________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૪૧૪ : ર૯૫ ખળભળાટ થઈ જાય; એમ કે અમે વ્રત પાળીએ, ઉપવાસાદિ તપ કરીએ, બ્રહ્મચર્ય પાળીએ-ઈત્યાદિ બધું કાંઈ નહિ. એ બધું કાંઈ નહિ બાપુ! આવું તો બધું અનંત વાર કરી ચૂક્યો છે. અરે ! નવમી રૈવેયકના સ્વર્ગમાં જાય એવા શુક્લ લશ્યાના પરિણામ પણ અનંત વાર કરી ચૂક્યો છે બાપુ! પણ અંતરમાં જ્ઞાનની ફુરણામાત્ર સ્વાનુભવ વિના બધું જ ફોગટ. જુઓને કહે તો છે કે ન હેતુ સમયસર ઉત્તર શ્ચિત સ્તિ' - જ્ઞાનની પ્રફુરણા થવામાત્ર જે સમયસાર તેનાથી ઊંચું લોકમાં કાંઈ નથી. સમજાણું કાંઈ...?
* કળશ ૨૪૪: ભાવાર્થ ઉપરનું પ્રવચન * પૂર્ણજ્ઞાનસ્વરૂપ આત્માનો અનુભવ કરવો; આ ઉપરાંત ખરેખર બીજું કાંઈ પણ સારભૂત નથી.'
“પૂર્ણજ્ઞાનસ્વરૂપ' –એમ કહીને ભગવાન આત્મા અનંતગુણનું વાસ્તુ પૂર્ણ પરિપૂર્ણ છે-એમ બતાવવું છે. અહા ! આવી નિજ ચૈતન્યસત્તાનો, કહે છે, નિજ પર્યાયમાં અનુભવ કરવો પૂર્ણ ચિદાનંદઘન પ્રભુ પોતે છે તેનો અનુભવ કરવો તે સાર છે, આ સિવાય બીજું કાંઈ સારભૂત નથી. આ બાગ-બંગલા ને જર-ઝવેરાત એ તો બધી ધૂળ જ છે, પણ આ વ્યવહાર રત્નત્રય, પંચમહાવ્રતના પરિણામ ને દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા ને શાસ્ત્રજ્ઞાન ઈત્યાદિ કાંઈ સારભૂત નથી-એમ કહે છે. સમજાણું કાંઈ ? લ્યો, આ એક લીટીમાં આખું સમયસાર આવી ગયું.
હવે છેલ્લી ગાથામાં આ સમયસાર ગ્રંથના અભ્યાસ વગેરેનું ફળ કહીને આચાર્ય ભગવાન આ ગ્રંથ પૂર્ણ કરશે; તેની સૂચનાનો શ્લોક પ્રથમ કહે છેઃ
* કળશ ૨૪૫ : શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * ‘મન્વયમ્ વિજ્ઞાનનમ્ અધ્યક્ષતાં નયત્' આનંદમય વિજ્ઞાનઘનને (–શુદ્ધ પરમાત્માને, સમયસારને) પ્રત્યક્ષ કરતું ‘ડ્રમ્ છમ્ અક્ષય વિક્ષુ:' આ એક (અદ્વિતીય ) અક્ષય જગત-ચક્ષુ (-સમય પ્રાભૃત) પૂર્ણતામ્ યાતિ' પૂર્ણતાને પામે છે.
આ દેહ-દેવળમાં સ્થિત, દેહથી ભિન્ન ભગવાન આત્મા અંદર શુદ્ધ ચૈતન્યસ્વરૂપે વિરાજે છે. અહાહા...! જેની સત્તામાં અપર અનંતા પદાર્થો જણાય છે તે કેવડો ને કેવો છે? તો કહે છે–જાણગ.. જાણગસ્વભાવી પ્રજ્ઞાબ્રહ્મસ્વરૂપ પ્રભુ આનંદમય છે, સચ્ચિદાનંદમય છે. અહાહા....! સત્ નામ શાશ્વત ચિત્ અર્થાત્ અતીન્દ્રિય જ્ઞાન ને આનંદમય છે. વર્તમાન દશામાં જે વિપરીત વિકારના ભાવ છે એ તો કૃત્રિમ ઉભા થયેલા છે, જ્યારે ભગવાન આત્મા તો અંદર અકૃત્રિમ ત્રિકાળ જ્ઞાન ને આનંદની મૂર્તિ સદાય વિરાજમાન છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com