________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરિશિષ્ટ : ૩૪૫
અહીં બે વાત કરી છે:
૧. આત્મા જ્ઞાનમાત્ર વસ્તુ છે એમ કહેતાં એકાન્ત નથી, પણ સ્યાદ્વાદ છે. (અનેકાન્ત છે.)
૨. એક જ્ઞાનમાત્રવતુ આત્મામાં, ઉપાય-ઉપયપણું ઘટિત થાય છે. કેવી રીતે તે અહીં વિચારવામાં આવ્યું છે.
આત્મા જ્ઞાનસ્વરૂપ છે ને! એ એક જ્ઞાનસ્વરૂપમાં સાધકપણું અને સાધ્યપણું, ઉપાય-ઉપયપણું વા કારણ-કાર્યપણું ઘટે છે. જ્ઞાનસ્વરૂપી ભગવાન આત્મા વસ્તુપણે એક હોવા છતાં સાધક અને સાધ્ય, ઉપાય અને ઉપય એમ બે ભેદ (પર્યાયભેદ) તેમાં પડે છે. જે જ્ઞાન સાધકપણે પરિણમે એને ઉપાય નામ મારગ કહીએ, અને એ જ જ્ઞાન પરિપૂર્ણ પરિણમે એને સાધ્ય નામ મોક્ષ કહીએ.
અહા ! આવું સાધક-સાધ્યનું સ્વરૂપ કહ્યું એમાં એ સિદ્ધ થઈ ગયું કે વચ્ચે જે દયા, દાન, વ્રતાદિના પરિણામ આવે છે એ સાધકભાવ નથી, (મોક્ષનો) મારગ નથી, એ તો પુણ્યબંધનું જ કારણ છે. સર્વજ્ઞસ્વભાવી પ્રભુ પોતે છે તેમાં એકાગ્ર થઈ જે શ્રદ્ધાજ્ઞાન-શાન્તિ પ્રગટ કરે તે જ માર્ગ છે અને તે જ્ઞાનની જ (આત્માની જ) દશા છે, રાગની નહીં. અહાહા...! ભગવાન આત્મા ચિદાનંદમય પ્રભુ પૂર્ણ એક છે. તેની પર્યાયમાં અપૂર્ણ સાધકપણું જે પ્રગટ થાય છે એ જ્ઞાનની-આત્માની (નિર્મળ ) દશા છે અને એના ફળરૂપે કેવળજ્ઞાનની પૂરણ સાધ્યદશા જે પ્રગટ થાય એ પણ જ્ઞાનની-આત્માની દશા છે. આમ દ્રવ્ય (સ્વભાવથી) એકરૂપ હોવા છતાં પર્યાયમાં બે ભંગ પડી જાય છે.
* કળશ ૨૪૭: ભાવાર્થ ઉપરનું પ્રવચન * “વસ્તુનું સ્વરૂપ સામાન્ય વિશેષાત્મક અનેક-ધર્મસ્વરૂપ હોવાથી તે સ્યાદ્વાદથી જ સાધી શકાય છે.'
અહા! ભગવાનના જ્ઞાનમાં જે છ દ્રવ્યો આવ્યાં તેને વસ્તુ કહે છે. અનંત આત્મા, અનંતાનંત પરમાણુ, અસંખ્ય કાલાણુ, એક ધર્માસ્તિકાય, એક અધર્માસ્તિકાય અને એક આકાશ –તે પ્રત્યેક વસ્તુનું સ્વરૂપ સામાન્યવિશેષાત્મક છે. વસ્તુ છે તે પ્રત્યેક ત્રિકાળરૂપ સામાન્યપણે છે અને પર્યાયરૂપ વિશેષપણે છે. આત્મા, પરમાણુ આદિ પ્રત્યેક દ્રવ્ય સામાન્ય અને વિશેષ એમ બેય સ્વભાવે છે. ત્રિકાળ ધ્રુવપણે રહે તે સામાન્ય, અને પલટીને વર્તમાન-વર્તમાન અવસ્થાએ થવું તે વિશેષ. આ સામાન્ય અને વિશેષ બન્નેય વસ્તુનો સ્વભાવ છે. હવે આવું વસ્તુનું સ્વરૂપ જાણ્યા વિના ધર્મ કેમ થાય? અત્યારે તો મૂળ તત્ત્વની વાત લુપ્ત થઈ ગઈ અને લોકો બિચારા બાહ્ય ક્રિયાકાંડમાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com