૨૫ણે રહેલા વ્રતાદિના રાગને ધર્મ કહીએ તે કેવળ વ્યવહારથી જ છે, આરોપિત છે, યથાર્થ-૫૨માર્થ નથી, કારણ કે તે (વ્યવહાર) પોતે અશુદ્ઘ દ્રવ્યના અનુભવનસ્વરૂપ હોવાથી તેને ૫૨માર્થપણાનો અભાવ છે, શું કીધું ? આ વ્રત-તપ-ભક્તિના ભાવ અશુદ્ધ દ્રવ્યના અનુભવનરૂપ છે; તે શુદ્ઘ દ્રવ્યના અનુભવરૂપ નથી. અશુદ્ધ દ્રવ્યનો અનુભવ કહો કે દુ:ખનો અનુભવ કહો –એક જ વાત છે, તેમાં નિરાકુલ આનંદનો અનુભવ નથી.
આત્મા અતીન્દ્રિય આનંદનો મહાન ડુંગર છે. ક્ષેત્ર ભલે નાનું હોય, તેનો ભાવ બેહદ અપરિમિત છે, અનંત અમાપ છે-અહા! તેના આશ્રયે જેટલી શુદ્ધ પરિણતિ-નિર્મળ રત્નત્રયપરિણતિ પ્રગટ થાય તે પરમાર્થ મોક્ષનો માર્ગ છે. તેની સાથે જે વ્રત, તપ, ભક્તિ, પૂજા આદિનો રાગ હોય છે તે, કહે છે, અશુદ્ધ દ્રવ્યનું દુ:ખનું વેદન છે. હવે એ દુ:ખનું વેદન મોક્ષ અર્થાત્ પરમ સુખની દશાનું કારણ કેમ થાય? આત્માના પૂર્ણ શુદ્ધ પરિણામ મોક્ષ છે, તો તેનું કારણ પણ આત્માના શુદ્ધ પરિણામ હોવા જોઈએ. વ્રતાદિ રાગના પરિણામ છે તે આત્મ-પરિણામ નથી, તે વિભાવ છે, ઔપાધિક ભાવ છે, તેને પહેલા અધિકારમાં અજીવ-અનાત્મા કહ્યા છે. હવે તે મોક્ષનું કારણ કેમ બને? ન બને. તેથી તેમાં (દ્રવ્યલિંગમાં) ૫૨માર્થપણાનો અભાવ છે. હવે કહે છે
‘શ્રમણ અને શ્રમણોપાસકના ભેદોથી અતિક્રાન્ત, દર્શનજ્ઞાનમાં પ્રવૃત્ત પરિણતિમાત્ર ( –માત્ર દર્શનજ્ઞાનમાં પ્રવર્તેલી પરિણતિરૂપ) શુદ્ધ જ્ઞાન જ એક છે-એવું જે નિસ્તુપ ( –નિર્મળ ) અનુભવન તે પરમાર્થ છે, કારણકે તે (-અનુભવન) પોતે શુદ્ધ દ્રવ્યના અનુભવનસ્વરૂપ હોવાથી તેને જ ૫રમાર્થપણું છે.’
અહાહા...! આત્મા અનંત ગુણરતનથી ભરેલો ચૈતન્યરત્નાકર છે. તેનું એકેક ગુણરતન અનંત અનંત પ્રભુતાથી ભર્યું છે. તેનો મહિમા લાવી અંતરમાં તેનો અનુભવ કરવો તે મોક્ષમાર્ગ છે. તે શુદ્ધ દ્રવ્યના નિસ્તુપ અનુભવનરૂપ છે. તેથી તેને જ ૫રમાર્થપણું છે. નિસ્તુપ એટલે રાગરહિત શુદ્ધ વીતરાગી અનુભવન તે પરમાર્થ છે. એક સ્વદ્રવ્યનું વદન તેને જ ૫૨માર્થપણું છે.
આ દેહ તો નાશવાન ચીજ છે, અને આ બૈરાં-છોકરાં એ બધી બહારની ભૂતાવળ છે, નિયમસારમાં એ બધાને ધૂતારાઓની ટોળી કહી છે. વળી શુભરાગ જે થાય તેય પુણ્ય છે, ધર્મ નથી. ત્રિકાળી શુદ્ધ જે સ્વદ્રવ્ય છે તેનો આશ્રય કરતાં જે નિર્મળ રત્નત્રયના પરિણામ પ્રગટ થાય તે એક જ ધર્મ છે. તે શુદ્ધ દ્રવ્યના અનુભવનરૂપ હોવાથી ૫૨માર્થ છે. ભાઈ! જન્મ-મરણ રહિત થવાનો આ માર્ગ છે. વસ્તુ તારી
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
Page #304
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮૮ : પ્રવચન રત્નાકર ભાગ-૧) અંદર ત્રિકાળ ધ્રુવ અમર છે તેનું વરણ કર, તેને ન વરે તો અનંતવાર મરણ થાશે ભાઈ ! અમર વસ્તુ છે અંદર તેને વર તો અમર થઈ જઈશ. અહાહા.! અમરનું ભાન થયે અમર થઈ જઈશ. ભજનમાં આવે છે ને કે
અબ હમ અમર ભયે, ન મરેંગે; યા કારણ મિથ્યાત દિયો તજ, કયાં કરિ દેહ ધરેંગે;
અબ હમ અમર ભયે, ન મરેંગે. અહાહા...! પોતાની ચીજ અંદર શુદ્ધ જ્ઞાનાનંદમય અમર છે તેનાં શ્રદ્ધાન-જ્ઞાનઆચરણ પ્રગટતાં અમરપણું પ્રગટે છે. આ એક જ પરમાર્થ માર્ગ છે. સાથે વ્યવહાર ભલે હો, પણ તેને પરમાર્થપણું નથી. આવી વાત. સમજાણું કાંઈ?
અહાહા...મુનિ અને શ્રાવકના વિકલ્પથી પાર ત્રિકાળી શુદ્ધ દ્રવ્યના અનુભવનરૂપ જે નિર્મળ દર્શન-જ્ઞાન-ચારિત્રમય પરિણતિ છે તે એક જ, કહે છે, પરમાર્થ મોક્ષમાર્ગ છે. આ એકાન્ત-સમ્યક એકાન્ત છે. આ સિવાય કોઈ પચીસ-પચાસ લાખ દાનમાં ખર્ચ, મોટાં મંદિર બંધાવે ને ભગવાનની પ્રતિષ્ઠા કરાવે તો એ પુણ્ય છે બસ, એ મોક્ષમાર્ગ નથી, કેમકે એ અશુદ્ધ દ્રવ્યના અનુભવનરૂપ હોવાથી અપરમાર્થ છે, અસત્યાર્થ છે. ભાઈ ! દયા, દાન, વ્રત, તપ, ભક્તિના પરિણામ બધા ફોતરા સમાન નિઃસાર છે, અંતઃતત્ત્વ-ચૈતન્યતત્ત્વના અનુભવન વિના બધું થોથેથોથાં છે અર્થાત્ કાંઈજ નથી (વ્યવહારેય નથી). સમજાણું કાંઈ...? હવે કહે છે
માટે જેઓ વ્યવહારને જ પરમાર્થબુદ્ધિથી (-પરમાર્થ માનીને) અનુભવે છે, તેઓ સમયસારને જ નથી અનુભવતા; જેઓ પરમાર્થને પરમાર્થબુદ્ધિથી અનુભવે છે, તેઓ જ સમયસારને અનુભવે છે.”
વીતરાગ પરમેશ્વરનો કહેલો સત્યાર્થ માર્ગ તેં સાંભળ્યો નથી ભાઈ ! અંદર રાગરહિત પોતાનું સ્વદ્રવ્ય છે તેનાં શ્રદ્ધાન-જ્ઞાન અને રમણતા-લીનતા થાય તે પરમાર્થ મોક્ષમાર્ગ છે. હવે તેને તો જાણે નહિ, અને વ્યવહારને જ પરમાર્થ માનીને કોઈ અનુભવે છે તો, કહે છે, તેઓ સમયસારને જ અનુભવતા નથી. આ અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ –એમ વ્રતના વિકલ્પ, શાસ્ત્રભણતરનો ભાવ અને દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા તેને જ પરમાર્થ જાણીને અનુભવે છે તેઓ શુદ્ધ દ્રવ્યને-નિજ સમયસારને જ અનુભવતા નથી.
અરે ભાઈ ! પરમાર્થ માનીને શુભરાગની ક્રિયાઓ તો અનંતવાર કરી છે. વ્રત ને તપ ને ઉપવાસ ને પડિકમણ ને પોસા ઈત્યાદિ ક્રિયાઓ તે ધર્મ સમજીને અનંત વાર કરી છે. પણ એથી શું? એનાથી ધર્મ થાય એમ તું માને પણ ધૂળેય ધર્મ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #305
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૪૧૪ : ૨૮૯ નથી સાંભળને. એ તો બધી રાગની ક્રિયા બાપા! તારા ચૈતન્યતત્ત્વને સ્પર્શ સુદ્ધાં કરતી નથી તો એનાથી તને ધર્મ કેમ થાય? ભાઈ ! એકવાર નિર્ણય કરી શ્રદ્ધામાં તો લે કે વ્યવહાર ક્રિયાકાંડની ક્રિયા આત્મરૂપ નથી. આ સિવાય કોઈ લાખ ક્રિયાઓ કરે તો પણ તેઓ નિજ જ્ઞાનાનંદ-સહજાનંદસ્વરૂપને અનુભવતા નથી; તેઓ રાગ-દુ:ખને જ વેદે છે. એક સમયની પર્યાયમાં જેમનું લક્ષ છે તેમની રમત રાગમાં છે, અંદરમાં ચૈતન્યચિંતામણિ પોતે છે તેને તેઓ અનુભવતા નથી.
પરમાર્થ વસ્તુ અંદર પોતાનું શુદ્ધ ચૈતન્યતત્ત્વ છે. તેને જેઓ પરમાર્થબુદ્ધિથી અનુભવે છે, તેના જ શ્રદ્ધાન-જ્ઞાન-ચારિત્રપણે પરિણમે છે તેઓ જ સમયસારને અનુભવે છે; અર્થાત્ તેઓ જ મોક્ષમાર્ગ અને તેનું ફળ જે મોક્ષ તેને પ્રાપ્ત થાય છે. આવી વાત છે.
* ગાથા ૪૧૪: ભાવાર્થ ઉપરનું પ્રવચન * વ્યવહારનયનો વિષય તો ભેદરૂપ અશુદ્ધ દ્રવ્ય છે, તેથી તે પરમાર્થ નથી; નિશ્ચયનયનો વિષય અભેદરૂપ શુદ્ધ દ્રવ્ય છે, તેથી તે જ પરમાર્થ છે.'
શું કહે છે? કે આ વ્રત, તપ, ભક્તિ આદિના ભાવ એ વ્યવહારનયનો વિષય ભેદરૂપ અશુદ્ધ દ્રવ્ય છે. અહા ! કોઈ ક્રોડો રૂપિયા દાનમાં ખર્ચ, લાખ મંદિરો બનાવે, જીવન પર્યત બ્રહ્મચર્ય પાળે, શાસ્ત્રો ભણે ને પંચ મહાવ્રતાદિ પાળે, એકેન્દ્રિયને પણ દુભવે નહિ –ઈત્યાદિ બધો જે પ્રશસ્ત રાગ છે તે ભેદરૂપ અશુદ્ધદ્રવ્ય છે. અહીં અશુદ્ધ દ્રવ્ય કેમ કહ્યું? સ્વભાવથી તો અંદર દ્રવ્ય ત્રિકાળ શુદ્ધ જ છે, પણ પર્યાય અશુદ્ધ છે એ અપેક્ષાએ અશુદ્ધ દ્રવ્ય છે એમ કહ્યું. ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય કાંઈ અશુદ્ધ થઈ જતું નથી, પણ વર્તમાનમાં અશુદ્ધ પરિણમ્યું છે ને! તો અશુદ્ધ પરિણમ્યું છે તે અશુદ્ધ દ્રવ્ય છે એમ વાત છે. સમજાણું કાંઈ.....!
આ સમજ્યા વિના મોટા અબજોપતિ શેઠ હો કે રાજા હો- એ બધા દુ:ખી જ છે. અંદર આત્મા અમૃતનો સાગર છે તેનાથી ઉલટી દશા-ચાહે તે અતિ મંદ રાગની હો તો પણ –તે બધું જ દુઃખ જ છે. ભાઈ ! ભેદરૂપ અશુદ્ધ દ્રવ્યનો અનુભવ તે પરમાર્થ નથી, મોક્ષમાર્ગ નથી. અહા! રત્નજડિત રાજમહેલ, રાજપાટ અને રાણીઓ –સર્વ છોડીને, નગ્ન દિગંબરદશા ધારણ કરી કોઈ જંગલમાં ચાલ્યો જાય અને ત્યાં ધર્મબુદ્ધિથી અનેક મંદરાગની ક્રિયાઓ કરે, પણ અંતર્દષ્ટિ કરે નહિ તો એવો અશુદ્ધદ્રવ્યનો અનુભવ પરમાર્થ નથી. બહારનો ત્યાગ વડે માને કે મેં ઘણું છોડયું, પણ અંદરથી મિથ્યાત્વ છોડયા વિના તેણે શું છોડ્યું? કાંઈ જ નહિ. (એક આત્મા છોડયો છે). અહા! આવી આવી વ્યવહારની ક્રિયાઓ તો જીવે અનંતવાર કરી છે. એ બધો વ્યવહારનયનો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #306
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates ૨૯૦ : પ્રવચન રત્નાકર ભાગ-૧૦
વિષય તો અશુદ્ધદ્રવ્ય છે, તે ૫રમાર્થ નથી, અર્થાત્ ૫૨માર્થે તે મોક્ષમાર્ગ નથી.
સમ્યગ્દષ્ટિને આત્મા ઉપર દૃષ્ટિ હોય છે. વર્તમાન પર્યાયમાં અલ્પતા છે તેનું તે જ્ઞાન કરે છે અને પૂર્ણતાની પ્રાપ્તિ માટે હજુ ઘણું કરવાનું બાકી છે એમ તે માને છે, જ્યારે અજ્ઞાની બાહ્ય ત્યાગથી સંતુષ્ટ થઈ મેં ઘણું કર્યું એમ માને છે. તેને સ્વસ્વરૂપની ખબર નથી, તેથી સ્વસ્વરૂપનો ત્યાગી તે મિથ્યાત્વનો જ સેવનારો છે.
‘નિશ્ચયનયનો વિષય અભેદરૂપ શુદ્ધદ્રવ્ય છે, તેથી તે જ પરમાર્થ છે.' જોયું ? વ્યવહારનયનો વિષય ભેદરૂપ અશુદ્ધ દ્રવ્ય છે, તેથી તે પરમાર્થ નથી, જ્યારે નિશ્ચયનયનો વિષય અભેદરૂપ શુદ્ઘ દ્રવ્ય છે, તેથી તે જ ૫૨માર્થ છે. આમ બે લીટીમાં બે નયના બે વિષય સમાવી પરમાર્થ કહ્યો કે નિશ્ચયનયનો વિષય અભેદ એકરૂપ ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય છે માટે તેનો અનુભવ ૫૨માર્થ છે. અહાહા......! જેને ગાથા ૧૧ માં ભૂતાર્થ કહ્યો તે એક જ સત્યાર્થ પ્રભુ છે અને તે સમ્યગ્દર્શનનો વિષય છે, માટે તે જ ૫૨માર્થ છે. નિશ્ચયનયનો વિષય કહો કે સમ્યગ્દર્શનનો વિષય કહો –તે એક જ છે અને તે જ પરમાર્થ છે.
નિમિત્ત, વ્યવહાર અને પર્યાય તે વ્યવહારનયનો વિષય છે, તે પરમાર્થ નથી. પૂર્ણાનંદનો નાથ ભગવાન આત્મા શાશ્વત ધ્રુવ... ધ્રુવ... ધ્રુવ શુદ્ધ ચિદાનંદઘનપ્રભુ અંદર છે તે અભેદરૂપ શુદ્ઘ દ્રવ્ય છે, જ પરમાર્થ છે; કેમકે તેના આશ્રયે ધર્મ પ્રગટ થાય છે. અરે ભાઈ! આ વ્યવહારના ક્રિયાકાંડ છે એ તો બધી કર્મધારા છે, એ ધર્મધારા નથી. ભૃતાર્થ અભેદ એક જે શુદ્ધદ્રવ્ય તેના આશ્રયે પ્રગટ જે નિર્મળ રત્નત્રય તે જ ધર્મ છે અને તેથી તે જ પરમાર્થ છે. તેથી કહે છે
· માટે, જેઓ વ્યવહારને જ નિશ્ચય માનીને પ્રવર્તે છે તેઓ સમયસારને અનુભવતા નથી; જેઓ ૫૨માર્થને પરમાર્થ માનીને પ્રવર્તે છે તેઓ જ સમયસારને અનુભવે છે. (તેથી તેઓ જ મોક્ષને પામે છે).’
અહાહા....! ત્રિકાળી ધ્રુવ એક જ્ઞાયકસ્વભાવની દૃષ્ટિ કર–એમ ભગવાનની આજ્ઞા છે. અહા! ભગવાન સર્વજ્ઞદેવની આજ્ઞા છે કે-અમારી પણ દષ્ટિ છોડ, અમારી દષ્ટિ કર મા. અંદર તારો પૂર્ણ ભગવાન છે તેને દૃષ્ટિમાં લે. અમારા પ્રતિ લક્ષ કરીશ તો તને રાગ થશે. જેઓ વ્યવહારને જ નિશ્ચય માનીને પ્રવર્તે છે તેઓ નિજ ભગવાન સમયસારને અનુભવતા નથી. મોક્ષપાહુડની ગાથા ૧૬ માં કહ્યું છે કે- ‘પરવવાવો વાડ્ સવ્વાવો દુ સાફ હોર્ફ' ૫૨ તરફની દષ્ટિ કરે તે દુર્ગતિ છે, અને સ્વદ્રવ્યની દષ્ટિથી સુગતિ નામ મોક્ષગતિ છે. અહા! દિગંબર સંતોને કોઈની શું પડી છે? સમાજને ગમે કે ન ગમે, એ તો માર્ગ જેમ છે તેમ કહે છે. અહાહા....! કહે છે-જેઓ પરમાર્થને ૫રમાર્થ માનીને પ્રવર્તે છે તેઓ જ સમયસારને અનુભવે છે; અર્થાત્ તેઓ જ મોક્ષને પામે છે આવી વાત છે.
*
*
*
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
Page #307
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસારગાથા-૪૧૪ : ૨૯૧ બહુ કથનથી બસ થાઓ, એક પરમાર્થનો જ અનુભવ કરો” –એવા અર્થનું કાવ્ય હવે કહે છે:
* કળશ ૨૪૪: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * ગતિનજોબનજો. કુર્વિજત્વે: અનન્ ગતમ્' બહુ કહેવાથી અને બહુ દુર્વિકલ્પોથી બસ થાઓ, બસ થાઓ; ‘રૂદ' અહીં એટલું જ કહેવાનું છે કે- “મયમ પરમાર્થ : નિત્યમ્ ત્યતામ્' આ પરમાર્થને એકને જ નિરંતર અનુભવો......
અહાહા..! કહે છે- “મન” અત્નમ્' બસ થાઓ, બસ થાઓ; ઘણું કહેવાથી ને ઘણા બધા વિકલ્પોથી બસ થાઓ. એમ કે બાર અંગનો સાર તો આ જ છે કે –પરમાર્થને એકને જ નિરંતર અનુભવો. લ્યો, ચારે અનુયોગનો આ સાર છે. અહાહા...! પૂર્ણાનંદનો નાથ અભેદ એકરૂપ અંદર ધ્રુવ ત્રિકાળ છે તે એકને જ આલંબો. ભેદની વાત તો ઘણી સાંભળી, હવે એનાથી શું કામ છે? પરમાર્થ એક અભેદને જ ગ્રહણ કરો. અહીં આટલું જ કહેવાનું છે કે વ્યવહારના દુર્વિકલ્પોથી બસ કરી –થંભી જઈ અભેદ એક શુદ્ધદ્રવ્યને જ નિરંતર અનુભવો.
વચ્ચે ભેદના વિકલ્પ આવે ખરા, પણ એ તો અભેદને જાણવા માટે છે. માટે કહે છે-ભેદના વિકલ્પ મટાડી અભેદ એક નિશ્ચય શુદ્ધ વસ્તુની દષ્ટિ કર, તેને પકડ અને તેનો જ નિરંતર અનુભવ કર. જુઓ, આ કેવળી પરમાત્માને અનંતી શક્તિની વ્યક્તિ પર્યાયમાં પ્રગટ થઈ છે તે અંદર જે છે તે પ્રગટ થઈ છે. તેમ બધી અનંતી શક્તિ ભગવાન! તારામાં ત્રિકાળ પડી છે. તેની દષ્ટિ કર અને તેના આલંબને તેનો જ નિરંતર અનુભવ કર. તેના જ ફળમાં સાદિ-અનંત સમાધિસુખ પ્રગટે છે. અહાહા...ભગવાન! તું અંદર અનાદિ-અનંત શુદ્ધ ચિદાનંદઘન પ્રભુ છો; તે એકનો જ અનુભવ કર. તેનું ફળ સાદિઅનંતકાળ આનંદ છે. તેથી કહે છે–સર્વ વિકલ્પ મટાડીને અખંડાનંદ પ્રભુ એકનો જ નિરંતર અનુભવ કરો. હવે તેનું કારણ સમજાવે છે
'स्व-रस-विसर-पूर्ण-ज्ञान-विस्फुर्ति-मात्रात समयसारात खलु किञ्चत् न સ્તિ' કારણ કે નિજરસના ફેલાવથી પૂર્ણ જે જ્ઞાન તેના સ્કુરાયમાન થવામાત્ર જે સમયસાર (-પરમાત્મા) તેનાથી ઊંચું ખરેખર બીજું કાંઈ પણ નથી (-સમયસાર સિવાય બીજું કાંઈપણ સારભૂત નથી ).
અહો ! ચૈતન્ય ચમત્કારથી ભરેલી પરમ અદ્ભુત વસ્તુ અંદર આત્મા છે. અંદર વસ્તુ અજબ-ગજબ છે હોં. જેનો ક્યાંય અંત નથી એવું અનંત અનંત વિસ્તરેલું આકાશ છે. તેના અનંતા ક્ષેત્રનું જેમાં જ્ઞાન થઈ જાય એવો અચિંત્ય આત્માનો જ્ઞાનસ્વભાવ છે. અહીં કહે છે- આવા ભગવાન આત્માને એકને જ અનુભવો.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #308
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૯ર : પ્રવચન રત્નાકર ભાગ-૧)
હા, પણ તેનું સાધન તો કાંઈ હશે ને?
તેનું સાધન તો બીજું કાંઈ નથી. તેના (-આત્માના) અનુભવ માટે વ્યવહાર રત્નત્રયની પણ અપેક્ષા નથી. અરે! અનુભવકાળમાં અનંતગુણની પર્યાય પ્રગટ થઈ ત્યાં એક ગુણની પર્યાયને બીજા ગુણની પર્યાયની જ્યાં અપેક્ષા નથી તો વ્યવહાર રત્નત્રય તો બહારની ચીજ છે, તેની અપેક્ષા કેમ હોય ? આત્માના દ્રવ્ય-ગુણ-પર્યાય-તે શરીર કે કર્મ કે રાગના આધારે નથી. વ્યવહારરત્નત્રય છે તે નિશ્ચયનું સાધન છે એમ નથી.
આત્મામાં કરણ નામનો ગુણ છે તે સાધન છે, અને આધાર નામનો ગુણ છે તે આધાર છે. બીજું સાધન ને બીજો આધાર છે એમ છે જ નહિ. અનંતગુણનો પિંડ પ્રભુ આત્મા છે, ત્યાં એક ગુણને બીજા ગુણનો આધાર નથી તો સ્વાનુભવની દશાને બીજો આધાર છે એ કેમ સંભવે ? એ પર્યાયને પણ પર્યાયનો જ આધાર છે, ને પર્યાય જ પોતે પર્યાયનું સાધન છે. પર્યાય આવી સ્વતંત્ર છે. અરે ! જૈનમાં જન્મેલાને પણ જૈનતત્ત્વ શું છે એની ખબર નથી ! આ લાકડી છે ને? તેનો એક રજકણ બીજા રજકણના આધારે રહ્યો નથી. આવું પ્રત્યેક રજકણનું સ્વતંત્ર અધિકરણ છે. અધિકરણ ગુણ છે કે નહિ અંદર? અહો ! પ્રત્યેક દ્રવ્ય સ્વતંત્ર પોતપોતાના આધારે છે એવું અલૌકિક વસ્તુ સ્વરૂપ છે.
કર્મનો ઉદય છે તે જડ છે, તે રાગને અડતો નથી, રાગભાવ છે તે કર્મને અડતો નથી. વળી રાગભાવ છે તે શુદ્ધ સ્વાનુભવની પર્યાયને અડતો નથી. આવી જ વસ્તુ છે. ભાઈ ! વસ્તુનું હોવાપણું જ આ રીતે ચમત્કારિક છે. લોકો બહાર ચમત્કાર માને છે પણ તેમને અંદર ચૈતન્યના ચમત્કારની ખબર નથી. વસ્તુનાં દ્રવ્ય-ગુણ-પર્યાય-બધાં સ્વતંત્ર છે એવી વસ્તુની ચમત્કારિક શક્તિનો જાણનાર ભગવાન આત્મા ચૈતન્યચમત્કારી વસ્તુ છે. ભાઈ ! જેમાં સર્વ પ્રત્યક્ષ જણાય એવો જ્ઞાનની પૂર્ણતાનો કોઈ અભુત અલૌકિક મહિમા છે, અને આવું જેનું સામર્થ્ય છે તે ભગવાન આત્મા પરમ અદ્ભુત ચૈતન્યચમત્કારમય વસ્તુ છે. અહીં કહે છે-એ પરમાર્થવસ્તુને એકને જ અનુભવો.
અહાહા... નિજરસના ફેલાવથી પૂર્ણ જે જ્ઞાન તેના સ્કુરાયમાન થવા માત્ર જે સમયસાર તેનાથી ઊંચું બીજું કાંઈ નથી. અહાહા.....! જે નિર્મળ પર્યાય પ્રગટ થવામાં કોઈ અન્ય દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવનો આશ્રય-સહાય નથી એવી જે નિજ રસથી ભરપુર છે એવી અદ્ભુત.... અદ્ભુત પર્યાય શક્તિની વિસ્કુરણામાત્ર સમયસાર વિશ્વમાં પરમ સારભૂત છે. આ પર્યાયની વાત છે હોં. સવારે આવ્યું હતું ને! કે એ (આત્મા) સુખદેવ સંન્યાસી છે; મતલબ કે સુખનો દેવ અને રાગનો ત્યાગી છે. આવી વાત!
આ સિવાય સંસારમાં તો રળવું-કમાવું ને ખાવું-પીવું ને પંચેન્દ્રિયના વિષય
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #309
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૪૧૪ : ર૯૩ ભોગવવા-એમ બધી રાગની હોળી છે. પરની ક્રિયાનો તો તે કર્તા નથી, પણ સંકલ્પવિકલ્પનો કર્તા અજ્ઞાની થાય છે. એને સ્વભાવની અપાર અનંત નિજ વૈભવની ખબર નથી તેથી તે પુણ્ય-પાપના સંકલ્પ-વિકલ્પ કરે છે; બાકી પરનાં કામ તે કરી શકે છે એમ ત્રણકાળમાં નથી.
અહો ! નિજરસના વૈભવથી ભરેલો ભગવાન આત્મા પરમ અભુત વસ્તુ છે. કળશ ૨૭૩ માં આવે છે કે- આત્માનો તે આ સહુજ અદભુત વૈભવ છે. બહાર કોડોના મહેલ હોય ને માંહિ લાખોનાં ફર્નીચર હોય તે આ વૈભવ નહિ. એ તો બધી ધૂળ છે બાપુ! એની તો ધૂળ ને રાખ જ થશે. એ તો ભગવાન આત્માને અડતુંય નથી આ તો આત્માનો એવો સહજ અદ્દભુત વૈભવ છે કે અંતર્મુખ જુએ તો મુક્તસ્વરૂપ ભાસે છે, ને બહારમાં નજર કરે તો રાગ ભાસે છે; અંદર જુએ તો અભેદ એકરૂપ ભાસે છે, ને ભેદથી જુએ તો અનેકરૂપ ભાસે છે; અંતર્મુખ જુએ કષાયરહિત શાંતિનો પિંડ ભાસે છે, ને બહારમાં જુએ તો કષાયનો કલેશ ભાસે છે. અહા ! આવો આત્માનો અભુતથી અદ્ભુત મહિમાવંત સ્વભાવ વર્તે છે.
એક જાદુગર એકવાર આવીને કહે-મહારાજ ! આ મારી જાદુની વિદ્યા તો માત્ર ચાલાકી છે, ધતીંગ છે. ત્યારે તેને કહ્યું ” તું કે –અરે ! આમને આમ જીવન પુરું થઈ જશે ભાઈ! પછી ક્યાં ઉતારા કરશો? આ જાદુ ત્યાં કામ નહિ આવે બાપુ ! આવા જાદુમાં શું સાર છે ભાઈ ! અહા ! આત્માના જાદુ-ચમત્કારની લોકોને ખબર નથી. એની એક સમયની જ્ઞાનની દશા ત્રણકાળ-ત્રણલોકને, તેને અડયા વિના જ જાણે એવો આત્માનો ચમત્કારી સ્વભાવ છે. આત્માના સ્વરૂપનો અનુભવ થાય તે બહારમાં રાગને પણ અડયા વિના થાય છે એવો અદ્દભુત એનો સ્વભાવ છે. અહો ! આત્માનું દ્રવ્ય ચમત્કારી, તેના ગુણ ચમત્કારી ને તેની પર્યાય ચમત્કારી છે. સ્વાનુભવની પર્યાયને પણ કોઈનો આધાર નથી. વર્તમાન પર્યાય પૂર્વ પર્યાયના કારણે થઈ નથી, પરના કારણે તે થઈ નથી. ખરેખર તો પર્યાયનું કારણ પોતાના દ્રવ્ય-ગુણ પણ નથી.
વ્યવહારથી નિશ્ચય નથી–એ વાત ઉપરથી આ સ્પષ્ટીકરણ આવ્યું છે. નગ્નદશા અને ૨૮ મૂલગુણનું પાલન –તે વડ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન થાય એમ કદી છે નહિ. બાહ્ય વ્યવહારને તો નિર્મળ પર્યાય સ્પર્શતી નથી, ને વ્યવહારનો જે રાગ છે તે નિર્મળ પર્યાયને સ્પર્શતો નથી. આવો ચિચમત્કાર પ્રભુ આત્માનો મહિમા જયવંત વર્તે છે. અહો ! સમયસારમાં દરિયાના દરિયા ભર્યા છે! એકેક કળશ ને એકેક શબ્દ ગજબનાં રહસ્ય ભર્યા છે.
અરે! પોતાની ચીજને જાણવાની એણે કોઈદિ' દરકાર કરી નહિ! બધાં મારાંશરીર મારું, છોકરાં મારાં, બંગલો મારો-એમ “મારાં મારાં ની માથાકૂટ કરીને મરી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #310
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૯૪ : પ્રવચન રત્નાકર ભાગ-૧) ગયો! અરે ભાઈ ! જુદાં પડે તે મારાં કેમ હોય અને મારાં હોય તે જુદાં કેમ પડે? વ્યવહારનો રાગ પણ જુદો પડી જાય છે, તે મારો –આત્માનો નહિ.
આવી બહુ ઝીણી વાત બાપુ! હવે બધા બહારના ઉકરડા ઉથાને પણ પોતાનું અમલ અવિનાશી સ્વરૂપ શું છે તે જાણવાની દરકાર ન કરે ! સ્વાનુભવની નિર્મળ પર્યાય રાગથી થાય એ વાત તો દૂર રહો, નિર્મળ પર્યાયનું કર્તા સ્વદ્રવ્ય છે એમ પણ ઉપચારથી કહીએ છીએ. આવી વાત ! સમજાણું કાંઈ....?
અરે ભાઈ ! સાધુપણું કોને કહીએ? એ તો પાંચમી ગાથામાં શ્રી કુંદકુંદાચાર્ય કહ્યું કે-“નિર્મળ વિજ્ઞાનઘન જે આત્મા તેમાં અંતર્નિમગ્ન પરમગુરુ-સર્વજ્ઞદવ અને અપરગુરુગણધરાદિકથી માંડીને અમારા ગુરુ પર્યત, તેમનાથી પ્રસાદરૂપે અપાયેલ જે શુદ્ધાત્મતત્ત્વનો અનુગ્રહપૂર્વક ઉપદેશ તેનાથી જેનો જન્મ છે” લ્યો, વિજ્ઞાનઘન જે આત્મા તેમાં અમારા ગુરુ નિમગ્ન હતા એમ કહ્યું, પણ માત્ર નગ્ન હતા ને વ્યવહારમાં મગ્ન હુતા એમ ન કહ્યું. ભાઈ ! અંતર્નિમગ્ન દશા એ જ વાસ્તવિક સાધુપણું છે. વ્યવહાર હો ભલે, પણ તે મોક્ષમાર્ગ નથી.
અહાહા..! નિજરસથી ભરપુર જે જ્ઞાન તેના સ્કુરાયમાન થવા માત્ર જે સમયસાર તે જ એક સારભૂત છે, એના સિવાય બીજું કાંઈ સારભૂત નથી. અહાહા..........! અનંત અનંત શક્તિના વિસ્તારથી પૂર્ણ પ્રભુ આત્મા છે, તેમાં નજર કરી અંતર્નિમગ્ન થતાં અંદર પર્યાયમાં આનંદના નિધાન પ્રગટ થાય છે. જેમ પાતાળમાંથી ઝરા ફૂટે તેમ સ્વસ્વરૂપમાં નિમગ્ન થતાં અંદર ચૈતન્યના પાતાળમાંથી અતીન્દ્રિય આનંદના ઝરા ફૂટે છે; આનું નામ
સ્વાનુભવ દશા ને આ મોક્ષમાર્ગ ને પૂર્ણ થયે આ જ મોક્ષ છે. આવે છે ને નાટકમાં (સમયસાર નાટકમાં ) કે
અનુભવ ચિંતામનિ રતન, અનુભવ હૈ રસકૂપ;
અનુભવ મારગ મોખકો, અનુભવ મોખરૂપ. અહાહા..! પર્યાયમાં સ્વસ્વરૂપનું ભાન થયું ત્યારે સમયસાર થયો. આ એ સમયસાર –જે વિજ્ઞાનઘન દશામાં વિજ્ઞાનઘન પ્રભુ જણાયો –એનાથી ઊંચુ કાંઈ નથી, અર્થાત્ એનાથી બીજું કાંઈ હિતકારી નથી.
અરે ભાઈ ! આવો મનુષ્ય અવતાર મળ્યો ને રળવું-કમાવું ને ખાવું-પીવું-બસ એમાં જ ઢોરની જેમ અવતાર હાલ્યો જાય! આવે છે ને કે- “મનુષ્યરૂપેણ મૃાશ્ચરન્તિ’ – અરે! મનુષ્યના લેબાસમાં જાણે રખડતાં ઢોર! અહીં તો વિશેષ આ કહે છે કે- આ વ્યવહારથી ધર્મ થાય એમ વાત રહેવા દે ભાઈ ! અને શુદ્ધ એક ચૈતન્યસ્વરૂપનો જ અનુભવ કર. વ્યવહાર છે એ તો બાહ્ય નિમિત્તને આધીન રાગની ફુરણા છે, એ કાંઈ જ્ઞાનની-ચૈતન્યની ફુરણા નથી. આકરી વાત! લોકોમાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #311
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૪૧૪ : ર૯૫ ખળભળાટ થઈ જાય; એમ કે અમે વ્રત પાળીએ, ઉપવાસાદિ તપ કરીએ, બ્રહ્મચર્ય પાળીએ-ઈત્યાદિ બધું કાંઈ નહિ. એ બધું કાંઈ નહિ બાપુ! આવું તો બધું અનંત વાર કરી ચૂક્યો છે. અરે ! નવમી રૈવેયકના સ્વર્ગમાં જાય એવા શુક્લ લશ્યાના પરિણામ પણ અનંત વાર કરી ચૂક્યો છે બાપુ! પણ અંતરમાં જ્ઞાનની ફુરણામાત્ર સ્વાનુભવ વિના બધું જ ફોગટ. જુઓને કહે તો છે કે ન હેતુ સમયસર ઉત્તર શ્ચિત સ્તિ' - જ્ઞાનની પ્રફુરણા થવામાત્ર જે સમયસાર તેનાથી ઊંચું લોકમાં કાંઈ નથી. સમજાણું કાંઈ...?
* કળશ ૨૪૪: ભાવાર્થ ઉપરનું પ્રવચન * પૂર્ણજ્ઞાનસ્વરૂપ આત્માનો અનુભવ કરવો; આ ઉપરાંત ખરેખર બીજું કાંઈ પણ સારભૂત નથી.'
“પૂર્ણજ્ઞાનસ્વરૂપ' –એમ કહીને ભગવાન આત્મા અનંતગુણનું વાસ્તુ પૂર્ણ પરિપૂર્ણ છે-એમ બતાવવું છે. અહા ! આવી નિજ ચૈતન્યસત્તાનો, કહે છે, નિજ પર્યાયમાં અનુભવ કરવો પૂર્ણ ચિદાનંદઘન પ્રભુ પોતે છે તેનો અનુભવ કરવો તે સાર છે, આ સિવાય બીજું કાંઈ સારભૂત નથી. આ બાગ-બંગલા ને જર-ઝવેરાત એ તો બધી ધૂળ જ છે, પણ આ વ્યવહાર રત્નત્રય, પંચમહાવ્રતના પરિણામ ને દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા ને શાસ્ત્રજ્ઞાન ઈત્યાદિ કાંઈ સારભૂત નથી-એમ કહે છે. સમજાણું કાંઈ ? લ્યો, આ એક લીટીમાં આખું સમયસાર આવી ગયું.
હવે છેલ્લી ગાથામાં આ સમયસાર ગ્રંથના અભ્યાસ વગેરેનું ફળ કહીને આચાર્ય ભગવાન આ ગ્રંથ પૂર્ણ કરશે; તેની સૂચનાનો શ્લોક પ્રથમ કહે છેઃ
* કળશ ૨૪૫ : શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * ‘મન્વયમ્ વિજ્ઞાનનમ્ અધ્યક્ષતાં નયત્' આનંદમય વિજ્ઞાનઘનને (–શુદ્ધ પરમાત્માને, સમયસારને) પ્રત્યક્ષ કરતું ‘ડ્રમ્ છમ્ અક્ષય વિક્ષુ:' આ એક (અદ્વિતીય ) અક્ષય જગત-ચક્ષુ (-સમય પ્રાભૃત) પૂર્ણતામ્ યાતિ' પૂર્ણતાને પામે છે.
આ દેહ-દેવળમાં સ્થિત, દેહથી ભિન્ન ભગવાન આત્મા અંદર શુદ્ધ ચૈતન્યસ્વરૂપે વિરાજે છે. અહાહા...! જેની સત્તામાં અપર અનંતા પદાર્થો જણાય છે તે કેવડો ને કેવો છે? તો કહે છે–જાણગ.. જાણગસ્વભાવી પ્રજ્ઞાબ્રહ્મસ્વરૂપ પ્રભુ આનંદમય છે, સચ્ચિદાનંદમય છે. અહાહા....! સત્ નામ શાશ્વત ચિત્ અર્થાત્ અતીન્દ્રિય જ્ઞાન ને આનંદમય છે. વર્તમાન દશામાં જે વિપરીત વિકારના ભાવ છે એ તો કૃત્રિમ ઉભા થયેલા છે, જ્યારે ભગવાન આત્મા તો અંદર અકૃત્રિમ ત્રિકાળ જ્ઞાન ને આનંદની મૂર્તિ સદાય વિરાજમાન છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #312
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૨૯૬ : પ્રવચન રત્નાકર ભાગ-૧)
અહાહા....“માનન્દમય' આનંદવાળો એમ પણ નહિ; કેમકે એ તો ભેદ થઈ જાય. પુષ્ય-પાપના ભાવની વાસના ઉઠે એ તો સ્વભાવથી વિપરીત ભાવ છે ને દુઃખરૂપ છે. આ તો જેમ સક્કરકંદ, ઉપરની લાલ છાલ ન જુઓ તો, એકલો મીઠાશનો પિંડ છે, તેમ ભગવાન આત્મા, પુણ્ય-પાપથી રહિત, શુદ્ધ અતીન્દ્રિય જ્ઞાન અને આનંદનો પિંડ છે. ઓહો! વિકારથી ભિન્ન અંદર આનંદનો નાથ ચૈતન્ય મહાપ્રભુ શાશ્વતપણે વિરાજમાન છે.
ભાઈ ! આ પુણ્ય-પાપના ભાવ તે તું-આત્મા નહિ. આ નાનાં બાળકો શરણું નથી કરતા? બાળકની મા હોય તે ખૂબ ધરાઈને દૂધ પીવડાવે, એટલે બાળકને શરણું થઈ જાય. બિચારો શેરે ને શરીર ઉઘાડું હોય એટલે ઠંડું લાગે ને પછી એમાં હાથ નાખીને હાથ ચાટે. સ્વાદ આવે ને મીઠો ! એમ ભાઈ ! પુણ્ય-પાપના ભાવ તને ઠીક પડે છે પણ એ તો શેરણા જેવા છે. અરે ! બાળ-અજ્ઞાની જીવો તેને ભલા જાણે છે ! આકરી વાત બાપા ! અહીં કહે છે–ભગવાન આત્મા પુણ્ય-પાપની વૃત્તિથી ભિન્ન અતીન્દ્રિય અનાકુળ આનંદનો પિંડ છે.
આ દેહ છે એ તો જડ માટી–ધૂળ છે, સ્ત્રીનો દેહ છે તે પણ જડ માટી–ધૂળ જ છે. તેને હું ભોગવું છું એમ હું માને પણ તેને તું ભોગવી શકતો જ નથી, કેમકે તે રૂપી અને તું અરૂપી છો. ઝીણી વાત ભાઈ ! એ તો આ સ્ત્રીનો દેહુ સુંદર છે એમ તેમાં ઠીકપણું માની તું તે પ્રતિ રાગ કરે છે એ રાગને ભોગવે છે, શરીરને નહિ. પણ બાપુ! એ રાગનો અનુભવ તો દુઃખનો અનુભવ છે. વિષયભોગના ભાવ એ દુઃખનો અનુભવ છે. ને શુભભાવ-પુણ્યભાવ પણ દુઃખરૂપ જ છે. અંદર આત્મા એકલું અતીન્દ્રિય આનંદનું દળ છે. બાકી આ પૈસા-બૈસામાં સુખ છે એમ હું માન, પણ ધૂળેય સુખ નથી ત્યાં. આ પૈસાવાળા બધા માને કે અમે ધનપતિ-અબજપતિ, પણ એ તો ધૂળેય ધનપતિ નથી સાંભળને. એ તો જેમ ભેંસનો પતિ પાડો હોય તેમ જડના પતિ જડપતિ છે. અરે! પોતે અંદર કોણ છે એની એને ખબર નથી.
અહાહા.....! ભગવાન! તું તો ચૈતન્યલક્ષ્મીનો ભંડાર છો ને પ્રભુ! અતીન્દ્રિય આનંદરસનો કંદ પ્રભુ તું છો. આનંદ માટે બહાર જવું પડે એવું તારું સ્વરૂપ નથી. અંદર સ્વરૂપ આનંદમય છે તેમાં દષ્ટિ-રમણતા કરતાં જ અતીન્દ્રિય આનંદ પ્રગટે છે. અહા ! આમ આનંદનું વેદન કરવું એનું નામ ધર્મ છે. બાકી બધું તો થોથાં છે; કોઈની દયા પાળે, ને ગરીબોની સેવા કરે ને ધર્મ થઈ જાય એવું ધર્મનું સ્વરૂપ નથી.
અહીં “આનંદમય’ અને ‘વિજ્ઞાનઘન” – એમ બે શબ્દ કહ્યા છે. અહાહા....! જ્ઞાન ને આનંદનું ધોકળું પ્રભુ આત્મા છે. વિજ્ઞાનઘન કહ્યો ને? ચૈતન્યપ્રકાશનો-જ્ઞાનપ્રકાશનો પૂંજ પ્રભુ આત્મા છે. તે સમયસાર છે. સમ્ + ય + સાર = સમયસાર, સમ્
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #313
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૪૧૪ : ૨૯૭ એટલે સમ્યક પ્રકારે, અયું નામ જાણવાપણે પરિણમે છે અને સારી નામ શરીર, કર્મ ને વિકારથી ભિન્ન એવો આત્મા તે સમયસાર છે. સમજાણું કાંઈ....
આ તો ભગવાન સમયસારની ભાગવત કથા બાપા ! કહે છે–સમયસારને પ્રત્યક્ષ કરતું આ એક અદ્વિતીય અક્ષય જગત-ચક્ષુ પૂર્ણતાને પામે છે. આ શાસ્ત્ર તો શબ્દો છે. એ શબ્દો કોને પ્રત્યક્ષ કરે છે–બતાવે છે? તો કહે છે-ભગવાન સમયસારને શુદ્ધ ચૈતન્યમય આત્માને બતાવે છે. જેમ સાકર શબ્દ છે તે સાકર પદાર્થને બતાવે છે તેમ શાસ્ત્ર છે તે વિજ્ઞાનઘન આનંદમય પ્રભુ આત્માને બતાવે છે.
અમારે તો સત્તર વર્ષની ઉંમરથી જ શાસ્ત્રનો અભ્યાસ છે. પાલેજમાં પેઢી ઉપર બેસીને પણ શાસ્ત્રાભ્યાસ જ કરતા. પૂર્વના સંસ્કાર હતા, ને આ સમયસાર મળ્યું. પછી શું કહેવું? સમયસાર વાંચ્યું ને લાગ્યું કે આ કોઈ જુદી અલૌકિક ચીજ છે. આનંદના નાથને બતાવનારું આ અલૌકિક શાસ્ત્ર છે. આમાં (બતાવેલા) મારગડા કોઈ જુદા છે પ્રભુ !
અહાહા....! આનંદઘન વિજ્ઞાનઘન પ્રભુ આત્મા છે. તેનું જ્ઞાનમાં પ્રત્યક્ષ વેદનસ્વસંવેદન કરવું એનું નામ ધર્મ છે. અહા ! આવો અલૌકિક માર્ગ આ શાસ્ત્ર બતાવે છે. અહા! અજ્ઞાનીને આત્મા માપતાં (-જાણતાં) આવડતું નથી. જેમ કાપડનો તાકો બાળકના હાથથી ન મપાય તેમ બાળ-અજ્ઞાનીના માપથી આત્મા ન મપાય (-જણાય). ભાઈ ! રાગથી (-વ્યવહારના રાગથી) જ્ઞાનસ્વરૂપી પ્રભુ આત્માનું માપ ન થઈ શકે; એક જ્ઞાનની નિર્મળ સ્વસંવેદનની દશામાં જ તેનું માપ થઈ શકે. અહા ! આવો અલૌકિક માર્ગ આ શાસ્ત્ર બતાવે છે. અહો ! વીતરાગ જૈન પરમેશ્વરે કહેલાં શાસ્ત્રો અભુત અદ્વિતીય છે, તેઓ એક પરમ શુદ્ધ ચૈતન્યતત્ત્વને દેખાડે છે.
કેવું છે. આ સમય પ્રાત? તો કહે છે- અદ્વિતીય અક્ષય જગત-ચક્ષુ છે. “રૂમ વમ્ અક્ષય નતિ–વક્ષ:' અહાહા....આ સમયસાર પરમ અતિશયયુક્ત એક-અદ્વિતીય અક્ષય જગત-ચક્ષુ છે. જગતના-વિશ્વના સ્વરૂપને યથાસ્થિત દેખાડે છે ને. અહા ! જેમ આત્મા લોકાલોકને જાણનાર-દેખનાર અદ્વિતીય જગતચક્ષુ છે, તેમ લોકાલોકને દેખાડનાર આ શાસ્ત્ર અદ્વિતીય જગતચક્ષુ છે. અહા! ભગવાન ત્રિકાળી ધ્રુવને જાણનારું જ્ઞાન જગતચક્ષુ છે, તેમ ભગવાન ત્રિકાળી ધ્રુવને બતાવનારું આ શાસ્ત્ર જગતચક્ષુ છે. આત્મા જગતચક્ષુ છે, તેને આ શાસ્ત્ર બતાવે છે માટે આ શાસ્ત્ર જગતચક્ષુ છે; અદ્વિતીય જગતચક્ષુ છે, મતલબ કે બીજાં કલ્પિત શાસ્ત્ર ભગવાન આત્માને બતાવતાં નથી તેથી આ અજોડ છે. આ તો સકલશાસ્ત્ર બાપા! સન્શાસ્ત્રોમાં પણ મહીં અતિશયવાન! વળી જેમ ભગવાન આત્મા અક્ષય છે તેમ તેને બતાવનારું આ પરમાગમ અક્ષય છે. ભગવાન જૈન પરમેશ્વરની વાણી (પ્રવાહરૂપથી) અક્ષય છે. આવી વાત!
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #314
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૯૮ : પ્રવચન રત્નાકર ભાગ-૧)
આવું આ સમયપ્રાભૃત પૂર્ણતાને પામે છે. એટલે શું? કે આમાં ૪૧૫ ગાથા છે. ૪૧૪ ગાથા પછી હવે આ શાસ્ત્રનું ફળ દર્શાવીને શાસ્ત્ર પૂરું થાય છે. અહાહા.....! જ્ઞાનાનંદસ્વરૂપ અંદર આત્મા શુદ્ધ ચૈતન્યવસ્તુ છે તેનું ભાન પ્રગટ કરીને તેમાં જ સ્થિર થાય તેને પૂર્ણ પરમાત્મપદની-પરમપદની પ્રાપ્તિ થાય છે. લ્યો, શાસ્ત્ર પૂરું થઈ ગયું, અને અંદર સ્વાનુભવ પ્રગટ કર્યો તેને પણ પૂર્ણની પ્રાપ્તિ થઈ ગઈ ! આ તો અસાધારણ અતિશયવાન શાસ્ત્ર ભાઈ ! તેનો શ્રોતા મુમુક્ષુ પણ અંદર પૂર્ણાનંદનો નાથ છે તેમાં ધ્યેય કરીને મગ્ન થયો, અને તેને પૂર્ણ સ્વરૂપની ઉપલબ્ધિ થઈ ગઈ. શાસ્ત્ર કહે છે- તારો નાથ અંદર બધી વાતે પૂરો છે, કોઈ વાતે અધુરો નથી. જિજ્ઞાસુ સ્વરૂપમાં ગયો ને તે પર્યાયમાં પણ પૂર્ણ થઈ ગયો. લ્યો, આ વાત અહીં કહેવા માગે છે. સમજાય છે કાંઈ....?
* કળશ ૨૪૫ : ભાવાર્થ ઉપરનું પ્રવચન * “આ સમયપ્રાકૃત ગ્રંથ વચનરૂપે તેમ જ જ્ઞાનરૂપે-બન્ને પ્રકારે જગતને અક્ષય (અર્થાત્ જેનો વિનાશ ન થાય એવું ) અદ્વિતીય નેત્ર સમાન છે. કારણ કે જેમ નેત્ર ઘટપટાદિકને પ્રત્યક્ષ દેખાડે છે તેમ સમયપ્રાભૃત આત્માના શુદ્ધ સ્વરૂપને પ્રત્યક્ષ અનુભવગોચર દેખાડે છે.'
અંદર પૂર્ણાનંદનો નાથ પ્રભુ પોતે છે તેનો સ્વાનુભવ ને પ્રતીતિ થયાં તેને પૂરણ સર્વજ્ઞપદની પ્રાપ્તિ થાય જ છે. અહા ! આવું પૂર્ણ આત્મપદ જેમ જગતનું અક્ષય અદ્વિતીય નેત્ર છે તેમ એવા આત્માને બતાવનારું આ સમયપ્રાભૃત શાસ્ત્ર પણ જગતનું અક્ષય અદ્વિતીય નેત્ર છે.
આ નેત્ર ઘટ-પટ પદાર્થોને પ્રત્યક્ષ દેખાડે છે ને? નેત્ર દેખાડે છે એ તો એમ કહેવાય; બાકી આ બે નેત્ર છે એ તો જડ માટી–ધૂળ છે, અંદર દેખનાર જાણનાર તો ભિન્ન ચૈતન્ય પ્રભુ છે. જેની સત્તામાં ઘટ-પટાદિ જણાય છે એ તો ચૈતન્ય પ્રભુ છે, ને નેત્ર તો નિમિત્તમાત્ર છે. નિમિત્તથી કહેવાય કે નેત્ર ઘટપટાદિને દેખાડે છે. અહીં કહે છેતેમ આ સમયપ્રાભૃત શાસ્ત્ર પણ આત્માના શુદ્ધ સ્વરૂપને પ્રત્યક્ષ અનુભવગોચર દેખાડે છે. જોયું? આત્મા સ્વાનુભવપ્રત્યક્ષ જણાય છે અર્થાત્ સ્વસંવેધ છે, વિકલ્પગમ્ય નથી એમ શાસ્ત્ર બતાવે છે. શાસ્ત્ર આત્માનું સ્વરૂપ દેખાડે છે, પણ શાસ્ત્રના શબ્દમાં આત્મા નથી, શબ્દજ્ઞાનથી આત્મા જણાશે એમ નહિ, આત્મા તો સ્વાનુભવ-ગમ્ય જ છે. આ ન્યાયલોજીક છે. ભાઈ ! લૌકિક ભણતરમાં વર્ષો કાઢે છે તો આમાં તો થોડો વખત કાઢ, તારું હિત થશે.
[ પ્રવચન નં. ૫૦૮ થી ૫૧૧ * દિનાંક ૩૦-૧૧-૭૭ થી ૩-૧૨-૭૭]
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #315
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૪૧૫
जो समयपाहुडमिणं पढिदूणं अत्थतच्चदो णाएं। अत्थे ठाही चेदा सो होही उत्तमं सोक्खं ।। ४१५ ।।
यः समयप्राभृतमिदं पठित्वा अर्थतत्त्वतो ज्ञात्वा।
अर्थे स्थास्यति चेतयिता स भविष्यत्युत्तमं सौख्यम्।। ४१५।।। હવે ભગવાન કુંદકુંદાચાર્યદવ આ ગ્રંથને પૂર્ણ કરે છે તેથી તેના મહિમારૂપે તેના અભ્યાસ વગેરેનું ફળ ગાથામાં કહે છે:
આ સમયપ્રાભૂત પઠન કરીને, અર્થ-તત્ત્વથી જાણીને,
ઠરશે અરથમાં આતમા જે, સૌખ્ય ઉત્તમ તે થશે. ૪૧૫. ગાથાર્થઃ- [: વેતયિતા] જે આત્મા (-ભવ્ય જીવ) [ફર્વ સમયણામૃતનું પવિત્વા] આ સમયપ્રાભૃતને ભણીને, [૩૫ર્થતત્ત્વત: જ્ઞાત્વા] અર્થ અને તત્ત્વથી જાણીને, [કર્થે રસ્થાસ્થતિ ] તેના અર્થમાં સ્થિત થશે, [ 1:] તે [ ઉત્તમું સૌરથમ ભવિષ્યતિ | ઉત્તમ સૌખ્યસ્વરૂપ થશે.
ટીકાઃ- સમયસારભૂત ભગવાન પરમાત્માનું-કે જે વિશ્વનો પ્રકાશક હોવાથી વિશ્વસમય છે તેનું-પ્રતિપાદન કરતું હોવાથી જે પોતે શબ્દબ્રહ્મ સમાન છે એવા આ શાસ્ત્રને જે આત્મા ખરેખર ભણીને, વિશ્વને પ્રકાશવામાં સમર્થ એવા પરમાર્થભૂત, ચૈતન્ય-પ્રકાશરૂપ આત્માનો નિશ્ચય કરતો થકો (આ શાસ્ત્રને) અર્થથી અને તત્ત્વથી જાણીને, તેના જ અર્થભૂત ભગવાન એક પૂર્ણવિજ્ઞાનઘન પરમબ્રહ્મમાં સર્વ ઉધમથી સ્થિત થશે, તે આત્મા, સાક્ષાત્ તત્ક્ષણ પ્રગટ થતા એક ચૈતન્યરસથી ભરેલા સ્વભાવમાં સુસ્થિત અને નિરાકુળ (-આકુળતા વિનાનું) હોવાને લીધે જે (સૌખ્ય) “પરમાનંદસ” શબ્દથી વાચ્ય છે, ઉત્તમ છે અને અનાકુળતા-લક્ષણવાળું છે એવા સૌખ્યસ્વરૂપ પોતે જ થઈ જશે.
ભાવાર્થ:- આ શાસ્ત્રનું નામ સમયપ્રાભૃત છે. સમય એટલે પદાર્થ, અથવા સમય એટલે આત્મા. તેનું કહેનારું આ શાસ્ત્ર છે. વળી આત્મા તો સમસ્ત પદાર્થોનો પ્રકાશક છે. આવા વિશ્વપ્રકાશક આત્માને કહેતું હોવાથી આ સમયપ્રાભૃત શબ્દબ્રહ્મ સમાન છે; કારણ કે જે સમસ્ત પદાર્થોનું કહેનાર હોય તેને શબ્દબ્રહ્મ કહેવામાં આવે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #316
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩OO : પ્રવચન રત્નાકર ભાગ-૧)
(અનુકુમ) इतीदमात्मनस्तत्त्वं ज्ञानमात्रमवस्थितम् ।
अखण्डमेकमचलं स्वसंवेद्यमबाधितम्।। २४६ ।। છે. દ્વાદશાંગશાસ્ત્ર શબ્દબ્રહ્મ છે અને આ સમયપ્રાભૃતશાસ્ત્રને પણ શબ્દબ્રહ્મની ઉપમા છે. આ શબ્દબ્રહ્મ (અર્થાત્ સમયપ્રાભૃતશાસ્ત્ર) પરબ્રહ્મને (અર્થાત્ શુદ્ધ પરમાત્માનો સાક્ષાત્ દેખાડે છે. જે આ શાસ્ત્રને ભણીને તેના યથાર્થ અર્થમાં ઠરશે, તે પરબ્રહ્મને પામશે; અને તેથી, જેને “પરમાનંદ' કહેવામાં આવે છે એવા ઉત્તમ, સ્વાત્મિક, સ્વાધીન, બાધારહિત, અવિનાશી સુખને પામશે. માટે હું ભવ્ય જીવો! તમે પોતાના કલ્યાણને અર્થે આનો અભ્યાસ કરો, આનું શ્રવણ કરો, નિરંતર આનું જ સ્મરણ અને ધ્યાન રાખો, કે જેથી અવિનાશી સુખની પ્રાપ્તિ થાય. આવો શ્રી ગુરુઓનો ઉપદેશ છે.
હવે આ સર્વવિશુદ્ધજ્ઞાનના અધિકારની પૂર્ણતાનો કળશરૂપ શ્લોક કહે છે:
શ્લોકાર્થ- [ રૂતિ રૂમ ત્મિ: તત્ત્વ જ્ઞાનમાત્રમ્ અવસ્થિતમૂ ] આ રીતે આ આત્માનું તત્ત્વ (અર્થાત્ પરમાર્થભૂત સ્વરૂપ) જ્ઞાનમાત્ર નક્કી થયું- [ સરવર્તુમ્] કે જે (આત્માનું) જ્ઞાનમાત્ર તત્ત્વ અખંડ છે (અર્થાત અનેક જ્ઞયાકારોથી અને પ્રતિપક્ષી કર્મોથી જોકે ખંડ ખંડ દેખાય છે તોપણ જ્ઞાનમાત્રમાં ખંડ નથી), [ ૧] એક છે (અર્થાત્ અખંડ હોવાથી એકરૂપ છે), [ નવ«] અચળ છે (અર્થાત જ્ઞાનરૂપથી ચળતું નથી–જ્ઞયરૂપ થતું નથી), [સ્વવેદ્યમ] સ્વસંવેદ્ય છે (અર્થાત્ પોતાથી જ પોતે જણાય છે), [નવાધિતમ્ ] અને અબાધિત છે (અર્થાત્ કોઈ ખોટી યુક્તિથી બાધા પામતું નથી).
ભાવાર્થ- અહીં આત્માનું નિજ સ્વરૂપ જ્ઞાન જ કહ્યું છે તેનું કારણ આ પ્રમાણે છે:- આત્મામાં અનંત ધર્મો છે પરંતુ તેમાં કેટલાક તો સાધારણ છે, તેથી તેઓ અતિવ્યાતિવાળા છે, તેમનાથી આત્માને ઓળખી શકાય નહિ; વળી કેટલાક (ધર્મો) પર્યાયાશ્રિત છે-કોઈ અવસ્થામાં હોય છે અને કોઈ અવસ્થામાં નથી હોતા, તેથી તેઓ અવ્યાતિવાળા છે, તેમનાથી પણ આત્મા ઓળખી શકાય નહિ. ચેતનતા જોકે આત્માનું (અતિવ્યાતિ અને અવ્યાતિથી રહિત) લક્ષણ છે, તોપણ તે શક્તિમાત્ર છે, અદષ્ટ છે; તેની વ્યક્તિ દર્શન અને જ્ઞાન છે. તે દર્શન અને જ્ઞાનમાં પણ જ્ઞાન સાકાર છે, પ્રગટ અનુભવગોચર છે; તેથી તેના દ્વારા જ આત્મા ઓળખી શકાય છે. માટે અહીં આ જ્ઞાનને જ પ્રધાન કરીને આત્માનું તત્ત્વ કહ્યું છે.
અહીં એમ ન સમજવું કે “આત્માને જ્ઞાનમાત્ર તત્ત્વવાળો કહ્યો છે તેથી એટલો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #317
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૪૧૫ : ૩૦૧ જ પરમાર્થ છે અને અન્ય ધર્મો જૂઠા છે, આત્મામાં નથી; આવો સર્વથા એકાંત કરવાથી તો મિથ્યાદષ્ટિપણું થાય છે, વિજ્ઞાનાદ્વૈતવાદી બૌદ્ધનો અને વેદાંતનો મત આવે છે; માટે આવો એકાંત બાધાસહિત છે. આવા એકાંત અભિપ્રાયથી કોઈ મુનિવ્રત પણ પાળે અને આત્માનું-જ્ઞાનમાત્રનું-ધ્યાન પણ કરે, તોપણ મિથ્યાત્વ કપાય નહિ; મંદ કષાયોને લીધે સ્વર્ગ પામે તો પામો, મોક્ષનું સાધન તો થતું નથી. માટે સ્યાદ્વાદથી યથાર્થ સમજવું. ૨૪૬.
સરવવિશુદ્ધજ્ઞાનરૂપ સદા ચિદાનંદ કરતા ન ભોગતા ન પરદ્રવ્યભાવકો, મૂરત અમૂરત જે આનદ્રવ્ય લોકમાંહિ તે ભી જ્ઞાનરૂપ નહીં ત્યારે ન અભાવકો; યહે જાનિ જ્ઞાની જીવ આપકું ભજે સદીવ જ્ઞાનરૂપ સુખતૂપ આન ન લગાવકો, કર્મ-કર્મફલરૂપ ચેતનાકું દૂરિ ટારિ જ્ઞાનચેતના અભ્યાસ કરે શુદ્ધ ભાવકો.
આમ શ્રી સમયસારની (શ્રીમદભગવકુંદકુંદાચાર્યદેવપ્રણીત શ્રી સમયસાર પરમાગમની) શ્રીમદ્ અમૃતચંદ્રાચાર્યદવવિરચિત આત્મખ્યાતિ નામની ટીકામાં સર્વવિશુદ્ધજ્ઞાનનો પ્રરૂપક નવમો અંક સમાપ્ત થયો.
સમયસાર ગાથા ૪૧૫ : મથાળું હવે ભગવાન કુંદકુંદાચાર્ય આ ગ્રંથને પૂર્ણ કરે છે તેથી તેના મહિમારૂપે તેના અભ્યાસ વગેરેનું ફળ ગાથામાં કહે છે:
* ગાથા ૪૧૫ : ટીકા ઉપરનું પ્રવચન * સમયસારભૂત ભગવાન પરમાત્માનું કે જે વિશ્વનો પ્રકાશક હોવાથી વિથસમય છે તેનું –પ્રતિપાદન કરતું હોવાથી જે પોતે શબ્દબ્રહ્મ સમાન છે એવા આ શાસ્ત્રને જે આત્મા ખરેખર ભણીને, વિશ્વને પ્રકાશવામાં સમર્થ એવા પરમાર્થભૂત, ચૈતન્યપ્રકાશરૂપ આત્માનો નિશ્ચય કરતો થકો (આ શાસ્ત્રને) અર્થથી અને તત્ત્વથી જાણીને....”
જુઓ, આ છેલ્લી ગાથામાં માખણ ભર્યું છે. અહા! ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવ લગભગ બે હજાર વર્ષ ઉપર સં. ૪૯ માં ભરતક્ષેત્રના મહાન મુનિવર થઈ ગયા. આત્મધ્યાનમાં લવલીન અને નિજ આનંદસ્વરૂપમાં નિરંતર રમનારા તેઓ નગ્ન દિગંબર સંત-મહામુનિવર હતા. અહીંથી તેઓ મહાવિદેહમાં ભગવાન સીમંધર સ્વામી પાસે ગયા હતા. ભગવાન ત્યાં હાલ સમોસરણમાં બિરાજમાન છે ત્યાં કુંદકુંદાચાર્ય આઠ દિ' રહ્યા હતા. સાક્ષાત્ ૐધ્વનિ સાંભળીને ભારતમાં પધાર્યા હતા. ત્યાર પછી આ સમયસાર આદિ શાસ્ત્રો તેમણે રચ્યાં છે. આ ગ્રંથ તેઓ પૂર્ણ કરવાની સાથે તેના મહિમારૂપે શાસ્ત્રના અભ્યાસ વગેરેનું ફળ આ ગાથામાં બતાવે છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #318
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૦૨ : પ્રવચન રત્નાકર ભાગ-૧)
શું કહે છે – કે “સમયસારભૂત” અર્થાત્ છતી સર્વોત્કૃષ્ટ ચીજ અંદર ભગવાન પરમાત્મા છે તે પરમસ્વરૂપ છે. અહાહા....! જિનસ્વરૂપ ભગવાન અંદર ત્રિકાળ મોજુદપણે વિરાજે છે. અહા ! જેમ ઘડામાં જળ ભર્યું હોય તેમ જ્ઞાન ને આનંદથી ભરેલો આત્મા નિરંતર જિનસ્વરૂપે વિરાજમાન છે. હવે પોતાને રાંકો થઈ ગયેલો માને તે વિષયના ભિખારીને આ કેમ બેસે? સરખાઈની બીડી પીવે કે ચાનો કપ પીવે ત્યારે તો ભાઈ સાહેબને ચેન પડે- હવે એવા જીવોને કહીએ કે ભાઈ ! તું આત્મા શાંતિનો સાગર નિત્ય ચિદાનંદસ્વરૂપી ભગવાન છો-એ એને કેમ બેસે ? પણ બાપુ! આત્મા શુદ્ધ ચૈતન્યમય સદા પરમસ્વરૂપ પ્રભુ છે. તેની દષ્ટિ કરે તે સમ્યગ્દષ્ટિ જૈન છે. બાકી દયા, દાન આદિના રાગથી-પુણ્યથી ધર્મ માને તે જૈન નથી, અજૈન છે. જૈન કોઈ સંપ્રદાય નથી ભાઈ ! શરીર અને રાગના ક્રિયાકાંડ એ જૈનપણું નથી બાપુ! એની એકતા તૂટી જાય અને સ્વસ્વરૂપની -પરમસ્વરૂપની એકતા થઈ જાય ત્યાંથી જૈનપણું શરું થાય છે.
અહીં કહે છે- સમયસારભૂત પરમસ્વરૂપ –પરમાત્મસ્વરૂપ એવો આત્મા વિશ્વનો પ્રકાશક હોવાથી વિશ્વસમય છે. અહાહા....! ચૈતન્યના નૂરનું પૂર એવો ભગવાન આત્મા
સ્વપરસહિત સંપૂર્ણ ત્રિકાળવર્તી લોકાલોકનો પ્રકાશક હોવાથી વિશ્વસમય છે. અહાહા....! જાણવું.... જાણવું... જાણવું.... એમ જાણવાના પ્રવાહનું પૂર પ્રભુ આત્મા છે; તે સંપૂર્ણ વિશ્વનો પ્રકાશક છે. પ્રકાશક એટલે જાણનારો હોં, જગતની કોઈ ચીજનો કરનારો-કર્તા નહિ. ભાઈ ! કોઈ પર પદાર્થની ક્રિયા કરી શકે એવો આત્માનો સ્વભાવ નથી, એવું એનું સામર્થ્ય નથી. રાગ આવે એનો પણ એ જ્ઞાતા છે. આ પ્રમાણે ભગવાન આત્મા વિશ્વનો પ્રકાશક હોવાથી વિશ્વસમય છે.
આત્મા વિશ્વસમય છે. વિશ્વમાં અનંતા પદાર્થો છે. તે અનંત અનંતપણે પોતાના કારણે રહ્યા છે, જે પરના કારણે હોય તો અનંતપણું ન રહે. વિશ્વ એટલે અનંતા દ્રવ્યોતેના પ્રત્યેકના અનંત-અનંત ગુણ અને તેની અનંત-અનંત પર્યાયો –આ બધું પોતપોતાના કારણે છે. બધું સ્વ-તંત્ર છે, અને ભગવાન આત્મા એ બધાનો પ્રકાશક છે, જાણનારમાત્ર છે, કરનારો –કર્તા નહિ. આવો જ્ઞાનાનંદરૂપ લક્ષ્મીનો ભંડાર પ્રભુ આત્મા વિશ્વનો પ્રકાશક હોવાથી વિશ્વસમય છે. સમજાણું કાંઈ...? “કાંઈ ' એટલે કઈ પદ્ધતિએ કહેવાય છે તેની ગંધ આવે છે? પૂરું સમજાઈ જાય તો ન્યાલ થઈ જાય એવું છે.
આત્મા વિશ્વને પ્રકાશતો હોવાથી વિથસમય છે, અને તેનું પ્રતિપાદન કરતું હોવાથી આ શાસ્ત્ર શબ્દબ્રહ્મ સમાન છે. પરબ્રહ્મસ્વરૂપ પરમાત્માનું પ્રતિપાદન કરનારા આ શબ્દો શબ્દબ્રહ્મ સમાન છે. ભગવાનની વાણી પૂર્ણ શબ્દબ્રહ્મ છે. તેમ આ શાસ્ત્ર શબ્દબ્રહ્મનો અંશ હોવાથી શબ્દબ્રહ્મ સમાન છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #319
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૪૧૫ : ૩૦૩ આત્મા સર્વજ્ઞસ્વભાવી પ્રભુ પુરા વિશ્વનો જાણનાર છે, અને આ શાસ્ત્ર પુરા તત્ત્વનું પ્રતિપાદન કરનાર છે તેથી શબ્દબ્રહ્મ સમાન છે. આવા આ શાસ્ત્રને પોતાના હિતના લક્ષ ભણવું જોઈએ એમ વાત છે. અરે ! એ લૌકિક ભણતર- આ ડાકટરનું ને ઈજનેરનું, ને વકીલનું ને વેપારનું ભણી ભણીને એ મરી ગયો! ભાઈ ! લૌકિક ભણતર આડ તું નવરો ન થાય પણ એમાં તારું અહિત છે; એનાથી તને અનંત જન્મમરણ થશે ભાઈ ! એટલે કહે છે –હિતના લક્ષ આ પરમાર્થ શાસ્ત્રને ભણવું જોઈએ. બીજાને દેખાડવા કે પંડિતાઈ પ્રગટ કરવા માટે નહિ હોં; એક સ્વહિતના લક્ષે જ ભણવું જોઈએ. ભણીને શું કરવું? તો કહે છે- આ શાસ્ત્ર ભણીને હું –આત્મા ચૈતન્યપ્રકાશમય છું એવો નિર્ણય કરવો જોઈએ. અહાહા....! લોકાલોકને જાણવાના સામર્થ્યરૂપ પરમાર્થભૂત ચૈતન્યપ્રકાશનો પુંજ હું આત્મા છું એમ અંતરમાં નિર્ણય કરવો જોઈએ. ભાઈ ! આ તો ભવનો અભાવ કરવાની પરમ હિતની વાત છે. આ ભવનું મૂળ એક મિથ્યાત્વ છે. શાસ્ત્ર ભણીને નિજ સ્વરૂપનો નિર્ણય કરવો તે મિથ્યાત્વને ટાળવાનો ઉપાય છે. સ્વસ્વરૂપનો નિર્ણય કરવો એ જ એનો સાર છે.
અર્થ અને તત્ત્વથી જાણીને' –એમ કહ્યું ને? એટલે શું? કે આત્મા ત્રિકાળી વસ્તુ તે અર્થ છે, અને તેનો જ્ઞાનસ્વભાવ તે તત્ત્વ છે. જેમ સોનું છે તે અર્થ કહેવાય, અને તેનાં પીળાશ, ચીકાશ, વજન ઈત્યાદિ તે તત્ત્વ કહેવાય. આત્મા ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય તે અર્થ છે, અને જ્ઞાન, આનંદ, સ્વચ્છતા, પ્રભુતા ઈત્યાદિ ગુણ-સ્વભાવ તે તત્ત્વ છે. અર્થનું તત્ત્વ એટલે વસ્તુ-દ્રવ્ય તેનો ભાવ. ભાવવાન વસ્તુ તે અર્થ અને તેનો ભાવ તે અર્થનું તત્ત્વ છે. અહીં ! હિત કરવું હોય તેણે આ ભાવ સહિત જે ભાવવાન એવું નિજ દ્રવ્ય તેનો નિર્ણય કરવો પડશે. ભાઈ ! આ કોઈ કથા નથી બાપુ ! આ તો પૂર્ણાનંદના નાથના
સ્વરૂપની જે વાત ભગવાનની દિવ્યધ્વનિમાં આવી ને શ્રી ગણધરદેવે જે દ્વાદશાંગમાં કહી તે આ વાત છે. આવે છે ને બનારસી વિલાસમાં
મુખ કાર ધુનિ સુનિ, અર્થ ગણધર વિચારે;
રચી આગમ ઉપદેશ, ભવિક જન સંસય નિવારે; લ્યો, આ તો ઉપદેશ સૂણી ભવ્ય જીવો સંશય નિવારે છે, મિથ્યાત્વનો નાશ કરે છે એની આ વાત છે. ગાથામાં કહે છે ને કે- જે ભવ્ય જીવ આ સમયપ્રાકૃત ભણીને, અર્થ અને તત્ત્વથી જાણીને તેના અર્થમાં સ્થિત થશે તે ઉત્તમ સૌખ્યરૂપ થશે. અહો! આવું અલૌકિક આ શાસ્ત્ર-પરમાગમ છે.
આત્મા વસ્તુ અર્થ છે, ને જ્ઞાન તેનું તત્ત્વ છે. અહીં કહે છે તેને જાણીને, તત્ત્વ સહિત અર્થને જાણીને, અર્થમાં ઠર; તારી દશા ઉત્તમ આનંદમય થઈ જશે. અરે ! લોકો – અજ્ઞાનીઓ ઈન્દ્રિયના વિષયમાં સુખ માને છે પણ તે સુખ નથી. ઈન્દ્રિયના
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #320
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૦૪ : પ્રવચન રત્નાકર ભાગ-૧) વિષય તો એકલું ઝેર છે બાપા! શું કહીએ? તને મિથ્યાત્વનાં-મિથ્યા શ્રદ્ધાનનાં કાતિલ ઝેર ચઢી ગયાં છે. જેમ સાપનું કાલકૂટ ઝેર ચઢયું હોય તેને કડવા લીમડાનો સ્વાદ મીઠો લાગે છે, તેમ તને મિથ્યાત્વનાં ઝેર ચઢી ગયાં છે એટલે ઝેર જેવા દુઃખદાયક વિષયો પણ મીઠા લાગે છે, અને બહારના પદાર્થોમાં સુખની કલ્પના કરે છે. પણ ભાઈ ! અંદર જો તો ખરો ! એકલા સુખનો-આનંદનો સમુદ્ર લહેરાઈ રહ્યો છે. તેનો નિર્ણય કરી તેમાં ઠર તો આનંદરૂપે પરિણમીશ.
અહા ! “ભાઈ તો મારો ડાહ્યો, પાટલે બેસી નાહ્યો-ભાઈ ! હાલ” –એમ કહીને બાળકને એની મા મીઠા હાલરડાં ગાઈને ઘોડિયામાં સુવાડે છે, તેમ અહીં સંત-મુનિવરો ભગવાન આત્મા’ કહીને એને જગાડે છે. “જાગ રે જાગ નાથ ! હુવે ન સૂવું પાલવે અહાહા...! જાગવાનો આ અવસર આવ્યો છે ભગવાન! હમણાં નહીં જાગે તો ક્યારે જાગીશ? સમયસારભૂત તું ભગવાન આત્મા છો, તારામાં પૂર્ણ પરમાત્મશક્તિ ભરી પડી છે. ઓહો! તું જ્ઞાન , ને આનંદ ને વીર્ય ઈત્યાદિ અનંત ગુણમણિરત્નોનો અંદર ડુંગર ભરેલો છો. અંદર જુએ તો ખબર પડે ને? તેનો નિર્ણય કર ભાઈ ! હમણાં જ નિર્ણય કર.
હા, પણ તેમાં નવતત્ત્વ તો ન આવ્યા?
અરે! ભાઈ ! આત્માનો નિર્ણય કરે છે તેમાં નવ તત્ત્વનો નિર્ણય આવી જાય છે. પુણ્ય-પાપના આચરણ અને બંધના ભાવ તે ભગવાન આત્માના અસ્તિત્વમાં નથી. આત્માના અતિ સ્વરૂપનો નિર્ણય કરતાં તેમાં જે નથી તેનો નિર્ણય પણ ભેગો આવી જાય છે. આત્મા દ્રવ્ય અને તેનું તત્ત્વ નામ ભાવ-એને જાણીને નિર્ણય કરતાં અન્ય નાસ્તિરૂપ પદાર્થોનો તેમાં નિર્ણય આવી જાય છે.
“તત્ત્વાર્થ શ્રદ્ધાન સભ્યતન' એમ સૂત્ર છે ને! એનો અર્થ શું? એનો અર્થ એ કે –તત્ત્વ નામ ભાવસહિત અર્થ નામ ભાવવાના પદાર્થનું શ્રદ્ધાન કરવું તે સમ્યગ્દર્શન છે. દ્રવ્ય-ગુણ-પર્યાય તે અર્થ છે. તત્ત્વ નામ તેનો સ્વભાવ શું છે તે જાણીને (પદાર્થનું) શ્રદ્ધાન કરવું તેનું નામ સમ્યગ્દર્શન છે. દ્રવ્ય-ગુણ-પર્યાયનું તત્ત્વ જાણી, તત્ત્વ સહિત અર્થનું શ્રદ્ધાન-શાન કરવું તે સમ્યગ્દર્શન-શાન છે. પરમાત્મસ્વરૂપ ભગવાન આત્મા સ્વપરને જાણવાના સ્વભાવવાળું જ્ઞાનમાત્રભાવસ્વરૂપ તત્ત્વ છે. પર અને રાગ એના સ્વરૂપમાં નથી. પર અને રાગને પોતાના માનવા એય એનું સ્વરૂપ નથી. સૂક્ષ્મ વાત છે ભાઈ! મિથ્યાભાવ એ આત્મપદાર્થમાં નથી. એ તો પર્યાયમાં નવો જ ઊભો થયેલો વિભાવ નામ વિપરીત ભાવ છે. આમ દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણેય તેના તત્ત્વસહિત યથાર્થ જાણવા. અર્થ એટલે પદાર્થને તેના તત્ત્વ નામ ભાવ-સ્વભાવ સહિત જાણવો તે યથાર્થ જ્ઞાન છે. આમ પદાર્થને જાણીને ઠરવું શેમાં ! તે હવે કહે છે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #321
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૪૧૫ : ૩૦પ . અર્થથી અને તત્ત્વથી જાણીને, “તેના જ અર્થભૂત ભગવાન એક પૂર્ણવિજ્ઞાનઘન પરબ્રહ્મમાં સર્વ ઉદ્યમથી સ્થિત થશે, તે આત્મા, સાક્ષાત્ તત્પણ પ્રગટ થતા એક ચૈતન્યરસથી ભરેલા સ્વભાવમાં સુસ્થિત અને નિરાકુળ (–આકુળતા વિનાનું) હોવાને લીધે જે (સૌખ્ય) “પરમાનંદ” શબ્દથી વાચ્ય છે, ઉત્તમ છે અને અનાકુળતાલક્ષણવાળું છે એવા સૌખ્યસ્વરૂપ પોતે જ થઈ જશે.'
લ્યો, તેના જ અર્થભૂત ભગવાન એક પૂર્ણવિજ્ઞાનઘન પરબ્રહ્મ પ્રભુ છે તેમાં સર્વ ઉધમથી સ્થિત થવું એમ કહે છે. અહાહા..! આત્મા પૂર્ણ વિજ્ઞાનઘન પ્રભુ અનંત અનંત ચૈતન્યરત્નોથી ભરેલો છે. તેને જાણીને અભેદ એક દ્રવ્યમાં લીન થવું તે મોક્ષનો માર્ગ છે. જાણવાં ત્રણેય-દ્રવ્ય-ગુણ-પર્યાય, પણ દષ્ટિ ક્યાં મૂકવી? ક્યાં કરવું? તો કહે છેઅર્થભૂત ભગવાન એક પૂર્ણવિજ્ઞાનઘન પરબ્રહ્મમાં. આ દ્રવ્ય અને આ તેનો ભાવ-એમ જેમાં ભેદ નથી એવા અભેદ એક પૂર્ણવિજ્ઞાનઘન પરબ્રહ્મમાં સ્થિત થવું. આવો મારગ છે ભાઈ ! બાકી બહારનાં ભણતર અને બહારની ક્રિયા તો બધું થોથાં છે. આત્મા વિજ્ઞાનઘન પરબ્રહ્મ છે તેમાં જ સર્વ ઉધમ નામ પુરુષાર્થ કરીને સ્થિત થવું.
હા, પણ જે સમયે જે થવાનું છે તે જ થાય છે એમ નિયત છે ને? (એમ કે ઉદ્યમ-પુરુષાર્થ કરવાનું કેમ કહો છો?)
જે સમયે જે થવાનું છે તે જ થાય છે એ તો સત્ય છે; પણ તે તે કાર્ય પુરુષાર્થથી થાય છે, પુરુષાર્થ વિના નહિ, ભાઈ ! તને પુરુષાર્થના સ્વરૂપની ખબર નથી. ત્રણકાળત્રણલોકને એક સમયમાં જાણે એવા કેવળજ્ઞાનની પર્યાયના સામર્થ્યનો સ્વીકાર કરનારની દિષ્ટિ ત્રિકાળી ધ્રુવ પરબ્રહ્મસ્વરૂપ નિજ દ્રવ્ય ઉપર જાય છે અને દ્રવ્ય ઉપર દષ્ટિ સ્થાપિત થાય તે અનંતો પુરુષાર્થ છે. સ્વસ્વરૂપના દષ્ટિ ન રમણતા જ વડ થાય તેનું જ નામ તો પુષાર્થ છે. પુરુષાર્થ બીજી શું ચીજ છે? આમ કરું ને તેમ કરું એમ ક્રિયાના વિકલ્પો કરે એ તો વાંઝિયો પુરુષાર્થ છે, એને શાસ્ત્રમાં નપુંસકતા કહે છે. જ્ઞાનની પર્યાય ત્રિકાળી ધ્રુવનો સ્વસમ્મુખતાના પુરુષાર્થ વડે નિર્ણય કરે છે, અને ત્યારે (ક્રમબદ્ધ ) પર્યાયનો પણ યથાર્થ નિર્ણય થાય છે.
ભાઈ ! તું ક્રિયાકાંડમાં રોકાઈને તેમાં પુરુષાર્થ હોવાનું માને છે પણ એ તો મિથ્યા પુરુષાર્થ છે બાપા! રાગને રચે ને રાગને કરે તે આત્માનું વીર્ય નહિ, તે અનંતવીર્યનું કાર્ય નહિ. અહીં કહે છે–પૂર્ણવિજ્ઞાનઘન પરમબ્રહ્મ-પરમાનંદસ્વરૂપ નિજ આત્મામાં સર્વ ઉદ્યમથી જે સ્થિત થશે, તે આત્મા, સાક્ષાત્ તત્પણ પ્રગટ થતા ચૈતન્યરસથી ભરેલા સ્વભાવમાં સુસ્થિત અને નિરાકુળ એવા પરમ આનંદમય-પરમ સૌખ્યમય પોતે જ થઈ જશે. અહો ! આ તે કંઈ ટીકા છે? અહા! “પરમાનંદ' તો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #322
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩ ૬ : પ્રવચન રત્નાકર ભાગ-૧) શબ્દ છે. સાકર શબ્દ જેમ મીઠાશથી ભરેલા સાકર પદાર્થને બતાવે છે તેમ “પરમાનંદ' શબ્દ પરમ આનંદ –પૂરણ અતીન્દ્રિય આનંદનો જે ભાવ તેને બતાવે છે. અહીં કહે છે – પરમાનંદસ્વરૂપ જે દ્રવ્યસ્વભાવ છે તેમાં સર્વ ઉદ્યમથી જે સ્થિત થશે તે “પરમાનંદ' શબ્દથી વાચ્ય એવો જે અનાકુળ ઉત્તમ આનંદ તે-સ્વરૂપ-પરમાનંદસ્વરૂપ-પરમ સૌખ્યસ્વરૂપ પોતે જ થઈ જશે. આવી વાત છે.
* ગાથા ૪૧૫ : ભાવાર્થ ઉપરનું પ્રવચન * “આ શાસ્ત્રનું નામ સમયપ્રાભૃત છે. સમય એટલે પદાર્થ, અથવા સમય એટલે આત્મા. તેનું કહેનારું આ શાસ્ત્ર છે. વળી આત્મા તો સમસ્ત પદાર્થોનો પ્રકાશક છે. આવા વિશ્વપ્રકાશક આત્માને કહેતું હોવાથી આ સમયપ્રાકૃત શબ્દબ્રહ્મ સમાન છે; કારણ કે જે સમસ્ત પદાર્થોનું કહેનાર હોય તેને શબ્દબ્રહ્મ કહેવામાં આવે છે. દ્વાદશાંગશાસ્ત્ર શબ્દબ્રહ્મ છે અને આ સમયપ્રાભૃતશાસ્ત્રને પણ શબ્દબ્રહ્મની ઉપમાં છે. આ શબ્દબ્રહ્મ (અર્થાત્ સમયપ્રાતિશાસ્ત્ર) પરબ્રહ્મને (અર્થાત્ શુદ્ધ પરમાત્માને) સાક્ષાત્ દેખાડે છે.....'
જુઓ, સમયશબ્દના બે અર્થ થાય છે. સમય એટલે પદાર્થ અથવા સમય એટલે આત્મા. શુદ્ધ ચૈતન્યઘન ચિદાનંદકંદ પ્રભુ આત્મા સમય છે, અને તેને કહેનારુંબતાવનારું આ સમયપ્રાભૃત શાસ્ત્ર છે. ભગવાન આત્મા સ્વ અને પર એમ સમસ્ત પદાર્થોનો પ્રકાશક છે. એટલે શું? કે લોકના સ્વ-પર સમસ્ત પદાર્થોને જાણવાનો આત્માનો સ્વભાવ છે. અહાહા.......! લોકમાં અનંત સિદ્ધો, એનાથી અનંત ગુણા નિગોદરાશિ સહિત સંસારીઓ, એનાથી અનંતગુણા પુદ્ગલો ઈત્યાદિ- એ બધાને પ્રકાશવાનો-જાણવાનો ભગવાન આત્માનો સ્વભાવ છે. પરંતુ કોઈ પર પદાર્થોનો કર્તા આત્મા નથી. આ ભાષા-શબ્દો બોલાય છે ને? એ ભાષા-શબ્દોનો કર્તા આત્મા નથી. અરે ભાઈ ! શબ્દોમાં આત્મા નહિ, ને આત્મામાં શબ્દો નહિ; આત્માને શબ્દોનું કર્તુત્વ ત્રણકાળમાં નથી. શબ્દોનો જાણનાર પ્રભુ આત્મા છે, પણ શબ્દોનો કર્તા નથી. ભાઈ ! પરની ક્રિયા કરી શકે એવું આત્માનું સ્વરૂપ નથી. પર માટે એ પંગુ-પાંગળો જ છે; અર્થાત જાણવા સિવાય પરમાં આત્મા કાંઈ જ કરી શકતો નથી. આનું નામ આત્માનો સ્વપ૨પ્રકાશક સ્વભાવ છે. સમજાણું કાંઈ.....?
અરે! પરની દયા પાળું ને દાન કરું- એમ પરની ક્રિયા કરવાનાં મિથ્યા અભિમાન કરીને ચારગતિમાં રખડી-રખડીને એ મરી ગયો, પણ અનંતકાળથી પોતે –આત્મા શું ચીજ છે ને વીતરાગ પરમેશ્વર કોને આત્મા કહે છે તે જાણવાની એણે દરકાર કરી નહિ! ભગવાને આત્મા જોયો, જાણ્યો ને કહ્યો છે, અહીં કહે છે, પૂરા વિશ્વનો પ્રકાશક છે. અહાહા.......! ચૈતન્યના નૂરનું પૂર એવો આત્મા સર્વપ્રકાશક –સર્વજ્ઞસ્વભાવી છે. સ્વ-પરસર્વને જાણે એવો તેનો ત્રિકાળી સ્વભાવ જ છે. આવા વિશ્વપ્રકાશક પરબ્રહ્મસ્વરૂપ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #323
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૪૧૫ : ૩૦૭ પ્રભુ આત્માને કહેનારું હોવાથી, કહે છે, આ શાસ્ત્ર શબ્દબ્રહ્મ સમાન છે. સર્વપ્રકાશક આત્મા પરબ્રહ્મ, ને તેને કહેનારું આ શાસ્ત્ર શબ્દબ્રહ્મ.
અહા ! પ્રભુ! તું કોણ છો ? તો કહે છે– સ્વપરપ્રકાશક એવો વિશ્વપ્રકાશક ભગવાન આત્મા છો. પુરા વિશ્વને જાણી શકે, પણ વિશ્વની કોઈ ચીજને આત્મા કરી શકે એમ નહિ. ભાઈ ! આ ત્રિલોકીનાથ ભગવાન જિનેન્દ્રનો આ હુકમ છે કે ખાય, પીવે ને પરને લઈ–દઈ શકે કે પરમા-પરમાણુમાં કોઈ ક્રિયા કરે એ આત્માનું સ્વરૂપ નથી, સામર્થ્ય નથી. એને સર્વજ્ઞસ્વભાવ કહ્યો એમાં તો ઉપાદાન અને નિમિત્ત સૌ સ્વતંત્ર સિદ્ધ થઈ ગયા, પ્રત્યેક દ્રવ્ય સ્વાધીન સિદ્ધ થઈ ગયું. પરમાણુ-પરમાણુ પરિણમે તેને આત્મા પ્રકાશે છે બસ.
પણ પરની દયા તો પાળે કે નહિ?
કોણ દયા પાળે? એ તો શરીરમાં આત્મા રહ્યો છે તે પોતાની યોગ્યતાથી રહ્યો છે ને આયુકર્મ તેમાં નિમિત્ત છે બસ. બાકી પરને કોણ જિવાડ? બીજો એના શરીરને રાખે તો રહે એમ વસ્તુ જ નથી. દયાનો વિકલ્પ આવે તેનોય એ તો જાણનારમાત્ર છે. અહા ! આ છેલ્લી ગાથામાં સાર સાર વાત કહી દીધી છે.
અહાસર્વજ્ઞ પરમેશ્વરે સર્વજ્ઞપર્યાયમાં ત્રણકાળ-ત્રણલોક જાગ્યા અને દિવ્યધ્વનિ દ્વારા કહ્યા. એમાં આ આવ્યું કે – આત્માનો સર્વજ્ઞસ્વભાવ છે. સર્વને જાણવું તે આત્માનું સ્વરૂપ છે, પણ કોઈને કરવું તે આત્માનું સ્વરૂપ નહિ. રાગ આવે તેને જાણે, પણ રાગ કરવો એ આત્માનું સ્વરૂપ નહિ. એ તો બારમી ગાથામાં આવ્યું ને કે વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે. ચારે બાજુથી જોતાં ભાઈ ! એક જ વાત સિદ્ધ થાય છે કે આત્માનો સ્વપરપ્રકાશક સ્વભાવ છે, અર્થાત્ અકર્તાસ્વભાવ છે. અહા ! આવા આત્માનો અનુભવ થવો તે નિશ્ચય અને તેની દશામાં જે હજુ રાગ છે તે વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે. સ્વપરને, શુદ્ધતાને ન રાગને જાણવાં બસ એટલી વાત છે.
વિશ્વપ્રકાશક પરબ્રહ્મ પ્રભુ આત્મા છે તેને કહેનારી વાણીને શબ્દબ્રહ્મ કહીએ. દ્વાદશાંગ વાણી શબ્દબ્રહ્મ છે. ભગવાનની 3ૐધ્વનિ છૂટી, તેને સાંભળી ભગવાન ગણધરદેવ અર્થ વિચારે ને દ્વાદશાંગની રચના કરે. તે દ્વાદશાંગ વાણી શબ્દબ્રહ્મ છે. તેને અનુસરીને આત્મજ્ઞાની-ધ્યાની મુનિવરો આગમની રચના કરે છે. એવું આ એક પરમાગમ છે તે, કહે છે, શબ્દબ્રહ્મ છે.
બાર અંગમાં એક (પ્રથમ) આચારાંગ છે. તેના ૧૮OOO પદ હોય છે. એકેક પદમાં ૫૧ ક્રોડથી ઝાઝરા શ્લોક હોય છે. પછી ઠાણાંગ આદિએમાં બમણા-બમણા પદો હોય છે. એમ બાર અંગની રચના હોય છે. ઓહોહોહો....! અબજ શ્લોક! બાર
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #324
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૩૦૮ : પ્રવચન રત્નાકર ભાગ-૧) અંગ કોને કહેવાય? તેનું જ્ઞાન શ્રી ગણધર ભગવાનને અંદર પ્રગટ થયેલું હોય છે. તેને દ્વાદશાંગ કહે છે. આ દ્વાદશાંગ વાણીને શબ્દબ્રહ્મ કર્યું છે. આ સમયપ્રાભૂતને પણ શબ્દબ્રહ્મની ઉપમા છે, કારણ કે તે પરબ્રહ્મસ્વરૂપ પરમાત્માને કહેનારું છે, બતાવનારું છે.
હવે કહે છે- “જે આ શાસ્ત્રને ભણીને તેના યથાર્થ અર્થમાં ઠરશે, તે પરબ્રહ્મને પામશે; અને તેથી, જેને “પરમાનંદ” કહેવામાં આવે છે એવા ઉત્તમ, સ્વાત્મિક, સ્વાધીન, બાધારહિત, અવિનાશી સુખને પામશે.'
અહા! પ્રત્યેક પદાર્થમાં જે ક્રિયા થાય છે તેની વ્યવસ્થા નામ વિશેષ અવસ્થા છે. પરમાણુની પ્રતિસમય જ અવસ્થા થાય તે પરમાણુની વ્યવસ્થા છે, આત્મા તેને કરે નહિ, કરી શકે નહિ; કેમકે આત્મા તો જ્ઞાનસ્વભાવમાત્ર વસ્તુ છે. આ શાસ્ત્ર આવા શુદ્ધ આત્માને સાક્ષાત્ દેખાડે છે. અહો! આત્મા વસ્તુ છે ને સ્વયં અસ્તિ છે. તેને શાસ્ત્રથી જાણીને જ તેમાં જ ઠરશે તે, કહે છે, પરબ્રહ્મને પામશે. તેને અતિશય, ઉત્તમ, સ્વાધીન, અવિનાશી, અવ્યાબાધ સુખની પ્રાપ્તિ થશે. સ્વપરપ્રકાશક ચૈતન્યબિંબ પ્રભુ આત્મા છે, તેમાં જ દષ્ટિ કરી, લીન-સ્થિર થવું એમ શાસ્ત્રનો ઉપદેશ અને આદેશ છે. આવે છે ને કે
લાખ બાતકી બાત યહી નિશ્ચય ઉર લાવો,
તોરિ સકલ જગદંદ-ફંદ, નિત આતમ ધ્યાવો.” અહા ! સ્વસ્વરૂપ-શુદ્ધ ચૈતન્યસ્વરૂપમાં દષ્ટિ કરીને ઠરશે તે ઉત્તમ અનાકુળ સુખને પામશેઃ પરમબ્રહ્મ જેવો પૂર્ણાનંદ પ્રભુ છે તેવો પર્યાયમાં પોતે જ પ્રગટ થશે. લ્યો, આવી
વાત !
હવે ઓલા મૂઢ લોકો પૈસામાં ને બાયડીમાં સુખ માને, ને રૂપાળા બંગલામાં સોનાના હિંડોળે હિંચવાથી સુખ માને, પણ એ તો બધી સુખની મિથ્યા કલ્પના બાપુ ! ઝાંઝવાના જળ જેવી. એ તો બધી પર ચીજ છે, એમાં ક્યાં તારું સુખ છે? એમાં તું છો જ ક્યાં ? અહીં તો એમ કહે છે કે- સર્વજ્ઞસ્વભાવી પ્રભુ તું પોતે જ સુખ-સ્વરૂપ છો, તેમાં દષ્ટિ કરીને ઠરે તો તું ઉત્તમ અવિનાશી સુખને પ્રાપ્ત થઈશ. આ જ માર્ગ છે ભાઈ ! હવે પ્રેરણા કરે છે કે
માટે હું ભવ્ય જીવો! તમે પોતાના કલ્યાણના અર્થ આનો અભ્યાસ કરો, આનું શ્રવણ કરો, નિરંતર આનું જ સ્મરણ અને ધ્યાન રાખો, કે જેથી અવિનાશી સુખની પ્રાપ્તિ થાય. આવો શ્રી ગુરુઓનો ઉપદેશ છે.'
હવે, આ દાકતરી ને વકીલાતના અભ્યાસમાં તો કાંઈ (હિત) છે નહિ, એ તો પાપનો અભ્યાસ છે. માટે હે ભાઈ! નિજ કલ્યાણના અર્થ આ પરબ્રહ્મને પ્રકાશનારું - બતાવનારું એવું જે શાસ્ત્ર તેનો અભ્યાસ કરો, તેનું જ શ્રવણ-ચિંતન-મનન કરો ને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #325
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૪૧૫ : ૩/૯ તેનું જ સ્મરણ અને ધ્યાન રાખો. તેથી અવિનાશી સુખની પ્રાપ્તિ થશે. આવો શ્રી ગુરુઓનો ઉપદેશ છે.
હવે આ સર્વવિશુદ્ધજ્ઞાનના અધિકારની પૂર્ણતાનો કળશરૂપ શ્લોક કહે છે:
* કળશ ૨૪૬ : શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * ‘તિ રૂમ માત્મનઃ તત્ત્વનું જ્ઞાનમાત્રમ્ અવસ્થિતમ્' આ રીતે આ આત્માનું તત્ત્વ (અર્થાત્ પરમાર્થભૂત સ્વરૂપ) જ્ઞાનમાત્ર નક્કી થયું- “વહુ' કે જે (આત્માનું) જ્ઞાનમાત્ર તત્ત્વ અખંડ છે (અર્થાત્ અનેક જ્ઞયાકારોથી અને પ્રતિપક્ષી કર્મોથી જે કે ખંડ ખંડ દેખાય છે તો પણ જ્ઞાનમાત્રમાં ખંડ નથી), ‘ મ્' એક છે (અર્થાત અખંડ હોવાથી એકરૂપ છે), ‘મવેત્ત' અચળ છે (અર્થાત્ જ્ઞાનરૂપથી ચળતું નથી-શયરૂપ થતું નથી), ‘સ્વસંવેદ' સ્વસંવેધ છે (અર્થાત્ પોતાથી જ પોતે જણાય છે), ‘મવાદિત' અને અબાધિત છે (અર્થાત્ કોઈ ખોટી યુક્તિથી બાધા પામતું નથી).
આ સમયસારનો છેલ્લો કળશ છે. શું કહે છે? કે આ રીતે આ આત્માનું તત્ત્વ એટલે કે પરમાર્થભૂત સ્વરૂપ જ્ઞાનમાત્ર નક્કી થયું. અહાહા..! પ્રજ્ઞાબ્રહ્મસ્વરૂપ પ્રભુ આત્માનું જ્ઞાનમાત્ર વાસ્તવિક સ્વરૂપ છે એમ નક્કી થયું. આ જે નવતત્ત્વ-જીવ, અજીવ, આસવ, બંધ, સંવર, નિર્જરા, મોક્ષ, પુણ્યને પાપ છે તેમાં જીવ તત્ત્વ છે તે જ્ઞાનમાત્ર સ્વરૂપ છે એમ કહે છે. આ આત્મા જગતનું નેત્ર અર્થાત્ જગનો જાણનાર-દેખનાર માત્ર છે. પોતા સિવાય પરમાં એ કાંઈ કરતો નથી એવો તે અકર્તા પ્રભુ છે. પરનો તો શું, નિશ્ચયે તો એ પોતાની પર્યાયનોય કર્તા નથી. ઝીણી વાત છે પ્રભુ ! હું પર્યાયને કરું એમ ક્યાં છે એમાં ? પ્રત્યેક સમય પર્યાય તો થાય જ છે. તેથી ખરેખર તો પર્યાય જ પર્યાયની કર્તા છે. (દ્રવ્યને કર્તા કહીએ તે વ્યવહાર છે).
અરે! આ કરું ને તે કરું-એમ મિથ્યા ભાવ વડ અનંતકાળથી એ ચોરાસીના અવતારમાં રઝળે છે. પંચમહાવ્રતની ક્રિયા એણે અનંતવાર કરી, ને બહારમાં મુનિપણું એણે અનંતવાર લીધું. પણ ભાઈ ! એ કોઈ એની ચીજ (સ્વરૂપ, વસ્તુ) નથી, ભગવાન આત્મા તો જ્ઞાનમાત્ર સ્વરૂપ જ છે. અહાહા...! જ્ઞાનચક્ષુ-જગતચક્ષુ ભગવાન આત્મા જગતનો જાણનાર-દેખનાર માત્ર છે, કરનારો નહિ. આ એનાં દષ્ટિ, અનુભવ ને રમણતા કરવાં એનું નામ સમ્યગ્દર્શન અને ધર્મ છે.
હવે કહે છે- આ જ્ઞાનમાત્ર નક્કી થયું એ આત્માનું તત્ત્વ અખંડ છે. અનેક જ્ઞયાકારોથી અને પ્રતિપક્ષી કર્મોથી જો કે ખંડખંડ દેખાય છે તો પણ જ્ઞાનમાત્રમાં ખંડ નથી. જરી ઝીણી વાત છે. પ્રભુ! તું સાંભળ. આ જ્ઞાન શયોને જાણે છે તો જ્ઞાન અનેક
યાકારરૂપ થઈ ગયું છે એમ નથી. આત્માને જ્ઞાનમાત્ર કહ્યો; તો જ્ઞાન જ્ઞયોને જાણે છે, પણ યોને જાણતાં કાંઈ જ્ઞાન જ્ઞયાકારરૂપ થઈ જાય છે એમ નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #326
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates ૩૧૦ : પ્રવચન રત્નાકર ભાગ-૧૦
શેય શબ્દ શું આવ્યું? તો કહે છે –આત્મા જ્ઞાન છે, ને આખું વિશ્વ શૈય છે. આ દયા, દાન, ભક્તિ આદિ વિકલ્પ, ને દેવ-ગુરુ આદિ પંચપરમેષ્ઠીથી માંડીને આખી દુનિયા શેય છે. એને જ્ઞાન જાણે છે એમ કહીએ એ વ્યવહાર છે. અરે! લોકોએ પોતાનું મૂળ તત્ત્વ શું છે એને સાંભળવાની-સમજવાની દરકાર સુદ્ધાં કરી નથી; એમ ને એમ અનંતકાળ એનો રખડવામાં જ ગયો છે.
અહીં કહે છે- આત્માનું જ્ઞાનમાત્ર તત્ત્વ અખંડ છે. અખંડ કેમ કહ્યું? કે આત્માના જ્ઞાનમાં શૈયો જાણવામાં તો આવે છે પણ જ્ઞેયોને જાણતાં જ્ઞાન ખંડખંડ જ્ઞેયાકા૨૫ણે થઈ જાય છે એમ નથી; જ્ઞેયો વડે જ્ઞાન ખંડિત થઈ જતું નથી. જ્ઞેયોને જાણનારું જ્ઞાન જ્ઞાનાકાર જ રહે છે. જેમ આંખ દ્વારા અગ્નિ દેખવામાં આવે છે તો અગ્નિ કાંઈ આંખમાં પેસી ગઈ છે એમ નથી, અથવા આંખ અગ્નિ થઈ ગઈ છે એમ નથી. તેમ જ્ઞાનમાં અગ્નિ દેખવામાં આવે છે ત્યાં અગ્નિ કાંઈ જ્ઞાનમાં-આત્મામાં પેસી ગઈ નથી, વા જ્ઞાન અગ્નિ થઈ ગયું છે એમ નથી. અગ્નિથી જ્ઞાન ખંડિત થઈ અગ્નિરૂપ થઈ ગયું નથી, જ્ઞાન જ્ઞાન જ રહ્યું છે. આવી વાત !
પણ આ પ્રત્યક્ષ દેખાય છે ને?
શું દેખાય છે? શું જ્ઞાન પરશેયરૂપ થઈ જાય છે? કદીય નહિ. એ તો જ્ઞાન જ્ઞાનસ્વરૂપે જ રહીને પજ્ઞેયોને જાણે છે. અરે, શું કહીએ? આત્મા પરદ્રવ્યને તો કદીય સ્પર્શો જ નથી. અહાહા....! આ ચૈતન્ય મહાપ્રભુ પદ્રવ્ય-કર્મ, શરીર, મન, વાણી, ઇન્દ્રિય, દેવ-ગુરુ-શાસ્ત્ર-ઈત્યાદિને કદી અડતો જ નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યને કદી ચુંબતું –અડતું નથી આ સિદ્ધાંત છે. (જુઓ ગાથા ૩, ટીકા). ભાઈ! મારગ તો આવો સૂક્ષ્મ છે ભગવાન !
આત્માને જ્ઞાનમાત્ર કહ્યો છે તો જ્ઞાન જ્ઞેયને જાણે છે કે નહિ? ભાઈ ! નિશ્ચયે તો જ્ઞાન જ્ઞાન જ છે, જ્ઞાન પરશેયને જાણે છે એમ કહીએ તે વ્યવહાર છે. જ્ઞાનનો જાણન જાણન સ્વભાવ છે તો સ્વતઃ પોતાના સ્વભાવથી જ જ્ઞાન સ્વપરને જાણે છે. પણ ત્યાં શેયને જાણવાથી અહીં જ્ઞાન થયું છે એમ નથી. શેયને જાણવાપણે પરિણમે એ જ્ઞાનનું સહજ સામર્થ્ય છે, શેયને લઈને જ્ઞાન થયું નથી. જ્ઞેયને જાણનારું જ્ઞાન પોતાના સહજ સામર્થ્યથી જ જ્ઞાનરૂપે પ્રગટ થયું છે, શેયની એને પરાધીનતા નથી. હવે આવી તત્ત્વજ્ઞાનની વાત ભાઈ! ખાસ ફુરસદ લઈને સમજવી જોઈએ. આ જિંદગી તો ચાલી જાય છે બાપુ! ક્ષણમાં દેહ ફુ થઈને ઉડી જશે. અરે, આ સમજ્યા વિના એ ક્યાં ક્યાં રખડશે ? ક્યાંય ચારગતિરૂપ ભવસમુદ્રમાં ડૂબી જશે.
કહે છે-પ્રભુ! તું જ્ઞાનમાત્ર છો, ને તારું તત્ત્વ અખંડ છે. અહાહા....! એક એક શબ્દે કેટલી ઊંડપ ભરી છે! અહા ! જ્ઞાન તો જ્ઞાનરૂપે પરિણમ્યું છે, કાંઈ જ્ઞેયાકારરૂપ
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
Page #327
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૪૧૫ : ૩૧૧ થઈ ગયું નથી, અનંતા જ્ઞયાકારોને જ્ઞાન જાણે છે તો અનંતા જ્ઞયાકારપણે જ્ઞાન ખંડ ખંડ થઈ જતું નથી. આ તો મૂળ મુદ્દાની વાત છે. અરે, એણે સ્વરૂપસન્મુખ થઈ નિજ અંતરતત્ત્વને જાણ્યું નથી !
અહા ! બહારના ક્રિયાકાંડ તો એ અનંતવાર કરી ચૂક્યો છે. મહાવિદેહક્ષેત્રમાં સદાય તિર્થંકર પરમાત્મા સમોસરણમાં બિરાજમાન છે. ત્યાં સમોસરણમાં જઈ એણે આ પ્રકારે ભગવાનની ભક્તિ-સ્તુતિ કરી છે, અને ભગવાનની વાણી અનંતવાર સાંભળી છે. પરંતુ એ તો બધી પરસન્મુખ પ્રવૃત્તિ બાપુ! અહા ! એ પરસમ્મુખતાથી ખસ્યો નહિ અને સ્વસમ્મુખ થઈ નિજ ચૈતન્યતત્ત્વ જ્ઞાનમાત્ર વસ્તુને જાણીને અનુભવી નહિ. નિજ જ્ઞાનતત્ત્વને સ્વાભિમુખ થઈ અનુભવવી એ એક જ સાર છે-ભાઈ !
અહીં બે વાત કરી:
૧. આત્મા જ્ઞાનમાત્ર સ્વરૂપ વસ્તુ છે. અર્થાત્ શરીર, મન, વાણી, ઈન્દ્રિય તે આત્મા નહિ, રાગાદિ વિકાર આત્મા નહિ ને અન્ય જીવ-પંચ પરમેષ્ઠી આદિય આત્મા નહિ. હા, એના સ્વરૂપમાં પંચપરમેષ્ઠી પદ શક્તિરૂપે પડેલાં છે એ બીજી વાત છે, પણ અન્ય જીવરૂપ પંચપરમેષ્ઠી તે આ આત્મા નહિ.
વળી જ્ઞાનમાત્ર વસ્તુ હોતાં સૌને-જગત આખાને જાણવાના સામર્થ્યરૂપ હોવાથી જાણે છે પણ તે કોઈ પરનો કર્તા નથી.
૨. વળી તે જ્ઞાનમાત્ર વસ્તુ અખંડ છે. એટલે શું? કે જાણવું... જાણવું.... જાણવું એ જ્ઞાનમાત્ર વસ્તુ આત્માનો સ્વભાવ છે, તો તે સ્વ-પર સૌને જાણે છે. અનંતા પર પદાર્થોને જ્ઞાન જાણે છે. તો અનંતને જાણતાં જ્ઞાન ખંડખંડ થાય છે કે નહિ? તો કહે છેના, જ્ઞાનમાત્ર વસ્તુનું જે તત્ત્વ-જ્ઞાનસ્વભાવ છે તે અખંડ છે. અનંત જ્ઞયાકારોને જ્ઞાન જાણે પણ તે જ્ઞયાકારરૂપ થઈ જતું નથી. જ્ઞાનાકારરૂપે જ રહે છે. સર્વને જાણનારું જ્ઞાન પોતે પોતાના કારણે જ જ્ઞાનાકારપણે થાય છે, જ્ઞયાકારોને કારણે અહીં જ્ઞાન થાય છે એમ નથી. અનંતા પરને જાણવાથી જ્ઞાન કાંઈ અનંત-ખંડખંડ થતું નથી, જ્ઞાન અખંડ, અભેદ સ્વભાવે જ રહે છે.
અહા! આખી દુનિયાનો વ્યવસાય કરવાની ચિંતા આડે એને પોતાનું તત્ત્વ શું છે ને કેવું છે તે જાણવા-સમજવાની કોઈ દિ' દરકાર કરી નથી. દરેક વસ્તુની વ્યવસ્થા રાખનારો હું વ્યવસ્થાપક છું એમ હું માને પણ ભાઈ ! એ તારો મિથ્યા ભ્રમ છે; કેમકે તારા કારણથી બીજી ચીજમાં વ્યવસ્થા થાય તે ત્રણકાળમાં બનવું સંભવિત નથી. જગત આખુંય વાસ્તવમાં સ્વયં વ્યવસ્થિત જ પરિણમી રહ્યું છે, અને તેને જાણનારું તારું જ્ઞાન પણ વ્યવસ્થિત જ સ્વયં પરિણમી રહ્યું છે. તારે તો ભાઈ ! જાણવું જ છે,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #328
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૧૨ : પ્રવચન રત્નાકર ભાગ-૧) બીજાની વ્યવસ્થા ક્યાં કરવાની છે? અને તું જ્ઞાનસ્વરૂપ-જાણનારસ્વરૂપ સ્વયં જાણતો થકો પરિણમે છે ત્યાં બીજા પદાર્થો-જ્ઞયો તારું શું કરે છે? કાંઈ જ નહિ. અનંતા જ્ઞયાકારો જ્ઞાનમાં જણાય તો પણ જ્ઞાન જ્ઞાનાકાર જ પરિણમે છે, કદી જ્ઞયાકારપણે થતું નથી. આવો જ જ્ઞાનનો અખંડ-અભંગ સ્વભાવ છે.
અહા ! એક શબ્દ કેટલું ભર્યું છે! એક “જગત” શબ્દ કહો તો છે તો ત્રણ અક્ષર, પણ એમાં આખું બ્રહ્માંડ સમાઈ જાય; તેમ અહીં “જ્ઞાન” કહેવાથી પૂરા બ્રહ્માંડને જાણનારો અખંડાનંદ પ્રભુ આત્મા આવી ગયો. અહા ! પૂરા લોકને જાણવાનો તેનો સ્વભાવ છે, પણ તેને જાણતાં તેની એકરૂપતા ખંડખંડ થઈ ખંડિત થતી નથી એમ કહે છે. સમજાણું કાંઈ....?
વળી પ્રતિપક્ષી કર્મોથી જ ખંડખંડ દેખાય છે તો પણ જ્ઞાનમાત્રમાં ખંડ થતા નથી, વસ્તુ અખંડ જ છે. જુઓ, પ્રતિપક્ષી કર્મો નિમિત્ત છે. એ નિમિત્તના વશે (પોતે નિમિત્તના વિશે પરિણમે છે તેથી) જ્ઞાનમાં મતિ, શ્રુત, અવધિ ઈત્યાદિ અવસ્થાઓના ભેદ પડે છે અને તેથી ખંડખંડ દેખાય છે, પણ એ તો અવસ્થાભેદ બાપુ! જ્ઞાનમાત્રવસ્તુમાં
ક્યાં ભેદ છે? એ તો અખંડ અભેદ એકરૂપ છે. મતિ-શ્રુત આદિ પર્યાયથી જોતાં ખંડખંડ દેખાય છે પણ વસ્તુ-જ્ઞાનમાત્ર વસ્તુ તો સ્વભાવે પૂર્ણ અખંડ જ છે, જ્ઞાનમાત્રમાં ખંડ નથી. અલ્પજ્ઞતા અને રાગ આદિ કાંઈ વસ્તુનું સ્વરૂપ નથી, વસ્તુ તો પૂરણ અભેદ અખંડસ્વરૂપે જ છે.
વળી આ જ્ઞાનમાત્ર તત્ત્વ એક છે. શું કીધું? એમ કે જ્ઞાન પરને અનેકને જાણે છે તો તેમાં અનેકતા આવી જાય છે કે નહિ! તો કહે છે –એક છે, એકરૂપ જ છે, તેમાં અનેકપણું આવી જતું નથી. આ છેલ્લા કળશમાં સાર-સાર ભરી દીધો છે. કહે છે- પર
યાકારોના નિમિત્તે કે કર્મોના નિમિત્તે જ્ઞાનમાત્રવસ્તુનું તત્ત્વ અનેકરૂપ થઈ જતું નથી, જ્ઞાનસ્વભાવ અનેકપણે થઈ જતો નથી, તે તો અભેદ એક જ છે. બાપુ! આ તો દિગંબર સંતોની વાણી !
અહા! ભગવાન કુંદકુંદાચાર્યદેવ ભગવાન સીમંધરનાથ પાસે વિદેહક્ષેત્રમાં ગયા હતા. ત્યાં આઠ દિવસ રહી ભગવાનની ૩ૐધ્વનિ સાંભળી હતી. વળી ત્યાં બીજા દિગંબર સંતો-ભાવલિંગી મુનિવરો ને શ્રુતકેવલી ભગવંતોનો તેમણે પરિચય કર્યો હતો. ત્યાંથી ભરતમાં પાછા પધારીને પછી આ શાસ્ત્રની રચના કરી છે. અહા ! તેમાં કહે છે-જ્ઞાનમાત્રવસ્તુનું તત્ત્વ અખંડ, એક છે. અહાહા...! જ્ઞાન અખંડ હોવાથી એક છે. અનેકને જાણવા છતાં અનેકરૂપ થતું નથી. એવું એક છે. અહાહા...જેમાં ખંડ પણ નથી, અનેકપણું પણ નથી એવો ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ અંદર સદાય એકસ્વરૂપ છે. તેની દષ્ટિ કરવી અને તેમાં એકાગ્ર થઈ રમવું એનું નામ સમ્યગ્દર્શન-જ્ઞાન
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #329
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૪૧૫ : ૩૧૩ ચારિત્રરૂપ ધર્મ છે. લ્યો, આનું નામ ધર્મ! બાકી તો એણે અનંતવાર મુનિવ્રત ધારણ કીધાં, ૨૮ મૂલગુણ પાળ્યા અને અગિયાર અંગનાં ભણતર પણ કીધાં, પણ એ કોઈ ચીજ નથી, પોતે શું મહાન ચીજ છે તે જાણ્યા-અનુભવ્યા વિના બહારની ક્રિયા બધી થોથાં જ છે. હુઢાલામાં આવે છે ને કે
મુનિવ્રત ધાર અનંતબાર ગ્રીવક ઉપજાયો;
પૈ નિજ આતમજ્ઞાન બિના સુખ લેશ ન પાયો. હવે કહે છે- વળી જ્ઞાનમાત્ર આત્માનું તત્ત્વ અચળ છે. એટલે શું? કે જ્ઞાનરૂપથી આત્માનું સ્વતત્ત્વ ચળતું નથી, અર્થાત્ જ્ઞાનરૂપ મટીને પરશેયરૂપ વા જડરૂપ થઈ જતું નથી, સદાય જ્ઞાનરૂપ જ રહે છે. ઓહો! રાગાદિ અનંતા પર પદાર્થોને ભગવાન આત્મા જાણે છે છતાં તે જ્ઞાનસ્વરૂપથી ચલિત થઈ રાગાદિ પરપદાર્થરૂપ થઈ જતું નથી. આત્મા સદાય પોતાના જ્ઞાનસ્વરૂપે જ રહે છે. આવી વાત છે. અહા ! ધર્મના નામે લોકો બહારમાં કંઈક ને કંઈક ( ક્રિયાકાંડ) ચલાવ્યે રાખે છે અને તેની જ અનુમોદના કરી પુષ્ટિ કર્યા કરે છે, પણ એ તો બધું અજ્ઞાન છે ભાઈ !
આ તો વીતરાગનો માર્ગ છે બાપુ! ભગવાન કહે છે- આત્મા અચળ છે; પોતાના જ્ઞાનસ્વરૂપથી ચલિત થતો નથી. અહાહા..! પરપદાર્થોને તે જાણે પણ કદી પરરૂપ થઈ જતો નથી. જેમ અરિસામાં સામે અગ્નિ હોય તે અરિસામાં દેખાય, પણ કાંઈ અરિસો અગ્નિમય થયો નથી. જે દેખાય છે તે તો અરિસાની જ અવસ્થા છે, તે અવસ્થા અગ્નિની નથી, ને અગ્નિના કારણે થઈ છે એમ પણ નથી. અગ્નિ નિમિત્ત હો ભલે, પણ અગ્નિએ કાંઈ અરિસાની અવસ્થા કરી નથી તેમ ભગવાન આત્મા જ્ઞાનઅરિસો છે. લોકાલોકને જાણે એવું તેની પર્યાયનું સ્વરૂપ છે. જ્ઞાનમાં રાગ જણાય તે જ્ઞાનની અવસ્થા છે, તે રાગની અવસ્થા નથી, ને રાગને કારણે તે અવસ્થા થઈ છે એમ પણ નથી; કેમકે જ્ઞાન અચળ છે, રાગમય થતું નથી, પરશયમય થતું નથી. આવી સૂક્ષ્મ વાત છે ભાઈ ! હવે લોકો રાગથી થાય, રાગથી (જ્ઞાન) થાય એમ કહે છે પણ શું થાય? રાગનો જ્ઞાનમાં પ્રવેશ જ નથી તો રાગથી શું થાય? કાંઈ જ ન થાય. આત્મા સ્વયં જ્ઞાનમાત્ર વસ્તુ છે, અને જ્ઞાનરૂપથી કદીય ચલિત ન થાય તેવો અચળ છે. આ તો બાપુ! એકલું માખણ છે; જેનાં મહાપુણ્ય હોય તેને આ વાત પણ સાંભળવા મળે. સમજાણું કાંઈ...?
હવે કહે છે- વળી તે સ્વસંવેદ્ય છે. પોતે પોતાથી જ સ્વસંવેદનમાં જણાય એવો છે. પરથી, રાગથી કે ભગવાનની વાણીથી જણાય એમ નહિ, પણ પોતે પોતાથી જ જણાય એવો છે. વળી જ્ઞાનસ્વરૂપી ભગવાન આત્મા પરશયને જાણે છે તેથી તે કાંઈ પરવેદનમય થઈ ગયો છે એમ નથી, એ તો સ્વસંવેદનમય જ છે. પોતાનું અને પરનું જ્ઞાન કરે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #330
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
૩૧૪ : પ્રવચન રત્નાકર ભાગ-૧૦
છે, પણ વેદન-સંવેદન તો પોતાના સ્વરૂપનું કરે છે. અહા! આ છેલ્લો કળશ એકલો માલ-માલ છે.
અહાહા....! ભગવાન તું જ્ઞાનસ્વરૂપ છો. જ્ઞાનમાં ૫૨શેય જણાય છે ત્યાં ખરેખર પરનું વેદન–નથી, પણ પ૨સંબંધી જે પોતાનું જ્ઞાન થયું છે તેનું વેદન છે. પોતાનું જ આ રીતે સંવેદન છે. પોતામાં જ પોતે રહીને પોતાને જાણે છે, ૫૨ તો એમાં જણાઈ જાય છે બસ. વાસ્તવમાં ૫૨નું વેદન છે નહિ. લ્યો, આનું નામ સ્વસંવેધ છે. શું? કે પોતે પરથી જણાય નહિ. પણ પોતાથી સ્વસંવેદનમાં જ જણાય છે; અને પોતાને ૫૨નું વેદન–સંવેદન નથીં, પણ સ્વસંવેદન જ છે. આવી ઝીણી વાત છે.
હવે આવું સમજવાની બિચારાને ફુરસદ નહિ ને લાખો રૂપિયા રળવા-કમાવામાં વખત વિતાવે પણ એમાં શું છે? એ લાખો શું અબજો હોય તોય ધૂળની ધૂળ છે. એને તું પોતાની ચીજ માને એ મોટો ભ્રમ છે અને એનું ફળ ચારગતિનું પરિભ્રમણ છે. અહીં કહે છે-૫૨ ચીજ તારી છે એ વાત તો દૂર રહો, પર ચીજથી તારું જ્ઞાન થયું છે એમ તું માને એય મોટો ભ્રમ છે. જ્ઞાનમાં પોતાથી જ સ્વપરને જાણવાની તાકાત છે. પરની હયાતી છે માટે આત્મા પરપ્રકાશક છે એમ નથી. પોતાથી જ જ્ઞાન થવા યોગ્ય એવો પોતે સ્વસંવેધ છે. પોતાથી પોતે વેદન કરવાયોગ્ય છે; પરથી વેદન નહિ, ને ૫૨નું વેદન નહિ એવો ભગવાન આત્મા સ્વસંવેધ છે. પરજ્ઞેયને જાણવા કાળે પણ શૈયાકારે પરિણમેલા પોતાના જ્ઞાનનું જ વેદન છે, પરશેયનું નહિ. આવું પોતાનું તત્ત્વ છે ભાઈ!
ઓહો ! ભગવાન કુંદકુંદાચાર્યદેવે બનાવેલું આ કોઈ અલૌકિક શાસ્ત્ર છે. કહે છેઆત્માનું તત્ત્વ સ્વસંવેધ છે. અહા! સ્વપરને પૂર્ણ જાણે છતાં પરને વેદતું નથી. પોતે પોતાથી જ વેદનમાં આવે એવું નિજ તત્ત્વ સ્વસંવેધ છે. પોતે પોતામાં રહીને પોતાને જાણે છે એમાં પરનું જ્ઞાન આવી જાય છે, એને વાસ્તવમાં ૫૨નું વેદન-સંવેદન નથી. આવી વાત ! સમજાણું કાંઈ... ?
હવે કહે છે-આત્માનું તત્ત્વ અબાધિત છે, અર્થાત્ કોઈ ખોટી યુક્તિથી બાધા પામતું નથી. કોઈ મિથ્યાયુક્તિ વડે ગમે તે કહે, પણ અંતઃતત્ત્વને એનાથી કોઈ બાધા પહોંચતી નથી. જુઓ. આફ્રિકામાં ગયા હતા. ત્યાં નૈરોબીમાં સાડા ચારસો ક્રોડપતિ છે, ને પંદરેક અબજોપતિ છે. એ બધા ક્રોડ ને અબજ શું છે? એ તો ધૂળ બાપુ ! એ ક્રોડપતિ ને અબજોપતિ બધા ધૂળપતિ છે. ત્યાં એક શ્વેતાંબર ભાઈએ પ્રશ્ન કર્યો કે-મહારાજ! આ દિગંબરો છે તે અમારા ( -શ્વેતાંબરના ) મંદિરે આવતા નથી, ભગવાનના દર્શન કરતા નથી. શું એ ઠીક છે? હવે ત્યાં એ મિથ્યા અભિનિવેશ સહિત હોય તેને સીધું તો કેમ કહીએ કે તમારું બધું ખોટું છે? એટલે કહ્યું કે ભાઈ !
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
Page #331
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૪૧૫ : ૩૧૫
પહેલું તત્ત્વજ્ઞાન થાય પછી વ્યવહાર કેવો હોય તેની ખબર પડે છે. હવે આ શ્વેતાંબર મત નવો નીકળેલો અન્યમત છે. પં. શ્રી ટોડરમલજીએ તેને અન્યમત કહ્યો છે એમ એને શું કહીએ ? ( એમ કે એ વાત સાંપ્રદાયિક બુદ્ધિવાળાને ગળે ઉતરે નહિ) એટલે કહ્યું કે તત્ત્વદષ્ટિ-આત્મદૃષ્ટિ થયા પછી જ સત્યાર્થ વ્યવહાર કેવો હોય છે તેની સમજ આવે છે. વિના તત્ત્વજ્ઞાન સાચો વ્યવહાર નહિ સમજાય. હવે જૈન સંપ્રદાયમાં પડેલા હોય તેને આવી સાચી વાત સાંભળવાય મળે નહિ એ બિચારા ક્યારે વિચારે ને ક્યારે અંદરમાં વસ્તુનો પ્રયોગ કરે? અરેરે ! તેઓ બિચારા જીવન હારી જાય છે.
અહીં કહે છે-આત્મા-જ્ઞાનમાત્રવસ્તુનું તત્ત્વ અબાધિત છે. ત્યારે કોઈ વળી યુક્તિ વડે કહે છે– તમે જ્ઞાનમાત્ર કહો છો એ એકાન્ત છે. (એમ કે આત્મામાં તો અનંત ગુણ છે ને તમે જ્ઞાનમાત્ર કહો છો તેથી તે એકાન્ત છે).
અરે પ્રભુ! તું સાંભળ તો ખરો. આ એકાન્ત વચન નથી. આત્માને જ્ઞાનસ્વરૂપ કહ્યો એમાં આ જ્ઞાન છે –એમ અસ્તિત્વ ગુણ આવી ગયો, આ જ્ઞાન જ છે એમ એમાં શ્રદ્ધાગુણ આવી ગયો, જ્ઞાનમાં જ સ્થિરતા કરવી-એમ એમાં ચારિત્રગુણ પણ આવ્યો. જ્ઞાન જ મહિમાવંત છે એમ એમાં પ્રભુતાગુણ આવી ગયો. આ પ્રમાણે જ્ઞાનમાત્ર કહ્યો તેમાં કાંઈ એકલું જ્ઞાન એમ ક્યાં છે? એમાં તો અભેદપણે અનંતગુણ સમાઈ જાય છે. જ્ઞાનમાત્રવસ્તુમાં તેના અનંત ગુણનો નિષેધ નથી, પણ શરીરાદિ અને રાગાદિ પર પદાર્થોનો નિષેધ છે. આ પ્રમાણે જ્ઞાનમાત્રવસ્તુ કહેવાથી અનેકાન્ત છે, એકાન્ત નથી. સમજાણું કાંઈ...?
અરે! દુનિયા ક્રોડો ને અબજોની સંપત્તિમાં સુખ માનીને બેઠી છે. પણ શાસ્ત્રકારો એવા બધાને ‘વરાળા:’ એટલે બિચારા-રાંકા-ભિખારી કહે છે. તૃષ્ણાવંત છે ને ! બહારથી લાવ.. લાવ-બાગ લાવને બંગલા લાવ, આ લાવ ને તે લાવ-એમ માગણવેડા કરે છે તે બધા વિષયોના માગણ ભિખારી છે. ભાઈ! આ ક્રોડપતિ ને અબજોપતિ બધા ભિખારી છે; કેમકે અંદર અનંત જ્ઞાનલક્ષ્મીથી ભરપુર પોતાનો ચૈતન્યમહાપ્રભુ વિરાજે છે તેની એને ખબર નથી. અરે ભાઈ! જે ચીજ તારા સ્વરૂપમાં નથી તેને તું તારી પોતાની કેવી રીતે માને છે! એ બધા વિષયો તારી નજીક (સંયોગમાં) આવે છે તે તેના કારણથી આવે છે ને ખસી જાય છે તે તેના કારણથી જાય છે. તેમાં મમત્વ કરીને પ્રભુ ! તું નાહક દુ:ખી શા માટે થાય છે? અંદર જો તો ખરો! મિથ્યા યુક્તિ વડે બાધિત ન થાય એવું તારું ચૈતન્યતત્ત્વ અનંત-જ્ઞાન-આનંદ-શાન્તિ-વીતરાગતા આદિ અનંત ગુણમહિમાથી ભરેલું છે. તેને અંતર્દષ્ટિ વડે જોતાં જ તું ન્યાલ થઈ જઈશ. અહા ! તેને કોઈ બાધા ન પહોંચાડી શકે તેવું તારું અબાધિત તત્ત્વ છે. સમજાણું કાંઈ..?
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
Page #332
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૧૬ : પ્રવચન રત્નાકર ભાગ-૧૦
* કળશ ૨૪૬: ભાવાર્થ ઉપરનું પ્રવચન * અહીં આત્માનું નિજસ્વરૂપ જ્ઞાન જ કહ્યું છે તેનું કારણ આ પ્રમાણે છે:આત્મામાં અનંત ધર્મો છે; પરંતુ તેમાં કેટલાક તો સાધારણ છે, તેથી તેઓ અતિવ્યાતિવાળા છે, તેમનાથી આત્માને ઓળખી શકાય નહિ; વળી કેટલાક (ધર્મો) પર્યાયાશ્રિત છે- કોઈ અવસ્થામાં હોય છે અને કોઈ અવસ્થામાં નથી હોતા, તેથી તેઓ અવ્યાતિવાળા છે, તેમનાથી પણ આત્મા ઓળખી શકાય નહિ.'
જુઓ, આજ પર્યુષણનો પહેલો દિવસ-ભાદરવા સુ. ૫ ને રવિવાર. રવિ એટલે સૂર્ય ભગવાન આત્મા ચૈતન્યસૂર્ય છે. હવે એવા આત્માને અહીં જ્ઞાનમાત્ર કેમ કહ્યો તેનો ખુલાસો કરે છે. એમ તો આત્મામાં અનંત ધર્મો છે. અહાહા.....! અનંત ધર્મસ્વરૂપ ભગવાન આત્મા છે, એક જ્ઞાન જ છે એમ નથી. શું કીધું? આ પ્રજ્ઞાબ્રહ્મ પ્રભુ આત્મામાં એક જ્ઞાન જ છે એમ નહિ, પણ અસ્તિત્વ, વસ્તુત્વ, પ્રમેયત્વ, જીવત્વ, ચેતનત્વ, આનંદ, કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અધિકરણ-ઈત્યાદિ અનંત અનંત ગુણો-ધર્મો ભગવાન આત્મામાં છે.
હવે કહે છે- એ અનંત ધર્મો છે તેમાં કેટલાક તો સાધારણ છે. સાધારણ એટલે શું? કે જેમ આત્મામાં અસ્તિત્વ ગુણ છે તેમ પુદ્ગલાદિ બીજા દ્રવ્યોમાં પણ અસ્તિત્વ નામનો ગુણ છે. આમ પોતામાંય હોય ને અન્ય દ્રવ્યમાં પણ હોય તે સાધારણ ધર્મો છે. અસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ, પ્રમેયત્વ આદિ સાધારણ ધર્મો છે. પરમાણમાં પણ આ ધર્મો છે. છ દ્રવ્ય ભગવાને કહ્યાં છે તે છએ દ્રવ્યમાં સર્વ સાધારણ ગુણો હોય છે એવા સાધારણ ગુણો-ધર્મો દ્વારા ભગવાન આત્મા ભિન્ન જાણી શકાતો નથી.
આત્મામાં અસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ, પ્રમેયત્વ, અગુરુલઘુત્વ, પ્રદેશ– ઈત્યાદિ ગુણો સાધારણ છે. આ ગુણો જેમ આત્મામાં છે તેમ પુદગલાદિ અન્ય દ્રવ્યોમાં પણ છે અને તેથી તેઓ અતિવ્યાતિવાળા છે. તેથી આ ગુણો વડે અન્ય દ્રવ્યોથી ભિન્ન આત્મા ઓળખી શકાતો નથી. જેમ પોતામાં અસ્તિત્વ ગુણ છે તેમ શરીરના પરમાણુઓમાં પણ છે; તેથી અસ્તિત્વ વડે પોતાને ઓળખવા જતાં શરીર સાથે ભેળસેળ થઈ જાય છે, અર્થાત્ શરીરથી ભિન્ન શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્મા ઓળખી શકાતો નથી. આ તો એકલું માખણ છે ભાઈ ! અતિવ્યાતિયુક્ત હોવાથી સાધારણ ગુણ દ્વારા આત્માની ભિન્નતા ભાસતી નથી. સમજાય છે કાંઈ..?
વળી કહે છે –કેટલાક ધર્મો પર્યાયશ્રિત છે, કોઈ અવસ્થામાં હોય છે અને કોઈ અવસ્થામાં નથી હોતા. આ દયા, દાન, વ્રત, ભક્તિ ઈત્યાદિ રાગાદિ સર્વ ભાવ પર્યાયશ્રિત ધર્મ છે. રાગાદિ વિભાવભાવ પર્યાયનો ધર્મ-સ્વભાવ છે. તે સંસાર અવસ્થામાં હોય છે પણ સિદ્ધ અવસ્થામાં નથી હોતા. તેથી તેઓ અવ્યાતિવાળા છે. શું કીધું?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #333
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૪૧૫ : ૩૧૭
આ દયા, દાન, વ્રત આદિ ભાવ સંસારદશામાં છે, પણ મોક્ષમાં નથી; તેઓ ત્રિકાળ નથી તેથી અવ્યાતિવાળા છે. તેથી આ ધર્મો દ્વારા પણ શુદ્ધ ચૈતન્યમય આત્મા જાણી-ઓળખી શકાતો નથી. આ પ્રમાણે જે ધર્મો પર્યાયાશ્રિત છે તેનો અહીં નિષેધ કર્યો.
હવે કહે છે- “ચેતનતા જો કે આત્માનું (અતિવ્યાતિ અને અવ્યાતિથી રહિત) લક્ષણ છે તોપણ તે શક્તિમાત્ર છે, અદષ્ટ છે; તેની વ્યક્તિ દર્શન અને જ્ઞાન છે. તે દર્શન અને જ્ઞાનમાં પણ જ્ઞાન સાકાર છે, પ્રગટ અનુભવગોચર છે; તેથી તેના દ્વારા જ આત્મા ઓળખી શકાય છે. માટે અહીં આ જ્ઞાનને જ પ્રધાન કરીને આત્માનું તત્ત્વ કહ્યું છે.'
જુઓ, આત્મામાં જાણવા-દેખવાના સ્વભાવરૂપ ચેતનતા-ચૈતન્ય શક્તિ ત્રિકાળ છે. તેથી ચેતનતા આત્માનું અતિવ્યાતિ અને અવ્યાતિ રહિત લક્ષણ છે. પરંતુ આ ચેતનતા લક્ષણ શક્તિરૂપ છે, પ્રગટરૂપ નથી, અદષ્ટ છે. આત્માના ખાસ સ્વરૂપભૂત હોવા છતાં ચેતનતા લક્ષણ ધ્રુવ શક્તિરૂપ અદષ્ટ હોવાથી તેના વડે પણ આત્મા જાણવામાં આવતો નથી.
પરંતુ ચૈતન્યશક્તિની વ્યક્તિ દર્શન અને જ્ઞાન છે. જુઓ, આ ચૈતન્યશક્તિની પ્રગટતા ! બાપુ! ચૈતન્યસ્વરૂપ એવો ભગવાન આત્મા કોઈનું કાંઈ કરે, કોઈની રચના બનાવે, કોઈને કાંઈ લે કે દે-તે તેનું પ્રગટ સ્વરૂપ નથી. દેખવું અને જાણવું જેમાં થાય છે એવાં દર્શન અને જ્ઞાન તે ચૈતન્યશક્તિની પ્રગટતા છે. હવે આવી વાત ક્યાં મળે? વાણિયાના ચોપડામાં કે વકીલની કાયદાપોથીમાં ક્યાંય આ શબ્દો મળે એમ નથી. જુઓ, આ આત્માને જ્ઞાનમાત્ર કમ કહ્યો તેની સિદ્ધિ કરે છે. જ્ઞાનમાત્ર જ આત્મા છે એમ સિદ્ધ કરે છે.
અહાહા...! આત્મા કઈ રીતે-શા વડે જાણવામાં આવે? તો કહે છે- આત્મામાં અસ્તિત્વ ગુણ છે, પણ તે વડે તે જાણવામાં આવે નહિ, કેમકે અસ્તિત્વ ગુણ તો પુદગલાદિ અન્યદ્રવ્યોમાં પણ છે. વળી રાગદ્વેષાદિ વડ પણ આત્મા જણાય-ઓળખાય નહિ, કેમકે તેઓ ત્રિકાળ નથી, આત્માની સંસારઅવસ્થામાં જ હોય છે, મોક્ષમાં હોતા નથી. હવે રહી ચૈતન્યશક્તિ, ચૈતન્યશક્તિ ત્રિકાળ આત્માના ખાસ સ્વરૂપભૂત છે, પણ તે ધ્રુવ શક્તિમાત્ર છે, અદષ્ટ છે, પ્રગટરૂપ નથી, તેથી તેનાથી પણ આત્મા જાણી શકાય નહિ. તો આત્મા કેવી રીતે જાણી શકાય છે? તો કહે છે- ચૈતન્યશક્તિની પ્રગટતા જ્ઞાન અને દર્શન છે. તેમાં જ્ઞાન સાકાર છે, પ્રગટ છે, અનુભવગોચર છે; તેથી તેના દ્વારા આત્મા જાણી શકાય છે.
જ્ઞાન સાકાર છે એટલે શું? જ્ઞાન સાકાર છે એટલે જ્ઞાનમાં સ્વ-પરને ભિન્નભિન્ન સ્પષ્ટ જાણવાનું સામર્થ્ય છે. દર્શનમાં સ્વ-પરનો ભેદ પાડીને દેખવાની શક્તિ નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #334
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૧૮ : પ્રવચન રત્નાકર ભાગ-૧) દર્શન તો વસ્તુના સામાન્ય અવલોકનમાત્ર છે. દર્શનમાં તો અસ્તિમાત્ર છે બસ એટલી જ વાત; દર્શન ભેદ પાડીને દેખતું નથી, જ્યારે જ્ઞાન સાકાર હોવાથી વસ્તુને સ્વ-પરના ભેદ સહિત જાણવાની શક્તિવાળું છે. તેથી જ્ઞાન દ્વારા જ આત્મા ભિન્ન જાણી શકાય છે. હવે આવી વાત આ તમારા વેપાર ધંધામાં કે વકીલાતમાં ક્યાંય આવે નહિ. આ તો જૈનશાસનની કોઈ અલૌકિક વાત બાપા !
અહાહા...! આત્મા સચ્ચિદાનંદ પ્રભુ વસ્તુ ત્રિકાળ છે. તેના લક્ષણભૂત ચૈતન્યશક્તિ ત્રિકાળ છે. તેની પ્રગટ-વ્યક્ત દશા દર્શન અને જ્ઞાન છે. તેમાં દર્શન છે તે વસ્તુને અસ્તિમાત્ર દેખે છે, જ્યારે જ્ઞાન છે તે વસ્તુને સ્વ-પરનો ભેદ પાડી પ્રગટ જાણે છે. આ રાગ હું નહિ, દેહ હું નહિ, હું તો જ્ઞાન છું, અનંત-ગુણમય પરિપૂર્ણ છું એમ ભેદ પાડી વસ્તુને જાણવાની જ્ઞાનમાં તાકાત છે. તેથી, કહે છે, જ્ઞાન દ્વારા જ આત્મા ભિન્ન જાણવામાં આવે છે. અહાહા....! આ રીતે વ્યવહારના રાગથી નહિ, અસ્તિ આદિ સાધારણ ધર્મોથી નહિ, ત્રિકાળ ચૈતન્યશક્તિથી નહિ, સામાન્ય દેખવામાત્ર દર્શનથી નહિ પણ ચૈતન્યશક્તિની વિશેષ સાકાર અવસ્થા જે જ્ઞાન તે જ્ઞાન વડે જ આત્મા જણાય છે. હવે આ તો નિશ્ચય છે નિશ્ચય છે– એમ કહીને આ વાતને લોકો ઉડાડી દે છે, પણ બાપુ! આ જ યથાર્થ છે, સત્યાર્થ છે. વ્યવહારના રાગથી આત્મપ્રાપ્તિ થાય, ધર્મ થાય એમ તું માને પણ એ તારો ભ્રમ છે, કેમકે રાગથી આત્મા જણાય એવું આત્માનું સ્વરૂપ નથી ને રાગનું પણ એવું સામર્થ્ય નથી. આવી વાત ! સમજાણું કાંઈ...?
ભાઈ ! મારગડા જુદા છે નાથ! લોકોને હાથ આવ્યો નથી એટલે સમજવો કઠણ લાગે છે, પણ ભાઈ ! આ તને સમજવાનો અવસર છે; તેને ખાસ નિવૃત્તિ લઈ સમજવો જોઈએ. અહીં કહે છે- આત્મા દયા, દાન આદિ વિકલ્પથી જણાય નહિ. અસ્તિ આદિ ગુણથી જણાય નહિ, સામાન્ય ચિન્શક્તિ ત્રિકાળ ધ્રુવ છે તેનાથી જણાય નહિ અને ચૈતન્યની પ્રગટ વ્યક્ત દશા દર્શન અને જ્ઞાન છે તેનાથી દર્શનથી પણ જણાય નહિ; પણ સાકાર પ્રગટ-વ્યક્ત જે અનુભવગોચર જ્ઞાન તે જ્ઞાનથી જ આત્મા જણાય છે. અહાહા....! જ્ઞાનની પ્રગટ વ્યક્ત દશામાં દેહાદિ પરથી ભિન્ન આત્મા જાણવામાં આવે છે માટે જ્ઞાન દ્વારા જ આત્મા ભિન્ન ઓળખી શકાય છે. ભાઈ ! આ તો સમજાય એવું છે પ્રભુ! ન્યાયથી-લોજીકથી વાત છે ને! પણ એણે એનો (નિજ તત્ત્વનો ) અભ્યાસ કરવો જોઈએ.
અરે! એણે નિજ તત્ત્વને જાણવાની કદી દરકાર કરી નથી ! ભાઈ ! એમ ને એમ (-વિષય-કષાયમાં, અજ્ઞાનપૂર્વક) જિંદગી વીત્યે જાય છે. અરે ! જરા વિચાર તો કરએણે કેવા અનંતા ભવ કર્યા! કાગડા, કુતરા ને કંથવાના, ભેંસ, ભૂંડ ને બળદના, નરક અને નિગોદના... અહાહા...! આવા આવા અનંત અનંત ભવ એણે કર્યા. આ જીવ છે-' એમ બીજા સ્વીકાર પણ ન કરે, અહા ! એવા અનંતા ભવ એણે કર્યા.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #335
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૪૧૫: ૩૧૯ આવા મનુષ્યના પણ અનંત ભવ કર્યા, પણ એ બધા ફોગટ ગયા; કેમકે એણે નિજ ચૈતન્ય તત્ત્વનો અનાદર કર્યું જ રાખ્યો. હું દેહ છું, હું રાગ છું, હું પુણ્ય છું, હું પરનો કર્તા છું, સ્વામી છું-એમ અનેક પ્રકારે પોતાના શુદ્ધ ચૈતન્ય તત્ત્વનો ઈન્કાર કરીને તેનો અનાદર કર્યો જ રાખ્યો. તેથી એવા એવા સ્થાનમાં એ જઈ પડ્યો જ્યાં બીજા જીવો એની અતિ પણ ન સ્વીકારે કે આ જીવ છે. ભાઈ ! આ સાવધાન થવાનો અવસર છે હોં.
આ તો ધીરાની વાત બાપા! કહે છે- જ્ઞાન જે પ્રગટ-વ્યક્ત અનુભવગોચર છે તે જ્ઞાન વડ જ આત્મા ઓળખી શકાય છે, બીજા કોઈથી નહિ; દેહસ્થિત હોવા છતાં દેહથીય નહિ અને વ્રત, તપ, દાન, ભક્તિ-પૂજા ઈત્યાદિના વિકલ્પથીય નહિ. દર્શન જો કે ચૈતન્યનો પ્રગટ અંશ છે તો પણ તેમાં વસ્તુ સામાન્ય અસ્તિમાત્ર દેખાય છે, પણ પરથી ભિન્ન પાડી આત્માને દેખવાની દર્શનની તાકાત નથી. જાણવાની જે પ્રગટ દશા છે તે જ અંતર ભિન્ન સ્વરૂપને જાણવાની તાકાત રાખે છે. જ્ઞાન પરને જાણે છે, અને પણ જાણે છે. પરથી ખસી અને જાણે એવી શક્તિ જ્ઞાનમાં છે. એટલા માટે જ જ્ઞાનને પ્રધાન કરીને આત્માનું તત્ત્વ કહ્યું છે.
- આત્મામાં અનંત ધર્મો છે, અનંત અનંત ગુણ છે. પણ જ્ઞાનને જ એકને આત્માનું તત્ત્વ કેમ કહ્યું? કારણ કે જ્ઞાનમાં જ સ્વ-પરને ભિન્ન-ભિન્ન જાણવાની શક્તિ છે. આત્માનું જ્ઞાન જ યથાર્થ લક્ષણ છે, જ્ઞાન વડે જ આત્મા જાણવામાં આવે છે. જો કે દર્શન ચૈતન્યશક્તિનો અંશ છે, તો પણ તે સામાન્ય અસ્તિપણે દેખવામાત્ર છે, નિર્વિકલ્પ છે. આ દર્શન તે સમ્યગ્દર્શનની વાત નથી, આ તો દર્શન ઉપયોગની અહીં વાત છે. દર્શન છે તે નિર્વિકલ્પ છે, અર્થાત્ તે સ્વપરનો ભેદ પાડી વસ્તુને દેખતું નથી. જ્યારે જ્ઞાન સાકાર છે, સવિકલ્પ છે. જ્ઞાન સ્વ-પરને ભેદ પાડી જાણે છે. આમ આત્માને ભિન્ન જાણવાની શક્તિ જ્ઞાનમાં જ છે. તેથી આ ૪૧૫ ગાથામાં જ્ઞાનને જ આત્મા કહેવામાં આવ્યો છે. સમજાણું કાંઈ...?
ભગવાન! તું જ્ઞાનસ્વરૂપ છો; તારી ચીજ બીજામાં નથી, અને બીજી ચીજ તારામાં નથી. પર્યાયમાં રાગાદિ છે તેય તારા અંતર સ્વરૂપમાં નથી. તારી લક્ષણભૂત ચૈતન્યશક્તિ છે તે ધૃવરૂપ છે, ને તેની પ્રગટ વ્યક્તિ દર્શન અને જ્ઞાન છે. તેમાં દર્શન સાકાર નથી અર્થાત્ દર્શનમાં સ્વપરને ભેદ પાડી જાણવાની શક્તિ નથી; “છે' બસ એટલું માત્ર દર્શન દેખે છે. જ્યારે આ દેહ છે, આ રાગ છે ને આ હું શુદ્ધ ચૈતન્યમય જ્ઞાનાનંદમય આત્મા છું-એમ સ્વ-પરને ભિન્ન પાડી જાણવાની જ્ઞાનમાં શક્તિ છે. તેથી જ્ઞાન દ્વારા જ આત્મા જાણી શકાય છે. માટે એક જ્ઞાન જ આત્માનું તત્ત્વ કહ્યું છે. આવી વાત!
હા, પણ શું આ એકાન્ત નથી થઈ જતું?
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #336
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
૩૦: પ્રવચન રત્નાકર ભાગ-૧૦
ના, નથી થઈ જતું; કેમકે જ્ઞાન સાથે આત્મામાં બીજી અનંત શક્તિ અભેદ છે તે તેમાં સમાઈ જ જાય છે. આત્માને જ્ઞાનમાત્ર કહેતાં તેમાં અભેદ રહેલી અનંત શક્તિઓનો સમાવેશ થઈ જ જાય છે અને સાથે તેમાં દેહાદિ ને રાગાદિ અન્ય પદાર્થોનો નિષેધ થઈ જાય છે. આ પ્રમાણે આ અનેકાન્ત છે. બાકી તું સમોસરણમાં બિરાજમાન ભગવાનના લાખ ભક્તિ-પૂજા કરે વા ક્રોડો મંદિર બંધાવી ભગવાનની ભક્તિ પૂજા કરે વા વ્રતાદિ પાળે પણ એ બધો રાગ જ છે અને એનાથી ભગવાન આત્મા કદીય જાણવામાં આવે એમ બનવું સંભવિત નથી. સમજાણું કાંઈ... ?
હવે આવી વાત સાંભળવા-સમજવાની ફુરસદ કોને છે? આ તો વ્રત કરો ને તપસ્યા કરો ને ઉપવાસ કરો ને મંદિરો બનાવો ને મોટા ગજરથ કાઢો બસ આ છે, ને તેમાં આ મોટા શેઠિયા અગ્રેસર બને; પણ અહીં કહે છે –પ્રભુ! તારું જ્ઞાન છે તે અગ્રેસર અર્થાત્ પ્રધાન છે. અહાહા....! જ્ઞાન છે તે આત્માનું પ્રધાન તત્ત્વ છે; કેમકે જ્ઞાન વડે જ ભિન્ન આત્મા ઓળખાય છે.
હા, પણ એમાં બાહ્ય નિમિત્ત હોય છે કે નહિ?
નિમિત્ત બહારમાં હોય છે ને; નિમિત્ત નથી હોતું એમ કોણ કહે? પણ નિમિત્ત અંતરંગ ઉપાદાનનું કાંઈ કરે છે એમ નથી, નિમિત્ત કાર્યનું કર્તા નથી એમ વાત છે. આત્મા જ્ઞાનથી પોતાને જાણે ત્યારે બાહ્ય નિમિત્તપણે બીજી ચીજ ભલે હો, -ગુરુ હો, દેવ હો, શાસ્ત્ર હો, વિકલ્પ હો- પણ એ બધા વડે આત્મા જાણવામાં આવે છે એમ નથી; જ્ઞાનથી જ આત્મા જાણવામાં આવે છે. તે પણ ક્યારે? જ્ઞાનને સ્વસન્મુખ કરે ત્યારે. સ્વસન્મુખ થયેલા જ્ઞાનથી જ ભિન્ન આત્મા જાણવામાં આવે છે. ઓહો...! આ તો થોડી લીટીમાં ગજબ વાત કરી છે.
પ્રભુ! તું કઈ રીતે જાણવામાં આવે? અહીં કહે છે -જ્ઞાનની જે પ્રગટ અવસ્થા છે તેને સ્વસન્મુખ વાળવાથી તે જ્ઞાનની દશામાં ભગવાન આત્મા જાણવામાં આવે છે. ભાઈ! તારી જ્ઞાનની પર્યાય અનાદિથી ૫૨ તરફ બહાર ઝુકેલી છે તેને અંદર સ્વસન્મુખ ઝુકાવ, તને તારો ભગવાન અનંત મહિમાવંત પ્રભુ જણાશે. ભાઈ! ભાષા તો સાદી છે, કામ તો જે છે તે અનંતો અંતઃપુરુષાર્થ માગે છે.
અહીં જ્ઞાનને મુખ્ય કરીને આત્માનું તત્ત્વ કહ્યું છે. જોયું? આત્મામાં છે તો અનંત ધર્મો, અનંત ગુણો, જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય, ચિતિ, દશિ, સર્વદર્શિતા, સર્વજ્ઞતા, પ્રભુત્વ, વિભુત્વ, અસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ, જીવત્વ, સ્વચ્છત્વ, કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણ, કર્તૃત્વ, અકર્તૃત્વ ઈત્યાદિ અનંત શક્તિઓ આત્મામાં છે. શક્તિ કહો, ગુણ કહો કે સ્વભાવ કહો-બધું એક જ છે. પણ અહીં જ્ઞાન તે જ આત્મા એમ કેમ કહ્યું ? કારણ કે જ્ઞાન વડે જ આત્મા જાણવામાં આવે છે.
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
Page #337
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check hîřp://www.A+maDharma.com for updates
સમયસાર ગાથા-૪૧૫: ૩૨૧
અહાહા....! પ્રત્યેક આત્મા અંદર શક્તિરૂપે ભગવાન છે. તેને જાણવાનો ઉપાય શું? -તે હવે પરિશિષ્ટમાં આવશે. ત્યાં ઉપાય-ઉપેયભાવ સમજાવશે. આત્મામાં જ્ઞાનશક્તિ તો ત્રિકાળ છે. તેની એક સમયની જ્ઞાનની જે દશા તેની સ્થિરતા તે ઉપાય અર્થાત મોક્ષનો માર્ગ છે અને તે એમાં (આત્મામાં) જ છે, તથા એનું ફળ જે પૂર્ણ જ્ઞાનની દશા તે ઉ૫ય છે તે પણ એમાં (આત્મામાં) જ છે આમ પ્રધાનપણે જ્ઞાન જ આત્માનું તત્ત્વ છે. આવી અલૌકિક વાત ! સમજાણું કાંઈ..... ?
હવે કહે છે– ‘અહીં એમ ન સમજવું કે “ આત્માને જ્ઞાનમાત્ર તત્ત્વવાળો કહ્યો છે તેથી એટલો જ પરમાર્થ છે અને અન્ય ધર્મો જૂઠા છે, આત્મામાં નથી; ” આવો સર્વથા એકાંત કરવાથી તો મિથ્યાદષ્ટિપણું થાય છે. વિજ્ઞાન-અદ્વૈતવાદી બૌદ્ધનો અને વેદાંતનો મત આવે છે; માટે આવો એકાંત બાધા-સહિત છે. આવા એકાંત અભિપ્રાયથી કોઈ મુનિવ્રત પણ પાળે અને આત્માનું-જ્ઞાનમાત્રનું-ધ્યાન પણ કરે, તોપણ મિથ્યાત્વ કપાય નહિ; મંદ કષાયોને લીધે સ્વર્ગ પામે તો પામો, મોક્ષનું સાધન તો થતું નથી. માટે સ્યાદ્વાદથી યથાર્થ સમજવું.'
અહાહા....! જ્ઞાનમાત્રવસ્તુ આત્મા સ્વરૂપથી જ અનંતગુણસ્વરૂપ છે. આત્મામાં જ્ઞાન ઉપરાંત આનંદ, શાન્તિ, ચિતિ, દશિ, સ્વચ્છતા, પ્રભુતા, ઈશ્વરતા, અસ્તિત્વ, વસ્તુત્વ, કર્તૃત્વ આદિ બીજા અનંત ગુણ અભેદપણે રહેલા છે. માટે આત્મા એકાંતે માત્ર જ્ઞાન જ છે એમ ન સમજવું. આત્મામાં રાગ-દ્વેષ-મોહ આદિ વિભાવ નથી, ૫૨વસ્તુ આત્મામાં નથી- એ તો બરાબર જ છે, પણ દર્શન, જ્ઞાન, ચારિત્ર, સ્વચ્છતા, પ્રભુતા આદિ અનંતગુણ જે આત્મામાં તરૂપ રહેલા છે તે નથી એમ, ન સમજવું. આત્માને જ્ઞાનમાત્ર કહ્યો એ તો અપેક્ષાથી કહ્યો છે, પણ તેથી એટલો જ ૫રમાર્થ આત્મા છે ને બીજા ધર્મો-ગુણો આત્મામાં નથી એમ ન માનવું; કેમકે આવો સર્વથા એકાંત કરવાથી તો મિથ્યાદષ્ટિપણું થાય છે.
લ્યો, હવે આવું પોતાનું તત્ત્વ સમજવાની દરકાર ન કરે ને બાયડી ને છોકરાંમાં ને બાગ, બંગલા ને હજીરામાં સુખ માની ત્યાં ચિત્ત લગાવે પણ એમાં સુખ નથી ભાઈ! એ તો બધી ધૂળ છે બાપુ! આફ્રિકામાં ગયા હતા તો એક મુમુક્ષુ કરોડપતિને ત્યાં ઊતર્યા હતા. પંદર લાખનું તો એનું મકાન ! સાંભળ્યું કે ૯૦ લાખની તો એની વ૨સની કમાણી. પણ ભાઈ! એમાં સુખ ક્યાં છે? એ તો ધૂળ બીજી ચીજ બાપા! એ સંયોગી ચીજ તો આવે ને જાય; ત્યાં શું હરખ કરવો ? સુખનો ભંડાર તો તારો આત્મા છે ત્યાં ચિત્તને જોડ ને. અહીં કહે છે- જ્ઞાનમાત્ર આત્મા કહ્યો એ અનંતધર્મસ્વરૂપ છે. એકાંતે આત્મા જ્ઞાન જ છે એમ ન સમજવું, અન્યથા સર્વથા એકાંત સમજવાથી મિથ્યાદષ્ટિપણું આવી જશે, જૈનપણું રહેશે જ નહિ. સમજાણું કાંઈ..... ?
અહા ! જ્ઞાનમાં સ્વ-પરનો ભેદ પાડી જાણવાની શક્તિ છે. જ્ઞાન વડે જ ભગવાન
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
Page #338
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
૩૨૨: પ્રવચન રત્નાકર ભાગ-૧૦
આત્મા ભિન્ન સ્વરૂપે જાણવામાં આવે છે. આમ અપેક્ષાથી જ્ઞાનને પ્રધાન કરીને આત્માનું તત્ત્વ જ્ઞાન કહ્યું તો ત્યાં એક જ્ઞાન જ આત્મા છે, અન્ય ધર્મ જૂઠા છે, છે જ નહિ એમ એકાન્ત ન ખેંચવું. ભાઈ! આ મનુષ્યપણું ચાલ્યું જાય છે હોં. ત્રિલોકનાથ તીર્થંકર પરમેશ્વરે કહેલી આ વાત અંતરમાં પાત્રતા કેળવી, ગરજ કરી, રસ લઈને સાંભળવીસમજવી જોઈએ. ભાઈ! તને ૫૨ વિષયોનો રસ છે તે મટાડી સ્વસ્વરૂપનો ૨સ કેળવવો જોઈએ, આ તારા હિતની વાત છે ભાઈ!
કહે છે– સર્વથા એકાંત કરવાથી મિથ્યાદષ્ટિપણું થાય છે, વિજ્ઞાનાદ્વૈતવાદી બૌદ્ધનો અને વેદાંતનો મત આવે છે; માટે આવો એકાંત બાધા સહિત છે. વિજ્ઞાનાદ્વૈતવાદી બૌદ્ધ છે તે એક જ આત્મા માને છે. આ ચીન, બર્મા, જાપાન છે ને! ત્યાં બૌદ્ધમત ચાલે છે. એ બૌદ્ધ બધે વિશ્વમાં એકલું વિજ્ઞાન જ છે, બીજું કાંઈ નહિ એમ માને છે. જ્યારે વેદાંત સર્વવ્યાપક એક આત્મા માને છે. અહીં, કહે છે, એ વાત નથી. જ્ઞાનમાત્ર આત્મા કહ્યો તેમાં અનંત ધર્મો આવી જાય છે. માટે એકાંતે જ્ઞાન જ આત્મા માનવો બૌદ્ધાદિની જેમ બાધા સહિત છે અર્થાત્ મિથ્યાદષ્ટિપણું છે.
એવા એકાંત મતથી કોઈ દિગંબર મુનિ થઈ જાય અને આત્માનું-જ્ઞાનમાત્રનું ધ્યાન કરે, તો પણ મિથ્યાત્વ કપાય નહિ; મંદ કષાયને લીધે સ્વર્ગ પામે તો પામો, મોક્ષનું સાધન તો થતું નથી. માટે સ્યાદ્વાદથી યથાર્થ સમજવું. અરે ભાઈ ! પોતાના અનેકાન્તસ્વરૂપ આત્માને જાણ્યા વિના એણે અનંત વાર મુનિવ્રત ધારણ કીધાં. જંગલમાં રહ્યો, ૧૧ અંગ ભણ્યો, પણ એથી શું? સંસારનું કારણ જે મિથ્યાત્વભાવ તે ટળ્યો નહિ. અરે ! મિથ્યાત્વ શું ચીજ છે ને પોતે શું ચીજ છે એના ભાન વિના મિથ્યાત્વ ટળે ક્યાંથી ? મંદ કષાયના કારણે કદાચ તે સ્વર્ગ પામે, પણ ચારગતિનું પરિભ્રમણ એને મટતું નથી. ત્યાંથી નીકળી વળી પાછો તે મનુષ્ય થઈ તિર્યંચ, નરકાદિમાં ચાલ્યો જાય છે. તેને મોક્ષનું સાધન થતું નથી. એકાંતે જ્ઞાન જ આત્મા છે એમ માને, આત્માને અનેકાન્તમય ન માને તે દાચિત્ સાધુ થઈ બહારમાં મહાવ્રતાદિ પાળે તોય તેને મોક્ષનું સાધન થતું નથી, તેને સંસારનો અભાવ થતો નથી. માટે, કહે છે, સ્યાદ્વાદથી યથાર્થ સમજવું. જે અપેક્ષાએ કથન હોય તેને અપેક્ષાપૂર્વક યથાર્થ સમજવું.
હવે શાસ્ત્રના સારભૂત એવો પં. જયચંદજી છંદ કહે છે:
સ૨વવિશુદ્ધજ્ઞાનરૂપ સદા ચિદાનંદ કરતા ન ભોગતા ન પરદ્રવ્યભાવકો, મૂરત અમૂરત જે આન દ્રવ્ય લોકમાંહિ તે ભી જ્ઞાનરૂપ નાહીં ત્યારે ન અભાવકો; યહૈ જાનિ જ્ઞાની જીવ આપકું ભ‰ સદીવ જ્ઞાનરૂપ સુખતૂપ આન ન લગાવકો; કર્મ-કર્મલરૂપ ચેતનાકું રિટારિ જ્ઞાનચેતના અભ્યાસ કરૈ શુદ્ધ ભાવકો. જુઓ, આખા સમયસારની ૪૧૫ ગાથાઓનો સાર આ એક છંદમાં ભર્યો છે.
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
Page #339
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૪૧૫: ૩ર૩ સભામાં આ શાસ્ત્ર અક્ષરે અક્ષરના અર્થ કરીને ૧૮ વખત પૂરું વંચાઈ ગયું છે, ને આ ૧૯ મી વાર હમણાં ચાલે છે. ૪૫ વર્ષથી આ ચાલે છે ને! ૯૧મું વર્ષ આ દેહને ચાલે છે એમાં ૪૫ વર્ષ સંપ્રદાયમાં ગયાં, ને ૪૫ વર્ષથી આ ચાલે છે. આ ઉંમર તો દેહની–ધૂળમાટીની છે ભાઈ ! બાકી આત્મા તો અનાદિ-અનંત છે, એની શું ઉંમર? અહા! જેને કોઈ આદિ નહિ, અંત નહિ એવો ભગવાન આત્મા અંદર ત્રિકાળ છતી-વિધમાન વસ્તુ છે.
અહાહા...કેવો છે આત્મા? સચ્ચિદાનંદસ્વરૂપ સર્વવિશુદ્ધજ્ઞાનસ્વરૂપ પ્રભુ છે. અહાહા...! સત્ નામ શાશ્વત ત્રિકાળ ચિદાનંદમય પ્રભુ આત્મા છે, એકલું જ્ઞાન અને આનંદનું ઢીમ પ્રભુ આત્મા છે. તે (-આત્મા), કહે છે, પરદ્રવ્યનો ન કર્તા છે, ન ભોક્તા છે. આ આટલું ધન રળ્યો ને આટલું લીધું-દીધું એમ લોકમાં કહે છે ને? અહીં કહે છેધન-પૈસા રળે ને પૈસા ભોગવે કે રાખે એવું આત્માનું સ્વરૂપ નથી. અહાહા...! ચિદાનંદસ્વરૂપ પ્રભુ પરને અડતોય નથી તો પરને કરે ને ભોગવે એ કેમ બને? પરનો આત્મા કર્તાય નથી ને ભોક્તાય નથી. આ શરીર, મન, વાણી, ઈન્દ્રિય ઈત્યાદિની અનેક ક્રિયાઓ થાય તેના કર્તા આત્મા નથી, તેનો ભોક્તાય નથી. આ ભાષા બોલાય છે ને! તેનો કર્તા આત્મા નથી. એ તો ઠીક, પરદ્રવ્યના લક્ષ એને જે દયા, દાન, ભક્તિ ઈત્યાદિનો રાગ પર્યાયમાં થાય તેનોય એ વાસ્તવમાં કર્તા-ભોક્તા નથી. બહુ આકરી વાત, પચાવવી કઠણ પડે, પણ એને માટે ધીરજ કેળવવી જોઈએ.
અહાહા..! આત્મા શુદ્ધ વિજ્ઞાનઘન ચિદાનંદઘન પ્રભુ ત્રિકાળ જ્ઞાતાદષ્ટા છે. આ શરીર, મન, વાણી, બાગ-બંગલા ને સ્ત્રી-પરિવાર એ આત્માની ચીજ નથી એ તો ઠીક. આત્મા એનો કર્તાભોક્તાય નથી. આ સ્ત્રીના દેહને કે મકાનને આત્મા કરે કે ભોગવે એવું આત્માનું સ્વરૂપ નથી. ગજબ વાત છે ભાઈ ! પરવસ્તુનું કરવું ને ભોગવવું ભગવાન આત્માને નથી. અનાદિનો ઊંધો અધ્યાસ છે એટલે લોકોને આ કઠણ પડે છે, પણ ભાઈ ! આ તો ભગવાનની દિવ્યધ્વનિમાં આવેલી સાર-સાર વાત છે. છે ને! “કરતા ન ભોગતા ન પરદ્રવ્ય ભાવકો” અહાહા....! શાશ્વત છતી ચીજ પ્રભુ આત્મા પરદ્રવ્ય અને પરદ્રવ્યના ભાવનો કર્તા-ભોક્તા નથી. પરદ્રવ્યનો કર્તા-ભોક્તા નથી, ને પરદ્રવ્યના નિમિત્તે દયા, દાન આદિ જે ભાવ થાય તેનોય કર્તા-ભોક્તા નથી. સમજાણું કાંઈ....?
' અરે, પોતે શું કરી શકે ને શું ભોગવી શકે એની એને ખબર નથી. પણ ભાઈ ! આ દેહ તો જોતજોતામાં ક્ષણમાં છૂટી જશે; પછી ક્યાં જઈશ બાપુ! ક્યાંક અવતાર તો ધારણ કરીશ જ ને? કેમકે તારી સત્તા અનાદિ-અનંત છે. ભાઈ ! તું અનાદિ-અનંત છો, જ્ઞાતા-દષ્ટાસ્વરૂપ છો. જો એનું ભાન ન કર્યું તો ક્યાંય સંસારવનમાં ખોવાઈ જઈશ, અટવાઈ જઈશ. માટે સત્વરે નિર્ણય કર કે આત્મા ચિદાનંદઘન પ્રભુ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #340
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩ર૪ : પ્રવચન રત્નાકર ભાગ-૧) પદ્રવ્ય ને પરદ્રવ્યના ભાવનો કર્તા-ભોક્તા નથી. આ શબ્દો તો સાદા છે, એમાં ભાવ અતિશય ગંભીર ભર્યો છે. એ ભાવને પહોંચવું-પ્રાસ થવું એ મૂળ કર્તવ્ય છે. હવે કહે છે
મૂરત અમૂરત જ આન દ્રવ્ય લોકમાંહિ તે ભી જ્ઞાનરૂપ નાહીં ત્યારે ન અભાવ કો.”
શું કહે છે? મૂર્ત એટલે પરમાણુ આદિ આ શરીર, મન, વાણી, કર્મ અને અમૂર્ત એટલે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળાદિ અનેરાં દ્રવ્યો. અહીં કહે છે એ મૂર્ત-અમૂર્ત જે લોકમાં અન્ય દ્રવ્યો છે તે જ્ઞાનરૂપ નથી, જડ છે. તેઓ આત્મા નથી, પણ ભગવાન આત્માથી ન્યારાં-ભિન્ન છે. તેઓ ન્યારો છે, પણ તેઓ છે જ નહિ એમ અભાવરૂપ નથી. ભાઈ ! જગતમાં અનંતા પરદ્રવ્યોનો અભાવ છે એમ નથી, તેઓ તારા આત્મસ્વરૂપ નથી તેથી તારામાં તેનો અભાવ છે, પણ જગતમાં તેમનો અભાવ નથી. સમજાણું કાંઈ...? હવે જિંદગી આખી મજૂરીમાં-ઢસરડામાં જાય, આખો દિ' રળવાકમાવામાં રચ્યા-પચ્યો રહે; એની જિંદગી આખી ધૂળ-ધાણી થઈ જાય-વેડફાઈ જાય. બાપુ! પોતાનું ચૈતન્યતત્ત્વ કેવી રીતે છે તે હમણાં નહિ સમજે તો ક્યારે સમજીશ?
અહીં શું કહે છે ભાઈ ! જરા સાંભળ. કહે છે- આ લોકમાં મૂર્તિ—અમૂર્ત જે અન્ય દ્રવ્યો છે તે જ્ઞાનરૂપ નથી, અર્થાત્ તેઓ આત્મા નથી. તે ચીજ જ નથી એમ નહિ, તે ચીજ તારામાં નથી, તે ચીજ તારાથી (આત્માથી) ભિન્ન છે. જેમ આત્મા છે, તેમ ભિન્ન બીજાં દ્રવ્યો છે, રાગાદિ વિભાવ પણ છે. પણ પરમાર્થ તેઓ આત્મા નથી, વા આત્મા તેનો કર્તા-ભોક્તા નથી. ભાઈ ! આવું આત્માનું અંતરંગ પરમાર્થ સ્વરૂપ જાણ્યા વિના આત્મજ્ઞાન ઉદય પામતું નથી. અને વિના આત્મજ્ઞાન જન્મ-મરણની ગાંઠ કેવી રીતે તૂટે? ભાઈ ! મિથ્યાત્વ છે તે જન્મ-મરણની ગાંઠ છે. જીવ જ્યાં સુધી પરનો અને પુણ્ય-પાપ આદિ ભાવનો પોતાને કર્તા માને ત્યાં સુધી મિથ્યાત્વ ઉભું જ છે.
અહા! આમ જાણીને જ્ઞાની ધર્માત્મા પુરુષ સદૈવ પોતાને ભજે છે. “યેહૈ જાનિ જ્ઞાની જીવ આપકું ભર્જે સદીવ...' અહાહા...! અંદર જ્ઞાનાનંદ નિત્યાનંદસ્વરૂપ પોતે છે તેનું ધર્મી જીવ નિરંતર ભજન કરે છે. ભજન કરે છે એટલે શું? કે સ્વરૂપનાં દષ્ટિ, જ્ઞાન ને રમણતા કરે છે. રાગાદિનું ને પરપદાર્થનું કર્તુત્વ છોડી સ્વસ્વરૂપમાં એકાગ્ર-લીન થઈ પ્રવર્તે તે આત્માને ભજે છે. ધર્મી પુરુષ પોતાને સદૈવ આ રીતે ભજે છે. ભાઈ ! જેને જન્મ-મરણ રહિત થવું હોય તે પોતાને ભજે; ભગવાનને પણ નહિ. ભગવાનને ભજે એ તો રાગ છે બાપુ! ધર્મીને તે હોય છે, પણ તે કાંઈ ધર્મ નથી, પરમાર્થ ભક્તિ નથી.
જુઓ, ધર્માત્માને અહંતાદિ ભગવાનની ભક્તિ હોય છે તે અનાદિ પરંપરાની ચીજ છે. એ ચીજ છે જ નહિ એમ નથી, તથા એ ધર્મ છે એમ પણ નથી. સ્વર્ગમાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #341
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૪૧૫ : ૩૨૫
પણ અસંખ્ય જિનમંદિરો છે. આઠમો નંદીશ્વર દ્વીપ છે તેમાં શાશ્વત અકૃત્રિમ ચારે દિશામાં તેર તેર એમ મળી કુલ બાવન જિનમંદિરો છે. તે દરેકમાં રત્નમય ૧૦૮ જિનપ્રતિમાઓ છે. ઇન્દ્રો અને દેવો ત્યાં જાય છે અને ભક્તિ કરે છે. પણ તેની મર્યાદા શું? તો તે શુભભાવ છે બસ, તે ધર્મ નથી. અશુભથી બચવા- ‘અશુભ વંચનાર્થે' ધર્મીને એવો શુભ ભાવ આવે છે, નિયમથી આવે છે, પણ તે ધર્મ નથી. ધર્મી પુરુષ તેને ધર્મ જાણતા નથી. અસ્થાનમાંઅસ્થાનના રાગમાં તે ન જાય તેથી તેને વ્રત-ભક્તિ આદિ શુભરાગ આવે છે, પણ એનાથી પુણ્યબંધ જ છે, અબંધપણું નથી. સમજાણું કાંઈ....?
સોનાની બેડી હો કે લોઢાની બેડી હો-બન્ને બેડી તો બંધન જ છે. પુણ્ય છે તે સોનાની બેડી સમાન છે. સોનાની બેડી ચીકણી અને વજનમાં ભારે હોવાથી ગાઢ બાંધે છે. તેમ શુભરાગની મીઠાશના ફંદમાં રહીને જગત આખું નિજ પવિત્ર સ્વરૂપને ભૂલી ગયું છે. શુભરાગની મીઠાશમાં જીવ, અંદર નિત્યાનંદ-ચિદાનંદ પ્રભુ પોતે વિરાજે છે તેનો અનાદર કરે છે અને તેથી ગાઢ સંસારને બાંધે છે.
તો શું ધર્માત્માને શુભભાવ નથી હોતો?
ભાઈ! સમકિતીને-મુનિને પણ શુભભાવ અવશ્ય આવે છે. ભગવાનનાં દર્શન, વંદના, સ્તુતિ, ભક્તિ ઈત્યાદિ શુભભાવ તેને આવે છે પણ તે વડે પુણ્યબંધ થાય છે, ધર્મ નહિ. ધર્મીની ધર્મપરિણતિ તો એનાથી ભિન્ન જ વર્તે છે. લ્યો, એનું નામ આ કે ‘આપકૂ ભ સદેવ.’ કેવો છે આપ પોતે ? જ્ઞાનરૂપ, સુખરૂપ. અહાહા....! અતીન્દ્રિય આનંદરૂપ પોતે છે; તેમાં અનેરી-બીજી ચીજનો લગાવ નથી, સંબંધ નથી. અહાહા....! વસ્તુ આનંદરૂપ છે તેમાં બીજી ચીજ નથી, ને તેની નિર્મળ ધર્મપરિણતિમાં પણ બીજી ચીજ (-રાગાદિ) તો સંબંધ નથી. હવે એને શુભનો અનાદિથી અધ્યાસ છે ને! એટલે શુભને ધર્મ સાથે ભેળવી દે છે એકમેક કરી દે છે, પણ અહીં કહે છે- ‘આન ન લગાવ કો' પોતાનાં ભજનરૂપ ધર્મપરિણતિને બીજી ચીજનો સંબંધ નથી.
અરે! શુભની મીઠાશમાં એને પોતાનું (સ્વસ્વરૂપનું) ભજન કરવું રહી ગયું છે! વિકારનું ભજન કર્યા કરે છે. અહીં કહે છે-જેનું ભજન કરવું છે તે પોતાનું સ્વરૂપ જ્ઞાનરૂપ, સુખરૂપ છે ને તેને બીજી ચીજનો લગાવ છે નહિ. આવી વાત! સમજાણું sis....?
માટે, કહે છે, કર્મચેતના અને કર્મફળચેતના ટાળીને જ્ઞાનચેતનાનો અભ્યાસ કર. પુણ્ય ને પાપના ભાવ તે કર્મચેતના છે. આ જડ કર્મ તે કર્મચેતના નહિ, પણ કર્મ નામ પુણ્ય-પાપરૂપ કાર્ય તે કર્મચેતના છે. અને તેમાં સુખદુ:ખની કલ્પના કરવી તેને કર્મફળચેતના કહે છે. શુભભાવ સુખરૂપ અને અશુભભાવ દુઃખરૂપ એમ અનુભવ કરવો
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
Page #342
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩ર૬ : પ્રવચન રત્નાકર ભાગ-૧) તે કર્મફળચેતના છે. અહીં કહે છે તેને (-કર્મચેતના ને કર્મફળચેતનાને) દૂર કરી જ્ઞાનચેતનાનો અનુભવ કર. જ્ઞાનચેતનારૂપ અભ્યાસ કરવો તે ધર્મ છે. અહાહા...! હું તો જ્ઞાનસ્વરૂપ માત્ર જ્ઞાતા-દષ્ટા સ્વરૂપ છું, જાણનાર-દખનાર છું એમ સ્વાભિમુખ થઈ અભ્યાસ કરવો તે જ્ઞાનચેતનાનો અભ્યાસ છે અને તે ધર્મ છે. કર્મચેતના ને કર્મફળચેતનાનો અભ્યાસ સંસાર છે, દુઃખ છે; એનાથી વિપરીત જ્ઞાનચેતનાનો અભ્યાસ ધર્મ છે ને તેનું ફળ પરમ શુદ્ધતારૂપ મોક્ષ છે, પરમ અતીન્દ્રિય સુખ છે. માટે કર્મચેતના ને કર્મફળચેતના દૂર કરી એક શુદ્ધભાવમય જ્ઞાનચેતનાનો અભ્યાસ કરો.
આમ શ્રી સમયસારની (શ્રીમદ ભગવત્ કુંદકુંદાચાર્યદવ પ્રણીત શ્રી સમયસાર પરમાગમની) શ્રીમદ્ અમૃતચંદ્રાચાર્યદવવિરચિત આત્મખ્યાતિ નામની ટીકામાં સર્વવિશુદ્ધજ્ઞાનના પ્રરૂપક નવમા અંક પરનાં શ્રી કાનજીસ્વામીનાં પ્રવચનો સમાસ થયાં.
[ પ્રવચન નં. ૫૧૧ થી ૫૧૫ * દિનાંક ૪-૧૨-૭૭ થી ૧૮-૧ર-૭૭]
09
)
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #343
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ રિશિષ્ટ]
(અનુષ્ટ્રમ) अत्र स्याद्वादशुद्ध्यर्थ वस्तुतत्त्वव्यवस्थितिः। उपायोपेयभावश्च मनाग्भूयोऽपि चिन्त्यते।।२४७।।
[ પરિશિષ્ટ]
(અહીં સુધીમાં ભગવાન કુંદકુંદાચાર્યદેવની ૪૧૫ ગાથાઓનું વ્યાખ્યાન ટીકાકાર શ્રી અમૃતચંદ્રાચાર્યદવે કર્યું અને તે વ્યાખ્યાનમાં કળશરૂપે તથા સૂચનિકારૂપે ર૪૬ કાવ્યો કહ્યાં. હવે ટીકાકાર આચાર્યદવે વિચાર્યું કે-આ શાસ્ત્રમાં જ્ઞાનને પ્રધાન કરીને જ્ઞાનમાત્ર આત્મા કહેતા આવ્યા છીએ; તેથી કોઈ તર્ક કરશે કે “જૈનમત તો સ્યાદ્વાદ છે; તો પછી આત્માને જ્ઞાનમાત્ર કહેવાથી શું એકાંત આવી જતો નથી? અર્થાત્ સ્યાદ્વાદ સાથે વિરોધ આવતો નથી ? વળી એક જ જ્ઞાનમાં ઉપાયતત્ત્વ અને ઉપયતત્ત્વ-એ બન્ને કઈ રીતે ઘટે છે?” આમ તર્ક કોઈને થશે. માટે આવા તર્કનું નિરાકરણ કરવાને ટીકાકાર આચાર્યદેવ હવે પરિશિષ્ટરૂપે થોડું કહે છે. તેમાં પ્રથમ શ્લોક કહે છે:-)
શ્લોકાર્થ- [12] અહીં [ચા –શુદ્ધિ-અર્થ] સ્યાદ્વાદની શુદ્ધિને અર્થે [વસ્તુ–તત્ત્વ-વ્યવરિથતિ:] વસ્તુતત્ત્વની વ્યવસ્થા [૨] અને [૩પય–ઉપય–ભાવ:] (એક જ જ્ઞાનમાં ઉપાયપણું અને ઉપયપણે કઈ રીતે ઘટે છે તે બતાવવા) ઉપાય-ઉપય ભાવ [ મનાવ મૂય: ]િ જરા ફરીને પણ [ વિન્યતે] વિચારવામાં આવે છે.
ભાવાર્થ- વસ્તુનું સ્વરૂપ સામાન્યવિશેષાત્મક અનેક ધર્મસ્વરૂપ હોવાથી તે સ્યાદ્વાદથી જ સાધી શકાય છે. એ રીતે સ્યાદ્વાદની શુદ્ધતા (-પ્રમાણિક્તા, સત્યતા, નિર્દોષતા, નિર્મળતા, અદ્વિતીયતા) સિદ્ધ કરવા માટે આ પરિશિષ્ટમાં વસ્તુનું સ્વરૂપ વિચારવામાં આવે છે. (તમાં એમ પણ બતાવવામાં આવશે કે આ શાસ્ત્રમાં આત્માને જ્ઞાનમાત્ર કહ્યો હોવા છતાં સ્યાદ્વાદ સાથે વિરોધ આવતો નથી.) વળી બીજાં, એક જ જ્ઞાનમાં સાધકપણું તથા સાધ્યપણું કઈ રીતે બની શકે તે સમજાવવા જ્ઞાનનો ઉપાયઉપયભાવ અર્થાત્ સાધકસાધ્યભાવ પણ આ પરિશિષ્ટમાં વિચારવામાં આવે છે. ૨૪૭.
(હવે પ્રથમ આચાર્યદવ વસ્તુસ્વરૂપના વિચાર દ્વારા સ્યાદ્વાદને સિદ્ધ કરે છે:-)
સ્યાદ્વાદ સમસ્ત વસ્તુઓના સ્વરૂપને સાધનારું, અર્હત્ સર્વજ્ઞનું એક અસ્મલિત (-નિબંધ) શાસન છે. તે (સ્યાદ્વાદ) “બધું અનેકાંતાત્મક છે' એમ ઉપદેશ છે,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #344
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૨૮ : પ્રવચન રત્નાકર ભાગ-૧) કારણ કે સમસ્ત વસ્તુ અનેકાંત-સ્વભાવવાળી છે. (“સર્વ વસ્તુઓ અનેકાંતસ્વરૂપ છે” એમ જે સ્યાદ્વાદ કહે છે તે અસત્યાર્થ કલ્પનાથી કહેતો નથી, પરંતુ જેવો વસ્તુનો અનેકાંત સ્વભાવ છે તેવો જ કહે છે.)
અહીં આત્મા નામની વસ્તુને જ્ઞાનમાત્રપણે ઉપદેશવામાં આવતાં છતાં પણ સ્યાદવાદનો કોપ નથી; કારણ કે જ્ઞાનમાત્ર આત્મવસ્તુને સ્વયમેવ અનેકાંતપણું છે. ત્યાં (અનેકાંતનું એવું સ્વરૂપ છે કે), જે (વસ્તુ) તત્ છે તે જ અત છે, જે (વસ્તુ) એક છે તે જ અનેક છે, જે સત્ છે તે જ અસત્ છે, જે નિત્ય છે તે જ અનિત્ય છે–એમ એક વસ્તુમાં વસ્તુપણાની નિપજાવનારી પરસ્પર વિરુદ્ધ બે શક્તિઓનું પ્રકાશવું તે અનેકાંત છે. માટે પોતાની આત્મવસ્તુને પણ, જ્ઞાનમાત્રપણું હોવા છતાં, ત-અતપણું, એકઅનેકપણું, સ-અસત્પણું અને નિત્ય-અનિત્યપણું પ્રકાશે જ છે; કારણ કે-તેને (જ્ઞાનમાત્ર આત્મવસ્તુને ) અંતરંગમાં ચકચકાટ પ્રકાશતા જ્ઞાનસ્વરૂપ વડે તત્પણું છે, અને બહાર પ્રગટ થતા, અનંત, જ્ઞયપણાને પામેલા, સ્વરૂપથી ભિન્ન એવા પર રૂપ વડ (જ્ઞાનસ્વરૂપથી ભિન્ન એવા પરદ્રવ્યના રૂપ વડે- ) અતત્પણું છે (અર્થાત્ તે-રૂપે જ્ઞાન નથી); સહભૂત (-સાથે) પ્રવર્તતા અને ક્રમે પ્રવર્તતા અનંત ચૈતન્ય-અંશોના સમુદાયરૂપ અવિભાગ દ્રવ્ય વડ એકપણું છે, અને અવિભાગ એક દ્રવ્યમાં વ્યાપેલા, સહભૂત પ્રવર્તતા અને ક્રમે પ્રવર્તતા અનંત ચૈતન્ય-અંશોરૂપ (-ચૈતન્યના અનંત અંશોરૂપ) પર્યાયો વડે અનેકપણું છે; પોતાના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવરૂપે હોવાની શક્તિરૂપ જે સ્વભાવ તે સ્વભાવવાનપણા વડ (અર્થાત એવા સ્વભાવવાળી હોવાથી) સત્પણું છે, અને પરના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવરૂપે નહિ હોવાની શક્તિરૂપ જે સ્વભાવ તે સ્વભાવવાનપણા વડ અસત્પણું છે; અનાદિનિધન અવિભાગ એક વૃત્તિરૂપે પરિણતપણા વડે નિત્યપણું છે, અને ક્રમે પ્રવર્તતા, એક સમયની મર્યાદાવાળા અનેક વૃત્તિ-અંશોરૂપે પરિણતપણા વડે અનિત્યપણું છે. (આ રીતે જ્ઞાનમાત્ર આત્મવસ્તુને પણ, તત્-અતપણું વગેરે બબ્બે વિરુદ્ધ શક્તિઓ સ્વયમેવ પ્રકાશતી હોવાથી, અનેકાંત સ્વયમેવ પ્રકાશે જ છે.).
(પ્રશ્ન-) જો આત્મવસ્તુને, જ્ઞાનમાત્રપણું હોવા છતાં, સ્વયમેવ અનેકાંત પ્રકાશે છે, તો પછી અહંત ભગવંતો તેના સાધન તરીકે અનેકાંતને (-સ્યાદ્વાદને) શા માટે ઉપદેશ છે? (ઉત્તર-) અજ્ઞાનીઓને જ્ઞાનમાત્ર આત્મવસ્તુની પ્રસિદ્ધિ કરવા માટે ઉપદેશે છે એમ અમે કહીએ છીએ. ખરેખર અનેકાંત (-સ્યાદવાદ) વિના જ્ઞાનમાત્ર આત્મવસ્તુ જ પ્રસિદ્ધ થઈ શક્તી નથી. તે નીચે પ્રમાણે સમજાવવામાં આવે છે:
સ્વભાવથી જ બહુ ભાવોથી ભરેલા આ વિશ્વમાં સર્વ ભાવોનું સ્વભાવથી અદ્વૈત હોવા છતાં, વૈતનો નિષેધ કરવો અશક્ય હોવાથી સમસ્ત વસ્તુ સ્વરૂપમાં પ્રવૃત્તિ અને પરરૂપથી વ્યાવૃત્તિ વડે બન્ને ભાવોથી અધ્યાસિત છે (અર્થાત્ સમસ્ત વસ્તુ સ્વરૂપમાં પ્રવર્તતી હોવાથી અને પરરૂપથી ભિન્ન રહેતી હોવાથી દરેક વસ્તુમાં બન્ને ભાવો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #345
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરિશિષ્ટ : ૩૨૯
રહેલા છે). ત્યાં, જ્યારે આ જ્ઞાનમાત્ર ભાવ (–આત્મા), શેષ (બાકીના) ભાવો સાથે નિજ રસના ભારથી પ્રવર્તેલા જ્ઞાતા-ૉયના સંબંધને લીધે અને અનાદિ કાળથી શયોના પરિણમનને લીધે જ્ઞાનતત્ત્વને પર રૂપે માનીને (અર્થાત્ યરૂપે અંગીકાર કરીને ) અજ્ઞાની થયો થકો નાશ પામે છે, ત્યારે (તે જ્ઞાનમાત્ર ભાવનું) સ્વ-રૂપથી (-જ્ઞાનરૂપથી) તત્પણું પ્રકાશીને ( અર્થાત જ્ઞાન જ્ઞાનપણે જ છે એમ પ્રગટ કરીને), જ્ઞાતાપણે પરિણમનને લીધે જ્ઞાની કરતો થકો અનેકાંત જ (સ્યાદવાદ જ) તેને ઉદ્ધાર છે-નાશ થવા દેતો નથી. ૧. વળી જ્યારે તે જ્ઞાનમાત્ર ભાવ “ખરેખર આ બધું આત્મા છે' એમ અજ્ઞાનતત્ત્વને સ્વ-રૂપે ( જ્ઞાનરૂપે) માનીને-અંગીકાર કરીને વિશ્વના ગ્રહણ વડે પોતાનો નાશ કરે છે (-સર્વ જગતને પોતારૂપ માનીને તેનું ગ્રહણ કરીને જગતથી ભિન્ન એવા પોતાને નષ્ટ કરે છે), ત્યારે (તે જ્ઞાનમાત્ર ભાવનું) પરરૂપથી અતપણું પ્રકાશીને ( અર્થાત્ જ્ઞાન પરપણે નથી એમ પ્રગટ કરીને ) વિશ્વથી ભિન્ન જ્ઞાનને દેખાડતો થકો અનેકાંત જ તેને પોતાનો (-જ્ઞાનમાત્ર ભાવનો) નાશ કરવા દેતો નથી. ૨. જ્યારે આ જ્ઞાનમાત્ર ભાવ અનેક યાકારો વડે (-શેયોના આકારો વડ) પોતાનો સકળ (–આખો, અખંડ) એક જ્ઞાન-આકાર ખંડિત (–ખંડખંડરૂપ) થયો માનીને નાશ પામે છે, ત્યારે (તે જ્ઞાનમાત્ર ભાવનું) દ્રવ્યથી એકપણું પ્રકાશતો થકો અનેકાંત જ તેને જિવાડે છે- નાશ પામવા દેતો નથી. ૩. વળી જ્યારે તે જ્ઞાનમાત્ર ભાવ એક જ્ઞાન-આકારનું ગ્રહણ કરવા માટે અનેક જ્ઞયાકારોના ત્યાગ વડે પોતાનો નાશ કરે છે ( અર્થાત્ જ્ઞાનમાં જે અનેક શેયોના આકાર આવે છે તેમનો ત્યાગ કરીને પોતાને નષ્ટ કરે છે), ત્યારે (તે જ્ઞાનમાત્ર ભાવનું) પર્યાયોથી અનેકપણું પ્રકાશતો થકો અનેકાંત જ તેને પોતાનો નાશ કરવા દેતો નથી. ૪. જ્યારે આ જ્ઞાનમાત્ર ભાવ, જાણવામાં આવતાં એવાં પરદ્રવ્યોના પરિણમનને લીધે જ્ઞાતૃદ્રવ્યને પરદ્રવ્યપણે માનીને-અંગીકાર કરીને નાશ પામે છે, ત્યારે (તે જ્ઞાનમાત્ર ભાવનું) સ્વદ્રવ્યથી સત્પણું પ્રકાશતો થકો અનેકાંત જ તેને જિવાડે છે-નાશ પામવા દેતો નથી. ૫. વળી જ્યારે તે જ્ઞાનમાત્ર ભાવ “સર્વ દ્રવ્યો હું જ છું ( અર્થાત્ સર્વ દ્રવ્યો આત્મા જ છે ) ” એમ પદ્રવ્યને જ્ઞાતૃદ્રવ્યપણે માનીને-અંગીકાર કરીને પોતાનો નાશ કરે છે, ત્યારે (તે જ્ઞાનમાત્ર ભાવનું) પરદ્રવ્યથી અસપણું પ્રકાશતો થકો ( અર્થાત્ પરદ્રવ્યરૂપે આત્મા નથી એમ પ્રગટ કરતો થકો) અનેકાંત જ તેને પોતાનો નાશ કરવા દેતો નથી. ૬. જ્યારે આ જ્ઞાનમાત્ર ભાવ પરક્ષેત્રગત (-પરક્ષેત્રે રહેલા) શય પદાર્થોના પરિણમનને લીધે પરક્ષેત્રથી જ્ઞાનને સત્ માનીને-અંગીકાર કરીને નાશ પામે છે, ત્યારે (તે જ્ઞાનમાત્ર ભાવનું) સ્વ-ક્ષેત્રથી અસ્તિત્વ પ્રકાશતો થકો અનેકાંત જ તેને જિવાડે છે-નાશ પામવા દેતો નથી. ૭. વળી જ્યારે તે જ્ઞાનમાત્ર ભાવ
ક્ષેત્રે હોવાને (-રહેવાને, પરિણમવાને) માટે, પરક્ષેત્રગત યોના આકારોના ત્યાગ વડે (અર્થાત જ્ઞાનમાં જે પરક્ષેત્રે રહેલ શેયોના
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #346
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૩) : પ્રવચન રત્નાકર ભાગ-૧) આકાર આવે છે તેમનો ત્યાગ કરીને) જ્ઞાનને તુચ્છ કરતો થકો પોતાનો નાશ કરે છે, ત્યારે સ્વક્ષેત્રે રહીને જ પરક્ષેત્રગત શયોના આકારોરૂપે પરિણમવાનો જ્ઞાનનો સ્વભાવ હોવાથી (તે જ્ઞાનમાત્ર ભાવનું) પરક્ષેત્રથી નાસ્તિત્વ પ્રકાશતો થકો અનેકાંત જ તેને પોતાનો નાશ કરવા દેતો નથી. ૮. જ્યારે આ જ્ઞાનમાત્ર ભાવ પૂર્વાલંબિત પદાર્થોના વિનાશકાળે (-પૂર્વે જેમનું આલંબન કર્યું હતું એવા જ્ઞય પદાર્થોના વિનાશ વખતે) જ્ઞાનનું અસપણું માનીને અંગીકાર કરીને નાશ પામે છે, ત્યારે (તે જ્ઞાનમાત્ર ભાવનું ) સ્વકાળથી (-જ્ઞાનના કાળથી) સત્પણું પ્રકાશતો થકો અનેકાંત જ તેને જિવાડે છે-નાશ પામવા દેતો નથી. ૯. વળી જ્યારે તે જ્ઞાનમાત્ર ભાવ પદાર્થોના આલંબનકાળે જ (માત્ર જ્ઞય પદાર્થોને જાણવા વખતે જ) જ્ઞાનનું સપણું માનીને-અંગીકાર કરીને પોતાનો નાશ કરે છે, ત્યારે (તે જ્ઞાનમાત્ર ભાવનું) પરકાળથી (-શયના કાળથી) અસત્પણું પ્રકાશતો થકો અનેકાંત જ તેને પોતાનો નાશ કરવા દેતો નથી. ૧૦. જ્યારે આ જ્ઞાનમાત્ર ભાવ, જાણવામાં આવતા એવા પરભાવોના પરિણમનને લીધે જ્ઞાયકસ્વભાવને પરભાવપણે માનીને-અંગીકાર કરીને નાશ પામે છે. ત્યારે (તે જ્ઞાનમાત્ર ભાવન) સ્વ-ભાવથી સપણું પ્રકાશતો થકો અનેકાંત જ તેને જિવાડ છે-નાશ પામવા દેતો નથી. ૧૧. વળી
જ્યારે તે જ્ઞાનમાત્ર ભાવ “સર્વ ભાવો હું જ છું’ એમ પરભાવને જ્ઞાયકભાવપણે માનીનેઅંગીકાર કરીને પોતાનો નાશ કરે છે, ત્યારે (તે જ્ઞાનમાત્ર ભાવનું) પરભાવથી અસપણું પ્રકાશતો થકો અનેકાંત જ તેને પોતાનો નાશ કરવા દેતો નથી. ૧૨. જ્યારે આ જ્ઞાનમાત્ર ભાવ અનિત્ય જ્ઞાનવિશેષો વડે પોતાનું નિત્ય જ્ઞાન સામાન્ય ખંડિત થયું માનીને નાશ પામે છે, ત્યારે (તે જ્ઞાનમાત્ર ભાવનું) જ્ઞાનસામાન્યરૂપથી નિત્યપણું પ્રકાશતો થકો અનેકાંત જ તેને જિવાડે છે-નાશ પામવા દેતો નથી. ૧૩. વળી જ્યારે તે જ્ઞાનમાત્ર ભાવ નિત્ય જ્ઞાનસામાન્યનું ગ્રહણ કરવા માટે અનિત્ય જ્ઞાનવિશેષોના ત્યાગ વડે પોતાનો નાશ કરે છે (અર્થાત્ જ્ઞાનના વિશેષોનો ત્યાગ કરીને પોતાને નષ્ટ કરે છે), ત્યારે (તે જ્ઞાનમાત્ર ભાવનું) જ્ઞાનવિશેષરૂપથી અનિત્યપણું પ્રકાશતો થકો અનેકાંત જ તેને પોતાનો નાશ કરવા દેતો નથી. ૧૪.
(અહીં તત્-આતના ૨ ભંગ, એક-અનેકના ૨ ભંગ, સત્-અસના દ્રવ્ય-ક્ષેત્રકાળ-ભાવથી ૮ ભંગ, અને નિત્ય-અનિત્યના ૨ ભંગ-એમ બધા મળીને ૧૪ ભંગ થયા. આ ચૌદ ભંગોમાં એમ બતાવ્યું કે-એકાંતથી જ્ઞાનમાત્ર આત્માનો અભાવ થાય છે અને અનેકાંતથી આત્મા જીવતો રહે છે, અર્થાત્ એકાંતથી આત્મા જે સ્વરૂપે છે તે સ્વરૂપે સમજાતો નથી, સ્વરૂપમાં પરિણમતો નથી, અને અનેકાંતથી તે વાસ્તવિક સ્વરૂપે સમજાય છે, સ્વરૂપમાં પરિણમે છે.)
અહીં નીચે પ્રમાણે (૧૪ ભંગોના કળશરૂપે) ૧૪ કાવ્યો પણ કહેવામાં આવે છે -
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #347
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરિશિષ્ટ : ૩૩૧
भवन्ति चात्र श्लोकाः
(શાર્દૂત્તવિવ્રીહિત) बाह्याथैः परिपीतमुज्झितनिजप्रव्यक्तिरिक्तीभवद् विश्रान्तं पररूप एव परितो ज्ञानं पशोः सीदति । यत्तत्तत्तदिह स्वरूपत इति स्याद्वादिनस्तत्पुनर्दूरोन्मग्नघनस्वभावभरतः पूर्णं समुन्मज्जति।। २४८।।
(શાર્દૂલવિક્રીડિત) विश्वं ज्ञानमिति प्रतय॑ सकलं दृष्ट्वा स्वतत्त्वाशया भूत्वा विश्वमयः पशुः पशुरिव स्वच्छन्दमाचेष्टते । यत्तत्तत्पररूपतो न तदिति स्याद्वाददर्शी पुन
विश्वाद्भिन्नमविश्वविश्वघटितं तस्य स्वतत्त्वं स्पृशेत्।। २४९ ।। (પ્રથમ, પહેલાં ભંગના કળશરૂપે કાવ્ય કહેવામાં આવે છે:-)
શ્લોકાર્થ- [વાઈ–ઝર્થે પરિવતર્] બાહ્ય પદાર્થો વડે સમસ્તપણે પી જવામાં આવેલું, [૩ક્સિત–નિ–પ્રવ્ય—િરિસ્સામવેત] પોતાની વ્યક્તિને (–પ્રગટતાને) છોડી દેવાથી ખાલી (-શૂન્ય) થઈ ગયેલું, [ પરિત: પરરૂપે ઇવ વિશાન્ત] સમસ્તપણે પરરૂપમાં જ વિશ્રાંત (અર્થાત્ પરરૂપ ઉપર જ આધાર રાખતું) એવું [પશો: જ્ઞાન] પશુનું જ્ઞાન (-તિર્યંચ જેવા એકાંતવાદીનું જ્ઞાન) [ જીવતિ] નાશ પામે છે; [ચાલ્લાદ્રિના તત પુન:] અને સ્યાદ્વાદીનું જ્ઞાન તો, [‘યત તત્ તત્ રૂડું સ્વરુપત: તત' તિ] “જે તત્ છે તે સ્વરૂપથી તત્ છે (અર્થાત્ દરેક તત્ત્વને-વસ્તુને સ્વરૂપથી તત્પણું છે)” એવી માન્યતાને લીધે, [ટૂર-૩ન્મ-ધનસ્વમાવ–મરત:] અત્યંત પ્રગટ થયેલા જ્ઞાનઘનરૂપ સ્વભાવના ભારથી, [પૂર્ણ સમુન્મMતિ] સંપૂર્ણ ઉદિત (-પ્રગટ) થાય છે.
ભાવાર્થ- કોઈ સર્વથા એકાતી તો એમ માને છે કે ઘટજ્ઞાન ઘટના આધારે જ થાય છે માટે જ્ઞાન સર્વ પ્રકારે જ્ઞયો પર જ આધાર રાખે છે. આવું માનનાર એકાંતવાદીના જ્ઞાનને તો શયો પી ગયાં, જ્ઞાન પોતે કાંઈ ન રહ્યું. સ્યાદ્વાદી તો એમ માને છે કે-જ્ઞાન પોતાના સ્વરૂપથી તસ્વરૂપ જ (-જ્ઞાનસ્વરૂપ જ) છે, જ્ઞયાકાર થવા છતાં જ્ઞાનપણાને છોડતું નથી. આવી યથાર્થ અનેકાંત સમજણને લીધે સ્યાદવાદીને જ્ઞાન (અર્થાત્ જ્ઞાનસ્વરૂપ આત્મા) પ્રગટ પ્રકાશે છે.
આ પ્રમાણે સ્વરૂપથી તપણાનો ભંગ કહ્યો. ૨૪૮. ( હવે બીજા ભંગના કળશરૂપે કાવ્ય કહેવામાં આવે છે:-) શ્લોકાર્થઃ- [પશુ: ] પશુ અર્થાત્ સર્વથા એકાંતવાદી અજ્ઞાની, [ ‘વિશ્વ જ્ઞાનમ્'
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #348
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૩૩ર : પ્રવચન રત્નાકર ભાગ-૧)
(શાર્દૂલવિક્રીડિત) बाह्यार्थग्रहणस्वभावभरतो विष्वग्विचित्रोल्लसज्ज्ञेयाकारविशीर्णशक्तिरभितस्त्रुट्यन्पशुर्नश्यति । एकद्रव्यतया सदाप्युदितया भेदभ्रमं ध्वंसय
नेकं ज्ञानमबाधितानुभवनं पश्यत्यनेकान्तवित्।। २५० ।। ત પ્રતવર્ય ] “વિશ્વ જ્ઞાન છે (અર્થાત્ સર્વ શેયપદાર્થો આત્મા છે)' એમ વિચારીને [વનં સ્વતત્ત્વ–આશય દy] સર્વને (-સમસ્ત વિશ્વને) નિજતત્ત્વની આશાથી દેખીને [ વિશ્વમય: મૂત્વા] વિશ્વમય (-સમસ્ત જ્ઞયપદાર્થમય ) થઈને, [પશુ: રૂવ સ્વચ્છત્ત્વમ્ માવેeતે] ઢોરની માફક સ્વચ્છંદપણે ચેષ્ટા કરે છે-વર્તે છે; [પુન:] અને [ સ્વીકાર્ડી] સ્યાદવાદદર્શી તો (-સ્યાદ્વાદનો દેખનાર તો), [ ‘યત્ તત્ તત્ પરજીપત: તત્' રૂતિ] જે તત્ છે તે પરરૂપથી તત્ નથી (અર્થાત્ દરેક તત્ત્વને સ્વરૂપથી તત્પણું હોવા છતાં પરરૂપથી અતત્પણું છે)' એમ માનતો હોવાથી, [વિજાત મિન્ન- વિશ્વ-વિશ્વાદિi] વિશ્વથી ભિન્ન એવા અને વિશ્વથી (-વિશ્વના નિમિત્તથી) રચાયેલું હોવા છતાં વિશ્વરૂપ નહિ એવા (અર્થાત્ સમસ્ત ય વસ્તુઓના આકારે થવા છતાં સમસ્ત જ્ઞયવસ્તુથી ભિન્ન એવા) [ તરચ સ્વતત્ત્વ પૃશત્] પોતાના નિજતત્ત્વને સ્પર્શે છે-અનુભવે છે.
ભાવાર્થ:- એકાંતવાદી એમ માને છે કે વિશ્વ (-સમસ્ત વસ્તુઓ ) જ્ઞાનરૂપ અર્થાત્ પોતારૂપ છે. આ રીતે પોતાને અને વિશ્વને અભિન માનીને, પોતાને વિશ્વમય માનીને, એકાંતવાદી, ઢોરની જેમ હેય-ઉપાદેયના વિવેક વિના સર્વત્ર સ્વચ્છંદપણે પ્રવર્તે છે. સ્યાવાદી તો એમ માને છે કે-જે વસ્તુ પોતાના સ્વરૂપથી તસ્વરૂપ છે, તે જ વસ્તુ પરના સ્વરૂપથી અતસ્વરૂપ છે; માટે જ્ઞાન પોતાના સ્વરૂપથી તસ્વરૂપ છે, પરંતુ પર યોના સ્વરૂપથી અતસ્વરૂપ છે અર્થાત્ પર શેયોના આકારે થવા છતાં તેમનાથી ભિન્ન છે.
આ પ્રમાણે પરરૂપથી અતપણાનો ભંગ કહ્યો. ૨૪૯. (હવે ત્રીજા ભંગના કળશરૂપે કાવ્ય કહેવામાં આવે છે:-)
શ્લોકાર્થ- [પશુ: ] પશુ અર્થાત્ સર્વથા એકાંતવાદી અજ્ઞાની, [વીર્થં-૩૫ર્થપ્રણ–રવાવ–મરત:] બાહ્ય પદાર્થોને ગ્રહણ કરવાના ( જ્ઞાનના) સ્વભાવની અતિશયતાને લીધે, [વિષ્ય –વિવિત્ર––àયાવર–વિશીર્ષ–શ]િ ચારે તરફ (સર્વત્ર) પ્રગટ થતા અનેક પ્રકારના જ્ઞયાકારોથી જેની શક્તિ વિશીર્ણ થઈ ગઈ છે એવો થઈને ( અર્થાત્ અનેક શયોના આકારો જ્ઞાનમાં જણાતાં જ્ઞાનની શક્તિને છિન્નભિન્નખંડ-ખંડરૂપ-થઈ જતી માનીને) [fમત: _ત્યન] સમસ્તપણે તૂટી જતો થકો (અર્થાત્ ખંડખંડરૂપ-અનેકરૂપ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #349
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરિશિષ્ટ : ૩૩૩ (શાર્દૂનવિવ્રીહિત ) ज्ञेयाकारकलङ्कमेचकचिति प्रक्षालनं कल्पय न्नेकाकारचिकीर्षया स्फुटमपि ज्ञानं पशुर्नेच्छति । वैचित्र्येऽप्यविचित्रतामुपगतं ज्ञानं स्वतःक्षालितं
पर्यायैस्तदनेकतां परिमृशन् पश्यत्यनेकान्तवित्।। २५१ ।। થઈ જતો થકો) [ નશ્યતિ] નાશ પામે છે; [ કનેન્તિવિ7] અને અનેકાંતનો જાણનાર તો, [ સં. પિ સહિતી –દ્રવ્યતયા] સદાય ઉદિત (-પ્રકાશમાન) એકદ્રવ્યપણાને લીધે [ મેવશ્વનું ધ્વંસન] ભેદના ભ્રમને નષ્ટ કરતો થકો (અર્થાત્ શેયોના ભેદ જ્ઞાનમાં સર્વથા ભેદ પડી જાય છે એવા ભ્રમનો નાશ કરતો થકો), [99ગવાધિત–અનુભવન જ્ઞાનમ્ | જે એક છે (–સર્વથા અનેક નથી) અને જેનું અનુભવન નિબંધ છે એવા જ્ઞાનને [પશ્યતિ] દેખે છે-અનુભવે છે.
ભાવાર્થ- જ્ઞાન છે તે જ્ઞયોના આકારે પરિણમવાથી અનેક દેખાય છે, તેથી સર્વથા એકાંતવાદી તે જ્ઞાનને સર્વથા અનેક-ખંડખંડરૂપ-દેખતો થકો જ્ઞાનમય એવા પોતાનો નાશ કરે છે; અને સ્યાવાદી તો જ્ઞાનને, યાકાર થવા છતાં, સદા ઉદયમાન દ્રવ્યપણા વડે એક દેખે છે.
આ પ્રમાણે એકપણાનો ભંગ કહ્યો. ૨૫૦. (હવે ચોથા ભંગના કળશરૂપે કાવ્ય કહેવામાં આવે છે:-)
શ્લોકાર્થ- [ પશુ] પશુ અર્થાત્ સર્વથા એકાંતવાદી અજ્ઞાની, [ જ્ઞયાવર–વનમેવ—વિતિ પ્રક્ષાનનું છત્પયન] જ્ઞયકારોરૂપી કલંકથી (અનેકાકારરૂપ) મલિન એવા ચેતનમાં પ્રક્ષાલન કલ્પતો થકો ( અર્થાત્ ચેતનની અનેકાકારરૂપ મલિનતાને ધોઈ નાખવાનું કલ્પતો થકો), [[વાર–વિવશીર્ષય મ્ પિ જ્ઞાન ન ઋતિ] એકાકાર કરવાની ઇચ્છાથી જ્ઞાનને-જોકે તે જ્ઞાન અનેકાકારપણે પ્રગટ છે તોપણ ઇચ્છતો નથી (અર્થાત્ જ્ઞાનને સર્વથા એકાકાર માનીને જ્ઞાનનો અભાવ કરે છે); [ગનેન્તવિત] અને અનેકાંતનો જાણનાર તો, [પર્યાય: ત–અનેરુતાં પરિકૃશન] પર્યાયોથી જ્ઞાનની અનેક્તા જાણતો (અનુભવતો) થકો, [વૈચિત્ર્ય પિ વિચિત્રતા ૩૫તં જ્ઞાન] વિચિત્ર છતાં અવિચિત્રતાને પ્રાપ્ત (અર્થાત્ અનેકરૂપ છતાં એકરૂપ) એવા જ્ઞાનને [ સ્વત:ક્ષાનિત ] સ્વતઃક્ષાલિત (સ્વયમેવ ધોયેલું શુદ્ધ ) [ પશ્યતિ] અનુભવે છે.
ભાવાર્થ- એકાંતવાદી શેયાકારરૂપ (અનેકાકારરૂપ) જ્ઞાનને મલિન જાણી, તેને ધોઈને-તેમાંથી જ્ઞયાકારો દૂર કરીને, જ્ઞાનને જ્ઞયાકારો રહિત એક-આકારરૂપ કરવા ઇચ્છતો થકો, જ્ઞાનનો નાશ કરે છે; અને અનેકાંતી તો સત્યાર્થ વસ્તુસ્વભાવને જાણતો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #350
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
૩૩૪ : પ્રવચન રત્નાકર ભાગ-૧૦
(શાર્દૂનવિદ્રીડિત)
प्रत्यक्षालिखितस्फुटस्थिरपरद्रव्यास्तितावञ्चितः स्वद्रव्यानवलोकनेन परितः शून्य: पशुर्नश्यति । स्वद्रव्यास्तितया निरूप्य निपुणं सद्य: समुन्मज्जता स्याद्वादी तु विशुद्धबोधमहसा पूर्णो भवन् जीवति ।। २५२ ।। (શાર્દૂનવિદ્રીડિત)
सर्वद्रव्यमयं प्रपद्य पुरुषं दुर्वासनावासितः स्वद्रव्यभ्रमतः पशुः किल परद्रव्येषु विश्राम्यति । स्याद्वादी तु समस्तवस्तुषु परद्रव्यात्मना नास्तितां जानन्निर्मलशुद्धबोधमहिमा સ્વદ્રવ્યનેવાશ્રયેત્॥ ર૬૩।।
હોવાથી, જ્ઞાનને સ્વરૂપથી જ અનેકાકા૨૫ણું માને છે. આ પ્રમાણે અનેકપણાનો ભંગ કહ્યો. ૨૫૧.
(હવે પાંચમા ભંગના કળશરૂપે કાવ્ય કહેવામાં આવે છે:-)
શ્લોકાર્થ:- [ પશુ: ] પશુ અર્થાત્ સર્વથા એકાંતવાદી અજ્ઞાની, [પ્રત્યક્ષ-પ્રતિષિતદ—સ્થિર-પરદ્રવ્ય—અસ્તિતા—વચિત ] પ્રત્યક્ષ *આલિખિત એવાં પ્રગટ (–સ્થૂલ ) અને સ્થિર (નિશ્ચળ ) પરદ્રવ્યોના અસ્તિત્વથી ઠગાયો થકો, [ સ્વદ્રવ્યસનવોનેન પરિત: શૂન્ય: ] સ્વદ્રવ્યને (–આત્મદ્રવ્યના અસ્તિત્વને) નહિ દેખતો હોવાથી સમસ્તપણે શૂન્ય થયો થકો [નશ્યતિ] નાશ પામે છે; [ચાદાવી તુ] અને સ્યાદ્દાદી તો, [ સ્વદ્રવ્ય—અસ્તિતયા નિપુળ નિરુ] આત્માને સ્વદ્રવ્યરૂપે અસ્તિપણે નિપુણ રીતે અવલોક્ડો હોવાથી, [ સઘ: સમુન્નત્નતા વિશુદ્ધોધ—મહસા પૂર્ણ: ભવન્] તત્કાળ પ્રગટ થતા વિશુદ્ધ જ્ઞાનપ્રકાશ વડે પૂર્ણ થતો થકો [ નીવતિ] જીવે છે-નાશ પામતો નથી.
ભાવાર્થ:- એકાંતી બાહ્ય પરદ્રવ્યને પ્રત્યક્ષ દેખી તેનું અસ્તિત્વ માને છે, પરંતુ પોતાના આત્મદ્રવ્યને ઇંદ્રિયપ્રત્યક્ષ નહિ દેખતો હોવાથી તેને શૂન્ય માની આત્માનો નાશ કરે છે. સ્યાદ્વાદી તો જ્ઞાનરૂપી તેજથી પોતાના આત્માનું સ્વદ્રવ્યથી અસ્તિત્વ અવલોક્તો હોવાથી જીવે છે-પોતાનો નાશ કરતો નથી.
આ પ્રમાણે સ્વદ્રવ્ય-અપેક્ષાથી અસ્તિત્વનો (–સપણાનો ) ભંગ કહ્યો. ૨૫૨.
(હવે છઠ્ઠા ભંગના કળશરૂપે કાવ્ય કહેવામાં આવે છેઃ– )
શ્લોકાર્થ:- [ પશુ: ] પશુ અર્થાત્ સર્વથા એકાંતવાદી અજ્ઞાની, [ ટુર્વાસના-વાસિત: ]
* આલિખિત
આળેખાયેલાં; ચિત્રિત; સ્પર્શાતાં; જણાતાં.
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
=
Page #351
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરિશિષ્ટ : ૩૩૫
(શાર્દૂનવિક્રીડિત) भिन्नक्षेत्रनिषण्णबोध्यनियतव्यापारनिष्ठः सदा सीदत्येव बहि: पतन्तमभितः पश्यन्पुमांसं पशुः । स्वक्षेत्रास्तितया निरुद्धरभसः स्याद्वादवेदी पुन
स्तिष्ठत्यात्मनिखातबोध्यनियतव्यापारशक्तिर्भवन्।। २५४।। દુર્વાસનાથી (-કુનયની વાસનાથી) વાસિત થયો થકો, [પુરુષ સર્વદ્રવ્યમાં પ્રપદ્ય] આત્માને સર્વદ્રવ્યમય માનીને, [સ્વદ્રવ્ય-મમત: પરદ્રવ્યેષુ વિઝન વિશ્રામ્યતિ] (પદ્રવ્યોમાં) સ્વદ્રવ્યના ભ્રમથી પરદ્રવ્યોમાં વિશ્રામ કરે છે; [ રચાવી 1] અને સ્યાદ્વાદી તો, [સમસ્તવસ્તુપુ પ૨દ્રવ્યાત્મના નાસ્તિતાં નાન] સમસ્ત વસ્તુઓમાં પરદ્રવ્યસ્વરૂપે નાસ્તિત્વ જાણતો થકો, [નિર્મનં–શુદ્ધ-વોઈ–મહિના] જેનો શુદ્ધજ્ઞાનમહિમા નિર્મળ છે એવો વર્તતો થકો, [સ્વદ્રવ્યમ્ વ ગાશ્રયેત્] સ્વદ્રવ્યનો જ આશ્રય કરે છે.
ભાવાર્થ:- એકાંતવાદી આત્માને સર્વદ્રવ્યમય માનીને, આત્મામાં જે પરદ્રવ્યઅપેક્ષાએ નાસ્તિત્વ છે તેનો લોપ કરે છે; અને સ્યાદ્વાદી તો સર્વ પદાર્થોમાં પરદ્રવ્યઅપેક્ષાએ નાસ્તિત્વ માનીને નિજ દ્રવ્યમાં રમે છે.
આ પ્રમાણે પરદ્રવ્ય-અપેક્ષાથી નાસ્તિત્વનો (–અસપણાનો) ભંગ કહ્યો. ૨૫૩ (હવે સાતમા ભંગના કળશરૂપે કાવ્ય કહેવામાં આવે છે:-)
શ્લોકાર્થ:- [પશુ: ] પશુ અર્થાત્ સર્વથા એકાંતવાદી અજ્ઞાની, [ fમન્ન–ક્ષેત્રનિષU[–વોટ્ય-નિયત-વ્યાપાર–નિષ્ઠ:] ભિન્ન ક્ષેત્રમાં રહેલા શયપદાર્થોમાં જે યજ્ઞાયક સંબંધરૂપ નિશ્ચિત વ્યાપાર તેમાં પ્રવર્તતો થકો, [પુમાંસ મિત: વદિ: પતન્ત પશ્યન] આત્માને સમસ્તપણે બહાર (પરક્ષેત્રમાં) પડતો દેખીને (-સ્વક્ષેત્રથી આત્માનું અસ્તિત્વ નહિ માનીને) [ નીતિ ] સદા નાશ પામે છે; [ચાવવી પુન:] અને સ્યાદ્વાદનો જાણનાર તો, [ સ્વક્ષેત્ર–સ્તિતયાં નિરુદ્ધ-રમસ: ] સ્વક્ષેત્રથી અસ્તિપણાને લીધે જેનો વેગ રોકાયેલો છે એવો થયો થકો (અર્થાત્ સ્વક્ષેત્રમાં વર્તતો થકો ), [ ત્મિનિરવાત-વોચ્ચ–નિયત–વ્યાપાર–શ$િ: મવન] આત્મામાં જ આકારરૂપ થયેલાં શયોમાં નિશ્ચિત વ્યાપારની શક્તિવાળો થઈને, [ તિતિ] ટકે છે-જીવે છે ( –નષ્ટ થતો નથી).
ભાવાર્થ- એકાંતવાદી ભિન્ન ક્ષેત્રમાં રહેલા જ્ઞય પદાર્થોને જાણવાના કાર્યમાં પ્રવર્તતાં આત્માને બહાર પડતો જ માનીને, (સ્વક્ષેત્રથી અસ્તિત્વ નહિ માનીને,) પોતાને નષ્ટ કરે છે, અને સ્યાદ્વાદી તો, “પરક્ષેત્રમાં રહેલાં જ્ઞયોને જાણતાં પોતાના ક્ષેત્રમાં રહેલો આત્મા સ્વક્ષેત્રથી અસ્તિત્વ ધારે છે” એમ માનતો થકો ટકી રહે છે-નાશ પામતો નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #352
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૩૬ : પ્રવચન રત્નાકર ભાગ-૧૦
(શાર્દૂલવિક્રીડિત) स्वक्षेत्रस्थितये पृथग्विधपरक्षेत्रस्थितार्थोज्झनात् तुच्छीभूय पशुः प्रणश्यति चिदाकारान् सहाथैर्वमन् । स्याद्वादी तु वसन् स्वधामनि परक्षेत्रे विदन्नास्तितां
त्यक्तार्थोऽपि न तुच्छतामनुभवत्याकारकर्षी परान्।। २५५ ।। આ પ્રમાણે સ્વક્ષેત્રથી અસ્તિત્વનો ભંગ કહ્યો. ૨૫૪. (હવે આઠમા ભંગના કળશરૂપે કાવ્ય કહેવામાં આવે છે:-)
શ્લોકાર્થ- [ પશુ: ] પશુ અર્થાત્ સર્વથા એકાંતવાદી અજ્ઞાની, [ સ્વક્ષેત્રસ્થિત પૃથવિધ–પરક્ષેત્ર-રિસ્થત–૩૫ર્ગ–૩નાત ] સ્વક્ષેત્રમાં રહેવા માટે જુદા જુદા પરક્ષેત્રમાં રહેલા શેય પદાર્થોને છોડવાથી, [ અર્થે. હું રિછોરીન વમન ] ય પદાર્થોની સાથે ચૈતન્યના આકારોને પણ વમી નાખતો થકો (અર્થાત્ શેય પદાર્થોના નિમિત્તે ચૈતન્યમાં જે આકારો થાય છે તેમને પણ છોડી દેતો થકો) [ તુચ્છીમૂય] તુચ્છ થઈને [ણ્યતિ] નાશ પામે છે; [ચકાવી તુ] અને સ્યાદવાદી તો [સ્વધામનિ વસન] સ્વક્ષેત્રમાં રહેતો, [ પરક્ષેત્રે નાસ્તિતાં વિન] પરક્ષેત્રમાં પોતાનું નાસ્તિત્વ જાણતો થકો, [ત્યજી–31ર્થ: મgિ] (પરક્ષેત્રમાં રહેલા) જ્ઞય પદાર્થોને છોડતાં છતાં [પાન કા વારવર્ષી] તે પર પદાર્થોમાંથી ચૈતન્યના આકારોને ખેંચતો હોવાથી (અર્થાત્ જ્ઞય પદાર્થોના નિમિત્તે થતા ચૈતન્યના આકારોને છોડતો નહિ હોવાથી) [તુચ્છતા–અનુમવતિ ન] તુચ્છતા પામતો નથી.
ભાવાર્થ- “પરક્ષેત્રમાં રહેલા જ્ઞય પદાર્થોના આકારે ચૈતન્યના આકારો થાય છે તેમને જો હું પોતાના કરીશ તો સ્વક્ષેત્રમાં જ રહેવાને બદલે પરક્ષેત્રમાં પણ વ્યાપી જઈશ” એમ માનીને અજ્ઞાની એકાંતવાદી પરક્ષેત્રમાં રહેલા જ્ઞય પદાર્થોની સાથે સાથે ચૈતન્યના આકારોને પણ છોડી દે છે; એ રીતે પોતે ચૈતન્યના આકારો રહિત તુચ્છ થાય છે, નાશ પામે છે. સ્યાદ્વાદી તો સ્વક્ષેત્રમાં રહેતો, પરક્ષેત્રમાં પોતાની નાસ્તિતા જાણતો થકો, જ્ઞય પદાર્થોને છોડતાં છતાં ચૈતન્યના આકારોને છોડતો નથી, માટે તે તુચ્છ થતો નથી, નાશ પામતો નથી.
આ પ્રમાણે પરક્ષેત્રની અપેક્ષાથી નાસ્તિત્વનો ભંગ કહ્યો. ર૫૫. (હવે નવમા ભંગના કળશરૂપે કાવ્ય કહેવામાં આવે છે:-)
શ્લોકાર્થ- [ પશુ: ] પશુ અર્થાત્ એકાંતવાદી અજ્ઞાની, [ પૂર્વ–શાન્વિત-વોથ્યનાશ-સમયે જ્ઞાનસ્થ નાશ વિન] પૂર્વાલંબિત શેય પદાર્થોના નાશ સમયે જ્ઞાનનો પણ નાશ જાણતો થકો, [ન સૈિન પિ ય] એ રીતે જ્ઞાનને કાંઈ પણ વસ્તુ ) નહિ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #353
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
परिशिष्ट : 339 (शार्दूलविक्रीडित) पूर्वालम्बितबोध्यनाशसमये ज्ञानस्य नाशं विदन् सीदत्येव न किञ्चनापि कलयन्नत्यन्ततुच्छ: पशुः । अस्तित्वं निजकालतोऽस्य कलयन स्याद्वादवेदी पुनः पूर्णस्तिष्ठति बाह्यवस्तुषु मुहुर्भूत्वा विनश्यत्स्वपि।। २५६ ।।
(शार्दूलविक्रीडित) अर्थालम्बनकाल एव कलयन् ज्ञानस्य सत्त्वं बहि ज़ैयालम्बनलालसेन मनसा भ्राम्यन् पशुर्नश्यति। नास्तित्वं परकालतोऽस्य कलयन् स्याद्वादवेदी पुनस्तिष्ठत्यात्मनिखातनित्यसहजज्ञानैकपुञ्जीभवन् ।२५७।।
तो थो (अर्थात नवस्तुनु अस्तित्व ४ नहि मानतो थी ), [अत्यन्त-तुच्छ:] अत्यंत तु२७ थयो यो [ सीदति एव] ॥ ५॥ छ; [ स्याद्वादवेदी पुनः] अने. स्य॥६॥नो एन२. तो [अस्य निज-कालतः अस्तित्वं कलयन् ] सामान नि४
थी. मस्तित्व. तो थो, [ बाह्यवस्तुषु मुहुः भूत्वा विनश्यत्सु अपि ] नाय. वस्तुमा पारंवार छने । मता छत ५९, [ पूर्ण: तिष्ठति ] पोते पू। २६ छ.
ભાવાર્થ- પહેલાં જે શેય પદાર્થો જાણ્યા હતા તે ઉત્તર કાળમાં નાશ પામી ગયા; તેમને દેખી એકાંતવાદી પોતાના જ્ઞાનનો પણ નાશ માની અજ્ઞાની થયો થકો આત્માનો નાશ કરે છે. સ્યાદ્વાદી તો, જ્ઞય પદાર્થો નષ્ટ થતાં પણ, પોતાનું અસ્તિત્વ પોતાના કાળથી જ માનતો થકો નષ્ટ થતો નથી.
આ પ્રમાણે સ્વકાળ-અપેક્ષાથી અસ્તિત્વનો ભંગ કહ્યો. ૨૫૬. (६३. ६समा मंगन१२३५ १०य ठेवामां आवे छ:-)
Reोर्थ:- [ पशुः ] पशु अर्थात, मशानी मेital, [ अर्थ-आलम्बन-काले एव ज्ञानस्य सत्त्वं कलयन् ] शेय ५ोंन। सातजन आणे ४ ननु अस्तित्व
तो यओ, [ बहि:- ज्ञेय-आलम्बन-लालसेन मनसा भ्राम्यन् ] ! शेयोन। सासंबनना main वित्तथी (५६२) ममतो थो [ नश्यति ] न॥ ५॥ छ; [ स्याद्वादवेदी पुनः ] भने
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #354
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૩૩૮ : પ્રવચન રત્નાકર ભાગ-૧)
(શાર્દૂનવિવ્રીહિત ) विश्रान्तः परभावभावकलनान्नित्यं बहिर्वस्तुषु नश्यत्येव पशुः स्वभावमहिमन्येकान्तनिश्चेतन: सर्वस्मान्नियतस्वभावभवनज्ञानाद्विभक्तो भवन्
स्याद्वादी तु न नाशमेति सहजस्पष्टीकृतप्रत्ययः ।। २५८ ।। સ્યાદ્વાદનો જાણનાર તો [૫ર–વનિત: સભ્ય નાસ્તિત્વ વનયન] પરકાળથી આત્માનું નાસ્તિત્વ જાણતો થકો, [કાત્મ–નિરવત-નિત્યસહ-જ્ઞાન––પુષ્પીભવન ] આત્મામાં દઢપણે રહેલા નિત્ય સહજ જ્ઞાનના એક પુંજરૂપ વર્તતો થકો [ તિતિ] ટકે છેનષ્ટ થતો નથી.
ભાવાર્થ- એકાંતી જ્ઞયોના આલંબનકાળે જ જ્ઞાનનું સતપણે જાણે છે તેથી જ્ઞયોના આલંબનમાં મનને જોડી બહાર ભમતો થકો નષ્ટ થાય છે. સ્યાદ્વાદી તો પર શયોના કાળથી પોતાનું નાસ્તિત્વ જાણે છે, પોતાના જ કાળથી પોતાનું અસ્તિત્વ જાણે છે તેથી શેયોથી જુદા એવા જ્ઞાનના પુંજરૂપ વર્તતો થકો નષ્ટ થતો નથી.
આ પ્રમાણે પરકાળ-અપેક્ષાએ નાસ્તિત્વનો ભંગ કહ્યો. ૨૫૭. (હવે અગિયારમા ભંગના કળશરૂપે કાવ્ય કહેવામાં આવે છે:-).
શ્લોકાર્થ- [ પશુ: ] પશુ અર્થાત્ એકાંતવાદી અજ્ઞાની, [પરમાવ–માવ–નૈનાત] પરભાવોના ભવનને જ જાણતો હોવાથી, (એ રીતે પરભાવોથી જ પોતાનું અસ્તિત્વ માનતો હોવાથી,) [ નિત્ય વહિ- વસ્તુપુ વિશ્રાન્ત:] સદાય બાહ્ય વસ્તુઓમાં વિશ્રામ કરતો થકો, [સ્વભાવ–મહિને પાન્ત–નિચેતન:] (પોતાના) સ્વભાવના મહિનામાં અત્યંત નિચેતન (જડ) વર્તતો થકો, [નશ્યતિ ઈવ] નાશ પામે છે; [ચોકાવી તુ] અને સ્યાદ્વાદી તો [ નિયત–સ્વભાવ–મવન–જ્ઞાનતિ સર્વન્માત્ વિમ): ભવન] (પોતાના) નિયત સ્વભાવના ભવનસ્વરૂપ જ્ઞાનને લીધે સર્વથી (–સર્વ પરભાવોથી) ભિન્ન વર્તતો થકો, [ સહન–સ્વીકૃત–પ્રત્યય:] જેણે સહુજ સ્વભાવનું પ્રતીતિરૂપ જાણપણું સ્પષ્ટપ્રત્યક્ષ-અનુભવરૂપ કર્યું છે એવો થયો થકો, [નાશ પતિ ન] નાશ પામતો નથી.
ભાવાર્થ- એકાંતવાદી પરભાવોથી જ પોતાનું સપણું માનતો હોવાથી બાહ્ય વસ્તુઓમાં વિશ્રામ કરતો થકો આત્માનો નાશ કરે છે, અને સ્યાદ્વાદી તો, જ્ઞાનભાવ mયાકાર થવા છતાં જ્ઞાનભાવનું સ્વભાવથી અસ્તિત્વ જાણતો થકો, આત્માનો નાશ કરતો નથી.
આ પ્રમાણે સ્વ-ભાવની (પોતાના ભાવની) અપેક્ષાથી અસ્તિત્વનો ભંગ કહ્યો.
૨૫૮.
(હવે બારમા ભંગના કળશરૂપે કાવ્ય કહેવામાં આવે છે:-)
* ભવન = અસ્તિત્વઃ પરિણમન.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #355
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
परिशिष्ट: 336
(शार्दूलविक्रीडित) अध्यास्यात्मनि सर्वभावभवनं शुद्धस्वभावच्युतः सर्वत्राप्यनिवारितो गतभयः स्वैरं पशुः क्रीडति । स्याद्वादी तु विशुद्ध एव लसति स्वस्य स्वभावं भरादारूढ: परभावभावविरहव्यालोकनिष्कम्पितः।। २५९ ।।
(शार्दूलविक्रीडित) प्रादुर्भावविराममुद्रितवहज्ज्ञानांशनानात्मना निर्ज्ञानात्क्षणभङ्गसङ्गपतितः प्रायः पशुर्नश्यति । स्याद्वादी तु चिदात्मना परिमृशंश्चिद्वस्तु नित्योदितं
टोत्कीर्णघनस्वभावमहिम ज्ञानं भवन् जीवति।। २६०।। asnर्थ:- [ पशुः ] पशु अर्थात् मानी situal, [ सर्व-भाव-भवनं आत्मनि अध्यास्य शुद्ध-स्वभाव-च्युतः ] सर्व भावो३५ भवननो आत्मामा अध्यास. पुरीने (अर्थात् સર્વ જ્ઞય પદાર્થોના ભાવરૂપે આત્મા છે એમ માનીને) શુદ્ધ સ્વભાવથી શ્રુત થયો થકો, [ अनिवारितः सर्वत्र अपि स्वैरं गतभयः क्रीडति] ओ ५२भावने ही ज्या विना सर्व ५२.मायोमा स्व ताथी निर्भयपणे (नि:शं४५) 9.२. छ; [ स्याद्वादी तु] भने स्यावाही तो [ स्वस्य स्वभावं भरात् आरूढः ] पोताना स्वभावमा अत्यंत म॥३० थयो थी, [परभाव-भाव-विरह-व्यालोक-निष्कम्पितः ] ५२मायो३५ भवनन। अमावनी दृष्टिने सीधे (અર્થાત્ આત્મા પરદ્રવ્યોના ભાવો રૂપ નથી એમ દેખતો હોવાથી) નિષ્ક્રપ વર્તતો થકો, [ विशुद्धः एव लसति ] शुद्ध ४ विरा४ छ.
ભાવાર્થ:- એકાંતવાદી સર્વ પરભાવોને પોતારૂપ જાણીને પોતાના શુદ્ધ સ્વભાવથી વ્યુત થયો થકો સર્વત્ર (સર્વ પરભાવોમાં) સ્વેચ્છાચારીપણે નિઃશંક રીતે વર્તે છે અને સ્યાદ્વાદી
રભાવોને જાણતાં છતાં, પોતાના શુદ્ધ જ્ઞાનસ્વભાવને સર્વ પરભાવોથી ભિન્ન અનુભવતો. થકો શોભે છે.
આ પ્રમાણે પરભાવ-અપેક્ષાથી નાસ્તિત્વનો ભંગ કહ્યો. ર૫૯. (ये. ते२मा मंगना श३५ ७व्य ठेवामां आवे छ:-)
सोडार्थ:- [ पशुः ] पशु अर्थात् मेsidual Huनी, [ प्रादुर्भाव-विराम–मुद्रितवहत्-ज्ञान-अंश-नाना-आत्मना निर्ज्ञानात् ] 3405-व्ययथीक्षित सेवा ४ पहेत। (પરિણમતા) જ્ઞાનના અંશો તે-રૂપ અનેકાત્મકપણા વડ જ (આત્માનો) નિર્ણય અર્થાત્ જ્ઞાન ४२तो थी, [क्षणभङ्ग-सङ्ग-पतित:] *क्षाभंगन। संगम ५७सो, [प्रायः नश्यति] બાહુલ્યપણે
* क्षणभंग = क्ष क्ष यतो नाश; क्षणभंगुरता; अनित्यता.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #356
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૩૪) : પ્રવચન રત્નાકર ભાગ-૧)
(શાર્દૂનવિવ્રીહિત) टोत्कीर्णविशुद्धबोधविसराकारात्मतत्त्वाशया वाञ्छत्युच्छलदच्छचित्परिणतेर्भिन्नं पशु: किञ्चन । ज्ञान नित्यमनित्यतापरिगमेऽप्यासादयत्युज्ज्वलं
स्याद्वादी तदनित्यतां परिमृशंश्चिद्वस्तुवृत्तिक्रमात्।। २६१।। નાશ પામે છે; [ ચોદાવી તુ] અને સ્યાદ્વાદી તો [f–માત્મા વિવસ્તુ નિત્યલવિત પરિકૃશત્] ચૈતન્યાત્મકપણા વડ ચૈતન્યવહુને નિત્ય-ઉદિત અનુભવતો થકો, [ટફોન્કીર્ણ—–સ્વભાવ-મહિમ જ્ઞાન ભવન] ટંકોત્કીર્ણઘનસ્વભાવ (-ટંકોત્કીર્ણપિંડરૂપ સ્વભાવ) જેનો મહિમા છે એવા જ્ઞાનરૂપ વર્તતો, [નીવતિ] જીવે છે.
ભાવાર્થ- એકાંતવાદી શેયોના આકાર અનુસાર જ્ઞાનને ઊપજતું-વિણસતું દેખીને, અનિત્ય પર્યાયો દ્વારા આત્માને સર્વથા અનિત્ય માનતો થતો, પોતાને નષ્ટ કરે છે; અને સ્યાદ્વાદી તો, જોકે જ્ઞાન શયો અનુસાર ઊપજ-વિણસે છે તોપણ, ચૈતન્યભાવનો નિત્ય ઉદય અનુભવતો થકો જીવે છે-નાશ પામતો નથી.
આ પ્રમાણે નિયત્વનો ભંગ કહ્યો. ર૬૦. (હવે ચૌદમા ભંગના કળશરૂપે કાવ્ય કહેવામાં આવે છે:-)
શ્લોકાર્થઃ- [પશુ: ] પશુ અર્થાત્ એકાંતવાદી અજ્ઞાની, [ ટોસ્ફીf–વિશુદ્ધવોઈ-વિસર– ર––તત્ત્વ–શયા] ટંકોત્કીર્ણ વિશુદ્ધ જ્ઞાનના ફલાવરૂપ એક આકાર (સર્વથા નિત્ય ) આત્મતત્ત્વની આશાથી, | ઉછરંત––વિત્પરિણતે. મિનું વિઝન વચ્છિતિ] ઊછળતી નિર્મળ ચૈતન્યપરિણતિથી જુદું કાંઈક (આત્મતત્ત્વને) ઇચ્છે છે (પરંતુ એવું કોઈ આત્મતત્ત્વ છે નહિ); [ ચાવી] અને સ્યાદ્વાદી તો, [રિ–વસ્તુ– વૃત્તિ-માત ત–નિત્યતાં પરિસૃશન ] ચૈતન્યવહુની વૃત્તિના (-પરિણતિના, પર્યાયના) ક્રમ દ્વારા તેની અનિત્યતાને અનુભવતો થકો, [ નિત્ય જ્ઞાનું નિયંતી પરિડાને સપિ ૩ગ્વન નાસાયતિ] નિત્ય એવા જ્ઞાનને અનિત્યતાથી વ્યાપ્ત છતાં ઉજ્વળ (-નિર્મળ ) માને છે–અનુભવે છે.
ભાવાર્થ:- એકાંતવાદી જ્ઞાનને સર્વથા એકાકાર-નિત્ય પ્રાપ્ત કરવાની વાંછાથી, ઊપજતી–વિણસતી ચૈતન્યપરિણતિથી જુદું કાંઈક જ્ઞાનને ઇચ્છે છે; પરંતુ પરિણામ સિવાય જુદો કોઈ પરિણામી તો હોતો નથી. સ્યાદ્વાદી તો એમ માને છે કે-જોકે દ્રવ્ય જ્ઞાન નિત્ય છે તોપણ ક્રમશઃ ઊપજતી-વિણસતી ચૈતન્યપરિણતિના ક્રમને લીધે જ્ઞાન અનિત્ય પણ છે; એવો જ વસ્તુસ્વભાવ છે.
આ પ્રમાણે અનિત્યત્વનો ભંગ કહ્યો. ર૬૧. પૂર્વોક્ત રીતે અનેકાંત, અજ્ઞાનથી મૂઢ થયેલા જીવોને જ્ઞાનમાત્ર આત્મતત્ત્વ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #357
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરિશિષ્ટ : ૩૪૧
(અનુષ્ટ્રમ) इत्यज्ञानविमूढानां ज्ञानमात्रं प्रसाधयन्। आत्मतत्त्वमनेकान्तः स्वयमेवानुभूयते।। २६२।।
(અનુષ્ટ્રમ) एवं तत्त्वव्यवस्थित्या स्वं व्यवस्थापयन् स्वयम्।
अलञ्चयं शासनं जैनमनेकान्तो व्यवस्थितः।। २६३।। પ્રસિદ્ધ કરી દે છે–સમજાવી દે છે” એવા અર્થનું કાવ્ય હવે કહેવામાં આવે છે:
શ્લોકાર્થઃ- [ તિ] આ રીતે [ અનેકાન્ત: અનેકાંત અર્થાત્ સ્યાદ્વાદ [ જ્ઞાન– વિમૂઢાના જ્ઞાનમાત્ર માત્મતત્ત્વમ્ પ્રથય] અજ્ઞાનમૂઢ પ્રાણીઓને જ્ઞાનમાત્ર આત્મતત્ત્વ પ્રસિદ્ધ કરતો [ સ્વયમેવ અનુભૂયતે ] સ્વયમેવ અનુભવાય છે.
ભાવાર્થ:- જ્ઞાનમાત્ર આત્મવસ્તુ અનેકાંતમય છે. પરંતુ અનાદિ કાળથી પ્રાણીઓ પોતાની મેળે અથવા તો એકાંતવાદનો ઉપદેશ સાંભળીને જ્ઞાનમાત્ર આત્મતત્ત્વ અનેક પ્રકારે પક્ષપાત કરી જ્ઞાનમાત્ર આત્મતત્ત્વનો નાશ કરે છે. તેમને (અજ્ઞાની જીવોને ) સ્યાદ્વાદ જ્ઞાનમાત્ર આત્મતત્ત્વનું અનેકાંતસ્વરૂપપણું પ્રગટ કરે છે–સમજાવે છે. જો પોતાના આત્મા તરફ દેખી અનુભવ કરી જોવામાં આવે તો (સ્યાદ્વાદના ઉપદેશ અનુસાર) જ્ઞાનમાત્ર આત્મવસ્તુ આપોઆપ અનેક ધર્મોવાળી પ્રત્યક્ષ અનુભવગોચર થાય. છે. માટે હું પ્રવીણ પુરુષો ! તમે જ્ઞાનને તસ્વરૂપ, અતસ્વરૂપ, એકસ્વરૂપ, અનેકસ્વરૂપ, પોતાના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી સસ્વરૂપ, પરના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી અસલ્વરૂપ, નિત્યસ્વરૂપ, અનિત્યસ્વરૂપ ઇત્યાદિ અનેક ધર્મસ્વરૂપ પ્રત્યક્ષ અનુભવગોચર કરી પ્રતીતિમાં લાવો. એ જ સમ્યજ્ઞાન છે. સર્વથા એકાંત માનવું તે મિથ્યાજ્ઞાન છે. ર૬ર.
“પૂર્વોક્ત રીતે વસ્તુનું સ્વરૂપ અનેકાંતમય હોવાથી અનેકાંત અર્થાત્ સ્યાદ્વાદ સિદ્ધ થયો’ એવા અર્થનું કાવ્ય હવે કહેવામાં આવે છે –
શ્લોકાર્થ:- [gd] આ રીતે [ અનેકાન્ત:] અનેકાંત- [ નૈનમ નવં શાસન- ] કે જે જિનદેવનું અલંધ્ય (કોઈથી તોડી ન શકાય એવું) શાસન છે તે- [ તત્ત્વવ્યવસ્થિત્વી] વસ્તુના યથાર્થ સ્વરૂપની વ્યવસ્થિતિ (વ્યવસ્થા) વડ [સ્વયમ્ સ્વ વ્યવસ્થાપન] પોતે પોતાને સ્થાપિત કરતો થકો [વ્યવસ્થિત:] સ્થિત થયો-નિશ્ચિત ઠર્યો-સિદ્ધ થયો.
ભાવાર્થ- અનેકાંત અર્થાત્ સ્યાદ્વાદ, જેવું વસ્તુનું સ્વરૂપ છે તેવું જ સ્થાપન કરતો થકો, આપોઆપ સિદ્ધ થયો. તે અનેકાંત જ નિબંધ જિનમત છે અને યથાર્થ વસ્તુસ્થિતિનો કહેનાર છે કાંઈ કોઈએ અસત્ કલ્પનાથી વચનમાત્ર પ્રલાપ કર્યો નથી. માટે હું નિપુણ પુરુષો! સારી રીતે વિચાર કરી પ્રત્યક્ષ અનુમાન-પ્રમાણથી અનુભવ કરી જાઓ. ર૬૩.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #358
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૪૨ : પ્રવચન રત્નાકર ભાગ-૧૦
સમયસાર પરિશિષ્ટ
‘અહીં સુધીમાં ભગવાન કુંદકુંદાચાર્યની ૪૧૫ ગાથાઓનું વ્યાખ્યાન ટીકાકાર શ્રી અમૃતચંદ્રાચાર્યદેવે કર્યું અને તે વ્યાખ્યાનમાં કળશરૂપે તથા સૂચનકારૂપે ૨૪૬ કાવ્યો કહ્યાં. હવે ટીકાકાર આચાર્યદેવે વિચાર્યું કે- આ શાસ્ત્રમાં જ્ઞાનને પ્રધાન કરીને જ્ઞાનમાત્ર આત્મા કહેતા આવ્યા છીએ; તેથી કોઈ તર્ક કરશે કે “જૈનમત તો સ્યાદ્વાદ છે; તો પછી આત્માને જ્ઞાનમાત્ર કહેવાથી શું એકાન્ત આવી જતો નથી ? અર્થાત્ સ્યાદ્વાદ સાથે વિરોધ આવતો નથી ? વળી એક જ જ્ઞાનમાં ઉપાયતત્ત્વ અને ઉ૫યતત્ત્વ એ બન્ને કઈ રીતે ઘટે છે?” -આમ તર્ક કોઈને થશે. માટે આવા તર્કનું નિરાકરણ કરવાને ટીકાકાર આચાર્યદેવ હવે પરિશિષ્ટરૂપે થોડું કહે છે. તેમાં પ્રથમ શ્લોક કહે છેઃ– ’
* કળશ ૨૪૭ : શ્લોકાર્થ ઉ૫૨નું પ્રવચન *
–
ગ્રંથ' અહીં ‘ચાદાવ-શુદ્ધિ-અર્થ ’ સ્યાદ્વાદની શુદ્ધિને અર્થે ‘વસ્તુ-તત્ત્વવ્યવસ્થિતિ:' વસ્તુ તત્ત્વની વ્યવસ્થા ‘૬' અને ‘ ઉપાય-૩પેય—ભાવ:' (એક જ જ્ઞાનમાં ઉપાયપણું અને ઉપેયપણું કઈ રીતે ઘટે છે તે બતાવવા) ઉપાય-ઉપયભાવ ‘માદ્ ભૂય: અપિ' જરા ફરીને પણ ‘વિન્યતે’ વિચારવામાં આવે છે.
F
જુઓ, જેવી ભગવાને કેવળજ્ઞાનમાં આત્મવસ્તુ જોઈ તેની સિદ્ધિ અર્થે પૂર્વે સમયસારમાં ભરપુર કહેવાઈ ગયું છે; તો પણ ટીકાકાર આચાર્ય ભગવાન ફરીને કાંઈક વિચાર આવતાં વિશેષ કહે છે. શું? કે સ્યાદ્વાદની શુદ્ધિ અર્થે વસ્તુ તત્ત્વની જે વ્યવસ્થા તે વિશેષ કહે છે. તેમાં ‘સ્યાત્' એટલે કોઈ અપેક્ષાએ અને ‘વાદ' એટલે કથન. અહાહા....! આત્મા જે અનેકાન્તમય વસ્તુ છે તેનું અપેક્ષાએ કથન કરવું તેનું નામ સ્યાદ્વાદ છે. અનેકાન્તમય વસ્તુને અપેક્ષા વડે કહેનારી શૈલિ તે સ્યાદ્વાદ છે.
શિષ્યનો તર્ક છે ને? કે આખા સમયસારમાં તમે આત્માને જ્ઞાનમાત્ર વસ્તુ કહેતા આવ્યા છો તો તેમાં એકાંત થઈ જતું નથી? તો કહે છે-ના, એકાંત થઈ જતું નથી, અનેકાન્ત સિદ્ધ થાય છે. કેવી રીતે તે સમજાવે છે: જ્ઞાનમાત્રવસ્તુ આત્મા આત્માપણે છે, ને શરી૨, મન, વાણી કે રાગાદિ પરશેયપણે નથી એમ અનેકાન્ત સિદ્ધ થાય છે. આત્મા સ્વપણે છે તે અસ્તિ અને પરશેયપણે નથી તે નાસ્તિ-એમ અસ્તિ-નાસ્તિરૂપ અનેક ધર્મ સિદ્ધ થાય છે, અને એનું જ નામ વસ્તુનું અનેકાન્તસ્વરૂપ છે. અહાહા....! જે છે તે નથી એ જ અનેકાન્ત છે અને તેનું કથન કરનાર સ્યાદ્વાદ છે. સમજાણું કાંઈ....! અહાહા! વસ્તુમાં વસ્તુપણાની નીપજાવનારી પરસ્પર બે વિરુદ્ધ શક્તિઓનું એકી સાથે પ્રકાશવું તે અનેકાન્ત છે; અર્થાત્ અનંતધર્મમય વસ્તુ પોતે જ અનેકાન્તસ્વરૂપ છે.
ધર્મ એટલે ત્રિકાળી આત્માના આશ્રયે સમ્યગ્દર્શનાદિરૂપે ધર્મ પ્રગટ થાય એની અહીં વાત નથી. વસ્તુએ ધારી રાખેલો ભાવ એને અહીં ધર્મ કહ્યો છે. એ રીતે ગુણ
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
Page #359
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરિશિષ્ટ : ૩૪૩ અને પર્યાય એ બન્નેને અહીં ધર્મ કહ્યો છે. પુણ્ય-પાપના ભાવને પણ એક સમયની પર્યાયમાં ધારી રાખ્યા છે માટે તેને પણ ધર્મ કહીએ છીએ. અહીં અસ્તિ-નાસ્તિ, એકઅનેક, નિત્ય-અનિત્ય આદિ ધર્મના ૧૪ બોલ લઈને સ્યાદ્વાદને સિદ્ધ કરશે.
આત્મા જ્ઞાનમાત્ર છે એમ કહ્યું એમાં શરીરાદિ પરયોની નાસ્તિ આવી જાય છે. આમ જ્ઞાનમાત્ર વસ્તુ આત્મામાં અનેક ધર્મ આવી જાય છે. જ્ઞાનમાત્ર વસ્તુ આત્મા છે તે દ્રવ્ય અપેક્ષા નિત્ય છે, પર્યાય અપેક્ષા અનિત્ય છે. આમ નિત્ય-અનિત્ય ધર્મ વસ્તુમાં સમાઈ જાય છે. “જ્ઞાન છે” એમ કહેતાં જ તેમાં અસ્તિપણું ને ભેગું વસ્તુપણું આવી જાય છે. “જ્ઞાન છે' એમ કહેતાં તે ય પણ થાય એવું પ્રમેયપણું ભેગું આવી જાય છે. વળી જ્ઞાન છે' એમ કહેતાં જ્ઞાન સાથે ભેગું સુખ પણ આવી ગયું; કેમકે જ્ઞાન અર્થાત્ જાણવું-જાણવું-જાણવું એવો જે ભાવ તે સહજ હોવાથી અનાકુળ આનંદમય છે. એ રીતે એમાં ભેગો આનંદ-સુખ પણ આવી જાય છે. અહા ! આવી વાત જૈન પરમેશ્વર વીતરાગ સર્વજ્ઞના માર્ગ સિવાય બીજે ક્યાંય નથી.
અહો ! ત્રણકાળ-ત્રણલોકને જાણવાનું સામર્થ્ય જેને પર્યાયમાં પ્રગટ થયું તે સર્વજ્ઞ વીતરાગ પરમેશ્વર અરિહંત પરમાત્માએ જેવું વસ્તુસ્વરૂપ જાણ્યું તેવું જગત પાસે વિના ઈચ્છા જાહેર કર્યું. ભગવાન અરિહંતદેવને ઈચ્છા હોતી નથી, કેમકે એ તો પૂર્ણ વીતરાગ હોય છે. ઇચ્છા વિના જ તેઓને 3ૐધ્વનિ –દિવ્યધ્વનિ નીકળે છે. એ વાણીમાંથી સંતમુનિવરોએ શાસ્ત્ર રચ્યાં અને તેમાં અનેકાન્તમય વસ્તુના સ્વરૂપનું વર્ણન કર્યું. કેવી રીતે? તો કહે છે-સ્યાદ્વાદ પદ્ધતિથી.
અહા ! વસ્તુ છે' એમ કહેતાં જ તેમાં પરની નાસ્તિ આવી જાય છે. જુઓ, આ આંગળી છે એમ કહેતાં જ એમાં બીજી આંગળી નથી એમ ભેગું આવી જાય છે. જો એમ ન સ્વીકારે તો વસ્તુ જ સિદ્ધ નહિ થાય, બે વસ્તુ જુદી સિદ્ધ નહિ થાય; બધું જ ભેળસેળ થઈ જશે. તેવી રીતે ભગવાન આત્મા જ્ઞાતા-દષ્ટા પ્રભુ જ્ઞાનમાત્રપણે છે એમ કહેતાં જ એના જ્ઞાનમાં જે શરીર, મન, વાણી, ઈન્દ્રિય અને રાગાદિ પરયો જણાય છે તેની એમાં નાસ્તિ છે એમ ભેગું આવી જાય છે. અહો ! આવા અનેકાન્તસ્વરૂપની દષ્ટિ તે પરમામૃત છે, તે સમ્યક્ દષ્ટિ છે અને એ જ સમ્યગ્દર્શન છે. સમજાણું કાંઈ...! અહા ! આત્મા જ્ઞાનસ્વરૂપ છે, રાગસ્વરૂપ નથી, પરરૂપ નથી; આત્મા આનંદરૂપ છે, આકુળતારૂપ નથી; - આવા આત્મસ્વરૂપની દષ્ટિ કરે એને સમ્યગ્દર્શનરૂપ પ્રથમ ધર્મ પ્રગટ થાય છે. તેમાં લીનતા-રમણતા કરે એની તો શી વાત ! એ તો સાક્ષાત્ ધર્મ છે. ભાઈ! આવો વીતરાગનો ધર્મ છે. તેને જે ઓળખે તેને તે શરણ થાય છે. બાકી વિના ઓળખે “કેવળી પષ્ણત્તો ધમ્મો શરણ” કહે પણ એથી શું? અંતરમાં ધર્મનું સ્વરૂપ ઓળખ્યા વિના ધર્મનું શરણ ક્યાંથી પ્રાપ્ત થાય? કેવળીનેય ઓળખે નહિ ને ધર્મનેય ઓળખે નહિ અને ધર્મ કેમ થાય ?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #360
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
૩૪૪ : પ્રવચન રત્નાકર ભાગ-૧૦
અરે! લોકોએ તો વીતરાગમાર્ગને બહારથી માન્યો-મનાવ્યો છે. કોઈ કહે દયા પાળીએ તો ધર્મ થાય, તો કોઈ કહે ભગવાનની મૂર્તિની પૂજા કરીએ તો ધર્મ થાય, તો કોઈ વળી કહે કે લુગડાં ઉતારી નગ્ન રહીએ તો ધર્મ થાય. પણ આ તો બધી બહારની ચીજ છે બાપા ! (ધર્માત્માને તે હોય છે પણ તે ધર્મ નથી). ધર્મ તો અંતરની ચીજ છે ભાઈ ! ભગવાને જેવો જ્ઞાનમાત્ર આત્મા કહ્યો છે તેની અંતર્દષ્ટિ કરી તેમાં જ રમણતા કરે તેનું નામ ધર્મ છે.
અહા ! ભગવાન આત્મા ચૈતન્યનો તેજપુંજ પ્રભુ છે. આ કર્મ તો જડ પર છે, અને દયા, દાન, વ્રત, ભક્તિ આદિના ભાવ થાય તે પુણ્યરૂપ વિકાર છે, તથા હિંસા, જૂઠ આદિ ભાવ થાય તે પાપરૂપ વિકાર છે; એ એક સમયની પર્યાયના ધર્મ છે. તથાપિ ત્રિકાળી જે એક ચૈતન્યભાવ તેમાં એ પુણ્ય-પાપરૂપ વિકાર નથી, ત્રિકાળી સ્વભાવભાવ સદા નિર્વિકાર છે. અહા! આવા સ્વભાવભાવની અંતર્દષ્ટિ ને રમણતા કરવાં તે ધર્મ છે. અહા ! આવી પોતાની ચીજને છોડીને લોકો બહારમાં ધર્મ માને-મનાવે એ તો અજ્ઞાન છે.
વળી કોઈ લોકો જ્ઞાનાનંદસ્વભાવી નિજ આત્માને છોડીને બહા૨માં શરી૨ રૂપાળું હોય, પૈસા-ધન હોય ને કાંઈક આબરૂ-પ્રતિષ્ઠા હોય એટલે એમાં અનુકુળતા માની ત્યાં જ હરખ કરે છે, તેમાં હરખ-ઘેલાં થઈ જાય છે. પણ ભાઈ! એ તો મિથ્યાત્વરૂપી સન્નિપાતનો રોગ તને લાગુ પડયો છે. આ સન્નિપાત થાય છે ને! તો આદમી દાંત કાઢે છે. શું તેને સુખ છે? ના, એ તો ગાંડપણ છે. તેમ બીજી ચીજમાં હરખ કરે એ ગાંડપણઘેલછા છે, સન્નિપાત છે, એ કાંઈ વાસ્તવિક સુખ નથી.
આ જોતા નથી ? એ શરીર ને પૈસા તો ક્યાંય એક કોર રહ્યા ને સંસારમાં લોકો એક પછી એક ક્યાંય (નરક-નિગોદાદિમાં) હાલ્યા જાય છે. મિથ્યાત્વનું અંતિમ ફળ નિગોદ છે ભાઈ! કે જ્યાં ક્ષણમાં અનંતા જીવ જન્મ-મરણ કર્યા કરે છે. આ લસણ, ડુંગળી, બટાટા નથી આવતા? તેની એક રાઈ જેટલી કટકીમાં અસંખ્ય ઔદારિક શરીર છે, તે એક એક શરીરમાં, સર્વજ્ઞ ભગવાન કહે છે કે અત્યાર સુધી જે અનંતા સિદ્ધ થયા તેનાથી અનંતગુણા જીવ છે. અરેરે! આ જીવોએ આત્માની (-પોતાની જેવડી સત્તા છે તેવડી) હયાતી કબુલી નથી એટલે એના ફળમાં દુનિયા એને આત્મા છે એમ માને એ રહ્યું નહીં. અહા ! જેણે વાસ્તવિક તત્ત્વને ઓળવીને જુઠાં આળ આપ્યાં એ એવો જુઠો થઈ ગયો કે એને દુનિયા જીવ માને એ રહ્યું નહિ. અહીં! એક શરીરમાં અનંત જીવ! ને કેવી હીણી દશા ! કોઈ માને નહિ કે આ જીવ છે. ભાઈ! આ હંબગ નહિ હોં; આ સત્ય છે. અહા ! હું એક આત્મા છું ને બીજા મારા જેવા અનંતા આત્માઓ છે એમ અનંત જ્ઞેયોને જે ઉડાડે છે તેનું જ્ઞાન ઉડી જાય છે, અર્થાત્ અત્યંત હીણમૂર્છિત થઈ જાય છે. સમજાણું sis....?
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
Page #361
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરિશિષ્ટ : ૩૪૫
અહીં બે વાત કરી છે:
૧. આત્મા જ્ઞાનમાત્ર વસ્તુ છે એમ કહેતાં એકાન્ત નથી, પણ સ્યાદ્વાદ છે. (અનેકાન્ત છે.)
૨. એક જ્ઞાનમાત્રવતુ આત્મામાં, ઉપાય-ઉપયપણું ઘટિત થાય છે. કેવી રીતે તે અહીં વિચારવામાં આવ્યું છે.
આત્મા જ્ઞાનસ્વરૂપ છે ને! એ એક જ્ઞાનસ્વરૂપમાં સાધકપણું અને સાધ્યપણું, ઉપાય-ઉપયપણું વા કારણ-કાર્યપણું ઘટે છે. જ્ઞાનસ્વરૂપી ભગવાન આત્મા વસ્તુપણે એક હોવા છતાં સાધક અને સાધ્ય, ઉપાય અને ઉપય એમ બે ભેદ (પર્યાયભેદ) તેમાં પડે છે. જે જ્ઞાન સાધકપણે પરિણમે એને ઉપાય નામ મારગ કહીએ, અને એ જ જ્ઞાન પરિપૂર્ણ પરિણમે એને સાધ્ય નામ મોક્ષ કહીએ.
અહા ! આવું સાધક-સાધ્યનું સ્વરૂપ કહ્યું એમાં એ સિદ્ધ થઈ ગયું કે વચ્ચે જે દયા, દાન, વ્રતાદિના પરિણામ આવે છે એ સાધકભાવ નથી, (મોક્ષનો) મારગ નથી, એ તો પુણ્યબંધનું જ કારણ છે. સર્વજ્ઞસ્વભાવી પ્રભુ પોતે છે તેમાં એકાગ્ર થઈ જે શ્રદ્ધાજ્ઞાન-શાન્તિ પ્રગટ કરે તે જ માર્ગ છે અને તે જ્ઞાનની જ (આત્માની જ) દશા છે, રાગની નહીં. અહાહા...! ભગવાન આત્મા ચિદાનંદમય પ્રભુ પૂર્ણ એક છે. તેની પર્યાયમાં અપૂર્ણ સાધકપણું જે પ્રગટ થાય છે એ જ્ઞાનની-આત્માની (નિર્મળ ) દશા છે અને એના ફળરૂપે કેવળજ્ઞાનની પૂરણ સાધ્યદશા જે પ્રગટ થાય એ પણ જ્ઞાનની-આત્માની દશા છે. આમ દ્રવ્ય (સ્વભાવથી) એકરૂપ હોવા છતાં પર્યાયમાં બે ભંગ પડી જાય છે.
* કળશ ૨૪૭: ભાવાર્થ ઉપરનું પ્રવચન * “વસ્તુનું સ્વરૂપ સામાન્ય વિશેષાત્મક અનેક-ધર્મસ્વરૂપ હોવાથી તે સ્યાદ્વાદથી જ સાધી શકાય છે.'
અહા! ભગવાનના જ્ઞાનમાં જે છ દ્રવ્યો આવ્યાં તેને વસ્તુ કહે છે. અનંત આત્મા, અનંતાનંત પરમાણુ, અસંખ્ય કાલાણુ, એક ધર્માસ્તિકાય, એક અધર્માસ્તિકાય અને એક આકાશ –તે પ્રત્યેક વસ્તુનું સ્વરૂપ સામાન્યવિશેષાત્મક છે. વસ્તુ છે તે પ્રત્યેક ત્રિકાળરૂપ સામાન્યપણે છે અને પર્યાયરૂપ વિશેષપણે છે. આત્મા, પરમાણુ આદિ પ્રત્યેક દ્રવ્ય સામાન્ય અને વિશેષ એમ બેય સ્વભાવે છે. ત્રિકાળ ધ્રુવપણે રહે તે સામાન્ય, અને પલટીને વર્તમાન-વર્તમાન અવસ્થાએ થવું તે વિશેષ. આ સામાન્ય અને વિશેષ બન્નેય વસ્તુનો સ્વભાવ છે. હવે આવું વસ્તુનું સ્વરૂપ જાણ્યા વિના ધર્મ કેમ થાય? અત્યારે તો મૂળ તત્ત્વની વાત લુપ્ત થઈ ગઈ અને લોકો બિચારા બાહ્ય ક્રિયાકાંડમાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #362
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૪૬ : પ્રવચન રત્નાકર ભાગ-૧) પડી ગયા છે. આ વ્રત કરો ને તપ કરો ને ઉપવાસ કરો-બસ કરો કરો એમ ક્રિયાકાંડમાં પડી ગયા છે. પણ એમાં ધૂળ ધર્મ નથી સાંભળને. ભાઈ ! ધર્મ એ તો આત્માની આત્મરૂપ દશા છે અને એનો કરનારો કેવો છે એને જાણ્યા વિના કદીય ધર્મ ન થાય.
અહીં કહે છે- આત્મામાં અનેક ધર્મ છે. ધર્મ એટલે વસ્તુએ ધારી રાખેલો ભાવ. સામાન્ય ધર્મ અને વિશેષ ધર્મ –એમ વસ્તુમાં બે ધર્મ છે. એકરૂપ ધ્રુવ ટકી રહેવું તે સામાન્યધર્મ છે, ને પલટવું તે વિશેષધર્મ છે. એમ વસ્તુમાં અનેક ધર્મ છે. અહા ! આમ વસ્તુ અનેકધર્મયુક્ત હોવાથી, સ્યાદ્વાદથી એટલે કે અપેક્ષાના કથનથી જ સાધી શકાય છે, સિદ્ધ થઈ શકે છે. અપેક્ષા ન રાખે અને સામાન્ય જ છે, વિશેષ નથી; વા વિશેષ જ છે, સામાન્ય નથી –એમ એકાંત પકડે તો વસ્તુ સિદ્ધ નહિ થાય; કેમકે વસ્તુ સ્વભાવથી જ સામાન્યવિશેષસ્વરૂપ છે. સામાન્ય જે ત્રિકાળી ધ્રુવે છે તેનો નિર્ણય કરનાર વિશેષ પર્યાય છે. આવું જ સહુજ વસ્તુ સ્વરૂપ છે. હવે કહે છે
એ રીતે સ્યાદ્વાદની શુદ્ધતા (-પ્રમાણિકતા, સત્યતા, નિર્દોષતા, નિર્મળતા, અદ્વિતીયતા) સિદ્ધ કરવા માટે આ પરિશિષ્ટમાં વસ્તુનું સ્વરૂપ વિચારવામાં આવે છે.
અહા ! જુઓ તો ખરા! સ્યાદ્વાદ માટે કેવા કેવા શબ્દો વાપર્યા છે! કહે છેવીતરાગનો સ્યાદ્વાદ –માર્ગ સત્ય છે, પ્રમાણિક છે, નિર્દોષ છે, અદ્વિતીય છે. બીજે ક્યાંય આવી વાત છે નહિ. સ્યાદ્વાદની શુદ્ધતા સિદ્ધ કરવા માટે અહીં વસ્તુનું સ્વરૂપ વિચારવામાં આવે છે. એમાં એમ બતાવવામાં આવશે કે આ શાસ્ત્રમાં આત્માને જ્ઞાનમાત્ર કહ્યો હોવા છતાં સ્યાદ્વાદ સાથે વિરોધ આવતો નથી.
વળી બીજું, એક જ જ્ઞાનમાં સાધકપણું તથા સાધ્યપણું કઈ રીતે બની શકે તે સમજાવવા જ્ઞાનનો ઉપાય-ઉપયભાવ અર્થાત્ સાધકસાધ્યભાવ પણ આ પરિશિષ્ટમાં વિચારવામાં આવે છે.'
જુઓ, જ્ઞાનસ્વરૂપી આત્મા જ સાધકપણે થઈને સાધ્યપણે થાય છે. વચ્ચે દયા, દાન, વ્રતાદિનો શુભરાગ થાય તે સાધક નથી, ઉપાય નથી. જ્ઞાનસ્વરૂપી ભગવાન આત્મામાં એકાગ્રતા-લીનતા થતાં દર્શન-જ્ઞાન-શાન્તિ પ્રગટે તે મોક્ષનું સાધક છે, તે મોક્ષનો ઉપાય છે; અને એના ફળરૂપે કેવળજ્ઞાન અને મોક્ષદશા પ્રગટે તે સાધ્ય નામ ઉપય છે. પોતે ચૈતન્યપ્રકાશનો પૂંજ છે એમાં આ રીતે બેપણું ઘટે છે તે પણ આ પરિશિષ્ટમાં વિચારવામાં આવશે. હવે પ્રથમ આચાર્યદવ વસ્તુસ્વરૂપના વિચાર દ્વારા સ્યાદ્વાદને સિદ્ધ કરે છે:
* આગળની ટીકા ઉપરનું પ્રવચન * સ્યાદ્વાદ સમસ્ત વસ્તુઓના સ્વરૂપને સાધનારું અત્ સર્વજ્ઞનું એક અખ્ખલિત
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #363
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરિશિષ્ટ : ૩૪૭ (-નિબંધ) શાસન છે. તે ( સ્યાદ્વાદ) “બધું અનેકાન્તાત્મક છે” એમ ઉપદેશ છે, કારણ કે સમસ્ત વસ્તુ અનેકાન્ત સ્વભાવવાળી છે.”
સ્યાદ્વાદ એટલે શું? સ્યાત્ નામ અપેક્ષાએ, વાદ નામ કથન. કોઈ અપેક્ષાથી વસ્તુને કહેવી તે સ્યાદ્વાદ છે. જેમકે- આત્મા નિત્ય છે, કઈ અપેક્ષાએ? કાયમ ટકે છે એ અપેક્ષાએ. આત્મા અનિત્ય છે, કઈ અપેક્ષાએ? બદલતી અવસ્થાની અપેક્ષાએ. આમ વસ્તુને અપેક્ષાએ કહેવી એનું નામ સ્યાદ્વાર છે. આ સ્યાદ્વાદ, અહીં કહે છે, સમસ્ત વસ્તુઓના સ્વરૂપને સાધનારું ભગવાન અડૂતદેવનું અસ્મલિત શાસન છે. અહાહા... સ્યાદ્વાદ, બધી વસ્તુઓને અપેક્ષાથી નિત્ય-અનિત્ય, એક-અનેક, સત્-અસત્ ઈત્યાદિપણે સાધનારું ભગવાન સર્વજ્ઞદેવનું નિબંધ શાસન છે. ભાઈ ! આવી વાત ભગવાન સર્વજ્ઞદેવના શાસન સિવાય બીજે ક્યાંય નથી. હવે કોઈ આત્માને એકાંતે સર્વવ્યાપક માને, એકાંતે નિત્ય માને તેને સ્યાદ્વાદ કેવો? આ તો દ્રવ્ય-ગુણ-પર્યાયમય વસ્તુ માને, દ્રવ્ય એક, ગુણ અનંત, પર્યાય અનંત-એમ માને એના મતમાં સ્યાદાદ છે. હવે દ્રવ્ય શું? ગુણ શું? પર્યાય શું? કાંઈ ખબર ન મળે એની તો આંધળો દોરે ને આંધળો ચાલે એના જેવી સ્થિતિ છે; બિચારો જઈને પડે ખાડામાં.
અહા ! સ્યાદ્વાદ બધું અનેકાન્તાત્મક છે એમ ઉપદેશ છે. જુઓ, આ ભગવાન અહંતનું નિબંધ શાસન! જગતમાં છ દ્રવ્યો છે તે, કહે છે, અનેકધર્મસ્વરૂપ છે. અહીં ધર્મ એટલે સામાન્ય-વિશેષ, એક-અનેક, ગુણ-પર્યાય, નિત્ય-અનિત્ય, સત્-અસત્ આદિ વસ્તુએ ધારી રાખેલા ભાવ-સ્વભાવને ધર્મ કહીએ. આત્મા એક પણ છે, અનેક પણ છે; વસ્તુપણે એક છે અને ગુણ-પર્યાયોની અપેક્ષા અનેક છે. આમ સમસ્ત વસ્તુઓ-દરેક આત્મા ને દરેક પરમાણુ આદિ-અનેકાન્તસ્વભાવવાળા છે. જુઓ, આ આંગળી છે તે અનેક પરમાણુ ભેગા થઈને થઈ છે. પરંતુ તેમાં રહેલો પ્રત્યેક પરમાણુ સામાન્ય-વિશેષ, એક-અનેક, નિત્ય-અનિત્ય આદિ અનેકાન્ત સ્વભાવવાળો છે. તેમ પ્રત્યેક આત્મા પણ અનેકાન્તસ્વરૂપ છે, અર્થાત્ આત્મામાં જ્ઞાન, દર્શન, સુખ, આનંદ, વીર્ય, અતિ-નાસ્તિ, નિત્ય-અનિત્ય, એક-અનેક આદિ અનેક અર્થાત્ અનંતા ધર્મો ધારી રાખેલા છે- એમ જે
સ્યાદ્વાદ કહે છે તે અસત્યાર્થ કલ્પના નથી, પરંતુ જેવો વસ્તુનો અનેકાન્ત સ્વભાવ છે તેવો જ સ્યાદ્વાદ કહે છે.
હવે આત્મા નામની વસ્તુને સિદ્ધ કરે છે:
“અહીં આત્મા નામની વસ્તુને જ્ઞાનમાત્રપણે ઉપદેશવામાં આવતાં છતાં પણ સ્યાદ્વાદનો કોપ નથી; કારણ કે જ્ઞાનમાત્ર આત્મવસ્તુને સ્વયમેવ અનેકાન્તપણું છે.”
જુઓ, શું કીધું? કે રાગાદિથી રહિત, પરદ્રવ્યોથી ભિન્ન આત્મવસ્તુને જ્ઞાનમાત્રપણે ઉપદેશવામાં આવવા છતાં, અર્થાત્ આત્મા જ્ઞાનસ્વરૂપ છે એમ કહેવામાં આવ્યું હોવા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #364
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૪૮ : પ્રવચન રત્નાકર ભાગ-૧) છતાં પણ સ્યાદ્વાદનો કોપ નથી, અર્થાત્ અનેકાન્તનો એમાં વિરોધ નથી; કારણ કે જ્ઞાનમાત્ર આત્મવસ્તુને સ્વયમેવ અનેકાન્તપણું છે. અહાહા..! આત્મા ચૈતન્યપ્રકાશનો પુંજ પ્રભુ જ્ઞાનમાત્રવસ્તુ છે એમ કહેતાં જ એમાં સ્વયમેવ અનેક ધર્મો-અનેક ભાવ ઉદ્ભવે છે. જ્ઞાનમાત્ર વસ્તુ છે તે અનંતા પરજ્ઞયપણે નથી એમ આત્મવસ્તુને અનેકાન્તપણું સિદ્ધ થઈ જાય છે. શરીર, મન, વાણી, કર્મ ઈત્યાદિ પરજ્ઞય છે તે જ્ઞાનમાં નથી. જ્ઞાન જ્ઞાનપણે છે, ને તેમાં પરજ્ઞયના અભાવરૂપ નાસ્તિપણું પણ છે. આમ જ્ઞાનમાત્ર વસ્તુના અસ્તિનાસ્તિ એમ બે સ્વભાવો-ધર્મો છે. નાસ્તિમાં પરની અપેક્ષા ભલે હો, પણ તે છે વસ્તુનો ધર્મ. જ્ઞાનમાત્ર કહતાં જ્ઞાન પણ આવ્યું ને પરજ્ઞયની નાસ્તિ પણ તેમાં આવી ગઈ. આમ તેમાં સહજ જ અનેકાન્તપણું છે. જેમ અમુક ભાઈને બોલાવો એમ કહેતાં જ એમાં બીજા બધાનો સહેજે નિષેધ થઈ જાય છે. તેમ ચૈતન્યપ્રકાશની મૂર્તિ આત્મા એમ કહેતાં જ તેમાં સ્વયમેવ અનેક ધર્મો આવી જાય છે. આવો પ્રત્યેક વસ્તુનો અનેકાન્તસ્વભાવ છે. સમજાણું કાંઈ...!
ત્યાં ( અનેકાન્તનું એવું સ્વરૂપ છે કે , જે (વસ્તુ ) તત્ છે તે જ અતત્ છે....'
જુઓ, આ સ્ટાદ્વાદ ન્યાય ! જ્ઞાનમાત્રવસ્તુ જે તત્ છે તે જ અત છે. અહાહા....! ત-અતર્ બન્ને વસ્તુના ધર્મ છે. જે તત્ છે તે જ અતત્ છે; એટલે શું? કે આત્મા જ્ઞાનસ્વરૂપથી અંદર તત્ છે, તે-પણે છે, ને પરશયસ્વરૂપથી અતત્ છે અર્થાત્ તે-પણે નથી, પરયપણે નથી. આ પ્રમાણે વસ્તુમાં એકીસાથે બન્ને ધર્મો સિદ્ધ થઈ ગયા, અર્થાત્ વસ્તુ અનેકાન્તસ્વરૂપ સિદ્ધ થઈ ગઈ.
- હવે આત્મવસ્તુ પરરૂપે નથી તો પર એને શું નુકશાન કરે? પર એને શું લાભ કરે? તથા જે પરવસ્તુ પરપણે છે, આત્માપણે નથી તેનું આત્મા શું કરે? કાંઈ ન કરે. આ વાણી-ધ્વનિ ઉઠ છે તે શું આત્મા છે? ના, એ તો જડ-અજીવ પર છે. તો તે આત્માનું શું કરે? વાણી જો આત્મા નથી તો વાણીથી જ્ઞાન થાય? ન થાય.
હા, પણ તેનો પ્રભાવ તો પડે ને! આપની વાણીનો પ્રભાવ તો પડે છે ને?
ધૂળેય પ્રભાવ ન પડે સાંભળને. પ્રભાવ શું છે? દ્રવ્ય, ગુણ, પર્યાય-કાંઈક તો હશે ને! પણ અહીં કહે છે- આત્મવસ્તુ જે સ્વસ્વરૂપથી તત્ છે તે પરપણે અતત્ છે. તેથી પરનો-વાણીનો આત્મવસ્તુમાં પ્રભાવ હોઈ શકતો નથી. અરે ભાઈ ! ગુરુના શ્રી મુખેથી વાણી નીકળે છે તે કાળે જ્ઞાનસ્વરૂપ ભગવાન આત્માની પર્યાય છે કે નથી? તો શું તે ભાષાને લઈને થઈ છે? ભાષાથી તો તે અતત્ છે; તે ભાષાથી કેમ થાય ? ન થાય. જ્ઞાનગુણ ત્રિકાળ છે તેની તે પર્યાય પોતાથી થઈ છે. આવું વસ્તુસ્વરૂપ છે.
અહા ! આવો વસ્તુનો સ્વભાવ જાણી સ્વસ્વરૂપમાં ઢળતાં વેંત જ સમ્યગ્દર્શન પ્રગટ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #365
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરિશિષ્ટ : ૩૪૯
થાય છે અને તે જ પ્રથમ ધર્મ છે. એ વિના બધું એકડા વિનાનાં મીંડા જેવું છે. અરે ! આ શેઠિયા બિચારાઓને આ સમજવાની નવરાશ ન મળે એ બધા મોટા મજુર છે. રાતદિ' પાપની મજૂરી કર્યા કરે છે! ભલે રોજના લાખ બે લાખ પેદા કરે, પણ તેથી શું! તે મોટા મજુર જ છે. બહારના મજુર તો રોજ આઠ કલાક કામ કરે, પણ આમને તો નવરાશ જ નહિ! આખો દિ' વેપાર-વેપાર-વેપાર! (ભાઈ ! આ તો રોજ ફુરસદ લઈ સ્વાધ્યાય વડે તત્ત્વનિર્ણય કરવાનો અવસર છે ).
અહીં કહે છે-જ્ઞાનસ્વરૂપ વસ્તુ જે તત્ છે તે જ અતત્ છે. અહાહા...! કહે છે-તે છે, તે નથી. તે છે એટલે પોતે સ્વસ્વરૂપથી છે, અને તે નથી એટલે પોતે આ જે પરશય છે તે-પણે નથી. અહા! જુઓ ને, પહેલા ધડાકે જ બધું (અજ્ઞાન) ઉડાવી દીધું. ભાઈ ! આ રીતે જો તું વસ્તુને ન માને તો બીજી કોઈ રીતે વસ્તુ સિદ્ધ નહિ થાય.
અહાહા...ભગવાન આત્મા જે તત છે તે જ અતત્ છે. આત્મવસ્તુ જે તેસ્વરૂપે છે તે તે-સ્વરૂપે નથી. ઝીણી વાત છે ભાઈ ! ભગવાન આત્મા જે ચૈતન્યના પ્રકાશસ્વરૂપે છે તે પરસ્વરૂપે નથી; કર્મ, મન, વાણી, શરીર ઈત્યાદિ જડસ્વરૂપે આત્મા નથી. ભાઈ ! આવો યથાર્થ નિર્ણય કરે તો અંદર તત્ત્વ સધાય છે. જ્ઞાનમાત્ર-પણે એને જતાં અંદર સમ્યગ્દર્શન થાય છે, અને ત્યારે એને ધર્મની શરુઆત થાય છે. આ વિના બધું થોથેથોથાં છે. સમજાણું કાંઈ...?
અહા! જાણગ.. જાણગ.... જાણગ જાણનાર વસ્તુ જે તત્ છે તે જ અતત્ છે. અર્થાત્ આત્મવસ્તુ પોતાના સિવાય બીજી કોઈ ચીજપણે શરીર-મન-વાણીપણે કે દેવગુરુશાસ્ત્રપણે નથી મતલબ આત્મા ક્યાંય પરમાં (નિમિત્તમાં) જતો નથી, અને પર, (નિમિત્ત) કોઈ ચીજ અહીં આત્મામાં પેસતી નથી. હવે આમ છે ત્યાં નિમિત્તથી ( પરથી) આત્મામાં કાંઈ થાય એ વાત ક્યાં રહી? જ્ઞાન જ્ઞાનપણે છે, ને બીજી કોઈ ચીજપણે-નિમિત્તપણે તે નથી એમ હોતાં નિમિત્તથી આંહી (–આત્મામાં) જ્ઞાન થાય એ વાત જ રહેતી નથી. આ તો ન્યાયથી-લોજીકથી વાત છે.
અહા! તારી ચીજ જ (આત્મવસ્તુ જ) એવી છે કે પ્રભુ! કે તે પોતાથી તપણે છે ને પરચીજથી-શરીર, મન, વાણી, ઈન્દ્રિયથી-અતપણે છે. વળી તે પરપદાર્થો પોતાથી તપણે છે, ને જ્ઞાનથી-આત્માથી અતપણે છે. હવે જે-પણે આત્મા-પોતું નથી તેનું એ શું કરે? કાંઈ જ ન કરે. અને જે-પણે (આત્માપણે ) પરવસ્તુ નથી તેનું (-આત્માનું) પરવતું શું કરે ? કાંઈ જ ન કરે. જાઓ, આ આંગળી છે તે પોતાપણે તત્ છે, પણ તે જ અતત છે અર્થાત બીજી આંગળીપણે નથી. આ એક આંગળી છે તે બીજી આંગળીપણે નથી, તો એનું આ શું કરે? ન્યાય સમજાય છે કાંઈ....?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #366
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૫૦ : પ્રવચન રત્નાકર ભાગ-૧)
પ્રશ્ન- હા, પણ આ એક આંગળી બીજી સાથે જોડાયેલી તો છે?
ઉત્તર- જોડાયેલી નથી; એ તો બીજી આંગળીના અભાવસ્વરૂપ જ છે. જો એમ ન હોય તો બે ચીજ સિદ્ધ નહિ થાય. શું બે ચીજ કદી એક થાય? ન થાય; બે તો બે જ રહે. પણ એમ માન્યું ક્યારે? કે એક આંગળી બીજીપણે નથી, બીજીનું કાંઈ કરે જ નહિએમ યથાર્થ માને ત્યારે. અહા ! ચૈતન્યપ્રકાશનો પૂંજ જ્ઞાનસ્વરૂપી ભગવાન, આત્મા છે: એના જ્ઞાનમાં જ્ઞયપણે જે અનંતા પર પદાર્થો જણાય છે ત્યાં ખરેખર તો એનું જ્ઞાન જ એને જણાય છે. પોતાની સ્વપરપ્રકાશક જ્ઞાનદશા છે તે એને જણાય છે; અને તે જ્ઞાનપણે જ આત્મા છે, પરયપણે આત્મા નથી; પરયપણે તો આત્મા અતસ્વભાવ છે એમ કહે છે. સમજાણું કાંઈ...? ભાઈ ! આ તો એકલું માખણ છે બાપુ! વસ્તુનું અનેકાન્તસ્વરૂપ સમજે તો ન્યાલ થઈ જાય એવું છે.
ભાઈ ! હું આત્મા સ્વસ્વરૂપથી તત્ છું, તેમ પરથી પણ જો તત્ હોઉં તો પર અને આત્મા-પોતે એક થઈ જાય. બધું ભેળસેળ થઈ જાય, અથવા કાંઈ જ રહે નહિ. પણ એમ વસ્તુ નથી ભાઈ ! હું પોતાપણે તત્ છું ને પરથી અતત્ સ્વભાવ જ છું. માટે બિહારની સગવડતા હોય, ને ધનાદિ સંપત્તિ હોય તો મને ધર્મ થાય એમ વાત રહેતી નથી, અર્થાત્ એવી માન્યતા મિથ્યા માન્યતા છે, કેમકે પરપણે તું છો જ નહિ તો પરથી તારામાં કાંઈ થાય એમ કેમ બને? ભાઈ ! આ બધી મિથ્યા-ઊંધી માન્યતા ફેરવે જ છૂટકો છે.
આ અનેકાન્ત તો અમૃત છે બાપુ! એને સમજી સ્વસ્વરૂપની અંતર્દષ્ટિ કરે તેને આનંદનો-અમૃતનો સ્વાદ આવે છે. આ મનુષ્યપણું પામીને કરવા જેવું કાંઈ હોય તો આ જ છે. મધ્યસ્થ થઈને સમજે તો આ સમજાય એવું છે. પોતાની ચીજ છે તે કેમ ન સમજાય? પણ વાદવિવાદથી આ પાર પડે એમ નથી. શાસ્ત્રમાં આમ લખ્યું છે ને તેમ લખ્યું છે, એમ કે વ્યવહાર પરંપરા મોક્ષનું કારણ છે ઈત્યાદિ, પણ ભાઈ ! શાસ્ત્રમાં લખ્યું છે તે મૂળ સત્યને રાખીને છે કે ઉડાડીને? મૂળ સિદ્ધાંતને (નિશ્ચયને) રાખીને વ્યવહારનયના કથનના અર્થ કરવા જોઈએ. સમજાણું કાંઈ....?
અહા! જ્ઞાનસ્વભાવી આત્મા તપણે છે, તે જ અતપણે છે, તે-પણે છે તે તે-પણે નથી. આમાં અપેક્ષા સમજવી જોઈએ બાપુ! શું જે અપેક્ષાએ તત્ છે તે જ અપેક્ષા અતત્ છે–એમ છે? એમ તો વિરુદ્ધ થઈ જાય; પણ એમ નથી. પોતે જ્ઞાનસ્વરૂપથી છે, ને અનંતા બીજા શેયસ્વરૂપથી નથી એમ વાત છે. એનો અર્થ એ થયો કે અહીં જ્ઞાનની પર્યાય પરયથી થાય છે એમ નથી. વળી જ્ઞાનની પર્યાયમાં પરશય જણાય છે માટે પરવસ્તુ જ્ઞયપણે પરિણમે છે એમ પણ નથી. અહાહા....! ય પ્રમાણ જ્ઞાન છે માટે જ્ઞય પરિણમે છે તો અહીં જ્ઞાનનું પરિણમન છે એમ નથી. જેમાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #367
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AfmaDharma.com for updates
પરિશિષ્ટ : ૩૫૧
શેયો ઝળકે તે જ્ઞાન પોતાના સહજ પરિણમનસ્વભાવથી જ પરિણમે છે. કેવળજ્ઞાનની પર્યાય પણ સ્વપણે છે, ને ૫૨૫ણે નથી; માટે શૈયો ભિન્ન ભિન્ન (સમયે-સમયે) પરિણમે છે માટે જ્ઞાનને (કેવળજ્ઞાનને) ભિન્ન ભિન્ન પર્યાયે પરિણમવું પડે છે એમ નથી. શેયના કારણે જ્ઞાન થાય છે એમ કોઈ માને અને તો પોતાના જ્ઞાનસ્વભાવની અને એના પરિણમનસ્વભાવની ખબર નથી, અર્થાત એને પોતાના સ્વભાવનો જ નિષેધ-નકાર વર્તે છે. ભાઈ! જે-પણે આત્મા-જ્ઞાન નથી એનાથી એ જાણે એ કેમ બને! કદીય ના બને. જ્ઞાન ૫૨જ્ઞેયપણે નથી, તેથી ૫૨જ્ઞેયથી જ્ઞાનનું પરિણમન થાય એમ ત્રણકાળમાં બની શકે નહિ. પ્રભુ! તારા સત્ત્વનો એમ (મિથ્યા માન્યતા વડે) નકાર ન કરાય. તને વસ્તુના સ્વરૂપની ખબર નથી તેથી તું મિથ્યા તર્ક વડે અસત્ય સ્થાપિત કરે પણ તેથી કાંઈ સત્ય ફરી નહિ જાય. (તારે ફરવું પડશે ).
વળી કોઈ અત્યારે કહે છે કે-જ્ઞાન, જે પર્યાય અપ્રગટ ( અવિધમાન છે (વર્તમાન પર્યાયની જેમ ભૂત-ભવિષ્યની પર્યાય પ્રગટ નથી ) તેને પ્રગટ જાણે તો તે જૂઠું થઈ ગયું, કેમકે પ્રગટ નથી તેને વર્તમાન પ્રગટપણે જાણે એ તો જૂઠું થઈ ગયું.
સમાધાનઃ- ભાઈ! પ્રગટ નથી એ તો વર્તમાન પર્યાયની અપેક્ષાએ કહ્યું છે. ભૂત-ભવિષ્યની અપેક્ષાએ તો તે (ભૂત-ભવિષ્યની પર્યાયો) પ્રગટ જ છે. જ્ઞાન (જ્ઞેયોની ) ત્રણકાળની પર્યાયોને, અને પર્યાયો જ્ઞાનને ‘અડકે’ છે –એમ શાસ્ત્રમાં પાઠ આવે છે; એનો અર્થ એ થયો કે જાણવાની પર્યાય તેમને જાણે છે. જેટલી પર્યાયો શેયપણે-નિમિત્તપણે છે તે બધી પર્યાયો જ્ઞાનમાં જણાઈ જાય છે, કારણ કે શૈયોનો પ્રમેયસ્વભાવ છે, ને જ્ઞાનનો પ્રમાણસ્વભાવ છે. ત્યાં આટલું છે કે ૫૨જ્ઞેયોને જાણનારું જ્ઞાન પરશેયપણે થતું નથી, ને જ્ઞાનમાં જણાઈ રહેલા પરશેયો જ્ઞાનપણે થતા નથી. આવી ઝીણી વાત છે ભાઈ!
અહો ! આ તો ટૂંકા શબ્દોમાં આચાર્યદેવ તત્ત્વનું ઊંડું રહસ્ય ખોલી દીધું છે. કહે છે-તું છો ? તો કહે હા; તો તું તારાથી છો કે ૫૨થી છો? કોઈ (અજ્ઞાની ) કહે–૫૨થી છું. પણ ભાઈ પરથી છું એમ માનતાં જ પોતાપણે છું એમ ન રહ્યું. મલિનતા (દોષ) થઈ ગઈ. જ્ઞાનમાત્ર વસ્તુ તે-પણે છે, અને તે-પણે નથી, અતત્ છે. મતલબ કે તે ૫૨૫ણે નથી. માટે છદ્મસ્થને પણ શેયને લઈને જ્ઞાન થાય એમ ી નથી. ભલે શૈયનું જ્ઞાન-એમ કહેવાય ( વ્યવહારે), પણ શેયને જાણનારું જ્ઞાન આત્માનું છે તે જ્ઞાન ૫૨૫ણે છે જ નહિ, તો પછી પ૨થી જણાણું છે એમ ક્યાં રહ્યું? ભાઈ ? આત્માના દ્રવ્ય-ગુણ તો ત્રિકાળ ધ્રુવ છે, પણ પ્રતિસમય થતી એની પર્યાય છે તે પણ તત્-અતસ્વભાવ છે. અર્થાત્ એ પર્યાય પર્યાયપણે તત્ છે, ને ૫૨૫ણે અતત્ છે. માટે એ પર્યાય ૫૨ના-નિમિત્તના કે કર્મના કારણે થાય છે એમ કદીય નથી. સમજાણું કાંઈ..?
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
Page #368
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
ઉપર : પ્રવચન રત્નાકર ભાગ-૧)
જે તત્ છે તે જ અતત્ છે. અહા ! આટલા શબ્દોમાં તો નિમિત્ત-ઉપાદાન, નિશ્ચય-વ્યવહાર ને ક્રમબદ્ધ પર્યાય બધાનો ફેંસલો થઈ જાય છે. પર્યાય અકાળે જે ક્રમબદ્ધ પ્રગટ થઈ તે પોતાથી તે-પણે છે, ને વળી તે તે–પણે નથી, અર્થાત્ પરપણે નથી, પૂર્વની, ભવિષ્યની કે પરદ્રવ્યની પર્યાયપણે તે નથી. તેથી ભૂત-ભવિષ્યની પર્યાય કે પદ્રવ્યની પર્યાય આ પર્યાયનું શું કરે? કાંઈ જ ન કરે. એ તો સહજ જ સ્વકાળે પ્રગટ થાય છે. આવી વાત છે ભાઈ ! આમાં કોઈ પંડિતાઈ ન ચાલે, આ તો અંતરની રુચિની ચીજ છે બાપુ! અંતરમાં સ્વરૂપની રુચિ જાગતાં સહજ સમજાય એવી ચીજ છે ભાઈ ! ઓહો! ભગવાનની ૩ૐધ્વનિમાં આવ્યું કે –તું જે તત્ છો તે તું અતત્ છો. આમ છતાં તને પર ફેરવવાની હોંશ કેમ આવે? પરની આશ તને કેમ રહે? અહા ! તારું જ્ઞાન જેપણે નથી એ બધી આ વળગાડ ક્યાંથી આવી? (જરા વિચાર કર ને સ્વમાં પ્રવૃત્ત થા).
હા, પણ આ મંદિર આવું મનોહર થયું તે ઈજનેરની હોશિયારીથી થયું કે નહિ?
ભાઈ ! આ મંદિરની જે કાળે જે પ્રકારે પર્યાય થવાયોગ્ય હતી તે થઈ છે; તે પોતાથી તત્ છે, ને પરથી અતત્ છે, અર્થાત્ ઈજનેરની હોશિયારી-જ્ઞાનથી અતત્ છે. ઈજનેરની હોશિયારીથી આ મંદિર બન્યું છે એમ માનવાની અહીં ના પાડે છે; કારણ કે તે તે-પણે (ઈજનેરપણે) નથી. આવી ઝીણી વાત ભાઈ ! ખરેખર તો જે પર્યાય વસ્તુની છે તે અંશ પોતાથી છે, ને પરથી-નિમિત્તથી નથી એમ સ્વીકારે ત્યારે જ એ સપણે સિદ્ધ થાય છે. સમજાણું કાંઈ...?
આ તો વીતરાગનો મારગ બાપુ! એમાંથી તો વીતરાગપણે જ ઊભું થાય છે. અહા! હું મારાપણે-જ્ઞાનમાત્રપણે છું એમ જેને અંતરમાં નિર્ણય થયો તેને પોતાપણે રહેવામાં કોઈ પરપદાર્થની જરૂર ભાસતી નથી. પર પ્રત્યેની તેની ઇચ્છામાત્ર વિરામ પામી જાય છે. હું શુદ્ધ એક જ્ઞાનાનંદસ્વભાવી આત્મા છું એવું જ્યાં પર્યાયમાં જાણપણું થયું ત્યાં એને શરીરાદિ અનુકૂળ સંયોગની ભાવના રહેતી નથી. અરે! એની પરમ પ્રીતિ-ભક્તિનાં ભાજન એવા દેવ-ગુરુ-શાસ્ત્રની પણ એને ગરજ (અપેક્ષા) ભાસતી નથી; કેમકે એ બધાને એ પરય જાણે છે. આકરી વાત બાપુ! પણ આ સત્ય વાત છે, ધર્મીના અંતરની વાત છે.
પ્રશ્ન- આમાં તો નિમિત્ત ઉડી જાય છે.
ઉત્તર- ના, નિમિત્ત ઉડતું નથી, નિમિત્તનું નિમિત્તપણે સ્થાપન થાય છે. નિમિત્તથી કાર્ય થાય એમ માને ત્યાં નિમિત્ત ઉડી જાય છે, કેમકે એમ માનતાં નિમિત્ત નિમિત્તપણે રહેતું નથી. પરના કાર્યના કર્તાપણે નિમિત્તને ઘુસાડી દેવાથી નિમિત્તનું નિમિત્તપણું રહેતું નથી. ભાઈ ! હું પોતાપણે છું, ને પરપણે નથી આ પરમાર્થ છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #369
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરિશિષ્ટ : ૩૫૩ પર ભલે હો, એને લઈને હું નથી, તો પછી એને લઈને મારામાં કાર્ય થાય એમ ક્યાં છે? એમ છે જ નહિ. સમજાણું કાંઈ.....?
આત્મા જ્ઞાનમાત્ર છે એમ કહ્યું છે ને! એનો અર્થ એ થયો કે અંદરમાં – પર્યાયમાં) જે રાગ છે તે—પણે પણ આત્મા નથી. ભગવાન આત્મા જ્ઞાન. જ્ઞાન જ્ઞાનપણે તત્ છે, અને તે જ અતત્ છે અર્થાત્ તે રાગપણે નથી; દયા, દાન, વ્રત આદિનો જે રાગ કે દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો જે રાગ તે રાગપણે આત્મા નથી. તેથી વ્યવહારના રાગથી આત્મામાં કાંઈ (જ્ઞાન) થાય એમ છે નહિ. વ્યવહારનો રાગ નથી હોતો એમ વાત નથી, એનાથી આત્માનું (જ્ઞાનમય) કાર્ય નીપજે છે એમ નથી. જેમ પરદ્રવ્યરૂપ નિમિત્ત અકિંચિત્થર છે તેમ રાગ પણ આત્માના સ્વભાવકાર્ય પ્રતિ અકિંચિત્કર છે. બાપુ! આ તો એકલું અમૃત ઝર્યું છે. આ વાણી તો માનો અમૃત વરસ્યાં રે પંચમકાળમાં !'
ભાઈ ! પર-નિમિત્તનું ને વ્યવહારનું લક્ષ મટાડીને તારી હોંશ (ઉત્સાહ, વીર્યની ફુરણા) અંદરમાં જવી જોઈએ. તારો ઉત્સાહ જે વર્તમાન પર્યાયમાં છે તે ત્રિકાળી દ્રવ્યમાં જવો જોઈએ, કેમકે હું સ્વપણે-જ્ઞાનમાત્રપણે છું એવો સમ્યક નિર્ણય, પર્યાય ત્રિકાળી દ્રવ્યમાં ઢળ્યા વિના ક્યાંથી થશે? હું પૂરણ જ્ઞાનાનંદસ્વભાવી પ્રભુ છું એવો યથાર્થ નિર્ણય તો ત્રિકાળી દ્રવ્યમાં ઢળવાથી જ થાય છે. આવી જ વસ્તુસ્થિતિ છે, અર્થાત્ વસ્તુ પોતે જ આ પોકાર કરી કહી છે. અહા ! આ તાતના બોલમાં કેટલું ભર્યું છે! આખો દરિયો ભર્યો છે; ભાવો બ્રહ્માંડના ભર્યા એમ આવે છે ને! ભાઈ ! આ સમજવા તારે ખૂબ ધીરજ જોઈશે. વસ્તુ વસ્તુપણે તત્ છે, ને તે અતત છે અર્થાત્ પરપણે નથી આ જૈન દર્શનની મૂળ વાત છે અને તે મહત્વના સિદ્ધાંત સ્થાપિત કરે છે કે
- નિમિત્તથી ઉપાદાનમાં કાંઈ ન થાય. - વ્યવહારથી નિશ્ચય ન થાય. - બધું જ ક્રમબદ્ધ થાય.
નિમિત્ત નિમિત્તના સ્થાનમાં, ને વ્યવહાર વ્યવહારના સ્થાનમાં હો, પરંતુ એ જ્ઞાનના પરજ્ઞયપણે જ છે, સ્વય નહિ.
અહા! ત્રણલોકના નાથ સમોસરણમાં બિરાજે છે એને લઈને હું નહિ, એને લઈને મારું જ્ઞાન નહિ. ગજબ વાત છે ને! હું તો શુદ્ધ એક શાશ્વત જ્ઞાયકસ્વભાવમાત્ર વસ્તુ છું. હવે આવી વાત કાને પડ ને અંદર હુકાર આવે એય અસાધારણ ચીજ છે. બાકી ( જ્ઞાનસ્વરૂપમાં ) તદ્રુપ થઈ પરિણમે એની તો શી વાત ! એ તો સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રપૂર્વક સિદ્ધપદને પામશે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #370
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૩૫૪ : પ્રવચન રત્નાકર ભાગ-૧)
અરે ! હુજુ તો લોકોને કેવળજ્ઞાનમાંય વાંધા છે; એમ કે જ્ઞય બદલે છે એને લઈને સમયે સમયે કેવળજ્ઞાન બદલે છે. પણ એમ નથી ભાઈ ! એક સમયની કેવળજ્ઞાનની પર્યાય પોતાપણે છે ને પરશયપણે નથી. જ્ઞાનને પોતાના ઉત્પાદ-વ્યયપણે ક્ષણેક્ષણે થવું ને જ્ઞાનપણે ધ્રુવ રહેવું એવું તપણું પોતાથી જ છે, ને પરજ્ઞયથી તેને અતપણું જ છે. તેથી શય બદલાય છે માટે કેવળજ્ઞાનને બદલવું પડે છે એમ છે નહિ. તથા કેવળજ્ઞાન બદલાય છે માટે પરજ્ઞયોને બદલવું પડે છે એમય છે નહિ. જ્ઞાન પોતાના સામર્થ્યથી જ પ્રતિસમય કેવળજ્ઞાનપણે પરિણમે છે, તેને કોઈ પરશયની અપેક્ષા નથી; અને નિજ સામર્થ્યથી સ્વયં પરિણમી રહેલા પરજ્ઞયોને જ્ઞાનની પણ કોઈ અપેક્ષા નથી. આવી સ્વતંત્ર વસ્તુસ્થિતિ છે. આ ભગવાનની વાણીમાં આવેલો સ્વતંત્રતાનો ઢંઢેરો છે. લ્યો, આવો આ તત્-અતનો એક બોલ થયો.
હવે બીજો બોલઃ “જે (વસ્તુ) એક છે તે જ અનેક છે....'
શું કીધું આ? કે જ્ઞાનમાત્ર વસ્તુ જે એક છે તે જ અનેક છે. જે-પણે એક છે તેપણે અનેક છે એમ નહિ, એ તો એકાંત થઈ ગયું. આ તો ભગવાન આત્મા દ્રવ્યપણે એક છે અને તે જ ગુણ-પર્યાયપણે અનેક છે- એમ વાત છે, અનેક પરવસ્તુને લઈને અનેક છે એમેય નહિ. પણ આત્મા અવિનાશી વસ્તુ છે તે ગુણ-પર્યાયને અભેદ કરીને દ્રવ્યપણે એક છે, અને તે જ અનેક ગુણ-પર્યાયના ભેદની વિવક્ષાથી અનેક છે. એમાં અનંત ગુણો, અનંત પર્યાયો છે કે નહિ? એ અપેક્ષાએ જે એક છે, તે જ અનેક છે. આનું નામ સ્યાદ્વાદ છે.
એક છે એટલે અનંત આત્માઓ ભેગા થઈને એક છે એમ નહિ, તથા બધા આત્માઓ ભિન્ન ભિન્ન છે એ અપેક્ષાએ અનેક છે એમેય નહિ. વસ્તુ આત્મા જ્ઞાનસ્વરૂપ છે એમ કહેતાં જ તે અનંતગુણનો પિંડ દ્રવ્યપણે એક છે, ને તે જ ગુણ-પર્યાયપણે અનેક છે એમ આવી જાય છે. અનંત શક્તિઓ અને અનંત પર્યાયો છે તે એને અનેકપણું છે. એક ને અનેક બન્ને આત્મામાં જ છે, એક જ વસ્તુમાં છે. (એને પરવસ્તુથી સંબંધ નથી).
અહા! આ શરીર, મન, વાણી, ઇન્દ્રિય ઈત્યાદિથી ભિન્ન હોવાપણે જે છે તે ભગવાન આત્માના હોવાપણાના બે પ્રકાર: વસ્તુ તરીકે અસંખ્ય પ્રદેશોનો પિંડ અભેદ એક છે, અને એને જ ગુણ-પર્યાયના ભેદથી જોવામાં આવે તો તે અનેક છે. અનેક છે માટે અનેકનો આશ્રય લેવો એ પ્રશ્ન અહીં નથી. આ તો અનેકાન્તમય વસ્તુ આવી છે એમ જાણવાની વાત છે. એક છે તે જ અનેક છે, છતાં વર્તમાન પર્યાયને આશ્રય તો ત્રિકાળી દ્રવ્યનો જ છે. ભિન્ન ભિન્ન પર્યાયો અનેક છે એ તો ખરું, પણ દષ્ટિ તો ત્રિકાળી શુદ્ધ એક દ્રવ્ય પર રહે તો જ “જે એક છે તે જ અનેક છે' -
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #371
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates પરિશિષ્ટ : ૩૫૫
એમ વસ્તુનું સાચું જ્ઞાન થાય છે. ભાઈ! આ અંતરની ચીજ છે બાપુ! વસ્તુ શુદ્ધ જ્ઞાયકસ્વભાવપણે એક છે એમ એકનો નિર્ણય તો એકમાં ઢળેલી અનેક એવી પર્યાય કર્યો છે. ત્યાં એકના નિર્ણયમાં આત્મવસ્તુ પર્યાયે અનેક છે એમ આવી જાય છે. વસ્તુ-સ્થિતિ જ આમ છે, અર્થાત્ વસ્તુ જ આ પોકારીને સિદ્ધ કરે છે.
હવે ત્રીજો બોલ: ‘જે સત્ છે તે જ અસત્ છે,.....
શું કીધું? કે આત્મા સ્વસ્વરૂપથી છે.... છે.... છે, પોતાના હોવાપણે છે, અને તે જ પરથી અસત્ છે અર્થાત્ ૫૨થી હોવાપણે નથી. અહાહા...! હું સ્વસ્વરૂપથી સત્ છું એમ જ્યાં સ્વસ્વરૂપની અસ્તિનો નિર્ણય થયો ત્યાં પરવસ્તુ મારામાં નથી, પરથી હું અસત્ છું એમ ભેગું આવી જાય છે. જે પોતાથી સત્ છે તે જ પ૨થી અસત્ છે એમ અહીં ટુંકામાં લીધું છે. આગળ સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી સત્ છે તે જ પરદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી અસત્ છે એમ આઠ બોલથી વિસ્તારથી લેશે.
ચોથો બોલ: ‘ જે નિત્ય છે તે જ અનિત્ય છે....'
અહાહા.....! આ ત્રિકાળી ધ્રુવ ચૈતન્યમય પ્રભુ આત્મા છે તે દ્રવ્યરૂપથી નિત્ય છે, અને તે જ પર્યાયરૂપથી અનિત્ય છે. પર્યાય જે પ્રતિસમય પલટે છે તે વડે તે અનિત્ય છે. અહાહા.....! આ હું ત્રિકાળી ધ્રુવ છું એમ નિર્ણય કોણ કરે છે? તો કહે છે -અનિત્ય એવી પર્યાય તે નિત્યનો નિર્ણય કરે છે. નિર્ણય પર્યાય કરે છે, ધ્રુવ કાંઈ નિર્ણય કરતું નથી. નિત્યનો–ધ્રુવનો કે અનિત્યનો નિર્ણય નિત્ય-ધ્રુવ ન કરે, નિર્ણય તો અંદર ઢળેલી અનિત્ય-પર્યાયમાં જ થાય છે. આવી વાત !
અહો ! ત્રિલોકીનાથ ભગવાનની વાણીમાં આવેલું રહસ્ય સંતોએ બહુ ટૂંકા શબ્દોમાં જગત સમક્ષ જાહેર કર્યું છે. કહે છે-ભાઈ તું ધ્રુવ અવિનાશી નિત્ય છો. પહેલાં નિત્ય નહોતું માન્યું, અને હવે માન્યું તો તે શેમાં માન્યું? અંદર ઢળેલી અનિત્ય પર્યાયમાં માન્યું છે. ભાઈ! વસ્તુ જ આવી નિત્ય-અનિત્ય છે, ને અનિત્ય પર્યાયમાં જ નિત્યનું જ્ઞાનશ્રદ્ધાન થાય છે. સમજાણું કાંઈ......?
આમ એક વસ્તુમાં તત્-અતત, એક-અનેક, સત્-અસત્ (આઠ બોલ ) તથા નિત્ય-અનિત્ય એમ કુલ ચૌદ બોલ થયા. હવે કહે છે
‘એમ એક વસ્તુમાં વસ્તુપણાની નિપજાવનારી પરસ્પર વિરુદ્ધ બે શક્તિઓનું પ્રકાશવું તે અનેકાન્ત છે.’
જુઓ, શું કહે છે! કે ‘વસ્તુમાં વસ્તુપણાની નિપજાવનારી....' એટલે શું? એટલે કે વસ્તુનું ગુણપર્યાય તે વસ્તુપણું છે તેની નિપજાવનારી અર્થાત્ વસ્તુમાં જે ભાવસ્વભાવ છે તેને પ્રકાશનારી વસ્તુને સિદ્ધ કરનારી અર્થાત્ તેને યથાર્થપણે અનુભવમાં
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
Page #372
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૫૬ : પ્રવચન રત્નાકર ભાગ-૧) (જ્ઞાનમાં) આવવા-લાયક કરનારી તત-અતર્ આદિ પરસ્પર બે વિરુદ્ધ શક્તિઓનું પ્રકાશવું તે અનેકાન્ત છે. અહાહા..! જે તત્ છે, તે જ અતત્ છે; જે એક છે, તે જ અનેક છે; જે સત્ છે, તે જ અસત્ છે; જે નિત્ય છે, તે જ અનિત્ય છે- આમ વસ્તુમાં પરસ્પર વિરુદ્ધતાસહિત ધર્મો રહેલા છે અને તે વસ્તુના વસ્તુપણાને નિપજાવે છે, સિદ્ધ કરે છે; અવિરોધપણે સાધે છે, પણ વસ્તુનો નાશ થવા દેતા નથી. અહા! વસ્તુમાં આવી પરસ્પર બે વિરુદ્ધ શક્તિઓનું પ્રકાશવું તે, કહે છે, અનેકાન્ત છે. આ તો બાપુ! એકલું અમૃત છે. અરે ! અનંતકાળથી એણે આ અભ્યાસ કર્યો નથી. એમ. એ. એલ. એલ. બી. નાં મોટાં પૂછડા-ઉપાધિ પ્રાપ્ત કરી પણ આ નિરુપાધિની ઉપાધિ (આત્માનું જ્ઞાન) પ્રાપ્ત કરી નહિ!
અહીં કહે છે–વસ્તુ જે તપણે જણાય છે તે જ અતપણે જણાય છે, જે એકપણે જણાય છે તે જ અનેકપણે જણાય છે, જે સપણે જણાય છે તે જ અસપણે જણાય છે, જે નિત્યપણે જણાય છે તે જ અનિત્યપણે જણાય છે. આમ વસ્તુમાં વસ્તુપણાની - સ્વભાવપણાની સિદ્ધ કરનારી એટલે કે અનુભવમાં આવવાલાયક કરનારી પરસ્પર વિરુદ્ધ બે શક્તિઓનું પ્રકાશવું તે અનેકાન્ત છે. અહો ! સર્વજ્ઞ પરમેશ્વરની દિવ્યધ્વનિમાં આવેલા આ અમોઘ મંત્રો છે. જેમ ઘરમાં સાપ ગરી ગયો હોય તો કલમને મંત્રીને તેના માથા ઉપર નાખે કે તરત જ સાપ બહાર નીકળી જાય, તેમ આ મંત્રો વસ્તુ જેવી છે તેવી તેને બહાર લાવે છે. જ્ઞાનમાં પ્રગટ કરે છે.
આ અનેકાન્ત તો એકલું માખણ છે ભાઈ ! વસ્તુને વલોવી-વલોવીને એકલું માખણ કાઢયું છે. કહે છે–ભગવાન! તું વસ્તુ છો કે નહિ? છો તો એમાં અનંત ધર્મો વસેલા છે. અનંત ધર્મોનું વાસ્તુ પ્રભુ તું છો. અહા ! તે અનંત ધર્મોમાં પરસ્પર વિરુદ્ધ બે ધર્મોનું પ્રકાશવું છે તે, કહે છે, અનેકાન્ત છે. પોતાની આત્મવસ્તુ જ્ઞાનમાત્ર હોવા છતાં આવા ચૌદ બોલથી પ્રકાશે જ છે. સમજાય છે કાંઈ.....? ભાઈ ! આ સમજવા માટે ચિત્તની નિર્મળતા ને ધીરજ જોઈએ.
કહે છે- “પોતાની આત્મવસ્તુને પણ, જ્ઞાનમાત્રપણું હોવા છતાં, ત-અતપણું, એક-અનેકપણું, સત્ય-અસત્પણું અને નિત્ય-અનિત્યપણું પ્રકાશે જ છે; કારણ કે- તેને (જ્ઞાનમાત્ર આત્મવસ્તુને) અંતરંગમાં ચકચકાટ પ્રકાશતા જ્ઞાનસ્વરૂપ વડે તપણું છે અને બહાર પ્રગટ થતા, અનંત જ્ઞયપણાને પામેલા, સ્વરૂપથી ભિન્ન એવા પર રૂપ વડ (જ્ઞાનસ્વરૂપથી ભિન્ન એવા પરદ્રવ્યના રૂપ વડ) અતપણું છે (અર્થાત્ તે-રૂપે જ્ઞાન નથી);...........'
કહ્યું? કે ભગવાન આત્મા ચૈતન્યસૂર્ય પ્રભુ છે. તે અંતરંગમાં ચૈતન્યના પ્રકાશથી ચકચકાટ જ્ઞાનસ્વરૂપ વડે તત્ છે. અહા! નિજ જ્ઞાતા-દષ્ટા સ્વભાવ વડ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #373
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરિશિષ્ટ : ૩૫૭ આત્મા તત્ છે. પર્યાયમાં પણ જાણવા-દેખવાની પર્યાય વડ તત્ છે; અને બહાર પ્રગટ થતા એટલે કે જાણવાનો પ્રકાશમાં–તપણામાં જણાય છે જે અનંતા પરજ્ઞયો એનું એમાં (-જ્ઞાનપ્રકાશમાં) અતાણું છે, અર્થાત્ જ્ઞાનસ્વરૂપમાં તે પરશયો નથી. આ બાયડી, છોકરાં, કુટુંબ-પરિવાર, ધંધા-વેપાર ઈત્યાદિ જ્ઞાનમાં જણાય છે ને! તે, કહે છે, જ્ઞાનસ્વરૂપમાં નથી. વાસ્તવમાં તો તે તે પદાર્થો નહિ, પણ તે વખતે તેની જ્ઞાનની પર્યાય જણાય છે, પણ એ માને છે કે મને આ (પર) પદાર્થો જણાય છે. તે વખતે આ મારું જ્ઞાન જણાય છે એમ માને તો જ્ઞાનની પર્યાય દ્રવ્ય ઉપર ઢળી જાય. આવી વાત! સમજાણું કાંઈ....?
અહા! જ્ઞાન પોતાના સ્વરૂપ વડે તત છે, ને પરજ્ઞયપણે અતત્ છે. એટલે શું? કે જ્ઞાનમાં જે બધા પરજ્ઞયો જણાય છે તે ખરેખર પરયો નથી, પણ જ્ઞાનની જ દશા છે. જ્ઞય તો પર છે, ભિન્ન છે, ખરેખર તો શેયસંબંધીનું પોતાનું જ્ઞાન જ અંતરંગમાં ચકચકાટ પ્રકાશે છે. જે જ્ઞાન તપણે છે એનો જ એ પ્રકાશ છે. આ દેવ-ગુરુ-શાસ્ત્ર ઈત્યાદિ જે શય જ્ઞાનમાં જણાય છે, વાસ્તવમાં તે પોતાનું જ્ઞાન જ જણાય છે, તે ય નહિ. વળી તે જ્ઞાનની પર્યાય પોતાથી જ પ્રકાશે છે, શયને લઈને નહિ; જ્ઞયની તેને બિલકુલ જરૂર નથી અને જ્ઞયનું તેમાં કાંઈ કર્તવ્ય પણ નથી, કારણ કે જ્ઞાન પોતે જ તપણે જ્ઞાનપ્રકાશના સામર્થ્યરૂપ છે અને તે પરજ્ઞયથી અતપણે છે, અર્થાત્ પરશયનો તસ્વરૂપમાંજ્ઞાનસ્વરૂપમાં અભાવ છે.
પણ લોકો (ને કોઈ પંડિતો પણ) રાડો પાડે છે કે- નિમિત્તથી થાય અને વ્યવહારથી થાય?
શું થાય? ભાઈ ! નિમિત્ત તો પરવસ્તુ છે, પરજ્ઞય છે. એનાથી આત્મા જ્ઞાનસ્વરૂપી પ્રભુ અતત્ છે. હવે જેનાથી અતત્ છે અર્થાત્ જે એમાં નથી, એને સ્પર્શતું નથી, તે (-નિમિત્ત) એનું શું કરે? કાંઈ જ ન કરે. સમયે સમયે જે જ્ઞાનની અવસ્થા થઈ રહી છે તે સ્વયં પોતાથી જ થઈ રહી છે, એમાં નિમિત્તનું કે વ્યવહારનું કાંઈ કાર્ય નથી. નિમિત્તથી થાય એમ કોઈ માનો તો માનો, પણ એ તો એનું અજ્ઞાન જ છે. બાકી જ્ઞાનની પર્યાય સામે જેવું નિમિત્ત હોય તેવું જાણવારૂપ થાય છતાં તે નિમિત્તને લઈને નથી. અહા ! જ્ઞાનસ્વરૂપી આત્મા પ્રભુ, સમોસરણમાં બિરાજમાન ભગવાનને “આ ભગવાન છે' એમ જાણે તે કાંઈ ભગવાનને લઈને જાણે છે એમ નહિ. એ તો જાણનાર જાણનારરૂપે જાણનારમાં રહીને “આ ભગવાન છે” એમ વ્યવહારે જાણે છે, બાકી નિશ્ચય તો પોતે પોતાને જ જાણે છે. સમજાણું કાંઈ...? આવી ઝીણી વાત છે.
અહા! અંદરમાં આ હું જ્ઞાનસ્વરૂપ છું તે પરપણે નથી એવો તપણાનો જ્યાં નિર્ણય કરે ત્યાં અનંતગુણની પર્યાય નિર્મળપણે પ્રગટ થાય છે. ભાઈ ! આ તો તારા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #374
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૫૮ : પ્રવચન રત્નાકર ભાગ-૧) ઘરમાં શું છે એની વાત છે. શરીર, મન, વાણી, હાડ-ચામ ઈત્યાદિ તો બધું પર છે, ક્યાંય ધૂળ-રાખ થઈને ઉડી જશે. બાપુ! એ ક્યાં તારાં છે? ને એ તારે લઈને છે એમ પણ ક્યાં છે? વળી તું પણ ક્યાં એમાં છો? તું તો જ્ઞાનસ્વરૂપથી તત્ ને પરસ્વરૂપથી અતત્ એવો જ્ઞાનાનંદસ્વભાવી ભગવાન છો ને પ્રભુ! અહા ! આ ત–અતત્ ધર્મો તો તારા ભગવાનસ્વરૂપને નિપજાવે છે, સિદ્ધ કરે છે. (એમ કે પ્રસન્ન થઈને સ્વસ્વરૂપને સંભાળ ).
અહા! હું મારાથી છું ને પરથી નથી એવો પોતે પોતાથી અનુભવ ના કર્યો તો (મનુષ્યદેહ પામીને) શું કર્યું? ધૂળેય ના કર્યું (કાંઈ જ ન કર્યું); ખાલી પરનાં અભિમાન કર્યા. અરે ભાઈ ! હું કોણ, કેવડો ને ક્યાં છું એનો વાસ્તવિક નિર્ણય કર્યા વિના તું ક્યાં જઈશ? આ અવસરમાં સ્વરૂપનો નિર્ણય કરવાનું છોડીને પરની તે માંડી છે પણ ભાઈ ! એ તો તારો “ઘરનાં છોકરાં ઘંટી ચાટે ને ઉપાધ્યાયને આટો' એના જેવો ઘાટ થયો છે. અહા ! ઘરનાં ઠેકાણાં ન મળે ને પારકું કરવા તું ક્યાં હાલી નીકળ્યો! જરા વિચાર તો કર કે પરનું તું શું કરી શકે ? ને પર તારું શું કરી શકે ? તું એમ જાણે છે કે આ શરીર મારાથી હાલે છે, આ વાણી મારાથી બોલાય છે ઈત્યાદિ પણ એમ નથી બાપુ ! કેમકે એ શરીર, વાણી આદિની તો તારામાં નાસ્તિ છે, ને તારી એનામાં નાસ્તિ છે. જરા ગંભીર થઈને વિચાર કર ને એક જ્ઞાયકસ્વરૂપ જ હું છું એમ નિર્ણય કર, અન્યથા ચોરાસીના અવતારમાં રઝળવાની બુરી વલે થશે. સમજાણું કાંઈ.....! શ્રીમદે (આશ્ચર્ય અને ખેદ પ્રગટ કરીને) કહ્યું છે ને કે
ઘટપટ આદિ જાણ તું, તેથી તેને માન;
જાણનાર ને માન નહિ, કહીએ કેવું જ્ઞાન!” જુઓ, અહીં કહે છે- “અને બહાર પ્રગટ થતા, અનંત જ્ઞયપણાને પામેલા સ્વરૂપથી ભિન્ન એવા પરરૂપ વડે અતપણું છે.' “અનંત શેયપણાને પામેલા' ભાષા જુઓ. અહા ! આ શરીર, મન, વાણી, ઇન્દ્રિય, ધન, કુટુંબ-પરિવાર ને દેવ-ગુરુ-શાસ્ત્ર તથા તેના લક્ષે થતા પુણ્ય-પાપના ભાવ- એ બધા પરય છે, બહારમાં પ્રગટ થતા એવા સ્વરૂપથી ભિન્ન છે. શું કીધું? આ દયા, દાન, વ્રત, તપ, ભક્તિ આદિના રાગ થાય છે તે બહારમાં પ્રગટ થાય છે અંતરંગમાં નહિ, ને સ્વરૂપથી ભિન્ન છે; તેથી તેઓ પરય છે. આવી વાત છે ભાઈ ! અરે ! તારા ઘરની વાત તે કોઈ દિ' નિરાંતે સાંભળી નથી ! તારાં ઘર તો મોટાનાં (મહાન) છે ભાઈ ! બીજાની ઓશિયાળ ન કરવી પડે એવું તારું મોટું (અનંત વૈભવથી ભરેલું) ઘર છે બાપુ! અહા ! સ્વરૂપની સાથે જેણે લગ્ન માંડયાં તેને પરની ઓશિયાળ શું? ભગવાન તું પૂર્ણાનંદનો નાથ જ્ઞાનસ્વરૂપે તત્ છો, ને શેયસ્વરૂપે નથી માટે પૈસાથી કે રાગથી તને સુખ થાય એમ છે નહિ.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #375
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરિશિષ્ટ : ૩૫૯
તારો અંત:પુરુષાર્થ તને સઘળું સુખ પૂરું પાડે એવી તારી ચીજ અંદર છે. (તેમાં એકાગ્ર થા.) અહો ! બહુ ટૂંકામાં આ તો ગજબની વાત કરી છે.
અહાહા....! અંતરંગમાં ચૈતન્યના પ્રકાશથી ચકચકાટ પ્રકાશતો જ્ઞાનસ્વભાવી આત્મા નિજ જ્ઞાનસ્વરૂપથી તત્ છે, ને પરશેયરૂપથી અતત્ છે. એટલે આત્માની વર્તમાન દશામાં પરજ્ઞયથી કાંઈ થાય છે એમ જરીય નથી. ' ૮૩ની સાલમાં ચર્ચા ચાલેલી. ત્યારે સામેથી કહે- સાહેબ, પચાસ ટકા આત્માના પુરુષાર્થના ને પચાસ ટકા કર્મ-નિમિત્તના રાખો; તો આપણે બધાને મેળ થઈ જાય. ત્યારે કહ્યું- આપણા મનમાં આપણે ગમે તે માનીએ, પણ વસ્તુને (વસ્તુના સ્વરૂપને) એ ક્યાં મંજુર છે? વસ્તુ તો કહે છે-સો એ સો ટકા પુરુષાર્થના છે, અને કર્મનો એક ટકોય નથી. ભાઈ ! આત્મામાં નિર્મળ જ્ઞાન-શ્રદ્ધાન-આચરણની જે જે પર્યાયો થાય છે તે સો એ સો ટકા પોતાથી-શુદ્ધ અંત:પુરુષાર્થથી જ છે, પરથી કે રાગથી જરીય નથી. સમજાણું કાંઈ...? શું થાય? વસ્તુ જ પોતે આવી ત–અતસ્વભાવ છે.
અરે! લોકોને બિચારાઓને આ વેપાર-ધંધાનું ને બાયડી-છોકરાંનું કરવા આડે આ સમજવાની ફુરસદ નથી !
હા, પણ સાહેબ! પરણતી વખતે બાયડીનો હાથ પકડ્યો હોય તેને કેમ તરછોડીએ?
સાંભળ ભાઈ ! ધીરો થા બાપુ! એ પરણેલીનો દેહ છે એ તો જડ ધૂળ છે બાપુ! એ તો તારાથી ભિન્ન છે. એને મારો માન્યો છે એ તો તારી ઊંધી પકડ છે. એના પ્રતિ મને જવાબદારી છે એમ માન્યું છે એય તારી ઊંધી પકડ છે. અને એ મમતા, એ પકડ જ તને દુઃખ કરે છે. જેનાથી તું અતત્ છો એનું હું કરું એ મમતા ચિરકાળ દુઃખ આપનારી છે ભાઈ !
બહાર પ્રગટ થતા, અનંત શયપણાને પામેલા' –એમ કહ્યું છે ને? મતલબ કે બ્રહ્મ સત્ય, જગત મિથ્યા' –એવી આ વાત નથી. સ્ત્રી-પુત્ર-પરિવાર, ધન-સંપત્તિ, દેહ, મન, વાણી ઈત્યાદિ પરજ્ઞયો જગતમાં છે ખરા, પણ તે પરશયો વડે તને અતત્પણું છે, અર્થાત્ તેઓ તારામાં નથી, તેઓ તને કાંઈ કરી શકતા નથી, અને તું એમનામાં કાંઈ કરી શકતો નથી. તારા દ્રવ્ય-ગુણ-પર્યાયથી તું તત્ છો, ને પરદ્રવ્યો વડ અતત્ છો એનો આ આશય છે. સમજાણું કાંઈ...?
શુભાશુભ વિકલ્પ પણ તારી ચીજ નથી ભાઈ ! ભગવાનની ભક્તિ, પૂજા આદિ કરે છે ને? પણ એ વિકલ્પ તારા જ્ઞાનસ્વરૂપની ચીજ નથી; અને એનાથી જ્ઞાનસ્વરૂપની પ્રાપ્તિ થશે એમ પણ નથી, કેમકે એ વડ તું અતત્ છો.
પ્રશ્ન- તો પછી આ બધાં મંદિરો તમે બીજાને દેખાડવા કરો છો ?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #376
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates ૩૬૦ : પ્રવચન રત્નાકર ભાગ-૧૦
સમાધાનઃ- કોણ કરે, ભાઈ ! એના થવા કાળે એ થાય છે, અને એનો કર્તા એ (પુદ્દગલ ) પદાર્થ છે, બીજો કોઈ એનો કર્તા નથી, આત્મા એનો કર્તા નથી, કેમકે આત્મા એમાં પ્રવેશતો નથી. જેમાં જે પ્રવેશે તેને તે ૨ચે. તે મંદિર આદિમાં આત્મા ક્યાં પ્રવેશે છે કે આત્મા તેને ૨ચે ? વળી તે પદાર્થો આત્મામાં કયાં છે કે તેને લઈને અહીં જ્ઞાન-દર્શનની રચના થાય ? તે પદાર્થો વડે તો આત્માને અત૫ણું જ છે. આવી વાત! સમજાણું sis....!
હવે કહે છે– ‘ સહભૂત ( –સાથે ) પ્રવર્તતા અને ક્રમે પ્રવર્તતા અનંત ચૈતન્યઅંશોના સમુદાયરૂપ અવિભાગ દ્રવ્ય વડે એકપણું છે, અને અવિભાગ એક દ્રવ્યમાં વ્યાપેલા, સહભૂત પ્રવર્તતા અને મે પ્રવર્તતા અનંત ચૈતન્ય-અંશોરૂપ (-ચૈતન્યના અનંત અંશોરૂપ ) પર્યાયો વડે અનેકપણું છે;.....’
ભાઈ, ધર્મ કેમ થાય એની આ વાત ચાલે છે. કહે છે- આત્મા વસ્તુ છે તેમાં જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય આદિ અનંત ગુણો સહભૂત એટલે સાથે-અક્રમે રહેલા છે, અને પર્યાયો ક્રમે પ્રવર્તે છે. જેમ સોનામાં પીળાશ, ચીકાશ, વજન વગેરે ગુણો સાથે રહેલા છે, અને કડાં, કુંડળ આદિ અવસ્થાઓ ક્રમે પ્રગટ થાય છે તેમ આત્મા વસ્તુ છે તેને જ્ઞાન, દર્શન, અસ્તિત્વ, વસ્તુત્વ આદિ અનંત ગુણો ત્રિકાળ એક સાથે રહેલા છે, અને પર્યાયો એક પછી એક એમ ક્રમે પ્રવર્તે છે. જેમકે જ્ઞાનની એક સમયે એક પર્યાય, પછી બીજા સમયે બીજી, પછી ત્રીજી ઈત્યાદિ.
હવે કહે છે- આ સાથે રહેનારા જ્ઞાન, દર્શન આદિ અનંત ગુણો અને ક્રમે એક પછી એક પ્રગટ થનારી પર્યાયો –એ બધા ચૈતન્યના અંશો છે. એના સમુદાયરૂપ અભેદઅવિભાગ-જેના ભંગ-ભેદ ન પડે –એવી દ્રવ્ય-વસ્તુ તે વડે આત્માને એકપણું છે; અર્થાત્ તે વડે આત્મા એક છે. જુઓ, આત્મા એક છે એની આ વ્યાખ્યા કરી. બધાં દ્રવ્યો મળીને એક છે એમ નહિ. અનેક દ્રવ્યો તો બધાં અનેક પૃથક્ જ છે. અહીં તો આત્મામાં અનંત ગુણ તથા તેની ક્રમે થતી પર્યાયો તે તેના અંશો છે અને તેના સમુદાયરૂપ અભેદ એકરૂપ તેને એકપણું કહે છે. અહા ! ( અનંતગુણોથી) અભેદ એક ઉપર નજર પડતાં દ્રવ્યષ્ટિ પ્રગટ થાય છે ને ત્યારે પર્યાય જે અનેક છે એમાં અમૃતનો સ્વાદ આવે છે. ભાઈ! આ અનેકાન્ત તો વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વરે કહેલા જૈનદર્શનનો મહાસિદ્ધાંત છે.
ભગવાનનો માર્ગ અહિંસા એમ લોકો કહે છે ને? પણ એનું રહસ્ય શું ? ભગવાન આત્મા અનંતગુણનો અભેદ એક પિંડ પ્રભુ છે એની સન્મુખ થતાં જે નિર્મળ, વીતરાગી દશા પ્રગટ થાય તેને ભગવાન અહિંસા કહે છે; અને ૫દ્રવ્યના લક્ષે થતી શુભ કે અશુભ રાગની ઉત્પત્તિને હિંસા કહે છે.
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
Page #377
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરિશિષ્ટ : ૩૬૧ આત્મા પોતે વસ્તુ છે તે અતિ છે, સત્ છે. તો વસ્તુ સત્ છે તેનો સ્વભાવ હોય કે નહિ? જેમ સાકર વસ્તુ છે તેનો ગળપણ આદિ સ્વભાવ છે, તેમ આત્મા વસ્તુ છે તેના જ્ઞાન-દર્શન આદિ અનંત સ્વભાવો છે. અહાહા....! અનંત સ્વભાવોનું એક પ્રભુ આત્મા છે. અહા ! આવા અખંડ એક ચૈતન્યસ્વભાવી પ્રભુ આત્માને લક્ષમાં લેતાં પર્યાયમાં શુદ્ધ ચૈતન્યસ્વભાવમય વીતરાગ દશા પ્રગટ થાય છે અને તેને સર્વજ્ઞ પરમેશ્વરે અહિંસા પરમો ધર્મ કહ્યો છે, અને એમાં અનેકાન્ત અને અપરિગ્રહ આદિ ભાવો સમાઈ જાય છે. કઈ રીતે? તે આ રીતે કે-પરથી ખસીને નિજ ચૈતન્યમય દ્રવ્ય જેવું અભેદ એક કહ્યું તેની દષ્ટિ-તેની એકાગ્રતા થતાં પર્યાય સ્વભાવમાં તદ્રુપ થઈ પરિણમી અને તે જ અહિંસા ધર્મ ને તે જ અનેકાન્તની સિદ્ધિ થઈ ગઈ; અને એ જ મિથ્યાત્વ જે પરિગ્રહુ હતો તેના નાશરૂપ અપરિગ્રહ છે. આ રીતે અહિંસા ધર્મમાં અનેકાન્ત ને અપરિગ્રહ આદિ ભાવો સમાઈ જાય છે. પરથી ખસીને સ્વમાં વસે તે અનેકાન્તનું અમૃત છે, તે અહિંસા છે ને તે જ પરમાં મમત્વના અભાવરૂપ અપરિગ્રહ છે. સમજાણું કાંઈ–?
અહાહા...! અનંત અનંત આનંદનું ધામ પ્રભુ આત્મા છે તેમાં એકાગ્રલીન થઈ પરિણમવું તે વીતરાગી પરિણામરૂપ અહિંસા છે, અને એનું જ નામ પરને પર જાણી, પરથી ખસી સ્વમાં વસવારૂપ-સ્વને અનુભવવારૂપ અનેકાન્ત છે તથા તે જ અપરિગ્રહવાદ છે. તેવી જ રીતે સત્યસ્વરૂપ પ્રભુ આત્મા છે તેનો સત્કાર-સ્વીકાર કરવો તે જ સત્ય છે, આથી વિરુદ્ધ રાગ જે પરવસ્તુ છે તેનો સત્કાર-સ્વીકાર કરવો તે અસત્ય છે; વળી રાગથી ખસી બ્રહ્મ નામ આનંદસ્વરૂપ ભગવાન આત્મામાં ચરવું-રમવું તે બ્રહ્મચર્ય છે, એનાથી વિપરીત રાગમાં ચરવું-રમવું તે અબ્રહ્મચર્ય છે. લ્યો, આવી વાત. (એક વીતરાગ પરિણામમાં પાંચે વ્રત ને અનેકાન્ત સમાઈ જાય છે).
વળી કહે છે- “અવિભાગ એક દ્રવ્યમાં વ્યાપેલા, સહભૂત પ્રવર્તતા અને ક્રમે પ્રવર્તતા અનંત ચૈતન્ય-અંશોરૂપ પર્યાયો વડ અનેકપણું છે.'
અહાહા....! જોયું? અનંત ગુણ-પર્યાયોના સમુદાયરૂપ અભેદ જે દ્રવ્ય તે વડ એક છે, ને ગુણ-પર્યાયોના ભેદથી જોતાં તે વડ અનેકપણું છે. ત્યાં જ્યાં અનેકરૂપ એવી પર્યાય એકનો (ધ્રુવ દ્રવ્યનો) નિર્ણય કરે છે ત્યાં પર્યાયથી અનેકપણું છે એમ ભેગું જ્ઞાન થઈ જ જાય છે. આ અપેક્ષાએ એક છે, ને આ અપેક્ષાએ અનેક છે એમ ધારણામાં લઈ લીધું તે કાંઈ વસ્તુ નથી. પરંતુ વર્તમાન પર્યાયમાં એકનો નિર્ણય-પ્રતીતિ આવી જાય ત્યાં અનેકપણાનું-પર્યાયનું જ્ઞાન થઈ જ જાય છે. ભાઈ ! આ તો સર્વજ્ઞ પરમેશ્વરનો મારગ અનેકાન્તમય વસ્તુ જેમ છે તેમ તેનાં જ્ઞાન-શ્રદ્ધાન કરાવે છે. અહા ! વસ્તુ દ્રવ્યરૂપથી જે એક છે તે જ દ્રવતી થકી પર્યાયરૂપે અનેકપણે થાય છે, માટે તે જ અનેક છે. આવી વાત ! સમજાણું કાંઈ....?
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #378
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૬૨ : પ્રવચન રત્નાકર ભાગ-૧)
હવે કહે છે- “પોતાના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવરૂપે હોવાની શક્તિરૂપ જે સ્વભાવ તે સ્વભાવવાનપણા વડે (અર્થાત્ એવા સ્વભાવવાળી હોવાથી) સત્પણું છે, અને પરના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવરૂપે નહિ હોવાની શક્તિરૂપ જે સ્વભાવ તે સ્વભાવવાનપણા વડે અસત્પણું છે.'
અહાહા.......! અનંત આત્માઓ, અનંતાનંત પરમાણુઓ, અસંખ્ય કાલાણુઓ, એક ધર્માસ્તિકાય, એક અધર્માસ્તિકાય ને એક આકાશ-એમ છ પદાર્થ ભગવાને લોકમાં જોયા છે. એ છએ પદાર્થ પોતાના દ્રવ્યપણે, ક્ષેત્રપણે સમયસમયની અવસ્થાપણે અને ગુણપણે અસ્તિ છે. તેમ અહીં આત્મા–એનું દ્રવ્ય એટલે એની વહુ-દ્રવ્યમાન ત્રિકાળ, ક્ષેત્ર એટલે પહોળાઈ (ત્રિકાળ), ભાવ એટલે શક્તિ-ગુણ ત્રિકાળ-એ ત્રણેનું અસ્તિપણે એકરૂપ છે તે પોતાથી છે ને પરથી નથી. તેમ ત્રિકાળનો વર્તમાન જે એક સમયનો સ્વકાળરૂપ અંશ છે તે પણ સ્વથી છે તે પરથી નથી. અહાહા...! એનો વર્તમાન વર્તતો જે અંશ છે તે અકાળે થાય છે અને તે સ્વથી છે, પરથી નથી. જે પર્યાય જે સમયે સુનિશ્ચિત થવાયોગ્ય છે તે તે સમયે જ પ્રગટ થાય છે. આમ પ્રતિસમય પર્યાય નિયત-ક્રમબદ્ધ પ્રગટ થાય છે. આમ દ્રવ્યનો પ્રત્યેક સમયે વર્તતો વર્તમાન-વર્તમાન અંશ
૧. એનાથી-સ્વથી છે, પરથી–નિમિત્તથી નથી. ૨. તે સ્વકાળે પ્રગટ થાય છે.
જેમ ત્રિકાળ (દ્રવ્ય-ક્ષેત્ર-ભાવ) નિશ્ચિત છે તેમ વર્તમાન વર્તતી પર્યાય પણ નિશ્ચિત જ છે; હા; પણ એનો યથાર્થ નિર્ણય નિજ ત્રિકાળી દ્રવ્યસ્વભાવ પર નજર-દષ્ટિ જાય ત્યારે જ થાય છે. (અન્યથા ક્રમબદ્ધનો યથાર્થ નિર્ણય થતો નથી )
અત્યારે લોકમાં વિવાદ ચાલે છે ને! એમ કે પર્યાયો ક્રમબદ્ધ નથી, કાર્ય નિમિત્ત હોય તો એટલે કે નિમિત્તથી થાય અને વ્યવહારથી નિશ્ચય થાય. આ બધા વાંધાના આમાં ખુલાસા આવી જાય છે. કેવી રીતે ? તે આ પ્રમાણે
અનંતગુણનો પિંડ પ્રભુ આત્મા છે. તેની પ્રત્યેક સમયે થતી પર્યાય સ્વથી છે, પરથી નથી એનો અર્થ જ એ છે કે પર નિમિત્તને લઈને પર્યાય થતી નથી. પર નિમિત્ત નથી એમ નહિ, પરંતુ જેમ અનંત દ્રવ્યો ત્રિકાળ અસ્તિપણે છે એને કોઈની અપેક્ષા નથી, તેમ એની પર્યાયનું એક સમયનું અસ્તિત્વ છે તેને કોઈની અપેક્ષા નથી. એક સમયની પર્યાય પણ સ્વસહાય જ પ્રગટ થાય છે. અહા ! પર્યાયના એક સમયના અસ્તિત્વને નિમિત્તની અપેક્ષા તો નથી, ખરેખર તો પોતાના દ્રવ્ય-ક્ષેત્ર-ભાવનીય અને અપેક્ષા નથી. જુઓ, દ્રવ્ય-ક્ષેત્ર-ભાવ તો સદા એકરૂપ એક દેશ છે, છતાં પર્યાયમાં તો વિવિધતાઅનેકવિધતા છે; માટે પર્યાય પર્યાયના કારણે જ પ્રગટ થાય છે એ નિશ્ચય છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #379
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરિશિષ્ટ : ૩૬૩ અહાહા...! ભગવાન આત્મા અને અનંતા અન્ય પદાર્થો-રજકણ-રજકણ સુદ્ધાં અનંતગુણથી ભરેલું તત્ત્વ છે. એના ગુણ જે ત્રિકાળ છે એનું પરિણમન અર્થાત્ વર્તમાન અવસ્થારૂપે થવું તે જે કાળે જે થવાનું છે તે થાય જ છે; એ સ્વકાળ પોતાથી છે, પરથી નથી. નિમિત્ત બીજી ચીજ હો, પણ નિમિત્ત છે માટે આ પરિણમન છે એમ નથી. જે સ્વયં સત્ છે તેને પરની શું અપેક્ષા ? સત્ન પરની અપેક્ષા હોઈ શકે નહિ. વ્યવહાર અને પર નિમિત્ત એ તો કાર્યકાળે એક બીજી ચીજ છે બસ એટલું જ, બાકી એનાથી આમાં (ઉપાદાનમાં ) કાંઈ થાય છે એમ છે નહિ. માટે હું હોશિયાર છું, ને મેં આ કર્યું એમ પરનું કરવાનાં અભિમાન જવા દે ભાઈ !
અહા! પ્રત્યેક દ્રવ્યમાં દ્રવ્ય-ક્ષેત્ર-ભાવ કાયમ રહીને પર્યાય સમયે સમયે ક્રમબદ્ધ પ્રગટ થાય છે, કેમકે તે પર્યાય પોતાથી થાય છે, પરથી–નિમિત્તથી નહિ. ધર્મી પુરુષને સ્વદ્રવ્યના લક્ષપૂર્વક જે સમ્યફદર્શન-જ્ઞાન-ચારિત્રની નિર્મળ પર્યાય થઈ છે તે પણ એના સ્વકાળે થઈ છે, અને સાથે કિંચિત્ રાગ રહી ગયો છે તે પણ એનો સ્વકાળ છે. અહો ! ઇન્દ્રો, ગણધરો ને મુનિવરોની ઉપસ્થિતિમાં ધર્મસભામાં ઈચ્છા વિના જ ભગવાનની વાણી ખરી એમાં આ વાત આવી છે.
અહા! ભગવાન! તું કોણ છો? અનંતગુણનો પિંડ નિર્મળાનંદનો નાથ પ્રભુ છો ને! અહા ! ત્યાં નજર કરતાં જ પર્યાયમાં શાન્તિ–વીતરાગતા આવશે. એ વીતરાગતા સાથે કિંચિત્ શુભરાગ રહી જાય તેને વ્યવહાર કહીએ. શું કીધું? જે વીતરાગતા થઈ તે નિશ્ચય અને જે રાગ રહ્યો તે વ્યવહાર. એક સમયમાં વીતરાગતા અને રાગ બને છે. માટે પહેલો વ્યવહાર ને પછી નિશ્ચય, વા વ્યવહારથી નિશ્ચય થાય એ વાત યથાર્થ નથી. આ વાત દ્રવ્યસંગ્રહમાં લીધી છે કે-ધ્યાનમાં નિશ્ચય અને વ્યવહાર એક જ કાળે હોય છે. (જુઓ, દ્રવ્યસંગ્રહ ગાથા ૪૭ ).
વળી કોઈ વિવાદ કરે છે કે- કર્મને લઈને વિકાર થાય, કર્મ જ વિકાર કરાવે છે. પણ ભાઈ ! કર્મ તો જડ છે, એ તો આત્માને અડતાં સુદ્ધાં નથી તો એ આત્માને વિકાર કેમ કરાવે? એને લઈને આત્મામાં શું થાય? જે અડે નહિ તે આત્મામાં શું કરે ? આત્માની પર્યાયમાં વિકાર થાય એ તો પોતાનો પોતાવડ થયેલો અપરાધ છે; કર્મ તો તેમાં બાહ્ય નિમિત્ત માત્ર છે. અરે, લોકો શાન્તિ અને ધીરજથી વિચાર કરતા નથી ને આ નવું કાઢ્યું એમ રાડો પાડે છે, પણ બાપુ! આ નવું નથી, આ તો અનાદિ પરંપરામાં ચાલી આવતી વાત છે.
આત્મા ધ્રુવદ્રવ્યપણે સદા ટતું તત્ત્વ છે તો પર્યાયપણે પલટે છે. પર્યાય અપેક્ષાએ આત્મા નિત્યપરિણામી પદાર્થ છે. આ બધું સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ કીધા તેમાં સમાઈ જાય છે. વસ્તુ ત્રિકાળ, ક્ષેત્ર ત્રિકાળ, ભાવ-ગુણ ત્રિકાળ અકૃત્રિમ પોતાવડ પોતાપણે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #380
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૩૬૪ : પ્રવચન રત્નાકર ભાગ-૧) જેમ છે તેમ એની વર્તમાન પર્યાય પોતાવડે હોવાના શક્તિરૂપ સ્વભાવપણા વડ સત્ છે; અર્થાત્ સમયસમયની પર્યાય પોતાના કારણે પોતાના સામર્થ્યથી પ્રગટ થતી સત્ છે. અહીં વજન સ્વકાળ પર છે. પોતાના સ્વકાળે હોવાનો પર્યાયનો જે સ્વભાવ એવા સ્વભાવપણા વડે પર્યાયનું સારું છે. અહા ! જ વસ્તુ કાયમ રહીને અવસ્થાપણે પરિણમતી ન હોય તો દુઃખ ટળીને સુખ થવું, મિથ્યાત્વ ટળીને સમકિત થવું, સંસાર ટળીને મોક્ષ થવો ઇત્યાદિ કાંઈ સંભવિત નથી. માટે દરેક વસ્તુ સ્વયં ટકીને પરિણમે છે-રૂપાંતર પામે છે એ વસ્તુગત સ્વભાવ છે.
શ્રીમદે એક પત્રમાં લખ્યું છે કે- ચૈતન્ય હો કે પરમાણુ હો, કોઈપણ પદાર્થને નક્કી કરવો હોય તો તે વસ્તુ-દ્રવ્ય, તેની પહોળાઈ-ક્ષેત્ર, તેનો ભાવ-ગુણ તથા તેની વર્તમાન દશા શું છે- એમ ચાર પ્રકારથી નક્કી કરી શકાય, તે વિના પદાર્થ સિદ્ધ ન થાય. તેમ અહીં કહે છે- પોતાનું દ્રવ્ય-વસ્તુ જે આત્મા છે તે, એના ભાવ-ગુણ, એનું શરીર પ્રમાણ (છતાં શરીરથી ભિન્ન) અસંખ્ય પ્રદેશી ક્ષેત્ર, અને એની અવસ્થા-કાળ-આમ ચાર ખૂટથી વસ્તુ સિદ્ધ થાય છે. આમ ન હોય તો એની દશામાં પરિણમવું, એના ક્ષેત્રમાં કાયમ રહેવું, ગુણોનું ત્રિકાળ ટકવું, ને દ્રવ્યપણે કાયમ રહેવું સિદ્ધ નહિ થાય. ભાઈ ! સર્વશના જ્ઞાનમાં સર્વ પદાર્થ આ રીતે (ચાર ખૂટથી) જાણવામાં આવ્યા છે. પદાર્થના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ પોતાના કારણે સતું હોવાથી તેનું વર્તમાન પરિણમન-સ્વકાળ બીજી ચીજ હોય તો થાય એમ છે નહિ. એક સમયમાં વિકારી પર્યાય પ્રગટ થાય કે અધિકારી કે વિકારી-અવિકારી (સાધકને ચારિત્રગુણની પર્યાય વિકારી-અવિકારી હોય છે) –તે એનો કાળ છે. પુણ્યથી ધર્મ થાય ઇત્યાદિ માન્યતારૂપ મિથ્યાભ્રમ, અજ્ઞાન ને રાગ-દ્વેષ અજ્ઞાનીને થાય છે તે તે પર્યાયનો કાળ છે, તે કાળે નિમિત્ત છે ખરું, મોહનીય કર્મનો ઉદય છે ખરો, પણ કર્મને લઈને તે પર્યાય થાય છે એમ નથી. કર્મના દ્રવ્ય-ક્ષેત્ર-કાળભાવ કર્મમાં છે, કર્મના ઉદયને લઈને અહીં વિકારી પર્યાય થાય છે એમ નથી. અહા ! જેને આ વાત બેસી જાય તેનું શું કહેવું? તત્કાલ એની દષ્ટિ દ્રવ્યસ્વભાવ ઉપર જઈને નિર્મળ પર્યાયનો સ્વકાળ તેને પ્રગટ થાય છે.
અરે! લોકો ધર્મને સાધારણ ચીજ માની બેઠા છે. પણ ધર્મ એ તો કોઈ મહાન અપૂર્વ ચીજ છે ભાઈ ! અહા ! અનંતકાળમાં અનંતવાર એ હજારો રાણીઓ છોડીને નગ્ન દિગંબર સાધુ થયો છે, પણ એને ધર્મ થયો નહિ. વસ્તુની સ્થિતિ શું? તેની હુદ-મર્યાદા શું? એની હદમાં પરનો પ્રવેશ નથી, અને પરની હદમાં એનો પ્રવેશ નથી- આવું યથાર્થ સમજ્યા વિના બધું છોડીને ત્યાગી થાય પણ એથી શું? વસ્તુના સત્યાર્થ જ્ઞાન-શ્રદ્ધાન વિના બધું જ થોથેથોથાં છે. સમજાણું કાંઈ....!
પ્રશ્ન- ધર્મ તો સહેલો હતો, પણ આપે મોઘો કરી નાખ્યો.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #381
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરિશિષ્ટ : ૩૬૫
ઉત્તર- અરે ભાઈ ! ધર્મની સત્યાર્થ રીત જ આ છે. આનાથી વિપરીત માને આચરે એ બધું મોંઘું છે, કેમકે બીજી રીતે ધર્મ હાથે આવે એમ છે જ નહિ. બાપુ! સ્વસ્વરૂપનાં જ્ઞાન-શ્રદ્ધાન વિના તું વ્રત, તપ આદિ કરે પણ એમાં તો વિકલ્પ જ વિકલ્પ દેખાય, એમાં કાંઈ અંત:તત્ત્વ હાથ ન આવે, ને ધર્મ ન થાય.
તો હમણાં હુમણાં વિકલ્પથી શૂન્ય થઈ જાઓ એવું ચાલ્યું છે એ શું છે?
વિકલ્પથી શુન્ય થઈ જાઓ- એ તો બરાબર છે, પણ પોતાનું- આત્માનું અસ્તિત્વ કેવું ને કેવડે છે તેના જ્ઞાન વિના, તેની અંતર્દષ્ટિ વિના વિકલ્પની એકતા તૂટે કેવી રીતે? આ ચૈતન્યમાત્ર ચિકૂપ વસ્તુ હું છું એમ સ્વસંવેદનમાં અસ્તિસ્વરૂપ જણાય ત્યારે વિકલ્પની નાસ્તિ-અભાવ થાય ને! એ વિના વિકલ્પ કદી તૂટે નહિ. ભાઈ ! અંતર્દષ્ટિ વિના વિકલ્પથી શૂન્ય થવા જઈશ તો જડ જેવો (મૂઢ ) થઈ જઈશ.
એક વાર તું સાંભળ પ્રભુ! તું છો કે નહિ? છો તો કેવી રીતે છો? તો કહે છેદ્રવ્ય-ક્ષેત્ર-ભાવથી અને વર્તમાન અવસ્થાથી-એમ ચારેથી તું સત્ છો. મતલબ કે તારી પર્યાય પરને લઈને નથી. વળી તારું સત્ જો પ્રતીતિમાં આવ્યું તો પર્યાયમાં અવશ્ય પ્રગટ થશે જ.
આત્મા અનંતગુણરત્નાકર પ્રભુ છે. તેનો સંપ્રદાન નામનો ગુણ છે. ગુણના ધરનાર ગુણી-દ્રવ્યની જ્યાં પ્રતીતિ થઈ ત્યાં વર્તમાન પર્યાયમાં “ઉપાય” (મોક્ષમાર્ગ) પ્રગટ થયો, અને તે પર્યાયે જ તે રાખ્યો અને નવી પર્યાય ઉપાયનું ફળ જે “ઉપય”
શિ એને પણ પ્રતીતિમાં લઈ લીધો. શું કીધું? વિશેષ ખુલાસોઃ કે પોતાનાં દ્રવ્ય-ક્ષેત્ર-ભાવ તથા એની વર્તમાન દશા –એમ ચાર વડે હું સત્ છું એમ જ્યાં નક્કી થયું ત્યાં એને સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન પ્રગટ થયાં, સાથે સર્વજ્ઞ અને સર્વદર્શી સ્વભાવનો અંતરમાં સ્વીકાર થયો. હું સર્વજ્ઞ થવાને લાયક છું એમ એને પ્રતીતિ થઈ. અહા ! મારો સર્વજ્ઞ-સર્વદર્શી સ્વભાવ છે એમ પ્રતીતિ થતાં સાથે “ભાવ-અભાવ” શક્તિની પ્રતીતિ થઈ. શું? કે વર્તમાન અવસ્થામાં જે અલ્પજ્ઞપણું ને કિંચિત્ દુઃખ છે તેનો અભાવ થઈ, જેનો વર્તમાન અભાવ છે એવું સર્વજ્ઞપણું અને અનંતસુખનો ભાવ થશે જ. અહા ! પર્યાયમાં સર્વજ્ઞતા અને સર્વદર્શિતા થવામાં થોડી વાર છે એટલું, પણ એ થશે જ એમ શ્રદ્ધાન ઉદય પામે છે. જેમ ચંદ્રની બીજ ઉગે તે પૂનમ થાય જ તેમ ભગવાન પૂર્ણાનંદના નાથને પ્રતીતિ ને અનુભવમાં લીધો તેને પૂરણ કેવળજ્ઞાન આદિ પૂર્ણદશા થાય જ, ન થાય એમ કદીય બને નહિ. ભાઈ ! આ તો રામબાણ ઉપાય બાપુ! જેમ રામનું બાણ ફરે નહિ તેમ ભગવાનનો મારગ ફરે નહિ એવો અફર છે. જેમ દેવોએ સમુદ્ર વલોવીને એકવાર લક્ષ્મી ને બીજી વાર ઝેર કાઢયું તું ને! (આ લૌકિક કથા છે). તેમ આત્મા-ચૈતન્યરત્નાકરને વલોવીને આચાર્ય અમૃતચંદ્રદેવે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #382
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check hîřp://www.AtmaDharma.com for updates
૩૬૬ : પ્રવચન રત્નાકર ભાગ-૧૦
એકલું અમૃત કાઢયું છે. (એમ કે અંતર્મગ્ન થઈ તેનું પાન કર).
ભાઈ! પોતાનો સર્વજ્ઞ-સર્વદર્શી સ્વભાવ નક્કી કર્યા વિના ધર્મ થઈ શકે જ નહિ. એક સમયની પર્યાયમાં જેને સર્વજ્ઞપણું અને સર્વદર્શીપણું પ્રગટ થયું છે એનો નિર્ણય કરવા જાય અને અંતરંગમાં સર્વજ્ઞ-સર્વદર્શી નિજ સ્વભાવ છે એની દષ્ટિ અને નિર્ણય થાય છે અને એનું નામ ધર્મ છે, અંતર્દષ્ટિ થવી તે પ્રથમ ધર્મ છે. લોકો તો ભગવાનની ભક્તિ કરે ને ઉપવાસ કરે ને એમાં ધર્મ માને; પણ બાપુ! તું જેને ઉપવાસ માને છે તે ઉપવાસ નથી. ઉપવાસ કોને કહીએ ? ‘ઉપવસતિ ઈતિ ઉપવાસઃ' શુદ્ધ ચૈતન્યની સમીપમાં વસવું તે ઉપવાસ છે, બાકી તો ઉપવાસ નહિ પણ ‘અપવાસ' નામ માઠો વાસ છે. શુભરાગમાં વાસ તે માઠો વાસ (દુર્ગતિમાં વાસ) છે. અહા! પુણ્યભાવને જ્યાં સુધી પોતાનો માને, કરવા જેવો માને, કરતાં કરતાં ધર્મ થશે એમ હિતરૂપ માને ત્યાં સુધી નિજ ચૈતન્યસ્વરૂપ શુદ્ધ અંતઃતત્ત્વની દષ્ટિ થતી જ નથી, અને એના વિના બધું થોથેથોથાં જ છે. અરે, લોકોને આત્મ-વ્યવહાર શું છે એનીય ખબર નથી. ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય તે નિશ્ચય, ને તેના આશ્રયે પ્રગટ થતી નિર્મળ રત્નત્રયની પરિણતિ વ્યવહાર. આ આત્મવ્યવહાર છે. તેને ગૌણ કરી શુદ્ધ એક નિશ્ચયને આદરવો–બસ એ જ કર્તવ્ય છે. બાકી તો “બુદ્ધિ વિનાના બાવા બન્ને, ને ભવસાગરમાં ડૂબી મરે” એના જેવી વાત છે.
વળી અહીં કહે છે– ‘૫૨ના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવરૂપે નહિ હોવાની શક્તિરૂપ જે સ્વભાવ તે સ્વભાવવાનપણા વડે અસણું છે. ’
જોયું ? ૫૨નું દ્રવ્ય, પરનું ક્ષેત્ર, ૫૨નો ભાવ ને ૫૨ની પર્યાયરૂપે નહિ થવાની શક્તિરૂપ આત્માનો સ્વભાવ છે. આ શરીર છે ને? તે રૂપે-શરીરની અવસ્થારૂપે નહિ થવાની શક્તિરૂપ આત્માનો સ્વભાવ છે. તે જ પ્રમાણે કર્મના ઉદયરૂપે નહિ થવાની શક્તિરૂપ આત્માનો સ્વભાવ છે. આ એક આંગળી છે ને! તેનો બીજી આંગળીરૂપે નહિ થવાની શક્તિરૂપ સ્વભાવ છે. હવે આવી વાત છે ત્યાં લોકો તો બીજાને મારું, ને બીજાને જીવાડું, ને પૈસા કમાઉં ને પૈસા દઉં ઈત્યાદિ પરનું કરવાનું માને છે. પણ બાપુ! પરની અવસ્થાપણે નહિ થવાની શક્તિરૂપ તારો સ્વભાવ છે. અહાહા....! કર્મ શું? કે શરીર શું? કુટુંબ-પરિવાર શું? કે દેવ-ગુરુ-શાસ્ત્ર શું? સર્વ પદ્રવ્યના, એના ક્ષેત્રના, એના ભાવગુણના અને એની વર્તમાન અવસ્થાના સ્વરૂપે નહિ થવાની શક્તિરૂપ આત્મસ્વભાવ છે. સ્ત્રીના દેહની અવસ્થાપર્ણ કે મકાનની અવસ્થાપણે આત્મા કદીય ન થાય એવો એનો સ્વભાવ છે. અહાહા...! આત્માનો પોતાની પર્યાયરૂપે થવાનો જેમ શક્તિરૂપ સ્વભાવ છે, તેમ તેનો પ૨ની પર્યાયરૂપે નહિ થવાની શક્તિરૂપ સ્વભાવ છે.
પણ પુરુષ પોતાની પત્નીનો પતિ તો ખરો ને?
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
Page #383
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરિશિષ્ટ : ૩૬૭ અરે ભાઈ ! પ્રત્યેક આત્મા પોતાનો પતિ-સ્વામી છે; બાકી પરનો પતિ-સ્વામી કોઈ હોઈ શકે નહિ; કમક પરના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી આત્માને અસપણું છે.
આ બધા ઉદ્યોગપતિઓ કહેવાય છે એ તો સાચું ને?
ના, એય સાચું નથી. ઉદ્યોગ નામ પુરુષાર્થ પોતાનો પોતામાં હાલે, પણ પરમાં શું હાલે ? પરમાં કાંઈ એ ન કરે. અરે, મિથ્યા ભ્રમમાં જીવ એમ ને એમ ચાર ગતિમાં રખડી મરે છે. બાકી પરની અવસ્થાપણે તે થતો નથી તો સ્ત્રીનો પતિ ને ઉદ્યોગપતિ ક્યાંથી થઈ ગયો ?
હા, પણ પોતાનો ૬૦-૭૦ વર્ષનો અનુભવ તો બાપ દીકરાને આપે કે નહિ?
ધૂળેય આપે નહિ સાંભળને. એ રાગનો અનુભવ પોતાનો પોતાની પાસે રહે, પરને કોઈ દઈ શકે નહિ. એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં કરે શું? આ શબ્દો નીકળે છે ને? તે પુગલના સ્કંધની અવસ્થા છે; આત્મા તે અવસ્થાને કરે એમ ત્રણકાળમાં બની શકે નહિ. અરે ! જેને અંદર વસ્તુનું-આત્માનું પરથી ભિન્નપણું ભાસ્યું નથી તેને આત્મા-પત શું છે, અને પોતાનું હોવાપણું-ન હોવાપણું શું છે એની ખબર નથી. સાચું જ્ઞાન થયે, મારી અવસ્થા પરથી છે, ને હું પરપણે છું એમ એને ભાસતું નથી. ભાઈ ! તારી દશામાં પરદશાપણે થવાની તાકાત જ નથી. જેમ પરદ્રવ્ય-ક્ષેત્ર-ભાવથી આત્મા અસત્ છે તેમ પરના સ્વકાળથી અર્થાત્ પરની પર્યાયથી આત્મા અસત્ છે, અને પોતાથી સત્ છે. તેથી પરનું કરવા આત્મા પંગુ-પાંગળો છે. આવી વાત! સમજાણું કાંઈ....?
- હવે કહે છે- “અનાદિનિધન અવિભાગ એક વૃત્તિરૂપે પરિણતપણા વડે નિત્યપણું છે, અને ક્રમે પ્રવર્તતા, એક સમયની મર્યાદાવાળા અનેક વૃત્તિ-અંશોરૂપે પરિણતપણા વડ અનિત્યપણું છે. (આ રીતે જ્ઞાનમાત્ર આત્મવસ્તુને પણ, ત–અતપણું વગેરે બબ્બે વિરુદ્ધ શક્તિઓ સ્વયમેવ પ્રકાશતી હોવાથી, અનેકાન્ત સ્વયમેવ પ્રકાશે જ છે. )
જોયું? અનાદિ અનંત અખંડ એક દ્રવ્યરૂપે આત્મા નિત્ય છે, અને સમયસમયની પલટતી પર્યાયપણે આત્મા અનિત્ય છે. આ રીતે, કહે છે, જ્ઞાનમાત્ર આત્મવસ્તુને તત્અતત્ આદિ પરસ્પર વિરુદ્ધ બબ્બે શક્તિઓ સ્વયમેવ પ્રકાશિત હોવાથી અનેકાન્ત સ્વયમેવ પ્રકાશ જ છે.
પ્રશ્ન- “ જો આત્મવસ્તુને, જ્ઞાનમાત્રપણું હોવા છતાં, સ્વયમેવ અનેકાન્ત પ્રકાશે છે તો પછી અર્હત ભગવંતો તેના સાધન તરીકે અનેકાન્તને (-સ્યાદ્વાદને) શા માટે ઉપદેશે
છે ? '
જુઓ, આ શિષ્યનો પ્રશ્ન છે કે –આત્મા જગતની એક અસ્તિ-યાતવાળી વસ્તુ છે તે જ્ઞાનમાત્ર છે એમ આપ કહો છો, અને જ્ઞાનમાત્ર કહેતાં જ તેને અનેકાન્ત સ્વયમેવ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #384
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૬૮ : પ્રવચન રત્નાકર ભાગ-૧) પ્રકાશે જ છે, અર્થાત્ તેમાં તત-અતર્ આદિ અનેક ધર્મો સ્વયમેવ સિદ્ધ થઈ જાય છે એમ પણ આપ કહો છો; તો પછી સર્વજ્ઞ પરમાત્મા અર્હતદેવ તેના સાધન તરીકે અનેકાન્તને-સ્યાદ્વાદને શા માટે ઉપદેશે છે? આ તેનો ઉત્તર-સમાધાન કહે છે:
ઉત્તર:- “અજ્ઞાનીઓને જ્ઞાનમાત્ર આત્મવસ્તુની પ્રસિદ્ધિ કરવા માટે ઉપદેશે છે એમ અમે કહીએ છીએ.”
જુઓ, કહે છે- અજ્ઞાનીઓને જ્ઞાનમાત્ર આત્મા પ્રસિદ્ધ નથી. તેથી નિજ આત્મવસ્તુની પ્રસિદ્ધિ અર્થે અનેકાન્ત-સ્યાદ્વાદ વડે તેને ઉપદેશવામાં આવે છે. અહાહા..... આત્મા પ્રજ્ઞાબ્રહ્મ સ્વરૂપ પ્રભુ જ્ઞાનસ્વરૂપથી છે ને પરર્શયસ્વરૂપથી નથી એમ ઉપદેશતાં એને આત્મા જ્ઞાનમાત્ર સિદ્ધ-પ્રસિદ્ધ થાય છે માટે સ્યાદ્વાદથી ઉપદેશ છે. સમજાણું કાંઈ....!
અહા! આત્મા જ્ઞાનમાત્ર વસ્તુ છે એનો નિર્ણય થવા સ્યાદ્વાદથી ઉપદેશ છે. ત્યાં ઉપદેશને ગ્રહણ કરી હું જ્ઞાનમાત્ર આત્મા છું એમ જ ચાલતી દશામાં નિર્ણય થયો તે જ દશામાં પરવસ્તુનો મારામાં અભાવ છે એમ નક્કી થઈ જાય છે. અહા ! જ્ઞાનમાત્ર આત્માનો નિર્ણય થતાં હું દ્રવ્યસ્વરૂપે એક છું અને ગુણ-પર્યાયોના સ્વરૂપથી અનેક છે. તથા સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી સત છું ને પરદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી અસતુ છું એમ પણ ભેગું આવી જાય છે. વળી વસ્તુની પર્યાયો સહજ જ કમથી (ક્રમબદ્ધ) પ્રગટ થાય છે, ને હું તો જાણનાર જ છું એમ પણ એમાં સિદ્ધ થઈ જાય છે. આવી વાત! સમજાણું કાંઈ?
અહા ! અંતરમાં આત્મા જ્ઞાનમાત્ર છે એમ જ્યાં દષ્ટિમાં બેઠું ત્યાં જ્ઞાનની સાથે અસ્તિપણે અનંતગુણો અક્રમે છે એનું જ્ઞાન થયું, તથા અનંતગુણની પર્યાયો ક્ષણેક્ષણે ક્રમબદ્ધ પ્રગટ થાય છે એમ જ્ઞાને જાણી લીધું. સાથે ચારિત્ર અને આનંદગુણની દશામાં કિંચિત્ વિકાર છે અને એ વિકાર સ્વથી છે, પરથી નહિ એવું અંદર ભાન થતાં ક્રમે જે જે અવસ્થાઓ થાય તેનો સર્વજ્ઞની જેમ આ પણ જાણનાર-દેખનાર (જ્ઞાતાદ્રષ્ટા ) થઈ રહે છે (પર્યાયોમાં હેરાફેરી કરવાની બુદ્ધિ કરતો નથી). સમજાણું કાંઈ....? આ તો એકદમ અંદરનો કસ છે.
અહા ! જ્ઞાનમાત્ર વસ્તુપોતાથી (સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી) છે, ને પરથી (પદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી) નથી એમ જ્યાં અંતરંગમાં નિર્ણય થયો ત્યાં પર્યાયના ઉત્પન્ન થવામાં પરની–નિમિત્તની અપેક્ષા-આલંબન રહ્યાં નહિ, ને વસ્તુ જ્ઞાનસ્વભાવમાત્ર જ છે એમ નિર્ણય થતાં પર્યાયને ફેરવવી છે એમ પણ રહ્યું નહિ. એટલે જ્ઞાતા-દષ્ટપણે જ પ્રવર્તન થયું. આમ અનેકાન્ત-સ્યાદ્વાદ વડ વસ્તુને-આત્માને સમજતાં-સાધતાં મહાન આત્મલાભ થાય છે.
ભાઈ ! જેઓ એમ માને છે કે આત્માની અવસ્થા પરથી થાય છે તેઓને આત્મા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #385
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરિશિષ્ટ : ૩૬૯
જ્ઞાનમાત્ર છે એમ બેઠું જ નથી. ખરેખર ભગવાન સર્વજ્ઞદેવે જોયેલો ને કહેલો આત્મા જ્ઞાનસ્વભાવમાત્ર વસ્તુ છે એમ જેને દષ્ટિમાં આવ્યું તેને સ્વભાવ અને સ્વભાવનો પુરુષાર્થ થઈ ગયાં, કર્મનો અભાવ પણ થઈ ગયો તથા જે સ્વભાવના નિર્ણયરૂપ દશા થવા યોગ્ય હતી તે જ થઈ અને તે સ્વકાળે ક્રમબદ્ધ જ થઈ એમ ભવિતવ્યતા અને કાળલબ્ધિ પણ થઈ ગયાં, આમ પાંચે સમવાય અને તેનો યથાર્થ નિર્ણય એક સાથે થઈ જાય છે. સમજાણું કાંઈ....?
જુઓ, શિષ્યનો પ્રશ્ન છે કે- આત્મા જ્ઞાનમાત્ર છે એમ કહેતાં જ તેમાં અનેક ધર્મો સિદ્ધ થઈ જાય છે તો ભગવાન કેવળીએ અનેકાન્તને સાધન કેમ કહ્યું? તો કહે છેઅજ્ઞાનીને જ્ઞાનમાત્ર આત્માની ખબર નથી, તેથી અનેકાન્ત-સ્યાદ્વાદ વડ તેને ઉપદેશ કરવામાં આવે છે. એમ કે આત્મા જ્ઞાનસ્વરૂપથી તત્ છે, અને પરશેયરૂપથી નથી, અતત્ છે એમ જાણતાં મારું જ્ઞાન પરશયને લઈને નથી એમ નિર્ણય થાય છે અને તેથી પરાવલંબન-નિમિત્તનું આલંબન મટી જાય છે, અર્થાત્ સ્વાવલંબન પ્રગટ થાય છે અર્થાત્ જ્ઞાન સ્વભાવી નિજ સ્વરૂપનો યથાર્થ નિર્ણય થાય છે.
અરે! લોકોને તત્ત્વનો અભ્યાસ નથી તેથી તેઓ સ્વતત્ત્વને યથાર્થ જાણતા નથી. કોઈ તો આ આત્મા સર્વથા એક છે એમ માને છે, તો કોઈ એકાંતે સર્વવ્યાપક માને છે, વળી કોઈ એકાતે કર્તા માને છે, તો કોઈ એકાંતે નિત્ય માને છે ઈત્યાદિ. આ પ્રમાણે તેઓ અવળે ચીલે ચઢી ગયા છે, અને અનંત જન્મ-મરણ કર્યા કરે છે. અહીં! તેમને સર્વજ્ઞ કહેલું તત્ત્વ-આત્મસ્વરૂપ જે રીતે છે એ રીતે સ્યાદ્વાદ વડ ઉપદેશવામાં આવે છે; કેમકે વસ્તુના યથાર્થ જ્ઞાન ને ભાન વિના એનાં સર્વ અનુષ્ઠાન-ક્રિયા સંસાર અર્થે જ ફળે છે.
જ્ઞાનમાત્ર આત્મા પોતાપણે-જ્ઞાનસ્વભાવપણે છે, ને પરપણે-જડસ્વભાવપણે નથી એવું ભાન થતાં પ્રત્યેક સમયે પ્રગટ થતી પર્યાય પરને લઈને નથી, પરાધીન નથી પણ સ્વાધીન પ્રગટ થાય છે. વિકારી પરિણમન જે થાય છે તે પણ સ્વાધીનપણે થાય છે, પણ એમ નથી કે બીજી ચીજ-નિમિત્ત-કર્મ અને પરાધીન કરે છે. આવું જ્ઞાનમાત્ર વસ્તુનું યથાર્થ ભાન થતાં તેને ક્રમશઃ પરાવલંબી પરિણમન મટી જાય છે અને અંતે પૂર્ણ સ્વાધીન પરિણમન પ્રગટ થાય છે. આ સ્યાદ્વાદનું ફળ છે.
તેથી કહે છે- “ખરેખર અનેકાન્ત (સ્યાદ્વાદ) વિના જ્ઞાનમાત્ર આત્મવસ્તુ જ પ્રસિદ્ધ થઈ શકતી નથી. તે નીચે પ્રમાણે સમજાવવામાં આવે છે-
સ્વભાવથી જ બહુ ભાવોથી ભરેલા આ વિશ્વમાં સર્વ ભાવોનું સ્વભાવથી અદ્વૈત હોવા છતાં, દ્વતનો નિષેધ કરવો અશક્ય હોવાથી સમસ્ત વસ્તુ સ્વરૂપમાં પ્રવૃત્તિ અને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #386
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૭) : પ્રવચન રત્નાકર ભાગ-૧) પરરૂપથી વ્યાવૃત્તિ વડે બન્ને ભાવોથી અધ્યાસિત છે ( અર્થાત સમસ્ત વસ્તુ સ્વરૂપમાં પ્રવર્તતી હોવાથી અને પરરૂપથી ભિન્ન રહેતી હોવાથી દરેક વસ્તુમાં બન્ને ભાવો રહેલા છે ).'
જુઓ, કીધું? કે આ વિશ્વ સ્વભાવથી જ બહુભાવોથી ભરેલું છે. એનો અર્થ એ થયો કે વિશ્વમાં જે અનંત આત્માઓ, અનંતાનંત પરમાણુ આદિ છ દ્રવ્યો છે એ અકૃત્રિમ છે, કોઈએ કર્યા નથી. તે પદાર્થોને કોઈએ કર્યા નથી, તેમ તે પદાર્થો કોઈના કર્તા નથી. વળી દરેક પદાર્થનું સ્વભાવથી અદ્વૈત હોવા છતાં અર્થાત્ પોતે વસ્તુપણે એક હોવા છતાં દ્વતપણું પણ છે, પોતે પરપણે નથી એવું દ્વતપણું રહેલું છે. વસ્તુપણે એક હોવા છતાં, ગુણ-પર્યાયરૂપથી અનેક છે એવા દ્વતનો નિષેધ થઈ શકતો નથી; અર્થાત્ જે અદ્વૈત છે તે જ દ્વત છે. આ દ્વૈતાદ્વૈતપણે કોઈ પરને લઈને છે એમ નથી. આત્મા સ્વપણે છે એવું અસ્તિપણું-અદ્વૈતપણું અને પરપણે નથી એવું નાસ્તિપણું-દ્વૈતપણું-એવા બે ધર્મો વસ્તુમાં સહજ જ સિદ્ધ છે.
જેને ત્રણકાળ-ત્રણલોક પ્રત્યક્ષ જણાયા છે એવા સર્વજ્ઞ પરમાત્માએ એમ કહ્યું કેભગવાન! તું જ્ઞાનમાત્ર એવા અસ્તિપણે છો. અહા ! આવું પોતાના અસ્તિપણાનું જ્ઞાન જેને થયું તેને તો અનેકાન્ત સિદ્ધ થઈ જાય છે, અર્થાત્ તેને જ્ઞાન સાથે આત્મામાં અનંત ધર્મો રહેલા છે એવું જ્ઞાન થઈ જાય છે. પણ જેને એની ખબર નથી એવા અજ્ઞાનીઓને જ્ઞાનમાત્ર કહીને તેનો અનેકાન્ત-સ્યાદ્વાદ સાધન વડે નિર્ણય કરાવે છે. સમજાણું કાંઈ....?
આત્મા જ્ઞાનમાત્ર છે એમ અતિ કહેતાં જ પરપણે નથી એમ નાસ્તિ સિદ્ધ થાય છે. વળી જ્ઞાન છે તો જ્ઞાનનો આનંદ પણ ભેગો છે એમ સિદ્ધ થાય છે. જ્ઞાન છે તેનું અંદરમાં પ્રયોજનભૂત પરિણમવારૂપ વસ્તુપણું પણ સિદ્ધ થાય છે. જ્ઞાન છે તો પોતે પોતાના જ્ઞાનમાં આવી શકે છે એવો પ્રમેયગુણ સિદ્ધ થાય છે અને પ્રમેયને જાણનાર પોતે પ્રમાણ છે એમ સિદ્ધ થાય છે. આમ, કહે છે, વૈતનો નિષેધ કરવો અશક્ય હોવાથી દરેક વસ્તુ પોતાના દ્રવ્ય-ગુણ-પર્યાય સ્વરૂપમાં પ્રવૃત્તિ અને પરદ્રવ્ય-ગુણ-પર્યાયરૂપથી વ્યાવૃત્તિ વડ બન્ને ભાવોથી અધ્યાસિત છે. અહો ! વીતરાગના શાસન સિવાય આ વાત બીજે ક્યાંય નથી. બીજે તો કલ્પિત વાતો કરીને કલ્પિત માર્ગે લોકોને ચઢાવી દીધા છે. અહા ! પોતે અદ્વૈત હોવા છતાં તે કેવી રીતે છે? તો કહે છે- પોતાના દ્રવ્યમાં, પોતાના જ્ઞાનાદિ અનંત ગુણોમાં તથા પોતાની પરિણતિમાં પ્રવૃત્ત થવું એટલે રહેવું અને પરના દ્રવ્ય-ગુણ-પર્યાયપણે ન થવું –એ રીતે વૈતપણું છે.
વેદાંતવાળા જેમ બધું થઈને એક કહે છે એમ આ અદ્વૈત નથી. અરે ! આત્માને સર્વવ્યાપક માનનાર એ લોકોએ આત્માને (અભિપ્રાયમાં) ખંડ ખંડ કરી નાખ્યો છે. હા, આત્મા સર્વને જાણે છે, જાણવાના સામર્થ્યરૂપ છે એ અપેક્ષાએ તેને સર્વવ્યાપક
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #387
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરિશિષ્ટ : ૩૭૧ કહીએ, પણ ક્ષેત્ર અપેક્ષાએ બધામાં એક (વ્યાપક) થઈને રહે છે એમ ત્રણકાળમાં વસ્તુ નથી.
' અરે! લોકોને બિચારાઓને હું અનંતગુણનો પિંડ પ્રભુ છું, સ્વાધીન છું, મારી વર્તમાન પરિણતિ મારાથી થાય છે અને પરથી થતી નથી એ વાત બેસતી નથી ! વ જ્ઞાન થવા કાળે સામે શેય એવું જ હોય છે તેથી તેમને એમ ભાસે છે કે સામે જ્ઞય છે માટે મારા જ્ઞાનનો આકાર (પરિણામ ) આવો થયો. મારી પર્યાયનો જ આવા આકારપણે (જાણવાપણે) થવાનો સ્વભાવ છે માટે હું થયો છું, પરથી થયો નથી એમ બેસતું નથી ! તેથી જ એ લોકો વારંવાર સંદેહ –શંકા કરે છે કે દિવ્યધ્વનિથી તો લાભ થાય ને? કર્મને લઈને આત્મામાં વિકાર થાય ને? શયને લઈને અહીં જ્ઞાન થાય ને? લોકોને આ શંકા જ (આત્મલાભ થવામાં) બહુ નડે છે.
જુઓ, આ અરીસો છે ને? તે અરીસા સામે શ્રીફળ, ગોળ, કોલસા આદિ જે મૂકયું હોય તેવું અરીસામાં દેખાય છે. ત્યાં (ખરેખર તો) અરીસાની પોતાની અવસ્થારૂપે અરીસો થયો છે, અરીસો (શ્રીફળ, ગોળ આદિ) પરરૂપે થયો નથી. જે (પ્રતિબિંબ ) દેખાય છે તે અરીસાની જ અવસ્થા છે, અને તે સામે જેવી પર ચીજ છે તેવી થવા છતાં, પરચીજથી થઈ નથી. તેમ જ્ઞાનમાં જે જ્ઞય જણાય છે તે જ્ઞાનની જ અવસ્થા છે, જેવું જ્ઞય છે તેવું જણાય છે છતાં તે યથી થઈ નથી, જ્ઞયકૃત નથી. જ્ઞાન જ પોતાની અવસ્થાએ તેપણે થયું છે. સમજાણું કાંઈ...? આ ભગવાન કેવળીની વાણીમાં આવેલી વાત છે. પણ અરે ! ભ્રાન્તિવશ લોકોને બેસતી નથી!
“સ્વરૂપમાં પ્રવૃત્તિ ને પરરૂપથી વ્યાવૃત્તિ' –એમ કહીને તો આખો ન્યાય મૂકી દીધો છે. ભગવાન આત્મા જ્ઞાનમાત્ર છે તો એની સાથે જ્ઞાનમાત્રનું સ્વાધીનપણું, આનંદપણું પણ છે જ. તેથી સ્વાધીનપણે આત્મા દ્રવ્ય-ગુણ ને વર્તમાન પર્યાયમાં આનંદપણે વર્તે છે અને દુઃખ અને પરથી નિવર્તે છે. એવું જ એનું સ્વરૂપ છે ભાઈ ! અહીં કહે છે–પ્રભુ! તું આત્મા વસ્તુ છો તે દ્રવ્યપણે, જ્ઞાન, દર્શન આદિ અનંતગુણપણે અને તેને જાણનારી-શ્રદ્ધનારી–અનુભવનારી પર્યાયપણે સત્ છો, ને પરદ્રવ્ય અને પરભાવોથી અસત્ છો. માટે ભગવાનની વાણીને લઈને તારામાં જ્ઞાન-શ્રદ્ધાનની પર્યાય થઈ છે એમ છે નહિ. તારા ગુણનું જે પરિણમન સમયે-સમયે થાય છે તે તે દશામાં તું પ્રવૃત્ત છો, ને પરથી તો વ્યાવૃત્ત ( ભિન્ન) છો. માટે પર-દેવ-ગુરુ-શાસ્ત્રને લઈને તારા ગુણનું પરિણમન છે એમ છે નહિ. તેવી રીતે કર્મને લઈને વિકાર થાય છે એમ પણ છે નહિ.
- બાપુ! આ તો વીતરાગ સર્વજ્ઞદેવનાં વચનો છે ભાઈ ! પોતાનું પરિણમન સ્વથી છે, અને પરથી નથી એવું જાણતાં પરથી સાચી ઉદાસીનતા થઈ આવે તેને સાચો વૈરાગ્ય કહે છે. ચાહે સર્વશદેવ ત્રિલોકીનાથ હો કે એની વાણી હો, એનાથી આત્મા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #388
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૩૭ર : પ્રવચન રત્નાકર ભાગ-૧) વ્યાવૃત્ત-નિવૃત્ત જ છે. ભાઈ ! ભગવાન તો પોતાના સ્વરૂપમાં જ પ્રવૃત્ત છે, અને આ આત્મા તો એનાથી સદા નિવૃત્ત જ છે. આમ પોતાથી પ્રવૃત્તિ અને પરથી નિવૃત્તિ હોવાથી મારી પર્યાય મારાથી જ થાય, નિમિત્ત કે પરથી ન થાય એ સિદ્ધાંત છે. અને જાણતાં બીજી ચીજ છે એનું જ્ઞાન થાય તે કોઈ બીજી ચીજને લઈને થયું છે? જરાય નહિ. એ તો જ્ઞાન જ પોતે તદ્રુપે પરિણમ્યું છે, એમાં બીજી ચીજનું કાંઈ જ કામ નથી. ભાઈ ! પરથી આત્મામાં કાંઈ થાય કે આત્માથી પરમાં કાંઈ થાય તો તો બધું ભેળસેળ-એક થઈ જાય; પણ એમ છે નહિ. અહો ! આ તો આચાર્ય અમૃતચંદ્રદેવે એકલાં અમૃત રેડયાં છે. “અમૃત વરસ્યાં રે પંચમકાળમાં.” સાક્ષાત્ ચૈતન્યમૂર્તિ પ્રભુ આત્માને હાજર કર્યો છે.
ભાઈ ! ખોટી તકરાર કરવી રહેવા દે બાપુ! એકવાર તારી ચીજ શું છે તે ખ્યાલમાં લે તો અંદર સર્વ સમાધાન થઈ જશે. અહાહા....! અંદર જો તો ખરો! તું પોતે જ ચૈતન્યસ્વરૂપ ભગવાન છો. ‘ભગ’ નામ જ્ઞાનાનંદની લક્ષ્મી ને “વાન' એટલે વાળો. અહાહા...! જ્ઞાનાનંદની લક્ષ્મીથી ભરપૂર અંદર ભગવાન છો ને પ્રભુ! તારા આનંદ માટે તને બીજી ચીજની ગરજ ક્યાં છે? અંતર્મુખ થાય કે આનંદનો ભંડાર અંદર ખુલી જાય છે; આનંદને બહારમાં ખોજવાની ક્યાં જરૂર છે? અને બહારમાં છે પણ ક્યાં? બાપુ! દેવ-ગુરુ-શાસ્ત્રથી પણ તારો આનંદ નથી. બહારમાં દેવ-ગુરુ-શાસ્ત્ર ભલે હો, પણ અંતર-સન્મુખ થયા વિના દેવ-ગુરુ-શાસ્ત્રથી તારા આનંદનું પરિણમન થાય એમ છે નહિ. અને પરથી ખસી સ્વસમ્મુખ પરિણમતાં જ આનંદનું પરિણમન થઈ જાય છે, કેમકે પોતે જ આનંદસ્વરૂપ છે. સમજાણું કાંઈ...? અહા! આ તો વીતરાગની વાણી બાપા! “જેણે જાણી તેણે જાણી છે. જ્યાં પરિણમનમાં સ્વીકાર થયો કે હું મારાપણે છું, ને પરપણે નથી ત્યાં એને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રનું નિર્મળ પરિણમન શરું થઈ જાય છે અને તે આનંદની દશા છે, તે જ ધર્મ છે.
ભાઈ ! એક એક પરમાણુ પણ પોતાથી છે, ને પરથી આ આત્માથી કે બીજા પરમાણુથી નથી. આ એક પાણીનું બિંદુ છે ને! એમાં અનંત પરમાણુ છે. તે દરેક પરમાણુ પોતાના દ્રવ્ય-ગુણ-પર્યાયથી સત્ છે, ને પરથી (બીજા પરમાણુથી) અસત્ છે. એટલે કે પોતાથી પ્રવૃત્ત છે ને પરથી વ્યાવૃત્ત છે. હવે એક પરમાણુ બીજા પરમાણુથી અસત્ હોવાથી તેની પર્યાયને કરે નહિ તો આત્મા જડની પર્યાયને કરે એ કેમ બને? કદીય ના બને; કેમકે બન્નેમાં પરસ્પર અત્યતાભાવ છે. ભાઈ ! આત્માનું સસ્પણું પોતાની વસ્તુગુણને પરિણતિથી છે. અને પરથી તે અસત્ છે. આ અનેકાન્ત છે. સ્વની અપેક્ષા પર ચીજ અસત્ છે, ને પરચીજની અપેક્ષા સ્વ નામ આત્મા અસત્ છે. આવી વાત!
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #389
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરિશિષ્ટ : ૩૭૩ આ રીતે સમસ્ત વસ્તુઓ સ્વરૂપમાં પ્રવૃત્તિ ને પરરૂપથી વ્યાવૃત્તિ વડે બને ભાવોથી અધ્યાસિત છે, અર્થાત્ બને ભાવો વસ્તુમાં રહેલા છે. જેમકે - આ એક આંગળી પોતાપણે છે ને તે બીજી આંગળી પણ નથી. આ રીતે તે પોતામાં પ્રવૃત્તિપણે અને બીજી આંગળીથી વ્યાવૃત્તિપણે છે. આવું જ વસ્તુનું સહજ સ્વરૂપ હોવાથી શરીર આમ રહે, ને આંખો આમ બંધ કરીએ તો ધ્યાન થાય એવી માન્યતા બરાબર નથી, કેમકે શરીરની અવસ્થા ને આંખો બધું પર છે. આંખોનું ખુલ્લું રહેવું કે બંધ રહેવું ને શરીરની અમુક અવસ્થા રહેવી એ બધું ભગવાન આત્મામાં છે જ નહિ.
અહા ! આ ચૈતન્યદેવની લીલા તો જુઓ, જાણનારો જાણગસ્વભાવી પ્રભુ પોતે જ જ્ઞાન છે, ને પોતે જ જ્ઞય પણ છે. પ્રમાણ પણ પોતે ને પ્રમેય પણ પોતે જ છે. દ્વતને નિષેધવું અશક્ય છે એમ કહ્યું ને! પોતે જાણવાના ભાવપણે પ્રમાણ છે, અને પોતે પોતામાં જણાવાના ભાવપણે પ્રમેય પણ છે. આમ એક જ્ઞાન-પ્રમાણમાં દૈત છે, ભેદ છે.
ભાઈ ! આ એક વાત યથાર્થ સમજે તો નિમિત્તથી થાય ને વ્યવહારથી થાય, ને ક્રમબદ્ધ ન થાય ઇત્યાદિ બધી તકરારો મટી જાય. કેટલાક કહે છે કે-હોનહાર (જે કાળે જે થવાનું હોય તે કાળે તે જ થાય) એમ કહીને તમે બધું નિયત કહેવા માગો છો, તેને કહીએ છીએ કે-હા ભાઈ ! એ સમ્યફ નિયત જ છે. જે સમયે વસ્તુનો જે પર્યાય અકાળે પ્રવર્તીત છે તે પરને લઈને તો નહિ પણ બીજી પર્યાય જે બીજે સમયે થવાની હોય કે થઈ હોય તે પર્યાયને લઈને પણ નહિ. તે પર્યાય તે સમયે નિયત જ છે. વસ્તુ જે વર્તમાન–વર્તમાન પરિણમે છે તે પોતાની પર્યાયથી સ્વતંત્ર જ પરિણમે છે. આવી જ વસ્તુસ્થિતિ છે ત્યાં શું થાય?
અત્યાર સુધી ટુંકામાં જે કહેવાયું તેનો હવે વિસ્તાર કરે છે -
ત્યાં, જ્યારે આ જ્ઞાનમાત્ર ભાવ (–આત્મા), શેષ (બાકીના ) ભાવો સાથે નિજ રસના ભારથી પ્રવર્તેલા જ્ઞાતા-શયના સંબંધને લીધે અને અનાદિ કાળથી જ્ઞયોના પરિણમનને લીધે જ્ઞાનતત્ત્વને પરરૂપે માનીને (અર્થાત જ્ઞયરૂપે અંગીકાર કરીને) અજ્ઞાની થયો થકો નાશ પામે છે, ત્યારે (તે જ્ઞાનમાત્ર ભાવનું) સ્વ-રૂપથી (-જ્ઞાનરૂપથી) તત્પણું પ્રકાશીને (અર્થાત્ જ્ઞાન જ્ઞાનપણે જ છે એમ પ્રગટ કરીને), જ્ઞાતાપણે પરિણમનને લીધે જ્ઞાની કરતો થકો અનેકાન્ત જ (સ્યાદ્વાદ જ ) તેને ઉદ્ધારે છે-નાશ થવા દેતો નથી.'
શું કીધું આ? કે આ આત્મા પોતાનાથી અન્ય પદાર્થો સાથે નિજ રસથી પ્રવર્તેલા જ્ઞાતા-શેયના સંબંધને લીધે પોતે જ્ઞાતા છે ને બીજા પદાર્થો જ્ઞય છે એવા સહજ સંબંધને લીધે –અનાદિકાળથી જ્ઞયોના પરિણમનથી પોતાનું (જ્ઞાનનું) પરિણમન છે એમ માની બેઠો છે. જ્ઞાનમાં શેય જણાતાં શયને લઈને મારું પરિણમન છે એમ તે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #390
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
૩૭૪ : પ્રવચન રત્નાકર ભાગ-૧૦
માને છે. ખરેખર જ્ઞાતાનું જ્ઞાન જ્ઞેયને લઈને છે એમ નહિ, પણ એવું તે (મિથ્યા ) માને છે. આ શરીર, મન, વાણી તથા બીજા પદાર્થો અનાદિથી બદલતા દેખાય છે ત્યાં પોતે સ્વતત્ત્વ જ્ઞાનરૂપે જ હોવા છતાં, સ્વતત્ત્વને પરજ્ઞેયરૂપ માનીને, આ પરજ્ઞેય છે તે હું છું એમ માનીને દષ્ટિમાં પોતાની સત્તાનો અભાવ કરે છે. જ્ઞેયોને જાણવાપણે જ્ઞાયક પોતે જ પરિણમ્યો છે; તે જ્ઞાયક ઉ૫૨ નજ૨-ષ્ટિ ન કરતાં સામે જે શેયોનું પરિણમન જણાય છે તે હું છું, તેનાથી હું છું એમ માને છે, પણ હું જાણનાર-જાણનાર –જાણનાર જ્ઞાયક જ છું એમ માનતો નથી.
જેમ સૂકા હાડકાને ચાવતા કૂતરાને હાડકુ વાગતાં મોઢામાંથી લોહી નીકળે છે, માને છે કે હાડકામાંથી લોહી આવે છે તેમ અજ્ઞાની પ્રાણી પરિણમતા ૫૨જ્ઞેયથી મને જ્ઞાન થાય છે એમ માને છે. આ ભગવાનની વાણી આ શાસ્ત્રો છે તેને લઈને મારું જ્ઞાન થયું છે એમ અજ્ઞાની માને છે. શાસ્ત્રમાં શબ્દો જેવા ભિન્ન ભિન્ન છે એવું જ્ઞાનનું પરિણમન અહીં ( -આત્મામાં) સ્વતઃ જ થાય છે, તો શબ્દોને લઈને અહીં જ્ઞાનનું પરિણમન થયું એમ તે માને છે. કાનમાં શબ્દો પડયા તે શબ્દોનું પરિણમન છે, ને તે કાળે જ્ઞાન તેને સ્વયં સ્વતઃ જાણે છે, પણ શબ્દોને લઈને આ મારા જ્ઞાનનું પરિણમન થયું એમ અજ્ઞાની જીવ માને છે. હું એક જ્ઞાયકતત્ત્વ છું, ને મારું શૈયોને જાણવારૂપ પરિણમન સ્વતઃ સહજ થઈ રહ્યું છે એમ તેને શ્રદ્ધા નથી. આ રીતે તે પોતાના જ્ઞાનતત્ત્વને પરરૂપ કરીને, પોતાને પરશેયરૂપ અંગીકાર કરીને અજ્ઞાની થયો થકો નાશ પામે છે, પોતાના જ્ઞાનસ્વભાવનો અભાવ કરે છે.
જગતમાં જ્ઞાનતત્ત્વ છે, ને એનાથી જુદું શૈયતત્ત્વ પણ છે. બન્ને ભિન્નભિન્ન છે. શેયના અસ્તિત્વમાં જ્ઞાન નથી, ને જ્ઞાનની સત્તામાં શેય નથી. જ્ઞાનનું પરિણમન જ્ઞાનના અસ્તિત્વમાં પોતાને લઈને જ છે. જ્ઞેયને લઈને જરાય નહિ; જ્ઞાનમાં જ્ઞેય જણાયું માટે જ્ઞાનનું પરિણમન થયું છે એમ બિલકુલ નથી; છતાં અજ્ઞાની જ્ઞાનનું પરિણમન શેયકૃત છે એમ વિપરીત માનીને પોતાને શેયરૂપ કરતો થકો પોતાના જ્ઞાનતત્ત્વનો અભાવ કરે છે.
ભાઈ! આ આત્મા એક વસ્તુ છે કે નહિ? મોજુદગીવાળી ચીજ છે કે નહિ? જેમ આ શરીર છે તેમ આત્મા, એનો જાણનારો મોજુદગીવાળો-અસ્તિરૂપ એક પદાર્થ છે. તે આ ભગવાન આત્મા એના દ્રવ્યે એટલે વસ્તુએ જ્ઞાનભાવ, એની શક્તિએ-ગુણે જ્ઞાનભાવ અને પર્યાય પણ ખરેખર જ્ઞાનભાવે પરિણમવાપણે છે. પણ એના ઉપ૨ (ધ્રુવ એક જ્ઞાનસ્વભાવી આત્મા ઉ૫૨) એની દ્દષ્ટિ નહિ હોવાથી, અનાદિથી પોતે ચૈતન્યપ્રકાશમાં પોતાની શક્તિથી પ્રવર્તતો હોવા છતાં, એના જ્ઞાનમાં જે દયા, દાન, પૂજા, ભક્તિ આદિનો રાગ ને શરીર, મન, વાણી ઇત્યાદિ પરશેય જણાય છે તે હું છું, એનાથી હું
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #391
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરિશિષ્ટ : ૩૭૫
છું એમ માનીને તે પોતાની જ્ઞાનસત્તાનો અનાદર કરે છે, પોતાની જે રીતે (જ્ઞાનસ્વભાવમાત્ર) મોજુદગી છે તે રીતે સ્વીકારતો નથી.
ભગવાન આત્મા જ્ઞાતા છે, ને શરીરાદિ પદાર્થો જ્ઞય છે; આત્મા દષ્ટા છે, ને શરીર-મન-વાણી આદિ દશ્ય છે. જ્ઞાતા-શય, દષ્ટા-દશ્ય-એવો (વ્યવહાર) સંબંધ જોઈને, પોતે જ્ઞાનસ્વભાવમાત્ર હોવા છતાં, જે જ્ઞયો-શરીર, મન, વાણી, સ્ત્રી-કુટુંબ આદિ-જ્ઞાનમાં જણાય તે વડ મારા જ્ઞાનનું પરિણમન છે વા તે હું છું એમ માનતો થકો, પોતાને પરરૂપ કરીને અજ્ઞાની પોતાના જ્ઞાનસ્વભાવનો ઈન્કાર-તિરસ્કાર કરે છે. શું કરે બિચારો? જે રીતે પોતે જ્ઞાનસ્વભાવમાત્ર છે એ રીતે લક્ષમાં ન આવે ત્યાં સુધી ક્યાંક બીજે હું છું એમ માનવું પડે, એટલે જ્ઞાનમાં જે પુણ્ય-પાપ આદિ ભાવો ને શરીર, મન, વાણી ઈત્યાદિ દેખાય છે તે હું છું એમ પોતાને પરરૂપ માનીને, પોતાના જ્ઞાનસ્વભાવમય. જીવનનો ઘાત કરે છે. આનું નામ જ વાસ્તવિક હિંસા છે. સમજાણું કાંઈ? ન્યાય સમજાય છે કે નહિ? આ તો ભેદજ્ઞાનની વાતુ બાપુ! અરે, આવા ભેદજ્ઞાન વિના એણે વ્રત-તપ આદિ અનંતવાર કીધાં, મહિના-મહિનાના ઉપવાસ કર્યા, બબ્બે મહિનાના સંથારા કર્યા, પણ એ બધું શું કામ આવે? વિના ભેદજ્ઞાન બધું થોથેથોથાં છે બાપુ!
હવે જ્ઞાનસ્વભાવથી પોતાને તત્પણું છે એમ પ્રકાશીને જ્ઞાની-ધર્મી પુરુષ પોતાને જીવાડે છે, નાશ થવા દેતો નથી એમ વાત કરે છે:
શું કહે છે? કે જ્ઞાનમાત્રવતુ હું આત્મા સ્વસ્વરૂપથી-જ્ઞાનસ્વરૂપથી તત્ છું એવી પ્રતીતિના અભાવે હું પરજ્ઞયસ્વરૂપ છું એમ માનતો થકો અજ્ઞાની જીવ રાગદ્વેષમોહભાવે પરિણમીને પોતાનો નાશ કરે છે; ત્યારે ધર્મી-જ્ઞાની પુરુષ આ જ્ઞાનમાત્રવતુ હું આત્મા સ્વસ્વરૂપથી-જ્ઞાનસ્વરૂપથી તત્ છું એમ પ્રકાશતો થકો સ્વસ્વરૂપના નિર્મળ જ્ઞાનશ્રદ્ધાનરૂપ પરિણમન વડે પોતાને જિવાડ છે. અહા! હું ત્રિકાળ જ્ઞાનાનંદસ્વભાવી પ્રભુ આત્મા છું અને મારું અસ્તિપણું મારાથી જ છે એમ અંતરંગમાં નિર્ણય થાય ત્યારે અવસ્થામાં પરિણમન શુદ્ધ થાય છે. આ શુદ્ધ પરિણમન પોતાના પારકપણે સ્વતંત્ર થાય છે હોં. જેમ આત્મામાં જ્ઞાન, આનંદ આદિ સ્વભાવ ત્રિકાળ છે, તેમ તેમાં કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણ-એમ પારકરૂપ સ્વભાવ ત્રિકાળ છે. આત્મામાં કર્તા થવાનો કર્મ-કાર્ય થવાનો, સાધન થવાનો, સંપ્રદાન (નિર્મળ પર્યાય પોતે પ્રગટ કરી પોતાને દવાનો) થવાનો, અપાદાન થવાનો, ને અધિકરણ થવાનો સ્વભાવ ત્રિકાળ છે. તેથી જે નિર્મળ જ્ઞાન-શ્રદ્ધાન આદિ પરિણમન થયું તેનું અન્ય કોઈ નિમિત્ત કે રાગ કર્તા ને તે પરિણમન એનું કાર્ય એમ છે નહિ. અહા! હું શુદ્ધ ચૈતન્યપ્રકાશમય છું એવી પ્રતીતિ-નિર્ણયરૂપ જે કાર્ય થયું તે કોઈ નિમિત્તનું-દેવ-ગુરુ-શાસ્ત્રનું કાર્ય છે એમ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #392
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check hîřp://www.AtmaDharma.com for updates
૩૭૬ : પ્રવચન રત્નાકર ભાગ-૧૦
નથી. બહારમાં નિમિત્ત હો, પણ નિમિત્તને લઈને આમાં નિર્મળ પરિણમન થયું છે એમ છે નહિ. તે (શુદ્ધ) પરિણમન નિમિત્તને લઈને તો થયું નથી પણ ( અંદરમાં ) બીજી પર્યાયને લઈને કે દ્રવ્ય-ગુણને લઈને થયું છે એમ પણ નથી; કેમકે પર્યાય પોતે જ ષટ્કારકરૂપ થઈને પરિણમી જાય છે એવો એનો સ્વભાવ છે. સમજાણું કાંઈ... ?
ભગવાન આત્મા જાણગ-જાણગ સ્વભાવી ચૈતન્યસૂર્ય છે એવા ભાવનું તત્વણું પ્રકાશીને... એટલે શું ? કે જ્ઞાનસ્વરૂપથી હું છું, ને વિકલ્પ ને પુણ્ય ને શીરાદિને લઈને હું નથી એવો નિર્ણય અંતર્દષ્ટિ –જ્ઞાયકની દૃષ્ટિ થતાં પર્યાયમાં થાય છે, અને ત્યારે અંતરંગમાં શુદ્ધ અંતઃતત્ત્વ અનુભવાતાં પર્યાયમાં આત્માના જ્ઞાન ને આનંદસ્વભાવનું શુદ્ધ પરિણમન પ્રગટ થાય છે. આ જ્ઞાતાનું પરિણમન છે. તે પરિણમન પરને (દેવ-ગુરુને ) લઈને થયું છે એમ નથી. શેયની પર્યાય તે કાળે ભલે હો, પણ એને લઈને અહીં જ્ઞાતાનું પરિણમન થયું છે એમ છે નહિ.
અહાહા...! ભગવાન, તું જ્ઞાનભાવમાત્ર છો ને! એ જ્ઞાનભાવમાં અનંતગુણો સમાઈ જાય છે. અહા ! આવી જ્ઞાનભાવમાત્ર વસ્તુનો અંતરંગમાં તણે-જ્ઞાનભાવપણે અંતરષ્ટિ વડે સ્વીકાર કરતાં પર્યાયમાં જ્ઞાતાસ્વભાવના પરિણમનરૂપ અવસ્થા જ્ઞાનપણે, આનંદપણે, શ્રદ્ધાનપણે શાન્તિપણે પરિણમી જાય છે. તે પરિણમનમાં ૫૨નો બિલકુલ અધિકાર નથી. હું જ્ઞાનમાત્ર આત્મા છું એમ જાણીને જ્ઞાનની પર્યાય જ્યાં એમાં ઠરી ત્યાં અનંતગુણ ભેગા નિર્મળ ઉત્પાદરૂપ થાય છે, પ્રગટ થાય છે. હજુ કેવળજ્ઞાન થયું નથી ત્યાં સુધી કંઈક રાગ છે. પણ એ તો પજ્ઞેય છે; મારા નિર્મળ પરિણમનમાં એ કાંઈ નથી. લ્યો, આવું જ્ઞાતાનું જ્ઞાનમય પરિણમન છે. આ તો અંતરની ચૈતન્યલક્ષ્મીની વાત છે. અંતરની લક્ષ્મી એ જ લક્ષ્મી છે, જ્ઞાન એ જ લક્ષ્મી છે, બાકી આ તમારા પૈસા આદિ તો બધી ધૂળની ધૂળ છે. સમજાણું કાંઈ....?
આ તો ભગવાનના દરબારમાંથી-ધર્મસભામાંથી આવેલી વાતુ છે. સર્વજ્ઞ પરમાત્મા ત્રણલોકના નાથ અરિહંત પ્રભુ દિવ્યધ્વનિ દ્વારા ઉપદેશ કરે છે. ગણધરો, મુનિવરો ને બત્રીસ-બત્રીસ લાખ વિમાનનો સ્વામી શક્રેન્દ્ર તે સાંભળે છે. અહા! તે વાણી કેવી હોય! જીવોની દયા પાળો ને ધર્મ થઈ જશે-શું ભગવાનની વાણીમાં આ આવતું હશે? ના હો; દયા પાળો એમ તો કુંભાર પણ કહે છે. બાપુ! ભગવાનની વાણી તો અંતઃપુરુષાર્થ જગાડનારી અદ્દભુત અલૌકિક હોય છે. સ્તવનમાં આવે છે ને કે- ‘જિનેશ્વરની વાણી જેણે જાણી તેણે જાણી છે.' અહા! એ ધ્વનિ સાંભળી ગણધર ભગવાન તેનો અર્થ વિચારે છે અને સંતો-મુનિવરો તે ભાવોને સમજી આગમ રચે છે. એમાંનું આ પરમાગમ શાસ્ત્ર છે. તેમાં અહીં કહે છે
કાયમ ટકતા ત્રિકાળી દ્રવ્ય ઉપર પર્યાયનું લક્ષ જતાં ‘આ જ્ઞાનમાત્ર આત્મા હું છું'
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
Page #393
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરિશિષ્ટ : ૩૭૭
-એવા અનુભવરૂપ જ્ઞાન ને આનંદનું પરિણમન થાય છે અને એમાં દ્રવ્ય, ગુણ ને પર્યાય -ત્રણેય-ત્રિમય હું છું, અને પરરૂપ હું નથી એમ આત્માનો સ્વીકાર થયો તે જ જીવનું યથાર્થ જીવન છે. અહા! જેણે પોતાની મોજુદગી જે રીતે છે તે રીતે સ્વીકારી તેણે પોતાની જીવતી જ્યોતને જીવતી રાખી, તેનું જીવન સફળ ને ધન્ય થયું. અને જેણે એ રીતે (જ્ઞાનમાત્રપણે) ન સ્વીકારતાં હું પુણવાળો ને શરીરવાળો ને બાયડીવાળો ને ધનવાળો ઈત્યાદિ માન્યું તેણે જીવતી જ્યોતને બુઝાવી દીધી, પોતાના જીવતરનો નાશ કરી નાખ્યો, આત્મઘાત કર્યો. સમજાણું કાંઈ....?
અહા! સ્વરૂપથી-જ્ઞાનસ્વભાવથી તત્પણે પ્રકાશતો થકો ધર્મી પુરુષ જ્ઞાતપણે પરિણમે છે. એટલે શું? કે હવે તેને પરના-નિમિત્તના આશ્રયની જરૂર ભાસતી નથી. અહા ! હવે સ્વભાવથી સંબંધ જોડીને તેણે નિમિત્તનો સંબંધ તોડી નાખ્યો છે, રાગથી સંબંધ તોડી નાખ્યો છે. આ પ્રમાણે જ્ઞાનરૂપથી પોતાનું તત્પણું પ્રકાશીને અર્થાત્ જ્ઞાન જ્ઞાનપણે જ છે એમ પ્રગટ કરીને જ્ઞાતાપણે પરિણમનને લીધે અનેકાન્ત જ તેને જિવાડ છે, અર્થાત્ તેના જીવતરને નષ્ટ થવા દેતો નથી, પણ યથાર્થ જ્ઞાનમય જીવનને પ્રગટ કરે છે, સ્વરૂપથી તત્ છું ને પરરૂપથી અતત્ છું એવું અનેકાન્ત જ જીવનને સફળ-ઉત્તમ ફળ સહિત-પ્રગટ કરે છે.
અનેકાન્ત-અનેક અંત; આત્મા અનેક (અનંત) ગુણધર્મસ્વરૂપ છે. પોતે સ્વથી તત્ ને પરથી અત-એમ આત્મામાં તત્-અતપણું છે એ અનેકાન્ત છે, અને આ અનેકાન્ત પરમ અમૃત છે. પ્રવચનસારમાં આવે છે કે-આ પરિપૂર્ણ પરમાનંદસ્વરૂપ પ્રભુ પોતે સ્વસ્વરૂપથી છે ને રાગથી ને પરથી નથી એવું ભેદવિજ્ઞાન પામતાં અંદર પર્યાયમાં આનંદનો સ્વાદ આવે છે, અમૃત ઝરે છે. અહા ! એને ધર્મ કહીએ ને એને “અમૃતના વેણલાં વાયાં' કહીએ. આ બાઈયું લગ્નમાં ગાય છે ને! કે “વેણલાં ભલાં વાયાં રે' .
ત્યાં તો ધૂળેય વણલાં વાયાં નથી સાંભળને. અનાદિનું વેણ એણે પરમાં ને રાગમાં ને પુણ્યમાં જોડી દીધું છે. એ તો બધું ઝેર બાપા! અહીં તો અંદર આનંદકંદ પ્રભુ પોતે છે તેને તત્પણે પ્રકાશીને –આ જ હું છું એમ નિર્ણય કરીને- જે આનંદરૂપે પરિણમ્યો તેને આનંદનાં-અમૃતનાં વેણલાં વાયાં. ભાઈ ! પૂર્ણાનંદનો નાથ પ્રભુ પોતે છે એની અંતરદૃષ્ટિ કરી અને પરથી દષ્ટિ હુઠાવી જે તત્પણ-જ્ઞાનસ્વભાવપણે પ્રકાશ્યો તેનું જીવન સફળ છે, તે સત્યાર્થપણે જીવતો છે, બાકી બધાં મડદાં જ છે. અષ્ટપાહુડમાં એવા જીવોને ચલશબ - ચાલતાં મડદાં કહ્યા છે જેને પોતાની સ્વભાવથી ટકતી સત્તાનો સ્વીકાર નથી, એની દષ્ટિ નથી, એમાં એકતા નથી એવા બધા જીવોને રાગમાં ને પરમાં એકતા છે, તે બધા જીવો મડદા સમાન જ છે. જ્ઞાન-ધર્મી પુરુષ પોતાના શાશ્વત ટકતા તત્ત્વને જોઈને પોતાનું જીવન ટકાવી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #394
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૭૮ : પ્રવચન રત્નાકર ભાગ-૧) રાખે છે, જ્યારે અજ્ઞાની જીવો પરને જ પોતાનું માની-માનીને પોતાનું જીવન રોળીરગદોળી નાખે છે. આ એક બોલ થયો.
હવે કહે છે- “વળી જ્યારે તે જ્ઞાનમાત્ર ભાવ “ખરેખર આ બધું આત્મા છે” એમ અજ્ઞાનતત્ત્વને સ્વ-રૂપે (જ્ઞાનરૂપે) માનીને-અંગીકાર કરીને વિશ્વના ગ્રહણ વડે પોતાનો નાશ કરે છે (-સર્વ જગતને પોતારૂપ માનીને તેનું ગ્રહણ કરીને જગતથી ભિન્ન એવા પોતાને નષ્ટ કરે છે), ત્યારે (તે જ્ઞાનમાત્ર ભાવનું) પરરૂપથી અતપણું પ્રકાશીને (અર્થાત્ જ્ઞાન પરપણે નથી એમ પ્રગટ કરીને) વિશ્વથી ભિન્ન જ્ઞાનને દેખાડતો થકો અનેકાન્ત જ તેને પોતાનો (-જ્ઞાનમાત્ર ભાવનો ) નાશ કરવા દેતો નથી.
શું કહ્યું? જ્ઞાનમાત્રભાવ... જાણગ જાણગસ્વભાવ તે આત્મા છે, અને પુણ્યપાપના ભાવ અને શરીર-મન-વાણી ઈત્યાદિ બધું અનાત્મા છે, અજ્ઞાનતત્ત્વ છે. તે અજ્ઞાનતત્ત્વને-અનાત્માને અજ્ઞાની જીવો આત્મારૂપ માને છે. અહા! આ પુણ્ય-પાપના ભાવ ને શરીર, મન, વાણી ઇત્યાદિ જે જ્ઞાનમાં પરયપણે જણાય છે એ બધું હું આત્મા છું એમ અજ્ઞાની માને છે. ગજબ છે ભાઈ ! ભગવાન આત્મા ચૈતન્યમૂર્તિ જ્ઞાનકુંજ પ્રભુ સ્વરૂપથી-જ્ઞાનરૂપથી તત્ છે, ને પુણ્ય-પાપ આદિ તથા શરીરાદિ પરજ્ઞયરૂપથી અતત્ છે. છે તો આમ; પણ એમ ન માનતાં પરયોથી-શરીરાદિથી હું તત્ છું એમ અજ્ઞાનીઓ માને છે અને એ રીતે તેઓ પોતાના ચૈતન્યસ્વરૂપ આત્માનો લોપ-અભાવ કરે છે.
કોઈ પૂછે કે- અજ્ઞાનીને ધર્મ કેમ થતો નથી? તો કહે છે- પોતે અંદર ચૈતન્ય પ્રકાશનો પૂંજ જ્ઞાનાનંદસ્વભાવી પ્રભુ છે તેને “આ હું છું” એમ ન માનતાં આ પુણ્યપાપના પરિણામ હું છું, પુણ્યભાવથી મને લાભ-ધર્મ છે, ને જડ શરીરની ક્રિયાઓ (ઉપવાસાદિ) થાય છે તે મારી છે, શરીર મારું છે-એમ પર એવા અજીવ અને આસ્રવ તત્ત્વને તે આત્મા માને છે. પુણ્ય-પાપ આદિ વિકારી ભાવ તે આસ્રવ તત્ત્વ છે. તે દુઃખ અને બંધનું કારણ છે, અને ભગવાન આત્મા સદા આનંદસ્વરૂપ ને અબંધસ્વરૂપ છે. આ રીતે આસ્રવ અને અજીવથી પોતાને-આત્માને ભિન્નતા હોવા છતાં તેને આત્મસ્વરૂપ માનીને તે પોતાના આત્માનો અનાદર કરે છે. હવે પોતાનો જ અનાદર-તિરસ્કાર કરે તેને ધર્મ કેમ થાય ? ન થાય.
પ્રશ્ન:- પુણ્ય-પાપના ભાવ થાય છે તો આત્માની પર્યાયમાં? તેને અજ્ઞાનતત્ત્વ કેમ કહો?
ઉત્તર- ભાઈ ! પુણ્ય-પાપના ભાવ થાય છે તો આત્માની પર્યાયમાં, પણ તેઓ વિભાવ અર્થાત્ વિપરીત ભાવ છે. તેઓ દુઃખરૂપ અને દુઃખ અને બંધના કારણરૂપ છે. વળી તેમાં ચૈતન્યનો-જ્ઞાનનો અંશ નથી. તેથી તેઓ ચૈતન્યથી જુદા અજ્ઞાનતત્ત્વ છે એમ કહીએ છીએ. સમજાણું કાંઈ.?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #395
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates પરિશિષ્ટ : ૩૭૯
અરે ભાઈ ! પુણ્ય-પાપ આદિ ભાવ અને આ શરીર, મન, વાણી, દીકરા, દીકરી, કુટુંબ-પરિવાર, ધન આદિ અનાત્મરૂપ ચીજો તારી ક્યાંથી આવી ? એ તારા ચૈતન્યપ્રકાશસ્વરૂપ છે જ નહિ. મારી છે, એ તો તારી અનાદિકાલીન ભ્રમણા છે બાપુ! ભ્રમણામાં ને ભ્રમણામાં તેં આ સર્વ અજ્ઞાનતત્ત્વને તારા જ્ઞાનતત્ત્વ સાથે ભેળવીને એકમેક કરી દીધાં છે. અરે, તારા આત્માની અપેક્ષાએ સાક્ષાત્ સર્વજ્ઞપરમાત્મા, પંચ પરમેષ્ઠી અને શાસ્ત્ર ઈત્યાદિ બધુંય અજ્ઞાનતત્ત્વ છે, કેમકે તે આ આત્માના જ્ઞાનરૂપ નથી, પરશેયરૂપ છે. આ ભેદજ્ઞાન છે. પોતાની ભિન્ન ચીજ છે એને ભિન્ન નહિ માનતાં બીજી ચીજ (અજ્ઞાનતત્ત્વ) હું છું એમ તું માને એ તો નર્યું અજ્ઞાન છે; એ વડે તો તારા આત્માનોતારા વાસ્તવિક જીવનનો-નાશ જ થઈ રહ્યો છે. સમજાણું કાંઈ......? અહો! આ અનેકાન્તમાં તો આચાર્યદેવે આખું ભેદવિજ્ઞાન સમાવી દીધું છે!
જુઓને! એક બાજુ રામ ને એક બાજુ ગામ મૂકી દીધાં છે. એક બાજુ અનંત ગુણસ્વરૂપ જ્ઞાનપુંજ પ્રભુ આત્મા તે રામ, અને બીજી બાજુ પુણ્ય-પાપના વિકલ્પથી માંડીને શરીર, મન, વાણી, ધન, પરિજન, દેવ, ગુરુ ઇત્યાદિ વિશ્વની સઘળી પર ચીજ તે ગામ છે. જ્ઞાનસ્વરૂપી ભગવાન આત્મા વિશ્વની આ સઘળી ૫૨ચીજને જાણવાવાળો છે, પણ એ બધી પરચીજ પોતાની છે એમ એમાં ક્યાં છે? નથી. છતાં અજ્ઞાની જીવ જેમાં પોતાનો જ્ઞાનસ્વભાવ નથી એવી આ પરચીજ-અજ્ઞાનતત્ત્વ હું છું એમ અજ્ઞાન-તત્ત્વનેપરચીજને સ્વપણે માનીને-અંગીકાર કરીને વિશ્વના ગ્રહણ વડે અર્થાત્ પોતાના સિવાય અનંત ૫૨ પદાર્થોના ગ્રહણ વડે પોતાના જ્ઞાનતત્ત્વનો-જ્ઞાનસ્વરૂપનો અનાદર કરે છે, પોતાની શુદ્ધ ચૈતન્યમય જીવનશક્તિનો નાશ કરે છે. આવો આત્મઘાત એ જ હિંસા છે, અધર્મ છે. ભાઈ! ધર્મ ને અધર્મ એ તો અંતરંગ માન્યતા ને આચરણના આધારે છે, બાહ્યથી એનું માપ નીકળે એમ નથી.
અહીં ! ભગવાન આત્મા અતિન્દ્રિય આનંદનો કંદ પ્રભુ છે. ક્યાંય બીજે (ઇન્દ્રિય કે ઇન્દ્રિયના વિષયોમાં ) એનો આનંદ નથી; આનંદનું ઢીમ છે ને પોતે! છતાં મારો આનંદ પરમાંથી (વિષયોમાંથી) આવે છે, ૫૨થી મને સુખ થાય છે એમ જે માને છે તે પ૨ને પોતારૂપ-સ્વરૂપ માને છે. આ પૈસાથી મને સુખ મળે છે, આ મનોહર બાગ-બંગલામાં મને આરામ છે, ચૈન છે, મઝા છે, આ રૂપાળા વસ્ત્રોથી મારી શોભા છે એમ જે માને છે તે પૈસાને, બાગ-બંગલાને ને વસ્ત્રાદિને જ આત્મરૂપ કરે છે, આત્મા માને છે; અને એ રીતે તે પોતાના આનંદસ્વભાવનો, આ આનંદસ્વભાવી આત્મા હું નહિ, આ પૈસા આદિ પરચીજ હું છું; એમ પરચીજને અંગીકાર કરીને, નાશ કરે છે. સમજાણું કાંઈ....?
આ દેહ તો માટી–ધૂળ છે ભાઈ ! અને આ મીઠાં ભોજન-લાડવા ને પાંતરાં
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
Page #396
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૮૦ : પ્રવચન રત્નાકર ભાગ-૧) આદિ, તથા આ આરસજડિત મહેલ ને મનોહર વસ્ત્રાદિ વિષયો એ સઘળુંય ધૂળ માટી છે બાપુ! એ તારું રૂપ-સ્વરૂપ નહિ. તું તો પ્રભુતા ને આનંદના સ્વભાવથી ભરેલું એકલા ચૈતન્યનું બિંબ પ્રભુ છો. એકવાર સાંભળ નાથ! તારી પ્રભુતા ને તારો આનંદ તારા અંતરમાં પૂરણ ભર્યાં પડયાં છે, છતાં પરથી મારી પ્રભુતા છે, ને પરમાં મારો આનંદ છે એમ તું ક્યાં ભરમાયો? પરથી મારી પ્રભુતા છે, પરમાં મારો આનંદ છે એમ માનવાવાળો તો પોતાને જ ભૂલી ગયો છે, પોતાને પોતારૂપ માનતો નથી. આ તે કેવું અજ્ઞાન! પરજ્ઞયને લઈને મારું જ્ઞાન થાય, વજવૃષભનારાચ સહુનન હોય તો કેવળજ્ઞાન થાય, પરમાંથી વિષયોમાંથી મને આનંદ આવે ઈત્યાદિ પરને પોતારૂપ માનનાર અજ્ઞાની જીવ અરેરે ! પોતાના જ્ઞાનાનંદસ્વરૂપને ભૂલીને તેનો અનાદર અને નાશ કરે છે, પોતાના આનંદમય જીવનનો નાશ કરે છે.
વળી કોઈ વેદાંતવાળા એમ માને છે કે જ્ઞાનમાં કપાસાદિ (પરશયો) જણાય છે માટે તે (કપાસાદિ) જ્ઞાનની જાત છે, કારણ કે જ્ઞાનની જાત હોય તે જણાય; પણ આ માન્યતા અજ્ઞાન છે. સર્વને (પરશયોને) જ્ઞાનસ્વરૂપ-આત્મસ્વરૂપ માનવા એ અજ્ઞાન છે, કેમકે વસ્તુ એમ નથી. પોતે (–આત્મા) એક જ્ઞાનસ્વરૂપ છે, ને તે સિવાયનું બધું જ પરય છે. સમજાણું કાંઈ....?
આ માણસો ધ્યાન નથી કરતાં? ધ્યાન કરે છે ત્યારે તે પોતાની સન્મુખ થાય છે; એટલે કે પોતે જેટલા ક્ષેત્રમાં વ્યાપક છે તેની સન્મુખ થાય છે. મતલબ કે પોતાના ક્ષેત્રમાં જ એનું હોવાપણું છે. છતાં વિશ્વની જે અનંત ચીજો છે તે સર્વમાં હું વ્યાપક છું –મારો આત્મા વિશ્વના બધા ક્ષેત્રમાં વ્યાપક છે એમ કોઈ માને તો તે અજ્ઞાની છે, તે પોતાની જ્ઞાનસ્વભાવમાત્ર વસ્તુનો અનાદર કરીને પોતાનો ઘાત-હિંસા કરે છે. અહા! વિશ્વનાં બધાં (અનંતા) દ્રવ્યોને પોતારૂપ-સ્વરૂપ માની-કરીને તે જગતથી ભિન્ન એવા નિજ આત્મસ્વરૂપનો-જ્ઞાનાનંદસ્વરૂપનો નાશ કરે છે. બધી ચીજોથી (પરજ્ઞયોથી) પોતે ભિન્ન છે એમ જે માનતો ને અનુભવતો નથી તે પોતાનો નાશ કરે છે.
વળી કોઈને પાંચ-પચાસ હજારનું મકાન નવું થયું હોય એટલે વાત-વાતમાં કહે – એમ કે ભૂખ્યા-તરસ્યા તો થોડા દિ' રહેવાય પણ શું મકાન વિના રહેવાય? રોટલા વિના થોડા દિ' ચાલે, પણ ઓટલા (મકાન) વિના કેમ ચાલે? આ બધાય મૂઢમૂઢ ભેગા થયા છે. ખબર ન મળે કે રોટલા ને ઓટલા બધીય પરવસ્તુ છે. શું આત્મા ઓટલામાંમકાનમાં રહી શકે છે? એ તો પરવસ્તુ છે; એમાં એ કેમ રહે? એમાં એની રક્ષા કેમ થાય? લોકોને આ તત્ત્વની વાત કઠણ પડ છે. એટલે ધર્મને નામે બહારની ક્રિયાઓ-વ્રત, તપ, દાન, ભક્તિ આદિ અનંતકાળથી કર્યા કરે, પણ ભાઈ ! એ તો બધો શુભરાગ છે બાપુ! એ કાંઈ ધર્મ નથી, ને ધર્મનું કારણેય નથી. પણ શું થાય? રાગથી ને પરથી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #397
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates પરિશિષ્ટ : ૩૮૧
ભિન્ન પોતાની ચીજનો માનીને પોતાનો નાશ કરે છે.
સ્વીકાર કરતો નથી તે બીજે પોતાપણું કરીને, જગતને પોતારૂપ
ત્યારે તે જ્ઞાનમાત્રભાવનું પરરૂપથી અતપણું પ્રકાશીને વિશ્વથી ભિન્ન પોતાને માનતો થકો જ્ઞાની પોતાનો નાશ થવા દેતો નથી. હું સ્વરૂપથી જ જ્ઞાનાનંદસ્વભાવપણે તત્ છું એમ પોતાથી તત્ ને પુણ્ય-પાપ આદિ ને શ૨ી૨ આદિ અનંતા ૫રશેયોથી અતત્ છું એવી ભેદજ્ઞાનની દષ્ટિ ધર્મીને ખીલી ગઈ હોય છે. આ રીતે ધર્મી સત્યાર્થ દષ્ટિ વડે પોતાને જીવતો રાખે છે અર્થાત્ આનંદમય જીવન જીવે છે. અહા! ચાહે દયા, દાન, વ્રત, તપ આદિ પુણ્યભાવરૂપ પ્રશસ્ત રાગ હો કે ચાહે બહારમાં અનુકૂળ ધન, પરિજન, મકાન આદિ ઈષ્ટ સંયોગ હો-એ બધું હું નહિ, એનાથી મારાં અનુકૂળ ધન, પરિજન, મકાન આદિ ઈષ્ટ સંયોગ હો- એ બધું હું નહિ, એનાથી મારાં જ્ઞાન, આનંદ ને શાન્તિ નહિ એમ પરથી અતપણું પ્રકાશતો, વિશ્વથી ભિન્ન પોતાના જ્ઞાનાનંદસ્વરૂપને જ પોતાપણે અનુભવતો ધર્મી જીવ પોતાનો નાશ થવા દેતો નથી, આવી વાત!
......
‘જ્ઞાનમાત્રભાવનું ૫રથી અત૫ણું પ્રકાશીને ’ લ્યો, હવે આવું છે ત્યાં ઓલા ( એક શ્વેતાંબર સાધુ) કહે –ચશ્માં વિના જ્ઞાન ન થાય. અરે, આ શું કહે છે બાપુ? ચશ્માં હોય તો જ્ઞાન થાય- આ શું (અજ્ઞાન ) છે? લીંબડીમાં એક ફેરી ચર્ચા થયેલી શ્વેતાંબર સાધુ સાથે. એ આવ્યા' તા ત્યાં ચર્ચા કરવા. ત્યારે કહ્યું ' તું કે-ભાઈ! અમે કોઈ સાથે ચર્ચા-વાદ કરતા નથી. તો એ કહે
તમે નહિ કરો તો તમારી કિંમત નહિ રહે. (એમ કે તમે ચર્ચાથી ડરી ગયા ) વળી કહે “તમે સિંહ છો તો હુંય સિંહનું બચ્ચું છું. ત્યારે કહ્યું
ભાઈ ! અમે સિંહેય નથી, બચ્ચુંય નથી. અમારે વાદથી-ચર્ચાથી કામ નથી. પછી થોડીવાર પછી એ કહે
ચશ્માં હોય તો દેખાય ને? ચશ્માં વિના દેખાય ?
મે કહ્યું- થઈ ગઈ ચર્ચા. હવે પોતાની જ્ઞાનની પર્યાય આંખથી ને ચશ્માંથી થાય એમ માની, ને પોતાથી થાય છે એમ માની નહિ એ તો એકલું અજ્ઞાન છે. શું પોતાની જ્ઞાનની દશા આંખથી ચશ્માંથી-જડથી થાય છે? આ આંખ ને ચશ્માં તો માટી-જડ છે; એમાં શું જ્ઞાન છે? પણ અજ્ઞાની એવું માને છે કે નિમિત્તથી ને જ્ઞેયથી જ્ઞાન થાય છે. અહીં કહે છે–જ્ઞાની, પોતાના જ્ઞાનમાત્રભાવનું પરથી અતપણું અર્થાત્ પરરૂપે નહિ હોવાપણું પ્રકાશીને, વિશ્વથી ભિન્ન પોતાને જ્ઞાનપણે પ્રગટ કરીને, પોતાને જિવિત રાખે છે, નષ્ટ-ભ્રષ્ટ થવા દેતો નથી. જુઓ આ અનેકાન્તનો મહિમા! હું પૂર્ણાનંદ પ્રભુ સ્વરૂપથી તત્ છું ને પરથી અતત્ છું એવો અનેકાન્ત જીવને જિવાડે છે, આત્માનુભૂતિ પમાડે છે. સમજાણું કાંઈ....?
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
Page #398
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૮૨ : પ્રવચન રત્નાકર ભાગ-૧)
જ્ઞાની અતને અત માને છે. જ્યારે અજ્ઞાની અતને તત્ માને છે. જે ભાવથી તીર્થકર નામકર્મ બંધાય તે ભાવથી પણ હું ભિન્ન-જુદો છું એમ જ્ઞાની માને છે, જ્યારે અજ્ઞાની તીર્થંકર ગોત્ર બાંધે એને લઈને કેવળજ્ઞાન થાય એમ માને છે. જો કે અજ્ઞાનીને તીર્થકર ગોત્ર બંધાતું નથી, અને જેને તીર્થંકર ગોત્ર બંધાય છે તે જ્ઞાની તેને પોતાનું માનતા નથી. જેમકે-શ્રેણીક રાજા સમ્યગ્દષ્ટિ હતા, ભગવાનના (મહાવીર સ્વામીના) સમોસરણમાં તેમણે તીર્થકર ગોત્ર બાંધ્યું, પણ તે તીર્થકર ગોત્ર, અને જે ભાવથી તે બંધાયું તે ભાવ મારી ચીજ છે એમ તે માનતા ન હતા; કેમકે જે ભાવથી તીર્થકર નામકર્મ બંધાય એ તો શુભરાગ છે, તે રાગથી શું કવલજ્ઞાન થાય? ન થાય.
પ્રશ્ન- “પુણ્યફલા અરહંતા...' અરિહંતપણું પુણ્યનું ફળ છે એમ શાસ્ત્રમાં આવે છે ને?
ઉત્તર- એ તો બાહ્ય સામગ્રીની વાત છે ભાઈ ! અરિહંત પરમાત્માને બહારમાં સમોસરણની રચના થાય, દિવ્યધ્વનિ છૂટે ઈત્યાદિ પુણ્યના ફળરૂપ છે. બાકી કેવળજ્ઞાન થયું એ કાંઈ પુણ્યનું ફળ નથી. પુષ્ય ને પર પદાર્થથી આત્માને લાભ થાય એમ જે માને છે તે અને તત્ માને છે. ધર્મી પુરુષ અતત્ એવા નિમિત્તથી કે વ્યવહારથી –રાગથી પોતાને આત્મલાભ થાય એમ કદી માનતા નથી. આ પ્રમાણે, કહે છે, પોતાના આત્માને વિશ્વથી ભિન્ન દેખાડતો અર્થાત્ અંતરદૃષ્ટિ વડે પોતાને વિશ્વથી ભિન્ન રાખતો અનેકાન્ત જ તેને પોતાનો નાશ કરવા દેતું નથી, જિવિત રાખે છે.
આથી વિરુદ્ધ જે શુભભાવથી પરંપરા મુક્તિ થવી માને છે, શરીરની ક્રિયાથી ધર્મ થવાનું માને છે, કર્મથી વિકાર થાય એમ માને છે તે પરથી હું અતત્ છું એમ માનતો નથી અને એ રીતે તે પોતાનો નાશ કરે છે. આ તત્આતના બે બોલ પૂરા થયા.
હવે એક-અનેકના બોલ.... “જ્યારે આ જ્ઞાનમાત્ર ભાવ અનેક જ્ઞયાકારો વડે (શયોના આકારો વડે) પોતાનો સફળ (–આખો અખંડ) એક જ્ઞાન-આકાર ખંડિત (– ખંડ-ખંડરૂપ થયો માનીને નાશ પામે છે, ત્યારે (તે જ્ઞાનમાત્ર ભાવનું) દ્રવ્યથી એકપણું પ્રકાશતો થકો અનેકાન્ત જ તેને જિવાડે છે-નાશ પામવા દેતો નથી.'
સૂક્ષ્મ વાત છે જરી. શ્રી સમભદ્રાચાર્ય કહે છે ને કે હે પ્રભુ! એક સેકન્ડના અસંખ્યાત ભાગમાં એક સમયમાં આપે ઉત્પાદ-વ્યય ને ધ્રુવ જાણ્યાં તે આપના સર્વજ્ઞપણાનું ચિહ્ન છે. એક સમયમાં વસ્તુ પૂર્વ અવસ્થાથી વ્યય થાય, ઉત્તર-નવી અવસ્થાથી ઉત્પન્ન થાય અને વસ્તુપણે ધ્રુવ કાયમ રહે એ આપ જાણું તેથી મેં નક્કી કર્યું કે આપ સર્વજ્ઞ છો. અહા ! એ સર્વજ્ઞની વાણીમાં આવેલી આ વાત છે. કહે છે- આ જ્ઞાનસ્વરૂપ આત્મા છે તેની દશામાં અનેક શયોનું જાણપણું થાય
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #399
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરિશિષ્ટ : ૩૮૩ છે; તો અજ્ઞાની માને છે કે હું ખંડમંડ થઈ ગયો. જે અનેક શયોનું જાણપણું થયું એ તો પર્યાયનો સ્વભાવ-ધર્મ છે, પણ એને તે માનતો નથી. તેથી હું એક જ્ઞાન-આકાર ન રહ્યો, અનેકરૂપ થઈ ગયો, ખંડિત થઈ ગયો એમ માનીને અજ્ઞાની નાશ પામે છે. તે પોતાને (સર્વથા) એકરૂપ જ જાણતો હોવાથી પર્યાયમાં અનેકપણું થાય છે તેનો નિષેધ કરી પોતાનો ( અભિપ્રાયમાં) નાશ કરે છે. હું અખંડ એક જ્ઞાનાકાર છું, ને જાણવામાં પણ એકપણું જ હોવું જોઈએ એમ એકાંતે માનતો તે, અનેક જ્ઞયો જાણવામાં આવતાં હું ખંડખંડ થઈ ગયો એમ માની પોતાનો નાશ કરે છે. સમજાય છે કાંઈ?
પરને લઈને અનેકપણું થાય છે એમ માને છે કે અહીં વાત નથી. પરંતુ પોતાની પર્યાયમાં અનેકપણું થવું તે આત્માનો પર્યાય-સ્વભાવ છે, અહા! અનેક જ્ઞયોને જાણે એ એની જ્ઞાન-પર્યાયનો સ્વભાવ છે. છતાં એકાંતે મારો તો એકરૂપ રહેવાનો સ્વભાવ છે એમ માનતો થકો અજ્ઞાની, અરે, આ અનેકપણું કેમ થયું? અનેકપણું થયું માટે હું ખંડખંડ થઈ ગયો-એમ પર્યાયધર્મનો નિષેધ કરી તે પોતાનો નાશ કરે છે. બીજી રીતે કહીએ તો આ જ્ઞાનમાત્રભાવ અનેક જ્ઞયાકારો દ્વારા પોતાનો એક અખંડ જ્ઞાનાકાર ખંડિત થયો માની પોતાનો નાશ કરે છે.
ત્યારે જ્ઞાનમાત્રભાવનું દ્રવ્યથી એકપણે પ્રગટ કરતો થકો અર્થાત પર્યાયમાં અનેકપણું હોવા છતાં દ્રવ્યસ્વભાવે હું અખંડ એક છું એમ પ્રકાશિત કરતો થકો અનેકાન્ત જ તેને જિવિત રાખે છે. દ્રવ્ય હું એક જ છું, અનેક થયો નથી; તથા પર્યાયથી હું અનેક છું એમ દ્રવ્ય એક ને પર્યાયથી અનેક –એવું જે અનેકાન્ત તે એને જિવાડે છે, બચાવે છે, નષ્ટ થવા દેતું નથી. અહા ! ધર્મી જીવ હું દ્રવ્યથી એક જ છું, પર્યાયથી ભલે અનેક હોએવા અનેકાન્તપણે પોતાને જાણતો થકો પોતાને જિવિત રાખે છે.
જ્ઞાનમાં જે અનેક શયોના આકાર જણાય છે એનો અભાવ-ત્યાગ કરી અજ્ઞાની પોતાનો નાશ કરે છે, ત્યારે ધર્મી દ્રવ્યથી જ્ઞાનમાત્ર ભાવનું એકત્વ પ્રકાશતો, પર્યાયમાં અનેકપણું હોવા છતાં વસ્તુપણે હું એક જ છું એમ દ્રવ્યથી એકત્વ પ્રકાશિત કરતો અનેકાન્ત વડે પોતાને જિવિત રાખે છે. આવી ઝીણી વાત! હવે કહે છે
વળી જ્યારે તે જ્ઞાનમાત્ર ભાવ એક જ્ઞાન-આકારનું ગ્રહણ કરવા માટે અનેક યાકારોના ત્યાગ વડે પોતાનો નાશ કરે છે ( અર્થાત્ જ્ઞાનમાં જે અનેક જ્ઞયોના આકાર આવે છે તેમનો ત્યાગ કરીને પોતાને નષ્ટ કરે છે), ત્યારે (તે જ્ઞાનમાત્ર ભાવનું) પર્યાયોથી અનેકપણું પ્રકાશતો થકો અનેકાન્ત જ તેને પોતાનો નાશ કરવા દેતો નથી.'
જરી ઝીણી વાત છે ભાઈ ! શું કહે છે –કે પોતાના એક જ્ઞાનાકારને ગ્રહણ કરવા માટે અજ્ઞાની અનેક જ્ઞયોને જાણવાનું છોડી દે છે, પરંતુ પર્યાયમાં અનેકનું જાણપણું
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #400
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૩૮૪ : પ્રવચન રત્નાકર ભાગ-૧) થવું-અનેકપણું થવું એ તો આત્માનો-જ્ઞાનનો પર્યાયસ્વભાવ છે; એ કાંઈ દોષ નથી, ન એનાથી આત્માનું નાશ થવાપણું છે. પરંતુ અજ્ઞાની અનેક જ્ઞયોનું જાણપણું પર્યાયમાં થાય છે તેને કબુલ નહિ રાખીને તેને છોડી દે છે અર્થાત્ એ રીતે પર્યાયનો અસ્વીકાર કરીને તે પોતાનો નાશ કરે છે. આવું બહુ ઝીણું! કદી સાંભળ્યું ન હોય. ફરીથી
આ જ્ઞાનસ્વરૂપી ભગવાન આત્મા છે એમાં અનંતગુણની અનંત અવસ્થાઓ (સમયે સમયે) થાય છે. અજ્ઞાનીને તે અનેકપણું સંમત નહિ હોવાથી એકપણું ગ્રહણ કરવા માટે અનેકપણારૂપ જે અવસ્થાઓ તેનો ત્યાગ કરી દે છે અર્થાત્ પર્યાય અપેક્ષા અનેકપણું તે સ્વીકારતો નથી. એક જ્ઞાનની પર્યાય અનંત જ્ઞયને જાણે છે. આવું વસ્તુ સ્વરૂપ અજ્ઞાનીને ખ્યાલમાં નહિ હોવાથી, મારામાં અનંતનું જ્ઞાન થાય એ મારી ચીજ નહિ એમ તે માને છે. આ રીતે, જેમ આગળ આવી ગયું તેમ, અનેક જ્ઞયાકારોના ત્યાગ દ્વારા તે પોતાની ચીજનો નાશ કરે છે.
પ્રશ્ન- આ કોની વાત છે? શું કેવળજ્ઞાનીની વાત છે?
ઉત્તર:- ના, આ છદ્મસ્થ અજ્ઞાની તથા સમ્યજ્ઞાનીની વાત છે; કેવળજ્ઞાનીની વાત નથી, પણ કેવળજ્ઞાન થવાના સાધનની વાત છે. અહાહા...! વસ્તુને સિદ્ધ કરી છે કાંઈ ! અહો ! આચાર્ય અમૃતચંદ્રદેવે અદભુત અલૌકિક વાત કરી છે. ભગવાન કુંદકુંદાચાર્યદવે આ પંચમ આરામાં તીર્થકરતુલ્ય કામ કર્યું છે તો આચાર્ય અમૃતચંદ્રદેવે આ ટીકા રચીને તેમના ગણધરતુલ્ય કામ કર્યું છે. મહા અલૌકિક પરમ અમૃતસ્વરૂપ !
અહા! જ્ઞાનની પર્યાય ત્રિકાળી દ્રવ્યને, તેના અનંતગુણને તથા તે સાથે પ્રગટ થયેલી દર્શનની, આનંદની, શ્રદ્ધાની, શાન્તિની, સ્વચ્છતાની, પ્રભુતાની–બધી પર્યાયોને પણ જાણે છે; વળી તે પર્યાય પરને અને રાગને પણ જાણે. અહા ! આવું જ કોઈ જ્ઞાનની પર્યાયનું સ્વ-પરને પ્રકાશવાનું ચમત્કારિક સામર્થ્ય છે. આમ પર્યાય અપેક્ષા અનેકપણું જેને કબુલ નથી એવો અજ્ઞાની અનેકપણાનો ત્યાગ-અભાવ કરીને પોતાનો નાશ કરે છે અર્થાત્ સ્વાનુભૂતિમાં પ્રાપ્ત થવા યોગ્ય અતીન્દ્રિય આનંદથી દૂર રહે છે, ત્યારે ધર્મી-જ્ઞાની પુરુષ જ્ઞાનમાત્ર ભાવનો પર્યાયથી અનેકત્વ પ્રકાશતો થકો પોતાનો નાશ થવા દેતો નથી. આવી વાત! સમજાણું કાંઈ...?
અહા ! ધર્મી માને છે કે દ્રવ્યથી હું એકરૂપ હોવા છતાં પર્યાયથી અનેકપણું હોવું એ મારો સ્વભાવ છે. અનેકપણું છે તે આશ્રય કરવા લાયક છે એમ નહિ, આશ્રય કરવા યોગ્ય તો એક ત્રિકાળી દ્રવ્ય જ છે, પણ પર્યાયથી અનેકપણું હોવું એ વસ્તુસ્થિતિ છે. દ્રવ્ય-વસ્તુ જે અપેક્ષાએ એક છે તે જ અપેક્ષા અનેક છે એમ નહિ, તથા જે અપેક્ષાએ અનેક છે તે જ અપેક્ષાએ એક છે એમ પણ નહિ. અહીં તો ત્રિકાળી ધ્રુવ દ્રવ્યરૂપથી એક હોવા છતાં પર્યાયરૂપથી તેને અનેકપણું છે એમ વાત છે, અને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #401
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરિશિષ્ટ : ૩૮૫ ધર્મી આ વાસ્તવિક વસ્તુસ્થિતિને સ્વીકારતો થકો યથાર્થદષ્ટિ વડે પોતાનું જીવન સુરક્ષિત રાખે છે, નાશ થવા દેતો નથી.
પર્યાય વિકારી હો કે અવિકારી, એ અનેક પર્યાયપણે થવાનો મારો સ્વભાવ છે, એ અનેક પર્યાયપણે હું છું, અર્થાત્ મારી વિકારી પર્યાય પણ પરને લઈને થઈ છે એમ નથી આવું ધર્માત્માને (અંતરસનુખના વલણમાં) જ્ઞાન થાય છે. તેને અનેકપણામાં જે રાગાદિ ને નિર્મળ પર્યાય થાય છે એનો ભેદ (ભેદજ્ઞાન) વર્તે છે, અને એ રીતે તે કેવળ રાગનો જ્ઞાતા-દષ્ટા રહે છે. સાથે રહેવું જ્ઞાન જાણે છે કે પર્યાય અપેક્ષાએ રાગ મારામાં છે. આમ સત્યાર્થ દષ્ટિ દ્વારા ધર્મી પુરુષ પોતાના જીવનને ટકાવી રાખે છે, આ અનેકાન્તનું ફળ છે.
પ્રશ્ન- જ્ઞાની પર્યાયમાં દુઃખને વેદે નહિ, દુઃખને જાણે અને વેદ એમ જ કહો તો જ્ઞાતાદરાપણું ક્યાં રહ્યું?
ઉત્તર- દુ:ખને જાણે કહો કે વેદે કહો-એક જ વાત છે. દુઃખને દુઃખરૂપે જાણે-વેદે નહિ તો દુઃખ ક્યાં આવ્યું? એકલો આનંદ આવ્યો. પણ ધર્મીને આનંદની સાથે જ દુઃખનું પણ વેદન છે. આ દુઃખ છે એ પોતે જ વેદન છે. એક પર્યાયમાં ધર્મીને આનંદ અને દુઃખ બન્નેનું વેદન છે. આમ ન માનવામાં આવે તો વસ્તુ સિદ્ધ નહિ થાય. એને દુઃખ-દોષ છે એનો જ્ઞાતા-દ્રષ્ટા કહીએ એ તો દ્રવ્યદૃષ્ટિથી વાત છે, પણ જ્ઞાન અપેક્ષાએ જ્ઞાન (આત્મા) દોષ-દુઃખને વેદે છે. દોષ શું કાંઈ અદ્ધર (બહાર) થાય છે? ના, તો દોષનુંદુઃખનું વેદન છે.
પ્રશ્નઃ- જ્ઞાની રાગ-દુઃખને જાણે છે, તો તે જ્ઞાતા છે કે ભોક્તા છે?
ઉત્તર:- જ્ઞાતાય છે ને ભોક્તાય છે. તે આ રીતે –સ્વભાવની દષ્ટિએ તે જ્ઞાતા છે, કર્તા-ભોક્તા નથી; પણ પર્યાયનું જ્ઞાન કરવાની અપેક્ષાએ તે કર્તા-ભોક્તા છે, વેદક છે. આમ જો ન સ્વીકારવામાં આવે તો દુઃખનું વેદન પરદ્રવ્યને છે એમ (આપત્તિ) આવશે. જ્ઞાનીને કર્મધારા છે એનો અર્થ શું થયો? કે પર્યાયના વેદનની અપેક્ષા તેને દુઃખનું વેદન છે. આમ ન માને એ એકાન્ત છે. આવો મારગ! કોઈને થાય કે વ્રત પાળવાં, ને દયા કરવી ને વિધવાઓનાં આંસુ લૂછવાં, દીન-દુ:ખિયાને ભોજન-વસ્ત્ર દવા એની વાત તો કરતા નથી. એવી વાત તો ભાઈ ! અન્યમતમાં પણ ખૂબ આવે છે, પણ એ તો બધો રાગ છે બાપુ! એનાથી ધર્મ થાય એમ માને એ તો મૂઢપણું છે. લોકોને કાંઈ ખબર ન મળે અને પરમાં ને પરમાં રોકાઈ રહે, પણ એ તો જીવનનો ઘાત કરવાપણું છે; કેમકે પરનાં કામ આત્મા ત્રણકાળમાં પણ કરી શકતો નથી. સમજાણું કાંઈ....?
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #402
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૮૬ : પ્રવચન રત્નાકર ભાગ-૧)
તત્ અતત, એક-અનેક એમ ચાર બોલ થયા. હવે પાંચમો બોલઃ
જ્યારે આ જ્ઞાનમાત્ર ભાવ, જાણવામાં આવતાં એવાં પરદ્રવ્યોના પરિણમનને લીધે જ્ઞાતૃદ્રવ્યને પરદ્રવ્યપણે માનીને –અંગીકાર કરીને નાશ પામે છે, ત્યારે (તે જ્ઞાનમાત્ર ભાવનું) સ્વદ્રવ્યથી સત્પણું પ્રકાશતો થકો અનેકાન્ત જ તેને જિવાડે છે- નાશ પામવા દેતો નથી.'
કહે છે? કે આ જ્ઞાનસ્વરૂપ આત્મવસ્તુ, એના જ્ઞાનમાં શરીરાદિ પરદ્રવ્યમય ચીજો જાણવામાં આવતાં, પોતાથી ભિન્ન તે અનંતા દ્રવ્યો પર છે એમ ન માનતાં તે હું છું એમ માનીને નિજ જ્ઞાતૃદ્રવ્યને પરદ્રવ્યપણે અંગીકાર કરીને પોતાનો નાશ કરે છે. અહા ! શરીર, વાણી, કર્મ ઈત્યાદિ પરદ્રવ્યને જાણવાપણે થયો તે જાણનાર હું છું એમ ન માનતાં પદ્રવ્યનું પરિણમન જ જાણવામાં આવ્યું તે હું છું અને પોતાને પરદ્રવ્યરૂપ કરીને પોતાનો અભાવ-નાશ કરે છે. નાશ કરે છે એટલે વસ્તુ નાશ પામે છે એમ નહિ. વસ્તુ તો જેવી ને તેવી ધ્રુવપણે છે, પણ મિથ્યાશ્રદ્ધાન વડે તે મિથ્યાત્વને સેવે છે, ને દુ:ખને અનુભવે છે.
આ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ પૈકી પહલો દ્રવ્યનો બોલ ચાલે છે. શું કહે છે? કે પદ્રવ્યના શરીરાદિરૂપ પરિણમનને જાણવાના કાળે અજ્ઞાનનું લક્ષ પર ઉપર હોય છે. એટલે પરદ્રવ્યની શરીરાદિ જે જે દશાઓ થાય તે હું છું અર્થાત્ પરદ્રવ્ય હું છું એમ અંગીકાર કરીને તે પોતાના સ્વદ્રવ્યનો-જ્ઞાતૃદ્રવ્યનો લોપ કરે છે, ઈન્કાર કરે છે. વાસ્તવમાં જે પરનું પરિણમન છે તે પરરૂપ છે, આત્મરૂપ નથી; ને તેનું પોતામાં જ્ઞાન જે થાય તે પોતાનું છે, પોતે છે. પણ એમ ન માનતાં અજ્ઞાની જીવ આ પરદ્રવ્યનું પરિણમન છે તે હું છું અર્થાત્ એનાથી હું છું એમ અંગીકાર કરીને, સ્વ-પરને એક કરતો થકો સ્તનો નાશ કરે છે. સમજાય છે કાંઈ......?
અનાદિથી જીવને પરદ્રવ્યનું લક્ષ છે, સ્વદ્રવ્યનું લક્ષ નથી. એટલે તે પરની હયાતીમાં પોતાની ક્યાતી ભાળે છે. પૈસા વિના ન ચાલે, અન્નપાણી વિના ન ચાલે, મકાન વિના ન ચાલે-એમ પરથી જ મારું જીવન છે એમ તે માને છે. મૂઢ છે ને! સ્વદ્રવ્યપણે પોતે અનાદિ-અનંત સત્ હોવા છતાં, એને લક્ષ્ય અને ધ્યેય ન બનાવતાં પરને લક્ષ્ય અને ધ્યેય બનાવી પોતાને પરદ્રવ્યરૂપ કરે છે અને એ રીતે પોતાનો – સ્વદ્રવ્યનો અભાવ કરે છે, અર્થાત્ સ્વાનુભૂતિ કરતો નથી.
ત્યારે ધર્મી પુરુષ, હું એક આત્મા-જ્ઞાતૃદ્રવ્ય મારા સ્વદ્રવ્યપણે સત્ છું, મને પદ્રવ્યથી શું કામ છે? –એમ જાણે-માને છે અને અંતર્મુખ થઈ પોતાના સને અનુભવે છે. અહા ! મારા સ્વદ્રવ્યથી હું છું એમ સ્વદ્રવ્યથી સત્પણું પ્રકાશતો અર્થાત્ સ્વસત્તામાં પોતાની દષ્ટિ સ્થાપતો જ્ઞાની પુરુષ અનેકાન્ત તત્ત્વનો આદર કરીને પોતાને જિવાડે છે. અહા! અનેકાન્તનો આવો અલૌકિક મહિમા છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #403
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરિશિષ્ટ : ૩૮૭
ભાઈ ! આમાં તો મિથ્યાત્વનો નાશ અને સભ્યત્વની પ્રાપ્તિ કેમ થાય એની વાત છે. જ્યાં સુધી હું સ્વદ્રવ્યથી છું, ને પરદ્રવ્યથી નથી એવું ભેદજ્ઞાન ન કરે ત્યાં સુધી સમ્યગ્દર્શન અને ધર્મ થવા સંભવિત નથી. અહા ! જાણનારને જાણ્યા-ઓળખ્યા વિના કોઈ વ્રત-તપ કરીને સૂકાઈ જાય તોય શું? એ તો બધો રાગ છે બાપા! એનાથી સમકિત નહિ ને ધર્મય નહિ. વાસ્તવમાં પરથી ને રાગથી નિરપેક્ષ પૂરણ જ્ઞાનાનંદસ્વરૂપે પોતાનું હોવાપણું છે એમ સ્વસત્તાનો સ્વાભિમુખ થઈ સ્વીકાર કરે એનું નામ સમ્યગ્દર્શન છે અને એ પ્રથમ ધર્મ છે. આ સિવાય તો અજ્ઞાની પરમાં પોતાની હયાતી ભેળવી દઈને પોતાને મારી નાખે છે, નષ્ટ કરે છે. સમજાણું કાંઈ.....?
હવે છઠ્ઠો બોલઃ- “વળી જ્યારે તે જ્ઞાનમાત્ર ભાવ “ સર્વ દ્રવ્યો હું જ છું (અર્થાત્ સર્વ દ્રવ્યો આત્મા જ છે) ” એમ પરદ્રવ્યને જ્ઞાતૃદ્રવ્યપણે માનીને-અંગીકાર કરીને પોતાનો નાશ કરે છે, ત્યારે (તે જ્ઞાનમાત્ર ભાવનું) પરદ્રવ્યથી અસપણું પ્રકાશતો થકો (અર્થાત્ પરદ્રવ્યરૂપે આત્મા નથી એમ પ્રગટ કરતો થકો) અનેકાન્ત જ તેને પોતાનો નાશ કરવા દેતો નથી.'
જુઓ, પાંચમાં બોલમાં સ્વદ્રવ્યથી સત્પણાની વાત હતી, અને અહીં છઠ્ઠી બોલમાં પદ્રવ્યથી અસપણાની વાત છે. વેદાંત આદિ માને છે ને કે- બધા આત્માઓ-બધું જગત એક જ છે. આવી માન્યતાવાળા જીવો. અહીં કહે છે. પોતાનો નાશ કરે છે, અર્થાત
ષ્ટ છે. એવા જીવોને ભગવાને પાખંડી કહ્યા છે. અને એના મતને પાખંડ કહ્યો છે.
બાળપણમાં માબાપનો આધાર, ભણવામાં માસ્તરનો આધાર, ધર્મમાં દેવ-ગુરુનો આધાર એમ લોકો માને છે ને! પણ વાસ્તવમાં કોઈને કોઈનો આધાર નથી. ભગવાન આત્મા પોતાથી સત્ ને બધા પરદ્રવ્યોથી અસત્ છે. અરે ભાઈ ! જેનાથી તું અસત્ છે, જેનાથી તું છો નહિ તેનો શું આધાર? ભગવાન! તું તારાથી છો ને પરદ્રવ્યને લઈને ત્રણકાળમાં નથી. આ ધારણાની વાત નહિ બાપુ! આ તો અંતરમાં બેસાડવાની વાત છે. પરદ્રવ્યોરૂપ જ્ઞયોથી, શરીર-મન-વાણીથી, દેવથી, ગુરુથી, શાસ્ત્રથી-હું ત્રિકાળ અસત્ છું એ અંતરમાં બેસાડવાની વાત છે. સમજાણું કાંઈ....? જેઓ આ પદ્રવ્યો હું છું એમ પદ્રવ્યોને પોતાસ્વરૂપ કરે છે તેઓ પરદ્રવ્યમાં ભળી જઈને પોતાની ચૈતન્યસત્તાનો નાશ કરે છે; તેઓ મૂઢ છે, અજ્ઞાની છે, આત્મઘાતી છે.
અહા ! પરદ્રવ્યોથી હું સદાય અસત્ છું એમ પદ્રવ્યથી અસપણું પ્રકાશતો થકોપરવસ્તુપણે આત્મા નથી એમ પ્રગટ કરતો થકો અનેકાન્ત જ તેને પોતાનો નાશ થવા દેતો નથી. જુઓ, આ અનેકાન્ત ! સ્વપણે ત્રિકાળ સત્ છું ને પરપણે ત્રિકાળ અસત્ છુંએમ અસ્તિ-નાસિરૂપ અનેકાન્ત છે, અને એનું ફળ સ્વ-પરનું ભેદવિજ્ઞાન છે. નિશ્ચયથી પણ ધર્મ થાય ને વ્યવહારથી પણ ધર્મ થાય એમ લોકો અનેકાન્ત કહે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #404
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htîp://www.A+maDharma.com for updates
૩૮૮ : પ્રવચન રત્નાકર ભાગ-૧૦
છે ને! પણ બાપુ! એ તો ફુદડીવાદ છે. એમાં નિશ્ચય-વ્યવહાર બે ભિન્ન ન રહ્યા. નિશ્ચયથી ધર્મ થાય, ને વ્યવહા૨થી ન થાય એનું નામ અનેકાન્ત છે, અને એ ભેદવિજ્ઞાન છે.
આત્મા સ્વદ્રવ્યથી સત્ છે, ને પરદ્રવ્યથી અસત્ છે. આમ હોવાથી કોઈ પદ્રવ્ય વા ઈશ્વર એનો કર્તા કે ઉત્પાદક છે નહિ. બાપુ! આ પરમ સત્યને પહોંચવું મહા કઠણ છે. અનંતકાળમાં એણે આ લક્ષમાં લીધું નથી. (એમ કે હમણાં દાવ છે તો યથાર્થ લક્ષ કર ).
હવે સાતમો બોલઃ- · જ્યારે આ જ્ઞાનમાત્ર ભાવ પરક્ષેત્રગત ( –પરક્ષેત્રે રહેલા ) શેય પદાર્થોના પરિણમનને લીધે પક્ષેત્રથી જ્ઞાનને સત્ માનીને-અંગીકાર કરીને નાશ પામે છે, ત્યારે (તે જ્ઞાનમાત્ર ભાવનું) સ્વક્ષેત્રથી અસ્તિત્વ પ્રકાશતો થકો અનેકાન્ત જ તેને જિવાડે છે–નાશ પામવા દેતો નથી. ’
શું કીધું ? આ જ્ઞાનમાત્ર ભાવ સ્વક્ષેત્રમાં છે, ને શ૨ી૨-મન-વાણી બધાં પરક્ષેત્ર ગત-પરક્ષેત્રે રહેલાં છે. તે પરક્ષેત્રગત શૈય પદાર્થોના પરિણમનને લીધે ૫૨ક્ષેત્રથી મારું જ્ઞાન છે, પરક્ષેત્રથી મારું ક્ષેત્ર છે એમ માનીને અજ્ઞાની સ્વક્ષેત્રનો નાશ કરે છે.
રહેવા-સૂવાનું સારું મકાન હોય, સારું ક્ષેત્ર હોય, ઉગમણા-આથમણા બેય બાજુથી અજવાળાં ને હવાથી ભરેલું હોય, વચ્ચે ઢોલિયો (પલંગ) પડયો હોય- આવા લાંબાપહોળા મકાનથી-પરક્ષેત્રથી મને ઠીક પડે-આનંદ આવે એમ પક્ષેત્રને લઈને પોતાની હયાતી માનનાર મૂઢ અજ્ઞાની છે, તે પોતાના સ્વક્ષેત્રનો અર્થાત્ પોતાના સ્વરૂપનો નાશ કરે છે.
ત્યારે જ્ઞાની-ધર્મ પુરુષ, અસંખ્ય પ્રદેશી પોતાનું સ્વક્ષેત્ર એનાથી હું સત્ છું ને પરક્ષેત્રથી મને કાંઈ પ્રયોજન નથી એમ માનતો થકો પોતાનો નાશ થવા દેતો નથી. (શરીરગત ) લોકપ્રમાણ ચૈતન્યના અસંખ્યાત પ્રદેશ તે મારું સ્વક્ષેત્ર છે, એનાથી મારી હયાતી છે, એ સિવાય બીજે ક્યાંય (૫ક્ષેત્રમાં) હું નથી એમ સ્વક્ષેત્રથી અસ્તિત્વ પ્રકાશતો અર્થાત્ સ્વક્ષેત્રમાં જ ઠરીઠામ થતો જ્ઞાની પુરુષ અનેકાન્ત દ્વારા પોતાને જિવાડે છે અર્થાત્ પોતાના વાસ્તવિક જીવનને જીવે છે. આવી વાત વીતરાગમાર્ગ સિવાય બીજે ક્યાંય નથી.
પ્રશ્ન:- હા, પણ અમારે ધર્મ કેમ કરવો તે વાત કરો ને? આવી ઝીણી વાત શું કરો છો ? ( એમ કે આત્મા શરીર પ્રમાણ અસંખ્ય પ્રદેશી છે અને તે પ્રદેશો લોકાકાશ પ્રમાણ છે એનાથી ( એવી વાતથી ) અમને શું પ્રયોજન છે?)
ઉત્તર:- ભાઈ! એ જ તો માંડી છે. (ધર્મ કેમ થાય એ જ વાત તો થાય છે). પરક્ષેત્રથી હું છું, પરક્ષેત્રથી મને ચૈન છે એવી માન્યતા અધર્મ છે, અને મારું સ્થાનરહેઠાણ અસંખ્ય પ્રદેશી સ્વક્ષેત્રમાં છે એવી દષ્ટિ થવી એનું નામ ધર્મ છે.
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
Page #405
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરિશિષ્ટ : ૩૮૯
ત્યારે એક ભાઈ કહેતા હતા કે ગિરનાર ને સમ્મદશિખરજી જઈએ તો તો લાભ થાય ને? પૂજામાં આવે છે કે – “એક વાર વંદે જો કોઈ, તાકે નરક-પશુ ગતિ નહિ હોઈ.”
ઉત્તર- એક શું લાખ વાર વંદે તોય એનાથી શું? એ તો શુભભાવ છે. એનાથી પુણ્ય બંધાશે, પણ ધર્મ નહિ થાય.
ત્યારે કોઈ વળી કહે છે- શેત્રુંજયનું ક્ષેત્ર બહુ સારું, ત્યાં જાય એના ભાવ બહુ સારા-ઉજ્વળ થાય છે.
અરે ભાઈ ! શું એ ભાવ ક્ષેત્રને લઈને થતા હશે? એમ બિલકુલ નથી, કેમકે તારું ચૈતન્યક્ષેત્ર ને એને અત્યંત ભિન્નતા છે; તું એ પરક્ષેત્રથી અસત્ છો.
તો મોક્ષમાર્ગપ્રકાશકમાં આવે છે કે નારકીને ક્ષેત્રગત વેદના છે. આ કેવી રીતે છે?
હા, કહ્યું છે. પણ એ તો વ્યવહારનયની કથની બાપુ! એનો અર્થ શો ? એ ક્ષેત્રની વેદના છે કે પોતાની વેદના છે? એ પોતાનું વેદન પોતાના ક્ષેત્રમાં છે કે નારકીના ક્ષેત્રને લઈને છે? ભાઈ ! ચૈતન્યના ક્ષેત્રમાં-સ્વક્ષેત્રમાં તો નરકના ક્ષેત્રનો અત્યંત અભાવ છે. માટે પરક્ષેત્રને-નરકના ક્ષેત્રને લઈને વેદના ન હોય. તે કાળે મોહજન્ય જે પોતાના રાગદ્વેષના ભાવ પોતાના ક્ષેત્રમાં છે એનું વદન છે. (પોતાની પર્યાયનું વેદન છે). શાસ્ત્રમાં જે ક્ષેત્રગત વેદનાનું કથન છે એ તો સંયોગથી-નિમિત્તથી કરેલું કથન છે. (નિમિત્તથી કથન કરવાની એવી પદ્ધતિ છે). બાકી આત્મા પરક્ષેત્રને અડે જ છે ક્યાં કે એના કારણે એને વેદના થાય? અરે ! લોકોને અનાદિથી એવો અધ્યાસ છે કે પરક્ષેત્રનેપરચીજને એ વેદે છે. બાપુ! આ અધ્યાસ-આ શલ્ય તારો નાશ કરે છે હોં. એ (એ શલ્ય) વડે તને તારું એકત્વ- વિભક્તપણું ભાસતું નથી. અહીં કહે છે-સ્વક્ષેત્ર અને પરક્ષેત્ર વચ્ચે અંદરથી પ્રજ્ઞારૂપી કરવત મૂક. જો, જ્ઞાની અક્ષત્રમાં જ હું છું પરક્ષેત્રથી નથી એમ ભેદવિજ્ઞાનની કલા અંતરમાં વિકસાવીને સ્વક્ષેત્રમાં નિવાસ પામીને જીવન જીવી જાણે છે, સત્યાર્થ જીવનને પ્રાપ્ત થાય છે.
હવે આઠમો બોલઃ- “વળી જ્યારે તે જ્ઞાનમાત્ર ભાવ સ્વક્ષત્ર હોવાને (-રહેવાને, પરિણમવાને) માટે, પરક્ષેત્રગત યોના આકારોના ત્યાગ વડ (અર્થાત્ જ્ઞાનમાં જે પરક્ષેત્રે રહેલ શયોના આકાર આવે છે તેમનો ત્યાગ કરીને) જ્ઞાનને તુચ્છ કરતો થકો પોતાનો નાશ કરે છે, ત્યારે સ્વક્ષેત્રે રહીને જ પરક્ષેત્રગત યોના આકારોરૂપે પરિણમવાનો જ્ઞાનનો સ્વભાવ હોવાથી (તે જ્ઞાનમાત્ર ભાવનું) પરક્ષેત્રથી નાસ્તિત્વ પ્રકાશતો થકો અનેકાન્ત જ તેને પોતાનો નાશ કરવા દેતો નથી.'
જુઓ, અજ્ઞાની જીવો એમ માને છે કે જે જ્ઞાનમાં પરક્ષેત્રના શયાકારો જણાય છે તેને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #406
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૩૯૦ : પ્રવચન રત્નાકર ભાગ-૧) છોડી દઉં તો મારા ક્ષેત્રમાં હું આવી રહ્યું, પરંતુ પરક્ષેત્રને જાણવું એ તો જ્ઞાનનો સ્વભાવ છે. પરક્ષેત્રને જાણતાં જ્ઞાનમાં પરક્ષેત્રના આકારે જે જ્ઞાન થયું એ તો જીવનું સ્વરૂપ છે. પરક્ષેત્રના જ્ઞાનપણે પરિણમે એ તો જ્ઞાનનું સ્વરૂપ છે. એમાં પરક્ષેત્ર ક્યાં આવ્યું છે? અને જ્ઞાન પરક્ષેત્રમાં ક્યાં ગયું છે? તું તો પારક્ષેત્રને જાણવાકાળે પણ તારા સ્વક્ષેત્રમાં બિરાજમાન છો ને પ્રભુ! પણ અજ્ઞાનીને એમ છે કે આ પરક્ષેત્રને જાણનાર જ્ઞાનને છોડી દઉં તો સ્વક્ષેત્રમાં આવું, તેથી આ રીતે તે પરક્ષેત્રને જાણવાના ત્યાગ વડે જ્ઞાનને તુચ્છ કરતો થકો પોતાનો નાશ કરે છે.
ત્યારે સ્વક્ષેત્રમાં રહીને પરક્ષેત્રગત શયોના આકારરૂપે પરિણમવાનો જ્ઞાનનો સ્વભાવ હોવાથી અર્થાત્ સ્વસ્વરૂપમાં રહીને પર પદાર્થોને જાણવાનો આત્માનો સ્વભાવ હોવાથી પરક્ષેત્રથી નાસ્તિત્વ પ્રકાશતો-પરક્ષેત્ર મારામાં નથી, પરક્ષેત્રથી હું નથી એમ પરથી પોતાનું નાસ્તિત્વ પ્રગટ કરતો અનેકાન્ત જ તેનો નાશ થવા દેતો નથી. આથી વિરુદ્ધ પરક્ષેત્રથી મારું અસ્તિત્વ છે, પરક્ષેત્રથી મને લાભ છે એમ માનનારા જૂઠા છે.
પ્રશ્ન- ક્ષેત્રથી કાંઈ ફેર નહિ પડતો હોય? સમોસરણના ક્ષેત્રથી, મહાવિદેહક્ષેત્રથી શું કાંઈ લાભ ન થાય?
ઉત્તર- અરે ભાઈ ! અનંતગુણધામ એવા સ્વક્ષેત્રમાં ધ્રુવ ચૈતન્ય-પરમેશ્વર વિરાજે છે, તેની પ્રીતિ ને રતિ કર તો લાભ થાય ને તો ફેર પડે; બાકી પરક્ષેત્રથી કાંઈ લાભ તે થાય, ને કાંઈ ફેર ના પડે.
જુઓ, મહાવિદેહમાં કોઈ સંત-મુનિવર હોય ને કોઈ દુશ્મન–દેવ એને ઉપાડીને ભરતક્ષેત્રે મૂકી જાય અને તે ધર્માત્મા અહીં કેવળજ્ઞાન પામે. હવે એમાં ક્ષેત્ર ક્યાં નડયું? અને કોઈ સમોસરણમાં બેસીને મિથ્યાભાવ સેવે તો ક્ષેત્રનો એને શું લાભ થયો? ભાઈ ! લાભ-નુકશાન તો અંતરંગ પરિણામથી છે, પરક્ષેત્રથી નથી. વાસ્તવમાં પરક્ષેત્રથી તો એની નાસ્તિ જ છે.
પોતે સ્વક્ષેત્રથી છે, ને પરક્ષેત્રથી નથી એમ ન માનતાં બન્નેથીય છે એમ માને તે પણ ભ્રમણામાં છે. એવી માન્યતામાં તો બધું ભેળસેળ-એક થઈ ગયું. વેદાંતવાળા પરક્ષેત્રમાં સર્વત્ર વ્યાપક હું અખંડ છું એમ માને છે. તે ખરેખર સ્વક્ષેત્રને ચૂકી ગયા છે. જ્ઞાની-ધર્મી પુરુષ સ્વક્ષેત્રમાં જ હું સદાય છું એમ માને છે. સિદ્ધક્ષેત્રમાં રહેલા સિદ્ધ ભગવંતો પોતપોતાના ક્ષેત્રમાં જ રહેલા છે, તેઓ પરક્ષેત્રમાં રહ્યા નથી. જ્યાં સિદ્ધ પરમાત્મા છે ત્યાં તે જ આકાશના ક્ષેત્રે બીજા અનંત નિગોદના જીવ છે, પણ સૌનુંપ્રત્યેકનું ક્ષેત્ર જુદું જુદું જ છે, સૌ સ્વક્ષેત્રમાં જ છે. સમજાણું કાંઈ.....?
નવમો કાળનો બોલઃ- “જ્યારે આ જ્ઞાનમાત્ર ભાવ પૂર્વાલંબિત પદાર્થોના વિનાશકાળે (-પૂર્વે જેમનું આલંબન કર્યું હતું એવા જ્ઞય પદાર્થોના વિનાશ વખતે) જ્ઞાનનું
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #407
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરિશિષ્ટ : ૩૯૧ અસપણું માનીને–અંગીકાર કરીને નાશ પામે છે, ત્યારે તે જ્ઞાનમાત્ર ભાવનું) સ્વકાળથી (-જ્ઞાનના કાળથી) સત્પણું પ્રકાશતો થકો અનેકાન્ત જ તેને જિવાડે છે-નાશ પામવા દેતો નથી.'
જુઓ, શું કહે છે? ભગવાન આત્મા જ્ઞાનાનંદસ્વરૂપી પ્રભુ છે. એના જ્ઞાનના પરિણમનમાં પરકાળનું-પદ્રવ્યનું પરિણમન જણાતાં એ પરિણમન હું છું. વા એને લઈને હું છું-મારું પરિણમન છે-એમ માની અજ્ઞાની પોતાનો નાશ કરે છે- અરે ભાઈ ! સ્વકાળે પોતાની જ્ઞાનની પર્યાય પરને અને પોતાને જાણવારૂપે થાય એ તો એનું સ્વરૂપ છે. પણ અરે! એમ ન માનતાં પરિણમતા પરદ્રવ્યની પર્યાયથી મારી પર્યાય થઈ અને નાશ થતાં મારી પર્યાય નાશ પામી ગઈ એમ માનીને અજ્ઞાની જીવો પોતાના સ્વકાળનો અભાવનાશ કરે છે. પરકાળથી-પદ્રવ્યની અવસ્થાથી પોતાનું અસ્તિપણું માનનારા પોતાના સ્વકાળનો નાશ કરે છે.
જુઓ, આ આત્માની અપેક્ષાએ પરદ્રવ્યની નિમિત્તની પર્યાય પરકાળ છે. ભલે એની અપેક્ષા તે સ્વકાળ હો, આ જીવની અપેક્ષા તે પરકાળ છે. સ્વકાળમાં પરકાળનો અભાવ છે. છતાં નિમિત્તને- પરદ્રવ્યને લઈને મારી અવસ્થા-સ્વકાળની પરિણતિ-થઈ એમ માને તે પોતાના સ્વકાળનો નાશ કરે છે.
હા, પણ આ પંચમકાળને લઈને અહીં કેવળજ્ઞાન થતું નથી ને?
એમ નથી બાપુ! પંચમકાળને લઈને કેવળજ્ઞાન થતું નથી, ને ચોથા કાળને લઈને થાય એમ તું માને એ તો નર્યું મૂઢપણું છે, કેમકે પરકાળની તારા સ્વકાળમાં નાસ્તિ છે. અરે ભાઈ! ચોથા કાળમાં પણ તે હતો કે નહિ? પણ પરકાળ તને શું કરે? પરકાળથી પોતાને લાભ માને એ પોતાના સ્વકાળનો નાશ કરે છે અર્થાત્ એ મિથ્યાષ્ટિ જ રહે છે. આ ચક્ષુ અને ચશ્માં છે તો જ્ઞાન થાય છે એમ માનનારા બધા પરકાળને પોતાનો માને છે. આ આત્માની અપેક્ષા ચક્ષુ ને ચશ્માં પરકાળ છે ભાઈ ! છતાં એનાથી પોતાને જ્ઞાન થવાનું માને એ તો મિથ્યાદર્શનનો જ પ્રભાવ છે.
પ્રશ્ન- પણ ચશ્માં હોય તો જ દેખાય છે ને? વંચાય છે ને?
ઉત્તર:- એમ નથી ભાઈ ! વંચાય, ન વંચાય એ તો તે તે કાળે એની સ્વકાળની દશા છે, ને બાહ્ય પદાર્થ ચશ્માં આદિ (હોવાં, ન હોવાં) તો નિમિત્તમાત્ર છે. જુઓ, તે કાળે વંચાતું નથી એવું જ્ઞાન પોતાથી થયું છે કે ચશ્માં આદિ) પરથી? નથી વંચાતું એવું જ્ઞાન સ્વકાળથી પોતાથી જ થયું છે. પરને લઈને સ્વમાં કાંઈ થાય એ માન્યતા મહાન ભ્રમ છે, ભાઈ !
અહીં કહે છે –જ્યારે જ્ઞાનમાત્ર ભાવ પૂર્વે જેમનું આલંબન કર્યું હતું તે જ્ઞય પદાર્થોના વિનાશકાળે જ્ઞાનનું અસપણું માનીને અર્થાત્ પરકાળ પલટાતાં મારો નાશ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #408
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૩૯૨ : પ્રવચન રત્નાકર ભાગ-૧) થઈ ગયો એમ માનીને પોતાનો નાશ કરે છે, ત્યારે સ્વકાળથી સસ્પણું પ્રકાશતો થકો એટલે કે સમયે સમયે જે જ્ઞાનની દશા પ્રગટ થાય તે સ્વકાળથી સત્ છે એમ પ્રકાશતો થકો અનેકાન્ત જ તેને જિવાડે છે-નાશ થવા દેતો નથી. અહીં ! સ્વકાળથી હું સત્ છું, પરકાળથી નહિ એમ પ્રકાશતો અનેકાન્ત જ એને જિવાડે છે ભાઈ ! આત્મામાં નિર્મળ જ્ઞાન-શ્રદ્ધાન-શાન્તિની જે દશા થાય છે તે પોતાથી જ થાય છે, નિમિત્તને લઈને થાય છે એમ કદી નથી. ' અરે! એક તો માણસો શાસ્ત્ર-સ્વાધ્યાય કરતા નથી, અને કોઈ કરે છે તો પોતાની મતિ-કલ્પનાથી શાસ્ત્રોના અર્થ કરે છે, પણ શાસ્ત્રનો અભિપ્રાય શું છે તે પ્રત્યે પોતાના જ્ઞાનને દોરી જતા નથી! અહા ! તેને શાસ્ત્ર શું (ગુણ) કરે ?
તો દેવ-ગુરુ-શાસ્ત્રના સત્સંગમાં રહેવું એમ ઉપદેશ આવે છે ને?
હા, આવે છે. પણ એ તો નિમિત્તથી કથન છે બાપુ! ધર્મી-જ્ઞાની જીવને સંગ કરવાનો ભાવ-વિકલ્પ હોય છે ત્યારે બહારમાં એ ચીજ નિમિત્તપણે હોય છે એમ ત્યાં જ્ઞાન કરાવવું છે, બાકી જે જે પર્યાય થાય તે તેનો સ્વકાળ છે, પરને લઈને –દવ-ગુરુશાસ્ત્રને લઈને થાય છે એમ છે નહિ.
હા, પણ સમયસાર વાંચે તો સમયસારનું જ્ઞાન થાય ને પદ્મપુરાણ વાંચે તો પદ્મપુરાણનું જ્ઞાન થાય –એમ છે કે નહિ?
ના, એમ નથી ભાઈ ! અહીં એની ના પાડે છે; કેમકે શાસ્ત્રના શબ્દો વડે અહીં જ્ઞાનની દશા થાય છે એમ છે નહિ. પોતાની સમયસમયની પર્યાય એના (પોતાના) સ્વકાળને લઈને થાય છે, પરકાળને લઈને નહિ. એ જ કહે છે કે-સ્વકાળથી મારું હોવાપણું છે, પરકાળથી નહિ–એમ જાણતો ધર્મી અનેકાન્ત વડે પોતાને જિવાડે છે અર્થાત પોતાનો નાશ થવા દેતો નથી.
આત્માની સમયસમયની જ્ઞાનની અવસ્થા પોતપોતાની યોગ્યતા અનુસાર આત્મામાં થાય છે, નિમિત્તને કારણે થાય છે એમ નહિ. નિમિત્ત હો ભલે, અને એને જાણે પણ, પરંતુ નિમિત્તને જાણનારી જ્ઞાનની દશા પોતાની પોતાથી છે, નિમિત્તને લઈને નથી. ઝીણી વાત છે ભાઈ ! જેવું નિમિત્ત હોય તેવું થાય એમ ઓલા (બીજા) કહે છે ને ? તો કહે છે- એમ નથી. આત્માના અનંતગુણની અવસ્થા પોતાના સ્વકાળે પોતામાં પોતાથી થાય છે, નિમિત્તથી નહિ. છતાં લક્ષ નિમિત્ત પર હોવાથી નિમિત્તને લઈને મારી પર્યાય થાય છે એમ અજ્ઞાની માને છે- અજ્ઞાની પોતાના સને અસત્ કરે છે.
આ કાને શબ્દો પડે છે ને? એનું જે જ્ઞાન થાય છે તે જ્ઞાનની પર્યાયનો વર્તમાન સ્વકાળ છે; પોતાને લઈને તે પર્યાય થાય છે, વાણી-શબ્દોને લઈને નહિ. વાણી બંધ થતાં એ જાતનું જ્ઞાન બંધ થયું એટલે વાણીને લઈને મારામાં જ્ઞાન થતું હતું તે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #409
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરિશિષ્ટ : ૩૯૩ બંધ થયું એમ અજ્ઞાની માને છે તે તેની મિથ્યા દશા (મિથ્યા માન્યતા) છે, તે પરકાળથી સ્વકાળ માને છે.
અહા ! ત્રિકાળ શક્તિરૂપ જે વસ્તુ છે તેનું વર્તમાન તે એનો સ્વકાળ છે-કાળલબ્ધિ છે, તે નિમિત્તને લઈને છે એમ નથી. નિમિત્ત નથી એમ વાત નથી, નિમિત્તને લઈને આમાં (આત્મામાં) કાંઈ ( વિલક્ષણતા) થાય છે એમ નથી. તો
પ્રશ્ન- દુકાને બેઠા હોઈએ ત્યારે અમુક પ્રકારની (ધંધારૂપ પાપની) પર્યાય થાય છે અને અહીં સ્વાધ્યાય મંદિરમાં આવીએ છીએ ત્યારે બીજા પ્રકારની (પ્રશસ્ત રાગની) પર્યાય થાય છે તે કોને લઈને?
ઉત્તર:- કહ્યું ને કે પ્રત્યેક પર્યાય અકાળે પોતાને લઈને થાય છે. કોઈ વળી કહે છે– મણિરત્નની માળા ગણીએ તો એને લઈને વિશેષ સારા ભાવ થાય. પરંતુ એ (મણિરત્નની માળા) એ તો પરશય છે બાપા! અને તત્સંબંધી અહીં જે જ્ઞાન થાય છે એ પોતાનું છે; એ કાંઈ મણકો કે મણકાના ફરવાને લઈને થયું છે એમ નથી. ભગવાનની વાણી નીકળે તે કાળે વાણી સાંભળીને જે જ્ઞાન થાય છે તે પોતાની જ્ઞાનની પર્યાયની તત્કાળ યોગ્યતા છે, એનો તે સ્વકાળ છે, વાણીના કારણે તે જ્ઞાનની પર્યાય થઈ છે એમ નથી. આ પાનું અને આ પંકિત-લીટીના આલંબનકાળે આ પાનું અને આ પંક્તિ લક્ષમાં આવે છે તેથી તેને લઈને મારું જ્ઞાન થાય છે એમ અજ્ઞાની માને છે, પણ એમ છે નહિ. અજ્ઞાનીનો આ તર્ક છે કે
જો જ્ઞાન નિમિત્તથી થતું ન હોય તો સાંભળવા જાઓ છો શું કામ?
પ્રભુ! સાંભળ. તે સમયે (સાંભળવાકાળે) જ્ઞાનની પર્યાય થઈ છે તે એનો સ્વકાળ છે, અને સાંભળવાના રાગની પર્યાય થઈ છે તે પણ એનો સ્વકાળ છે. બન્નેનો સમકાળ અવશ્ય છે, પણ એકને લઈને બીજી અવસ્થા છે એમ નથી. (આ તો આવો સહજ નિમિત્ત-નૈમિત્તિક ભાવ બને છે). અહા ! એક સ્વકાળનો યથાર્થ નિર્ણય થાય તો શું વાત છે? (એમ કે બધી અજ્ઞાનજન્ય માન્યતાઓ ઉડી જાય). પણ અરે ! અનાદિકાળથી વર્તમાન અવસ્થા પરને લઈને છે એવા મિથ્યાત્વભાવને એણે ઘૂંટયો છે તે છોડતો નથી! તે પોતાના સને અસત્ કરે છે. હું જ્ઞાનસ્વરૂપ છું, ને વર્તમાન જ્ઞાનની જે દશા થઈ છે તે મારું સત્ છે, તે સ્વકાળ છે એમ અજ્ઞાની માનતો નથી, કેમકે એની દષ્ટિ
સ્વ ઉપર નહિ પણ પર ઉપર છે. સામે શબ્દો-નિમિત્ત ભલે હો. પણ તે કાળે જ્ઞાનની પર્યાયનો તેને જાણવાનો સ્વકાળ છે તે સત્ છે-એમ અજ્ઞાની વસ્તુસ્થિતિ માનતો નથી, ને એ રીતે પોતાનો નાશ કરે છે.
આત્માનાં દ્રવ્ય-ગુણ ને પર્યાય-ત્રણે સત્ છે એનો અર્થ શું? એનો અર્થ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #410
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૩૯૪ : પ્રવચન રત્નાકર ભાગ-૧) એ થયો કે અનંતી પર્યાયો જે સમયે થાય તે સમયે તે જ એનો સ્વકાળ છે–એની કાળલબ્ધિ છે, તે પોતાથી સત્ છે. ખરેખર તે પર્યાયો પરથી-નિમિત્તથી તો નથી, પોતાના દ્રવ્ય-ગુણથી પણ નથી એવું એ સત્ છે. સૂક્ષ્મ વાત બાપા! આ મિથ્યાત્વ અને રાગ-દ્વેષ જે જીવની અવસ્થામાં થાય છે તે એના પકારકથી છે, પરકારકોને લઈને નહિ. હવે જ્યારે વિકાર પણ પોતાના સ્વકાળે એક સમયના પોતાના પકારકથી છે તો નિર્મળ-નિર્વિકાર દશાનું શું કહેવું? એની સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની દશા પણ એના પકારકથી પ્રગટ થાય છે. ભાઈ ! સમ્યગ્દર્શનની પર્યાય પ્રગટ થાય તેને કોઈ દેવ-ગુરુશાસ્ત્રની કે વ્યવહારરત્નત્રયની કે દર્શનમોહના અભાવની અપેક્ષા નથી. સનું આવું જ સ્વરૂપ છે ભાઈ !
ઉપાદાન અને નિમિત્ત બન્નેમાં પરિણમન પોતપોતાનું એક સાથે થાય છે, પ્રત્યેકની તે તે પર્યાય તે એનો સ્વકાળ છે, મતલબ કે એકને (નિમિત્તને) લઈને બીજામાં (ઉપાદાનમાં) કાંઈ થાય છે એમ છે નહિ. બન્નેમાં કાળપ્રયાસત્તિ ને ક્ષેત્ર પ્રત્યાત્તિ જોઈને અજ્ઞાનીને ભ્રમ થઈ જાય છે કે આને (નિમિત્તને) લઈને આ (ઉપાદાનનું કાર્ય) થયું છે, પણ એમ છે નહિ. જો નિમિત્તને લઈને કાર્ય થાય તો એની દ્રવ્યગત તત્કાલીન યોગ્યતા અર્થાત્ ઉપાદાન સિદ્ધ જ નહિ થાય. ભાઈ ! માટીમાંથી ઘડો થયો તે માટીમાં તત્કાળ જે યોગ્યતા ઘડારૂપ થવાની હતી તે પ્રગટ થઈ ઘડો થયો છે, કાંઈ કુંભારને કારણે-કુંભારે આમ-તેમ હાથ ફેરવ્યો તે કારણે ઘડો થયો છે એમ નથી. અહા! આત્મદ્રવ્યની જેમ એક એક પુગલ-પરમાણુમાં પણ અનંતગુણ છે, અને એની સમયસમયની પર્યાયો જે થાય છે તે, તે તે પર્યાયનો સ્વકાળ છે. (પરને લઈને તેઓ થાય છે એમ છે નહિ).
પણ આ તો કમબદ્ધ સિદ્ધ થયું?
હા, કમબદ્ધપર્યાય-કમનિયમિત પર્યાય એ તો વસ્તુસ્થિતિ છે. આ તો અદ્ભુત અલૌકિક વાત છે ભાઈ ! ભગવાન! તું જ્ઞાતાસ્વરૂપ જ છો, સ્વમાં કે પરમાં જે પર્યાય થાય તેને બસ જાણ; એમાં તારે કરવાનું કાંઈ જ નથી.
સાધકને જે સમ્યજ્ઞાનની દશા થઈ છે તે સ્વકાળે થઈ છે, તે દશા તેનો સ્વકાળ છે, પરંતુ તે અપૂર્ણ છે એટલે સાથે તે કાળે રાગ-વ્યવહાર હોય છે. આ શુદ્ધ પરિણતિ તે નિશ્ચય અને સાથે જે રાગ તે કાળે છે તે વ્યવહાર. આ વ્યવહાર અને આ નિશ્ચય-એમ બન્નેનું સાધકને જ્ઞાન છે, પણ વ્યવહારથી નિશ્ચય થાય એમ એમાં નથી, અને એવી વસ્તુસ્થિતિ પણ નથી. સમજાય છે કાંઈ....? આ સમજવું પડશે ભાઈ ! બાકી બહારમાંપૈસા બેસામાં બધું ધૂળધાણી છે. એ પૈસો-બૈસો બધું એનામાં એના અકાળે છે, એ તારામાં નહિ અને તારાથીય નહિ. આવું ઝીણું છે બધું !
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #411
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરિશિષ્ટ : ૩૯૫
પ્રશ્ન:- પણ આ પેટમાં ભૂખ લાગી હોય ને ધર્મ કેમ થાય?
ઉત્તર:- હમણાં ભૂખ્યા પેટે ધર્મ ન થાય એમ કહો છો, ને આહાર-પાણી પેટમાં પડ્યા પછી કહેશો કે તે પચે નહિ ત્યાં સુધી ધર્મ ન થાય, અને પછી કહેશો કે દિશા (સંડાસ) ઉતરે નહિ ત્યાં સુધી ધર્મ ન થાય ને પછી પાછું પેટ તો ભૂખ્યું ને ભૂખ્યું, તો પછી ધર્મ ક્યારે થાય? ભાઈ ! તું માને છો એમ નથી બાપુ! ધર્મ તો તારો પોતાનો સ્વભાવ છે અને તે અંતર-આલંબનના પુરુષાર્થ વડ પોતાના સ્વકાળે પ્રગટ થાય છે; મતલબ કે તે આહાર-પાણી ઈત્યાદિ પરના કારણે થતો નથી. જે તો ખરો! નરકમાં આહારનો એક કણ ન મળે, પાણીનું એક બુંદ ન મળે, જન્મથી જ સોળ-સોળ રોગ હોય તોપણ કોઈ નારકી જીવ અંતર-આલંબનમાં ઉતરી જઈને સમકિત (ધર્મ) પ્રગટ કરી લે છે. માટે પરથી થાય એ જવા દે, ને સ્વમાં સાવધાન થઈ જા.
ઓહો! પ્રત્યેક આત્મા અનંતગુણથી ભરેલો ભગવાન ચૈતન્ય-ઈશ્વર છે, ને પ્રત્યેક રજકણ પણ પોતાના અનંતગુણથી ભરેલો જડેશ્વર છે. ભગવાન આત્મા અને પરમાણુમાં જેટલા પ્રત્યેકમાં જે ગુણો છે પ્રત્યેક સમયે તેટલી ગુણોની પર્યાય થવાનો સ્વકાળ છે; જે સમયે જે થવાની હોય તે ધારાવાહી થાય જ છે એ વસ્તુનું સ્વરૂપ છે. કર્મમાં ઉદય, ઉદીરણા, ઉત્કર્ષણ, અપકર્ષણ ઈત્યાદિ એના સ્વકાળે થાય છે, એમાં જીવના પરિણામ નિમિત્ત હો, પણ જીવને લઈને કર્મની અવસ્થા થાય છે એમ ક્યાં છે? કર્મનું કાર્ય કર્મ કરે ને જીવનું જીવ; કોઈ કોઈના કર્તા-હર્તા નથી, કહ્યું ને કે બન્ને ઈશ્વર છે– એક જડેશ્વર ને એક ચૈતન્ય-ઈશ્વર. ભાઈ! આ સ્વકાળની વાત જેને બેસે તેના જન્મ-મરણનો અંત આવી જાય એવી આ વાત છે. કહ્યું ને કે –જ્ઞાની સ્વકાળથી સત્પણું પ્રકાશતો થકો અનેકાન્ત વડે પોતાને જિવાડે છે-નાશ થવા દેતો નથી. આવી વાત છે.
હવે દસમો બોલ : “વળી જ્યારે તે જ્ઞાનમાત્ર ભાવ પદાર્થોના આલંબન કાળે જ (–માત્ર જ્ઞય પદાર્થોને જાણવા વખતે જ) જ્ઞાનનું સત્પણું માનીને-અંગીકાર કરીને પોતાનો નાશ કરે છે, ત્યારે (તે જ્ઞાનમાત્ર ભાવનું) પરકાળથી (-શયના કાળથી) અસતપણું પ્રકાશતો થકો અનેકાન્ત જ તેને પોતાનો નાશ કરવા દેતો નથી.'
શું કહે છે? કે અજ્ઞાની જીવ નિમિત્તરૂપ પદાર્થોના આલંબન કાળે જ અર્થાત પરકાળથી જ પોતાનું જ્ઞાનનું સત્પણું હોવાપણું માને છે. અહા! હું જ્ઞાનસ્વરૂપ જ છું, ને વર્તમાન જ્ઞાનની દશા જે પ્રગટ થઈ છે તે એનો સ્વકાળ છે, તે પોતાથી થઈ છે-એમ ના માનતાં, જાણવામાં આવતા નિમિત્તથી–પરકાળથી જ મારા જ્ઞાનનું પરિણમન થઈ રહ્યું છે એમ અજ્ઞાની માને છે, અને એમ વિપરીત માનતો થકો તે પોતાનો નાશ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #412
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htîp://www.A+maDharma.com for updates
૩૯૬ : પ્રવચન રત્નાકર ભાગ-૧૦
કરે છે. અહા! વિકારી પર્યાયે થાય તેય સ્વાધીનપણે ને નિર્વિકાર પરિણમે તોય સ્વાધીનપણે થાય છે, પરાધીનપણે નહિ–આવી સ્વતંત્રતા છે તોપણ અજ્ઞાની નિમિત્તના કાળથી જ પ૨કાળથી જ જ્ઞાનનું સ૫ણું માનીને નાશ પામે છે. નાશ પામે છે એટલે શું? કે મિથ્યાત્વરૂપ પરિણમીને ચતુર્ગતિ-પરિભ્રમણ કરે છે.
ત્યારે ધર્મ-જ્ઞાની પુરુષ તે જ્ઞાનમાત્ર ભાવનું ૫૨કાળથી અસ૫ણું પ્રકાશતો થકો અર્થાત્ સામે જે નિમિત્ત છે એની અવસ્થાથી મારી જ્ઞાનની દશા નથી, પણ મારી જ્ઞાનદશા તે એનો સ્વકાળ છે એમ માનતો થકો અનેકાન્ત દ્વારા પોતાને નાશ પામવા દેતો નથી. અહા! જ્ઞાન ને આનંદ આદિ જે દશા પ્રગટ છે તે સ્વકાળે સત્ છે, ને પરકાળથીપરદ્રવ્યના પરિણામથી અસત્ છે-આવું અનેકાન્ત ધર્માત્માને જિવાડે છે-નાશ પામવા દેતું નથી. સામે નિમિત્તની દશા જે છે તે આ આત્માની અપેક્ષાએ પરકાળ છે, ને તે પરકાળથી હું અસત્ છું આવો અનેકાન્ત ધર્માત્માને નાશ થવા દેતો નથી અર્થાત્ અનેકાન્તદષ્ટિ વડે ધર્માત્મા પોતાના નિર્મળ જ્ઞાન-શ્રદ્ધાન-શાન્તિના પરિણામને પ્રાપ્ત કરી લે છે. સમજાણું કાંઈ...! ભાઈ! આ સમજ્યા વિના તારાં વ્રત, તપ, ભક્તિ ને પૂજા ઈત્યાદિ બાહ્ય ક્રિયાકાંડનો સઘળો આડંબર ફોગટ છે. તું માને કે મેં દુકાન, ધંધા-વ્યાપાર ને બાયડી–છોકરાનો ત્યાગ કર્યો છે, પણ અંદરમાં મિથ્યાત્વના શલ્યનો ત્યાગ થયા વિના શું ત્યાગ્યું ? કાંઈ જ નહિ. (એક આત્મા ત્યાગ્યો છે.) આવી વાત !
બોલ અગિયારમો – ‘જ્યારે આ જ્ઞાનમાત્ર ભાવ, જાણવામાં આવતા એવા પરભાવોના પરિણમનને લીધે જ્ઞાયકસ્વભાવને ૫૨ભાવપણે માનીને-અંગીકાર કરીને નાશ પામે છે, ત્યારે (તે જ્ઞાનમાત્ર ભાવનું) સ્વભાવથી સણું પ્રકાશતો થકો અનેકાન્ત જ તેને જિવાડે છે–નાશ પામવા દેતો નથી.'
શું કહે છે? કે ભગવાન આત્મા એક શાયભાવસ્વરૂપ છે. જાણવું.... જાણવું.... જાણવું તે એનો સ્વભાવ છે. અહા ! એમ ન માનતાં આ જે પરદ્રવ્યના ભાવો એના જાણવામાં આવે છે તે-પણે-૫૨ભાવપણે હું થઈ ગયો એમ અજ્ઞાની માને છે. ૫૨ભાવને જાણવા કાળે જ્ઞાન તો એક શાયકભાવપણે જ છે, તોપણ જાણે પરભાવપણે થઈ ગયું છે એમ અજ્ઞાનીને ભ્રમ થઈ ગયો હોય છે, કેમકે અંદર એક જ્ઞાયકસ્વભાવ પોતે છે એનું એને લક્ષ નથી, ૫૨ભાવ ઉપ૨ જ એનું લક્ષ છે. અહા! ૫૨ભાવને લઈને મારું પરિણમન થયું છે એમ પોતાને પરભાવરૂપ કરતો અજ્ઞાની પોતાના એક શાયકભાવનો અભાવ કરીને પોતાનો નાશ કરે છે.
ત્યારે ધર્મી પુરુષનું અંદર પૂર્ણ એક જ્ઞાયકભાવ-સ્વભાવભાવ ઉપર લક્ષ હોવાથી, આ પરભાવને જાણનારું જ્ઞાન મારા શાયભાવથી જ છે એમ સ્વભાવથી સણું પ્રકાશતો તે અનેકાન્તદષ્ટિ વડે પોતાને જિવાડે છે- નાશ પામવા દેતો નથી. પરભાવને જાણતાં જ્ઞાન
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
Page #413
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરિશિષ્ટ : ૩૯૭
પરભાવરૂપ થઈ ગયું છે એમ નહિ, પણ નિજ સ્વભાવભાવરૂપ-જ્ઞાનભાવરૂપ જ રહ્યું છે એમ પોતાની આત્મલીલાને યથાર્થ જાણતો જ્ઞાની પોતાના જીવતરને સુરક્ષિત ટકાવી રાખે છે. અહા ! આત્મામાં અનંતગુણોના અસ્તિત્વમય જ વર્તમાન ભાવનું પરિણમન થાય છે એ આત્મલીલા છે. મારા ભાવથી મારી પર્યાય છે. પરભાવથી નથી–આવું અનેકાન્ત જેવું છે તેવું આત્માનું જીવન ટકાવી રાખે છે. અહો ! અનેકાન્ત પરમ અમૃત છે.
બારમો બોલ: “વળી જ્યારે તે જ્ઞાનમાત્ર ભાવ “સર્વ ભાવો હું જ છું” એમ પરભાવને જ્ઞાયકભાવપણે માનીને-અંગીકાર કરીને પોતાનો નાશ કરે છે, ત્યારે (તે જ્ઞાનમાત્ર ભાવનું) પરભાવથી અસત્પણું પ્રકાશતો થકો અનેકાન્ત જ તેને પોતાનો નાશ કરવા દેતો નથી.'
જુઓ, આત્મા વસ્તુ છે તે જ્ઞાનસ્વભાવમાત્ર છે. પરંતુ અજ્ઞાની જગતના જે બધા જડ-ચેતન ભાવો છે એના પર લક્ષ જતાં આ પરભાવો હું છું, એ પરભાવોને લઈને મારો વર્તમાન પર્યાયભાવ છે–એમ માને છે. જેમકે- આ શાસ્ત્ર સાંભળતાં, પહેલાં જ્ઞાનની દશા આ પ્રમાણે નહોતી અને હવે નવી થઈ ત્યાં એને એમ થઈ જાય છે કે આ જ્ઞાનની પર્યાય શાસ્ત્ર સાંભળવામાંથી આવી, પરંતુ અંદર પોતાના ભાવમાંથી (જ્ઞાનભાવમાંથી) આવી છે એમ તે કબુલતો નથી. અહાહા......! જ્ઞાનસામાન્યમાંથી તે વિશેષ-જ્ઞાનદશા વર્તમાન આવી છે એમ ન માનતાં, જે પરભાવનું લક્ષ છે તે પરભાવમાંથી તે આવી છે એમ માનતો થકો તે પરભાવને પોતારૂપ કરે છે. આમ પરભાવને નિજભાવ-રૂપ કરતો થકો અજ્ઞાની પોતાનો-પોતાના સ્વભાવનો નાશ કરે છે.
અહાહા.....! ભગવાન આત્મા ચૈતન્યમૂર્તિ પ્રભુ અંદર એક સ્વભાવભાવજ્ઞાનભાવથી ભરેલો પદાર્થ છે. ગમે તે ક્ષેત્ર, ગમે તે કાળ ને ગમે તે પરભાવોને દેખતો હોય છતાં તે કાળે તેની જાણવારૂપ દશા પોતાના ભાવમાંથી-જ્ઞાનભાવમાંથી આવી છે. પરંતુ એમ ન માનતાં આ પરભાવમાંથી મારી જાણવાની દશા થઈ છે એમ અજ્ઞાની માને છે અને એ રીતે તે પોતાને નાશ કરે છે. લોકો કહે છે ને કે બહાર પર્યટન ખૂબ કરીએ તો જ્ઞાનનો વિકાસ થાય. ધૂળેય ન થાય સાંભળને. બહારમાંથી–પરભાવમાંથી તારું જ્ઞાન આવે છે એમ છે જ નહિ. સમયે સમયે પોતાના ભાવમાંથી જ્ઞાનભાવમાંથી જ જ્ઞાનદશા આવે છે. જ્ઞાનની દશા જ્ઞાનભાવમાંથી, શ્રદ્ધાની દશા શ્રદ્ધાભાવમાંથી ને શાંતિની દશા અંદર શાન્તિના ભાવમાંથી આવે છે. આવું વસ્તુસ્વરૂપ છે.
વિકાર પણ જે અંદર થાય છે તે ભાવની (-ગુણની) ઉલટી દશા છે. એય કાંઈ નિમિત્તને લઈને થાય છે એમ નથી. જો કે તે નિમિત્તના લક્ષ-નિમિત્તને આધીન થઈ (સ્વાધીનપણે) પરિણમવારૂપ દશા છે (નિમિત્ત આધીન કરે છે એમ નહિ, પોતે નિમિત્તને આધીન થાય છે), તોપણ તે પોતાની દશા છે. ક્રોધાદિભાવરૂપે પરિણમે છે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #414
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૩૯૮ : પ્રવચન રત્નાકર ભાગ-૧) તે કાળે કર્મ નિમિત્ત અવશ્ય છે, પણ એમાંથી ક્રોધાદિ વિકારની પર્યાય આવે છે એમ નથી. ખરેખર તો જે પર્યાય જે સમયે થાય છે તે જાતની અંદર તેની યોગ્યતા જ છે. તેથી કેસર આદિ નાખીને દુધ પીવે તો મતિ ઝૂરે-વિકસે ઈત્યાદિ પરથી-પરભાવથી પોતાની જ્ઞાનદશા થવાની માન્યતા મૂઢપણા સિવાય બીજું કાંઈ નથી. સમજાણું કાંઈ....?
અહા! ભગવાન આત્મા અનંત ભાવ-સ્વભાવ જેવા કે જ્ઞાનભાવ, દર્શનભાવ, આનંદભાવ ઈત્યાદિ પૂરણ ભરેલો પ્રભુ છે. એના ઉપર પોતાનું લક્ષ નથી, અને પરભાવનું લક્ષ રહેતાં આ પરભાવમાંથી મારો ભાવ-પર્યાય આવે છે એમ અજ્ઞાનીને ભ્રમ છે. પરભાવ મારો ભાવ છે અથવા સર્વ પરભાવો હું જ છું એમ માનીને અજ્ઞાની પરભાવને પોતાપણું કરે છે, અને એ રીતે પોતાનો નાશ કરે છે.
અજ્ઞાની આ રીતે પરભાવને પોતારૂપ કરતો પોતાનો નાશ કરે છે ત્યારે ધર્મી પરભાવથી પોતાનું અસપણું પ્રકાશતો થકો અર્થાત્ પરભાવ મારો કોઈ છે જ નહિ. હું પરભાવથી અસત્ છું, ને સ્વ-ભાવથી સત્ છું એમ અનેકાન્તદષ્ટિ વડે પોતાને ઉદ્ધારે છે અર્થાત્ પોતાનો નાશ થવા દેતો નથી. અહાહા....! ધર્મી પોતાના એક જ્ઞાયકભાવને અનેકાન્ત વડે પરથી જેમ છે તેમ ભિન્ન ટકતો રાખીને પોતાને જિવાડે છે. તોપ્રશ્ન- શ્રીમદ એમ કહ્યું છે કે
“શું પ્રભુ ચરણ કને ધરું, આત્માથી સૌ હીન;
તે તો પ્રભુએ આપીયો, વતું ચરણાધીન.” સમાધાનઃ- એ તો વ્યવહાર વિનયનાં વચન છે બાપુ! શિષ્યને વિનયનો ભાવ આવતાં વ્યવહારથી એમ કહ્યું છે. વ્યવહારની એવી જ પદ્ધતિ છે. બાકી ભાઈ ! તું કોઈ વસ્તુ છે કે નહિ? છો તો એનો કોઈ ભાવ-સ્વભાવ છે કે નહિ? જ છે તો જે કોઈ પર્યાય સમયે સમયે આવે છે તે એ ભાવમાંથી આવે છે, તે એ ભાવરૂપ છે, પરભાવરૂપ નથી. સમજાય છે કાંઈ.....?
ભાઈ ! તું તારા દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી છો, ને પરદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી નથીઆવું વસ્તુનું સહુજ અનેકાન્તસ્વરૂપ છે. પરદ્રવ્યો જ્ઞાનમાં જણાય માટે પરદ્રવ્યથી છું, પરક્ષેત્રનો આકાર જ્ઞાનમાં જણાય માટે પરક્ષેત્રથી છું, પરકાળનું પર્યાયમાં જ્ઞાન થાય માટે પરકાળથી છું, પરભાવનું જ્ઞાન થાય માટે પરભાવથી છું-એમ છે નહિ. અહો ! કેવું સુંદર અનેકાન્તનું સ્વરૂપ કહ્યું છે. આ પરમ સત્ય છે ભાઈ ! આ પરમ સત્યને સ્વીકારીને જ્ઞાની અંતર્લીન દશાને પ્રાપ્ત થઈ નિરાકુળ આનંદમય જીવન જીવે છે, જ્યારે અજ્ઞાની એકાંતે હું પરભાવરૂપ છું, ને પરભાવ મારારૂપ છે એમ માનીને નાશ પામે છે, ચાર ગતિમાં પરિભ્રમે છે. પૈસા-ધન, સ્ત્રી-કુટુંબ-પરિવાર ઈત્યાદિ બધાં પરભાવરૂપ હોવા છતાં હું
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #415
--------------------------------------------------------------------------
________________
ગઇ
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરિશિષ્ટ : ૩૯૯ તે-રૂપ છું અથવા તે મારા-રૂપ છે એમ માનતો અજ્ઞાની દુ:ખી દુ:ખી થઈને ઘોર સંસારમાં જ પરિભ્રમે છે.
- હવે તેરમો બોલઃ- “જ્યારે આ જ્ઞાનમાત્ર ભાવ અનિત્ય જ્ઞાનવિશેષો વડે પોતાનું નિત્ય જ્ઞાન સામાન્ય ખંડિત થયું માનીને નાશ પામે છે, ત્યારે (તે જ્ઞાનમાત્ર ભાવનું ) જ્ઞાન સામાન્યરૂપથી નિત્યપણું પ્રકાશતો થકો અનેકાન્ત જ તેને જિવાડ છે-નાશ પામવા દેતો નથી.'
જુઓ, વસ્તુ દ્રવ્ય સામાન્યથી નિત્ય છે, ને વિશેષ-પર્યાય અપેક્ષાએ અનિત્ય છે. પર્યાય સમયે સમયે બદલે-પલટે છે ને! તેથી પર્યાયથી-વિશેષથી અનિત્ય છે. આત્મા પણ જ્ઞાનસામાન્યપણે નિત્ય છે અને પર્યાય-વિશેષથી અનિત્ય છે-હવે ત્યાં અનિત્ય પર્યાયને જઈને પોતાનું નિત્ય સામાન્ય-જ્ઞાનસામાન્ય ખંડિત થઈ ગયું. અર્થાત્ અરેરે! મારે તો ત્રિકાળ એકરૂપ રહેવું જોઈએ એને બદલે આ પલટના ક્યાંથી? અરે! હું ખંડિત થઈ ગયો, મારો આખો નાશ થઈ ગયો-એમ અજ્ઞાની માને છે. પલટવું એ તો પર્યાયનો ધર્મ છે, ને તે વસ્તુનું-આત્માનું સહજ છે, પણ એને નહિ માનતા મારી એકરૂપતા ખંડિત થઈ
| માટે એ (-પર્યાય ) હું નહિ એમ પોતાના અનિત્ય ભાવનો ઈન્કાર કરીને અજ્ઞાની પોતાનો નાશ કરે છે.
વસ્તપણે ધ્રુવ નિત્ય હોવા છતાં આત્મા પર્યાય અનિત્ય છે. પરંતુ અનિત્યને નહિ ઈચ્છનારા, અનિત્ય વડે નિત્ય ખંડખંડ થઈ જાય છે એમ માનીને અનિત્યને છોડી દે છે.
આ રીતે પર્યાયનો અભાવ કરીને અજ્ઞાની પોતાનો નાશ કરે છે. અજ્ઞાનીને એકાંતે નિત્યપણાનો-એકપણાનો અધ્યાસ છે. તે બદલતી પર્યાયને જોઈને આ હું નહિ એમ પર્યાયને છોડી દઈને તે પોતાનો નાશ કરે છે. (કમ કે પર્યાયરહિત કોઈ દ્રવ્ય હોતું જ નથી).
' અરે ભાઈ ! અવસ્થાપણે વસ્તુ પલટતી ન હોય તો અજ્ઞાનનો નાશ કરી જ્ઞાન પ્રગટ કરવાનું ક્યાં રહ્યું? દુઃખથી મુક્ત થાઓ-ભગવાનના એવા ઉપદેશની સાર્થકતા શું રહી ? દુ:ખથી મુક્ત થાઓ-એનો અર્થ જ એ છે કે જીવ વર્તમાન અવસ્થામાં દુઃખી છે ને તે પલટીને પરમસુખની દશારૂપ થઈ શકે છે. અહાહા....! પોતે અનંત આનંદનો કંદ પ્રભુ છે એમ સ્વીકારી અંતરદૃષ્ટિ કરતાં જ દુઃખ-મલિનતા જે છે તે પલટી જાય છે. આમ પર્યાયથી પલટવું એ તો દ્રવ્યનું-પોતાનું સહજ સ્વરૂપ છે ભાઈ ! પણ પલટતી પર્યાયને જોઈને, હું ખંડખંડ થઈ ગયો એમ માની, આ અનિત્ય પર્યાય હું નહિ એમ અનિત્યને છોડી દઈને અજ્ઞાની પોતાનો નાશ કરે છે, કેમકે વસ્તુનું તો સહજ જ દ્રવ્ય-પર્યાય સ્વરૂપ છે. અહીં અનિત્ય (પર્યાય) હું નહિ એમ માનનાર પોતાનો નાશ કરે છે એમ કહીને પર્યાયનો આશ્રય કરાવવો છે એમ વાત નથી. પર્યાયનો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #416
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪OO : પ્રવચન રત્નાકર ભાગ-૧) આશ્રય તો એને અનાદિથી છે ને તેથી તો તે મિથ્યાષ્ટિ છે. અહીં તો વસ્તુ સહજ જ દ્રવ્ય-પર્યાયસ્વરૂપ છે એમ જ્ઞાન કરાવી તેને દ્રવ્ય-સામાન્યનો-નિત્યપણાનો એકાન્ત છોડાવવાની વાત છે. સમજાણું કાંઈ....? ભાઈ ! નિશ્ચયદષ્ટિવંત-દ્રવ્યદષ્ટિવંતને પણ પર્યાયનું યથાતથ્ય જ્ઞાન હોય છે. (તે પર્યાયનો અભાવ ઈચ્છતો નથી.) .
જ્યારે પરથી જુદાઈ (ભેદવિજ્ઞાન) કરવી હોય ત્યારે પોતાના દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણે નિશ્ચય આત્મા છે, ને પર તે વ્યવહાર કહ્યો. હવે જ્યારે અંતરંગ પ્રયોજન (સમ્યગ્દર્શન આદિ પ્રયોજન) સિદ્ધ કરવું હોય ત્યારે દ્રવ્ય-પર્યાય બેમાંથી મુખ્ય તે નિશ્ચય અને ગૌણ તે વ્યવહાર એમ કહ્યું. નિશ્ચય તે મુખ્ય એમ નહિ કેમકે નિશ્ચય તો દ્રવ્ય-ગુણ ને પર્યાય કરે છે. સમ્યગ્દર્શન આદિ પ્રયોજન મુખ્ય એવા ત્રિકાળી ધ્રુવ એક દ્રવ્યના આશ્રયે થાય છે માટે દ્રવ્ય તે નિશ્ચય અને પર્યાયને ગૌણ કરી વ્યવહાર કહી. જુઓ ગુણભેદ ને પર્યાયભેદ તે ગૌણ છે, અભાવ નહિ. સમયસાર ગાથા ૧૧ માં જ્યાં વ્યવહાર અભૂતાર્થ-અસત્યાર્થ કહ્યો છે ત્યાં તે ગૌણ છે એમ આશય છે. પર્યાયને ગૌણ કરીને અસત્ય કહી અને દ્રવ્યને મુખ્ય કરીને સત્ય કહ્યું છે; બાકી છે તો બેય સત્. ભાઈ ! બેય સત્ છે એમ જ્ઞાન કરી, પર્યાયને ગૌણ-પેટામાં રાખી દ્રવ્યનો આશ્રય કરવાનો છે, અન્યથા વસ્તુ હાથ નહિ આવે અર્થાત્ દ્રવ્યદષ્ટિ નહિ થાય. જુઓ, ૧૧મી ગાથામાં પરિણામમાત્રને અસત્ય કહ્યા અને અહીં પરિણામને (પર્યાયને) નિશ્ચય-સત્ય કહી; તો
જ્યાં જે અપેક્ષા છે તે યથાર્થ જાણવી જોઈએ. જ્યારે (એક આખી) સત્તા સિદ્ધ કરવી હોય ત્યારે નિત્ય-અનિત્ય બન્ને નિશ્ચય છે, પણ તે જાણવા માટે છે, અને જ્યારે આશ્રય કરવો છે ત્યારે પર્યાયને ગૌણ રાખીને એક ત્રિકાળી ધ્રુવ સામાન્ય-સામાન્ય દ્રવ્યનો જ આશ્રય કરવાનો હોઈ તે એક નિશ્ચય છે, અને પર્યાય વ્યવહાર દ્રવ્યનો આશ્રય કરનાર તો પર્યાય છે. અજ્ઞાની તો પર્યાયનો જ અભાવ ઈચ્છે છે તેથી તે વડે તે પોતાનો જ નાશ કરે છે.
કોઈને થાય કે આ બધું શું સમજાય? તેને કહીએ ભગવાન ! આ બધું ના સમજાય એમ ન માન. તારામાં તો કેવળજ્ઞાન લેવાની તાકાત છે ને પ્રભુ! આ ન સમજાય એ (શલ્ય) કાઢી નાખ. બાળકથીય સમજાય ને મોટાથીય સમજાય; નિરોગીથી સમજાય ને રોગથીય સમજાય. સમજવાની અંદર રુચિ થાય તે સૌને આ સમજાય એવી આ વાત છે ભાઈ ! પોતાની વાત છે ને ! તો એની (–પોતાની) રુચિ કરે તો સમજાય જ.
અહા! આ શરીરથી જુદો અંદર પૂર્ણાનંદનો નાથ પરમાત્મસ્વરૂપ વસ્તુએ અનાદિ અનંત નિત્ય પ્રભુ છે, અને તે જ પર્યાયમાં પામર છે. બે થઈને આખું પ્રમાણ થાય છે. પ્રમાણ પણ નિશ્ચયના વિષયને રાખીને પર્યાયને ભેળવી (બન્નેનું) જ્ઞાન કરે છે, નિશ્ચયને ઉડાડીને નહિ. એમ નથી કે નિશ્ચયનો નિષેધ કરીને પ્રમાણ વ્યવહારને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #417
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરિશિષ્ટ : ૪૦૧ (પર્યાય ) ભેળવે છે. આવી વાત! ત્રિકાળી ધ્રુવ સામાન્ય એકરૂપ દ્રવ્ય છે તે પરમ નિશ્ચય છે. પ્રમાણે તેના સ્વીકારપૂર્વક જે કોઈ શુભાશુભ કે શુદ્ધ પર્યાય ઉત્પન્ન થાય છે એનું જ્ઞાન કરે છે. ભાઈ ! દ્રવ્ય-પર્યાયસ્વરૂપ જેવી વસ્તુની સ્થિતિ છે તેવી ધીરજ અને શાન્તિથી સમજવી જોઈએ. પણ અરે! અંતરનો માર્ગ પામ્યા વિના બહારમાં ને બહારમાં એ ક્રિયાકાંડ કરી કરીને મરી ગયો છે!
અહીં કહે છે- આ જ્ઞાનમાત્ર ભાવ અનિત્ય જ્ઞાન વિશષો વડે પોતાનું નિત્ય સામાન્યજ્ઞાન ખંડિત થઈ ગયું માનીને... , આ હું એકરૂપ રહેવા માગું છું એમાં આ પલટતી વિશેષ દશા શું? એ હું નહિ-એમ માનીને-પોતાની હયાતીનો અજ્ઞાની નાશ કરે છે ત્યારે ધર્મી-જ્ઞાની પુરુષ પોતાને જ્ઞાનસામાન્યરૂપથી નિત્યપણે પ્રકાશતો., અર્થાત્ પર્યાયપણે વિશેષતા હો તો ભલે હો, હું તો દ્રવ્યરૂપથી ત્રિકાળ ધ્રુવ એકરૂપ નિત્ય છું, મારા નિત્યપણાને કોઈ આંચ નથી-એમ પોતાને નિત્ય-સ્વરૂપે પ્રકાશતો થકો અનેકાન્તદષ્ટિ વડે પોતાને જિવિત રાખે છે- નાશ પામવા દેતો નથી. અહા ! સ્યાદ્વાદી ધર્મીને નિત્ય-અનિત્યપણું જેમ છે તેમ જ્ઞાનગોચર થાય છે. તે પર્યાયમાં અનિત્યતા દેખતો હોવા છતાં વસ્તુએ હું નિત્ય છું-એમ નિત્યપણાના અંતર-અનુભવ દ્વારા તે પર્યાયમાં નિરાકુળ શાન્તિને પ્રાપ્ત થાય છે. લ્યો, આવી ઝીણી વાત છે.
ચૌદમો બોલ – “વળી જ્યારે તે જ્ઞાનમાત્ર ભાવ નિત્ય સામાન્યનું ગ્રહણ કરવા માટે, અનિત્ય જ્ઞાનવિશેષોના ત્યાગ વડે પોતાનો નાશ કરે છે (અર્થાત્ જ્ઞાનના વિશેષોનો ત્યાગ કરીને પોતાને નષ્ટ કરે છે), ત્યારે (તે જ્ઞાનમાત્ર ભાવનું) જ્ઞાનવિશેષરૂપથી અનિત્યપણું પ્રકાશતો થકો અનેકાન્ત જ તેને પોતાનો નાશ કરવા દેતો નથી.'
શું કીધું આ? કે જ્ઞાનમાત્રવતુ આત્મા તો નિત્ય-અનિત્યરૂપ છે. પરંતુ અજ્ઞાની જીવ નિત્ય જ્ઞાનસામાન્યને ગ્રહણ કરવા અનિત્ય જ્ઞાનવિશેષોનો ત્યાગ કરી દે છે. એટલે શું? કે ક્રમે પ્રગટ થતા આ અનિત્ય જ્ઞાનવિશેષોથી મને શું કામ છે? મને તો એક નિત્ય જ્ઞાનસામાન્યનું ગ્રહણ જ ઈષ્ટ છે એમ માનીને અજ્ઞાની પોતાના અનિત્ય જ્ઞાનવિશેષોનો ત્યાગ કરી દે છે અને એ રીતે તે પોતાનો નાશ કરે છે. અનાદિનું પર્યાય અપેક્ષા ક્ષણેક્ષણે વસ્તુનું બદલવું એ તો સહજ છે, અનિત્ય જ્ઞાનવિશેષોનું થવું એ જ્ઞાનનું સહજ છે, જ્ઞાનનો એ સ્વભાવ છે, અને એ બદલતા અનિત્ય જ્ઞાનવિશેષોમાં જ નિત્યનું ભાન-જ્ઞાન થાય છે. આવી જ વસ્તુ-વ્યવસ્થા છે છતાં આ પલટતા અનિત્ય જ્ઞાનવિશેષોથી મને શું છે? –એમ માનીને અજ્ઞાની અનિત્ય જ્ઞાનની દશાઓના ત્યાગ-અસ્વીકાર દ્વારા પોતાનો નાશ કરે છે. તેને નિત્યપણું પણ રહેતું નથી, કેમકે નિત્યપણાનું જ્ઞાન કરનારી પર્યાયવિશેષનો તો એણે ત્યાગ કરી દીધો છે. અહા ! એક નિત્ય જ હું છું-એમ માનીને અનિત્ય પર્યાયને છોડે છે (જ્ઞાનમાંથી કાઢી નાખે છે) તેને નિત્ય
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #418
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૪૦૨ : પ્રવચન રત્નાકર ભાગ-૧) વસ્તુને પકડવાની–ગ્રહણ કરવાની દશા જ રહેતી નથી અને તેથી તેને નિત્ય-ધ્રુવની દષ્ટિ જ થતી નથી, અર્થાત્ તે મિથ્યાદષ્ટિ જ રહે છે-નાશ પામે છે. સમજાણું કાંઈ....?
અહા ! વસ્તુસ્વરૂપ અનેકાન્તમય છે; તે નિત્ય-અનિત્ય બેય છે. ધર્મી–સ્યાદ્વાદી, પોતાની જ્ઞાનમાત્ર વસ્તુ જ્ઞાન સામાન્યથી નિત્ય હોવા છતાં, એની વર્તમાન વર્તતી જ્ઞાનદશાથી તે અનિત્ય છે એમ બરાબર જાણે છે. “જ્ઞાનમાત્ર ભાવને જ્ઞાનવિશેષ પણ છે-' એમ નિત્ય-અનિત્ય બેયને સ્વીકારી, નિત્ય ઉપર લક્ષ કરતો થકો (નિત્યના આશ્રયે પ્રવર્તતો ) અનિત્ય એવી પર્યાયમાં તે સ્વાભજનિત આનંદ ને શાંતિને અનુભવે છે.
અનાદિથી જીવને સ્વસ્વરૂપની ભ્રમણા છે. હવે ભ્રમણાનો નાશ કરી નિભ્રંન્ત થવું એ પણ બદલ્યા વિના શી રીતે થાય? પરમ આનંદસ્વરૂપ ધર્મ અને મોક્ષ એ પણ પર્યાય છે. હવે જો પર્યાયનેજ ઉડાડી દે તો આ કાંઈ રહેતું જ નથી, બદલવું એ જ વસ્તુનો સ્વભાવ ન હોય તો દુઃખથી મુક્ત થવાપણું પણ રહેતું નથી. તેથી પલટતી જ્ઞાનદશાને નહિ માનનાર, અવસ્થાને ઉડાડીને અંતરંગમાં જે શુદ્ધ ધ્રુવ નિત્ય છે તેને પણ પામતા નથી અર્થાત્ શુદ્ધનો અનુભવ કરી શકતા નથી કેમકે અનુભવ તો પર્યાયમાં જ થાય છે.
પરંતુ ધર્મી-શાની તો અનિત્યને અનિત્ય જાણતો, નિત્યનો દષ્ટિમાં લેતો, અનેકાન્તદષ્ટિ દ્વારા, પોતાના સ્વરૂપને જાણે-અનુભવે છે, પોતાનો નાશ થવા દેતો નથી.
(અહીં તત્-અતના ૨ ભંગ, એક-અનેકના ૨ ભંગ, સત્ અસના દ્રવ્ય-ક્ષેત્રભાવથી ૮ ભંગ. અને નિત્ય-અનિત્યના ૨ ભંગ-એમ બધા મળીને ૧૪ ભંગ થયા. આ ચૌદ ભંગોમાં એમ બતાવ્યું કે એકાંતથી જ્ઞાનમાત્ર આત્માનો અભાવ થાય છે અને અનેકાન્તથી આત્મા જીવતો રહે છે; અર્થાત્ એકાંતથી આત્મા જે સ્વરૂપે છે તે સ્વરૂપે સમજાતો નથી, સ્વરૂપમાં પરિણમતો નથી, અને અનેકાન્તથી તે વાસ્તવિક સ્વરૂપે સમજાય છે, સ્વરૂપમાં પરિણમે છે). હવે
અહીં નીચે પ્રમાણે (૧૪ ભંગોના કળશરૂપે) ૧૪ કાવ્યો પણ કહેવામાં આવે છે – ત્યાંપ્રથમ, પહેલા ભંગના કળશરૂપે કાવ્ય કહેવામાં આવે છે:
* કળશ ૨૪૮: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * વી–અર્થે. પરિવતમ્' બાહ્ય પદાર્થો વડે સમસ્તપણે પી જવામાં આવેલું, ‘હફ઼િત-નિન-પ્રવ્ય—િ રિમિવત્' પોતાની વ્યક્તિને (-પ્રગટતાને) છોડી દેવાથી ખાલી (શૂન્ય) થઈ ગયેલું, ‘પરિત: પરરુપે ઇવ વિશ્રીન્ત' સમસ્તપણે પરરૂપમાં જ વિશ્રાંત (અર્થાત પરરૂપ ઉપર જ આધાર રાખતું) એવું ‘પશો: જ્ઞાન' પશુનું
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #419
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરિશિષ્ટ : ૪૦૩
જ્ઞાન (-તિર્યંચ એવા એકાન્તવાદીનું જ્ઞાન ) સીવતિ' નાશ પામે છે;..
જુઓ, શું કહ્યું? કે આત્મામાં જ્ઞાન, આનંદ ઇત્યાદિની અનેક પર્યાયો થાય છે તે પરશયોથી-નિમિત્તથી થાય છે એમ જે માને છે તેનું જ્ઞાન તો પરયો-નિમિત્ત સમસ્તપણે પી ગયું છે. અહાહા....! ત્રિકાળી શુદ્ધ વિજ્ઞાનઘન પ્રભુ આત્મા છે. તેની વર્તમાન જ્ઞાનની દશા પ્રગટ થઈ છે તે કાંઈ બાહ્ય નિમિત્તોને લઈને થઈ છે એમ નથી, પણ અજ્ઞાનીની દિષ્ટિ બહાર નિમિત્ત ઉપર જ હોવાથી, નિમિત્ત જેવું આવે તેવી અહીં જ્ઞાનમાં પર્યાય થાય એમ તે માને છે. તે કહે છે- ઉપાદાનમાં-ઉપાદાનની પર્યાયમાં યોગ્યતા તો અનેક પ્રકારની છે, પણ સામે જેવું નિમિત્ત-બાહ્ય સામગ્રી આવે એવી પર્યાય થઈ જાય છે. જેમ કે – માટીમાં ઘડો થવાની યોગ્યતા છે, સાથે સાથે તે જ કાળે શકો આદિ થવાની અનેક યોગ્યતાઓ તેમાં વિદ્યમાન છે. માટીમાંથી શું થાય એ કુંભાર પર નિર્ભર છે. કુંભારની મરજી ઘડો કરવાની હોય તો ઘડો થાય, ને શકોરું કરવાની હોય તો કોરું થાય. અહા ! આવી જેની માન્યતા છે તેનું જ્ઞાન તેની બધી પર્યાયો અહીં કહે છે, બાહ્ય નિમિત્ત પી ગયું છે, કેમકે તેણે પોતાનું સઘળું પરિણમન નિમિત્તને આધીન કરી દીધું છે. ન્યાય સમજાય છે કે નહિ? અહા ! પોતાની દશા પર નિમિત્તને લઈને થાય જેવું નિમિત્ત આવે તેમ પોતામાં થાય એમ માનનારની બધી દશાઓ નિમિત્ત જ લઈ ગયું છે. પરિવાતનું શબ્દ છે ને! મતલબ કે એને તો સમસ્તપણે નિમિત્ત જ પી ગયું છે; કેમકે હું જ્ઞાનસ્વરૂપ છું, ને વર્તમાન જ્ઞાનની દશા મારી મારાથી થઈ છે એમ એણે માન્યું નથી.
અજ્ઞાનીની દલીલ છે કે-કપડામાં કોટ થવાની તો યોગ્યતા છે, પણ દરજી કોટ કરે ત્યારે થાય ને? કપડું પડયું પડ્યું કાંઈ કોટ થઈ જાય? માટે ઉપાદાનમાં યોગ્યતા હોવા છતાં નિમિત્ત આવે તો કાર્ય-પર્યાય થાય છે. આવા જીવો કપડામાં કોટ બનવાનો
સ્વકાળ-પર્યાયકાળ હોય છે અને ત્યારે દરજી નિમિત્ત હોય છે એમ સ્વીકારતા નથી. (તેઓ તો એક પર્યાયના કાળે બીજી પર્યાયની કલ્પના કરી નિમિત્તથી કાર્યની સિદ્ધિ થવી ચાહે છે).
અહા! ત્રણકાળના જેટલા સમયો છે તેટલી દરેક દ્રવ્યની ત્રણકાળની પર્યાયો છે. તેથી અહીં (આત્મામાં) જે સમયે જે પર્યાય છે તે સમયે તે જ છે, વળી સામે (બાહ્ય પદાર્થોમાં, નિમિત્તમાં) પણ જે સમયે જે નિમિત્ત છે તે સમયે તે જ ( પ્રતિનિયત જ) છેઆ તો આમ કેવળજ્ઞાનમાં ભાસ્યું છે એની વાત છે. છતાં અજ્ઞાની તર્ક કરે છે કે- “આ કાળે આ જ છે' એમ કેવળજ્ઞાનમાં ભાસ્યું છે એ તો બરાબર છે, શ્રુતજ્ઞાની-અલ્પજ્ઞાનીએ તેનું શ્રદ્ધાન પણ કરવું જોઈએ, પણ કર્તવ્યના પ્રસંગમાં તો (થવાયોગ્ય પર્યાય પ્રત્યક્ષ નથી તેથી) અનિયત માનીને નિમિત્તને જુટાવવું-મેળવવું
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #420
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
૪૦૪ : પ્રવચન રત્નાકર ભાગ-૧૦
જોઈએ. જુઓ આ અજ્ઞાન! કેવળીની શ્રદ્ધારહિત છે ને! તેથી કુતર્ક વડે નિમિત્તથી કાર્ય થવાનું સ્થાપે છે.
વળી કોઈ કહે છે- કેવળજ્ઞાનમાં અનંતા પદાર્થોને જાણવાની શક્તિ તો છે, પણ સામે પદાર્થ નથી તેથી કેવળજ્ઞાન તેને જાણતું નથી, પદાર્થ હોય તો તેને જાણે, મતલબ કે પદાર્થને લઈને અહીં જ્ઞાન થાય છે. પણ એની આ માન્યતા ખોટી છે. અરે! કેવળજ્ઞાનમાં સમગ્ર લોકાલોકને જાણવાનું સામર્થ્ય છે એટલું જ નહિ, બીજા અનંત લોકાલોક હોય તો તેને પણ જાણવાનું પોતાનું સહજ સામર્થ્ય છે. આ સામર્થ્ય કાંઈ લોકાલોકને કા૨ણે છે, બાહ્ય પદાર્થોને લઈને છે એમ નથી. લોકાલોક છે માટે કેવળજ્ઞાન તેને જાણે છે એમ નથી.
પ્રશ્ન:- હા, પણ લોકાલોક ન હોય તો જ્ઞાન ક્યાંથી થાય? માટે લોકાલોક છે તો કેવળજ્ઞાન તેને જાણે છે.
ઉત્તર:- ભાઈ ! એમ નથી બાપુ! લોકાલોક છે, કેવળજ્ઞાન છે, અને કેવળજ્ઞાન એક સમયમાં લોકાલોકને જાણે છે–એ બધુંય છે છતાં લોકાલોકને કારણે કેવળજ્ઞાન તેને જાણે છે એમ નથી ભાઈ! કેવળજ્ઞાન જે ઉત્પન્ન થયું છે તે તો પોતામાં પોતાથી થયું છે. લોકાલોકથી તો તે વાસ્તવમાં અસત્ છે; એનાથી એ કેમ થાય?
આત્મામાં જે સમયે જે પર્યાય થવાયોગ્ય છે તે પોતાથી જ થાય છે. પરંતુ અજ્ઞાની એમ ન માનતાં જે સમયે પર્યાય થઈ તે નિમિત્ત આવ્યું તે વડે થઈ એમ માને છે. તે પોતાની પર્યાયનું અસ્તિત્વ પરથી-નિમિત્તથી માને છે. પ્રગટ થયેલી પર્યાય તે તે સમયનું સત્ છે એમ નહિ માનીને તે પોતાના સત્ને ઉડાડે છે, નિમિત્તને હવાલે કરી દે છે. ભાઈ ! આ બધું સમજવું પડશે હોં. મૂળ વાતને સમજ્યા વિના શુભભાવની ક્રિયા લાભ માનીને કર્યા કરે પણ એથી શું? મહાન અશુભ જે મિથ્યાત્વ તે તો પડયું છે અંદર. સ્વથી થાય ને ૫૨થી ન થાય એવું જે વસ્તુનું સ્વરૂપ છે તે યથાર્થ સમજમાં લીધા વિના જ્ઞાનનું સમ્યક્ પરિણમન થતું નથી, સમ્યક્ શ્રદ્ધાન ઉદય પામતું નથી.
આ ઘઉંના લોટની રોટલી બને છે ને? તે કોને આધીન હશે ? સ્ત્રીની-બાઈની ઇચ્છાને આધીન હશે, કેમ ખરું કે નહિ? ભાઈ ! એ લોટના અનંતા રજકણો છે તે સ્વયં રોટલીની અવસ્થાપણે તે કાળે પરિણમી જાય છે. રજકણો સ્વયં પલટીને રોટલીઅવસ્થાએ થયા તે રોટલીનો સ્વકાળ છે, અને બાઈ વગેરે તે કાળે બહાર નિમિત્ત હોય છે બસ એટલું પણ બાઈની ઈચ્છાને આધીન રોટલી થઈ છે એમ માનના૨ રજકણોની એ દશા એ કાળે સત્ છે એમ માનતો નથી.
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
Page #421
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરિશિષ્ટ : ૪૦૫ કોઈ વળી કહે છે –જિવિત શરીરથી ધર્મ થાય. જિવિત શરીર હોય તો યથેચ્છ બોલાય, ધાર્યા હોય તે કામ થાય. મડદાથી કાંઈ થાય? અરે ભાઈ ! તું શું કહે છે આ? જીવના (એકક્ષેત્રાવગાહ) સંબંધથી શરીરને જિવિત કહીએ; બાકી શરીર ક્યાં જીવ છે? એ હમણાં પણ મડદું-અજીવ જ છે. શરીરથી જીવને ધર્મ થાય એમ તું માને એ તો એના સાથે એકત્વબુદ્ધિથી ઉત્પન્ન નરી મૂઢતા છે ભાઈ ! અરે! અજ્ઞાની જીવો નિમિત્ત-પરજ્ઞયો સાથે એકતા કરીને પોતાની વ્યક્તિ-પ્રગટતા જે આત્મભાવરૂપ છે તેને છોડી દે છે. મારી પર્યાય ને હું મારાથી છું, પોતાથી છું એવી સ્થિતિ છોડી દેવાથી જ્ઞાન ખાલી-શૂન્ય થઈ જાય છે.
અહા ! આત્મા જ્ઞાનાનંદસ્વભાવી પ્રભુ જેમ સ્વસ્વરૂપથી શોભિત છે, તેમ એની વર્તમાન જ્ઞાનની દશા પોતાથી શોભિત છે. પરયોના-નિમિત્તના કારણે એની વર્તમાન દશા થઈ છે એમ નથી. જેવાં નિમિત્ત આવે એવી અહીં – (-આત્માની) દશા થાય એમ માનનારનું (પશુનું) જ્ઞાન, અહીં કહે છે, પોતાની પ્રગટતાને છોડી દેવાથી શૂન્ય –ખાલી થઈ ગયેલું, સમસ્તપણે પરરૂપમાં જ વિશ્રાંત એવું “સીવતિ' નાશ પામે છે. હું અને મારી દશા પર-નિમિત્તને લઈને છે એમ માનનારનું જ્ઞાન પરમાં વિશ્રામ પામ્યું છે, અર્થાત્ પરના આધારમાં જઈ પડ્યું છે. તેથી આ મારું સત્ છે એમ તો રહ્યું નહિ. આ રીતે તે નાશ પામે છે. સમજાય છે કાંઈ...?
જુઓ, બાહ્ય પદાર્થની-શયોની હયાતીને લઈને વર્તમાન મારી (મારા જ્ઞાનની) હયાતી છે એમ માનનારને અહીં પશુ કહ્યો છે. છે ને અંદર? ‘પશો: જ્ઞાનં સીવતિ' છે કે નહિ? છે. એમ કેમ કહ્યું? કેમકે વિપરીત માન્યતા–મિથ્યાત્વનું ફળ પશુગતિ ને નિગોદ છે. ભવિષ્યમાં એવા જીવો નિગોદ જશે. આથી આચાર્ય અમૃતચંદ્રદેવ અત્યંત અકારણ કરુણાથી કહે છે- અરે, પશુ જેવા એકાન્તવાદી અજ્ઞાની ! જો તું એમ માને છે કે તારી અને પરદ્રવ્યની સમયે સમયે થતી અવસ્થાનું અસ્તિત્વ પરને લઈને છે તો તું પશુ છે. અરેરે ! તારી વર્તમાન દશા પશુ જેવી છે, ને ભવિષ્યની દશા પણ નિગોદ થશે. (માટે મિથ્યા માન્યતાથી હુઠી જા). ભાઈ ! તારી ક્યાતી પરને લઈને માનવા જતાં તારું આખું સત્-અસ્તિત્વ ઉડી જાય છે, એટલે કે અંદરમાં આવરણ આવે છે અને આવરણ આવતાં છતી શક્તિનો ઘાત થાય છે. અરે! છતી શક્તિને-ભગવાન જ્ઞાનાનંદસ્વરૂપને આળ આપવાથી એના જ્ઞાનની દશા અત્યંત બેહોશ-મૂચ્છિત થઈ અક્ષરના અનંતમા ભાગે એટલે કે નિગોદની દશારૂપ થઈ જશે. આવી વાત! હવે આ તો સોનગઢથી નવી નીકળી એમ કહી તું એની ઉપેક્ષા કરીશ, વા ઠેકડી કરી અવજ્ઞા કરીશ તો તને ભારે નુકશાન છે ભાઈ ! આ સોનગઢથી નવી નીકળી નથી, પણ આ તો અનાદિ પ્રવાહમાં સંતો-કેવળીઓ કહેતા આવ્યા છે તે વાત છે બાપુ!
અજ્ઞાની કહે છે –સામે ઘડો હોય તે કાળે ઘડાનું જ્ઞાન થાય છે માટે ઘડાને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #422
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૦૬ : પ્રવચન રત્નાકર ભાગ-૧) લઈને જ્ઞાન થયું છે. ઘડાનું જ્ઞાન થયું એમાં ઘડાનું જાર (કારણપણું) છે. જો ઘડાનું કાંઈ જોર (કારણ પણું ) ન હોય તો ઘડાનું જ તે કાળે જ્ઞાન કેમ થયું? તેને કહીએ –અરે ભાઈ ! તે કાળે ઘટને જાણવાપણે જ્ઞાન પરિણમ્યું છે તે જ્ઞાનની દશા છે અને તે પોતાથી પોતાપણે થઈને પરિણમી છે, તેમાં ઘડાનું કાંઈ કારણપણું નથી. ઘડો હો, પણ ઘડાને લઈને જ્ઞાનની દશા થઈ નથી. ત્યારે તે તર્ક કરી કહે છે
સામે ઘટ છે તે કાળે એને પટનું જ્ઞાન કેમ ન થયું? ઘટનું જ કેમ થયું?
અરે ભાઈ ! તું શું વિચારે છે આ? જે કાળે ઘડાને જાણવારૂપ જ્ઞાનની દશા થઈ છે તે તેની તે કાળે યોગ્યતા છે, અને તે પોતાની પોતાથી છે. તું એક અવસ્થાના (ઘટજ્ઞાનની અવસ્થાના) કાળે બીજી અવસ્થાની (પટજ્ઞાનની અવસ્થાની) કલ્પના કરે એ તો મિથ્યા કલ્પના જ છે, કેમકે એક કાળે એક નિયત અવસ્થા જ હોય છે. તથાપિ ઘટજ્ઞાન જ ઘડાથી થતું હોય તો સામે થાંભલો હોય તેને પણ જ્ઞાન થવું જોઈએ. પણ એમ છે નહિ. વાસ્તવમાં જેમાં જ્ઞાન છે, જે જ્ઞાનસ્વરૂપ છે તેને જ્ઞાન થાય છે અને તે પોતાથી જ થાય છે, સામે ઘટ છે માટે અહીં એનું જ્ઞાન થાય છે એમ નથી. જુઓ, સામે અક્ષરો છે માટે એનું જ્ઞાન થાય છે શું એમ છે? ના, એમ નથી. જો એમ હોય ને? તો આંખના કાંડાને પણ જ્ઞાન થવું જોઈએ. પણ એમ બનતું નથી, કેમકે જ્ઞાન તો જ્ઞાનસ્વરૂપ જે છે એમાં થાય છે અને તે પોતાથી થાય છે, પરને કારણે નહિ.
- ઓહો! જગતમાં અનંતા જીવ, અનંતાનંત પુદગલો ઇત્યાદિ અનંતા દ્રવ્યો છે. તેમાં જેનો જે પ્રકારનો કાળ (પર્યાય) છે તેનો તે પ્રકારે પોતાથી અસ્તિપણે છે, ને પરથી બિલકુલ નથી. પરમાં પર-નિમિત્ત તો અકિંચિત્કર છે. નિમિત્તને શાસ્ત્રમાં (પ્રવચનસાર ગાથા ૬૭માં) અકિંચિત્કર કહ્યું છે. ઉપાદાન સ્વયં કર્તા થઈને કાર્યરૂપ પરિણમે ત્યારે નિમિત્તને નિમિત્ત-કર્તાનો આરોપ આવે છે, પણ વાસ્તવમાં નિમિત્તથી કાર્ય થાય છે એમ નથી. આ વસ્તુસ્થિતિ છે. પણ શું થાય? જગત એટલે કે પશુ-અજ્ઞાનીઓ, પોતાના સને સપણે નહિ રાખીને, અર્થાત્ પોતાના સને પરમાં ભેળવી દઈને સ્વસ્વરૂપના ઈન્કાર દ્વારા નાશ પામે છે અર્થાત્ ચિરકાળપર્યત ઘોર ચતુર્ગતિરૂપ સંસાર સમુદ્રમાં ડૂબી મરે છે. આવી વાત ! સમજાણું કાંઈ.....?
હવે કહે છે- “ચાવિન: તત્ પુન:' અને સ્યાદ્વાદીનું જ્ઞાન તો, ‘યત્ તત્ તત્ રૂદ સ્વરુપત: તત્ તિ' જે તત્ છે તે સ્વરૂપથી તત્ છે ( અર્થાત્ દરેક વસ્તુને-તત્ત્વન સ્વરૂપથી તપણું છે) –એવી માન્યતાને લીધે ‘પૂર–૩ન્મન-ઘન–સ્વભાવ–ભરત:' અત્યંત પ્રગટ થયેલા જ્ઞાનઘનરૂપ સ્વભાવના ભારથી, પૂર્ણ સમુન્નતિ' સંપૂર્ણ ઉદિત (પ્રગટ) થાય છે. અહાહા....! જોયું ? કહે છે- “સ્યાદ્વાદીનું જ્ઞાન તો...', અર્થાત સ્યાદ્વાદ દ્વારા
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #423
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરિશિષ્ટ : ૪૦૭ જેણે અનેકાન્તસ્વરૂપ વસ્તુના યથાર્થ રૂપને સાધ્યું છે તે જ્ઞાની-ધર્મી પુરુષનું જ્ઞાન તો,
જ તત્ છે તે સ્વરૂપથી તત્ છે' અર્થાત્ મારું જ્ઞાયક તત્ત્વ, એના અનંત ગુણ તથા એની વર્તમાન દશા –સહુ પોતાથી તત્ છે, ને પરથી–નિમિત્તથી નથી–એવી યથાર્થ માન્યતાને લીધે, અત્યંત પ્રગટ થયેલા જ્ઞાનઘનરૂપ સ્વભાવના અતિશય તેજથી સંપૂર્ણપણે ઉદિત થાય છે. એટલે શું? કે જ્ઞાનસ્વભાવી ભગવાન આત્મા -પોતાના દ્રવ્ય-ગુણ-પર્યાય-નિજ સ્વરૂપથી-જ્ઞાનસ્વરૂપથી તત્ છે, ને પરથી નથી-એવી ભેદજ્ઞાનની દષ્ટિ થતાં જ્ઞાનીને ઝળહળ જ્યોતિ સ્વરૂપ ભગવાન આત્મા સંપૂર્ણ પર્યાયમાં પ્રગટ થાય છે-જણાય છે, અનુભવાય છે. આ તો અંતર-સમજણથી ચીજ બાપુ! આ કાંઈ વાદવિવાદથી કે ક્રિયાકાંડથી હાથ આવે એવી ચીજ નથી.
અહા ! પર્યાયમાં જે પૂર્ણપણે પ્રગટ થાય છે તે પોતાથી તત્ છે, ને તેવી જ રીતે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતારૂપ મોક્ષમાર્ગ થાય તે પણ પોતાથી તત્ છે, પરને લઈને કે શુભરાગને લઈને છે એમ નથી. વ્યવહારરત્નત્રયને લઈને નિર્મળ રત્નત્રય થયાં છે એમ નથી, ને દેવ-ગુરુ-શાસ્ત્રને લઈને થયાં છે એમ પણ નથી. કર્મનો ઉપદમાદિ તો ક્યાંય (કર્મમાં) રહી ગયાં. સમજાણું કાંઈ....?
અહા! આમાં તો બધું (બધી મિથ્યા માન્યતા) ઉડી જાય છે ને વસ્તુવ્યવસ્થા યથાર્થ સ્થાપિત થાય છે. શું? કે
૧. પરશયથી જ્ઞાન નહિ. ૨. શુભરાગ-વ્યવહારથી નિશ્ચય નહિ, ને
૩. સમયસમયની તે તે કાળની પર્યાય સ્વરૂપથી તત્વ છે. એટલે કે પ્રત્યેક સમયે જે પર્યાય થાય તે પોતાથી જ થાય, પરથી નહિ, તેથી સાંકળના અંકોડાની જેમ ક્રમનિયત છે, તેમાં કોઈ આગળ-પાછળ થાય નહિ. જેમ સાંકળમાં એક પછી એક અંકોડો કમનિયત છે, તેમ દ્રવ્યમાં સમયે સમયે પ્રગટ થતી પર્યાયો કમનિયત છે. જેમ સાંકળના અંકોડા આગળ-પાછળ કરવા જાઓ તો સાંકળ તૂટી જાય તેમ દ્રવ્યમાં પ્રગટ થતી અવસ્થાઓ આગળ-પાછળ કરવા જાઓ તો દ્રવ્યનો નાશ થઈ જાય, અર્થાત્ મિથ્યાત્વ થાય. હવે જેને આની સમજણ ને શ્રદ્ધામાં જ વાંધા હોય તેને આચરણ તો ક્યાંથી ઉદિત થાય? ન જ થાય.
* કળશ ૨૪૮: ભાવાર્થ ઉપરનું પ્રવચન * “કોઈ સર્વથા એકાંતી તો એમ માને છે કે-ઘટજ્ઞાન ઘટના આધારે જ થાય છે માટે જ્ઞાન સર્વ પ્રકારે શયો પર જ આધાર રાખે છે. આવું માનનાર એકાન્તવાદીના જ્ઞાનને તો શયો પી ગયાં, જ્ઞાન પોતે કાંઈ ન રહ્યું.'
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #424
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates ૪૦૮ : પ્રવચન રત્નાકર ભાગ-૧૦
જોયું? જ્ઞેયોના આધારે મારું જ્ઞાન છે એમ માનનારનું જ્ઞાન જ્ઞેયો પી ગયાં, જ્ઞાન પોતે કાંઈ ન રહ્યું અર્થાત્ શૂન્ય થઈ ગયું, નાશ પામ્યું. મતલબ કે મિથ્યાજ્ઞાન થયું.
· સ્યાદ્વાદી તો એમ માને છે કે- જ્ઞાન પોતાના સ્વરૂપથી તસ્વરૂપ જ (-જ્ઞાનસ્વરૂપ જ) છે, શૈયાકાર થવા છતાં જ્ઞાનપણાને છોડતું નથી. આવી યથાર્થ અનેકાન્ત સમજણને લીધે સ્યાદ્વાદીને જ્ઞાન (અર્થાત્ જ્ઞાનસ્વરૂપ આત્મા) પ્રગટ પ્રકાશે છે. '
જુઓ, અનેકાન્તમય વસ્તુને જાણનાર સ્યાદ્વાદી કેવું માને છે? કે જ્ઞાન પોતાના સ્વરૂપથી તસ્વરૂપ જ છે. જ્ઞેયોને જાણવાપણે થયેલું જ્ઞાન જ્ઞાનસ્વરૂપ જ છે; જ્ઞેયસ્વરૂપ થયું નથી, પણ શેયોથી પૃથક્ જ્ઞાનસ્વરૂપ જ રહ્યું છે. અહા ! આવી યથાર્થ સમજણને લીધે સ્યાદ્વાદીને જ્ઞાનસ્વરૂપ આત્મા પ્રગટ પ્રકાશે છે, જણાય છે.
આ પ્રમાણે સ્વરૂપથી તત્પણાનો ભંગ કહ્યો.
*
*
*
હવે બીજા ભંગના કળશરૂપે કાવ્ય કહેવામાં આવે છે. :
* કળશ ૨૪૯ : શ્લોકાર્થ ઉ૫૨નું પ્રવચન *
‘પશુ: ’ પશુ અર્થાત્ સર્વથા એકાન્તવાદી અજ્ઞાની, ‘વિશ્વ જ્ઞાનં કૃતિ પ્રતવર્ષ' વિશ્વ જ્ઞાન છે (અર્થાત્ સર્વ શેયપદાર્થો આત્મા છે) –એમ વિચારીને ‘સાં સ્વતત્ત્વ-આશયા વા ' સર્વને ( –સમસ્ત વિશ્વને ) નિજતત્ત્વની આશાથી દેખીને ‘વિશ્વમય: મૂત્વા’ વિશ્વમય (સમસ્ત શૈયપદાર્થમય ) થઈને, ‘પશુ: વ સ્વચ્છન્નમ્ આવેતે' ઢોરની માફક સ્વચ્છંદપણે ચેષ્ટા કરે છે-વર્તે છે........
અહાહા.....! શું કહે છે? આ શરીર, મન, વાણી ઇત્યાદિથી માંડીને છ દ્રવ્યમય આખું જગત શૈય છે, અને ભગવાન આત્મા જ્ઞાનસ્વરૂપ-ચૈતન્યસ્વરૂપ પ્રભુ ભિન્ન વસ્તુ છે. બેય ભિન્ન ભિન્ન છે. છતાં એ ચીજો હું છું, તે મારી છે, અને તેને હું કરું છું એમ માનનાર એ પરસેયોને પોતાપણે માને છે, તે મિથ્યાદષ્ટિ પશુ છે, અજ્ઞાની છે- એમ કહે છે.
ભાઈ! સર્વજ્ઞ ૫રમાત્માની દિવ્ય વાણીમાં આવેલી આ વાત છે. શું? કે આત્મા ચૈતન્યબિંબ પ્રભુ સદા જ્ઞાનાનંદસ્વરૂપ છે. એમાં આ દયા, દાન, વ્રત, ભક્તિ આદિના પુણ્યભાવ નથી, ને હિંસા, જૂઠ, ચોરી, વિષયવાસના ઇત્યાદિ પાપભાવ પણ નથી; વળી આ શ૨ી૨, ઇન્દ્રિય, વાણી, મન, ધન, પરિજન ઇત્યાદિ જગતના પદાર્થ પણ એમાં નથી. અહા! એ સર્વ પદાર્થ એના જ્ઞાનમાં જણાવાયોગ્ય પરજ્ઞેય છે. અહા! એ પજ્ઞેયો જ્ઞાનમાં જણાય છતાં એમ નથી કે જ્ઞાન પોતાનું જ્ઞાનસ્વરૂપ છોડીને જ્ઞેયરૂપ થઈ જાય. તથા શૈયો પોતાનું સ્વરૂપ છોડીને જ્ઞાનરૂપ થઈ જાય. આ વસ્તુસ્થિતિ છે. છતાં જાણવામાં આવતા એ શૈયો બધા હું છું, તેઓ મારા છે, તેઓને હું કરું છુ
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
Page #425
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરિશિષ્ટ : ૪૦૯ એમ જે માને છે તે પરયોને પોતારૂપ કરે છે. તેઓને, અહીં કહે છે, ભગવાને પશુ, પશુ જેવા કહ્યા છે. કળશમાં “પશુ' “પશુરિવ' એમ બે શબ્દ છે જુઓ.
હા, પણ તેઓ તો મોટા ધનપતિ શેઠ, મોટા રાજવી ને મોટા દેવ છે ને?
એથી શું? ભલે તેઓ અબજોપતિ શેઠ હોય, કે અધિકારઐશ્વર્યયુક્ત રાજા હોય, મોટા દેવ હોય કે મોટા પંડિત હોય-જ્યાં સુધી તેઓને વસ્તુના સ્વરૂપસંબંધી એકાન્ત માન્યતારૂપ મૂઢપણું વર્તે છે ત્યાં સુધી તેઓ પશુ-પશુ જેવા જ છે. અહા ! તેઓ મિથ્યાત્વના સેવનથી બંધાય જ છે, ને એના ફળમાં એકેન્દ્રિયાદિ તિર્યચપણે જ અવતરશે. લ્યો આવી વાત !
અરે ભાઈ ! જ્ઞાનસ્વરૂપી ભગવાન આત્મા છે તે જાણે ને જાણવાપણે રહે, પણ એ સિવાય શું કરે? શું આ એક પાંપણને પણ આત્મા હુલાવી શકે છે? ના હોં. એ (પાંપણ) તો જડ માટી-ધૂળ છે. તેનું હાલવું એનાથી-જડથી છે, આત્માથી નહિ. જુઓને ! શરીરમાં પક્ષઘાત થાય ત્યારે તેને ઘણું હલાવવા માગે છે, મથે પણ છે; પણ એ હાલતું જ નથી. કેમ ? કેમકે એનું હાલવું એનાથી છે, એના કાળે એ હાલે છે, તારું હલાવ્યું હાલે છે એમ છે નહિ; વાસ્તવમાં તું એને હલાવી શકતો જ નથી. હાલવું-ચાલવું, બોલવું ને ઉઠવું-બેસવું એ તો બધી જડની-પરમાણુની ક્રિયા છે ભાઈ ! એને આત્મા કરી શકતો નથી. આત્મા તો જ્ઞયો જેમ છે તેમ જાણે બસ, અને જાણવાપણે રહે. જાણે કહીએ એમ વ્યવહાર છે, વાસ્તવમાં તો તે તત્સંબંધી પોતાના જ્ઞાનને જાણે છે. આવું ઝીણું! અહીં સર્વજ્ઞ પરમેશ્વરનું તત્ત્વ ખૂબ ઝીણું છે ભાઈ ! અહા ! એ તત્ત્વને સર્વજ્ઞ પરમાત્માએ કર્યું – રચ્યું છે એમ નહિ, એ તો જેમ છે તેમ જાણ્યું ને ૐધ્વનિ દ્વારા કહ્યું છે બસ. ભાઈ ! તું એને સમજણમાં તો લે.
અહા! હું પર જીવોની દયા પાળી શકું છું, દીન-દુ:ખિયાને સહાય કરી શકું છું, અને એ મારું કર્તવ્ય છે એમ જે માને છે તે શેયને જ્ઞાન (આત્મા) માને છે. પુણ્ય-પાપ આદિ ભાવ પણ મારા છે, ભલા છે, કર્તવ્ય છે એમ માને છે તેય જ્ઞયને જ્ઞાન માને છે. અહા! આમ, સર્વથા એકાન્તવાદી જગત આખું જ્ઞાન છે અર્થાત્ જગત હું છું એમ માને છે. હું આત્મા સર્વવ્યાપક છું અથવા સર્વજ્ઞયો હું જ છું એમ વિચારી સર્વને નિજતત્ત્વની આશાથી દેખીને અજ્ઞાની પોતાને વિશ્વરૂપ કરે છે.
અરે! જેને હું કોણ છું અને કેવી રીતે હું એની ખબર નથી તે ભલે અહીં મોટો શેઠ કે રાજા હોય, તે મરીને ક્યાંય કીડી ને કાગડે જશે. શું થાય ભાઈ ? મિથ્યાત્વનું એવું જ ફળ છે. જુઓ, બ્રહ્મદત ચક્રવર્તી હતા. સોળ હજાર દેવો એમની સેવા કરતા. એને ઘરે ૯૬ હજાર રાણીઓ હતી. એ હીરાના પલંગમાં પોઢતા. એના વૈભવનું શું કહેવું? અપાર વૈભવનો એ સ્વામી હતો. છતાં મરીને રૌ –રો નરકે ગયા કેમ? કેમકે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #426
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૧) : પ્રવચન રત્નાકર ભાગ-૧) પરય વસ્તુ મારી છે એવા મિથ્યાભાવ સહિત તીવ્ર કષાયનું એવું જ ફળ હોય છે. મિથ્યાભાવ મહાપાપ છે ભાઈ! અસંયોગી તત્ત્વને છોડીને પરચીજોને જેણે પોતાની માની છે તે મરીને સંયોગમાં જ ચાલ્યો જાય છે, છૂટો રહી શકતો નથી (મુક્ત થઈ શકતો નથી). શું કીધું? જેણે પોતાની આત્મવસ્તુને પરથી સર્વ પ્રકારે જુદી માની નથી, ને પરમાં જ હું છું એમ માન્યું છે તે પર સહિત જ સદા રહે છે અર્થાત્ ચાર ગતિમાં રખડી મરે છે. કોની જેમ ? હુરાયા ઢોરની જેમ. સમજાણું કાંઈ?
જેમ હાથી ચુરમું અને ઘાસને જુદા પાડ્યા વિના જ ભેગા જ ખાય છે તેમ જ્ઞાનસ્વરૂપી આત્મા અને શયોને ભેળસેળ કરી આ બધું હું છું એમ અનુભવે છે તે બધા હાથીની જેમ ઢોર જેવા છે. લોકો માંગલિકમાં બોલે ખરા કે–ચત્તારિ મંગલમ્-અરિહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહૂ મંગલમ, કેવલી પપ્પત્તો ધમ્મો મંગલમ્- પણ એ બોલે એટલું. પૂછો કે કેવળીએ કહેલો ધર્મ શું? તો કાંઈ ખબર ન મળે. (એમ કે એ તો કવળી જાણે.) આત્મા જ્ઞાનસ્વરૂપી છે, તે પોતાના જ્ઞાનસ્વરૂપ-તપણે પરિણમે અને શેયસ્વરૂપઅતપણે ન પરિણમે તેને ધર્મ કહ્યો છે. પણ લોકો તો વ્રત કરો, ને તપ કરો, ને ભક્તિ કરો ને દાનમાં પાંચ-પચીસ લાખ ખર્ચ કરો એટલે થઈ ગયો ધર્મ –એમ માને છે. પણ બાપુ! એ તો બધા રાગના પ્રકાર પરજ્ઞય છે. પરથી–રાગથી લાભ-ધર્મ માનીને તું પરનું આચરણ કરે એ તો બાપુ! તારી ઢોર જેવી સ્વચ્છંદ ચેષ્ટા છે. કહ્યું કે અહીં કે-એવા જીવો ઢોરની જેમ સ્વચ્છંદપણે ચેષ્ટા કરે છે. આ તો ભાઈ ! થોડા શબ્દો ઘણા ગંભીર અર્થથી ભરેલા છે.
અહા ! પોતે સ્વસ્વરૂપથી તત ને પરથી અતત છે છતાં પરથી–પૈસાથી. ધનસંપત્તિ-જર-જવાહરથી, શરીરથી, ઈન્દ્રિયથી ને વિષયોથી મને ઠીક છે, આનંદ છે એમ માનનારા બહિરાત્મા પશુ જેવા નિજાનંદસ્વરૂપને ભૂલીને સ્વચ્છેદે અજ્ઞાનનું આચરણ કરે છે. તેઓ મિથ્યાષ્ટિ રહ્યા થકા દુઃખમય ચાર ગતિમાં પરિભ્રમણ કર્યા જ કરે છે.
હવે કહે છે– “પુન:' અને “ચાર્જી ' સ્યાદ્વાદર્શીિ તો (સ્યાદ્વાદનો દેખનાર તો), “યત્ તત્ તત્ પરત: ન તત્ તિ' જે તત્ છે તે પરરૂપથી તત્ નથી (અર્થાત્ દરેક તત્ત્વને સ્વરૂપથી તત્પણું હોવા છતાં પરરૂપથી અતત્પણું છે) એમ માનતો હોવાથી, ‘વિજાત મિનનું વિશ્વવિશ્વઘટિતં' વિશ્વથી ભિન્ન એવા અને વિશ્વથી (-વિશ્વના નિમિત્તથી) રચાયેલું હોવા છતાં વિશ્વરૂપ નહિ એવા (અર્થાત્ સમસ્ત જ્ઞય વસ્તુઓના આકારે થવા છતાં સમસ્ત જ્ઞયવસ્તુથી ભિન્ન એવા) ‘તસ્ય સ્વતત્ત્વ ખૂશેતુ' પોતાના નિજતત્ત્વને સ્પર્શે છે-અનુભવે છે.
અહા ! સ્યાદાદ વડે વસ્તુને દેખનાર સ્યાદાદર્શી-ધર્મી તો..... , વસ્તુને કેવી દેખે છે? કે હું તો પોતાના જ્ઞાન ને આનંદસ્વરૂપથી તત્ છું, ને પરથી અતત્
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #427
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરિશિષ્ટ : ૪૧૧ છે. પરથી હું નથી માટે મારાં જ્ઞાન, દર્શન, સુખ, સમકિત, શાન્તિ સ્વમાં સ્વથી થાય, પરથી ન થાય. લ્યો, આવી વસ્તુ દેખે તે ડાહ્યો-વિચક્ષણ પુરુષ છે. બાકી દુનિયાનાં કામ કરનારા, દુનિયાનો ઉદ્ધાર કરવા નીકળેલા દુનિયાના (કહેવાતા) ડાહ્યા તો દુનિયામાં રખડવા ક્યાંય ઊંડા (નરકાદિમાં) જશે. તે ડાહ્યા નથી ભાઈ ! તે તો મૂઢ, પાગલ છે. તેમને અહીં કળશમાં પશુ કહ્યા છે. આ તો જેને અંદર આત્મજ્ઞાન થયું છે તે ડાહ્યા છે, કેમકે તે ફાયા ( ફાવ્યા ) છે, તે તરી જશે. સમજાય છે કાંઈ...?
અહા ! મારો ચૈતન્ય મહાપ્રભુ મારા સ્વરૂપથી-જ્ઞાનસ્વરૂપથી તત્ છે, ને પરથી અત છે. ભલે જ્ઞયનું જ્ઞાન થાય, પણ એ જ્ઞયનું જ્ઞાન નથી, જ્ઞાનનું જ જ્ઞાન છે. આમ સ્વ-રૂપથી તત્પણું ને પરરૂપથી અતત્પણું માનતો હોવાથી, સ્યાદ્વાદી, શયોનું જ્ઞાનજાણવાપણું થવા કાળે, જ્ઞાનની રચના પોતાથી થઈ છે એમ જાણતો વિશ્વરૂપ નહિ એવા નિજતત્ત્વને અનુભવે છે. જેટલું વિશ્વ છે તેનું અહીં જ્ઞાન થાય એ તો આત્માનો નિજ
સ્વભાવ છે. “વિશ્વથી ભિન્ન એવા અને વિશ્વથી રચાયેલું હોવા છતાં વિશ્વરૂપ નહિ એવા પોતાના નિજતત્ત્વને અનુભવે છે” –એટલે શું? કે નિજ જ્ઞાયક તત્ત્વ છે તે વિશ્વથી ભિન્ન જ છે; અને વિશ્વને જાણવારૂપ એની જ્ઞાનદશા થઈ તેમાં વિશ્વ નિમિત્ત છે તેથી તે વિશ્વથી રચાયેલું હોવા છતાં જ્ઞાન જ્ઞાનરૂપ જ છે, વિશ્વરૂપ થયું નથી. લ્યો, આવું જાણતો
સ્યાદ્વાદી વિશ્વરૂપ નહિ એવા નિજતત્ત્વને અનુભવે છે. વિશ્વને જાણે છે, છતાં વિશ્વરૂપે થતો નથી. વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે એમ આવ્યું ને ૧૨ મી ગાથામાં? લ્યો, એ આ વાત અહીં છે. અહા ! આવી યથાર્થ દષ્ટિ જેને થાય છે તે સ્વ-આશ્રયમાં જઈ સંસાર તરી જાય છે ને પૂર્ણાનંદને પામે છે. આ ધર્મ ને ધર્મનું ફળ છે.
* કળશ ૨૪૯: ભાવાર્થ ઉપરનું પ્રવચન * એકાન્તવાદી એમ માને છે કે –વિશ્વ (–સમસ્ત વસ્તુઓ) જ્ઞાનરૂપ અર્થાત પોતારૂપ છે. આ રીતે પોતાને અને વિશ્વને અભિન્ન માનીને, પોતાને વિશ્વમય માનીને, એકાન્તવાદી, ઢોરની જેમ હેય-ઉપાદેયના વિવેક વિના સર્વત્ર સ્વચ્છંદપણે પ્રવર્તે છે.”
જોયું? એકાન્તવાદી, જ્ઞાનમાં પરજ્ઞય દેખીને, આ પરય ન હોય તો મારું જ્ઞાન કેમ હોય? –એમ વિચારતો-માનતો થકો પરશયોરૂપ-વિશ્વરૂપ કરે છે. ભગવાન આત્મા સ્વભાવથી જ્ઞાનાનંદસ્વરૂપ હોવા છતાં રાગાદિ પરવસ્તુ સાથે એકપણું માનતો પોતાને વિશ્વમય -સર્વરૂપ માની એકાન્તી ઢોરની જેમ હેય-ઉપાદેયના વિવેક વિના સર્વત્ર સ્વચ્છંદપણે પ્રવર્તે છે. નિમિત્તથી-પરથી મારામાં કાર્ય થાય, ને શુભરાગથી ધર્મ થાય એમ માનનાર, આ રાગાદિ પર હેય છે, ને નિજ જ્ઞાયકતત્ત્વ એક ઉપાદેય છે–એવા હેય-ઉપાદેયના વિવેક વિના સ્વચ્છંદપણે રાગાદિના જ આચરણરૂપ પ્રવર્તે છે. તે અપાર ઘોર સંસારમાં પરિભ્રમે છે. પરંતુ....
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #428
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૧૨ : પ્રવચન રત્નાકર ભાગ-૧)
સ્યાદ્વાદી તો એમ માને છે કે જે વસ્તુ પોતાના સ્વરૂપથી તસ્વરૂપ છે, તે જ વસ્તુ પરના સ્વરૂપથી અતસ્વરૂપ છે; માટે જ્ઞાન પોતાના સ્વરૂપથી તસ્વરૂપ છે, પરંતુ પરશયના સ્વરૂપથી અતસ્વરૂપ છે અર્થાત્ પરશયોના આકારે થવા છતાં તેમનાથી ભિન્ન છે.”
જોયું? હું પોતાથી–નિજજ્ઞાનસ્વરૂપથી તત્ છું, ને પુણ્ય-પાપના પરિણામથી કે વ્યવહારના વિકલ્પથી અતત્ છું –એમ જ્ઞાની જાણે છે અને એમ જાણતો થકો પરજ્ઞયોથી ભિન્ન નિજ જ્ઞાનતત્ત્વને એકને સ્પર્શે છે-અનુભવે છે. હવે પરથી-નિમિત્તથી થાય ને વ્યવહારથી થાય એવા વલણમાં ને વલણમાં એણે આવી અંતરમાં વાત કદી રુચિથી સાંભળી નથી; બહારમાં સંતુષ્ટ થઈને બેઠો છે, પણ બાપુ! આ જ મારગ છે, ને આ જ રીત છે.
અહીં પહેલા ભંગમાં પોતાથી એટલે પોતાના દ્રવ્ય-ગુણ-પર્યાયથી તત્ છે એમ સિદ્ધ કર્યું, ને આ બીજા ભંગમાં પરથી અતત્ છે, પરથી નથી એમ સિદ્ધ કર્યું. જ્ઞાની ધર્માત્મા, હું પરથી નથી એમ પરથી વિમુખ થઈ સ્વસ્વરૂપના આશ્રયે પ્રવર્તે છે ને એ રીતે નિર્મળ અંતરંગ જ્ઞાન-શ્રદ્ધાન-આચરણને પ્રાપ્ત થઈ નિરાકુળ આનંદને અનુભવે છે. આવી વાત છે.
આ પ્રમાણે પરરૂપથી અતપણાનો ભંગ કહ્યો.
હવે ત્રીજા ભંગના કળશરૂપે કાવ્ય કહેવામાં આવે છે:
* કળશ ૨૫૦: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * શુ:' પશુ અર્થાત્ સર્વથા એકાંતવાદી અજ્ઞાની, “વાહ્ય–અર્થ–પ્રદસ્વિભાવ ભરત:' બાહ્ય પદાર્થોન ગ્રહણ કરવાના (જ્ઞાનના) સ્વભાવની અતિશયતાને લીધે, ‘વિષ્ય—વિવિત્ર–ઉત્તરૂ–જ્ઞેયવાર–વિશીર્ષ–શ9િ:' ચારે તરફ (સર્વત્ર) પ્રગટ થતા અનેક પ્રકારના જ્ઞયાકારોથી જેની શક્તિ વિશીર્ણ થઈ ગઈ છે એવો થઈને (અર્થાત્ અનેક શયોના આકારો જ્ઞાનમાં જણાતાં જ્ઞાનની શક્તિને છિન્નભિન્ન-ખંડખંડરૂપ-થઈ જતી માનીને) “મમિત: _દયન' સમસ્તપણે તૂટી જતો થકો (અર્થાત્ ખંડખંડરૂપ અનેકરૂપ –થઈ જતો થકો) ‘નશ્યતિ' નાશ પામે છે.......
જોયું? જે મિથ્યાત્વથી બંધાય છે તેને અહીં પશુ કહીને બોલાવ્યો છે. એકાન્તવાદી અજ્ઞાની પશુ છે, કેમકે તે મિથ્યાભાવયુક્ત હોવાથી બંધાય છે. કેવી રીતે ? પોતાની જ્ઞાનની પર્યાયમાં અનેકપણું-અનેક જ્ઞયાકારો જણાતાં જાણે હું અનેક થઈ ગયો એમ માનતો અજ્ઞાની પોતાના સ્વરૂપની અસ્તિનો-હોવાપણાનો નાશ કરે છે, અર્થાત્ તે મિથ્યાભાવથી બંધાય છે. એક સમયની જ્ઞાનની પર્યાયમાં છએ દ્રવ્યોના દ્રવ્ય
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #429
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરિશિષ્ટ : ૪૧૩ ગુણ-પર્યાયોને જાણવાનો આત્માનો સ્વભાવ છે. પરંતુ અજ્ઞાની માને છે કે અનેક પ્રકારના જ્ઞયાકારોથી મારી જ્ઞાનશક્તિ ખંડિત-છિન્નભિન્ન થઈ ગઈ, મારામાં એકપણું ના રહ્યું. ખરેખર તો વસ્તુ જે એકસ્વરૂપ છે તે જ અનેકસ્વરૂપ છે. પર્યાયમાં અનેકપણું હોવા
છતાં દ્રવ્યના એકપણાને કાંઈ આંચ આવી નથી. પરંતુ એકાન્ત એકપણું ઈચ્છનારને આ વિભ્રમ થઈ ગયો છે કે હું અનેક થઈ ગયો; અરે! આ અનેકપણું ક્યાંથી ? જ્ઞાનમાં અનેકપણું જણાય એ હું નહિ, એ મારી ચીજ નહિ. એમ અનેકપણાથી પોતાની જ્ઞાનશક્તિ ખડખંડરૂપ થઈ જતી માનીને, સમસ્તપણે તૂટી જતો થકો, અર્થાત્ એકપણું તો પ્રાપ્ત થયું નહિ અને અનેકને જાણવાનું પરિણમન જઈ પોતે ખંડખંડ થઈ ગયો એમ માનતો થકો, અનેકપણાનો ઇન્કાર કરી પોતાની સત્તાનો નાશ કરે છે; અર્થાત્ મિથ્યાત્વભાવે પરિણમે છે.
અહા! દષ્ટિના વિષયભૂત એવો જે એકરૂપ સ્વભાવ-તેની પ્રાપ્તિ-તેનો આશ્રય તો પર્યાયમાં હોય છે. હવે જે વસ્તુના પર્યાયને ને પર્યાયના સ્વભાવને જ એકાંતે સ્વીકારતો નથી એને યથાર્થ દષ્ટિ-સમ્યક દૃષ્ટિ કેમ હોય? હોતી નથી. વસ્તુ તો બાપુ! દ્રવ્યપર્યાયરૂપ છે, દ્રવ્યપણે પણ છે ને પર્યાયપણે પણ છે. દ્રવ્યપણે જે એક છે, તે જ પર્યાયથી અનેક છે. એકાતે દ્રવ્યરૂપ-એકરૂપ જ વસ્તુ છે એમ નથી. પરંતુ એકાંતવાદી એકાન્ત એકપણું ગોતીને પર્યાયને છોડી દે છે, ને એ રીતે તે પોતાના સત્ત્વનો જ નાશ કરે છે. સમજાણું કાંઈ...?
હવે કહે છે- ‘નેવન્તવિ' અને અનેકાન્તનો જાણનાર તો, “સા કપિ કવિતા –દ્રવ્યતયા' સદાય ઉદિત (-પ્રકાશમાન) એક દ્રવ્યપણાને લીધે “મેષમ áસયન' ભેદના ભ્રમને નષ્ટ કરતો થકો (અર્થાત્ શેયોના ભેદ જ્ઞાનમાં સર્વથા ભેદ પડી જાય છે એવા ભ્રમનો નાશ કરતો થકો) “ ગવાધિત–અનુભવનું જ્ઞાન' જે એક છે (-સર્વથા અનેક નથી.) અને જેનું અનુભવન નિબંધ છે એવા જ્ઞાનને ‘પશ્યતિ' દેખે છે-અનુભવે છે.
શું કીધું? વસ્તુના અનંત ધર્મોને યથાવત્ જાણનાર સ્યાદ્વાદી સમ્યગ્દષ્ટિ તો, પર્યાયમાં અનેકને જાણવાપણું ભલે હો, હું તો નિત્ય ઉદયમાન અખંડ એકદ્રવ્યપણાને લીધે એક છું. પર્યાયમાં અનેકને જાણવાપણું છે એય મારો સ્વભાવ છે. પણ તેથી સદાય પ્રકાશમાન એકરૂપ દ્રવ્યસ્વભાવને શું છે? એ તો એક અખંડિત જ છે. અહા ! આમ
યોના ભેદોથી જ્ઞાનમાં-વસ્તુમાં ભેદ-ખંડ પડી ગયો એવા ભ્રમનો નાશ કરતો થકો, અનેકપણાને ગૌણ કરતો, તે નિબંધપણે એક જ્ઞાનસ્વરૂપને દેખે છે- અનુભવે છે. લ્યો, આનું નામ ધર્મ છે. આ સિવાય બધું થોથે-થોથાં છે. સમજાણું કાંઈ.....?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #430
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૧૪ : પ્રવચન રત્નાકર ભાગ-૧)
* કળશ ૨૫૦: ભાવાર્થ ઉપરનું પ્રવચન * જ્ઞાન છે તે જ્ઞયોના આકારે પરિણમવાથી અનેક દેખાય છે, તેથી સર્વથા એકાંતવાદી તે જ્ઞાનને સર્વથા અનેક ખંડખંડરૂપ –દેખતો થકો જ્ઞાનમય એવા પોતાનો નાશ કરે છે.'
અહા ! પર્યાયમાં અનેક જ્ઞયાકારો જોઈને, એકાન્તવાદીને વસ્તપણે અંદર એકલો હું અખંડાનંદ-નિત્યાનંદ-જ્ઞાનાનંદ પ્રભુ છું એમ એને પોતાનું એકપણું બેસતું નથી. જાણે સર્વથા હું ખંડખંડ થઈ ગયો એમ દેખતો થકો તે જ્ઞાનમય એવા પોતાનો નાશ કરે છે.
અને સ્યાદ્વાદી તો જ્ઞાનને, શૈયાકાર થવા છતાં, સદા ઉદયમાન દ્રવ્યપણા વડે એક દેખે છે.”
અહા! સ્યાદ્વાદી –જ્ઞાની પુરુષ તો, અનેક શયાકારોને જાણવારૂપ પર્યાયને ગૌણ કરીને, સદા ઉદયમાન દ્રવ્યપણા વડે જ્ઞાનને એક દિખે છે, એક જ્ઞાનસ્વરૂપને દેખે છેઅનુભવે છે. વસ્તુપણે હું આ એક છું એમ અનુભવે છે. સમજાણું કાંઈ.....?
આ પ્રમાણે એકપણાનો ભંગ કહ્યો.
હવે ચોથા ભંગના કળશરૂપે કાવ્ય કહેવામાં આવે છે:
* કળશ ૨૫૧ : શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * ‘પશુ: ' પશુ અર્થાત્ સર્વથા એકાંતવાદી અજ્ઞાની, ‘ત્તેયાવાર–7–મેઘવા–તિ પ્રક્ષીત સ્પયન' શેયાકારોરૂપી કલંકથી (અનેકાકારરૂપ) મલિન એવા ચેતનમાં પ્રક્ષાલન કલ્પતો થકો (અર્થાત્ ચેતનની અનેકાકારરૂપ મલિનતાને ધોઈ નાખવાનું કલ્પતો થકો ), 11ર–વિશીર્ષયા છુમ બાપે જ્ઞાન ન ઋતિ' એકાકાર કરવાની ઈચ્છાથી જ્ઞાનને-જો કે તે જ્ઞાન અનેકાકારપણે પ્રગટ છે તો પણ –ઇચ્છતો નથી (અર્થાત્ જ્ઞાનને સર્વથા એકાકાર માનીને જ્ઞાનનો અભાવ કરે છે )......
આ પોતાને સર્વથા એકપણું માને ને પર્યાયથી અનેકપણું છે તે સ્વીકારે નહિ તે પશુ-એકાંતવાદી અજ્ઞાની છે એમ કહે છે. અહાહા..! વસ્તુ તો સહજ જ દ્રવ્યપર્યાયરૂપ છે. દ્રવ્યરૂપથી એકપણું ને પર્યાયથી અનેકપણું એ વસ્તુગત સ્વભાવ છે. જે અપેક્ષા એક છે તે અપેક્ષા અનેક છે એમ નહિ, તથા જે અપેક્ષા અનેક છે તે અપેક્ષા એક છે એમ નહિ. ત્રિકાળી ધ્રુવ દ્રવ્યસ્વભાવથી આત્મા એક છે, અને તેમાં અનંતગુણ ને પ્રતિ સમય તેની અનંત પર્યાય છે, જ્ઞાનમાં તે જણાય પણ છે–એ અપેક્ષા –પર્યાય અપેક્ષા તે અનેક છે. પરંતુ અજ્ઞાની, તેની જ્ઞાનની પર્યાયમાં જે અનેક પરજ્ઞયો જણાય છે તેને કલંક માની કાઢી નાખવા ઈચ્છે છે. જ્ઞાનમાં જણાતા જ્ઞયાકારોનો નાશ કરવા માગે છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #431
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરિશિષ્ટ : ૪૧૫ જુઓ, અરિસામાં સામે કોલસો હોય તો કોલસો જણાય, અને સામે વીંછી હોય તો વીંછી જણાય. પરંતુ ત્યાં અરિસામાં જે જણાય છે તે (ખરેખર) કોલસો કે વીંછી નથી, એ તો અરિસાની જ અવસ્થા છે. હવે તે અવસ્થામાંથી કોલસો ને વીંછી કાઢી નાખવા માગે તો અરિસાની અવસ્થાનો જ નાશ થઈ જાય, અને તેમ થતાં અરિસાનો નાશ થઈ જાય. તેમ આ આત્મા ચૈતન્ય-અરિસો છે. તે દ્રવ્યરૂપથી કાયમ એકરૂપ રહીને, તેની એક સમયની જ્ઞાનની પર્યાય, પરશયોને અયા વિના જ, તેનો આશ્રય લીધા વિના જ અનેક જ્ઞયોને જાણવાપણે થાય છે. સામે પરજ્ઞયો છે માટે જ્ઞયાકારે એનું જ્ઞાન થાય છે એમ નથી; એ તો એની જ્ઞાનની પર્યાયનો એવડો સ્વભાવ છે કે અનંતા જ્ઞયાકારોના જ્ઞાનનું પરિણમન પોતાનું પોતામાં પોતાથી થાય છે. અજ્ઞાની તેને કલંક માની ધોઈ નાખવા માગે છે. તે વિચારે છે-હું તો એકરૂપ છું, તેમાં આ અનેકતા કેવી? આ જ્ઞાનની દશામાં પરમાણુ ને નિગોદાદિ બીજા જીવો જણાય છે તે શું? આ તો કલંક છે. એમ માની તે જ્ઞયાકારોને દૂર કરવાની ઈચ્છા વડ તે પોતાની સત્તાનો નાશ કરે છે; અહા! અનંતના જાણવાપણે પરિણમવું એ પોતાની પર્યાયનો સહજ ભાવ છે એમ તે જાણતો નથી!
આ તો ધીરાનાં કામ બાપુ! ધર્મ કાંઈ બહારમાં ભર્યો નથી કે બહારથી મળી જાય.
પ્રશ્ન:- પણ આપ ધર્મ કેમ થાય એની વાત કરોને? આ બધું શું માંડયું છે?
ઉત્તર- આ ધર્મની (વાત) તો માંડી છે ભાઈ! ધર્મ કરનારો, એનું હોવાપણું, એનું દ્રવ્ય, એનું ક્ષેત્ર, એનો કાળ (પર્યાય) અને એના ભાવ-સ્વભાવ-ઈત્યાદિનું શું સ્વરૂપ છે એ તો નક્કી કરીશ કે નહિ? એમ ને એમ ધર્મ ક્યાં થશે ભાઈ ! કોના આશ્રયે ધર્મ થાય એ જાણ્યા વિના ધર્મ કેમ પ્રગટ કરીશ? આ દયા-દાન ને ભક્તિ-પૂજાના પરિણામ એ કાંઈ ધર્મ નથી, એ તો બધો વિકલ્પ-રાગ છે. સ્વના આશ્રયમાં ગયા વિના ભવનો અભાવ કરવાના બીજરૂપ સમ્યગ્દર્શન ત્રણકાળમાં થતું નથી.
ધર્મના સ્વરૂપની ભાઈ ! તને ખબર નથી. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ જે નિર્મળ રત્નત્રય જેને નિશ્ચય મોક્ષમાર્ગ કહીએ તે ધર્મ છે. અષ્ટપાહુડમાં તેને “અક્ષય અમેય” કહ્યો છે. અહા ! શુદ્ધ એક જ્ઞાયકના અવલંબને પ્રગટ થયેલી ધર્મની પર્યાયને કદી નાશ ના થાય તેવી અક્ષય અને અનંત સામર્થ્યવાળી કહી છે. અહા ! એકરૂપ જ્ઞાયકનું જેમાં જ્ઞાન થયું તેને “અક્ષય અમેવ” કહીં, કેમકે તે પર્યાયમાં અનંતને જાણવાની તાકાત પોતાથી જ છે. તેવી રીતે એક શુદ્ધ શાયકનું જેમાં શ્રદ્ધાન થયું તે પર્યાય પણ “અક્ષય અમેય' છે, કેમકે અનંતને શ્રદ્ધવાની (નિશ્ચયથી અનંત સામર્થ્યવાન એવા પોતાને) શ્રદ્ધવાની એની તાકાત પોતાને લઈને છે. તેવી રીતે ચારિત્રની, આનંદની, વીર્યની પર્યાય “અક્ષય અમેય” છે. અક્ષય અનંત સામર્થ્યવાળા આત્મતત્ત્વનો, શુદ્ધ એક શાયકનો આશ્રય કરે છે તેથી તે પર્યાયોને પણ “અક્ષય અમેય ' કહી છે. આમ અનંત
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #432
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૪૧૬ : પ્રવચન રત્નાકર ભાગ-૧) ગુણની એક સમયમાં અનંત પર્યાય અક્ષય અમેય છે. અહાહા....! જેમ વસ્તુ ત્રિકાળી શુદ્ધ જ્ઞાયક તત્ત્વ અક્ષય અમેય છે તેમ તેના આશ્રયે પ્રગટ થયેલી (નિર્મળ) પર્યાયો અક્ષય અમેય છે. લ્યો, આવો (અલૌકિક) ધર્મ ! અરે! લોકોને રાગથી ધર્મ મનાવવો છે! પણ રાગને તો પરનો આશ્રય છે, ને તે વડે તો બંધન જ થાય છે. એનાથી ધર્મ કેમ થાય?
અહીં કહે છે- અજ્ઞાની એકાકારની ઈચ્છાથી જ્ઞાનને જો કે તે જ્ઞાન અનેકાકારપણે પ્રગટ છે તો પણ ઇચ્છતો નથી, અર્થાત્ જ્ઞાનને સર્વથા એકાકાર માનીને, અનેકાકારે થયેલા જ્ઞાનના ઈન્કાર દ્વારા તે જ્ઞાનનો –પોતાનો અભાવ કરે છે. શું કીધું? વસ્તુપણે અનંતગુણનું એકરૂપ પોતે હોવા છતાં એક સમયમાં અનંતગુણની અનંત પર્યાયો છે, અને તે એક એક પર્યાયમાં અનંતતા છે. જ્ઞાનની એક પર્યાયમાં રાગથી માંડી આખું વિશ્વ શેયપણે નિમિત્તપણે છે. આવું વસ્તુનું સ્વરૂપ છે તેને નહિ માનતાં, એકાતે એકપણાને જ ઇચ્છતો તે અનંતપણાને તોડી નાખે છે. ત્યાં અનંતપણાને કલંક માનીને અનંતપણાને કાઢવા જતાં પોતાની પર્યાયના નાશ દ્વારા દ્રવ્યનો નાશ કરે છે. એટલે શું? કે એની પર્યાયમાં દ્રવ્યનું યથાર્થ સ્વરૂપ હાથ આવતું નથી.
એકને લક્ષમાં લેનાર તો અનંતને જાણવાવાળી પર્યાય છે. પણ અનંતને જાણે એ તો કલંક થઈ ગયું એમ જાણી પર્યાયને છોડી દે છે. તેને પોતાનું એકાકાર દ્રવ્ય પણ છૂટી જાય છે, હાથ લાગતું નથી. આમ અજ્ઞાની પોતાને સર્વથા એકાકાર માનીને જ્ઞાનનોપોતાનો અભાવ કરે છે. સમજાણું કાંઈ....?
હવે કહે છે– ‘અન્તિવિ' અને અનેકાન્તનો જાણનાર તો, “પર્યા. ત અનેeતાં પરિસૃશન' પર્યાયોથી જ્ઞાનની અનેકતા જાણતો (અનુભવતો) થકો, ‘વૈવિચ્ચે મપિ વિચિત્રતા ૩૫૧ તું જ્ઞાન' વિચિત્ર છતાં અવિચિત્રતાને પ્રાપ્ત (અર્થાત્ અનેકરૂપ છતાં એકરૂપ) એવા જ્ઞાનને “સ્વત: ક્ષત્રિત' સ્વતઃ ક્ષાલિત (સ્વયમેવ ધોયેલું-શુદ્ધ) પશ્યતિ' અનુભવે છે.
શું કહે છે? કે એક પણ છું, અનેક પણ છું એમ સ્યાદ્વાદ વડ વસ્તુના સ્વરૂપનો જાણનાર અનેકાન્તવાદી તો પર્યાયોથી જ્ઞાનની અનેકતા જાણતો થકો અર્થાત્ એક સમયમાં અનંતગુણની અનંતપર્યાય, અને એક એક પર્યાયમાં અનંતી તાકાત-એમ જાણતો થકો, અનેકરૂપ છતાં હું દ્રવ્યરૂપથી એકરૂપ જ છું એમ જાણી એકરૂપ એવા જ્ઞાનને સ્વત:ક્ષાલિત-સ્વતઃ શુદ્ધ જાણી એકને શુદ્ધને અનુભવે છે. આ અનેકપણાનું જ્ઞાન છે તે કલંક છે, મલિનતા છે એમ સ્યાદ્વાદી માનતો નથી, કેમકે અનંતને જાણવું એ તો સહજ વસ્તુસ્વભાવ છે. એ તો એને ગૌણ કરી સહજ શુદ્ધ વસ્તુને-એકને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #433
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરિશિષ્ટ : ૪૧૭ અંતરંગમાં અનુભવે છે. ભાઈ ! આમાં તો મિથ્યાદર્શનનો નાશ થઈ ધર્મ-સમ્યગ્દર્શન આદિ–કેમ થાય એની વાત છે. લ્યો.
* કળશ ૨૫૧ : ભાવાર્થ ઉપરનું પ્રવચન * એકાંતવાદી શૈયાકારરૂપ (અનેકાકારરૂપ) જ્ઞાનને મલિન જાણી, તેને ધોઈનેતેમાંથી જ્ઞયાકારો દૂર કરીને, જ્ઞાનને જ્ઞયાકારો રહિત એક-આકારરૂપ કરવા ઇચ્છતો થકો જ્ઞાનનો નાશ કરે છે....'
અહા ! પોતાનું જે ટકતું તત્ત્વ તે પર્યાયમાં અનંત જ્ઞયાકારોને જાણવાપણું થયું છે તે એનો-પર્યાયનો સ્વભાવ છે એમ ન માનતાં, એ કલંક થઈ ગયું એમ માની જ્ઞાનને શેયાકારો રહિત એક આકારરૂપ કરવા ઈચ્છતો થકો તે પર્યાયનો નાશ કરે છે, અને એ રીતે પોતાનો નાશ કરે છે.
“અને અનેકાંતી તો સત્યાર્થ વસ્તુસ્વભાવને જાણતો હોવાથી, જ્ઞાનને સ્વરૂપથી જ અનેકાકારપણું માને છે.”
શું કીધું? અનંતને જાણવું એ તો વસ્તુનો-પર્યાયનો સ્વભાવ છે. આ રીતે જ્ઞાનને સ્વરૂપથી જ અનેકાકારપણું છે ત્યાં મલિનતા કવી? જ્ઞાનમાં અનંતુ જણાય એ તો જ્ઞાનની નિર્મળતા છે. કેવળજ્ઞાનમાં જણાય છે કે નહિ? અહીં મતિ-શ્રુતજ્ઞાનની પર્યાયમાં અનંતુ જણાય છે એમ લીધું છે. પર્યાયમાં અનંતુ જણાય છતાં પર્યાય તો એક જ્ઞાનરૂપ જ છે, શેયરૂપ થતી નથી, અને વસ્તુપણે તો હું એક જ છું એમ અનેકાન્તી વસ્તુને-જ્ઞાનને સમ્યક પ્રકારે જાણે-અનુભવે છે.
આ પ્રમાણે અનેકપણાનો ભંગ કહ્યો.
હવે પાંચમા ભંગના કળશરૂપે કાવ્ય કહેવામાં આવે છે:
* કળશ ૨૫૨ : શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * ‘પશુ:' પશુ અર્થાત્ સર્વથા એકાંતવાદી અજ્ઞાની, ‘પ્રત્યક્ષ-નાસિવિત–રિથર–પરદ્રવ્ય-સ્તિતા–વન્વિત:' પ્રત્યક્ષ અલિખિત એવાં પ્રગટ (-સ્થૂલ) અને સ્થિર (-નિશ્ચળ) પરદ્રવ્યોના અસ્તિત્વથી ઠગાયો થકો, “સ્વદ્રવ્ય –ભનવનોને પરિત: શૂન્ય:' સ્વદ્રવ્યને (-આત્મદ્રવ્યના અસ્તિત્વને) નહિ દેખતો હોવાથી સમસ્તપણે શૂન્ય થયો થકો નશ્યતિ' નાશ પામે છે...
શું કીધું આ? કે શરીર, ઇન્દ્રિય, સ્ત્રી-પુત્ર આદિ પરદ્રવ્યો વડે મને ઠીક છે એમ માનનારા બધા મૂઢ, પશુ જેવા છે. અરે ભાઈ ! એ સ્ત્રી-પુત્ર આદિ ચીજો થોડા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #434
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates ૪૧૮ : પ્રવચન રત્નાકર ભાગ-૧૦ કાળ પહેલાં તારી પાસે ન હતી અને થોડા કાળ પછી પણ નહિ હોય તો એ ચીજો હમણાં તને ઠીક ક્યાંથી થઈ ગઈ ?
હા, પણ કોઈને પતિ-પત્ની બે જ હોય ને પત્ની મરી જાય તો પતિ એકલો પડી જાય કે નહિ?
આત્મા તો સદાય એકલો જ છે ભાઈ ! પત્નીથી તે ઠીકપણું માન્યું છે એ જ તારું પાગલપણું છે. શું થાય? હવે પોતે કોણ છે એની ખબર ન મળે ને એમ ને એમ પાગલની જેમ જિંદગી પૂરી થઈ જાય!
અહીં કહે છે- અજ્ઞાની પ્રત્યક્ષ અલિખિત એવાં પ્રગટ-સ્કૂલ અને સ્થિર-નિશ્ચલ પદ્રવ્યોના અસ્તિત્વથી ઠગાયો થકો..... , જુઓ, ઇન્દ્રિય (આંખ વગેરે) વડે શરીર, સ્ત્રી, દીકરા, દીકરી ઈત્યાદિને સામે પ્રત્યક્ષ દેખીને એને લઈને હું છું, એનાથી મને ઠીક છે એમ જે માને છે તે, કહે છે, ઠગાઈ ગયો છે. આ શરીર ઠીક-નિરોગી હોય, પત્ની-દીકરા-દીકરી સેવા કરતાં હોય, રહેવા મકાન અનુકૂળ હોય, ખાવા-પીવાની સામગ્રી ભરપુર હોય, ને મિત્રો-સાથીઓ ખબર પૂછનારા હોય એટલે મને ઠીક પડે છે એમ માનનાર પરથી ઠગાઈ ગયો છે. અને એના વિના મને ઠીક નથી એમ માનનાર પણ ઠગાઈ ગયા છે. અહા આવા બધા પરના હોવાપણાથી પોતાનું હોવાપણું માને છે ને? વળી તેઓ તે પરદ્રવ્યોને થોડો કાળ સ્થિર દખીને સ્થિર માને છે ને? અહા! તેઓ મોહવશ ઠગાઈ ગયા છે. કેમ? કેમકે પરદ્રવ્યો કદી નિજ આત્મરૂપ થઈ શકતા નથી ને તેઓ પર્યાયપણે સ્થિર પણ નથી. તેમનો સંયોગ રહ્યા જ કરશે એવા તેઓ સ્થિર નથી. સમજાણું કાંઈ.....?
અહા! અતીન્દ્રિય પ્રત્યક્ષ એવું જે પોતાનું અવ્યક્ત (ઇન્દ્રિય-અપ્રત્યક્ષ ) આત્મદ્રવ્યત્રિકાળ જ્ઞાનાનંદમય-તેને અજ્ઞાની માનતો નથી, તેને જાણવા-દેખવાની કદી દરકાર પણ કરતો નથી. આમ પોતાના આત્મદ્રવ્યના અસ્તિત્વને નહિ દેખતો, સમસ્તપણે શૂન્ય થયો થકો, જે બાહ્ય ચીજોને જાણે છે તે જ હું છું એમ માને છે. શ્રીમદે કહ્યું છે ને કે
ઘટ પટ આદિ જાણ તું, તેથી તેને માન;
જાણનારને માન નહિ, કહિએ કેવું જ્ઞાન ? અહા ! જાણનારની હયાતીમાં-જ્ઞાનભૂમિકામાં આ બધી બાહ્ય ચીજો દેખીને, આ જાણનારો તે હું છું એમ ન માનતાં, આ બાહ્ય ચીજો તે હું છું એમ માનીને, પોતે શૂન્યઅભાવરૂપ થયો થકો અજ્ઞાની પોતાનો નાશ કરે છે. અહો ! મોહનો કોઈ ગજબ મહિમા છે. આખું જગત મોહથી મૂચ્છ પામી ઠગાઈ રહ્યું છે. આચાર્યદવે આખા જગતનો ચિતાર ખડો કર્યો છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #435
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
પરિશિષ્ટ : ૪૧૯
કોઈને ચાલીસ વર્ષની ઉંમરે પત્ની મરી જાય એટલે ખૂબ શોકાતુર ને વ્યગ્ર થાય. પછી વિચાર કરે કે આના કરતાં દસ વરસ પહેલાં મરી ગઈ હોત તો સારું; એમ કે ત્યારે બીજી તો પરણી શકાત. જુઓ, આ પહેલાં તો સ્ત્રીને મારી, મારી એમ કહીને તૂટી જતો હતો, ને હવે કહે છે–દસ વર્ષ પહેલાં મ૨ી હોત તો સારું. જુઓ, આ સંસારની વિચિત્રતા! બધા આવા ને આવા મૂઢ ભેગા થયા છે. એ તો નિયમસારમાં એક કળશમાં આવ્યું છે કે મા, બાપ, સ્ત્રી, દીકરા-દીકરી, કુટુંબ-પરિવાર ઈત્યાદિ બધાં ધુતારાની ટોળી છે. પેટ ભરવા બધાં ભેગાં થયાં છે; અનુકૂળ હોય ત્યાંસુધી સાથ આપે, બાકી કોઈ સામુંય ના જુએ. આ જોતા નથી ? ઘરમાં ૫૦ વરસની બા હોય ને બિમાર પડે, લકવો પડી જાય ને બિમારી લંબાય, ઘરમાં કાંઈ કામના ન રહે એટલે કોઈ સામુંય ના જુએ; બધાં એમ જ વિચારવા લાગી જાય કે બા ક્યારે મરે. લ્યો, બા, બા, બા એમ બાને જોઈને હરખ કરનારાં હવે વિચારે છે કે બા ક્યારે મરે? આ તો બધું જોયું છે બાપુ! બધાં સ્વાર્થના પૂતળાં છે ભાઈ ! અહીં કહે છે- ૫દ્રવ્યોથી મને ઠીક છે (વા એના અભાવમાં ઠીક નથી ) એમ માનનારા ઠગાઈ ગયા છે; કેમકે પદ્રવ્ય આ જીવસ્વરૂપ પણ નથી, ને સંયોગથી સ્થિર પણ નથી.
અહા! પોતાની ચૈતન્યવસ્તુ પોતાથી-સ્વદ્રવ્યથી છે એના ભાન વિના સ્વદ્રવ્યને નહિ દેખતો પરને લઈને મને ઠીક પડે છે, ૫૨થી મારું હોવાપણું છે એમ અજ્ઞાની માને છે. હું સ્વદ્રવ્યથી સંપૂર્ણ છું એમ જાણવા-અનુભવવાને બદલે, ૫૨વસ્તુઓ હોય તો ભરેલો દેખાઉં એમ માનીને અજ્ઞાની પોતાના ભાવથી ખાલી-શૂન્ય થયો થકો પોતાની અનાદિઅનંત નિત્ય સ્વદ્રવ્યરૂપ ચૈતન્યસત્તાનો નાશ કરે છે. વાસ્તવમાં તે સ્વદ્રવ્યનું ખૂન ક૨ના૨ો ખૂની છે. સમજાણું કાંઈ..... ? હવે કહે છે
‘સ્વાદાવી તુ’ અને સ્યાદ્વાદી તો, ‘સ્વદ્રવ્ય—અસ્તિતયા નિપુનૂં નિરૂપ્ય' આત્માને સ્વદ્રવ્યને અસ્તિપણે નિપુણ રીતે અવલોકતો હોવાથી, ‘સઘ: સમુન્મખ્તતા વિશુદ્ધ-વોધમહસા પૂર્ણ: ભવન્' તત્કાળ પ્રગટ થતા વિશુદ્ધ જ્ઞાનપ્રકાશ વડે પૂર્ણ થતો થકો ‘નીવૃત્તિ’ જીવે છે–નાશ પામતો નથી.
'
અહાહા....! કહે છે-ધર્મી-સ્યાદ્વાદી તો શુદ્ધ ચૈતન્યસત્તામય સ્વદ્રવ્યથી હું સત્ છું એમ નિપુણપણે આત્માને અવલોકે છે. અહા! અસ્તિપણે હું પૂર્ણ છું એમ જ્યાં અંદરમાં પોતાના જ્ઞાન–શ્રદ્ધાનમાં સ્વીકાર થયો કે તત્કાળ અંદર અસ્તિમાંથી જ્ઞાન ઉછળ્યું, ને તે જ્ઞાનની દશામાં ભાસ થયો કે-અહો! આ પૂર્ણ જ્ઞાનઘનવસ્તુ હું મારાથી જ અસ્તિરૂપ છું. આમ તત્કાળ પ્રગટ થતા વિશુદ્ધ જ્ઞાનપ્રકાશ વડે પૂર્ણ થતો થકો સ્યાદ્વાદી જીવે છે અર્થાત્ પોતાનું જેવું સત્યાર્થ જીવન છે તેને જીવતું રાખે છે, નિરાકુળ આનંદથી ધબકતું રાખે છે.
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
Page #436
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૪૨૦ : પ્રવચન રત્નાકર ભાગ-૧)
હું પરને લઈને છું, પર વડે મારું સત્ત્વ છે એમ માનીને અજ્ઞાની પોતાના ત્રિકાળી સ્વતત્ત્વનો શ્રદ્ધાનમાં નાશ કરે છે, જ્યારે ધર્મી પુરુષ, પોતાના જ્ઞાનઘનસ્વરૂપ પૂર્ણ દ્રવ્યને સ્વપણે અસ્તિરૂપ સ્વીકારીને આત્માને જેવો છે તેવો જીવતોટકતો રાખે છે. આવો મારગ! આ તો એકલો ન્યાયનો માર્ગ બાપા! અરે! એણે અંદર ઊંડા ઉતરીને કોઈદિ' વિચાર જ કર્યો નથી; બહારમાં -સ્ત્રી-પુત્ર-પરિવાર, બાગ-બંગલા, ધન ને પરિજન ઈત્યાદિમાં રોકાઈને કે ક્રિયાકાંડમાં રોકાઈને એ પોતાના ચૈતન્યના સત્ત્વરૂપ સ્વદ્રવ્યને ભૂલી ગયો છે, જાણે શૂન્ય થઈ ગયો છે.
સ્યાદ્વાદી, હું સ્વદ્રવ્યપણે સત્ છું એમ પોતાને નિપુણપણે અવલોકે છે એટલે શું? કે હું એક જ્ઞાયકભાવમાત્ર છું એમ પોતાને અભેદપણે અનુભવે છે. હું અને જ્ઞાયકભાવ એમ ભેદ પણ એમાં રહેતો નથી; અભેદ તન્માત્ર વસ્તુનો અનુભવ છે આવી ઝીણી વાત !
સમયસાર કળશટીકામાં આ કળશના અર્થમાં વિશેષ સૂક્ષ્મતાથી વાત કરી છે. ત્યાં નિર્વિકલ્પમાત્ર અભેદ વસ્તુ જેમાં ગુણભેદ પણ નહિ તેને સ્વદ્રવ્ય કહ્યું છે, આધારમાત્ર વસ્તુનો પ્રદેશ અર્થાત્ અસંખ્ય પ્રદેશી હોવા છતાં એવા ભેદથી રહિત એકક્ષેત્ર તેને સ્વક્ષેત્ર કહ્યું છે, વસ્તુમાત્રની મૂળ અવસ્થા-આખી ત્રિકાળસ્થિત એક વસ્તુ તેને સ્વકાળ કહ્યો છે. અને વસ્તુની મૂળની સહજ શક્તિ તેને સ્વ-ભાવ કહ્યો છે.
વળી ત્યાં જ સવિકલ્પ ભેદકલ્પના કરવી અર્થાત્ અખંડ એક દ્રવ્યરૂપ વસ્તુમાં આ ગુણ ને આ ગુણી એમ ભેદ પાડવો તેને પરદ્રવ્ય કહ્યું છે. શું કીધું? આ શરીરાદિ પરદ્રવ્ય તો પરદ્રવ્ય છે, અહીં તો એક જ ચીજમાં ભેદકલ્પના કરવી તેને પરદ્રવ્ય કહ્યું છે. વસ્તુનો આધારભૂત પ્રદેશ-તેમાં સવિકલ્પ ભેદકલ્પનાથી આ અસંખ્યાત પ્રદેશ એમ ભેદને લક્ષમાં લેવું તે પરક્ષેત્ર થઈ ગયું. પંચાસ્તિકાયમાં અસંખ્ય પ્રદેશી આત્માને અસંખ્ય પ્રદેશ હોવા છતાં એકપ્રદેશી કહ્યો છે, કેમકે અસંખ્ય પ્રદેશ અભેદ એકવસ્તુપણ રહેલા છે. તેને અસંખ્ય પ્રદેશનો ભેદ પાડી સમજવું તે પરક્ષેત્ર છે. દ્રવ્યની મૂળ નિર્વિકલ્પ દશા અર્થાત્ એકરૂપ ત્રિકાળી વસ્તુ તે સ્વકાળ, તેમાં એક સમયની અવસ્થાનો ભેદ પાડવો તે પરકાળ છે. તેમ દ્રવ્યની મૂળની સહજ શક્તિ તે સ્વભાવ, તેમાં આ જ્ઞાન, આ દર્શન એમ ભેદ પાડવો તે પરભાવ છે.
ટુંકમાં ત્રિકાળી એકરૂપ વસ્તુ તે સ્વદ્રવ્ય, તે જ ક્ષેત્ર, તે જ સ્વકાળ અને તે જ સ્વભાવ છે. એમાં જે ભેદકલ્પના કરવામાં આવે તે પરદ્રવ્ય, પરક્ષેત્ર, પરકાળ અને પરભાવ છે. અહા ! આવી ભદકલ્પના રહિત અભદ એક જ સ્વદ્રવ્ય વસ્તુ તેને સ્યાદ્વાદી નિપુણપણે અવલોકે છે-અનુભવે છે. શા વડે? નિર્મળ ભેદજ્ઞાનના પ્રકાશ વડે. સમજાણું કાંઈ....? લ્યો, આ ધર્મ અને આ સાચું જીવન.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #437
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરિશિષ્ટ : ૪૨૧
* કળશ ૨૫ર : ભાવાર્થ ઉપરનું પ્રવચન * “એકાતી બાહ્ય પરદ્રવ્યને પ્રત્યક્ષ દેખી તેનું અસ્તિત્વ માને છે, પરંતુ પોતાના આત્મદ્રવ્યને ઇન્દ્રિયપ્રત્યક્ષ નહિ દેખતો હોવાથી તેને શૂન્ય માની આત્માનો નાશ કરે છે.'
જુઓ, આ શરીર, ઇન્દ્રિય, વાણી, સ્ત્રી-કુટુંબ પરિવાર ઇત્યાદિ બધું એને ઇન્દ્રિયો દ્વારા પ્રત્યક્ષ જણાય છે તેથી તેની હયાતી માને છે. કર્મ અને પ્રત્યક્ષ નથી દેખાતાં. છતાં એનું ફળ જે અનુકૂળ-પ્રતિકૂળ સંયોગો તે તેને દેખાય છે તેથી કર્મનું અસ્તિત્વ હોવાપણું પણ તે સ્વીકારે છે. પણ એ સર્વનો જાણનારો હું એ સર્વથી ન્યારો છું એમ તે સ્વીકારતો નથી. અહાહા...! અંદર આનંદનું ધામ જ્ઞાનઘન પ્રભુ પોતે સ્વપણે સત્ વિરાજે છે છતાં તે ઈન્દ્રિયપ્રત્યક્ષ નથી તેથી તેને સ્વીકારતો નથી. કાંઈ નથી એમ શૂન્ય માની અજ્ઞાની આ રીતે પોતાનો નાશ કરે છે. પર જીવને કોઈ બચાવે કે નાશ કરે એ તો આત્માના અધિકારની વાત નથી, પણ અરેરે ! અજ્ઞાની પ્રાણી, અંદર પૂર્ણ ચૈતન્યસત્તાપણે સ્વસ્વરૂપે પોતે વિરાજે છે તોપણ કાંઈ નથી એમ પોતાને શૂન્ય માની પોતાનો નાશ કરે છે. કેવી વિડંબના !
હવે કહે છે- “સ્યાદ્વાદી તો જ્ઞાનરૂપી તેજથી પોતાના આત્માનું સ્વદ્રવ્યથી અસ્તિત્વ અવલોકતો હોવાથી જીવે છે- પોતાનો નાશ કરતો નથી.”
અહા! ધર્મી–સ્યાદ્વાદી વર્તમાન દશાને અંતરમાં વાળીને પોતે એક શુદ્ધ ચૈતન્યની ક્યાતીવાળું તત્ત્વ છે એમ સ્વીકારે છે. તેથી તે જીવિત છે, તે પોતાને આપઘાતથી બચાવે છે. પરથી-રાગથી હું છું એમ માનતો અજ્ઞાની પોતાના સ્વદ્રવ્યનો જ નિષેધ કરીને આપઘાત કરે છે, મિથ્યાભાવ વડે પોતાને મરણતોલ કરી નાખે છે; જ્યારે સ્યાદ્વાદી નિજસ્વરૂપનો યથાતથ્ય સ્વીકાર કરીને જિવિત રહે છે, નિરાકુળ આનંદનું જીવન જીવે છે. લ્યો, આવી વાત છે.
આ પ્રમાણે સ્વદ્રવ્ય-અપેક્ષાથી અસ્તિત્વનો (-સપણાનો ) ભંગ કહ્યો.
હવે છઠ્ઠા ભંગના કળશરૂપે કાવ્ય કહેવામાં આવે છે:
* કળશ ૨૫૩: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * ‘પશુ:' પશુ અર્થાત્ સર્વથા એકાંતવાદી અજ્ઞાની, ‘દુર્વાસના—વાસિત:' દુર્વાસનાથી (-કુનયની વાસનાથી) વાસિત થયો થકો, “પુરુષ સર્વદ્રવ્યમયે પ્રપ' આત્માને સર્વદ્રવ્યમય માનીને, “સ્વદ્રવ્ય–જમત: પૂરદ્રવ્યપુ નિ વિશ્રામ્યતિ' (પદ્રવ્યોમાં) સ્વદ્રવ્યના ભ્રમથી પરદ્રવ્યોમાં વિશ્રામ કરે છે....
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #438
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates ૪૨૨ : પ્રવચન રત્નાકર ભાગ-૧૦
અહાહા....! જુઓ, પરવસ્તુ છે તો હું છું, પરવસ્તુ ન રહે તો હું ન રહું-એમ પરથી જ પોતાને માનવાવાળા એકાંતવાદી બધા પશુ છે એમ કહે છે. ભાઈ ! આ પશુની વ્યાખ્યા! બહુ આકરી પણ આ સત્ય છે. અહા! આવો એકાંતી દુર્વાસનાથી –કુનયથી વાસનાથી વાસિત છે. એના ચિત્તમાં, પ૨વસ્તુથી હું છું –એવા કુનયની ગંધ ગરી ગઈ છે.
અહા! જુઓ તો ખરા, સંસારમાં કેવી વિચિત્રતા છે. કોઈ કહે-અરે, સ્ત્રી મી ગઈ. હવે એક ક્ષણ પણ કેમ જીવી શકું? તો કોઈ નાના બાળકનાં મા-બાપનો વિયોગ થતાં લોક કહે –અરે, બિચારો નોધારો થઈ ગયો; તો કોઈનું ધન લૂંટાઈ જાય તો રોકકળ કરે કે –હાય, હાય! હવે કેમ જીવીશ? કોઈ કોઈ તો આબરૂના માર્યા ઝેર ખાઈને પણ મરી જાય. મરીને પણ આબરૂ રાખવા માગે છે. લ્યો. અહા! આવા જીવો બધા અહીં કહે છે, કુનયની દુર્વાસનાથી વાસિત છે. પરદ્રવ્યથી-૫૨વસ્તુથી મારું જીવન છે એવી દુર્વાસના એમને ઘર કરી ગઈ છે.
તેને જ્ઞાની પુરુષ કહે છે- અરે, આ તને શું થઈ ગયું ભાઈ? શું તારું હોવાપણું પરને લઈને છે? પરથી તો તું નાસ્તિ છો ને પ્રભુ! તારું ચૈતન્ય તત્ત્વ સદાય નિજ ભાવથી ભિન્ન ટકી રહ્યું છે ને! તારે પરથી શું કામ છે? આ તે કેવી ભ્રમણા જે તારા નથી તેને કલ્પના વડે-કલ્પિતપણે તારા માને છે? દુર્વાસનાથી દૂર થા. જો તો ખરો, જેના વિના એક ક્ષણ પણ નહિ જીવાય એમ માનતો હતો, એના વિના તારો અનંતકાળ વીત્યો છે. શ્રીમદ્દના એક પત્રમાં આવે છે ભાઈ! કે–વળી સ્મરણ થાય છે કે જેના વિના એક પળ પણ હું નહિ જીવી શકું એવા કેટલાક પદાર્થો સ્ત્રી, પુત્ર, લક્ષ્મી વગેરે તે અનંતવાર છોડતાં તેનો વિયોગ થયો, અનંતકાળ પણ થઈ ગયો વિયોગનો..... ઇત્યાદિ. મતલબ કે ઈષ્ટના વિરહપૂર્વક અનંતકાળ આત્માનો ગયો છે. અને સંયોગકાળમાં પણ એ ચીજ તારી ક્યાં છે? એના વિના જ તું ટકી રહ્યો છો.
બિહારપ્રાંતની એક બનેલી ઘટના છે. ત્યાં એક કરોડપતિ શેઠ હતા. એક દિવસ બહાર ઘોડાગાડીમાં બેસીને ફરવા ગયેલા. ત્યાં એટલામાં ભૂકંપ થયો. તેમાં તેની સ્ત્રી, છોકરાં, કુટુંબ, મકાન, ધન-સંપત્તિ બધું જ જમીનદોસ્ત થઈ દટાઈ ગયું. ફક્ત પોતે જીવતા રહી ગયા. પછી વિલાપ કરી તે કહે-અરે! મારું બધું જ ગયું! તેને જ્ઞાની કહે છેધીરો થા ભાઈ! તારું કાંઈ જ ગયું નથી; તું પૂર્ણ વિજ્ઞાનધન જેવો ને તેવો છો. જે બધાં ગયાં તે તાાં હતાં જ કે દિ' ? જો તારાં હોય તો તને છોડી જાય કેમ ? તારાથી જુદાં પડે જ કેમ ? માટે મારાં હતા એ દુર્વાસનાથી દૂર થઈ અંદર તારો એક વિજ્ઞાનઘનસ્વભાવ છે તેની સંભાળ કર.
કોઈ તો વળી અમુક સગાવહાલાં સારો-મીઠો સંબંધ રાખતાં હોય એટલે કહ્યા
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
Page #439
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરિશિષ્ટ : ૪૨૩ કરે કે આ તો અમારા અંગત માણસ છે. ધૂળેય અંગત નથી સાંભળીને હવે. જ્યાં પદાર્થો જ ભિન્ન ભિન્ન છે ત્યાં અંગત કેવા? કોઈ કોઈને અંગત નથી.
જેમ કોઈ તંબુ બાંધ્યો હોય અને એની એક ખીલી ખસે તો ત્યાં જીવને ભારે ઉચાટ-ખળભળાટ થઈ જાય છે, તેમ અજ્ઞાની, પરવસ્તુથી હું છું એવી દુર્વાસનાથી વાસિત થયો થકો, આત્માને-પોતાને સર્વદ્રવ્યમય માનીને-સર્વદ્રવ્યો હું જ છું એમ માનીનેજગતની બધી સગવડતાઓ-અનુકૂળતાઓમાંથી એક જ્યાં ઘટે ત્યાં હું ઘટી ગયો-ખંડખંડ થઈ ગયો –એમ ભારે રોકકળ કરી મૂકે છે. સ્ત્રી, પુત્ર, ધન, માતા, પિતા, ઇત્યાદિનો વિયોગ થતાં અજ્ઞાની ભારે આકુળ-વ્યાકુળ થઈ આક્રન્દ કરે છે. તેને કહીએ- ભાઈ ! તું અંદર જ્ઞાનાનંદસ્વરૂપ ભગવાન છો ને! ભગવાન જેવો ભગવાન અંદર હોવા છતાં આ શું કરે છે? તારાથી જુદી પડી એ ચીજ તારી ક્યાંથી આવી? ત્રણ કાળમાં તારી નથી. મોહનો દારૂ પીને જ તું આવી પાગલની ચેષ્ટા કરે છે. પરદ્રવ્યોમાં તને સ્વદ્રવ્યનો ભ્રમ છે તે ભ્રમથી દૂર થા; ને સ્વદ્રવ્યને અંગીકાર કર.
અહીં કહે છે- પશુ-એકાંતવાદી અજ્ઞાની આત્માને સર્વદ્રવ્યમય માનીને, સ્વદ્રવ્યના ભ્રમથી પરદ્રવ્યોમાં વિશ્રામ કરે છે. મારો આધાર પરદ્રવ્યો જ છે એમ પદ્રવ્યોમાં જ પોતાનું અસ્તિપણું સ્થાપે છે. હું પરદ્રવ્યથી અસત્ છું, પરદ્રવ્યથી નથી, ભિન્ન છું- એમ એને બેસતું નથી. અંદર દુર્વાસના ઘર કરી ગઈ છે ને! તેથી સ્વદ્રવ્યનું ભિન્ન અસ્તિત્વ એને બેસતું નથી, પરમાં જ તે આધાર-વિશ્રામ શોધે છે, અને એ રીતે પોતાનો નાશ કરે છે.
અહા ! એકાન્તવાદી અજ્ઞાની પરદ્રવ્યથી મને લાભ થાય એવી કુનયની વાસનાથી વાસિત છે. કદાચિત્ કુટુંબ-પરિવાર, ધન-લક્ષ્મી ઈત્યાદિ છોડી દે તો આ દેવ-ગુરુશાસ્ત્રથી, આ મંદિર ને આ જિનબિંબથી મને લાભ છે, એનાથી મને જ્ઞાન થાય છે એમ તે માને છે. આ પંચપરમેષ્ઠીની ભક્તિથી મને લાભ-ધર્મ થાય છે એમ તે માને છે. અરે ભાઈ ! એ પંચપરમેષ્ઠી, એ જિનબિંબ અને એ દેવ-ગુરુ-શાસ્ત્ર એ બધુંય પરદ્રવ્ય છે; એનાથી તને કેમ લાભ થાય? હવે આવી વાત એને આકરી પડે છે. શું થાય?
દેવગુરુ-શાસ્ત્ર સાચું જ્ઞાન થવામાં અવશ્ય નિમિત્ત હોય છે, તથાપિ એ નિમિત્તથી અહીં (આત્મામાં) સાચું જ્ઞાન થઈ જાય છે એમ નથી. નિમિત્ત હો, પણ નિમિત્ત (ઉપાદાનમાં) કાંઈ જ કરતું નથી. નિમિત્ત (કાર્ય થવામાં) અનુકૂળ છે છતાં નૈમિત્તિક ભાવને-અનુરૂપને તે કરે છે એમ નથી. અહીં (આત્મામાં) સમ્યગ્દર્શન પ્રગટ થાય છે તેમાં નિશ્ચયથી તો પોતાનું સ્વદ્રવ્ય જ (સ્વદ્રવ્યનો આશ્રય જ) કારણ છે, ને વ્યવહારે દર્શનમોહકર્મનો અભાવ તેમાં નિમિત્ત છે. (દવ-ગુરુ-શાસ્ત્ર બાહ્ય નિમિત્ત છે ). હવે ત્યાં આ અનુકૂળ નિમિત્ત છે માટે અનુરૂપ પર્યાય (સમ્યગ્દર્શન) થઈ છે એમ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #440
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૨૪ : પ્રવચન રત્નાકર ભાગ-૧) નથી. (જે દેવ-ગુરુ આદિ પરદ્રવ્યથી લાભ થવાનું માની તેનું સેવન કરે છે તેને સમ્યગ્દર્શન આદિ ધર્મ થતો જ નથી).
પ્રશ્ન:- શ્રેણીક રાજાનો જીવ અત્યારે નરકમાં છે. તે નરક ગતિના ઉદયને લઈને છે કે નહિ?
ઉત્તર- નરકગતિના ઉદયને લઈને તેઓ (શ્રેણીક રાજા) નરકમાં ગયા છે એમ કહેવું તે નિમિત્તપરક વ્યવહારનું કથન છે. વાસ્તવમાં એમ નથી, નિશ્ચયથી તો પોતે પોતાના પરિણામની યોગ્યતાથી જ નરકમાં રહેલા છે, નરકગતિનો ઉદય તો નિમિત્તમાત્ર છે. કર્મનિમિત્ત છે ખરું, પણ એનાથી નરકમાં ગયા છે એમ નથી. નિમિત્ત છે તે અનુકૂળ છે, પણ તે અનુકૂળ (-નિમિત્ત) અનુરૂપને (નૈમિત્તિક પર્યાય ) રચતું નથી.
જુઓ, શાસ્ત્રમાં આવે છે કે જ્ઞાનાવરણીય કર્મ છ પ્રકારે બંધાય છે. તે છ પ્રકાર જે છે તે નવાં કર્મ બંધાય એને અનુકૂળ છે, અને કર્મ બંધાય તે નૈમિત્તિક કાર્ય અનુરૂપ છે. ત્યાં અનુકૂળ (નિમિત્ત) છે તે નૈમિત્તિક-અનુરૂપને રચતું નથી. છ પ્રકારથી જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે એમ નથી. પરંતુ અજ્ઞાની જ્યાં હોય ત્યાં સર્વત્ર પરથી જ કાર્ય થવાનું ને પરથી જ પોતાને લાભ થવાનું માને છે. આ રીતે તે પોતાને સર્વદ્રવ્યમય સ્વદ્રવ્યના ભ્રમથી અર્થાત્ હું પર વડે જ છું એવા ભ્રમથી પરદ્રવ્યોમાં વિશ્રામ કરે છે, અંદરમાં હું પરથી ભિન્ન જ્ઞાનાનંદસ્વરૂપ ભગવાન છું એમ તેનું લક્ષ થતું નથી. ખરેખર તો સ્વદ્રવ્યની અપેક્ષા પરદ્રવ્ય અદ્રવ્ય છે અર્થાત કાંઈ નથી, પણ આણે (અજ્ઞાનીએ) તો પરદ્રવ્યમાં સ્વદ્રવ્યનો ભ્રમ કરી પોતાને અદ્રવ્ય (કાંઈ નહિ, શૂન્ય) કરી નાખ્યું. લ્યો, આવો મોટો અપરાધ ! આ પજુસણ પછી ક્ષમાપના દિન મનાવે છે ને! ખરેખર તો ક્ષમાપના એણે પોતાના નિજ ભગવાન આત્મા પાસે લેવાની છે. તે આમ કે-હે નાથ! મેં અનાદિથી આજ પર્યત પરને પોતાના માન્યા, અને પોતાને પરરૂપ માન્યો; નાથ! ક્ષમા કરો. લ્યો, આમ પદ્રવ્યથી ભિન્ન સ્વદ્રવ્યનો અસ્તિપણે નિશ્ચય કરવો એનું નામ ક્ષમાપના છે. એ જ કહે છે
ચાવી તુ' અને સ્યાદ્વાદી તો, “સમસ્તવસ્તુ9 પદ્રવ્યાત્મના નાસ્તિતાં નીનન' સમસ્ત વસ્તુઓમાં પરદ્રવ્યસ્વરૂપે નાસ્તિત્વ જાણતો થકો, ‘નિર્મનં–શુદ્ધ-વોમહિમા' જેનો શુદ્ધ જ્ઞાનમહિમા નિર્મળ છે એવો વર્તતો થકો, ‘સ્વદ્રવ્યમ્ વ ગાશ્રયેત્' સ્વદ્રવ્યનો જ આશ્રય કરે છે.
જુઓ, સ્યાદ્વાદી-ધર્મી તો એમ માને છે કે-પરદ્રવ્ય હો તો હો, મને એ કાંઈ નથી; અર્થાત્ પરદ્રવ્યથી મારી નાસ્તિ છે. મારું હોવું પરદ્રવ્યને લઈને નથી, અને મારે લઈને પરદ્રવ્ય નથી. આમ સમસ્ત વસ્તુઓમાં પરદ્રવ્યસ્વરૂપે નાસ્તિત્વ જાણતો થકો,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #441
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરિશિષ્ટ : ૪૨૫
હું એક પૂર્ણ શુદ્ધજ્ઞાનઘન ચેતન્યસ્વભાવમય ભગવાન આત્મા જ છું એમ વર્તતો થકો સ્વદ્રવ્યનો જ આશ્રય કરે છે. લ્યો, આનું નામ ધર્મ છે.
ત્યારે કોઈ વળી કહે છે– દિગંબરમાં જન્મ્યા એટલે જૈન તો થઈ ગયા, હવે ચારિત્ર કરવાનું રહ્યું. અરે ભગવાન! આ તું શું કહે છે? જૈન ધર્મના વાડામાં જન્મ્યો એટલે સમકિત છે એમ ક્યાં છે? હવે નિમિત્તથી–પરદ્રવ્યથી લાભ થાય ને દયા, દાન આદિ શુભભાવથી ધર્મ થાય એમ માને ત્યાં સુધી તો નર્યું અજ્ઞાન ભર્યું છે બાપુ ! પરદ્રવ્ય અને પરભાવથી ભેદજ્ઞાન કર્યા વિના સમકિત નહિ, અને વિના સમકિત ચારિત્ર-ધર્મ પણ નહિ. ધર્માત્મા પરદ્રવ્યથી ને શુભરાગથી લાભ-ધર્મ થાય એમ કદી માનતા નથી. એ તો પરદ્રવ્યથી પોતાનું નાસ્તિત્વ માનીને એક સ્વદ્રવ્યનો જ આશ્રય કરે છે. સમજાણું કાંઈ...?
* કળશ ૨૫૩: ભાવાર્થ ઉપરનું પ્રવચન * એકાંતવાદી આત્માને સર્વદ્રવ્યમય માનીને, આત્મામાં જે પરદ્રવ્ય-અપેક્ષાએ નાસ્તિત્વ છે તેનો લોપ કરે છે.....'
વેદાંત આદિ જે બધાને (બધું થઈને) એક માને છે, વા જે પરદ્રવ્યથી સ્વદ્રવ્યને લાભ માને છે તે બધા પરદ્રવ્યને જ આત્મા (સ્વદ્રવ્ય) માને છે. તેવા જીવો, આત્મામાં જે પરદ્રવ્ય અપેક્ષા નાસ્તિત્વ છે તેનો લોપ કરે છે, તેઓ ઊંડ ઊંડ પણ પરદ્રવ્યને સાધન માની પોતાના સને ખોઈ બેસે છે.
અને સ્યાદ્વાદી તો સર્વ પદાર્થોમાં પરદ્રવ્ય-અપેક્ષાએ નાસ્તિત્વ માનીને નિજ દ્રવ્યમાં રમે છે.'
જુઓ, ધર્મી-સ્યાદ્વાદી તો મારી પુંજી-મારી સંપદા-લક્ષ્મી ને મારું સાધન સંપૂર્ણ મારી પાસે છે અને તે હું જ છું, પર સાધનની-પરની મને કાંઈ જ જરૂર-અપેક્ષા નથી, પરથી તો હું નાસ્તિસ્વરૂપ જ છું એમ માનતો થકો સ્વદ્રવ્યમાં જ રમે છે.
પ્રશ્ન:- જો એમ છે તો, જો દેવ-ગુરુ આદિ આત્માને તારી દેતા નથી તો નાહક તેમને શા માટે માનો છો? (એમ કે એમની ભક્તિ-પૂજા-સ્તુતિ-વિનય શા સારુ કરો છો ? )
ઉત્તર- ભાઈ ! એ તારી દેશે એમ તો કોણ માને? અજ્ઞાની માને. જ્ઞાનીને તો પરમ વીતરાગતા-પરમ શુદ્ધતા જ ઈષ્ટ છે. પણ શું થાય ? જ્યાં સુધી પૂર્ણ વીતરાગતા થઈ નથી, કાંઈક અસ્થિરતા છે, ત્યાંસુધી ધર્મીને દેવ-ગુરુ-શાસ્ત્ર પ્રતિ વિનય-ભક્તિ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #442
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check hîřp://www.AtmaDharma.com for updates
૪૨૬ : પ્રવચન રત્નાકર ભાગ-૧૦
આદિનો શુભભાવ આવે છે, આવ્યા વિના રહેતો નથી. ધર્માત્માને એવો જ ધર્માનુરાગ હોય છે, તથાપિ તે વડે ધર્મ-લાભ થવો તે માનતા નથી.
આ પ્રમાણે પરદ્રવ્ય-અપેક્ષાથી નાસ્તિત્વનો (–અસતપણાનો ) ભંગ કહ્યો.
*
*
*
હવે સાતમા ભંગના કળશરૂપે કાવ્ય કહેવામાં આવે છે:
* કળશ ૨૫૪: શ્લોકાર્થ ઉ૫૨નું પ્રવચન *
‘ પશુ: ’પશુ અર્થાત્ સર્વથા એકાંતવાદી અજ્ઞાની, ‘મિન્ન-ક્ષેત્ર-નિષળ-વોધ્યનિયત-વ્યાપાર-નિર્દે:' ભિન્ન ક્ષેત્રમાં રહેલા શૈયપદાર્થોમાં જે શેયજ્ઞાયકસંબંધરૂપ નિશ્ચિત વ્યાપાર તેમાં પ્રવર્તતો થકો, ‘પુમાંસમ્ અમિત: વૃત્તિ: પતન્તમ્ પશ્યન્' આત્માને સમસ્તપણે બહા૨ (૫૨ક્ષેત્રમાં ) પડતો દેખીને (–સ્વક્ષેત્રથી આત્માનું અસ્તિત્વ નહિ માનીને) ‘સવા સીતિ વ' સદા નાશ પામે છે;...
ܕ
જુઓ, જેમ તિર્યંચને ચુરમુ અને ખડ બે જુદી ચીજ છે એમ ભાન-વિવેક નથી, તેમ અજ્ઞાનીઓને–એકાંતીઓને મકાન, પૈસા, શ૨ી૨ આદિ ૫૨દ્રવ્યોનું ક્ષેત્ર ભિન્ન અને અસંખ્યપ્રદેશી પોતાનું સ્વક્ષેત્ર ભિન્ન છે એનો વિવેક નથી. તેઓ, અહીં કહે છે, પશુ છે, પશુ જેવા છે. મિથ્યાત્વના ખીલે બંધાય છે ને! તેથી તેઓ પશુ છે. આવી વાત ભાઈ !
પોતાનો જે એક જ્ઞાયકભાવ છે તે સ્વક્ષેત્રરૂપ છે, અને ૫૨શેયો બધા પરક્ષેત્રરૂપ છે. બન્ને ભિન્ન ભિન્ન છે. બન્ને વચ્ચે જ્ઞેય-જ્ઞાયકપણાનો વ્યવહાર સંબંધ હો, પણ કાંઈ જ્ઞાયક શેયરૂપ થઈ જતો નથી, ને શેયો જ્ઞાયકરૂપ થઈ જતા નથી. આ વસ્તુસ્થિતિ છે. તોપણ અજ્ઞાની પ્રાણી, પરક્ષેત્ર-આકારે જ્ઞાનની પર્યાય થતાં, આ મારી જ્ઞાન પર્યાય છે એમ ન માનતા, હું પરક્ષેત્રમાં ચાલ્યો ગયો, જ્ઞાન પરક્ષેત્રમય થઈ ગયું-એમ માને છે. અહા ! પોતે સદા પ્રજ્ઞાબ્રહ્મસ્વરૂપ પ્રભુ છે. સ્વપરને જાણવાપણે થવું એ એનો સ્વભાવ છે, તેથી સામે શરીર, બાગ, બંગલા ઈત્યાદિ અનેક પરક્ષેત્રસ્થિત પદાર્થો એના જ્ઞાનમાં જણાય છે. એ જેમાં જણાય છે એ સ્વક્ષેત્રમાં રહેલી જ્ઞાનની અવસ્થાનો આકાર છે, એ કાંઈ પરક્ષેત્રનો આકાર નથી. છતાં અજ્ઞાની પરક્ષેત્રનું જ્ઞાન થતાં હું બહાર પરક્ષેત્રમાં વહ્યો ગયો એમ માનતો થકો પોતાનો નાશ કરે છે. સમજાણું કાંઈ........ ?
ગિરનાર, સમ્મેદશિખર, શેત્રુંજો આદિ તીર્થક્ષેત્રે જાય ત્યાં જ્ઞાનની પર્યાયમાં એ જણાય છે. એ જણાતાં અજ્ઞાની માને છે કે મારી પર્યાય તે ક્ષેત્રમય થઈ ગઈ, અર્થાત્ તે તે ક્ષેત્રથી મારી પર્યાય પવિત્ર થઈ ગઈ. મને આ ક્ષેત્ર વડે ધર્મલાભ થયો. હવે ૫રક્ષેત્રથી પવિત્રતા ને લાભ થવા માને તે પોતાને પરક્ષેત્રરૂપ કરે છે. તે કહે છે- ઘેર બેઠાં બેઠાં કાંઈ ભગવાન મળે? એ તો સિદ્ધક્ષેત્રે જઈએ તો મળે. વે આવા ને આવા મૂઢ ભેગા થયા છે બધા; પરક્ષેત્રથી પોતામાં લાભ-ધર્મ થાય અને ભગવાન મળે એમ
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
Page #443
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરિશિષ્ટ : ૪૨૭ માનનારા બધા મૂઢ છે ભાઈ ! શું અંતરંગમાં સ્વક્ષેત્રમાં પવિત્રતા પ્રગટે છે એ પરક્ષેત્રથી પ્રગટે છે? એમ છે નહિ. ઘરમાં રહે, ચાહે તીર્થક્ષેત્રે જાય, પરક્ષેત્રથી લાભ-ધર્મ થવો માનનારને, પરક્ષેત્ર મને ઠીક છે એમ માનનારને, કોઈ લાભ થતો નથી. તે મિથ્યાત્વથી જ બંધાય છે.
પ્રશ્ન- તો ધર્માત્મા પણ તીર્થક્ષેત્રની વંદનાએ જાય છે?
ઉત્તર- એ તો એવો એને શુભભાવ આવે છે. તે અસ્થિરતાજન્ય ધર્માનુરાગ છે, પણ એનાથી પોતાને ધર્મ થાય છે, પવિત્રતાની વૃદ્ધિ થાય છે એમ તે માનતા નથી. સમજાણું કાંઈ.....?
આત્માનું પોતાનું સ્વક્ષેત્ર અંદરમાં છે. અહા ! જેટલામાં પોતાનું જ્ઞાન અને આનંદસ્વરૂપ રહેલું છે તે એનું સ્વક્ષેત્ર છે અને ત્યાં જ એનું હોવાપણું છે. એના
માં જ એના ગણો-ધર્મો રહેલા છે. પરક્ષેત્રમાં એના કોઈ ગણો કે પર્યાયો નથી. આ શરીર, મન, વાણી, ઇન્દ્રિય, બાગ-બંગલા, સમોસરણ કે તીર્થક્ષેત્ર ઇત્યાદિ પરક્ષેત્રમાં એના કોઈ ગુણ-પર્યાયો નથી. અહા! આવું બધું જ પોતાનું અસ્તિપણું સ્વક્ષેત્રમાં હોવા છતાં, ભિન્નક્ષેત્રે રહેલા પદાર્થો-શયો જ્ઞાનમાં જણાતાં હું પરક્ષેત્રથી છું, મને પરક્ષેત્રથી આનંદ છે એમ મૂઢ જીવ માને છે. તેને કહીએ
અરે ભાઈ ! લૌકિકમાં પણ કહે છે કે- બીજાને ઘેર ચેન ન પડે, ત્યાં સરખી ઊંઘ ન આવે; એ તો ઘરે આવે ત્યારે જ ચેન પડ ને નિરાંતે ઊંઘ આવે. તો પછી ભાઈ ! આ તું પરક્ષેત્રમાં-શરીરાદિમાં ક્યાં ગરી ગયો? ત્યાં તને સુખ નહિ થાય, આનંદ નહિ મળે. આનંદનો ભંડાર અંદર તારું સ્વક્ષેત્ર છે, ત્યાં જા, તું સુખી થઈશ. આ સિવાય પરક્ષેત્રમાં તો ભટકી-ભટકીને મહાદુઃખી થઈશ, નાશ પામીશ. અરે! સ્વક્ષેત્રને છોડી પરક્ષેત્રમાં વ્યાપેલો છું એમ માની અજ્ઞાની પોતાનો નાશ કરે છે !
“ચાદ્દવેવી પુન:” અને સ્યાદ્વાદનો જાણનાર તો, “સ્વક્ષેત્ર–સ્તિતનિરુદ્ધ-રમ:' સ્વક્ષેત્રથી અસ્તિપણાને લીધે જેનો વેગ રોકાયેલો છે એવો થયો થકો (અર્થાત્ સ્વક્ષેત્રમાં વર્તતો થકો ), ‘મા–નિવૃતિ–વોટ્ય-નિયત-વ્યાપાર–શ9િ: ભવન' આત્મામાં જ આકારરૂપ થયેલાં શયોમાં નિશ્ચિત વ્યાપારની શક્તિવાળો થઈને, “તિષતિ' ટકે છે -જીવે છે (નષ્ટ થતો નથી ).
શું કીધું? સાચો ધર્મ પામ્યો છે તે સ્યાદ્વાદી તો એમ જાણે છે કે-પરક્ષેત્રનું જાણપણું મારી પર્યાયમાં થતું હોવા છતાં હું પરમાં જતો નથી, હું તો મારામાં જ રહેલો છું
જ્યાં મારો સચ્ચિદાનંદ પ્રભુ બિરાજે છે ત્યાં હું મારામાં જ છું. આવું માનતો ધર્મી, જેનો વેગ પરક્ષત્રમાં જતો અટકી ગયો છે તેથી સ્વક્ષત્રમાં જ રહેતો થકો આનંદના પાકને પ્રગટ અનુભવે છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #444
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૪૨૮ : પ્રવચન રત્નાકર ભાગ-૧)
ધર્મી આત્મામાં જ આકારરૂપ થયેલાં શયોમાં નિશ્ચિત વ્યાપારની શક્તિવાળો થઈને ટકે છે–જીવે છે. એટલે શું? કે પોતાના સ્વક્ષેત્રમાં જ ઉત્પન્ન થયેલી જ્ઞાન પર્યાયમાં પરક્ષેત્રનું જ્ઞાન થવા છતાં, હું જ મારા જ્ઞાનમાં છું, મારા જ્ઞાનમાં પરક્ષેત્રનો પ્રવેશ નથીએમ પોતામાં-પરક્ષેત્રને જાણવારૂપ વિશેષતા થઈ તેના વ્યાપારની શક્તિવાળો થઈને પોતે જીવે છે, નષ્ટ થતો નથી. બહુ ઝીણું ભાઈ ! પરક્ષેત્રને જાણવા છતાં, પર્યાય પરની નથી, મારા સ્વક્ષેત્રમાં ઉત્પન્ન થયેલી મારી પર્યાય છે, તે નિજ શક્તિના વ્યાપારરૂપ છે. લ્યો, આમ નિજશક્તિના વ્યાપારમાં (નિજશક્તિરૂપ પરિણમનમાં) રહીને ધર્મી પોતાના જીવનને ટકાવી રાખે છે.
આ બોલો તો ભાઈ! એકલા સૂક્ષ્મ ન્યાયથી ભરેલા છે. આમાં કોઈ દાખલો નથી. પશુ કહીને તો અજ્ઞાનનું ભારે માઠું ફળ બતાવ્યું છે, બાકી દાખલો નથી. અજ્ઞાની જીવો મિથ્યાત્વના આવરણથી બંધાય છે તે પશુ જેવા છે. એમ કે એમના પરિણામ પશુના જેવા છે. લ્યો, આવી વાત!
* કળશ ૨૫૪: ભાવાર્થ ઉપરનું પ્રવચન * એકાંતવાદી ભિન્ન ક્ષેત્રમાં રહેલા જ્ઞયપદાર્થોને જાણવાના કાર્યમાં પ્રવર્તતાં આત્માને બહાર પડતો જ માનીને, (સ્વક્ષત્રથી અસ્તિત્વ નહિ માનીને, ) પોતાને નષ્ટ કરે છે.........
અહાહા....શું કીધું? કે એકાંતવાદી ભિન્નક્ષેત્રમાં-પરક્ષેત્રમાં રહેલા શરીરાદિ શેયપદાર્થોને જાણતાં મારી પર્યાય શરીરાદિના પરક્ષેત્રરૂપ થઈ ગઈ એમ માને છે. પરશયોને જાણવારૂપ આકારે પોતાની જ પર્યાય થઈ છે એમ ન માનતાં, જાણવાપણે પ્રવર્તતા જ્ઞાનને-આત્માને બહાર પડતો માનીને અજ્ઞાની પોતાના અસ્તિપણાનો લોપ કરે છે, નાશ કરે છે. અહા ! પોતામાં જે પરજ્ઞયનું જ્ઞાન થાય તે પરને લઈને છે એમ માનનાર અજ્ઞાની પોતાને પરક્ષેત્રરૂપ જ કરે છે; તે સ્વક્ષેત્રનો નાશ કલ્પીને પોતાનો નાશ કરે છે.
કેટલાક કહે છે ને કે-તીર્થક્ષેત્રમાં જઈએ તો શાન્તિ મળે, અહીં ધંધાના સ્થાનમાં તો અશાન્તિ જ અશાન્તિ રહે છે. તેને કહીએ-ભાઈ ! તીર્થક્ષેત્રે જાય તોય ધૂળેય શાન્તિ ન મળે. તીર્થક્ષેત્રેય ભાઈ ! તું અનંતવાર ગયો, ભગવાનના સમોસરણમાં પણ અનંતવાર ગયો, પણ પરક્ષેત્રથી એકત્વ ના ગયું તેથી બધું જ ફોગટ ગયું. અજ્ઞાની પરક્ષેત્રથી લાભ થવાનું માનીને, તેને જાણતાં પરક્ષેત્રમય થઈ જાય છે અને એ રીતે પોતાને જ નષ્ટ કરે છે. સમજાય છે કાંઈ....?
ભાઈ આ તો એકલા મિથ્યાત્વ, અને તેના અભાવરૂપ સમ્યકત્વની વાત છે. હવે કહે છે- “અને સ્યાદ્વાદી તો, પરક્ષેત્રમાં રહેલાં શયોને જાણતાં પોતાના ક્ષેત્રમાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #445
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરિશિષ્ટ : ૪૨૯ રહેલો આત્મા સ્વક્ષેત્રથી અસ્તિત્વ ધારે છે-એમ માનતો થકો ટકી રહે છે-નાશ પામતો નથી.'
શું કીધું? કે પરક્ષેત્રનું જ્ઞાન ક્ષેત્રમાં થવા છતાં આત્મા પોતાના જ ક્ષેત્રમાં રહેતો, પરક્ષેત્રરૂપે પોતે થયો જ નથી એમ જાણતો સ્યાદ્વાદી–ધર્મી ટકી રહે છે, નાશ પામતો નથી. પરક્ષેત્રને જાણવા છતાં પોતે તો સદાય ક્ષેત્રના અસ્તિત્વમય જ છે એમ સ્વક્ષેત્રસ્થિત નિજસ્વરૂપને જાણતો-અનુભવતો ધર્મી જિવિત રહે છે.
આ પ્રમાણે સ્વક્ષેત્રથી અસ્તિત્વનો ભંગ કહ્યો.
હવે આઠમા ભંગના કળશરૂપે કાવ્ય કહેવામાં આવે છે:
* કળશ ૨૫૫ : શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * “પશુ' પશુ અર્થાત્ સર્વથા એકાંતવાદી અજ્ઞાની, “સ્વક્ષેત્રસ્થિત Jથવિધ– પરક્ષેત્ર-થિત–31ર્થ-૩ના ' સ્વક્ષેત્રમાં રહેવા માટે જુદા જુદા પરક્ષેત્રમાં રહેલા શેય પદાર્થોને છોડવાથી, ‘મર્થે સ૬ વિ–મવારનું વમન ' જ્ઞય પદાર્થોની સાથે ચૈતન્યના આકારોને પણ વમી નાખતો થકો (અર્થાત્ જ્ઞય પદાર્થોના નિમિત્તે ચૈતન્યમાં જે આકારો થાય છે તેમને પણ છોડી દેતો થકો ) “તુચ્છ મ્ય' તુચ્છ થઈને ‘પ્રશ્યતિ' નાશ પામે
છે..........
શું કહે છે? આ આત્મા પોતાના અસંખ્યપ્રદેશી ક્ષેત્રમાં પોતાથી જ રહેલો છે. પોતાની પર્યાયમાં એને જે પરક્ષેત્રનું જ્ઞાન થાય છે એ તો એનો પોતાનો સ્વભાવ છે. પરક્ષેત્રને જાણવાપણે જ્ઞાનાકાર થયો તે સ્વક્ષેત્રસ્થિત પોતાની જ જ્ઞાનની દશા છે; એમાં કાંઈ પરક્ષેત્ર પેસી ગયું છે કે પોતે પરક્ષેત્રમાં ગયો છે એમ નથી. આમ વસ્તુસ્થિતિ હોવા છતાં, સ્વક્ષેત્રમાં રહેવાના આશયથી, પરક્ષેત્રમાં રહેલા જ્ઞયપદાર્થોનું જે પોતાનું જ્ઞાન તેને છોડી દઉં તો સ્વક્ષેત્રમાં રહી શકું એમ માનીને અજ્ઞાની–એકાંતવાદી જ્ઞય પદાર્થોની સાથે ચૈતન્યના આકારોને-નિજ જ્ઞાનાકારોને પણ ગમી નાખે છે, છોડી દે છે. આ પ્રમાણે જ્ઞાનાકારોથી તુચ્છ થયો થકો તે પોતાનો નાશ કરે છે.
અહા ! એકાંતી પોતાના આત્માને દૃષ્ટિમાં લેતો નથી. તેને સંતો કહે છે- અરે. ભગવાન! તું તો તારા, અસંખ્યપ્રદેશી ક્ષેત્રમાં જ રહ્યો છું ને! આ પારક્ષેત્રસંબંધી જ્ઞાન તો તારા જ્ઞાનસ્વભાવના કારણે થાય છે, પરક્ષેત્રના કારણે કાંઈ એ થાય છે એમ નથી, તારા ક્ષેત્રમાં કાંઈ પરક્ષત્ર-પરજ્ઞયો પેસી ગયા છે એમ નથી; વા તારું જ્ઞાન પરક્ષત્રમય થઈ ગયું છે એમ નથી. પરક્ષેત્રને જાણનારું જ્ઞાન તે પોતાના સ્વપ્રદેશમાં થયેલી પોતાની જ જ્ઞાનની દશા છે. લ્યો, આવી વાત! તોપણ એકાન્તી પોતાની જ્ઞાનની
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #446
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૩) : પ્રવચન રત્નાકર ભાગ-૧) દશામાં પરક્ષેત્ર ઘૂસી ગયું છે એમ માનીને પરક્ષેત્રના નિમિત્તે થયેલી પોતાની જ્ઞાનાકાર પર્યાયને છોડી દે છે અને એ રીતે તુચ્છ થયો થકો પોતાનો નાશ કરે છે. સમજાણું કાંઈ....?
અહા! આવો મનુષ્યનો ભવ (આવો અવસર) ક્યારે મળે ભાઈ ? ને એમાં તત્ત્વજ્ઞાનની વાર્તા સાંભળવાનું ક્યારે મળે? અરે ભાઈ ! અનંતકાળ તારો મિથ્યાત્વને લઈને નર્ક-નિગોદાદિમાં જ ગયો છે. મિથ્યાત્વના ગર્ભમાં અનંતા નર્ક-નિગોદના ભવ પડેલા છે. પહેલી નરકમાં ઓછામાં ઓછી સ્થિતિ દસ હજાર વર્ષ છે, ને સાતમી નરકમાં ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીસ સાગરોપમ છે. અરે! મિથ્યાત્વને લઈને દસ હજાર વર્ષની સ્થિતિએ નરકમાં અનંતવાર ઊપજ્યો છે. તેવી રીતે દસ હજાર વર્ષને એક સમય, દસહજાર વર્ષને બે સમય એમ ક્રમશ: તેત્રીસ સાગરોપમ પર્યત વધતી સ્થિતિએ- પ્રત્યેક સ્થિતિએ અનંતવાર ઊપજ્યો-મર્યો છે. અને નિગોદમાં તો ત્યાં ને ત્યાં અનંતકાળ પર્યત અનંતાં જન્મ-મરણ થયા કરે. અહા ! તારા દુઃખની કથની શું કરીએ? તેથી કહીએ છીએ કે આ મનુષ્યભવનો એક સમય પણ મહા મૂલ્યવાન છે. તેની આગળ કૌસ્તુભમણિ પણ કાંઈ નથી. માટે આ અવસરમાં તત્ત્વદષ્ટિ કરી લે ભાઈ !
અહીં હવે કહે છે - “ચારી તુ' અને સ્યાદ્વાદી તો “સ્વધામનિ વન' સ્વક્ષેત્રમાં રહેતો, “પરક્ષેત્ર નાસ્તિતાં વિદ્ર' પરક્ષેત્રમાં પોતાનું નાસ્તિત્વ જાણતો થકો, ‘ત્યજી–અર્થ: ગ9િ' (પરક્ષેત્રમાં રહેલા) શય પદાર્થોને છોડતાં છતાં “પાન લાવાર વર્ષી' તે પરપદાર્થોમાંથી ચૈતન્યના આકારોને ખેંચતો હોવાથી (અર્થાત્ જ્ઞય પદાર્થોના નિમિત્તે થતા ચૈતન્યના આકારોને છોડતો નહિ હોવાથી) “તુચ્છતા—અનુમતિ ન' તુચ્છતા પામતો નથી.
સામે અગ્નિ હોય તો અહીં અગ્નિનું જ્ઞાન થાય છે, પરંતુ તે અગ્નિના કારણે થાય છે એમ નથી; જ્ઞાનની દશામાં તે કાળે સ્વ-પરનું ને સ્વનું અગ્નિનું જ્ઞાન પોતાના સામર્થ્યથી થાય છે. અગ્નિ તો તે કાળે નિમિત્ત-બીજી ચીજ છે બસ. પરંતુ અજ્ઞાની જાણે પોતાના જ્ઞાનમાં અગ્નિ ઘૂસી ગઈ છે એમ માની પોતાનું તત્સંબંધી જે જ્ઞાનની દશા તેને છોડી દે છે, જ્યારે સ્યાદ્વાદી-જ્ઞાની તો નિજ અસંખ્યપ્રદેશી સ્વક્ષેત્રમાં રહેતો, પરક્ષેત્રથી પોતાનું નાસ્તિત્વ જાણતો પારક્ષેત્રથી લક્ષ છોડતાં છતાં પરક્ષેત્રસંબંધી જે પોતાની જ્ઞાનની દશા તેને પોતાની જાણે છે. અહા ! પરક્ષેત્ર-પરયસંબંધી જે પોતાનો જ્ઞાનાકાર એ તો પોતાના જ સ્વભાવરૂપ છે એમ જાણતો ધર્મી તુચ્છતા પામતો નથી, નાશ પામતો નથી. અર્થાત્ ધર્મી બહાર ગમે તે ક્ષેત્રમાં હોય તોપણ તે પોતાના સ્વક્ષત્રમાં-આનંદમાં જ રહે છે.
સમેદશિખર હો કે ગિરનાર હો કે શેત્રુંજય હો, ધર્મી જાણે છે કે એ પરક્ષેત્રથી નાસ્તિરૂપ છું, ભિન્ન છું. મેદશિખરનાં દર્શન થયાં એ જ્ઞાનની દશા પોતાની પોતામાં
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #447
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરિશિષ્ટ : ૪૩૧
પોતાથી થઈ છે, પરક્ષેત્રને કારણે એ ઉત્પન્ન થઈ નથી. આ પ્રમાણે યથાર્થ જાણતો ધર્મી પર પદાર્થોને છોડતાં છતાં તેના નિમિત્તે પ્રગટ પોતાના ચૈતન્ય-આકારોને-જ્ઞાનાકારોને છોડતો નથી. પરપદાર્થોમાંથી ચૈતન્યના આકારોને ખેંચતો હોવાથી' –એમ કહ્યું ને? મતલબ કે પરપદાર્થોના નિમિત્તે અહીં આત્મામાં જે ચૈતન્યના આકારો પ્રગટ થયા તેને છોડતો નહિ હોવાથી. તેને પોતામાં જ પોતારૂ૫ રાખતો હોવાથી, તુચ્છતા પામતો નથી. નાશ પામતો નથી અર્થાત્ સ્વસ્થિત નિરાકુળ આનંદને અનુભવતો એવો જિવિત રહે છે. સમજાણું કાંઈ.....?
* કળશ ૨૫૫ : ભાવાર્થ ઉપરનું પ્રવચન * “પરક્ષેત્રમાં રહેલા શય પદાર્થોના આકારે ચૈતન્યના આકારો થાય છે તેમને જો હું પોતાના કરીશ તો સ્વક્ષેત્રમાં રહેવાને બદલે પરક્ષેત્રમાં પણ વ્યાપી જઈશ એમ મા અજ્ઞાની એકાંતવાદી પરક્ષેત્રમાં રહેલા શય પદાર્થોની સાથે સાથે ચૈતન્યના આકારોને પણ છોડી દે છે; એ રીતે પોતે ચૈતન્યના આકારો રહિત તુચ્છ થાય છે, નાશ પામે છે.”
જોયું? શું કીધું? કે પરક્ષેત્રના નિમિત્તે અહીં (આત્મામાં) જે જ્ઞાન થાય તેને હું પોતાનું માનું તો પરદ્રવ્યમાં વ્યાપી જાઉં. હું પરદ્રવ્યમય થઈ જાઉં એમ એકાંત કલ્પના વડ અજ્ઞાની પરક્ષેત્રને છોડતાં સાથે પોતાના ચૈતન્ય-આકારોને-જ્ઞાનની દશાને પણ છોડી દે છે. આ રીતે તે પોતે ચૈતન્યના આકારો રહિત તુચ્છ થયો થકો નાશ પામે છે.
જ્યારે, સ્યાદ્વાદી તો સ્વક્ષેત્રમાં રહેતો, પરક્ષેત્રમાં પોતાની નાસ્તિતા જાણતો થકો, શેય પદાર્થોને છોડતાં છતાં ચૈતન્યના આકારોને છોડતો નથી, માટે તે તુચ્છ થતો નથી, નાશ પામતો નથી.'
અહાહા...! સ્ટાદ્વાદી-જ્ઞાની તો પરક્ષેત્ર જે શરીર, બાગ-બંગલા આદિ તેમાં હું નાસ્તિ છું એમ પરક્ષેત્રથી પોતાને ભિન્ન જાણતો-અનુભવતો પરક્ષેત્રને છોડી દે છે, અર્થાત્ પરક્ષેત્રમાં હું નથી એમ જાણે છે, પણ પરક્ષેત્રસંબંધી જે પોતાનું જ્ઞાન છે એમાં હું છું, અને એ મારું છે એમ જાણતો તેને છોડતો નથી. ધર્મી પોતે જ્યાં ઊભો છે ત્યાં તે ક્ષેત્રનેપરક્ષેત્રને છોડવા છતાં તે-સંબંધી જે પોતાની જ્ઞાનની દશા પ્રગટ થાય તેને છોડતો નથી, પોતાની જાણી રાખે છે. તેથી તે તુચ્છ થતો નથી, નાશ પામતો નથી, જિવિત રહે છે.
આ પ્રમાણે પરક્ષેત્રની અપેક્ષાથી નાસ્તિનો ભંગ કહ્યો.
હવે નવમા ભંગના કળશરૂપે કાવ્ય કહેવામાં આવે છે:
* કળશ ૨૫૬: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * ‘પશુ: ' પશુ અર્થાત્ એકાંતવાદી અજ્ઞાની, ‘પૂર્વ–સન્વિત–વૉચ્યું–નાશ-સમયે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #448
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૩ર : પ્રવચન રત્નાકર ભાગ-૧) જ્ઞાનચ નાશ વિ' પૂર્વાલંબિત ય પદાર્થોના નાશ સમયે જ્ઞાનનો પણ નાશ જાણતો થકો, ‘ન નિ પ વનસ્' એ રીતે જ્ઞાનને કાંઈ પણ વસ્તુ) નહિ જાણતો થકો (અર્થાત્ જ્ઞાનવસ્તુનું અસ્તિત્વ જ નહિ માનતો થકો ), 'અત્યન્ત તુચ્છ:' અત્યંત તુચ્છ થયો થકો ‘સીવતિ થવ' નાશ પામે છે.....
જુઓ, અજ્ઞાની, પૂર્વાલંબિત એટલે કે પૂર્વકાળમાં લક્ષમાં લીધેલા શયપદાર્થોના નાશના કાળે જ્ઞાનનો પણ નાશ થયો એમ જાણે છે. ખરેખર તો સમયે સમયે પરયરૂપ પદાર્થોનું જે જ્ઞાન થાય છે તે જ્ઞાન પોતાનું પોતામાં પોતાથી થાય છે, પરંતુ એકાંતીઅજ્ઞાની પરકાળથી (પરશયથી) પોતામાં સ્વકાળ થયો માનતો થકો પોતાની જ્ઞાનની પર્યાયનો નાશ કરે છે.
પોતામાં પરકાળને જાણવાની શક્તિ પોતાની પોતાથી છે. પરકાળ-પરય બદલતાં અહીં જ્ઞાનની દશા બદલાણી તે સ્વતઃ બદલાણી છે, પરકાળને-પરયને લીધે બદલાણી છે એમ નથી. જેમકેઃ જ્ઞાનની પૂર્વદશામાં ભગવાનને (બિંબને) જોયા; પછીના સમયે ભગવાનની સન્મુખતા ન હોતાં તે સંબંધી જ્ઞાનની દશા ન રહી, બદલાણી. ત્યાં પૂર્વકાલીન જ્ઞાનની દશા પોતાની પોતાથી હતી, કાંઈ ભગવાનને લઈને નહોતી; ને વર્તમાન બદલાણી તે પણ પોતાની પોતાથી બદલાણી છે, તે તેનો સ્વકાળ છે, પરયના કારણે બદલાણી છે એમ નથી. પરંતુ અજ્ઞાની આ માનતો નથી. એ તો આલંબિતશયનો અભાવ-નાશ થતાં પોતાના જ્ઞાનનો નાશ થયો એમ માનતો થકો પોતાના અસ્તિત્વનો અભાવ-નાશ કરે છે. સમજાણું કાંઈ....?
અરિસામાં અગ્નિ દેખાય છે તે અરિસાની અવસ્થા છે. સામેથી અગ્નિ જતી રહેતાં અરિસામાં પણ અગ્નિસંબંધી અરિસાની પર્યાયનો અભાવ થાય છે, અરિસાની બીજી અવસ્થા પ્રગટ થાય છે. પરંતુ અગ્નિ જતાં અરિસાની અવસ્થા જ નાશ પામી ગઈ એમ અજ્ઞાની માને છે; એ રીતે તે અરિસાનો જ નાશ કરે (માને) છે. તેમ પોતાના જ્ઞાનમાં પરપદાર્થ-પરશેય જાણવામાં આવે છે તે પોતાના આત્માની અવસ્થા છે, તે પરપદાર્થને લઈને નથી; વળી તે બદલે છે તે પણ પોતાની જ્ઞાનની દશાનો સ્વકાળ છે, પરપદાર્થ બદલી ગયો માટે અહીં જ્ઞાનની દશા બદલી છે એમ નથી. પરંતુ અજ્ઞાની, પોતાની જ્ઞાનની દશા પરાલંબિત માનતો થકો પરનો નાશ થતાં નિરન્વય નાશ પામી એમ માને છે. આમ પોતાની જ્ઞાનવસ્તુને કાંઈપણ નહિ માનતો થકો, અત્યંત તુચ્છ થયો થકો, અજ્ઞાની નાશ પામે છે; પોતાના આત્માનો જ (અભિપ્રાયમાં) નાશ કરે છે.
અહાહા....! પોતે ત્રિકાળ એક જ્ઞાયકસ્વરૂપ છે. પરયનો જાણવારૂપ તેની પૂર્વકાળમાં જે જ્ઞાનની દશા હતી તે પોતાની પોતાથી જ હુતી, પરજ્ઞયને લઈને નહિ; તથા વર્તમાન તે બદલીને અન્યજ્ઞયને જાણવારૂપ થઈ તે પણ પોતાની પોતાથી જ છે,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #449
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરિશિષ્ટ : ૪૩૩ અન્યજ્ઞયને લઈને નથી. અહા! સ્વપરને જાણવાપણે પ્રતિસમય પરિણમે એ જ્ઞાનનું આત્માનું સ્વરૂપ જ છે; પણ અજ્ઞાની- એકાંતી તેમ નહિ માનતાં, પૂર્વે જાણવામાં આવેલા શયો નાશ પામતાં મારું જ્ઞાન નાશ પામી ગયું એમ માને છે; કેમકે એની દષ્ટિ પર ઉપર જ છે, પરાવલંબી છે. સમજાણું કાંઈ....?
અહો ! આ તો અનંતા તીર્થકરોના પેટની રહસ્યની વાત આચાર્ય ભગવાને વહેતી મૂકી છે. એના પ્રવાહનું અમૃત પીનારા પીને પરમાનંદને પામે છે, ને બાકીના તુચ્છ અભાવરૂપ થઈને રખડી મરે છે.
હવે કહે છે-- “ચાકૂવવેકી પુન:' અને સ્યાદ્વાદનો જાણનાર તો “સર્ચ નિ– નિત: રસ્તત્વ નયન' આત્માનું નિજકાળથી અસ્તિત્વ જાણતો થકો, ‘વાદ્યવસ્તુપુ મુઠ્ઠ: મૂત્વા વિનશ્યન્તુ ’ બાહ્ય વસ્તુઓ વારંવાર થઈને નાશ પામતાં છતાં પણ, પૂર્ણ: તિતિ' પોતે પૂર્ણ રહે છે.
અહાહા...! સ્યાદ્વાદનો જાણનાર અર્થાત્ વસ્તુને અપેક્ષાથી યથાર્થ જાણનાર તો, હું સ્વકાળથી અસ્તિ છું, પરકાળને લઈને મારું જ્ઞાન છે એમ નથી, અહાહા....! એમ જાણતો થકો, વારંવાર પરવસ્તુઓ નાશ પામવા છતાં, ઊભો જ રહે છે, નાશ પામતો નથી. કળશટીકામાં કળશ ૨પર માં ત્રિકાળી વસ્તુને સ્વકાળ કહી છે, ને તેની વર્તમાનવર્તમાન વર્તતી અવસ્થાના ભેદને, દ્રવ્યસ્વભાવની અપેક્ષા પરકાળ કહ્યો છે. અહાહા...! જ્ઞાની કહે છે-મારી વર્તમાન દશામાં સ્વતઃ પલટના થવા છતાં હું સ્વકાળથી અતિરૂપ છું, દ્રવ્યભાવથી ત્રિકાળ અસ્તિરૂપ છું, એક જ્ઞાયકભાવમય છું. આવી વાત!
ધર્મી જાણે છે કે સામે ભગવાન છે તે કાળે ભગવાનને જાણવાપણે જ્ઞાનની દશા થઈ તે પોતાની પોતાથી થઈ છે, ભગવાનને લઈને થઈ નથી. અહાહા...! પરકાળરૂપ પૂર્વાલંબિત યપદાર્થો જે ખ્યાલમાં આવે છે તે પલટવા કાળે પણ હું તો આ એક જ્ઞાયક જ છું. આમ આત્માનું નિજકાળથી અસ્તિત્વ જાણતો, બાહ્ય વસ્તુઓ-શયો ભલે સમયે સમયે પલટાય છતાં, પોતે પૂર્ણ રહે છે અર્થાત્ હું તો જ્ઞાનાનંદ-પૂર્ણાનંદસ્વરૂપ જ છું એમ પોતાને જાણે છે-અનુભવે છે. અહાહા ! પોતાની જ્ઞાનની દશા પોતાના જ આલંબનથી ઉત્પન્ન થઈ છે એમ જાણતો ધર્મી પોતે પૂર્ણ રહે છે અર્થાત્ નાશ પામતો નથી.
ભાઈ ! આ તારા ઘરનાં નિધાન સંતો તને દેખાડે છે. બાકી ૮૪ ના અવતારમાં કોઈ તને સહાય કરે એમ નથી. આ આત્માને એક જ્ઞાયક આત્મા જ શરણ છે. અને અરિહંતા શરણે, સિદ્ધાં શરણ ઈત્યાદિ કહીએ એ તે વ્યવહારથી છે; એ તો શુભભાવમાત્ર છે. સમજાણું કાંઈ...?
* કળશ ૨૫૬ : ભાવાર્થ ઉપરનું પ્રવચન * “પહેલાં જે શેય પદાર્થો જાણ્યા હતા તે ઉત્તર કાળમાં નાશ પામી ગયા; તેમને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #450
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૩૪ : પ્રવચન રત્નાકર ભાગ-૧) દેખી એકાંતવાદી પોતાના જ્ઞાનનો નાશ માની અજ્ઞાની થયો થકો આત્માનો નાશ કરે
જોયું? અજ્ઞાની પરકાળથી–પરથી પોતાનું જ્ઞાન હોવાનું માને છે. તેથી પરશય નાશ પામતાં પોતાનું જ્ઞાન નાશ પામી ગયું એમ માની તે પોતાનો નાશ કરે છે. જ્યારે,
સ્યાદ્વાદી તો, શેય પદાર્થો નષ્ટ થતાં પણ, પોતાનું અસ્તિત્વ પોતાના કાળથી જ માનતો થકો નષ્ટ થતો નથી.'
હું એક ત્રિકાળ જ્ઞાયકસ્વરૂપ છું, અને મારી દશા-પર્યાય એક જ્ઞાયકના આશ્રયે મારામાં થાય છે એમ માનતો ધર્મી આત્માને જેમ છે તેમ (ઊભો) રાખે છે, નાશ પામવા દેતો નથી.
પ્રશ્ન-સ્વકાળ એટલે શું?
ઉત્તર- પરની અપેક્ષા પોતાની વર્તમાન પર્યાયને સ્વકાળ કહેવામાં આવે છે; અને એને જ ત્રિકાળી એક દ્રવ્યની અપેક્ષાએ પરકાળ કહેવામાં આવે છે; ત્રિકાળી એકરૂપ દ્રવ્ય તે સ્વકાળ, અને તેની અપેક્ષા તેની વર્તમાન દશા તે પરકાળ. લ્યો, આવી વાત!
આ પ્રમાણે સ્વકાળ-અપેક્ષાથી અસ્તિત્વનો ભંગ કહ્યો.
હવે દસમા ભંગના કળશરૂપે કાવ્ય કહેવામાં આવે છે:
* કળશ ૨૫૭ : શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * પશુ:' પશુ અર્થાત્ એકાંતવાદી અજ્ઞાની, “અર્થ–બાપ્પન–છાને ઇવ જ્ઞાન સર્વે નયન’ જ્ઞય પદાર્થોના આલંબન કાળે જ જ્ઞાનનું અસ્તિત્વ જાણતો થકો, ‘વદિ:જ્ઞ–મન્વિન–સાતસેન મનસા શ્રાપન' બાહ્ય જ્ઞયોના આલંબનના લાલસાવાળા ચિત્તથી (બહાર) ભમતો થકો ‘નશ્યતિ' નાશ પામે છે............
અહા ! પોતે આત્મા શું ચીજ છે એની ખબર નથી તે, કહે છે, અજ્ઞાની ઢોર જેવો છે. તેની વર્તમાન જ્ઞાનની દશાનું લક્ષ બાહ્ય પદાર્થ ઉપર જ હોય છે. આ પરયરૂપ પદાર્થો છે ત્યાંસુધી જ જાણપણું છે ને ત્યાંસુધી જ હું છું એમ તે માને છે. તેથી બાહ્ય શેયોને ગ્રહણ કરવાની લાલસાવાળા ચિત્તથી અર્થાત્ આને જાણું ને તેને જાણું એવી લાલસા વડે ચિત્તને બહારમાં ને બહારમાં ભમાવતો થકો પોતાની હયાતીનો નાશ કરે છે. અહા! હું મારાથી જાણું છું, ને જ્ઞાનની દશામાં જે બદલવું થાય છે તે મારા જ્ઞાનસ્વભાવને આશ્રિત છે, પરજ્ઞયાશ્રિત નથી એવું (સત્યાર્થ) નહિ માનતો થકો, બાહ્ય જ્ઞયોના આલંબનની લાલસા વડે ચિત્તને બહારમાં ને બહારમાં ભમાવતો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #451
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરિશિષ્ટ : ૪૩૫
થકો અજ્ઞાની એકતી નાશ પામે છે. અહા ! આલંબનના કાળે આલંબનરૂપ જે નિમિત્ત છે તેનાથી જ મારી અવસ્થા છે એમ માનીને અજ્ઞાની પોતાની હયાતીનો નિષેધ કરે છે. લ્યો, આનું નામ હિંસા છે. સ્વહિંસા કરી ને? સ્વહિંસા એ જ વાસ્તવમાં હિંસા છે.
અહા! ભગવાન! તું વસ્તુ પદાર્થ છો કે નહિ ? છો. તો એમાં જ્ઞાનાદિ અનંત ગુણ છે. અહા ! તે અનંત ગુણની વર્તમાન દશા જે થાય છે તે પોતામાં પોતાથી થાય છે. તે તે દશા તે વસ્તુનો સ્વકાળ છે. વર્તમાન જ્ઞાનની દશા તે એનો સ્વકાળ છે. છતાં વર્તમાન જ્ઞાનની દશા દેવ-ગુરુ કે શાસ્ત્રને લઈને થઈ એમ તું માને તે મૂઢપણું છે. ગુરુની વાણી સાંભળવાથી કે શાસ્ત્ર વાંચવાથી મારી જ્ઞાનની દશા ઉઘડી એમ માનનાર મૂઢ જીવો, અહીં કહે છે, આત્માની વર્તમાન અવસ્થાનો ઈન્કાર કરતા થકા પોતાનો નાશ કરે છે, પોતાનો ઘાત કરે છે. વસ્તુની પર્યાયના સ્વકાળને ન માનતાં નિમિત્તથી પોતાની દશા થઈ, ને જેવું નિમિત્ત આવે-મળે તેવી એની દશા થાય એમ માનનાર, અહીં કહે છે, મૂઢ છે, અજ્ઞાની છે, મિથ્યાદષ્ટિ છે. તે મિથ્યાભાવ વડે પોતાનો ઘાત કરનારો છે. સમજાણું કાંઈ....?
જુઓ, દેવ-ગુરુ-શાસ્ત્ર, જિનપ્રતિમા, જિનમંદિર, સમ્મદશિખર ને શેત્રુંજો એ બધુંય છે ખરું, પણ એ બધું પરય છે, પરકાળ છે. એ પરકાળથી જ જે પોતાના જ્ઞાનનું અસ્તિત્વ જાણે છે, માને છે તે મૂઢ છે, અજ્ઞાની છે; કેમકે એવું વસ્તુસ્વરૂપ નથી.
પ્રશ્ન- તો પછી મંદિરમાં જાવું કેમ (શા માટે ?)
ઉત્તર:- અરે ભાઈ ! પૂર્ણ વીતરાગદશા થઈ નથી ત્યાં સુધી ધર્મી-જ્ઞાની પુરુષને દેવ-ગુરુ-શાસ્ત્ર પ્રતિ વિનય-ભક્તિ આદિનો શુભભાવ સહજ જ આવે છે, આવ્યા વિના રહેતો જ નથી. પણ એ રાગને લઈને કે દેવ-ગુરુ-શાસ્ત્રને લઈને પોતાની જ્ઞાનની દશા ઉઘડી છે એમ તે માનતો નથી. શું કીધું? શુભભાવ પણ તેના કાળે પ્રગટ થયો છે, અને તે કાળે જ્ઞાનની દશા પણ પોતાની પોતાથી સ્વકાળે પ્રગટ થઈ છે એમ જ્ઞાની યથાર્થ માને છે. જિજ્ઞાસુ મુમુક્ષુ જીવને પણ અશુભથી બચી દેવ-ગુરુ-શાસ્ત્ર આદિ પ્રત્યે વિનયભક્તિએ પ્રવર્તવાનો ભાવ સહજ જ આવતો હોય છે. સમજાણું કાંઈ....?
અહા! જેટલા ત્રણકાળના સમયો છે એટલી વસ્તુની ત્રણકાળની પર્યાયો છે. તે દરેક પર્યાય સમય સમય પ્રતિ ક્રમબદ્ધ થઈ રહી છે એમ ન માનતાં, બહારમાં જ નજર હોવાથી, તે પરકાળથી–પરનિમિત્તથી થઈ રહી છે એમ અજ્ઞાની માને છે અને એ રીતે તે પોતાની વર્તમાન અવસ્થાની પોતાથી નાસ્તિ માને છે. પોતાની અવસ્થાની નાતિ માને છે એટલે શું? કે તેને વર્તમાન અધર્મદશા ઉત્પન્ન થાય છે. અહા! આ પ્રમાણે જેણે જ્ઞાનમાંથી વર્તમાન દશાનું અસ્તિત્વ ઉડાડયું તેને ત્રિકાળીનું અસ્તિત્વ પણ સિદ્ધ થતું નથી, દૃષ્ટિમાં આવતું નથી; તેથી એને પણ તે ઉડાડે છે. આવી વાત!
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #452
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૩૬ : પ્રવચન રત્નાકર ભાગ-૧)
વળી કેટલાક કહે છે-ઉપાદાનની અનેક યોગ્યતા છે. તેમાં જે કાળે જેવું નિમિત્ત મળે તે મુજબ યોગ્યતા પ્રગટરૂપ થઈ કાર્ય નીપજે છે. તેઓ કહે છે–વર્તમાન દશા એ દ્રવ્યનો પરિણમનસ્વભાવ છે, પણ વિકારરૂપ કે નિર્વિકારદશારૂપે થવું એ તો જેવો સંયોગ-નિમિત્ત હોય એના પર આધારિત છે. અરે ભાઈ ! વસ્તુનો પરિણમન સ્વભાવ, પરિણામ અને પરિણમનનું થવું એ શું જુદી જુદી ચીજ હશે? થાય ? કોઈ પણ રીતે બાત્માની દશા પરને લઈને થાય એમ માને તો જ એને સંતોષ થાય છે. પરંતુ પ્રત્યેક પદાર્થ-જીવ અને રજકણ વગેરેના પરિણમનથી થતી દશા તે પોતાથી જ થાય છે, પરથીનિમિત્તથી કદીય નહિ. પર–નિમિત્ત હો ભલે, પણ એનાથી આમાં પરિણમન અને એની દશા થાય છે એમ ત્રણકાળમાં નથી. ભાઈ ! આ સર્વજ્ઞ પરમાત્મા ત્રિલોકીનાથ તીર્થંકરદેવની વાણીમાં આવેલી વાત છે. અહીં કહે છે- નિમિત્તને-પરને લઈને એની દશા થાય એવી જેની માન્યતા છે તે નિમિત્તની-પરની લાલસાવાળો નિમિત્તની શોધમાં બહાર પરિભ્રમતો નાહક વ્યગ્ર થાય છે બસ; અર્થાત્ તે પોતાનો નાશ કરે છે બસ; કેમકે પોતાની પર્યાયનું સહજ સ્વતઃ અસ્તિત્વ છે તેની એને ખબર નથી.
પ્રશ્ન:- અહીં આવીએ છીએ તો આવી તત્ત્વની વાત જાણવા મળે છે, બહાર બીજે કેમ નથી મળતી ? (માટે જેવું નિમિત્ત મળે તેવું ઉપાદાનમાં કાર્ય થાય).
ઉત્તર- અરે ભાઈ ! પ્રત્યેક સમયે વસ્તુમાં થતું પરિણમન અને પરિણામ તે તેનો સ્વકાળ છે. બહારનો સ્વકાળ બીજો છે તેથી વર્તમાન તત્ત્વને જાણવારૂપ દશા પરથી થઈ છે (એમ તે) કેમ હોય? પ્રત્યેક સમયે થતી ભિન્ન ભિન્ન દશા તે પોતાના જ કારણથી છે, એનું કારણ કોઈ પર નથી. જે ભિન્ન ભિન્ન અવસ્થા પરના કારણે થાય તો પોતાના અસ્તિત્વનો જ નાશ થઈ જાય. સૂક્ષ્મ વાત છે ભાઈ ! વસ્તુની પ્રત્યેક અવસ્થા સ્વથી થાય ને પરથી ન થાય એ અનેકાન્ત છે; અને પરથી જ તે દશા થવાનું માને તે એકાન્ત છે, મિથ્યાત્વ છે.
જુઓ, આ ભાષા થઈ રહી છે ને! તે ભાષા-વર્ગણાનું પરિણમન છે, તે એનો સ્વકાળ છે; આ જીવના બોલવાના વિકલ્પના કારણે એ થઈ છે એમ નથી. ભાષાનું અસ્તિત્વ-હોવાપણું એ એના કારણે છે, આ જીવના કારણે નથી. ભાઈ ! આવું જ વસ્તુનું સ્વરૂપ છે બાપુ! પર નિમિત્ત હો, પણ નિમિત્ત ઉપાદાનમાં કાંઈ જ કરતું નથી. વાસ્તવમાં તો પ્રત્યેક પર્યાય પોતાના પકારકપણે થઈને પોતે ઉપજે છે, તેને પરની કોઈજ સહાયઅપેક્ષા હોતા નથી. સમજાણું કાંઈ......?
પર્યાય થાય છે તો પોતામાં પોતાથી, પરંતુ તે સમયે લક્ષ નિમિત્ત પર હોવાથી અજ્ઞાનીને એમ ભાસ થાય છે કે બાહ્ય પદાર્થને લઈને આ દશા થઈ. તેથી હું બધાં બાહ્ય નિમિત્તો મેળવું- એમ અજ્ઞાની નિમિત્તોની લાલસારૂપ ચિત્ત વડે ભમે છે અને એ રીતે ખેદખિન્ન થઈ પોતાનો નાશ કરે છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #453
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરિશિષ્ટ : ૪૩૭
અહા ! વસ્તુ અનાદિ અનંત ત્રિકાળી ધ્રુવ સત્ છે, એમ એની વર્તમાન વર્તમાન વર્તતી દશા પણ સત્ છે. અને સત્ છે તો તે દશા પરને લઈને નથી. આ તો આવી જ વસ્તુવ્યવસ્થા છે છતાં પોતાની અવસ્થા પરથી થવી માને છે તે મૂઢ મિથ્યાદષ્ટિ છે; તે પોતાની વર્તમાન અવસ્થાનું જે અસ્તિત્વ પોતાથી છે તેનો નાશ કરે છે, અર્થાત્ એ રીતે પોતાનો જ નાશ કરે છે.
વળી શરીર, મન, વાણી, ઇન્દ્રિય, સ્ત્રી-કુટુંબ, પરિવાર, લક્ષ્મી, આબરૂ ઈત્યાદિ બધાં બાહ્ય નિમિત્તો સારા હોય તો મને સુખની વેળા થાય એમ અજ્ઞાની માને છે. તે નિરંતર નિમિત્તોને જ તાકીને બેસે છે; તેનું ચિત્ત નિમિત્તોની લાલસાથી ઘેરાયેલું રહે છે. સુખની વેળા તો દૂર રહો, નિમિત્તોની લાલસાથી ઘેરાયેલું તેનું ચિત્ત દુ:ખનો જ-વ્યગ્રતાનો જ અનુભવ કરે છે, કેમકે પરવસ્તુ-નિમિત્ત પોતાની ઇચ્છાને આધીન પ્રાપ્ત થતાં નથી આમ પરવસ્તુ-બાહ્ય નિમિત્તોથી મને સુખની વેળા થાય એ મિથ્યા કલ્પના દુઃખકારી જ બને છે. વાસ્તવમાં પરવસ્તુ પરવસ્તુને માટે અકિંચિત્થર જ છે. પરવસ્તુથી પોતાને સુખની વેળા થાય એવી માન્યતા તો અજ્ઞાનીની મિથ્યા કલ્પના સિવાય કાંઈ જ નથી. સમજાણું કાંઈ.....?
અહા! જ્ઞયની અવસ્થાનું જે જે પરિણમન થાય તે એના જ્ઞાનમાં જણાય છે. ત્યાં એને ભ્રમ થઈ જાય છે કે આ શયની અવસ્થાના પરિણમનને આધારે જ મારી જ્ઞાનની દશા છે. અહા ! આવા ભ્રમ વડે અજ્ઞાની પોતાની વર્તમાન અવસ્થામાં અધર્મ ઉત્પન્ન કરે છે- બંધનને પામે છે. હાથીને જેમ ચુરમુ અને ખડનો વિવેક નથી તેમ અજ્ઞાની જીવોને સ્વ અને પરનો વિવેક નથી. અહા ! આવા જીવો, અહીં કહે છે, ભલે તે બહારમાં મોટા ધનપતિ શેઠ કે મોટા દેવ હોય, તોપણ પશુ જેવા જ છે. અરે! આવા જીવોને મારું શું થશે ને હું મરીને ક્યાં જઈશ એની કોઈ દરકાર જ નથી. તેઓ બિચારા એમ ને એમ (કષાય ને વિષયમાં રોકાઈને) ૮૪ લાખ યોનિમાં પરિભ્રમણ કર્યા કરે છે.
અરે! અજ્ઞાની બાહ્યજ્ઞયોના અવલંબનની લાલસાવાળા ચિત્તથી બહાર-બાયડી, છોકરાં, પૈસા, ધન, પરિજન, બાગ, બંગલા ઇત્યાદિ વિષયોમાં-ભમે છે. પણ ભાઈ રે! તું મૂઢ છો કે શું? અંદર અતીન્દ્રિય આનંદનો ભંડાર નિર્મળાનંદનો નાથ પ્રભુ તું છો ત્યાં જા ને! ત્યાં રમ ને. ભાઈ ! તારી આનંદની દશા આવે તે તારા પોતામાંથી પોતાથી જ આવે છે, તું બહારમાં વિષયોમાં મા શોધ. વિષયોમાંથી મને મઝા આનંદ આવે છે એમ માનનાર તો પોતાની વર્તમાન દશાનો અભાવ (ઇન્કાર) કરીને ચિત્તની શાંતિનો નાશ કરે છે, પોતાની જ હિંસા કરે છે. સમજાણું કાંઈ....?
આ શરીરાદિની જે અવસ્થા જે કાળે થવાની હોય તે તે કાળે થાય, થાય ને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #454
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૪૩૮ : પ્રવચન રત્નાકર ભાગ-૧) થાય જ. ભાઈ ! આ શરીરની તું લાખ દવા કરે કે ઉપરથી ઇન્દ્ર ઉતરે તોય એ અવસ્થા (થવાયોગ્ય હોય તે અવસ્થા) ફરે એમ બનવું સંભવિત નથી. છતાં પરથી–દવા વગેરેથીમારી નિરોગતા થઈ તથા નિરોગતા છે તો મને ધર્મ થઈ શકે છે એમ માનનારા બધા મૂઢ છે. અરે ભાઈ ! નિરોગતા એ તો જડ શરીર-માટીની અવસ્થા છે, શું એને લઈને આત્મામાં ધર્મ થાય? ન થાય. જડથી ચેતનની દશા કદીય ન થાય, ને ચેતનથી જડની દશા કદીય ન થાય. ભાઈ ! આ તો ભગવાન કેવળીની વાણીમાં પ્રગટ થયેલો વસ્તુવ્યવસ્થાનો ઢંઢેરો છે. અંદર સચ્ચિદાનંદ પ્રભુ પોતે ત્રિકાળ છે એની દષ્ટિ અને રમણતા કરે તો સમ્યગ્દર્શન અને શાંતિ પ્રગટ થાય છે અને તે ધર્મ છે. તે દશા પોતાથી પોતાના લક્ષે પોતાના આધારે થાય છે, કોઈ પરના-દેવ-ગુરુ-શાસ્ત્રના આધારે તે પ્રગટ થાય છે એમ કદીય નથી. આવો મારગ છે બાપુ!
જુઓ, એ જ કહે છે કે- ‘ચાવ વેવી પુન:' અને સ્યાદ્વાદનો જાણનાર તો પર–નિત: મર્ચ નાસ્તિત્વ તૈય' પરકાળથી આત્માનું નાસ્તિત્વ જાણતો થકો, “કીત્મ–નિરવત-નિત્ય–સંરંગ-જ્ઞાન––પુસ્નીમવન' આત્મામાં દઢપણે રહેલા નિત્ય સહુજ જ્ઞાનના એક પુંજરૂપ વર્તતો થકો, તિતિ' ટકે છે-નષ્ટ થતો નથી.
અહાહા..! સ્યાદાદી ધર્મી તો, પોતાની દશા પોતાથી જ થાય, પરથી ન થાય, પરથી તો એની નાસ્તિ જ છે એમ જાણતો થકો, વર્તમાન જ્ઞાનની દશાને સહજ નિત્ય જ્ઞાનકુંજ એવા આત્મામાં એકાગ્ર કરીને, હું તો જ્ઞાનકુંજ આત્મા છું એમ વર્તતો થકો પોતાના સને જીવતું રાખે છે.
ભાઈ ! દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિના પરિણામ તે શુભભાવ છે, તે કાંઈ ધર્મ નથી. વળી તેમાં કર્તાબુદ્ધિ થવી તે મિથ્યાત્વભાવ છે. રાગની ને પરની કર્તબુદ્ધિ તે મિથ્યાત્વભાવ છે. એક સ્વદ્રવ્યના લક્ષે આનંદની જે દશા થાય તેને જ પરમાત્મા ધર્મ કહે છે. સ્યાદ્વાદી ધર્માત્મા આમ સ્વદ્રવ્યના જ આશ્રયમાં રહીને પોતાના સને ટકાવી રાખે છે. આવી વાત છે.
* કળશ ૨૫૭: ભાવાર્થ ઉપરનું પ્રવચન * એકાંતી જ્ઞયોના આલંબનકાળે જ જ્ઞાનનું સારું જાણે છે તેથી જ્ઞયોના આલંબનમાં મનને જોડી બહાર ભમતો થકો નષ્ટ થાય છે.'
જોયું? એકાંતી અજ્ઞાની જોયોના આલંબન કાળે જ જ્ઞાનનું હોવાપણું માને છે. તેથી તે શેયોના આલંબનની લાલસાવાળો થઈને પોતાના ચિત્તને યોના આલંબનમાં જોડે છે, અને તે રીતે બહાર વિષયોમાં ભમતો થકો નાશ પામે છે અર્થાત્ અશાંતિ ને વ્યગ્રતાને જ પામે છે. પરંતુ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #455
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરિશિષ્ટ : ૪૩૯
સ્યાદ્વાદી તો પરશયોના કાળથી પોતાનું નાસ્તિત્વ જાણે છે, પોતાના જ કાળથી પોતાનું અસ્તિત્વ જાણે છે, તેથી જ્ઞયોથી જુદા એવા જ્ઞાનના પંજરૂપ વર્તતો થકો નષ્ટ થતો
નથી. '
અહાહા ! સ્યાદ્વાદી તો મારી દશા મારાથી થઈ છે, પરથી–નિમિત્તથી નહિ એમ યથાર્થ જાણે છે. અહા ! સાક્ષાત્ ત્રણલોકના નાથ સર્વજ્ઞ પરમાત્મા હો, કે ગુરુ કે શાસ્ત્ર હો, મારી અવસ્થા એનાથી નાસ્તિપણે જ છે, એને લઈને મારી દશા થઈ જ નથી-એમ માનતો ધર્મી પુરુષ, સ્વદ્રવ્યના આલંબને, આ હું જ્ઞાનકુંજ આત્મા છું એમ વર્તતો થકો, જિવિત રહ્યું છે, નષ્ટ થતો નથી. અહાહા...પોતાના એક ત્રિકાળી સ્વભાવનો આશ્રય કરીને તેમાં એકાગ્ર થઈ પ્રવર્તતો જ્ઞાની પોતાને જીવતો રાખે છે, અર્થાત્ સત્યાર્થ આનંદનું જીવન જીવે છે. મારી અવસ્થા પરથી છે એમ પરાશ્રયમાં તે પ્રવર્તતો નથી.
પ્રશ્ન:- તો ક્ષાયિક સમકિત તીર્થંકર કેવળી આદિની સમીપમાં જ થાય એમ શાસ્ત્રમાં આવે છે તે શું છે?
ઉત્તર- એ તો ભાઈ ! યથાર્થ બાહ્ય નિમિત્તનું જ્ઞાન કરાવનારું નિમિત્તની મુખ્યતાથી કરેલું વ્યવહારનયનું કથન છે. બાકી ક્ષાયિક સમકિતી, કવળીની સમીપમાં હું છું માટે ક્ષાયિક સમતિ થયું છે એમ માનતા નથી. જ્ઞાનકુંજ પ્રભુ આત્માની સમીપતા જ મુખ્ય છે, કેવળીની સમીપતા કહેવી તે વ્યવહાર છે. સમજાણું કાંઈ...? ભગવાન કેવળીને જે કેવળજ્ઞાનની દશા પ્રગટી તે આત્માનો પૂર્ણ આશ્રય થતાં પ્રગટી છે; મનુષ્યપણું હતું ને શરીરનાં હાડકાં મજબુત હતાં, ને કર્મ ખસી ગયાં-નાશ પામી ગયાં માટે પ્રગટી છે એમ નથી, છતાં એમ કહેવું એ વ્યવહાર છે.
અહા ! ધર્મીને કિંચિત્ રાગ હોવા છતાં રાગમાં ધર્મી નથી, એ તો નિરંતર પોતાના જ્ઞાન ને આનંદમાં છે, કેમકે તે આત્માની સમીપ છે; જ્યારે અજ્ઞાની સમોસરણમાં બેઠો હોય તોય એ રાગમાં છે, કેમકે તેને આત્મા સમીપ નથી, તે તો પરથી પોતાની અસ્તિ માને છે. સમજાણું કાંઈ....?
આ પ્રમાણે પરકાળ-અપેક્ષાએ નાસ્તિત્વનો ભંગ કહ્યો.
હવે અગિયારમા ભંગના કળશરૂપે કાવ્ય કહેવામાં આવે છે:
* કળશ ૨૫૮: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * ‘પશુ:' પશુ અર્થાત્ એકાંતવાદી અજ્ઞાની, “પરમાવ–માવ–નના' પરભાવોના ભવનને જ જાણતો હોવાથી, (એ રીતે પરભાવોથી જ પોતાનું અસ્તિત્વ માનતો હોવાથી,)
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #456
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૪૪) : પ્રવચન રત્નાકર ભાગ-૧) ‘નિત્યં વહિ: –વસ્તુપુ વિશ્રાન્ત:' સદાય બાહ્ય વસ્તુઓમાં વિશ્રામ કરતો થકો, “સ્વભાવમહિમનિ ઝાન્ત–નિશ્ચેતન:' (પોતાના) સ્વભાવના મહિનામાં અત્યંત નિચેતન (જડ) વર્તતો થકો, “નશ્યતિ છવ' નાશ પામે છે....
વસ્તુ-આત્મા જે રીતે છે તે રીતે એની જેને દૃષ્ટિ નથી, પરંતુ ઊંધી જ દષ્ટિ છે તે એકાન્તવાદી મિથ્યાષ્ટિ પશુ છે. વર્તમાનમાં તે પશુ જેવો છે અને એના ફળમાં નિગોદરૂપ પશુગતિમાં જશે. આ (હુમ્બગ) જૂઠ મૂઠ નથી, આ સત્ય વાત છે ભાઈ !
અહીં કહે છે- પશુ અર્થાત્ એકાન્તવાદી અજ્ઞાની ‘પરમાવ ભાવ વનના' પોતા સિવાય બીજા અનંત આત્મા અને પરમાણુઓ આદિના ભાવ-શક્તિ-ગુણને તેનું જે પરિણમન તેને જાણતાં એ પરભાવો વડે પોતાનું અસ્તિત્વ છે તેમ માને છે. ખરેખર તો જે ભાવસ્વરૂપ (ગુણસ્વરૂપ) પોતે છે એનાથી પોતાની ક્યાતી છે, પરંતુ અજ્ઞાનીનું લક્ષ નિરંતર પર ઉપર હોવાથી, આ પરભાવ જે જણાય છે તે વડે હું છું એમ તે માને છે. પોતાના જ્ઞાન આદિ અનંતગુણનું અનંત સામર્થ્ય છે. અને એમાંથી પોતાની પર્યાય પ્રગટે છે, છતાં એમ ન માનતાં પરભાવ જે જગતની અનંતી ચીજો –મન, વાણી, ઇન્દ્રિય, દેવ, ગુરુ, શાસ્ત્ર, ધન-સંપત્તિ ઈત્યાદિ લક્ષમાં આવે છે તે વડે મારા જ્ઞાનનું અસ્તિત્વ છે એમ અજ્ઞાની માને છે. ઓહો! પોતાના અનંતગુણમય અસ્તિત્વનું અજ્ઞાનીને જ્ઞાન-શ્રદ્ધાન નથી. અહા! અનંત સામર્થ્યયુક્ત ઈશ્વરને લઈને મારા ભાવની પ્રગટતા થશે, પર ઈશ્વરથી મારામાં ઈશ્વરતા પ્રગટશે એમ અજ્ઞાની માને છે. તેને અનંત ઈશ્વરતાયુક્ત પોતાના જ્ઞાન-દર્શનાદિ ગુણોનું શ્રદ્ધાન નથી. તેથી પોતાને છોડી સદાય બાહ્ય વસ્તુઓમાં જ તે વિશ્રામ કરે છે.
અહા ! એકાંતી–અજ્ઞાની પોતાના ભાવના-ગુણના અનંત સામર્થ્યને જાણતો નથી. પોતાના આત્મામાં જ્ઞાનદર્શન આદિ અનંતગુણના અચિંત્ય સામર્થ્યને અવગણીને, પરભાવથી-દેહ, મન, વાણી, ઈન્દ્રિયથી મારી પર્યાયનું પરિણમન અને અસ્તિત્વ છે એમ અજ્ઞાની માને છે. અહા ! પરભાવના લક્ષમાં હું જાઉં છું તો મારી પર્યાયમાં ભાવની વૃદ્ધિ થાય છે એમ માનતો થકો અજ્ઞાની પરમા-પરવસ્તુમાં જ વિશ્રામ કરે છે, અને એ રીતે પોતે જડ નિશ્ચેતન થયો થકો નાશ પામે છે.
અજ્ઞાની બાહ્ય વિષયોમાં સુખ માને છે. પોતે અંદર સુખધામ પ્રભુ છે અને અવગણીને, પરભાવોથી-સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, શબ્દ આદિ ઇન્દ્રિયના વિષયોથી મને મઝા આવે છે એમ તે માને છે, અને તેથી સ્પર્શાદિ વિષયોમાં તે પ્રવર્તે છે, જડ જેવો થઈ ત્યાં જ વિશ્રામ કરે છે. પણ ભાઈ ! એ પાંચ ઇન્દ્રિયના વિષયો એ તો જડની શક્તિ બાપુ! એનાથી તારા સુખનું હોવાપણું કેમ હોય ? જરા જો તો ખરો !
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #457
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરિશિષ્ટ : ૪૪૧
પરભાવમાં સુખ શોધવા થતા, પરભાવમાં વિશ્રામ કરવા જતાં તારા અનંત સુખસ્વભાવનો વિચ્છેદ થાય છે.
અહા ! વીતરાગની વાણીની શી ગંભીરતા! આત્મામાં અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, અનંત સુખ ઈત્યાદિ અનંત મહિમાયુક્ત અનંત ભાવ છે. એ ભાવોનો પ્રવાહ સતત પોતાથી વહે-પરિણમે છે. જેમકે-જ્ઞાનનો પ્રવાહ, સુખનો પ્રવાહ સતત નિરંતર પોતાથી વહ્યા-પરિણમ્યા જ કરે છે. પરંતુ અજ્ઞાની, વર્તમાન પર્યાય પોતાના ભાવમાંથી પ્રવહેતી થકી ઉત્પન્ન હોવા છતાં, જાણવામાં આવતા પરભાવમાંથી તે પ્રગટ થઈ છે એમ માને છે. અને એ રીતે તે પોતાના સ્વભાવના મહિમાથી રહિત થઈ જડ અચેતન થઈ રહ્યો છે. એને સ્વભાવનો-નિજ ચૈતન્યભાવનો મહિમા ન રહ્યો એટલે પરભાવના મહિનામાં સ્થિત થયો થકો તે જડ થઈ રહ્યો છે. અહા! પર કેવળીને જાણતાં મારું જ્ઞાન પર કેવળીમાંથી આવે છે એમ માનનાર પરભાવના મહિનામાં સ્થિર થયો થકો જડ થઈ રહ્યો છે. બહુ આકરી વાત ! પણ આ સત્ય વાત છે. સમજાણું કાંઈ...?
પ્રશ્ન:- તો જે અહંતને દ્રવ્ય-ગુણ-પર્યાયથી જાણે તેનો મોહ નાશ પામે છે એમ પ્રવચનસારમાં કહ્યું છે ને?
ઉત્તર:- ભાઈ ! ત્યાં પ્રવચનસારમાં (ગાથા ૮૦માં) જે કહ્યું છે એ તો નિમિત્તનું કથન છે. એ વ્યવહારનયનું વચન છે. એ તો એના જ્ઞાનમાં પહેલાં અરિહંતના દ્રવ્યગુણ-પર્યાય ખ્યાલમાં આવે છે. અર્હતના દ્રવ્ય-ગુણ-પર્યાયનો નિર્ણય કરનારું ચિંતવન છે ત્યાંસુધી તો વિકલ્પ છે, સ્વાનુભૂતિ નથી, પણ પછી જ્યારે પોતાનો દ્રવ્ય સ્વભાવ પણ એવો જ છે એમ નિશ્ચય કરી અંદરમાં જાય છે ત્યારે સ્વભાવના સામર્થ્યનું વાસ્તવિક પરિણમન થાય છે અને મોહ નાશ પામે છે. તેમાં અરિહંતના દ્રવ્ય-ગુણ-પર્યાયનું ચિંતવન-જાણપણું તો નિમિત્તમાત્ર છે, એ કાંઈ અંતર-પરિણમનનું વાસ્તવિક કારણ નથી, અર્થાત્ એને લઈને અંદર સમકિત થયું છે એમ નથી. અહા ! અરિહંતના જેવું જ મારા સ્વભાવનું સામર્થ્ય છે એમ નિશ્ચય કરી જ્યારે દષ્ટિ અંતર્મુખ એકાકાર થાય છે ત્યારે સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન પ્રગટ થાય છે, અને તો નિમિત્તથી–નિમિત્તની મુખ્યતાથી એમ કહેવાય કે જે અરહંતના દ્રવ્ય-ગુણ-પર્યાયને જાણે છે તેનો મોહ નાશ પામે છે. ભાઈ ! નિમિત્તથી કહીએ એ જુદી ચીજ છે (વ્યવહારનયની શૈલી છે) અને એમ માનવું એ જુદી ચીજ (મિથ્યાત્વ) છે. સમજાણું કાંઈ....?
પ્રભુ! તારા ભાવની ગંભીરતા કેટલી? ભગવાન! તું આખો ધ્રુવ ચિસ્વરૂપ પદાર્થ -એમાં શાન્તિનો ભાવ પૂર્ણ, જ્ઞાનનો ભાવ પૂર્ણ, શ્રદ્ધાનો ભાવ પૂર્ણ, આનંદનો ભાવ પૂર્ણ, પ્રભુતાનો ભાવ પૂર્ણ-એમ અનંતા પૂર્ણ ભાવ તારા એક જ્ઞાયક તત્ત્વમાં પડયા છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #458
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૪૨ : પ્રવચન રત્નાકર ભાગ-૧) અહાહા....એના સામર્થ્યની શી વાત! પણ અરે! આવા નિજ સામર્થ્યની પ્રતીતિ વિના, પર્યાયમાં પરભાવ જાણવામાં આવતાં એનાથી (પરભાવથી ) આ ભાવ મારો પ્રગટ થયો ને વૃદ્ધિ પામ્યો એમ પરનો મહિમા કરીને અજ્ઞાની પોતાની ભાવના સામર્થ્યનો તિરસ્કાર કરે છે, અને એ રીતે નાશ પામે છે. અહા ! વિકલ્પવાળું જ્ઞાન, કવળી આદિ પરભાવને જાણવાવાળું (પરલક્ષી) જ્ઞાન પોતાની જાતનો ભાવ નથી, વિપરીત ભાવ છે, છતાં એને લઈને મને ધર્મ થશે એમ માનતો અજ્ઞાની પરભાવમાં સ્થિત થયો થકો નાશ પામે છે.
જેવું નિમિત્ત આવે તેવી પોતાના ભાવની દશા થાય એમ જે માને છે તે ખરેખર પોતાની દશાના ભાવની અંતરંગ યોગ્યતાને સ્વીકારતો નથી. તેની દષ્ટિ નિરંતર નિમિત્તપરભાવ ઉપર જ રહે છે. તેના ચિતમાં નિમિત્તનો-પરવસ્તુનો જ મહિમા રહે છે, તેને પોતાના સ્વભાવ-સામર્થ્યનો મહિમા ઉદય પામતો નથી. ભગવાન અરિહંતની દિવ્યધ્વનિની ગર્જના થાય તો મારું વીર્ય ઉછળે ને મારામાં ભાવ પ્રગટે –એમ બાહ્યવસ્તુમાં જ અજ્ઞાની વિશ્રામ કરે છે. પણ ભાઈ ! સ્વભાવના સામર્થ્યનું અંતર્લક્ષ થયા વિના તારામાં ભાવ કેમ પ્રગટે? બાહ્ય વસ્તુમાં નિમિત્તમાં તારા ભાવને પ્રગટાવવાનું (પરિણમાવવાનું) સામર્થ્ય નથી ભાઈ ! તું અવળે રસ્તે ચઢયો છો બાપુ! અહા ! આ એક બોલ પણ સત્યાર્થ સમજે તો બધા ખુલાસા થઈ જાય.
તો ક્ષાયિક સમકિત ભગવાન કેવળી આદિની સમીપમાં જ થાય છે એમ શાસ્ત્રમાં કહ્યું છે ને?
હા, કહ્યું છે, પણ એ તો ક્ષાયિક સમકિતના કાળે બાહ્ય નિમિત્ત કોણ હોય છે એનું ત્યાં જ્ઞાન કરાવ્યું છે બાપુ! બાકી ક્ષાયિક સમકિત તો અંદર પોતાના સ્વભાવની સમીપતા ને સ્વભાવનું અંતર્લક્ષ વધતાં થાય છે. સ્વભાવની સમીપતા વિના કવળીની સમીપતા તો અનંતવાર થઈ પ્રભુ! પણ એથી શું? (એનાથી શું સાધ્ય થયું? )
ભાઈ ! તું વિચાર કર. પરતંત્રતામાં તું રાજી થઈ રહ્યો છો પરંતુ એથી તારી સ્વતંત્રતા લૂંટાઈ રહી છે પ્રભુ! વર્તમાન ભલે વિકારી પર્યાય હો, પરંતુ તે એની યોગ્યતાથી થઈ છે, કર્મના ઉદયના કારણે થઈ છે એમ નથી. એક સમયની, વિકારની પર્યાયમાં પકારકરૂપે પરિણમવું એવો જ એ ભાવની પર્યાયનો સ્વભાવ છે. ત્રિકાળભાવમાં પટકારકની શક્તિ ગુણરૂપે પડી છે, અને તે ભાવનું પરિણમન પોતાની પર્યાયમાં પોતાની જન્મક્ષણે પોતાના સામર્થ્યથી થાય છે. અહા ! જે આમ માનતો નથી એનું લક્ષ પરભાવના મહિનામાં ગયું છે, અને સ્વભાવનો મહિમા છૂટી ગયો છે. તેથી તે અત્યંત જડ થઈ વર્તતો થકો નાશ પામે છે.
અહા! પોતાના ભાવનું સામર્થ્ય પૂરણ છે. છતાં એને ન માનતાં જે કોઈ એમ માને છે કે મારી પર્યાયમાં જે કાંઈ સામર્થ્ય પ્રગટ થાય છે તે પરને લઈને પ્રગટ થાય
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #459
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરિશિષ્ટ : ૪૪૩ છે તે જીવ પોતાના ભાવના સામર્થ્યથી રહિત થયો થકો અત્યંત જડ થઈ ગયો છે. જેવું નિમિત્ત આવે એવું પરિણમન કરવું પડે એમ માનનાર અત્યંત જડ થઈ ગયો છે. ભાઈ ! (દ્રવ્યની) એક સમયની પર્યાયની યોગ્યતા પોતાના ભાવના સામર્થ્યથી પોતાના કારણે છે; એનો ભાવ જે પડ્યો છે એમાંથી એ આવશે, કાંઈ પરભાવથી–નિમિત્તથી એ પ્રગટશે એમ છે નહિ. બાપુ! આ તો સ્વતંત્રતાનો ઢંઢેરો છે. વળી આમાં તો હું આમ કરું ને તેમ કરું-એમ પરનું કરવાનાં બધાં અભિમાન ને બધો બોજો ઉતરી જાય છે. ભાઈ ! તને જે બોજો છે તે કાંઈ પરવસ્તુને લઈને નથી, તારી વિપરીત માન્યતાનો બોજો છે. તારી દશાની મર્યાદા તારી સત્તામાં રહી છે, બહારમાં નહિ; તો પછી બહારની ચીજ તને શું કરે? કાંઈ જ ન કરે. સમજાણું કાંઈ...? પણ અરે! પરચીજથી મારો ભાવ ઉઘડે છે એમ માનીને અત્યંત નિક્ષેતન-જડ થયો થકો અજ્ઞાની પોતાનો નાશ કરે છે, અર્થાત્ અનંતા જન્મ-મરણ કર્યા કરે છે.
હવે કહે છે- “ચાવી તુ' અને સ્યાદ્વાદી તો “નિયત–સ્વમાવ–મવન–જ્ઞાનાત. સર્વન્માત વિમ$: મવન' (પોતાના) નિયત સ્વભાવના ભવનસ્વરૂપ જ્ઞાનને લીધે સર્વથી (-સર્વ પરભાવોથી) ભિન્ન વર્તતો થકો, ‘સહન–સ્પષ્ટીકૃત–પ્રત્યય:' જેણે સહજ સ્વભાવનું પ્રતીતિરૂપ જાણપણું સ્પષ્ટ-પ્રત્યક્ષ-અનુભવરૂપ કર્યું છે એવો થયો થકો, ‘નાશમ્ પતિ ન' નાશ પામતો નથી.
અહાહા...! સ્યાદ્વાદી અર્થાત અનેકાન્તના સ્વરૂપને જાણનાર, પોતાનો ત્રિકાળ નિયત જે સ્વભાવ છે તેને અનુસરીને થવારૂપ જ્ઞાનને લીધે, પોતાનું વર્તમાન થવુંપરિણમવું છે તે પોતાના કારણે છે એમ જાણતો થકો પરથી ભિન્ન વર્તે છે. આ વાંચનશ્રવણ-ચિંતવન (વિકલ્પ) થી મારા જ્ઞાનનું પરિણમન આવે છે એમ જ્ઞાની માનતો નથી. એ તો સર્વ પરભાવોથી ભિન્ન નિર્મળ જ્ઞાનની દશાએ વર્તે છે. એના જ્ઞાનના પરિણમનની દશામાં પરથી વિભક્તપણું છે. મારા દ્રવ્યના લક્ષ મારો જે સ્વભાવ છે એનું એ પરિણમન છે એમ ધર્મી માને છે. ભાઈ ! બહુ અંતર બાપા! જ્ઞાની-અજ્ઞાનીની માન્યતા ને પ્રવર્તનામાં આભ-જમીનનું અંતર છે.
અહા ! જ્ઞાની જાણે છે કે –મારો આત્મા જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય, કર્તા, કર્મ, સાધન ઇત્યાદિ અનંત સ્વભાવોથી પૂરણ ભરેલો ભગવાન છે. પર કર્તા થાય, પર સાધન થાય ને પરનો આધાર મળે તો મારી પર્યાય ઉઘડે એમ છે નહિ. અહાહા...! મારો સ્વભાવ જ કર્તગુણથી, સાધનગુણથી ને આધારગુણથી પૂરણ ભરેલો છે તો મને પરની શું અપેક્ષા છે? અહા! આમ જેણે પોતાના સહુજ સ્વભાવનું –એક જ્ઞાયકભાવનું પ્રતીતિવિશ્વાસરૂપ જાણપણું સ્પષ્ટ-પ્રત્યક્ષ-અનુભવરૂપ કર્યું છે તે જ્ઞાની, અહીં કહે છે, જિવિત રહે છે, અર્થાત્ પરમ આનંદને અનુભવે છે; નાશ પામતો નથી.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #460
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૪૪ : પ્રવચન રત્નાકર ભાગ-૧)
* કળશ ૨૫૮: ભાવાર્થ ઉપરનું પ્રવચન * એકાંતવાદી પરભાવોથી જ પોતાનું સત્પણું માનતો હોવાથી બાહ્ય વસ્તુઓમાં વિશ્રામ કરતો થકો આત્માનો નાશ કરે છે;
જુઓ, પશુનો અર્થ જ એકાંતવાદી કર્યો છે. અહા ! પશુ અર્થાત્ એકાંતવાદી જીવ પરભાવોથી પોતાનું સપણું-હોવાપણું માને છે, અને એમ માનતો થકો બાહ્ય વસ્તુઓમાં વિશ્રામ કરે છે. નિમિત્ત આવે તો મારામાં કામ થાય એવી માન્યતા વડે તે નિમિત્તોને તાકીને બેસે છે. અહર્નિશ નિમિત્તો મેળવવામાં જ ઉધમશીલ તે અંતઃપુષાર્થ –સ્વભાવના પુરુષાર્થને ખોઈ બેસે છે, અર્થાત્ તેને અંતઃ પુરુષાર્થ જાગૃત થઈ શકતો નથી. નિમિત્તવાદીને અંત:પુરુષાર્થ સંભવિત નથી. કેમકે તેનું ચિત સદા બહારમાં જ રોકાએલું રહે છે.
શાસ્ત્રમાં અકાળનયની વાત આવે છે. ત્યાં તો કાળની મુખ્યતા ન કરતાં, કાળની સાથે સ્વભાવ, પુરુષાર્થ, નિમિત્ત ઈત્યાદિ જે બીજાં સમયવાય કારણો હોય છે તેની અપેક્ષાએ અકાળનય કહ્યો છે. અકાળ એટલે કાળ નહિ, કાળ સિવાયનાં બીજાં-એમ બીજાં સમવાય કારણોની અપેક્ષા લઈને અકાળનય કહ્યો છે. બાકી પ્રત્યેક દ્રવ્યની સમય સમયની અવસ્થા તો જે સમયે જે થવાની હોય તે જ થાય છે. ભૂત, ભવિષ્ય ને વર્તમાન-ત્રણે કાળની જેટલી પર્યાયો છે એ બધી પર્યાયોના સમુદાયને દ્રવ્ય કહે છે; અને જે કાળે જે ભાવમાંથી જે પર્યાય આવવાની હોય તે જ આવે છે. ભગવાનના જ્ઞાનમાં પણ એમ જ ભાસ્યું છે કે પ્રગટ થવાના સામર્થ્યરૂપ જે શક્તિ છે તે શક્તિમાંથી વ્યક્તિ-પર્યાય સમયે સમયે પ્રગટે છે. અજ્ઞાનીને આનો વિશ્વાસ નથી તેથી પરવસ્તુઓમાં વિશ્રામ કરતો થકો નાશ પામે છે અર્થાત્ ચતુર્ગતિમાં ખોવાઈ જાય છે.
“અને સ્યાદ્વાદી તો, જ્ઞાનભાવ જ્ઞયાકાર થવા છતાં જ્ઞાનભાવનું સ્વભાવથી અસ્તિત્વ જાણતો થકો, આત્માનો નાશ કરતો નથી.'
અહાહા...! જોયું ? જ્ઞયાકાર-શય જણાતાં જે આકાર થાય છે, જ્ઞાની જાણે છે કે મારા જ્ઞાનનો આકાર છે, શયનો નહિ ને જ્ઞયને લઈને પણ નહિ. જ્ઞાનભાવનું થવું તે મારો સહજ સ્વભાવ છે એમ જાણતો અને સ્વભાવથી જ પરિણમતો જ્ઞાની પોતાને નાશ પામવા દેતો નથી, જિવિત રાખે છે. અહા! આ ચૌદ બોલમાં તો આચાર્યદવે ચૌદ ગુણસ્થાનના ભાવો પ્રગટ કર્યા છે. આચાર્યદેવની કોઈ અદ્ભુત શૈલી છે.
આ પ્રમાણે સ્વ-ભાવની (પોતાના ભાવની) અપેક્ષાથી અસ્તિત્વનો ભંગ કહ્યો.
હવે બારમા ભંગના કળશરૂપે કાવ્ય કહેવામાં આવે છે –
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #461
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરિશિષ્ટ : ૪૪૫ * કળશ ૨૫૯: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * પશુ:' પશુ અર્થાત્ અજ્ઞાની એકાંતવાદી, “સર્વ–માવ–મવન બાત્મનિ અધ્યાર્ચ શુદ્ધ –સ્વભાવ-ભુત:' સર્વ ભાવરૂપ ભવનનો આત્મામાં અધ્યાસ કરીને (અર્થાત્ સર્વ જ્ઞય પદાર્થોના ભાવો રૂપે આત્મા છે એમ માનીને) શુદ્ધ સ્વભાવથી ટ્યુત થયો થકો,
નિવારિત: સર્વત્ર મ9િ સ્વરં તિમય: શ્રીહતિ' કોઈ પરભાવને બાકી રાખ્યા વિના સર્વ પરભાવોમાં સ્વચ્છંદતાથી નિર્ભયપણે (નિઃશંકપણે ) ક્રીડા કરે છે.......
જુઓ, ભગવાન આત્મા સ્વભાવે ઈશ્વર–પરમેશ્વર છે. પરમેશ્વરની શક્તિ એનામાં ત્રિકાળ પડી છે ને? અહાહા....! જેના એક એક ગુણ પરમ ઈશ્વરતાથી ભરેલા છે એવો આત્મા અનંતગુણના સામર્થ્યનો સ્વામી છે. એની ઈશ્વરતા કોઈથી ખંડિત ન થાય એવી અખંડિત છે. એને કોઈ પરની સહાયની અપેક્ષા નથી એવો એ પરમેશ્વર છે. જગતમાં શ્રીમદ ત્રણ પ્રકારે ઈશ્વર કહ્યા છે. ધર્માત્માને ભગવાન આત્મા અનંત ચૈતન્યસ્વભાવના સામર્થ્યથી ભરેલો હોવાથી પોતે સ્વભાવ-ઈશ્વર છે. અજ્ઞાનીને રાગ અને પુણ્ય જ પોતાનું સર્વસ્વ હોવાથી તે વિભાવેશ્વર છે અને પરમાણુ જડેશ્વર છે. કેમકે તે પોતાના દ્રવ્ય-ગુણપર્યાયથી સ્વતંત્ર પરિણમી રહ્યો છે.
અહીં આ અજ્ઞાની વિભાવેશ્વરની વાત છે. તેને અહીં પશુ કહ્યો છે. અહાહા....! આત્મા અંદર અનંતગુણના સામર્થ્યથી ભરેલો પરમેશ્વર છે. તેની વર્તમાન દશા થઈ છે એ તો પોતાના ભાવના ( ગુણના) અસ્તિત્વથી થઈ છે. ભાવમાં વર્તમાન જે પર્યાયની શક્તિ વ્યક્ત થવાયોગ્ય છે તે જ વ્યક્ત-પ્રગટ થઈ છે. તેમાં પરભાવો જાણવામાં આવતાં આ પરભાવો છે તે જ હું છું એમ અજ્ઞાની પરભાવોને પોતારૂપ કરે છે. અહીં! એને સ્વભાવ-પરભાવનો કોઈ વિવેક જ નથી.
વસ્તુનું સ્વરૂપ પોતાના ભાવથી છે અને પરભાવથી નથી. પણ એમ ન માનતાં જાણવામાં આવતા શરીરાદિ પરભાવો હું છું એમ અજ્ઞાનીને ભ્રમ છે. આ શરીર હું છું, મન-વાણી-ઇન્દ્રિયો હું છું, ક્રોધાદિ હું છું –એમ પરભાવોને અજ્ઞાની પોતારૂપ માને છે. શરીરાદિથી અને રાગાદિથી લાભ થાય એમ માનનારા બધા પરભાવોને જ પોતારૂપ કરે છે. તેઓને અહીં એટલા માટે પશુ કહ્યા છે કે પશુની જેમ તેઓને સ્વભાવ-પરભાવનો કોઈ વિવેક નથી. સમજાણું કાંઈ.....?
અહાહા..! સ્ત્રી-કુટુંબ-પરિવાર, દેવ-ગુરુ-શાસ્ત્ર ઈત્યાદિ પરભાવો જ્ઞાનમાં જણાય ખરા, પણ એ બધા પોતાના ભાવોના અસ્તિત્વથી ભિન્ન છે. અહા ! એ સર્વ પરભાવોથી તો પોતે નાસિરૂપ જુદો જ છે. પણ તે પરભાવો હું છું–દેવ તે હું છું, ગુરુ તે હું છું, શાસ્ત્ર તે હું છું કેમકે એ સર્વથી મને લાભ છે એમ માનતો અજ્ઞાની પરભાવોને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #462
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૪૪૬ : પ્રવચન રત્નાકર ભાગ-૧) પોતારૂપ-જ્ઞાયકરૂપ કરે છે. અહા ! મૃગની નાભિમાં કસ્તુરી હોય છે, પણ એની એને ખબર નથી, તેથી આ ગંધ બહારમાંથી આવે છે એમ જાણી તે બહાર દોડધામ કરે છે. તેમ જ્ઞાન ને આનંદ તો પોતાનું જ સ્વરૂપ છે, પણ અજ્ઞાનીને તેની ખબર નથી. તેથી આ મારું જ્ઞાન ને મારો આનંદ આ પરભાવોમાંથી આવે છે એમ જાણી, જાણવામાં આવતા અનંતા પરદ્રવ્યોના જે ભાવ તેમાં આત્માના-પોતાના હોવાપણાનો અધ્યાસ કરીને તે સર્વ પરભાવોને પોતારૂપ કરે છે. તેથી તો આ દેશ મારો, ને આ ગામ મારું ને આ બંગલો મારો, આ સ્ત્રી-પુત્ર-પરિવાર મારાં એમ અજ્ઞાની પ્રવર્તે છે. અરે ભાઈ ! એ સર્વ વસ્તુ તો પર છે. એમાં તારો આત્મા ક્યાંથી આવી ગયો? પણ શું થાય? અજ્ઞાનીને એવો જ ચિરકાલીન અધ્યાસ છે તેથી તે પોતાના શુદ્ધ ચૈતન્યભાવથી ભ્રષ્ટ થયો થકો પરભાવોમાં જ રમે છે.
અહા ! પરદ્રવ્યોના ભાવોનું પરિણમન જાણવાકાળે તે ( પરભાવોના) આકારે જ્ઞાન જે પરિણમ્યું તે પોતાનું જ્ઞાન છે અને તે એના સ્વકાળે પ્રગટ થયું છે. શું કીધું? પરભાવોને જાણનારું જ્ઞાન જે અહીં (આત્મામાં) પ્રગટ થયું તે એનો સ્વકાળ છે, તે કાળે તે સ્વયં પોતાથી થયું છે. છતાં એમ ન માનતાં પરભાવોથી મને અહીં જ્ઞાન થયું છે. એમ જે માને છે તે પરભાવોને પોતારૂપ કરે છે. નિમિત્તથી ઉપાદાનમાં (વિલક્ષણતા) થાય એમ જે માને છે તે પણ પરભાવને પોતારૂપ કરે છે; કેમકે પોતાની અવસ્થામાં પરભાવનું જે જ્ઞાન થાય છે તે પોતાથી થાય છે, પરભાવ છે તો થાય છે એમ નથી. લોકાલોક છે તો કવલજ્ઞાન થાય છે એમ નથી; કેવળજ્ઞાન પોતાના સ્વતંત્ર પરિણમનથી થાય છે. કેવળજ્ઞાનની પર્યાયનો કર્તા કે સાધન લોકાલોક નથી. તેમ આ શરીરાદિ છે તો એનું જ્ઞાન થાય છે એમ નથી. ભાઈ ! વીતરાગનું તત્ત્વ બહુ સુક્ષ્મ છે ભાઈ ! આ ચૌદ બોલમાં તો બધાં ચૌદ બ્રહ્માંડ ડહોળી નાખ્યા છે. (ચૌદ બ્રહ્માંડના ભાવો ઉકલ્યા છે. ).
પ્રશ્ન:- તો પછી સામે જેવી ચીજ હોય એવું જ અહીં જ્ઞાન કેમ થાય છે? (એમ કે નિમિત્તથી નથી થતું તો જેવી ચીજ-નિમિત્ત હોય એવું જ જ્ઞાન કેમ થાય છે?)
ઉત્તર- અહા ! આત્મદ્રવ્યના ભાવની એવી જ શક્તિ-યોગ્યતા છે. સામે જેવો પરભાવ-પરશય નિમિત્તપણે હોય એવું જ જે જ્ઞાનમાં આવે છે તે દ્રવ્યની એવી જ તત્કાલીન શક્તિ-યોગ્યતા છે તેથી આવે છે. આ તો આવો જ વસ્તુનો-જ્ઞાનનો સ્વભાવ છે ભાઈ ! અજ્ઞાની નિજ શક્તિને સમજતો નથી, ને પરભાવના કારણે પોતાનું જ્ઞાન (પરિણમન) થાય છે એમ માની પોતાના શુદ્ધ સ્વભાવથી શ્રુત-ભ્રષ્ટ થાય છે. કહ્યું ને અહીં કે- “શુદ્ધસ્વભાવભુત: નિવારિત: સર્વત્ર ગપિ સ્વરં તમય: શ્રીહતિ' અહાહા...!
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #463
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરિશિષ્ટઃ ૪૪૭ શુદ્ધસ્વભાવથી ભ્રષ્ટ થયો થકો કોઈ પણ પરભાવ-પરશયને બાકી રાખ્યા વિના સર્વ પરભાવ તે હું છું –હું સર્વવ્યાપક છું –એમ માની અજ્ઞાની સ્વચ્છેદે ક્રીડા કરે છે–આચરણ કરે છે. લ્યો, આ મહાહિંસા છે જેના કારણે અને અનંતકાળ પશુગતિમાં-નિગોદાદિમાં રઝળપટ્ટી થાય છે. આવી વાત બાપુ!
હવે કહે છે– “ચાકુવી ' અને સ્યાદ્વાદી તો “સ્વચ સ્વભાવે ભરત બારૂઢ:” પોતાના સ્વભાવમાં અત્યંત આરૂઢ થયો થકો, “પરમાવ-ભાવ-વિરહૃ–વ્યોનો નિશ્વિત:' પરભાવીરૂપ ભવનના અભાવની દષ્ટિને લીધે (અર્થાત્ આત્મા પરદ્રવ્યોના
ભાવારૂપે નથી- એમ દેખતો હોવાથી) નિષ્કપ વર્તતો થકો, ‘વિશુદ્ધ gવ તરસતિ' શુદ્ધ જ વિરાજે છે.
અહાહા...! જોયું? કહે છે- સ્યાદ્વાદી સમ્યગ્દષ્ટિ તો પોતાના સ્વભાવમાં અત્યંત આરૂઢ થયો છે; તેને પરભાવીરૂપ ભવનના ત્યાગની દષ્ટિ ખીલી ગઈ છે. અહાહા....! મારામાં આ જે કોઈ દશા પ્રગટ થાય છે તે મારામાં શક્તિરૂપે વિધમાન છે તે પ્રગટ થાય છે, પરભાવોમાંથી તે આવે છે વા પરભાવને લઈને તે પ્રગટ થાય છે એમ છે નહિ-એમ તે યથાર્થ જાણે છે. અહા ! એક સમયે એક (ચીજનું) જ્ઞાન છે, ને બીજે સમયે બીજું (બીજી ચીજનું) જ્ઞાન થાય છે એનું કારણ સામે ચીજ બદલાય છે તે નથી, એ તો પોતાના ભાવમાં જે શક્તિરૂપે પડી છે તે, તે કાળે વ્યક્તપર્યાયરૂપે પ્રગટ થાય છે. સામેની ચીજ તો નિમિત્તમાત્ર છે; લ્યો, ધર્મી પુરુષ આવું જાણે છે. સમયે સમયે પ્રગટ થતી પર્યાય એ તો સ્વ-ભાવની શક્તિની વ્યક્તિ છે અને તે એનો સ્વકાળ છે. ઓહો ! ભાવમાં તો શક્તિરૂપે ત્રિકાળવર્તી બધી પર્યાયો પડેલી છે. સમજાણું કાંઈ....?
સમયસાર ગાથા ૪૯ માં અવ્યક્તના બોલમાં આવે છે કે –“ચૈતન્યસામાન્યમાં ચૈતન્યની સમસ્ત વ્યક્તિઓ અંતર્લીન છે માટે (–આત્મા) અવ્યક્ત છે.” આમાં ચૈતન્યનું જે સામાન્યપણું, ધ્રુવપણું, એકપણે તેને અવ્યક્ત કહ્યું છે કેમકે એમાં ચૈતન્યની સમસ્ત વ્યક્તિઓ-જે પ્રગટ થવાની છે, ને જે પ્રગટ થઈ ગઈ છે એ બધી -અંતર્લીન છે. (એમાંથી પ્રતિનિયત એક એક પર્યાય એના કાળે આવે છે). નિશ્ચયથી જોઈએ તો સ્વભાવ-પરભાવને જાણવાની જે સ્વપરપ્રકાશક પર્યાય પ્રગટ થાય છે તે, તે જાતની તે કાળે પર્યાયની શક્તિ-યોગ્યતા છે તે પ્રગટ થાય છે. એટલે સામાન્યપણું છે તેને (સમર્થ) કારણ ન ગણતાં ખરેખર જે તે પ્રકારે પર્યાય થવાનો સામાન્યસ્થિત અંદર પર્યાય શક્તિયોગ્યતારૂપ જે ભાવ છે તે કારણ છે. જે સામાન્ય સ્વભાવ ખરેખર કારણ હોય તો સમય સમયે એકસરખી દશા આવવી જોઈએ કેમકે સામાન્ય સ્વભાવ તો સદા એકરૂપ છે; પરંતુ સરખી નથી આવતી, કેમકે પર્યાયનો તે તે પ્રકારે પોતાનો સ્વકાળ છે, તે તે કાળે તેવી જ યોગ્યતા છે. સમજાણું કાંઈ....? ભાઈ ! આ બધું સમજવું પડશે હોં. આ સમજ્યા વિના બહારમાં-પરભાવમાં સુખ ગોતે છે પણ ધૂળેય ત્યાં સુખ નથી, ત્યાં તો મફતનો હેરાન થઈ રખડી મરવાનું છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #464
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
૪૪૮ : પ્રવચન રત્નાકર ભાગ-૧૦
અહા! પોતાના દ્રવ્યમાં જે જ્ઞાન, શ્રદ્ધા, શાન્તિ, આનંદ ઈત્યાદિ શક્તિઓ છે એમાંથી જેટલી પર્યાયો પ્રગટ થઈ ગઈ અને જેટલી પ્રગટ થશે તે બધી તેમાં અંતર્લીન છે. અને તેથી સ્વ-૫૨ને, સ્વભાવ-પરભાવને જાણવાનો જે પર્યાયભાવ ઉત્પન્ન થાય છે તે પોતાથી થાય છે, પરથી નહિ, અને ત્રિકાળી સામાન્યસ્વભાવ છે એનાથી પણ નહિ. ત્રિકાળીમાં જે તે સમયની જે તે પ્રકારની યોગ્યતા વિધમાન છે તે જે તે સમયે પર્યાયરૂપે પ્રગટ થાય છે. એટલે ખરેખર સામાન્યદ્રવ્ય પણ પર્યાયનું કારણ ન રહ્યું ભાઈ ! આ તારા ખ્યાલમાં –બુદ્ધિમાં તો પ્રથમ લે. આ બુદ્ધિગમ્ય થાય તો પછી અનુભવગમ્ય થાય, અને ત્યારે આ આમ જ છે એમ અંદરથી નિઃશંકતાનો રણકો આવે. ધર્મીને આ નિઃશંકતા થઈ છે કે- મારી વર્તમાન દશા, મારા ભાવમાં જે શક્તિરૂપ-યોગ્યતારૂપ વિધમાન હતી તે બહાર આવી છે. તેથી ખરેખર તેને પરભાવરૂપ થવાના ત્યાગરૂપ દષ્ટિ અંદરમાં ખીલી ગઈ છે. અહા ! તેણે દૃષ્ટિમાં પરભાવનો ત્યાગ કરી દીધો છે.
જુઓ, આ કહ્યું ને કે- ધર્મી પોતાના સ્વભાવમાં અત્યંત આરૂઢ થયો થકો, પરભાવોરૂપ ભવનના અભાવની દૃષ્ટિને લીધે નિકંપ વર્તતા થકો, શુદ્ધ જ વિરાજે છે. ધર્મીને ૫રભાવમાંથી મારો ભાવ થાય એવી દષ્ટિનો અભાવ-ત્યાગ થઈ ગયો છે, અને પોતાના સ્વ-ભાવથી પોતાનું અસ્તિત્વ હોવાની દૃષ્ટિ પ્રગટ થઈ છે. તેથી તે સ્વભાવમાં આરૂઢ થઈ નિકંપ વર્તતો થકો શુદ્ધ જ વિરાજે છે. અહા! ધર્મી, આત્મા ૫દ્રવ્યોના ભાવરૂપ નથી-એમ દેખતો હોવાથી નિષ્કપ છે. પરથી મારી દશા થાય એવો મિથ્યાત્વભાવ તે કંપન છે, અને સમ્યગ્દર્શન નિકંપ છે. અહા! નિજ આત્મદ્રવ્યને દૃષ્ટિમાં લેતાં જે સમ્યગ્દર્શન થયું તે નિષ્કંપ છે, કારણ કે ભેગું અજોગપણું પણ અંશે પ્રગટ થાય છે ને! સર્વગુણાંશ તે સમકિત. એટલે કે સતિ થવા કાળે, આત્માનો યોગ નામનો જે ગુણ છે તેમાં પણ તે પ્રકારે નિકંપતા થવાનો કાળ છે. તેથી જ્ઞાની સ્વભાવમાં આરૂઢ થઈ નિષ્કપ વર્તતો થકો શુદ્ધ જ વિરાજે છે; અર્થાત્ પરભાવને પોતામાં ભેળવતો નથી, એક શુદ્ધ સ્વરૂપને જ અનુભવે છે.
અહાહા... ! કહે છે– ‘વિશુદ્ધ: વ તસતિ’ શાની શુદ્ધ જ વિરાજે છે. તો શું એને રાગ છે જ નહિ? કિંચિત્ રાગ છે, તથાપિ શુદ્ધ જ વિરાજે છે. કેમ ? કેમકે રાગને તે માત્ર જાણે જ છે (કરતો નથી). વળી તે જ્ઞાન શુદ્ધ છે અર્થાત્ રાગ તેમાં ભળ્યો નથી, કેમકે એને જાણનારું જ્ઞાન જ્ઞાનથી-પોતાથી છે રાગને લઈને છે એમ નહિ–એમ જ્ઞાની યથાર્થ જાણે છે. થોડું સૂક્ષ્મ આવી ગયું! પણ અરૂપી આત્માની વાત સૂક્ષ્મ જ હોય ને!
'
જે જીવ નિમિત્ત એટલે કે સંયોગ અને પરભાવથી પોતાના ભાવની (જ્ઞાનની ) દશા થયેલી માને છે તે સંયોગ અને પરભાવને પોતારૂપ માને છે; તે મિથ્યાદષ્ટિ છે.
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
Page #465
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરિશિષ્ટ : ૪૪૯ જ્ઞાની તો સ્વભાવની અસ્તિની મસ્તીમાં રહેતો, પરભાવરૂપભવનના ત્યાગની દૃષ્ટિને લીધે નિષ્કપ વર્તતો થકો, શુદ્ધ જ વિરાજે છે, અર્થાત્ શુદ્ધને એકને જ અનુભવે છે.
* કળશ ૨૫૯: ભાવાર્થ ઉપરનું પ્રવચન * “એકાંતવાદી સર્વ પરભાવોને પોતારૂપ જાણીને પોતાના શુદ્ધ સ્વભાવથી શ્રુત થયો થકો સર્વત્ર (સર્વ પરભાવોમાં) સ્વેચ્છાચારીપણે નિઃશંક રીતે વર્તે છે.........”
જોયું? શું કહે છે? કે એકાંતવાદી અર્થાત્ એક જ પક્ષને ગ્રહણ કરનારો બહિરાત્મા સર્વ પરભાવોને પોતારૂપ જાણે છે. આ શરીર મારું, ને બાયડી-છોકરાં મારાં, ને મકાન મારું ને પૈસા મારા-એમ સર્વ પરભાવોને તે પોતારૂપ જાણે છે.
હા, પણ કરે શું? પૈસા વિના તો કાંઈ જ મળતું નથી. એના વિના તો ક્ષણ પણ ન ચાલે.
સમાધાન:- અરે ભાઈ ! પૈસા વિના ક્ષણ પણ ન ચાલે એ તારી માન્યતા ઠીક નથી; કેમકે પૈસાનો તો તારા આત્મામાં ત્રિકાળ અભાવ છે. પૈસા વિના જ ભાઈ ! તું સદાય જીવી–ટકી રહ્યો છો. જેણે પૈસા વિના ન ચાલે એમ માન્યું છે એણે પૈસાથી જ પોતાનું ટકવું માન્યું છે, પણ એ તો ભ્રમ છે. વળી પૈસાથી સામગ્રી આવે છે એમ માનવું એ પણ ભ્રમ છે. સામગ્રી-સંયોગ તો (કર્મોદય નિમિત્તે) પોતાના કાળે પોતાથી આવે છે, ને પોતાના કાળે પોતાથી જતી રહે છે. વળી એ સામગ્રી ને પૈસા –એ બધું તારામાં છે ક્યાં? એ તો ત્રિકાળ ભિન્ન જ છે. આત્મા ત્રણે કાળ પરભાવોથી રહિત જ છે. એ તો અજ્ઞાની ભ્રમથી પરભાવોને પોતારૂપ જાણે છે. પણ એથી તો એ શુદ્ધ સ્વભાવથી ભ્રષ્ટ થયો થકો પરભાવોમાં સ્વેચ્છાચારે પ્રવર્તતો નાશ પામે છે, અર્થાત્ સંસારમાં ડૂબી મરે છે.
પણ શરીર સારું હોય તો તપશ્ચર્ય થાય ને?
ધૂળેય ન થાય સાંભળને, શરીર તો જડ છે. જ્યાં શરીર જ તારું નથી ત્યાં શરીરથી તપશ્ચર્યા થાય એ ક્યાંથી લાવ્યો? ભાઈ ! તપશ્ચર્યા તો અંદર સ્વરૂપમાં જાય ને
ત્યાં તપે પ્રતાપવંત રહે તો થાય. બાકી શરીરથી તપ કર્યું કહીએ એ તો નિમિત્તના કથન સિવાય કાંઈ નથી.
હવે કહે છે- “અને સ્યાદ્વાદી તો, પરભાવોને જાણતાં છતાં, પોતાના શુદ્ધ જ્ઞાનસ્વભાવને સર્વ પરભાવોથી ભિન્ન અનુભવતો થકો શોભે છે.”
અહાહા....! અંદર મારી ચીજ-શુદ્ધ ચૈતન્યવહુ તો પરભાવના અભાવસ્વરૂપ જ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #466
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૫૦ : પ્રવચન રત્નાકર ભાગ-૧) છે એમ જાણી પોતાના શુદ્ધ એક જ્ઞાનસ્વભાવમાં લીન થઈ પ્રવર્તતો જ્ઞાની શોભે છે. જુઓ, આ જ્ઞાનીની શોભા! જ્યારે અજ્ઞાની પરભાવથી મારી દશા થાય, પરભાવ વિના મને ન ચાલે-એમ જાણતો થકો પરભાવમાં લીન થઈ પ્રવર્તે છે તે અશોભા છે, કલંક છે.
પણ શરીરની નિરોગતા હોય તો ધર્મ થઈ શકે ને ?
એમ નથી ભાઈ ! શરીરની નિરોગતા હોય તો મનની ફુર્તિ રહે ને ધર્મ થઈ શકે એમ માની અજ્ઞાની શરીરથી એકત્વ કરે છે, પણ એ તો અશોભા છે, કલંક છે ભાઈ ! કેમકે શરીરથી એકત્વ છે એ જ મિથ્યાત્વનું મહાકલંક છે. જ્ઞાની તો રોગના કાળે પણ હું રોગની દશાનો જાણનાર માત્ર છું એમ જાણી પોતાના શુદ્ધ સ્વભાવમાં રહેતો થકો ઉજ્વળ પવિત્ર શોભાને પામે છે. લ્યો, આવી વાત છે.
આ પ્રમાણે પરભાવ-અપેક્ષાથી નાસ્તિત્વનો ભંગ કહ્યો.
હવે તેરમા ભંગના કળશરૂપે કાવ્ય કહેવામાં આવે છે:
* કળશ ૨૬૦: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * પશુ.' પશુ અર્થાત્ એકાંતવાદી અજ્ઞાની, “પ્રાદુર્ભાવ– વિરામ–મુદ્રિત–વદત– જ્ઞાન–વંશ–નાના–માત્મના નિર્દાનાત' ઉત્પાદ-વ્યયથી લક્ષિત એવા જે વહેતા (પરિણમતા) જ્ઞાનના અંશો તે–રૂપ અનેકાત્મકપણા વડ જ (આત્માનો) નિર્ણય અર્થાત્ જ્ઞાન કરતો થકો, ‘ક્ષણમ9–$–પતિત:' ક્ષણભંગના સંગમાં પડેલો, ‘પ્રાય: નશ્યતિ' બાહુલ્યપણે નાશ પામે છે .
જુઓ, શું કીધું ? કે આત્મા ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત સત છે. એટલે શું? કે તે ધવપણે નિત્ય ટકતો એવો નવી નવી અવસ્થાપણે ઉત્પન્ન થાય છે, ને પૂર્વપૂર્વ અવસ્થાપણે નાશ પામે છે. આમ એક સમયમાં અનંતગુણની અનંતી પર્યાયો ઉત્પન્ન થાય છે, અને બીજે સમયે તેનો વ્યય થઈ જાય છે. આ વસ્તુનો પર્યાયધર્મ છે. આમ આત્મા નિત્ય-અનિત્ય બન્નરૂપ છે. છતાં અજ્ઞાની ઉત્પાદ-વ્યયથી લક્ષિત અર્થાત્ ઉત્પાદ-વ્યયથી જાણવામાં આવતા જ્ઞાનના અંશરૂપ અનિત્ય ભાવોમાં જ એકાંતે આ આત્મા છે એમ નિર્ણય કરે છે, એમ માને છે. અહાહા....! શું કીધું? કે ક્ષણભંગના સંગમાં પડેલો-અનિત્ય પર્યાયના સંગમાં પડેલો તે આ ઉત્પાદ-વ્યયરૂપ પર્યાય જેટલો જ હું આત્મા છું એમ માને છે. તે પોતાનો જે ધ્રુવ નિત્યપણાનો સ્વભાવ છે તેને માનતો જ નથી. પોતાના નિત્ય સ્વભાવને દૃષ્ટિઓઝલ કરી, આ ઉત્પાદ-વ્યયથી લક્ષિત એવા વહેતા જે જ્ઞાનના અંશો તે જ હું આખો આત્મા છું એમ તે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #467
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates પરિશિષ્ટ : ૪૫૧ માને છે. જ્ઞાની તો નિત્યની દષ્ટિપૂર્વક પર્યાયમાં ઉત્પાદ-વ્યય થાય છે એમ માને છે. પરંતુ અજ્ઞાની એકાંતે અનિત્ય પર્યાયને જ પોતાનું સ્વરૂપ માનીને નાશ પામે છે.
‘ ક્ષણભંગના સંગમાં પડેલો' એટલે શું? ક્ષણે ઉત્પન્ન થાય અને ક્ષણે નાશ પામે તે પર્યાય-તેના સંગમાં પડેલો એટલે તે અનિત્ય પર્યાય જેટલો જ હું છું એમ પોતાને ક્ષણિક માનતો-અહાહા...! અજ્ઞાની નાશ પામે છે. ત્યાં વસ્તુ નાશ પામતી નથી, પણ જેવી વસ્તુ છે તેવી અજ્ઞાની માનતો નથી, એકાંતે અન્યથા માને છે તેથી મિથ્યાત્વભાવ વડે ચારગતિમાં ક્યાંય (નિગોદાદિમાં ) ખોવાઈ જાય છે. સમજાણું કાંઈ...?
હવે કહે છે- ‘ચાદાવી તુ' અને સ્યાદ્વાદી તો ‘વિદ્—જ્ઞાત્મના વિદ્-વસ્તુ નિત્ય-જીવિત પરિદૃશન્' ચૈતન્યાત્મકપણા વડે ચૈતન્યવસ્તુને નિત્ય-ઉદિત અનુભવતો થકો, ‘ટોત્ઝીર્ન -ધન-સ્વમાવ-મહિમ જ્ઞાનં ભવન્’ટંકોત્કીર્ણઘનસ્વભાવ ટંકોત્કીર્ણપિંડરૂપ સ્વભાવ) જેનો મહિમા છે એવા જ્ઞાનરૂપ વર્તતો, ‘નીવત્તિ’ જીવે છે.
અહાહા....! પર્યાયથી ઉત્પાદ-વ્યય થવા છતાં મારી ચીજ પર્યાયમાત્ર નથી, હું પર્યાય જેટલો નથી, હું તો ત્રિકાળ ધ્રુવ ટંકોત્કીર્ણ-શાશ્વત જેના સ્વભાવનો મહિમા છે એવી શુદ્ધ ચૈતન્યવસ્તુ આત્મા છું–એમ ધર્મી પોતાના નિત્ય-ઉદિત સ્વભાવને અનુભવતો થકો, જ્ઞાનરૂપ વર્તતો, જીવે છે, નાશ પામતો નથી.
કળશ ૨૬૦ : ભાવાર્થ
એકાંતવાદી શેયોના આકાર અનુસાર જ્ઞાનને ઉપજતું –વિણસતું દેખીને અનિત્ય પર્યાયો દ્વારા આત્માને સર્વથા અનિત્ય માનતો થકો, પોતાને નષ્ટ કરે છે; અને સ્યાદ્વાદી તો, જો કે શાન શૈયો અનુસાર ઉપજે-વિણસે છે તોપણ, ચૈતન્યભાવનો નિત્ય ઉદય અનુભવતો થકો જીવે છે-નાશ પામતો નથી.
આ પ્રમાણે નિત્યત્વનો ભંગ કહ્યો.
*
*
*
હવે ચૌદમા ભંગના કળશરૂપે કાવ્ય કહેવામાં આવે છેઃ
* કળશ ૨૬૧ : શ્લોકાર્થ ઉ૫૨નું પ્રવચન *
‘ પશુ: ’પશુ અર્થાત્ એકાંતવાદી અજ્ઞાની, ‘ટોત્કીર્ણ-વિશુદ્ધ-વોધ–વિસરઆહાર-આત્મ-તત્ત્વ- આશયા' ટૂંકોત્કીર્ણ વિશુદ્ધ જ્ઞાનના ફેલાવરૂપ એક-આકાર (સર્વથા નિત્ય ) આત્મતત્ત્વની આશાથી, ‘ઉચ્છલ-અચ્છ— વિત્પરિણતે મિન્ન ગ્રિન વાતિ' ઉછળતી નિર્મળ ચૈતન્યપરિણતિથી જુદું કાંઈક (આત્મતત્ત્વને ) ઇચ્છે છે (પરંતુ એવું કોઈ આત્મતત્ત્વ છે નહિ );
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
Page #468
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪પર : પ્રવચન રત્નાકર ભાગ-૧)
આત્મા ધ્રુવપણે ત્રિકાળી નિત્ય છે અને અવસ્થાપણે ક્ષણે ક્ષણે બદલે છે, અનિત્ય છે. આવું જ નિત્ય-અનિત્ય એનું સ્વરૂપ છે. પરંતુ એકાન્તવાદી પશુ જેવો અજ્ઞાની, ટંકોત્કીર્ણ વિશુદ્ધજ્ઞાનના ફેલાવરૂપ એક-આકાર સર્વથા નિત્ય આત્મતત્વની આશા કરે છે. શું કીધું આ? કે પર્યાયમાં જે અનેક-આકાર જ્ઞાનની દશા થાય એ કાંઈ (વસ્તુ ) નહિ, મને તો નિત્ય ધ્રુવ એક-આકાર જોઈએ-એમ અજ્ઞાની ઈચ્છે છે. અનેક-આકારરૂપ જ્ઞાનની પરિણતિ થતી હોવા છતાં, એનાથી રહિત હું એકલો ધ્રુવ કેમ રહું? એમ ધ્રુવ નિત્ય તત્ત્વની આશાથી અજ્ઞાની વર્તમાન વર્તતી પર્યાયનો ઉચ્છેદ કરે છે, ઉથાપે છે. અહાહા....! ટંકોત્કીર્ણ વિશુદ્ધજ્ઞાન અર્થાત્ શાશ્વત શુદ્ધ એક જ્ઞાન જે ધ્રુવ નિત્ય છે તેને લક્ષમાં લેવા અજ્ઞાની વર્તમાન પર્યાય જે અનેકપણે પરિણમે છે તેને ઉડાવી દે છે. અહા ! એને ખબર નથી કે નિત્યનો નિર્ણય કરનારી તો વર્તમાન અવસ્થા –પર્યાય છે. આમ વર્તતી પર્યાયને અવગણીને તે ધ્રુવ તત્ત્વ એવા ચૈતન્યમય આત્માને નહિ પામતો પોતાનો નાશ કરે છે.
અહાહા...! અજ્ઞાની, “૩977 1Ø–રિરિગૉ: fમનું વિશ્ચન વાચ્છતિ' આત્માની વર્તમાન દશામાં જ્ઞાનાદિની અનેક નિર્મળ અવસ્થાઓ ઉછળે છે એનાથી ભિન્ન કાઈક પોતાનું તત્ત્વ છે એને ઈચ્છે છે. અહીં ! એક-આકાર સર્વથા નિત્ય આત્મતત્વન વાંછનારો તેની વર્તમાન જ્ઞાનાદિ જે અવસ્થાઓ થાય છે તેને છોડી દે છે અર્થાત્ પર્યાયથી કાંઈક જુદુ આત્મતત્ત્વ છે એમ માનીને એવા આત્મતત્ત્વની વાંછા કરે છે. પણ પરિણામી પરિણામ વિના અને પરિણામ પરિણામી વિના સંભવિત જ નથી, હોઈ શકતાં જ નથી. અરે ભાઈ! પરિણામ પરિણામીનું છે, અવસ્થા અવસ્થાયીની છે, પર્યાય પર્યાયવાન દ્રવ્યની છે. પર્યાયથી જુદું (અલગ) આત્મતત્ત્વ તું શોધવા જાય પણ એ તો છે નહિ. તેથી
અનિત્ય પર્યાયને છોડી દઈને તું પોતાનો જ નાશ કરે છે, કેમકે તને વાંછિત જે ધ્રુવ, નિત્ય આત્મતત્ત્વ તેનો નિર્ણય, તેનું પરિજ્ઞાન અનિત્ય પર્યાયમાં જ થાય છે.
આ શરીર, મન, વાણી, ઈન્દ્રિય-એ તો પરદ્રવ્યરૂપ છે; એ પ્રત્યક્ષ ભિન્ન છે તેથી એની સાથે આત્માને કોઈ સંબંધ નથી. તેથી અહીં એની વાત નથી. અહીં તો વસ્તુમાં આત્મામાં નિત્ય ને અનિત્યએમ બે પડખાં છે એની વાત છે. ધ્રુવ ત્રિકાળી દ્રવ્યરૂપથી આત્મા નિત્ય છે, ને પર્યાયરૂપથી તે બદલે છે, અનિત્ય છે. ત્યાં બદલતી દશાને જોઈને એકાંતવાદી તેનો ત્યાગ કરીને મારે તો ધ્રુવ નિત્ય આત્મતત્ત્વ જોઈએ એમ વાંછા કરે છે. પણ, અહીં કહે છે. એવી કોઈ વસ્તુ નથી. નિત્ય ધ્રુવ જુદું, ને પર્યાય જુદી –એવી કોઈ વસ્તુ નથી. ભલે પર્યાય ત્રિકાળીરૂપ નથી; પણ પરિણામ -પર્યાય પરિણામી દ્રવ્યનું જ છે. પરિણામ પરિણામીથી ભિન્ન નથી; કેમકે બન્નેના પ્રદેશો એક છે. અસંખ્ય પ્રદેશમાં જેટલામાં પરિણામ ઉઠ છે એ ક્ષેત્રનો અંશ અને ત્રિકાળી ધ્રુવના અસંખ્ય પ્રદેશોનો અંશ – એ બન્ને ભિન્ન ગણવામાં આવ્યા છે એ બીજી અપેક્ષાએ વાત છે. પણ જેમ આ બે આંગળી ભિન્ન છે તેમ પરિણામ-પરિણામી ભિન્ન નથી. તેથી પર્યાયભાવને છોડી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #469
--------------------------------------------------------------------------
________________
Version 001: remember fo check htfp://www.AtmaDharma.com for updates પરિશિષ્ટઃ ૪૫૩
દઈને અસંખ્યપ્રદેશી એક અખંડ પ્રદેશમાં અનંત ગુણધામ એવા ધ્રુવ આત્માની આશાએ એને જ્યાં તપાસવા જાય છે ત્યાં અજ્ઞાની ભોંઠો પડે છે, અર્થાત્ એને કાંઈ જ હાથ આવતું નથી, કેમકે પર્યાય વિનાનું ધ્રુવ હોઈ શકતું જ નથી. અહા! પર્યાયથી રહિત જુદું એ ધ્રુવ જોવા જાય પણ એને ક્યાં જોવા મળે?
પ્રશ્ન:- તો આપ કહો છો કે –ધ્રુવમાં પર્યાય નથી, ને પર્યાયમાં ધ્રુવ નથી. એ શું
છે?
ઉત્તર:- એ બીજી અપેક્ષાએ વાત છે ભાઈ! એક સમયની અવસ્થાનો અંશ તે ત્રિકાળીવરૂપ નથી, ને ત્રિકાળી ધ્રુવ એક સમયની અવસ્થારૂપ થઈ જતો નથી એમ પરસ્પર અન્યતાની વાત છે. એ તો સમયસાર ગાથા ૪૯ માં ‘અવ્યક્ત' ના પાંચમાં બોલમાં આવે છે કે– “વ્યક્તપણું તથા અવ્યક્તપણું ભેળા મિશ્રિતરૂપે તેને પ્રતિભાસવા છતાં પણ તે વ્યક્તપણાને સ્પર્શતો નથી માટે અવ્યક્ત છે.” ત્યાં તો (નિશ્ચય) અભેદ એક ધ્રુવ તત્ત્વ કેવું છે તે સિદ્ધ કરવું છે તો કહ્યું કે- ધ્રુવ એક સમયના અંશમાં –પર્યાયમાં નથી–પર્યાયને સ્પર્શતું નથી, ને પર્યાય ધ્રુવમાં નથી-ધ્રુવને સ્પર્શતી નથી. પણ અહીં એ વાત નથી. અહી તો એકાંતવાદી પર્યાયરહિત એકલા ધ્રુવની આશા કરીને બેઠો છે, તેને કહીએ છીએ કે–ભાઈ! તું પર્યાય વિનાનું ધ્રુવ જોવા જાશ પણ તને કાંઈ હાથ નહિ આવે, કેમકે એક તો પર્યાયરહિત ધ્રુવ હોતું જ નથી, અને ધ્રુવનો નિર્ણય કરનારી પર્યાય છે, ધ્રુવ (કાંઈ ) ધ્રુવનો નિર્ણય કરતું નથી. સમજાણું કાંઈ....? અહો! આચાર્યદેવે ચીજ જેવી છે તેવી દીવા જેવી ચોકખી બતાવી છે. અહીં તો કહેવું છે કે પરિણામ અને પરિણામી બે ચીજ એક વસ્તુના અંશો છે. ભાઈ! સર્વજ્ઞ પરમેશ્વરે કહેલું તત્ત્વ બહુ ગૂઢ-સૂક્ષ્મ છે ભાઈ ! અપૂર્વ અંતર-પુરુષાર્થથી જણાય એવું છે.
અહાહા.....! આત્મા સચ્ચિદાનંદ પ્રભુ સત્ નામ શાશ્વત જ્ઞાન ને આનંદની ત્રિકાળ ધ્રુવતા ધરનારું તત્ત્વ છે. એની વર્તમાન દશામાં કાર્ય-પર્યાય થાય છે તે એની ચીજ છે,
એનાથી અભિન્ન છે. પંચાસ્તિકાયમાં આવે છે કે- પર્યાય રહિત દ્રવ્ય ને દ્રવ્યરહિત પર્યાય કોઈ ચીજ નથી. આ વસ્તુસ્થિતિ છે. તથાપિ અનિત્ય પર્યાયને અનેકરૂપ પરિણમતી દેખીને, આ (−પર્યાય ) હું નહિ એમ માનીને, અજ્ઞાની એનાથી જુદા ધ્રુવ આત્મતત્ત્વને શોધવા જાય છે, પણ એને કાંઈ નજરમાં આવતું નથી. જેમ ષ્ટિ-આંખ ફોડીને દેખવા જાય એને કાંઈ દેખાતું નથી. તેમ વર્તમાન નજર-પર્યાયને ઉડાડીને ધ્રુવ તત્ત્વ જોવા જાય તેને કાંઈ જ જણાતું નથી. પણ શું જણાય ? જોનારી નજ૨-૫ર્યાય જ નથી ત્યાં શું જણાય ? વૈદાંતાદિ મતવાળા વસ્તુને સર્વથા ફૂટસ્થ માને છે, પર્યાયને માનતા જ નથી તેમને વસ્તુતત્ત્વની કદીય ઉપલબ્ધિ થતી નથી.
હવે આવી વાત સમજવી આકરી પડે એટલે લોકો દયા, દાન, વ્રત, ભક્તિ,
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
Page #470
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૫૪ : પ્રવચન રત્નાકર ભાગ-૧) આદિમાં ચઢી ગયા. કોઈ શરીરના જોરવાળા ઉપવાસ આદિમાં ચઢી ગયા, તો કોઈ ધનના જોરવાળા દાન ને ભોગ આદિમાં ચઢી ગયા, તો કોઈ મનના જોરવાળા વિવાદમાં પડી એકાન્ત જાણપણામાં ચઢી ગયા; પરંતુ અંદર વસ્તુ છે તેની દષ્ટિ કરી નહિ. અહીં કહે છેભગવાન આત્મામાં એકરૂપતા દેખવાના અભિલાષી જીવો ચૈતન્યની પ્રગટ થતી પર્યાયોથી જુદો ધ્રુવ શોધવા જાય છે, પણ તે નજરમાં આવતો નથી કેમકે એવો ધ્રુવ આત્મા કોઈ વસ્તુ જ નથી. અહાહા....! એકાંત ધ્રુવને માનનારા હું એક છું, અભેદ છું, ધ્રુવ છું-એમ જાણે છે તો પર્યાયથી, પણ પર્યાય છે એમ માનતા નથી તેથી તેઓ મિથ્યાદષ્ટિ છે, તેમને ધ્રુવ તત્ત્વની ઉપલબ્ધિ કદીય થતી નથી. સમજાણું કાંઈ....?
હવે કહે છે- “ચાવી' અને સ્યાદ્વાદી તો, ‘વિ-વસ્તુ–વૃત્તિ-માત ત– નિત્યતાં પરિસૃશન' ચૈતન્ય વસ્તુની વૃત્તિના (-પરિણતિના, પર્યાયના) ક્રમ દ્વારા તેની અનિત્યતાને અનુભવતો થકો, ‘નિત્ય જ્ઞાન નિત્યતા–પરિવારે પ ૩Mવનમ્
સાવતિ' નિત્ય એવા જ્ઞાનને અનિત્યતાથી વ્યાપ્ત છતાં ઉજ્વળ (-નિર્મળ) માને છે- અનુભવે છે.
અહાહા ! ભગવાન આત્મા જ્ઞાન, દર્શન, આનંદ આદિ જેનો સ્વભાવ છે એવો જ્ઞાનાનંદ-નિત્યાનંદ પ્રભુ અસ્તિરૂપ માપદાર્થ છે. એની વર્તમાન દશા ક્રમથી થાય છે. પર્યાયનું લક્ષણ જ ક્રમવર્તીપણું છે. ક્રમવર્તી એટલે શું? પર્યાય પલટીને બીજી થાય માત્ર એમ નહિ, પરંતુ પલટીને જે કાળે જે થવાની હોય તે જ થાય. પ્રવચનસારમાં મોતીના હારનો દાખલો આપ્યો છે. જેમ ૧૦૮ મોતીનો હાર હોય તેમાં બધાંય ૧૦૮ મોતી-પ્રત્યેક પોતપોતાના સ્થાનમાં પ્રકાશે છે. તેમાં કોઈ આડું-અવળું કે આગળ-પાછળ કરવા જાય તો હાર તૂટી જાય. તેમ આત્મામાં ત્રિકાળવર્તી સર્વ પર્યાયો-પ્રત્યેક પોતપોતાના સ્થાનમાં (સ્વકાળમાં) પ્રકાશે છે. એટલે શું? કે જે અવસ્થા જે કાળે પ્રગટ થવાની હોય તે કાળે તે જ પ્રગટ થાય. કોઈ આગળ-પાછળ કે આડી-અવળી ન થાય. આવું પર્યાયોનું ક્રમવર્તીપણું ધર્મી જાણે છે તેથી ક્રમ દ્વારા તેની અનિત્યતાને જાણતો થકો, વસ્તુ જે નિત્ય છે તે અનિત્યતાથી વ્યાસ હોવા છતાં, તેને ઉજ્વળ-નિર્મળ અનુભવે છે, વસ્તુ વસ્તુપણે ત્રિકાળી નિત્ય હોવા છતાં ધર્મી પુરુષ પર્યાયમાં અનેકરૂપતા ક્રમસર થાય છે તેને જાણે છે, અને છતાં અનેક અવસ્થાઓ છે માટે હું અનેકરૂપ, મલિન, અશુદ્ધ થઈ ગયો એમ નહિ માનતો થકો તે નિત્ય શુદ્ધ આત્મસ્વરૂપને અનુભવે છે.
ભાઈ ! વસ્તુ જે નિત્ય છે તે જ અનિત્ય છે, ને જે અનિત્ય છે તે જ નિત્ય છેઆવું પ્રમાણજ્ઞાન જ્યાં સુધી ન થાય ત્યાં સુધી પર્યાયમાં નિર્મળતા-ધર્મ પ્રગટ થતો નથી.
ધર્મી જીવ આત્માની વર્તમાન દશામાં ક્રમવર્તીપણે જે અનિત્યતા વર્તે છે તેને જાણતો થકો, અવસ્થામાં એક પછી એક પર્યાય થાય છે એનાથી સહિત હોવા છતાં,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #471
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
પરિશિષ્ટ : ૪૫૫
પોતાના નિત્ય પવિત્ર સ્વભાવને એકને નિર્મળ અનુભવે છે. પર્યાયનું બદલવું છે છતાં સર્વથા અનિત્ય અને અનેકરૂપ થઈ ગયો એમ ધર્મી કદી માનતો નથી.
* કળશ ૨૬૧ : ભાવાર્થ ઉ૫૨નું પ્રવચન *
‘એકાંતવાદી જ્ઞાનને સર્વથા એકાકાર-નિત્ય પ્રાપ્ત કરવાની વાંછાથી, ઉપજતી વિણસતી ચૈતન્યપરિણિતથી જુદું કાંઈક જ્ઞાનને ઇચ્છે છે, પરંતુ પરિણામ સિવાય જુદો કોઈ પરિણામી તો હોતો નથી.......’
:
અહાહા...! એક જ ધર્મને જોનારો એકાંતવાદી, ચૈતન્યની જે અનેકરૂપ પરિણતિ થાય તેને ઉપાધિ માને છે. તેને દૂર કરીને તે સર્વથા નિત્ય આત્મતત્ત્વને પ્રાપ્ત કરવા માગે છે. પણ ચૈતન્યની પરિણતિથી જુદું એવું કોઈ આત્મતત્ત્વ છે નહિ, કેમકે પરિણામ વિનાનો જુદો કોઈ પરિણામી હોતો નથી. તેથી એકાંતવાદીને ચૈતન્ય ધ્રુવ તત્ત્વની પ્રાપ્તિ થતી નથી.
વળી અજ્ઞાની પરિણામ પોતાથી થાય છે એમ માનતો નથી. જુદી જુદી પરિણિત થાય છે તે પરને લઈને થાય છે એમ માને છે. હવે જો પરિણામ પરથી થયા તો શું આત્મા પરિણામ વિનાનો છે? શું પરિણમવું એ આત્માનો સ્વભાવ નથી ? પરિણામથી જુદો કોઈ પરિણામી હોતો તો નથી.
આત્મા નિત્ય અપરિણામી છે એમ કહ્યું એ તો દ્રવ્યસ્વભાવની દૃષ્ટિ કરાવવાના પ્રયોજનથી કહ્યું હતું. પરંતુ દષ્ટિ કરનાર તો પર્યાય છે. તેથી ઉછળતી પરિણતિને ન માને અને એનાથી રહિત આત્મતત્ત્વને ઇચ્છે તો એને તે ક્યાંથી મળે? ન મળે; કેમકે એવું કોઈ પૃથક્ જ્ઞાન-આત્મતત્ત્વ છે નહિ. ભાઈ! પર્યાયથી દૂર-જુદું કોઈ દ્રવ્ય છે એમ છે નહિ. અંશમાં અંશી નથી, અંશીમાં અંશ નથી-એ તો અભેદની દૃષ્ટિ કરવા અપેક્ષાથી કથન છે, બાકી પરિણામ ક્યાંય રહે છે, ને પરિણામી બીજે ક્યાંક છે એમ બેનો ક્ષેત્રભેદ છે નહિ. ત્રિકાળી ધ્રુવ જ્યાં (જે અસંખ્ય પ્રદેશમાં) છે ત્યાં જ એની દશા છે. આ વાસ્તવિક સ્થિતિ છે. હવે આ ન સમજાય એટલે લોકો રાગમાં ચઢી જાય. પણ ભાઈ! રાગ તો આગ છે બાપા! એ તો તારા આત્માની શાંતિને બાળીને જ રહેશે. સમજાણું sis.....?
સ્યાદ્વાદી તો એમ માને છે કે જો કે દ્રવ્ય જ્ઞાન નિત્ય છે તોપણ ક્રમશઃ ઉપજતી-વિણસતી ચૈતન્ય પરિણતિના ક્રમને લીધે જ્ઞાન અનિત્ય પણ છે; એવો જ વસ્તુસ્વભાવ છે.’
જુઓ, આત્મા દ્રવ્યે નિત્ય હોવા છતાં પર્યાયે અનિત્ય છે, ને પર્યાયે અનિત્ય હોવા છતાં દ્રવ્ય નિત્ય છે. લ્યો, આવું યથાર્થ માને એનું નામ સ્યાદ્વાદી–અનેકાંતવાદી
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
Page #472
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૫૬ : પ્રવચન રત્નાકર ભાગ-૧) છે. સ્યાદ્વાદી વસ્તુમાં રહેલા ધ્રુવ ને અધ્રુવ બન્ને ધર્મને માનનારો છે. વસ્તુપણે તો આત્મા અનાદિ-અનંત ત્રિકાળ ધ્રુવ જ છે. વસ્તુ અપેક્ષા એને કોઈએ ઉપજાવ્યો નથી. સત્ છે ને? એને કોણ ઉપજાવે? અને સત્નો નાશ કેવો? સત્ તો ત્રિકાળ સત્ જ છે. આમ વસ્તુપણે નિત્ય છે તોપણ કમેક્રમે ઉપજતી-વિણસતી ચૈતન્યની અવસ્થાઓની અપેક્ષા જ્ઞાન-આત્મા અનિત્ય પણ છે. આવો જ વસ્તુનો સ્વભાવ છે. સ્યાદ્વાદી અને યથાર્થ જાણતો થકો નિત્યસ્વભાવના આલંબનની દષ્ટિ વડ જિવિત રહે છે-નાશ પામતો નથી આવી વાત છે.
આ પ્રમાણે અનિત્યત્વનો ભંગ કહ્યો.
પૂર્વોક્ત રીતે અનેકાન્ત, અજ્ઞાનથી મૂઢ થયેલા જીવોને જ્ઞાનમાત્ર આત્મતત્ત્વ પ્રસિદ્ધ કરી દે છે- સમજાવી દે છે' એવા અર્થનું કાવ્ય હવે કહેવામાં આવે છે:
* કળશ ૨૬ર : શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * ‘તિ' આ રીતે ‘નેવાન્ત:' અનેકાંત અર્થાત્ સ્યાદ્વાદ અજ્ઞાન–વિમૂઢાનાં જ્ઞાનમાત્ર આત્મતત્ત્વ પ્રધયન' અજ્ઞાનમૂઢ પ્રાણીઓને જ્ઞાનમાત્ર આત્મતત્ત્વ પ્રસિદ્ધ કરતો ‘સ્વયમેવ અનુભૂયતે' સ્વયમેવ અનુભવાય છે.
જુઓ, અહીં અનેકાન્તનો અર્થ સ્યાદ્વાદ કર્યો છે. વાસ્તવમાં અનેકાન્ત વસ્તુનું સ્વરૂપ છે. અને સ્યાદ્વાદ વસ્તુના અનેકાન્ત સ્વરૂપનો (ધોતક ) બતાવનારો છે. સ્યાત” કહેતાં અપેક્ષાઓ (જે ધર્મ વસ્તુમાં હોય તે અપેક્ષાએ) વાદ કહેતાં વચન-કથન. આ રીતે સ્યાદ્વાદ તે અનેકાન્તસ્વરૂપ વસ્તુને કહેનારી વચન-પદ્ધતિ છે. જેમકે-આત્મા નિત્ય છે તો કથંચિત-દ્રવ્ય અપેક્ષાએ નિત્ય છે; આત્મા અનિત્ય છે તો કથંચિત્-પર્યાય અપેક્ષાએ અનિત્ય છે. આમ સ્યાદ્વાદ, અપેક્ષાથી કથન કરીને અનેકાન્ત-વસ્તુને સિદ્ધ કરે છે, વસ્તુના યથાર્થ સ્વરૂપને બતાવે છે.
અહીં કહે છે-આ રીતે અનેકાન્ત, અજ્ઞાનથી વિમૂઢ પ્રાણીઓને, જ્ઞાનમાત્ર આત્મતત્ત્વને પ્રસિદ્ધ કરતો સ્વયમેવ અનુભવાય છે. અહાહા....! હું સ્વસ્વરૂપીજ્ઞાનસ્વરૂપથી છું ને પરરૂપથી નથી એમ તત્વ-અત આદિ ધર્મો દ્વારા અનેકાન્ત, અજ્ઞાનમૂઢ પ્રાણીઓને જ્ઞાનમાત્ર આત્મા પ્રસિદ્ધ કરે છે એમ સ્વયમેવ અનુભવાય છે. અહાહા..! અનેકાન્તને જાણતાં સ્વસ્વરૂપવસ્તુ આત્મા સ્વયમેવ-પોતાવડે જ અનુભવમાં આવી જાય છે. વસ્તુને-આત્માને જાણવારૂપ પર્યાય સ્વયમેવ-પોતાથી જ પરિણમી જાય છે. હવે આમાં લોકોને (-કેટલાકને ) “સ્વયમેવ’ શબ્દના વાંધા છે. એમ કે “સ્વયમેવ' નો અર્થ પોતે પોતાથી જ એમ નહિ, પણ પોતારૂપ-ચેતન ચેતનરૂપ ને જડ જડરૂપ-પરિણમે –એમ લેવો જોઈએ. પણ એ બરાબર નથી. “સ્વયમેવ” કહીને અહીં પોતાથી જ, પરથી નહિ એમ નિશ્ચય કરાવવો છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #473
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરિશિષ્ટ : ૪૫૭
ઘણા વર્ષ પહેલાં જામનગરમાં એક છોકરાએ પૂછ્યું ” તું કે મહારાજ! તમે આત્મા દેખો, જ્ઞાનમાત્ર વસ્તુને દખો-એમ કહ્યા કરો છો પણ એ દેખવો કેવી રીતે? બહાર દેખીએ તો આ બધું (માત-પિતા-પરિવાર, બાગ-બંગલા આદિ) દેખાય છે, ને અંદર (આંખ બંધ કરીને) દેખીએ તો અંધારું દેખાય છે; આત્મા તો દેખાતો નથી. તેને કહેલું કે –ભાઈ ! આ અંધારું છે એમ જાણ્યું કોણે? અંધારામાં કાંઈ જણાય નહિ, ને વળી અંધારું અંધારા વડે જણાય નહિ તો અંધારાને જાણ્યું કોણે? આ અંધારું છે એમ શા વડ જાપ્યું? જ્ઞાન વડે; ખરું કે નહિ? અંધારાનો જાણનાર અંદર ભિન્ન જ્ઞાનસ્વરૂપ આત્મા છે. અહાહા...! જ્યાં અંધારું જણાય છે ત્યાં જ જાણનાર-જ્ઞાનપ્રકાશ છે. બીજી રીતે કહીએ તો આત્મા જણાતો નથી એવો નિર્ણય કોણે કર્યો? ભાઈ ! એ નિર્ણય તારા જ્ઞાનની ભૂમિકામાં થયો છે. હું નથી એમ કહેતાં જ હું છું એમ એમાં આવી જાય છે. (પરસ્વરૂપથી હું નથી એમ જાણતાં જ સ્વસ્વરૂપથી હું છું એમ સિદ્ધ થઈ જાય છે). દેખતો નથી એમ કહેતાં જ દેખનારો પોતે છે એમ નિશ્ચય થાય છે. ભાઈ ! સ્વસ્વરૂપમાં અંતર્મુખ દૃષ્ટિ કરે તો અવશ્ય દેખનારો દેખાય છે. સમજાણું કાંઈ.....?
* કળશ ૨૬૨ : ભાવાર્થ ઉપરનું પ્રવચન * જ્ઞાનમાત્ર આત્મવસ્તુ અનેકાન્તમય છે. પરંતુ અનાદિકાળથી પ્રાણીઓ પોતાની મેળે અથવા તો એકાંતવાદનો ઉપદેશ સાંભળીને જ્ઞાનમાત્ર આત્મતત્ત્વ સંબંધી અનેક પ્રકારે પક્ષપાત કરી જ્ઞાનમાત્ર આત્મતત્ત્વનો નાશ કરે છે.'
જ્ઞાનમાત્ર આત્મવસ્તુ અનેકાન્તમય છે.” જુઓ, શિષ્યનો પ્રશ્ન હતો કે આત્માને જ્ઞાનમાત્ર કહેતાં એકાન્ત તો થઈ જતું નથી ને? તો કહે છે- જ્ઞાનમાત્ર આત્મવસ્તુ અનેકાન્તમય છે. અહા ! જ્ઞાનમાત્ર કહેતાં જ આત્મા જ્ઞાનસ્વરૂપથી તત્ અને પરશયસ્વરૂપથી અત, સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી સત્ અને પારદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી અસત્ ઈત્યાદિ અનેક ધર્મો આત્મામાં સિદ્ધ થઈ જાય છે. હું વસ્તુપણે એક છું એમ કહેતા જ ગુણ-પર્યાયથી અનેક છું, તથા હું દ્રવ્યરૂપથી નિત્ય છું એમ કહેતાં જ પર્યાયરૂપથી અનિત્ય છું એમ સિદ્ધ થઈ જાય છે. આમ જ્ઞાનમાત્ર કહેતાં આત્માવસ્તુ અનેકાન્તમય સિદ્ધ થાય છે. અહા ! આ ચૌદ બોલથી આચાર્યદવે સંક્ષેપમાં આત્માનું વાસ્તવિક દર્શન કરાવ્યું છે.
આમાં તો ભાઈ ! નિમિત્તથી કાર્ય થાય એ વાત જ ઉડી જાય છે. પ્રશ્ન- હા, પણ પરદ્રવ્ય નિમિત્ત-કર્તા તો છે ને?
ઉત્તર- પરદ્રવ્યને નિમિત્ત-કર્તા કહીએ એ તો આરોપિત કથન છે. વાસ્તવમાં નિમિત્ત કર્તા નથી. અસભૂત વ્યવહારનયથી એને કર્તા કહેવામાં આવે છે. પોતે પોતાની
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #474
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૪૫૮ : પ્રવચન રત્નાકર ભાગ-૧) પર્યાયનો કર્તા કહીએ તે સદભુત વ્યવહારનય છે. કેમકે ભેદ પડ્યો ને? અને પરદ્રવ્યને નિમિત્તને કર્તા કહેવો એ અસભુત વ્યવહારનય છે. સમજાણું કાંઈ....?
ભાઈ ! પ્રત્યેક દ્રવ્યની ત્રણેકાળની પર્યાયો-પોતાની પ્રત્યેક પોતાથી પ્રગટ થાય છે, પરથી નહિ. તેથી નિમિત્તથી ઉપાદાનમાં કાંઈ ( વિલક્ષણતા) થાય એ વાત રહેતી નથી. વળી આથી દ્રવ્યમાં પ્રગટ થતી પ્રત્યેક પર્યાય પોતાના સ્વકાળે ક્રમબદ્ધ પ્રગટ થાય છે એમ સિદ્ધ થાય છે. પર્યાય વિકારી કે નિર્મળ હો, તે પોતાના સ્વકાળે ક્રમબદ્ધ પ્રગટ થાય છે. પણ એનું યથાર્થ જ્ઞાન ક્યારે થાય? કે જ્ઞાયકસ્વભાવની અંતર્દષ્ટિ થાય ત્યારે. જ્ઞાનસ્વભાવની અંતર પ્રતીતિ થાય ત્યારે જ કમબદ્ધ, ભવિતવ્યતા, કાળલબ્ધિ ને નિમિત્તાદિનું સમ્યક જ્ઞાન થાય છે.
પરંતુ અનાદિ કાળથી પ્રાણીઓ પોતાની મેળે અથવા તો એકાંતવાદનો ઉપદેશ સાંભળીને જ્ઞાનમાત્ર આત્મતત્ત્વ સંબંધી અનેક પ્રકારે પક્ષપાત કરી જ્ઞાનમાત્ર આત્મતત્ત્વનો નાશ કરે છે. કોઈ સર્વથા પર્યાયને જ આત્મા માને છે તો કોઈ સર્વથા નિત્ય ધ્રુવ દ્રવ્યને જ આત્મા કહે છે; કોઈ સર્વથા આત્માને એકરૂપ માને છે તો કોઈ સર્વથા અનેકરૂપ માને છે. વળી કોઈ સ્વ-પરને એક કરી માને છે. આમ અનેક પ્રકારે પક્ષપાત કરી એકાંતવાદીઓ પોતાના આત્મતત્ત્વનો નાશ કરે છે, અર્થાત્ વસ્તુતત્ત્વને પ્રાપ્ત થતા નથી. અરે! જીવોને વસ્તુનું યથાર્થ સ્વરૂપ સમજવાની દરકાર નહિ એટલે શાસ્ત્રના અર્થ પણ પોતાની મતિ-કલ્પનાથી કરે છે; શાસ્ત્રને ખરેખર શું કહેવું છે એ સમજવા પ્રતિ પોતાની બુદ્ધિને દોરી જતા નથી.
વળી કેટલાક કહે છે–ઉપાદાનમાં અનેક પ્રકારની યોગ્યતાઓ છે. એમાં કઈ યોગ્યતા કાર્યરૂપ પરિણમે એ નિમિત્તોને આધીન છે. જેવું નિમિત્ત આવે તેવું કાર્ય થાય. હવે આવા જીવો પણ કાર્ય પરથી -નિમિત્તથી થવાનું માનનારા છે. તેઓ વસ્તુના પરિણમનનું જેવું સ્વરૂપ છે તેવું યથાર્થ માનતા નથી. તેમના જ્ઞાનમાંથી પણ વસ્તુઆત્મતત્ત્વ છૂટી ગયું છે અર્થાત્ દષ્ટિમાં તેઓએ આત્મતત્ત્વનો નાશ કર્યો છે. તેઓ એકાંતના ઝેરને પીને મૂચ્છિત થઈ મૂઢપણે વર્તતા સંસારમાં પરિભ્રમે છે.
હવે કહે છે- “તેમને (અજ્ઞાની જીવોને) સ્યાદ્વાદ જ્ઞાનમાત્ર આત્મતત્ત્વનું અનેકાન્તસ્વરૂપપણું પ્રગટ કરે છે–સમજાવે છે. જો પોતાના આત્મા તરફ દેખી અનુભવ કરી જોવામાં આવે તો (સ્યાદ્વાદના ઉપદેશ અનુસાર) જ્ઞાનમાત્ર આત્મવસ્તુ આપોઆપ અનેક ધર્મોવાળી પ્રત્યક્ષ અનુભવગોચર થાય છે.”
જ્ઞાનમાત્ર આત્મવસ્તુ કહેતાં તેમાં જ્ઞાન એક જ ગુણ છે એમ નહિ, એની સાથે દર્શન, સુખ, વીર્ય, અસ્તિત્વ, નાસ્તિત્વ, વસ્તુત્વ આદિ અનંત ધર્મો હોવાનું સિદ્ધ થાય છે. કેવી રીતે? તો કહે છે- જો પોતાના આત્મા તરફ દખી અનુભવ કરીને જોવામાં આવે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #475
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરિશિષ્ટ : ૪૫૯ તો જ્ઞાનમાત્ર વસ્તુ આપોઆપ અનેક ધર્મયુક્ત પ્રત્યક્ષ અનુભવગોચર થાય છે. અહીં...! હું સ્વથી છું ને પરથી નથી, જ્ઞાનસ્વરૂપથી છું ને પરજ્ઞયથી નથી એમ યથાર્થ વસ્તુ-સ્વરૂપ જાણીને નિત્ય, ધ્રુવ, જ્ઞાનસ્વભાવની સન્મુખ થઈ પરિણમતાં આત્માનો અનુભવ થાય છે, અને ત્યારે તેમાં જ્ઞાનની, આનંદની, શ્રદ્ધાની, સ્થિરતાની આદિ અનેક પર્યાયો પ્રત્યક્ષ વેદનમાં આવે છે; કેમકે પ્રત્યક્ષ થવું, સ્વાનુભૂતિમાં જણાવું એવો જ ભગવાન આત્માનો સ્વભાવ છે. અહાહા...! વસ્તુ-આત્મા સ્વાનુભવગોચર થતાં હું દ્રવ્યરૂપથી એક છું, પર્યાયથી અનેક છું એમ જ્ઞાનમાં યથાર્થ ભાસે છે.
હવે કહે છે- “માટે છે પ્રવીણ પુરુષો ! તમે જ્ઞાનને તસ્વરૂપ, અતસ્વરૂપ, એકસ્વરૂપ, અનેકસ્વરૂપ, પોતાના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી સસ્વરૂપ, પરના દ્રવ્ય-ક્ષેત્રકાળ-ભાવથી અસલ્વરૂપ નિત્યસ્વરૂપ, અનિત્યસ્વરૂપ ઇત્યાદિ અનેક ધર્મસ્વરૂપ પ્રત્યક્ષ અનુભવગોચર કરી પ્રતીતિમાં લાવો. એ જ સમ્યજ્ઞાન છે.'
અહાહા....! જાણવાની દશામાં આ રીતે (અનેકાન્તસ્વરૂપ જાણીને) શુદ્ધ એક આત્મદ્રવ્યનું લક્ષ કરી (ધ્યાનનું ધ્યેય બનાવી) અનુભવગોચર કરી પ્રતીતિ કરો-એમ કહે છે. વસ્તુ અનુભવગોચર થઈને પ્રતીતિમાં આવે ત્યારે એની સમ્યક પ્રતીતિ અને સમ્યજ્ઞાન થાય છે એમ વાત છે. તેથી પ્રથમ એને ખ્યાલમાં લઈ સ્વાનુભવપ્રત્યક્ષ દ્વારા નિઃસંદેહ પ્રતીતિ કરો એમ કહેવું છે. અહાહા...! પ્રત્યક્ષ સ્વાનુભવની દશામાં નિત્યનો નિર્ણય થતાં જ એને નિત્ય અને અનિત્ય બને ધર્મો સિદ્ધ થઈ જાય છે. આનું નામ જ સમ્યજ્ઞાન છે.
સર્વથા એકાંત માનવું તે મિથ્યાજ્ઞાન છે.' એક પક્ષને જ એકાંતે ગ્રહણ કરવો તે મિથ્યાજ્ઞાન છે. ઉપાદાનથીય થાય ને નિમિત્તથીય થાય એમ એકાંત ગ્રહણ કરવું તે મિથ્યાજ્ઞાન છે, ઝેર છે ભાઈ ! અનેકાન્તમાં અમૃતનો સ્વાદ છે, ને એકાંત તો ઝેરનો સ્વાદ છે ભાઈ ! સમજાણું કાંઈ.....?
‘પૂર્વોક્ત રીતે વસ્તુનું સ્વરૂપ અનેકાન્તમય હોવાથી અનેકાન્ત અર્થાત સ્યાદ્વાદ સિદ્ધ થયો” એવા અર્થનું કાવ્ય હવે કહેવામાં આવે છે:
* કળશ ૨૬૩: શ્લોકાર્ધ ઉપરનું પ્રવચન * pd' આ રીતે “અનેકાન્ત:' અનેકાન્ત- “નિને અનય શાસનમ' કે જે જિનદેવનું અલવ્ય (કોઈથી તોડી ન શકાય એવું) શાસન છે તે ‘તત્ત્વ-વ્યવરિચત્ય' વસ્તુના યથાર્થ સ્વરૂપની વ્યવસ્થિતિ (વ્યવસ્થા) વડે ‘સ્વયં સ્વ વ્યવસ્થાપન' પોતે પોતાને સ્થાપિત કરતો થકો ‘વ્યવસ્થિત:' સ્થિત થયો-નિશ્ચિત કર્યો-સિદ્ધ થયો.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #476
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
૪૬૦ : પ્રવચન રત્નાકર ભાગ-૧૦
જે સમયે પરમાત્મસ્વરૂપ નિજ જ્ઞાનમાત્ર આત્માનું લક્ષ કરીને નિર્ણય કરવા પ્રતિ ઉદ્યમશીલ થાય છે ત્યારે અંદરમાં જે પર્યાય વળે છે તે સ્વથી વળે છે, કોઈ ૫૨ની સહાય કે ટેકો છે તો અંતર્મુખ વળે છે એમ એમાં ભાસતું નથી. શું કીધું? સ્વનું લક્ષ કરીને સ્વતંત્ર પણે જ્યાં પર્યાય પ્રગટી ત્યાં એમાં એને ખ્યાલ આવી જાય છે કે હું મારાથી છું ને પરથી નથી; અર્થાત્ કર્મનો ઉદય મંદ પડયો કે એનો અભાવ થયો માટે સ્વ તરફનો પુરુષાર્થ થયો છે એમ એમાં ભાસતું નથી. અહાહા.....! વસ્તુએ હું એક છું, ને પર્યાયે અનેક છું, ને એ બધું મારાથી-પોતાથી છે, પરથી નહિ–આમ બધું જ્ઞાનમાં સિદ્ધ-નિશ્ચિત થઈ જાય છે.
આ રીતે, કહે છે, અનેકાન્ત વીતરાગ સર્વજ્ઞદેવનું કોઈથી તોડી ન શકાય એવું અલંઘ્ય શાસન છે. અનેકાન્ત તો વસ્તુનું સ્વરૂપ છે, એને જૈન ૫રમેશ્વરનું શાસન કેમ કહ્યું ? અહા ! શક્તિએ તો દરેક આત્મા પોતે અંદર પરમેશ્વર છે. પણ આવું વસ્તુનું સ્વરૂપ વીતરાગ જૈન પરમેશ્વરે પ્રગટ કરી બતાવ્યું છે તેથી એને જૈન પરમેશ્વરનું શાસન અહીં કહે છે. અહા! આવું જિનદેવનું શાસન અલંઘ્ય છે. અહા! અંદર જિનસ્વરૂપ ભગવાન આત્મા છે. જે પુરુષ પોતાના આવા નિજસ્વરૂપને અબદ્ધસૃષ્ટ, અનન્ય, અવિશેષ, નિયત, અસંયુક્ત દેખે છે તે સર્વ જિનશાસનને દેખે છે-એમ સમયસાર ગાથા ૧૫ માં આવ્યું ને ? અહા ! આ જિનશાસન અલંઘ્ય છે એમ કહે છે.
આ રીતે તે અર્થાત્ અનેકાન્ત વસ્તુના યથાર્થ સ્વરૂપની વ્યવસ્થિતિ વડે પોતે પોતાને સ્થાપિત કરતો થકો સ્થિત થયો-સિદ્ધ થયો. ભાઈ! પોતે વસ્તુતત્ત્વ એક છે તે જ પોતાની વ્યવસ્થા નામ વિશેષ અવસ્થા કરવામાં વ્યવસ્થિત-સુનિશ્ચિત છે. અહા! નિજ પર્યાય-અવસ્થાની વ્યવસ્થા કરવામાં તત્ત્વ-વસ્તુ પોતે જ વ્યવસ્થિત છે, પોતાની પર્યાયની વ્યવસ્થા બીજો કરે એ જૈનશાસનને માન્ય નથી. વસ્તુ પોતે જ સ્વરૂપથી એવી છે કે પોતાની વ્યવસ્થા (પ્રતિસમયની અવસ્થા) પોતે જ કરે; બીજો કોઈ એની વ્યવસ્થા કરે છે એમ ભાસે તે ભ્રાન્તિ છે. આમ વસ્તુના યથાર્થ સ્વરૂપના જ્ઞાન વડે અંતરમાં પોતે પોતાને વાળતો થકો સ્થિત થાય છે, નિશ્ચિત થાય છે. અર્થાત્ પોતે પોતામાં અંતર્દષ્ટિ કરી સ્થિર થાય છે ત્યાં જેવી અનેકાંતસ્વરૂપ વસ્તુ છે તેવી પોતાને સિદ્ધ થઈ જાય છે, અનુભવમાં આવી જાય છે. અહા! ધર્મીને આમ જે નિર્વિકલ્પ નિર્ણય (નિશ્ચયરૂપ જ્ઞાન ) થયો તે પોતે કર્તા થઈને કર્યો છે, એમાં કોઈ અન્ય કર્તા ભાસતો નથી. પોતે જ પોતાને પ્રમેય થયો, ને પોતે જ પોતાને પ્રમાણ કર્યો, એમાં ૫૨ની સહાય-અપેક્ષા છે જ નહિ. સમજાણું કાંઈ..... ?
અહાહા...! પોતે પોતાથી જ પોતાને જણાય, ને પોતે જ પોતાને જાણે એવો જ ભગવાન આત્માનો સ્વભાવ છે. ભાઈ ! આ સૂક્ષ્મ પડે પણ કાંઈ કરવાનું હોય તો આ
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
Page #477
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરિશિષ્ટ : ૪૬૧ કરવાનું છે. નિયમસાર-ગાથામાં આવે છે ને કે પોતાના શુદ્ધ સ્વરૂપનાં શ્રદ્ધા-જ્ઞાનઆચરણ એવાં રત્નત્રય જ નિયમથી કર્તવ્ય છે.
“જે નિયમથી કર્તવ્ય એવાં રતનત્રય તે નિયમ છે.
વિપરીતના પરિહાર અર્થે સાર પદ યોજેલ છે. ભાઈ ! પર્યાય સ્વદ્રવ્યમાં ઢળીને અંતર્લીન થતાં અનેકાન્તપણે જે વસ્તુનું સ્વરૂપ છે. તે વ્યવસ્થિત-સુનિશ્ચિત થઈને (જ્ઞાનમાં જેમ છે તેમ જણાઈને) સિદ્ધ થાય છે અને નિયમથી આ જ કરવાયોગ્ય કર્તવ્ય છે. આ સિવાય બધું થોથેથોથાં છે. સમજાણું કાઈ..?
* કળશ ૨૬૩: ભાવાર્થ ઉપરનું પ્રવચન * અનેકાન્ત અર્થાત્ સ્યાદ્વાદ, જેવું વસ્તુનું સ્વરૂપ છે તેવું જ સ્થાપન કરતો થકો, આપોઆપ સિદ્ધ થયો.'
અનેકાન્તની વ્યાખ્યા કરતાં આચાર્ય અમૃતચંદ્રદેવ લખે છે- “ એક વસ્તુમાં વસ્તુપણાની નિપજાવનારી પરસ્પર વિરુદ્ધ બે શક્તિઓનું પ્રકાશવું તે અનેકાન્ત છે.” જેમકે –જે નિત્ય છે તે અનિત્ય છે, એક છે તે અનેક છે, અભેદ છે તે ભેદરૂપ છે ઇત્યાદિ. અહા ! સ્યાદ્વાદથી એક જ વસ્તુમાં સત્તા જે અભદરૂપ છે તે ભેદરૂપ છે, જે (દ્રવ્યરૂપથી) નિત્ય છે તે (પર્યાયરૂપથી) અનિત્ય છે. એક જ ચીજની અંદરની વાત છે ભાઈ ! આ આનું નામ અનેકાન્ત છે. પણ દ્રવ્ય પોતાથી છે ને પર્યાય પરથી છે, વા દ્રવ્ય સ્વથી પણ છે ને પરથી પણ છે તથા પર્યાય સ્વથી પણ છે ને પરથી પણ છે–એમ અનેકાન્ત નથી. એ તો (મિથ્યા) એકાન્ત થયું બાપા! પરની સાથે તો ભગવાન આત્માને સંબંધ જ નથી. આવ્યું ને કળશમાં (કળશ રOO માં) કે
“નારિત સર્વોઝરિ સંવંધ: પદ્રવ્યાત્મતત્ત્વયો:” આત્મા પોતાથીય પ્રાપ્ત થાય ને પરદ્રવ્યથી–દેવગુરુ શાસ્ત્રથીય થાય એવું અનેકાન્તનું સ્વરૂપ નથી, એવું જૈનદર્શન નથી. આત્મા પોતાપણે છે અને પરના કોઈ અંશપણેય નથી એ સમ્યક અનેકાન્ત છે. જુઓ, આમાં બીજા બધા પદાર્થ (આત્મા ને તેના પરિણામથી) કાઢી નાખ્યા. જુઓ, આ શબ્દોના વાંચનથી અહીં (આત્મામાં) જ્ઞાનની પર્યાય થાય છે એમ નથી; કેમકે વસ્તુ પોતે જ નિત્ય ને અનિત્ય છે. પહેલાં જ્ઞાનની પર્યાય બીજી હતી તે બદલીને શબ્દ (શાસ્ત્ર ) જાણવારૂપ થઈ તે પોતાથી જ થઈ છે, શબ્દ સાંભળવામાંથી-વાંચવાથી તે થઈ છે એમ નથી. શબ્દ તો છે, પણ એ નિમિત્તમાત્ર જ છે. સમજાણું કાંઈ......?
અરે! અજ્ઞાનીઓને પરદ્રવ્ય મારું (કાર્ય, સુખ) કરે ને હું પરદ્રવ્યનું કરું એમ જ અનાદિથી ભાસ્યું છે. પણ ભાઈ ! તારી વસ્તુ જ જ્યાં સ્વપણે છે, પરપણે નથી, જ્ઞાનસ્વરૂપથી તરૂપ છે, પરજ્ઞયસ્વરૂપથી નથી, ત્યાં પરનું કરવાનો પ્રશ્ન જ ક્યાં રહ્યો? તથા પરવસ્તુ આત્મામાં (પ્રવેશતી જ) નથી તો પર આત્મામાં કાંઈ કરે એ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #478
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૪૬ર : પ્રવચન રત્નાકર ભાગ- ૧) વાત પણ ક્યાં રહી? અહા! હું પરનું કરી શકું છું, શરીરાદિને હલાવી શકું છું એમ જેણે માન્યું તે ( માન્યતાથી) પરરૂપ થઈ ગયો. વળી પરથી મન જ્ઞાન ન સુખ થાય અને માન્યું એણે પરને જ આત્મા માન્યો, તેણે પોતાને માન્યો જ નહિ તે પણ પરમાં મૂઢ થઈ ગયો, ખોવાઈ ગયો, અટવાઈ ગયો. અનેકાન્ત તેને યથાર્થ વસ્તુસ્વરૂપ દેખાડી જિવાડે છે.
અહો ! અનેકાન્ત તો વસ્તુના સ્વરૂપને યથાર્થપણે બતાવનારો માસિદ્ધાંત છે, કહો કે જૈનદર્શનનું મૂળ રહસ્ય છે. આ તો એકલું સંજીવક અમૃત છે ભાઈ! ઓહો! આચાર્ય પરમેષ્ઠી ભગવાન અમૃતચંદ્રદેવે અનેકાન્તની વ્યાખ્યા દઈને એકલું અમૃત પીરસ્યું છે. નિત્ય-અનિત્ય; એક-અનેક, સત્-અસત્ આદિ ધર્મો પરસ્પર વિરુદ્ધ હોવા છતાં તેઓ વસ્તુને અવિરોધપણે સાધે છે, સિદ્ધ કરે છે. આ સિવાય કોઈ બીજી રીતે માને કેનિશ્ચયથી પણ થાય ને વ્યવહારથી પણ થાય, ઉપાદાનથી પણ થાય ને નિમિત્તથી પણ થાય તે અનેકાન્તના સ્વરૂપને સમજ્યો જ નથી. એક તત્ત્વ છે તે પોતાની વ્યવસ્થા કરવામાં પોતે જ વ્યવસ્થિત છે. એની વ્યવસ્થા નામ વિશેષ અવસ્થા (પર્યાય) કરવાવાળું બીજું દ્રવ્ય હોય એવું જૈનશાસનમાં વસ્તુસ્વરૂપ નથી.
કળશ ટીકાકારે અનેકાન્તનું સ્વરૂપ સમજાવતાં નીચે મુજબ કહ્યું છે; અનેકાન્ત અર્થાત્ સ્યાદ્વાદ, તે જ જેનું સ્વરૂપ છે એવી સર્વજ્ઞવાણી અર્થાત્ દિવ્યધ્વનિ છે. અહીં કોઈને આહી શંકા થાય કે અનેકાન્ત તે સંશય છે (અને) સંશય તે મિથ્યા છે. તેના પ્રતિ સમાધાન એમ છે કે અનેકાન્ત તો સંશયનું દૂરકરણશીલ છે તથા વસ્તુના સ્વરૂપનું સાધનશીલ છે. એનું વિવરણ-જે કોઈ સત્તાસ્વરૂપ વસ્તુ છે તે દ્રવ્ય-ગુણાત્મક છે. એમાં જ સત્તા અભેદરૂપથી દ્રવ્ય કહેવાય છે તે જ સત્તા ભદરૂપ ગુણરૂપે કહેવાય છે. એનું નામ અનેકાન્ત છે.
હવે કહે છે- “તે અનેકાન્ત જ નિબંધ જિનમત છે અને યથાર્થ વસ્તુસ્થિતિનો કહેનાર છે. કાંઈ કોઈએ અસત્ કલ્પનાથી વચનમાત્ર પ્રલાપ કર્યો નથી. માટે હું નિપુણ પુરુષો! સારી રીતે વિચાર કરી પ્રત્યક્ષ અનુમાન-પ્રમાણથી અનુભવ કરી જુઓ.'
જુઓ, આ જિનમત કહ્યો. અનેકાન્ત જ નિબંધ જિનમત છે. ગાથામાં અલંધ્ય પદ છે ને ! તેનો આ અર્થ કહ્યો. કોઈ બાધા ન કરી શકે એવો અનેકાન્ત જ નિબંધ જિનમત છે કેમકે તે જેવી વસ્તુસ્થિતિ છે તેવી કહે છે, વસ્તુને તેવી સ્થાપે છે. ભાઈ ! આ તો સર્વજ્ઞ પરમેશ્વરની વાણી બાપા! આમાં અસત્ કલ્પનાનો સંભવ જ ક્યાં છે? અહાહા.......! વસ્તુ જેવી છે તેવી કવલજ્ઞાનમાં પ્રત્યક્ષ થઈ અને તે ભગવાન કેવળીની વાણીમાં આવી ત્યાં અસત્ કલ્પના કરી? ભગવાનની વાણીમાં તો યથાતથ્ય વસ્તુના સ્વરૂપનું નિરૂપણ આવ્યું છે. એટલે તો અનેકાન્તને જિનદેવનું અલંધ્ય શાસન કહ્યું છે. સમજાણું કાંઈ...?
માટે, કહે છે, હું નિપુણ પુરુષો! ... વિચારવાનો સમનસ્ક છે ને! એટલે કહે છે- હે નિપુણ પુરુષો-ડાહ્યા પુરુષો! તમે વસ્તુ જેવી છે તેવી ખ્યાલમાં લાવીને વિચારમાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #479
--------------------------------------------------------------------------
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પરિશિષ્ટ : 463 લાવીને પ્રત્યક્ષ અનુમાન-પ્રમાણથી અનુભવ કરી જુઓ. એમ કે પ્રત્યક્ષ અનુભવ કરતાં વસ્તુ નિત્ય-અનિત્ય આદિ અનેકાન્તરૂપે અવશ્ય જણાશે-સિદ્ધ થશે. અમે કહીએ છીએ માટે સ્વીકારો એમ નહિ, પ્રત્યક્ષ અનુમાન–પ્રમાણથી અનુભવ કરી જોતાં વસ્તુ સ્વયમેવ અનેકાન્તરૂપ દેખાશે-સિદ્ધ થશે. ઓહો....! આ તો મંદિર પર જેમ સર્વશોભારૂપ કળશ ચઢાવે તેમ આચાર્યદેવે સમગ્ર જિનશાસનની શોભારૂપ આ કળશ ચઢાવ્યો છે; જિનશાસન ટકાવી રાખ્યું છે. સમાસ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com