________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨પર : પ્રવચન રત્નાકર ભાગ-૧) શું થાય હું? હમણાં વખત નથી એમ આડોડાઈ કરીને સત્સમાગમ કરે નહિ, સંસ્કાર તો દૂર રહ્યા, ભેદજ્ઞાનની વાત સુદ્ધાં સાંભળે નહિ, ચોવીસ કલાક વેપાર-ધંધામાં ને બાયડી છોકરાં સાચવવામાં ને ઈન્દ્રિયના વિષયમાં-પાપમાં જ ગુમાવે તે મરીને તિર્યંચમાં જ જાય, ક્યાંય ઘેટાં-બકરાં ને ફુદાંમાં જન્મ-અવતાર લે. શું કીધું શેઠ? શેઠ પડે હેઠ. સમજાણું કાંઈ? ભાઈ ! નિજ ચૈતન્ય સામે આડ મારીને આડોડાઈ કરે તેનું ફળ મહાદુઃખદાયક નરક-નિગોદ છે.
અરે ભાઈ ! તને આ સંસારની હોંશુ કેમ આવે છે. “હોંશીડા મત હોંશ કીજીએ.' ભાઈ ! રાગ અને પરમ તને હોંશ-ઉત્સાહ આવે છે તે છોડી દે. તારું વીર્ય પરમા-રાગમાં જોડાઈને ઉલ્લસિત થાય છે ત્યાંથી પાછું વાળ, પ્રજ્ઞાના ગુણ વડે તારા વીર્યને સ્વસ્વરૂપમાં વાળી તું પોતાને મોક્ષપંથમાં સ્થાપ. અરે ભાઈ ! વિચાર તો કર તું કોણ છો? શ્રીમદ મોક્ષમાળામાં કહ્યું છે કે
હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું; કોના સંબંધે વળગણા, છે? રાખું કે એ પરિહરું? એના વિચાર વિવેકપૂર્વક શાંતભાવે જ કર્યા,
તો સર્વ આત્મિક જ્ઞાનનાં સિદ્ધાંત-તત્ત્વ અનુભવ્યાં. અહાહા...! ભગવાન! તું અનાદિઅનંત અમાપ-અમાપ શક્તિનો સાગર પ્રભુ છો. અહાહા...! અંદર જ્ઞાનાનંદનો અમાપ. અમાપ દરિયો પ્રભુ તું છો. માટે શાંત ચિત્તે સ્વપરના વિવેકપૂર્વક પોતાની પ્રજ્ઞાના ગુણ વડ અર્થાત્ અંતર્મુખ પ્રજ્ઞાની પર્યાય વડ અમાપનું માપ (-જ્ઞાન) કરી લે પ્રભુ! અહાહા...! પ્રજ્ઞાના ગુણ વડે તું પોતાને દર્શન-જ્ઞાનચારિત્રમાં એવો સ્થાપ કે ત્યાંથી કદી ચળે નહિ.
અરે! અનંતકાળે આવો મોંઘો મનુષ્યભવ મળ્યો છે ને પ્રભુ! હવે આડોડાઈ ક્યાં સુધી? શુભરાગથી ધર્મ થાય એ આડોડાઈ હવે છોડી દે. પરલક્ષે જે શુભભાવ થાય તે સંસાર છે, તે ચોરાસીના અવતારની ખાણ છે; અને અંદર તું અતીન્દ્રિય આનંદની ખાણ છો ને પ્રભુ! માટે કહે છે– ભાઈ ! પરની હોંશુથી પાછો વળ; પોતાની પ્રજ્ઞાના ગુણ વડ ત્યાંથી પાછો વાળીને નિજાત્માને દર્શનજ્ઞાનચારિત્રરૂપ મોક્ષપંથમાં સ્થાપ. ભાઈ ! હોંશ કરવા લાયક તારી ચીજ અંદર પડી છે તેની હોંશ કર. અહા! આવો ઉપદેશ! ! અહો ! આ સમયસાર તો ભરતક્ષેત્રનો ભગવાન છે. આવી અલૌકિક ચીજ બીજે ક્યાંય છે નહિ.
અહા! કહે છે- “સ્થાપ નિજને મોક્ષ પંથે..” ! ભાઈ ! તને આ મોંઘુ (આકરું) લાગે પણ આ સમયે જ છૂટકો છે. અરે ! જીવો દેહાદિ અનિત્યની મમતા કરી-કરીને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com