________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩OO : પ્રવચન રત્નાકર ભાગ-૧)
(અનુકુમ) इतीदमात्मनस्तत्त्वं ज्ञानमात्रमवस्थितम् ।
अखण्डमेकमचलं स्वसंवेद्यमबाधितम्।। २४६ ।। છે. દ્વાદશાંગશાસ્ત્ર શબ્દબ્રહ્મ છે અને આ સમયપ્રાભૃતશાસ્ત્રને પણ શબ્દબ્રહ્મની ઉપમા છે. આ શબ્દબ્રહ્મ (અર્થાત્ સમયપ્રાભૃતશાસ્ત્ર) પરબ્રહ્મને (અર્થાત્ શુદ્ધ પરમાત્માનો સાક્ષાત્ દેખાડે છે. જે આ શાસ્ત્રને ભણીને તેના યથાર્થ અર્થમાં ઠરશે, તે પરબ્રહ્મને પામશે; અને તેથી, જેને “પરમાનંદ' કહેવામાં આવે છે એવા ઉત્તમ, સ્વાત્મિક, સ્વાધીન, બાધારહિત, અવિનાશી સુખને પામશે. માટે હું ભવ્ય જીવો! તમે પોતાના કલ્યાણને અર્થે આનો અભ્યાસ કરો, આનું શ્રવણ કરો, નિરંતર આનું જ સ્મરણ અને ધ્યાન રાખો, કે જેથી અવિનાશી સુખની પ્રાપ્તિ થાય. આવો શ્રી ગુરુઓનો ઉપદેશ છે.
હવે આ સર્વવિશુદ્ધજ્ઞાનના અધિકારની પૂર્ણતાનો કળશરૂપ શ્લોક કહે છે:
શ્લોકાર્થ- [ રૂતિ રૂમ ત્મિ: તત્ત્વ જ્ઞાનમાત્રમ્ અવસ્થિતમૂ ] આ રીતે આ આત્માનું તત્ત્વ (અર્થાત્ પરમાર્થભૂત સ્વરૂપ) જ્ઞાનમાત્ર નક્કી થયું- [ સરવર્તુમ્] કે જે (આત્માનું) જ્ઞાનમાત્ર તત્ત્વ અખંડ છે (અર્થાત અનેક જ્ઞયાકારોથી અને પ્રતિપક્ષી કર્મોથી જોકે ખંડ ખંડ દેખાય છે તોપણ જ્ઞાનમાત્રમાં ખંડ નથી), [ ૧] એક છે (અર્થાત્ અખંડ હોવાથી એકરૂપ છે), [ નવ«] અચળ છે (અર્થાત જ્ઞાનરૂપથી ચળતું નથી–જ્ઞયરૂપ થતું નથી), [સ્વવેદ્યમ] સ્વસંવેદ્ય છે (અર્થાત્ પોતાથી જ પોતે જણાય છે), [નવાધિતમ્ ] અને અબાધિત છે (અર્થાત્ કોઈ ખોટી યુક્તિથી બાધા પામતું નથી).
ભાવાર્થ- અહીં આત્માનું નિજ સ્વરૂપ જ્ઞાન જ કહ્યું છે તેનું કારણ આ પ્રમાણે છે:- આત્મામાં અનંત ધર્મો છે પરંતુ તેમાં કેટલાક તો સાધારણ છે, તેથી તેઓ અતિવ્યાતિવાળા છે, તેમનાથી આત્માને ઓળખી શકાય નહિ; વળી કેટલાક (ધર્મો) પર્યાયાશ્રિત છે-કોઈ અવસ્થામાં હોય છે અને કોઈ અવસ્થામાં નથી હોતા, તેથી તેઓ અવ્યાતિવાળા છે, તેમનાથી પણ આત્મા ઓળખી શકાય નહિ. ચેતનતા જોકે આત્માનું (અતિવ્યાતિ અને અવ્યાતિથી રહિત) લક્ષણ છે, તોપણ તે શક્તિમાત્ર છે, અદષ્ટ છે; તેની વ્યક્તિ દર્શન અને જ્ઞાન છે. તે દર્શન અને જ્ઞાનમાં પણ જ્ઞાન સાકાર છે, પ્રગટ અનુભવગોચર છે; તેથી તેના દ્વારા જ આત્મા ઓળખી શકાય છે. માટે અહીં આ જ્ઞાનને જ પ્રધાન કરીને આત્માનું તત્ત્વ કહ્યું છે.
અહીં એમ ન સમજવું કે “આત્માને જ્ઞાનમાત્ર તત્ત્વવાળો કહ્યો છે તેથી એટલો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com