________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૪૧૨ : ર૬૫ –તેના ફળરૂપે પ્રગટ થયેલી કેવળજ્ઞાન અને મોક્ષની દશા સાદિ-અનંત છે.
સમ્યગ્દર્શન થયા પછી કોઈને તે જ ભવે કેવળજ્ઞાન અને મોક્ષ થાય છે, અને કોઈને બે, પાંચ, કે પંદર ભવ સુધીમાં થાય છે, તોપણ સાધકદશાનો કાળ અસંખ્ય સમય જ છે, તેમાં અનંત સમય ન લાગે.
અહા! આત્મા અનંતગુણનો દરિયો પ્રભુ ચૈતન્યચમત્કારથી ભરિયો છે. તેનાં નિશ્ચય શ્રદ્ધાન-જ્ઞાન-રમણતા જેને થયાં તેના સંસારનો અલ્પકાળમાં જ અંત આવીને તેને સાદિ-અનંતકાળ રહે તેવું સિદ્ધપદ પ્રાપ્ત થાય છે. અહાહા....! તેનો સંસાર અનાદિ–સાંત થઈ જાય છે ને સાદિ-અનંત સિદ્ધપદ પ્રાપ્ત થાય છે.
ભાવાર્થ:- નિશ્ચય મોક્ષમાર્ગના સેવનથી થોડા જ કાળમાં મોક્ષની પ્રાપ્તિ થાય એ નિયમ છે. જુઓ, આ કુદરતનો નિયમ કહ્યો.
“જેઓ દ્રવ્યલિંગને જ મોક્ષમાર્ગ માની તેમાં મમત્વ રાખે છે, તેમણે સમય-સારને અર્થાત્ શુદ્ધ આત્માને જાણ્યો નથી' – એમ હુવેની ગાથામાં કહશે; તેની સૂચનાનું કાવ્ય પ્રથમ કહે છે:
* કળશ ૨૪૧: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * _ 'ये तु एनं परिहृत्य संवृति-पथ-प्रस्थापितेन आत्मना द्रव्यमये लिंङ्गे ममतां વત્તિ' જે પુરુષો આ પૂર્વોક્ત પરમાર્થસ્વરૂપ મોક્ષમાર્ગને છોડીને વ્યવહાર-મોક્ષમાર્ગમાં સ્થાપેલા પોતાના આત્મા વડે દ્રવ્યમય લિંગમાં મમતા કરે છે (અર્થાત્ એમ માને છે કે આ દ્રવ્યલિંગ જ અમને મોક્ષ પમાડશે), ‘તે તત્ત્વ–આવવોઈ–વ્યુતા: ગદ્ય કપિ સમયસ્થ સારમ્ ન પશ્યન્તિ' તે પુરુષો તત્ત્વના યથાર્થ જ્ઞાનથી રહિત વર્તતા થકા હજુ સુધી સમયના સારને (અર્થાત્ શુદ્ધ આત્માને ) દેખતા-અનુભવતા નથી.
અહાહા...! શુદ્ધ ચૈતન્યસ્વરૂપ-જ્ઞાનાનંદસ્વરૂપ પ્રભુ આત્મા છે. તેની સન્મુખ થઈને તેનાં શ્રદ્ધાન-જ્ઞાન-આચરણ પ્રગટ કરે તે પરમાર્થ સ્વરૂપ નિશ્ચય મોક્ષમાર્ગ છે અને તેને સહકારી જે વ્રતાદિનો રાગ છે તેને વ્યવહારથી વ્યવહાર મોક્ષમાર્ગ કહીએ છીએ. અહીં કહે છે–પરમાર્થસ્વરૂપ નિશ્ચય મોક્ષમાર્ગને છોડીને જે પુરુષો વ્યવહાર મોક્ષમાર્ગમાં સ્થાપેલા પોતાના આત્મા વડે દ્રવ્યમય લિંગમાં મમતા કરે છે કે આ દ્રવ્યલિંગ જ અમને મોક્ષમાર્ગ પમાડશે તેઓ યથાર્થ તત્ત્વજ્ઞાનથી રહિત થયા થકા શુદ્ધ આત્મસ્વરૂપને પામતા નથીઅનુભવતા નથી.
ભાઈ ! જેને અંતરમાં નિજસ્વરૂપનાં રુચિ-રમણતારૂપ નિશ્ચય મોક્ષમાર્ગ પ્રગટયો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com