________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૪૧૨ : ૨૫૧ અરે! આમ જીવ અનાદિથી પરદ્રવ્યમાં રાગાદિભાવોમાં-દુ:ખના ભાવોમાં સ્થિત છે; પોતાની પ્રજ્ઞાના દોષથી હોં. કર્મને લઈને રાગદ્વેષમાં સ્થિત છે એમ અહીં નથી કહ્યું. કોઈ શાસ્ત્રમાં તેમ કહ્યું પણ હોય તો તે નિમિત્તનું-વ્યવહારનું કથન છે એમ જાણવું. રાગાદિ થવા કાળે નિમિત્ત ત્યાં કોણ છે એ ત્યાં બતાવ્યું છે. બાકી “અપને કો આપ ભૂલકે હેરાન હો ગયા.” પોતાને પોતે જ ભૂલી પુણ્ય-પાપના ભાવમાં મૂછણો છે, ત્યાં જ નજર ચોંટાડી છે તેથી પ્રાણી દુઃખના ભાવમાં સ્થિત છે. આનું નામ સંસાર છે. આ બાયડી, છોકરાં, ઘરબાર-તે સંસાર એમ નહિ, રાગાદિ પરવ્યમાં સ્થિત થયો છે એ સંસાર છે, દુ:ખ છે. હવે ગુલાંટ ખાવાનું કહે છે
પોતાની પ્રજ્ઞાના દોષથી પરદ્રવ્યમાં-રાગદ્વેષાદિમાં નિરંતર સ્થિત રહ્યો હોવા છતાં કહે છે, પોતાની પ્રજ્ઞાના ગુણ વડે જ તેમાંથી પાછો વળીને તેને અતિ નિશ્ચળપણે દર્શનજ્ઞાન-ચારિત્રમાં નિરંતર સ્થાપ;” અહાહા....! જ્ઞાનની પર્યાયને પોતામાં-શુદ્ધ એક જ્ઞાયકસ્વરૂપમાં વળી નિશળપણે દર્શન-જ્ઞાન-ચારિત્રમાં સ્થાપ-એમ કહે છે. “પોતાની પ્રજ્ઞાના ગુણ વડે” –એમ કહ્યું ને! ત્યાં “ગુણ” એટલે શું? પર્યાય રૂદ્રવ્ય પ્રતિ ઝુકી, એક જ્ઞાયકની સન્મુખ વળી તે પ્રજ્ઞાનો ગુણ છે. પહેલાં પરસમ્મુખ હતી તે દોષ હતો. હવે કહે છે–પરદ્રવ્યથી-રાગદ્વેષથી પાછો વળીને સ્વરૂપસન્મુખ વળી જા. પર્યાય સ્વરૂપ પ્રતિ ઢળે તે પ્રજ્ઞાનો ગુણ છે. તો કહે છે- પોતાની પ્રજ્ઞાના ગુણ વડ જ રાગાદિ-વ્યવહારથી પાછો વળીને પોતાને અતિ નિશ્ચળપણે દર્શન-જ્ઞાન-ચારિત્રમાં નિરંતર સ્થાપ. લ્યો, આવી વાત! કર્મ માર્ગ આપે તો રાગાદિથી પાછો વળે એમ નહિ, પણ પોતાની પ્રજ્ઞાના ગુણ વડે જ પાછો વળીને પોતાને અતિ નિશ્ચળપણે દર્શન-જ્ઞાન-ચારિત્રમાં સ્થાપ-એમ કહેવું છે
અનાદિથી પર્યાયમાં રાગાદિ અશુદ્ધતા ચાલી આવે છે. વર્તમાન પર્યાય પણ અશુદ્ધ છે; પણ સ્વઘરમાં રહેલી વસ્તુ-ભગવાન જ્ઞાયક પૂર્ણાનંદનો નાથ પ્રભુ તો ત્રિકાળ શુદ્ધ જ છે. જ્યાં પ્રજ્ઞાની પર્યાયને સ્વઘર પ્રતિ વાળે કે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પ્રગટ થાય છે. અહીં કહે છે–તેમાં જ તું તને સ્થા૫; બીજે પંથેથી વાળીને પોતાને મોક્ષપંથે સ્થાપ. અહાહા....! શું ભાષા? “મોરપદે ગપ્પાનું વેદિ' સ્થાપ નિજને મોક્ષપથે ” – ભાષ તો સાદી છે, ભાવ જે છે તે અતિ ગંભીર છે ભાઈ !
પણ એને ભાવ સમજવાની ક્યાં પડી છે? અરે! મારું શું થશે? મરીને હું ક્યાં જઈશ? -ઈત્યાદિ વિચારવાની દરકાર જ કરતો નથી! ઈન્દ્રિયના વિષયનું વિષ પીને રાજી થાય છે પણ ભાઈ ! આ દેહ તો ક્યાંય ફૂ થઈને ઉડી જશે. બધું જ (બધા સંયોગો) ફરી જશે, અને ક્યાંય કાગડ-કૂતરે-કંથને ચાલ્યો જઈશ. જતો નથી આ મોટા મોટા અબજોપતિ શેઠ ફૂ થઈને ક્યાંય હેઠ (હેઠે નરક-નિગોદમાં) ચાલ્યા જાય છે?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com