________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૮૭ થી ૩૮૯ : ૧૩૭ સમ્યગ્દષ્ટિને નિદ્રા આવે છે, તે પ્રકૃતિનો ઉદય છે. જ્ઞાની કહે છે-હું એને ભોગવતો નથી, અર્થાત્ એના વદન પ્રતિ મને લક્ષ નથી. હું તો એનાથી અધિક-ભિન્ન મારું ચૈતન્યસ્વરૂપ ત્રિકાળ છે તેને જ વેદું છું. મારા સ્વરૂપમાં નિદ્રા ક્યાં છે? હું તો એનાથી ભિન્ન સ્વરૂપ નિજ ચૈતન્યમાં જ વર્તુ છું. –૧૦.
હું નિદ્રાનિદ્રાદર્શનાવરણીયકર્મના ફળને નથી ભોગવતો, હું તો ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.”
વિશેષ નિદ્રા આવી જાય તેને હું ભોગવતો નથી, હું તો નિજ જ્ઞાનાનંદસ્વરૂપને જ વેદું છું. –૧૧.
“હું પ્રચલાદર્શનાવરણીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ
સંતું .'
બેઠાં બેઠાં જરી ઝોકું આવી જાય તે દશાને હું ભોગવતો નથી એમ કહે છે. તે દશાના કાળમાં પણ મારી ચીજ અંદર ભિન્ન પડી છે તેને જ હું અનુભવું છું. -૧૨.
હું પ્રચલાપ્રચલાદર્શનાવરણીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું .'
ઘોડા ઉપર બેઠા બેઠા જરી નિદ્રા આવી જાય એવી દશાના વદન તરફ મારું લક્ષ નથી. સચ્ચિદાનંદ પ્રભુ અંતરમાં બિરાજે છે તેના ઉપર જ મારી દષ્ટિ છે. હું તેના જ વેદનમાં સાવધાન છે. તેથી હું પ્રચલાપ્રચલાદર્શનાવરણીય કર્મના ફળને ભોગવતો નથી. હું તો શુદ્ધ ચૈતન્યના જ વેદનમાં લીન છું. હવે આમ છે ત્યાં દાળ, ભાત, લાડુ ને સ્ત્રીને ભોગવવાની વાત જ ક્યાં રહી? એ તો બધા પર જડપદાર્થો છે, તેને કદીય આત્મા ભોગવતો નથી. સમજાણું કાંઈ? –૧૩.
હું સ્યાનગૃદ્ધિદર્શનાવરણીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.'
આ એક નિદ્રાનો પ્રકાર છે જેમાં ઊંઘમાં ઊભો થઈ જાય, ઘરનું કામ કરે, પાછો સૂઈ જાય. નિદ્રામાં ઢોર-ગાય, ભેંસ વગેરે પાઈને આવી જાય એવી નિદ્રા હોય છે. ધર્મી કહે છે- મારું ત્યાં લક્ષ નથી. હું તો ચૈતન્યસ્વરૂપને જ અનુભવું છું. – ૧૪.
હું શાતાવેદનીય કર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું
વેદનીય કર્મની બે પ્રકૃતિ છે. તેમાં શતાવેદનીય પ્રકૃતિના નિમિત્તે બહારમાં સામગ્રી-ધન, કુટુંબ, પરિવાર, શરીરની નીરોગતા ઇત્યાદિ સામગ્રી મળે તે પ્રત્યે, કહે છે, મારું લક્ષ નથી. અહાહા...! શાતાના ઉદયનું ફળ આવે તે મારું સ્વરૂપ નથી,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com