________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરિશિષ્ટ : ૩૬૫
ઉત્તર- અરે ભાઈ ! ધર્મની સત્યાર્થ રીત જ આ છે. આનાથી વિપરીત માને આચરે એ બધું મોંઘું છે, કેમકે બીજી રીતે ધર્મ હાથે આવે એમ છે જ નહિ. બાપુ! સ્વસ્વરૂપનાં જ્ઞાન-શ્રદ્ધાન વિના તું વ્રત, તપ આદિ કરે પણ એમાં તો વિકલ્પ જ વિકલ્પ દેખાય, એમાં કાંઈ અંત:તત્ત્વ હાથ ન આવે, ને ધર્મ ન થાય.
તો હમણાં હુમણાં વિકલ્પથી શૂન્ય થઈ જાઓ એવું ચાલ્યું છે એ શું છે?
વિકલ્પથી શુન્ય થઈ જાઓ- એ તો બરાબર છે, પણ પોતાનું- આત્માનું અસ્તિત્વ કેવું ને કેવડે છે તેના જ્ઞાન વિના, તેની અંતર્દષ્ટિ વિના વિકલ્પની એકતા તૂટે કેવી રીતે? આ ચૈતન્યમાત્ર ચિકૂપ વસ્તુ હું છું એમ સ્વસંવેદનમાં અસ્તિસ્વરૂપ જણાય ત્યારે વિકલ્પની નાસ્તિ-અભાવ થાય ને! એ વિના વિકલ્પ કદી તૂટે નહિ. ભાઈ ! અંતર્દષ્ટિ વિના વિકલ્પથી શૂન્ય થવા જઈશ તો જડ જેવો (મૂઢ ) થઈ જઈશ.
એક વાર તું સાંભળ પ્રભુ! તું છો કે નહિ? છો તો કેવી રીતે છો? તો કહે છેદ્રવ્ય-ક્ષેત્ર-ભાવથી અને વર્તમાન અવસ્થાથી-એમ ચારેથી તું સત્ છો. મતલબ કે તારી પર્યાય પરને લઈને નથી. વળી તારું સત્ જો પ્રતીતિમાં આવ્યું તો પર્યાયમાં અવશ્ય પ્રગટ થશે જ.
આત્મા અનંતગુણરત્નાકર પ્રભુ છે. તેનો સંપ્રદાન નામનો ગુણ છે. ગુણના ધરનાર ગુણી-દ્રવ્યની જ્યાં પ્રતીતિ થઈ ત્યાં વર્તમાન પર્યાયમાં “ઉપાય” (મોક્ષમાર્ગ) પ્રગટ થયો, અને તે પર્યાયે જ તે રાખ્યો અને નવી પર્યાય ઉપાયનું ફળ જે “ઉપય”
શિ એને પણ પ્રતીતિમાં લઈ લીધો. શું કીધું? વિશેષ ખુલાસોઃ કે પોતાનાં દ્રવ્ય-ક્ષેત્ર-ભાવ તથા એની વર્તમાન દશા –એમ ચાર વડે હું સત્ છું એમ જ્યાં નક્કી થયું ત્યાં એને સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન પ્રગટ થયાં, સાથે સર્વજ્ઞ અને સર્વદર્શી સ્વભાવનો અંતરમાં સ્વીકાર થયો. હું સર્વજ્ઞ થવાને લાયક છું એમ એને પ્રતીતિ થઈ. અહા ! મારો સર્વજ્ઞ-સર્વદર્શી સ્વભાવ છે એમ પ્રતીતિ થતાં સાથે “ભાવ-અભાવ” શક્તિની પ્રતીતિ થઈ. શું? કે વર્તમાન અવસ્થામાં જે અલ્પજ્ઞપણું ને કિંચિત્ દુઃખ છે તેનો અભાવ થઈ, જેનો વર્તમાન અભાવ છે એવું સર્વજ્ઞપણું અને અનંતસુખનો ભાવ થશે જ. અહા ! પર્યાયમાં સર્વજ્ઞતા અને સર્વદર્શિતા થવામાં થોડી વાર છે એટલું, પણ એ થશે જ એમ શ્રદ્ધાન ઉદય પામે છે. જેમ ચંદ્રની બીજ ઉગે તે પૂનમ થાય જ તેમ ભગવાન પૂર્ણાનંદના નાથને પ્રતીતિ ને અનુભવમાં લીધો તેને પૂરણ કેવળજ્ઞાન આદિ પૂર્ણદશા થાય જ, ન થાય એમ કદીય બને નહિ. ભાઈ ! આ તો રામબાણ ઉપાય બાપુ! જેમ રામનું બાણ ફરે નહિ તેમ ભગવાનનો મારગ ફરે નહિ એવો અફર છે. જેમ દેવોએ સમુદ્ર વલોવીને એકવાર લક્ષ્મી ને બીજી વાર ઝેર કાઢયું તું ને! (આ લૌકિક કથા છે). તેમ આત્મા-ચૈતન્યરત્નાકરને વલોવીને આચાર્ય અમૃતચંદ્રદેવે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com