________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૩૬૪ : પ્રવચન રત્નાકર ભાગ-૧) જેમ છે તેમ એની વર્તમાન પર્યાય પોતાવડે હોવાના શક્તિરૂપ સ્વભાવપણા વડ સત્ છે; અર્થાત્ સમયસમયની પર્યાય પોતાના કારણે પોતાના સામર્થ્યથી પ્રગટ થતી સત્ છે. અહીં વજન સ્વકાળ પર છે. પોતાના સ્વકાળે હોવાનો પર્યાયનો જે સ્વભાવ એવા સ્વભાવપણા વડે પર્યાયનું સારું છે. અહા ! જ વસ્તુ કાયમ રહીને અવસ્થાપણે પરિણમતી ન હોય તો દુઃખ ટળીને સુખ થવું, મિથ્યાત્વ ટળીને સમકિત થવું, સંસાર ટળીને મોક્ષ થવો ઇત્યાદિ કાંઈ સંભવિત નથી. માટે દરેક વસ્તુ સ્વયં ટકીને પરિણમે છે-રૂપાંતર પામે છે એ વસ્તુગત સ્વભાવ છે.
શ્રીમદે એક પત્રમાં લખ્યું છે કે- ચૈતન્ય હો કે પરમાણુ હો, કોઈપણ પદાર્થને નક્કી કરવો હોય તો તે વસ્તુ-દ્રવ્ય, તેની પહોળાઈ-ક્ષેત્ર, તેનો ભાવ-ગુણ તથા તેની વર્તમાન દશા શું છે- એમ ચાર પ્રકારથી નક્કી કરી શકાય, તે વિના પદાર્થ સિદ્ધ ન થાય. તેમ અહીં કહે છે- પોતાનું દ્રવ્ય-વસ્તુ જે આત્મા છે તે, એના ભાવ-ગુણ, એનું શરીર પ્રમાણ (છતાં શરીરથી ભિન્ન) અસંખ્ય પ્રદેશી ક્ષેત્ર, અને એની અવસ્થા-કાળ-આમ ચાર ખૂટથી વસ્તુ સિદ્ધ થાય છે. આમ ન હોય તો એની દશામાં પરિણમવું, એના ક્ષેત્રમાં કાયમ રહેવું, ગુણોનું ત્રિકાળ ટકવું, ને દ્રવ્યપણે કાયમ રહેવું સિદ્ધ નહિ થાય. ભાઈ ! સર્વશના જ્ઞાનમાં સર્વ પદાર્થ આ રીતે (ચાર ખૂટથી) જાણવામાં આવ્યા છે. પદાર્થના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ પોતાના કારણે સતું હોવાથી તેનું વર્તમાન પરિણમન-સ્વકાળ બીજી ચીજ હોય તો થાય એમ છે નહિ. એક સમયમાં વિકારી પર્યાય પ્રગટ થાય કે અધિકારી કે વિકારી-અવિકારી (સાધકને ચારિત્રગુણની પર્યાય વિકારી-અવિકારી હોય છે) –તે એનો કાળ છે. પુણ્યથી ધર્મ થાય ઇત્યાદિ માન્યતારૂપ મિથ્યાભ્રમ, અજ્ઞાન ને રાગ-દ્વેષ અજ્ઞાનીને થાય છે તે તે પર્યાયનો કાળ છે, તે કાળે નિમિત્ત છે ખરું, મોહનીય કર્મનો ઉદય છે ખરો, પણ કર્મને લઈને તે પર્યાય થાય છે એમ નથી. કર્મના દ્રવ્ય-ક્ષેત્ર-કાળભાવ કર્મમાં છે, કર્મના ઉદયને લઈને અહીં વિકારી પર્યાય થાય છે એમ નથી. અહા ! જેને આ વાત બેસી જાય તેનું શું કહેવું? તત્કાલ એની દષ્ટિ દ્રવ્યસ્વભાવ ઉપર જઈને નિર્મળ પર્યાયનો સ્વકાળ તેને પ્રગટ થાય છે.
અરે! લોકો ધર્મને સાધારણ ચીજ માની બેઠા છે. પણ ધર્મ એ તો કોઈ મહાન અપૂર્વ ચીજ છે ભાઈ ! અહા ! અનંતકાળમાં અનંતવાર એ હજારો રાણીઓ છોડીને નગ્ન દિગંબર સાધુ થયો છે, પણ એને ધર્મ થયો નહિ. વસ્તુની સ્થિતિ શું? તેની હુદ-મર્યાદા શું? એની હદમાં પરનો પ્રવેશ નથી, અને પરની હદમાં એનો પ્રવેશ નથી- આવું યથાર્થ સમજ્યા વિના બધું છોડીને ત્યાગી થાય પણ એથી શું? વસ્તુના સત્યાર્થ જ્ઞાન-શ્રદ્ધાન વિના બધું જ થોથેથોથાં છે. સમજાણું કાંઈ....!
પ્રશ્ન- ધર્મ તો સહેલો હતો, પણ આપે મોઘો કરી નાખ્યો.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com