________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
૨૫૪ : પ્રવચન રત્નાકર ભાગ-૧૦
નિર્મળ રત્નત્રયને ધ્યા એમ પર્યાયથી વાત કરે છે. ભાઈ! પરની ને રાગની ચિંતા છે તે તો અપધ્યાન છે, આર્ત-રૌદ્રધ્યાન છે. ત્યાંથી હઠી, કહે છે, નિર્મળ રત્નત્રયનું જ
ધ્યાન કર.
તત્ત્વાર્થસૂત્રમાં ધ્યાનનું લક્ષણ કહ્યું છેઃ ‘yાપ્રવિન્તાનિરોધો ધ્યાનમ્' એકાગ્રતાપૂર્વક ચિંતાનો નિરોધ તે ધ્યાન છે. અહીં પણ કહે છે-અન્ય સમસ્ત ચિંતાનો નિરોધ કરીને એક નામ શુદ્ધ ચૈતન્યમાં અગ્ર થઈ તેમાં જ રમણતા કર. અહાહા...! લોકમાં ઉત્તમ, મંગળ ને શરણરૂપ પદાર્થ પોતાનો આત્મા જ છે. માટે ૫૨થી છૂટી પોતાના આત્માને દર્શન-જ્ઞાન-ચારિત્રમાં જ સ્થાપ, ને તેનું જ ધ્યાન કર. ભાઈ ! ધ્યાન કરતાં તો તને આવડે જ છે; અનાદિથી ઊંધું ધ્યાન-સંસારનું ધ્યાન તો તું કર્યા જ કરે છે, પણ તે દુ:ખમય છે; તેથી હવે કહે છે–સવળું ધ્યાન કર, સ્વસ્વરૂપનું ધ્યાન કર, સ્વસ્વરૂપનાં દષ્ટિ-જ્ઞાન-રમણતા તે સવળું ધ્યાન છે અને તે આનંદકારી છે, મંગલકારી છે. સમજાણું કાંઈ... ?
હવે ત્રીજો બોલઃ ‘તથા સમસ્ત કર્મચેતના અને કર્મફળચેતનાના ત્યાગ વડે શુદ્ધજ્ઞાનચેતનામય થઈને દર્શન-જ્ઞાન-ચારિત્રને જ ચૈત-અનુભવ;....
દયા, દાન, વ્રત, ભક્તિનો ભાવ છે તે રાગ છે, તે કર્મચેતના છે. વિકારી ભાવમાં એકાગ્રતા તે કર્મચેતના છે. અને તે રાગાદિ ભાવોમાં હરખ-શોક થવો તે કર્મફળચેતના છે. રાગાદિને ભોગવવાનો ભાવ કર્મફળચેતના છે. અહીં કહે છે-તેના ત્યાગ વડે આ બૈરાંછોકરાં ને ઘરબારના ત્યાગ વડે એમ નહિ, એનો તો સદા ત્યાગ જ છે, એ ક્યાં અંદર સ્વરૂપમાં ગરી ગયાં છે? આ તો એની પર્યાયમાં રાગનું કર્તાપણું અને ભોક્તાપણું ઉભું છે તેના ત્યાગ વડે, કહે છે, જ્ઞાનચેતનામય થઈને દર્શન-જ્ઞાન-ચારિત્રને જ ચેત. તેનો જ અનુભવ કર. આ છેલ્લે ‘તું લેય’ શબ્દ છે ને! તેનો આ અર્થ છે કે અંદર ત્રણલોકનો નાથ જ્ઞાયક પ્રભુ પરમાત્મા પોતે છે તેમાં એકાગ્ર થઈને, તેમાં જ રમણતા કરીને શુદ્ધ દર્શન-જ્ઞાન-ચારિત્રને જ ચેત, તેને જ અનુભવ.
ભાઈ ! શુભાશુભ ભાવ હો કે મહાવ્રતના ભાવ હો, કે ગુણ-ગુણીના ભેદનો વિકલ્પ હો કે નવિકલ્પ હો-એ બધો રાગ કર્મચેતના છે. અને તેમાં હરખ-હોંશ થાય તે કર્મફળચેતના છે. અહીં કહે છે- સમસ્ત કર્મચેતના અને કર્મફળચેતનાનો ત્યાગ કરીને, શુદ્ધજ્ઞાનચેતનામય થઈને અર્થાત્ શુદ્ધજ્ઞાનચેતનામાત્ર વસ્તુ પોતે છે તેમાં એકાગ્ર થઈને, જે દર્શન-જ્ઞાન-ચારિત્ર પ્રગટ થાય તેને જ ચેત. અહાહા...! શુદ્ધ ચૈતન્યસંપદાથી ભરેલો ભગવાન પોતે છે તેમાં એકાગ્ર થઈને, કહે છે, શુદ્ધ દર્શન-જ્ઞાન-ચારિત્રને જ ચેત. અહા ! આ પુણ્ય-પાપના ભાવ તો વિપદા છે, તે અપદ છે, તે તારું રહેવાનું
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com