________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ર૬૬ : પ્રવચન રત્નાકર ભાગ-૧) છે તેને બહાર વ્રત, તપ, ભક્તિ, પૂજા ઈત્યાદિ શુભરાગ, પૂર્ણ ન થાય ત્યાં સુધી હોય છે; તે ઉપચારથી વ્યવહાર મોક્ષમાર્ગ છે એમ સ્થાપ્યું છે, પણ તેને જ કોઈ સત્યાર્થ મોક્ષમાર્ગ જાણી તેનું જ આચરણ કરે છે તો તે યથાર્થ તત્ત્વજ્ઞાનથી રહિત મિથ્યાદષ્ટિ છે, તે સમયના સારને-શુદ્ધ આત્મસ્વરૂપને અનુભવતો નથી. અહા! જેમ દારૂ પીને કોઈ પાગલ થાય તેમ અજ્ઞાની આ વ્યવહારનો રાગ છે તે જ સત્યાર્થ મોક્ષમાર્ગ છે એમ મતવાલો થઈને પાગલ થયો છે. સમયસાર નાટકમાં આવે છે કે
ઘટ ઘટ અંતર જિન બર્સ, ઘટ ઘટ અંતર જૈન,
મત મદિરા કે પાન સૌ મતવાલા સમૂૐ ન.” ભગવાન આત્મા પૂર્ણાનંદનો નાથ પ્રભુ અંદર ત્રિકાળ જિનસ્વરૂપ છે. ભાઈ ! જો અંદર જિનસ્વરૂપ ન હોય તો પર્યાયમાં જિનદેવ પ્રગટે ક્યાંથી ? અહા ! જે અંદરમાં છે તેનો આશ્રય કરતાં પર્યાયમાં પ્રગટ થાય છે. તેનો આશ્રય કરી તેમાં જ રમવું-ઠરવું તેનું નામ જૈનધર્મ છે, તે સત્યાર્થ મોક્ષમાર્ગ છે. આ બહારના ક્રિયાકાંડ કાંઈ જૈનધર્મ નથી. શું થાય? અજ્ઞાની ભ્રમથી ક્રિયાકાંડને ચોંટી-વળગી પડ્યો છે. ભાઈ ! એવી ક્રિયાઓ તો અનંતવાર કરી, પણ અરેરે ! લેશ પણ સુખ ન થયું. છ૭ઢાલામાં કહ્યું છે ને કે
મુનિવ્રત ધાર અનંત વાર ગ્રીવક ઉપજાયો;
પૈ નિજ આતમજ્ઞાન વિના સુખ લેશ ન પાયો.” બાપુ! એ મહાવ્રતાદિ જૈનધર્મનાં સહકારી હો, પણ તે જૈનધર્મ નથી; તે બંધનનો જ ભાવ છે.
જેમ સકરકંદમાં ઉપરની લાલ છાલ દૂર કરો તો અંદર એકલી મીઠાશનો પિંડ પડ્યો છે. તેમ ભગવાન આત્મા પુણ્ય-પાપના ભાવની છાલથી રહિત જુઓ તો અંદર એકલા અતીન્દ્રિય આનંદનો પિંડ છે. તેની સન્મુખ થઈને તેનું જ્ઞાન-શ્રદ્ધાન કરવું, તેનો અનુભવ કરવો ને ત્યાં જ રમવું-ઠરવું તે મોક્ષનો માર્ગ છે. તેને છોડીને કોઈ વ્યક્રિયાનેદ્રવ્યલિંગને ભ્રમથી મોક્ષમાર્ગ માની અંગીકાર કરે છે તો તે તત્ત્વજ્ઞાનથી રહિત વ્યવહારમૂઢ મિથ્યાદષ્ટિ છે, તેને શુદ્ધ ચૈતન્યનો અનુભવ થતો નથી તે સંસારમાં જ પરિભ્રમણ કરે છે.
અરે ! મૂઢ જીવ અધ્યાત્મના વ્યવહારને જાણતો નથી; અને આગમનો વ્યવહાર, તે સુગમ છે તેથી, તેને જ વ્યવહાર માને છે. અંદર ત્રિકાળી શુદ્ધ અભેદ એક દ્રવ્ય છે તે નિશ્ચય, અને તેના આશ્રયે જે નિર્મળ નિર્વિકાર શુદ્ધ રત્નત્રયની પરિણતિ પ્રગટ થાય તે વ્યવહાર છે. શુદ્ધ પરિણતિ તે જ શુદ્ધ વ્યવહાર છે. આવા શુદ્ધ નિશ્ચય-વ્યવહારને મૂઢ જીવ જાણતો નથી, બાહ્ય ક્રિયાકાંડને જ વ્યવહાર માને છે, અને તેમાં જ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com