________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૪૧૫ : ૩૦૧ જ પરમાર્થ છે અને અન્ય ધર્મો જૂઠા છે, આત્મામાં નથી; આવો સર્વથા એકાંત કરવાથી તો મિથ્યાદષ્ટિપણું થાય છે, વિજ્ઞાનાદ્વૈતવાદી બૌદ્ધનો અને વેદાંતનો મત આવે છે; માટે આવો એકાંત બાધાસહિત છે. આવા એકાંત અભિપ્રાયથી કોઈ મુનિવ્રત પણ પાળે અને આત્માનું-જ્ઞાનમાત્રનું-ધ્યાન પણ કરે, તોપણ મિથ્યાત્વ કપાય નહિ; મંદ કષાયોને લીધે સ્વર્ગ પામે તો પામો, મોક્ષનું સાધન તો થતું નથી. માટે સ્યાદ્વાદથી યથાર્થ સમજવું. ૨૪૬.
સરવવિશુદ્ધજ્ઞાનરૂપ સદા ચિદાનંદ કરતા ન ભોગતા ન પરદ્રવ્યભાવકો, મૂરત અમૂરત જે આનદ્રવ્ય લોકમાંહિ તે ભી જ્ઞાનરૂપ નહીં ત્યારે ન અભાવકો; યહે જાનિ જ્ઞાની જીવ આપકું ભજે સદીવ જ્ઞાનરૂપ સુખતૂપ આન ન લગાવકો, કર્મ-કર્મફલરૂપ ચેતનાકું દૂરિ ટારિ જ્ઞાનચેતના અભ્યાસ કરે શુદ્ધ ભાવકો.
આમ શ્રી સમયસારની (શ્રીમદભગવકુંદકુંદાચાર્યદેવપ્રણીત શ્રી સમયસાર પરમાગમની) શ્રીમદ્ અમૃતચંદ્રાચાર્યદવવિરચિત આત્મખ્યાતિ નામની ટીકામાં સર્વવિશુદ્ધજ્ઞાનનો પ્રરૂપક નવમો અંક સમાપ્ત થયો.
સમયસાર ગાથા ૪૧૫ : મથાળું હવે ભગવાન કુંદકુંદાચાર્ય આ ગ્રંથને પૂર્ણ કરે છે તેથી તેના મહિમારૂપે તેના અભ્યાસ વગેરેનું ફળ ગાથામાં કહે છે:
* ગાથા ૪૧૫ : ટીકા ઉપરનું પ્રવચન * સમયસારભૂત ભગવાન પરમાત્માનું કે જે વિશ્વનો પ્રકાશક હોવાથી વિથસમય છે તેનું –પ્રતિપાદન કરતું હોવાથી જે પોતે શબ્દબ્રહ્મ સમાન છે એવા આ શાસ્ત્રને જે આત્મા ખરેખર ભણીને, વિશ્વને પ્રકાશવામાં સમર્થ એવા પરમાર્થભૂત, ચૈતન્યપ્રકાશરૂપ આત્માનો નિશ્ચય કરતો થકો (આ શાસ્ત્રને) અર્થથી અને તત્ત્વથી જાણીને....”
જુઓ, આ છેલ્લી ગાથામાં માખણ ભર્યું છે. અહા! ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવ લગભગ બે હજાર વર્ષ ઉપર સં. ૪૯ માં ભરતક્ષેત્રના મહાન મુનિવર થઈ ગયા. આત્મધ્યાનમાં લવલીન અને નિજ આનંદસ્વરૂપમાં નિરંતર રમનારા તેઓ નગ્ન દિગંબર સંત-મહામુનિવર હતા. અહીંથી તેઓ મહાવિદેહમાં ભગવાન સીમંધર સ્વામી પાસે ગયા હતા. ભગવાન ત્યાં હાલ સમોસરણમાં બિરાજમાન છે ત્યાં કુંદકુંદાચાર્ય આઠ દિ' રહ્યા હતા. સાક્ષાત્ ૐધ્વનિ સાંભળીને ભારતમાં પધાર્યા હતા. ત્યાર પછી આ સમયસાર આદિ શાસ્ત્રો તેમણે રચ્યાં છે. આ ગ્રંથ તેઓ પૂર્ણ કરવાની સાથે તેના મહિમારૂપે શાસ્ત્રના અભ્યાસ વગેરેનું ફળ આ ગાથામાં બતાવે છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com