________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪ર : પ્રવચન રત્નાકર ભાગ-૧) ચૈતન્યનો સ્વભાવ જ છે. અરે ! અનંતકાળમાં એણે જડ રત્નોની કિંમત કરી પણ અંદર પૂર્ણ આનંદનું દેવાવાળું ચૈતન્યરત્ન છે તેની કિંમત કરી નહિ, આનંદ ધામ પ્રભુ પોતે છે તેનો મહિમા કર્યો નહિ! અને તેથી તેનું સંસાર પરિભ્રમણ મટયું નહિ.
જેમ દેવદત્ત કોઈ પુરુષ હોય તે યજ્ઞદત્ત નામના બીજા પુરુષને હાથ પકડીને કોઈ કાર્યમાં જોડે તેમ, અહીં કહે છે, બહારના શબ્દાદિ પદાર્થો આત્માને તે બાહ્ય પદાર્થોને જાણવાના કામમાં જોડતા નથી કે-“તું મને સાંભળ, તું મને જો, તું મને સૂધ, તું મને ચાખ, તું મને સ્પર્શ, તું મને જાણ.”
આ વાણી જડ ધ્વનિ થાય છે ને! ઓહો! તમે બહુ સારા-એમ પ્રશંસાના કે તમે બહુ ખરાબ-એમ નિંદાના જે શબ્દો થાય છે, અહીં કહે છે, એમ કહેતા નથી કે “તું મને સાંભળ.” અહા ! એ શબ્દો તો જડ માટી–ધૂળ છે. તે તને (–આત્માને) ક્યાં ઓળખેજાણે છે કે કહે? તેવી રીતે આ સ્ત્રીના શરીરનું રૂપ તને કહેતું નથી કે તું મને જો. અહીં ! શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શ વગેરે બાહ્ય પદાર્થો પરાણે ઉપયોગને જાણવાના કામમાં જોડતા નથી કે તું અમને જાણ. પણ અરે અનંતકાળમાં એણે અંદર નજર નાખી જ નહિ! ઉપયોગને બહાર શબ્દાદિમાં જ જોડી ભમાવ્યા કરે એમાં તને ભારે નુકશાન છે ભાઈ ! માટે બહારથી લક્ષ હઠાવી ઉપયોગને અંતર સ્વરૂપમાં વાળ. તેથી તને સમ્યજ્ઞાન થશે, અતીન્દ્રિય આનંદ થશે. હવે અત્યારે તો આ વાત ગુમ થઈ ગઈ છે અને કોરા ક્રિયાકાંડ રહી ગયા છે. પરંતુ અંતરદષ્ટિ વડે આત્માને જાણ્યા વિના તારી બધી ક્રિયાઓ નિરર્થક છે. બાપુ ! કહ્યું છે ને કે
જ્યાં લગી આતમાં તત્ત્વ ચીન્યો નહિ ત્યાં લગી સાધના સર્વ જૂઠી.” ઉપયોગને અંદર લઈ જવો છે બસ; બીજું કાંઈ કરવું નથી. સમજાણું કાંઈ....!
પરવસ્તુ ઉપર લક્ષ જાય તો રાગ થાય અને રાગ દુઃખ જ છે ભાઈ ! ત્રિલોકનાથ તીર્થંકરદેવ તરફ લક્ષ જાય તે પણ રાગ-શુભરાગ જ છે અને તે દુઃખરૂપ જ છે. એક ચિદાનંદકંદ પ્રભુ આત્મામાં લક્ષ જાય તો નિરાકુળ આનંદની ઉત્પત્તિ થાય છે અને એવા અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે તે જ ધર્મ છે, કર્તવ્ય છે. સમજાણું કાંઈ....!
આત્મા અંદર ચૈતન્યલક્ષ્મીનો ભંડાર-અહાહા....! અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ, અનંત શાન્તિ, અનંત વીર્ય, અનંત પ્રકાશ, અનંત સ્વચ્છતા, અનંત પ્રભુતા-એમ અનંત ગુણ-સ્વભાવોથી ભરેલું ગોદામ છે. અહા ! છતાં એ પરમાં શક્તિ શોધવા જાય, પરમાં મારું સુખ છે એમ જાણી શબ્દાદિને જાણવામાં રોકાય તે એની મૂઢતા છે, અજ્ઞાન છે અને તેનું ફળ ચાર ગતિની જેલ છે. અહીં કહે છે-એ શબ્દાદિ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com