________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૬૮ : પ્રવચન રત્નાકર ભાગ-૧) રોવું હોય તો રોઈ લે, પણ હવે અમે બીજી માતા નહિ કરીએ, હવે અમે પૂર્ણ મોક્ષપદ થોડા જ વખતમાં લેશું.
સમ્યગ્દષ્ટિ ધર્મીને જોડ વ્યવહાર રત્નત્રયનો રાગ આવે છે. તે આવે છે તેથી સહકારી જાણી તેનું સ્થાપન કર્યું છે, પણ તે કાંઈ સત્યાર્થ મોક્ષમાર્ગ નથી. વાસ્તવમાં તે બંધ પદ્ધતિ જ છે. તેને વ્યવહાર મોક્ષમાર્ગ તરીકે વ્યવહારનયથી સ્થાપન કર્યું છે, નિશ્ચયથી તે મોક્ષમાર્ગ નથી. ભાઈ ! આ જિનેન્દ્રદેવનું ફરમાન છે. છતાં કોઈ મોક્ષમાર્ગના ભ્રમમાં રહી વ્યવહાર-દ્રવ્યલિંગની મમતા કરે છે તો કરો, પણ તેને શુદ્ધ આત્માનીસમયસારની પ્રાપ્તિ થતી નથી.
વળી કેવો છે તે સમયસાર? તો કહે છે
‘તુન આનોવ' અતુલ (-ઉપમા રહિત) જેનો પ્રકાશ છે (કારણ કે જ્ઞાનપ્રકાશને સૂર્યાદિકના પ્રકાશની ઉપમા આપી શકાતી નથી.) ,.... સૂર્યનો પ્રકાશ તો જડ છે. સૂર્ય તો જડ પ્રકાશનો પૂંજ છે, જ્યારે ભગવાન આત્મા તો ચૈતન્યપ્રકાશનો પૂંજ છે. તેથી સૂર્યાદિકના પ્રકાશ સાથે તેની ઉપમા આપી ન શકાય તેવો અતુલ પ્રકાશપુંજ પ્રભુ આત્મા છે.
વળી કેવો છે? “સ્વભાવ-પ્રમ–પ્રામા' સ્વભાવ-પ્રભાનો પુંજ છે (અર્થાત ચૈતન્યપ્રકાશના સમૂહુરૂપ છે). જેમાં રાગાદિ વિભાવની ગંધ નથી એવો સ્વભાવપ્રભાનો પુંજ પ્રભુ આત્મા છે. રાગ તો અંધકાર છે. જેને રાગનો રસ છે તેને ભગવાન આત્મા અનુભવમાં આવતો નથી.
વળી કેવો છે? “ગમનં' અમલ છે (અર્થાત્ રાગાદિ-વિકારરૂપી મળથી રહિત છે). પુણ્ય-પાપના ભાવથી અંદર ભગવાન આત્મા ભિન્ન છે, આવો રાગરહિત શુદ્ધ ચૈતન્યમય આત્મા જેની દૃષ્ટિમાં ન આવે તેને ધર્મ ન થાય. રાગ અને વ્યવહારના પ્રેમીઓ અંદર રાગરહિત શુદ્ધ આત્મા છે તેને પામતા નથી.
આ રીતે, જેઓ દ્રવ્યલિંગમાં મમત્વ કરે છે તેમને નિશ્ચય-કારણ સમયસારનો અનુભવ નથી; તો પછી તેમને કાર્ય સમયસારની પ્રાપ્તિ ક્યાંથી થાય? ન થાય.
(પ્રવચન નં. ૫૦૦ થી પ૦૪ * દિનાંક ૨૨-૧૧-૭૭ થી ર૬-૧૧-૭૭)
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com