________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૮૭ થી ૩૮૯ : ૧૪૯ હવે વર્ણનામકર્મની પ્રકૃતિના પાંચ ભેદનું વર્ણન કરે છે:
“હું શુક્લવર્ણનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સચેતું છું.” –૧૦૩.
હું રક્તવર્ણનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું. છું.” –૧૦૪.
હું પીતવર્ણનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંતું છું.” –૧૦૫.
હું હરિતવર્ણનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંતું છું.” –૧૭૬.
“હું કૃષ્ણવર્ણનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંતું છું.” –૧૦૭.
ધોળો, લાલ, પીળો, લીલો, કાળો વર્ણ તે જડકર્મપ્રકૃતિનું ફળ છે, તેને હું ભોગવતો નથી, હું તો આત્મામાં જ લીન છું.
હવે આનુપૂર્વીનામકર્મના ચાર ભેદ છે તે કહે છે:
હું નરકગત્યાનુપૂર્વીનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.” -૧૦૮.
“હું તિર્યંચગત્યાનુપૂર્વીનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.” –૧૦૯.
“હું મનુષ્યગત્યાનુપૂર્વીનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.” –૧૧.
હું દેવગત્યાનુપૂર્વીનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.” –૧૧૧.
જે કર્મના ઉદયથી મરણ પછી અને જન્મ પહેલાં વિગ્રહગતિમાં રસ્તામાં આત્માના પ્રદેશ મરણ પહેલાંના શરીરના આકારે રહે છે તે આનુપૂર્વી કર્મ છે. ધર્મી પુરુષ કહે છે-હું તેના ફળને ભોગવતો નથી, હું એક શુદ્ધ આત્માને જ સંચેતું-અનુભવું છું. જુઓ, શ્રેણીક રાજા ક્ષાયિક સમકિતી હતા. નરકગતિને સન્મુખ થયેલો તેમનો જીવ નરકગત્યાનુપૂર્વીકર્મના ફળને ભોગવતો નથી. ગત્યાનુપૂર્વીકર્મના ઉદયે જે પ્રદેશોના આકારની યોગ્યતા થઈ તેનું ધર્મી પુરુષને લક્ષ નથી, તે તે શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતે છે. હવે કહે છે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com