________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૪૧ર : ૨૫૩ દેહ છોડી પરલોકમાં ક્યાંયના ક્યાંય ચાલ્યા જશે! એવા સ્થાનમાં જશે જ્યાં ન કોઈ સગું ન કોઈ વહાલું હશે, ન ખાવા દાણા ન પીવા પાણી હશે, ન પહેરવા વસ્ત્ર ન રહેવા મકાન હશે. આ જીવ છે એમ કોઈ ઓળખશે પણ નહિ એવા મહા દુઃખના સ્થાનોમાં ચાલ્યા જશે. માટે હે ભાઈ ! તું અનિત્યનો પ્રેમ છોડી નિજ નિત્યાનંદજ્ઞાનાનંદ પ્રભુ આત્માની રુચિ કર; પોતાની પ્રજ્ઞાના ગુણ વડે આત્માને ત્યાંથી પાછો વાળી દર્શન-જ્ઞાનચારિત્રમાં સ્થાપ.
પ્રજ્ઞાના ગુણ વડ જ' એટલે સ્વ પુરુષાર્થ વડ સ્થાપ એમ અહીં કહેવું છે. “જ' “વ' – એમ શબ્દ પડ્યો છે ટીકામાં, જુઓ. લોકોને એકાંત લાગે. પણ આ સમ્યક એકાંત છે, કેમકે બીજી કોઈ રીત છે જ નહિ. વ્યવહાર કથંચિત્ સાધન છે એમ તું કહે, પણ એ તો કથનમાત્ર આરોપથી સાધન કહ્યું છે, તેનાથી કોઈ સાધ્યની સિદ્ધિ ન થાય. અરે ભાઈ! વ્યવહારને વાસ્તવિક સાધન તું માને એમાં તારું અહિત થાય છે. ભાઈ ! તું વ્યવહારનો પક્ષ જવા દે; આ વાતને ખોટી પાડવાનું રહેવા દે ભાઈ ! આ તો કેવળીના કેડાયતી દિગંબર સંત ભગવાન કુંદકુંદાચાર્ય, જેની અવસ્થામાં પ્રચુર આનંદ ઉછળી રહ્યો હતો તેમનું આ ફરમાન છે બાપુ! ક
તું સ્થાપ નિજને મોક્ષપંથે, ધ્યા અનુભવ તેહને;
તેમાં જ નિત્ય વિહાર કર, નહિ વિહર પરદ્રવ્યો વિશે. ભાઈ ! વ્યવહારના રાગથી પુણ્યબંધ અવશ્ય થશે, પણ એનો તું પક્ષ-રુચિ કરે એ તો મિથ્યાત્વ છે બાપા! તારા વ્યવહારથી લોક રાજી થશે, પણ તારો આત્મા રાજી નહિ થાય. જો આત્માને રાજી (આનંદિત, સુખી) કરવો છે તો કહે છે–પોતાની પ્રજ્ઞાના ગુણ વડ જ ત્યાંથી (વ્યવહારથી પોતાને પાછો વાળીને નિર્મળ જ્ઞાન-દર્શન-ચારિત્રમાં સ્થાપ; એવો સ્થાપ કે કદીય ચળે નહિ, મોક્ષ લઈને જ રહે. બાકી વ્યવહારની ક્રિયાઓ કરતાં કરતાં મોક્ષ થઈ જશે એમ ત્રણકાળમાં છે નહિ, લ્યો, આ એક પદનો અર્થ થયો.
હવે બીજો બોલ: “તથા સમસ્ત અન્ય ચિંતાના નિરોધ વડ અત્યંત એકાગ્ર થઈને દર્શન-જ્ઞાન-ચારિત્રને જ ધ્યા....”
જુઓ, દેવ- શાસ્ત્ર–ગુરુની ભક્તિ કે વિનયનો વિકલ્પ કે ગુણ-ગુણીના ભેદનો વિકલ્પ કે છકાયના જીવની દયાનો વિકલ્પ એ સર્વ અન્ય ચિંતા છે અહીં કહે છે – એ સમસ્ત અન્ય ચિંતાનો નિરોધ કરી અંતરમાં-સ્વસ્વરૂપમાં એકમાં એકાગ્ર થઈને દર્શનજ્ઞાન-ચારિત્રને ધ્યા. એમ કે ભગવાન શુદ્ધ ચૈતન્ય ધ્રુવ અંદર છે તેને દષ્ટિમાં લીધો છે, હવે તે એકને જ અગ્ર કરી શુદ્ધ દર્શન-જ્ઞાન-ચારિત્રનું જ ધ્યાન કર, અહીં પર્યાયથી વાત છે, બાકી ત્રિકાળી શુદ્ધ દ્રવ્યને ધ્યાનવું છે. રાગની ને પરની ચિંતા–ધ્યાન ન કર, પણ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com