________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૧૩૮ : પ્રવચન રત્નાકર ભાગ-૧) તેને હું ભોગવતો નથી. આ શરીર હૃષ્ટપુષ્ટ લાલ-ત્રાંબા જેવું મળે તે જડની દશા બાપુ! તેને ધર્મી પુરુષ ભોગવતો નથી. અહાહા...! નિજ ચૈતન્યમૂર્તિ ચિદ્રુપ પ્રભુ આત્માનો મહિમા અંતરમાં આવ્યો છે તે ધર્માત્મા સ્વરૂપને જ સંચેતે છે, તેને બીજે ક્યાંય સંયોગોમાં રુચિ જાગતી નથી. –૧૫.
અશાતાવેદનીય કર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.'
અહીં ચારિત્રની મુખ્યતાથી વાત છે. ભગવાન આત્મા ચૈતન્યસ્વરૂપ અંદર બિરાજે છે. તેનું વેદના અને સાક્ષાત્કાર થઈને તે ઉપરાંત સ્વરૂપની રમણતા થઈ છે તે ધર્મી પુરુષ કહે છે- હું અશાતા કર્મના ઉદયને ભોગવતો નથી. જુઓ, સનતકુમાર ચક્રવર્તી થઈ ગયાચક્રવર્તીના વૈભવનું શું કહેવું? દેહ પણ ખૂબ રૂપાળો-સુંદર, ૬૪ હજાર દેવતાઓ તેની સેવા કરે. તેમણે દીક્ષા લીધી ને કોણ જાણે પુણ્ય ક્યાં ગયું? અશાતાનો ઉદય આવતા શરીરમાં ગળત કોઢનો રોગ થયો. વીસ આંગળા ગળવા માંડયાં. પણ અહીં કહે છે – એ અશાતા વેદનીયના ફળને તે ભોગવતા નહોતા. જ્ઞાની કહે છે- અશાતાના ઉદયને હું ભોગવતો નથી, હું તો મારો સચ્ચિદાનંદ પ્રભુ અંદર બિરાજ્યો છે તેને જ વેદું છું. અનુભવું છું. ભાઈ ! આવા તારા સ્વરૂપનો એક વાર તો મહિમા કર!
કોઈ સમ્યગ્દષ્ટિ સાતમી નરક હોય તો ત્યાં એને અશાતા વેદનીયનું વેદન પરમાર્થે અંતરમાં નથી; રાગ આવે તેનું કિંચિત્ વેદન છે પણ તે ગૌણ છે. મુખ્ય પણે તે ભગવાન ચૈતન્યસ્વરૂપ આત્માના આનંદને વેદે છે- અહીં ચારિત્રની વાત લેવી છે. અંદર આનંદના નાથના અનુભવની જમાવટ જામી છે, જેમ કોઈ બહુ તૃષાવંત પુરુષ શેરડીના રસને ઘુંટડા ભરી ભરીને પી જાય તેમ આનંદરસનું રસપાન જે કરે છે તે ધર્મી જીવ કહે છે- હું અશાતાના ફળને વેદતો નથી, હું દુઃખી નથી; હું તો આનંદના નાથમાં લીન છું. આવી વાત ! સમજાણું કાંઈ....? –૧૬.
હવે મોહનીય કર્મની ૨૮ પ્રકૃતિઓની વાત કરે છે:
હું સમ્યકત્વમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.”
જુઓ, આ પ્રકૃતિ બધા સમ્યગ્દષ્ટિઓને હોય છે એમ નહિ. એ તો સમ્યગ્દર્શનમાં દર્શનમોહનીય કર્મની પ્રકૃતિના ત્રણ ભાગ પડી જાય છે. હજુ આ પ્રકૃતિ હોય એની વાત છે. તે જ્ઞાની કહે છે- સમ્યકત્વ મોહનીય કર્મના ફળને હું ભોગવતો નથી. કર્મ પ્રકૃતિ નિમિત્ત છે, વિકૃત અવસ્થા તે નૈમિત્તિક છે. તે બન્નેનો સંબંધ છે તેને જાણવો તે વ્યવહાર છે. કર્મથી વિકાર થાય છે એમ નહીં, પણ કર્મને આધીન થતા તેની દશામાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com