________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૪૦૫ થી ૪૦૭ : ૨૨૫ આ અવસરમાં આ જ (અનુભવ જ) કરવા જેવું છે. બાકી લગ્ન કરવાં-પરણવું એ તો દુર્ઘટના છે. લોકો “પ્રભુતામાં પગલાં માંડયાં' કહે છે ને! પણ બાપુ! એ તો નરી દુર્ઘટના છે. આ એને (બાયડીને) રાજી રાખવી, ને છોકરાને રાજી રાખવાં, ને રળવું-કમાવું ઈત્યાદિ અનેક પાપના આરંભ ત્યાંથી શરૂ થાય છે. શું કહીએ? પોતે પોતાને જ ભૂલી જાય એવડી મોટી એ ભૂલ છે, મણમાં આઠ પાંચશેરીની ભૂલ જેવી ભૂલ!
અહીં કહે છે- પરમાર્થ આત્માને પુદ્ગલનો-કર્મ-નોકર્મનો આહાર નથી. ખરેખર તો વૃત્તિ ઉઠે એય આત્માની ચીજ નથી, કેમકે તે એના સ્વરૂપમાં ક્યાં છે? એ તો વિભાવ છે, ઔપાધિક ભાવ છે. આત્માને કોઈ રાગવાળો માને એ આત્મઘાતી છે. હિંસક છે. હું જ્ઞાનાનંદસ્વભાવી ચૈતન્ય ચમત્કારમય અનંતગુણનો પિંડ પ્રભુ છું એમ અનુભવવાને બદલે હું રાગવાળો છું એમ અનુભવે એ તો આત્મઘાત છે. પોતાની હિંસા છે; કેમકે એમાં પોતાના સ્વરૂપનો અનાદર છે, તિરસ્કાર છે.
અહીં કહે છે- સ્વભાવરૂપ પરિણમે કે વિભાવરૂપ પરિણમે, આત્મા પરને ગ્રહતો નથી. છોડતો નથી. ચારિત્રદશાવંત મુનિને કદાચિત્ આહારની વૃત્તિ થાય તો તેથી કાંઈ આહારને ગ્રહી શકે છે, કર્મને ગ્રહી શકે છે, કે કર્મની નિર્જરા કરી શકે છે એમ નથી. અરે ! મુનિરાજ તો વૃત્તિ ઉઠ તેના કર્તા થતા નથી, માત્ર જ્ઞાતા-દષ્ટા રહે છે. વૃત્તિ થઈ તે અપેક્ષા કર્તા કહીએ, પણ વૃત્તિ કર્તવ્ય છે એમ માનતા નથી એ અપેક્ષાએ અકર્તા નામ જ્ઞાતા જ છે. અહીં આ સિદ્ધ કરવું છે કે-સ્વભાવરૂપ પરિણમો કે વિભાવરૂપ પરિણામો પોતાના જ પરિણામનાં ગ્રહણ-ત્યાગ છે, પરદ્રવ્યનાં ગ્રહણ-ત્યાગ તો જરા પણ નથી.
આ રીતે આત્માને આહાર નહિ હોવાથી તેને દેહ જ નથી.
આત્માને દેહ જ નહિ હોવાથી; પુગલમય દેહસ્વરૂપ લિંગ (વેષ, ભેખ, બાહ્ય ચિન્હ) મોક્ષનું કારણ નથી-એવા અર્થનું આગળની ગાથાઓની સૂચનારૂપ કાવ્ય હવે કહે છે:
* કળશ ૨૩૮ : શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * વં શુદ્ધરચ જ્ઞાનસ્ય વેદ: gવ જ વિયતે' આમ શુદ્ધ જ્ઞાનને દેહુ જ નથી; “તત: જ્ઞાતુ: વેદમયં મોક્ષ વેર ન' તેથી જ્ઞાતાને દેહમય લિંગ મોક્ષનું કારણ નથી.
શુદ્ધ જ્ઞાન અર્થાત્ ભગવાન આત્માને દેહુ જ નથી. દેહ નથી માટે દેહમય લિંગનગ્નદશાનો ભેખ મોક્ષનું કારણ નથી. દેહ છે એ તો બાહ્ય વસ્તુ છે, તે મોક્ષનું
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com